________________
૧૦૨
વય પામતાં વિદ્યાધર પરંપરામાં આવેલી બધી વિદ્યાઓ ભણને સાધી પણ લીધી. પિતા વિઘુગતિ રાજાએ સારા કુલના ખાનદાન વિદ્યાધરની પુત્રી પદ્માવતી સાથે કુમારનું પ્રાણી ગ્રહણ. કરાવ્યું. પિતાએ યૌવનપૂર્ણ કુમારને યોગ્ય જાણી યુવરાજ પદવી આપી. અને કેટલેક કાળ ગયા પછી રાજાએ પિતાની વૃદ્ધાવસ્થા જાણુ શુભ તિથિ-વાર–નક્ષત્ર-કરણ તથા ચંદ્રને વેગ પામીને કુમારને રાજ્યસન આપ્યું, સાથે રાજા–પ્રજાને ઉચિત ઘણી શિખામણ પણ આપી. પછી સુગુરુનો વેગ પામી રાજા. વિદુર્ગતિએ પોતે દીક્ષા અંગીકાર કરી. દોષ વગરનું ત્રિકરણ યેગે શુદ્ધ સંજમ આરાધી પ્રાન્ત અનશન આદરી સર્વકર્મને ક્ષય કરી રાજર્ષિ મોક્ષ પામ્યા. આપણી કથાના નાયક શ્રી પાર્શ્વનાથ સ્વામીના આત્મા વિદ્યાધર કિરણગે સર્વ વિદ્યામાં પ્રવીણ થઈ વિદ્યાધર રાજાઓને પણ રાજા બની, નીતિ અને ધર્મમય રાજ્યને ભેગવતાં કેટલીક વખત વીતાવ્યા.
કર્મની વિચિત્રતા તે જુઓ આ સંસારમાં રહેલા બધા આત્માઓ આત્મત્વજાતિએ સરખા જ હોવા છતાં બધા જ જ્ઞાનાદિ અનંતગુણથી ભરેલા હોવા છતાં કર્મોની તારતમ્યતાથી આત્માઓને અનેક જાતિના અવતાર લેવા પડે છે અને પિતાની જ મહામૂર્ખતાના વેગથી બાંધેલા કર્મને વશ બનીને નરક અને પશુગતિનાં દુઃખ ભેગવવાં પડે છે, આત્માની એક પણ ઈચ્છા કામમાં આવતી નથી. એક અવસ્થામાં સુખી. આત્મા બીજી અવસ્થામાં મહાદુઃખમાં ડુબી જાય છે. સુખમાં ગરકાવ બનેલે એક અવસ્થાને આત્મા બીજી અવસ્થામાં