________________
૧૦૧
બસ પાર્શ્વનાથસ્વામીને આત્મા મભૂતિના ભવમાં ધર્મ પામ્ય અને પતન પામી આતધ્યાનથી મારી હાથી થશે. ત્યાં મુનિરાજનો સમાગમ થશે. ઉપદેશ મલ્યો. જૈનધર્મ મળે. દેશવિરતિ ધર્મ આરાધી આઠમા દેવલેકે દેવપણું પાપે, આ રીતે શ્રી પાર્શ્વનાથ સ્વામીના દશ ભવ પિકી પ્રથમના ત્રણ ભવ પૂર્ણ થયા,
શ્રી પાર્શ્વનાથ સ્વામીને ચોથે ભવ
આ જંબુદ્વિીપના પૂર્વ મહાવિદેહક્ષેત્રની સુકચ્છ નામની વિજયમાં વૈતાઢય પર્વત ઉપર મહાદ્ધિસંપન્ન તિલકપુરીનામની નગરી છે. તેમાં બલ-વિદ્યા-કલા-જ્ઞાન આદિ પુણ્યસામગ્રીસંપન્ન વિદ્યગતિ નામે વિદ્યાધર રાજા રાજ્ય કરે છે. તેને ગુણગણે કરીને સંપૂર્ણ તિલકાવતી નામે પટ્ટરાણી છે.
વિદ્યાધર દંપતી જેમ લક્ષ્મી અને રાજ્યથી સમૃદ્ધ છે તે જ પ્રમાણે રૂપ અને કલાઓથી પણ ભરેલાં છે. છતાં ઉચ્ચ કેટીના શિલાદિ ગુણો બન્નેના આત્માને ઉન્નત બનાવી રહ્યા છે.
બધી સામગ્રીથી પૂર્ણ એવા રાજા-રાણી દેવ-દેવીની માફક સુખમયદિવસો વ્યતીત કરે છે. ત્યાં આઠમા-દેવકથી આયુષ્ય પૂર્ણ કરીને મરુભૂતિ ગજરાજને આત્મા મહાસતી તિલકાવતી રાણીની કુક્ષીમાં ઉત્પન્ન થયે, અને પૂર્ણ સમયે પુત્રપણે અવતર્યો. પિતાએ બાળકનું નામ કિરણવેગ આપ્યું. રાજકીય સુખથી પિષણ પામતા કુમારને ખ્ય અવસરે પિતાજીએ વિદ્વાન પંડિત રાખી પુરુષની ૭૨ કલાઓ, શસ્ત્રાસ્ત્રની બધી વિદ્યાઓ અને ધર્મ–કલાને અભ્યાસ કરાવ્યા. કુમારે યૌવન