________________
૨૦
પડ્યો કે તે બિચારી સમળીથી સહન ન થઈ શકવાથી; ચીસેા પાડીને રાવા લાગી. તે વેદના મટાડવાના ઉપાય શેાધી લાવવા પેાતાના પતિને કહ્યું. પરંતુ જ્યાં મનુષ્યેાને દયા નથી હોતી તે પશુઓને શેની હાય ! એટલે નિર્દયસમળાએ તેણીને મદ્ ન જ કરી. અથવા જ્યારે પાપકર્મના ઉદય થાય ત્યારે અન્યની મદદ કામપણ શું કરી શકે ?
એ ત્રણ દાડા નારકીના જેવી વેદનાના પરિણામે સમળીને પ્રસૂતિ થઈ અને ઇંડા મુક્યાં. હવે પ્રસવની વેદનાથી ત્રણ— ચાર દિવસની ક્ષુધાતુર સમળી ભક્ષ્યની શેાધ કરવા લાગી, ચારે બાજુ દૃષ્ટિ ફેકી પણ કચાંય ભક્ષ્યની પ્રાપ્તિ થાય એવું દેખાયું નહિ.
આ બાજુ વર્ષાકાલ હોવાથી મુશળધાર વર્ષાદ વવા લાગ્યા. ‘હમણાં વર્ષાદ બંધ રહેશે અને હું માંસને શેાધવા જઈશ’ આવા સતત ધ્યાનમાં ક્ષુધાની તીવ્ર વેદનાથી સમળી સમય વીતાવે છે. વર્ષાદ સત્તર દિવસ સુધી વર્ષાંતે જ રહ્યો. લગભગ વીશ દિવસ સુધીની ક્ષુધાની વેદનામાં સમળી કુશ થઇ ગઈ, શક્તિ હણાઈ ગઈ, ધીરજ નાશ થઈ ગઈ અને તે વારંવાર મૂતિ થવા લાગી.
તીવ્ર પાપના કે પુણ્યના ઉદયે ભાગવવાના ખાકી હાય ત્યાંસુધી આયુષ્ય પણ તૂટતું નથી. જીવતરથી કંટાળી ગએલી સમળીને મરણ તે ન જ આવ્યું. વર્ષાદ બંધ થઈ ગયા. ઇંડા પણ સેવાઈને બચ્ચાં થઈ ગયાં. હવે તે પોતાને અને બચ્ચાંને પાષવા ખાદ્ય લાવવુંજ જોઈ એ એમ વિચારી સમળી અશક્ત
હોવા છતાં સર્વ બળ વાપરી આકાશમાં ઉડી.
એક નજીકના ગામડામાં ચાંડાળના પાડામાં માંસથી ખરડાએલાં હાડકાંના ઢેર પડેલા જોયા. ચારે બાજુ ગીધડાં