________________
૩૬
દેવલાકમાં દેવાંગનાએનું આતિથ્ય મહેમાનગતિ પામ્યા. અને શ્રીરુષભદેવસ્વામીની સેવાની ટેવવાળા તથા શ્રી શત્રુંજયતીની રક્ષા-રક્ષણ કરવામાં ચતુર એવા શ્રીકપર્દીયક્ષ ભવિજીવાનાં વિઠ્ઠોને નાશ કરનાર થાઓ.
આ દૃષ્ટાન્તથી સમજી શકાય છે કે પંચપરમેષ્ઠિમહામત્રના કેવા સુંદર પ્રભાવ છે? કે જેણે એક તદ્દન અજ્ઞાની ગામડીઆ અને કુવ્યસની એવા જીવને પણ એકમહાસ્થાન પ્રાપ્ત કરાવી ખરેખર આરાધક બનાવ્યા છે.
આ પ્રમાણે આ નમસ્કારમહામંત્રના ઉપકારા શ્રી જૈન સાહિત્યમાં ઠામઠામ વેરાએલા પડ્યા છે. ઘણાંખરાં કથાનકમાં નમસ્કારમહામંત્રના ઉપકાર-મહિમા જરૂર ચર્ચાયા છે.
પંચપરમેષ્ઠિમહામત્રના ચમત્કારનાં ઉદાહરણા વૃન્દારુવૃત્તિ વગેરે ગ્રંથામાં ભીલ-ભીલડી, શિવકુમાર, શ્રીમતી, ખિજોરુ, હૂંડિક ચાર, પિંગલ ચાર, પ્રમુખ ઘણાં છે જે વાંચવાથી નમસ્કારમહામંત્ર પ્રત્યે સદ્ભાવ કે આદર થયા વિના રહે નહિ. પરંતુ પંચપરમેષ્ઠિમહામ ંત્રના પ્રભાવની પુષ્ટિ માટે હજી પણ કેટલીક જરૂરી ખાખતા લખવાની હોવાથી ઉપરના કથાનકો અહીં ટાંકવા નથી, તે આ ગ્રન્થમાં પાછળ પરિશિષ્ટમાં આપ્યાં છે.
શ્રીજૈનશાસનનાં બધાં વિધાને સર્વજ્ઞમૂલક જ હેવાથી વસ્તુમાત્રની સિદ્ધિ આગમવાદ અને હેતુવાદ એ બે સાધનેદ્વારા કરવામાં આવે છે. કાઈક વસ્તુ કેવળ આગમવાદથી જ સિદ્ધ થાય છે, જ્યારે કેાઈક વસ્તુ કેવળ યુક્તિવાદથી જ સિદ્ધ થાય છે અને કાઈકમાં અને સાધનના ટકા હોય છે.