________________
૭ર
કર્મોથી લેપાએલે છે. અને તેથી જ અનંતા અવગુણથી ભરેલો છે. તે આત્મા કર્મ અને અવગુણોથી મુક્ત કેમ બની શકે?
સમાધાન – જેમ કઈ કેડ, બે કેડ કે પાંચ-દશ કેડને દેવાદાર હોય છે, પરંતુ પોતે સાહુકાર અને ખાનદાન કુલને હેવાથી તેના ચિત્તમાં કરજ ખુંચ્યા કરે છે. જ્યારે દેવું ચુકાવું, એમ ભાવના ભાવ્યા જ કરે છે. તેને કઈ સાર સલાહકાર મળી જાય છે તે તેમની સલાહ અને સહાયથી લેણદારને મળીને દેવાના હફતા કરી આપે છે. ત્યારથી વ્યાજ બંધ થાય છે.
જ્યારે બીજી બાજુ મૂલ દેવું આપવા ઉદ્યમ ચાલુ કરે છે. ખર્ચ ઘટાડે છે એટલે આવક વધે છે. વ્યાજ બંધ થવાથી થોડા જ કાળમાં દેવું પણ ઘટવા માંડે છે. સ્વભાવ જ એ છે કે, દેવું ઘટવા માંડે એટલે શાંતિ વધવા માંડે. મેજશેખ કરતાં પણ જેને કરજ ચુકાવવું વધારે પસંદ હોય તેના લેણદારને પણ તેની ઉપર દયા ઉપજે છે. અને એથી કરજદાર મુદ્દલ મુડી આપી હેલામાં વહેલી તકે કરજ મુક્ત થઈ જાય છે.
બીજી બાજુ કેટલાક કરજદાર ફક્ત હજાર, બે હજારના જ દેવાદાર હોય છે, પરંતુ જીદગી સુધી કાયમ દેવું. ચુકાવતા રહેવા છતાં દેવું ઓછું થતું જ નથી. બધી કમાણી વ્યાજમાં જ હેમાય છે. મુદલ મુડી જેમની તેમ દેવી જ રહે છે. તેઓનું માનસ સડેલું હોવાથી ગમે તેટલું કરજ હોય તો પણ તેમના મોજશોખ ચાલુ જ રહે છે. તેમને માથે દેવું છે તેની ચિન્તા થતી જ નથી. એટલે ગમે તેવા વ્યાજે પૈસા ઉપાડીને પણ નાટક વિગેરે જુએ છે. તેમની ભાવના બુરી હોવાથી મનમાં વિચાર કરે છે કે, મળશે તે આપશું નહિ તે આપનારા મરશે. તેથી સવાયા-ડોઢા લખી આપીને પણ પિતાના વિલાને