________________
કરવા મહાશય મરુભૂતિ તાપસ થએલા કમઠના સ્થાનમાં ગયે.
જગતસ્વભાવ જ એવો છે કે, “અગ્નિને બુઝાવવા જનારને પણ અગ્નિ ઘાટ આવે તે બાળી જ નાંખે.' એ ન્યાયથી અગ્નિ જેવા સ્વભાવવાલા કમઠ પાસે મહાનુભાવ મરુભૂતિ ગયા અને પોતાની મહાનુભાવતા પ્રમાણે નમ્રતા અને મીઠા વચનેથી દંભ વગર હસતા મુખે અષ્ટાંગ પ્રણિપાત કરીને વારંવાર ખમાવવા લાગ્યા. પરંતુ કમઠને મરુભૂતિનું મુખ જ ગમતું ન હતું તે પછી તેનું આવું વર્તન તે રૂચે જ શેનું? એટલે દુષ્ટાશયવાલા કમઠ તાપસે બંધુ એવા મરુભૂતિ ઉપર મેટી શિલા ગબડાવી અને મરુભૂતિનું મસ્તક છુંદાઈ ગયું.
दुर्जन-कालकूटौ च, ज्ञातावेतौ सहोदरौ। अग्रजन्मानुजन्मा च, न विद्मः कतरोऽनयोः ॥
અર્થ-કાલકૂટ વિષ અને દુષ્ટ માણસ બંને સગા ભાઈ હોય છે. પરંતુ આ બન્ને ભાઈઓમાં નાનો ભાઈ કેણ અને મેટે ભાઈ કણ? એની સમજણ અમને [ પંડિત પુરુષને] હજી પડી નથી. અર્થાત્ ઝેર કરતાં પણ દુર્જન ભયંકર આત્મા હોય છે.
મસભૂતિ પિતાની સજજનતાથી અધમ એવા પિતાના ભાઈને ખમાવવા ગયે તેના પરિણામે પિતાનું અકાળ મરણ થયું. “અકાળમરણ” એટલું જ નહિ પણ સમાધિનો અભાવ થવાથી કુગતિગમન થયું. કહ્યું છે કે, .. "दुर्जनेन समं सख्यं, प्रीतिं चापि न कारयेत् । उष्णो दहति चांगारः, शीतः कृष्णायते करम् ॥
અર્થ -દુર્જન આત્માઓની સાથે મિત્રતા ન જ