________________
૯૫
અસમાધિપૂર્વક મરણ પામી તિર્યંચાયુ બાંધીને વિધ્યાચળ પર્વતની સપાટ ભૂમિમાં મહાશક્તિશાળી હાથીપણે ઉત્પન્ન થયે. | મુનિરાજ અરવિંદને વિહાર કરતાં રસ્તામાં સાગરદત્ત નામના સાર્થવાહન સાથે થયું હતું અને કમસર વિહાર કરતા વિધ્યાચલની નજીકની સપાટી પાસે આવ્યા. ત્યાં તે બધાએ પડાવ કર્યો. પાણું અને લાકડાં વિગેરે શેલતા માણસે આખા વનમાં ફરવા લાગ્યા. આ બાજુ આપણું વાર્તાના નાયક શ્રી પાર્શ્વનાથસ્વામીનો આત્મા મરુભૂતિને જીવ આ અટવીમાં ગજરાજપણે ઉત્પન્ન થએલ તેણે સાથને મનુષ્ય સમુદાય, જે. અને એકદમ તેઓ ઉપર રેષ લાવી મારવા તૂટી પડ..
હાથીનું આક્રમણ મનુષ્ય ખમી શક્યા નહિ. અને જીવ લઈને નાશતાં જ્યાં સાર્થને પડાવ હતા ત્યાં આવવા. લાગ્યા. પણ હસ્તિરાજે માણસની પુંઠ લીધી, અને જ્યાં આગળ મતિ-શ્રુત-અવધિ-મન:પર્યવરૂપ ચાર જ્ઞાનના નિધાન અરવિંદરાજષિ ધ્યાનમાં ઉભા છે ત્યાં આવ્યું. તેણે મુનિરાજને જોયા અને આક્રમણ કરવાની ઈચ્છાથી તે મુનીશ્વર ઉપર ધર્યો. પરંતુ મુનિરાજના તપોબળ અને આત્મબળને પ્રભાવ હાથી ઉપર પડયે. અને તે વિનીત શિષ્યની માફક સામે રહી એકી નજરે ધારીધારીને મુનિરાજને જોવા લાગ્યું. મહા મુનિરાજ અરવિરાજર્ષિ કાઉસ્સગ્ગ પારીને મરુભૂતિના આત્મા હાથીને ધર્મ પમાડવા સારૂ બોલવા લાગ્યા
भो भो गजेन्द्र ! स्वकीय मरुभूतिभवं किं न स्मरसि ? मामरविंद-भूपतिं किं नोपलक्षयसि ? प्राच्यजन्मनि मरुभूतिभवे