________________
अर्हत्प्रणीतं श्राद्धधर्म प्रतिपन्नः किं विस्मारयसि ? स्मर स्मर पूर्वभवं श्वापदजातिजातमिमं महाशानं मुंच." ' અર્થ–હે ગજરાજ ! તું તારે મરુભૂતિને ભવ કેમ ભૂલી જાય છે અને મને અરવિંદ રાજાને કેમ ઓળખતે નથી? વળી ગયા જન્મમાં મરભૂતિપણામાં અરિહંત પ્રભુ કથિત શ્રાવકને ધર્મ તે આચરેલ કેમ ભૂલી જાય છે? યાદ કર ! અને પશુ જાતિને વેગ્ય આ મૂર્ખાઈને ત્યાગ કર !
મહર્ષિનાં વાક્યામતે હાથીને ખૂબ જ રુચવા લાગ્યાં. કેઈ કામિની વશીકરણથી સ્વાધીન કરેલા સ્વપતિને જેમ ઈચ્છા પ્રમાણે ઉભે રાખી શકે તેમ મુનીશ્વરનાં વાક્યની - હાથી ઉપર ખૂબ જ અસર થઈ અને હાથી તદ્દન સ્થિર થઈ ગયે. અને તે વિચાર કરવા લાગ્યું કે,
આ હું શું સાંભળું છું? આવું મેં ક્યાંઈક જોયું છે. મને આ વાત જરૂર ક્યાંઈ સાંભળવામાં આવી છે, આ મહાત્મા મને જરૂર પહેલાં પણ કયાંય મળેલા જણાય છે. આમ ઉહાપોહ કરતાં કરિવરને જાતિસ્મરણ જ્ઞાન થયું. પિતાને મરુભૂતિને ભવ યાદ આવ્યું અને મારવા આવેલો હાથી આંખોમાં આંસુ લાવીને મહામુનિરાજના પગમાં પડ્યો. મનમાં ઘણો જ સંવેગ ઉત્પન્ન થયે. સંસારની અસારતા સમજાઈ. મરુભૂતિના “ભવમાં દુર્ગાનથી ખાઈ નાંખેલે ધર્મ યાદ આવ્યું. હાથીની
આ ભાવનાને મુનિરાજે પણ વૈરાગ્ય વાક્ય સંભળાવી ઘણી જ પુષ્ટ બનાવી. ગયા જન્મમાં કમઠની પત્ની અરુણ હતી તે પણ -ત્યાંથી મરણ પામીને આ વનમાં જ મરભૂતિ ગજરાજની