________________
કરવી પણ છેડે સનેહ પણ ન કરે. કારણ કે અગ્નિ કરતાં પણ વધારે દુષ્ટ દુર્જન આત્મા છે. જેમ અગ્નિ ઊને હોય તે બાળવાનું કાર્ય કરે અને ઠંડે થાય તે પણ છેવટે કાળું તે કરે જ. એમ દુર્જનની ક્ષણની સંગત પણ અનર્થ કરનાર જ થાય છે.
મરૂભૂતિ જેવા ઉત્તમ આત્માનું ભાઈની સાથે ક્ષમાપના. કરવા જતાં કુગતિગમન થઈ ગયું. માટે જ જ્ઞાની પુરુષેએ કહ્યું છે કે કઈ પણ ભવમાં દુર્જનની સોબત મળશે જ નહિ. ભગવાન શ્રી પાર્શ્વનાથસ્વામીના આત્માને બીજો
ભવપશુગતિ અને હાથીપણું. એકદા પિતનપુર નગરમાં અરવિંદ રાજાને વાદળાઓના અનેક જાતિના રંગે થતા અને ક્ષણમાં વિનાશ પામતા જોઈ સંસાર ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થયે. તેથી તેઓ સપ્તાંગ રાજ્ય અને અંતઃપુરને ત્યાગ કરી સંજમ લેવા તત્પર થયા. ભાવના ભાવતાં તેમને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું અને શ્રી ભદ્રગુપ્તાચાર્ય પાસે પ્રવજ્યા અંગીકાર કરી અગ્યાર અંગ અને ચૌદપૂર્વને અભ્યાસ કરી ગુરુની આજ્ઞાથી કર્મ ખપાવવા સારુ તે એકલાવિહાર કરવા લાગ્યા. શત્રુ-મિત્રમાં, મણિપાષાણમાં, લષ્ટ-કચનમાં, સ્ત્રી અને મરેલા મડદામાં સમભાવે વિચરતા, નિરંતર કાઉસ્સગ્ગ ધ્યાનમાં જ રહેતા અરવિંદરાજષિને ઉચ્ચકેટીના તપ-ત્યાગ અને ધ્યાનના પ્રભાવથી ઘણું લબ્ધિઓ સાથે મન-પર્યવજ્ઞાન પણ ઉત્પન્ન થયું. આવા આત્મદશામાં લીન થયેલા રાજર્ષિ ચાસ જ્ઞાનના ધારક બની અષ્ટાપદગિરિની યાત્રા કરવા ચાલ્યા.
આ બાજુ મરુભૂતિને જીવ દુર્ગાનથી સમક્તિવમી.