________________
૯૭
સહચારિણી હથિણી થઈ હોવાથી તેણી પણ આ વખતે હાજર હતી. મુનિરાજનાં દર્શન અને ઉપદેશથી તેણીને જાતિસ્મરણ જ્ઞાન થયું. પૂર્વભવ યાદ આવવાથી તેણીએ પણ પિતાને પૂર્વભવ જે. ગતભવમાં વ્યર્થ ગયેલ મનુષ્યજન્મ અને ધર્મનાશને મનમાં બળાપ કરવા લાગી.
મરભૂતિ ગજરાજ મુનિના સાંભળી શ્રાવદશાને પામે. અને જેમ બને તેમ પાપ વગરની અથવા અ૫ પાપવાળી આજીવિકાથી જીવન નિર્વાહ કરવા લાગ્યું. [પશુઓ પણ મુનિઓના સમાગમથી કે જાતિસ્મરણના ચોગથી શ્રાવકપણું પામ્યાના જૈનગ્રંથમાં ઘણા જ દાખલાઓ મળી આવે છે.]
મુનિરાજ અરવિંદ રાજર્ષિ અષ્ટાપદ પર્વત ઉપર તીર્થ જુહારી જ્ઞાનથી પોતાનું આયુષ્ય અ૯પ જાણું એક માસનું અનશન કરી કેવલજ્ઞાન પામી આઠે કર્મને ક્ષયકરી અવ્યાબાધ મોક્ષસુખને પામ્યા.
ગજરાજ મારુભૂતિને આત્મા વનમાં રહે છે. છઠ્ઠ-અઠ્ઠમાદિ તપ કરે છે. જીવદયા પાળે છે. સૂર્યના કિરણેથી તપેલું પાણી અને સુકાં ઘાસ-પાંદડાંનું ભક્ષણ કરતા, હાથિણીઓ સાથેની કીડાઓને ત્યાગ કરતે, મનુષ્યના ત્યાગનું ઘણુંઘણું અનુદન કરતે, પોતે ગુમાવેલ મનુષ્ય જન્મને શેક કરતે, આગામી ભવે જૈનધર્મ સહીત મનુષ્ય જન્મ પામવાની ભાવના ભાવતે વિચારે છે. અને જેમ બને તેમ રાગ-દ્વેષને ત્યાગ કરી સુખ-દુઃખને સમભાવે સહન કરે છે.
અહિં કમઠ અતિ Àદયથી પિતાના લઘુબંધુ મરુભૂતિને ઘાત કરી મનમાં ઘણે જ રાજી થઈ મલકાવા લાગ્યા. પરંતુ