________________
અભૂતિમાં ક્રોધ; મદ, માયા, લેભ ઈર્ષા, કામ, વિગેરે લગભગ મંદ થઈ ગયા હતા. જ્યારે કમઠમાં આ બધા વધવા લાગ્યા હતા. તેથી મભૂતિની પત્ની વસુંધરાને દુષ્ટ કમઠે એને પાપ પ્રપંચ દ્વારા અને સવિકાર ચેષ્ટાઓ વડે સ્વાધીન કરી લીધી હતી. કુલની મર્યાદા અને પરલેકને ભય ત્યાગ કરી લઘુભાઈની પત્ની અને પેણ બંને જણાં યથેચ્છ અનાચાર સેવવા લાગ્યાં. આ વાત કમઠની પત્ની અણએ જાણીને મભૂતિને જણાવી દીધી. મભૂતિએ આ વાત સાંભળી પણ તેને સાચી ન લાગી. મારા મોટા ભાઈમાં આ પાપ કેમ ઘટી શકે ? આર્ય [ મોટાભાઈ ] આવું પાપ કરે જ નહિ. પરંતુ અરુણાએ સાક્ષાત્ નજરેનજર જેએલું હોવાથી ઘણું જ સમથન કરી મરુભૂતિને ખાત્રી કરવા ભલામણ કરી.
ભાભીની પ્રેરણાથી મરુભૂતિએ કમ–વસુંધરાના આચરણને બારીકાઈથી તપાસ્યાં અને અરણભાભીનાં વચન તદ્દન સાચાં સમજાય આથી સજજન આત્મા મરુભૂતિને ઘણું જ દુઃખ લાગ્યું. પિતાના મોટાભાઈ અને પિતાની પત્નીના આવા અનાર્ય વર્તનથી મરુભૂતિનું ચિત્ત ખૂબ ઘવાઈ ગયું અને ભેજાઈ મારફતે બન્નેને સુધરવા મીઠી ભલામણ પણ ખૂબ કરી.
નિઃશૂક્તા આવ્યા સિવાય આવાં અધમાધમ કૃ થતાં નથી તેથી આવાં અધમકામાં લેપાએલા પાપી જીવે અધમ કૃત્યે છોડતા નથી. એ ન્યાયે મરુભૂતિની ભાવના અને અરુણાની મહેનતનું કાંઈ પણ ફલ આવ્યું નહિ. મરુભૂતિએ માતાપિતાની આબરુ સાચવવા તથા ભાઈ અને ભાર્યાનું ભલું કરવાની ભાવનાથી શક્ય તેટલા બધા જ પ્રયાસ કરી