________________
ખાનદાન સજજન હોય તે દેવામાંથી ચોક્કસ છુટ થઈ શકે છે. પણ જો તેમ અનંતકાળથી કમને દેવાદાર બનેલા આત્મા વિચારક બને છે તે તુરત તેને ગુણાનુરાગ પ્રગટ થાય છે. ગુણાનુરાગ આવ્યા પછી ખાનદાની સજનપણું આવતાં વાર લાગતી નથી. એટલે તેને સાધુ અને ગૃહસ્થના. ઉત્તમ કેટીના આચારે પસંદ પડવા માંડે છે. હિંસા, જુક, ચારી મિથુન અને પરિગ્રહ-મમતા ઘટવાં શરૂ થાય છે. કેધાદિ. કષાયે મંદ થવા માંડે છે. અશુભ પ્રવૃત્તિઓ ઘટવા માંડે છે અને શુભપ્રવૃત્તિઓ વધવા માંડે છે. નાલાયકે, ગુંડાએ, આખલાઓ, અને સફેદ ઠગની સંગતિ ઝુટવા માંડે છે. સાધુ-સંત, સાક્ષરે, પંડિતે અને ગુણીજનોને સહકાર શરૂ થાય છે. એટલે સાબુના ઘસારાથી જેમ મેલ નાથવા માંડે છે તેમ ઉત્તમ પ્રવૃત્તિઓથી દો પણ નાશવા જ માંડે છે. કમે કરીને અધમ આત્માઓ પણ ઉત્તમ સંત બની જાય છે.
બીજા નંબરના દેવાદારોને દેવાની કશી પડી જ નથી. તેઓ કયારે પણ એમ વિચારતા જ નથી કે,
એક રામ ચઢતાં ગયું, રાવણ કેરું રાજ, સેલ રામ તુજ પર ચઢે, તું મૂરખ શિરતાજ.”
એક રામ ચઢવાથી રાવણનું રાજ ગયું તે મારા ઉપર આઠ રામ, સોલ રામ, વીશ રામ, વ્યાજ ચઢયા જ કરે છે. મારું શું થશે? બસ જેને દેવાનું દુઃખ થતું નથી તેનું કરજ જતું નથી અને સ્વતંત્રતાનું સુખ મળતું નથી. આપણે આ જીવડે પણ અનંત કાલથી સંસારમાં ભટકે છે. કેઈક વાર દેવનો કે મનુષ્યનો જન્મ મળી જાય છે. જે ત્યારે તે ધારે તે અનંતા કાળનું દેવું ચૂકવી શકે છે. પાપ ઘટાડીને કેમે કરી કમ