________________
આ સંસારમાં રહેલા અનંતાનંત આત્માઓમાંથી શ્રીજિનેશ્વરદેવના આત્મા નિરાળ બનીને સંસારના પ્રાણું. વર્ગથી કેવી રીતે જુદા પડીને જગતના પૂજ્ય થયા? એ. આપણને પ્રશ્ન સહજે થાય તે ત્યાં આપણે સમજવું જોઈએ કે, ઉપર જોઈ ગયા તેમ કોડેને દેવાદાર થેડું થોડું દેવું. ચુકાવતાં લાંબા કાલે પણ દેવામાંથી મુક્ત થાય છે, તથા ડે. થોડો સંગ્રહ કરનાર લાંબા ગાળે મોટે ધનવાન બને છે.
એજ પ્રમાણે શ્રીજિનેશ્વર દેએ દોષને ઓળખીને તેને ત્યાગ કરતાં કરતાં કેમે કરી તેમના સર્વ દોષ વિરામ પામે છે અને ગુણે સંગ્રહીત થાય છે. એટલે જેમ બધી નદીઓ વગર નિમંત્રણે દરિયામાં ભળે છે, તેમ ગુણો, ગુણેને લાવનારા હોવાથી સુપાત્ર આત્મામાં સર્વ ગુણો આવીને એકઠા થાય છે.
શ્રીજિનેશ્વરદેવના આત્માઓને આવું ઉંચું સ્થાન કેમ પ્રાપ્ત થયું? આના જવાબમાં કહી શકાય કે, આ સંસારમાં નિગોદાદિ સ્થાનમાં ફરી રહેલા બધા આત્માઓમાં શ્રીજિનેશ્વર દેના આત્માઓ પણ અભેદભાવથી ભેળસેળ બનીને ભટકી. રહેલા છે. છતાં સર્વજ્ઞ ભગવતેના જ્ઞાનથી તે જુદા જ પડેલા ઓળખાય છે. રેહણાચળની ખાણમાં અનેક હીરા, માણેક, મણિ, રો વિગેરે જેમ માટીની સાથે રગદોળાઈને એક જેવા બનીને રહેલા છે. છતાં તે રસ્તે તે દિશામાં માટીથી તદ્દન જુદાં અને વિશિષ્ટતાને ધારણ કરનારાં છે. એમ તેના જાણકારે સમજે છે અને તેથી જ માટીને તજીને તેને લેવાનો પ્રયત્ન કરે છે. તેમ ભગવંત જિનેશ્વરદેવના પુણ્યાત્માઓ અનંતાનંત જીવરૂપ માટીની ખાણમાં કહીનુર રત્નની માફક જગતના બીજા જીથી તદ્દન જુદા જ સ્વભાવવાળા હેવા છતાં ભવસ્થિતિના પરિપાકના અભાવથી બધા જ સાથે રગદેળાએલા રહે છે