________________
છ અત્યંતર તપ પ્રગટે છે. બધા પ્રકારના સંયમ ગુણે એકત્ર થઈને સાક્ષાત્ પ્રગટ દેખાયા કરે છે. જગતનાં સર્વ પ્રકારનાં દ્રવ્ય અને ભાવ સત્યો પ્રગટ થાય છે. જગતના સર્વ જી ઉપર મૈત્રીભાવના, પ્રમેદભાવના, કરુણાભાવના અને માધ્યસ્થભાવના પ્રગટ થાય છે. સાત્વિકતા, સહિષ્ણુતા, શૂરતા, ધીરતા, વીરતા, ગંભીરતા આદિ અલૌકક મહાગુણે પ્રગટ થાય છે- બીજા પણ ૩૪ અતિશયે, ૩૫ વાણીના ગુણે ભગવાન વીતરાગ જિનેશ્વર દેવોમાં પ્રગટ થાય છે. ભગવાન વીતરાગેને આઠ મહાપ્રાતિહાર્યો સદાકાલ સાથે હોય છે. તેઓ બાર ગુણથી શોભતા હોય છે. ચાર નિક્ષેપાથી જગતને પવિત્ર બનાવે છે. ૧૮ મહાદે, તથા ૧૮ પાપસ્થાનકોને તેમનામાં સર્વથા અભાવ હોય છે.
શ્રીજિનેશ્વર દેવના બાહ્ય–અત્યંતર મહાગુણનું વર્ણન કરવાની કોઈની તાકાત નથી. ગુર્જર કવિ શ્રીમાનું પદ્મવિજ્યજી ગણિવર ફરમાવે છે કે –
“તુજ ગુણ કેણ ગણી શકે, જો પણ કેવલ હેય”
મહાપુરુષ કવિશ્રેષ્ઠ શ્રીસિદ્ધસેનદિવાકરજી મહારાજા પણ ફરમાવે છે કે –
“मोहक्षयादनुभवन्नपि नाथ! मो,
नूनं गुणान् गणयितुं न तव क्षमेत" અથ– મેહ અને અજ્ઞાન સર્વથા ક્ષય થયા પછી કેવલજ્ઞાનથી પ્રકટ પણે અનુભવતે આપના ગુણોને જાણ આત્મા પણ હે વીતરાગ ! આપના ગુણો ગણવા સમર્થ થઈ શકતો નથી. અર્થાત્ કેવલી ભગવાન પિતે વીતરાગના ગુણે જાણે ખરા પણ વર્ણન કરી શકે નહિ, ગણું કે ગણાવી શકે નહિ, કારણ કે આયુષ્ય થોડું છે અને ગુણે અનતા છે
नून गुणा