________________
७८
મહાદેાષ ક્ષય પામે છે.
ચપળતા, તુચ્છતા, નિર્માલ્યતા, કામાન્યતા, મદાન્યતા, સ્વાર્થાન્ધતા, કૃપણુતા, ભીરુતા, અધીરતા, મૂર્ખતા, લાલુપતા, ક્ષુધાલુતા, તૃષાકુંતા, દીનતા, રકતા આદિ તમામ દષા ચાલ્યા જાય છે. અને આત્મા ટિક જેવા શુદ્ધ બની જાય છે.
સજ્ઞતા, વીતરાગતા અને યથાભાષિતા ગુણા પ્રગટ થતાંની સાથેાસાથ બીજા પણુ મહાગુણા પ્રગટ થાય છે.
સર્વજ્ઞપુરુષોએ જોયેલા સર્વ તત્ત્વાને સપૂર્ણ પણે સ્વીકાર કરાવનાર જે ક્ષાયિક સમ્યક્ત્વ તે પ્રગટે છે. જેમાં આત્માનું સ્વસ્વરુપ જ પ્રગટ રીતે પ્રકાશતું હાય તેવું યથાખ્યાત ચારિત્ર પ્રકટ થાય છે. અપૂર્વ ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિર્લોભતા આદિ ગુણા સપૂર્ણ પણે પ્રગટ થાય છે. જગતના પદાર્થ માત્રની લાલસાના લેપ થઈ જવાથી એકદમ પૂર્ણ તૃપ્તિરુપ ત્યાગદશા પ્રગટ થાય છે. લેાકાલેાકના દ્રવ્ય, ગુણ અને પર્યાયનું જ્ઞાન કરાવનાર કેવળજ્ઞાન અને કેવળદર્શન પ્રગટ થાય છે.
દેવાંગનાઓ સામે હોય તાપણુ સથા કામવિકાર ન થાય એવા અપૂર્વ બ્રહ્મચય ગુણ પ્રગટ થાય છે. ગમે તેવી અનુકુળ સામગ્રી ઉપર પણ રાગ ન થાય તેવી વીતરાગતા પ્રગટેલી હાય છે. ગમે તેવા વિરાધ કરનાર તથા ઉપસર્ગ અને દુઃખ દેનાર ઉપર પણ દ્વેષ ન થતા હેાવાથી વીતદ્વેષતા પ્રગટે છે.
આલેાકના ભય, પરલેાકને ભય, અપયશભય આજીવિકાલય, અકસ્માભય, આદાનભય, મરણભય વગેરે બધા પ્રકારના ભા નાશ પામવાથી અલૌકિક નિર્ભ્રાયપણુ પ્રગટે છે. નિંદ્રા, સ્વપ્ન અને જાગરર્દશા ક્ષય થઈ જવાથી ચાર્થી ઉજાગર દશા પ્રગટ થાય છે. ઊંચ કોટીના છ બાહ્ય અને