________________
કાળનાં બંધન તોડનાર છે. બાકીને બધે કાળ સંસારની વૃદ્ધિ માટે જ છે. એટલે કે, સામાયિકદશા વગરને કાળા સંસારની ચારે ગતિનાં જમણે વધારવા માટે જ છે.
વિધભૂતિ પુરોહિત ગૃહસ્થ દશામાં રહેવા છતાં આરાધનામય જીવન વ્યતીત કરતા હતા. તેવામાં એક વખત વિવિફત નામના જૈનાચાર્ય પધાર્યા, તેમની પાસે દશવિધ આરાધના સાંભળી. પિતે પણ આત્માને આરાધનામય બનાવી ચઉવિધ આહારનાં પચ્ચકખાણ કર્યા અને સમાધિમરણ પામીને સૌધર્મ નામના પહેલા દેવલોકમાં દેવ થયા. અનુદ્ધાદેવી પણ પતિવિગ થવાથી અધિકાધિક ધર્મધ્યાનપરાયણ બની. તીવ્ર તપશ્ચર્યા આચરી મરણ પામીને સુધર્મ દેવલોકમાં તે જ વિધભૂતિદેવની દેવીપણે ઉત્પન્ન થઈ.
. કમઠ અને મરુભૂતિ બને ભાઈઓને માતા-પિતાના મરણને શેક છે. લૌકિક મરણકાર્યો પતાવીને યથાપ્ય સ્વકાર્ય કરવા લાગ્યા. રાજાને મરુભૂતિ ચોગ્ય લાગવાથી તેને પુરેહિત પદ આપ્યું. મરુભૂતિ પણ પિતાના પદને, કુલને અને માતા-પિતાની આબરુને છાજે તેવું સદાચરણ આચર તે હોવાથી રાજા તથા સમગ્ર પ્રજાને ઘણું જ પ્રીય થઈ પડયે હતે.
અન્યદા કેઈક વાર તે પોતનપુર નગરના ઉદ્યાનમાં વિહાર કરતા અને ભવ્ય જીવોને પ્રતિબંધ કરતા ચાર જ્ઞાનના ધારક હરિશ્ચંદ્ર નામના સૂરિમહારાજ પધાર્યા. ઉદ્યાનપાલક દ્વારા સૂરીશ્વરનું આગમન જાણુને, રાજા-પ્રધાન અને શ્રેણી વિગેરે નગરવાસી લોકે વંદન અને દેશના શ્રવણ માટે મેટા આડંબરથી ઉદ્યાનમાં ગયા, યથાવિધિ વંદનાદિ કરી વિવેક