________________
પૂર્વક યથાસ્થાને સૌ બેઠા. મરુભૂતિ પણ પિતાના પરિવાર સહિત રાજાની સાથે દેશના સાંભળવા ગયા. અને એકાગ્રતા પૂર્વક આચાર્ય ભગવંત સન્મુખ બેઠા. કારણ કે તત્વજ્ઞાનપામવાની પહેલી ભૂમિકા શુશ્રષા ગુણ છે. કહ્યું છે કે
"शुश्रूषा श्रवणं चैव, ग्रहणं धारणं तथा। उहापोहोर्थविज्ञानं, तत्त्वज्ञानं च धीगुणाः ॥”
અથ-શુશ્રષા, શ્રવણ, ગ્રહણ, ધારણ, ઊહાપોહ, અર્થ વિજ્ઞાન અને તત્વજ્ઞાન આ આઠ બુદ્ધિના ગુણે છે. ધર્મ સાંભળવાની ચિ એ આત્માને મહાગુણ છે. અને તેનું જ નામ શુશ્રુષા છે. કહ્યું છે કે –
તરણ સુખી સ્ત્રી પરિવારે, ચતુર સુણે સુરગીત; તેહથી રાગે અતિઘણેરે, ધર્મ મુહ્યાની રીત -પ્રાણી
કેઈ બુદ્ધિશાલી સુખી રૂપાળો જુવાન દેવાંગના જેવી રૂપવતી સ્ત્રીઓથી વિંટાયેલ હોય અને પિતે ચતુર (સંગીત શાસ્ત્રને જ્ઞાતા) હેય તેને દેવતાઈ ગાયન સુણતાં જે આનંદ ઉત્પન્ન થાય. તેથી પણ કઈ ગુણે અધિક આનંદ-રાગ ધર્મ સાંભળતાં થાય તે સમજવું કે આત્મામાં ધર્મ શ્રવણની ભાવના ઉત્પન્ન થઈ છે.
પછી અન્યચિત્ત નિરાદરતાને ત્યાગ કરી એકાગ્ર ચિત્તે સાંભળવું, અને ગ્રહણ કરવું, પછી ન ભૂલાય તેમ ધારી રાખવું, પછી તેમાં તર્ક-વિતર્ક એટલે શંકાઓ કરવી, અને પછી તેનાં સમાધાન કરી. પૂર્ણપણે વ્યાખ્યાનના સૂત્રને અર્થ સમજી લેવું. અને તેમાંથી તસ્વનિચેડ કાઢવો આ બુદ્ધિના આઠ ગુણે અતિનિકટભવી જીવમાં જ ઉત્પન્ન થાય છે.