________________
અને સંસારમાં અથડાયા કરે છે. તે પણ તેઓ બીજા છેડેથી વિશિષ્ટ જ હોય છે. '
શ્રીજિનેશ્વરદેવના સ્વભાવ અને ગુણોનું વર્ણન કરતા મહાપુરુષો ફરમાવે છે કે –
__“एते आकालं परार्थव्यसनिनः, उपसर्जनीकृतस्वार्थाः, उचितक्रियावंतः, अदीनभावाः, सफलारंभिणः, अदृष्टानुशयाः, कृतज्ञतापतयः, अनुपहतचित्ताः, देवगुरुबहुमानिनः तथा મીરા રૂતિ છે”
શ્રીજિનેશ્વરદેવના આત્માઓ સંસારમાં ફરતાં જ્યારે જ્યારે મનુષ્યપણું કે દેવપણું પામે છે. ત્યારે તેમનામાં ઉપરના ઉચ્ચ કેટીના ગુણે જરૂર દેખાય છે. એટલે તેમાં ઉચ્ચ કોટીનો પોપકાર ગુણ જરૂર હોય છે. તથા તેમના પિતાને સ્વાર્થ લગભગ ગૌણ હોય છે. તેઓ બધી ઉચિત ક્રિયાઓ કરતા હોય છે. તેમને દીનતા હેય જ નહિ. તેમને એક પણ કાર્યારંભ ફલ વગરનો હોય નહિ. તેઓ પાછળથી પસ્તા ન થાય તેવાં કાર્યો કરે છે. તે ઉપકારિના ઉપકારને નહી ભૂલનાર પુરુષોમાં અગ્રેસર અને દેવ-ગુરુમાં બહુ જ આદરવાળા હોય છે. તેમનો આશય ખૂબ ગંભીર હોય છે અને તેઓ વજ. જેવા મજબૂત ચિત્તવાળા હોય છે.
ઉપરના ગુણે આ મહાપુરુષમાં સ્વભાવસિદ્ધ હેવાથી; જ્યારે ભવસ્થિતિ પરિપાક થાય છે ત્યારે અનેક શુભ ગુણ પ્રગટ થવાની સાથે શુભભાવનાઓ પ્રગટ થાય છે, તેથી તેમના ઘણું જ ઉંચી જાતના વિચારે હોય છે. જેમકે,
જે શકિત મુજને મળે, આપું સહુને સુખ; જે શક્તિ મુજને મળે, કાપું સહુનાં દુ:ખ in મુજને દુ:ખ આપે બધા, તે પણ હું નહિ તાસ, , સુખ પીરસવા સવને, છે મારે અભિલાષ પુરા