________________
G૭
દેનાર અવિરતિ મહાદોષ સર્વથા ક્ષય થાય છે.
આ જીવને અનંતકાળથી જગતના પદાર્થ માત્રની યથાર્થતાનું ભાન ન થવા દેનાર મહાઅજ્ઞાન ક્ષય થાય છે. .
આત્માની ક્ષમા, મૃદુતા, ઋજુતા, નિર્લોભતા આ ચારમહાગુણોને અટકાવનારા ક્રોધ, માન, માયા અને લેભ. સર્વથા ક્ષય પામે છે.
સ્ત્રીને ભેગવવાની ઈચ્છા, પુરુષને ભેગવવાની ઈચ્છા બન્નેને ભેગવવાની અભિલાષાને ઉત્પન્ન કરાવનાર તે પુરુષવેદ. સ્ત્રીવેદ અને નપુંસક વેદ એ ત્રણે સર્વથા ક્ષય થઈ જાય છે.
હાસ્યરતિ–અરતિ–ભય–શેક-દુર્ગચ્છા આ છએ કેધાદિના. ઉત્પાદક છે. આ છ દુર્ગણે બીજા પણ અનેક દુર્ગુણેને ઉત્પન્ન કરે છે અને ઘણા દેને પોષણ આપે છે. શ્રીવીતરાગ જિનેશ્વરદેવમાંથી આ છયે દોષો ચાલ્યા ગયા હોય છે.
નાની–મેટી બધી નિંદ્રાએ સર્વથા નાશ પામી જાય છે. અને અપ્રમત્તભાવ પ્રગટ થાય છે.
બધા પ્રકારના રોગે ક્ષય થઈ જાય છે. બધી પ્રકારની. તૃષ્ણાઓ પણ નાશ પામે છે.
હિંસા, મૃષા-જુઠ, ચોરી, મૈથુન, મમતા સર્વથા બંધ. થઈ જાય છે.
કલહ, અભ્યાખ્યાન, પશુન્ય નિમૅલ નાશ પામે છે.
અવિરતિમાં પ્રેમ અને વિરતિમાં અરુચિરૂ૫ રતિ–અરતિ મહાદુર્ગણ તદ્દન ચાલ્યા જાય છે. પરનિન્દા અને સ્વશ્લાઘારુપ અધમાધમ મહાદે રવાના થાય છે.
માયાપૂર્વકને મૃષાવાદ જેને જગતમાં પોલિટીકલ–નીતિ ' અને મુત્સદ્દીપણું કહેવાય છે. આ જગને ફસાવનારે