________________
-
૭૩
ચાલુ રાખે છે. તેઓ બિચારા પિતે આખી જિંદગી ગુલામ જેવું જીવન ભેગવી પાછળના સંતાનોને પણ કરજમાં ડુબેલાં મૂકી જાય છે. જમીન, જાગીર કે ધન-મિલકત હોય તે પણ ગીરવી-અડાણું મૂકીને મરે તેથી પાછળનાં સંતાને પણ બાપડા એવા જ કરજવાન રહી ગુલામ જીવન જીવી તે પણ પિતાની પાછળનાને દેવાદાર મૂકતા જાય છે.
એક પામરની ટુંકી સ્થા એક પામર એક વાર પિતાની સ્ત્રી સહિત કે વેપારીના ઘેર ગયે. શેઠને કહે રૂા. ૧૦૦ અમારે અંગ ઉધારે લેવા છે. ખળામાં પાછા આપીશું. શેઠ કહે છે રૂ. ૧૦૦ ના રૂા. ૧૨૫ પાછા લેશું. પામરે હા કહી. દસ્તાવેજ થયે. બૈરી તેના ધણુને કહે છે, કે શા માટે લો છો? મજુરી કરીને ગુજરાન ચલાવીશું. મતના રૂા. ૨૫ શું કરવા ગુમાવે છે! પામર, બૈરીને જવાબ આપે છે, મલશે તે આપીશું નહિતર શેઠ શું ધુડ લેવાનો હતો? શેઠ તે રૂા. ૨૫) કમાતે-કમાશે પણ હું તે આજે રૂ. ૧૦૦) કમાયે.
આ કથાથી સમજી શકાય તેમ છે કે, આપણે પણ લગભગ એવા છીએ. પરલેકને વિચાર માત્ર નહિ કરનારને વખતે કઈ ટેકે ત્યાં તે ઝટ જવાબ આપશે કે, “પરભવ કેણે જોયે છે? એ તો સૌનું થશે તે આપણું પણ થશે.” એટલે ઉપરના પામરની માફક આ ભવમાં અન્યાયથી ધન મેળવીને પણ વિલાસ ભેળવવામાં આપણને જરાપણ ભય થતું નથી. અને મેટે દેવાદાર પણ જે વિચારક અને