________________
પુરુષને ઉત્પન્ન થવાનું કેઈ એક જ ક્ષેત્ર નથી કે તેમાં જે ઉત્પન્ન થાય તે જ મહાપુરુષે બને. ઈવાકુ અને હરિવંશ જેવા ઉત્તમ કુળમાં જન્મીને પણ સુભૂમ, બ્રહ્મદત્ત અને વસુરાજા જેવા અનંતા આત્માઓ કર્મના ચક્કરમાં પડી જઈ નરકનિગોદ અને પશુગતિઓમાં ચાલ્યા ગયા છે.
જે જે મહાનુભાવ આત્માઓ ગુણાનુરાગી, ગુણેના ખપી, ગુણગષક અને ગુણગ્રાહી બની, ગુણવાન થાય છે તે જ મહાનુભાવ મહાભાગ્યશાળી આત્મા સંસારમાં દેવમનુષ્યનાં [ દુઃખ વગરનાં] સુખે ભેગવી છેવટે પંચ મહાપરમેષ્ઠિપણાને પામે છે. માટે તે ઉત્તમ મનુષ્ય! તમે પણ દોષને ત્યાગ કરવાપૂર્વક ગુણને સેવનારા બને. - અહીં કેઈ પ્રશ્ન કરે છે, જેમ ગુણ સમજવા અને ગુણ લાવવા જેટલા મુકેલ છે. તેમ દેને સમજવા અને દેને કાઢવા તે પણ તેટલા જ મુશ્કેલ છે, એટલે ગુણની આવક અને દોષને નાશ અશક્ય ન ગણાય?
આ વાત બરાબર નથી. ગુણદોષની સમજણ અને તેનો આય-વ્યય દુઃશકય જરૂર છે પણ અશક્ય તે નથી જ. કેમકે જે છ આત્માને સમજ્યા જ નથી, જેણે સમજવાને ખપ પણ કર્યો નથી, તેને પુણ્ય-પાપ પણ સમજવું મુશ્કેલ છે. પુણ્ય-પાપ ન સમજાય તેને પરલેકનાં નરકાદિ દુઃખની વાત તે ગળે ઉતરે જ શાની! જેઓને ચાર ગતિરુપ ચેરાસી લાખ યૂનિસંસારનું પરિભ્રમણ ન જ સમજાય. તેવાઓને તે ભલે ન સમજાય પરંતુ જે ભાગ્યશાળી આત્માઓ જીવ અને પુદ્ગલનું સ્વરુપ સમજ્યા હોય, શુભાશુભ કર્મોના ગે સંસારનું પરિ. ભ્રમણ ચાલુ છે, આત્મા પિતાની અજ્ઞાનતાથી જ દુખ ભગવે