________________
તેમને પુગલરાગ પણ લગભગ નષ્ટ થવા માંડયે હોય છે. ઘણા પ્રમાદ નષ્ટ થયા હોય. બાકીનાને પણ નાશ કરવાની ક્રિયા ચાલુ જ હોય. તેમને આત્માની બધી વાતે દેવતાઈ સુખ કરતાં વધુ વહાલી લાગે. સંસારનાં તુરછ સુખે સંધ્યાના રાગ જેવાં સમજાઈ ચૂક્યાં હેય. તેમની બધી ક્ષણે અને ત્રણે વેગ આત્મચિંતવનમાં જ હેય. શરીરમાં રહેવા છતાં તેઓ શરીરથી ન્યારા જ રહે છે. અનંતકાળથી શરીર પાસે થયેલું લેણું આત્માનંદી આત્માએ છેલ્લા ભવમાં છેલ્લી ક્ષણમાં વસુલ કરે છે. •
ચેથા સહજાનંદી આત્માઓ - ભવસ્થ કેવલી ભગવતે અને સિદ્ધ ભગવંતે. આવા આત્માઓ, પહેલા નંબરના ભવાભિનંદી જીના અનંતમાં ભાગ હોય છે. તથા બીજા અને ત્રીજા નંબરના જીથી અનંતગુણ હોય છે. | સહજાનંદદશા આત્માને મૂલ સ્વભાવ છે. તે દશા પ્રકટ કરવા માટે આત્માનંદદશાની ખાસ જરૂર છે. ભવાભિનંદિપણું અને પુદ્ગલાનંદિપણું ગયા વગર આત્માનંદદશા આવતી નથી. આત્માનંદપણું પ્રકટ કરવા સારુ અને ભવાઅભિનંદિતા અને પુદ્ગલાનંદિતાને ત્યાગ કરવા સારુ કાંઈ પણ અનુકૂળ સાધનની અવશ્ય જરૂર છે. તથા ગુણ પ્રકટ કરવા માટે પણ અનુકૂળ સાધનની જરૂર છે. આ બધું સૂચવે છે કે, પંચમહાપરમેષ્ઠિની સંપૂર્ણતા સમજાઈ જાય અને તે મહાપુરુષોનાં
સ્વરૂપે આત્મામાં વણાઈ જાય તે ભવાભિનંદિપણું અને -પુદગલાન દિપણું જરૂર ઘટવા માંડે અને છેવટે આત્માની અને વિભાવદશાઓ સર્વથા નાશ પામે અને આત્માનંદદશા