________________
નથી. કેઈક મનુષ્ય નિશાળને વલ જ રહે છે. દુઃખ ભગવીને પણ પ્રયાસ ચાલુ રાખે છે. અને છેવટે મહાવિદ્વાન બની હેડમાસ્તર, ન્યાયાધીશ, બેરિસ્ટર, અને દીવાન સુધીના સ્થાને મેળવવા ભાગ્યશાળી બને છે. અને હજારે મનુષ્યને આગેવાન થાય છે.
આ બધા જેમ એક દિવસ એક જ નિશાળના વિદ્યાર્થીઓ હતા. છતાં તેમાંના કેટલાક મજુરજ રહે છે. અને કેટલાક મોટા પુરુષ બને છે, કે જેઓ બજારમાં કે શહેરમાં ફરવા નિકળે ત્યારે હજારોની સલામે પામે છે. તે જ પ્રમાણે પંચમહાપરમેષ્ઠિ ભગવંતે પણ પરમેષ્ઠિાણું પામ્યા પહેલાં આ સંસારરુપ નિશાળના વિદ્યાર્થી જ હતા. આપણા બધાના સહાધ્યાયીએ જ હતા. તે મહાપુરુષ સદ્ગુરુએરૂપ અધ્યાપકને આશ્રય પામીને, તેઓની દેરવણું મેળવીને આત્મસ્વરૂપ સમજવા અને પામવાના અભ્યાસમાં આગળ વધતા જ રહ્યા; પાછા ન જ પડ્યા. અને ગમે તેવા મુશ્કેલીના સંગમાં પણ કંટાળે લાવ્યા વિના આત્મસ્વરૂપ સમજતા ગયા. શ્રી જૈનશાસન રૂપીનિશાળની આરાધના ચાલુ રાખી. અધ્યાપક સુગુરુઓના સેવક બની, તેમના વચનમાં સર્વસ્વ સમર્પણ કરી, સુવર્ણ જેવું શુદ્ધ આત્મસ્વરૂપ પ્રકટ કરી શક્યા.
હે મહાનુભાવ! ગુણની પ્રાપ્તિમાં અને દેના ત્યાગમાં જેમ બને તેમ આદર વધારે. જો તમે ગુણદોષને ઓળખશે નહિ, ગુણના આદરમાં અને દોષના ત્યાગમાં સાવધાન નહિ બને તે આ પરમેષ્ઠિપણું (સાધુપણું) એમ ને એમ આત્મામાં આવી નહિ જાય. અથવા જેમ મેરુપર્વત ઉપર કલ્પવૃક્ષ ઉગે છે, હિણપર્વતમાં રને ઉત્પન્ન થાય છે, તેમ આવા પરમેષ્ઠિ