________________
૬૦
(દેવ-ગુરુને!) આદર વધવાથી (દેવ-ગુરુને!) પરિચય વધે છે અને ક્રમે કરીને ગુણની એળખાણ અને આદર વૃદ્ધિ પામે છે.
પંચપરમેષ્ટિ ભગતાને આશ્રય લેનાર આત્મા પોતે જ ગુણનેા અર્થી થવાથી પરપરાએ સાધુપણું, વાચકપણું, સૂરિપણું, તીર્થંકરપણું અને સિદ્ધપણું પ્રાપ્ત કરનાર અને છે. માટે સંસારનાં કારમા દુઃખાથી આપણા આ આત્માને સર્વકાલીન મુક્તિ અપાવવી હોય તા પંચમહાપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રને સમજણપૂર્વક આદરવા ઉદ્યમ કરવા જરૂરી છે.
"
જૈનશાસનના સિદ્ધાંતા ગુણના જ પોષક અને ‘ સારું તે મારું માનતા હોવાથી વ્યક્તિને કે વેષને આદર નથી આપતા, પરંતુ ગુણને આદર આપે છે. અને તેથી તેના ઉપાસકને જગતની કોઈ પણ વ્યક્તિમાં ગુણ હોય તે સ્થાનમાં આદર વધતા જ રહે છે. પૂર્વના મહાપુરુષાએ પણ તટસ્થ ભાવે ગુણાની કેટલી સુંદર સ્તવના કરી છે?
"6
'भवबीजांकुरजनना, रागाद्याः क्षयमुपागता यस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥१॥
""
.46
""
यस्य निखिलाश्च दोषा न सन्ति, सर्वे गुणाश्च विद्यन्ते ब्रह्मा वा बिष्णुर्वा, हरो जिनो वा नमस्तस्मै ॥२॥ અર્થ :–સંસારવૃદ્ધિના કારણરૂપ કેધાદિ કષાયેા અને શબ્દાદિ વિષયેાને ઉત્પન્ન કરનાર અથવા પોષનાર રાગ, દ્વેષ અને અજ્ઞાનતા, જેના સર્વથા ક્ષય થઈ ગયા હૈાય, તથા જેના અધા દોષો-અવગુણેા નાશ પામ્યા હોય અને સવ ગુણા પ્રકટ થયા હોય પછી તે ભલે બ્રહ્મા હોય, વિષ્ણુ હાય, શ'ભુ હાય, બુદ્ધ હોય અથવા જિનેશ્વર હોય તે સર્વેને અમારા નમસ્કાર થાઓ.