________________
૫૩
આચરેલે, જગતના પ્રાણી માત્રને ઔષધની માફક પરિણામે હિતકારી, જીવમાત્રની દયામય, સમ્યફક્રિયામય, સમ્યગદર્શન-જ્ઞાન–ચારિત્રમય, દાન-શીલતપ–ભાવનામય, દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, અને ભાવને લક્ષમાં રાખી નિશ્ચય અને વ્યવહારથીસંબદ્ધ, શ્રીવીતરાગદેવને જ બતાવેલે, પક્ષ, હેતુ અને દષ્ટાંતથી સિદ્ધ થયેલે, વિસંવાદ વગરને હેવાથી ન્યાયી મનુષ્યોને, બુદ્ધિમાન મનુષ્યને અને પરીક્ષક મનુષ્યને માન્ય છે.
જૈનશાસનમાં ધર્મ માર્ગને મજબૂત બનાવવા માટે અહિંસાદિ પાંચને સમર્થન કરનારા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાચાર વિગેરે સાધ્વાચારનાં વિસ્તારથી વર્ણને બતાવ્યાં છે. અને તેને ક્ષતિ પહોંચાડનારા હિંસા વિગેરે આના ભેદ-પ્રભેદ સમજાવીને ધર્મમાર્ગને ખૂબ જ સ્પષ્ટ કર્યો છે. સાથે સાથે ચારગતિ અને ચોરાશી લાખ યોનિનું સ્વરૂપ બતાવી તેના કટુક વિપાકે સમજાવી અહિંસા-હિંસાદિનાં આચરણ, અને ત્યાગનાં ફળ પણ ખૂબજ સ્પષ્ટ કરી બતાવ્યાં છે.
શ્રીજિનેશ્વરદેએ કેવળજ્ઞાન દ્વારા જીનું વિભાવસ્વરૂપ અને તેના વેગે તેમને મળતાં નરક અને તિર્યંચાદિ કુગતિનાં ભયંકર દુખે, અનંતકાળની જીવની રખડપટ્ટી, છેદન-ભેદન, તાડન-તર્જન, આદિ અનંતાનંત દુઃખના પ્રકારે સંપૂર્ણ પણે જાણીને જગતની સમક્ષ રજુ કર્યા છે. અને તેથી જીવને સંસાર અને પુદ્દગલ ઉપરને રાગ ઘટાડવાની ઘણું જ યુક્તિએ જાણવા મળે છે.
આજ કારણથી અનેક ગુણેના ભંડાર શ્રીવીતરાગ જિનેશ્વરદેવને જ્ઞાનીઓએ ધર્મદાયક, ધર્મદેશક, ધમસારથિ