________________
પ૭
ભતા, ત્યાગ, આત્મસંયમ, ભાવસત્ય, ભાવશૌચ, અપરિગ્રહ વિગેરે સ્વભાવભૂત, આત્મગુણો જેનામાં પ્રકટ થયા હોય તેવા આત્માઓનું નામ લેવાથી પણ મહામંગલ ઉત્પન્ન થાય છે. તેવા સંતપુરુષનાં દર્શન કરવાથી દર્શન કરનારને આત્મા પવિત્ર બને છે. શ્રીઅરિહંતભગવંતેમાં ઉપરના બધા જ ગુણ હોય છે. ઉપરના બધા ગુણો જગતના સર્વ દર્શનકારેને માન્ય છે. ઉપરના ગુણે પિકી એક-બે-ગુણે પણ કોઈ મહાનુભાવમાં દેખાતા હોય તે પણ જગત તેનું દાસ બની જાય છે. એ ગુણેના વર્ણને સાંભળીને પણ મનુષ્ય પોતાના આત્માને ધન્ય માને છે. જગત આવા ગુણધારી પુરુષના ચરણમાં પિતાનું સર્વસ્વ પણ અર્પણ કરવા તૈયાર થઈ જાય છે. ગુણ એ એક અપૂર્વ કેટીની લોહચુંબક ધાતુ છે. લોહચુંબક માત્ર લેહને જ ખેંચે છે. જ્યારે ગુણરુપ લેહચુંબક તે જગતના મનુષ્યની સાતે ધાતુને આકર્ષે છે. આંબે દૂરદૂરથી આવતાં મુસાફરોને છાયા અને ફળ આપે છે. ચંદન કપાઈને-ઘસાઈને પણ અન્યને ઠંડક અને સુગંધ આપે છે તેથીજ હજારે ગાઉ તેનું આકર્ષણ રહે છે. જ્યારે ગુણ આત્મા તે પિતાનું ભલું કરે છે અને આશ્રિતનું પણ ભલું કરે છે.
જગતની સર્વ વસ્તુઓની ઓળખાણ સુલભ છે પરંતુ ગુણની ઓળખાણ અતિ દુર્લભ છે. જગતના પ્રત્યેક પદાર્થ સમજવા–એાળખવા સારુ અભ્યાસગ્રહો હોય છે. તેમ જ જગતના પદાર્થનું જ્ઞાન પામેલા હજારે નિષ્ણાતે મળી શકે છે પરંતુ આખા જગતમાં આત્મગુણ સમજવા માટેનું એક પણ અભ્યાસગૃહ નથી અને આત્મજ્ઞાન પામેલા નિષ્ણાતે પણ જગતમાં પ્રાયઃ કયાંય હોતા નથી, અને કદાપિ હોય તે પણ તે દેખાતા કે ઓળખાતા નથી.