________________
''
પપ
એટલે શ્રી જિનેશ્વરદેવનાં નામે, પ્રતિમાઓ, આગમ વિગેરે બધું જ પ્રાણીમાત્રના એકાન્ત કલ્યાણનું કારણ હોવાથી જગતભરના અન્ય દેવામાં શ્રીવીતરાગદેવનું પ્રધાન સ્થાન છે. માટે જ તેમને કરેલ નમસ્કાર તે જગતના તમામ મંત્રને મહારાજા છે અને એથી જ તે નમસ્કારને નમસ્કારમહામંત્ર એવું ઉપનામ અપાયું છે. આ મહાતત્ત્વનું માર્ગદર્શન આપનાર શ્રીવીતરાગ શાસનના સ્થાપક શ્રી અરિહંત દેવે હેવાથી પંચપરમેષ્ઠિમહામંત્રમાં તેઓનું પદ “નમો અરિહંતાળ” પ્રથમ મુકવામાં આવ્યું છે.
તેજ શ્રીજિનેશ્વરદેવનું અવલંબન પામીને અનંતા આત્મા રાગ-દ્વેષ અજ્ઞાનતાથી મુક્ત થયા. સર્વગુણે પ્રકટ કરીને આત્માની સ્વભાવ દશામાં સ્થિર બન્યા. સર્વજ્ઞતા અને વીતરાગતાને સાક્ષાત્કાર અનુભવીને મેક્ષમાં ગયા. તેથી, સર્વગુણસંપન્ન હોવા છતાં સિદ્ધભગવંતનું “નમો સિદ્ધાળ” પદ બીજા નંબરે મુકવામાં આવ્યું છે. - તથા તેજ અરિહંતદેવોને આશ્રય પામીને ત્રિપદિદ્વારા દ્વાદશાંગી પામીને ગણધરભગવંતે, યુગપ્રધાને, શાસનપ્રભાવકે વિગેરે આચાર્ય મહારાજે વપરની આરાધનાને ખૂબ જ વિસ્તૃત અને દઢ કરીને તેજ ભવમાં કે અ૫ભમાં મેક્ષમાં જનારા હેવાથી અને શ્રીજિનેશ્વરદેવની ગેરહાજરીમાં તીર્થનું રક્ષણ કરતા હોવાથી, ત્રીજા નંબરે “નમો ગારિયાળ' પદ મુકવામાં આવ્યું છે.
તથા તેજ આચાર્ય ભગવંતે પાસે સંજમ પામીને, તે મહાપુરુષોની સેવા કરીને, વિનય અને વૈયાવચ્ચદ્વારા ગુરુએના આશીર્વાદ મેળવીને, શાસ્ત્રોના પારગામી બનીને,