________________
४४
બુદ્ધિ એ આત્માને જ્ઞાનગુણને બહિર્મુખીય પ્રકાર છે. ચાલુ જન્મમાં પણ આત્મા બુદ્ધિની (જ્ઞાનની) સહાયથી જ મહાન દેખાય છે. તે પછી જે અંતરદષ્ટિથી આત્મામાં જ્ઞાનગુણ પ્રકટ થાય તે ભવાન્તરમાં પણ આત્મા જ્યાં જાય ત્યાં કેમ ન પૂજય? કહ્યું છે કે –“વિદ્વાન સર્વત્ર પૂક્યતે” અહીં વિદ્વાન બીજું ? વિદ્વાન આત્મા જ છે. જીવ વિનાનું વિદ્વાન નું મડદું તે બાળી જ નખાય છે, મડદાની પૂજા પણ તેમાં રહીને ગએલા આત્માના પ્રભાવથી જ થાય છે. માટે જ્ઞાની આત્મા પ્રતિદિવસ જ્ઞાનના વિધિ-કામ, કેપ, મદ અને લેભને વધારે નહિ, પણ ઘટાડે તે જ વિદ્વાન જ્ઞાની કહેવાય અને તે જ તે સર્વત્ર પૂજાય.
જે જીએ અનંતીવાર મનુષ્યપણું મેળવ્યું, જગતમાં પૂજ્યગણાતું સ્થલ પ્રાપ્ત કર્યું, અને જ્ઞાની–બુદ્ધિશાળી તરીકેની પદવી પણ જોગવી છતાં–કામ, ક્રોધ, મદ અને લોભ ન ઘટયા, ઘટાડવા તરફનું લક્ષ પણ ન થયું, ઉલટું તે કામાદિશત્રુઓને વધારવામાં જ પિતાની બધી શક્તિઓ ખર્ચા, તેવા જીને જ્ઞાની ન કહેવાય.
શકા–આ જીવને અનંતીવાર ગુણે મલવા છતાં પાછા કેમ ચાલ્યા જતા હશે? અને ક્યારેક થેડા દોષ ઓછા થાય છે તે ફરી પાછા આત્મામાં આવી જાય છે તેનું કારણ શું?
સમાધાન–કારણ ચોખ્ખું દીવા જેવું સમજાય એવું છે. જુઓ, જ્યાં જેની નાત-જાત કે સગાં-વહાલાં ઘણું હોય ત્યાં તેનું જોર ઘણું હોય તે સ્વાભાવિક છે. જ્યાં મુસલમાનનાં બે ચાર હજાર ઘર હોય ત્યાં દશ-વીશ હિંદુઓનાં ઘર હોય