________________
શબ્દ રેડિયા યંત્રની સહાયથી બેજ મિનિટમાં અહીં-પાંચ હજાર માઈલ આવી જાય છે. પ્રસ્તુત રેડિયા મારફતે આવતા શબ્દો જ્યાંથી રવાના થાય છે, તે વચલા પણ બધા આકાશ વિભાગને સ્પશને જ આવે છે. વચલા બધા જ આકાશ વિભાગને સ્પર્શતાં બેજ મિનિટ થાય છે, ઉપરના ચૂકાગ્ર પ્રમાણ આકાશ વિભાગે ત્રીશ અબજ ને બહોતેર કરેડ થયા. એક મિનિટમાં એક શબ્દ રેડિયાની સહાયથી પંદર અબજ અને છત્રીશકરેડ ચૂકા વિભાગ ચાલ્યું. આ પ્રમાણે દરેક ચૂકાવિભાગ પ્રમાણને ટાઈમવિભાગ વિચારાય તે એક કમિનિટને પંદર અબજ અને છત્રીસ કરેડમે ભાગ આપણે સમજી શકીએ છીએ.
આજ પ્રમાણે યૂકાના આઠમા ભાગની લીક્ષા અને લીક્ષાથી પણ ઝીણા ભાગે વિચારી શકાય તેવું છે. તેનાથી પણ આકાશ પ્રદેશ ઘણાજ બારીક છે. બધા શબ્દો સમશ્રેણીના બધાએ આકાશ વિભાગોને સ્પશીને જ આવે છે. અમેરિકા અને આપણું વચ્ચે અસંખ્યાતા આકાશ પ્રદેશ છે. “જેટલા આકાશ પ્રદેશ તેટલા એક મિનિટના સમય” એ પણ યુક્તિથી સમજાઈ શકે તેવું છે.
શાસ્ત્રોમાં આગમ અને યુક્તિઓથી સમજવાની આવી ઘણી વાતે છે, અને તેને બુદ્ધિમાન પુરુષે વિચારે તે બરાબર સમજી શકાય તેવી છે.
માટે હવે પંચપરમેષ્ઠિ મહામંત્રનું માહાસ્ય આપણે યુક્તિઓ દ્વારા વિચારીએ.
જગતમાં ધર્મો ઘણા હતા, હમણું પણ ઘણા છે અને સદાકાલ અનેક ધર્મો રહેવાના છે. દરેક ધર્મને માનનારા મનુષ્ય