________________
૫૦
ગુણુની એળખ વિના જૈનેતાએ હિંસા–જુ–ચારીમૈથુન-પરિગ્રહમાં તથા યુદ્ધ અને શ્રાપ જેવા ભયંકર દાષામાં તરબેઠળ બનેલા કુદેવાને દેવ તરીકે માની લીધા અને કંચનકામિનીના ત્યાગી,હિંસા-જુ–ચારી–મૈથુન-પરિગ્રહ યુદ્ધ— શ્રાપ-રાગ-દ્વેષ-અજ્ઞાનતાના ત્યાગી, શત્રુ-મિત્ર પર સમચિત્તવૃત્તિવાળા; જગતના પ્રાણીમાત્રના અકારણ અંધુ જેવા, હિતાહિતની સાચી સમજણુ ખતાવનારા, સ્વયં સહ્ય આચરણ આચર્યા પછીજ આખા જગતને સાચું સમજાવનાર, લેાકાલેાક અને જીવાજીવને જાણનારા સદાષથી મુક્ત અને બધા જ ગુણાની ખાંણ એવા શ્રી વીતરાગદેવાને છેડી દીધા. એટલું જ નહિ પરંતુ તેથી દેવાનાં વખાણ અને સુદેવાની નિન્દા પણ ચાક્કસ થાય છે. કુદેવાની પ્રશંસા સાંભળીને આનંદ થવા સાથે ભગવાન વીતરાગની પ્રશંસામાં ભારાભાર દ્વેષ પણ કરાય છે. એટલે અહિંસાદિમાં જેટલી પેાલ છે તેટલી જ પેાલ દેવ પ્રત્યેના ગુણાનુરાગમાં પણ રહેલી છે.
એ જ પ્રમાણે ગુરુએમાં રહેલા તેમને ગુણાનુરાગ ગુણની એળખાણના અભાવે મિથ્યાત્વની પુષ્ટિ કરનારા બને છે. તેમને ગુણુની એળખાણુના અભાવે ગૌતમસ્વામી, સુધર્માસ્વામી, જભૂસ્વામી, શાલિભદ્ર, ધન્નાજી, સ્થૂલભદ્રજી, મેઘકુમાર, ધકમુનિ, ઢઢણમુનિ આદિ મહર્ષિએની કથાઓ વાંચતાં જરાપણુ આનંદ થતા નથી પરંતુ વિશ્વામિત્ર, પારાસર, દ્વૈપાયન, વશિષ્ઠ, અગસ્ત્ય, અત્રી, ગૌતમ, વાલ્મિકી, ગણપતિ, કાર્તિકસ્વામી વિગેરેની વાત સાંભળવામાં ઘણા જ રસ પડે છે કારણ કે
પુરી એક અધેરી ને ગંડુરાજા; ટકે શેર ભાજી ટકે શેર ખાજા’