________________
ગુણની મિત્રતા પ્રારંભાય તે ભલે દોષોની અનંતતા હોય તે પણ તેમની હાર થવાની, તેઓ આત્માનું સ્થાન છેડી રવાના થવા માંડશે અને ગુણે આવીને વસવા લાગશે. એમ ક્રમે કરીને આત્મા ગુણોથી સંપૂર્ણ થઈ જશે. જેમ જેમ આત્મામાં ગુણને. પક્ષપાત અને દોષવિરોધની માત્રા વધે છે. તેમ તેમ તે દોષરહિત અને ગુણસંપૂર્ણ બને છે. એ તદ્દન શંકા વિનાની વાત છે. - શ્રીજૈનશાસનમાં અને બીજા દર્શનમાં ગુણનો આકાર સમાન હોવા છતાં સમજણને ઘણું જ તફાવત છે. એટલે જ ગુણને આદર હોવા છતાં ઈતર દર્શનમાં ગુણે આવતા નથી અને આત્મા સંપૂર્ણ બનતું નથી અને સંપૂર્ણતાના અભાવે જીવ મેક્ષ મેળવી શકતા નથી.
શંકા-જે ઈતરદર્શનમાં જૈનદર્શનના જેવો જ ગુણાનુરાગ કે ગુણાદર હોય તે પછી ગુણની વૃદ્ધિ થવામાં હરકત શું?
સમાધાન–એકલે ગુણાનુરાગ નકામે છે. સાથોસાથ ગુણેની ઓળખાણ પણ હોવી જોઈએ ગુણોની ઓળખાણ ન હોય અને એક ગુણનુરાગ હોય તે ફાયદો તે. નથી થતો. પણ નુકસાન ચોક્કસ થાય છે. જેમ કેઈ ચાંદી ઉપરના રાગવાલે ચાંદીના ફક્ત ચકચકાટને જ ઓળખતે હેય અને ચાંદીના ગુણને જાણ ન હોય તે તે ચાંદીની જગ્યાએ છીપને પણ ચાંદી માનીને ગ્રહણ કરતાં વાર લગાડતું નથી, તેમ ગુણની ઓળખાણ વગરને મનુષ્ય ખોટા ગુણાનુરાગથી કેઈકવાર સાચા ગુણનો ત્યાગ કરીને ગુણાભાસને પણ આદરી બેસે છે.
શંકા-એમ કેમ કહે છે? જેને સિવાયના ઈતરદશનકારે પણ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપસ્પ્રિહ આ પાંચ, ધર્મોને ચક્કસ માને છે.