________________
(કઈ જગ્યાએ હેતુવાદને ઉપયોગ કરે અને કઈ જગ્યાએ આગમવાદને ઉપયોગ કરે આવું જે સમજ ન હોય તે) માણસ ગ્રન્થ બનાવે, અથવા વ્યાખ્યાન વાંચે, તે તે મનુષ્ય સિદ્ધાન્તને વિરાધક બને છે.
પ્રશ્ન-આગમવાદ કોને કહેવાય?
ઉત્તર-નિગોદાદિનાં સ્વરુપ આગમવાદ કહેવાય છે. તેમાં જણાવ્યું છે કે –
"पइ तं असंखअंसा पइ अंसमसंखया गोला। गोले असंखानिगोओ सोऽणंतजिओ जिओ असंखपएसो ॥२॥"
એક અંગુલમાં અસંખ્યાતા આકાશ પ્રદેશ હોય છે. એકેક આકાશપ્રદેશ ઉપર સૂમ નિગદના ગળા અસંખ્યાતા હોય છે. એક ગળામાં અસંખ્યાતી નિગેદ હોય છે. એક નિગદમાં અનંતાનંત જ હોય છે.
આ વર્ણન કેવલી ભગવાને જ્ઞાનથી જોઈને જ કહ્યું છે. કેવલી ભગવંતે રાગ, દ્વેષ, અજ્ઞાનતા રહીત હેવાથી અસત્યવાદી હેય નહિ. માટે ઉપરનાં નિગોદાદિનાં સ્વરુપે વીતરાગ અને સર્વજ્ઞ પુરુષેએ જ્ઞાન વડે જાણીને કહેલાં હોવાથી તદ્દન સાચા છે તેમાં શંકા કરવાની જરૂર નથી.
પ્રશ્ન-હેતુવાદ કેને કહેવાય?
ઉત્તર-વસ્તુસ્વરુપ સમજવા માટે ઉપયોગી અને આગમ અવિરુદ્ધ એવા અનુમાનાદિક પ્રમાણનું વર્ણન જેમાં હેય તે.
પ્રશ્ન-કંદમૂલમાં અનંતા કેવી રીતે હેઈ શકે? તે દલીલથી સમજાવે.