________________
'
૨૮
પિતે જ બળદ હતો, કઈ મહાપુરુષે મહા રાંક મારા ઉપર દયા લાવી ઘેડા ઉપરથી ઉતરી, મને પંચપરમેષ્ઠિમહામંત્ર સંભળાવ્યો. તે ઉપકારીને મારે શી રીતે ઓળખવા? એવા વિચારથી તેણે તે જ સ્થાનમાં જિનાલય બંધાવ્યું. અને તેની દીવાલ ઉપર ઘોડા ઉપરથી ઉતરી મરતા બળદને નમસ્કારમહામંત્ર સંભળાવતી મૂર્તિ ચીતરાવી.
એકદા નવીન જિનાલય જુહારવા આવેલા પદ્મરુચિશેઠને પ્રસ્તુત ચિત્ર જોવામાં આવ્યું. ચિત્ર પિતાના સંબંધનું જાણી વારંવાર જોવા લાગ્યા. અને વિચારવા લાગ્યા કે, આ દેરાસર તે રાજકુમારે બંધાવ્યું છે. તેણે મારી અને બળદની હકીકત શી રીતે જાણી?
ચિત્ર પાસેની શેઠની બનેલી ઘટના કુમારના સેવકોએ જાણીને કુમારને પહોંચાડી. જે સાંભળીને અત્યંત ખુશી થએલે રુષભદેવજકુમાર શેઠની પાસે આવી શેઠને પ્રણામ કરી પિતાની ગયા જન્મની હકીકત સંભળાવી અને શેઠની ખૂબ ખૂબ પ્રશંસા કરી. ત્યારથી શેઠ ઉપર પિતાના પિતા થકી પણ અધિક પૂજ્ય બુદ્ધિ ધરવા લાગ્યો.
પિતાના મરણ પછી કુમાર રુષભદેવજ રાજા થયે. શેઠને રાજ્ય લેવા ઘણો જ આગ્રહ કર્યો. પણ શેઠે નિરીહભાવથી રાજ્ય સેવા નિષેધ કર્યો. અને કુમારને ધર્મમાં ખૂબ મજબૂત બનાવ્યો. કૃતજ્ઞ કુમાર શેઠ અને ધર્મ બન્નેને પિતાના મહાન ઉપકારી માનતે, શ્રી જૈન ધર્મનું ઘણું આરાધન કરતે, પિતાના રાજ્યમાં જૈન ધર્મને ફેલાવતે, પ્રકટ પ્રભાવી નમસ્કારમહામંત્રનો સ્વાનુભવસિદ્ધ મહિમા જગતને સમજાવતા. છેવટ સુધી જૈન ધર્મ અને પંચપરમેષ્ઠિમહામંત્રનો પ્રભાવ પિતાના