________________
૨૭.
જગતના સજીવે ચારગતિ ૮૪ લાખ નિમાં ભટકી રહ્યા છે. જ્ઞાનના અભાવે “હું કોણ છું?” આટલું પણ સમજી શકતા નથી. માટે જ સંસારનાં બંધનોથી છુટા થઈ શકતા નથી.
જેમ સંસારના પ્રવાહમાં બીજા જીવ ભટકે છે તેમ શ્રીજિનેશ્વરદેવેના અનંતા છે પણ ભટકે છે. તે જ પ્રમાણે સિદ્ધ થઈ ચૂકેલા સિદ્ધ પરમાત્માના આત્માઓ પણ સંસારના પ્રવાહના ઝપાટામાંથી બચ્યા નથી. એ ન્યાયથી સંસારમાં અનંત કાલથી રખડત મહારાજા રામચંદ્રને આત્મા, જે શ્રી જૈનશાસનમાં આઠમા બળદેવ થઈ ધર્મ પામી દેવ અને મનુષ્યના નવ ભવ કરીને મોક્ષે ગયા છે તેમને ત્રીજો ભવ પદ્મરુચિનામે શેઠ તરીકે હતો.
એકદા પદ્મરુચિ શેઠ પિતાના ઘેરથી ગેકુલમાં જતા હતા, (જ્યાં ગાય, ભેંસ, બળદ વિગેરેના ઘણ, સમુદાય સચવાતા હોય તે સ્થાનને ગોકુલ કહેવાય.) રસ્તામાં એક બળદને મરવાની સ્થિતિમાં પડેલે જઈ શેઠ ઘોડા ઉપરથી નીચે ઉતર્યા. બેલની સાવ નજીકમાં જઈ કાન પાસે મુખ રાખી નમસ્કાર મહામંત્ર સંભળાવ્યા અને બળદને ખૂબ સમજાવ્યો. સંસારની અસારતા અને પંચપરમેષ્ઠિમહામંત્રની મહત્તા ખૂબ જ સમજાવી, દેવગુરુધર્મનું રહસ્ય સમજાવ્યું, બળદને જીવ નમસ્કારમહામંત્રના શ્રવણમાં એકાગ્રચિત્તવાળો થઈ ગયે. અને સાવધાનપણે મરીને, તે જ નગરના રાજાને રુષભધ્વજ નામે પુત્ર થયે.
એકદા યૌવનવયને પામેલો રાજકુમાર ફરવા નિકળેલ. ફરતે ફરતે બળદના મરણસ્થાને આવ્યો, સ્થાનના દેખવા માત્રથી જ કુમારને મૂછ આવી. જાતિસ્મરણ જ્ઞાન થયું. હું