________________
૩૧
આચાર દેખી ઘાસ પાણી લેતા નથી, ઉપવાસ કરે છે. અને વંચાતું પુસ્તક સાંભળે છે.
શંકાશું પશુઓ પણ મનુષ્યની પેઠે ઉપવાસ કરી શકે ખરાં ?
સમાધાન-જરૂર કરી શકે છે. જૈન શાસનમાં પશુઓને ચોથું તથા પાંચમું ગુણઠાણું માનેલું છે. અને ચંડકૌશિક નાગ, લવણસમુદ્રના મચ્છ તથા રૂપસેન હાથી વગેરેના તપ સહિત અનશનના વર્ણન શાસ્ત્રમાં ઘણાં મળે છે.
વાછરડાઓનું આવું આચરણ જોઈ શેઠ શેઠાણી ઘણાં જ આનંદ પામતાં. વાછરડાઓને પુત્રની પેઠે પાળે છે. કેમે કરી વાછરડાઓ પણ વય થવાથી વાછરડા મટીને વૃષભ થયા.
એક દિવસ શેઠ અને શેઠાણી ક્યાંઈક ઘર બહાર ગયાં હતાં. એટલામાં ત્યાં શેઠને એક મિત્ર ગામના પરિસરમાં રહેલ ભડીરવ નામના યક્ષની યાત્રા કરવા સારુ પરગામથી આવ્યો, તે શેઠના વૃષભોને ગાડીએ જોડીને લઈ ગયે, અને જતાં આવતાં બળદેને ઘણા જ દેડાવીને પાછો લાવી શેઠને ઘેર બાંધી ગયે.
આ બન્ને જુવાન બળદોને જિંદગીમાં ધૂસરું દેખેલ ન હેવાથી, વળી ઘણો જ માર પડવાથી શરીરમાં ઘણી જ નબળાઈ આવી ગઈ અને મૂછ ઉપર મૂછ આવવા લાગી. - શેઠ શેઠાણું ઘેર આવ્યાં ત્યારે પિતાના પુત્ર તુલ્ય વાછરડાએની આવી દુર્દશા જોઈ તેથી તેમને ઘણું જ લાગી આવ્યું. વાછરડાઓની આંખમાંથી આંસુધારા ચાલતી જ રહી. તે જોઈ શેઠ શેઠાણું પણ ગળગળાં થઈ ગયાં, અને વાછરડાઓને ધર્મ સંભળાવો શરુ કર્યો, અનશન કરાવ્યું અને નમસ્કારમહામંત્ર સંભળાવવા લાગ્યા. નમસ્કાર મહામંત્રનાં ધ્યાનમાં