________________
૩૦
વિવાહ પ્રસંગ પૂરે થયે. ઉત્તમ પ્રકારના સાધનોથી ભરવાડને પ્રસંગ ખૂબ શોભી ઉઠડ્યો અને પિતાની ન્યાતમાં પ્રશંસા થવા લાગી. આથી સંતુષ્ટ થયેલા ભરવાડ દંપતીએ શેઠને સુંદર ભેટશું આપવાનું નક્કી કર્યું.
વહેલી સવારે હષ્ટપુષ્ટ અને દેખાવડા બે વાછરડા લઈને ભરવાડ દંપતી શેઠને ઘેર આવી પહોંચ્યા. શેઠે તેમને પિતાને પશુધન ન રાખવાનો નિયમ હોવાનું સમજાવવા છતાં ભરવાડ ભરવાડણ તે તેની કશી દરકાર કર્યા વિના શેઠને ત્યાં વાછરડાએ મુકીને ચાલ્યાં ગયાં.
ભરવાડ દંપતી (ધણુ ધણિયાણું) ગયા પછી શેઠ દંપતી વિચાર કરવા લાગ્યાં કે જે હવે આ વાછરડા પાછા મેકલીશું તે તે બિચારાઓને ખસી કરશે (આખલા છે તેને બળદ બનાવી નાખશે) વળી મોટા થતાં હળ અને ગાડામાં જોતરશે તેથી વાછરડા દુઃખી થશે. અને પરિગ્રહ તરીકે ચતુષ્પદ રાખવાની બાધા છે. પરંતુ સ્વામીભાઈ તરીકે રાખવાની બાધા નથી, માટે સ્વામીભાઈ તરીકે રાખવાથી પાંચમું વ્રત ભાંગશે નહિ પરંતુ બારમું વ્રત આરાધાશે. એમ બિચારી બને વાછરડાઓને પિતાના અતિથિ તરીકે રાખ્યા.
કેમે કરીને વાછરડાઓ મોટા થવા લાગ્યા. શેઠ દંપતી તે તદ્દન ધર્માત્મા હોવાથી લગભગ આખો દિવસ સામાયિકમાં રહી પુસ્તક વાંચે છે. વાછરડાઓને પાસે જ બેસાડે છે. ભાવિ કલ્યાણવાળા આત્મા હેવાથી વાછરડા શેઠ દંપતીના ધર્મના ઉદ્દગારે સાંભળે છે અને આચારે બરાબર જુવે છે.
જ્યારે શેઠ શેઠાણું અષ્ટમી ચતુર્દશીએ પૌષધ અને ઉપવાસ કરે છે ત્યારે વાછરડાઓ પણ શેઠ અને શેઠાણુના