________________
સુદર્શનાએ પિતાને સમળીને ગતભવ અને તેમાં બનેલી બધી ઘટના અકારણુઉપકારી એવા મુનિરાજના દર્શન તથા મુનિસુવ્રતસ્વામીના પ્રાસાદના દર્શન તથા મુનિસહારાજાઓએ પિતાને આપેલું નમસ્કારનું દાન, અને પિતાનું તે નમસ્કારમહામંત્રમાં થયેલ એકાગ્રપણું વિગેરે કહી સંભળાવ્યાં.
પિતે સમળી અધમ આત્મા મહાહિંસકજીવ હોવા છતાં પણ પંચપરમેષ્ઠિમહામંત્રના પ્રભાવથી જ આવી રિદ્ધિ સમૃદ્ધિ પામી. તેમ માતા પિતા પ્રમુખ સમગ્ર સભાને સમજાવ્યું, અને પિતા પાસેથી ઘણું દ્રવ્ય તથા આજ્ઞા મેળવીને પ્રધાનપુરુષે અને બીજે પરિવાર સાથે લઈ તે ભરૂચ નગર આવી.
સહુ પ્રથમ શ્રી મુનિસુવ્રતસ્વામીના પ્રાસાદને પાયામાંથી તદ્દન નવીન કરાવ્યો. મૂળનાયક શ્રી મુનિસુવ્રતસ્વામીને બિરાજમાન કર્યા. પછી સુદર્શનાકુમારી બાલબ્રહ્મચારિણું બની જાવજીવ ભરુચમાં રહી સાતે ક્ષેત્રમાં અઢળક દ્રવ્ય વાપરી શ્રી મુનિસુવ્રતસ્વામીની, મુનિરાજની તથા શ્રાવકેની ખુબ જ સેવા ભક્તિ કરી ઉંચામાં ઉંચુ શ્રાવકપણું આરાધી અનશન કરી દેવલોકે ગઈ, ત્યાંથી એ અલ્પસંસારી સુદર્શન રાજકુમારીને આત્મા થોડા જ કાળમાં મોક્ષે જશે.
ઈતિ નમસ્કાર મહામંત્રી પ્રકટપ્રભાવસૂચિકા (સમળી, સુદર્શન કુમારીની કથા સંપૂર્ણ એજ નમસ્કાર મહામંત્રના પ્રભાવથી એક
બેહાલ બળદ મહાન પુરુષ થયો. ગંગા અને સિંધુ જેવી મહાનદીઓના પ્રવાહની માફક સંસારને પ્રવાહ અનંતકાળથી ચાલુ છે. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યેગથી બંધાતા કર્મના બંધનથી બંધાઈને