________________
સમળાં અને કાગડાનાં ટેળાં બેઠેલાં જોયાં. તેના મધ્યમાં સમળીએ પ્રવેશ કર્યો અને એક માંસને ઉપાડ્યો, બધું બળ વાપરીને ફરીવાર આકાશમાં ઉડી.
પિતાના સ્થાન ઉપર જતી સમળીને રસ્તામાં અશ્વાવબેધનામનું મુનિસુવ્રતસ્વામી મહારાજનું તીર્થ આવ્યું. એટલામાં એક પારધિએ શેખથી ઉડતી સમળી પર બાણ ફેક્યું. તેનું નિશાન સફળ થયું. બાણ સમળીના પેટને વીંધી આરપાર થયું. પારધિને આનંદ થયે. તેનાથી લાખે કે ક્રોડે ગુણું સમળીને દુઃખ થયું.
જગતના જીવે બિચારા આજ રીતે અનંતકાલથી અકાલ મરણે મરી રહ્યા છે. મારનારાઓને આનંદ અને મરનારને દુ:ખ સરવાળે બનેની દુર્દશા. સશક્ત આત્માએ અશક્તને મારીને પોતાનું કાર્ય સાધવું. આજ આ પાપી સંસારી આત્માઓને સ્વભાવ ઘડાઈ ગયા છે. બીજાના દુ:ખને કેઈને ખ્યાલ જ નથી.
મારનાર આત્મા બીજાને મારી નાખવા રૂપ હિંસાના રૌદ્ર પરિણામથી મહાપાપ બાંધે છે. જ્યારે મરનાર આત્મા અકાલ મરણનું, તત્કાલ લાગેલા પ્રહારનું પિતાના બાળબચ્ચાં કે પ્રણયીના વિયોગનું અતિ દુખ થવાથી, મારનાર ઉપર ક્રોધદ્વેષ કરે છે અને રૌદ્રપરિણામવાળે થઈને મહાપાપ બાંધે છે. પરિણામે બંને દુઃખરાશિ સજે છે.
એક બનેલી ઘટના એક ઠેકાણે ચાલતા એક કાનખજુરાને વીંછીને ભેટે થવાથી વીંછીએ પિતાનું ખાદ્ય માની કાનખજુરાને મુખમાં પકડ્યો. એટલામાં ગીરેલી આવી તેણે વીંછીને મુખમાં