________________
૨૩
પગમાં પકડી મારી ખાતાં એ જીવાના કરુણ પોકારો કાનમાં પડવા છતાં સમળીના પાપી ચિત્તમાં જરાએ દયા આવી ન હતી. તેજ સમળીની કરુણ દશા આજે તા ભલભલા નિષ્ઠુર હૃદયને પણ પીગળાવી નાંખે તેવી બની હતી.
જોકે ઉપરનું બધું વિધાન તદ્દન ઊંધું હાવા છતાં, વિધિની વિચારણા તદ્દન જુદીજ હતી. સમળીનું ભાવિ મહા કલ્યાણકારી હાવાથી સમળી જ્યાં પડી છે તે જગ્યાની સાવ નજીકમાં વીશમા તીથ કરદેવ મુનિસુવ્રતસ્વામિના અશ્ચાવમેદ્ય' પ્રાસાદ આવેલે છે.
'
આ બાજુ સમળીને મૂર્છા ઉત્તરી એટલે વેદનાનું ભાન થતાં રડવા લાગી. જેમ જેમ સમય જતા જાય છે. તેમ તેમ વેદના વધતી જાય છે. મરણ નજીક આવતું જાય છે. ત્યાંતા કરુણાના સમુદ્ર એવા બે મુનિરાજે ત્યાં પધાર્યા અને સમળીને ઘાતવિદ્યુલ અને મરણ દશામાં પડેલી જોઈ. તેમણે નજીકમાં જઈ સમળીને ઉપદેશ આપવા શરૂ કર્યો.
હે જીવ! તેં ઘણાને મારી નાખ્યા છે. તેથી તને પણુ કાઈક મારનાર મલ્યુ છે. વાસ્તવિક તારાં પેાતાનાં પાપજ ઉદય આવ્યાં છે. પાધિ તે નિમિત્તમાત્ર છે. હજી આત્માનું કલ્યાણ જોઈ તું હાય તે આ ચાંચમાં રહેલા માંસને લેાચા ફેકી દે. ચારે આહારના ત્યાગ કર, નજીકમાં રહેલા ભગવાન મુનિસુવ્રતસ્વામીના શરણને સ્વીકાર કર. આ જગતમાં જીવને અરિહંત, સિદ્ધ, મુનિ અને ધર્મ સિવાય કોઈની સહાય છે જ નહિ.
અમારાથી સભળાવાતા આ પંચપરમેષ્ઠિમહામંત્રને એકાગ્રચિત્તથી સમજણુ અને ધ્યાનપૂર્વક સાંભળ. સમળીને મુનિરાજોન શબ્દ સંભળાયા અને ખુબ જ મીઠા લાગ્યા. મુનિરાજો પણ