________________
૧૮
જુઓતમારી ચારે બાજુ સળગતા ચારે કુંડમાં હજારે અને લાખોની સંખ્યામાં ઉડતા ઝીણા જી આવીને પડે છે અને બળીને ભસ્મ થઈ જાય છે. ઝીણા જીવો પણ મરવાની ઇચ્છાવાળા દેતા નથી, કુનીમાં રહેલા છે પણ મરવા ઈચ્છતા નથી. જ્યારે તમે ધમના જ નામે અજ્ઞાનથી નિષ્ણ જન હિંસાનું ઘર પાપ આચરી રહ્યા છો. લાખે, કોડે, અબજો, જીને મારી નાખ્યાંનું પાપ તમને લાગી રહેલ છે. જુઓ, આ કુંડમાં નંખાતાં કાર્ટોમાં પણ નાના મોટા જીવે ઘણા હોય છે તે પણ અકાળે અને અકારણ મરણનું શરણ પામી રહ્યા છે.
અરે! આ મેટા કાષ્ટની પિલાણમાં તે એક મોટે સર્પ સળગી રહેલ છે. આમ બોલતાની સાથે જ સેવક દ્વારા અગ્નિકુંડમાંથી એક મોટું કાષ્ટ જયણા પૂર્વક બહાર કઢાવ્યું, અને જયણાપૂર્વક ચીરવા આજ્ઞા આપી. કાષ્ટ ફાટતાંની સાથે જ બળી રહેલે એક મોટો સર્ષ કાષ્ટના પિલાણમાંથી બહાર નીકળ્યો. પાશ્વકુમારે સેવકને આજ્ઞા કરી તેને સતત નમસ્કારમહામંત્ર સંભળાવવા શરૂ કર્યા. - “સેવક મુખ નવકારસે ધરણેન્દ્ર બનાયા,
નાગકુમારે દેવતા બહુ રિદ્ધિ પાયા. પાર્શ્વનાથસ્વામીના દર્શનથી જ નાગમાં અભયપણું આવી ગયું હતું. એટલે અગ્નિથી અદ્ધદગ્ધ થઈ જવા છતાં પણ અશાતિ હતી જ નહિ. સમતારસમાં ઝીલતે સપ પ્રભુ પાર્શ્વનાથસ્વામીના સેવકના મુખથી નમસ્કારમહામંત્ર સાંભળી તેમાં તન્મય બની ગયે. નમસ્કારમાં લીન બનેલ સર્ષ પંચત્વ પામી ભુવનપતિનિકાયને ધરણેન્દ્રનામે ઇન્દ્ર થયે.