________________
૧૫
मनोरथोपि नो मन्दभाग्यानां जायते महान् । पीक्या एव न वायस्या, वाञ्छाप्याम्रद्रुमे भवेत् ॥ १॥
અથ– મદભાગી અને બહુકમ ને સારા મનરથે પણ થતા નથી. આંબા ખાવાના વિચારો કેયલને જ આવે છે, પરંતુ કાગડીને આવતા નથી.
એજ ન્યાયથી દાનાદિ આપવાના ચારિત્ર લેવાના ત્યાગ કરવાના વિચારે નિકટભવિ જીવને જ આવે છે. નયસારરાય ( તીર્થકરનો આત્મા ) ભવિષ્યમાં થનાર મહાવીર પ્રભુને આત્મા હોવાથી; દાન દેવાની ભાવના જાગી અને તત્કાળ સુપાત્રને વેગ પણ મળે. | મુનિરાજે થોડાજ ટાઈમમાં ગોચરી પાણી વાપરીને તૈયાર થઈ ગયા. રાજા નયસાર માર્ગ બતાવવા સાથે ચાલ્યા.
ડે દૂર પહોંચતાં સારો રાજમાર્ગ મળી ગયે. અને મુનિ– એને હાથ જોડીને જણાવ્યું. “આ આપને જવાને માર્ગ, હવે હું રજા લઉં છું.”આમ કહીને જવાને સારૂ પાછા વળવા તૈયાર થયેલા નયસારને મુનિરાજ કહેવા લાગ્યા “ભાઈ તમે અમને દ્રવ્ય સંસારને) માર્ગ બતાવ્યા, પરંતુ હવે અમે તમને ભાવ માર્ગ કે જે મોક્ષને માર્ગ છે તે બતાવીએ છીએ” એમ કહીને
“દેવગુરુ એલખાવી આ રે, દીધે વિધિ નવકાર પશ્ચિમ મહાવિદેહમાં રે. પામ્યા સમકિત સાર રે પ્રાણીઓ
શ્રી નયસારને મુનિરાજેએ અર્થ અને વિધિ સહિત વિસ્તારથી નમસ્કારમહામંત્ર સમજાવ્યા અને શીખવાડ્યો. નમસ્કાર મહામંત્રની સમજણ થતાંની સાથે જ દેવગુરુની ઓળખાણ થઈ ગઈ, અને તેથી અનાદિકાળના સંસારભ્રમણની