________________
૧૩
આત્મા પંચમહાપરમેષ્ઠિને સંપૂર્ણપણે જાણે તેજ આત્મા ચૌદ પૂવને જાણે છે. માટે જ નમસ્કારમહામંત્ર ચૌદ પૂર્વને ઉદ્ધાર છે. આ નમસ્કારમહામંત્ર જે આત્માના ચિત્તમાં સદાકાલ વસી ગયો હોય તેને સંસાર શું કરી શકે? અર્થાત્ સંસારના પાપે તે આત્માની સમીપમાં આવી શકતાં નથી.
તથા વળી ચૌદપૂર્વમાં જે જે પદાર્થનું વર્ણન બતાવ્યું છે, જે જે સિદ્ધિઓ વિદ્યા અને મંત્રો તથા તેને પામવાના ઉપાય બતાવ્યા છે, તે બધું જ પંચમહાપરમેષ્ઠિનું સંપૂર્ણ સ્વરૂપ સમજવાથી બરાબર સમજાઈ જાય છે. તથા સર્વ પ્રકારના ઓષધિઓના કપે, રસસિદ્ધિઓ, સુવર્ણાદિધાતુઓના વિધાન, આકાશગામિની વિગેરે લબ્ધિઓ, અંજન, લેપ, ગુટિકા આદિ પ્રયોગોને પણ આ નમસ્કારમહામંત્રશાસ્ત્રની સંપૂર્ણતા જાણનાર આત્મા જરૂર જાણી શકે છે.
આ નમસ્કારમહામંત્રશાસ્ત્રના મહિમા માટે જેનશાસનનાં વિદ્યમાન સેંકડો શાસ્ત્રો હમણાં પણ સાક્ષી આપી રહેલ છે, તથા શ્રીજિનેશ્વરદેવે અને ગણધર ભગવાનોથી પ્રારંભી અત્યાર સુધીના બધા પૂર્વપુરુષાએ નમસ્કારમહામંત્રનો અપ્રમેય મહિમા વર્ણવ્યું છે. - “ આ નમસ્કારમહામંત્રશાસ્ત્ર ઘણું જ ઉચ્ચકોટીનું શાસ્ત્ર છે” એ જાણવા માટે શ્રી જૈનશાસનમાં ઐતિહાસિક પ્રમાણે ઘણાં જ મળી શકે છે. તેમજ યુક્તિઓ અને દલીલોથી પણ આ પરમેષ્ઠિમહામંત્રને મહાપ્રભાવ જરૂર જાણી શકાય તે છે. અર્થાત્ ઈતિહાસથી અને દલીલોથી પણ નમસ્કારમહામંત્રની મહાપ્રભાવકતા બરાબર સમજી શકાય તેવી છે.