________________
અનાદિ જ છે. માટે જ આ નમસ્કાર મહામંત્ર પણ અનાદિ છે. “નવકાર તણી કેઈ આદિ ન જાણે. એમ ભાખે અરિહંત
નમસ્કાર મહામંત્ર અનંતા કાળથી ચાલુ હોવાથી અનંતા આત્માઓએ આરાધ્ય છે અને અનંતા જીને આરાધનાનાં ફળરૂપે નર અને દેવનાં સુખ પછી મેક્ષનાં સુખ સાંપડ્યાં છે. जेण मरंतेण इमो, नवकारो पाविओ कयत्थेण । सो देवलोए गंतुं, परमपयं तं पि पावेइ ॥ १८ ॥
અથ–જે જે ભાગ્યશાળી કૃતાર્થ આત્મા મરણવેળાએ આ પરમેષ્ઠિમહામંત્રને પામ્યું હોય–અર્થાત્ સ્વયં ગણ્ય હોય, મનમાં જ હોય, કે બીજાએ સંભળાવ્યો હોય, અને તેમાં આત્મા તન્મય બન્યું હોય તે આત્મા દેવલોકનાં સુખ ભોગવી મનુષ્ય થઈ મોક્ષને પણ પામે છે.
આ જગતની સારભૂતવસ્તુ નમસ્કાર મહામંત્ર જ છે. जं किंचि परमतत्तं, परमप्पयकारणं च जं किंचि । तत्थवि सो नवकारो, झाइजइ परमजोगीहिं ॥ १९ ॥
અર્થ – પરમતત્વ એટલે આત્મસ્વરૂપ અને પરમપદ જે મક્ષ તેનું જે કારણ (સમ્યગદર્શન સમ્યગજ્ઞાન અને સમ્યફ ચારિત્ર રૂ૫) રત્નત્રયી તેની જગ્યાએ પણ મહાગીશ્વર પંચમહાપરમેષ્ઠીનું જ ધ્યાન કરે છે.
जेणेस नमुक्कारो, पत्तो पुन्नाणुबंधिपुन्नण । नारयतिरियगइओ, तस्सावस्स निरुद्धाओ ॥ २० ॥
અર્થ – જે પુણ્યાનુંબંધિ પુણ્ય (ગયા જન્મમાં જે પુણ્યથી કરેલાં હાલ સુખ ભેગવાય અને જે જોગવતાં નવું પણ પુણ્ય જ બંધાય તે પુણ્યાનુંબંધિપુણ્ય ) ના ઉદયવાળા