________________
અર્થ–જે ભાગ્યશાળી જીવ મન વચન અને કાયાની એકાગ્રતાથી નમસ્કાર મહામંત્રને (પૂજા સત્કાર અને સન્માન પૂર્વક) પંદરલાખ જાપ કરે છે તે આત્મા જિન નામકર્મને બંધ કરે છે. એમાં સંદેહ નથી. अठेवय अठ्ठसया, अठ्ठसहस्सं च अठ्ठकोडिओ। जो गुणइ भत्तिजुत्तो, सो तइयभवे लहइ सिद्धिं ॥ ११ ॥
અથ–સંપૂર્ણ ભક્તિવાલે એ ભાગ્યશાલી જે જીવ નમસ્કાર મહામંત્રના આઠકોડ આઠહજાર આઠસે ને આઠ વાર એકાગ્રચિત્તે જાપ કરે છે, તે આત્મા ત્રીજા ભવે મોક્ષ મેળવે છે. करआवत्तिहिं जो, पंचमंगलं साहुपडिमसंखाए। नववारा आवत्तइ, छलंति नो तं पिसायाई ॥ १२ ॥
અથ–જે આત્મા ચિત્તની એકાગ્રતાપૂર્વક હસ્તાંગુલીના આવર્તાવડે નમસ્કારમહામંત્રને બાર નવાં એકસને આઠ વખત જાપ કરે છે તેને ભૂત-પ્રેત-પિશાચાદિ છળી શકતાં નથી, थंभेइ जलं जलणं, चिंतियमित्तो वि पंचममुक्कारो। अरि-मारि-चोर-राउल-घोरुवसग्गं पणासेइ ॥ १३ ॥
અર્થ–જ્યારે કોઈવાર જલપ્રવાહને અથવા અગ્નિદાહને. ભયંકર ઉપકવ આવી પડે, તેજ પ્રમાણે શત્રુને, મરકીને, ચેરને, રાજાને અને એવા બીજા પણ કોઈ ઘેર ઉપસર્ગો આવી પડે ત્યારે એકાગ્રચિત્તથી પરમેષ્ઠિમહામંત્રનો જાપ કરવાથી સર્વ ઉપદ્ર અને ઉપસર્ગો શાન્ત થઈ જાય છે. हिययगुहाए नवकार-केसरी जाण संठिओ निच्चं । कम्मठ्ठगंठीदोघट्टघट्टयं ताण परिणठं ॥ १४ ॥
અથ–જે મહાભાગ્યશાળી આત્માઓની હૃદયરૂપ ગુફામાં