Book Title: Trailokyadipak Mahamantradhiraj
Author(s): Bhadrankarvijay
Publisher: Bhadrankar Prakashan
Catalog link: https://jainqq.org/explore/005232/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ મહોત્રાહિ. દિપક નમો અરિહંતાણી નામો સિદ્ધાણ નમો આયરિયાણા નામો ઉવજઝાયાણા નામો લોએસવ્વસાણી સૌપંચનપુકાર સવ્વ પાવપ્પણાસણો મંગલાણં ચ સવ્વર્સિ પઢમં હવઇ મંગલ ll महागोप महा सार्थवाह महा माहण महा निर्यामक એક પરમ પૂજય પંન્યાસજી શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્ય Jan Education International www.janelbany are Page #2 -------------------------------------------------------------------------- ________________ અનંત અનંત નમસ્કાર હો.... જિનાજ્ઞાના પરમ ધારક અને પાલકને.... શ્રી નમસ્કાર મહામંત્રના અનન્ય આરાધકને સમતા ભરી સાધુતાના સાધકને મૈત્રીના મહાસાગરને... પરાવાણીના સમવતારને પ્રશમરસના પયોનિધિને.... સમત્વ યોગના મહાન ઉપાસકને.... અંતઃ સાધનાના આદર્શ સાધકને .... આત્મપરિણતિની આદર્શમૂર્તિને.... આત્મ અનુભવના માર્ગદર્શકને.... પરમ નિઃસ્પૃહી સંતને.... અસીમ ઉપકારી અધ્યાત્મ યોગીને.... સત્યના સખાને..... વૈરાગ્યના વીરને..... વાત્સલ્ય મૂર્તિ - ત્યાગી - તપસ્વી મહાત્માને.... પવિત્રતા અને પ્રસન્નતાની પ્રશાંતમૂર્તિને......... સ્વ-પર ઉપકારી પરમ કૃપાળુ.... પરમ પૂજય ગુરુવર્ય પંન્યાસ પ્રવર.... શ્રી ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબને.... Jainunation International Page #3 -------------------------------------------------------------------------- ________________ ]][ b| F શિવમસ્તુ સર્વજગતઃ ક શ્રી લો ફર્થી પ ની હોથિરાજ [ (નમસ્કાર મહામંત્ર ઉપરનું અનુપમ-અલૌકિકચિંતનવિવેચન) ( ૬ ચિંતક-લેખક ) પરમ પૂજ્ય અજાતશત્રુ અણગાર પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય lllll નક સંપાદક કો પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વલેનવિજયજી ગણિવર ਪਪਪD પ્રકાશક ) ભકર પ્રકાશન ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા ફલેટ પાછળ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ |gj[nielliઈવેઈllur a lllllllllllllllllliai[G] Page #4 -------------------------------------------------------------------------- ________________ ચિંતક અને લેખક :– પરમ પૂજ્ય, કર્મસાહિત્યનિષ્ણાત, આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન પરમ પૂજ્ય કલિકાલકલ્પત્ર, શાસનપ્રભાવક, આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન, પરમપૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના, અમદાવાદ-૧ 卐 આરાધનાધામ મુ. વડાલિયાસિંહણ તા. જામખંભાળિયા જિ. જામનગર. પીન. ૩૬૧૩૦૫ (INDIA) કિંમત રૂા. ૧૫૦-૦૦ સેવન્તીલાલ વી. જૈન ૨૦, મહાજન ગલી, ઝવેરી બજાર, મુંબઇ-૨ –: પ્રાપ્તિસ્થાન :સર્વકલ્યાણકર સમિતિ ત્રૈલોચદીપક-મહામંત્રાધિરાજ પુત્ર મુદ્રક વ હસમુખ સી. શાહ તેજસ પ્રિન્ટર્સ પાર્શ્વનાથ પુસ્તક ભંડાર તળેટી રોડ, ફુવારા સામે, પાલિતાણા ( સૌરાષ્ટ્ર ) 卐 સોમચંદ ડી. શાહ જીવન નિવાસ સામે પાલિતાણા ( સૌરાષ્ટ્ર ) B/૨/૨૦૨, આનંદ વ્યુ એપાર્ટમેન્ટ, રેલ્વે ક્રોસીંગ પાસે, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪ ફોન : પી.પી. ૫૩૫૬૪૭૬ 2 Page #5 -------------------------------------------------------------------------- ________________ કેવું છે મહાન, આ જૈનશાસન ! જેના મૂળમાં છે, એવા આ જિનશાસનને કોટિ-કોટિ વંદન વર્તમાનના વિષમકાળમાં પણ આત્માને શાંતિપ્રદ એવા નમસ્કારમહામંત્રના પ્રદાન દ્વારા આત્મ-કલ્યાણની શ્રેષ્ઠ કેડી બતાવનાર જો કોઇ હોય તો તે જૈનશાસન છે. એવા શાસનને પામીને આપણે બડભાગી બન્યા છીએ. પ્રકાશકીય આજ સુધી મુક્તિ સુખને પામનારા અનંતઆત્માઓ જે થઇ ગયા, તેઓ બધા નવકારની સ્મૃતિ-ભક્તિ દ્વારા જ આત્મકલ્યાણ કરી ગયા. ભવિષ્યકાળમાં પણ એજ નવકારમંત્ર દ્વારા અનંતઆત્માઓ પરમપદને પામવાના છે અને એજ નવકારમંત્ર દ્વારા વર્તમાનમાં અનેક આત્માઓ આત્મકલ્યાણ કરી રહ્યા છે, એવો અચિત્ત્વચિન્તામણિરૂપ શાશ્વતરૂપ શાશ્વતમંત્ર નવકાર આપણને મળ્યો છે. 2. નમસ્કારમહામંત્ર. ૨. પરમેષ્ઠિનમસ્કાર. ૩. અનુપ્રેક્ષા જીવો પ્રત્યે મૈત્રી પ્રભુ પ્રત્યે ભક્તિ શાશ્વત મંત્રની સ્વીકૃતિ અને જડ પ્રત્યે વિરક્તિ એ નવકારમંત્રમાં ફક્ત ૬૮ અક્ષર કે નવપદ જ નથી, પણ ઘણું બધું આત્મોપયોગી છે. કેવળીભગવંતો પણ આ નવકા૨ના ગુણો પૂરા ગાઇ શકતા નથી. તેવા ગુણની ગરિમાથી ગંભીર એવા નવકારમંત્રનાં એક-એક અક્ષર, એક-એક શબ્દમાં જે તત્ત્વો-વિદ્યાઓ સિદ્ધિઓ રહેલી છે, તેને આગમોમાં તથા વિવિધ ગ્રન્થોમાં પૂર્વના મહાપુરુષો બતાવી ગયા છે. તે પદાર્થોને આત્મ-અનુભવથી ભાવિત થયેલા પૂજ્યપાદ પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજે પ્રભુભક્તિ, યોગ-સાધના અને આરાધના દ્વારા ચિંતન કરીને સ્વ-પરના કલ્યાણ માટે લિપિબદ્ધ કર્યા. તેમાંથી નમસ્કારમહામંત્રને લગતા જુદાં-જુદાં પુસ્તકો તૈયાર થયાં. જેમાં આદિ પુસ્તકો મુખ્ય છે. ત્રૈલોક્યદીપક-મહામંત્રાધિરાજ ૭. નવકારચિંતન ૪. ૫. .. નમસ્કારમીમાંસા નમસ્કારોહન મંત્ર ભલો નવકાર 3 Page #6 -------------------------------------------------------------------------- ________________ નવકાર દરેક ગુણની પ્રાપ્તિમાં કેવી રીતે ઉપકારક છે અને દરેક અવગુણને તોડવામાં કેવી રીતે સહાયક છે, તે તે પદાર્થોને પ્રેકટીકલ રીતે બતાવતાં ચિંતનો-લેખો વાંચતા આપણને નવકારના અચિત્ત્વમહિમાનો ખ્યાલ આવે છે. નમસ્કારમહામંત્રની સાધનાના જિજ્ઞાસુ ભાવિકોની એક ચાહના હતી કે, પૂજ્યપાદશ્રીના નમસ્કારને લગતાં બધાં જ પુસ્તકો જો એક વોલ્યુમ તરીકે પ્રગટ થાય તો ખૂબ જ ઉપયોગી થાય. વોલ્યુમ માટે વધુ અભિપ્રાય મળતાં વોલ્યુમરૂપે છપાવવાનું નક્કી કર્યું. શાસ્ત્રને સન્મુખ રાખીને તૈયાર થયેલ લેખો-ચિતનોનાં પુસ્તકોને ક્રમબદ્ધ ગોઠવણીપૂર્વક સંપાદન કરવા માટે અમે પૂજ્યપાદશ્રીનાં પ્રશિષ્યરત્ન આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રધોતનસૂરીશ્વરજી મહારાજને વિનંતિ કરી કે આપશ્રી પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી વજનવિજ્યજી ગણિવર્યશ્રીને આ કાર્ય માટે અનુમતિ આપો જેથી પૂજ્યપાદશ્રીની આ કૃતિઓનો પુનરુદ્ધાર થાય અને જિજ્ઞાસુ આત્માઓ તેનો આસ્વાદ પામી શકે. અમને જણાવતા આનંદ થાય છે કે ઉપરોક્ત પૂજ્યોની ગુરુભક્તિના તથા પૂજ્યપાદશ્રીજીના પ્રબળ પુણ્યપ્રભાવે કાર્ય સરળતાથી થયું અને પૂજ્યપાદશ્રીજીનાં ગ્રંથોનાં વાંચન દ્વારા જ ધર્મમાં સ્થિર થયેલા મહાનુભાવોએ આર્થિક પ્રશ્ન તો આવવા જ દીધો નથી. જે અમારા માટે ખૂબ જ ગૌરવનો પ્રસંગ બન્યો છે. જેમણે આર્થિક સહકાર આપ્યો છે તેમનો હાર્દિક આભાર માનીએ છીએ. આ ગ્રન્થનાં પદાર્થોનાં વાંચન દ્વારા આપણા આત્માને ત્રણ લોકમાં દીપકસમાન પંચપરમેષ્ઠિમંત્રમય બનાવી સિદ્ધિગતિના શિખરને સર કરવા સદ્ભાગી બનીએ. –પ્રકાશક નમો અરિહંતાણ” પદની અનુપ્રેક્ષા ગુણપ્રકર્ષવાનનું બહુમાન એ કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન છે. એમાં કોઈ તકને અવકાશ નથી. વસ્તુનો સ્વભાવ તર્કની અપેક્ષા રાખતો નથી. અરિહંતો ગુણના પ્રકર્ષવાળા છે, તેથી તેમની ભક્તિ, બહુમાન, આદર એ પૂર્વસંચિત કર્મના પુજના પુજને | બાળી નાંખનાર છે, એમાં કોઈ સંદેહ નથી. સંદેહ એ જીવનનો કટ્ટો શત્રુ છે. અગ્નિ બાળે છે, | પાણી ઠારે છે, તે વસ્તુનો સ્વભાવ છે, તેમાં કોઈ તર્ક માંગતું નથી. કેમ કે તે સર્વના | અનુભવનો વિષય છે. તેવી જ રીતે પ્રભુનું નામ, પ્રભુની સ્થાપના, પ્રભુનું દ્રવ્ય અને પ્રભુનો ભાવ એ ભવરૂપી શીતને હરે છે, કષાયરૂપી અગ્નિને બાળે છે. કષાયરૂપી દાવાનલને શમાવે છે. વિષયની | તૃષાને છીપાવે છે અને કમરૂપી મેલને ધૂવે છે. એ સર્વ સપુરુષોને સ્વસંવેદન અનુભવથી સિદ્ધ થયેલી ચીજ છે. તેથી તેમાં તર્કનો આશ્રય ન લેતાં વસ્તુ - સ્વભાવની શ્રદ્ધાને મુખ્ય બનાવવી ઉચિત છે. - પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ Nબૈલોક્યદીપક-મહામંત્રાધિરાજો Page #7 -------------------------------------------------------------------------- ________________ સંપાદકની કલમે...!! પ્રથમ આવૃત્તિ ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કારમહામંત્રને જેમણે અસ્થિમજજાવત્ બનાવીને નવકાર અને મૈત્રી આદિ ભાવનાઓનો અનેક પ્રકારના તત્ત્વો સાથે સમન્વય કર્યો અને તેનાં દ્વારા એક નવી જ તત્ત્વચિંતનની શૈલીનું જૈન જગતને પ્રદાન કરનારા મારા પરમ ઉપકારી પૂજ્યપાદ, ૫૨મ ગુરુદેવ, પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની પુનિત યાદ આવ્યા વિના રહેતી નથી. વર્તમાનમાં અધ્યાત્મયોગી મહાત્મા તરીકેની પ્રસિદ્ધિને વરેલા પૂજ્યશ્રીએ નમસ્કારમંત્ર અંગે જે પ્રચાર-પ્રસાર કર્યો તેથી તેઓ નવકારવાળા મહારાજ' તરીકે પ્રખ્યાત બન્યા. એ નવકારમંત્ર અંગેનાં પૂજ્યશ્રીનાં ચિંતનો તો પ્રકાશિત થયાં હતાં જ. તે લગભગ અપ્રાપ્ય હતાં. તેથી પૂજ્યશ્રી પ્રત્યેની લાગણીથી ભાવિત પુણ્યાત્માઓ પૂજ્યશ્રીની ગેરહાજરીમાં પણ એ હૃદયંગમ વચનોનું અમૃતપાન કરી શકે, તે માટે અપ્રાપ્ય પુસ્તકોનું અને તેમાં પણ નમસ્કારમહામંત્રનાં પુસ્તકોનું વોલ્યુમ બહાર પડે એવી પૂજ્યશ્રીના પરમભક્તોની માંગણી છે એમ સુશ્રાવક હીંમતમલ રૂગનાથમલજી બેડાવાળાએ અમને વાત કરી. અમારે તો ફકત સંકલન કરીને સંપાદન પણ નહિંવત જ કરવાનું હતું. કારણ કે આવા ગહન પદાર્થોમાં પણ ઊંડે સુધી પહોંચાડવાની પૂજ્યશ્રીની શક્તિ વિશેષની આગળ અમે તો ચરણની રજ સમાન પણ નથી. પૂજ્ય આચાર્યભગવંત શ્રી પ્રધોતનસૂરીશ્વરજી મહારાજાની આશીર્વાદપૂર્વકની અનુમતિ તે માટે મળી અને આ કાર્ય ઝડપથી પૂર્ણ થયું. મારા દ્વારા જે સંપાદન-પ્રકાશનનાં કાર્યો થાય છે, તેમાં મુખ્ય સહકાર મને દરેક રીતે સંયમજીવનમાં સહાયક એવા મુનિશ્રી હેમપ્રભવિજયજીનો મળે છે તેથી કાર્ય સ૨ળ બને છે. ઉપરાંત આ પુસ્તકમાં તપસ્વી મુનિશ્રી જિનસેનવિજયજી તથા મુનિશ્રી રત્નસેનવિજયજી આદિનો પણ સહકાર મળ્યો એટલે બધાં પુસ્તકોનાં લેખો-ચિંતનોને ક્રમસર ગોઠવીને તેમાંથી આ પુસ્તક તૈયાર કર્યું છે. તેમાં સૌપ્રથમ તો આ મંત્ર કેવો મહાન છે. તેનો આદર્શ પૂજ્યપાદશ્રીએ જ લખેલો તે લઇને પ્રારમ્ભ કર્યો. ત્યાર પછી નમસ્કારમહામંત્ર સંક્ષિપ્તપરિચય લેખથી શરૂ થતી લેખમાળામાં નમસ્કારમહામંત્ર આવશ્યક વિચાર, શ્રી નવકારમંત્રનો પ્રભાવ અને નયો, પછી નમસ્કારની ઉત્પત્તિ જેવા અત્યંત માર્મિક લેખોનું નિરૂપણ કરી તેમાં શાસ્રીય પાઠોને સાક્ષીપૂર્વક બતાવ્યા છે. ત્યાર પછી પૂજ્યશ્રીએ લખેલ પરમેષ્ઠિનમસ્કાર પુસ્તકના લેખો તથા અન્ય લેખો ગોઠવીને પછી અનુપ્રેક્ષાકિરણ ૧ થી ૬ સુધી લીધા છે. પછી નવકાર અંગે સ્તોત્રો, ગુજરાતી ગીતો, નવકાર અંગે કથાઓથી આ પુસ્તક પૂર્ણ કરેલ છે. આ રીતે આ સંપૂર્ણ ગ્રંથ નવકારમંત્રના ઉપાસક માટે ઉપાસ્ય ગ્રંથ બનશે નવકારમંત્રના જિજ્ઞાસુ માટે માર્ગદર્શક બનશે અને આરાધનામાં આગળ વધેલા આરાધક માટે આત્મસાધક સાથીરૂપ બનશે. પૂજ્યપાદશ્રીના હૈયામાં રહેલી નમસ્કાર મહામંત્ર પ્રત્યેની અનુપમ નિષ્ઠાએ અનેકોને નવકારમંત્ર પ્રત્યે ભક્તિ જગાડી છે. એ ભક્તિ આ ગ્રંથનાં વાંચન દ્વારા વિશેષ પ્રેરક બનશે અમને મળેલી આ ગુરુભક્તિની તકને સફળ કરીને અમારા ઉપર ચડેલા પૂજ્યપાદશ્રીના ૠણથી યત્કિંચિત્ હળવાશ અનુભવીશું. આપણે સૌ આ ગ્રંથના વાંચન દ્વારા નવપદમય બની શાશ્વતસુખને પામીએ. ત્રૈલોકચદીપક-મહામંત્રાધિરાજ -પં. વજ્રસેનવિજય 5 Page #8 -------------------------------------------------------------------------- ________________ sssssssssssssssssssssssssssssssssssssss ssssssss સંપાદકીયની કલમે....! બીજી આવૃત્તિ. s , અનંત આત્માઓ જે નવકારનું સ્મરણ કરીને પરમપદને પામ્યા ભવિષ્યમાં અનંત આત્માઓ જે નવકારનું સ્મરણ કરીને પરમપદને પામવાના છે અને વર્તમાનમાં અનેક આત્માઓ જે નવકારનું સ્મરણ કરીને મહાવિદેહ-ક્ષેત્રમાંથી પરમપદમાં જઈ રહ્યા છે. તેજ નવકારનું સ્મરણ કરવાનું સદ્ભાગ્ય આપણને પણ મળ્યું છે. નવકારના ગુણનું તો કેવલીભગવંતો પણ પુરૂ વર્ણન કરી શક્તા નથી. એવો નવકારનો મહિમા છે. એ નવકારમાં શું છે? એવા કયા તત્ત્વો છે? એ આત્માને કેવી રીતે શુદ્ધ કરે છે ? અને પરમપદને પમાડવા કેવી રીતે સમર્થ થાય છે ? તે અંગે પૂજ્યપાદ અધ્યાત્મયોગી પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યે ઘણા લેખોમાં ચિંતનો લખેલા, તે આ ગ્રંથમાં પ્રકાશિત કરાયા હતા. એ વાતનો આનંદ છે કે પ્રથમ આવૃત્તિ ફકત છ મહિનાની અંદર જીજ્ઞાસુ ભાવિકો પાસે પહોંચી ગઈ. | નવકાર મહામંત્રનો મૌલિક અર્થ-ભાવાર્થનું જ્ઞાન તે પણ સ્વ-જીવન સાથે અનુભવ પૂર્વકના ચિંતન-મનન-અનુપ્રેક્ષા દ્વારા લખાયેલ હોવાથી આ ગ્રંથ સૌને અતિ પ્રિય બની ગયો. સતત માંગણી ચાલુ રહી તેથી તરત જ બીજી આવૃત્તિનું પ્રકાશન ઓફસેટમાં કરાવવાનો નિર્ણય થયો. પ્રથમ આવૃત્તિમાં વ્યાકરણ શુદ્ધિ વગેરેમાં જે ખામી હતી તે પરમપૂજ્ય વ્યાકરણાદિ તથા શબ્દ-ઉચ્ચારણ શુદ્ધિના પ્રખર જ્ઞાતા તથા હિમાયતી પરમપૂજ્ય મુનિરાજ શ્રી હિતવિજયજી મહારાજે એમના ઘણા પ્રકાશનોના જરૂરી કાર્યો વચ્ચે પણ ખામી દૂર કરી આપી. તથા પ્રેસ અંગે તેજસ પ્રિન્ટર્સવાળા સુશ્રાવક હસમુખ સી. શાહે વ્યવસ્થા કરી અને પ્રુફ સંશોધનમાં સુશ્રાવક કે. ડી. પરમાર સહાયક બન્યા. કેટલા ભાવિકોનું સૂચન હતું કે વિષયવાર સૂચી બનાવાય તો સૌને વધુ અનુકૂળ રહે. તેથી જનરલ વિષયવાર સૂચી માતૃહૃદયા સ્વર્ગસ્થ સાધ્વીજી કુમુદશ્રીજી મહારાજના સાધ્વીજી મહારાજેએ કરી આપી. એ રીતે ઘણાના સાથ સહકારથી આ કાર્ય પૂર્ણ થઈ રહ્યું છે. તેથી પ્રથમ આવૃત્તિ તથા બીજી આવૃત્તિમાં સહાયક બનેલ સર્વ મહાત્માઓ તથા શ્રાવકોની સ્મૃતિ થયા વિના રહેતી નથી. આ આવૃત્તિમાં પ્રથમ આવૃત્તિનું જ મેટર છે. વધારો કે ઘટાડો કરેલ નથી. જેથી સૌને એક સરખું વાંચન મળી શકે. પરંતુ કોમ્યુટરમાં કમ્પોઝ થવાથી પ્રથમ આવૃત્તિ કરતા આ બીજી આવૃત્તિમાં પેજ ઓછા થયા છે. પૂજ્યશ્રીનું જ્યાં સુધી પ્રત્યક્ષ અસ્તિત્વ હતું ત્યાં સુધી નાદુરસ્ત તબીયતમાં પણ સતત સ્વ-આરાધનાની સાથે પરોપકાર કરતા જ રડ્યા અને તે પણ સર્વ નય સાપેક્ષ રહીને, એટલે આજે એમના ચિંતન લેખો કે પત્રો સૌને જાણે પોતાજ માટે હોય તેવો અનુભવ કરાવે છે. પૂજ્યશ્રીના આ સાહિત્ય રત્નોના ખજાનાને પામવા આપણે સૌ સદ્ભાગી બન્યા. આ આપણો જબ્બર પુણ્યોદય છે. આ સાહિત્યના વાંચન દ્વારા સમ્યફદર્શન અને સમ્યકજ્ઞાનની શુદ્ધિ કરતાં-કરતાં સમ્મચારિત્ર પામી સમ્યફપરિણામની ધારામાં આગળ વધી સમ્યકપદ એવા સિદ્ધપદને પામીએ... Sત્રલોક્યદીપક-મહામંત્રાધિરાજ ! Page #9 -------------------------------------------------------------------------- ________________ જીવનવૈભવ यस्यद्रष्टिः कृपावृष्टि-निरः शमसुधाकीरः । भद्रंकराय शांताय, तस्मै भक्त्या नमोनमः ॥ જેમની દષ્ટિમાંથી કૃપા વરસી રહી છે અને વાણીમાંથી અમૃત વરસી રહ્યું છે, તેવા પરમશાંત પરમકરુણાળુ, વાત્સલ્યવારિધિ પરમ પૂજ્ય ગુરુદેવ શ્રીભદ્રકરવિજયજી મહારાજાને નમસ્કાર થાઓ. જેમ ઘરતીની કૂખે ઘણાં કિંમતી રત્નો છુપાયેલાં છે, તેમ ઘરતી પર જીવન જીવતા માણસોમાં ઘણા કિંમતી નરરત્નો મળી આવે છે. અવસરે એ નરરત્નો પ્રગટ થાય છે, આપણી વચ્ચે આવે છે, પોતાના તેજથી સર્વને અજવાળે છે અને સંઘ સમાજ તેમજ ઘર્મના ઉત્કર્ષ માટે ઉન્નત કાર્યો કરે છે. દિવ્યજીવન જીવીને માનવતાની મહેંક મૂક્તા જાય છે. જો કમળ કાદવ-કીચડમાં ખીલે છે, કાળમીંઢ પાષાણમાંથી પ્રતિમા બને છે, તો માટીનો માનવી શા માટે મહાન ન બની શકે? આકાશ જેવા અમાપ, ધરતી જેવા સહનશીલ-ક્ષમાશીલ, સાગર જેવા અગાધ ગંભીર, મેરુપર્વત જેવા નિશ્ચલ-મહાત્માઓના જીવન મૂલવવા મુશ્કેલ છે. ત્યાગ-વૈર્ય-સંસ્કાર-સંયમ-સદ્ગણ-પરોપકાર-પરહિતની પ્રતિષ્ઠા જેમનાં જીવનમાં ઓતપ્રોત બની છે, એવા કોઈ પણ દેશની સંસ્કૃતિની ધુરાને વહન કરનારા, અંધકારમાં અથડાતી પ્રજાના જીવનમાં પ્રકાશ પાથરનારા, ઉન્નત અને આદર્શમય જીવનની પ્રેરણા આપનારા લોકોત્તમ પુરષો હજી પણ લોકહૃદયમાં સજીવ બની બેઠા છે. જૈનશાસનના તેજસ્વી ઝળહળતા જ્યોતિર્ધર, અધ્યાત્મયોગી, પ્રશાંતમૂર્તિ, વાત્સલ્યવારિધિ, પરાર્થરસિક, પરોપકારી, કરુણામય, સર્વજીવ-હિતચિંતક, પ્રાતઃસ્મરણીય પરમ પૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મહારાજા એવા જ મહાપુરુષ છે. જેમનું જન્મથી મરણ સુધીનું જીવન સ્વ. માટે તો ઉપકારક બન્યુ પણ સાથેસાથે અનેકોને માટેય પ્રેરણાત્મક બન્યું. જે ગૌરવવંતો ગુજરાત દેશ, સમાજ અને રાષ્ટ્રને દાનેશ્વરી, રાજેશ્વરી, તપ-ત્યાગ અને સંયમના સાધકોની-ભક્તોની ભેટ આપવા સાથે પરમપવિત્રતમ તીર્થોની ભેટ આપીને પરમ ઉચ્ચસ્થાન પામી શકયો છે. તે ગુજરાતની તવારીખમાં ઉત્તરગુજરાતમાં આવેલા પાટણનું સ્થાન ખુબ જ ગૌરવવંતુ અને મહામૂલું છે. પાટણની ગુણગરિમામાં વિશેષતા એ હતી કે, તે વિદ્યાક્ષેત્રે ગુજરાતનું નંદનવન અને સરસ્વતીનું ધામ બન્યું. પાટણ એટલે શૂરતા-સત્યતા-સાહસિકતા અને ધાર્મિકતા-પવિત્રતાનું ઘામ ! વ્યાપાર-વાણિજ્યકલાકૌશલ્ય-રાજ્યકારભાર વિદ્યાવ્યાસંગ અને ધર્મશાસનની જાજ્વલ્યમાન અનેકવિધ સુપ્રવત્તિઓથી ઝળહળતું એક નગર. તેવા પવિત્રતમ પાટણની પુણ્યપનોતી પૃથ્વી ઉપર પવિત્રમૂર્તિ, પ્રશમરસના પાયોનિધિ એવા પુણ્યનામધેય, પ્રતિભાસંપન્ન પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય જન્મ લઇને આ પવિત્રભૂમિની પવિત્રતામાં વધુ ચાર ચાંદ લગાવી દીધા. ન્યાનસંપન્નવૈભવને પામેલા દયાળુ, ધર્મવીર શેઠ હાલાભાઇ....! Sત્રલોયદીપક મહામંત્રાધિરાજ 7 IN Page #10 -------------------------------------------------------------------------- ________________ તથા માયાળુ, ઘર્મસંસ્કારી શ્રાવિકા ચકીબહેનના ઘરે ચોથા પુત્રરત્નનો જન્મ વિક્રમ સંવત ૧૯૫૮ માગસર સુદ-૩ના થયો. નામ પાડ્યું ભગવાનદાસ ( હુલામણું નામ ભગુ). ભગવાનદાસનું નામ જાણે આત્મા સાથે એકમેક ન બન્યુ હોય ! તેમ તેઓની દરેક પ્રવૃત્તિ સાથે તે જોડાઈ ગયું. બચપણથી જ માતા-પિતાના સંસ્કારથી વાસિત ભગવાનભાઇ બે વર્ષની વયે તો અષ્ટપ્રકારી પૂજા કરતા અને ભાવવાહી સ્તુતિઓ બોલતા થઈ ગયા અને પછી તો પ્રાચીન સ્તવનો-પદો મધુર સ્વરે બોલતાં તથા નગારા સાથે કાંસીઓ વગાડતા. ત્રણ-ચાર વર્ષની ઉંમરે ભગભાઇ રમવા નીકળ્યા અને બે કલાક સુધી ક્યાંય દેખાયા નહિ. બધા ચિંતામાં પડ્યા, તપાસ શરૂ થઈ અને જોયું તો ભગુ તો ભગવાનની સામે શાંતિથી બેઠો છે. ભગવાનની સામે એક નજરે જોઈ રહ્યો છે. આવો હતો તેમનો પરમાત્મા પ્રત્યેનો અવિહડભાવ. પાંચ વર્ષની ઉંમરે તો શેરીનાં બાળકોના લીડર બની ગયા. રમતમાં કંઈ મતભેદ પડે કે કોઈનાં મનદુઃખ થઈ જાય તો તે માટે ભગુનો નિર્ણય સૌને માન્ય રહેતો. દિવસો પસાર થયા ને ઉંમર વધી એવા ભગુભાઈને કોઈ સીનેમા જોવા લઈ જાય તો ઝોકાં ખાય-ઊંઘી જાય પણ સીનેમા જુએ નહિ અને પૌષધ કરવા જાય તો તેમના ઉરમાં આનંદ ન માય અને જાણે સ્વર્ગ મળ્યા જેવો આનંદ થાય. સ્વભાવ ખૂબ જ પરગજુ. બીજાને ખવડાવીને ખાય. ખાવાપિવા-પહેરવાના શોખથી તદ્દન દૂર. શેરી-મહોલ્લામાં સહુની સાથે હળી-મળીને ચાલે, કોઈપણ નાની-મોટી વ્યક્તિની સાથે તોફાન-તકરાર કરે નહિ. તેથી શેરીના વડિલો પણ તેમની વર્તણુકથી પ્રભાવિત થઈને બહુમાન-સન્માનથી બોલાવતાં, પાટણમાં સૌના મનમાં એવી છાપ કે આ છોકરો બહુ ગુણીયલ છે, શાણો છે આગળ ઉપર નામના કાઢશે. “વાણી બોલે જાણીએ ઉક્તિને તેમણે સાર્થક કરી. વય નાની છતાં ભગુભાઇમાં આંતરિક તેમ જ બાહ્યગુણસૌન્દર્યની શોભા અપ્રતીમ હતી. વિનપ્રકૃતિ તથા નિખાલસ સ્વભાવ, નાના કે મોટા સહુની સાથે સરલ તથા સ્વચ્છ દિલથી મળી જવાની તેમની વિશિષ્ટતા ખરેખર કોઈ અજબ કોટિની હતી. ભણવામાં હોશિયાર હોવાથી શિક્ષકોના ખુબ જ કૃપાપાત્ર બન્યા હતા. તેમના અભ્યાસક્રમમાં અંગ્રેજી, ગણિત અને સંસ્કૃત ત્રણ વિષયો હતા. આ ત્રણે વિષયો ઉપર એમનું પ્રભુત્વ ઘણું સારું હતું. એટલે તેઓ પોતાની સાથેના નબળા વિદ્યાર્થીઓને રાત્રે ભણાવતા ૧૫ વર્ષે તો મેટ્રિક કરી લીધી પણ ઉંમરનો બાધ આવતાં પરીક્ષા આપી શક્યા નહિ. ૧૨ વર્ષની વયે ધાર્મિક અભ્યાસમાં પાંપ્રતિક્રમણ અર્થ સાથે કર્યા. ઉપરાંત યોગશાસનાં ચાર પ્રકાશ, ૧૫૧૬ વર્ષની વયે ઉપાધ્યાય શ્રીયશોવિજયજી કૃત ત્રણે ચોવીસીઓ, સવાસો-દોઢસો-સાડા ત્રણસો ગાથાનાં તત્ત્વભર્યા સ્તવનો-પદો-સઝાયો કંઠસ્થ કર્યા. ૧૮ થી ૨૦ વર્ષની વયે ઉપાધ્યાયજીનાં સ્તવનોની પ્રેસકોપી કરી હતી, તેને સંગૃહીત કરીને ગુર્જરસાહિત્યસંગ્રહરૂપે પ્રકાશિત કરી. ત્યાર પછી શ્રી આનંદઘનજી મહારાજનાં ગૂઢાર્થ ભર્યા સ્તવનો-પદો સક્ઝાયો કંઠસ્થ કર્યા. આવા આધ્યાત્મિક અભ્યાસના આધારે નાની ઉંમરથી જ મૈત્રીભાવ-વાત્સલ્યભાવ-ક્ષમાપના-શાંતિ ત્રિલોયદીપક-મહામંત્રાધિરાજ 8 Page #11 -------------------------------------------------------------------------- ________________ પરોપકાર-કૃતજ્ઞતા જેવા ગુણો એમનામાં ખૂબ ખૂબ ઝળકતા નજરે પડતા હતાં. તેઓ પરમાત્માની વાતો કરતાં કદી ન ધરાતા. પાંચ-સાત વ્યક્તિઓ બેઠી હોય ત્યારે વાતો કરતાં કહેતા, “કોઈપણ માણસે પ્રભુમાર્ગે જવું હોય તો પ્રભુના અનેક ગુણોમાંથી તેમનાં દર્શન-પૂજન-વંદન ભક્તિ વગરે કરતાંકરતાં કોઈ પણ એક ગુણ લઈને આપણા આત્મામાં એને એવો ગોઠવી દેવો કે જેથી આપણા આત્માનો ઉદ્ધાર થાય.” એ જ નાની ઉંમરે ભગુભાઈ વાલકેશ્વર-ચોપાટી પર ફરવા ગયેલા ત્યારે તેમના હૈયામાં હંમેશ ભાવના થાય કે, “ક્યારે હું અહિં એક મોટું મંદિર બંધાવું” આવી ભગવાન પ્રત્યેની અવિહડ ભક્તિ હતી. તેથી જ જ્યારે શ્રીપાલનગરનું જિનાલય બન્યું ત્યારે તેમણે કહ્યું કે હું તો કરાવી ન શકયો પણ મારી ભાવના હતી તે પૂર્ણ થઈ. વૈરાગ્યથી રંગાતુ જીવન - ભગુભાઈ જ્યારે ૧૩ વર્ષના હતા ત્યારે તેમના માતુશ્રી સ્વર્ગવાસી બન્યા. જે પ્રસંગે તેમણે નજરોનજર જોયો.સ્મશાનયાત્રામાં જોડાયા. મૃતદેહને ચિતા ઉપર બળતો જોયો અને હૃદય કંપી ઊઠયું પછી જ્યારે પિતાજી પણ સ્વર્ગવાસી બન્યા ત્યારે થયું કે ઓહ! એક દિવસ દરેકે જવાનું જ છે, તો આ સંસારમાં રાચવું શા માટે? અને પૂર્વભવના સંસ્કારી તથા આ ભવમાં કરેલી ભક્તિએ એમના જીવનને નવો વળાંક આપ્યો અને આત્મા વૈરાગ્યરંગે રંગાવા લાગ્યો. હવે દરેક પ્રસંગમાં એમને કડ-કપટ અને પ્રપંચથી સળગતા સંસારની અસારતા દેખાવા લાગી. પૂર્વનાં કોઈ ભોગાવલી કર્મોનાં કારણે સંસારનાં બંધનમાં બંધાયા પણ ખૂબ જ નિર્લેપભાવે. વૈરાગ્યવાસિત પ્રસંગ આ દરમ્યાન એક પુત્રના પિતા બનેલા ભગુભાઈને ત્યાગી, વૈરાગી, યોગી એવા પૂ. કપૂરવિજયજી મહારાનો ભેટો થયો. તેમની પાસે યોગની આરાધનામાં આગળ વધ્યા. પહેલેથી અનેક મહાત્માઓના સંગથી પોતે ધર્મ આરાધનામાં આગળ વધતાં પણ તેઓને કોઈ મહાત્માએ દીક્ષાની વાત ન કરી. પૂજ્યશ્રી કહેતાં કે જો મને પહેલા મહાત્માઓએ દીક્ષાની વાત કરી હોત તો હું સંસારમાં ન પડયો હોત. તેઓએ દુઃષમકાળના વિકરાળ મહામોહનીયવાતાવરણમાં “શીલ” ની સુગંધ માણવા-પ્રસારવા કટિબદ્ધ થઈને પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજા પાસે બ્રહ્મચર્યવ્રતનો સ્વીકાર કર્યો. પ્રભુ પ્રત્યે ભક્તિ હતી તો સાથોસાથ નવકાર પ્રત્યે પ્રીતિ વધતી જતી હતી. તેનાં ચિંતાનોમાં આગળ વધતાં પૂજ્યશ્રીએ અનુભવ્યું કે જીવનમાં આયંબિલતપ જરૂરી છે. તેથી તેઓએ ૧૮ વર્ષની ઉંમરે વર્ધમાનતપનો પાયો નાંખ્યો અને પોતે તો આયંબિલના તપમાં ઓતપ્રોત બન્યા પણ સાથોસાથ સંવત ૧૯૮૦-૮૧ માં મુંબઈમાં કુંભાર ટુકડાની ગલીમાં એક આખું મકાન લઈને ત્યાં આયંબિલ ખાતું શરૂ કર્યું. હાલમાં પણ તે આયંબિલખાતું ત્યાં છે, જે મુંબઈમાં શ્રેષ્ઠ આયંબિલખાતા તરીકે પ્રસિદ્ધ છે. તેની સંભાળ ભગુભાઈ તથા તેમના મિત્ર ચિમનભાઈ પટવા રાખતા (હાલ પણ તે સંસ્થાની ઓફીસમાં બન્નેના ફોટા છે.). ભગુભાઈએ કલ્યાણમિત્રોના સહયોગથી નવપદ આરાધક સમાજની સ્થાપના કરી અને તેમાં સેક્રેટરી તરીકે રહીને તે વખતે સૌપ્રથમ સામુદાયિક નવપદની ઓળીઓ કરાવવાની શરૂઆત કરી, જેથી નવપદ તથા આયંબિલનો મહિમા ખૂબ જ વધવા લાગ્યો. (આજે પણ એ “નવપદઆરાધકસમાજ' સામુદાયિક ઓળીની આરાધના કરાવે છે.). આ બધાં જબ્બર પુણ્યકાર્યોથી એમને એક મહાન પુન્યાત્માનો ભેટો થઈ ગયો. એ હતા શુભનામધેય પરમપૂજ્યશ્રી રામવિજયજી મહારાજ સાહેબ. તેઓનાં પ્રવચનોમાં ગજબનું આકર્ષણ હતું. તે વ્યાખ્યાનો સાંભળવાનો લહાવો મળતાં વૈરાગ્યની વૃદ્ધિ થવા લાગી અને પછી તો એ વ્યાખ્યાનના પદાર્થોને લખવા ને વાગોળવા લાગ્યા. ત્રિલોયદીપક-મહામંત્રાધિરાજ Page #12 -------------------------------------------------------------------------- ________________ તે લખાતા વ્યાખ્યાનો પૂજ્યપાદ કરુણાનિધિ શ્રી રામવિજયજી મહારાજે વાંચ્યાં અને તેમાં જોયું કે અવતરણની ખૂબી અનેરી છે. મુખ્યપદાર્થોને નજર સમક્ષ રાખીને જ અવતરણ થયું છે. તેમાં શાસબાઘ કંઈ નથી. એટલે બે ત્રણ મિત્રોએ નક્કી કર્યું કે આપણે વ્યાખ્યાનો છપાવીએ અને દર અઠવાડિયે તે નકલો વ્યાખ્યાન ઊઠયા બાદ મફત વહેંચીએ અને એ કાર્ય શરૂ કર્યું જે વાંચતા સૌને પૂજ્યશ્રીનાં વ્યાખ્યાનોની વધુ ઊંડી અસર થવા લાગી એટલે પ્રસાર વધ્યો, ત્યારે “જૈન પ્રવચન” નામના સાપ્તાહિકનો જન્મ થયો અને જે પ્રવચનો અત્યારે જિનવાણી તરીકે પ્રકાશિત થાય છે તેના પાયાના પત્થર અને મૂળ ઉદ્ભવકાર ભગુભાઈ હતા. છતાં પણ નામનાની નકામી કામનાથી સદા અલિપ્ત રહ્યા. આ પ્રવચનોએ તેમના હૈયાને ઢંઢોળી નાંખ્યું. વીજળીના સ્પર્શ દીવો ઝગમગતો થાય તેમ તેમનો અંતરાત્મા ગુરુવાણીના સ્પર્શે વધુ પ્રકાશિત બન્યો અને સંયમ-જીવનના સ્વાદને ઝંખી રહ્યો. વિશ્વોપકારી શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું મન-વચન કાયાથી અપ્રમત્તપણે પાલન કરવા માટેનો પુનિતપંથ, પ્રબળ પુરૂષાર્થ તે દીક્ષા. - સાધુપણું એટલે સકળ જીવરાશિ પ્રત્યે નીતરતો સ્નેહ પરિણામ, માનસિક સુખનો અગાધ મહાસાગર. સંસારનાં સર્વસુખના રાગનો ત્યાગ કરી દુઃખોનો સામે ચાલીને સ્વીકાર કરવો તેનું નામ સાધુતા. એવી ઉચ્ચ સાધુતાને પામવા કટિબદ્ધ બનેલા ભગુભાઈ વ્યવહાર ઘર્મ–ઔચિત્યના પાલનમાં એક્કા હતા. તેથી જ ભાઈઓને મળી કટુમ્બીઓને વાત કરી અને પત્નીની પણ રજા લીધી. તેમના ભરણ-પોષણનો પાકો બંદોબસ્ત કરીને સૌનાં અંતરના ઉલ્લાસપૂર્વક વડીલોના આશીર્વાદો તથા નાનાઓની શુભભાવનાઓથી ભાવિત બનીને સંયમની અનુમતિ મેળવી. જેમનું ચારિત્ર અતિ ઉચ્ચકોટીની શુદ્ધતાને વરેલું હતું એવા પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસુરીશ્વરજી મહારાજા. જેમની જ્ઞાન-દાન તથા જ્ઞાન સાધનાની અનોખી લગનીની વાંસળીના નાદે નાના બાળથી માંડીને વૃદ્ધો પણ જાગ્રત થઈ ચુક્યા હતા તેવા પૂજ્યપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજચજી ગણિવર તથા જેમની વાણીના ધનુષ ટંકારે તો મોહના નશામાં ચકચૂર એવા આત્માઓ પણ જાગ્રત બની ચૂક્યા હતા. તેવા પૂજ્યપાદ મુનિશ્રી રામવિજયજી મહારાજ જેવી પ્રતિભાઓના પાવન ચરણે જીવન સમર્પિત કરવા તૈયાર થયા અને વિક્રમ સંવત ૧૯૮૭ ના દિવસે પૂજ્યપાદ શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાના સાનિધ્યમાં, પૂજાપાદ પંન્યાસજી શ્રી પ્રેમવિજયજી ગણિવર્યશ્રીને ઉપાધ્યાયપદ, પૂજ્યપાદ મુનિરાજશ્રી રામવિજયજી મહારાજાને પંન્યાસપદ તથા પાંચ મુમુક્ષુઓની સાથે મુનિપદ પામવા ભગુભાઈ બડભાગી બન્યા અને તેઓને પૂજ્યપાદ પંન્યાસજી શ્રી રામવિજ્યજી ગણિવર્યના શિષ્યરત્ન તરીકે સ્થાપ્યા અને સંસારી નામ ભગવાનદાસને સાર્થક કરવા કલ્યાણ કરનારું મુનિ શ્રી ભદ્રંકરવિજયજી એવું નામ જાહેર કરાયું. દીક્ષાની હિતશિક્ષાને હૈયામાં કોતરીને સંયમની સાધનામાં લયલીન બનેલા મુનિશ્રી ભદ્રંકરવિજયજીની * ઉંચી સપ્રમાણ આજાનુબાહુ દેહયષ્ટિ "મુખની ગંભીરતા * ઓજસ્વી-અજબની પ્રતિભા *સ્મિતભરી વાણી પ્રસન્ન-મધુર અને વિનમ્પ્રકૃતિ ધીર-ગંભીર-નિખાલસ સ્વભાવ આ બધા ગુણોએ સૌના હૈયાને મોહી લીધાં હતાં. લોક્યદીપક-મહામંત્રાધિરાજ Page #13 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યપાદ આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજે કહેલું કે ભદ્રકરવિજયનાં સામુદ્રિક લક્ષણો મેં જોયા છે. એ તો જૈનશાસનનો મહાનસ્તંભ અને સૌને પ્રિયપાત્ર શાસનનું શ્રેષ્ઠરત્ન બનવાનો છે. તેઓએ આપેલો મંત્ર – “પરસ્પૃહમહાદુઃખ નિઃસ્પૃહત્વ મહાસુખમ” એ સોનેરી વાક્યને પૂજ્યશ્રીએ આત્મસ્થ કરી લીધું. મહા સુદ સંવત ૧૯૮૭ માં તેમની વડી દીક્ષા થઈ. હવે તો સ્વાધ્યાય-અધ્યયનની ધૂણી ધખાવી દીધી અને થોડા સમયમાં તો સાધુ-આચારનાં ગ્રંથો જેવા કે દશવૈકાલિક, શ્રી ઉત્તરાધ્યયન, શ્રી આવશ્યકસૂત્ર, પિંડનિર્યુક્તિ આદિ ગ્રંથો સાથે પંચસૂત્ર, પ્રશમરતિ, શાંતસુધારસ યોગશાસ્ત્ર, ઘર્મબિંદુ, અષ્ટક, ષોડશકવિંશિકાઓ, બત્રીશીઓ, યોગ દષ્ટિ સમુચ્ચય, યોગબિંદુ, તત્ત્વાર્થસૂત્ર, લલિતવિસ્તરા, અધ્યાત્મસાર, સન્મતિતર્ક, શાસવાર્તા સમુચ્ચય આદિ તાત્ત્વિક ગ્રંથોનું અધ્યયન કર્યું. તેમાં પણ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાનાં ગ્રંથરત્નોનાં ચિંતનો દ્વારા મૈત્યાદિ ભાવોથી અતિશય ભાવિત થતા ગયા. 1. મહાનિશીથ આદિ આગમો તથા વિશેષાવશ્યક ભાષ્ય, આવશ્યક નિર્યુક્તિ વગેરે મહત્ત્વનાં ગ્રંથો દ્વારા નવકારમંત્ર પ્રત્યે વધુને વધુ દઢ શ્રદ્ધાવાળા બનતા ગયા. બસ પછી તો નવકારમંત્ર અને મૈથ્યાદિ ભાવોનો સ્વપકલ્યાણ માટે ઉપયોગ કરવા લાગ્યા અને એમનો આત્મા વધુને વધુ તે પદાર્થોથી પરિણત થતો ગયો. ચતુઃ શરણગમન, દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદન આ ત્રિપદીનો વધુ ને વધુ ફેલાવો કર્યો. વાંચન-ચિંતન-મનન દ્વારા સ્વાર દર્શનોનાં ગ્રંથોને પણ વાંચીને સ્યાદ્વાદમય દષ્ટિ દ્વારા સ્વદર્શનમાં સમન્વય કર્યો પછી તો એ પદાર્થોનાં ચિંતન લેખનમાં અવતરણ કરીને પુસ્તકોનું પ્રકાશન થવા લાગ્યું. (આ પુસ્તકોનું લીસ્ટ આ પુસ્તકમાં અન્યત્ર આપ્યું છે.) ગુણોના દરિયા જેવા પૂજ્યપાદશ્રી દરેક ગુણની પ્રાપ્તિ માટે પ્રેકટીકલ જીવન જીવ્યા તે અંગે વિચારીએ તો દિવસોના દિવસો જાય અને લખવા બેસીએ તો પાનાંના પાનાં ભરાય. પણ સામાન્યથી દિગ્દર્શન કરશું તોપણ થશે કે અહો કેવા હતા એ મહાપુરુષ! ગણદષ્ટિ અને વિવેકપૂર્ણ વાણી ગોચરીનો સમય હતો કોઈ એક મહાત્માએ સાહેબજીના પાત્રમાં કેળું મૂક્યું. તે જોઈને બાજુવાળા મુનિએ જણાવ્યું, “સાહેબજી! આ અડધું ખરાબ છે, આપ કાઢી નાખો.” પ્રત્યુત્તર આપતાં પૂજ્યશ્રીએ જણાવ્યું. “મહાત્મા ! આપણે સાધુ થયા છીએ. આપણા મુખમાંથી “ખરાબ” શબ્દ ન નીકળવો જોઈએ. “અડધું સારું છે.' એમ તમે કહે તો પણ તમારી વાત આવી જાય છે.” પૂજ્ય પંન્યાસજી મહારાજ શિનોરમાં બિરાજમાન હતા, તે સમયે પંજાબ કેસરી પૂ. આચાર્ય ભગવંત શ્રી વલભસૂરીશ્વરજી મહારાજ પધારવાના હતા. સંઘના ભાઈઓમાં મદભેદ ઊભો થયો, તે બધા આવ્યા, પૂ. પંન્યાસજી મહારાજ પાસે વંદન કરી હાથ જોડી બોલ્યા. “અમે સામૈયું કરીએ? આચાર્યભગવંત આપણા નથી.” આ સાંભળતાં જ પંન્યાસજી મહારાજે કહ્યું. સામૈયું તો આચાર્ય મહારાજનું જોરદાર થવું જ જોઈએ. તેઓ પણ શાસનપ્રભાવક છે, મહાન બ્રહ્મચારી છે. પંજાબની રૂપરમણીઓ વચ્ચે તેઓશ્રીનું બ્રહ્મચર્ય ગજબનું છે.” પૂજ્યશ્રીના શબ્દો સ્વીકારીને શિનોરનાં સંઘે પૂ. આચાર્યમહારાજનું જોરદાર સામૈયું કર્યું. પૂજ્ય પંન્યાસજી મહારાજ પણ સામે ગયા. બન્ને મહાત્માઓએ એક જ પાટ ઉપરથી વ્યાખ્યાનો કર્યા. પૂજ્યશ્રીના હૃદયની વિશાળતા દાદ માંગી લે તેવી હતી. ભાવદયાના સાગર અને વાત્સલ્યની વૃષ્ટિ પૂજ્યશ્રીને શ્રી નવપદની ઓળી કરાવવા માટે શ્રી રાત-મહાવીર જવાનું હતું તેમાં ટાઈફોઈડની સખત ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ Page #14 -------------------------------------------------------------------------- ________________ બિમારીમાં આવેલા બાળમુનિએ જીદ પકડી કે હું સાથે જ આવીશ. પૂજ્યશ્રીએ ઘણું સમજાવ્યું ત્યારે બાળમુનિ કહે કે “સાહેબજી ! મને શાસ્ત્રના અમૃતનું પાન કોણ કરાવશે.? હું તો આપની સાથે જ આવીશ. આપની વાણીમાં મને એવો તો અપૂર્વ આનંદ આવે છે કે મારું દુઃખ અને દર્દ બધું ભુલાઈ જાય છે. !” બાળમુનિની જ્ઞાનપિપાસાની જીદ પૂજ્યશ્રી પારખી ગયા. તેઓશ્રીએ કહ્યું: “બાલમુનિ ! તમારી તબિયત બિલકુલ સારી નથી. તમારાથી લગીરે ચલાય એમ નથી. તમને સખત ટાઈફોઈડ છે. તમારે તત્ત્વ સાંભળવું છે ને? તો હું જતાં પહેલાં તમને એક સાથે બધું આપતો જઈશ કે જેથી તમે નવ દિવસ સુધી એનું પાન કરતા રહો. બરાબર વિચારતા રહો અને હું પાછો આવું ત્યારે મને બરાબર સંભળાવજો બસ? વહાલની વેણુમાંથી સમજાવટનું જે સંગીત નીકળ્યું તે મુનિને સ્પર્શી ગયું. મુનિ માની ગયા. બિમાર બાલમુનિના કાન પાસે મુખ રાખી આ વાત્સલ્યમૂર્તિએ નિજની નાજુક તબિયતની અવગણના કરીને પૂરા દોઢ કલાક સુધી “નવ પ્રકારનાં પુણ્ય” ઈત્યાદિ શાસપીયૂષ મુનિને પાયું, પછી જ પોતે વિહાર કર્યો. નિઃસ્પૃહતાના ઉપાસક એક દિવસ તેમની પાસે એક પ્રેસરિપોર્ટર આવ્યો. તેણે કહ્યું, “હું ઘણા મુનિ ભગવંતોનાં ચાતુર્માસના અહેવાલો દૈનિક પેપરોમાં પ્રગટ કરું છું. તેનો મહિને લગભગ પચાસ રૂપિયાનો ચાર્જ લઉં છું.” પંન્યાસજી મહારાજે આ સાંભળીને કહ્યું આ રીતે તમે સાધુના પરિચયમાં આવો છો તો કયારેક તમને આધ્યાત્મિક લાભ થશે. મહિનાના પચાસ રૂપિયા લેખે હું તમને ચાર મહિનાના રૂ. ૨૫૧ અપાવી દેવા તૈયાર છું, પણ એક શરત છે કે મારો કોઈ અહેવાલ છાપામાં પ્રગટ ન થવો જોઈએ.” જે જમાનામાં નામ માટે પડાપડી થતી હોય, ત્યાં પ્રશંસાથી પર રહેવાની પૂજ્યશ્રીની મનોવૃત્તિ જોઈને પ્રેસ રિપોર્ટર આશ્ચર્ય અનુભવી રહ્યો ! એને થયું કે કેવી આ અધ્યાત્મનિષ્ઠા ! કેવી આ વિરલ વિભૂતિ ! સંયમરક્ષા માટેની જાગૃતિ પૂજ્યશ્રીને કોટથી વિહાર કરી વડાલા જવું હતું સાથે એક મુનિ પણ હતાં. ઈર્યાસમિતિના ઉપયોગપૂર્વક પૂજ્યશ્રી આગળ વધી રહ્યા હતા. અચાનક રસ્તામાં વિહારની વાટે વર્ષ શરૂ થઈ. વિરાધનાના ભયથી બચવા માટે પૂજ્યશ્રી તરત જ રસ્તાની એક દુકાનના છજા નીચે જતા રહ્યા. અડધો કલાક રોકાયા. વરસાદ બંધ પડ્યો. સાથે રહેલા મુનિભગવંતે કહ્યું, “સાહેબ ! વરસાદ બંધ થઈ ગયો છે, આપની આજ્ઞા હોય તો આગળ ચાલીએ.” પૂજ્યશ્રીએ સ્નેહપૂર્ણ શબ્દોમાં કહ્યું, “ભાઈ હમણાં જ વરસાદ બંધ થઈ ગયો છે, તેથી વરસાદનું સચિત્ત પાણી વિખરાયેલું પડ્યું છે. આ તો રાજમાર્ગ છે, લોકો આવ-જા કરે છે. દશ મિનિટ બાદ લોકોની અવર-જવરથી આ પાણી (પ્રાયઃ) અચિત્ત થઈ જશે, પછી ચાલશું.” આ સાંભળતાં સાથેના સાધુ દિગૂઢ થઈ ગયા. પૂજ્યશ્રીની જીવરક્ષા માટેની અને સંયમ રક્ષા માટેની આવી સાવધાની જોઈ અનુમોદના કરતાં થોડીવાર પછી આગળ વધ્યા. કરુણાસાગર - એક દિવસ સાંજના વિહાર હતો. ડામરની સડક હતી. રસ્તા પરનો ડામર પીગળી ગયો હતો. તેમાં એક સાપ ફસાયેલો હતો. છૂટવા માટે તરફડિયાં મારતા એ સર્પને પૂજ્યશ્રીએ જોયો. દયાળુ દિલના દાનેશ્વરી દીનબંધુ એવા ગુરુદેવથી આ દશ્ય જોવાયું નહિ. તરત જ સાથેના એક શ્રાવકને નવકાર સંભળાવવા જણાવ્યું. શ્રાવકે નવકાર સંભળાવ્યો. પોતે પણ નવકાર બોલતા હતા. ર ર ધ સયા પર દયાથી બીજો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ Page #15 -------------------------------------------------------------------------- ________________ આ શુભભાવના અને નવકાર મહામંત્રના પ્રભાવે તરત જ એ સાપ છૂટો થઈને સડસડાટ કરતો પોતાનાં સ્થાન પર ચાલ્યો ગયો. આ જીવને બચાવવાનો તેનો ઉદ્ધાર કરવાનો આત્મિક સંતોષ સાહેબજીના હૃદયમાં સમાતો ન હતો. હૈયાની વિશાળતાને વરેલા પૂજ્યશ્રીએ હાલાર જેવા એકદમ લગભગ ધર્મરહિત ક્ષેત્રમાં વિચરીને લોકોને ઘર્મવાસિત કર્યા, તેમ માલેગામ જેવાં સુધારક ગામને પણ પોતાની સમતા અને સદ્ઘાણી દ્વારા ધર્મનું ઉપાસક બનાવી પરમાત્મા પ્રત્યે શ્રદ્ધાળુ બનાવ્યું હતું. નિંદાનું નામ નહિં. સાથોસાથ સવળી વિચારણા. અવળું બોલે નહિં, અવળું બોલનારનાં વાક્યોને પણ સવળા બનાવી દે અને કોઈપણ લખાણને અંતે નકારાત્મક વાત આવે જ નહિં આ હતી પૂજ્યશ્રીની સાહજિક સિદ્ધિ! નાના કે મોડા કોઈપણ હોય, પહેલાં તેમનું સાંભળે અને પછી તે તે વ્યક્તિની યોગ્યતા મુજબ થોડી અને નાનકડી પણ એવી તત્ત્વચર્ચા મૂકી દે કે જે સામાના અંતરાત્માને કાયમ માટે સ્થિર કરી દે. આવો અનુભવ જે જે પુણ્યાત્માઓને થયો છે તેઓ આજે પણ એવી જ અનુભૂતિ કરે છે. મૈત્રીભાવનો ડંકો વગાડયો. સાધુતાની જ્યોત પ્રસરાવી અને તેથી જ દરેક ગચ્છ સમુદાયમાં તથા સકળસંઘમાં તેઓ અજાતશત્રુઅણગાર તરીકે પ્રખ્યાતિને પામનારા બન્યા. સાધુપદની જવાબદારીને સમજનારા પૂજ્યપાદશ્રીને એમના પૂજ્યોએ વારંવાર આચાર્યપદ માટે આગ્રહ કર્યો છતાં પોતાની નમ્રતાને આગળ કરીને એ જ વિનંતિ કરતા કે મારામાં એ પદની યોગ્યતા નથી ત્યારે વડીલો વિચારતાં કે આ પુણ્યાત્મા આવા મહાનપદને યોગ્ય હોવા છતાં જો એ પદ ન લે તો બીજાને કેમ અપાય, તેથી ત્રણ વખત તો બધાની પદવીઓ બંધ રહી હતી. ધ્યાનયોગને પામેલા પૂજ્યશ્રીના સાન્નિધ્યને સેવનારા આત્માઓ પણ ધ્યાનસ્થ બની જતા અને જીવનમાં એક અનોખી અનુભૂતિ કરી શક્યા હતા. શિષ્ય-પ્રશિષ્યોનાં જીવનમાં સંયમની શુદ્ધિ સાથે અરસપરસ મૈત્રીભાવ વૈયાવચ્ચ, ક્ષમા આદિ ગુણોનું આઘાન કરવામાં એવા સફળ સુકાની બન્યા કે જેથી આજે પણ શિષ્ય-પ્રશિષ્ય પરિવાર ગુરુના માર્ગે આગળ વધી રહ્યો છે. સ્વ-પરોપકારની ભાવનાથી ભાવિતાત્મા પૂજ્ય પંન્યાસજી ભગવંતે ચિતનો-વ્યાખ્યાનો-લેખો તથા પત્રો દ્વારા પોતાના શિષ્ય-પ્રશિષ્યો અને યોગ્ય જિજ્ઞાસુ આત્માઓમાં સંયમભાવ-અધ્યાત્મભાવ-પ્રભુભક્તિભાવની વૃદ્ધિ કરી. સામુદાયિક નવપદજીની ઓળીઓ ઉપધાન ખીરનાં એકાસણાં જેવાં અનુષ્ઠાનોમાં નવકારનો નાદ એવો ગજાવ્યો કે બધાનાં હૈયામાં નવકારના મહિમાને વર્ણવતો પૂર્વસૂરિકૃત આ શ્લોક બેસી ગયો કે, जिणसासणस्स सारो-चउदसपुवाण जो समुद्धारो । जस्स मणे नवकारो-संसारो तस्स किं कुणइ ॥ જે જિનશાસનનો સાર છે, જે ચૌદ પૂર્વમાંથી ઉદ્ભરેલો છે, એવો નવકાર જેના હૈયામાં છે તેને સંસાર કંઈ કરી શકે નહિ. ગમે તે આશયથી આત્મા નવકારનું સ્મરણ કરે તો પણ તેના જીવનમાં નવકાર પુણ્યપ્રકાશ પાથર્યા વિના ન રહે કારણ કે નવકાર સર્વ પાપનો નાશક મંત્ર છે. ૧. તેમાંથી ૫૦ જેટલા પત્રો સચવાઈ ગયેલા, તે અમને પાછાં મળ્યા છે. તેમાં જે પ્રેરણા સદુપદેશનો વાત્સલ્યભર્યો ઘોઘ વહી રહ્યો છે, તે તો જ્યારે વાંચન કરવામાં આવે ત્યારે સ્વાનુભવ-સિદ્ધ થઈ શકે છે. Sત્રલોકથદીપક મહામંત્રાધિરાજો રે, 13 IN Page #16 -------------------------------------------------------------------------- ________________ * * અન્નમાં જો ભૂખ ભાંગવાની શક્તિ હોય, * પાણીમાં જો તરસ દૂર કરવાની શક્તિ હોય, * કપડામાં ટાઢ-લાજ ઢાંકવાની શક્તિ હોય તો * નમસ્કાર મહામંત્રમાં શું ન હોય.? સાપનાં ઝુંડનાં ઝુંડ હોય તો પણ તેને ભગાડવા માટે એક મોરનો ટહુકો બસ થઈ પડે છે. હાથીનાં ટોળે-ટોળાં હોય તો પણ તે ટોળાને વિખેરવા માટે એક સિંહની ગર્જના બસ થઈ પડે છે. લાખ મણ લાકડાના મોટા-મોટા ઢગલાઓને બાળી નાંખવા માટે અગ્નિનો એક કણિયો બસ થઈ પડે છે. બસ તેવી જ રીતે અનાદિકાળથી આત્મા સાથે બંધાયેલાં અને વર્તમાનમાં બંધાતાં કર્મોને જે ખંખેરી નાંખવાં હોય, તો તે માટે ફક્ત એક નવકારમંત્રનું સ્મરણ જ બસ થઈ પડે છે. તેવા નવકારની સિદ્ધિ-પ્રસિદ્ધિ માટે તાત્ત્વિકઅર્થની ભાવનાઓ ભાવી. વર્તમાનમાં છેલ્લાં ઘણાં વર્ષોના ઈતિહાસમાં કોઈ મહાત્માએ જે કાર્ય કર્યું નથી તે કરીને આગમના પ્રેકટીકલ સારતત્ત્વને સમજાવીને આપણને નવકાર સાથે સીધો સંબંધ કરાવી આપ્યો. આવા ગુણોના સ્વામી એવા પૂજ્યપાદશ્રીને પૂર્વના કોઈ અશાતાદનીય કર્મના ઉદયે છેલ્લા ૧૨ વર્ષ તો ખૂબ જ અસ્વસ્થતા રહી. છતાં પણ સમતા સમાધિને ટકાવીને જગત સમક્ષ એક આદર્શ રજૂ કરતા ગયા તે તો પ્રત્યક્ષ જોનારાઓ જ સમજી શકે. છેલ્લાં વર્ષોમાં રાજસ્થાનની પવિત્ર તીર્થભૂમિઓમાં જ વધુ રોકાવાનું થયું. પૂજ્યશ્રીને તીર્થ અને તીર્થંકર પ્રત્યે એવી અવિહડ શ્રદ્ધા હોવાથી શકય હોય તો તીર્થમાં પ્રવેશ દિવસથી અમનો તપ કરે અને ત્યાં કલાકોના કલાકો સુધી ભક્તિ કરે. ત્યાંના પવિત્ર પરમાણુઓ દ્વારા આત્માને સ્થિર કરીને ચિંતન કરે અને તે તો પ્રત્યક્ષ જોનારાઓ જ સમજી શકે. વડીલ પૂજ્યોનાં હૈયામાં શ્રેષ્ઠ મહાત્મા તરીકે સ્થાનમાન પામેલા પૂજ્યશ્રીના હૈયામાં વડીલ પૂજ્યો પ્રત્યે પણ આત્માની એકમેકતારૂપ સંબંધ હતો તેનો એક એવો પ્રસંગ બન્યો કે સંવત...વૈશાખ વદ-૧૧ ની રાત્રે ઊંઘમાં એકાએક એમના મુખમાંથી જોરદાર ચીસ નીકળી ગઈ. બધા જ મહાત્માઓ ભેગા થઈ ગયા. શું થયું? શું થયું? પૂછવા લાગ્યા એટલે ધડકતા હૈયે પૂજ્યશ્રીએ કહ્યું કે મને એક બહુ જ ખરાબ સ્વપ્ન આવ્યું. શું આવ્યું? જાણે કે કોઈ રાક્ષસ મારી અંગત વસ્તુ ઝૂટવીને ચાલતો થયો. તેથી ચીસ નીકળી ગઈ અને સવારના જ સમાચાર મળ્યા કે પૂજ્યપાદ શ્રી પ્રેમસુરીશ્વરજી મહારાજા કાળધર્મ પામ્યા છે. આ છે પૂજ્યોની સાથે આત્માની ઐકયતાનો સંબંધ. છેલ્લાં વર્ષો આત્મસાધનામાં જ પસાર કરતા એવા પૂજ્યશ્રીની તબિયત દિવસે-દિવસે વધુને વધુ નબળી થઈ રહી હતી. શિષ્યો તથા ભક્તોની ભાવના કે પૂજ્યશ્રીની તબિયત અહિં આવી નરમ રહે છે, તો જો ક્ષેત્રમંતર કરીએ તો કદાચ સારું થઈ જાય. પણ સાહેબજીની ભાવના હતી કે છેલ્લી જીંદગી શાંતિમાં અને મરઘરભૂમિમાં જ સમાધિપૂર્વક પસાર કરવી. પરન્તુ પોતાના પરમ ઉપકારી, સંયમદાતા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ આજ્ઞા કરી કે તમારે ગુજરાત આવવાનું છે અને મારી સાથે ચોમાસું કરવાનું છે. બસ ગુરુ આશા તહત્તિ, કોઈ વિકલ્પ જ નહિ. હા, પોતાની ઈચ્છા દર્શાવી, પણ આગ્રહ-કદાગ્રહ નહિ. પિંડવાડાથી પાટણ તરફ વિહાર થયો અને પૂજ્ય ગુરુદેવ સાથે પાટણ ચાતુર્માસ થયું. ગુરુશિષ્યની જોડીએ પાટણમાં એક જબરજસ્ત શાસનપ્રભાવક આરાધના કરી અને કરાવી. જેમ બાળક પોતાની માં પાસે પોતાની બધી જ વાતો કરે તેમ પૂજ્યશ્રી પણ ગુરુદેવ પાસે પોતાને સમાધિ મળવા સંબંધી મુખ્ય વાત કરતા અને પૂજ્યશ્રી પણ સમાધાન આપતા. Sત્રલોકથદીપક મહામંત્રાધિરાજ 14 Page #17 -------------------------------------------------------------------------- ________________ વસમી વિદાય * સફલ જન્મ તે છે કે જેમાં સંયમની પ્રાપ્તિ હોય અને અરિહંતની આરાધના હોય. સફલ જીવન તે છે કે જેમાં સંયમની સાધના હોય અને પ્રભુ આજ્ઞાનું પાલન હોય. સફલ મરણ તે છે કે અંત સમયે બોધિ અને સમાધિ હોય, ભાવિના અનંતજન્મોનો નાશ હોય અને અલ્પ ભવમાં મુક્તિ હોય. જૈનશાસનની આ અનોખી કળાને પૂજ્ય પંન્યાસજી મહારાજ વર્યા હતા. પ્રભુભક્તિ,નવકારનો જાપ, ગુણાનુરાગ, વિનય, વાત્સલ્ય, દાક્ષિણ્ય, દયા, પરોપકાર, સમતા, પરહિત ચિંતન, સકલસત્ત્વહિતાશય, કરુણા, ઔચિત્યપાલન આવું-આવું તો કેટકેટલું જૈનશાસનનું ઝવેરાત આ પ્રાજ્ઞપુરુષે સાધના દ્વારા જીવનમાં સિદ્ધ કર્યું અને સાધકોનાં જીવનમાં સંપ્રદાન કર્યુ, અનેકોના પથદર્શક બન્યા. * એમની જીવન જ્યોતિનો ઝળહળતો પ્રકાશ સાધનામાર્ગે, સંયમમાર્ગે, પરમાત્માના પરમાનંદમાર્ગે પથરાતો અનેકોનાં અંતરને અજવાળતો જીવનમાં પ્રેરણારૂપ બની રહ્યો. આયુષ્યની અવધિ પૂરી થવા આવી, કાળ પણ આ મહાપુરૂષનો સત્કાર કરવા તત્પર બન્યો, મૃત્યુ પણ આ સંતને ગોદમાં લેવા તલપાપડ બન્યું અને આવ્યો વૈશાખ માસ વિ. સં. ૨૦૩૬ દિવસો પસાર થતા જાય છે, ત્યાં જ વૈશાખ સુદ-૧૦ ના દિવસે તબિયતમાં પલટો આવ્યો. સાહેબજી, સાવધાન બન્યા. વૈશાખ સુદ-૧૨ ને રવિવારે તબિયતે વળાંક લીધો, કફ વધ્યો, તે સાથે શ્વાસની તકલીફ પણ વધી, હેડકી શરૂ થઈ, યોગ્ય ઉપચાર ચાલુ થયા, પોતે ખૂબ સજાગ બન્યા. અંગૂઠો આંગળિયો પર ફરતો. મુખ નવકાર રટતું, હૈયે એનો ગુંજારવ અડતો અને આત્મભાવને ઘૂંટતો. ભલભલાને ચકિત કરે તેવી પ્રસન્નતા, સ્વસ્થતા અને સમતા સાથે કોઈ અપૂર્વ કોટિના દિવ્ય ચમકારા ચહેરા પર જોવા મળતા. ડૉકટર જીવણભાઈ વગેરે ખડે પગે સેવામાં તત્પર હતા. પૂ. શ્રી વજ્રસેનવિજયજી મ. સા. સારવારની ખૂબ જ કાળજી રાખતા. ત્યાં ડૉકટર જીવણભાઈ તરફથી સૂચન મળ્યું કે હવે સાવધાન રહેવા જેવું છે. સૂચન મળતાં પૂજ્ય પં. શ્રી પ્રદ્યોતનવિજયજી, પૂજ્ય મુનિરાજ શ્રી કુંદકુંદવિજયજી આદિ મુનિભગવંતો નવકારમંત્ર, ચત્તારિમંગલં આદિ આરાધનાનાં યથાયોગ્ય પ્રેરકસૂત્રો અપ્રમત્તભાવે સાહેબજીને સંભળાવી રહ્યા. પૂ. મુનિશ્રી વજ્રસેનવિજયજી, તથા પૂ. મુનિશ્રી જિનસેનવિજયજી આદિ મહાત્માઓ ખડે પગે સાહેબજીની સેવામાં હાજર હતા. વૈશાખ સુદ-૧૩ સોમવારના મુમુક્ષુશ્રી વેલજીભાઈની દીક્ષા હતી. તે નિમિત્તે પૂજ્યશ્રીએ વેલજીભાઈ પર વાસક્ષેપ નાખી, આશીર્વાદ પણ આપ્યા. અજવાળી ચઉદશનો દિવસ ઊગ્યો. મંગળવારે અશક્તિ ખૂબ જ જોવા મળી. વા૫૨વાની લેશ પણ ઈચ્છા નહિ. છતાં મુનિવર્યોના આગ્રહથી થોડું વાપર્યું. બપોરે પડિલેહણ વગેરે ક્રિયા કરી, પડિલેહણના આદેશ માંગ્યા, તબિયત અતિ નબળી પડી અશક્તિ વધી. ત્રૈલોચદીપક-મહામંત્રાધિરાજ 15 Page #18 -------------------------------------------------------------------------- ________________ અસ્વસ્થતાનાં એંધાણ વધુ દેખાવાં લાગ્યાં. સમય ઘડિયાળના ટક...ટેક...ટક અવાજ સાથે વહેવા માંડયો. કલાક ઉપર કલાક વીતવા માંડયા, શ્વાસની તકલીફ ખૂબ વધી ગઈ, છતાં પૂજ્યશ્રી ખૂબ જ જાગૃત અને સમાધિદશામાં દેખાયા. શિષ્યગણ “નવકાર', “ચત્તારિ મંગલ', “ખામેમિ સવ્ય જીવે' આદિ અવસરઉચિત આરાધનાનાં સૂત્રો સંભળાવવામાં અપ્રમત્ત બન્યો. દિવસ ઢળ્યોને સાંજ પડી. છ વાગે પૂ. શ્રી કુંદકુંદવિજયજી, મુનિશ્રી વજસેનવિજયજી, મુનિશ્રી જિનસેનવિજયજી, મુનિશ્રી ચારિત્રભૂષણવિજયજી અને મુનિશ્રી રત્નસેનવિજયજી આદિ પાંચ મુનિભગવંતો તથા ચંદ્રકાંત અને હું એમ ૭ જણાએ પૂજ્યશ્રી સાથે પ્રતિક્રમણ શરૂ કર્યું. પ્રતિક્રમણની બધી ક્રિયાઓ કરી, દરેક કાઉસ્સગ્ન કર્યા, બધા કાઉસ્સગ્ગ પૂજ્યશ્રી સ્વસ્થતાપૂર્વક પારતા. સકલસંઘને મિચ્છામિ દુક્કડં દીધા. પછી માત્રુ કરવાની શંકા થઈ, પાટ પરથી જાળવીને નીચે બેસાડવામાં આવ્યા, સ્વસ્થતા પૂર્વક માત્રુ કર્યું, પછી પાછા પાટ પર બેઠા, તે સમયે મુનિભગવંતોએ પૂજ્યશ્રીને પ્રાર્થના કરી કે “જો આપ બે મિનિટ પાટ પર બેસો તો ગળામાં જે કફ અટકયો છે તે છૂટો થાય” ત્યારે પૂજ્યશ્રી બોલ્યા, “હવે આ છેલ્લો સમય છે' આટલું કહીને પૂજ્યશ્રી પાટ પર પગ લાંબા કરી બેસી ગયા, સજાગ અને સાવધાન બની ગયા. સહુ સાથે સમાપના કરી. તેમાં જે કફનો અવાજ આવતો હતો, તે ધીરે ધીરે મંદ પડવા લાગ્યો. બધા મહાત્માઓ ખુશ થયા કે હાશ ! આપણા ગુરુજીને રાહત થઈ, પણ એ રાહત ઠગારી નીકળી, કારણ કે પૂજ્ય મુનિરાજ શ્રી વજસેનવિજ્યજી મહારાજે પૂજ્યશ્રીની નાડી તપાસી અને એક મિનિટમાં તો એમની ચીસ નીકળી કે ગુરુ મહારાજ ! નાડી જાય છે પોતાના પ્રાણપ્યારા પરમગુરુદેવની છેલ્લા પંદર-પંદર વર્ષથી ખડે પગે અપ્રમત્તભાવે સેવા કરીને પોતાને ગુરુજીમાં વિલીન કરી દીધા હતા, તે ગુરુજીની નાડી મંદ પડે, વિયોગની વસમી વેળા નજર સમક્ષ આવે અને એ ભક્ત શિષ્યની ચીસ નીકળે તેમાં નવાઈ ન હતી. તરત જ મુનિશ્રી કુંદકુંદવિજયજીએ સાહેબજીના કાન પાસે મુખ રાખી શ્રી નમસ્કારમહામંત્ર સંભળાવવાનું ચાલુ કર્યું. સૌએ નવકાર મહામંત્રની ધૂન ચાલુ કરી અને પૂજ્ય મુનિરાજ શ્રી વજસેનવિજયજી મહારાજ પોતાના પ્રાણપ્યારા ગુરુમહારાજને બચાવવા બહાર જઈને તુરત ઈજેકશન તૈયાર કરી પાછા આવ્યા. એમના પગમાં જોર આવ્યું. હૈયામાં ધ્યાન એક જ હતું કે મારા ગુરુમહારાજને બચાવી લઉં...બચાવી લઉં....ઇજેકશન આપ્યું. છતાં પણ નાડી ધીમી થતી જતી હતી. અને શરીર પર પરસેવો થયો. શ્વાસ મંદ પડતો ગયો, આઠના ટકોરા થયા, ત્યાં એકાએક પૂજ્યશ્રીની બંને આંખો ખૂલી ગઈ. તે વાત્સલ્ય વરસાવતી ખુલ્લી સૌમ્ય આંખો. પરમ તેજનો પ્રકાશ પાથરતી હતી અને આરાધનાનું અમૃત વરસાવતી હતી. ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ 16. Page #19 -------------------------------------------------------------------------- ________________ અંતિમ સમયે એ જ અમૃતનું સર્વને દાન કરતી સજાગ બની. સર્વ જીવોને ખમાવતાં-ખમાવતો, નમસ્કાર મહામંત્રનું રટણ-શ્રવણ કરતાં કરતાં, ધૂન સાંભળતાં સાંભળતાં ખૂબ જ સમાધિપૂર્વક રાતના આઠ કલાક દશ મિનિટે તે સજાગ આંખો સદાયને માટે મીંચાઈ ગઈ ! મૃત્યુ મંગલમય બન્યું. “સમાધિને વર્યું! ડૉ જીવાણલાલ. વી. શાહે જાહેર કર્યું: “તેમણે દેહ છોડ્યો છે' પૂ. શ્રી પ્રદ્યોતનવિજયજી મહારાજ તથા પૂ. શ્રી કુંદકુંદવિજયજી મહારાજ વગેરે મુનિભગવંતોએ પોતાના અસીમ ઉપકારી ગુરુદેવનો પાર્થિવદેહ શ્રી સંઘને વિધિપૂર્વક સોંપ્યો. શ્રી સંઘના આગેવાનોએ સૌનાં દર્શન માટે પૂજ્યશ્રીના દેહને શ્રી નગીનભાઈ પૌષધશાળા હોલમાં આસનસ્થ કર્યો. આંસુભરી આંખે સહુ આવતા, ડૂસકાં ભરતા, વંદન કરતા, વાસક્ષેપ કરતા અને ભારે હૈયે આઘા ખસતા, મુંબઈ, અમદાવાદ, સુરત આદિ ગુજરાતના શહેરોમાંથી મહારાષ્ટ્ર, સૌરાષ્ટ્ર, મારવાડ-જામનગર-આદિ પ્રદેશોમાંથી અનેક ભાવિક આત્માઓ પૂજ્યશ્રીની અંતિમ સંસ્કાર યાત્રામાં ભાગ લેવા આવી પહોંચ્યા હતા. પાટણ જિન ભક્તોથી-ગુરુભકતોથી ઊભરાઈ ગયું હતું. જેવા હેતભાવથી પાટણે પોતાના પુત્રરત્નને આવકાર્યો હતો, તેવા જ આદરભાવથી તેને વિદાય આપવા તત્પર બન્યું. કોઈના પણ દબાણ વિના સ્વેચ્છાએ પાટણનાં બજારો બંધ રહ્યાં, ધંધા બંધ રહ્યા, દુકાનો બંધ રહી. પાટણના એક પનોતા પુત્રને ગુમાવ્યાના દુઃખે સર્વની આંખોમાંથી અશ્રુબિન્દુઓ ટપકતાં રહ્યાં. સુશોભિત જરિયાન પાલખી તૈયાર થઈ. ધર્મ રત્નને ધારણ કરનાર પૂજ્યશ્રીના પાર્થિવ દેહને ખભા ઉપર ધારણ કરવા માટે ઉલ્લાસી શક્તિસંપન્ન ભાઈઓએ ચઢાવા લીધા. વાજિંત્રોએ શોક-સંગીત શરૂ કર્યું, વિશાળ માનવમેદની વચ્ચે ભવ્ય પાલખીને પુણ્યશાળીઓએ ખભા પર લીધી અને જય જય નંદા” “જય જય ભદા'ના જયઘોષની સાથે બપોરના બારના ટકોરે પાલખી નીકળી. દશ્યનજરે નિહાળનારનું હૃદય હચમચી ઊઠતું. રસ્તે અનુકંપાદાન ચાલુ હતું. રસ્તો ગુલાલથી રંગાઈ ગયો હતો. મારગમાં ઊભેલા સહુ કોઈ પૂજ્યશ્રીના પરોપકારમય જીવનને પ્રેમથી પ્રણામ કરતા હતા. શ્રી જૈનશાસન અમર તપો” “પૂ. પંન્યાસજી મહારાજ અમર તપો' ના ગગનભેદી નાદ સાથે તેઓશ્રીના સંસારી પુત્ર શ્રી જીતુભાઈએ ધ્રૂજતા હાથે, રડતા હૈયે, ભક્તિ ભરી આંખે, પોતાના સાંસારિક પિતા ગુરુદેવને પ્રથમ અગ્નિસંસ્કાર કર્યો. પછી અનેક ભાવિકજનોએ પૂજ્યશ્રીને છેલ્લા પ્રણામ કરીને અગ્નિને સ્વધર્મ બજાવવામાં સહાય કરી. વાતાવરણમાં વેદના વ્યાપી ગઈ. હજારો હૈયાને રડતાં મૂકીને પૂ પન્યાસજી મહારાજનો પાર્થિવ દેહ અગ્નિમાં અદશ્ય થયો. અક ધર્મપ્રેમી આત્માઓને શોકસાગરમાં ડુબાડીને જૈનસંઘનો આધ્યાત્મિક પ્રકાશપૂંજ અસ્ત પામ્યો એક મહા શાસન-દીપક બુઝાઈ ગયો. પ.પૂ. પંન્યાસજી મહારાજ' વિશ્વમાંથી વિદાય થયા. પ...ણ...જિનભક્તિના શ્વાસે અને જીવમૈત્રીના ઉચ્છવાસે પૂજ્ય ગુરૂદેવ એક દેહ નહિ, પણ હજાર દેહોમાં, હજારો ભક્તોમાં, હજારો સાધકોનાં હૃદયમાં..રમતા રહ્યાં... વૈલોકયદીપક મહામંત્રાધિરાજ 17 Page #20 -------------------------------------------------------------------------- ________________ જન્મથી માતાને ધન્ય બનાવ્યાં, દિક્ષા સ્વીકારથી ગુરુને ધન્ય બનાવ્યા, દીક્ષાના પાલનથી શાસનને ધન્ય બનાવ્યું, દીક્ષાઓ આપીને શિષ્યોને ધન્ય બનાવ્યા, * સાધનામય જીવન જીવીને આત્માને ધન્ય બનાવ્યો અને આરાધનામાર્ગ આપીને અનેકને ધન્ય બનાવ્યા. ધન્ય હો...ધન્ય હો...આપને.... આપ અજાતશત્રુ ઠર્યા, અરિહંતભાવની પરિણતિથી... સમતામૂર્તિ ઠર્યા, સિદ્ધપદની સાધનાથી... અધ્યાત્મમૂર્તિ કહેવાયા, આત્માના સતત અનુસંધાનથી. આપની વિદાયથી શ્રી ચતુર્વિધસંધમાં, સમુદાયમાં અને શાસનમાં ન પુરાય તેવી ખોટ પડી. આપે પચાસ વરસ સુધી સંયમનું સામ્રાજ્ય ભોગવ્યું. ભવ્ય જીવોનાં યોગક્ષેમને કરતા આપ ચાલ્યા...ગયા.. છતાં...આપ નથી...એમ તો કેમ કહેવાય....? પ્રાણ થકી પ્યાર હે ગુરુદેવ...! આપ જન્મ્યા પાટણમાં, જીવ્યા જગતમાં, આપનો જન્મ પાટણમાં, દીક્ષાનું પ્રથમ ચાતુર્માસ પાટણમાં, દીક્ષાનું અંતિમ ચાતુર્માસ પાટણમાં, દેહવિલય પાટણમાં અને અંતિમ અગ્નિસંસ્કાર પણ પાટણમાં...! તીર્થભૂમિ પાટણે આપની આખરી વિદાયનું એક પવિત્ર આલંબન પામને પોતાની પવિત્રતામાં વધારો કર્યો અને ભાવિક આત્માઓને પવિત્ર થવા માટેનું એક વધુ આલંબન પૂરું પાડયું. તે પૂજ્યશ્રીના * ભાલમાં ભવ્યતા, * નયનોમાં દિવ્યતા, હૈયે અને વચનમાં કોમળતા, પગલામાં પવિત્રતા, વ્યવહારમાં સમતા, આત્મામાં તલ્લીનતા, * દષ્ટિમાં શીતળતા, * પ્રકૃતિમાં પ્રસન્નતા અને * સ્વભાવમાં શાંતતા હતી. તો એમના જીવન દ્વારા ઉપદેશ આપનાર આત્મદષ્ટા એવા આ મહાપુરુષની * આંખમાં અમૃત હતું, * વાણીમાં મધુરતા હતી, * દષ્ટિ ગુણગ્રાહી હતી, * હૈયે સહુનું હિત થાય તેવું હેત હતું, રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ 0 18 Page #21 -------------------------------------------------------------------------- ________________ * કરુણાથી ભરેલું કોમળ હૃદય હતું, * સકલસત્વનું હિત ધરાવતો આશય હતો, * રગેરગમાં, રોમે-રોમમાં નવકારની પરિણતિ હતી, * મનનશીલ મન હતું, * ચિત્તમાં ચિંતન હતું અને * અહં અહરૂપ હતો. ત્યારે આ ગુરુદેવ આપ...! * પવિત્ર મુખમુદ્રા, * વિશુદ્ધ દિનચર્યા, * પરિમિત બોલવાની આગવી ઢબ, * અદ્ભુત ચિંતન, * લખવાની અનોખી રીત, * સારા-નરસા, અનુકૂળ-પ્રતિકૂળ પ્રસંગોમાં ચિત્તની સમતુલા, * અખંડ પ્રસન્નતા-શાંતિ, * પ્રત્યેક વ્યક્તિ સાથે મૈત્રીભાવનો ઉષ્માભર્યો વ્યવહાર, * શુદ્ધિ-ભક્તિ અને મૈત્રી જેવા શ્રેષ્ઠ ગુણો, * પ્રશમરસનિમગ્ન, ધ્યાનસ્થ નીચાં ઢળતાં નયનો, * સદાયે સ્મિતથી ભરેલું છતાં ગંભીર મુખડું, પદ્માસનયુક્ત વિશાળ પલાંઠી, * વાત્સલ્યની વહેતી ગંગોત્રી સમું હૈયું, આજાનુબાહું-લાંબા હાથ, * સૌમ્ય-પ્રસન્ન આત્મસ્પર્શી આકૃતિ અને * હૈયામાં પ્રભુની પ્રીત જેવી અનેક વિશેષતાઓના જેઓ સ્વામી હતા. એવા ઓ...! પરમ ગુરુદેવ...આપને... અનંત અનંત નમસ્કાર હો...!!! -સંકલક : મુનિ હેમપ્રભાવિજય (૧. પૂજ્યપાદશ્રીના જીવનમાં ડોકિયું કરીને તેમાંથી ફકત એક સામાન્ય અંશ જ અહિં બતાવી શકાયો છે અને તે પણ એટલા માટે જ કે કૈલોક્યમાં દીપકસમાન નમસ્કાર મહામંત્રને આવી દિવ્યતાપૂવર્ક પ્રગટ કરનાર મહાપુરુષ કોણ હશે એવો પ્રશ્ન અપરિચિતોને થાય તેથી એમના પરિચયમાં નહિ આવેલાને તેમના જીવનની આછેરી ઝલક મળે તે આશયથી ટુંકમાં જીવન પ્રસંગો જણાવેલ છે. વિશેષ “પૂજ્ય પંન્યાસજી મહારાજા” નામના ચરિત્રગ્રંથમાંથી જાણી શકાશે.) ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ Page #22 -------------------------------------------------------------------------- ________________ " भावनानुगतस्य ज्ञानस्य तत्त्वतो ज्ञानत्वादिति” ♦ ધર્મબિન્દુ અધ્યાય-૬/૩૦ જ્ઞાન એ વસ્તુતંત્ર છે, અને ભાવના એ પુરુષતંત્ર છે. જ્ઞાન વસ્તુને અનુસરે છે, જ્યારે ભાવના પુરુષના આશયને અનુસરે છે. જે પુરુષ પોતાના આત્માને શીઘ્રપણે કર્મથી મુકાવવા ઈચ્છે છે, તે પુરુષ તેના ઉપાયરૂપ જ્ઞાનને માટે જેમ ઉદ્યમ કરે છે, તેમ તેના ઉપાયભૂત ભાવનાને માટે પણ સદા પરિશ્રમ કરે છે. જ્ઞાનથી આત્માના શુદ્ધસ્વરૂપને જાણી શકાય છે. ભાવનાથી આત્માના શુદ્ધસ્વરૂપને પામી શકાય છે. જ્ઞાન પમાય છે પણ આત્મસ્વરૂપને પામવા માટેની ભાવનાનો આશ્રય ન લેવાય તો મેળવેલું જ્ઞાન ફળહીન બને છે. પ્રસ્તાવના જ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિ સમતાસ્વરૂપ છે. સમતા સકલસત્ત્વહિતાશયરૂપ છે. સકલસત્ત્વહિતાશય ભાવનાથી લભ્ય છે. સર્વજીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ આપ્યા વિના, આત્મતુલ્ય સ્નેહના પરિણામ જગાડયા વિના, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્ય ભાવ લાવ્યા વિના હિતાશય ટકતો નથી અને તેના વિના સમતા ટકતી નથી. સમતા વિના વિરતિ ફળતી નથી. વિરતિ વિના જ્ઞાન વંધ્ય બને છે. જ્ઞાનનો વિષય જ્ઞેય છે. ભાવનાનો વિષય ધ્યેય છે. તે ધ્યેયરૂપે સર્વજીવ રાશિ અને તેમનાં સુખદુઃખ પણ છે. જે સુખ પોતાને અભીષ્ટ છે તે સુખ સર્વને મળે અને જે દુઃખ પોતાને અનિષ્ટ છે, તે કોઈને ન મળે એ જાતનો ભાવ જાગ્યા વિના પુરુષની શુદ્ધિ કેવી રીતે થાય ? ઈર્ષા-અસૂયાદિ ચિત્તના મળો કેવી રીતે નાશ પામે ? પરમાત્માની ભક્તિમાં નડતા વિક્ષેપો કેવી રીતે દૂર થાય ? સમસ્ત પ્રદેશે કર્મના ભારથી ભરેલો આત્મા હલકો કેવી રીતે બને ? વાસનાના જોરથી પરાભૂત થયેલો આત્મા વાસના નિર્યુકત કેવી રીતે થાય ? માટે જ્ઞાનના સ્થાને જ્ઞાનનું જેટલું માહાત્મ્ય છે, તેટલું જ ભાવનાના સ્થળે ભાવનાનું માહાત્મ્ય છે અને તેટલું જ ચારિત્ર, વિરતિ કે સર્વસાવઘના ત્યાગના સ્થાને તેના પ્રત્યાખ્યાન અને પાલનનું માહાત્મ્ય છે. એકબીજાના સ્થાને એકબીજાની નિરૂપયોગિતા ભલે હો પણ પોતપોતાના સ્થાને દરેકનું એકસરખું મહત્વ છે. અજ્ઞાનીજીવ ભવ કેવી રીતે ત૨શે એ જેમ પ્રશ્ન છે, તેમ ભાવનાહીન કે વિરતિશૂન્ય જીવ પણ કેવી રીતે ભવને તરશે એ પણ તેટલો જ મહત્ત્વનો પ્રશ્ન છે. જ્ઞાન કે વિરતિ ક્વચિત્-કદાચિત્ સર્વસુલભ ન હોય તોપણ વિવેકયુકત માનવ જન્મમાં ભાવના તો સર્વસુલભ છે. શ્રી જિનાગમમાં નમસ્કારમહામંત્રને પ્રથમસ્થાન આપવામાં આવ્યું છે. તેનું કારણ પણ હવે સમજાશે નમસ્કારમહામંત્ર માત્ર જ્ઞાનનો વિષય નથી, પણ જ્ઞાનની સાથે ભાવનાનો વિષય છે. મહામંત્રને જાણી લીધો પણ મંત્ર મુજબ ભાવની વિશુદ્ધિ ન થઈ, પરમેષ્ઠિઓનો જેવો ભાવ છે, તેવો ભાવ પોતાને ન સ્પર્શો તો તે મંત્ર કેવી રીતે ફળે ? મંત્રમાં ‘શેય’ અને ‘ધ્યેય’ ની યથાર્થતા ઉપરાંત ‘જ્ઞાતા' અને ‘ધ્યાતા'ની વિશુદ્ધિ પણ આવશ્યક છે. ધ્યાતાની વિશુદ્ધિ ભાવનાના બળ ઉપર આધાર રાખે છે. જ્ઞાન ન મળવાથી જેમ અજ્ઞાનનો અંધકાર વ્યાપે છે, તેમ ભાવના ન વધતાં કર્તવ્યહીનતાનો-કર્તવ્યભ્રષ્ટતાનો દોષ આવે છે. ધર્મીમાત્રનું કર્તવ્ય છે કે તેની ભાવના સર્વજીવના હિતવિષયક હોવી જોઈએ. તેમાં જેટલી કચાશ તેટલી તેના ધર્મીપણામાં કચાશ. કર્ત્તવ્યહીન થતાં બચવા માટે સર્વજીવ વિષયકહિતની ભાવના અને એ ભાવનાપૂર્વક યથાશક્યવર્તનની અપેક્ષા છે. વર્તનમાં ઓછા-વત્તાપણું હોય તો તે આલોચનાદિથી શુદ્ધિ થઈ શકે. ભાવનામાં ન્યૂનતા માટે ભાવનાની પૂર્ણતા સિવાય બીજી કોઈ આલોચના નથી. બીજું કોઈ પ્રાયશ્ચિત્ત નથી. લૌકિકમાં જેમ કૃતઘ્નને કૃતજ્ઞતા સિવાય શુદ્ધિ માટે બીજું કોઈ પ્રાયશ્ચિત માન્યું નથી, તેમ લોકોત્તરમાં નમસ્કારભાવ વિના, સર્વજીવોના હિતાશય વિના, સર્વ જીવો પ્રત્યે સ્નેહભાવ વિકસાવ્યા કે અનુમોદ્યા વિના બીજું કોઈ પ્રાયશ્ચિત નથી કે શુદ્ધિકરણનો બીજો કોઈ ઉપાય નથી. ત્રૈલોક્યદીપક-મહામંત્રાધિરાજ 20 Page #23 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન બીજાને જાણવા માટે છે, ભાવના પોતાને સુધારવા માટે છે.તમામ જગત ને જાણ્યા પછી પણ પોતાની જાતને સુધારવાની ભાવના ન જાગે તો તે જ્ઞાન વડે શું? પોતાની જાતને સુધારવા માટે નમસ્કારભાવ, ક્ષમાપનાભાવ, સકલસર્વ હિતનો કે તેના અનુમોદનનો ભાવ લાવ્યા સિવાય બીજો કોઈ માર્ગ નથી. તેથી જ શ્રી નમસ્કાર મહામંત્રને સકલ આગમમાં પ્રથમ અને પ્રધાન સ્થાન આપ્યું છે. ચૂલિકા સહિત તેને મહાદ્યુતસ્કંધ કહ્યો છે. પ્રથમ કે પ્રધાનસ્થાન એટલા માટે કે તેમાં ભવ્યત્વપરિપાક કરવાનાં સઘળાં સાઘનો એક સાથે ગૂંથી લેવામાં આવ્યાં છે. જીવને કર્મના સંબંધમાં આવવાની અનાદિયોગ્યતારૂપ સહજભાવમલને ઘટાડવા માટે જરૂરી સઘળી સામગ્રીનું સેવન એક સાથે તેના વડે થઈ જાય છે. પાપને પ્રશંસવાથી, ઘર્મને નિંદવાથી અને પરમશ્રદ્ધેય તથા અનન્ય શરણભૂત અરિહંતાદિ ચારને નહિ નમવાથી, અનન્યભાવે તેમના શરણે નહિ રહેવાથી અને તેમના સિવાય અશરણભૂત એવા સમગ્ર સંસારને ભરોસે-શરણે રહેવાથી જીવની અપાત્રતા, અયોગ્યતા અને ભવભ્રમણશક્તિ વધે છે, તેનાથી વિરુદ્ધ પાપને નિંદવાથી, ધર્મને પ્રશંસવાથી અને અનન્યભાવે અરિહંતાદિ ચારના શરણે રહેવાથી મુક્તિગમન યોગ્યતા વધે છે, સદ્ગુણ વિકાસ અને સદાચાર નિર્માણ આપોઆપ થવા લાગે છે. શ્રી નવકારમાં ‘નમો’ પદ દુષ્કૃતગઈ અર્થમાં, ‘હું પદ સુકૃતાનુમોદન અર્થમાં અને “તાનું પદ શરણગમન અર્થમાં છે. અથવા મહાશ્રુતસ્કંધના પ્રથમ પાંચ પદ ચતુર શરણગમન અર્થમાં અને ચૂલિકાના પહેલાં બે પદ દુષ્કૃતગર્તા અર્થમાં અને છેલ્લાં બે પદ સુકૃતાનુમોદન અર્થમાં કહ્યાં છે. એ રીતે ભાનપૂર્વક ( conselously ) અને ભાવપૂર્વક (Devotionally ) નમસ્કારનું સ્મરણ તથા રટણ સતત થતું રહે તો જીવને ભાવઘર્મની સિદ્ધિ થાય છે– ભાવધર્મની સિદ્ધિ માટેનાં ચાર અંગો કહ્યાં છે, તેથી તેમાં સુંદર વિકાસ થાય છે. કહ્યું છે કે - 'रत्नत्रयधरेष्वेका भक्ति स्तत्कार्यकर्म च । शुभैकचिन्ता संसारजुगुप्सा चेति भावना ॥१॥ ત્રિષષ્ઠિશલાકાપુરુષચરિત્ર, પ્રથમ પર્વ (કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિવિરચિત) (૧) રત્નત્રયધરને વિષે અનન્ય ભક્તિ, (૨) તેમની સેવા, (૩) સર્વને માટે શુભની જ એકચિત્તા તથા (૪) ચતુર્ગતિરૂપ અથવા ચાર કષાયરૂપ સંસારની ગુપ્સા, એ ભાવધર્મનાં ચાર અંગો છે. ભાવધર્મનાં આ ચારે અંગો શ્રી નમસ્કાર મહામંત્રના આરાઘન વડે વિકસે છે તેથી ધર્મના અર્થી જીવમાત્ર માટે તેનું આરાઘન-આલંબન અનિવાર્ય છે. આવા શ્રેષ્ઠ નમસ્કાર મહામંત્રને ચૌદપૂર્વનો સાર કહ્યો છે એની ઝાંખી કરાવતા પદાર્થોને અહિ જુદીજુદી રીતે વિવિધ અપેક્ષાઓપૂર્વક જણાવ્યા છે. આગમો તથા પ્રકરણગ્રંથોના અનુસારે નમસ્કારના મહિમાને જણાવીને એનું અર્થગાંભીર્ય જણાવવા દ્વારા વિશિષ્ટતા પ્રગટ કરી છે. ઉપરાંત નય-નિપાથી નમસ્કાર કેવી રીતે મહાન અને મુખ્ય છે તે આ ગ્રંથમાં જણાવવામાં આવ્યું છે. એવા નમસ્કારના ચિંતનનાં પઠન દ્વારા આપણે સૌ નમસ્કારમય બનીએ એ જ અભ્યર્થના. “શુમં ભવતુ સર્વેષાં” - પ. ભદ્રકવિજયજી ગણિવર ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ [ 24 AM Page #24 -------------------------------------------------------------------------- ________________ અ. નુ.. ..મ...ણિ...કા... વિષય પૃષ્ઠ વિષય ક જ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર સાથે શ્રી આત્મરક્ષાકર ‘વજપંજરાખ્યું મહાસ્તોત્રમ્ ભાવાર્થ સહિત આદર્શ શ્રી મહાનિશીથસૂત્રોકત નામ ગ્રહણનો વિધિ અને ફળ (ચિંતન) નમસ્કાર મહામંત્ર(સંક્ષિપ્ત પરિચય) અરિહંતનું સ્વરૂપ ભવઅટવીમાં સાર્થવાહ ભવસમુદ્રમાં નિર્યામક છિ કાય જીવોના ગોવાળ અરિહંત શબ્દના પાઠાંતરો અરિહંતપદનું વિશેષ આખ્યાન સિદ્ધપદનું વિશેષ આખ્યાન આચાર્યપદનું વિશેષ આખ્યાન ઉપાધ્યાયપદનું વિશેષ આખ્યાન સાધુપદનું વિશેષ આખ્યાન નમસ્કારમંત્રની ચૂલિકાનું આખ્યાન નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર શ્રી પંચપરમેષ્ઠિવિષયકપ્રશ્નોત્તરી શ્રી નવકારમંત્રનો પ્રભાવ અને નયોનું નિરૂપણ શ્રી નવકારમંત્રની ઉત્પત્તિ નિયવાદ નૈગમનય નિલન'નું ઉદાહરણ [‘પ્રસ્થક' નું ઉદાહરણ ગ્રામ'નું ઉદાહરણ સંગ્રહનય વ્યવહારનય સુત્રનય શબ્દનય સમભિરૂઢનય ૨ | એવંભૂતનય પરસ્પરવિરોધનું સમાધાન અનાદિકાલીન મંત્ર (ચિંતન). નમસ્કારની ઉત્પત્તિ સામાન્યવાદિનો મત વિશેષવાદિઓનો મત નિત્યાનિત્યત્વસિદ્ધિ જ્ઞાનની નિત્યત્વસિદ્ધિ શબ્દની નિત્યત્વ સિદ્ધિ જ્ઞાનની અનિત્યત્વસિદ્ધિ શબ્દાદિની અનિત્યત્વસિદ્ધિ ઉત્પત્તિનાં ત્રિવિધ નિમિત્તો સોનાની વીંટી (ચિંતન) નિક્ષેપદ્વાર નામ અને સ્થાપના દ્રવ્યનમસ્કાર * ભાવનમસ્કાર નિક્ષેપનો નવો વડે વિચાર પદદ્વાર પદાર્થદ્વાર નમસ્કારની પ્રરૂપણા નિર્દેશ સ્વામિત્વ નૈગમ-વ્યવહારનો ઉત્તર | સંગ્રહનયનો ઉત્તર ઋજુસુત્રનયનો ઉત્તર | શબ્દાદિનયોનો ઉત્તર સાધન અધિકરણ સ્થિતિ વિધાન નવપ્રકારે પ્રરૂપણા ૩૯ સંખ્યાદિ પ્રરૂપણા દ્વારા Nલોયદીપક-મહામંત્રાધિરાજ Page #25 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય ૫૪ નમસ્કારની વસ્તુ માર્ગહેતુ સાર્થવાહ નિર્યામક મહાગોપ રાગ-દ્વેષાદિને નમાવનારા ભાવરાગ દ્વેિષને નમાવનારા કષાયને નમાવનારા ઈન્દ્રિયોને નમાવનારા દ્રવ્યન્દ્રિય ભાવેન્દ્રિય ઈન્દ્રિયોની પ્રાપ્તિનો ક્રમ પરિષદોને નમાવનારા ઉપસર્ગોને નમાવનારા શ્રી સિદ્ધપરમાત્મા શ્રીઆચાર્યભગવંતો શ્રી ઉપાધ્યાયભગવંતો શ્રી સાધુભગવંતો નમસ્કારનું પ્રયોજન અને ફળ વીતરાગીના નમન-પૂજાદિથી મળતાં ફળવિષયક પ્રશ્નોત્તરી મંગલમ્ (ચિંતન) શ્રી નવકારનું ઉપધાન નમસ્કાર અને નમસ્કાર્યનું સ્વરૂપ ભાવથી નમન કોણ કરી શકે? વન્દનાની મહત્તા સર્વપ્રધાન શ્રી નવકાર નિયુકિત અને વ્યાખ્યામાં પ્રથમ અમોઘ અવલંબન જ્ઞાતા-અજ્ઞાતા ઉભયને ઉપકારક ઉપઘાનની આવશ્યકતા ઉપધાનનું વિધાન (શાસ્ત્રપાઠ સહિત) ઉપધાનને નહિ માનનાર આજ્ઞાવિરાધક જીવનનો એક અપૂર્વ લહાવો (ઉપધાન તપ) ૫૪ | વિધિની રૂપરેખા ઉપદેશક અને ઉત્તરસાધક ૫૪ ચિત્તની એકાગ્રતા કયારે થાય? (૫૪| નમસ્કારનું ધ્યાન ૫૪ [ ધ્યાન કોને કહેવાય? ૫૫ ધ્યાનનો સુખદુઃખ સાથે સંબંધ | વિષયોમાં શુભાશુભની કલ્પના ૫૫] ચૈતન્યના ત્રણ વિભાગો સાલંબનધ્યાન પવિત્રપદોથી નવકારના પ્રભાવસંબંધી યોગશાસ્ત્ર મહાનિશીથ-શ્રી વિશેષાવશ્યક-મહાભાષ્ય આદિ આગમગ્રંથોના પાઠો ફળ વિષે શંકા અયોગ્ય જ છે. ૫૭ નમસ્કારમંત્ર ગણવાની વિધિ દરેક અવસ્થામાં નવકારનું સ્મરણ સિદ્ધ કરી ૫૯! આપતા શાસ્ત્રપાઠો પંચાશક-શ્રાદ્ધદિનકૃત્ય યતિદિનચર્યા વગેરે ૬૧ | હસ્તજપની વિધિ-પ્રતિષ્ઠાપદ્ધતિ વગેરે શાસ્ત્રપાઠસહિત સર્વોત્કૃષ્ટભાવમંગલ શ્રી નમસ્કારમંત્રમાં આઠ પ્રકારની સિદ્ધિઓ નમો પદમાં “અણિમા સિદ્ધિનો સમાવેશ “અરિહંતાણં' પદમાં “મહિમા' સિદ્ધિનો સમાવેશ સિદ્ધાણં' પદમાં “ગરિમા' સિદ્ધિનો સમાવેશ “આયરિયાણં' પદમાં “લઘિમા' સિદ્ધિનો સમાવેશ ઉવઝાયાણં' પદમાં “પ્રાપ્તિ સિદ્ધિનો સમાવેશ “સત્વસાહૂણં' પદમાં “પ્રાકામ્ય | સિદ્ધિનો સમાવેશ પંચ નમુક્કારો' પદમાં “ઈશિત્વ' ૬૯ સિદ્ધિનો સમાવેશ ૭૦ “મંગલાણં' પદમાં ‘વશિત્વ' સિદ્ધિનો સમાવેશ ૮૪ ૭૦ | નવકારઃ માતા અને પિતા (ચિંતન). Sત્રલોક્યદીપક-મહામંત્રાધિરાજ) 23 Page #26 -------------------------------------------------------------------------- ________________ વિષય નવકારનો અધિકારી પંચપરમેષ્ઠિઓના પાંચ ઉપકારો અરિહંતોનો ઉપકાર-માર્ગદેશકપણું સિદ્ધોનો ઉપકાર-અવિનાશીપણું આચાર્યોનો ઉપકાર-આચાર ઉપાધ્યાયોનો ઉપકાર-વિનય સાધુઓનો ઉપકાર-સહાય નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ |જ્ઞાનસાર-અધ્યાત્મસાર ૩૫૦ ગાથા સ્તવન વગેરેમાં બતાવેલું નિશ્ચયરત્નત્રય શ્રેષ્ઠ ધર્મ નમસ્કાર (ચિંતન) અરિહંતાકાર ઉપયોગ ગુણરાગનું પ્રતીક નમસ્કારમહામંત્ર મંગલમયમંત્રાધિરાજ શ્રી નવકાર શ્રી નવકારનું બાહ્યસ્વરૂપ શ્રી નવકારનું આંતરસ્વરૂપ નમો અરિહંતાણંનો મહિમા નમસ્કારનું સ્વરૂપ નમસ્કારનો ભાવાર્થ નમસ્કારનો ઐદંપર્યાર્થ નમસ્કાર્યનું સ્વરૂપ શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા મંત્ર અને વિદ્યા વચ્ચેનો ભેદ મંત્ર એટલે શું ? શબ્દ અને ધ્વનિની અસર મંત્રરચના લૌકિકમંત્રશકિત મંત્રાધિરાજ શ્રી નવકારની વિશેષતાઓ શ્રી નમસ્કારમહામંત્રની વ્યાપકતા શાસ્ત્રાનુસારી વર્ગ આવશ્યકનિર્યુકિત શ્રી આવશ્યકસૂત્રના કર્તા આદિમંગળતા તર્કાનુસારી વર્ગ ત્રૈલોચદીપક-મહામંાધિરાજ પૃષ્ઠ ૮૫ ધર્મબીજનું વપન ૮૭ બીજાંકુરન્યાય ૮૭ સૂર્યખદ્યોતદૃષ્ટાન્ત ૮૭ | લાગણીપ્રધાનવર્ગ ૮૭ | કથાનુયોગનો પ્રભાવ ૮૭ સાચી બુદ્ધિ અને તેનું ફળ ૮૭ મહામંત્રની મહાનતા ૮૯ | પંચપરમેષ્ઠિનમન ક્રિયાનો પ્રભાવ મહામંત્રની અચિન્ત્યકાર્યશક્તિ ૮૯ | મહામંત્ર મનુષ્યનો સ્વભાવ સિદ્ધધર્મ ૯૪ | મહામંત્રની ઉપાદેયતા ૯૫ | શ્રી નવકારમંત્રના માહાત્મ્ય દર્શાવતા શ્લોકો ૯૬ | આંતરિકધન શ્રી નવકાર ૯૯| નમસ્કારની ધારણા ૧૦૨ | નમસ્કાર મહામંત્રનું ધ્યાન વિષય ૧૦૨ છ પ્રકારે પ્રયત્નથી મનવશની સિદ્ધિ ૧૦૨ | મહામંત્રમાં શુભધ્યાનના પ્રકારો ૧૦૩ | ધ્યાનનો આરોહણક્રમ ૧૦૪ | અપાયવિચય ૧૦૪ | ઉપાયવિચય ૧૦૫ | જીવવિચય ૧૦૫ | અજીવવિચય ૧૦૯ | વિપાકવિચય ૧૦૯ | વિરાગવિચય ૧૦૯ | ભવિચય ૧૦૯ સંસ્થાન વિચય ૧૧૦| આજ્ઞાવિચય ૧૧૦ | હેતુવિચય ૧૧૦ નવાર્ સ્તવન (ચિંતન) ૧૧૨ | ભાવમંગલ શ્રી નવકાર ૧૧૨ શ્રી અરિહંતને નમસ્કાર (ચિંતન) ૧૧૩ | નવકારની ઘોષણા ‘“નમો’’ નો અર્થ (ચિંતન) ૧૧૩ ૧૧૩ ૧૧૩ સ્વાધ્યાય અને નવકાર સાધનાનો ક્રમ (ચિંતન) મહામંત્રનો ઉપકાર 24 પૃષ્ઠ ૧૧૪ ૧૧૪ ૧૧૫ ૧૧૫ ૧૧૫ ૧૧૬ ૧૧૭ ૧૧૮ ૧૧૯ ૧૨૦ ૧૨૩ ૧૨૩ ૧૨૭ ૧૩૧ ૧૩૨ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૩૪ ૧૩૪ ૧૩૪ ૧૩૪ ૧૩૫ ૧૩૫ ૧૩૫ ૧૩૫ ૧૩૫ ૧૩૬ ૧૩૬ ૧૩૭ ૧૩૮ ૧૩૯ ૧૩૯ ૧૪૦ ૧૪૧ ૧૪૨ Page #27 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય ૧૬૫ ૧૮૧ ૧૮૨ ૧૮૩ ૧૮૪| ૧૮૫ ૧૮૬ ૧૮૮ ૧૯૦| ૧૯૨) ૧૩ ૧૫ ૧૯૯ ૧૯, શ્રી નવકારમાં નવ રસો અણમોલ મહામંત્ર નમો’ પદનો મહિમા “નમો પદનું રહસ્ય શ્રી નવકાર અને શ્રી સિદ્ધચક્ર અનાદિકાલિનમંત્ર ભક્તિનો સંચાર સિદ્ધિનું બીજ જીવત્વનું બહુમાન અમૂલ્ય ભેટશું મંત્રની શક્તિ મંત્ર વડે સૂક્ષ્મતા અને શુદ્ધતા મન વશ કરવાનો ઉપાય વિશ્વાસની મહત્તા શ્રી નવકાર એ શું છે નમસ્કારચિંતામણિ બાહ્ય-આત્યંતર નમસ્કાર (ચિંતન). પરમેષ્ઠિધ્યાન મંત્રજપ સર્વ શ્રેષ્ઠ યોગઃ નમસ્કાર (ચિંતન) સામાયિક અને નવકાર નવધા પુણ્યથી નવપદઆરાધના નવ પુણ્ય અને નવપદ ૧ અન્નપુણ્ય ૨ જલપુણ્ય ૩વસપુણ્ય ૪ આસનપુણ્ય ૫ શયનપુણ્ય ૬ મનપુણ્ય ૭ વચનપુણ્ય ૮ કાયાપુણ્ય ૯ નમસ્કાર પ્રેમનું પ્રતીક: “નમો (ચિંતન) શ્રી નમસ્કાર મહામંત્ર વિશાળ હૈયું (ચિંતન) ૧૫૪] | મુખ્ય બે ભાવનાઓ ૧૫૮ નવકારના જાપ તથા તેના અર્થની ભાવનાની ૧૬૧ યોગ્યતા માટેના ચાર ગુણોનું કથન ૧૬૩ પ્રથમપદભાવન ૧૬૪ પરાર્થવ્યસનિતા-સ્વાર્થ ઉપસર્જનતા (ચિંતન) ૧૬૫ શ્રી પંચમંગલમયનવકાર નમો અરિહંતાણં મર્મ ૧૬૫ “નમોપદનું માહાભ્ય ૧૬૫ પડાવશ્યકમય શ્રી નવકાર ૧૬૬ નમસ્કારરહસ્ય ૧૬૭ ભાવનમસ્કાર ૧૬૭ આલંબનવિજ્ઞાન ૧૬૭ મંત્રાધિરાજહાઈ ૧૬૮ | સાધુ નમસ્કાર (ચિંતન) ૧૬૮ | સર્વમંત્રશિરોમણિ શ્રી નવકાર શ્રી અરિહંતનું ધ્યાન (ચિંતન) ૧૭૦| ભાવનમસ્કાર (ચિંતન). ૧૭૧ નિત્ય સ્મરણીય શ્રી નવકાર ૧૭૩ પ્રથમપદ સામર્થ્ય ૧૭૫ પંચઅવસ્થાભાવન ૧૭૬ ભાવ જોડાણનું માધ્યમ (ચિંતન) પ્રથમપદનો અર્થ (ચિંતન) ૧૭૮ જ્યાં નવકાર ત્યાં જૈનત્વ | પ્રેમામૃતમાં સ્નાન (ચિંતન) ૧૭૮ બુદ્ધિ અને ચારિત્ર (ચિંતન) ૧૭૮ નમોપદસ્મૃતિ ૧૭૮ ચતુર્વિધ શ્રીસંઘની ભક્તિ (ચિંતન) ૧૭૮ નમોપદ-ચિંતન ૧૭૮ નવપદોની ઉપયોગિતા ૧૭૮ નિશ્ચય અને વ્યવહાર (ચિંતન) નમસ્કાર ધર્મનો મર્મ ૧૭૮ માનસ શાસ્ત્ર મુજબ જપ (ચિંતન) નમસ્કાર જ્યોતિ ૧૭૯ પરમેષ્ઠિભક્તિ ૧૮૦ નમસ્કાર અને તેનો પ્રભાવ ૧૮૧ નમો” રૂપી સરિતા (ચિંતન) ૨૦૦ ૨૦૧ ૨૦૧ ૨૦૨ ૨૦૩ ૨૦૪ ૨૦૫ ૨૦૫ ૨0s ૧૭૮ ૨૦૭ ૨૦૭ ૨૦૮ ૨૦૯ ૨૧૦ ૧૧ ૨૧૩ ૧૭૮ ૨૧૪ ૨૧૭ ૨૧૮ ૨૨૧ ૨૨૧ Nāલોક્યદીપક-મહામંત્રાધિરાજ 25. Page #28 -------------------------------------------------------------------------- ________________ વિષય ધર્મના ત્રણ હેતુ (ચિંતન) આગમોનો અર્ક નમામિ અને ખમામિ ‘નમામિ’ અને ખમામિ' આ બે શબ્દો શ્રી જિનશાસનનું અર્ક છે. જીવત્વનું મૂલ્ય (ચિંતન) નિર્જરા અને પુણ્ય (ચિંતન) પરહિત ચિંતા (ચિંતન) શ્રી પંચપરમેષ્ઠિમયઅનુષ્ઠાન ચતુઃ શરણનો પ્રભાવ (ચિંતન) નમસ્કાર મંત્રના આરાધક બનવા માટેની પૂર્વ તૈયારી અંતરાયનો નાશ (ચિંતન) શ્રી નવકારનો અધિકારી (આગમ દૃષ્ટિએ) શ્રી નમસ્કારનો અધિકારી (યોગદૃષ્ટિએ) નમસ્કારભાવનો પ્રભાવ (ચિંતન) વાસક્ષેપ (ચિંતન) અનુપ્રેક્ષાકિરણ ૧ મનનું બલ મંત્રથી વિકસે છે નમસ્કાર વડે મનોમયકોષની શુદ્ધિ બુદ્ધિની નિર્મલતા અને સૂક્ષ્મતા નમસ્કારમંત્ર એ સિદ્ધમંત્ર છે. અભેદમાં અભય અને ભેદમાં ભય નમસ્કારમંત્ર એ મહાક્રિયાયોગ છે ઋણમુક્તિનું મુખ્ય સાધન નમસ્કાર રાગ, દ્વેષ અને મોહનો ક્ષય નિર્વેદ અને સંવેગરસ સેવન કારણ પહેલી ભૂમિકા, અભય—દ્વેષ-અખેદ નમસ્કારમંત્ર દોષની પ્રતિપક્ષ ભાવના સ્વરૂપ ઈષ્ટનો પ્રસાદ અને પૂર્ણતાની પ્રાપ્તિ ઈષ્ટતત્ત્વની અચિત્ત્વશક્તિ મંત્રયોગની સિદ્ધિ અમૂર્ત અને મૂર્ત વચ્ચેનો સેતુ નકારમાં સર્વસંગ્રહ પ્રાણશક્તિ અને મનસ્તત્વ ત્રૈલોકયદીપક-મહામંત્રાધિરાજ પૃષ્ઠ ૨૨૧ | કર્મનો નિરનુબંધક્ષય ૨૨૨ મોક્ષમાર્ગમાં પુષ્ટાલંબન વિષય દેહનું દ્રવ્ય-સ્વાસ્થ્ય અને આત્માનું ૨૨૨ ભાવ-સ્વાસ્થ્ય ૨૨૩ | પ્રથમપદનો અર્થભાવનાપૂર્વક જાપ ૨૨૩ | નવકાર-ચૌદપૂર્વ-અષ્ટપ્રવચનમાતા ૨૨૩ | તત્ત્વરુચિ-તત્ત્વબોધ-તત્ત્વપરિણતિ ૨૨૪| બહિરાત્મભાવ-અંતરાત્મભાવ પરમાત્મભાવ ૨૨૪ | ગતિ ચતુષ્ટયથી મુક્તિ અને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ ૨૨૫| શૂન્યતા-પૂર્ણતા અને એકતાનું બોધક ઈચ્છાયોગ-શાસ્રયોગ-સામર્થ્યયોગ ૨૨૯ ૨૩૦૨ હેતુ, સ્વરૂપ અને અનુબંધથી ૨૩૩ શુદ્ધ લક્ષણવાળું ધર્માનુષ્ઠાન ૨૩૭ આગમ-અનુમાન-ધ્યાનાભ્યાસ ૨૩૭ ધર્મકાય, કર્મકાય અને તત્ત્વકાય અવસ્થા ૨૩૮ અમૃત અનુષ્ઠાન ૨૩૮ | ભાવપ્રાણાયમનું કાર્ય ૨૩૮ | ભવ્યત્વપરિપાકના ત્રણ ઉપાય ૨૩૯ | અને છ આવ્યંતરતપ ૨૩૯ | સમાપત્તિ, આપત્તિ અને સંપત્તિ ૨૪૦ | ધર્મધ્યાન અને શુકલધ્યાન ૨૪૦ તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન ૨૪૧ | અષ્ટાંગયોગ ૨૪૧ ક્ષાયિકભાવનીપ્રાપ્તિ ૨૪૨ | સહજમલનો હ્રાસ અને ભવ્યત્વભાવનો વિકાસ ૨૪૨ | સ્વદોષદર્શન અને પરગુણદર્શન યોગ્યનું શરણ લેવાથી યોગ્યતા વિકસે છે ૨૪૩ | દુષ્કૃત એટલે સ્વકૃત અનંતાનંત અપરાધ અને ૨૪૪ | સુકૃત એટલે પરકૃત અનંતાનંત ઉપકાર ૨૪૪ | આત્મામાં રહેલી અચિત્ત્વશક્તિનો સ્વીકાર ૨૪૫ | વીતરાગ અવસ્થા જ પરમ પૂજનીય છે ૨૪૫ | પરાર્થભાવ એ જ સાચી દુષ્કૃતગઈ અને ૨૪૫ કૃતજ્ઞતાગુણ એ જ સાચું સુકૃતનું અનુમોદન ૨૪૬ 26 પૃષ્ઠ ૨૪૬ ૨૪૭ ૨૪૮ ૨૪૮ ૨૪૯ ૨૪૯ ૨૫૦ ૨૫૦ ૨૫૧ ૨૫૧ ૨૫૧ ૨૫૨ ૨૫૨ ૨૫૩ ૨૫૩ ૨૫૪ ૨૫૪ ૨૫૪ ૨૫૫ ૨૫૫ ૨૫૬ ૨૫ ૨૫૭ ૨૫૭ ૨૫૮ ૨૫૮ ૨૫૮ ૨૫૯ Page #29 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ ૨૭૩ ૨૭૪ વ૬૦ ૨૭૪ ૨૭૫ ૨૭૫ ૨૭૫ ઝ ૨૭૬ છ ૨૭૭ ૨૭૮ ૨૭૯ ૨૮૧ ૨૮૧ ૨૬૬ અરિહંતાદિનું શરણગમન અરિહંતાદિ ચારનું અવલમ્બન સ્વરૂપના બોઘનું કારણ છે આત્મતત્ત્વનું સ્મરણ વિશુદ્ધ અંતકરણમાં થાય છે વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ શરણગમન વડે ચિત્તનું સમત્વ ધર્મવૃક્ષના મૂળમાં દયા છે તેથી ધર્મવૃક્ષના ફળમાં પણ દયા જ પ્રકટે છે અરિહંત અને સિદ્ધપરમાત્માનું ધ્યાન એ કર્મક્ષયનું અસાધારણ કારણ છે સ્વરૂપની અનુભૂતિ અનુ પ્રેક્ષાકિરણ ૨ પ્રભુ આજ્ઞાનું સ્વરૂપ આજ્ઞાનું સામ્રાજ્ય ઉત્કૃષ્ટ અનુમોદના અને ઉત્કૃષ્ટગઈ નમસ્કારવડે માધ્યચ્ચ પરિણતિ પરમેષ્ઠિનમસ્કાર મર્મને સ્પર્શે છે જ્ઞાનચેતનાનો આદર શ્રવણ-મનન-નિદિધ્યાસન અમનસ્કતાનો મંત્ર સન્માનનું સર્વોત્કૃષ્ટ દાન સર્વોત્કૃષ્ટ શરણાગતિ કલ્યાણનો માર્ગ મંત્રચૈતન્યની જાગૃતિ શબ્દબ્રહ્મદ્વારા પરબ્રહ્મની ઉપાસના કૃતજ્ઞતા અને સ્વતંત્રતા શાન્તરસનો ઉત્પાદક નમો’ મંત્ર એ અનાહતસ્વરૂપ છે રુચિ અનુયાયી વીર્ય અનાહતભાવનું સામર્થ્ય નમસ્કાર એ પ્રથમ ધર્મ શા માટે ? મિથ્યાભિનિવેશનું પરમ ઔષધ નમ્રતા અને આધીનતા નમસ્કાર એ સર્વધર્મનું મૂળ ૨૫૯ | મંત્રના અનેક અર્થ અખૂટ ફળ આપનારું દાન તે નમસ્કાર નમો દ્વારા સર્વસમર્પણ નમો વડે થતી ભક્તિ અને પૂજાની ક્રિયાઓ ૨૬૧ સર્વ અવસ્થાઓમાં કર્તવ્ય ૨૬૧ જ્ઞાન, ધ્યાન અને સમતા ૨૬૨ વૃદ્ધિ, એકતા અને તુલ્યતા ચિત્માત્ર સમાધિનો અનુભવ ૨૨ નમો’ પદમાં રહેલી અમૃતક્રિયા અમૃતક્રિયાનાં લક્ષણ ૨૬૩ “નમો’ મંત્રની અર્થભાવના ૨૬૪ શ્રી નમસ્કાર મંત્રમાં પુણ્યાનુબંધી પુણ્ય ૨૬૫ નમસ્કાર એ શાસ્ત્રોનો મહાન આદેશ ૨૬૫ શુદ્ધચિકૂપરત્ન ૨૬૫ જ્ઞાનાદિથી એકતા અને રાગાદિથી ભિન્નતા ૨૬૬ દુઃખભાવિતજ્ઞાન સત્સંગ વડે નિસ્તરંગ અવસ્થાનું ૨૬૬ | કારણ નમસ્કાર ૨૬૬ આલંબનો પ્રત્યે આદર એકત્વ-પૃથકત્વ વિભક્ત આત્મા ચૈતન્યની સાધનાનો પથ તાત્ત્વિક ભવનિર્વેદ અને મોક્ષાભિલાષા એકમાં સર્વ અને સર્વમાં એક તાત્ત્વિક નમસ્કાર ૨૬૯ પાપનાશક અને મંગલોત્પાદકમંત્ર સુખદુ:ખનો જ્ઞાતા અને રાગદ્વેષનો દષ્ટા ૨૭૦ ભક્તિ અને મૈત્રીનો મહામંત્ર પ્રથમપદમાં સમગ્રમોક્ષમાર્ગ સાત ધાતુ અને દશ પ્રાણ ૨૭૧ પરમાત્મ-સમાપત્તિ મંત્રાત્મક બે પદો ૨૭૨ | નભ સવ્વ-નિIાળ | ૨૭૨ खमामि सव्व-जीवाणं । ૨૭૩ नमामि सव्व-जिणांण । ૨૭૩ खमामि सव्व-जिवाणं । ૨૮૨ બ. ૨૬૭ ૨૬૭ ૨૬૮ ૨૬૮ ૨૬૯ ૨૮૩ ૨૮૪ ૨૮૪ ૨૮૫ ૨૮૫ ૨૮૬ ૦૮૬ ૨૭૧ ૨૮૭ ૨૭૧ ૨૮૮ ૨૭૨ VV ૨૮૯ ૨૮૯ ૨૮૯ Sત્રલોક્યદીપક-મહામંત્રાધિરાજ 27 Page #30 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ ૨૯૦ ૩૦૮ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૨૯૧ ૩૧૦ ૩૧૧ ૩૧૧ ૩૧૨ ૩૧૨ ૨૯૩ ૨૯૬ નમો'પદનું મહત્ત્વ નમો મંત્ર વડે અહંતા-મમતાનો ત્યાગ અવ્યયપદ નિર્મળવાસના પરમેષ્ઠિનમસ્કારથી સમત્વની સિદ્ધિ પાંચ પ્રકારના ગુરુ ધ્યાન અને વેશ્યા લેશ્યાવિશુદ્ધિ અને સ્નેહપરિણામ કૃતજ્ઞતા ગુણનો વિકાસ નમસ્કારમાં નમ્રતા સર્વશ્રેષ્ઠમહામંત્ર ત્રિકરણયોગનો હેતુ સાચી માનવતા શ્રી પંચપરમેષ્ઠિમય વિશ્વ શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન નવકારમાં ભગવદ્ભક્તિ શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ અનુપ્રેક્ષાકિરણ ૩ મહામંત્રની આરાધના સાચો નમસ્કાર પાપનો નાશક અને મંગલનો ઉત્પાદક દુષ્કત ગઈ અને સુકૃતાનુમોદના એ એક જ સિક્કાની બે બાજુઓ છે સંસારની વિમુખતા-મોક્ષની સન્મુખતા ધર્મપ્રાપ્તિનું દ્વાર પાપનો પશ્ચાતાપ અને પુણ્યનો પ્રમોદ શ્રી નમસ્કારમંત્રની સિદ્ધિ સાધ્ય, સાધન અને સાધના આત્મજ્ઞાન અને નિર્ભયતા મોહવિષ ઉતારવાનો મહામંત્ર દ્રવ્ય-ભાવસંકોચ કાયા અને મનની શુદ્ધિ માર્ગદર્શક અને માર્ગરૂપ મંત્ર વડે મનનું રક્ષણ મનને જિતાડનાર “નમો' મંત્ર નમો પદરૂપી સેતુ ૨૮૯ | નર્વિકલ્પચિન્માત્ર સમાધિ સર્વશિરોમણિમંત્ર ૨૯૦ | સાચા મંત્રોનો પ્રભાવ ૨૯૧| મનોગુપ્તિ અને “નમો’ મંત્ર સમર્થનું શરણ ૨૯૨ શ્રદ્ધા અને ભક્તિ ૨૯૨ સાધ્ય અને સાધનામાં નિષ્ઠા ૨૯૨ ઋણમુક્તિનો મહામંત્ર નમ્રતા અને બહુમાન અધિકારિતા અને યોગ્યતા ચૌદ પૂર્વનો સાર અભેદનમસ્કાર ૨૯૫ દ્રવ્ય-ગુણ-પર્યાયથી નમસ્કાર સમ્યગ્દષ્ટિજીવોનો પ્રાણ ૨૯૬ પ્રકાશકજ્ઞાન અને ચૈત્પાદક ક્રિયા નમ્રતા અને સૌમ્યતા ૨૯૭. નમો' પદથી શાન્સિ, તુષ્ટિ અને પુષ્ટિ ૨૯૮] ભાવનમસ્કાર ૨૯૯ ભાવનમસ્કાર અને આજ્ઞાયોગ ૨૯૯ | નમસ્કાર વડે ધ્યાનસિદ્ધિ મંત્રસિદ્ધિ માટે અનિવાર્ય ૨૯૯ | આત્મા એ જ નમસ્કાર છે | નમસ્કાર વડે વિશ્વનું પ્રભુત્વ ૩૦૦) | પાંચેય કારણો ઉપર શુભભાવનું પ્રભુત્વ ૩00 | | દૈત અને અદ્વૈતનમસ્કાર ૩૦૧ | જપની ક્રિયા દષ્ટફલાછે. ૩૦૧ ! જાત ઉપર કાબુ મેળવવાનો મહામંત્ર ૩૦૨. સમતા સામાયિકની સિદ્ધિ ૩૦૩| સર્વશ્રેષ્ઠજપયજ્ઞ ૩૦૩ નમસ્કાર વડે બોધિ અને નિપસર્ગ ૩૦૪] નવકારના પ્રથમપદનો અર્થ ૩૦૪ | ત્રણ ગુણોની શુદ્ધિ ૩૦૫ નમો પદની ગંભીરતા ૩૦૬ | નવકારમાં યોગનાં આઠેય અંગ ૩૦૭ | ઈષ્ટ દેવતાનો નમસ્કાર અને પરંપર ફળ ૩૦૮ | પંચનમસ્કારરૂપી પરમધર્મ ૩૧૩ ૩૧૩ ૩૧૪ ૩૧૫ ૩૧૫ ૩૧૬ ૩૧૭ ૩૧૮ ૩૧૮ ૩૧૯ ૩૨૦ ૩૨૦ ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩૨૩ ૩૨૪ ૩૨૪ ૨૯૯ ૩૨૫ ૩૨ ૩૨૭ ૩૨૭ ૩૨૮ ૩૨૮ ૩૨૯ Sત્રલોકયદીપક મહામંત્રાધિરાજ Page #31 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ ૩૨૯ لي ૩૩૦ ૩૩૧ ૩૪૯ ૩૩ મંગલ, ઉત્તમ અને શરણની સિદ્ધિ મંત્રચૈતન્ય પ્રકટાવનાર મંત્ર અનંતર-પરંપરફળ લાયક બનો અને લાયકાત મેળવો હિનૈષિતા એ વિશિષ્ટ પૂજા નમસ્કારઘર્મની વ્યાખ્યાઓ નમસ્કારનો પર્યાય અહિંસા, સંયમ અને તપ કરુણાભાવનો ઘાતક નમો’ પદનું રહસ્ય સાત અક્ષરનું ધ્યાન (ચિંતન) અનુપ્રેક્ષાકિરણ ૪ મંત્રદષ્ટાઋષિઓની યોગ્યતા મંત્ર ચૈતન્યનો ઉન્મેષ ગુરુપદનું મહત્ત્વ મંત્ર અને મંગલ આકર્ષણ-વશીકરણાદિના આધ્યાત્મિક અર્થો વિદ્યાઓનું સર્વસ્વ અને મંત્રોનું ઉપાદાન અનાદિ સિદ્ધ શાશ્વતનવકારમંત્રનો પ્રભાવ આત્મભ્રાન્તિનિવારણ સર્વમંત્રો અને વિદ્યાઓનું બીજ સમાપત્તિનો મહામંત્ર અભેદારોપ અને સંસર્ગારોપ અભેદપ્રણિધાન-તાત્ત્વિકનમસ્કાર નવકારનું તાત્પર્ય અને તત્ત્વ સિદ્ધિનો ઉપાય સર્વશ્રેષ્ઠશ્રી નવકારમંત્ર આત્મધ્યાનનું સાધન નિજસ્વભાવનો લાભ દુર્ગાનનો નાશ ચૈિતન્યને નમન જ્ઞાન-ક્રિયા ઉભયથી ફળસિદ્ધિ સર્વશ્રેષ્ઠપુણ્યનો પ્રકાર આજ્ઞાપાલનથી ઘર્મ અને મોક્ષ ધર્મનું મૂળ મરણને જીતવાનો ઉપાય અહંની ઉપાસનાનું હાર્દ ૩૪૭ હિતમાં પ્રવૃત્તિ-અહિતથી નિવૃત્તિ ૩૪૭ નમસ્કાર અને તેનો પ્રભાવ ૩૪૭ પારસમણિ અને ચિત્તામણિ ૩૪૮ ૩૩૨ દ્રવ્યભાવ અને નિશ્ચયવ્યવહાર ૩૪૮ ૩૩૨ પરમાત્માકાર પરિણામના ૩૪૯ ૩૩૩ નમસ્કારથી ઉપયોગની એકાગ્રતા ૩૩૪ ધ્યાન કરનાર સાધક કેવો હોવો જોઈએ? ૩પ૦ ૩૩૪| કરજોડ-માનમોડ ૩૫૦ ૩૩૫ | વિનય,વિવેક અને વિરતિ ૩૫૧ ૩૩૬| ભેદબુદ્ધિનો નાશ અને અભેદબુદ્ધિનો ઉદ્દભવ ૩૫૧ કલ્પવૃક્ષ અને કામકુંભ ૩૫૧ ૩૩૬ પ્રથમપદમાં મંગળમયતાદિ ત્રણ વસ્તુ ૩૫ર ૩૩૭] વિશ્વવ્યાપી પંચપરમેષ્ઠિ ૩૫૨ ૩૩૭ | | અરિહંતમંગળ, લોકોત્તમ અને શરણભૂત કેમ? ૩૩૮ ૩૫૨ ૩૩૮ અરિહંતપદની અર્થભાવના ૩૫૨ ૩૩૮] પ્રથમપદની અર્થભાવના ૩૫૩ ૩૩૯ નમસ્કારમાં રહેલ ત્રણ ઉપાયો ૩૫૩ ૩૩૯ પ્રથમપદના ત્રણ ઉપાયો ૩૫૪ ૩૪૦ | દ્વાદશાંગીનો સાર ૩૫૪ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્મ ૩૫૪ ત્રિદોષશામક-ત્રિગુણવર્ધક-ત્રિપદમંત્ર ૩૫૫ ૩૪૧ ] પાપ, પાપનું મૂળ અને દુઃખનો નાશક ૩૫૫ આદિ, મધ્ય અને અન્યમંગળ ૩૫૬ પાપકર્મનો વિગમ અને શુદ્ધ ઘર્મની પ્રાપ્તિ ૩૫૬ બીજ અને ફળ અરિહંતાદિ ચારનો અનુગ્રહ ૩૫ ૩૪૩ સર્વોત્કૃષ્ટ ચિત્ર-વિત્ત અને પાત્ર ૩૫૭ ૩૪૪ આત્મરત્ન અને કર્મકચવર ૩પ૭ ૩૪૪] અહિંસા અને અનેકાન્ત ૩૫૭ ૩૪૪] શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ ૩૫૮ ૩૪૫] દ્રવ્ય-ગુણ-પર્યાયથી શુદ્ધાત્મામાં રમણ ૩૫૮ ૩૪ | અભય-એષ અને અખેદ ૩૫૮ ૩૪s | આજ્ઞારુચિ અને આત્માનુભૂતિ ૩૫૯ ૩૫૬ Nલોકગદીપક મહામંત્રાધિરાજ ) Page #32 -------------------------------------------------------------------------- ________________ વિષય નવકારના પ્રથમપદમાં ચારેય મહાવાકયો છે આગમ-નોઆગનો સાર ‘નમો’ પદમાં આત્યંત૨તપના પ્રકાર ‘નમો’ પદની અર્થભાવના મોક્ષ અને વિનયનું બીજ શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ ધર્મબીજનું વપન નવકાર : નવતત્ત્વનો બોધક વિષયવૃત્તિ અને કષાયવૃત્તિ ઉપર વિજય સ્નેહ અને વાત્સલ્યનો ભંડાર સર્વશાસ્ત્રોનો સાર નમવું એટલે વૃત્તિરહિત થવું નમસ્કાર એટલે કામનારહિત થવું જિનને નમસ્કાર કરનારો જૈન નમસ્કારમંત્રનો આરાધક તે જિનેશ્વરદેવનો અનુયાયી તે જૈન જ્ઞાનક્રિયાઉભયસ્વરૂપ નવકાર અરિહંતનું શરણ લેવાના અધિકા૨ી કોણ ? પાપભક્ષણમંત્ર અચિત્ત્વ ચિન્તામણિ નમસ્કારમંત્ર અનાદિઅનંત નવકાર વારંવાર મનનીયસૂત્ર, તે મંત્ર મહામંત્રની ભાવના વ્યાપક નમસ્કારભાવ |કર્મ-ભક્તિ-જ્ઞાનયોગ ભક્તિયોગ અને જ્ઞાનયોગનું લક્ષણ શબ્દ, અર્થ અને શાન ચારપ્રકારની વાણીનુંસ્વરૂપ વર્ણ-વિચ્યુતિ, અનાહત અને અવ્યક્ત સંસારનાશક નમસ્કાર પરમપદે સ્થિત પરમેષ્ઠિ નમસ્કાર મહામંત્ર કેમ ? મોહવિષ ઉતારનાર ગાડીમંત્ર મોહ જીતવાનો મંત્ર તત્ત્વ અને તીર્થ ત્રૈલોકચદીપક-મહામંત્રાધિરાજ પૃષ્ઠ વિષય ૩૫૯ ૩૬૦ ૩૫૯ | નવકારનો સાર શુદ્ધાત્મા નમસ્કારમંત્ર વડે આત્મજ્ઞાન નવકાર અને નવપદનો ભાવાર્થ ૩૬૦ | નવકારમાં અધ્યાત્માદિ યોગો ૩૬૧ શ્રી નવકા૨માં નવરસાનુભૂતિ ૩૬૧ | નવકારમાં નવતત્ત્વ ૩૬૨ | નવકારમાં અષ્ટાંગયોગ ૩૬૨ | ‘નમો' વડે છ આવશ્યકોનું પાલન ૩૬૨ | મંત્રચૈતન્યનું પ્રકટીકરણ ૩૬૩ સાત અક્ષરનું મહત્ત્વ ૩૬૩ | તત્ત્વરુચિ, તત્ત્વબોધ અને તત્ત્વપરિણતિ નવકાર અને સામાયિક નવકા૨થી આશ્રવનો ત્યાગ ૩૬૩ ૩૬૩ ૩૬૪ | અને સંવરનું સેવન નવકાર અને સામાયિકનાં પ્રયોજન ૩૬૪ | બીજ અને ફળનો નિયમ ૩૬૫ | મૈત્રીનો મહામંત્ર ૩૫ પાપનાશ અને મંગળનું આવાગમન ૩૬૬ | પ્રાણથકી પ્યારો નવકાર ૩૬૬ | શ્વાસમાં સો વાર કેવી રીતે ? ૩૬૬ | સમ્યક્ત્વ અને સંતોષ ૩૬૭ | અહિંસા-સંયમ-તપ ૩૬૭ | સ્નેહપરિણામનો વિકાસ ૩૬૭ | દેહલીદીપકન્યાય ૩૬૮ | સાધુપદની અર્થભાવના આજ્ઞાપાલન એ તીર્થ છે ૩૮ ૩૬૮ | આજ્ઞારાધનથી શિવપદની પ્રાપ્તિ ૩૬૯ ૧. અરિહંતની આજ્ઞા ૨.અહંતની આજ્ઞા ૩૬૯ ૩૯ ૩.અરુહંતની આજ્ઞા ૩૭૦ | સિદ્ધની આજ્ઞા ૩૭૦ આચાર્યની આજ્ઞા ઉપાધ્યાયની આજ્ઞા ૩૭૦ ૩૭૦ | સાધુની આજ્ઞા ૩૭૧ પ્રાપ્ત, વ્યાપ્ત અને સમાપ્ત 30 પૃષ્ઠ ૩૭૧ ૩૭૧ ૩૭૨ ૩૭૨ ૩૭૨ ૩૭૩ ૩૭૪ ૩૭૪ ૩૭૪ ૩૭૫ ૩૭૫ ૩૭૬ ૩૭૬ ૩૭ 399 ૩૭૭ ૩૭૭ ૩૭૮ ३७८ ૩૭૯ ૩૭૯ ૩૭૯ ૩૮૦ ३८० ૩૮૦ ૩૮૧ ૩૮૧ ૩૮૧ ૩૮૧ ૩૮૧ ૩૮૧ ૩૮૧ ૩૮૧ ૩૮૧ Page #33 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય પૃષ્ઠ અરિહંતોની આજ્ઞા-સામ્યભાવ જિનાજ્ઞા એટલે જિનની કરુણા આઈન્ય” ચાર નિક્ષેપે પંચપરમેષ્ઠિને નમસ્કાર પાંચ વડે ચારની શુદ્ધિ દવે તે દેવ ભાવમંગળઃ નવકાર સાધુપદ અને સિદ્ધપદ સર્વવ્યાપી ઉપયોગ અને યોગ ઉભયની વિશુદ્ધિ અભ્યાસ અને વૈરાગ્ય અનુપ્રેક્ષાકિરણ ૫ સહાય કરે તે સાધુ શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના પાંચ વર્ષો આત્મભાવનું દાન શ્રી નવકારની અગાધશક્તિ સાધુ અને શ્રાવકોનું જીવન શાને માટે ? “નમો' પદનું રહસ્ય મંત્ર અને શાસ્ત્રનું કાર્ય નમો અરિહંતાણં' પદનો એક અર્થ નમો’ પદ માહાસ્ય પ્રથમપદનો ભાવાર્થ મહામંત્રનો ભાવાર્થ શ્રી પંચપરમેષ્ઠિમાં નવતત્ત્વનું ધ્યાન વર્તમાન શ્રી જૈનસંઘ ત્રિકાળસ્મરણ. શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ વિશ્વના આત્મા પાંચ આચારની શુદ્ધિ શ્રી અરિહંતની પૂજા સન્માનનું દાન દ્રવ્યનમસ્કાર ભાવનમસ્કાર આચારની પૂજ્યતા - ગુણાનુરાગ મોહનો પ્રતિપક્ષી ૩૮૨ | શ્રી નવકારનું ફળ ૩૮૨ શ્રી અરિહંત ૩૮૩ શ્રી સિદ્ધ ૩૮૩ પ્રકાશ અને ઉષ્મા ૩૮૬ શ્રી નવકાર અને સામાયિક ૩૮૬ વિદ્યુત અને આકર્ષણ ૩૮૬ નમસ્કાર વડે રક્ષણ ૩૮૭ સ્વાર્થનું વિલીનીકરણ ૩૮૭ આઠ અક્ષરનો મંત્રજાપ ૩૮૭. રક્ષાનો હેતુ ૩૮૮ સર્વસમર્પણ ૩૮૮ પાંચ આજ્ઞાઓને નમસ્કાર ૩૮૮ | આજ્ઞાનો આદર ૩૮૯| નમોરૂપી ઘનુષ્ય ૩૯૦ | મંત્રશબ્દની વ્યુત્પત્તિ ૩૯૦ | સૂર્ય અને ચન્દ્રવાચી “નમો'પદ ૩૯૧ | મંગલપદની વ્યુત્પત્તિ ૩૯૨ | “નમો' પદનું માહાભ્ય ૩૯૩ અભેદભાવ ટાળવાનું સાધન ૩૯૩ આત્મવિકાસના ત્રણ ઉપાયો ૩૯૪ આત્મજ્ઞાનનું કારણ ૩૯૫ | મનરૂપી શલ્યનું ઔષધ ૩૯૫ પવિત્રતાનો હેતુ ૩૯૫ ચૈતન્યની ઉપાસના ૩૯૫ શ્રી નવકારનું ફળ ૩૯૬ વિવિધ ઉપમાઓ ૩૯૬ | ભાવથી અદરિદ્ર ૩૯૬ મંત્રની ગૂઢશક્તિ ૩૯૭| આજ્ઞાપાલન ૩૯૭ નમ્રતાની મહત્તા ૩૯૭ ત્રણ પ્રકારના યોગ ૩૯૭ | નમો પદની સાથે ૐકારનો સંબંધ ૩૯૮ શ્રી નવકારમાં અધ્યાત્મ ૩૯૮ | સર્વ જીવોનો ઉપકાર ૩૯૮ પૂજદાન અને આત્મભોગ ૩૯૮ ૩૯૮ ૩૯૮ ૩૯૮ ૩૯૯ ૩૯૯ ૩૯૯ ૪૦૦ ૪૦૦ ૪૦૦ ૪૦૧ ૪૦૧ ૪૦૧ ૪૦૨ ૪૦૨ ૪૦૩ ૪૦૪ ૪૦૪ ૪૦૫ ૪૦૫ ૪૦૫ ૪૦૬ ૪૦ ૪૦૭ ૪૦૭ ४०८ ૪૦૮ ૪૦૯ ૪૦૯ ૪૦૯ ૪૧૦ ૪૧૦ ૪૧૦ ૪૧૧ ૪૧૧ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #34 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય ૪૨૪) ૪૨૫ ૪૨૫ ૪૨૫ ૪૨૫ ૪૨૬ ૪૨૬ ૪૨ ૪૧૪ ૪૧૪ ૪૨૭ ૪૨૮ ૪૨૮ ૪૨૮ ૪૨૯ ૪૨૯ ૪૩૦ પ્રથમપદના સાત અક્ષરો કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર સાચી સમજણ બધાં પાપોનું મૂળ કૃતજ્ઞતાગુણનો પ્રભાવ નમ્રતા અને ઉદારતા સ્વપર તુલ્યતા અયોગ્યતા ટાળવાનો ઉપાય મિથ્યાત્વમોચકમહામંત્ર કૃતજ્ઞતા પરોપકાર મૂળમંત્ર યા મહામંત્ર સદ્દગુણોનું મૂળ નમસ્કારની રુચિ ભાવનમસ્કાર મદનાશક નવકાર નમસ્કારની શક્તિ નમોપદનું મહત્ત્વ નમસ્કારભાવ સર્વશિરોમણિમંત્ર મંત્રની સફળતાનું કારણ નમસ્કાર દૈન્યભાવ આસનનું મહત્ત્વ કૃતજ્ઞતા મંગળ ઉત્તમ અને શરણની સિદ્ધિ (ચિંતન) અનુપ્રેક્ષાકિરણ દ ધર્મવૃક્ષનું મૂળ નવકાર શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિકારક નવકાર નમસ્કારથી ગુણપ્રાપ્તિ-દોષમુક્તિ નમોપદમાં નવપદનું ધ્યાન નમસ્કારથી ચિપ્રસન્નતા નમસ્કારનો સ્વીકાર નવકારથી પૂર્ણતા ભાવનમસ્કાર નમો મંત્ર એ ચાવી ૪૧૨ નમો અરિહંતાણંથી તથાભવ્યત્વનો પરિપાક ૪૧૨ | (૧) નમો, અરિહંતાણં ત્રણ પદનું માહાસ્ય ૪૧૨ | (૨) દાસત્વ-જીવત્વ-આત્મત્વ ૪૧૨ (૩) આજ્ઞાનું સ્વરૂપ ૪૧૩ દ્રિવ્ય-ગુણ-પર્યાયની ભાવના અભેદનમસ્કાર ૪૧૩ નમસ્કારનો તાત્પર્યાર્થ . નમો'થી અપેક્ષા નમો અરિહંતાણંમાં ચાર ભાવના ૪૧૫ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય ૩. ભાવનમસ્કાર પંચપરમેષ્ઠિના ધ્યાનથી આત્માનુસંધાન ૪૧૬ આત્માનો નવકાર સાથે વાર્તાલાપ ૪૧ | નવકારથી યોગ્યતા વિકાસ ૪૧૬ તીર્થભક્તિ અને તપ્રાપ્તિસ્વરૂપ નવકાર ૪૧૭ ભાવનમસ્કાર સાર એષ: પંચનમસ્કાર પાપપ્રણાશ અને મંગળપ્રાપ્તિ ૪૧૮ | શબ્દબ્રહ્મથી પરબ્રહ્મની પ્રાપ્તિરૂપ સાર ૪૧૮ નમસ્કારાત્મક આત્માસાર ૪૧૯ પંચનમસ્કાર એ સાર ૪૧૯ શ્રેષ્ઠમંગલ ૪૧૯ નવકારમાં-દેવ-ગુરુ અને ધર્મતત્ત્વ ૪૨૦ બીજસ્વરૂપનું જ્ઞાન ૪૨૦ પ્રથમપદના ધ્યાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય ૪૨૧ દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું ધ્યાન અનુપ્રેક્ષા એ ભાવસ્વાધ્યાય ૪૨૧ મોહ એ જ જીવનો ખરેખરો શત્રુ છે ૪૨૧ મોહનાશનો ઉપાય ૪૨૨ નમસ્કારનો અચિંત્યપ્રભાવ ૪૨૨ ક્રોધને જીતવાનો ઉપાય (સાધુપદ). ૪૨૩ માનને જીતવાનો ઉપાય (ઉપાધ્યાયપદ) ૪૨૩ માયાને જીતવાનો ઉપાય(આચાર્યપદ). ૪૨૩ લોભને જીતવાનો ઉપાય (સિદ્ધપદ). ૪૨૪] પંચપરમેષ્ઠિમાં નવતત્ત્વો ૪૩૦ ૪૩૦ ૪૩૧ ૪૩૧ ૪૩૧ ૪૩૧ ૪૩૩ ૪૩૪ ૪૩૫ ૪૩૫ ૪૩૬ ૪૩૬ ૪૩૬ ૪૩૬ ૪૩૭ ૪૩૭ ૪૩૭ ૪૩૮ ૪૨૧ Sત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ 32 Page #35 -------------------------------------------------------------------------- ________________ વિષય પૃષ્ઠ વિષય પૃષ્ઠ ૪૭૩ ૪૭૫ ૪૭૫ ૪૭૬ ૪૩૯ ૪૭૭ ૪૪૦ ૪૪૦ ૪૭૭ ४७८ ૪૭૯ ૪૮૦ ૪૮૦ ૪૮૧ ૪૮૧ ૪૫૪ શ્રી નમસ્કારમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ ૪૩૮ | નવકારમંત્રનો મહિમા . ચાર ભાવનાના પ્રકર્ષથી ઉચ્ચપદની પ્રાપ્તિ ૪૩૮ શ્રી નવકારગીત (વચ્છ ભંડારી કૃત) પરમેષ્ઠિ પદ પ્રાપ્તિનું કારણ નોકારવાલી ગીત મહામંત્રનું હાર્દ શું છે? ૪૩૯ નવકારફલસઝાય પંચનમસ્કારરૂપી પરમધર્મ (ચિંતન) શ્રી નવકારભાસ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત ૪૩૯ પરિશિષ્ટ પ્રથમપદ વર્ણન ભાસ નમસ્કારનાં સ્તોત્રો દ્વિતીયપદ વર્ણન ૪૪૦ 'नवकारफलप्रकरणम् !' તૃતીયપદ વર્ણન ભાસ ચતુર્થપદ વર્ણન ભાસ ૪૪૨ ॥ श्री वृद्धनमस्कारफलस्तोत्र પંચમપદ વર્ણન ભાસ || શ્રી રત્નવિરચિત ૩ શતાનિ || ૪૫૧ શ્રી નવકારમંત્રની સઝાય श्री सुकृतसागर अपरनाम ૪૫૪ શ્રી પરમેષ્ઠિમંત્રનવકાર पेथडचरत्र (पश्चमस्तरंग) શ્રી સિદ્ધચક્રમહિમા ગીત પ્રકીર્ણક ૪૫૪ નમસ્કારના પ્રભાવ ઉપર કથાઓ આચાર્ય પુરંદર શ્રી હરિભદ્રસૂરિ ભીલ-ભીલડી વિરચિત શ્રી યોગબિન્દુ નામક ગ્રંથરત્નમાં રાજસિંહ-રત્નાવતી શ્રી નમસ્કારનો મહિમા અને જપનું વિધાન’ ૪૫૫ શિવકુમાર આચાર્ય શ્રી સિદ્ધસેનસૂરિ વિરચિત શ્રીમતી મંત્ર ચૈતન્ય પ્રગટાવનાર મંત્ર (ચિંતન) ૪૫૬ જિનદાસ શ્રી નમસ્કાર મહાભ્ય (ભાવાનુ વાદ) ચંડપિંગલ ચોર પ્રકાશ પહેલો ૪૫૭ હુંડિકલ પ્રકાશ બીજો ૪૫૭ પ્રકાશ ત્રીજો નમસ્કારના પ્રભાવ ઉપર અર્વાચીન પ્રસંગો ૪૫૮ શીલરક્ષક શ્રી નવકાર પ્રકાશ ચોથો ૪૫૯ મૃત્યુ મરી ગયું રે લોલ પ્રકાશ પાંચમો ૪૫૯ ભયનું ઉચ્ચાટન-અભયનું ઉદ્ઘાટન પ્રકાશ છઠ્ઠો કરે શ્રી નવકાર પ્રકાશ સાતમો ૪૬૧ ખાનાનો રક્ષણહાર : શ્રી નવકાર પ્રકાશ આઠમો ૪૬૫ કષ્ટનિવારક : શ્રીનવકાર નમસ્કારના અર્થની ભાવના નમસ્કારધર્મની વ્યાખ્યાઓ (ચિંતન) યાને નમસ્કારનો બાલાવબોધ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ શ્રી નમસ્કાર મહામંત્ર ગુજરાતી સ્તોત્રો ૪૭૦ મંત્ર : શ્રી નવકારમંત્રનો છંદ ઉપાધ્યાય યશોવિજયજી વિરચિત નમસ્કારના ત્રણ પ્રકાર પંચપરમેષ્ઠિગીતા ૪૭૨ ૪૮૪ ૪૮૫ ૪૮૫ ૪૮૫ ૪૮૭ ૪૮૮ ૪૮૯ ૪૦ ૪૯૭ ૪૯૪ ૪૯૪ ૪૫૭ ૪૯૪ ૪૬૧ ૪૯૫ ૪૯૬ ૪૯૬ ૪૯૭. જ થી ૪૯૮ 6 જ જ ૫૦૧ ૫૦૪ - 1 ત્રિલોક્યદીપક-મહામંત્રાધિરાજ) 88 Page #36 -------------------------------------------------------------------------- ________________ કુલીની હળીની (૧) શા. કીરચંદ તેજપાલ મહેતા પરિવાર હા. શશીકાંતભાઈ તથા મહેન્દ્રભાઈ. રાજકોટ (૨) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ. ધ્રાંગધ્રા (૩) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ. જૂનાગઢ (૪) શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ. શિહોર (૫) શ્રી ભીમરાજ ચંદનમલ, ગૌતમકુમાર ધારીવાલ. ગઢસીવાનાવાલા C/o. ધારીવાલ હેન્ડલુમ હાઉસ, સી-૩૮, બોમ્બે માર્કેટ, ઉમરવાડા-સુરત. (૬) શેઠ બકુભાઈ ભોગીલાલ શેઠ. ભાવનગર (૭) જુઠાલાલ અખાભાઈ સતરા. ગામ. ભરૂડીયા (૬) ગાંગજીભાઈ કરમશી સતરા. ગામ. ભરૂડીયા (૭) કાનજીભાઈ વેરશી સતરા. ગામ. ભરૂડીયા ત્રિલોયદીપક-મહામંત્રાધિરાજ Page #37 -------------------------------------------------------------------------- ________________ પરમ પૂજ્ય અધ્યાત્મયોગી, મેથ્યાદિભાવોના સૂક્ષ્મચિંતક, નમસ્કાર મહામંત્રના અનુપમ સાધક પંન્યાસ પ્રવર | શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રીનાં સાહિત્યની આછેરી ઝલક આત્મ ઉત્થાનનો પાયો - આત્મા છે, કર્મનો કર્યા - ભોક્તા છે. અને પરમપદને પામવાની યોગ્યતાવાળો છે તો તેનો વિકાસ કઈ રીતે થાય ? તે માટે પૂજ્યશ્રીનાં તત્ત્વદોહન, તત્ત્વપ્રભા, મંગલવાણી, સંતવચન સોહામણા, અજાત શત્રુની અમરવાણી, અનુપ્રેક્ષાનું અમૃત, ચિંતનધારા, મનન માધુરી, આત્મચિંતન, ધર્મચિંતન જેવા ૧૦ પુસ્તકોના લેખોને ૧૪ વિભાગમાં વ્યવસ્થિત સંકલન કરીને “આત્મ ઉત્થાનનો પાયો” શીર્ષકમાં ૭૮૫ પેજમાં એકદમ સારા કાગળ તથા સુંદર પ્રિન્ટીંગમાં પ્રકાશન કરવામાં આવ્યું છે. આત્મ ઉત્થાનના વિભાગોમાં આત્મચિંતન, મૈત્ર્યાદિભાવ ચિંતન, ધર્મચિંતન, સમ્યદર્શન, ભક્તિ, કર્મમીમાંસા, અહિંસા પરમો ધર્મ. જીવનની સફળતા, નયવાદ, સામાયિક ધર્મ, સાધુજીવન, ધ્યાન, ચિંતનની ચિનગારી, સંકલિત ચિતનિકા, પરિશિષ્ટ, પૂર્વાચાર્યોના વચનામૃતો એમ ૧૪ વિભાગ છે. પ્રેક્ટીકલ ધર્મને પામવા મનની શાંતિ સમાધિ માટે આ ગ્રંથ ખૂબ જ ઉપકારક છે. ત્રીજી વોલ્યુમ - આત્માના વિકાસ માટે પરમાત્માની આજ્ઞાનું પાલન પરમાત્માની ભક્તિ દ્વારા વિકસિત થાય છે. પૂજ્ય પંન્યાસજી ભગવંતે ચિંતન લેખોના જે અનેક પુસ્તકો તૈયાર કરેલા તેમાંથી હવે ત્રીજા વોલ્યુમમાં આસ્તિકતાનો આદર્શ, ધર્મશ્રદ્ધા, સાધના, જિનમાર્ગની પિછાન, આરાધનાનો માર્ગ, પ્રતિક્રમણની પવિત્રતા, પ્રતિમાપૂજન, દેવદર્શન, પ્રાર્થના આ પુસ્તકોના વિષયોને ગોઠવીને તૈયાર કરવામાં આવશે. મેટરનું શુદ્ધીકરણ અને સેટ કરવાનું ચાલુ છે. ટુંક સમયમાં પ્રેસમાં જશે... * ગુજરાતી સાહિત્યની દૃષ્ટિએ તથા જૈન જગતની દષ્ટિએ પત્રોના પ્રકાશનો ખૂબજ અલ્પ છે. ત્યારે પૂજ્ય પંન્યાસજી ભગવંત ધર્મતત્ત્વને વ્યક્તિ વિશેષ પ્રેરણા-હિતશિક્ષા-અનુપ્રેક્ષા રૂપ પત્રો લખતા તે પત્રો, પત્રને પામનારાઓ માટે શ્રેષ્ઠ ચિંતન માટે અને જીવન માટે ઉપકારક - માર્ગદર્શક બની રહેતા. તેને દાગીનાની જેમ સાચવી રાખતા અને અવસરે ફરી વાંચીને ગુણોને પ્રાપ્ત કરતાં અને અવગુણોને કાઢવા મથતા - એવા લગભગ ૧૦00 જેવા પત્રોનાં ૧૦ પુસ્તકો પ્રકાશિત થયા છે. થઈ રહ્યા છે... આ દશે પુસ્તકોમાં પૂજ્યશ્રીનું જીવન-કવન જુદા-જુદા પૂજ્યો કે શ્રાવકોએ ગુણાનુરાગથી આલેખેલ તે લીધેલ છે. જેથી પૂજ્યશ્રીના જીવનની સર્વતોમુખી પ્રતિભાના દર્શન થઈ શકે. - તથા દરેક ટાઈટલ પેજ ઉપર આગળ કે પાછળ સ્વહસ્તાક્ષરોમાં પત્ર પણ મૂકવામાં આવેલ છે. આ પત્રોના બધા જ પુસ્તકો પ્રકાશિત કરવાનો સંપૂર્ણ લાભ શ્રેષ્ઠિ શ્રી ભાઈચંદભાઈ મેઘજી મારૂ વડાલીયા સિંહણ. હાલાર, હાલ લંડનવાળા પરિવારે લીધો છે... આ પરિવારનાં સરલ સ્વભાવી, મિતભાષી, કાર્યકુશળ દીલીપભાઈ તથા તેમના જેવા જ સ્વભાવવાળા તેમના ધર્મપત્ની રેણુકાબહેન અને નામ તેવા ગુણો કેળવવા સજ્જ એવો સુપુત્ર આદર્શ એ ત્રણે પુન્યશાળીઓ પૂજ્યપાદ્ સ્વ. ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાનાં પ્રથમ પાવન પરિચયે જ પૂર્વના ધર્મસંસ્કારોના વારસાને ઉદિપ્ત કરવા સદ્ભાગી બન્યા. અને જામનગરમાં સ્થિર થયા. ધર્મ આરાધનાના મુખ્ય લક્ષ્મપૂર્વક જીવન જીવતા દીલીપભાઈ પોતાના ઉપકારી પિતાશ્રી ભાઈચંદભાઈ તથા. માતુશ્રી જશોદાબ્દનનાં પુન્યાર્થે અનેક સુકૃત્યોને કરતાં આ જ્ઞાનભક્તિને પણ મુખ્ય સ્થાન આપ્યું છે. અને એના જ ફળ સ્વરૂપે આ પત્રોના પુસ્તકો પ્રકાશિત થઈ રહ્યા છે... Yશૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #38 -------------------------------------------------------------------------- ________________ ૧ પ્રેરણાનું અમૃતપાન :- ૮૩ પત્રો - ૧૪૪ પેજ - ૨૫ જેટલા જુદા-જુદા પૂજ્ય - મહાત્માઓ તથા શ્રાવકો ઉપરનાં પત્રો છે... ૨ આશીર્વાદની અમીવૃષ્ટિઃ- ૨૩ પત્રો - ૮૪ પેજ પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રદ્યોતન સૂરીશ્વરજી મહારાજા તે વખતે મુનિશ્રી પ્રદ્યોતન વિજયજી મ. ઉપર લખેલા પત્રો તથા પૂજ્ય આચાર્ય ભગવંત કાળધર્મ પામતાં - તેમનું જીવન ચરિત્ર પણ સંક્ષેપથી આપ્યું છે. ૩ ગુરૂદેવનો પત્ર પ્રકાશ ૭૪ પત્રો, ૮૬ પેજ, પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદવિજય કુંદકુંદસૂરીશ્વરજી મહારાજા ઉપરના પત્રો ૪ અમષ્ટિથી સંયમ સૃષ્ટિ:- પ૩ પત્રો, ૯૬ પેજ, પરમપૂજ્ય મુનિરાજ શ્રી મહાસેન વિજયજી મહારાજ ઉપરના પત્રો. ૫ આધ્યાત્મિક પગમાળા - સુશ્રાવક અમૃતભાઈ કાલીદાસ ઉપરના ૪૭ પત્રો. પરમપૂજ્ય મુનિરાજશ્રી અમરેન્દ્ર વિજયજી મહારાજ ઉપરના ૨૫ પત્રો તથા પંડિત શ્રી વ્રજલાલભાઈ ઉપરના ૨ પત્રો, ૭૪ પત્રો ૧૪૮ પેજ છે. ક પ્રેરણા પત્રોનો સોનેરી પ્રકાશ - પરમપૂજ્ય પંન્યાસ વજસેન વિજયજી ગણિવર્ય ઉપર બાલ્યાવસ્થામાં તથા મુનિપણામાં પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજાના લખાયેલ પત્રો. પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના લખાયેલ પત્રો તથા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીનાં અંગ્રેજીમાં તથા ગુજરાતીમાં લખેલ પત્રો. કલ્યાણકારી પગમાળા - પરમપૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણપ્રભ વિજયજી ઉપરના પત્રો-૨૮ તથા પૂજ્ય મુનિરાજ કલ્યાણપ્રભ વિજયજીના પૂજ્યશ્રી ઉપરના પત્રો-૭, પૂજ્ય મહાત્માઓ તથા શ્રાવકોના પત્રો-૯, કુલ પત્રો ૪૪ તથા પેજ ૧૦૪, આ પુસ્તકમાં પૂજ્ય મુનિરાજ શ્રી કલ્યાણપ્રભ વિજયજી મહારાજનું સંક્ષિપ્ત જીવન પણ આલેખાયું છે... ૮ પ્રેરક પત્ર પરિમલ - સુશ્રાવક ચીમનભાઈ ઉપરનાં પત્રો, જેમાં પૂજ્ય પંન્યાસજી મહારાજે અનુભવેલ આત્મદર્શનની ઝાંખી કરાવતાં પત્રો છે. જે પ્રેસ મેટર તૈયાર થાય છે... ૯ તાત્વિક પત્રવેલી : પૂજ્યશ્રી સર્વદર્શનોનો સમન્વય કેવી રીતે કરી શકાય. નય સાપેક્ષતા તથા ધ્યાન-કાયોત્સર્ગ - જાપ - વ્યવહાર - નિશ્ચય આદિ સર્વે પાસાઓને સ્પર્શતાં આ પત્રોના સદ્દભાગી આત્માને અજ્ઞાત રાખવામાં આવ્યા છે. પત્રો ખૂબ જ તાત્ત્વિક છે. સાથે-સાથે એ સભાગી આત્માના પણ શંકા-સમાધાન-પૂજ્યભાવ-ભક્તિભાવ પ્રદર્શિત કરતા પત્રો પણ છે. ૧૦ શાંતિદાયક પનવેલી : સુશ્રાવક શાંતિલાલભાઈ પંડિત જીજ્ઞાષા ભાવે જે પ્રશ્નો પુછાવતા તેનું સમાધાન તથા પ્રેરણા-માર્ગદર્શન પૂજ્યશ્રી જે આપતાં તે પત્રોનો સંગ્રહ. હજુ મહાત્માઓ તથા શ્રાવકો ઉપરના પત્રો એકત્રિત થયા છે, થઈ રહ્યા છે તેની એક પુસ્તિકા થશે... Sત્રલોક્યદીપક-મહામંત્રાધિરાજ 86 Page #39 -------------------------------------------------------------------------- ________________ | | | | _ _ _ _ | | | | | | | | | | | | | | | | - - - - - - - - - - પરમ પૂજ્ય પંન્યાસ શ્રી વજસેન વિજયજી ગણિવર્યશ્રીએ કરેલ શાસ્ત્રીય ગ્રંથોનું સંપાદન - સંકલન-તેમાંથી પ્રાપ્ય ગ્રંથો - IT I I L OL શ્રી સિદ્ધ હેમશબ્દાનુશાસન બૃહદવૃત્તિ - લઘુન્યાસ સહિત ભાગ - ૧-૨-૩ સૂત્રટીકા સાઈઝઃ ક્રાઉન - ૮ પેજી શ્રી કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય ભગવંતે રચેલ મુખ્ય વ્યાકરણ, સંસ્કૃત વ્યાકરણના અભ્યાસ માટે મુખ્ય ગ્રંથ... પ્રવચન સારોદ્ધાર મૂળ તથા ભાષાંતર ભાગ -૧-૨ ૨૭૬ ધારોવાળા આ ગ્રંથમાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ તીર્થકર ભગવંતોના માતા-પિતા આદિ દ્વારો. કરણસિત્તરી - ચરણસિત્તરી વગેરે પદાર્થોનું શાસ્ત્રીય આગમપાઠો પૂર્વક સવિસ્તાર વર્ણન છે. પ્રકરણ રત્નાવલી મૂળ તથા ભાષાંતર નિગોદ છત્રીશી, સમ્યકત્વ પ્રકરણ, સિદ્ધદંડીકા, જેવા વિવિધ પૂર્વાચાર્યોનાં ૧ પ્રકરણોનું મૂળ તથા ભાષાંતર કરવામાં આવેલ છે. ગુણસ્થાનક મારોહ મૂળ તથા ભાષાંતર પૂજ્યપાદ્ રત્નશેખરસૂરિકૃત ચૌદ ગુણ સ્થાનકનું વિશદ વર્ણન છે. સુલભ ચરિત્રાણી સંસ્કૃતનો પ્રારંભિક અભ્યાસ કરનારને વાચવા માટે સરળ, વિવિધ પૂર્વાચાર્યોએ કરેલા વિશિષ્ટ સંસ્કૃત જીવન ચરિત્રો. સુલભ કાવ્ય પ્રવેશિકા સંસ્કૃત બુકના અભ્યાસ પછી વાંચનના પ્રવેશ માટે સકલાઉત - ભક્તામર કાવ્યને ખૂબજ સરળતા પૂર્વક કાવ્યની દૃષ્ટિએ તૈયાર કરેલ છે. Nāલોયદીપક મહામંત્રાધિરાજો Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિ ભાષાંતર લોક પ્રકાશ મૂળ તથા ભાષાંતર શ્રી પાર્શ્વનાથ ચરિત્ર સંસ્કૃત શ્રી ભાવદેવ સૂરી કૃત ભદ્રંકર પ્રકાશન ૪૯/૧, મહાલક્ષ્મી સોસાયટી, સુજાતા ફ્લેટ પાછળ, શાહીબાગ, અમદાવાદ-૩૮૦૦૦૪, સરસ્વતી પુસ્તક ભંડાર રતનપોળ, હાથીખાના અમદાવાદ-૩૮૦૦૦૧. ત્રૈલોકચદીપક-મહામંત્રાધિરાજ શ્રાવકના દિવસ સંબંધી કર્તવ્ય રાત્રિ તથા પર્વ-કર્તવ્ય, જીવન કર્તવ્ય વિગેરેનું ખૂબજ ઉપયોગી વિવેચન પૂર્વાચાર્ય શ્રી રત્નશેખર સૂરિજી મહારાજે કર્યું છે તેનું ભાષાંતર. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ચાર વિભાગનું મૂળ તથા ભાષાંતર પાંચ ભાગમાં મુદ્રણ થયું હતું, તેની નકલો ખપી જતાં ફરી માંગ ખૂબ રહેતા ફરી પ્રિન્ટ થાય છે. જૈનદર્શનનો ખૂબ જ મહત્ત્વનો ગ્રંથ જેમાં સચિત્ર તથા યંત્રોનાં આલેખન પૂર્વક ઓફસેટ પ્રિન્ટમાં પ્રકાશિત થઈ રહ્યું છે. જેની નકલો પહેલેથી નોંધાવી દેશો.... પ્રાચિન પ્રતિને શુદ્ધ કરીને નવીન મુદ્રણ કરવામાં આવ્યું છે... પ્રાપ્તિ સ્થાનો સેવંતીલાલ વી. જૈન ૨૦, મહાજનગલી, ૧લે માળે, ઝવેરીબજાર મુંબઈ-૪૦૦૦૦૨. પાર્શ્વનાથ પુસ્તક ભંડાર તળેટી રોડ, ફુવારા સામે, પાલીતાણા-૩૬૪૨૭૦ (સૌરાષ્ટ્ર) 38 Page #41 -------------------------------------------------------------------------- ________________ મંત્રાધિરાજ - માહાસ્ય સાગરનું માપ નીકળી શકે છે. ચિંતામણી રત્નની મૂલવણી થઈ શકે તેમ છે.... જ્યારે શ્રી જિનશાસનના સાર રૂપ શ્રી નવકારનું માપ કે મૂલ્ય થઈ શકે તેમ નથી. ગુણમાં તે અમાપ છે. મૂલ્યમાં અણમોલ છે. તેમ છતાં તેના પર પ્રભાવને આત્મસાત્ કરવા માટે બાળજીવોને શ્રી નવકારનું ઘેલું લગાડવા માટે ઉપકારક મહર્ષિઓએ તેને વિશિષ્ટ કોટિની અનેક ઉપમાઓ વડે નવાજ્યો છે. શ્રી નવકાર એ સારની પોટલી છે... ફૂલનો સાર અત્તર છે. દૂધનો સાર ઘી છે... પણ અત્તર અને ઘી આત્માને કામમાં નથી આવતા.. જ્યારે શ્રી નવકારના સારની પ્રાપ્તિ તો જીવને શિવ બનાવે છે.. શ્રી નવકારને શરૂથી લો, વચ્ચેથી લો કે છેડેથી લો. તેમાં સાર, સારને સાર જ છે. શેરડીના સાંઠાનો છેડે તો હજી યે કડવાશવાળો યા ફીક્કો લાગે છે. પણ શ્રી નવકારના પ્રત્યેક અક્ષરમાંથી અમૃતની મીઠાશ ઝરે છે... ત્રણ જગતમાં સારભૂત જે કાંઈ છે તેનો સાર શ્રી નવકાર છે... સંસાર અસાર છે.. મુક્તિ સાર છે. અને તેનો સાર શ્રી નવકાર છે... માટે શ્રી નવકારના માત્ર એક અક્ષરમાં જીવ જાય છે તો પણ ઓછામાં ઓછા સાતસાગરોમનાં પાપ કપાય છે. કારણકે અસારનો ક્ષય કરવો એ તેનો સ્વભાવ છે. અસાર, તે કે જે આત્મા માટે કશા કામનું નથી. કહેવાય છે કે સાચાં મોતી વાટીને તેનો લેપ કરવાથી શરીરને સુખદ શીતળતાનો અનુભવ થાય છે. આ હકીકતને અપવાદ છે. જ્યારે શ્રી નવકાર તો નિરપવાદપણે એવા શરણાગતને પરમ શાંતિનો અનુભવ કરાવે છે.. ત્રણ જગતના, ત્રણ કાળના સર્વ શ્રેષ્ઠ આત્માઓમાં પણ શ્રેષ્ઠ એવા શ્રી પંચ પરમેષઅઠિ ભગવંતોના સર્વશ્રેષ્ઠ ગુણોનો સાર - તે શ્રી નવકાર છે. શ્રી નવકારના પ્રત્યેક અક્ષરમાં તે સાર જ છે.. ઉત્તમ એવો ઘેબર પણ જીભ બગડેલી હોય તો સારો ન લાગે તે બને. તેમાં દોષ ઘેબરનો નથી. પણ જીભનો છે. તેમ સકળજીવ હિતકર શ્રી નવકાર મનને મીઠો ન લાગે તો તે દોષ મનનો છે. જે દોષ પણ આ. નવકારથી આપણે દૂર કરી શકીએ તેમ છીએ... લક્ષપુટી ઔષધિઓને યથેચ્છપણે વાપરવાથી તેમાંના કસની પ્રાપ્તિ નથી થતી. પણ વિધિપૂર્વક વાપરવાથી લાભ થાય છે. તેમ શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર એ ઠારેલા અમૃતની આકૃતિ છે. એટલે તેને વિધિ-બહુમાન પૂર્વક વારંવાર ચગળવાથી જ તેમાં રહેલો સાર આપણા મનના મોંમાં સૂવે છે. Nāલોક્યદીપક-મહામંત્રાધિરાજ 8 39 S Page #42 -------------------------------------------------------------------------- ________________ એક પલ્લામાં સંસારને મૂકો બીજા પલ્લામાં શ્રી નવકારને મૂકો તો શ્રી નવકારવાળું પલ્લું જ નમશે. કારણ કે સંસાર અસ્થિર છે. શ્રી નવકાર સુસ્થિર છે. એટલે શ્રી નવકારને ગ્રહણ કરવાથી સારભૂત જીવનની પ્રાપ્તિ થાય છે. અને શ્રી નવકારને સમર્પિત થવાથી – નવકાર એના ગૌરવને અનુરૂપ પરમપદની ભેટ એના શરણાગતને આપે છે. આવી સારની પોટલી જેમને પ્રાપ્ત થઈ છે તેઓ ખરેખર પુણ્યશાળી છે. અને જેઓ તન્મય બન્યા છે તેઓ સર્વથા કૃતકૃત્ય છે. શ્રી નવકાર એ રનની પેટી છે...... સ્કુલ રત્નો માણસને ગમે છે. માટે તેને મેળવવા માટે તે મહેનત કરે છે. અને જો મળી જાય છે તો જીવની જેમ સાચવે છે. તેમ છતાં આવાં રત્નોથી કોઈનું કાયમી દળદર નથી ફીટતું તે હકીકત છે. એટલે આ રત્નો કરતાં ચઢિયાતી શક્તિવાળાં રત્નો મેળવવા માટે વિવેકી આત્માઓ પુરૂષાર્થ ખેડે છે. અને તેને મેળવીને હર્ષવિભોર બની જાય છે. - જગતના ચોકમાં ઉભા રહીને ઉઘોષણા કરે છે કે "બંધુઓ” ! આવો આવો ! પ્રમાદ છોડીને આ રત્નોનાં પ્રકાશમાં આત્માને સ્નાન કરાવો ! આવા અણમોલ ૬૮ રત્નોની પેટી તે જ શ્રી નવકાર છે. એક હથેળીમાં કિંમતી રત્નને રાખો બીજી હથેળીમાં શ્રી નવકારના “ન” ને રાખો. અને પછી હેને હથેળીઓ ઉપર નજર ફેરવો. જો નજર શ્રી નવકારના “ન” ઉપર ઠરે તો માનવું કે આપણે સાચા રત્ન પારખું ઝવેરી છીએ. અને જો પત્થરના રત્ન ઉપર ઠરે તો માનવું કે આપણે જડ જેવા છીએ. પત્થરના રત્ન પાસેથી જે કાંઈ મળે છે તેવું આ જીવ, આ સંસારમાં અનંતીવાર મેળવી ચૂક્યો છે. . અને છતાં અતૃપ્ત જ રહ્યો છે. જ્યારે શ્રી નવકારની રત્નપેટીમાંના કોઈ એક પણ રત્નને પોતાના મનનો મુગટ બનાવનારા અક્ષય સુખના સ્વામી બન્યા છે. મુક્તિના વિરહમાં તડપતાં મુમુક્ષુને તો શ્રી નવકાર પ્રિયતમ લાગે છે. તેના અંગભૂત એક-એક અક્ષર માથે મૂકીને નાચવા જેવો લાગે છે. આ લોગમાં એવું કોઈ રત્ન નથી કે જે સર્વ કાળમાં એક સરખો પ્રકાશ પાથરતું હોય જ્યારે થઈ નવકારનો પ્રત્યેક અક્ષર સર્વકાળમાં પાપ પ્રણાશક પ્રકાશ પાથરી રહ્યો છે. એટલે કે શ્રી નવકાર રૂપી રત્નની પેટી દરિદ્રતાને તો દૂર કરે છે. પણ તેના કારણરૂપ પાપ અને પાપવૃત્તિ પણ નાશ કરે છે. - આ પેટીને તિજોરીમાં મૂકી દેવા માત્રથી કામ નહિ સરે. પણ હૃદયની પેટીમાં અહોભાવ પૂર્વક ગોઠવવાની છે. પછી સમજાશે કે તેને અણમોલ રત્નોની પેટી કહેનારા ભગવંતો કેટલા સાચા છે. આવી સાધના આજે કરીને તેનો અનુભવ કરી શકાય તેમ છે. એટલા અદ્ભૂત શ્રી નવકારનો પ્રભાવ છે. ત્રિલોયદીપક-મહામંત્રાધિરાજ 40 IN Page #43 -------------------------------------------------------------------------- ________________ | મેલોકાદીપક મહામભાધિરાજ પરમપૂજ્ય પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર્ય 2લોક્યદીપક મહામંત્રાધિરાજ aiiiiii Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમહામન્ના मूलमन्त्र नमो अरिहंताणं-१ नमो सिद्धाणं-२ नमो आयरियाणं-३ नमो उवज्झायाणं-४ नमो लोए सव्वसाहूणं-५ [પદ-૫, ગુરુ-૩, લઘુ-૩૨, કુલ અક્ષર ૩૫] * * * चूलिका एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥१॥ [પદ-૪, ગુરુ-૪,-લઘુ-૨૯, કુલ અક્ષર ૩૩] અર્થ - અરિહંતોને નમસ્કાર થાઓ ! સિદ્ધોને નમસ્કાર થાઓ ! આચાર્યોને નમસ્કાર થાઓ ! ઉપાધ્યાયોને નમસ્કાર થાઓ ! લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર થાઓ! આ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપોનો મૂળથી નાશ કરનાર અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલરૂપ થાય છે. [પદ-૯, સંપદા-૮, ગુરુ-૭, લઘુ-૧, કુલ અક્ષર ૬૮] હા મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS IT Page #45 -------------------------------------------------------------------------- ________________ .'श्री आत्मरक्षाकरं वज्रपञ्जरारव्यं महास्तोत्रम्' . [શ્રી નમસ્કાર મહામંત્રનો વિધિપૂર્વક જાપ કરનાર મહાનુભાવ પુણ્યાત્માએ જાપના પ્રારંભમાં આ સ્તોત્ર વડે મુદ્રાઓ સહિત સ્વશરીરની રક્ષા કરવી. મુદ્રાઓ ગુરુગમથી શીખી લેવી, આત્મરક્ષાપૂર્વક જાપ કરવાથી અનેક यामी थायछ.] ॐ परमेष्ठिनमस्कारं, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पाराभं स्मराम्यहम् ॥१॥ ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सवसिद्धाणं, मुखे मुखपटं वरम् ॥२॥ ॐ नमो आयरियाणं, अङ्गरक्षातिशायिनी । ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ॥३॥ ॐ नमो लोए सव्वसाहूणं, मोचके पादयोः शुभे । एसो पंच नमुक्कारो, शिला वज्रमयी तले ॥४॥ सव्यपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः । मंगलाणं च सव्वेसिं, खादिराङ्गारखातिका ॥५॥ स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलं । वप्रोपरि वज्रमयं, पिधानं देहरक्षणे ॥६॥ महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रवनाशिनी । परमेष्ठिपदोद्भूता, कथिता पूर्वसूरिभिः ॥७॥ यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा । तस्य न स्याद्भयं व्याधि-राधिश्चापि कदाचन ॥८॥ ભાવાર્થ - નવપદસ્વરૂપ, જગતના સારભૂત, આ પરમેષ્ઠિનમસ્કાર આત્મરક્ષા કરવા માટે વજના પંજર સમાન છે, તેનું હું સ્મરણ કરું છું. ૧ “ॐ नमो अरिहंताणं ।' मा मंत्र मु॥2३५ भरत3 २४ो छ, म neej, (२६॥ ४२d quते मस्त हाय स्पर्श..) ॐ नमो सिद्धाणं ।' २॥ मंत्र भु५ ५२ श्रेष्ठ वस्त्र तरी २४ो छ, म . (anadi भु५ ५२ ॥4 स्पर्शवा.) २. વધૂપંજરસ્તોત્ર Page #46 -------------------------------------------------------------------------- ________________ ‘ૐ નમો આયરિયા ” આ મંત્રને અતિશાયી અંગરક્ષક તરીકે જાણવો. (બોલતાં શરીર પર હાથ સ્પર્શવા.). ‘% નો હવાલા ' આ મંત્રને બે હાથમાં રહેલા મજબૂત આયુધ (શસ્ત્ર) તરીકે સમજવો. (બોલતાં બે હાથમાં શસ્ત્ર પકડવાની ચેષ્ટા કરવી.) ૩. ‘ૐ નમો નો વ્યા[vi ' આ મંત્રને પગમાં રહેલી મંગળકારી મોજડીઓ રણવી. (બોલતાં બે પગ નીચે હાથ સ્પર્શવા.). “Tણી પંઘ નમુવાર ' આ મંત્રને પાદતળે રહેલી વજની શિલાના સ્થાને સમજવો. (બોલતાં જે આસન પર પોતે બેઠા હોય, તેને હાથથી સ્પર્શ કરતાં મનમાં વિચારવું કે હું વજશિલા ઉપર બેઠો છું. તેથી જમીનમાંથી કે પાતાલલોકમાંથી મને કોઈ વિઘ્ન થઈ શકશે નહિ.) ૪. “વ્યવપૂTIક્ષણો - આ મંત્રને ચારે દિશાઓનો વજમય કિલ્લો જાણવો. (બોલતાં એમ વિચારવું કે મારી ચારે તરફ વજનો કોટ છે, બે હાથથી ચારે બાજુ કોટની કલ્પના કરતાં અંગુલી ફેરવવી.). “મંાના ઘ લઉં !' આ મંત્રને ખેરના અંગારની ખાઈ સમજવી. (બોલતી વેળા વિચારવું કે વજય કોટની બહાર ચારે બાજુ ખાઈ ખોદેલી છે.) ૫ પત દેવ મંર્તિ ' આ મંત્રને કિલ્લાની ઉપર વિજય ઢાંકણ સમજવું. (બોલતી વેળા વિચારવું કે વજય કોટ ઉપર આત્મરક્ષા માટે વજમય ઢાંકણ રહેલું છે.) [આ પદને અંતે “વાહ' મંત્ર પણ સમજી લેવો.] ક. “પરમેષ્ઠિપદોથી પ્રગટ થયેલી મહાપ્રભાવવાળી આ રક્ષા “સર્વ ઉપદ્રવોનો નાશ કરનારી છે' એમ પૂર્વાચાર્યોએ કહેલું છે. ૭ પરમેષ્ઠિપદો વડે આ રીતે જે નિરંતર આત્મરક્ષા કરે છે. તેને કોઈપણ પ્રકારના ભય, શારીરિક વ્યાધિ અને માનસિક પીડાઓ કદી પણ થતી નથી. (સર્વ ઉપદ્રવોનો નિવારક આ મંત્ર છે.) ૮. શ્રી નમસ્કાર મહામંત્ર સર્વ રક્ષકોનો પણ રક્ષક છે. શ્રી મહાનિશીથ સૂત્રોક્ત નામગ્રહણનો વિધિ અને ફળા नाम पि सयलकम्म?-मलकलंकेहिं विप्पमुक्काणं । तियसिंदच्चियचलणाणं, जिणवरिंदाणं जो सरइ ॥१॥ तिविहकरणोवउत्तो, खणे खणे सीलसंजमुज्जुत्तो । अविराहियवयनियमो, सो विहु अइरेण सिज्झिज्ज ॥२॥ અર્થ - સકલ અષ્ટ કર્મરૂપી મલના કલંકથી સર્વથા મુક્ત થયેલા અને જેઓનાં ચરણકમળ દેવેન્દ્રો પૂજે છે, એવા શ્રી જિનવરેન્દ્રોનાં નામનું પણ જેઓ ત્રણ પ્રકારનાં કરણો. (મન-વચન-કાયા) વડે ઉપયુક્ત (સાવધ) થઈને, પ્રતિક્ષણ શીલ અને સંયમમાં ઉઘુક્ત રહીને અને વ્રત તથા નિયમની વિરાધનાથી બચી જઈને સ્મરણ કરે છે તેઓ અલ્પકાલમાં જ સિદ્ધિ ગતિને પામે છે. ૧-૨. (શ્રી મહાનિશીથ સૂત્ર. અ. ૨) કિ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ . Page #47 -------------------------------------------------------------------------- ________________ આદર્શ नमस्कारसमो मन्त्रः शत्रुञ्जयसमो गिरिः । वीतरागसमो देवो, न भूतो न भविष्यति ॥ १ ॥ - શ્રી જિનશાસનમાં ઉપર્યુક્ત સુભાષિત ઘણું પ્રસિદ્ધ છે. ટૂંકમાં તેનો અર્થ એ છે કે - ‘નવકાર સમાન મંત્ર, શત્રુંજય સમાન પર્વત અને વીતરાગ સમાન દેવ, ભૂતકાળમાં થયા નથી અને આગામી કાળમાં થનાર નથી.’ તાત્પર્ય કે જગતમાં મંત્રો, પર્વતો અને દેવો ઘણા છે, પરંતુ તેમાં નવકા૨થી ચઢિયાતો એક પણ મંત્ર નથી, શત્રુંજયથી અધિક એક પણ પર્વત નથી અને વીતરાગથી શ્રેષ્ઠ એક પણ દેવ નથી. બીજી રીતે વિચારતાં તેનો ૫૨માર્થ એ નીકળે છે કે -‘દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ, એ ચાર વિભાગમાં વહેંચાયેલું સમગ્ર વિશ્વ છે, એ વિશ્વમાં અનંતાનંત જીવ પુદ્ગલાદિ દ્રવ્યો, અનંતાનંત લોકાલોક પ્રદેશ પ્રમાણ ક્ષેત્રો, અનંતાનંત ભૂત, ભવિષ્ય, વર્તમાનકાલીન સમયો અને અનંતાનંત ગુણપર્યાયરૂપી ભાવો છે, તે બધાં દ્રવ્યોમાં શ્રેષ્ઠ દ્રવ્ય કયું ? બધા ક્ષેત્રોમાં સર્વોચ્ચ ક્ષેત્ર કયું ? બધા કાળમાં સર્વોત્તમ કાળ કયો ? બધા ભાવોમાં સર્વોત્તમ ભાવ કયો ? એ ચારે પ્રશ્નોનો ઉત્તર જાણે એકજ શ્લોકમાં મળતો હોય, તેમ આ શ્લોક જણાવે છે કે - ‘સર્વ દ્રવ્યોમાં ઉત્તમ દ્રવ્ય વીતરાગદેવ છે, સર્વ ક્ષેત્રોમાં ઉત્તમ ક્ષેત્ર શત્રુંજય ગિરિરાજ એટલે સિદ્ધક્ષેત્ર છે, સર્વ ભાવોમાં ઉત્તમ ભાવ પંચ પરમેષ્ઠીઓને નમવાનો ભાવ છે અને ‘એ ત્રણે સર્વોચ્ચ છે' એવી ઓળખાણ જે કાળમાં થાય છે, તે કાળ સર્વ કાળમાં ઉત્તમ કાળ, છે. એથી એ સિદ્ધ થયું કે ‘પરમેષ્ઠીઓને નમવાના ભાવ સમાન ભાવ, સિદ્ધિએ ગયેલા ઘણા જીવો વડે સ્પર્શાએલ સિદ્ધક્ષેત્ર સમાન ક્ષેત્ર અને જીવોને મુક્તિ મેળવવા માટે પરમ આલંબનભૂત દ્રવ્યોમાં વીતરાગ દેવ સમાન ઉત્તમ દ્રવ્ય બીજું કોઈ વર્તમાન કાળમાં છે નહિ, ભૂતકાળમાં હતું નહિ અને ભવિષ્ય કાળમાં થવાનું નથી. આ વાત આગમ, યુકિત, અનુભવ અને ઈતિહાસ આદિ કોઈપણ પ્રમાણથી જ્યારે સિદ્ધ કરવી હોય ત્યારે સિદ્ધ થઈ શકે તેમ છે. આ ગ્રન્થનો પ્રસ્તુત વિષય ‘નમસ્કાર મંત્ર’ છે. શાસ્ત્રોમાં મણિ, મંત્ર અને ઔષધિઓની શક્તિ અચિત્ત્વ મનાયેલી છે. જેમ મણિ-રત્નો પાષાણ જાતિનાં હોવા છતાં તેનાં મૂલ્યવાનપણાથી તથા તેની કષ્ટ-રોગહરાદિ શક્તિઓથી પ્રસિદ્ધ છે, તેમ ‘મંત્ર’ એ પૌદ્ગલિક શબ્દરૂપ હોવા છતાં દુઃખ, દારિદ્રચ, કષ્ટ, રોગ, ભય, ઉપદ્રવાદિના નાશક તરીકે અને અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ આદિ આ જન્મનાં કે સ્વર્ગ, અપવર્ગ આદિ આગામી જન્મોનાં સુખપ્રાપક તરીકે પ્રસિદ્ધ છે. જૈન શાસનમાં ‘નવકારમંત્ર' એટલે તેના અડસઠ અક્ષરોની રચનારૂપ પૌદ્ગલિક શબ્દો સર્વ મંત્રોમાં શિરોમણિસમાન છે. વ્યાકરણ શાસ્ત્રમાં સર્વ મળીને બાવન અક્ષરો પ્રસિદ્ધ છે. જગતનાં તમામ શાસ્ત્રો એ બાવન અક્ષરોની જ ‘પરસ્પર વિચિત્ર પ્રકારના સંયોગથી ઉત્પન્ન થયેલી રચનાઓ છે.' નવકા૨ના અડસઠ અક્ષરો પણ એ બાવન અક્ષરોની બહાર નથી. માત્ર અક્ષરસંયોગરૂપ તેની રચના બીજાં તમામ શાસ્ત્રોથી જુદી પડી જાય છે અને તે જ કા૨ણે તેને ‘મહામંત્ર’ તરીકે સ્થાન મળ્યું છે. તેના પ્રત્યેક અક્ષરો, પદો, સંપદાઓ ઇત્યાદિનું સવિસ્તર વર્ણન આ પુસ્તકમાં તેના યથાયોગ્ય સ્થળે કરવામાં આવ્યું છે. સર્વ શાસ્ત્રો અને મંત્રોમાં આ અડસઠ અક્ષરો, નવપદો અને આઠ સંપદાઓવાળાં નાનામાં નાના શાસ્ત્ર અને મંત્રને ‘મહાશાસ્ત્ર’ અને ‘મહામંત્ર' ની ઉપમા કેમ મળી છે તેનો વિગતવાર ખુલાસો આ પુસ્તકના લગભગ બધાં પ્રકરણોમાં જુદી જુદી રીતે અપાયેલો છે. વાચકો તે દૃષ્ટિએ તેને ધ્યાનપૂર્વક અને મનનપૂર્વક વાંચે એવી ભલામણ છે. આદર્શ Page #48 -------------------------------------------------------------------------- ________________ માત્ર અડસઠ અક્ષરના સમુદાયમાં આવી અચિત્ત્વ શક્તિ સંગ્રહિત થયેલી છે, એમ અમારે શી રીતે માનવું ? એ પ્રશ્ન આ સ્થળે કદાચ ઊઠશે, પરંતુ તેનું સમાધાન એ છે કે અક્ષરો કે-તેના સમૂહરૂપ પદો, વાક્યો અને મહાવાક્યો, એ પૌદ્ગલિક અને જડ હોવા છતાં ચૈતન્ય અને જ્ઞાનનાં અદ્વિતીય વાહન છે. શબ્દને અર્થની સાથે જેમ સંબંધ છે, તેમ ચેતન-આત્માના જ્ઞાન અને ભાવની સાથે પણ તેને સંબંધ છે. જેવો શબ્દ તેવું જ્ઞાન અને જેવો શબ્દ તેવો જ ભાવ થતો આત્મામાં પ્રત્યક્ષ અનુભવાય છે. સંજ્ઞિપંચેન્દ્રિય-પર્યાપ્ત-મનુષ્ય અને તિર્યંચ કે–જેઓને શબ્દ શ્રવણ માટેની ‘ઇન્દ્રિય' અને તેનો અર્થ સમજવા માટે સમર્થ એવું ‘મન’ મળ્યું હોય છે, તેઓના જ્ઞાન અને ભાવ ઉપર શબ્દશક્તિ અચિત્ત્વ અસર ઉત્પન્ન કરે છે, એ વાત અનુભવ સિદ્ધ છે. જેઓને શબ્દ ઉપ૨થી અર્થનું જ્ઞાન કરવા જેટલો ક્ષયોપશમ હોતો નથી, તેઓ ઉપર પણ સારા-નરસા અર્થના વાચક શબ્દની સારી-નરસી અસર થતી અનુભવી શકાય છે. શબ્દોને તેના અર્થોની સાથે જેમ ‘વાચ્યવાચક’ સંબંધ છે, તેમ આત્મા અને તેના પરિણામોની સાથે ‘ભાવ્યભાવક’ સંબંધ પણ છે. શબ્દો ‘ભાવક' છે અને આત્મા ‘ભાવ્ય' છે. આત્મામાં જેમ જ્ઞાનાદિ ગુણો છે. તેમ રાગાદિ ભાવો પણ છે, તે બંને ઉ૫૨ શબ્દોની અસર છે. જો કે બધા જીવો શબ્દોની અસર ઝીલવાને લાયક હોતા નથી, તોપણ જે જીવો તેને લાયક છે. તેઓના ભાવો ઉપર યોગ્ય-અયોગ્ય શબ્દોની યોગ્ય-અયોગ્ય અસરો નીપજે જ છે. શબ્દોમાં યોગ્યતા અને અયોગ્યતા તેના વાચ્ય પદાર્થોની યોગ્યતા અને અયોગ્યતા ઉપર આધાર રાખે છે. ‘નવકાર મંત્ર'ના અડસઠ અક્ષરો અને તેના સંયોગરૂપ નવપદોથી વાચ્ય અર્થોની યોગ્યતા ઘણી ઊંચી છે-સર્વશ્રેષ્ઠ છે, તેથી તેના વાચક અક્ષરો અને પદો અર્થાત્ શબ્દોની યોગ્યતા પણ સર્વોત્કૃષ્ટ મનાય છે. આત્માના ભાવોને હલાવી નાખવા માટે, અશુદ્ધ ભાવોને ટાળી શુદ્ધ ભાવો પ્રગટાવવા માટે નવકા૨ના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો~અડસઠ રત્નો કે તેવી જ બીજી લૌકિક વસ્તુઓની ઉપમાઓ ઘણી જ ઓછી પડી જાય છે, એ વાત પુસ્તકમાં સંગ્રહેલાં નવકારનાં સ્તોત્રોના વાંચન ઉપરથી તરત જ જણાઈ આવશે. શાસ્ત્રોનું પ્રયોજન બે પ્રકારનું હોય છે : એક તો જ્ઞાન પ્રકટાવવાનું અને બીજું ભાવ ઉત્પન્ન કરવાનું. કેટલાક કહે છે કે ‘નવકા૨’ તે ચૌદ પૂર્વના જ્ઞાનનો સંગ્રહ કહેવાય છે પણ અમને તેનાથી કાંઈ (વિશેષ) જ્ઞાન થતું નથી. તેઓએ વિચારવું જોઈએ કે-ચૌદ પૂર્વનું જ્ઞાન પણ જે જ્ઞાન આગળ એક બિન્દુ તુલ્ય છે, તેવું કેવળજ્ઞાન, નવકા૨માં જેને નમસ્કાર ક૨વામાં આવે છે, તે અરિહંત અને સિદ્ધોના આત્માને પ્રગટ થયેલું છે. ‘નવકાર’ દ્વારા થતી તેઓની ઓળખાણ પોતાના આત્માના કેવળજ્ઞાન સ્વરૂપની પ્રતીતિ અને નિર્ણય કરાવે છે. તે પ્રતીતિ અને નિર્ણય જેમ જમ દૃઢ થતાં જાય છે, તેમ તેમ આત્માનો અનાદિનો મિથ્યામોહ વિલય થતો જાય છે અને મોહના સર્વથા વિલયથી પોતે જ કેવળજ્ઞાન સ્વરૂપ બની જાય છે. કોઈ કહેશે એ જ્ઞાન અમને બીજાં શાસ્ત્રોથી પણ મળી રહે છે. તો ‘નવકા૨’ માં શું વિશેષતા છે ?’ તેઓને એ ઉત્તર છે કે-એકલા જ્ઞાનથી કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી. જ્ઞાનની પોતાના ભાવ ઉપર કેટલી અસર થઈ, તેના ઉપર જ્ઞાનની ઉપયોગિતા અવલંબેલી છે. આત્માના ભાવ પલટવા માટે એટલે અનાદિના મિથ્યાભાવો ટાળીને સમ્યગ્ ભાવો કરવા માટે બીજાં સર્વ શાસ્ત્રો અને બીજા સર્વ મંત્રો કરતાં ‘નવકારશાસ્ત્ર’ અને ‘નવકારમંત્ર' વધારે ઉપકારક છે. તેનાં બે કારણો છેઃ એક તો નવકા૨ની રચના સંક્ષિપ્ત હોવાથી તે આબાલગોપાલ સર્વ-જન-ગ્રાહ્ય શાસ્ત્રરૂપ છે અને બીજું તે સર્વ-મંત્ર-૨ત્નોનું ઉત્પત્તિ સ્થાન છે. તેથી સર્વ-મંત્ર-સંગ્રાહક સ્વરૂપ છે. જગતમાં જેટલાં સત્ય અને સફળ મંત્રો છે, તે બધામાં બીજ તરીકે ‘નવકાર’ કે તેનો અંશ રહેલો જ હોય છે અને તેથી જ તેઓ ફળદાયક બને છે. સર્વ લોકોત્ત૨ મંત્રો કે સર્વ લોકોત્તર શાસ્ત્રોનું અંતિમ તાત્પર્ય આત્માનો મોહ નાશ કરવાનું હોય છે. એ મોહ નાશ ક૨વાનું કાર્ય જેટલી સહેલાઈથી અને જેટલી ઝડપથી ‘નવકાર’ દ્વારા ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #49 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થાય છે, તેટલી સહેલાઈથી અને તેટલી ઝડપથી અન્ય કોટિ શાસ્ત્રોથી પણ થવું શક્ય નથી. બધાં પ્રામાણિક શાસ્ત્રો અને જૈનદર્શનના બધા પ્રામાણિક મહાપુરુષો આ વાતનો એકી અવાજે સ્વીકાર કરે છે. તેથી ‘નવકાર’ એ સર્વ દેશ અને સર્વ કાળમાં જૈન સંઘનો પ્રાણ બની રહ્યો છે. ત્રણે ફીરકાનો જૈન સંઘ આજે પણ ‘નવકાર'ને સવારે ઊઠવાથી માંડીને રાત્રે સૂઈ જાય ત્યાં સુધીમાં, એકવાર નહિ પણ સેંકડો અને હજારોવાર ગણે છે અને તેને ગણનાર બધાની પ્રતિદિનની સમગ્ર સંખ્યાનું પ્રમાણ કાઢવામાં આવે તો કેવળ લાખો જ નહિ બલકે ક્રોડો અને તેથી પણ અધિક સંખ્યાપ્રમાણ થવા જાય છે. જો કે તે ગણનારા બધા જ ‘નવકાર’નું માહાત્મ્ય સમજીને કે વિચારીને જ ગણે છે એમ નથી, તોપણ જૈન સંઘમાં બધી વસ્તુઓ ક૨તાં ‘નવકાર'નું સ્થાન કેટલું વિશિષ્ટ છે, તે સમજવા માટે તે એક પ્રતીક છે. જો લાખો અને ક્રોડોની સંખ્યામાં રોજ નવકાર ગણાય જ છે. તો તે શુદ્ધ રીતિએ, અર્થ સમજીને, ભાવાર્થ અને પરમાર્થ પર્યંત પહોંચીને ગણાય, એવી ભાવના અને કામના કોની ન હોય ? સૌ કોઈની હોય. તે કાર્યની સિદ્ધિ આ પુસ્તક દ્વારા જેટલા અંશે થાય, તેટલા અંશે તેને તૈયાર કરવામાં થયેલો શ્રમ લેખે ગણાશે. અહીં એક વાત લક્ષ્યમાં લેવાની છે કે-શાસ્ત્રકારોએ નવકારનું જે અપૂર્વ ફળ અને માહાત્મ્ય વર્ણવ્યું છે, તે ‘ભાવ નમસ્કા૨’ અંગે છે. ‘ભાવ નમસ્કાર,’ ‘પરમાર્થ નમસ્કાર,’ ‘અદ્વૈત નમસ્કાર,’ નિશ્ચય નમસ્કાર,' એ બધા એક જ અર્થને કહેનારા શબ્દો છે. ‘દ્રવ્યનમસ્કાર’ ‘નામનમસ્કાર’ ‘દૈતનમસ્કાર’ ‘વ્યવહા૨નમસ્કાર' એ બધા એનાથી વિપરીત અર્થને કહેનારા છે. આ પુસ્તકના પહેલાં સોળ પ્રક૨ણોમાં મુખ્યત્વે નમસ્કારનું વ્યાવહારિક સ્વરૂપ બતાવવામાં આવ્યું છે અને છેવટના સત્તરમાં પ્રકરણમાં તેનું નિશ્ચય સ્વરૂપ બતાવવામાં આવ્યું છે. નિશ્ચય એ પરમાર્થ છે, વ્યવહાર તેનું સાધન છે. બેમાંથી કોઈની પણ ઉપેક્ષા, મૂળ વસ્તુની જ ઉપેક્ષામાં પરિણમે છે. તેથી નવકા૨ના પારમાર્થિક સ્વરૂપને આત્મસાત્ કરવા માટે, બંને સ્વરૂપ તરફ આદરભાવવાળા બની, બંનેનો યથોચિત્ અભ્યાસ કરી, અનાદિનો શત્રુ જે મોહ-તેનો નાશ કરવા ઉદ્યત બનવું જોઈએ. છેવટે એક અગત્યની બીના કહેવાની રહે છે અને તે એ છે કે-જૈન સંઘના બે ફીરકા ‘નવકાર’ને પહેલાં પાંચ પદસ્વરૂપ કેવળ પાંત્રીસ અક્ષરવાળો માનીને ગણે છે અને મૂર્તિપૂજક શ્વેતાંબર સંપ્રદાય પાંત્રીસ અક્ષરવાળો મૂળ મંત્ર અને તેની ચૂલિકાના તેત્રીસ અક્ષરવાળા ચાર પદ મળી કુલ અડસઠ અક્ષરવાળો માનીને ગણે છે. મૂળ મંત્ર ‘પાંત્રીસ અક્ષર’ અને ‘પાંચ પદ’ પ્રમાણ છે, એ સંબંધમાં કોઈને કશો પણ મતભેદ નથી. જે મતભેદ છે, તે ચૂલિકાના ચાર પદ અને તેના તેત્રીસ અક્ષરોને મૂળ મંત્રમાં ગણવા કે નહિ, તે વિષયમાં છે. આ પુસ્તકના ત્રીજા પ્રકરણમાં છેલ્લા દશ પૂર્વધર શ્રી વજસ્વામી અને તેમણે શ્રી મહાનિશીથ સૂત્રની અંદર કરેલા ઉલ્લેખની સાખ આપી સમગ્ર નવકાર મંત્રને નવપદ, આઠ સંપદા અને અડસઠ અક્ષ૨વાળો બતાવ્યો છે.* કેટલાક તેને ‘અડસઠ' અક્ષર પ્રમાણ માનવાને બદલે ‘સડસઠ’ અક્ષર પ્રમાણ માને છે. પાંચ પદરૂપ કે (‘સડસઠ' અક્ષરમય) નવપદરૂપ માનીને પણ જેઓ નવકા૨ને પરમ આદ૨થી ગણે છે અને નવકાર પ્રત્યે પોતાની હાર્દિક ભક્તિ પ્રદર્શિત કરે છે, તેઓ અભિનન્દનીય છે. છતાં આ વિષયમાં જે વસ્તુ અમને વિચા૨ણીય લાગી છે, તે વસ્તુ તેનાં કારણો સહિત અહીં ટૂંકમાં રજુ કરીએ છીએ. સર્વ શાસ્ત્રોની આદિમાં મંગળ, અભિધેય, સંબંધ અને પ્રયોજન, એ ચાર વસ્તુ બતાવવામાં આવે છે. એ ચારને ‘અનુબંધચતુષ્ટય' કહેવામાં આવે છે. સર્વશિષ્ટ પુરુષોએ માન્ય રાખેલો એ નિયમ છે. એ ચારમાં એકેકની પણ હાનિથી શા દોષો આવે છે, તેનું વર્ણન, તે તે ગ્રન્થોમાં તે તે સ્થળોએ વિસ્તા૨થી ક૨વામાં આવ્યું છે. * દિગમ્બર સંપ્રદાયના સાહિત્યમાં મૂલાચાર’નામનો એક પ્રાચીન ગ્રન્થ છે. તેની ૫૧૪મી ગાથા પણ ‘નમસ્કારમંત્ર'ની ચૂલિકાને બરાબર મળતી છે અને તે નીચે મુજબ છે. “સો પંચનમોયો, સવ્વપાવપાતળો | મંન્નેત્તુ ય સર્વસુ, ઢમ્ રિ મંત્રં 90' આદર્શ Page #50 -------------------------------------------------------------------------- ________________ પ્રન્થોમાં એ ચાર કે ચારમાંથી કોઈપણ એકનું વર્ણન નથી હોતું, ત્યાં તેને ઉપલક્ષણથી કે ગ્રન્થકારની શિષ્ટતાના પ્રામાણ્યથી સ્વીકારી લેવામાં આવે છે. આપણે ઉપર જોઈ આવ્યા કે “નવકાર એ કેવળ “શાસ્ત્ર જ નહિ પણ “મહાશાસ્ત્ર છે. એટલું જ નહિ પણ શાસ્ત્રકારોએ જ્યારે બીજાં બધા શાસ્ત્રોને શ્રુતસ્કંધ તરીકે સંબોધ્યાં છે ત્યારે, નવકારને મહાશ્રુતસ્કંધ તરીકે સંબોધેલ છે. તેથી તેમાં પણ “અનુબંધચતુષ્ટય' હોવાં અનિવાર્ય છે. નવકાર એ સર્વજગ-જન-હિતકારી શાસ્ત્ર છે. તેથી સર્વ કોઈ તેને સહેલાઈથી સમજી શકે તેવી રીતે તેની રચના હોવી જોઈએ. ઉપલક્ષણથી કે શિષ્ટજનપ્રામાણ્યથી “નવકારમાં “અનુબન્ધચતુષ્ટય... ગર્ભિત રીતે રહેલાં છે, એમ વિદ્વદુર્ગ સિવાય બીજા ભાગ્યે જ સમજી શકે. તેથી પ્રગટપણે તે (અનુબધચતુષ્ટય)ને સ્થાન હોવું જોઈએ. મંગલ, સંબંધ અને અભિધેય તો મૂલમંત્રમાં આવી જાય છે, માત્ર પ્રયોજન બાકી રહે છે. કોઈપણ શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરાવવા માટે શાસ્ત્રનું પ્રયોજન અને ફળ અવશ્ય બતાવવું જોઈએ. જ્યાં સુધી પ્રયોજન જાણવામાં ન આવે ત્યાં સુધી મંદબુદ્ધિવાળો પણ તેમાં પ્રવૃત્તિ કરતો નથી કહ્યું છે કે, “પ્રયોગનમનુદ્દેિશ્ય મન્દ્રોડ િર પ્રવર્તત ” વળી બુદ્ધિશાળી પુરુષો હંમેશાં પ્રધાન ફળવાળી અર્થાત્ શ્રેષ્ઠ ફળવાળી પ્રવૃત્તિમાં જ આદર કરે છે. કહ્યું છે કે, “છત્ત ધાના: સમરઃ ” એ રીતે મંદથી માંડીને બુદ્ધિમાન પર્યન્ત સર્વજીવોને સદાકાળ માટે “નવકારમાં' પ્રવૃત્તિ કરાવવા માટે નવકારનું પ્રયોજન અને ફળ નવકારમાં સાક્ષાત્ કહેવું જોઈએ. જેથી સૌ કોઈની તેમાં સુખે પ્રવૃત્તિ થઈ શકે. મંદ પ્રવૃત્તિમાં તીવ્રતા લાવવા માટે તથા શિથિલ પ્રવૃત્તિમાં દઢતા ઉત્પન્ન કરવા માટે પણ તેની જરૂર છે. એ કારણે ચૂલિકાના પ્રથમ બે પદમાં નવકારનું પ્રયોજન અને છેલ્લા બે પદમાં નવકારનું ફળ સાક્ષાત્ કહીને તેને મૂળમંત્રમાં સામેલ કરેલ છે. મંદથી માંડી બુદ્ધિમાન પર્યત સર્વજનની શ્રદ્ધાને તથા ભાવનાને દઢ કરવા માટે તથા “પંચપરમેષ્ઠિનમસ્કાર' મંત્રના સ્મરણ તથા જાપના પુરુષાર્થમાં અપૂર્વ વેગ લાવવા માટે તે અત્યંત કાર્યસાધક બને છે. પ્રત્યેકમંત્ર અનુષ્ઠાન તેટલું જ ફળી શકે કે જેટલું અનુષ્ઠાન કરનારની શ્રદ્ધા ભાવના કે પુરુષાર્થમાં જોર હોય. નમસ્કાર મંત્ર નિષ્ઠયોજન કે નિષ્ફળ નથી પણ મહાપ્રયોજન અને મહાફળને સાધનારો છેઃ કારણ કે તેનાથી સર્વ પાપોનો નાશ થાય છે તથા તે સર્વ મંગળોમાં શ્રેષ્ઠ મંગળ જે આત્મલાભ, તેની પ્રાપ્તિ કરાવે છે. એ જાતિની શ્રદ્ધા અને ભાવના પુરુષાર્થમાં પ્રબળ વેગ અને બળ લાવનારી થાય છે. ચારગતિરૂપ સંસારમાં ભમતા જીવોને માટે સર્વપાપના નાશથી અધિક શ્રેષ્ઠ કોઈ પ્રયોજન નથી તથા શુદ્ધ આત્મસ્વરૂપના લાભથી અધિક મોટું કોઈ ફળ નથી. પાપ નાશથી ફરી કદીપણ ન ઊપજે તે રીતે દુઃખ નાશ થાય છે. અને આત્મલાભથી ફરી કદીપણ નાશ ન પામે તે રીતે સુખ ઉત્પન્ન થાય છે. “સુવું પાત્ સુવું થતું સર્વશાપુ સંસ્થિતિઃ | અર્થાત્ પાપથી દુઃખ અને ધર્મથી સુખ, એ સર્વ શિષ્ટ-જન-માન્યસિદ્ધાંત છે. નવકારની ચૂલિકામાં તે પ્રગટપણે બતાવેલ છે, તેથી ચૂલિકાસહિત સમગ્ર નવકારમંત્ર સર્વ જગત હિતકારી મહામંત્રની ગણનામાં નિબંધ રીતે આવી શકે છે. દિફ્યુચનરૂપ આટલું જણાવીને, કેવળ કથારૂપે કે બીજા સામાન્ય પુસ્તકરૂપે આ પુસ્તકને નહિ ગણતાં, આત્મલાભનું પરમ સાધન માનીને, તેનાં વાંચન, મનન અને અભ્યાસમાં પ્રયત્નશીલ થવા વિનવીએ છીએ. સિદ્ધક્ષેત્ર ભાદ્રપદ શુક્લા ચતુર્થી મુનિ ભદ્રંકરવિજય વીર સંવત ૨૪૭૩ મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #51 -------------------------------------------------------------------------- ________________ ત્રૈલોક્યદીપકમહામંત્રાધિરાજ (સંક્ષિપ્તપરિચય) પંચપરમેષ્ઠિમહામંત્રરૂપ નમસ્કાર સૂત્રમાં અક્ષરો અડસઠ છે. પાંચ પદોના પાંત્રીસ અક્ષર અને ચૂલિકાના ચાર પદોનાં તેત્રીસ અક્ષર મળીને કુલ અડસઠ અક્ષરોમાં પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર સમાપ્ત થાય છે,નવકા૨ના નવ પદો ગણાય છે, તે વિમજ્યાં પવમ્ ।' જેને છેડે વિભક્તિ છે, તે પદ ગણાય છે' એ અર્થમાં નહિ, કિન્તુ ‘નમો રિહંતાળું' ઈત્યાદિ વિવક્ષિત અવધિયુકત પદો નવકારમાં નવ છે એમ સમજવાનું છે. નવકા૨ના નવ પદોમાં પ્રથમ પદમાં સાત અક્ષર, બીજા પદમાં પાંચ, ત્રીજા પદમાં સાત, ચોથા પદમાં સાત, પાંચમા પદમાં નવ, છટ્ઠા પદમાં આઠ, સાતમા પદમાં આઠ, આઠમા પદમાં આઠ ને નવમા પદમાં નવ અક્ષર છે. એ રીતે પ્રત્યેક પદના અક્ષરો મળીને કુલ સંખ્યા અડસઠની થાય છે. નવપદોવાળા નવકારની સંપદાઓ આઠ છે. સંપદા એટલે વિશ્રાન્તિસ્થાનો અથવા મહાપદો. એ કારણે નવકારના ઉપધાનની વિધિમાં નવકારને આઠ અધ્યયનસ્વરૂપ ગણીને, પ્રત્યેક અધ્યયન દીઠ એકેક આયંબિલ ક૨વા દ્વારા, કુલ આઠ જ આયંબિલ ક૨વા ફરમાન કર્યું છે. નવ પદોની આઠ સંપદાઓ કેવી રીતે ગણવી ? એનો ઉત્તર બે પ્રકારે છે. પ્રથમ ઉત્તરમાં સાત સંપદાઓ પ્રથમનાં સાત પદોની પદ સમાન છે અને આઠમી સંપદા છેલ્લાં બે પદોની મળીને સત્તર અક્ષ૨પ્રમાણ છે, જેમકે ‘મંાતાળ ચ સવ્વેસિં, પઢમં હવદ્ મંત્રં ।' બીજા ઉત્તરમાં છઠ્ઠી સંપદા બે પદ પ્રમાણ સોળ અક્ષરવાળી છે, જેમકે- સો પંચ નમુવારો, સવ્વપાવપાતળો ।' એ રીતે નવપદમય, અને પાંત્રીસ અક્ષરપ્રમાણ મૂળ મંત્ર અને તેત્રીસ અક્ષર પ્રમાણ ચૂલિકા, કુલ અડસઠ અક્ષરપ્રમાણ પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રને, આઠ સંપદાઓવડે ભક્તિ સહિત ભણવાથી, શાશ્વત સ્થાનની પ્રાપ્તિ થાય છે, એમ શ્રી ચૈત્યવંદનભાષ્ય, શ્રી પ્રવચનસારોદ્વાર, શ્રી નમસ્કારપંજિકા આદિ અનેક શાસ્ત્રોમાં ફ૨માવ્યું છે. શ્રી મહાનિશીથ સિદ્ધાંતમાં પણ નવકારને સ્પષ્ટ રીતિએ અડસઠ અક્ષરવાળો જણાવ્યો છે. ત્યાં કહ્યું છે કે - ‘એ રીતે પંચમંગલ મહાશ્રુતસ્કંધનું વ્યાખ્યાન મહાપ્રબંધવડે સૂત્રથી પૃથભૂત નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિવડે અનંતગમપર્યવ સહિત, જેવી રીતે અનંતજ્ઞાન દર્શનને ધારણ કરનાર તીર્થંકર દેવોવડે કરાયેલું છે, તેવી રીતે સંક્ષેપથી કરાયું હતું. પરંતુ કાલપરિહાનિના દોષથી તે નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે. વ્યતીત થતા કાલ સમયમાં મોટી ઋદ્ધિને વરેલા, પદાનુસારી લબ્ધિ અને દ્વાદશાંગ શ્રુતને ધારણ કરનારા શ્રી વજસ્વામી થયા. તેમણે આ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધનો ઉદ્ધાર મૂલસૂત્ર (શ્રી મહાનિશીથ) ની અંદર લખ્યો, મૂલસૂત્ર સૂત્રથી ગણધર ભગવંતોએ અને અર્થથી ત્રૈલોક્યપૂજ્ય ધર્મતીર્થંકર અરિહંત ભગવંત શ્રી વીરજિનેન્દ્રે પ્રરૂપેલું છે, એવો વૃદ્ધ સંપ્રદાય છે. મૂલસૂત્રમાં જ્યાં સૂત્રાલાપકો એક પદની સાથે બીજા પદને અનુલગ્ન ન મલે, ત્યાં ખોટું લખ્યું છે, એવો દોષ શ્રુતધરોએ ન દેવો; પરન્તુ મથુરા નગરીમાં સુપાર્શ્વનાથસ્વામી ના સ્ટુભ-સ્તૂપ આગળ પંદર ઉપવાસ ક૨વાથી પ્રસન્ન થયેલ શાસનદેવતાએ, ઊધઈ આદિ વડે ખંડખંડ થયેલી અને સડી ગયેલાં પાનાંવાળી મૂળ પ્રતને જેવી આપી તેવી ગ્રહણ કરી અને આચાર્ય હરિભદ્રસૂરિએ અચિત્ત્વચિન્તામણિકલ્પ આ શ્રી મહાનિશીથ શ્રુતસ્કંધને સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્ત્વભૂત અને અતિશયવાળા અત્યંત મહાન અર્થોના સમુદાયવાળું જાણીને પ્રવચનવત્સલતાથી તથા ભવ્ય સત્ત્વોના ઉપકારની બુદ્ધિથી આત્મહિત અર્થે જેવું તે પ્રતમાં જોયું, તેવું સર્વ સ્વમાંતથી શોધીને લખ્યું છે. તેનું બીજા પણ શ્રી સિદ્ધસેન, વૃદ્ધવાદી, યક્ષસેન, દેવગુપ્ત, યશોવર્ધન ક્ષમાશ્રમણ શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ ક્ષમાશ્રમણ, સત્યશ્રી વગેરે યુગપ્રધાન શ્રુતધરોએ બહુમાન કરેલું છે. * શ્રી મહાનિશીથ આદિ સિદ્ધાંતોને આધારે. સંક્ષિપ્તપરિચય * ૯ Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રી મહાનિશીથ સિવાયના બીજા વર્તમાન આગમમાં આ રીતે નવ પદ અને આઠ સંપદાદિ પ્રમાણવાલો નમસ્કાર બીજી કોઈ જગ્યાએ કહેલો દેખાતો નથી. શ્રી ભગવતી સૂત્રની આદિમાં માત્ર પાંચ જ પદો કહ્યાં છે. પ્રત્યાખ્યાન નિર્યુક્તિમાં ‘નો અરિહંતાણં ।' એમ કહી નવકા૨સીનું પચ્ચક્ખાણ પા૨વાનું કહ્યું છે. તે નિર્યુક્તિની ચૂર્ણિમાં કહ્યું છે કે, તે નવકારના અનુક્રમે પદો દશ અથવા છ છે. છ પદો નો અરિહંતસિદ્ધગાયરિયડવન્નાયસાહૂળ ।' એ પ્રમાણે અને દશ પદો ‘નમો અરિહંતાળું, નમો સિદ્ધાળું ।' એ રીતે ‘નમો’ પદ સહિત સમજવાં. નમસ્કાર નિર્યુક્તિમાં એંશી (૮૦) પદ પ્રમાણ બીજી વીશ ગાથાઓ છે, જેમકે ‘અરિહંતનનુવારો, નીવં મોદ્ ભવસહસ્સામો ।' ઇત્યાદિ. તે તો નવકા૨ના માહાત્મ્યને પ્રતિપાદન કરનારી ગાથાઓ છે, પણ તે નવકા૨રૂપ થવાને યોગ્ય નથી, કારણ કે, તે ઘણાં પદ સ્વરૂપ છે અને નવકા૨ તો કેવળ નવપદ સ્વરૂપ જ છે. એ રીતે ૫૨માગમસૂત્રાંતર્ગત શ્રી વજસ્વામી વગેરે દશ પૂર્વધરાદિ બહુશ્રુત, સંવિગ્ન, સુવિહિતસૂરિપુરંદરોએ કરેલી વ્યાખ્યાઓ દ્વારા આદર કરાયેલો અને અંતિમ પદમાં ‘વર્’ એ પ્રમાણેના પાઠયુક્ત અડસઠ વર્ણ પ્રમાણ પરિપૂર્ણ નવકારસૂત્રનું અધ્યયન કરવું જોઈએ તે આ પ્રમાણે : नमो अरिहंताणं 11911 नमो सिद्धाणं 11311 नमो आयरियाणं 11311 नमो उवज्झायाणं ॥૪॥ F नमो लोए सव्यसाहूणं ॥५॥ एसो पंच नमुक्कारो सव्वपावप्पणासणी मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं bh 11411 ॥૧॥ એનું વ્યાખ્યાન શ્રી વજસ્વામી આદિ શ્રુતધરોએ જે રીતે છેદગ્રન્થાદિ આગમોમાં લખ્યું છે, તે રીતે ભક્તિ બહુમાનના અતિશયથી અને ભવ્ય પ્રાણીઓને વિશેષે કરીને ઉ૫કા૨ક છે. એમ જાણીને અહીં બતાવીએ છીએપ્રશ્ન :- હે ભગવન્ ! આ અચિત્ત્વ ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ સૂત્રનો શો અર્થ કહેલો છે ? ઉત્તરઃ- હે ગૌતમ ! આ અચિત્ત્વ ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલમાશ્રુતસ્કંધ સૂત્રનો અર્થ આ પ્રમાણે કહેલો છે : આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ અને સર્વલોકમાં પંચાસ્તિકાય રહેલ છે, તેમ સકલ આગમોમાં અંતર્ગત ૨હેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદસદ્ભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છફલપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. પરમસ્તુતિ સર્વ જગતમાં ઉત્તમ હોય તેની કરવી જોઈએ. સર્વ જગતમાં ઉત્તમ જે કોઈ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે, તે સર્વે અરિહંતાદિક પાંચ જ છે, તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાંચેનો ગર્ભીર્થસદ્ભાવ એટલે ૫૨મ ૨હસ્યભૂત અર્થ નીચે મુજબ છે. અરિહંત આઠ મહાપ્રાતિહાર્યોની પૂજાવડે (દેવાસુરમનુષ્યસહિત સમસ્ત જગતને વિષે પ્રસિદ્ધ, અનન્યસદેશ, અચિન્ત્ય, અપ્રમેય, કેવલાધિષ્ઠિત અને પ્રવર-ઉત્તમ તત્ત્વરૂપ અરિહંત છે. કહ્યું છે કે-‘વંદન નમસ્કારને યોગ્ય, પૂજા સત્કારને યોગ્ય અને સિદ્ધિગમનને યોગ્ય હોય તે અરિહંત છે.’ વચનવડે સ્તુત્યાદિ તે વંદન છે અને કાયાવડે અવનામનાદિ, તે નમન છે. વંદન-નમન વખતે બહુમાનાદિ યુક્ત પ્રણિધાનાદિ તે સમ્યગ્ ધ્યાનાદિ છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૦ Page #53 -------------------------------------------------------------------------- ________________ પુષ્પમાલ, સુગંધી ધૂપ, વાસ અને પ્રદીપાદિવડે થાય તે પૂજા છે. વસ્ત્રાભૂષણાદિવડે કરાય તે સત્કાર છે અને તથાભવ્યત્વપરિપાકાદિવડે પરમ અરિહંત પદવીના ઉપભોગપૂર્વક સિદ્ધિ પામનારા હોય છે, માટે તેઓ અહંન્ત કહેવાય છે. તેમને મારો નમસ્કાર થાઓ. નમસ્કાર બે પ્રકારનો છે દ્રવ્યસંકોચરૂપ અને ભાવસંકોચરૂપ. કર, શિર આદિનો સંકોચ તે દ્રવ્ય નમસ્કાર છે. નમસ્કારના યોગમાં ચતુર્થી વિભક્તિના બદલે ષષ્ઠી વિભક્તિ વાપરી છે, તે પ્રાકૃત ભાષાના કારણે છે. સર્વકાલના અરિહંતોનું ગ્રહણ કરવાને માટે બહુવચન છે. અતીત કાલમાં થઈ ગયેલા કેવલજ્ઞાની વગેરે, અનાગત કાલમાં થનારા પાનાભાદિ અને વર્તમાન કાલમાં થયેલા ઋષભાદિ અથવા વિદ્યમાન સીમંધરાદિ. અથવા અહિતોને એટલે સ્તવનાદિને યોગ્ય, સર્વને વિષે પ્રધાનપણે સ્તુતિ કરવાને લાયક- વાસુમપુરતું રિદા, પુરુદુત્તમ નડ્ડા !' “દેવ અસુર અને મનુષ્યોને વિષે પૂજાને યોગ્ય અને ઉત્તમ છે, માટે અહંત છે.” સર્વ ગુણથી સંપૂર્ણ હોવાથી સર્વોત્તમ અથવા ગુણપ્રકર્ષને પામેલા હોવાથી સ્તુતિ કરવાને લાયક અથવા ભયંકર ભવાટવીમાં પરિભ્રમણ કરવાથી ભયભીત થયેલા પ્રાણીઓને અનુપમ આનંદરૂપ પરમપદના પંથને દેખાડવા વડે કરીને સાર્થવાહાદિ સ્વરૂપ હોવાથી પરમ ઉપકારી છે. શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે: अडवीइ देसिअत्तं, तहेव निज्जामया समुप॑मि । छक्कायरक्खणट्ठा, महगोवा तेण वुच्चंति ॥१॥ અર્થાત-ભવ અટવીમાં સાર્થવાહ, ભવસમુદ્રમાં નિર્ધામક અને છકાય જીવના રક્ષક હોવાથી મહાગોપ કહેવાય છે. ભવાટવીમાં સાર્થવાહ - પ્રત્યવાય સહિત અટવીમાં માર્ગદર્શકના કહેવા મુજબ ચાલવાથી જેમ ઈચ્છિત પુરની પ્રાપ્તિ થાય છે, તેમ ભવાટવીમાં પણ જીવો જિનેશ્વરોએ ઉપદેશેલા માર્ગે ચાલવાથી નિવૃત્તિપુરને પ્રાપ્ત કરે છે. તેથી જિનેશ્વરોનું ભવઅટવીમાં માર્ગદશકપણું સિદ્ધ થાય છે. નિર્વિઘ્નપણે અટવીના પારને પામવાની ઈચ્છાવાળો જેમ સાર્થવાહને પરમ ઉપકારી માનીને ભક્તિપૂર્વક નમસ્કાર કરે છે, તેમ મોક્ષાર્થીઓને પણ રાગ-મદ-મોહથી રહિત શ્રી જિનેશ્વરદેવ ભાવપૂર્વક નમસ્કાર કરવા યોગ્ય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત માર્ગવાળી સંસાર-અટવીમાં જેમણે માર્ગદશકપણું કર્યું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. સમ્યગદર્શનથી જોઈને, સમ્યજ્ઞાનથી સારી રીતે ઓળખીને તથા ચરણકરણરૂપ સમ્મચારિત્રથી સારી રીતે ચાલીને શ્રી જિનેશ્વરદેવો સિદ્ધિ સ્થાનને-નિર્વાણ સુખને તથા શાશ્વત, અવ્યાબાધ અને અજરામર ધામને પ્રાપ્ત થયેલા છે. ભવસમુદ્રમાં નિર્ધામક :- જેમ નિર્ધામકો સમ્યફ પ્રકારે સમુદ્રના પારને પામે છે, તેમ શ્રી જિનેન્દ્રો ભવસમુદ્રના પારને પામે છે, તેથી તેઓ પૂજાને યોગ્ય છે. મિથ્યાત્વરૂપી કાલિકાવાત-પ્રતિકૂળ વાયુના વિરહમાં તથા સમ્યસ્વરૂપી ગર્જભવાત-અનુકૂળ વાયુની વિદ્યમાનતામાં શ્રી જિનવરેન્દ્રો એક જ સમયમાં સિદ્ધિસ્થાનરૂપી નગરને પ્રાપ્ત થયા છે. અમૂઢજ્ઞાન અને મતિરૂપી કર્ણધાર, ત્રિવિધ ત્રણ દંડથી વિરામ પામેલા, શ્રેષ્ઠ નિર્યામક એવા શ્રી જિનવરેન્દ્રોને વિનયથી નમ્ર બનેલો એવો હું ભક્તિપૂર્વક વંદન કરું છું. છકાય જીવોના ગોવાળ - જેમ ગોપાલકો વ્યાપદ આદિ પશુઓથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ અને જલયુક્ત વનોને વિષે તેને પહોંચાડે છે, તેમ શ્રી જિનવરેન્દ્રો જીવનિકાયરૂપી ગાયોનું જરામરણના ભયથી રક્ષણ કરે છે તથા નિર્વાણ સુખને પમાડે છે. તેથી મહાગોપ-પરમ ગોવાળ કહેવાય છે. એ રીતે ભવ્ય જીવલોકના પરમોપકારી હોવાથી તથા સર્વલોકોને વિષે ઉત્તમ હોવાથી શ્રી જિનવરેન્દ્રો સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠીમાં પહેલો નમસ્કાર અરિહંતોને એટલા માટે છે કે અરિહંતોના ઉપદેશથી જ સિદ્ધાદિનું સ્વરૂપ જાણી શકાય છે. હંત' શબ્દના પાઠાંતરો :- અરિહંત શબ્દના ત્રણ પાઠાંતર છેઃ અરહંત, અરિહંત અને અહંત. અરહંત એટલે સર્વ લોકમાં ઉત્તમ હોવાથી પ્રથમ પૂજાને યોગ્ય. અરિહંત એટલે અત્યંત દુર્જય એવા સમસ્ત આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને હણનારા, નિર્દયપણે દલી નાંખનારા, પીલી નાંખનારા, શમાવી અને હરાવી દેનારા. સંક્ષિપ્તપરિચય * If Page #54 -------------------------------------------------------------------------- ________________ અરુહંત એટલે અશેષ કર્મનો ક્ષય થવાથી ભવમાં ઉત્પન્ન કરનાર અંકુર જેમનો બળી ગયો છે, તેથી હવે ફરીને ભવમાં નહિ ઉત્પન્ન થનારા-જન્મ નહિ લેનારા. એ રીતે અરિહંત પદનું વ્યાખ્યાન અનેક પ્રકારે થાય છે. શ્રી ભગવતી આદિ સૂત્રોમાં અરિહંત પદનું આખ્યાન, પ્રખ્યાન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, ઉપદર્શન, નિદર્શન આદિ અનેક પ્રકારે કર્યું છે. તેમાંનું કાંઈક અહીં બતાવવામાં આવે છે. અરિહંત પદનું વિશેષ આખ્યાન ૧. ‘રહસ્ય: ” જેમને “ એટલે એકાન્તરૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુફાદિનો મધ્યભાગ, પ્રચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર-અપર ભાગ ઈત્યાદિ જેમને પ્રગટ છે, તે અરિહંત છે. ૨. મરદંત ' એ શબ્દના નિરક્ત-પદભંજનવશાતુ નીચે મુજબ અનેક અર્થો નીકળે છે - () ‘સત્યર્થ નત્તે ' સમવસરણાદિ બાહ્ય લક્ષ્મી અને સજ્ઞાનાદિ આંતર લક્ષ્મીવડે જેઓ અત્યંત શોભે છે. (1) “ત્તિ સર્શનરિ |’ સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. () “ત્તિ મોહાલી ' મોહાદિને જેઓ હણે છે. () “ત્તિ મવ્યાપકૃત્યે પ્રામનુBH | ભવ્ય જીવોના ઉપકાર માટે જેઓ રામાનુગ્રામ વિચરે છે. (ત) “તત્તિ ઘટ્રેશનમ્ |’ ભવ્ય જીવોના બોધ માટે જેઓ નિરંતર ધર્મ દેશના આપે છે. (ત) “યત્તે તાત્તિ વા સર્વનવીન I’ જેઓ મોહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથી તારે છે. ૩. “સરદયJ: ” “વર સાવિત્તમચ્છક્ષ્યઃ' “ નતી રૂતિ વેવનીતુ | પ્રકૃષ્ટ રાગાદિના હેતુભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતાં કોઈપણ સ્થળે આસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમોહ. ૪. “સરદયJ: ' માત્મવમવનની :, “હું ત્યારે તે વવનાતુ | સિદ્ધિગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનંત જ્ઞાન દર્શનાદિ ગુણોને ધારણ કરનારા. ૫. ‘ગાયત્શ્યઃ ” મવમધ્યેડતિષ્ઠ:, “રઢ સ્થિતી ત વનત્િ ' સર્વ કર્મ ક્ષય થવાના અનંતર સમયે જ લોકાગે જનારાં હોવાથી ભવમાં નહિ રહેનારા. s. થાંખ્યઃ ” રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેઓ સકલ પરિગ્રહના ત્યાગી છે તથા જરા મરણાદિને જીતી લેનારા છે. ૭. “રમમાર્ગી: ' રભ એટલે રાભસિક વૃત્તિ આદિથી નિવૃત્ત થયેલા, અતુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા. અહીં સુધી સરહંત' પદના અર્થ લખ્યા. હવે ‘રિહંત’ અને ‘હિંદત' પદના કેટલાક અર્થ જણાવે છે. ૮. “માતૃ]: ' ઈદ્રિય, વિષય, કષાય, પરિષદ, વેદના ઉપસર્ગ, રાગ, દ્વેષ અને કર્મ આદિ ભાવ શત્રુઓને હણનારા. ૯. “ ધર્મ માંતઃ !” અરિ એટલે ધર્મચક્રવડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિત અન્ય સકલ શસ્ત્રોનો ત્યાગ કરનારા. ૧૦. ‘મહંત ' સર્વથા બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કર્મબીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેઓને ઊગતો નથી. ૧૧. ‘પત્તલિતપી િતાળવનામૂર્ત ઘ ખત્તિ | અરુ શબ્દથી ઉપલલિત સઘળી પીડાઓ અને તેના કારણભૂત અનાદિ કર્મસંતતિને હણનારા. છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ : કાકા - - - કે - - છે છે Page #55 -------------------------------------------------------------------------- ________________ ૧૨. અરુંધષ્ઠ: ' સંસારમાં હવે જેમને કોઈ રુંધનાર-રોકનાર નથી અર્થાત્ ભવનો ત્યાગ કરનારા. સિદ્ધપદનું વિશેષ આખ્યાન ૧. “નિરુમસુખ સિદ્ધાંજ હિં તે સિદ્ધાઃ ” નિરુપમ સુખો જેમના સિદ્ધ થયાં છે અર્થાતુ નિષ્પકંપ શુક્લધ્યાનાદિના અચિન્ય સામર્થ્યથી સ્વજીવવીર્યરૂપ યોગનિરોધ નામના મહાપ્રયત્નવડે જેમને પરમાનંદસ્વરૂપ મહાન ઉત્સવ અને કલ્યાણના કારણભૂત નિરુપમ સુખો સિદ્ધ થયાં છે તે સિદ્ધો. ૨. “કૃપયા વે સિદ્ધાદ્વીમ તિ સિદ્ધાઃ ! 'આઠ પ્રકારનાં કર્મનો ક્ષય થવાથી સિદ્ધિને પામેલા તે સિદ્ધો. ૩. વિ વર્મ્સ, -મસમભૂમિતિ સિદ્ધાઃ ! “દીર્ઘકાળથી ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેઓનાં ભસ્મીભૂત થયાં છે તે સિદ્ધો. ૪. “લ નિખિ સત્તાગોળના પ્રતિનિતિ સિદ્ધ: I' સિદ્ધ અર્થાત નિતિ, પરિપૂર્ણ થયો છે સર્વ પ્રયોજનોનો સમુદાય જેમનો તે સિદ્ધો. તે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધ, જિનસિદ્ધ, અજિનસિદ્ધ, ગૃહિલિંગસિદ્ધ, અન્યલિંગસિદ્ધ, મુનિલિંગસિદ્ધ, સ્ત્રીસિદ્ધ, પુરુષસિદ્ધ, નપુંસકસિદ્ધ, પ્રત્યેકબુદ્ધસિદ્ધ, સ્વયંબુદ્ધસિદ્ધ, બુદ્ધબોધિતસિદ્ધ, અનેકસિદ્ધ, એકસિદ્ધ, ઇત્યાદિ અનેક ભેદોવાળા છે. ૫. (ક) “ધૂ ત્યાં ' ફરી પાછું ન આવવું પડે તે રીતે નિવૃતિપુરીમાં ગયેલા. (ખ) કિધૂ સંદ્ધી ' સિદ્ધ થયેલા, નિષ્ઠિતાર્થ થયેલા. (ગ-૧) “વધુ શાસ્ત્રમાંન્યોઃ |’ જેઓ અનુશાસ્તા થયા અથવા સ્વયં માંગલ્યરૂપતાને પામ્યા તે સિદ્ધો. (ડ) સિદ્ધા-નિત્યા ? અપર્યવસાન સ્થિતિવાળા હોવાથી નિત્ય. (૨) સિદ્ધા-વ્યતા ” ગુણસંદોહને પામેલા હોવાથી ભવ્ય જીવોને વિષે પ્રસિદ્ધ. ઉપર્યુક્ત છ અર્થોને કહેનાર નીચેની એક ગાથા છે. मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥ સિદ્ધ અવિનાશી જ્ઞાન, સુખ, વીર્યાદિ ગુણ યુક્ત હોવાથી, ભવ્ય આત્માઓને સ્વવિષયક અતીવ પ્રમોદના પ્રકર્ષને ઉત્પન્ન કરનારા છે અને એ રીતે ભવ્ય જીવોને પરમ ઉપકાર કરનારા છે તેથી નમસ્કરણીય છે. આચાર્યપદનું વિશેષ આખ્યાન ૧. જ્ઞાનાદિ છત્રીસ આચારોને અહર્નિશ પ્રતિક્ષણ આચરવાથી તથા ઉપદેશવાથી ભાવાચાર્ય. ૨. બીજાઓનું તથા પોતાના આત્માનું હિત આચરનારા હોવાથી આચાર્ય. સર્વ સત્ત્વો અથવા શિષ્યગણોનું હિત આચરનારા હોવાથી આચાર્ય. ૪. પ્રાણપરિત્યાગે પણ પૃથ્વીકાયાદિના સમારંભને જેઓ આચરતા નથી, બીજા પાસે આચરાવતા નથી અને આચરનારાને મનથી પણ સારા જાણતા નથી તેથી આચાર્ય. ૫. પોતા ઉપર અત્યંત કોપ કરનારા પ્રત્યે પણ મનથી જે પાપને આચરતા નથી તે આચાર્ય. ‘મર્યાદા વયન્ત સેવ્યને રૂત્યવાર્યો' શ્રી જિનશાસન સંબંધી તત્ત્વોના ઉપદેશકો હોવાથી તેના અર્થી આત્માઓ વડે જેઓ વિનયાદિ મર્યાદાપૂર્વક સેવાય તે આચાર્ય. કાવારો જ્ઞાનાવારિ, તત્ર સાધવ: વાર્થી : ' જ્ઞાનાચારાદિ પાંચ પ્રકારનો ભાવ આચાર, તેનું સ્વય પાલન કરવામાં અને અન્ય અર્થી આત્માઓને પાલન કરાવવામાં સાધુ-કુશળ તે આચાર્ય. મયા માતપિયા વાડી વિહાર: તત્ર સાધવ ' માસકલ્પાદિકરૂપ મર્યાદા વડે જે ચાર એટલે વિહાર, તેમાં સાધુ અર્થાત્ નિપુણ તે આચાર્ય. ક છે ર R 8 8 . સંક્ષિપ્ત પરિચય જે તે છે ને કે છે Page #56 -------------------------------------------------------------------------- ________________ ૯. ‘ગા તુ ઉરિપૂf ફર્યથઃ વ: વા. વર રૂટ્યર્થ, તેવુ ધવ: ' યુક્તાયુક્ત વિભાગનું નિરૂપણ કરવામાં અસમર્થ એવા જે અનિપુણ શિષ્યો, તેને વિષે શાસ્ત્રોક્ત ઉપદેશને દેનારા હોવાથી સાધુ-સુંદર તે આચાર્ય. ૧૦. ઉપર્યુક્ત વર્ણન ભાવાચાર્યનું છે. એ સિવાય નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય આદિ અનેક પ્રકારના આચાર્યો છે, જેમાં જે ભાવાચાર્યના કારણરૂપ આચાર્ય છે તે ઉપાદેય છે, શેષ અનુપાદેય છે. ભાવાચાર્યો ભવ્યજીવોને જ્ઞાનાદિ આચારના ઉપદેશક હોવાથી ઉપકારી છે, નમસ્કરણીય છે અને પૂજનીય છે. ઉપાધ્યાયપદનું વિશેષ આખ્યાન ૧. આશ્રવનાં દ્વારોને સારી રીતે રોકીને તથા મન વચન કાયાના યોગોને સારી રીતે વશ કરીને જેઓ વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ અને અક્ષરવડે વિશુદ્ધ એવું દ્વાદશાંગશ્રુતનું અધ્યયન અને અધ્યાપન કરે-કરાવે છે, તથા તે દ્વારા સ્વપરના મોક્ષના ઉપાયોને ધ્યાવે છે તે વિઝાય. ૨. ચિરપરિચિત એવા દ્વાદશાંગ શ્રુતજ્ઞાનને જેઓ અનંત ગમપર્યયોવડે ચિંતવે છે, વારંવાર સ્મરણ કરે છે અને એકાગ્ર મનથી ધ્યાન કરે છે તે ઉવઝાય. એ રીતે અનેક પ્રકારે ઉપાધ્યાયપદનું આખ્યાન કરાય છે. સૂપ્રદાનદ્વારા ભવ્ય જીવોના ઉપકારક હોવાથી નમસ્કરણીય છે. સાધુ પદનું વિશેષ આખ્યાન અત્યંત કષ્ટકારી ઉગ્રતર અને ઘોર તપશ્ચરણાદિ અનુષ્ઠાન કરવા વડે અનેક વ્રતો, નિયમો, ઉપવાસો અને વિવિધ પ્રકારના અભિગ્રહો યુક્ત સંયમનું પાલન કરવા વડે તથા સમ્યક પ્રકાર પરિષહ ઉપસગદિ કષ્ટોને સહન કરવા વડે જેઓ સર્વ દુઃખોનો અંત કરનાર મોક્ષને સાધે છે તે સાધુઓ. અન્ય રીતે પણ સાધુપદનું આખ્યાન થાય છે. સંયમના પાલનવડે સંયમમાં સહાયકારક હોવાથી સંયમના અર્થી આત્માઓને નમસ્કરણીય છે. નમસ્કારમંત્રની ચૂલિકાનું આખ્યાન એ પાંચને કરેલો નમસ્કાર શું કરે? સર્વ પાપ જ્ઞાનાવરણીયાદિ અશેષ કર્મોનો પ્રકર્ષે કરીને, ખંડોખંડ કરીને દિશોદિશ નાશ કરે છે. ચૂલિકાનો આ પહેલો ઉદ્દેશ છે. વળી એ નમસ્કાર કેવો છે? માર્ગ એટલે નિર્વાણ સુખને સાધવાને સમર્થ છે. સમ્યગુદર્શનાદિની આરાધનાસ્વરૂપ અહિંસાલક્ષણ ધર્મને લાવે તે મંગલ અથવા મને ભવથી સંસારથી ગાળ-તારે તે મંગલ અથવા બદ્ધ, સ્પષ્ટ, નિધત્ત અને નિકાચિતાદિ આઠ પ્રકારની મારી કર્મરાશિને ગાળે શમાવે તે મંગલ. આ સર્વ અને બીજાં પણ મંગલો, તેને વિષે પ્રથમ એટલે આદિ મંગલ. કારણ કે-અરિહંતાદિની સ્તુતિ પરમ મંગલરૂપ છે તથા ઐકાન્તિક અને આત્મત્તિક ફળદાયી હોવાથી ભાવમંગલ છે. સર્વ પાપનો પ્રણાશ કરનાર અને મંગલરૂપ કહેવાથી પ્રયોજનાદિ પણ કહેવાઈ ગયા. પંચપરમેષ્ઠિનમસ્કારનું પ્રયોજન-અનંતરકાર્ય કર્મનો ક્ષય અને મંગલનું આગમન છે. તથા ફળ-પરંપરકાર્ય, આ લોક અને પરલોક વિષે એમ બે પ્રકારનું છે. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની નિષ્પત્તિ તથા પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, સુકુળમાં ઉત્પત્તિ અને બોધિની પ્રાપ્તિ. વળી કહ્યું છે કેताव न जायइ चित्तेण, चिंतियं पत्थियं च वायाए । कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥१॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કર્યું નથી. આ જ છે કરે છે . જો કે આ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ! THE RE Page #57 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમહામંત્ર-આવશ્યકવિચાર * પ્રશ્ન : - “શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કાર,’ એ પદનો અર્થ શો છે? ઉત્તરઃ- પરમપદે વિરાજમાન શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને શ્રી સાધુ, એ પાંચ પરમેષ્ઠીઓને નમવાની ક્રિયાનું નામ શ્રી પંચ-પરમેષ્ઠી નમસ્કાર છે. પ્રશ્ન :- એ પાંચને પરમેષ્ઠીઓ કેમ કહેવાય છે? ઉત્તર :- પરમ અર્થાત્ ઉત્કૃષ્ટસ્થાનમાં સ્થિત હોવાથી શ્રી અરિહંતાદિ પાંચેયને પરમેષ્ઠીઓ કહેવામાં આવે છે. પ્રશ્ન:- શ્રી પંચ પરમેષ્ઠી-નમસ્કાર-મંત્રને “નવકારમંત્ર” કેમ કહેવાય છે? ઉત્તર :- “નવલું પ૬ વાર: જ્યિ : બિન સ નવવાર: ” અથવા “નવ ફાર: ક્રિયા યમનું સ નવકાર: ' અર્થાતુ- “જેનાં નવે પદોમાં (પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી દ્વારા ગણવારૂપ) ક્રિયામાં ભેદ છે અથવા જેમાં (ગણવારૂપ) નવ ક્રિયાઓ છે, તેને નવકાર કહે છે. એ કારણે શ્રી પંચપરમેષ્ઠીનમસ્કાર મહામંત્રનું બીજું નામ “શ્રી નવકાર મંત્ર' પણ છે.” પ્રશ્નઃ શ્રી નવકાર મંત્રમાં ‘નમો’ એ પદનો પ્રથમ અક્ષર “ન' સમજવો કે “' સમજવો? ઉત્તર : પ્રાકૃતમાં આદિમાં “નકારના સ્થાનમાં “ણકાર' આદેશ વિકલ્પ થાય છે તેથી “નમો’ અને ‘Uાનો એ બંને પદો શુદ્ધ હોવા છતાં “ણકાર' એ (છન્દઃ-શાસ્ત્રમાં નિષિદ્ધ) દગ્ધાક્ષર છે તેથી “નો પદનું ઉચ્ચારણ જ શુદ્ધ માનેલું છે. કેટલાક “ણકાર'ને જ્ઞાનનો વાચક માની, દગ્ધાક્ષર હોવા છતાં તેને મંગલસ્વરૂપ માને છે અને નો પદનું ઉચ્ચારણ કરે છે પરંતુ તે બહુ પ્રચલિત નથી. પ્રશ્ન:- “નમ:' પદનો સંક્ષેપમાં શો અર્થ છે? ઉત્તર :- નમ:' એ નૈપાતિકપદ દ્રવ્ય અને ભાવના સંકોચ (સંક્ષેપ) અર્થમાં વપરાયેલું છે. હાથ, પગ અને મસ્તકાદિ શરીરના અવયવોની ગ્રહણ, કમ્પન અને ચલનાદિ ક્રિયાઓને રોકવી, નિયમિત કરવી, એ દ્રવ્યસંકોચ છે અને વિશુદ્ધ મનનો નિયોગ (મનનું શુદ્ધ પ્રણિધાન) એ ભાવસંકોચ છે. અર્થાત-“નમ:' એ પદથી દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકારના નમસ્કારનું ધોતન થાય છે. પ્રશ્ન :- “નમો અરિહંતાણં ' એ પાઠની જગ્યાએ “અરહંતા અને “દંતi ” પાઠ પણ મળે છે, તો એ ત્રણમાંથી કયો પાઠ સાચો છે? ઉત્તર :- “નમો રિહંતા એ જ પાઠ સાચો છે, તો પણ શ્રી અરિહંત પરમાત્માના જુદા જુદા ગુણોની અપેક્ષાએ અર્થથી ત્રણે પાઠો એકજ અર્થને કહેનારા છે, તો પણ પાઠભેદ ન થવાની ખાતર “નનો રિહંતા ' પદનું ઉચ્ચારણ જ શુદ્ધ માનેલું છે. પ્રશ્ન:- અરિહંત, અરહંત અને અહંત-એ ત્રણે પદોના અર્થમાં શો તફાવત છે? ઉત્તરઃ- પ્રથમ શ્રી “અરિહંત' પદનો સંક્ષિપ્ત અર્થ વિચારીએ. ‘સર’ એટલે “દુશ્મન' તેને “દંત' એટલે હણનાર' એવો અર્થ થાય છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે – अट्ठविहंपि य कम्मं, अरिभु होई सव्वजीवाणं । तं कम्ममरि हता, अरिहंता तेण वुच्चन्ति ॥१॥ આઠ પ્રકારનાં કર્મ એ જ સર્વજીવોને અરિભૂત અર્થાત્ શત્રુરૂપ છે, તે કર્મરૂપ શત્રુઓનો નાશ કરનારા હોવાથી શ્રી “અરિહંત' કહેવાય છે. આવશ્યક નિયુકિત આદિ પ્રાચીન શાસ્ત્રોના આધારે N નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર ૧૫ Page #58 -------------------------------------------------------------------------- ________________ અથવા- રદ્દોસતાપુ, ટૂંટિયાળિ ઞ પંચ વિ। સિંહવતો, નામયંતા નોરા ||૧|| રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષહ અને ઉપસર્ગોને નમાવનારા શ્રી અરિહંતો નમસ્કા૨ને યોગ્ય છે. અથવા—કૃતિવિસયવસાયે, પરીસદ્દે વેયળા વસો | પણ રિનો દંતા, અરિહંતા તેન વુત્તિ ॥૧॥ ઇન્દ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના અને ઉપસર્ગ એ દુશ્મન છે ; દુશ્મનોને હણનારા હોવાથી શ્રી અરિહંત કહેવાય છે. આ ત્રણે ગાથાઓનો સમુચ્ચય અર્થ એ છે કે - આ સંસારરૂપી ગહન વનમાં જીવોને અનેક પ્રકારનાં દુઃખો દેવાવાળા રાગ-દ્વેષ-મોહાદિક દોષો છે તેથી એ દોષોને ઉત્પન્ન કરનારા ઇન્દ્રિયોના વિષયો, ક્રોધાદિક કષાયો, બાવીસ પ્રકારના પરિષહો, અનેક પ્રકારની શારીરિક અને માનસિક વેદનાઓ તથા દેવ, મનુષ્ય અને તિર્યંચાદિના ઉપસર્ગો એ જીવોના પા૨માર્થિક શત્રુઓ છે. તેના યોગે જીવ અનન્ત ભવમાં ભ્રમણ કરાવનાર જ્ઞાનાવરણીયાદિ આઠ પ્રકારનાં દુષ્ટ કર્મોનો બંધ કરે છે તેથી મેધથી જેમ સૂર્યમંડલનું આચ્છાદન થાય તેમ જીવના જ્ઞાનાદિ ગુણોનું આચ્છાદન થાય છે. અને એ આચ્છાદન જ જીવને અરિભૂત છે. તેનું સર્વથા ઉન્મૂલન કરનારા હોવાથી ‘અરિહંત’ કહેવાય છે. હવે બીજા શ્રી ‘અરહંત' પદનો વ્યુત્પત્તિસિદ્ધ અર્થ વિચારીએ अशोकादि अष्टमहाप्रातिहार्यरूपपूजामर्हन्तीति अर्हन्तः । સુરવરનિર્મિત અશોકવૃક્ષાદિ આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને જે યોગ્ય છે. તે ‘અત્યંત’ છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે अरिहंत वंदणनमंसणाई, अरिहंति पूयसक्कारं । सिद्धिगमणं च अरिहा, अरहंता तेण वुच्चंति ॥ १॥ વન્દન-નમસ્કારાદિને જેઓ યોગ્ય છે, જેઓ પૂજા અને સત્કા૨ને યોગ્ય છે તથા જેઓ સિદ્ધિગમનને યોગ્ય છે તેઓ અ૨હંત (અર્હત્) કહેવાય છે. ‘શ્રી ચતુઃશરણપ્રકીર્ણક' માં કહ્યું છે કે થુવંતળમરહંતા, અરિંવરિતપૂયમ ંતા। સસયસુમરહંતા, અરહંતા દંતુ મે સરળ 19॥ જેઓ સ્તુતિ અને વન્દનને યોગ્ય છે, અમરેન્દ્રો અને નરેન્દ્રોની પૂજાને યોગ્ય છે તથા શાશ્વત સુખને યોગ્ય છે તે શ્રી અ૨હંત ભગવંતો મને શરણ આપનારા થાઓ, ‘ગર્હન્ત’ શબ્દનાં પ્રાકૃતમાં ‘હોન્ત’ અને ‘ ઝહાન્ત’રૂપો પણ બની શકે છે. તેનો ભાવ એ છે કે ‘ર૪’ એટલે એકાન્ત સ્થાન અને ‘ત્રન્ત’ એટલે ગિરિગુફાદિનો મધ્ય ભાગ, જેઓની દૃષ્ટિથી પર નથી અર્થાત્-જેઓ અતિ ગુપ્ત વસ્તુસમૂહને પણ જાણી શકે છે તેઓ ‘હોન્ત’ કહેવાય છે. અથવા ‘ F’ એટલે ૨થ (બાહ્ય પરિગ્રહ) અને ‘અત્ત’ એટલે વિનાશનાં કારણ (જરા-મૃત્યુ આદિ અવસ્થા) જેને નથી તેને ‘અરહાન્ત’ કહેવાય છે અથવા ‘ઞરહંતાણં’એ પ્રાકૃત પદનું સંસ્કૃતમાં ‘અરયવ્મ્યઃ ।' એવું રૂપ થાય છે. તેનો અર્થ રીતે થાય છે. એક ‘અહમ્ચ: ।’ એટલે ‘સત્યનમ્યઃ ।' પ્રકૃષ્ટ રાગાદિના કારણભૂત મનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતાં પણ, જેઓ પોતાના વીતરાગતાદિ સ્વભાવનો ત્યાગ કરતા નથી. તે અરહંત છે અને બીજો ‘સરહદ્રૂમ્યઃ ।' એટલે ‘સાચ્છવ્મ્ય:’ ગત્યર્થક ધાતુઓ પ્રાપ્ત્યર્થક પણ બને છે. તેથી વીતરાગતાદિ સ્વભાવને છોડી સરાગતાદિને કદી પણ નહિ પામનારા હોવાથી શ્રી અરહંત કહેવાય છે. આ રીતે ‘અરહંત’ શબ્દના બીજા પણ નિર્યુક્તિસિદ્ધ અનેક અર્થો થાય છે, કિન્તુ વિસ્તા૨ભયથી તે સઘળા ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૬ Page #59 -------------------------------------------------------------------------- ________________ અહીં આપવામાં આવતા નથી. પંડિત શ્રી ગુણરત્નમુનિજીએ એક સ્થળે શ્રી ‘અરહંત’ પદના ૧૧૦ અર્થ કરેલા છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ પૃષોદરાદિકની પેઠે શ્રી અરહંત પદના ત્રણ સામાસિક અર્થો કર્યા છે. ‘નિનાત્ ।’-‘બોનનાત્ ।' તથા ‘રહસ્યાઽમાવાત્ ।’ ઉપરથી ‘અરહંત’ પદ સિદ્ધ થાય છે. તેનો અર્થ ‘અરિહંત’ પદનો ઉપર જે અર્થ કર્યો તેને લગભગ મળતો છે. તેમાં પ્રથમ ‘અહિનનાત્' અ૨હંતનો અર્થ એ છે કે - ‘‘સંસારરૂપ ગહન વનને વિષે મોહાદિક શત્રુઓને હણનાર હોવાથી ‘અરહંત’ છે.’’ બીજો ‘ખોદનનાત્ ।' અરહંતનો અર્થ એ છે કે-‘‘જેમ વાદળાં સૂર્યમંડળને ઢાંકી મૂકે છે તેમ ચાર ઘાતિકર્મરૂપી રજ આત્માના સ્ફટિક જેવા સ્વચ્છ જ્ઞાનાદિ ગુણોને ઢાંકી મૂકે છે તે ઘાતિકર્મોરૂપી રજને દૂર કરનારા હોવાથી ‘અરહંત’ છે.'' ત્રીજો ‘રહસ્યાઽમાવાત્’અરહન્નનો અર્થ એ છે કે-‘‘નિરવશેષ જ્ઞાનાવરણીયાદિ કર્મનું પારતંત્ર્ય દૂર થવાથી અને કોઈથી પણ ન હણી શકાય એવું અત્યદ્ભુત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રગટ થવાથી લોકાલોકના સમસ્ત ભાવોને નિરન્તર પ્રત્યક્ષપણે જાણનારા અને જોનારા શ્રી અરહન્ત ભગવન્તોને રહસ્ય એટલે કોઈ પણ ગુપ્ત વાતનો સર્વથા અભાવ છે અર્થાત્ જેઓના જ્ઞાનથી કાંઈ પણ છાનું નથી તે અરહન્ત છે.’’ હવે ત્રીજા ‘અરૂહન્ત' પદનો સંક્ષિપ્ત અર્થ વિચારીએ. ‘“બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી, તેમ કર્મરૂપ બીજ સર્વથા દગ્ધ થઈ જવાથી જેઓને હવે ભવરૂપ અંકુર ઊગતો નથી તેઓ શ્રી ‘અરૂષન્ત' કહેવાય છે.’’ પ્રશ્ન :- ઉપર્યુક્ત લક્ષણોથી યુક્ત શ્રી અરિહંત ભગવન્તોને નમસ્કાર ક૨વાનું પ્રધાન પ્રયોજન શું છે ? ઉત્તર ઃ- સંસારરૂપ મહાભયંકર ગહન વનમાં ભ્રમણ કરી કરીને સંતપ્ત (દુ:ખિત શ્રમિત) થયેલા જીવને શ્રી અરિહન્ન ભગવંતો પરમ પદનો માર્ગ બતાવે છે, એ કારણે સર્વ જીવોના ૫૨મોપકારી હોવાથી શ્રી અરિહન્ન પરમાત્માઓ પ્રથમ પદે નમસ્કાર કરવા યોગ્ય છે. પ્રશ્ન :- વ્યાકરણના નિયમાનુસાર ‘નમસ્ ।’ શબ્દના યોગમાં ચતુર્થી વિભક્તિ આવવી જોઈએ છતાં અહીં ષષ્ઠી વિભક્તિનો પ્રયોગ કેમ કરાયો છે ? ઉત્તર ઃ- પ્રાકૃતમાં ચતુર્થી વિભક્તિ થતી જ નથી, કિન્તુ ચતુર્થીના સ્થાને ષષ્ઠી વિભક્તિનો જ પ્રયોગ ક૨વામાં આવે છે કહ્યું છે કે बहुवणेण दुवयणं, छट्ठिविभत्तीए भण्णइ चउत्थी । जह हत्था तह पाया, नमोत्थु देवाहिदेवाणं ॥ १ ॥ ‘‘પ્રાકૃતમાં દ્વિવચનના સ્થાને બહુવચનનો તથા ષષ્ઠી વિભક્તિ સ્થાને ચતુર્થી વિભક્તિનો પ્રયોગ થાય છે; જેમ કે – ‘ હસ્તી’ અને ‘પાવી’ ના બદલે ‘ ત્યા’અને ‘પાયા’ નો પ્રયોગ થાય છે, તથા ચતુર્થીના અર્થમાં ‘નમોહ્યુ વૈવાદિલેવાળું ।' એ રીતિએ ષષ્ઠીનો પ્રયોગ થાય છે. પ્રશ્ન :- ‘નમો અરિહંતાણં ।' એ પદમાં ષષ્ઠી વિભક્તિના બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેનું પ્રયોજન શું છે ? ઉત્તર :- બહુવચનનો પ્રયોગ કરવામાં ત્રણ મુખ્ય કારણો નીચે મુજબ છે ઃ ૧- ‘અરિહંત’ એક નથી કિન્તુ ઘણા (અનન્તકાળની અપેક્ષાએ અનન્ત) છે એ દર્શાવવા માટે - નમસ્કારમહામંત્ર આવશ્યક વિચાર ૧૭ Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨- વિષયબદુત્વ દ્વારા નમસ્કાર કરનારને ફલાતિશય (અતિશયલ)ની પ્રાપ્તિ થાય છે એ બતાવવા માટે તથા - ૩- ગૌરવ બતાવવા માટે પણ બહુવચનનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ જ ત્રણ કારણો પછીનાં પદોમાંના પણ બહુવચનના પ્રયોગ માટે સમજી લેવાં અને તેવાં જ બીજાં પણ સંભવિત કારણો પોતાની બુદ્ધિથી કલ્પી લેવાં. જેમ કે- “અદ્વૈતવાદનો વ્યવચ્છેદ' વગેરે. પ્રશ્નઃ પ્રથમ પદનું ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તર :- પ્રથમ પદે વિરાજમાન શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન ચન્દ્રમંડળ સમાન શ્વેત વર્ષે કરવું જોઈએ. પ્રશ્નઃ- “નમો સિદ્ધાણં ' એ પદમાં શ્રી સિદ્ધોને નમસ્કાર કરવામાં આવ્યો છે તે સિદ્ધોનું સ્વરૂપ કેવું છે? ઉત્તર ઃ- શ્રી સિદ્ધપદની નિર્યુક્તિ, વ્યુત્પત્તિ તથા રૂઢિ ઉપરથી નીચેના અર્થો નીકળે છે - ૧ - “સિતું વદ્ધમMDાછું વર્ષ, આતં છું તે સિદ્ધા: ' અર્થાત- “જેઓએ ચિરકાલથી બાંધેલાં આઠેય પ્રકારનાં કર્મરૂપી ઈન્જનોના સમૂહને જાજ્વલ્યમાન શુક્લધ્યાનરૂપી અગ્નિથી બાળી નાંખ્યો છે તેમને સિદ્ધ કહેવાય છે.” ૨- “વધુ વતી ' એ ધાતુથી “સિદ્ધ' શબ્દ બન્યો છે. તેથી એ અર્થ થાય છે કે-“અપુનરાવૃત્તિ દ્વારા ફરી પાછું ન આવવું પડે તે રીતે) જેઓ મોક્ષપુરીમાં ગયા છે તે સિદ્ધ કહેવાય છે.” ૩-જેઓ સર્વથા કૃતકૃત્ય બની ગયા છે અર્થાત્ જેઓનું કોઈપણ કાર્ય અપરિપૂર્ણ રહ્યું નથી. તેઓ સિદ્ધ કહેવાય છે. ૪- જેઓ જગજ્જનને શિક્ષા (ઉપદેશ) કરવાવાળા અનુશાસ્તા છે તેઓ સિદ્ધ કહેવાય છે. પ-જેમનાથી ભવ્ય જીવોને ગુણસમૂહની પ્રાપ્તિ થાય છે. તે સિદ્ધ કહેવાય છે. ૬-જેઓ પરમ મંગલ તત્ત્વનો અનુભવ કરનારા હોવાથી પોતાનું ધ્યાન કરનારને મંગળરૂપ બનાવે છે તે સિદ્ધ કહેવાય છે. ૭-જેઓ નિત્ય, અપર્યવસિત અને અનન્ત સ્થિતિને પ્રાપ્ત થયેલા છે તેઓ સિદ્ધ કહેવાય છે. ઉપર્યુક્ત સર્વ અર્થોનો સંગ્રહ કરનારો એક શ્લોક શાસ્ત્રોમાં નીચે મુજબ જણાવેલો છેઃ मातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्यि । ___ ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥ જેઓએ પૂર્વબદ્ધ પ્રાચીન કર્મોને દગ્ધ કરી નાંખ્યાં છે, જેઓ મુક્તિરૂપી મહેલના શિરોભાગને પ્રાપ્ત થયા છે, જેઓ જગજીવોને (મુક્તિમાર્ગનું) અનુશાસન કરનાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે અને જેઓના સર્વ પ્રયોજનો સિદ્ધ થયાં છે તેવા મંગલરૂપ બનેલા શ્રી સિદ્ધ પરમાત્મા મને મંગલરૂપ થાઓ.” પ્રશ્ર) શ્રી સિદ્ધ પરમાત્માને નમસ્કાર કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર૦ શ્રી અરિહન્ત પરમાત્માઓ જેમ ભવરૂપ અટવીમાં માર્ગદર્શક હોવાથી ઉપકારક છે તેમ શ્રી સિદ્ધ પરમાત્માઓ અવિનાશી એવા અનન્તચતુષ્ટય (અનન્તજ્ઞાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર અને અનન્તવીર્ય)ને ધારણ કરનારા હોવાથી, ભવ્ય આત્માઓને અતિશય પ્રમોદ ઉત્પન્ન કરનારા છે. એ કારણે તેઓ ભવ્ય આત્માઓના અત્યન્ત ઉપકારક છે અને એથી તેઓ પણ નમસ્કાર કરવાને યોગ્ય છે. ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ i Jain Education international first ivate Personal use only Page #61 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન) શ્રી સિદ્ધ ભગવંતોનું ધ્યાન કેવા પ્રકારે કરવું જોઈએ? ઉત્તર૦ શ્રી સિદ્ધ પરમાત્માઓનું ધ્યાન ઉદય પામતા સૂર્યના વર્ણ સમાન રક્ત વર્ષે કરવું જોઈએ. પ્રશ્ન નો કાયાવાળું ' એ ત્રીજા પદમાં શ્રી આચાર્યોને નમસ્કાર કરાયો છે. તેમનું સ્વરૂપ કેવું છે? ઉત્તર૦ “મા” એટલે મર્યાદાએ “વત’ એટલે સેવાય, અર્થાત-શ્રી જિનશાસનના ઉપદેશક હોવાથી તે ઉપદેશની આકાંક્ષા કરનારા આત્માઓ વડે જેઓ વિનયપૂર્વક સેવા કરાય તેઓ આચાર્ય છે. એ સંબંધમાં કહ્યું છે કે सुत्तत्थविऊलकण-जुत्तो गच्छस्स मेटिमूओ अ । गणतत्तिविप्पमुक्के, अत्थं वाएइ आयरिओ ॥१॥ સૂત્ર-અર્થ ઉભયના જાણ, લક્ષણ યુક્ત, ગચ્છના નાયક હોવાથી ગચ્છને માટે મેટિ (સ્થંભ) સમાન અને ગચ્છની તપ્તિ (ચિન્તા)થી સર્વથા વિમુક્ત એવા આચાર્ય “અર્થનો ઉપદેશ આપે છે.” અથવા “ગા' એટલે મર્યાદાએ “વાર એટલે “વિહાર' તે આચાર, તેને પાળવામાં સાધુ તે આચાર્ય, અથવા પાંચ પ્રકારના જ્ઞાનાચારાદિ આચારને પાળવામાં સાધુ એટલે ચતુર તે આચાર્ય, તથા બીજને તે આચાર પાળવાનો ઉપદેશ આપનારા હોવાથી અને સાધુ પ્રમુખને તે આચાર દેખાડનારા હોવાથી “આચાર્ય છે. એ સંબંધી શ્રી આવશ્યક સૂત્રાન્તર્ગત નમસ્કાર નિર્યુક્તિમાં કહ્યું છે કે पंचविहं आयारं, आयरमाणा तहा पमासंता । आयारं दंसंता, आयरिया तेण वुच्चंति ॥१॥ “પાંચ પ્રકારના આચારને સ્વયં આચરનારા, પ્રયત્નપૂર્વક બીજાની આગળ તે આચારને પ્રકાશ નારા (ઉપદેશનારા) તથા સાધુ પ્રમુખને પાંચ પ્રકારના આચારને દેખાડનારા હોવાથી “આચાર્ય' કહેવાય છે.” અથવા ગા' એટલે ઈષત (અપરિપૂર્ણ) જે “વર' કહેતાં “ચરણ” (ચારિત્ર) તેને પાળનાર, અર્થાત-યુક્તાયુક્તના વિભાગનું નિરૂપણ કરવામાં અનિપુણ એવા વિનેય (શિષ્ય) પ્રત્યે સાધુ, યથાર્થ શાસ્ત્રાર્થનાં ઉપદેશ દ્વારા ઉપકારક, તે આચાર્ય છે. ઉક્ત લક્ષણવાળા આચાર્ય નિત્ય અપ્રમત્તપણે ધર્મનો ઉપદેશ આપે છે, વિથાઓના ત્યાગી હોય છે, દેશ-કાલને ઉચિત ભિન્ન ભિન્ન પ્રકારના ઉપાયો દ્વારા શિષ્યોને પ્રવચનનો અભ્યાસ કરાવે છે અને શ્રી તીર્થંકરદેવરૂપી સૂર્ય તથા સામાન્ય કેવળીરૂપી ચંદ્ર શ્રી જૈનશાસનરૂપી ગગનમંડળમાંથી અસ્ત પામી ગયા બાદ, ત્રણ લોકમાં રહેલા પદાર્થોને પ્રકાશિત કરવા માટે જેઓ દીપકની ગરજ સારે છે, તે શ્રી આચાર્ય ભગવંતોને નમસ્કાર કરવાનું સૌભાગ્ય ધન્યપુરુષોને જ પ્રાપ્ત થાય છે. એ સૂરિપુંગવોને કરેલો નમસ્કાર, શીધ્રાતિશીઘ ભવભયનો ક્ષય કરે છે. પ્રશ્ન :- શ્રી આચાર્ય ભગવંતોનું ધ્યાન કેવી રીતે કરવું? ઉત્તર :- શ્રી આચાર્ય ભગવંતોનું ધ્યાન સુવર્ણના વર્ણ સમાન પીત વર્ણથી કરવું જોઈએ. પ્રશ્ન :- “નમો ૩ બ્લાયા |’ એ પદથી શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાય છે, તો શ્રી ઉપાધ્યાય ભગવંતોનું સ્વરૂપ કેવું છે? ઉત્તર :- ‘' ઉપસર્ગ સમીપ અર્થમાં છે. જેઓની સમીપમાં રહીને અગર આવીને શિષ્યજન અધ્યયન કરે છે તેઓને ઉપાધ્યાય કહેવાય છે. અથવા જેઓ સમીપમાં રહેલા અગર આવેલા સાધુ આદિ જનોને સિદ્ધાન્તનું અધ્યયન કરાવે છે તે ‘ઉપાધ્યાય' કહેવાય છે. અથવા જેઓના સમીપપણાથી સ્ત્રના અધ્યયન દ્વારા શ્રી જિનપ્રવચનનું અધિક જ્ઞાન તથા સ્મરણ થાય છે તે ઉપાધ્યાય કહેવાય છે. એ સંબંધમાં શ્રી જિનાગમમાં કહ્યું છે કે નમસ્કારમહામંત્ર આવશયક વિચાર Page #62 -------------------------------------------------------------------------- ________________ बारसंगो जिणक्खाओ, सज्झाओ कहिओ बुहेहिं । तं उवइसन्ति जम्हा, उवज्झाया तेण वुच्चंति ॥१॥ શ્રી જિનેશ્વરદેવકથિત ““શ્રી દ્વાદશાંગી(ના અધ્યયન)ને પંડિતપુરુષો સ્વાધ્યાય કહે છે. તેનો ઉપદેશ કરનારા હોવાથી “ઉપાધ્યાય' કહેવાય છે.” અથવા ૩૫ ૩૫યોન આ સત્તાનું ધ્યાન્નતિ ઉપાધ્યાયઃ ” અર્થાતુ- જેઓ ઉપયોગપૂર્વક ધ્યાન કરે છે તેમનું નામ ઉપાધ્યાય છે. શ્રી આવશ્યકનિર્યુક્તિમાં શ્રુત કેવલી ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી મહારાજાએ પણ ફરમાવ્યું છે કેउत्ति अवओगकरणे, ज्झत्ति झाणस्स होइ निद्देसे । एएण होइ उज्झा, एसो अन्नोऽवि पज्जाओ ॥१॥ ઉવઝાય (ઉપાધ્યાય)નો “ઉન્ઝા' એવો પણ પર્યાય શબ્દ છે. તેમાં S' એ “ઉપયોગકરણ' અર્થમાં વપરાયેલો છે અને “' એ “ધ્યાન' અર્થનું કથન કરે છે અર્થાતુ-જેઓ ઉપયોગપૂર્વક ધ્યાન કરે છે તેઓ “ઉન્ઝા” (ઉપાધ્યાય) કહેવાય છે. અથવા “ સમીરે વિસનાતુ કુતચાયો નામો ભવતિ ચિત્તે ઉપાધ્યાયઃ | અર્થાતુ- જેમની સમીપે નિવાસ કરવાથી શ્રુતનો આય અર્થાત્ લાભ થાય છે તેઓને ઉપાધ્યાય કહેવાય છે. અથવા “ઉપાધેરાયો ગસ્તે ઉપાધ્યાયા: ' અર્થાત્ - જેમના દ્વારા ઉપાધિ (શુભ વિશેષણાદિયુક્ત પદવી)ની પ્રાપ્તિ થાય તેમને ઉપાધ્યાય કહેવાય છે.'' અથવા- “ઉપદચતે માનચાવ્યથા સાય: પ્રતિવેંતે ઉપાધ્યાયા: '” અથવા ““ઉપદન્યતે ધય: સુવુરાવ: પ્રતિર્યંતે ઉપાધ્યાયી: ” અથવા “રૂપઢતે અધ્યાયો સુ ૩૫Tધ્યાયઃ ” જેમના દ્વારા માનસિક પીડા, કુબુદ્ધિ અને દુર્બાન નાશ પામે છે તે ઉપાધ્યાય છે. પ્રશ્ન - ઉક્ત લક્ષણોવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર કરવાનું શું પ્રયોજન છે? ઉત્તર :- ઉકત લક્ષણોવાળા શ્રી ઉપાધ્યાય ભગવંતો શ્રી જિનોક્ત દ્વાદશાંગીનું અધ્યયન કરનારા હોવાથી તથા સૂત્ર અને અર્થ ઉભયનો વિસ્તાર કરવામાં રસિક હોવાથી તથા ગુરુપરંપરાએ પ્રાપ્ત થયેલ શ્રી જિનવચનનું અધ્યાપન કરાવવામાં તત્પર હોવાથી ભવ્ય આત્માઓ ઉપર મહાન ઉપકાર કરનારા છે. શિષ્યોને વિનય ગુણ શીખવાડનાર છે એ કારણ પણ તેઓ ભવ્ય જીવો વડે નમસ્કાર કરવા લાયક છે. પ્રશ્ન:- શ્રી ઉપાધ્યાય ભગવંતોનું ધ્યાન કઈ રીતે કરવું? ઉત્તર :- શ્રી ઉપાધ્યાય ભગવંતોનું ધ્યાન મરકતમણિ સમાન નીલ વર્ણથી કરવું જોઈએ. પ્રશ્ન - “નમો ની બેલી ' એ પદનો અર્થ - લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર થાઓ' એવો છે તો એ સાધુઓનું સ્વરૂપ કેવું છે? અર્થાત્ - સાધુઓ કોને કહે છે? ઉત્તર :- જેઓ જ્ઞાનાદિ શક્તિઓ દ્વારા મોક્ષમાર્ગને સાધે તે સાધુઓ છે. અથવા જેઓ ત્રસસ્થાવર સર્વ પ્રાણીઓ ઉપર સમાનબુદ્ધિને ધારણ કરનારા છે તે સાધુઓ છે. એ સંબંધી શ્રી આવશ્યકનિયુક્તિ મહાશાસ્ત્રમાં પ્રતિપાદન કરેલું છે કેनिव्वाणसाहए जोगे, जम्हा साहन्ति साहुणो । समा य सबभूएसु, तम्हा ते भावसाहुणो ॥१॥ નિર્વાણ સાધક યોગો (સંયમક્રિયાઓ) વડે જેઓ મોક્ષનું સાધન કરે છે અને સર્વ પ્રાણીઓ ઉપર સમવૃત્તિને ધારણ કરે છે તે કારણે તેઓ “ભાવ સાધુ' કહેવાય છે. N ૨૦ (ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education international Page #63 -------------------------------------------------------------------------- ________________ અથવા-વિસાસુનવત્તાd, વિશુદ્ધાત્તિનિયમનુત્તાઈ તરુણાદાળ, સલા ૨ શિયુવાન નો શા સાધુઓ પાંચ ઈન્દ્રિયોના વિષયસુખથી નિવર્સેલા હોય છે, વિશુદ્ધ મૂલ-ઉત્તર ગુણોને ધારણ કરનારા હોય છે, તથ્ય (સત્ય) ગુણોને સાધનારા હોય છે તથા મુક્તિ માર્ગમાં સહાય કરવાના કૃત્યમાં નિરંતર ઉદ્યમી હોય છે. તેવા સાધુપુરુષોને વારંવાર નમસ્કાર થાઓ! અથવા–ગરદીપ સહાયત્ત, રતિ સંગનું રિન્તસ્ત | Wા વાળ, નમામિદં સવ્યસાહૂણં શા (ધર્મકૃત્યમાં) અસહાય એવા મને સંયમપાલનમાં સહાય કરનારા હોવાથી હું સર્વ સાધુઓને નમસ્કાર કરું છું. પ્રશ્ન - ઉક્ત ગુણવિશિષ્ટ સાધુઓને નમસ્કાર કરવાનું શું પ્રયોજન છે? ઉત્તર :- સાધુપુરુષો મોક્ષમાર્ગમાં સહાયક હોવાથી ભવ્ય આત્માઓને પરમ ઉપકારક છે એ કારણે સર્વ સાધુઓને નિરંતર નમસ્કાર કરવો ઉચિત છે. વળી જેમ ભ્રમર વૃક્ષનાં સુગન્ધિત પુષ્પો ઉપર બેસીને તેની થોડીક પરાગ ગ્રહણ કરે છે અને પછી બીજા પુષ્પ ઉપર ચાલ્યો જાય છે તથા ત્યાંથી થોડીક પરાગ લઈ અન્ય પુષ્પ ઉપર ાય છે– એ રીતે અનેક પુષ્પો ઉપર ભ્રમણ કરીને તથા પ્રત્યેકની થોડી પરાગ ગ્રહણ કરીને પોતાના આત્માને સન્તોષિત કરે છે, કિન્તુ કોઈ પણ પુષ્પને બાધા (કિલામણા) ઉત્પન્ન કરતો નથી. તેની જેમ સાધુઓ પણ ગૃહસ્થોનાં અનેક ઘરોમાં પરિભ્રમણ કરી બેતાલીસ દોષરહિત શુદ્ધ આહારની ગવેષણા કરે છે અને સંયમસાધક પોતાના શરીરનું પોષણ કરે છે. પાંચે ઇન્દ્રિયોના ત્રેવીસ વિષયો અને તેના બસો બાવન (૨૫૨) વિકારોને વશ થતા નથી. અર્થાત્ શુભાશુભ વિષયોમાં રાગદ્વેષયુક્ત પ્રવૃત્તિનો ત્યાગ કરે છે. પર્યાય જીવોનું પોતાના પ્રાણથી પણ અધિક સંરક્ષણ કરે છે તથા બીજાઓ પાસે કરાવે છે. સત્તર ભેદોથી વિશિષ્ટ સંયમનું સમ્યમ્ આરાધન કરે છે. સર્વ જીવો ઉપર નિરન્તર દયાના પરિણામ રાખે છે. અઢાર હજાર શીલાંગરૂપ રથ ઉપર આરૂઢ થઈને તેને અખ્ખલિતપણે ચલાવે છે. નવ પ્રકારની બ્રહ્મગુપ્તિ (બ્રહ્મચર્યની વાડો)નું પાલન કરે છે. બાર પ્રકારના તપમાં પુરુષાર્થ ફોરવે છે. આત્માના કલ્યાણ તરફ સદા લક્ષ્ય રાખે છે. તેમ જ જનરંજન અને લોકપૂજનની કામનાથી સર્વથા વિરક્ત રહે છે. તેવા સાધુ-સન્દુરુષોને નમસ્કાર કરવો એ સર્વથા સમુચિત છે. પ્રશ્ન:- સાધુઓનું ધ્યાન કઈ રીતે કરવું? ઉત્તર:- સાધુઓનું ધ્યાન અષાઢી મેઘ સમાન શ્યામ વર્ણથી કરવું જોઈએ. પ્રશ્ન:- “નો તો સવ્વસાહૂ !” એ પદમાં “જોઈ ' શબ્દનો સન્નિવેશ શા માટે કર્યો છે? ઉત્તર:- “તો! એ પદ મધ્ય મંગળને માટે છે. “વ ને !' એ ધાતુથી “લોક' શબ્દ બનેલો છે તથા સઘળા દર્શનાર્થક' ધાતુઓ “જ્ઞાનાર્થક હોય છે અને જ્ઞાન મંગળસ્વરૂપ છે. એટલા માટે મધ્ય મંગળ કરવાને અર્થે “પદ મૂકવામાં આવ્યું છે. “તોg' પદનો બીજો ભાવ એ છે કે-અઢી દ્વીપ પ્રમાણ લોકમાં સાધુઓ નિવાસ કરે છે. તે સર્વ સાધુઓને નમસ્કાર થાઓ. પ્રશ્ન:- “નમો નોસવ્વસાહૂi (’ એમાં સવ્ય પદની શી જરૂર છે? “સાઈ ' એ બહુવચનનો પ્રયોગ જ સર્વ સાધુઓનો સંગ્રહ કરનાર છે અને એ જ કારણે પહેલાં ચાર પદોમાં “સબૂ' શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો નથી. ઉત્તર:- “ત્ર' શબ્દનો પ્રયોગ કરવાનાં અનેક કારણો પૈકી કેટલાંક નીચે મુજબ છે. નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર Diffitivity Page #64 -------------------------------------------------------------------------- ________________ ૧- પ્રમત્ત, અપ્રમત, વિરકલ્પિક, જિનકલ્પિક, પ્રતિમાકલ્પિક, યથાલન્દકલ્પિક, પરિહારવિશુદ્ધિકલ્પિક, સ્થિતકલ્પિક, સ્થિતાસ્થિતકલ્પિક તથા કલ્પાતીત આદિ સર્વ ભેદવાળા સાધુઓનું સ્પષ્ટતયા ગ્રહણ થઈ શકે તે માટે વ્યસાહૂિi પદ વાપરવામાં આવ્યું છે. તદુપરાંત “’ શબ્દથી પ્રત્યેકબુદ્ધ, સ્વયંસંબુદ્ધ તથા બુદ્ધબોધિત આદિ ભેદવાળા, ભરત, ઐરાવત, મહાવિદેહ આદિ ક્ષેત્રોવાળા તથા સુષમદુઃષમાદિકાલવાળા સર્વ સાધુઓનું ગ્રહણ થઈ શકે છે. “સર્વ' શબ્દ મૂકવામાં ન આવ્યો હોત તો એ રીતે અપ્રમત્તાદિ અને ભરત-ઐરવતાદિ સર્વ ભેદો યુક્ત મુનિસમુદાયનો સ્પષ્ટતયા બોધ થઈ શકત નહિ. અહીં એટલું યાદ રાખવું જોઈએ કે ““શ્રી આચાર્ય પદ અને શ્રી ઉપાધ્યાયપદમાં તે તે પદે રહેલા માત્ર સ્થવિરકલ્પિક સાધુઓનો જ સમાવેશ થાય છે.” ૨ ‘વ્વસાહૂ એ પ્રાકૃત પદનો અનુવાદ સંસ્કૃતમાં અનેક રીતે થઈ શકે છે. “ શબ્દ નહિ મૂકવાથી એમાંનાં એક પણ અર્થનું ગ્રહણ થઈ શકત નહિ. ‘સવ્વસાહૂ' નો અનુવાદ સંસ્કૃતમાં ‘સર્વધૂનાનું એવો પણ થઈ શકે છે. “સર્વેચ્ચો હિતા: સર્વ : ' અર્થાતસર્વ જીવોને હિતકારી એવા સાધુઓને નમસ્કાર થાઓ. અથવા– વિશિષ્ટત્રીત સર્વોડર્ર, તત્ર મવા (તસ્વીવાર્તા) સાઃ | અર્થાત્ – સાર્વ એટલે સર્વ નયોથી વિશિષ્ટ જે “અહદ્ધર્મ છે તેનો સ્વીકાર કરનારા સાધુઓને નમસ્કાર થાઓ. અથવા– ધનપાર્વેy (શુને વધુ ને વર્તને તે સર્વ ઈન્તઃ, તાનું ટર્નનિદાન સાધત્તિ, आराधयन्ति, प्रतिष्ठापयन्ति वेति सार्वसाधवस्तेभ्यो नमः ।। અર્થાત્ - સર્વ શુભ યોગોને જેઓ સિદ્ધ કરે છે તે “સાર્વ” એટલે “અરિહન્ત' કહેવાય છે. એવા શ્રી અરિહંતોનું જે સાધન કરે અર્થાત્ આજ્ઞાપાલન દ્વારા તથા દુર્નયોના નિરાકરણ દ્વારા શ્રી અરિહંતોની આરાધના તથા પ્રતિષ્ઠાપના કરે તે સાર્વસાધુઓને નમસ્કાર થાઓ. ‘સવ્વસાહૂ એ પ્રાકૃત પદનો ‘શ્રવધૂનામુ તથા “સવ્યસાધૂનાનું એવો પણ સંસ્કૃતમાં અનુવાદ થાય છે. તેમાં “શ્રવ્ય' શબ્દનો અર્થ “શ્રવણ કરવા યોગ્ય' થાય છે. અર્થાત-શ્રવણ કરવા યોગ્ય જે વાક્ય, તેને વિષે સાધુ (સાવધાન) તે ‘શ્રવ્ય સાધુ” છે. વ્ય’ શબ્દનો અર્થ દક્ષિણ અથવા અનુકૂલ થાય છે. અર્થાત્ મોક્ષને અનુકૂલ કાર્યને વિષે જેઓ “સાધુ એટલે “નિપુણ' છે તેઓને નમસ્કાર થાઓ. ૩- ‘નમો નૈ સબ દૂi ' એ પદમાં “લોક' શબ્દથી અઢીદ્વીપવર્તી મનુષ્યલોકનું ગ્રહણ થાય છે કે જે ઊર્ધ્વ ભાગમાં નવસો યોજન પ્રમાણ છે તથા અધોભાગમાં એક હજાર યોજન પ્રમાણ છે. એટલે કેટલાક લબ્ધિવિશિષ્ટ સાધુઓ યાવત મેરુપર્વતની ચૂલિકા પર્યત તપસ્યા કરે છે તે સહિત મનુષ્યલોકમાં જ્યાં જ્યાં સાધુઓ છે, તે સર્વને નમસ્કાર થાઓ એ સર્વ શબ્દનું તાત્પર્ય છે. પ્રશ્ન :- આ શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કાર સંક્ષેપથી કર્તવ્ય છે કે વિસ્તારથી? જે સંક્ષેપથી કર્તવ્ય છે તો કેવળ સિદ્ધ’ અને ‘સાધુ” એ બે પદને જ નમસ્કાર કરવો જોઈએ. કારણ કે - અરિહંત, આચાર્ય અને ઉપાધ્યાયનો સાધુ' પદથી સંગ્રહ થઈ જાય છે. અર્થાત્ શ્રી અરિહંતાદિ ત્રણમાં સાધુત્વનો ત્યાગ થતો નથી. તથા જો વિસ્તારપૂર્વક નમસ્કાર કર્તવ્ય હોય તો શ્રી “ઋષભાદિ ચોવીસ તીર્થંકરો, શ્રી “પુંડરીકાદિ' (૧૪૫૨) ગણધરો આદિ પ્રત્યેકનું વ્યક્તિશઃ ઉચ્ચારપૂર્વક ગ્રહણ કરવું જોઈએ. અર્થાત–પૃથક પૃથફ નામ લઈને સર્વને નમસ્કાર કરવો જોઈએ. ઉત્તર :- શ્રી અરિહન્તને નમસ્કાર કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે ફળની પ્રાપ્તિ સાધુઓને નમસ્કાર રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #65 -------------------------------------------------------------------------- ________________ કરવાથી થઈ શકતી નથી. જેમકે - રાજદિને નમસ્કાર કરવાથી જે ફળની પ્રાપ્તિ થાય છે તે મનુષ્યમાત્રને નમસ્કાર કરવાથી થઈ શકતી નથી. આમ ફળની વિશેષતાને લઈને સાધુઓને નમસ્કાર કરવા છતાં શ્રી અરિહન્તને પ્રથમ નમસ્કાર કરવો યોગ્ય છે. પ્રશ્ન:- પ્રથમ નમસ્કાર જે સૌમાં મુખ્ય હોય તેને કરવો જોઈએ. શ્રી અરિહંતાદિ પાંચેય પરમેષ્ઠીઓમાં સર્વથા કૃતકૃત્ય હોવાથી શ્રી સિદ્ધો મુખ્ય છે. તેથી “યથાપ્રધાન ન્યાયને અનુસરીને પ્રથમ શ્રી સિદ્ધભગવંતોને નમસ્કાર કરવો જોઈએ અને પછી અનુક્રમે શ્રી અરિહંતાદિને નમસ્કાર કરવો જોઈએ. ઉત્તર :- શ્રી સિદ્ધોને જાણવાનું કાર્ય પણ શ્રી અરિહંતોના ઉપદેશ સિવાય અશક્ય છે. તથા શ્રી અરિહંતો તીર્થના પ્રવર્તન દ્વારા ઘણા જીવો ઉપર ઉપકાર કરે છે; એટલું જ નહીં પણ શ્રી સિદ્ધના આત્માઓ પણ શ્રી અરિહંતોના ઉપદેશથી જ ચારિત્રનો આદર કરી કમરહિત બની સિદ્ધિગતિને પ્રાપ્ત કરે છે. એ કારણે શ્રી સિદ્ધોની પૂર્વે શ્રી અરિહન્તોને નમસ્કાર કરવો એ વ્યાજબી છે. પ્રશ્ન :- જો એ રીતે ઉપકારીપણાનો વિચાર કરીને નમસ્કાર કરવાનો હોય તો આચાર્ય આદિને પ્રથમ નમસ્કાર કરવો ઉચિત છે; કારણ કે કોઈ સમયે આચાર્ય આદિથી પણ શ્રી અરિહન્ત આદિનું જ્ઞાન થાય છે. આચાર્ય આદિ પણ મહોપકારી બનતા હોવાથી તેમને પ્રથમ નમસ્કાર કરવો જોઈએ. ઉત્તર :- આચાર્યાદિને ઉપદેશ આપવાનું સામર્થ્ય શ્રી અરિહંતોના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે, કિન્તુ સ્વતંત્ર રીતિએ પ્રાપ્ત થતું નથી. અર્થાત્ સર્વ વસ્તુઓના પ્રથમ પરમાર્થજ્ઞાપક (પરમાર્થનું જ્ઞાન કરાવવાવાળા) શ્રી અરિહંતો જ છે. એ કારણે સૌથી પ્રથમ નમસ્કાર તેઓને જ કરવો જોઈએ. લોકમાં પણ પરિષદને નમસ્કાર કર્યા બાદ રાજને પ્રણામ કરવાનો રિવાજ નથી, કિન્તુ રાજાને પ્રણામ કર્યા બાદ જ પર્ષદને પ્રણામ કરવાનો રિવાજ છે. તે જ રીતે અહીં પણ પર્ષદારૂપ શ્રી આચાર્ય આદિને નમસ્કાર કરીને રાજારૂપ શ્રી અરિહન્તને પછી નમસ્કાર કરવો તે યોગ્ય નથી કિન્તુ રાજારૂપ શ્રી અરિહંતને નમસ્કાર કર્યા બાદ જ પર્ષદારૂપ શ્રી આચાર્ય આદિને નમસ્કાર કરવો એ યુક્તિયુક્ત છે; એ સંબંધમાં કહ્યું છે કેपुवाणुपुवि न कमो, नेव य पच्छाणुपुब्बि एस भवे । सिद्धाइआ पढमा, बीआए साहुणो आई ॥१॥ अरहन्तुवएसेणं, सिद्धा नजन्ति तेण अरिहाई । नवि कोई परिसाए, पणमित्ता पणमइ रण्णो ॥२॥ પ્રશ્ન :- શ્રી નમસ્કાર મંત્રનો ક્રમ પૂર્વાનુપૂર્વી હોય તો “સિદ્ધો' ને પ્રથમ નમસ્કાર કરવો જોઈએ અને પશ્ચાનુપૂર્વી હોય તો “સાધુઓ' ને પ્રથમ નમસ્કાર કરવો જોઈએ. ૧. ઉત્તર :- શ્રી અરિહન્તોના ઉપદેશથી સિદ્ધાત્માઓનું જ્ઞાન થાય છે તથા પરિષદને પ્રણામ કરીને કોઈ રાજાને પ્રણામ કરતું નથી. એ કારણે રાજાના સ્થાને શ્રી અરિહંતોને જ આદિ નમસ્કાર કરવો યોગ્ય છે. ૨. एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥ અર્થાતુ- “એ પાંચને કરેલો નમસ્કાર સર્વ પાપનો પ્રણાશ (પ્રકર્ષે નાશ) કરનાર છે તથા સર્વ પ્રકારનાં મંગળોમાં પ્રથમ મંગળ છે.” -એ ચાર પદોમાં નમસ્કારના ફળનું વર્ણન છે. આમ ફળના વર્ણનને મૂળ મંત્ર કહેવો એ શું યોગ્ય છે? ઉત્તર :- શ્રી નમસ્કાર મંત્રનાં છેલ્લાં ચાર પદો એ શ્રી નમસ્કાર મંત્રની ચૂલિકા છે. ચૂલિકાને મૂળ મંત્રથી ભિન્ન ગણવી એ યોગ્ય નથી. ફળનું વર્ણન એ પણ શ્રી નમસ્કારનું જ વર્ણન છે. અન્યત્ર નામસ્તવ અધ્યયનાદિમાં પણ ફળવર્ણન સહિત સઘળાં પદો અધ્યયનરૂપ ગણાયાં છે. “છત્તાધાના: સમારH: /' એ ન્યાયે જેના ફળનું જ્ઞાન નથી તેમાં વિદ્વાનોની પ્રવૃત્તિ પણ થતી નથી. એ કારણે ચૂલિકા સિવાયનો શ્રી નમસ્કાર મંત્ર એ અપૂર્ણ અને વિદ્વાનોની પ્રવૃત્તિ માટે અયોગ્ય છે. શ્રી આગમ ગ્રન્થોમાં પણ ચૂલિકા સહિત સમગ્ર શ્રી નવકાર મંત્રનું મહામંત્ર નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર Page #66 -------------------------------------------------------------------------- ________________ તરીકે પ્રતિપાદન કરેલું છે. પ્રશ્ન :- શ્રી નમસ્કાર મંત્ર કોઈપણ વર્તમાન આગમ સૂત્રમાં નવ પદ, આઠ સંપદા અને અડસઠ અક્ષર પ્રમાણ છે એમ કહેલું નથી, પરંતુ શ્રી ભગવતી આદિ સિદ્ધાન્તમાં શ્રી નમસ્કારનાં પાંત્રીસ અક્ષર પ્રમાણ પ્રથમ પાંચ જ પદો કહેલાં છે. તેથી કેટલાક શ્રી નમસ્કાર મંત્રને નવપદાત્મક નહિ કિન્તુ પંચપદાત્મક જ માને છે તો તે વ્યાજબી છે? ઉત્તર ઃ- ભગવાન શ્રી વજસ્વામીજી વગેરે દશપૂર્વધરાદિ બહુશ્રુત, સંવિગ્ન અને સુવિહિત મહર્ષીઓએ છેદસૂત્રાદિની વ્યાખ્યા પ્રસંગે શ્રી નમસ્કાર મંત્રને નવ પદ, આઠ સંપદા અને અડસઠ અક્ષરાત્મક કહેલો છે તેથી તેને પંચપદાત્મક નહિ પણ નવપદાત્મક માનવો તે જ વ્યાજબી છે. શ્રી મહાનિશીથ નામના શ્રુતસ્કંધની અંદ૨ પદાનુસારી લબ્ધિને ધ૨ના૨ા દશપૂર્વધર ભગવાન શ્રી વજસ્વામીજીએ શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધને અડસઠ અક્ષર અને નવપદાત્મક વર્ણવેલો છે. પ્રશ્ન :- મંગળ શબ્દનો અર્થ શો છે ? ઉત્તર ઃ- ‘મંતિ હિતાર્થ સર્પતીતિમંાનમ્ ।' અથવા મંતિ પૂર્વવ્હેન અસ્માદ્યેતિ મંત્તમ્ । અર્થાત્ જે સર્વ પ્રાણીઓના હિતને માટે દોડે છે અથવા જેના દ્વારા (જેનાથી) દૂર દષ્ટ (દુર્દેવ-દુર્ભાગ્ય) દૂર ચાલ્યું જાય છે તેને મંગલ કહેવાય છે. અર્થાત્-હિતાર્થની પ્રાપ્તિ અને અહિતાર્થની નિવૃત્તિ એ મંગળનું કાર્ય છે. પ્રશ્ન :- ‘શ્રી પંચ પરમેષ્ઠીને કરેલો નમસ્કાર સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે’ એ અર્થને જણાવનારાં પદોનું શું તાત્પર્ય છે ? ઉત્તર ઃ- મંગળ બે પ્રકારનાં છે. દ્રવ્ય (લૌકિક) મંગળ અને ભાવ (લોકોત્તર) મંગળ. દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફળ, ચન્દન, કેસર, કુંકુમાદિ લૌકિક મંગળ છે અર્થાત્ ફળ આપવામાં તે ઐકાન્તિક (અવશ્ય) કે આત્યન્તિક (સર્વશ્રેષ્ઠ) નથી. એ જ રીતિએ નામમંગળ અને સ્થાપનામંગળ (મંગળ એવું નામ અથવા મંગળની સ્થાપના) પણ વાંછિત અર્થની સિદ્ધિ પ્રત્યે અનૈકાંતિક (વ્યભિચારી) તથા અનાત્યંતિક (અપૂર્ણ) છે. એથી વિપરીત લોકોત્તર (ભાવ) મંગળ સર્વ અભિપ્રેત અર્થની સિદ્ધિ માટે ઐકાન્તિક (અવ્યભિચારી) અને આત્મત્તિક (સંપૂર્ણ) છે. અર્થાત્ સર્વથા અને સર્વદા મંગળરૂપ છે. એ કારણે નામ, સ્થાપના યા દ્રવ્ય મંગળની અપેક્ષાએ ભાવમંગળ પૂજનીય અને પ્રધાન છે. એ ભાવમંગળ તપ, જપ, યમ, નિયમાદિ અનેક પ્રકારે છે. એ સર્વમાં પણ ‘શ્રી પંચ-૫૨મેષ્ઠી-નમસ્કાર’ એ ઉત્કૃષ્ટ (સૌથી મોટું) મંગળ છે. કારણ કે એમાં જે પરમેષ્ઠીઓને નમસ્કા૨ ક૨વામાં આવ્યો છે તે પરમેષ્ઠીઓ ૫૨મ મંગળરૂપ, પરમ લોકોત્તમરૂપ અને પરમ શરણાગતવત્સલરૂપ છે. એ સંબંધી શાસ્ત્રોમાં કહ્યું છે કે - चत्तारि मंगलं । अरिहंता मंगलं, सिद्धा मंगलं, साहू मंगलं, केवलिपन्नत्तो धम्मो मंगलं ।' चत्तारि लोगुत्तमा । अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा, साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो । चत्तारि सरणं पवज्जामि । अरिहंते सरणं पवज्जामि, सिद्धे सरणं पवज्जामि, साहू सरणं पवज्जामि, केवलिपन्नत्तं धम्मं सरणं पवज्जामि । અર્થાત્ - ચાર વસ્તુઓ મંગળરૂપ છે. શ્રી અરિહંતો મંગળરૂપ છે, શ્રી સિદ્ધો મંગળરૂપ છે, શ્રી સાધુઓ મંગળરૂપ છે, કેવલીપ્રજ્ઞપ્ત (કેવલીકથિત) ધર્મ મંગળરૂપ છે. ચાર વસ્તુઓ લોકોત્તમ છે. શ્રી અરિહંતો લોકોત્તમ છે, શ્રી સિદ્ધો લોકોત્તમ છે, શ્રી સાધુઓ લોકોત્તમ છે, ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૨૪ Page #67 -------------------------------------------------------------------------- ________________ કેવલિકથિત ધર્મ લોકોત્તમ છે. ચાર વસ્તુઓ શરણરૂપ છે. શ્રી અરિહંતો શરણરૂપ છે, શ્રી સિદ્ધો શરણરૂપ છે, શ્રી સાધુઓ શરણરૂપ છે, કેવલિપ્રરૂપિત ધર્મ શરણરૂપ છે. પ્રશ્ન:- શ્રી નમસ્કાર મહામંત્રના અક્ષરો કેટલા છે? ઉત્તરઃ- શ્રી નમસ્કાર મહામંત્રના કુલ અક્ષરો ૬૮ છે. તેમાં પ્રથમનાં પાંચ પદો મૂલમંત્ર સ્વરૂપ છે. તેમાં વ્યંજન સહિત લઘુ (૩૨) અને ગુરુ (૩) મળી કુલ ૧૩૫” અક્ષરો છે. છેલ્લા ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં મૂલમંત્રના પ્રભાવનું વર્ણન કર્યું છે, તેમાં વ્યંજન સહિત લધુ (૨૯) અને ગુરુ (૪) મળી કુલ ૩૩ અક્ષરો છે. એ બંને સંખ્યાને જોડવાથી શ્રી નમસ્કાર મંત્રના કુલ અડસઠ અક્ષરો થાય છે. પ્રશ્ન :- કેટલાક ‘હવ મંત્ર ' ના સ્થાને “ટોડ઼ મંર્તિ ' કહે છે તે બરાબર છે? ઉત્તર:- “વ શબ્દના સ્થાને “દોડ઼ કહેવાથી યદ્યપિ અર્થમાં કોઈ ભેદ થતો નથી, તોપણ “દોડું શબ્દ બોલવાથી ચૂલિકાના ૩૩ વર્ણના બદલે ૩૨ વર્ણ થાય છે, તેથી શ્રી નવકારના કુલ ૬૮ અક્ષરની સંખ્યા મળતી નથી. શ્રી “મહાનિશીથ' સૂત્રમાં કહ્યું છે કે "तहेव -इक्कारसपयपरिच्छिन्न - तिआलावग - तित्तीसअक्खरपरिमाणं एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो, मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलंतिचूलम् ।" અર્થાત્ - શ્રી પંચપરમેષ્ઠી - નમસ્કારરૂપ મૂલ મન્ન, અગિયાર પદો તથા તેત્રીસ અક્ષર પ્રમાણ ત્રણ આલાવાથી યુક્ત છે. અર્થાત્ મૂલ મંત્રના પ્રભાવને બતાવનાર પાછલાં ચાર પદોના અક્ષરોનું પરિમાણ તેત્રીસ છે અને આલાપક ત્રણ છે. શ્રી નમસ્કારાવલિકા' ગ્રન્થમાં પણ કહ્યું છે કે – “કોઈ કાર્યવિશેષ ઉપસ્થિત થવાથી જ્યારે ચૂલિકાનાં જ માત્ર ચાર પદોનું ધ્યાન કરવું હોય, ત્યારે બત્રીસ પાંખડીનું કમલ કલ્પીને એક એક અક્ષરને એક એક પાંખડી ઉપર સ્થાપન કરવો અને તેત્રીસમો અક્ષર મધ્ય કર્ણિકામાં સ્થાપન કરીને ધ્યાન કરવું જોઈએ.” દોડ઼ મંd I’ એવો પાઠ માનવામાં આવે તો એ ધ્યાન કદાપિ થઈ શકે નહિ કારણકે અક્ષરો બત્રીસ થઈ જાય. એ કારણે ‘વડુ માત ' એ પાઠ જ શાસ્ત્રસિદ્ધ છે. પ્રશ્ન :- શ્રી નવકાર મંત્રની ચૂલિકાના તેત્રીસ અક્ષરો માનવાથી છન્દોભંગનો દોષ આવતો નથી? ઉત્તર :- બત્રીસ, વર્ણના શ્લોકની જેમ તેત્રીસ વર્ણના શ્લોક પણ છન્દ શાસ્ત્રમાં માનેલા છે. શ્રી આગમગ્રંથોની અંદર એ રીતે તેત્રીસ વર્ણના શ્લોકો અનેક આવે છે. દાખલા તરીકે શ્રી દશવૈકાલિક સૂત્રની નીચેની ગાથાઓ જુઓ; जहा दुमस्स पुप्फेसु, भमरो आवियइ रसं । न य पुष्पं किलामेइ, सो अ पीणेइ अप्पयं ॥१॥ अहं च भोगरायस्स, तं च सि अंधगवण्हिणो । मा कुले गंधणा होमो, संजमं निहुओ चर ॥२॥ પ્રશ્ન :- “શ્રી પંચ-પરમેષ્ઠી-નમસ્કાર મંત્રનો ૧૦૮ વાર જાપ કરવો જોઈએ કારણકે શ્રી પંચ પરમેષ્ઠીઓના ગુણ ૧૦૮ છે એમ કહેવામાં આવે છે તો તે એકસો ને આઠ ગુણો ક્યા અને કેવી રીતે છે? ઉત્તરઃ- શાસ્ત્રોમાં કહ્યું છે કે - बारसगुण अरिहन्ता, सिद्धा अढेव सूरि छत्तीसं । उवज्झाया पणवीसं, साहू सत्तवीस अट्ठसयं ॥१॥ અર્થાત્ - શ્રી અરિહંતોના બાર ગુણ છે, શ્રી સિદ્ધોના આઠ ગુણ છે, શ્રી આચાર્યોના છત્રીસ ગુણ છે, શ્રી ઉપાધ્યાયોના પચીસ ગુણ છે અને શ્રી સાધુઓના સત્તાવીસ ગુણ છે. પાંચે પરમેષ્ઠીના કુલ ગુણ એકસોને આઠ છે. નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર કે તમારી ૨૫ કરવાના Page #68 -------------------------------------------------------------------------- ________________ એ એકસો આઠ ગુણોનું વર્ણન વિસ્તારથી શ્રી નવપદ આરાધના વિધિ આદિ પુસ્તકોમાં ઘણી જગ્યાએ છપાઈ ગયેલું છે તેથી અહીં આપતા નથી. પ્રશ્ન :- નમાર' નો શબ્દાર્થ શો છે? ઉત્તર - નમો નીતિવમુખ્યતે | તનુ વશિરઃસંયો વિવાવિધવ્યાપા વિશ: ” અર્થાત્ - નમનક્રિયાનું નામ નમસ્કાર છે. એના દ્વારા નમસ્કાર્યની સંમુખ પોતાની હીનતા (ન્યૂનતા-નમ્રતા) પ્રગટ કરાય છે. એ નમ્રતા પ્રગટ કરવાની ક્રિયાને નમસ્કાર કહેવાય છે. અર્થાત-હાથ, પગ અને મસ્તકાદિના સંયોગ દ્વારા પોતાની ન્યૂન દશાને પ્રગટ કરવાવાળો એક પ્રકારનો વ્યાપાર (ચેષ્ટા વિશેષ) તે નમસ્કાર છે. પ્રશ્ન:- શ્રી નવકાર મંત્રમાં ‘રિહંતાણં નમો !' ઇત્યાદિ પાઠ નહિ રાખતાં “નમો અરિહંતાણં ' ઇત્યાદિ પાઠ કેમ રાખવામાં આવ્યો છે ? પ્રથમ નમસ્કાર્યનું પ્રતિપાદન કરી પછી “નમ:' શબ્દનો પ્રયોગ ઘણા સ્થળે જોવામાં આવે છે. ઉત્તર:- “રકાર અક્ષર જ્ઞાનનો વાચક છે અને જ્ઞાન મંગલરૂપ છે તેથી આદિમંગલના હેતુભૂત “નકારને આદિમાં રાખવામાં આવ્યો છે. જગત-કલ્યાણકારી પ્રતિપાઘ વિષયનું પ્રતિપાદન કરતી વખતે આદિ, મધ્ય અને અંતમાં મંગલ કરવું જોઈએ એવું આતંકથન છે. એ રીતે ત્રિવિધ મંગલ કરવાથી એના પઠક, પાઠક અને ચિન્તકોનું સદૈવ મંગલ થાય છે તથા પ્રતિપાદ્ય વિષયની નિર્વિજ્ઞ પરિસમાપ્તિ થઈને સદૈવ તેની પ્રવૃત્તિ ચાલુ રહે છે. “રકાર દ્વારા જેમ આદિમંગલ કરવામાં આવ્યું છે તેમ તો' પદ દ્વારા મધ્ય મંગલ કરવામાં આવ્યું છે અને પંક્તિ” પદ દ્વારા અંતિમ મંગલ કરવામાં આવ્યું છે. પ્રશ્ન :- પ્રધાનતાની અપેક્ષાએ શ્રી નમસ્કાર મંત્રનાં પાંચેય પદોમાં જ્યેષ્ઠાનુયેષ્ઠ ક્રમ રાખવામાં આવ્યો છે તે જરા વિગતથી સમજાવો. ઉત્તર :- શ્રી અરિહન્તોના ઉપદેશથી જ શ્રી સિદ્ધોનું જ્ઞાન થાય છે તથા ભવ્યાત્માઓ ચારિત્રનો આદર કરી કર્મરહિત થઈ સિદ્ધિને પ્રાપ્ત કરે છે તથા શ્રી આચાર્યાદિકને ઉપદેશ દેવાનું સામર્થ્ય પણ શ્રી અરિહન્તોના ઉપદેશથી જ પ્રાપ્ત થાય છે તેથી શ્રી અરિહન્ત પ્રથમ છે. દેશથી કૃતકૃત્યની અપેક્ષાએ સર્વથા કૃતકૃત્ય હોવાથી શ્રી સિદ્ધ બીજા છે. શ્રી આચાર્યોથી શિક્ષા પ્રાપ્ત કરીને શ્રી ઉપાધ્યાયો સ્વકર્તવ્યનું પાલન કરે છે તેથી આચાર્ય ત્રીજા છે તથા સાધુજન શ્રી આચાર્ય અને શ્રી ઉપાધ્યાય તરફથી દશવિધ યતિધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરી સ્વકર્તવ્યનું પાલન કરે છે. તેથી શ્રી ઉપાધ્યાય ચોથા છે અને શ્રી સાધુ પાંચમા છે. એ રીતે શ્રી અરિહંત આદિ પાંચમાં ઉત્તર-ઉત્તરની અપેક્ષાએ પૂર્વપૂર્વની પ્રધાનતા દ્વારા જ્યેષ્ઠાનુજ્યેષ્ઠ ક્રમનો સ્વીકાર કરી પ્રથમ શ્રી અરિહન્તોને, પછી શ્રી સિદ્ધોને, પછી શ્રી આચાર્યોને, પછી શ્રી ઉપાધ્યાયોને અને છેવટે શ્રી સાધુઓને નમસ્કાર કર્યો છે. પ્રશ્ન:- “તો પંદનમુવાડો ' એ પદના બદલે કેટલાકો “ઘણો વંવનનોવાલે !' એ પદ બોલે છે તો બેમાં સત્ય શું સમજવું? ઉત્તર :- સંસ્કૃતમાં “નમાર' શબ્દ છે. તેના પ્રાકૃતમાં બે રૂપો થાય છે : “નમોર' અને “નમુવાર' બેમાંથી એક પણ રૂપ અસત્ય નથી, કિન્તુ બંને રૂપી વ્યાકરણના નિયમથી સિદ્ધ છે. તોપણ પાઠભેદ ન થાય એ કારણે સો પંચ નમુક્કારો ' એ એક જ પાઠ બોલવો વ્યાજબી લાગે છે. મંત્રાક્ષરોના ઉચ્ચારણમાં વારંવાર પાઠભેદ કરવો ઉચિત નથી. પ્રશ્ન:- “નમો અરિહંતા ' એ પદમાં અષ્ટમહાપ્રાતિહાર્યાદિ બાર ગુણે યુક્ત શ્રી તીર્થંકરદેવોનું ગ્રહણ થાય છે. તો પછી શ્રી તીર્થંકરદેવો સિવાયના શ્રી કેવલજ્ઞાની મહર્ષીઓનું ગ્રહણ કયા પદથી સ્વીકારવું? સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education Interna Private Personal use only www.janetary.org Page #69 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર :- સામાન્ય કેવલજ્ઞાનીઓનું ગ્રહણ નો તો સવ્વસાહૂi ' એ પદથી થઈ જાય છે. એ પદમાં તો, અને “સંબૂ એ બે શબ્દો લોકમાં રહેલા સર્વ પ્રકારના મુનિવરોના સંગ્રહ અર્થે વપરાયેલ છે. તેમાં કેવલજ્ઞાનીઓ, પરમાવધિજ્ઞાનીઓ, વિપુલમતિ અને ઋજુમતિ મનઃ પર્યાયજ્ઞાનીઓ, ચતુર્દશપૂર્વધરો, દશ પૂર્વધરો, એકાદશાંગના ધારક, શ્રી જિનકલ્પને ધરનારા, ક્ષીરાસવી, મધ્વાગ્નવી, સર્પિરાસવી, સંભિન્નસ્રોત-આદિ લબ્ધિઓના ધારક, કોષ્ઠબુદ્ધિ, બીજબુદ્ધિ, પદાનુસારિ-લબ્ધિ, ચારણ-લબ્ધિ, વૈક્રિય લબ્ધિ આદિને ધરનારા સઘળા મુનિવરોનો સંગ્રહ થઈ જાય છે. એટલે તે માટે જુદા પદની આવશ્યકતા નથી. પ્રશ્ન :- અહંદાદિ પાંચ નમસ્કાર્ય પરમેષ્ઠીઓમાં પ્રત્યેકની સાથે ‘નમો પદ રાખ્યું છે. તેના બદલે આદિમાં એકવાર “નમો’ પદનું કથન કરવામાં આવે તો શેષ પદોમાં સ્વયં “નમ:' પદ અધ્યાહાર થઈ શકે છે તો પછી પ્રત્યેક વખત “નમ:' પદનું કથન કરવાનું પ્રયોજન શું છે? ઉત્તર ઃ- શ્રી નમસ્કાર મંત્રને ગણવાની રીત ત્રણ પ્રકારની છે. પૂર્વાનુપૂર્વી, અનાનુપૂર્વી અને પશ્ચાનુપૂર્વી. એ ત્રણ રીતિએ શ્રી નવકારનો જાપ થઈ શકે છે. તેમાં પૂર્વાનુપૂર્વીની રીતિએ ગણતાં પ્રથમ પદના નમ:' શબ્દનો પ્રયોગ શેષ ચારે પદોમાં અધ્યાહારથી આવી શકે છે, પરન્તુ પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીએ ગુણન કરતી વખતે આદિના નમ:' પદનો અન્વયે પાંચે નમસ્કાર્યોની સાથે દરેક ભંગોમાં થઈ શકતો નથી, એ કારણે પાંચે પદોમાં નમ:' શબ્દનો પ્રયોગ કરવો જરૂરી છે. પ્રશ્ન-ત્રણ પ્રકારની ગણવાની રીત (આનુપૂર્વી) કહી તેનો અર્થ શો છે? ઉત્તર :- ક્રમથી પદોનું ગુણન કરવું તે પૂર્વાનુપૂર્વી છે; જેમ કે ૧-૨-૩-૪-૫-૬-૭-૮-૯. ઉત્ક્રમથી પદોનું ગુણન કરવું તે પશ્ચાનુપૂર્વી છે; જેમ કે, ૯-૮-૭-૬-પ-૪-૩-૨-૧. તથા ક્રમ અને ઉત્ક્રમને છોડી બાકીના સર્વ ભંગોની ગુણનક્રિયાનું નામ અનાનુપૂર્વી છે; જેમ કે, ૯-૭-૮-૫-૬-૩-૪-૧-૨ ઇત્યાદિ નવપદની પૂર્વાનુપૂર્વીનો એક ભંગ છે, પશ્ચાનુપૂર્વીનો એક ભંગ છે અને અનાનુપૂર્વીના ત્રણ લાખ બાસઠ હજાર, આઠ સો ને અઠ્ઠોતેર (૩૬૨૮૭૮) ભંગો છે. કુલ ૩૬૨૮૮૦ ભંગો નવપદના થાય છે. કેટલા પદના કેટલા ભંગ થાય તેને કાઢવાની ગણિતની રીત નીચે મુજબ છે. જેટલાં પદ હોય તેને પરસ્પર ગુણવાં જોઈએ. જેમ કે - પાંચ ભંગ હોય તો – ૧૮૨૪૩૪૪૪૫ =૧૨૦ છ ભંગ હોય તો ૧૨૦ x 9 = ૭૨૦. એ રીતે જેટલાં પદ હોય તેનો પરસ્પર ગુણાકાર કરવાથી જેટલી સંખ્યા આવે તેટલા તેના ભંગ થાય છે. તેમાં પ્રથમનો અને છેવટનો પૂર્વાનુપૂર્વીનો તથા પશ્ચાનુપૂર્વીનો ભંગ છોડીને બાકી બધા ભંગ અનાનુપૂર્વીના ગણાય છે. આ સંબંધી વિશેષ માહિતી ગુરુગમથી સમજવા પ્રયત્ન કરવો. પ્રશન:- “Tણો વંઘનકુવારો એ પદનો શો અર્થ છે? ઉત્તર :- પણ બંધનકુવારો માં “પંઘનમુક્કારો એ તપુરુષ સમાસ છે, કિન્તુ દ્વિગુ (સમાહારદ્વન્દ્ર) સમાસ નથી. “Tૐનાં સંવર્ધા, પચો વા નમક્કા ત ાચનમાર: ' અર્થાત્ “પાંચેયને કરેલો નમસ્કાર' એવો અર્થ થાય છે. એના બદલે “એ પાંચ નમસ્કાર' એવો અર્થ કરવામાં આવે તો સમાસ સમાહાર-દ્વિગુ-દ્વન્દ્ર બની જાય. એ અવસ્થામાં દ્વિગુ સમાસનો પ્રયોગ સ્ત્રીલિંગ યા નપુંસકલિંગમાં કરવો જોઈએ. જેમકે “ત્રિતો’ ‘ત્રિભુવનમ્' “Tચપાત્રમ્' ઇત્યાદિ પરન્તુ અહીં તો પુલ્લિગનો નિર્દેશ છે એ કારણે એને તપુરુષ સમાસ સમજી “એ પાંચને કરેલો નમસ્કાર' એવો અર્થ કરવો જોઈએ. પ્રશ્ન - ઉક્ત પદમાં ‘Tચ' શબ્દનો પ્રયોગ નિરર્થક છે, કારણ કે ઘણો નમુક્કારો' કહેવાથી પણ પાંચેયને નમસ્કાર એવો બોધ થઈ શકે છે. ઉત્તરઃ- “Tચ' શબ્દનો પ્રયોગ સ્પષ્ટતાને માટે છે. બીજું કારણ એ પણ છે કે “ો એ “પુત સર્વનામનું નમસ્કારમહામંત્ર આવશ્યક વિચાર Page #70 -------------------------------------------------------------------------- ________________ રૂપ છે, તથા ‘તવ્’ શબ્દ પ્રત્યક્ષ અને આસન્નવર્તી પદાર્થનો વાચક છે; કહ્યું છે કે, इदमस्तु सन्निकृष्टे, समीपतरवर्तिनि चैतदो रूपम् । એ કારણે ‘પદ્મ શબ્દનો પ્રયોગ કરવામાં ન આવ્યો હોત તો સમીપતરવર્તી સાધુઓને નમસ્કારની જ સમ્ભાવના થાત. જ્યારે ‘પદ્મ’ શબ્દના પ્રયોગથી નિદ્ભૂત રીતિએ પાંચેયના નમસ્કારની સંભાવના થઈ શકે છે. -- પ્રશ્ન :- સાતમું પદ ‘સવ્વપાવપળાસળી' છે, એ પદના કથનની શી આવશ્યકતા છે ? આઠમા અને નવમા પદમાં કહ્યું જ છે કે (આ પાંચ નમસ્કાર) સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. તેથી અર્થપત્તિ પ્રમાણદ્વારા એ વાત સ્વયં સિદ્ધ થઈ જાય છે કે ‘નમસ્કાર સર્વ પાપોનો નાશક છે' કારણકે સર્વ પાપોનો નાશ થયા વિના મંગળ થઈ શકતું જ નથી. એ કા૨ણે સાતમા પદનો પ્રયોગ નિરર્થક લાગે છે. ઉત્તર ઃ- અર્થાપત્તિ પ્રમાણદ્વારા – સર્વ પાપોનો નાશ થાય છે’ એ વાત સમજી શકાય તેવી હતી તોપણ એ પાપોનો સમૂલ ક્ષય થાય છે કે અંશક્ષય થાય છે એ વાત નિશ્ચિત થઈ શકતી નહોતી. નાશ ત્રણ પ્રકારનો છે. ક્ષય, ઉપશમ અને ક્ષયોપશમ. એમાં સમૂલ નાશને ક્ષય કહેવામાં આવે છે. શ્રી નંદીસૂત્રમાં કહ્યું છે કે ‘ક્ષયો નિર્મૂહમપમઃ ।' અર્થાત્ નિર્મૂલ નાશનું નામ ક્ષય છે કે જે થવાથી પાપનો ફરી ઉદ્ગમ થતો નથી. ઉપશમ શાન્તાવસ્થાને કહેવામાં આવે છે; જેમ કે - ‘અનુદ્રાવસ્થોપશમઃ ।' અગ્નિના અંગારાને રાખથી દબાવી દેવામાં આવે તેના જેવી શાન્તાવસ્થા છે. રાખના હઠી જવાથી એજ અગ્નિ વાયુસંસર્ગ આદિથી પ્રબળ બની દહન ક૨વાનું કાર્ય કરે છે તેની માફક ઉપશમ અવસ્થાને સમજવી જોઈએ. જેમાં વસ્તુના એક દેશ (ભાગ)નો ક્ષય નિર્મૂલ નાશ થાય અને બીજા દેશની ઉપશમાવસ્થા થાય તે ક્ષમોપશમ છે. એ અવસ્થામાં પણ કા૨ણ-સામગ્રી મળી જાય તો ફરી પાપની વૃદ્ધિ થાય છે. આ નમસ્કાર સમસ્ત પાપોનો ઉપશમ યા ક્ષયોપશમ કરતો નથી, કિન્તુ ‘qળાસો’ પ્રકર્ષે નાશ-નિર્મૂલ કરે છે કે જેથી એ પાપોનો ફરી ઉદ્ભવ કદી પણ થઈ શકે નહિં. આ કારણથી જ સાતમું પદ કહેવામાં આવ્યું છે. પ્રશ્ન :- ‘સવ્વપાવપ્પાસો' એ પદમાં ‘સવ્વ' શબ્દનો પ્રયોગ કરવામાં ન આવે તોપણ ‘નિ પ્રાશયતિ' એ વ્યુત્પત્તિદ્વા૨ા ‘સર્વ પાપોનો સમૂલ નાશ કરનાર છે' એવો અર્થ સિદ્ધ થઈ શકે છે. પછી ‘ સવ્વ શબ્દની શી જરૂર છે ? - ઉત્તર ઃ- અહીં પણ ‘સ' શબ્દ સ્પષ્ટતા માટે છે. વ્યુત્પત્તિદ્વારા થનારા અર્થનું જ્ઞાન વિદ્વદ્ગમ્ય છે. એટલું જ નહિ પણ ‘પાપં પ્રશતિ કૃતિ પાપપ્રશાશનઃ ।' એવી વ્યુત્પત્તિ પણ થઈ શકે છે. એ સ્થિતિમાં ‘એક પાપોનો નાશ કરે છે, થોડા પાપોનો નાશ કરે છે કે સમસ્ત પાપોનો નાશ કરે છે ?' એ શંકા ઊભી જ રહે છે, એ શંકા ઊભી ન રહે એ માટે તથા સર્વસાધારણની બુદ્ધિમાં પ્રતીત થાય એ ખાતર ‘સવ્વ’ શબ્દનો પ્રયોગ પરમ આવશ્યક છે. પ્રશ્ન :- આઠમા પદમાં ‘સવ્વુસિં’ પદનો પ્રયોગ નિરર્થક છે. નવમા પદમાં ‘ મંગતાળ’ . બહુવચનાત્ત પદથી જ સર્વ શબ્દનું ભાન થઈ શકે છે. ઉત્તર ઃ- જગદ્ધિતકારી વિષયનો સર્વ સાધારણને સુખપૂર્વક અને ભ્રમરહિત બોધ થાય તે માટે, અહીં પણ ‘સવ્વેસિ’ પદની આવશ્યકતા છે. બીજું કારણ એ પણ છે કે લોકમાં મંગલોની સંખ્યા એક નથી કિન્તુ અનેક છે. તેમાંથી કેટલાંક મંગલોનો બોધ કરાવવા માટે પણ ‘માતાળ’એ બહુવચનાન્ત પદનો પ્રયોગ થઈ શકે છે. અહીં કેટલાંક મંગલોનું નહિ, કિન્તુ સર્વ મંગલોનું ગ્રહણ કરવાનું હોવાથી એના વિશેષણ રૂપ ‘' શબ્દનો પ્રયોગ ક૨વો પ૨મ આવશ્યક છે. ૨૮ Jain Education intera ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ wajam elibrary.org Page #71 -------------------------------------------------------------------------- ________________ પ્રશ્ન :- આઠમા પદનું કથન કર્યા સિવાય જ નવમા પદનું કથન કરવામાં આવે તોપણ (નવમા પદમાં આવેલ પ્રથમત્વની અન્યથાસિદ્ધિથી જ) અથપત્તિ પ્રમાણધાર આઠમા પદના અર્થની પ્રતીતિ થઈ જાય છે. જેમકે પ્રથમ મંગલ છે. એનો અર્થ જ એ છે કે “સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે.' ઉત્તર :- અર્થપત્તિ પ્રમાણદ્વારા અર્થની પ્રતીતિ કેવલ વિદ્વાનોને જ થઈ શકે છે. સામાન્યજનોને ઉક્ત અર્થની પ્રતીતિ કરાવવા માટે આઠમા પદની પણ પરમ આવશ્યકતા છે. બીજું કારણ એ પણ છે કે આઠમા પદનું કથન કર્યા સિવાય જ “gઉમં દવE કંપન્ન ' એમ કહેવામાં આવે તો વ્યાકરણાદિ ગ્રંથોના અનુસાર “પ્રથમ' શબ્દ ક્રિયાવિશેષણ પણ બની જાય અને તેનો એવો અર્થ થાય કે (આ પંચ નમસ્કાર) પ્રથમ અર્થાત્ પૂર્વકાલમાં (કિન્તુ ઉત્તરકાલમાં નહિ) મંગલરૂપ છે.' એવા અનિષ્ટ અર્થની સમ્ભાવના હોવાથી પંચનમસ્કારનું સાર્વકાલિક મંગલરૂપત્વ અસિદ્ધ ન બની જાય, એ ખાતર આઠમા પદની આવશ્યકતા છે. પ્રશ્ન - નવમા પદમાં ‘ઢમં હવ૬ મંડલં ” એ પદદ્વારા પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો તેના બદલે ઉત્તમ, ઉત્કૃષ્ટ કે પ્રધાન આદિ શબ્દોમાંથી કોઈપણ એક શબ્દનો પ્રયોગ કર્યો હોત તો શી હરકત હતી? ઉત્તરઃ- “ઉત્તમ આદિ શબ્દોનો પ્રયોગ નહિ કરતાં “પ્રથમ શબ્દનો પ્રયોગ કર્યો છે એનું કારણ એ છે કે પ્રથમ' શબ્દ “પૃદુ વિસ્તાર એ ધાતુ ઉપરથી બનેલો છે. તેથી એ ધ્વનિ નીકળે છે કે આ પંચ નમસ્કાર એ સર્વ મંગલોમાં ઉત્તમ મંગલ છે, એટલું જ નહિ કિન્તુ તે મંગલ પ્રતિદિન વૃદ્ધિને પ્રાપ્ત થઈને વિસ્તીર્ણ થતું રહે છે. અર્થાત્ તેમાં કદી પણ હ્રાસ (ન્યૂનતા-ઓછાપણું) થતું નથી, પ્રત્યુત સદા વૃદ્ધિ જ થયા કરે છે. જો પ્રથમ શબ્દના પ્રયોગને બદલે ઉત્તમાદિ શબ્દોમાંથી કોઈ એક શબ્દનો પ્રયોગ કર્યો હોત તો આ ધ્વનિ નીકળી શકત નહિ. પ્રશ્ન - નવમા પદમાં ‘વિરૂ ક્રિયાપદનો પ્રયોગ ન કર્યો હોત તોપણ અધ્યાહારથી “દવે ક્રિયાપદનો અર્થ જાણી શકાતો હતો. વાક્યોમાં પ્રાયઃ ‘ત' “મતિ’ ઈત્યાદિ ક્રિયાપદોને અધ્યાહાર રાખીને તેનો અર્થ જાણી શકાય છે. ઉત્તરઃ- અધ્યાહારથી અર્થ જાણી શકાય છે તોપણ “હવ૬ ક્રિયાપદના પ્રયોગનું પ્રયોજન છે અને તે એ છે કે ઉક્ત મંગલની ભવન (થવારૂપ) ક્રિયા અર્થાત્ સત્તા નિરન્તર વિદ્યમાન રહે છે. તાત્પર્ય એ છે કે આ પંચ નમસ્કાર સર્વ મંગલોમાં વૃદ્ધિ પામતું ઉત્કૃષ્ટ મંગલ છે તથા તે મંગળ નિરન્તર વિદ્યમાન રહે છે. જો ‘વવું એ ક્રિયાપદનો પ્રયોગ કરવામાં આવ્યો ન હોય તો આ અર્થ નીકળવો કદી પણ શક્ય નહોતો. પ્રશ્ન:-નવમા પદના અન્તમાં “પંક્તિ પદનો પ્રયોગ ન કર્યો હોત તો પણ “મંર્તિ પદનો અધ્યાહાર થઈ શકતો હતો. અર્થાત “(આ પંચ નમસ્કાર) સર્વ મંગલોમાં પ્રથમ છે.' એમ કહેવાથી “પ્રથમ મંગલ છે” એ વાત સિદ્ધ થઈ શકતી હતી. જેમકે ‘વજવીનાં જાતિવાણ: શ્રેષ્ઠ: | ઇત્યાદિ વાક્યોમાં “કવિ' આદિ શબ્દોનો પ્રયોગ (વ્યવહાર) નહિ કરવાથી પણ એના અર્થની પ્રતીતિ સ્વયમેવ થઈ શકે છે. ઉત્તર :- “કંપન્ન પદનો પ્રયોગ કર્યા સિવાય પણ એના અર્થની પ્રતીતિ થઈ શકતી હતી તોપણ આપણે ઉપર કહી આવ્યા છીએ કે “જગત કલ્યાણકારી પ્રતિપાદ્ય વિષયના પ્રતિપાદનમાં આદિ, મધ્ય અને અન્ય મંગલ કરવું. એ આખનિર્દિષ્ટ (આપ્તસમ્મત) છે. એ કરવાથી ભણવાવાળાને ભણાવવાવાળાને તથા ચિન્તવન કરવાવાળાને સદૈવ મંગલ થાય છે તથા પ્રતિપાદ્ય વિષયની નિર્વિઘ્ન પરિસમાપ્તિ થઈને તેની સદૈવ પ્રવૃત્તિ (પ્રચાર) ચાલુ રહે છે. એ કારણે અહીં અન્તિમ મંગલ કરવા માટે મંગલાર્થ વાચક “મંગલ’ શબ્દોનો સાક્ષાતુ પ્રયોગ કરવામાં આવ્યો છે. નમસ્કાર મહામંત્ર આવશ્યક વિચાર ૨૯ IS Page #72 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી નવકારમંત્રનો પ્રભાવ અને નયોનું નિરૂપણ ૭ પંચપરમેષ્ઠીઓને નમસ્કાર કરવારૂપ મહામંત્ર શ્રી “નવકાર મંત્ર' તરીકે શ્રી જિનશાસનમાં સુપ્રસિદ્ધ છે. શ્રી જિન શાસનના મંતવ્ય મુજબ શ્રી “નવકાર મંત્ર' સર્વ માંગલિકોનું મૂળ છે, સમસ્ત શ્રી જૈનશાસનનો સાર છે. અગિયાર અંગ અને ચૌદ પૂર્વનો ઉદ્ધાર છે તથા સદેવ શાશ્વત છે. એ શ્રી ‘નવકારમંત્ર' નું ધ્યાન આપતાં શ્રી પ્રવચનસારોદ્ધાર’ વૃત્તિકાર ફરમાવે છે કે सर्वमन्त्ररत्नानामुत्पत्त्याकरस्य प्रथमस्य, कल्पितपदार्थकरणैककल्पद्रुमस्य, विषविषधरशाकिनीडाकिनीयाकिन्यादिनिग्रहनिरवग्रहस्वभावस्य, सकलजगद्वशीकरणाकृष्टयाद्यव्यभिचारिप्रौढप्रभावस्य, चतुर्दशपूर्वाणां सारभूतस्य, पञ्चपरमेष्ठिनमस्कारस्य महिमाऽत्यद्भुतं वरीवर्तते त्रिजगत्याकालमिति निष्प्रतिपक्षमेतत्सर्वसमयविदाम् ।। ““સર્વ મત્રરત્નોની ઉત્પત્તિનું મૂળ સ્થાન, સર્વ ઈચ્છિત પદાર્થોને પૂર્ણ કરવા માટે અદ્વિતીય કલ્પવૃક્ષ, વિષ-વિષધર-શાકિની-ડાકિની-યાકિની આદિ ઉપદ્રવોનો નિગ્રહ કરનાર, સકલ જગતનું વશીકરણ કરવા માટે અવ્યભિચારી, પ્રૌઢપ્રભાવસંપન્ન, ચૌદ પૂર્વના રહસ્યભૂત શ્રી પંચપરમેષ્ઠી-નમસ્કારનો મહિમા ત્રણે જગતમાં સર્વ કાળ માટે સૌથી શ્રેષ્ઠ અને અતિ અદ્ભુત છે, એ વાત સર્વ સિદ્ધાન્તવિદો નિર્વિવાદપણે સ્વીકારે છે. લોકમાં જેમ ધર્માસ્તિકાયાદિ ષડૂ દ્રવ્યો પ્રસિદ્ધ અને સ્વયંસિદ્ધ છે તેમ શ્રી નવકાર મંત્ર પણ સમસ્ત લોકમાં પ્રસિદ્ધ અને સ્વયંસિદ્ધ (અકૃત્રિમ) છે. અતિ ગંભીર એવા શ્રી મહાનિશીથ નામના છેદસૂત્રમાં શ્રી નવકાર મંત્રની ભારે પ્રશંસા કરવામાં આવી છે અને સર્વ શ્રુતસ્કંધોમાં તેને મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવ્યો છે. શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યમાં પણ પંચમંગલ મહાશ્રુતસ્કંધાત્મક શ્રી નવકાર મંત્રની સર્વશ્રતાભ્યન્તરતા અનેક પ્રકારે સિદ્ધ કરવામાં આવી છે “પંચ-પરમેષ્ઠી-નમસ્કાર એ સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે તેથી તે સર્વ શ્રતની અભ્યતર સમાઈ જાય છે એટલું જ નહિ પરંતુ શ્રી નંદીસૂત્રમાં સર્વ શ્રુતસ્કંધોનું વર્ણન કરતી વખતે પંચ નમસ્કારાત્મક પંચમંગલ મહાશ્રુતસ્કંધને પૃથફ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ નથી તેથી પણ તે સર્વશ્રુતાભ્યન્તર છે એમ સ્પષ્ટ સિદ્ધ થાય છે. શ્રી નવકાર મંત્રનો જે મહિમા શાસ્ત્રોમાં વર્ણવેલો છે તેની કાંઈક ઝાંખી કરાવવા માટે પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ ગુર્જર ગિરામાં ગુણ્ડિત પદ્યબદ્ધ શ્રી પંચપરમેષ્ઠી-ગીતા માં અલંકારિક રીતે શ્રી નવકાર મંત્રનો મહિમા વર્ણવતાં ફરમાવે છે કે પર્વતમાં જેમ મેરુ, વૃક્ષમાં જેમ કલ્પતરુ, સુગન્ધમાં જેમ ચન્દન, વનમાં જેમ નન્દન, મૃગમાં જેમ મૃગપતિ (સિંહ), ખગમાં જેમ ખગપતિ (ગરુડ), તારામાં જેમ ચંદ્ર, નદીઓમાં જેમ સુરનદી (ગંગા), રૂપવાનમાં જેમ અનંગ (કામદેવ), દેવમાં જેમ ઈન્દ્ર, ઉદધિમાં જેમ સ્વયંભૂરમણ, સુભટમાં જેમ ત્રિખંડાધિપતિ શ્રી રમણ (વાસુદેવ), નાગમાં જેમ નાગરાજ (શેષનાગ), શબ્દમાં જેમ અષાઢી મેઘનો ગાજ (ગર્જના), રસમાં જેમ ઈશુરસ, ફૂલમાં જેમ અરવિંદ (કમલ), ઔષધિઓમાં જેમ સુધા (અમૃત), વસુધાપતિ (રાજાઓ) માં જેમ રઘુનંદન (રામચંદ્રજી), સત્યવાદીઓમાં જેમ યુધિષ્ઠિર, ધીરતામાં જેમ નિષ્પકમ્પ ધ્રુવ, માંગલિક વસ્તુઓમાં જેમ ધર્મ, સામુદાયિક સુખમાં જેમ સુસંપ, ધર્મમાં જેમ દયાધર્મ, વ્રતમાં જેમ બ્રહ્મચર્ય વ્રત, દાનમાં જેમ અભયદાન, તપમાં જેમ સત્ય, રત્નમાં જેમ વજરત્ન (હીરો), નરમાં જેમ નીરોગી નર, શીતલતામાં જેમ હિમ અને ધીરતામાં જેમ ધીરવ્રતધર તેમ સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર સારભૂત અને શ્રેષ્ઠ છે એના સઘળા ઉપકાર સહસ્ત્ર મુખથી પણ કદી કહી શકાય તેવા નથી.” AN ૩૦ ચદીપક મહામંત્રાધિરાજ Page #73 -------------------------------------------------------------------------- ________________ સર્વશ્રેષ્ઠ એવા શ્રી નવકાર મંત્રની પ્રાપ્તિ થવા પછી પણ જે આત્માઓ અન્ય મંત્રોની અભિલાષા રાખે છે, તેઓની કરુણ દશાનો ચિતાર આપતાં, તેઓશ્રી ફ૨માવે છે કે તજે એ સાર નવકાર મંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર; કર્મ પ્રતિકૂળ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવે. ‘એ સારભૂત નવકાર મંત્રનો ત્યાગ કરીને જેઓ સ્વતંત્ર રીતિએ અન્ય મંત્રોની ઉપાસના કરે છે તેઓનું કર્મ જ ખરેખર પ્રતિકૂળ છે. અન્યથા સર્વ ઇચ્છિતોના દાતાર સુરતરુનો ત્યાગ કરી દુઃખકર એવા કંટકોને દેનાર બાવળ વૃક્ષની ઉપાસના કરવાનું મન તેમને કેવી રીતે થાય ?’ બીજા જે કોઈ મંત્ર જગતમાં ફલને દેનારા છે તે બધા એ જ શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત થયેલા છે. અર્થાત્ શ્રી નવકાર મંત્રના બીજથી જે મંત્રો વાસિત નથી તે અવ્યભિચારિ ફળ દેનાર પણ નથી. એ જ વાતનું નિરૂપણ કરતાં તેઓશ્રી ફ૨માવે છે કે એહને બીજે રે વાસિત, હોવે ઉપાસિત મંત, બીજો પણ ફલદાયક, નાયક છે એહ તંત; અમૃત ઉદ્ધિ ફુસારા, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહિ રે લગાર. સર્વ મંત્રોમાં શ્રી નવકાર મંત્ર એ નાયક છે. શ્રી નવકાર મંત્રના બીજથી વાસિત મંત્રની ઉપાસના કરવામાં આવી હોય તો જ તે ફળદાયી થાય છે. અન્યથા નિષ્ફળ જાય છે; એમ શ્રી સર્વજ્ઞશાસ્ત્રોનું કથન છે. અમૃતસાગરના ફુસારાથી સર્વ પ્રકારના વિષના વિકાર નાશ પામે છે તે ગુણ અમૃતનો છે, નહિ કે-ફુસારાઓને લાવનારા પવનનો ! તેમ અન્ય મંત્રોને પણ ફળીભૂત ક૨ના૨ શ્રી નવકાર મંત્ર બીજ છે. અર્થાત્ બીજરૂપે રહેલ શ્રી નવકાર મંત્ર છે. એ બીજથી રહિત મંત્રો નિઃસાર છે. એજ વાતને તેઓશ્રી નીચેના શબ્દોમાં ફ૨માવે છે જેહ નિર્બીજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સાહમું હુઇ અપૂઠા; જેહ મહામંત્ર નવકાર સાથે, તેહ દોઅ લોક અલવે આરાઘે. શ્રી નવકાર મહામંત્રરૂપી બીજથી રહિત સઘળા મંત્ર જૂઠા છે. તે ફળતા તો નથી કિન્તુ નુકસાન કરનારા પણ થાય છે. એ કારણે જે આત્માઓ શ્રી નવકાર મહામંત્રનું આરાધન કરે છે તે આત્માઓ ઉભય લોકને સંપૂર્ણ કૃતાર્થ ક૨ના૨ા થાય છે. શ્રી નવકાર મંત્રના વિશેષ ગુણોનું વર્ણન કરતાં તેઓશ્રી છેલ્લે છેલ્લે ફ૨માવે છે કે – રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂરવનો સાર છે, મંત્ર એ તેહને તુલ્ય; સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહસુઅબંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ. રત્નોથી ભરેલી પેટીનું વજન અતિ અલ્પ હોય છે, કિન્તુ મૂલ્ય અગણિત હોય છે તેમ શ્રી નવકાર મંત્ર શબ્દોવડે ટૂંકો છે, કિન્તુ અર્થ વડે અનંત છે, ચૌદ પૂર્વનો સાર છે. સર્વ સિદ્ધાન્તની અંદર એ પાંચ પદો પ્રમાણભૂત માનવામાં આવેલ છે અને ચૂલિકાસહિત સમસ્ત શ્રી નવકાર મંત્રને મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવેલ છે. શ્રી નવકાર સિવાય અન્ય શાસ્રોને મહાવ્રુતસ્કંધ નહિ, કિન્તુ કેવળ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ છે. શ્રી નવકાર મંત્રની ઉત્પત્તિ : શ્રી નવકાર મંત્ર શબ્દાત્મક છે અને શબ્દો દ્રવ્યતયા નિત્ય હોવા છતાં પર્યાયતયા અનિત્ય છે તેથી શ્રી નવકારમંત્ર પણ દ્રવ્યતયા નિત્ય માનવો જોઈએ અને પર્યાયતયા અનિત્ય માનવો જોઈએ. દ્રવ્યભાષા પુદ્ગલાત્મક છે અને પુદ્ગલના પર્યાયો અનિત્ય હોવાથી ભાષાનાં દ્રવ્યો પણ અનિત્ય જ છે. કિન્તુ ભાવભાષા જે આત્માના ક્ષયોપશમરૂપ છે તે આત્મદ્રવ્યની જેમ નિત્ય છે. નમસ્કારમહામંત્રનો પ્રભાવ ૩૧ Page #74 -------------------------------------------------------------------------- ________________ આ સ્થળે એ સમજી લેવું જોઈએ કે શ્રી જૈનદર્શને માનેલા કોઈ પણ નિત્ય પદાર્થ એ કૂટસ્થ નિત્ય નથી, કિન્તુ પરિણામી નિત્ય છે. એટલે આત્મદ્રવ્ય પણ પરિણામી નિત્ય છે. ભાવભાષા, એ આત્મગુણરૂપ હોવાથી તે પણ પરિણામી નિત્ય છે. શ્રી નવકાર મંત્ર દ્રવ્ય-ભાવ ઉભય સ્વરૂપે શાશ્વત છે અથવા શબ્દથી અને અર્થથી તે નિત્ય છે એમ જે કહેવાય છે તેની પાછળ અનેક અપેક્ષાઓ રહેલી છે. જૈન શાસ્ત્રકારો શ્રી નમસ્કારમંત્રને શાશ્વત યાને અનુત્પન્ન માને છે, તે સર્વ સંગ્રાહી નૈગમ નયની અપેક્ષાએ છે. વિશેષગ્રાહી નૈગમ, ઋજુસૂત્ર કે શબ્દાદિ નયોની અપેક્ષાએ શ્રી નમસ્કાર મંત્ર, ઉત્પન્ન પણ છે. આ વાતને વધારે સ્પષ્ટપણે સમજવા માટે નૈગમાદિ નયોનું સ્વરૂપ પણ ટૂંકમાં સમજી લેવું જોઈએ. કોઈપણ વસ્તુનું જ્ઞાન બે પ્રકારે થાય છે પ્રમાણદ્વારા અને નયદ્વારા. મનુષ્યને મનુષ્ય તરીકે પણ ઓળખી શકાય છે અને એ જ મનુષ્યને એક જૈન યા બ્રાહ્મણ યા અન્ય કોઈ તરીકે પણ ઓળખી શકાય છે. એમાં મનુષ્યને મનુષ્ય તરીકે ઓળખવો એ પ્રમાણજ્ઞાન છે અને એને જૈન યા બ્રાહ્મણ આદિ તરીકે ઓળખાવો એ નયજ્ઞાન છે. પ્રમાણ વસ્તુને પૂર્ણ રૂપથી ગ્રહણ કરે છે અને નય તે વસ્તુને તેના એકાદ અંશ દ્વારા ગ્રહણ કરે છે. પ્રમાણજ્ઞાન કોઈ પણ ઈન્દ્રિય યા મનદ્વારા થઈ શકે છે જ્યારે નયજ્ઞાન કેવળ મનદ્વારા થઈ શકે છે. નય એ પ્રમામ પણ નથી અને અપ્રમાણ પણ નથી, કિન્તુ પ્રમાણનો જ એક અંશ છે. જેમ સમુદ્રનું બિન્દુ એ સમુદ્ર નથી અને સમુદ્રની બહાર પણ નથી, કિન્તુ સમુદ્રનો એક અંશ છે. કારણ કે એક બિન્દુને જ જે સમુદ્ર માની લેવામાં આવે તો બાકીના બિન્દુઓ અસમુદ્ર બની જાય છે અને પ્રત્યેક બિન્દુને સમુદ્ર માની લેવામાં આવે તો એક સમુદ્ર ક્રોડો સમુદ્રરૂપ બની જાય છે. એ કારણે સમુદ્રના એક બિન્દુને સમુદ્ર કે અસમુદ્ર કહેવાના બદલે સમુદ્રનો એક અંશ જ કહેવો વાજબી છે. વસ્તુને પૂર્ણ રૂપથી વિષય કરનાર જ્ઞાન એ પ્રમાણ છે અને અંશરૂપથી વિષયકરનાર જ્ઞાન એ નય છે. તે ઉપરથી વાક્યોના પણ બે ભેદ પડી જાય છેઃ એક પ્રમાણ વાક્ય અને બીજું નયવાક્ય. પ્રમાણવાક્ય અને નયવાક્ય વચ્ચેનું અંતર માત્ર શબ્દોથી નહિ, કિન્તુ ભાવોની વિવેક્ષાઓથી સમજાય છે. એક જ શબ્દ દ્વારા જ્યારે સંપૂર્ણ વસ્તુનું કથન કરાય છે ત્યારે તે સક્લાદેશ યાને પ્રમાણવાક્ય બની જાય છે. અને તે જ શબ્દદ્વારા જ્યારે વસ્તુનો એક જ ધર્મ કથન કરાય છે ત્યારે વિક્લાદેશ યાને નયવાક્ય બની જાય છે. પ્રત્યેક શબ્દદ્વારા વસ્તુનો એક જ ધર્મ કથન કરી કરાય છે, ત્યારે વિકલાદેશ યાને નયવાક્ય બની જાય છે. પ્રત્યેક શબ્દદ્વારા વસ્તુનો એક જ ધર્મ કથન કરી શકાય છે, પરન્તુ એ એક ધર્મદ્વારા અનેક ધર્મવાળા ધર્મીનો બોધ કરવો તે પ્રમાણનો વિષય છે અને એ એક જ ધર્મનો બોધ કરવો તે નયનો વિષય છે. જેમ જીવ શબ્દથી જીવના જીવનધર્મના બોધનું પ્રયોજન હોય ત્યારે તે વિક્લાદેશ બની જાય છે અને જીવનધર્મ ઉપરાંત જાણવું, દેખવું આદિ અનેક ધર્મયુક્ત જીવ પદાર્થના બોધનું પ્રયોજન હોય ત્યારે તે સક્લાદેશ બની જાય છે. અહીં એ પ્રશ્ન થવો સંભવિત છે કે વસ્તુ અનેક ધર્માત્મક છે અને નય વસ્તુના એક જ ધર્મને ગ્રહણ કરે છે તો તેવા અધૂરા જ્ઞાનને સમ્યગુજ્ઞાન કેવી રીતિએ કહી શકાય?' એનો જવાબ એ છે કે “વસ્તુના એક અંશનું જ્ઞાન પણ બાકીના અંશોનું નિષેધક ન હોય તો તેને સમ્યજ્ઞાન કહેવામાં હરકત નથી. જે અંશજ્ઞાન શેષ અંશોનું નિષેધક હોય છે તે જ મિથ્યાજ્ઞાન કહી શકાય છે. શાસ્ત્રોમાં એને નયાભાસ કે મિથ્યાનય કહેવામાં આવે છે.” નયવાદ અનેક ધર્માત્મક વસ્તુને અન્ય ધર્મોનો નિષેધ કર્યા સિવાય એક ધર્મવડે જાણવી યા કથન કરવી તેને નયજ્ઞાન યા નયવાદ કહેવામાં આવે છે. વસ્તુના મૂળ ધર્મો બે છે એક દ્રવ્ય અને બીજો પર્યાય. એ કારણે મૂળ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ MS ri iii Britis Page #75 -------------------------------------------------------------------------- ________________ નયો પણ બે છેઃ એક દ્રવ્યાર્થિક અને બીજો પર્યાયાર્થિક. એ બે મૂળ નયોના પેટાભેદ સાત અથવા સાતસો પણ છે. અથવા તો જેટલા જેટલા જાણવાના યા કથન કરવાના પ્રકાર તે સઘળા જ નયના પેટાભેદો છે. છતાં સ્પષ્ટપણે સમજવા માટે શાસ્ત્રકારોએ સર્વ નયોને સાત ભેદોમાં સંગ્રહી લીધા છે. એ સાત ભેદોનાં નામો. છે-નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, સામ્રત, સમભિરૂઢ અને એવંભૂત-આ સાત મુખ્ય નયો છે. અહીં એક વસ્તુનું સમાધાન કરી લેવું જરૂરી છે. એક જ વસ્તુને એકી સાથે અનન્તધર્માત્મક માનવામાં ન આવે તો શી હરકત આવે છે?' -આ પ્રશ્ન ઉપસ્થિત થવો સહજ છે. પરંતુ દ્રવ્ય-પર્યાય ઉભયાત્મક વસ્તુના સ્વરૂપને સમજનાર આત્માને એનું સમાધાન પણ તેટલું જ સહજ છે. વસ્તુ દ્રવ્ય-પર્યાય ઉભય ધર્મયુક્ત હોય છે અને વસ્તુના ત્રિકાલવર્તી પર્યાયો અનંતા હોય છે. એક કાળે પણ વસ્તુ અનેક પર્યાયવાળી હોય છે. એક જ કેરીના રૂપ, રસ, ગંધ, સ્પર્ધાદિ સહભાવી યાને યુગપભાવી પર્યાયો છે અને નવ પુરાણાદિ, ક્રમભાવી યાને અયુગપભાવી પર્યાયો છે. એ રીતે એક જ વસ્તુના સ્વપરકૃત પર્યાયો, અપેક્ષાકૃત પર્યાયો સંબંધકૃત પર્યાયો, શબ્દકૃત પર્યાયો અને અર્થકૃત પર્યાયો અનેકાનેક છે. એ રીતે વસ્તુનું એકી સાથે અનેક ધર્માત્મકપણું સિદ્ધ થાય છે અને ત્રિકાલવર્તીપર્યાયો અનંતાનંત બને છે. એવી અનંતાનંત ધર્માત્મક વસ્તુને કોઈ પણ એક ધર્મવડે કથન કરવી તે વચનાત્મક નય છે અને જાણવી એ જ્ઞાનાત્મક નય છે. જ્ઞાનાત્મક નયને ભાવનય કહેવાય છે અને વચનાત્મક નયને દ્રવ્યનય કહેવાય છે. દ્રવ્યનય ઔપચારિક છે અને ભાવનય તાત્ત્વિક છે. દ્રવ્યાર્થિક નય સામાન્યને વિષય કરે છે, જ્યારે પર્યાયાર્થિક નય વિશેષને વિષય કરે છે. વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયાત્મક હોવાથી નયજ્ઞાનના પણ બે ભેદો પડી જાય છે. તેમાં દ્રવ્યાર્થિક નયના પ્રથમના ત્રણ યા ચાર ભેદો છે અને છેલ્લા ચાર યા ત્રણ એ ભેદો પર્યાયાર્થિક નયના છે. નૈગમનય : સંકલ્પ માત્રને વિષય કરવાવાળો નય નૈગમનય કહેવાય છે. “નિગમ' શબ્દનો અર્થ સંકલ્પ પણ થાય છે, તેથી સંકલ્પને વિષય કરવાવાળા નયને પણ નૈગમ શબ્દથી સંબોધવામાં આવે છે. એ નૈગમના ત્રણ ભેદ છે ભૂતનૈગમ, ભાવિનૈગમ અને વર્તમાન નૈગમ. અતીત કાલમાં વર્તમાનકાલનો સંકલ્પ કરવો તે ભૂતનૈગમ છે. જેમ કે “આજે શ્રી વીરપરમાત્માનો જન્મદિવસ છે.' અહીં “આજ શબ્દનો અર્થ “વર્તમાન દિવસ' હોવા છતાં એનો સંકલ્પ અઢી હજાર વર્ષ પહેલાંના ચૈત્ર શુદિ ૧૩માં કરવામાં આવ્યો. માટે એ ભૂતનૈગમ કહેવાય છે. ભવિષ્યકાળમાં વર્તમાનકાલ યા ભૂતકાલનો સંકલ્પ કરવો, તે ભાવિનૈગમ છે. રાજકુંવરને રાજા કહેવો એ ભવિષ્યકાળમાં થનાર રાજાનો વર્તમાનમાં સંકલ્પ છે અને ભૂતકાળમાં થયેલ અરિહંતને સિદ્ધ કહેવા એ ભૂતકાળનો ભવિષ્યમાં સંકલ્પ છે. કોઈ કાર્ય શરૂ કરવામાં આવ્યું હોય અને તે પૂર્ણ થયું ન હોય તે પહેલાં તેને પૂર્ણ થયું' એમ કહી દેવું તે વર્તમાનનૈગમ છે; જેમ કે, રસોઈની શરૂઆતમાં જ કહેવું કે “આજે કંસાર બનાવ્યો નિગમ' શબ્દની વ્યુત્પત્તિ બીજી પણ અનેક રીતિએ કરવામાં આવી છે. "निगम्यन्ते परिच्छिद्यन्ते इति निगमाः, लौकिका अर्थाः । तेषु निगमेषु भवो योऽध्यवसायः, ज्ञानाख्यः स नैगमः । यथा लोको व्यवहरति तथानेन व्यवहर्तव्यम् । लोकचोपदिष्टैः प्रकारैः समस्तैर्व्यवहरति ।" ' અર્થાતુ - “નિગમ એટલે જાણવા લાયક લૌકિક પદાર્થો. તેને વિષે જ્ઞાનરૂપ અધ્યવસાય તે મૈગમ. લોક જે કોઈ પ્રકારે વ્યવહાર કરે તે રીતે વ્યવહાર કરવો તે નૈગમનયનું કાર્ય છે. લોક ઉપદષ્ટિ સર્વ પ્રકારોવડે વ્યવહાર કરે છે તેથી નૈગન પણ સર્વ પ્રકારવડે વ્યવહાર કરે છે.'' નમસ્કાર મહામંત્રનો પ્રભાવ ૩૩. Page #76 -------------------------------------------------------------------------- ________________ અથવા “નાપુ વેડમિહિતા: શદ્વા: તેષામ: શાર્થ જ્ઞાનં દ રેશમપ્રઝાદી નામ: ” “નિગમ એટલે જનપદો (દશો), તેમાં થયેલા એટલે પ્રચાર પામેલા હોય તે નૈગમ. અથતિ - જુદા જુદા દેશોમાં વપરાતા જુદા જુદા ઘટાદિ શબ્દો તે નૈગમ. એ ઘટાદિ શબ્દોના અર્થોનું જ્ઞાન અથવા જલધારણાદિ સમર્થ અર્થનો વાચક આ ઘટાદિ શબ્દ છે એવું જ્ઞાન તે નૈગમનય.” અથવા નામ:- વધુમા વચગણી નામ: | અર્થાત્ જેના બોધમાર્ગો એક નથી પણ અનેક છે તે નૈગમ. શ્રી પ્રમાણ નયતત્તાલોકાલંકારમાં શ્રી વાદિદેવસૂરિજી મહારાજ ફરમાવે છે કેधर्मयौधमिणोधर्मधर्मिणोश्च प्रधानोपसर्जनभावेन यद्विवक्षणं स नैकगमो नैगमः । ધર્મ એટલે પર્યાય, ધર્મી એટલે દ્રવ્ય અને ધર્મ-ધર્મી એટલે દ્રવ્ય અને પર્યાય. બે પર્યાય, બે દ્રવ્ય અથવા એક દ્રવ્ય અને પર્યાયનું ગૌણ-મુખ્ય ભાવે વિવક્ષણ તે નૈગમ. અર્થાતુ–નૈગમનય ધર્મ-ધર્મી ઉભયને ગ્રહણ કરે છે. પ્રમાણજ્ઞાન પણ ધર્મ-ધર્મ ઉભયનું ગ્રહણ કરે છે. પરન્તુ તફાવત એટલો છે કે પ્રમાણ એ ધર્મ અને ધર્મી ઉભયને મુખ્યરૂપે ગ્રહણ કરે છે. જ્યારે નૈગમનય બેમાંથી એકને મુખ્ય અને બીજાને ગૌણ બનાવી ગ્રહણ કરે છે. આ બધી વ્યુત્પત્તિઓનું તાત્પર્ય એક જ છે કે શબ્દોના જેટલા અને જેવા અર્થ લોકમાં મનાય છે તે બધાને માન્ય રાખવા એ નૈગમ નયની દષ્ટિ છે તેથી તેનો વિષય પછીના બધા નયો કરતાં સૌથી મોટો છે. નૈગમ નય સામાન્ય-વિશેષ ઉભયની યથેચ્છ પ્રધાનતાએ વર્તે છે. સામાન્યની પ્રધાનતા હોય ત્યારે તે સમગ્ર ગ્રાહી ગણાય છે અને વિશેષ પ્રધાનતા હોય ત્યારે તે દેશગ્રાહી ગણાય છે. આ રીતે નૈગમનય લોકમાં રહેલ જીવાજીવાદિ પદાર્થોને જાણવાના અનેક પ્રકારોમાં કુશળ છે. બીજા નયોને વસ્તુ જાણવાના પ્રકાર અનેક નથી, કિન્તુ એક છે. જ્યારે નૈગમનયને વસ્તુ જાણવાનો પ્રકાર એક નથી પણ અનેક છે. એ બીજા નયો અને નૈગમનય વચ્ચેનો તફાવત છે. “નૈગમનને વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરવાના પ્રકાર એક નથી પણ અનેક છે.” એ વસ્તુને સ્પષ્ટ કરવા માટે શાસ્ત્રકારો નીચેનાં ત્રણ પ્રસિદ્ધ દષ્ટાંતો આપે છે. નિલચન'નું ઉદાહરણ : કોઈએ પ્રશ્ન કર્યો કે -‘તમે ક્યાં રહો છો?' આ પ્રશ્નના ઉત્તરમાં કહેલું કે “હું લોકમાં રહું છું' ફરી પ્રશ્ન કરે કે “લોકમાં ક્યાં?' તો કહેવું કે “તિછલોકમાં.” એ રીતે પ્રતિપ્રશ્નનો ઉત્તર આપ્યા કરવો તે નૈગમનયને માન્ય છે. તિછલોકમાં ક્યાં ?” “મનુષ્ય ક્ષેત્રમાં.' તેમાં પણ જંબૂદ્વીપમાં, ભરતક્ષેત્રમાં, મધ્યમખંડમાં, પાટલિપુત્ર નગરમાં, અમુક શેરીમાં, અમુક મકાનમાં, અમુક ઓરડામાં, અમુક શય્યા ઉપર, અમુક આકાશપ્રદેશમાં તથા છેવટે જ્યાં મારો આત્મા છે ત્યાં વસુ છું આ બધા પ્રકારો નૈગમનને વસ્તુનો પરિચ્છેદ કરાવનાર તરીકે સ્વીકાર્ય છે. “પ્રરથક'નું ઉદાહરણઃ કાષ્ઠનું બનાવેલું ધાન્ય માપવાનું જે માનવિશેષ, તેને પ્રસ્થક' કહેવાય છે. એ માટે જંગલમાં લાકડું કાપતો. હોય ત્યારે કહે છે કે “હું પ્રસ્થક' કાપું છું.” એ જ રીતે માર્ગમાં સ્કંધે ચઢાવેલ લાકડાને, એ લાકડાને ચીરતી વખતે, ઘડતી વખતે, છોલતી વખતે, સુંવાળુ કરતી વખતે અને છેવટે ધાન્ય માપવા માટે તૈયાર થઈ ગયા બાદ થાવત્ ધાન્ય માપતી વખતે આ “પ્રસ્થક છે. ' એમ કહેવું તે નૈગમનયને માન્ય છે. ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ NG Page #77 -------------------------------------------------------------------------- ________________ ગ્રામનું ઉદાહરણ : સમાપયેત્તની જમીન, કિલ્લા સુધીનો ભાગ માત્ર, પ્રજાનો સમૂહ અથવા પ્રજાનો કોઈ મુખ્ય પુરુષ આ સર્વ પ્રકારોમાં નૈગમનય “ગ્રામ” તરીકેનો વ્યવહાર કરે છે અર્થાત્ એ સર્વને “ગ્રામ” તરીકે માન્ય રાખે છે. વસ્તુને જાણવાના અનેક પ્રકારો હોવા છતાં, નૈગમન એકાંશગાહી છે, કિન્તુ પ્રમાણની જેમ સર્વાશગ્રાહી નથી. એનું કારણ ઉપર સમજાવવામાં આવ્યું છે તો પણ તેની અધિક સ્પષ્ટતા માટે જરા વિગતમાં ઊતરવાની આવશ્યકતા છે. વસ્તુપરિચ્છેદ કરવા માટે નૈગમનયના અનેક પ્રકારો હોવાથી તેના અનુક્રમે મુખ્ય ત્રણ ભેદો પડી જાય છે. સામાન્યવાદી નૈગમનય, સામાન્ય-વિશેષવાદી નૈગમનય અને વિશેષાવાદી નૈગમનય. પ્રથમ ભેદ નિર્વિકલ્પ મહાસત્તા નામનો છે તે અશુદ્ધ છે. બીજો ભેદ પશુત્વ, ગોત્વ, ગજત્વાદિ સામાન્ય-વિશેષવાદીનો શુદ્ધાશુદ્ધ છે અને ત્રીજો ભેદ વિશેષવાદીનો સર્વથા વિશુદ્ધ છે. નૈગમનય સામાન્ય - વિશેષ ઉભયને માને છે, પણ બન્નેને પરસ્પર ભિન્ન માને છે. કારણ કે “સામાન્ય એ “સત”, “સ” એવા સામાન્ય'ના જ્ઞાન અને સામાન્ય'ના વચનનો હેતુ હોવાથી વિશેષથી સર્વથા ભિન્ન છે. એ જ રીતે વિશેષ” એ “વિશેષ” એવી બુદ્ધિ અને વચનનો હેતુ હોવાથી સામાન્યથી સર્વથા ભિન્ન છે. સામાન્ય અને વિશેષનું કાર્ય આ રીતે ભિન્ન ભિન્ન હોવાથી ભિન્ન ભિન્ન કાર્યવાળા ઘટપટાદિની જેમ અત્યન્ત ભિન્ન છે. સામાન્ય-વિશેષ જેમ પરસ્પર ભિન્ન છે, તેમ સામાન્ય-વિશેષના આશ્રયભૂત ગાય, પરમાણુ આદિ દ્રવ્યોથી પણ સામાન્ય-વિશેષ ભિન્ન છે. ચમુખમંતુ સત્તા'' એ વચન એમ સિદ્ધ કરે છે કે પરસ્પર વિલક્ષણ એવા દ્રવ્ય, ગુણ અને કર્મમાં જે સત્પણાની બુદ્ધિ થાય છે તેનું કારણ એ ત્રણમાં રહેલ સત્તાનો સમવાય છે. એ સત્તા સામાન્ય જો દ્રવ્યાદિથી અભિન્ન જ હોય તો પરસ્પરની. જેમ (ભિન્ન હોવાથી) સર્વત્ર દ્રવ્યાદિમાં ‘સતુ” એવી અભિન્ન પ્રતીતિ થવી જોઈએ નહિ. ભિન્ન પદાર્થથી અભિન્નબુદ્ધિ કદી ઉત્પન્ન થાય જ નહિ. ભિન્ન પદાર્થોથી પણ અભિન્ન-બુદ્ધિ જે ઉત્પન્ન થઈ શકતી હોય તો ઘટ-પટ-સ્તસ્માદિથી પણ એવી અભિન્ન યાને એક્તાની બુદ્ધિ ઉત્પન્ન થવી જોઈએ પણ તે તો અનુભવ વિરુદ્ધ છે અને ભિન્ન પદાર્થોમાં અભિન્ન બુદ્ધિ તો અવશ્ય ઉત્પન્ન થાય જ છે. એ અભિન્ન-બુદ્ધિનું કારણ કોઈ માનવું જ જોઈએ અને તે “સત્'ની બુદ્ધિ કરાવનાર સામાન્ય સિવાય અન્ય કોઈ નથી તેથી તે દ્રવ્યાદિ ત્રણથી ભિન્ન છે. એજ રીતે પશુત્વ, ગોત્વ, ગજત્વ આદિ અવાન્તર સામાન્યો, સામાન્ય-વિશેષ ઉભયાત્મક છે. કારણ કે તે પોતાના આશ્રય પશુ, ગાય અને ગજ આદિમાં અનુગતાકાર બુદ્ધિ કરાવે છે અને મનુષ્ય, અશ્વ, મહિષાદિથી ભેદ પાડે છે. એ અવાન્તર સામાન્યો યાને સામાન્ય-વિશેષો પણ પોતાના આશ્રયભૂત દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે. સામાન્ય-વિશેષ ઉભયને માનવા છતાં તે બંને પરસ્પર અત્યન્ત ભિન્ન અને પોતાના આધારથી પણ અલગ માનવાથી નૈગમનય એકાંશગ્રાહી સિદ્ધ થાય છે અને તેથી સર્વાશગ્રાહી પ્રમાણનો વિષય અને તેનો વિષય એક બની શકતો નથી. એટલું જ નહિ પણ શેષ અંશનો તિરસ્કાર કરવા જાય તો તેજ નૈગમનય નૈગમનયાભાસ બની જાય છે યાવત તે સમ્યગ્રજ્ઞાન મટી મિથ્યાજ્ઞાન થઈ જાય છે. સામાન્ય અને વિશેષને પરસ્પર નિરપેક્ષ માનવાથી સામાન્યને વિશેષપણું અને વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થાય છે અને તેથી “વ્યવહુ સામાન્યમ્ ” એ વચન અસત્ય ઠરે છે. “: ' નૌઃ '' ઇત્યાદિ કથન સામાન્યની બુદ્ધિ અને સામાન્યના વચનનો હેતુ હોવાથી તે સામાન્ય કહેવાતું હોય તો ‘યે વિશેષ: ', “ વિશેષ: ' ઇત્યાદિ કથન પણ સામાન્ય બુદ્ધિ અને સામાન્ય નમસ્કારમહામંત્રનો પ્રભાવ છે ૩૫ Page #78 -------------------------------------------------------------------------- ________________ વચનનો હેતુ હોવાથી વિશેષ પણ સામાન્ય કહેવાશે, પરન્તુ તેમ માનવાથી ‘સામાન્ય’ની વૃત્તિ દ્રવ્યગુણ કર્મમાં જ છે પણ વિશેષમાં સામાન્ય હોતું નથી એ મત ટકી શકતો નથી. વળી ‘સત્તા-સામાન્ય’ પણ ગોત્વાદિ ‘અવાન્તર-સામાન્ય' થી બુદ્ધિ અને વચનમાં ભેદ પાડે છે અને ‘અવાન્તર-સામાન્ય’ ગોત્વાદિ પણ ‘સત્તા-સામાન્ય’થી બુદ્ધિ અને વચનમાં ભેદ પાડે છે. માટે ‘સત્તા-સામાન્ય’ અને ‘અવાન્તર-સામાન્ય' પણ ભેદ-વિશેષક બનવાથી વિશેષ બની જાય છે. એ બે દોષો ઉપરાન્ત ત્રીજો દોષ એ પ્રાપ્ત થાય છે કે ગોત્વ, ગજત્વાદિ ‘અવાન્તર સામાન્ય'ને પણ ‘સામાન્ય’ની પ્રાપ્તિ થશે. કારણ કે -વં સામાન્ય ।', ‘રૂવં સામાન્યં ।' એવી બુદ્ધિ અને વચનની પ્રવૃત્તિ તેમાં થાય છે તેથી ‘સામાન્યં સામાન્યરહિતમ્ ।' એ સિદ્ધાન્ત પણ બાધિત થાય છે. આ રીતે વિશેષને સામાન્યપણું પ્રાપ્ત થવાથી સામાન્ય પણ અન્ય વિશેષની જેમ ભેદક બની જવાથી તથા સામાન્યને પણ સામાન્યપણું પ્રાપ્ત થવાથી સામાન્ય-વિશેષ પરસ્પર અથવા તેનાં આશ્રયભૂત દ્રવ્યોથી સર્વથા ભિન્ન છે એ મત આપોઆપ અસત્ય ઠરે છે. અહીં વિશેષ પદાર્થ સંબંધી નૈગમનયની માન્યતા શું છે તે પણ જોઈ જવી પ્રસ્તુત છે. સર્વ પરમાણુઓ સમાન આકાર, ગુણ અને ક્રિયાવાળા છે છતાં તે પરમાણું દ્રવ્યમાં યોગીપુરુષોને જે અન્યત્વ બુદ્ધિ થાય છે તેનું કા૨ણ અન્ય વિશેષ છે અને એ અન્ય વિશેષ જ સમાન ગુણ ક્રિયા અને આકૃતિવાળા પરમાણુઓમાં અસમાન બુદ્ધિનો હેતુ હોવાથી અણુઓથી સર્વથા ભિન્ન છે. તમામ પાર્થિવ પરમાણુઓનો આકાર પરિમંડલ છે. સર્વેની પ્રથમ ક્રિયા અદૃષ્ટવડે જ કરાય છે તથા એક જ પ્રદેશમાં થતું ગતાગત પણ તમામનું સમાન છે. સત્તા એટલે સામાન્ય, તેને એક સ્વતંત્ર પદાર્થ માની એ સત્તાના સમવાયથી પદાર્થોને ‘સત્’ માનવાથી બીજા પણ અનેક દોષો પ્રાપ્ત થાય છે. તેમાંના કેટલાક ઉપર નજર નાંખી જવી અહીં અપ્રસ્તુત નથી. પહેલો દોષ :- સત્તાના યોગથી સત્પણું પ્રાપ્ત થાય છે તો તે સત્પણું સ્વરૂપે વિદ્યમાન પદાર્થનું પ્રાપ્ત થાય છે કે અવિદ્યમાન પદાર્થનું પ્રાપ્ત થાય છે ? જો અવિદ્યમાન પદાર્થનું પ્રાપ્ત થતું હોય તો અવિદ્યમાન એવા ‘ખપુષ્પ’ને પણ સત્પણું પ્રાપ્ત થશે. વિદ્યમાન પદાર્થનું માનવામાં આવતું હોય તો સ્વરૂપથી વિદ્યમાનને બીજી સત્તાની શી જરૂર છે ? અર્થાત્ સત્તાને માન્યા સિવાય જ વસ્તુનું સત્પણું તો ‘સત્તા;ને માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. બીજો દોષ ઃ- સત્તા-સામાન્યને એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વગતત્વાદિ ધર્મયુક્ત માનવામાં આવે છે અને દરેક વસ્તુમાં તે વિદ્યમાન છે એમ પણ માનવામાં આવે છે તેથી નીચેના દોષો ઊભા થાય છે. (ક) ‘સત્તા–સામાન્ય’ દરેક વસ્તુમાં હોય તો તે દરેક વસ્તુ સ્વરૂપ હોવાથી એક નહિ કહી શકાય. (ખ) ઘણાં દ્રવ્યોમાં રહેલ છતાં તે એક જ છે એમ કહેવાથી તેને સાવયવપણું પ્રાપ્ત થશે. નિરવયવિની વૃત્તિ ઘણાં દ્રવ્યોમાં ૫૨માણુંની પેઠે હોઈ શકે નહિ. (ગ) સાવયવી માનવાથી તેને સામાન્ય જ નહિ કહેવાય, કા૨ણ કે અવયવનો ભેદ થતાં તેનાથી અભિન્ન એવા અવયવીનો પણ ભેદ થાય છે. છતાં (ઘ) સામાન્ય દરેક વસ્તુમાં વર્તે છે અને એક છે, એમ કહેવામાં આવે તો તે દરેક વસ્તુથી ભિન્ન જણાતું નહિ હોવાથી, ‘ખરશૃંગ'ની જેમ અસત્ છે. એટલું જ નહિ પણ - (ડ) જે આકાશની પેટે સર્વગત અને વસ્તુથી સર્વથા ભિન્ન હોય તે કોઈનું પણ ઉપલક્ષણ (ઓળખાવનાર) બની શકતું નથી. ત્રીજો દોષ :- સામાન્ય-વિશેષકૃત જ્ઞાન અને વચન, સામાન્ય-વિશેષથી પ્રવર્તે છે કે સામાન્ય અને ૩૬ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #79 -------------------------------------------------------------------------- ________________ વિશેષયુક્ત પદાર્થથી પ્રવર્તે છે? સામાન્ય અને વિશેષથી જ પ્રવર્તતાં હોય તો ઉપર જણાવી ગયા મુજબ સામાન્યમાં પણ અન્ય સામાન્ય અને વિશેષમાં પણ અન્ય વિશેષની પ્રાપ્તિ થાય છે. જેમકે, “જીત્વ, નિત્યઃિ ” સામાન્યમાં પણ “ર્વ સામાન્યું “ટું સામાન્યું ' ઇત્યાદિ જ્ઞાન અને વચન તથા વિશેષમાં પણ “માં વિશેષ:ો’ ‘ વિશેષ: ' એવું જ્ઞાન અને વચન પ્રવર્તે છે. એ દોષનું નિવારણ કરવા માટે સામાન્ય-વિશેષ સિવાય તેના વિષયભૂત પદાર્થોથી જ સામાન્ય-વિશેષનું જ્ઞાન અને વચન પ્રવર્તે છે, એમ કહેશો તો તે સામાન્ય-વિશેષ નિમિત્તક ન થયા. પણ “પરનિમિત્તક' એટલે પદાર્થ-નિમિત્તક થયાં. તેથી એ નિયમ ન રહ્યો કે - “સામાન્ય-વિશેષની પ્રતીતિ સામાન્ય-વિશેષવિષયક જ્ઞાન અને વચનથી જ થાય છે.” પરન્તુ એમ નક્કી થયું કે તેના આશ્રયભૂત પદાર્થોથી પણ સામાન્ય-વિશેષની બુદ્ધિ અને વચન થાય છે. આ રીતે એકાન્ત-નિરપેક્ષ સામાન્ય-વિશેષ માનવાથી અનેક દૂષણો આવે છે. તત્ત્વથી વસ્તુસ્વરૂપ એવું છે કે - ગાય આદિ પદાર્થના ખરી, સ્કંધ, પુચ્છ, શૃંગ, કમ્બલાદિરૂપ જે સદ્નશ પર્યાયો, તે જ સામાન્ય છે અને એ જ ગાય વગેરે પદાર્થના શ્યામતા, ચેતતાદિ અન્ય વિસદ્ગશ પર્યાયો, એ જ વિશેષ છે. આ સામાન્ય-વિશેષરૂપ પર્યાયો ગાય આદિ પદાર્થોથી ભિન્નભિન્ન છે, કિન્તુ એકાન્ત ભિન્ન યા એકાન્ત અભિન્ન નથી. આથી એક, નિત્ય, નિરવયવ, નિષ્ક્રિય અને સર્વગતત્વાદિ ધર્મથી યુક્ત “સામાન્ય અને કેવળ વિશેષક “અન્ય વિશેષ' નિર્વિષય હોવાથી “અપુષ્પની જેમ અસત્ છે એ વાત સિદ્ધ થાય છે. અહીં એ વાત પણ સમજી લેવી જોઈએ કે – “પ્રત્યેક વસ્તુ અનન્ત ધર્માત્મક હોવાથી અને નય એ વસ્તુના એક દેશ (અંશ) ને જણાવનાર હોવાથી નયો પણ અનન્તા છે, તોપણ સર્વસંગ્રાહી સત્તાને વિષય કરનાર સંગ્રહ નયના અભિપ્રાયથી તે અનન્ત નિયોને સાત નયોમાં સંગ્રહી લેવામાં આવ્યા છે. તેથી એ સાત નયો પણ સર્વ અભિપ્રાયોનો સંગ્રહ કરનારા બની જાય છે, કારણ કે-અભિપ્રાય બે રીતે પ્રવર્તે છે. અર્થદ્વારા અથવા શબ્દદ્વારા. અભિપ્રાય પ્રવર્તવાની આ સિવાય ત્રીજી કોઈ રીત છે નહિ. અર્થ બે પ્રકારના છે : એક સામાન્યરૂપ અને બીજા વિશેષરૂપ. શબ્દ પણ બે પ્રકારના છે : એક રૂઢિથી પ્રવર્તનારા અને બીજી વ્યુત્પત્તિથી પ્રવર્તનારા. વ્યુત્પત્તિ પણ બે પ્રકારની છે એક સામાન્ય-નિમિત્ત-પ્રયુક્ત અને બીજી તત્કાલ-ભાવિ-નિમિત્ત-પ્રયુક્ત. તેમાં જેટલા અર્થનિરૂપણમાં તત્પર અભિપ્રાયો છે, તે સર્વે નૈગમ, સંગ્રહ, વ્યવહાર અને જુસૂત્ર, એ ચાર નવોમાં અંતર્ભાવ પામે છે. નૈગમ-નય સામાન્ય-વિશેષ ઉભયસ્વરૂપ અર્થને ઇચ્છે છે, પરંતુ તે બંને પરસ્પર સર્વથા ભિન્ન છે. એમ માને છે. સંગ્રહ-નય કેવલ સામાન્યને ઇચ્છે છે. શાસ્ત્રીય સામાન્ય-વિશેષની અપેક્ષા રાખ્યા વિના, કેવળ લોકવ્યવહારમાં આવતા ઘટપટાદિક પદાર્થોને ઈચ્છનાર વ્યવહાર - નય છે. કેવળ ક્ષણક્ષમી-પરમાણુલક્ષણ-સ્વલક્ષણને માનનાર ઋજુસૂત્ર-નય છે. શબ્દ-નય રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિ ઇચ્છે છે. વ્યુત્પત્તિથી શબ્દોની પ્રવૃત્તિને ઇચ્છનાર સમભિરૂઢ-નય છે. અને જે કેવળ વર્તમાનકાલભાવિ-વ્યુત્પત્તિ-નિમિત્તને ઉદ્દેશીને જ શબ્દોની પ્રવૃત્તિ ઈચ્છે છે, તે એવંભૂત-નય છે. આથી એ સિદ્ધ થાય છે કે – વસ્તુવિષયક કોઈ પણ એવો વિકલ્પ કે અભિપ્રાય બાકી રહી જતો નથી, કે જે સાત નયોમાં અંતર્ભાવ પામતો ન હોય. તેથી આ સાત નયોને સર્વ અભિપ્રાયોનો સંગ્રહ કરનાર તરીકે માનવામાં આવેલ છે. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ ૩૭ પS Page #80 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહનય : નૈગમનયનું સ્વરૂપ આપણે ઉપર વિસ્તારથી જોઈ આવ્યા, તેમ સંગ્રહાદિ નયોની પણ માન્યતા કાંઈક વિગતથી જોઈ જવી આવશ્યક છે. “એક શબ્દ દ્વારા “અનેક' પદાર્થોનું ગ્રહણ કરવું તે સંગ્રહનય છે જેમકે – જીવ' શબ્દ કહેવાથી સર્વ પ્રકારના ત્રાસ-સ્થાવર જીવોનું ગ્રહણ કરવું. એ “સંગ્રહ' ના બે ભેદ છે. એક પર અને બીજો “અપર “પર” સંગ્રહને “સામાન્ય” પણ કહેવાય છે અને “અપર' સંગ્રહને “વિશેષ' પણ કહેવાય છે. સર્વ દ્રવ્યોનું ગ્રહણ કરવાવાળો નય “સામાન્ય-સંગ્રહનય છે, જેમકે “દ્રવ્ય' શબ્દથી જીવ, અજીવ સર્વનો સંગ્રહ થઈ જાય છે. થોડા દ્રવ્યોનો સંગ્રહ કરનાર નયને “વિશેષ-સંગ્રહનય’ કહેવાય છે. જેમકે “જીવ' શબ્દ કહેવાથી સર્વ “જીવ-દ્રવ્યો' નો સંગ્રહ તો થઈ જાય છે, પરન્તુ “અજીવ-દ્રવ્યો' બાકી રહી જાય છે. તેથી તેને વિશેષ સંગ્રહ કહેવાય છે. સંગ્રહનય એ માત્ર “સામાન્ય” ને માને છે. તેના મતે સામાન્યરહિત વિશેષોનો “ખકુસુમવત્' અભાવ છે. સત” એમ કહેવાથી ત્રિભુવનાન્તર્ગત સર્વ વસ્તુની પ્રતીતિ થાય છે. વિશ્વમાં કોઈ એવી વસ્તુ નથી, કે જે સત્ કહેવાથી બુદ્ધિમાં પ્રતિભાસમાન ન થતી હોય, માટે સત્તાથી અતિરિક્ત બીજું કાંઈ છે નહિ. “સામાન્ય' ના પર-અપર એમ જે બે ભેદ પડે છે, તેમાં અપ-સામાન્ય, અનુગમ અને વ્યતિરેક ઉભયસ્વરૂપ છે. અનુગત સામાન્ય આકારનું પ્રતિપાદન તે “અનુગમ છે અને પરપણાનો નિષેધ કરનાર વિશેષનું પ્રતિપાદન તે “વ્યતિરેક' છે. ટૂંકમાં સંગ્રહનય સર્વ વસ્તુઓને સામાન્યરૂપે એકઠી કરે છે, અથવા સંગ્રહનયવડે સર્વ ભેદો સામાન્યરૂપે સંગ્રહાય છે, અથવા સંગ્રહીત અને પીડિતાર્થવાળું વચન, તે સંગ્રહનાય છે. સંગૃહીત એટલે સામાન્યાભિમુખપણે ગ્રહણ કરાએલ અને પીંડિત એટલે એક જાતિપણાને પમાડાયેલ અથવા સત્તારૂપ મહાસામાન્ય તે સંગૃહીત અને ગોવાદિ અવાજોર-સામાન્ય તે પીંડિત. સંગ્રહનયના મતે “સામાન્ય એક, નિત્ય, નિરવયવી, અક્રિયા અને સર્વગત છે. સર્વત્ર હોવાથી એક છે, અવિનાશી હોવાથી નિત્ય છે, દેશરહિત હોવાથી નિરવયવી છે, દેશાન્તરગતિશૂન્ય હોવાથી અક્રિય છે અને અક્રિય હોવાથી સર્વગત છે. વ્યવહારનય : સંગ્રહનયથી ગ્રહણ કરાયેલ પદાર્થોનો ભેદક-યોગ્ય રીતિથી વિભાગ કરવાવાળો વ્યવહાર નય છે. એના પણ બે ભેદક છે : એક સામાન્યભેદક અને બીજો વિશેષભેદક. સામાન્ય સંગ્રહમાં ભેદ કરવાવાળો સામાન્યભેદક વ્યવહાર છે. જેમકે દ્રવ્યના બે ભેદ છે : એક જીવ અને બીજો અજીવ. વિશેષ સંગ્રહમાં ભેદ કરવાવાળો વિશેષભેદક વ્યવહાર છે. જેમકે-જીવના બે ભેદ છે. એક સંસારી અને બીજો મુક્ત. આ રીતે વ્યવહાર એ સામાન્યનો તિરસ્કાર કરે છે તેથી પણ તેને વ્યવહાર કહેવાય છે, અથવા લોક એ વિશેષથી વ્યવહારમાં જ તત્પર છે, તેથી પણ તેને વ્યવહાર કહેવાય છે, અથવા લોક એ વિશેષથી વ્યવહારમાં જ તત્પર છે, તેને વિષય કરનાર હોવાથી પણ એ નય વ્યવહાર કહેવાય છે. આ નયના મતે “સત્' એ વિશેષોથી જુદું નથી. કારણ કે - “સત', શબ્દથી વ્યવહાર કરવા લાયક વિશેષોનું જ ગ્રહણ થાય છે. વિશેષોથી ભિન્ન સામાન્યની ઉપલબ્ધિ થતી નથી. તેથી વિશેષ એ “ખકુસુમવત’ અસત્ છે, એમ આ નય માને છે. ઘટપટાદિ વિશેષો એ સૌને સ્વપ્રત્યક્ષ છે તથા જલાહરણાદિ લોકવ્યવહાર પણ વિશેષો વડે જ કરાય છે. આ નય વ્યવહારને જ મુખ્ય માનતો હોવાથી, પાંચ વર્ણ વડે યુક્ત હોવા છતાં, ભ્રમરાદિનો શ્યામવર્ણ સ્પષ્ટ હોવાથી તેને માત્ર શ્યામવર્ણવાળો જ માને છે. જુસૂત્રનય : ઋજુ અટલે અવક્ર, અર્થાત્ વસ્તુને અવક્રપણે સરળતાથી, સૂત્ર એટલે કહે તે ઋજુસૂત્ર. અવક્રનો અર્થ અહીં પ્રત્યુત્પન્ન (વર્તમાનકાલીન) અને “સ્વકીય” (પોતાની) એવો વિવક્ષિત છે. વર્તમાનકાલીન સ્વકીય વસ્તુ, એ આ નયનો વિષય છે. અતીત વસ્તુ નાશ પામેલ છે. અનાગત વસ્તુ ઉત્પન્ન થયેલ નથી. તથા પરકીય વસ્તુ ૩૮ , રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #81 -------------------------------------------------------------------------- ________________ પરધન'ની જેમ ઉપયોગમાં આવતી નહિ હોવાથી નિષ્ઠયોજન છે, તેથી એ ત્રણે પ્રકારની વસ્તુને આ નય “અસતુ' યાને “અવસ્તુ' માને છે. તે કહે છે કે-જો સંવ્યવહારોપલબ્ધિ-રહિત હોવાથી સામાન્યને “અસત્' માનવામાં આવતું હોય તો અતીત, અનાગત અને પરકીય પણ અનુપયોગી હોવાથી “અસ” જ માનવું જોઈએ. વસ્તુનો વર્તમાનકાલીન સ્વકીય પર્યાય માત્ર જ “સ” છે. એના બે ભેદ છે એક સૂક્ષ્મ અને બીજો સ્થૂલ સૂક્ષ્મ ઋજુસૂત્રનય “સમય” માત્રના વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે અને માને છે. જેમકે-ક્ષણક્ષથી પદાર્થ. પૂલ ઋજુસૂત્ર નય અનેક સમયના વર્તમાન પર્યાયને ગ્રહણ કરે છે અને માને છે. જેમકે-સો વર્ષનો મનુષ્યપર્યાય. એ રીતે સૂક્ષ્મ-સ્થૂળ સાંપ્રતકાલીન, નામ-સ્થાપનાદિયુક્ત સ્વકીય વસ્તુને જ જુસૂત્ર નય વસ્તુ તરીકે સ્વીકારે છે. અહીં સુધીના ચાર નિયો, એ અર્થનય છે અને હવે પછીના ત્રણ નયો, એ શબ્દનાય છે. જો કે – સાતે નયો જ્ઞાનાત્મક અને શબ્દાત્મક છે, (પરાર્થ-પ્રતિપાદનમાં શબ્દાત્મક બની જાય છે અને સ્વાર્થપ્રકાશનમાં જ્ઞાનાત્મક રહે છે.) તોપણ અહીં બાકીના ત્રણે નવો શબ્દનય છે એમ જણાવામાં આવ્યું છે એનું તાત્પર્ય એ છે કે નૈગમાદિ ચાર નો “અર્થ' પ્રધાન છે અને શબ્દાદિ ત્રણ નયો “શબ્દ” પ્રધાન છે. જો કે – સાતે નયો અર્થનું જ પ્રતિપાદન કરે છે, તોપણ નૈગમાદિ નવો શબ્દના લિંગાદિનું પરાવર્તન થઈ જવા માત્રથી અર્થમાં પરાવર્તન માનતા નથી. જ્યારે શબ્દાદિ ત્રણ નવો શબ્દના લિંગાદિના પરાવર્તનથી અર્થનું પણ પરાવર્તન સ્વીકારે છે. શGદનય : શબ્દોમાં લિંગાદિના ભેદે અર્થનો ભેદ બતાવનાર “શબ્દ” નય છે. શબ્દમાં જે લિંગાદિનો વ્યવહાર થાય છે તે અર્થની અપેક્ષાએ હોય છે. અર્થમાં જે લિંગ હોય છે તેના સમાન લિંગનો વ્યવહાર પ્રાયઃ શબ્દમાં પણ થાય છે અને એજ લિંગને શબ્દનું લિંગ માની લેવામાં આવે છે. એ કારણે શબ્દનયની એ માન્યતા છે કે- “જ્યાં લિંગ આદિકનો ભેદ છે, ત્યાં અર્થમાં પણ અવશ્ય ભેદ પડી જાય છે. જેમકે-પહાડ અને પહાડી, નર અને નદી. નળો અને નળી ઇત્યાદિ મોટા પહાડને પહાડ અને નાના પહાડને પહાડી કહેવાય છે. એજ રીતિએ મોટી નદીને નદ અને નાની નદીને નદી તથા મોટા નળાને નળો અને નાના નળાને નળી કહેવામાં આવે છે. એથી સિદ્ધ થાય છે કે લિંગભેદ એ અર્થભેદમાં કારણ છે.' એજ રીતે સંખ્યા, પુરુષ, ઉપસર્ગ, કાળ, કારક આદિના ભેદથી અર્થભેદને સ્વીકારનાર આ નય છે. વર્તમાનકાલીન-પ્રત્યુત્પન્ન વસ્તુને ઋજુસૂત્ર નય માને છે. તેને જ શબ્દનય વિશેષતર માને છે. એને શબ્દનય એટલા માટે કહેવામાં આવે છે કે-તે પ્રધાનપણે શબ્દના વાચ્યાર્થને ગ્રહણ કરે છે. અર્થાત્ શબ્દના વાસ્ત્રાર્થને ગ્રહણ કરનાર નયને પણ ઉપચારથી શબ્દનય કહેવામાં આવે છે. આ નય શબ્દના વાચ્યાર્થીને જ પ્રધાનપણે માનતો હોવાથી, તેના મતે “ઘટ’ શબ્દવડે કેવલ “ભાવ” ઘટનું જ ગ્રહણ થાય છે. આ નયના મતે જલાહરણાદિ' ક્રિયામાં સમર્થ હોય તે જ “ઘટ' કહેવાય. નામાદિ ઘટો “જલાહરણાદિ ક્રિયામાં સમર્થ નથી, માટે તેને “ઘટ' ન કહેવાય. જો અતીત, અનુત્પન્ન અને પરકીય, એ નિપ્રયોજન હોવાથી ઘટરૂપ વસ્તુ; ન મનાય, તો નામ-સ્થાપનાદિ ઘટો પણ “જલાહરણાદિ સ્વપ્રયોજન માટે અસમર્થ હોવાથી ઘટરૂપ ન જ મનાય. અર્થાત–આ નયના મતે “ઘટ’ શબ્દથી નામ-સ્થાપનાદિરહિત કેવળ “ભાવઘટ' નું જ ગ્રહણ થાય છે. તદુપરાન્ત સામાન્યપણે પ્રત્યુત્પન્ન વસ્તુને વસ્તુ તરીકે માનનાર ઋજુસૂત્ર નય કરતાં શબ્દનય તેને “સપ્તભંગી' - ભિન્નવચન' આદિ વડે વિશેષતર માને છે. તોપણ સમભિરૂઢ' નયની જેમ શબ્દના પર્યાયભેદે વસ્તુનો ભેદ શબ્દનય માનતો નથી. સમભિરૂટ નય - જ્યાં શબ્દનો ભેદ છે : ત્યાં અર્થનો ભેદ અવશ્ય છે, એમ માનનાર સમભિરૂઢ નય છે. શબ્દનય તો અર્થભેદ ત્યાં જ કહે છે, કે જ્યાં લિંગ આદિનો ભેદ હોય' પરન્તુ આ નય તો પ્રત્યેક શબ્દના અર્થ જુદા જુદા માને નમસ્કાર મહામંત્રનો પ્રભાવ ૩૯ Page #82 -------------------------------------------------------------------------- ________________ છે. પછી ભલે તે શબ્દો પર્યાપવાચી હોય અને તેનાં લિંગ, વચન આદિ પણ સમાન હોય. ‘ઇન્દ્ર’ શબ્દથી ઐશ્વર્યનો અનુભવ કરનાર અને ‘પુરન્દર’ શબ્દથી પુર-નગરીનો ભાંગનાર એવો બોધ થાય છે. ઇન્દ્ર અને પુરન્દ૨, એ બે શબ્દોનો આધાર એક જ વ્યક્તિ હોવાથી તે પર્યાયવાચી બની જાય છે, તોપણ તે બંનેના અર્થ જુદા જુદા છે. એ રીતે પ્રત્યેક શબ્દમાં પૃથક્ અર્થ બતાવવાનું સામર્થ્ય છે, એમ આ નય માને છે ‘ઘટ’ શબ્દથી જે અર્થ વાચ્ય છે, તે અર્થ કુટ, કુમ્ભ, કલશાદિ શબ્દોથી વાચ્ય હોતો નથી અને જો તેમ માનવામાં ન આવે તો સંકરાદિ અનેક દોષોની પ્રાપ્તિ થાય છે. એક ‘ઘટાદિ’ વસ્તુનો અન્ય ‘કુટાદિ’ વસ્તુમાં સંક્રમ થઈ શકતો હોય, તો ઘટાદિ અર્થમાં પટાદિ અર્થનો પણ સંક્રમ થતો માનવો જોઈએ. અને એ રીતે થાય તો સંશય, વિપર્યય, એકતા અને સંકીર્ણતાદિ અનેક દોષોનો સમૂહ ઉત્પન્ન થાય છે. જેમકે- ‘આ ઘટ છે કે પટ છે ?’ – એવો સંશય અગર ‘ઘટમાં જ પટના નિશ્ચયરૂપ’ વિપર્યય અથવા ઘટપટાદિ પદાર્થોનો ભેદભાવ-એકતા અથવા મેચકર્મણિની જેમ ઘટપટાદિ અર્થની સંકીર્ણતા આવીને ઊભી રહે છે. તાત્પર્યાર્થ એ છે કે-ઘટ, કુટ, કુમ્ભાદિ શબ્દોથી વાચ્ય પદાર્થનો પરસ્પર ‘અભેદ’ માનવો એ યોગ્ય નથી. કિન્તુ ભેદ માનવો એ જ યુક્ત છે. કારણ કે-જેમ વાચક શબ્દના ભેદથી ઘટ, પટ, સ્તમ્ભાદિ શબ્દોથી વાચ્ય ઘટ, પટ, સ્તમ્ભાદિ પદાર્થો ભિન્ન છે, તેમ ઘટ, ફુટ, કુમ્ભાદિમાં પણ વાચક શબ્દોનો ભેદ છે માટે તે ભિન્ન છે. બીજી વાત એ છે કે લિંગ અને વચનાદિની વિભિન્નતાથી જો અર્થની વિભિન્નતા સ્વીકારવામાં આવે છે, તો પછી ઘટ, કુટ, કુમ્ભ, કલશાદિ શબ્દોના ભેદથી વાચ્ય અર્થોનો ભેદ શા માટે સ્વીકારવામાં ન આવે ? ધ્વનિનો ભેદ ઉભયત્ર સમાન છે. અથવા તો એક શબ્દમાં અનેક અર્થોની પ્રવૃત્તિ જ સંભવી શકતી નથી-એવો સમભિરૂઢ નયનો સિદ્ધાન્ત છે. એ સિદ્ધાન્ત સ્વીકારવાનું પ્રયોજન આપણે ઉપર જોઈ આવ્યા છીએ. આ નય દેશ-પ્રદેશાદિની ભિન્ન કલ્પનામાં ‘ષષ્ઠી’ સમાસ માનતો નથી, કિન્તુ ‘કર્મધારય’ સમાસ માને છે. એના મતે ધર્માસ્તિકાય વગેરે ‘દેશી’ તે જ ‘દેશ’ છે. ‘દેશ' એ દેશીથી અત્યંત ભિન્ન સ્વતંત્ર વસ્તુ નથી. ‘દેશી’થી ‘દેશ’ ભિન્ન માનવામાં આવે તો અત્યન્ત ભિન્ન વિન્ધ્ય અને સહ્યની જેમ બંનેનો સંબંધ કેવી રીતે ઘટે ? એ જ રીતે આ નય કર્તાથી ક્રિયાને અવ્યતિરિક્ત માને છે. કુમ્ભકા૨થી કુમ્ભ કરવાની ક્રિયા ભિન્ન નથી. કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ કર્તાથીવ્યતિરિક્ત ‘ઘટરૂપકર્મ’ માં પણ માનવામાં આવે તો પરસ્પર ‘એકતાદિ’ દોષોની પ્રાપ્તિ થાય. માટે કર્તા સંબંધી ક્રિયાનો સંબંધ કર્તામાં જ માનવો, કિન્તુ કર્માદિમાં ન માનવો એવો સમભિરૂઢ નયનો સિદ્ધાન્ત છે. એવંભૂત નય : જે શબ્દનો અર્થ જે ક્રિયાને દર્શાવતો હોય, તે ક્રિયામાં તત્પર પદાર્થને જ તે શબ્દનો વાચ્ય માનવો એ એવંભૂત નયનો વિષય છે. જેમકે-પૂજા કરતી વખતે જ તેને ‘પૂજારી’ માનવો, સેવા કરતી વખતે જ તેને ‘સેવક; માનવો, અને યુદ્ધ કરતી વખતે જ તેને યોદ્ધો’ માનવો. પ્રત્યેક શબ્દનો અર્થ કોઈને કોઈ ક્રિયાની સાથે સંબંધ રાખનાર હોય જ છે. ‘શાકટાયનનો મત છે કે-પ્રત્યેક શબ્દની ઉત્પત્તિ કોઈ ને કોઈ ધાતુ ઉ૫૨થી જ થયેલી છે. કોઈપણ ભાષામાં મોટે ભાગે ધાતુથી સંબંધ નહિ રાખનાર શબ્દ મળી શકવો અશક્ય છે. તાત્પર્ય કે-પ્રત્યેક શબ્દ કોઈ ને કોઈ ક્રિયાથી સંબંધ રાખે છે જ. સમભિરૂઢ નય કોઈ એક સમયે ક્રિયા જોઈને, એ વસ્તુ માટે એ જ શબ્દનો પ્રયોગ સર્વદા ક૨શે, પરન્તુ એવંભૂત નય, જ્યારે અને જ્યાં સુધી ક્રિયા થઈ રહી હોય, ત્યારે અને ત્યાં સુધી જ તેને તે શબ્દથી બોલાવશે. શબ્દ-નય અને સમભિરૂઢ-નય કરતાં આ નય શબ્દના અર્થમાં વિશેષ તત્પર છે. એવંભૂત-નય ઘટ શબ્દને ચેષ્ટાવાન અર્થવડે અને તે ‘ચેષ્ટારૂપ અર્થને' ‘ઘટ' શબ્દવડે નિયત કરે છે. જેવો અભિધાયક હોય તેવા જ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ४० Page #83 -------------------------------------------------------------------------- ________________ અભિધેયની પ્રતિપત્તિ થાય છે. જે શબ્દ પ્રમાણે અર્થબોધ ન થતો હોય તો સંશય, વિપર્યય, એકત્વ અને સંકીર્ણતાદિ દોષોની પ્રાપ્તિ થવી જોઈએ. માટે “શબ્દ” ના વશથી “અભિધેય' છે અને “અભિધેય’ના વશથી “શબ્દ” છે એવો એવંભૂત નયનો સિદ્ધાંત છે. “ઘટ’ શબ્દથી વાચ્ય એવા અર્થને “ઘટન ચેષ્ટા રહિત દશામાં ઘટ'રૂપે માનવાની આ નય સાફ ના પાડે છે. ઘટ, કટ, કન્માદિ પર્યાય-શબ્દોથી અર્થનો ભેદ માન્ય હોય તો ચેષ્ટા' રહિત અવસ્થામાં પણ તેને ઘટ કેવી રીતે માની શકાય? આ નયના મતે “જીવ' શબ્દથી દશવિધ પ્રાણ ધારણ કરનાર જીવને જ જીવ કહી શકાય. સિદ્ધના જીવોને જીવ નહિ પણ સત્ત્વ, આત્મા આદિ “અન્વર્થ નામોથી જ સંબોધી શકાય. આ નયના મતે “દેશી” અને “દેશ' બે ભિન્ન નથી તેમ એક પણ નથી કિન્તુ સર્વ વસ્તુઓ અખંડ સ્વરૂપવાળી છે. સમભિરૂઢ નયના મતે જે દેશીને જ દેશ માનવામાં આવે તો તે બંનેને દેશી-દેશ એવા પર્યાયવચનની પ્રાપ્તિ થાય છે. એથી પુનરુક્તિ, આનર્ભ, વસ્તુનો સંક્રમ, સ્વપક્ષવિઘાતાદિ દોષો આવીને ઊભા રહે છે. આ સાતે નયોમાં પહેલા પહેલાનો નય, સ્થૂળ યાને ઘણા વિષયવાળો છે અને પછી પછીનો નય સૂક્ષ્મ યાને અલ્પ વિષયવાળો છે. નૈગમ નય “સ” અને “અસ” ઉભય પદાર્થોને વિષય કરે છે. કારણ કે-સંકલ્પ “સત’ - “અસતુ' ઉભયમાં થઈ શકે છે. સંગ્રહ નવમાં માત્ર “સત” ને જ વિષય કરવામાં આવે છે. વ્યવહાર “સત્'ના જ એક વિભાગને જામે છે. જુસૂત્રમાં ફક્ત વર્તમાનકાલનો સ્થૂલ -યા સૂક્ષ્મ પર્યાય જ વિષય થાય છે. “શબ્દ' નય ઋજુસૂત્રથી પણ અલ્પ વિષયને ગ્રહણ કરે છે કારણ કે ઋજુસૂત્રમાં તો લિંગ આદિકનો ભેદ હોવા છતાં અર્થભેદ માનવામાં આવતો નથી, જ્યારે શબ્દમાં તે માનેલો છે. શબ્દથી સમભિરૂઢ અને સમભિરૂઢથી એવંભૂતનો વિષય તો તદ્દન અલ્પ બની જાય છે, એ વાત ઉપરના વિવેચનથી સ્પષ્ટ સમજી શકાય તેમ છે. ઋજુસૂત્ર પર્યન્તના ચાર નયો અર્થને મુખ્ય માની અને શબ્દને ગૌણ માની વસ્તુનું પ્રતિપાદન કરે છે. પછીના શબ્દાદિ ત્રણ નવો શબ્દને મુખ્ય માની તથા અર્થને ગૌણ માની વસ્તુનું પ્રતિપાદન કરે છે. પરસ્પર વિરોધનું સમાધાન સર્વ નયો પરસ્પર વિરુદ્ધ હોવા છતાં, જેમ રાજા સેવકોને તથા ન્યાયધીશ (મધ્યસ્થ) વાદીપ્રતિવાદીને વિરોધરહિત બનાવે છે, તેમ અહીં પણ સમ્યજ્ઞાની શ્રી તીર્થંકરદેવ યા જૈનમુનિ પરસ્પર વિરુદ્ધ એવા ઘણા નયોને, તેમના એકાન્ત નિશ્ચયરૂપ વિરોધનાં કારણોને દૂર કરીને એકઠા કરે છે. અથવા પ્રૌઢ મંત્રવાદી વિષના અંશોને વિષરહિત બનાવે છે, તેમ સમ્યગુજ્ઞાની પણ નયોના પરસ્પર એકાન્ત આગ્રહરૂપી વિષને હઠાવી તેમને નિર્વિષ બનાવે છે. લોકમાં પણ એ વાત પ્રસિદ્ધ છે કે-મંત્રવાદીનો યોગ મળી જાય તો વિષ પણ અમૃત બની જાય છે અને કુષ્ટાદિ રોગોને દૂર કરનારું થાય છે. તેમ નયોનું એકાંત વિષ પણ દૂર થઈ જવાથી, તે સમ્યજ્ઞાન બની જાય છે. દરેક નય વસ્તુને એક દેશ (અંશ)થી જણાવનાર હોવાથી, અતિશ્રુતાદિક જ્ઞાનની જેમ એક જ વસ્તુને ભિન્ન ભિન્ન રીતે જણાવનાર બને છે, તથા એકઠા થયેલા તે સર્વ નયો કેવળજ્ઞાનની પેઠે સમસ્ત વસ્તુને જણાવનારા થાય છે. અથવા હાથીના ભિન્ન ભિન્ન અવયવોમાં હાથીની પ્રતિપત્તિ કરનાર અંધ પુરુષોની જેમ અનન્તધર્માત્મક વસ્તુના ભિન્ન ભિન્ન ધર્મોમાં - (અંશોમાં પણ સંપૂર્ણ વસ્તુની પ્રતિપત્તિ કરનાર નો મિથ્યાદષ્ટિ છે અને સમુદિત થયેલા એ જ ગયો, હાથીના સર્વ અવયવ સમુદાયને હાથી કહેનાર દેખતા મનુષ્યની જેમ સમસ્ત પર્યાયાત્મક વસ્તુને જણાવનાર હોવાથી સમ્યવાદી છે. નમસ્કાર મહામંત્રનો પ્રભાવ A B 1 : જ છે , Page #84 -------------------------------------------------------------------------- ________________ અથવા જેમ છૂટાં પડેલાં મણિરત્નો એક રત્નમાળા કહેવાતાં નથી, તેમ જુદા જુદા નો સ્વતંત્રપણે વસ્તુના દીપક બની શકતા નથી. પરંતુ તે જ રત્નો એકત્રિત કરીને સૂત્રમાં પરોવેલાં હોય તો રત્નમાળા કહેવાય છે, તેમ સમુદિત નયો પરસ્પર સાપેક્ષ બનવાથી સમસ્ત વસ્તુના જ્ઞાપક થઈ શકે છે. અનેક ધર્મોથી યુક્ત પદાર્થને ગ્રહણ કરનાર જ્ઞાન એ પ્રમાણ છે અને તે જ પદાર્થનો એક ધર્મ દ્વારા પરામર્શ કરનાર તથા બાકીના ધર્મોનો સ્વીકાર થા તિરસ્કાર નહિ કરનાર નય છે. ધર્મો અનન્ત હોવાથી નયો પણ અનન્ત છે, તોપણ સર્વસંગ્રાહક અભિપ્રાયની કલ્પનાએ તેના સાત ભેદ માન્યા છે. એ જ નય સ્વાભિપ્રેત ધર્મના અવધારણથી અને શેષ ધર્મોના તિરસ્કારથી પ્રવર્તે ત્યારે દુર્નય સંજ્ઞાને પામે છે. જેટલાં ઈતર દર્શનો પ્રવર્યા છે તે બધાં આ દુર્નયોના પ્રતાપે જ પ્રવર્યા છે, જેમકે-નૈયાયિક અને વૈશેષિક દર્શન નૈગમ નયના અભિપ્રાય પ્રવર્યું છે. સઘળાય અદ્વૈતવાદો અને સાંખ્યદર્શન એ સંગ્રહ નયના અભિપ્રાયથી પ્રવર્તેલાં છે, ચાર્વાક દર્શન મોટે ભાગે વ્યવહાર નયને અનુસરનારું છે, બૌદ્ધદર્શન ઋજુસૂત્ર નયના અભિપ્રાય પ્રવર્તેલું છે, રૂઢિથી શબ્દોની પ્રવૃત્તિ ઇચ્છનાર મીમાંસક દર્શન શબ્દ નયથી પ્રવર્તેલું છે અને વ્યુત્પત્તિ આદિ દ્વારાએ શબ્દોની પ્રવૃત્તિ ઇચ્છનારા વૈયાકરણાદિ પ્રવાદો સમભિરૂઢ અને એવંભૂત નયોથી પ્રવર્તેલા છે. નયવિજ્ઞાનમાં કુશળ આત્મા આ રીતે એક એક નયના અભિપ્રાયથી પ્રવર્તેલાં દર્શનોની અયથાર્થતાને સારી રીતિએ જાણી શકે છે, તેથી તે સ્વસિદ્ધાન્તમાં સ્થિર રહી શકે છે અને બીજાઓને સ્થિર કરી શકે છે. શેય વસ્તુમાં કોઈ પણ જાતિનો સંદેહ થવા ન પામે તે ખાતર સર્વ નયોનું જ્ઞાન મેળવવું એ અતિ આવશ્યક બને છે. નયોનું યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરનાર આત્મા સત્યાસત્યના વિભાગને કરી શકે છે અને એક નયાનુસારી દર્શનોનું અસત્ય જાણી શકે છે. એટલું જ નહિ કિન્તુ સત્યનો જ એક પક્ષ કરનાર સાદ્વાદ સિદ્ધાન્તને ખોટી રીતે દૂષિત કરનાર વ્યક્તિઓના ઉલ્લેખશેખરોનો યુક્તિપૂર્વક નિરાસ કરી શકે છે. એ રીતે સત્ય સિદ્ધાન્તની આશાતનાથી સ્વયં બચી શકે છે અને બીજાને પણ બચાવી શકે છે. આ રીતે નયજ્ઞાન થવાથી આગળના પ્રકરણમાં આવતા નવકારમંત્રનું વર્ણન સ્પષ્ટતાથી સમજી શકાશે. આ પ્રકરણ અને હવે પછીનાં પ્રકરણો શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ વિરચિત શ્રી વિશેષાવશ્યક મહાભાષ્ય આદિના આધારે લખાયેલાં છે. અનાદિકાલીન મંત્રા જૈનોનો અનાદિકાલીન એક માત્ર મૂળ મંત્ર શ્રી નવકાર છે. ક્રોડો શ્લોકોવાળા દષ્ટિવાદથી જે કાંઈ સાધી શકાય છે, તે આ નવપદવાળા નાના નવકારમાં રહેલા વિશાળ અર્થના ચિંતન દ્વારા સહેજે પામી શકાય છે. એ કારણે એને ૧૪ પૂર્વનો સાર અને સર્વ સ્મરણોમાં પ્રથમ માનેલ છે. શ્રી નવકારના મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈ ને કોઈ ભવમાં શ્રી નમસ્કારના કોઈ એક પદમાં બેસવાવાળાની શ્રેણિમાં અવશ્ય આવી શકાય છે. શુભ ભાવોની સાધના અને સિદ્ધિ (મુક્તિ)નું કારણ હોવાથી શ્રી નવકારમંત્ર સર્વોત્તમ મંત્ર અને પ્રથમ મંગળ મનાય છે. ઉપકારી મહર્ષિઓનાં કથન મુજબ આ મંત્ર પાપમૂળનો યા પાપમાત્રનો નાશક છે. IN ૪૨ SITE રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #85 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારની ઉત્પત્તિ સર્વસંગ્રાહી નૈગમ નય નમસ્કારને અનુત્પન્ન માને છે, જ્યારે બીજા સર્વ નમો નમસ્કારને ઉત્પન્ન માને છે. સર્વસંગ્રાહી નૈગમ અને સંગ્રહનય સામાન્ય માત્રનું જ અવલંબન કરતા હોવાથી, તેના અભિપ્રાયે સર્વ કાંઈ ઉત્પાદ-વ્યયરહિત છે. શેષ નયો એટલે વિશેષગ્રાહી નૈગમ અને વ્યવહારાદિ બીજા નયો વિશેષગ્રાહી હોવાથી, વસ્તુને ઉત્પાદ-વ્યયસહિત માને છે. નમસ્કારને “ઉત્પન્ન' માનનાર નયોમાંના પ્રથમના ત્રણ નયો-નૈગમ, સંગ્રહ અને વ્યવહાર, તેની ઉત્પત્તિનાં ત્રણ કારણો માને છે સમુત્થાન, વાચના અને લબ્ધિ. સમુત્થાન એટલે જેનાથી સમ્યમ્ ઉત્પત્તિ થાય છે. પ્રકૃતિમાં નમસ્કારના આધાર રૂપ દેહ, એટલે શરીર, વાચના એટલે ગુરુ સમીપે શ્રવણાદિ અને લબ્ધિ એટલે તદાવરણીય કર્મનો ક્ષયોપશમ. ઋજુસૂત્ર નયના મતે સમુત્થાન સિવાય માત્ર વાચના અને લબ્ધિથી જ નમસ્કાર ઉત્પન્ન થાય છે, કારણ કે વાચના અને લબ્ધિરૂપ કારણની બિન હયાતીમાં શરીર રૂ૫ કારણના સદ્ભાવ માત્રથી નમસ્કારની ઉત્પત્તિમાં વ્યભિચાર છે. શબ્દાદિ ત્રણ નયો એક લબ્ધિને જ કારણ માને છે, કારણ કે લબ્ધિરહિત એટલે તદાવરણીય કર્મના લયોપશમરહિત અભવ્ય જીવને વાચના અને દેહ એ ઉભય કારણોની હયાતી હોવા છતાં નમસ્કારની ઉત્પત્તિ થતી નથી અને લબ્ધિયુક્ત પ્રત્યેકબુદ્ધાદિ મહાપુરુષોને વાચનાના અભાવે પણ નમસ્કારની ઉત્પત્તિ થઈ શકે છે. સામાન્ય વાદીનો મત : સત્તા-માત્ર-ગ્રાહી સર્વસંગ્રાહી નૈગમ અને સંગ્રહના મતે “નમસ્કાર' સર્વદા “સત્' યાને વિદ્યમાન છે. જે સર્વદા “સતુ” છે, તે આકાશની પેઠે કદી ઉત્પન્ન થતું નથી. જો નિત્યનો પણ ઉત્પાદ માનવામાં આવે તો ઉત્પન્નનો પણ ઉત્પાદ થવાનો પ્રસંગ પ્રાપ્ત થાય અને તેથી “અનવસ્થા' નામના મહાદોષની આપત્તિ આવે. વળી જે નિત્ય વિદ્યમાન હોય તે કદી પણ નાશ પામે નહિ, કારણ કે-નાશ અને નિત્યતાનો નિત્ય વિરોધ છે. પ્રશ્ન:-નમસ્કાર વિદ્યમાન છે, તો તે જીવની મિથ્યાત્વદશામાં દેખાતો કેમ નથી? ઉત્તર :- વિદ્યમાન એવો પણ નમસ્કાર નહિ દેખાવાનું કારણ, તદાવારક કર્મનો સદ્ભાવ છે. અતીન્દ્રિય જ્ઞાની પુરુષો મિથ્યાત્વદશાયુક્ત જીવમાં પણ પ્રચ્છન્નપણે રહેલા નમસ્કારને જોઈ શકે છે. તે સિવાયના આત્માઓ જોઈ શકતા નથી. સર્વદા વિદ્યમાન “આત્મસ્વરૂપ' અમૂર્ત હોવાથી, જેમ કેવળજ્ઞાની મહર્ષિઓ સિવાય તેને કોઈ જોઈ શકતું નથી, તેમ મિથ્યાત્વ અવસ્થામાં પણ જીવની અંદર સત્તારૂપે રહેલ નમસ્કાર કેવળજ્ઞાનાવરણથી આવૃત્ત (છબસ્થ) આત્માઓ વડે જોઈ શકાતો નથી. વિશેષ વાદીઓનો મત : જે વસ્તુ “સ” છે, તે ઘટની પેઠે ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત જ છે. ઉત્પાદવ્યયરહિત વસ્તુ ખપુષ્પવત' “અસત’ છે. વિદ્યમાન નમસ્કાર આવરણના ઉદયથી નથી જણાતો એમ નથી, કિન્તુ છે નહિ માટે જણાતો નથી. આવરણાદિની તો માત્ર કલ્પના છે. પ્રશ્ન:- નમસ્કાર અવિદ્યમાન જ હોય તો કોઈ પણ જગ્યાએ તે દેખવામાં આવવો જોઈએ નહિ, કિન્તુ અન્યત્ર તે દેખાય છે જ. તો નહિ દેખાવા માત્રથી તેનો સર્વથા અભાવ છે એમ કેમ મનાય ? અન્યત્ર પણ સત્તા હોય તે વસ્તુ વિદ્યમાન જ હોય. અસતની સત્તા કોઈ પણ જગ્યાએ હોય નહિ. ઉત્તર :- અન્ય સંતાનવર્તી વસ્તુ અન્યની છે એમ કહેવાય નહિ. તેમ માનવાથી ધનવાનના ધન વડે નમસ્કારની ઉત્પત્તિ ૪૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ નિર્ધનને પણ ધનવાળો માનવો જોઈએ. કિન્તુ અન્યના ધન વડે અન્ય ધનવાન બનતો નથી કે કહેવાતો નથી. અન્યત્ર વિદ્યમાનની સત્તા અન્યત્ર સ્વીકા૨વામાં આવે તો એક નમસ્કારવાન સમ્યગ્દષ્ટિ આત્માની અર્હદાદિ-ભક્તિનું ફળ, નમસ્કા૨હિત સર્વ મિથ્યાદષ્ટિઓને પ્રાપ્ત થવું જોઈએ. એટલું જ નહિ કિન્તુ દાન-ધ્યાન અને હિંસા-મૃષાવાદ આદિ શુભ-અશુભ ક્રિયાઓનું ફળ પણ સર્વસાધારણ બની જવું જોઈએ. એમ થવાથી તો કૃતનાશ અને અકૃતાગમાદિ અનેકાનેક દોષોની પ્રાપ્તિ થયા સિવાય રહે નહિ. અથવા-સમ્યગ્દષ્ટિ જીવોના સંતાનપ્રવાહની અપેક્ષાએ પણ નમસ્કાર નિત્ય નથી. કારણ કે-સમ્યગ્દષ્ટ જીવોનો સંતાન પણ ઉત્પાદ, વ્યય અને ધ્રૌવ્યયુક્ત છે. તેથી સમ્યગ્દષ્ટિથી અભિન્ન એવો નમસ્કાર પણ ઉત્પાદવ્યયાદિને પામનારો જ છે કિન્તુ સર્વથા નિત્ય નથી. નિત્યાનિત્યત્વ-સિદ્ધિ : આ વસ્તુ વિગતથી સમજવા માટે - ‘નમસ્કાર' શું છે એ સમજવું જોઈએ. આત્માના શ્રુતોપયોગરૂપ નમસ્કાર એ જ્ઞાનરૂપ છે. ‘નમો અરિહંતા’ ઇત્યાદિ પદોચ્ચારણરૂપ નમસ્કાર એ શબ્દરૂપ છે અને શિરોનમન, હસ્તયોજન, અવયવસંકોચનાદિ ક્રિયારૂપ નમસ્કાર એ ક્રિયારૂપ છે. એ રીતે જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ નમસ્કારત્રિકના સંયોગરૂપ, નમસ્કાર પણ ચાર પ્રકારનો છે. જેમકે-૧, જ્ઞાન અને શબ્દરૂપ ૨. જ્ઞાન અને ક્રિયારૂપ ૩. શબ્દ અને ક્રિયારૂપ તથા ૪. જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ એ રીતે કુલ સાત પ્રકારનો નમસ્કાર છે. એ જ્ઞાન-શબ્દાદિ નિત્ય પણ છે અને અનિત્ય પણ છે તેથી નમસ્કાર પણ નિત્યાનિત્ય ઉભયસ્વરૂપ છે. જ્ઞાનની નિત્યત્વ-સિદ્ધિ : નિત્ય જીવથી જ્ઞાન અભિન્ન છે તેથી જ્ઞાન પણ નિત્ય છે. જ્ઞાન આકાશની પેઠે અમૂર્ત હોવાથી ઉત્પાદાદિરહિત અર્થાત્ નિત્ય છે. સર્વ જીવોને અક્ષર (કેવળજ્ઞાન)નો અનન્તમો ભાગ નિત્ય ઉઘાડો છે તેથી પણ તે નિત્ય છે. આકાશદ્રવ્યના અવગાહગુણની પેઠે જ્ઞાન અરૂપી આત્મદ્રવ્યનો ગુણ હોવાથી નિત્ય છે અથવા ‘જ્ઞાન' ‘શબ્દ’ ઇત્યાદિ સર્વ કાંઈ આવિર્ભાવ-તિરોભાવ ધર્મવાળું હોવાથી સર્વદા નિત્ય છે. શબ્દની નિત્યત્વ-સિદ્ધિ ઃ ૧. શબ્દપ્રયોગ પરપ્રત્યાયક હોવાથી શબ્દ સદા અવસ્થિત (નિત્ય) છે. જે બીજા માટે વપરાય તે વ્યાપારકાળની પૂર્વે અવશ્ય હોય જ છે. વૃક્ષ છેદવા માટે વપરાતો કુહાડો એ છેદન-ક્રિયા-કાળની પૂર્વે અવશ્ય હયાતિ ધરાવે છે. તેની જેમ શબ્દ પણ પરપ્રત્યાયન ક્રિયા કરાવનાર હોવાથી એ ક્રિયાકાળની પૂર્વે પોતાની હયાતી સિદ્ધ કરે છે. ૨. મેરુ સ્વર્ગઆદિ શાશ્વત પદાર્થો અભિધેયરૂપ હોવાથી તેના અભિધાયક શબ્દો પણ કેવળજ્ઞાનની જેમ નિત્ય છે. જો શબ્દ સ્વયં અનિત્ય હોય તો નિત્ય એવા મેરુ આદિ પદાર્થોની સાથે વાચ્ય-વાચકભાવ સંબંધ ધરાવી શકે નહિ. સંકેતના વશથી વાચ્ય-વાચકભાવનો સંબંધ ઈન્દ્રિયગ્રાહ્ય ઘટપટાદિ અનિત્ય પદાર્થોમાં જ શક્ય છે. અતીન્દ્રિય પદાર્થોમાં સંકેત થઈ શકતો નથી. તેથી મેરુ આદિ પદાર્થો સાથે શબ્દનો અનાદિસંસિદ્ધ, અકૃતક વાચ્ય-વાચક સંબંધ રહેલો છે. એક જગ્યાએ શબ્દનું નિત્યપણું સિદ્ધ છે તો અન્યત્ર પણ તેનું નિત્યત્વ સિદ્ધ જ છે. કારણ કે-શબ્દપણું સર્વત્ર સમાન છે. ૩. સૂર્ય-ચન્દ્રાદિ નિત્ય અને ઘટપટાદિ અનિત્ય પદાર્થોના વાચક સઘળાય શબ્દો અનાદિકાળથી તદ્વાચકપણે સિદ્ધ છે તેથી તે નિત્ય છે. ઘટાદિ વાચક શબ્દો સાંકેતિક હોવાથી અનાદિકાળ સંસિદ્ધ નથી એમ કહેવું યુક્તિરહિત છે કારણ કે-સંકેત કરી શકાતો જ નથી. જે શબ્દવડે સંકેત કરાય તે શબ્દ બીજા સંકેતકા૨ક શબ્દની અપેક્ષા રાખે જ છે. એમ પ્રત્યેક સંકેતકારક શબ્દ અન્ય અન્ય શબ્દોની અપેક્ષા રાખતો હોવાથી અનવસ્થા (અપ્રમાણિક અનંત પદાર્થોની કલ્પના) નો દોષ પ્રાપ્ત થાય છે. તેથી પ્રત્યેક શબ્દોના સંકેત અનાદિકાળથી સ્વયંસિદ્ધ જ માનવા યુક્તિયુક્ત છે. ૪૪ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #87 -------------------------------------------------------------------------- ________________ ઉપર્યુક્ત રીતિએ ઘટાદિ પદાર્થો સાથે શબ્દનો વાચ્ય-વાચકભાવ સંબંધ નિત્ય છે તેથી તે સંબંધનો સંબંધી શબ્દ પણ નિત્ય સિદ્ધ થાય છે. સંબંધી “શબ્દ” નિત્ય હોય તો વાચ્ય-વાચકભાવ સંબંધ પણ નિત્ય ઘટી શકે છે. જ્ઞાનની અનિત્યત્વ સિદ્ધિઃ જ કારણથી જ્ઞાન જીવથી અભિન્ન છે, તે કારણથી જ જ્ઞાન ઉત્પન્ન થાય છે કારણ કે-જીવ પણ દેવાદિભાવે વારંવાર ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાન પણ ઉત્પન્ન થાય છે. અક્ષરનો અનન્તમો ભાગ નિત્ય ઉઘાડો-અનાવૃત્ત. કહ્યો છે, તે અવિશિષ્ટ જ્ઞાનસામાન્યને ઉદ્દેશીને કહ્યું છે. અહીં સમ્યગ્રજ્ઞાનના પ્રસંગમાં તેનો અધિકાર નથી. નમસ્કાર' સમ્યગુજ્ઞાનાત્મક હોવાથી તે ઉત્પન્ન થાય છે. આકાશાદિના અવગાહના વગેરે ગુણો, ગુણો હોવાથી નીલરક્તાદિ ગુણોની પેઠે ઉત્પાદાદિ ધર્મવાળા છે, તેથી નમસ્કારાદિ જીવના ગુણો પણ ઉત્પાદાદિ ધર્મવાળા છે. અવગાહક દ્રવ્યની અનિત્યતા સિદ્ધ થયા પછી અવગાહની અનિત્યતા આપોઆપ સિદ્ધ થાય છે. આકાશની સાથે ઘટપટાદિનો સંયોગ તે અવગાહ છે અને એ સંયોગ બે આંગળીના સંયોગની પેઠે અવશ્ય ઉત્પાદાદિ ધર્મવાળો છે. એ જ પ્રમાણે ગતિઉપકાર આદિ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યોના ગુણો પણ ઉત્પાદાદિ સ્વભાવવાળા જ છે. આકાશનો ઘટાદિ સાથે સંયોગ તથા પરમાણુંના વર્ણગંધાદિ પર્યાયો, આકાશ અને પરમાણું દ્રવ્યથી એકાન્ત ભિન્ન નથી, કિન્તુ કંથચિત અભિન્ન પણ છે. પર્યાયનો નાશ થવાથી પર્યાયી દ્રવ્યનો પણ નાશ માનવો જ જોઈએ. કારણ કે – પર્યાય પર્યાયીથી સર્વથા ભિન્ન નથી, કિન્તુ કથંચિત અભિન્ન છે, તેથી આકાશાદિ દ્રવ્યો પણ સર્વથા નિત્ય છે એમ કહેવું એ સર્વથા ખોટું છે. શદાદિની અનિયત્વ સિદ્ધિઃ ' શબ્દ નિત્ય નથી, કિન્તુ ઉત્પાદ-વ્યયયુક્ત છે. કારણ કે-શબ્દ એ ઘટપટાદિપદાર્થોની જેમ ઇન્દ્રિયગ્રાહ્ય છે, પ્રયત્નજન્ય છે અને પુદ્ગલસમૂહાત્મક છે. શબ્દની જેમ જ્ઞાન પણ અનિત્ય છે. નિમિત્તના સભાવથી ઉત્પન્ન થનારી વસ્તુઓ ઘટપટાદિની જેમ હંમેશા અનિત્ય જ હોય છે. શબ્દ અને જ્ઞાની જેમ શિરોમનાદિ ક્રિયા પણ અનિત્ય છે. કારણ કે – તે પણ સ્વ-સ્વ-નિમિત્તથી ઉત્પન્ન થનારી હોય છે અને જે નિમિત્તથી ઉત્પન્ન થાય છે તે ઘટપટાદિની જેમ અનિત્ય જ છે. જ્ઞાન, શબ્દ અને ક્રિયા એ ઉત્પત્યાત્મક સિદ્ધ થવાથી તદાત્મક નમસ્કાર પણ ઉત્પત્તિ આદિ ધર્મથી યુક્ત છે એ આપોઆપ સિદ્ધ થાય છે. ઉત્પત્તિમત્ વસ્તુ પોતાની ઉત્પત્તિમાં કોઈ ને કોઈ નિમિત્તની અપેક્ષા અવશ્ય રાખે છે. એ કારણે નમસ્કારની ઉત્પત્તિમાં ત્રિવિધ નિમિત્તો ઈચ્છેલાં છે જે આપણે ઉપર જોઈ આવ્યા છીએ. તોપણ અધિક સ્પષ્ટતા માટે તેને જરા વિસ્તારથી જેઈ જવાની આવશ્યકતા છે. ઉત્પત્તિનાં વિવિધ નિમિત્તો : દેહ, વાચના અને લબ્ધિ એ નમસ્કારની ઉત્પત્તિમાં નિમિત્ત છે એમ આદિના નૈગમાદિ ત્રણ નવો માને છે. ઘટાદિ પદાર્થો પૂર્વ ઉત્પન્ન થયેલા છે, તો પણ તેને પ્રગટ કરવા માટે દીપકની આવશ્યકતા પડે છે. તેમ પૂર્વે ઉત્પન્ન થયેલ “નમસ્કારને પણ આ ભવમાં ઉત્પન્ન થવા માટે આ ભવના શરીરની આવશ્યકતા રહે છે જ. ભવપ્રત્યયિક અવધિજ્ઞાનને જેમ ભવધારણીય દેહનું સમુત્થાન હેતુરૂપ છે, તેમ પૂર્વે ઉત્પન્ન થયેલા “નમસ્કાર'ને પણ વર્તમાન ભવના દેહનું સમુત્થાન અર્થાત્ શરીર એ હેતુ છે. જુસૂત્ર નયનો મત એવો છે કે – “નમસ્કાર' જો પૂર્વભવમાં ઉત્પન્ન થયો હોય, તો પછી તેને આ ભવનું શરીર (સમુત્થાનરૂપ કારણ) કાંઈ ઉપકાર કરી શકતું નથી. તેના મતે ઉત્પન્ન થયેલાને કારણની અપેક્ષા હોતી નથી. જે “નમસ્કાર' આ ભવમાં ઉત્પન્ન થાય છે, તેમાં વાચના અને લબ્ધિ સિવાય બીજો કોઈ કારણની આવશ્યકતા રહેતી નથી. નમસ્કારનો લાભ કાં સ્વથી થનારો હોય છે, કાં પરથી થનારો હોય છે. એ સિવાય ક નમસ્કારની ઉત્પત્તિ ? : આ ૪૫ વર્ષ ક : ૪૫ : - - જે છે cr Page #88 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ગતિ નથી. જો પરથી થાય તો વાચના કારણ છે અને સ્વથી થાય તો ક્ષયોપશમ કારણ છે. પૂર્વજન્મમાં “નમસ્કાર' ઉત્પન્ન થયો હોય તો તે પણ વાચના અને લબ્ધિ સિવાય કોઈ ત્રીજા કારણથી નથી થયો એમજ માનવું રહ્યું. કારણ કે તે જન્મમાં પણ જો પરથી લાભ થયો હોય તો વાચનાથી અને સ્વથી એટલે સ્વયં લાભ થયો. હોય તો લબ્ધિથી થયો છે. એ બે સિવાય ત્રીજું સમુત્યાનાદિ કારણ માનવાની કોઈ આવશ્યકતા રહેતી નથી. કારણ કે-વાચના અને લબ્ધિ સિવાય કેવલ દેહથી નમસ્કારની ઉત્પત્તિમાં પ્રત્યક્ષ વ્યભિચાર છે. શબ્દાદિ ત્રણ નયોનો મત એવો છે કે –બહુલકર્મી જીવ વાચના છતાં પણ નમસ્કાર નથી પામતો અને લઘુકર્મી આત્મા વાચના વિના પણ ક્ષયોપશમથી અવશ્ય પામે છે, માટે લબ્ધિ જ હેતુ છે કિન્તુ વાચના હેતુ નથી.' નમસ્કારની ઉત્પત્તિમાં વાચનાજન્ય મતિજ્ઞાનાવરણનો ક્ષયોપશમ કારણ છે અને તેથી પરંપરાએ વાચના પણ નમસ્કારનું કારણ છે.” - એમ જે કહેવામાં આવે તો તે અયોગ્ય છે. કારણ કે-ગુરુકર્મી આત્માને વાચના પણ યથોક્ત ક્ષયોપશમ કરનારી થતી નથી. તેથી વાચના એ નમસ્કારની ઉત્પત્તિમાં એકાન્તિક નથી કિન્તુ અનેકાત્તિક છે. અથવા જેને વાચનાથી ક્ષયોપશમ થાય છે તેને તે વાચના પણ માત્ર મતિજ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમનું કારણ છે.. કિન્તુ નમસ્કારાવરણીય કર્મના ક્ષયોપશમથી પ્રાપ્ત થવા યોગ્ય “નમસ્કાર'નું કારણ નથી. નમસ્કારાવરણીય કર્મનો અર્થ અહીં “નમસ્કાર' રૂપ સમ્યગ્રજ્ઞાનને આવરનાર કર્મ વિવલિત છે. કારણનું કારણ હોવાથી નમસ્કારનું કારણ છે એમ કહેવામાં આવે તો ભૂમિ, શયન, આસન, આહાર, વસ્ત્ર, પાત્ર આદિ સર્વ બાહ્ય વસ્તુઓ ક્ષયોપશમને ઉપકારી હોવાથી તે પણ પરંપરાએ નમસ્કારનું કારણ થશે. “વાચના નિકટનું ઉપકારી છે, માટે તે કારણ છે અને આસન-શયનાદિ નિકટના ઉપકારી નથી માટે તે કારણ નથી.’ એમ કહેવામાં આવે તો એક લબ્ધિ જ તેનું નિકટનું અને એકાન્તિક કારણ છે એમ સ્વીકારી લેવું એ જ વાજબી છે. કારણ કે તે જ એક નમસ્કારનું અનન્તર અને અવ્યભિચારી કારણ છે. જો એમ માનવામાં ન આવે તો કારણ તરીકે વાચના માત્રનો નિયમ સિદ્ધ થતો નથી, કિન્તુ પરમ્પરાએ ઉપકારી ભૂમિ, વસ્ત્ર, પાત્રાદિ સર્વને કારણે માનવાનો પ્રસંગ ઊભો થાય છે. એ રીતે પ્રથમના ત્રણ નયો ત્રણ પ્રકારનાં કારણોને, ઋજુસૂત્ર નય બે પ્રકારનાં કારણોને અને શબ્દાદિ ત્રણ નયો એક લબ્ધિ (લયોપશમ) ને જ “નમસ્કારનું કારણ માને છે. સોનાની વીંટી “નમો' એ સોનાની વીંટી છે. શ્રી અરિહંતો એ હીરાના નંગ છે. શ્રી અરિહંતો એ સાચા ભાવ હીરા છે, અમૂલ્ય છે. તેથી ભવ્ય જીવોની અનંત પ્રીતિને પાત્ર છે. શ્રી તીર્થંકર ભગવંતો ઉપર પ્રીતિ બતાવનારો ન હોય તો પેદા કરનારો, હોય તો વધારી આપનારો મંત્ર તે શ્રી નવકારમંત્ર છે. પ્રીતિ એ વીંટી છે. ““નમો' એ પ્રીતિવાચક પદ છે. શ્રી નવકારમાં ચિત્ત, વિત્ત અને પાત્ર ત્રણેયનો સુલભ સમન્વય થએલો છે. ત્રણેનો દુર્લભ યોગ શ્રી નવકારમાં રહેલો છે. નમસ્કાર એ સર્વ શ્રેષ્ઠ દાન છે. એ દાનમાં પાત્ર તરીકે સર્વ શ્રેષ્ઠ શ્રી તીર્થંકરદેવો અને શ્રી પરમેષ્ઠિભગવંતો છે. માટે આટલું અવશ્ય કરો. તમારો ઉપયોગ શ્રી નવકારમાં પરોવો. યોગ અને ઉપયોગ બંને શ્રી નવકારમાં લીન બને તેવું જીવન જીવો. મન-વચન-કાયાના યોગો શ્રી નવકારની સાથે તાદાભ્ય ભાવને પામે તેવો અભ્યાસ કરો. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #89 -------------------------------------------------------------------------- ________________ નિક્ષેપબાર One નિક્ષેપ શબ્દનો અર્થ “સ્થાપન કરવું' એવો થાય છે. સ્થાપન કરવું, આરોપણ કરવું, ન્યાસ કરવો, ઈત્યાદિ નિક્ષેપના જ પર્યાયશબ્દો છે. શબ્દનો અર્થમાં અથવા અર્થનો શબ્દમાં આરોપ કરવો એનું નામ નિક્ષેપ છે. પ્રત્યેક શબ્દના ઓછામાં ઓછા કેટલા અર્થ થઈ શકે એનો ઉત્તર નિક્ષેપદ્વારા મળી શકે છે. કોઈ શબ્દના ભલે સેંકડો અર્થ થતા હોય અર્થાત્ સેંકડો અર્થોમાં એનો નિક્ષેપ કરવામાં આવે તોપણ એના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ-એ ચાર અર્થો તો અવશ્ય થાય છે. એને જ ચાર નિક્ષેપ કહેવામાં આવે છે. “નમસ્કાર' શબ્દના પણ નામનમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ ચાર અર્થે થઈ શકે છે. અર્થાત્ એ ચાર અર્થોમાં નમસ્કાર” શબ્દ વાપરી શકાય છે. નામ અને સ્થાપના નમ: | ” એવું નામ તે નામનમસ્કાર છે. અને “નમ: | ' એવા બે અક્ષરો લખવા અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિનો “સંકોચિત કરણચરણાદિયુક્ત ચિત્રકર્માદિગત આકાર' તે સ્થાપના નમસ્કાર છે. દ્રવ્યનમસ્કાર દ્રવ્યનમસ્કાર બે પ્રકારનો છે : આગમથી અને નોઆગમથી. ઉપયોગરહિત “નમસ્કાર' એવો શબ્દ બોલનાર આગમથી દ્રવ્યનમસ્કાર છે. નોઆગમથી દ્રવ્યનમસ્કાર “જ્ઞશરીર, ભવ્ય શરીર અને તદવ્યતિરિક્ત' એમ ત્રણ પ્રકારે છે. ૧. જ્ઞાતાનો મૃતદેહ એ નોઆગમથી જ્ઞશરીર દ્રવ્યનમસ્કાર છે. ૨. ભવિષ્યમાં જાણનારનું શરીર એ નોઆગમથી ભવ્ય શરીર દ્રવ્યનમસ્કાર છે. ૩. તદવ્યતિરિક્ત દ્રવ્યનમસ્કારના અનેક પ્રકારો છે. જેમકે(ક) મિથ્યાત્વથી ઉપહત નિદ્વવાદિનો ભાવનમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. (ખ) ઉપયોગરહિત સમ્યક્તવાનનો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. (ગ) પૌલિક દ્રવ્યને માટે કરાતો દેવાદિકનો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. (ધ) ભયાદિના કારણે ભિખારી રાજાને નમસ્કાર કરે તે પણ દ્રવ્યનમસ્કાર છે. (ડ) અસંયતિને ભાવથી કરેલો નમસ્કાર પણ દ્રવ્યનમસ્કાર છે. ભાવ નમસ્કાર ભાવનમસ્કાર પણ બે પ્રકારે છે. એક આગમથી અને બીજે નોઆગમથી. “નમસ્કાર' ના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન આત્માનો નમસ્કાર એ આગમથી ભાવ નમસ્કાર છે. મન વડે “નમસ્કાર” માં ઉપયોગવાન, “નમો રિહંતાપ ' એમ વચન વડે બોલનાર તથા હાથ, પગ, મસ્તકાદિના સંકોચાદિ વડે કાયાથી નમનક્રિયા કરનારનો નમસ્કાર નોઆગમથી ભાવ નમસ્કાર છે. અહીં “ના” શબ્દ નિષેધવાચક નથી કિન્તુ મિશ્રવાચક છે. ઉપયોગ રૂપ “આગમ' અને વચનકાયાની ક્રિયારૂપ “આગમાભાવ” ઉભયથી મિશ્ર હોવાથી તેને નોઆગમથી ભાવનમસ્કાર કહેવાય છે. નિક્ષેપનો નવો વડે વિચાર શબ્દાદિ ત્રણ નવો વિશુદ્ધ હોવાથી, કેવળ ભાવને જ ઈચ્છે છે અને જુસૂત્રાદિ ચાર નવો અવિશુદ્ધ હોવાથી ચારે પ્રકારના નિક્ષેપને ઈચ્છે છે. પ્રથમના ચારે જયો ચારે પ્રકારના નિક્ષેપને ઈચ્છે છે, તેનું કારણ એ છે કે નૈગમ નય વસ્તુને જાણવાના સર્વ પ્રકારોને ઈચ્છનારો છે. તેના બે ભેદ છે. એક સર્વસંગ્રાહી અને બીજો અસર્વસંગ્રાહી (દેશસંગ્રાહી) સર્વસંગ્રાહી નૈગમ સામાન્યવાદી છે અને અસર્વસંગ્રાહી નૈગમ વિશેષવાદી છે. બીજા શબ્દોમાં નિક્ષેપઢાર Page #90 -------------------------------------------------------------------------- ________________ સર્વસંગ્રાહી નૈગમ અને સંગ્રહ નય એ બે એક જ માન્યતાવાળા છે તથા અસર્વસંગ્રાહી નૈગમ અને વ્યવહાર નય એ બે પણ સમાન માન્યતાવાળા છે. આથી નૈગમ નયનો સંગ્રહ વ્યવહાર નયમાં અંતર્ભાવ થઈ જાય છે અથવા સંગ્રહ અને વ્યવહાર નયનો નૈગમ નયમાં અંતર્ભાવ થઈ જાય છે. નૈગમ નય ચારે નિક્ષેપને ઈચ્છે છે તો સંગ્રહ અને વ્યવહાર પણ તેનાથી અભિન્ન હોઈ ચારે નિક્ષેપને ઈચ્છે છે તો સંગ્રહ અને વ્યવહાર પણ તેનાથી અભિન્ન હોઈ ચારે નિક્ષેપને ઈચ્છે છે એમ સુતરાં સિદ્ધ થાય છે. વિશેષ એટલો છે કે સંગ્રહ નય સ્થાપના સામાન્ય ને ઈચ્છે છે અને વ્યવહાર નય સ્થાપના વિશેષને ઈચ્છે છે. ઋજુસૂત્ર નય પણ ચારે નિક્ષેપને ઈચ્છે છે, કારણ કે ઋજુસૂત્ર નય પણ વર્તમાન શ્રણસ્થાયી દ્રવ્યને માને જ છે નય “અનાકાર' એવા દ્રવ્યને ભાવતક માનીને ઈચ્છે તે નય ભાવના વિશેષ હેતભૂત “સાકર' એવી સ્થાપનાને કેમ ન માને ? એ જ રીતે જુસૂત્ર નય દ્રવ્યને માનનાર હોવાથી નામને પણ માને છે જ. વાચ્યાર્થશૂન્ય સંજ્ઞા માત્ર નામને પણ ભાવનું કારણ માની જે નય માને અને ઈચ્છે, તે નય ભાવના સવિશેષ કારણભૂત સ્થાપનાને ન માને એ બને જ કેમ ? અથવા જુસૂત્ર નય, ઈન્દ્રાદિકની સંજ્ઞારૂપ નામ ભાવઈન્દ્રમાં છે. તેથી જે નામને ઈચ્છતો હોય તો દ્રવ્ય અને સ્થાપના પણ ભાવઈન્દ્રમાં નામ કરતાં નજીકના હેતુ છે, માટે તેને સવિશેષપણે માનવા જોઈએ. શબ્દરૂપ નામ એ તો બાહ્યતર હેતુ છે, જ્યારે ઈન્દ્ર મૂર્તિ રૂપ દ્રવ્ય અને તેની વિશિષ્ટ આકૃતિરૂપ સ્થાપના, એ બંને ઈન્દ્રરૂપ પર્યાયની સાથે કથંચિત તાદાભ્ય સંબંધો રહેલા હોવાથી વધારે નજીકના હેત છે. શબ્દ રૂપ નામ અથવા નામરૂપ શબ્દ એ તો વાચ્ય-વાચકભાવ માત્રના સંબંધરૂપે જ રહેલ છે, છતાં તે ભાવનું કારણ બની શકે છે તો પછી સ્થાપના અને દ્રવ્ય તો તેનાથી સમીપતર હોવાથી તેથી પણ વિશેષ ભાવના હેતુરૂપ બને એમાં કશું જ આશ્ચર્ય નથી. અર્થાત્ નામ અને ભાવને માનનાર ઋજુસૂત્રનય સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપને ન સ્વીકારે એ ચાલી શકે તેમ નથી. પદદ્વાર જે વડે અર્થ જણાય તે ‘પદ' કહેવાય છે. તેના પાંચ પ્રકાર છે. નામિક, નૈપાતિક, ઔપસર્ગિક, આખ્યાતિક અને મિશ્ર. જેમકે – “અશ્વ | ગૌ I’ આદિ નામિક પદો છે. “પર્વ ! હજુ ' ઇત્યાદિ નૈપાતિક પદો છે મા ! પર ' આદિ ઔપસર્ગિક પદો છે “અતિ | ઘાવતિ 'ઈત્યાદિ આખ્યાતિક પદો છે ને “સંયત | નિયત !' આદિ મિશ્ર પદો છે. “નમ: I' એ અહીં નૈપાતિક પદ છે. પદની આદિમાં તથા અંતમાં પડે તે નિપાત કહેવાય અને નિપાત' શબ્દને સ્વાર્થમાં “અ” પ્રત્યય આવવાથી નૈપાતિક બની જાય છે. પદાર્થદ્વાર પદાર્થ' એટલે પદનો અર્થ. “નમ: ” એ પદ પૂજા અર્થમાં છે તે પૂજા બે પ્રકારે છે. : દ્રવ્ય-સંકોચરૂપ અને ભાવ-સંકોચરૂપ. હાથ, પગ, મસ્તક વગેરેનો સંકોચ તે દ્રવ્ય-સંકોચ અને “અહંદાદિના ગુણોમાં વિશુદ્ધ મનનો પ્રવેશ' તે ભાવ-સંકોચ. દ્રવ્ય-સંકોચ અને ભાવ-સંકોચની ચતુર્ભાગી બને છે. (૧) દ્રવ્ય-સંકોચ હોય અને ભાવ-સંકોચ ન હોય. (૨) દ્રવ્ય-સંકોચ ન હોય અને ભાવ-સંકોચ હોય. (૩) દ્રવ્ય-સંકોચ હોય અને ભાવ-સંકોચ પણ હોય. તથા (૪) દ્રવ્ય અને ભાવ-ઉભય સંકોચ ન હોય. છેલ્લો ભંગ શૂન્ય છે. બીજો અને ત્રીજો ભંગ આદરણીય છે અને પ્રથમ ભંગ અનાદરણીય છે. દ્રવ્ય અને ભાવ-સંકોચમાં ભાવ સંકોચ એ જ પ્રધાન છે; કારણ કે તે જ એક એકાંતિક ફળને આપનારો છે. ભાવ-સંકોચ વિનાનો દ્રવ્ય-સંકોચ પાલકાદિની જેમ નિષ્ફળ છે. તથા દ્રવ્ય-સંકોચ વિનાનો ભાવ-સંકોચ અનુત્તર સુરાદિની જેમ ફળવાળો છે, તો પણ દ્રવ્ય-સંકોચયુક્ત ભાવ-સંકોચવાનને પ્રાયઃ જે વિશુદ્ધિ થાય છે તે વિશુદ્ધિ દ્રવ્ય-સંકોચરહિત કેવલ ભાવ-સંકોચવવાને થતી નથી. તેથી ઉભય સંકોચ એ જ ઇષ્ટ અને શ્રેષ્ઠ છે. તથા શાંખકુમારાદિની જેમ તત્કાળ ઈષ્ટસિદ્ધિને આપનાર થાય છે. તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ Page #91 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારની પ્રરૂપણા કોઈ પણ પદાર્થની પ્રરૂપણા કરવી હોય ત્યારે તે છ પ્રકારે યા નવ પ્રકારે કરવી એ શાસ્ત્રીય પદ્ધતિ છે. એ પદ્ધતિની રીતિ એવી છે કે-તેમાં પદાર્થને લગતી લગભગ સર્વ ચર્ચાઓ સમાઈ જાય છે. પંચશત પ્રકરણ’ના રચયિતા અને અપૂર્વ સંગ્રહકાર તરીકેની પ્રસિદ્ધિને પામેલા વાચકમુખ્ય શ્રી ઉમાસ્વાતિજી મહારાજ શ્રી ‘તત્ત્વાર્થાધિગમ સૂત્ર'માં અધિગમના ઉપાય દર્શાવતાં એ ઉભય પ્રકારની પ્રરૂપણઓને નીચેનાં સૂત્રોથી જણાવે છે ઃ નિર્દેશસ્વામિત્વજ્ઞાધના ધરસ્થિતિવિધાનઃ । (અધ્યયા ૧, સૂત્ર ૭) તથા - સત્સંધ્યાક્ષેત્રસ્પર્શનાત્તાન્તરમાવાત્ત્વવત્નેશ્ર (અધ્યાય ૧, સૂત્ર ૮) કોઈ પણ વસ્તુનું પરિપૂર્ણ જ્ઞાન મેળવવું હોય તો તેના નિર્દેશાદિ જાણવા જોઈએ. એ ન્યાયે ‘નમસ્કાર’નું પણ સાંગોપાંગ જ્ઞાન કરવા માટે અહીં તેના નિર્દેશાદિ જણાવવા માટે કિંચિત્ પ્રયાસ કરવામાં આવે છે. નિર્દેશ નિર્દેશ એટલે નમસ્કારનું સ્વરૂપ, અર્થાત્-‘નમસ્કાર અંગેનું જ્ઞાન. ‘નમસ્કાર’નું જ્ઞાન કરવા માટે ‘નમસ્કાર’ એ જીવ છે કે અજીવ એ જાણવું જોઈએ. અહીં ‘નમસ્કાર’ એ જીવનો ગુણ હોવાથી જીવ છે કિન્તુ અજીવ નથી. દ્રવ્યાર્થિક નયથી ‘જીવદ્રવ્ય’ રૂપ નમસ્કાર છે અને પર્યાયાર્થિક નયથી ‘જીવગુણ’રૂપ નમસ્કાર છે. સુવિશુદ્ધ નૈગમ અને સંગ્રહ નય સમસ્ત વસ્તુને એકજ માનનાર હોવાથી તેના મતે ‘નમસ્કાર’ એક જ છે. અવિશુદ્ધ નૈગમ અને વ્યવહા૨ નય એક નમસ્કારવાન જીવને એક નમસ્કાર અને બહુ નમસ્કારવાન જીવોને બહુ નમસ્કાર ઈચ્છે છે. ઋજુસત્રાદિ ચારે નયો વર્તમાન સમયવર્તી સ્વકીય વસ્તુને જ માને છે, તેથી તે પ્રત્યેકના જુદા જુદા નમસ્કાર માને છે. વિશેષ એટલો છે કે-શબ્દાદિ ત્રણ નયોના મતે નમસ્કારના પરિણામવાળો જીવ ‘નમસ્કાર’ કહેવાય છે અને શેષ નૈગમાદિ નયોના અભિપ્રાયો ‘નમસ્કાર'માં ઉપયોગરહિત હોય તોપણ લબ્ધિસહિત હોય અથવા લબ્ધિને યોગ્ય હોય તેવા જીવને પણ ‘નમસ્કાર’ કહેવાય છે. સ્વામીત્વ સ્વામીત્વ એટલે નમસ્કારનો સ્વામી કોણ છે ? અથવા નમસ્કાર કોનો છે ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે-નમસ્કારનો સ્વામી એક જીવ પણ છે અને અનેક જીવ પણ છે. પ્રતિપદ્યમાન એક અથવા અનેક હોય છે અને પૂર્વપ્રતિપન્ન તો અવશ્ય અનેક હોય છે. માત્ર સંગ્રહ નય સામાન્યવાદી હોવાથી પ્રતિપદ્યમાન અને પ્રતિપન્ન ઉભય પક્ષમાં બહુત્વ નથી માનતો. બીજી રીતે પણ સ્વામીત્વનો વિચાર કરી શકાય છે. ‘નમસ્કાર નમસ્કાર્યનો કે નમસ્કા૨ ક૨ના૨નો ?’ એ પ્રશ્નનો ઉત્તર જુદા જુદા નયવાદીઓ જુદી જુદી રીતે આપે છે. નૈગમ-વ્યવહારનો ઉત્તર નૈગમ નય તથા વ્યવહાર નયના અભિપ્રાયે નમસ્કારનો સ્વામી ‘નમસ્કાર્ય' આત્મા છે, કિન્તુ નમસ્કાર કરનાર જીવ તેનો સ્વામી નથી. કારણ કે-દાન કરાયા પછી વસ્તુ દાતારની કહેવાતી નથી કિન્તુ ગ્રાહકની કહેવાય છે. તેમ નમસ્કારનું પણ પૂજ્ય એવા નમસ્કાર્યને દાન કરવામાં આવે છે તેથી તે પૂજ્યનો જ ગણાય છે. અથવા ‘નમસ્કાર’ એ પૂજ્યની પ્રતીતિ કરાવનાર હોવાથી પૂજ્યનો ધર્મ છે. જે જેની પ્રતીતિ કરાવે તે તેનો ધર્મ છે. ઘટનું રૂપ ઘટની પ્રતીતિ કરાવે છે માટે તેને ઘટનો ધર્મ કહેવામાં આવે છે. તેની જેમ ‘નમસ્કાર’ પણ ‘નમસ્કાર્ય’ની પ્રતીતિ કરાવનાર હોવાથી ‘નમસ્કાર્ય’-નો ધર્મ છે, નહિ કે નમસ્કાર કરનારનો. નમસ્કારની પ્રરૂપણા ૪૯ Page #92 -------------------------------------------------------------------------- ________________ અથવા “નમસ્કાર'નો પરિણામ “નમસ્કાર્યનું નિમિત્ત પામીને ઉત્પન્ન થાય છે. ઘટના નિમિત્તે ઉત્પન્ન થતું ઘટ-જ્ઞાન અને ઘટ-અભિધાન એ જેમ ઘટનું કહેવાય છે, તેમ “નમસ્કાર્યના નિમિત્તે ઉત્પન્ન થનાર ‘નમસ્કાર'નો પરિણામ પણ નમસ્કાર્યનો જ પર્યાય માનવો વાજબી છે. અથવા નમસ્કાર કરનાર નમસ્કાર્યનું દાસત્વ પામે છે, તેથી તે નમસ્કાર ઉપર નમસ્કાર કરનારનો અધિકાર નથી. “મારા દાસે ખર ખરીદ્યો, તેથી તે દાસ અને ખર ઉભય જેમ તેના સ્વામીના છે, તેમ “ખર'ના સ્થાને “નમસ્કાર' અને ‘દાસ’ના સ્થાને તેનો “કરનાર' ઉભય, “નમસ્કાર્ય” એવા પૂજ્ય અદાદિકના જ છે. એ કારણે પણ “નમસ્કાર” નમસ્કાર કરનારનો નથી, કિન્તુ નમસ્કાર્યનો જ છે. પૂજ્ય વસ્તુ બે પ્રકારની છે, એક જીવરૂપ અને બીજી અજીવરૂપ. જીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રી જિનેશ્વરાદિ અને મુનિવરાદિ છે. અજીવરૂપ પૂજ્ય વસ્તુ શ્રી જિનપ્રતિમાદિ અને ચિત્રપટાદિ છે. સંગ્રહનચનો ઉત્તર નમસ્કાર કોનો છે?' એ વિષયમાં સંગ્રહ નય કહે છે કે, નમસ્કાર જીવસામાન્યનો છે. સંગ્રહ નય સામાન્ય માત્રગ્રાહી હોવાથી જીવનો નમસ્કાર, અજીવનો નમસ્કાર, સ્વનો નમસ્કાર કે પરનો નમસ્કાર, ઈત્યાદિ ભેદોને સ્વીકારતો નથી. એ નય વિશેષરહિત સત્તામાત્રરૂપે નમસ્કારને માને છે, તેથી તેના મનમાં સ્વ-પર આદિ ભેદયુક્ત નમસ્કાર નથી. સંગ્રહનયના મતે ષષ્ઠી વિભક્તિથી નિર્દિષ્ટ ભિન્નાધિકરણ નથી. સામાનાધિકરણ્ય જ છે. તેથી સત્તા સામાન્યરૂપે એક જ નમસ્કાર છે એમ તે કહે છે. જીવ સામાન્યનો નમસ્કાર છે'- એવો ઉત્તર જે ઉપર આપવામાં આવ્યો છે તે પણ અશુદ્ધતર સંગ્રહનયના મતનો છે. હજુગનચનો ઉત્તર ઋજુસૂત્રનય નમસ્કારને નમસ્કાર્યનો નહિ માનતાં નમસ્કારને તેના કરનારનો માને છે. કારણ કે નમસ્કાર ત્રણ પ્રકારનો છે : એક જ્ઞાનરૂપ, બીજો શબ્દરૂપ અને ત્રીજો ક્રિયારૂપ. જ્ઞાનરૂપ નમસ્કાર જીવથી અભિન્ન છે. તેથી જીવ સિવાય અન્ય જડ પ્રતિમાદિનો તે ન જ હોઈ શકે. શબ્દરૂપ અને ક્રિયારૂપ નમસ્કાર પણ શબ્દ કરનાર અને ક્રિયા કરનારનો ધર્મ છે. તે ધર્મ અન્ય દ્રવ્યમાં કેવી રીતે જઈ શકે? અન્યના ધર્મ પણ અન્યમાં જઈ શકતા હોય તો સંકરાદિ મહાદોષોની પ્રાપ્તિ થાય એટલું જ નહિ પણ પૂજકે કરેલો નમસ્કાર પૂજ્યનો માનવામાં આવે તો કૃતનાશ, અકૃતાગમ આદિ દોષોની પણ પ્રાપ્તિ થઈ જાય. પ્રશ્ન :- અન્ય દ્રવ્યમાં રહેલી વસ્તુ પણ અન્ય દ્રવ્યની કહી શકાય છે જેમકે- તિજોરીમાં રહેલું દ્રવ્ય એ દેવદત્તનું દ્રવ્ય છે એમ કહી શકાય છે. ઉત્તર :- અન્યત્ર રહેલી વસ્તુ અન્યની છે એવો વ્યવહાર માત્ર દ્રવ્યમાં જ થઈ શકે છે. કિન્તુ ગુણોની અંદર તેવો વ્યવહાર થઈ શકતો નથી. નમસ્કાર એ પૂજકનો ગુણ છે, તે પૂજ્યનો કેવી રીતે બની શકે? પ્રશ્ન :- અન્યના ગુણનો ભોગવટો અન્ય કરી શકે છે જેમકે-પટનો ભોક્તા દેવદત્ત છે. તો તે પટના શુકલત્વાદિ ગુણોનો ભોક્તા પણ છે જ. તેમ પૂજકના નમસ્કારનો માલિક પૂજ્ય કેમ કહી શકાય નહિ? ઉત્તર :- પટના શુકલત્વાદિ ગુણોનો ભોક્તા જેમ દેવદત્ત બની શકે છે તેમ પૂજકના નમસ્કારગુણનો ભોક્તા પૂજ્ય બની શકતો નથી કારણ કે નમસ્કારનું અનન્તર કે પરમ્પર ઉભય ફળ પૂજ્યને નહિ પણ પૂજકને જ પ્રાપ્ત થાય છે. પ્રશ્ન:- પૂજકનું પૂજારૂપ ફળ તો પૂજ્યને જ સાક્ષાત્ જણાય છે કિન્તુ પૂજકને જણાતું નથી, તો પછી S ૫૦ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS THE GRE કકકર Page #93 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર પૂજ્યનો માનવામાં વાંધો શો? ઉત્તર - પૂજ્ય એ આકાશની જેમ પૂજારૂપ ફળના ઉપજીવી નથી તેથી પૂજકની પૂજારૂપ ફળ પૂજ્યનું નથી. જે જેનો અનુપજીવી હોય. તેનું તે ફળ ન કહેવાય. જેમ દહ્યમાન અગરુકર્પરાદિનો ધૂપ પ્રસરે તો તેની સુવાસાદિનું ફળ આકાશનું નથી કહેવાતું, કિન્તુ તેના ઉપજીવક દેવદત્તનું જ કહેવાય છે તેમ અહીં પણ શ્રી વીતરાગાદિ તેમની પૂજાના અનુપજીવક હોવાથી તેમની પૂજાનું ફળ તેમનું નથી કિન્તુ પૂજકનું જ છે. પ્રત્યક્ષ દેખાતો નમસ્કાર પણ નમસ્કાર્યના ઉપકાર માટે થાય છે એમ નથી, કિન્તુ નમસ્કાર કરનારના ઉપકાર માટે જ થાય છે તેથી તે નમસ્કાર કરનારનો જ છે. નમસ્કારનું અનન્તર ફળ પરિણામની વિશુદ્ધિ છે અને પરમ્પર ફળ સ્વર્ગાપવર્ગાદિની પ્રાપ્તિ છે. એ ઉભય ફળ પૂજકને જ પ્રાપ્ત થાય છે, તેથી નમસ્કાર એ પૂજ્યનો ન કહેવાય કિન્તુ પૂજકનો જ કહેવાય એ જ વાતને ટૂંકાણમાં નીચે મુજબ કહી શકાય. ૧. નમસ્કાર કરનારનો છે, કરનારને આધીન હોવાથી, જે જેને આધીન હોય તે તેનું જ કહેવાય છે ધનની જેમ. ૨. નમસ્કાર કરનારનો છે, કરનારના ગુણ (જ્ઞાન, ક્રિયા અને શબ્દોરૂપ હોવાથી. ૩. નમસ્કાર કરનારનો છે, નમસ્કારના ફળનો ભોક્તા કરનાર હોવાથી. ૪. નમસ્કાર કરનારનો છે, નમસ્કારના કારણભૂત કર્મનો ક્ષયોપશમ કરનારમાં જ હોવાથી. કાર્ય કારણ સિવાય અન્યત્ર હોઈ શકે નહિ. ૫. નમસ્કાર કરનારનો છે, કરનારના પરિણામરૂપ હોવાથી. શદાદિ નયોનો ઉત્તર શબ્દાદિ નયોના મતે નમસ્કારના ઉપયોગરૂપ જ્ઞાન એ જ નમસ્કાર છે, કિન્તુ શબ્દને અને ક્રિયા એ નમસ્કાર નથી. આ નયો માત્ર જ્ઞાનવાદી હોવાથી શ્રી જિનેશ્વરાદિ કે તેમની પ્રતિમાદિનો નમસ્કાર છે એમ વિશેષ કરીને માનતા નથી. માત્ર તદુપયોગવાન પૂજકનો જ નમસ્કાર છે એમ સ્વીકારે છે. સાધન નમસ્કારનું સાધન શું છે?” અથવા “નમસ્કાર શાથી પ્રાપ્ત થાય?' – એ ત્રીજું પ્રરૂપણાનું દ્વાર છે. એનો ઉત્તર એ છે કે – “નમસ્કારાવરણીય કર્મના ક્ષયોપશમથી નમસ્કાર પ્રાપ્ત થાય છે. એ ક્ષયોપશમ નિસર્ગથી પણ થાય છે અને અધિગમથી પણ થાય છે. પ્રશ્ન:-નમસ્કારાવરણીય કર્મ એટલે શું? ઉતર :- નમસ્કારને આવનાર કર્મ મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ અને દર્શન મોહનીય છે. એને જ નમસ્કારાવરણીય કર્મ કહેવામાં આવે છે. એ કર્મના સ્પર્ધકો (રસવિશેષો) બે પ્રકારના છે : એક સર્વઘાતી અને બીજા દેશધાતી. સર્વઘાતી સ્પર્ધકો સર્વથા નાશ પામવા જોઈએ. દેશઘાતી સ્પર્ધકોમાં પણ ઉદિતનો ક્ષય અને અનુદિતનો ઉપશમ થવાથી અનુક્રમે વિશુદ્ધિ થતાં “નકારાદિ અક્ષરોની પ્રાપ્તિ થાય છે અને અધિક વિશુદ્ધિ થતાં સમસ્ત નવકારની પ્રાપ્તિ થાય છે. નમસ્કાર સ્વયંઋતરૂપ છે, શ્રત અતિપૂર્વક હોય છે અને એ બંને સમ્યગુદષ્ટિને હોય છે તેથી નમસ્કારનો લાભ થાય ત્યારે એકી સાથે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને સમ્યકત્વનો લાભ થાય છે. અધિકરણ અધિકરણ” એટલે સ્થાન. નમસ્કારને રહેવાનું સ્થાન કયું? “અધિકરણ દ્વાર' ને શાસ્ત્રીય પરિભાષામાં નમસ્કારની પ્રરૂપણા Page #94 -------------------------------------------------------------------------- ________________ ‘સ્મિન્ દ્ઘારી ।” પણ કહેવામાં આવે છે. આ વિષયમાં નૈગમાદિ નયોનો સ્વામીત્વ દ્વારની જેમ જુદો જુદો અભિપ્રાય છે. નૈગમ તથા વ્યવહાર નયના મતે જીવ-અજીવાદિ (પૂજ્ય અને પૂજ્યોની પ્રતિમા આદિ)માં સર્વત્ર નમસ્કાર રહી શકતો હોવાથી પૂજ્યમાં નમસ્કાર રહે છે એમ માનવામાં કોઈ પણ જાતની હરકત નથી. સંગ્રહ નય સામાન્યમાત્રગ્રાહી હોવાથી નમસ્કારને અવિશિષ્ટ સામાન્ય આધારમાં માને છે, અથવા આ નયની-‘જીવ એ જ નમસ્કાર છે' - એવી સમાનાધિકરણની માન્યતા હોવાથી, ‘જીવમાં નમસ્કાર' એવો વ્યધિક૨ણસમાસ તેને માન્ય નથી. અશુદ્ધતર સંગ્રહ નય-‘જીવમાં નમસ્કાર’ - એમ માને છે, કિન્તુ જીવ સિવાય અન્યમાં તો તે પણ માનતો નથી. - ૠજુસૂત્ર નય નમસ્કારને કર્તાથી અર્થાન્તર (ભિન્ન) માનતો નથી. ગુણ ગુણીથી બહાર હોય જ નહિ કિન્તુ ગુણીની અંદર જ હોય, અન્યથા સાંકર્યાદિ દોષોની પ્રાપ્તિ થાય. ઋજુસૂત્ર ભિન્ન આધા૨ને માને છે, પરન્તુ તે દ્રવ્યની બાબતમાં, નહિ કે ગુણની બાબતમાં. એ વાત ઉપર સ્પષ્ટ થઈ ગઈ છે. ગુણની બાબતમાં તો તે ગુણ ગુણીનું ભિન્નાધિકરણ સ્વીકારતો નથી જ. શબ્દાદિ નયો જ્ઞાનને જ નમસ્કાર તરીકે સ્વીકારતા હોવાથી અને શબ્દક્રિયાત્મક નમસ્કારને નમસ્કાર ત૨ીકે નહિ સ્વીકારતા હોવાથી નમસ્કાર ક૨ના૨થી બાહ્ય અધિકરણમાં નમસ્કા૨ને માનતા નથી. પ્રશ્ન :- તો પછી ઋજુસૂત્ર અને આ નયોની માન્યતામાં ભેદ શો ? ઉત્તર ઃ- ઋજુસૂત્ર ક્રિયારૂપ અને શબ્દરૂપ નમસ્કા૨ને પણ નમસ્કાર માને છે તેથી તેના મતે નમસ્કાર કરનારના શરીરમાં પણ નમસ્કાર છે. શબ્દાદિ નયો નમસ્કારને ઉપયોગરૂપ જ માને છે તેથી તેઓના મતે નમસ્કાર શ૨ી૨ની અંદર નહિ, કિન્તુ જીવની અંદર જ રહે છે. સ્થિતિ સ્થિતિનો અર્થ અહીં કાળ છે. નમસ્કારનો કાળ કેટલો ? એનો ઉત્તર એ છે કે ઉપયોગની અપેક્ષાએ નમસ્કારની સ્થિતિ (જઘન્ય યા ઉત્કૃષ્ટ) અન્તર્મુહૂર્ત જ છે. લબ્ધિની અપેક્ષાએ જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરોપમથી પણ કાંઈક અધિક છે. વિધાન વિધાન એટલે પ્રકાર. નમસ્કારના પ્રકાર કેટલા છે ? એનો ઉત્તર એ છે કે નમસ્કાર અરિહંતાદિ પાંચ પ્રકારે છે, કારણ કે–શ્રી અરિહંતાદિ પદાર્થ પાંચ છે. તે દરેકની આદિમાં ‘નમઃ ।' એવું પદ એક જ હોવા છતાં, પાંચ પ્રકારના પદાર્થમાં તે પદ ઉપયુક્ત થતું હોવાથી તેના પ્રકાર પણ પાંચ બની જાય છે. શ્રી અરિહંતાદિ પાંચે પદાર્થોનું નિરૂપણ આગળ ઉપર વિસ્તારથી કરવામાં આવશે. નવ પ્રકારે પ્રરૂપણા ઉપર્યુક્ત છ પ્રકાર ઉપરાન્ત આઠ પ્રકારે તથા નવ પ્રકારે પણ નમસ્કા૨ની પ્રરૂપણા થઈ શકે છે. તેમાં પ્રથમ ‘સત્પદપ્રરૂપણા' દ્વાર છે. ‘સત્' એટલે વિદ્યમાન. નમસ્કાર વિદ્યમાન છે, કિન્તુ અવિદ્યમાન નથી. ગતિ-ઈન્દ્રિયાદિ માર્ગણાઓમાં કઈ કઈ માર્ગણાઓમાં કેવી કેવી રીતે વિદ્યમાન છે, એનો વિચાર કરવો એ પ્રથમ સત્પદ-પ્રરૂપણાનો વિષય છે. જેમકે -ચારે ગતિમાં નમસ્કારના પૂર્વપ્રતિપન્ન (પૂર્વે પામેલા) અવશ્ય હોય છે અને પ્રતિપદ્યમાન (વર્તમાનમાં પામતા) ની ભજના હોય છે. એ રીતે ઇન્દ્રિયાદિ માર્ગણાઓમાં પણ નમસ્કારની વિદ્યમાનતા-અવિદ્યમાનતાનો વિચાર કરવો તે સત્પદ-પ્રરૂપણા દ્વાર છે. પર ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #95 -------------------------------------------------------------------------- ________________ સંખ્યાદિ પ્રરૂપણાહારો નમસ્કાર છે તો કેટલી સંખ્યામાં છે, એનો વિચાર કરવો-એ સંખ્યામરૂપણા દ્વારનો વિષય છે જેમકે-પ્રતિપદ્યમાન (પામતા) જધન્યથી એક, બે અથવા ત્રણ અને ઉત્કૃષ્ટથી ક્ષેત્રપલ્યોપમના અસંખ્યય ભાગના પ્રદેશ રાશિપ્રમાણ. પૂર્વપ્રતિપન્ન (પામેલા) જાન્યથી સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યય ભાગના રાશિ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી વિશેષાધિક. ક્ષેત્રપ્રરૂપણા દ્વારમાં નમસ્કારવાન જીવ ઊંચે અનુત્તર વિમાનમાં જતાં લોકના સાત ભાગ પ્રમાણ ક્ષેત્રમાં હોય અને નીચે છઠ્ઠી નરક પૃથ્વીમાં જતાં લોકના પાંચ ભાગ પ્રમાણ ક્ષેત્રમાં હોય. સ્પર્શનપ્રરૂપણા દ્વારમાં ક્ષેત્ર કરતાં સ્પર્શના કાંઈક અધિક સમજી લેવી. જેમકે-એક પરમાણુંનું ક્ષેત્ર એક આકાશપ્રદેશ અને સ્પર્શના સાત આકાશપ્રદેશ, એ રીતે સર્વત્ર ઘટાવી લેવું. કાલપ્રરૂપણા દ્વારમાં એક જીવની અપેક્ષાએ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અપાઈ પુદ્ગલપરાવર્તન. નાના (અનેક) જીવોની અપેક્ષાએ સર્વકાળ. અંતરરૂપણા દ્વારમાં નાના (અનેક) જીવોની અપેક્ષાએ અંતર નથી. એક જીવની અપેક્ષાએ જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ અપાઈપુદ્ગલપરાવર્ત. ભાવપ્રરૂપણા દ્વારમાં લાયોપથમિક, ઔપથમિક અને સાયિક એ ત્રણ ભાવે નમસ્કાર હોય છે. શેષ ભાવોએ હોતો નથી. ભાગપ્રરૂપણા દ્વારમાં સર્વ જીવોના અનન્તમા ભાગના જીવો નમસ્કારને પામેલા હોય છે અર્થાત્ પામેલા કરતાં નહિ પામેલા અનન્તગુણા હોય છે. અલ્પબહત્વપ્રરૂપણા દ્વારમાં નમસ્કારને પામેલા ઉપશમભાવવાળા સૌથી અલ્પ હોય છે. લયોપશમભાવવાળા તેથી વિશેષ અને ક્ષાયિકભાવવાળા, સિદ્ધોની અપેક્ષાએ સર્વથી અધિક હોય છે. સંસારીની અપેક્ષાએ ક્ષાયિક ભાવવાળા કરતાં લયોપશમ ભાવવાળા અધિક હોય છે. ઈત્યાદિ વિચારણા કરવી તે છેલ્લું અલ્પબદુત્વ પ્રરૂપણા દ્વાર છે. અન્ય પણ અનેક રીતિએ પ્રરૂપણા કરવાનો વિધિ છે જેમકેसंहिता च पदं चैव, पदार्थः पदविग्रहः । चालना प्रत्यवस्थानं, व्याख्या तन्त्रस्य षड्विधा ॥१॥ સંહિતા, પદ, પદાર્થ, પદવિગ્રહ (સમાસ), ચાલના (શંકા) અને પ્રત્યવસ્થાન (સમાધાન) એ છ, સૂત્રની વ્યાખ્યાનાં અંગો છે. અથવા આરોપણા (અવધારણ), ભજના (વિકલ્પના), પૃચ્છના (પ્રશ્ર), દાપના (ઉત્તર) અને નિર્યાપના (નિગમ) એ પાંચ પ્રકારે પણ પ્રરૂપણા થઈ શકે છે. પ્રકૃતિ, અકાર, નોકાર અને નકાર-અકાર ઉભય એમ ચાર પ્રકારે પણ પ્રરૂપણા થઈ શકે છે. જેમકે-“નમસ્કારના પરિણામથી પરિણત સમ્યગ્દષ્ટિ જીવ’ એ નમસ્કાર છે, એ પ્રકૃતિ પ્રરૂપણા કહેવાય. એથી વિપરીત, “આત્મા નમસ્કાર નથી.' - એ નિષેધવાચક અકારથી પ્રરૂપણા થઈ. એ જ રીતે પ્રકૃતિને નોકાર અને નોઆકાર લગાડીને પણ પ્રરૂપણા થઈ શકે છે, નોકારમાં “નો' નો અર્થ દેશનિષેધ પણ થાય છે અને સર્વનિષેધ પણ થાય છે. સર્વનિષેધ અર્થમાં વપરાય ત્યારે દ્વિતીય ભંગ તુલ્ય થાય છે અને દેશનિષેધ અર્થમાં વપરાય ત્યારે ઉભયનો અર્થ નમસ્કારનો એક દેશ (અંશ) થાય છે. નમસ્કારની પ્રરૂપણા ૫૩. Page #96 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારની વસા શ્રી અરિહંતાદિ પાંચ પરમેષ્ઠી એ નમસ્કારની પાંચ વસ્તુ છે. એ પાંચ વસ્તુને નમસ્કાર કરવા માટે પાંચ હેતુઓ છે. માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયતા. એ પાંચ કારણો માટે પાંચને નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કે मग्गो अविप्पणासो, आयारो विणयया सहायत्तं । पंचविहनमोक्करं, करेमि एएहिं हेउहि ॥ १ ॥ માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાયકતા એ પાંચ કારણો વડે હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું પાંચ હેતુઓમાં પ્રથમ માર્ગહેતુ છે. ભવઅટવીમાં માર્ગદર્શક શ્રી અરિહંત પરમાત્માઓ હોવાથી તેઓના એ માર્ગદર્શક ગુણને લઈ તેઓ નમસ્કાર કરવા યોગ્ય છે. કહ્યું છે કેમાર્ગ હતું अडवीए देसियत्तं, तहेव निजामया समुदंमि । छक्कायरक्खणट्ठा, महगोवा तेण वुच्चंति ॥१॥ ભવાટવીમાં માર્ગદર્શક હોવાથી, ભવસમુદ્રમાં નિમક હોવાથી, તથા ભવવનમાં છકાય જીવોની રક્ષાર્થે મહાગોપ હોવાથી, શ્રી અરિહંતદેવો મહાસાર્થવાહ, મહાનિર્ધામક અને મહાગોપ કહેવાય છે. શ્રી અરિહંતદેવોનો એક મહાન ઉપકાર છે. સાર્થવાહ શ્રી અરિહંતદેવરૂપી સાર્થવાહો ભવ્ય આત્મારૂપી મુસાફરોને ધર્મકથારૂપી ઉદ્ઘોષણા દ્વારા સાધુમા અને શ્રાવકમાર્ગરૂપી સરળ અને વક્રમાર્ગે, ઈણિતપુર શ્રી મુક્તિનગરમાં લઈ જાય છે. તે સાર્થવાહો ભવાટવીમાં રાગદ્વેષરૂપી વ્યાપદોથી તથા ક્રોધાદિ કષાયોરૂપી દાવાગ્નિ આદિના ભયોથી ભવ્ય આત્માઓને બચાવી લે છે. વિષયો રૂપી વિષફળોનો આસ્વાદ કરવામાં નિમગ્ન થયેલા આત્માઓને તેનાથી છોડાવી પરિણામહિતકર-તપસંયમરૂપી હિતકર ફળોનો આસ્વાદ લેતા બનાવે છે. બાવીશ પરીષણોરૂપી પિશાચોથી રક્ષણ કરે છે. પાસસ્થાદિ અકલ્યાણ મિત્રોરૂપી લૂંટારાઓની લૂંટમાંથી છોડાવે છે અને નિત્યોદ્યમરૂપી અપ્રમાદી પ્રયાણવડે જ્ઞાનરૂપી અશ્વો અને ધ્યાનરૂપી હાથીઓથી જોડાયેલા પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી રથમાં બેસાડી નિર્વિઘ્ન મોક્ષપુરીની પ્રાપ્તિ કરાવે છે. નિયમિક શ્રી અરિહંતદેવો, ભવોદધિનું ઉલ્લંઘન કરાવવા માટે ભાવ-નિર્ધામકો છે. સમુદ્રમાં જેમ અનુકૂળ-પ્રતિકૂળ અનેક પ્રકારના વાયરાઓ હોય છે, તેમ ભવસમુદ્રમાં પણ મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયરાઓ અને સમ્યકત્વરૂપી અનુકૂળ વાયરાઓ વાઈ રહ્યા છે. શ્રી અરિહંતદેવોરૂપી નિપુણ નિર્ધામકો મિથ્યાત્વરૂપી પ્રતિકૂળ વાયુથી બચાવી લઈ સમ્યકત્વરૂપી અનુકૂળ વાયુના યોગે ભવ્ય-જીવરૂપી પોતો (નાવડીઓ)ને યથાવસ્થિત જ્ઞાનરૂપ કર્ણધારવડે ભયંકર સંસારસાગરનું ઉલ્લંઘન કરાવી ઈપ્તિસ સ્થાનરૂપ મોક્ષબંદરે પહોંચાડી દે છે. મહાગોપ ગોપાલકો જેમ સર્પ-સ્થાપદાદિથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર ઘાસ-પાણી આદિવડે પોષણ કરે છે, તેમ પજીવનિકાયરૂ૫ ગાયોને શ્રી અરિહંત પરમાત્મારૂપી રક્ષકો વ્યાધિ જરા મૃત્યુ આદિ શિકારી પ્રાણીઓથી રક્ષણ કરી નિર્વિબે નિર્વાણપથે પહોંચાડે છે. નું ઐલોક્યદીપક મહામંત્રાધિરાજ MS Page #97 -------------------------------------------------------------------------- ________________ આ રીતે સર્વ શ્રી અરિહંતદેવો માર્ગદર્શક, નિર્ધામક અને મહાગોપ તરીકેનું કાર્ય કરનારા હોવાથી ભવ્ય-જીવલોકના મહાઉપકારી છે અને એ જ કારણે તેઓ લોકોત્તમ મહાપુરુષો પણ કહેવાય છે. રાગ-દ્વેષાદિને નમાવનારા માર્ગદશક્તાદિ ગુણોવડે શ્રી અરિહંતદેવો જેમ જગજજીવોના ઉપકારી છે, તેમ રાગ, દ્વેષ કષાય, ઇન્દ્રિય, પરિષહ અને ઉપસર્ગોને નમાવનારા હોવાથી પણ તેઓ જીવલોકને નમસ્કાર કરવા યોગ્ય છે. તેમાં પ્રથમ રાગ, નામાદિ ચાર પ્રકારનો છે. નામરાગ, સ્થાપનારાગ, દ્રવ્યરાગ અને ભાવરાગ. નામ અને સ્થાપના સમજવા સુગમ છે. દ્રવ્યરાગ બે પ્રકારે છે : એકઆગમથી અને બીજો નોઆગમથી. આગમથી દ્રવ્યરાગ, રાગપદાર્થને જાણનાર અનુપયુક્ત આત્મા. નોઆગમથી દ્રવ્યરાગના ત્રણ પ્રકાર છે એક જ્ઞશરીર, બીજો ભવ્ય શરીર અને ત્રીજો તવ્યતિરિક્ત. જ્ઞશરીર અને ભવ્ય શરીર સુગમ છે. વ્યતિરિક્તના બે પ્રકાર છે: એક કર્મદ્રવ્યરાગ અને બીજો નોકર્પદ્રવ્યરાગ. કર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીયકર્મના પુદ્ગલો. તેના ચાર પ્રકાર છે: ૧. યોગ્ય (બન્ધ પરિણામાભિમુખ), ૨. બધ્યમાનક (બન્ધ પરિણામ પ્રાપ્ત), ૩. બદ્ધ (નિવૃત્ત-બંધ-પરિણામ અર્થાત્ જીવની સાથે આત્મસાત્ થયેલા), અને ૪. ઉદીરણા વલિકા પ્રાપ્ત (ઉદીરણા કરણવડે ખેંચીને ઉદીરણા આવલિકામાં લાવેલા.) નોકર્મદ્રવ્યરાગ એટલે રાગવેદનીય કર્મના પુદ્ગલોનો એક દેશ અથવા તદન્ય. તદન્યના બે પ્રકાર છે: એક પ્રાયોગિક અને બીજો વૈ×સિક. કુસુંભરાગાદિ એ પ્રાયોગિક છે અને સંધ્યાભૈરાગાદિ એ વૈઔસિક છે. ભાવ-રાગ ભાવ-રાગ પણ બે પ્રકારે છે : એક આગમથી અને બીજે નોઆગમથી. રાગપદાર્થજ્ઞ ઉપયુક્ત આત્મા આગમથી ભાવરાગ છે અને નોઆગમથી ભાવરાગ રાગવેદનીય કર્મોદય-પ્રભવ-પરિણામવિશેષ છે. તેના બે પ્રકાર છે : એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અપ્રશસ્ત પરિણામવિશેષ ત્રણ પ્રકારે છે : ૧. દષ્ટિરાગ (સ્વ-સ્વ-દર્શનાનુરાગ) ૨. શબ્દાદિ વિષય વિષયક રાગ તે કામરાગ અને ૩. વિષયાદિ નિમિત્ત વિના જ અવિનીત અપત્યાદિ વિષયક રાગ તે નેહરાગ. પ્રશસ્તરાગ તેથી વિપરીત છે. શ્રી અરિહંત, શ્રી સિદ્ધ, શ્રી સાધુ, શ્રી બ્રહ્મચારી આદિને વિષે સરાગી આત્માઓને જે રાગ હોય છે તે પ્રશસ્ત ભાવરાગ છે. એ ઉભય પ્રકારના પ્રશસ્ત અપ્રશસ્ત અથવા દ્રવ્યભાવ રાગને નમાવનારા અર્થાત્ દૂર કરનારા શ્રી અરિહંતદેવો છે. હેપને નમાવનારા. રાગની જેમ હૈષ પણ ચાર પ્રકારે છે તેમાં નામ-સ્થાપના સુગમ છે. નોઆગમથી દ્રવ્યષ જ્ઞ, ભવ્ય અને તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. તવ્યતિરિક્તના કર્મદ્રવ્યષ અને નોકર્મદ્રવ્ય-દ્વેષ એમ બે ભેદ છે. કર્મદ્રવ્ય-દ્વેષના યોગ્ય, બધ્યમાનક, બદ્ધ અને ઉદીરણાવલિકા પ્રાપ્ત એ ચાર પ્રકાર છે. નોકર્મદ્રવ્ય-દ્વેષના દુષ્ટ વ્રણાદિ અનેક પ્રકારો છે.ભાવ-દ્વેષ એટલે ષ. મોહનીયકર્મનો વિપાક તે બે પ્રકારે છે. એક પ્રશસ્ત અને બીજો અપ્રશસ્ત. અજ્ઞાન, અવિરતિ મિથ્યાત્વાદિ વિષયક દ્વેષ તે અપ્રશસ્ત છે અને સમ્યકત્વ, વિરતિ, જ્ઞાનાદિ વિષયક ષ તે પ્રશસ્ત છે. કષાયને નમાવનારા કષાય ચાર પ્રકારના છે : ક્રોધ, માન, માયા અને લોભ. તેમાં સંગ્રહ નયના મતે ક્રોધ અને માન એ અપ્રીતિજતિ સામાન્યવાળા હોવાથી ષમાં અન્તર્ભાવ પામે છે અને માયા તથા લોભ એ પ્રીતિજાતિ સામાન્યવાળા હોવાથી રાગમાં અન્તર્ભાવ પામે છે. વ્યવહાર નયના મતે ક્રોધ, માન અને માયા એ ત્રણે દ્વેષ છે. કારણ કે -માયા પણ પરોપઘાત માટે પ્રવૃત્ત નમસ્કારની વસ્તુ Page #98 -------------------------------------------------------------------------- ________________ થતી હોવાથી અપ્રીતિજાતિમાં અંતર્ભાવ પામે છે અને લોભ એ વ્યવહાર નયના મતે રાગ છે જુસૂત્ર નયના મતે ક્રોધ જ અપ્રીતિરૂપ હોવાથી દૈષ છે. માન, માયા તથા લોભ પ્રીતિ-અપ્રીતિ ઉભયવિષયક હોવાથી રાગ-દ્વેષ ઉભયરૂપ છે. જેમકે, માન સ્વઅહંકાર વિષયક હોય ત્યારે રાગ અને પરગુણષવિષયક હોય ત્યારે દ્વેષ. એ જ રીતે માયા-લોભ માટે પણ સમજી લેવું. અર્થાતુ-આત્માને વિષે મૂચ્છની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે રાગ બને છે અને પરોપઘાતની પ્રધાનતા હોય ત્યારે એ ત્રણે દ્વેષ બને છે. શબ્દાદિ ત્રણ નયોના મતે માન અને માયા સ્વગુણોપકારમૂચ્છત્મક હોવાથી લોભ અર્થાત્ રાગ-સ્વરૂપ જ છે અને સ્વગુણોપકારરહિત એ જમાનાદિના અંશો અને ક્રોધ પરોપઘાતાત્મક હોવાથી દ્વેષ જ છે. ઇન્દ્રિયોને નમાવનારા “નિમ્ રૂન્દ્રિયમ્ ' ઇન્દ્ર એટલે જીવ તેનું લિંગ એટલે ચિહ્ન અર્થાત્ જીવને ઓળખાવનાર તે ઇન્દ્રિય અથવા “ક્રેન દુરં કૃષ્ટ !' એ પણ ઇન્દ્રિય શબ્દની વ્યુત્પત્તિ છે. આવરણનો અભાવ થવાથી સર્વ વસ્તુને જાણી શકે છે, તેમ જ નાનાવિધ ભવોમાં ભમતાં સર્વ વસ્તુનો ઉપભોગ પણ તેને થાય છે તેથી જીવ પરઐશ્વર્યવાન કહેવાય છે. એ પરમૈશ્વર્યના યોગથી તથા સર્વોપલબ્ધિના ભોગનો સંબંધ હોવાથી જીવને ઇન્દ્ર કહેવાય છે. તેનું લિંગ અગર ચિહ્ન તે ઇન્દ્રિય છે. અથવા બીજા શબ્દોમાં જીવવડે દેખાયેલ યા સરજાયેલ તે ઇન્દ્રિય છે. તેના પણ ચાર પ્રકાર છે, તેમાં નામ અને સ્થાપના સુગમ છે. દ્રવ્યેક્રિયા દ્રવ્યેન્દ્રિયના બે ભેદ છે એક નિવૃત્તિ અને બીજી ઉપકરણ. નિવૃત્તિના પાછા બે ભેદ છે: એક બાહ્ય અને બીજી આત્યંતર. બાલ્પનિવૃત્તિ અનેક પ્રકારની હોય છે. આભ્યન્તરનિવૃત્તિ બધાને સરખી હોય છે. આભ્યન્તરનિવૃત્તિરૂપ શ્રોસેંદ્રિય બધાની કબ જાતિના પુષ્પ જેવી હોય છે. ચક્ષુરિન્દ્રિય માંસના ગોળા જેવી અથવા મસુરના ધાન્ય જેવી હોય છે. પ્રાણેદ્રિય અતિમુક્તક પુષ્પ જેવી હોય છે. રસનેંદ્રિય સુરક એટલે અસ્ત્રાની ધાર જેવી હોય છે. અને સ્પર્શનેન્દ્રિય સૌ સૌના શરીરની આકૃતિ પ્રમાણે વિવિધ પ્રકારની હોય છે. આત્તરનિવૃત્તિઈન્દ્રયની શક્તિ તે ઉપકરણેન્દ્રિય છે. વાતપિત્તાદિ દોષોવડે તે શક્તિનો ઉપઘાત થાય તો આન્તરનિવૃત્તિ ઇન્દ્રિયની હયાતિમાં પણ શબ્દાદિ વિષયોનું ગ્રહણ થઈ શકતું નથી. ભાવેન્દ્રિય ભાવેન્દ્રિય બે પ્રકારે છેઃ એક લબ્ધિસ્વરૂપ અને બીજી ઉપયોગસ્વરૂપ. ઇન્દ્રિયાવરણ કર્મનો ક્ષયોપશમ તે લબ્ધિઇન્દ્રિય છે અને શબ્દાદિ વિષયોમાં ઈન્દ્રિયોને થતો પરિચ્છેદ (જ્ઞાન) તે ઉપયોગઇન્દ્રિય છે. લબ્ધિઇન્દ્રિય હોય તો જ દ્રવ્યેન્દ્રિયો પ્રાપ્ત થાય છે. ઉપયોગઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો એકેન્દ્રિય છે, કારણ કે-એક કાળે બે ઇન્દ્રિયોનો ઉપયોગ કોઈને હોતો નથી. લબ્ધિઇન્દ્રિયની અપેક્ષાએ સર્વ જીવો પંચેદ્રિય છે. કેમકે બકુલાદિ વનસ્પતિઓને વિષે બીજી ઇન્દ્રિયોનો પણ ઉપલંભ થાય છે. જીવોનો એકેન્દ્રિયાદિ વ્યવહાર દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ થાય છે. બાધેન્દ્રિયરહિત છતાં લબ્ધિઇન્દ્રિયવડે સર્વ જીવો પંચેન્દ્રિય હોય છે, કારણ કે બકુલાદિ વનસ્પતિઓમાં પાંચે ઇન્દ્રિયોનો ક્ષયોપશમ પ્રત્યક્ષ થાય છે. તેની વિશેષ સમજ એ છે કે બકુલ-વૃક્ષ શૃંગારયુક્ત સુંદર સ્ત્રી મદિરાનો કોગળો કરે અગર તેના શરીરવડે સ્પર્શ કરે અગર ઓષ્ઠવડે ચુંબન કરે તો ફળે છે. એજ રીતે ચન્દનાદિના ગન્ધવડે, સારું રૂપ જેવાવડે અગર મધુર શબ્દોના ઉચ્ચારણ વડે પણ તે ફળે છે. N પદ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #99 -------------------------------------------------------------------------- ________________ ચંપકવૃક્ષને સુગંધી જળના સિંચન વડે પુષ્પોદ્ગમ થાય છે. તિલકવૃક્ષ-સ્ત્રીના કટાક્ષવડે અંકુરિત થાય છે. વિહરકવૃક્ષ-પંચમસ્વર વડે પુષ્પ-અંકુરાદિકનો ઉદ્ગમ કરે છે. ઇન્દ્રિયોની પ્રાપ્તિનો ક્રમ પ્રથમ લબ્ધિઇન્દ્રિય પ્રાપ્ત થાય, ત્યારબાદ દ્રવ્યન્દ્રિય પ્રાપ્ત થાય, દ્રવ્યન્દ્રિયમાં પ્રથમ બાહ્ય તથા આંતર નિવૃત્તિ ઇન્દ્રિય પ્રાપ્ત થાય. પછી આંતર નિવૃત્તિ ઇન્દ્રિયની શક્તિરૂપ ઉપકરણેન્દ્રિયની પ્રાપ્તિ થાય. અને અને ઈન્દ્રિયાર્થ પરિચ્છેદ (ઇન્દ્રિયને વિષયનો પરિચ્છેદ) અર્થાત્ ઉપયોગ (અવબોધ) થાય છે. પરિષહોને નમાવનારા માર્ગથી નહિ ડગવા માટે અને વિશેષ નિર્જરા કરવા માટે જે સહન કરવા યોગ્ય છે તે સુધા, તુષા, શીત, ઉષ્ણાદિ (૨૨) પ્રકારના પરિષહો છે તે સર્વ પરિષદોને શ્રી અરિહંતદેવો નમાવે છે. ઉપસર્ગોને નમાવનારા પીડા પામવી અગર જે વડે પીડા પમાય તે ઉપસર્ગ. ઉપસર્ગ ચાર પ્રકારના છે: એક દેવથી થનારા, બીજા મનુષ્યથી થનારા, ત્રીજા તિર્યંચથી થનારા અને ચોથા આત્મસંવેદનીય. તેમાં રાગ નિમિત્તે, દ્વેષ નિમિત્તે, તથા પરીક્ષા નિમિત્તે, અથવા એ ત્રણે નિમિત્તે દેવો તરફથી ઉપસર્ગ થાય મનુષ્યો તરફથી પણ એ ત્રણ નિમિત્તો ઉપરાંત કુશીલપ્રતિસેવન નિમિત્તે પણ ઉપસર્ગો થાય છે. તિર્યંચો તરફથી ભય નિમિત્તે, દ્રષ નિમિત્તે આહાર નિમિત્તે તથા સંરક્ષણ નિમિત્તે ઉપસર્ગો થાય છે. આત્મસંવેદનીય ઉપસર્ગ ચાર પ્રકારના છે: ૧. નેત્રમાં પડેલા કણાદિ ખેંચવા, ૨. અંગોનું રૂબ્ધિત થવું. ૩. ખાડા વગેરેમાં પડી જવું અને ૪. બાહુ વગેરે અંગોનું પરસ્પર અથડાવું. એ સર્વ પ્રકારના ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવે છે. વશ કરે છે. યાવત્ સમૂલ નાશ કરે છે. કહ્યું છે કે - रागबोसकसाए, इंदियाणि अ पंच वि । परिसहे उवसग्गे, नामयंता नमोऽरिहा ॥१॥ રાગ, દ્વેષ, કષાય, પાંચ ઇન્દ્રિયો, પરિષદો અને ઉપસર્ગોને શ્રી અરિહંતદેવો નમાવનારા છે તેથી નમસ્કારને યોગ્ય છે. વળી કહ્યું છે કે – इंदियविसयकसाये, परिसहे वेयणाउवसग्गे । एए अरिणो हन्ता, अरिहंता तेण बुच्चंति ॥१॥ ઈન્દ્રિય, વિષય, કષાય, પરિષદ, વેદના અને ઉપસર્ગો એ અરિઓ (દુશ્મનો) છે. અરિઓને હણનારા હોવાથી શ્રી અરિહંતો” કહેવાય છે. એ જ રીતે સર્વ જીવોના શત્રુસમાન આઠે પ્રકારનાં કર્મોને હણનારા હોવાથી પણ તેઓ અરિહંત કહેવાય છે. અથવા વન્દન, નમસ્કાર, પૂજા, સત્કાર અને સિદ્ધિગમનને યોગ્ય હોવાથી તેઓ “અહંત' કહેવાય છે. અથવા દેવ, અસુર અને મનુષ્યો દ્વારા ઉત્તમોઉત્તમ પૂજાને પાત્ર હોવાથી તથા ક્રોધાદિ દુશ્મનો તથા બધ્યમાન કર્મરૂપી રજ અને બદ્ધકર્મરૂપી મલને હણનારા હોવાથી અરિહંત' કહેવાય છે. એ “અરિહંતો” ને કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે. તથા ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિ (શ્રી જિનધર્મ) ની પ્રાપ્તિ માટે થાય છે. “અરિહંતો' ને કરેલો નમસ્કાર ધન્યપુરુષોના ભવનો ક્ષય કરે છે તથા દ્ધયમાં રહેલો તે વિશ્રોતસિકા (દુર્ગાન) ને હરે છે એ રીતે “અરિહંત'ને કરેલો નમસ્કાર મહાઅર્થયુક્ત છે, એમ શ્રી જિનાગમોમાં વર્ણવેલ છે અને મરણના અવસરે અન્ય સર્વ કાર્યોનો ત્યાગ કરીને અનર્ણરત્નની જેમ એક નમસ્કારની વસ્તુ Page #100 -------------------------------------------------------------------------- ________________ તેને જ ગ્રહણ કરાય છે. અથવા કોઈ પણ આપત્તિમાં શ્રી અરિહંત નમસ્કારનું વારંવાર અને નિરન્તર સ્મરણ કરવામાં આવે છે. શ્રી અરિહંતોને કરેલો નમસ્કાર, એ સર્વ પાપોનો નાશ કરનાર છે; એટલું જ નહિ, કિન્તુ સર્વ મંગળોમાં તે જ એક પ્રથમ મંગળ છે. એ જ હકીકતને શાસ્ત્રોમાં નીચેના શબ્દોથી ફરમાવેલી છે? अरिहंतनमुक्कारो, जीवं मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥ આ ગાથામાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ- એ ચારે પ્રકારના નમસ્કારનું વર્ણન છે. જેમકે‘હિંત' શબ્દ વડે “અદાકારવાળી બુદ્ધિ સ્થાપના-નમસ્કાર છે. નમુવાર' શબ્દ વડે નામનમસ્કાર છે. મા” શબ્દ વડે ભાવનમસ્કાર છે. ફ્રીમાળો' શબ્દ વડે અંજલિગ્રહણાદિ દ્રવ્યનમસ્કાર છે. એ રીતે એક જ ગાથામાં નામ નમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર એ ચારે પ્રકારે કરાતો નમસ્કાર વર્ણવ્યો છે. એ નમસ્કાર જીવને અનન્ત સંસારથી મુકાવે છે અને જ્યાં સુધી મુક્તિ ન થાય, ત્યાં સુધી તે બોધિલાભ-શ્રી જિનધર્મની પ્રાપ્તિ માટે થાય છે. (૧). __ अरिहंतनमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिययं अणुम्मुयंतो, विसुत्तियावारओ होइ ॥२॥ બ્દયમાં રહેલો અન્નમસ્કાર જ્ઞાનાદિ ધનવાલા, પરિત્તસંસારી અને પ્રતનુકર્મવાન્ જીવોના પુનર્ભવનો ક્ષય કરનાર તથા ચિત્તનું વિસ્ત્રોતગમન (અપધ્યાન) નિવારનાર થાય છે. (૨). अरिहंतनमुक्कारो, अस खलु वन्निओ महत्थोत्ति । जो मरणमि उवग्गे अभिक्खणं कीरइ बहुसो ॥३॥ અન્નમસ્કાર મહાઅર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે છતાં નિરન્તર બહુવાર કરાય છે અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને છોડી તેનું જ ધ્યાન અને સ્મરણ કરાય છે. (૩). અગ્નિ આદિના ભય વખતે ઘરમાં રહેલી શેષ વસ્તુઓને છોડી, જેમ મહામૂલ્યવાળાં રત્નો અગર ચિંતામણિ રત્ન ગ્રહણ કરાય છે અથવા યુદ્ધમાં અતિશય આપત્તિ વખતે જેમ અન્ય શસ્ત્રો છોડીને જે અમોઘ હોય તે જ શસ્ત્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ મહાભયો વખતે દ્વાદશાંગ શાસ્ત્રો છોડીને કેવળ એક અરિહંતનમસ્કાર જ ગ્રહણ કરાય છે, કારણ કે તે નમસ્કાર એ દ્વાદશાંગાર્પે છે. પ્રશ્ન:- અરિહંત નમસ્કાર એ દ્વાદશાંગાર્થે શી રીતે ? ઉત્તરઃ- દ્વાદશાંગી પરિણામવિશુદ્ધિના હેતુભૂત છે અને તે જ કાર્યને નમસ્કાર પણ કરે છે બંને વડે એક જ કાર્ય સિદ્ધ થતું હોવાથી નમસ્કાર પણ દ્વાદશાંગાથ છે એમ કહેવામાં કોઈ પણ જાતિની હરકત નથી. અથવા તો શ્રી વીતરાગસિદ્ધાન્તમાં એક પણ પદ કે જે સંવેગને પેદા કરનારું તથા મોહજાળને છેદનારું હોય તે નિશ્ચયથી દ્વાદશાંગાર્થ માનેલ છે. નમસ્કાર અનેકપદાત્મક હોવા છતાં વ્યવહારથી એક પદ કહેવાય છે. અને ઉપર્યુક્ત ન્યાયે તે દ્વાભાંગી કે જે ગણિપિટક-ગણધરોની પેટી કહેવાય છે, તેના અર્થસ્વરૂપ હોવાથી અતિ નિર્જરા માટે થાય છે. માટે તેની મહાWતા કહેલી છે અને એ જ કારણે અન્નમસ્કાર એ અભીષ્ણ એટલે નિરન્તર અને બહુશઃ એટલે વારંવાર કરાય છે. अरिहन्तनमुक्कारो, सब्बपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥ અહિંન્નમસ્કાર એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે અહીં “પાપ” શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ થાય છે જે જીવને મલિન કરે, જે જીવના હિતને પીએ અથવા જે જીવને સંસારમાં રાખે તે પાપ કહેવાય છે. તત્ત્વથી આઠ કર્મ એ જ પાપ છે અન્નમસ્કાર તે સર્વ પાપનો નાશ કરે છે, એટલું જ નહિ, કિન્તુ નામાદિ સર્વ મંગળોમાં અન્નમસ્કાર પ્રથમ છે. અથવા મોક્ષરૂપ મુખ્ય પુરુષાર્થને સાધનાર હોવાથી ત્રલોચદીપક મહામંત્રાધિરાજ જ Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રધાન છે. અથવા શ્રી અરિહંતાદિ પાંચ ભાવ મંગળોમાં પ્રથમ ભાવમંગળ હોવાથી પ્રથમ છે. અથવા પ્રધાનતર પરોપકારસાધક હોવાથી અહંન્નમસ્કાર એ પ્રથમ એટલે મુખ્ય મંગળ છે. (૪) શ્રી સિદ્ધ-પરમાત્મા નમસ્કાર'ની બીજી વસ્તુ શ્રી સિદ્ધ પરમાત્મા છે. સિદ્ધ' આત્માઓ અનેક પ્રકારના હોય છે. કહ્યું છે કેकम्मे सिप्पे अ विज्जा य, मंते जोगे अ आगमे । अत्थ-जत्ता-अभिप्पाए, तवे कम्मक्खए इय ॥१॥ કર્મસિદ્ધ, શિલ્પસિદ્ધ, વિદ્યાસિદ્ધ, મંત્રસિદ્ધ, યોગસિદ્ધ, આગમસિદ્ધ (ચૌદ પૂર્વધ), અર્થસિદ્ધ (મમ્મણશેઠ), યાત્રાસિદ્ધ, અભિપ્રાયસિદ્ધ (અભયકુમાર), તપસિદ્ધ (દઢપ્રહારી) અને કર્મક્ષયસિદ્ધ એમ અનેક પ્રકારના સિદ્ધ છે. તેમાં કર્મસિદ્ધાદિનું અહીં પ્રયોજન નથી કેવળ કર્મક્ષયસિદ્ધનું જ પ્રયોજન છે. જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોનું સમૂલ ઉમૂલન કરનાર આત્મા “કર્મક્ષય-સિદ્ધ' કહેવાય છે. કહ્યું છે કે : दीहकालरयं जं तु, कम्मं से सियमट्ठहा । सियं धंतं ति सिद्धस्स, सिद्धत्तमुवजायइ ॥१॥ દીર્ધકાળનાં ઉપાર્જન કરેલાં આઠ પ્રકારનાં કર્મ જેમણે બાળી નાંખ્યાં છે, તે આત્મા સિદ્ધપણાને પ્રાપ્ત કરે અથવાमातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिसौधमूर्ध्नि । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमंगलो मे ॥१॥ બાંધેલ પુરાણકર્મ જેમણે બાળી નાંખ્યાં છે, અથવા “જેઓ નિવૃત્તિરૂપી પ્રાસાદના શિખર ઉપર આરૂઢ થાય છે, અથવા ““જેઓ અનુશાસક તરીકે પ્રસિદ્ધ થયા છે, અથવા ““જેમનાં સઘળાં પ્રયોજનો સિદ્ધ થયાં છે, એવા જે સિદ્ધ પરમાત્માઓ છે તે મને મંગલભૂત થાઓ. શ્રી સિદ્ધોનું લક્ષણ દર્શાવતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કેअशरीरा जीवधणा, उवउत्ता दंसणे अ नाणे अ । सागारमणागारं, लक्खणमेअं तु सिद्धाणं ॥१॥ केवलनाणुवउत्ता, जाणंता सबभावगुणभावे । पासंति सवओ खलु, केवलदिविहिऽणंताहिं ॥२॥ नाणंमि दंसणंमि अ, इत्तो एगयरंमि उवउत्ता । सब्बस्स केवलिस्स, जुगवं दो नत्थि उवओगा ॥३॥ (૧) શરીર વિનાના જીવના પ્રદેશો વડે ઘન, દર્શન અને જ્ઞાનમાં ઉપયુક્ત તથા સાકારી અને અનાકારી એ સિદ્ધોનું લક્ષણ છે. (૨) કેવલજ્ઞાનમાં ઉપયુક્ત હોવાથી સર્વ ભાવોના ગુણપર્યાયને ભણી રહ્યા છે તથા તેને જ અનન્ત એવી કેવળદષ્ટિ વડે જોઈ રહ્યા છે. (૩) પ્રતિસમય જ્ઞાનોપયોગ યા દર્શનોપયોગમાં ઉપયુક્ત છે. (કારણ કે) સર્વ કેવળજ્ઞાનની ભગવન્તોને એક સમયે બે ઉપયોગ હોતા નથી. શ્રી સિદ્ધ-પરમાત્માના સ્વરૂપનું વર્ણન કરતાં વધુમાં જ્ઞાની મહર્ષિઓ ફરમાવે છે કે અવ્યાબાધપણાને પામેલા સિદ્ધાત્માઓને જે સુખ હોય છે તે સુખ મનુષ્યોને કે સર્વ પ્રકારના દેવોને હોતું નથી. સમસ્ત દેવગણના સુખને સર્વ કાળના પ્રદેશો વડે અનન્તગણું કરવામાં આવે અને તેને અનન્તાનન્ત વર્ગો વડે ગુણવામાં આવે તો પણ તે મુક્તિસુખની તોલે આવી શકે તેમ નથી. સિદ્ધના એક જીવનું સર્વ કાળનું સુખ એકત્ર કરવામાં આવે અને તેને અનન્ત ભાગો વડે ભાગવામાં આવે, તોપણ સર્વ આકાશ પ્રદેશને વિષે સમાઈ શકે નહિ. એટલે કે સર્વ આકાશપ્રદેશની સંખ્યા કરતાં સિદ્ધના જીવોનું સુખ અનંતગણું છે. નમસ્કારની વસ્તુ ૫૯ Page #102 -------------------------------------------------------------------------- ________________ જેમ કોઈ ગામડિયો બહુ પ્રકારના નગરગુણોને જાણવા છતાં ઉપમાના અભાવે તેને કહી શકતો નથી, તેમ સિદ્ધોના સુખની કોઈ ઉપમા નહિ હોવાથી તેને કહી શકાતું નથી તોપણ કાંઈક સમજમાં આવે તે ખાતર શાસ્ત્રોમાં ફ૨માવ્યું છે કે – જેમ કોઈ પુરુષ સર્વ ઇચ્છાઓને તૃપ્ત કરનાર અમૃતતુલ્ય ભોજનનું ભક્ષણ કરી ક્ષુધા-તૃષાથી વિમુક્ત બનેલો અત્યંત તૃપ્તિના સુખને અનુભવે છે, તેમ અતુલ એવા નિર્વાણસુખને પામેલા સિદ્ધાત્માઓ પણ સર્વકાલ માટે તૃપ્ત છે તથા શાશ્વત અને અવ્યાબાધ સુખને પામેલા હોવાથી સદાકાળ સુખી છે. શ્રી સિદ્ધાત્માઓ સર્વ કર્મથી નિર્યુક્ત થયેલા હોવાથી ‘સિદ્ધ' છે. અજ્ઞાનનિદ્રાથી પ્રસુપ્ત જગતને વિષે પારકાના ઉપદેશ વિના જીવાદિ તત્ત્વોને જાણનારા હોવાથી ‘બુદ્ધ' છે. સંસા૨ના અથવા સર્વ પ્રયોજનસમૂહના પા૨ને પામેલા હોવાથી ‘પારગત' છે. અને અનુક્રમે ચતુદર્શ ગુણસ્થાનક ઉપર આરૂઢ થઈને અથવા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રનું ક્રમપૂર્વક આસેવન કરીને મુક્તિસ્થાનને પામેલા હોવાથી પરંપરગત' છે. કર્મકવચથી ઉન્મુક્ત છે તથા અજર, અમર અને અસંગ છે. અર્થાત્ શ્રી સિદ્ધના આત્માઓ સર્વ દુઃખથી રહિત થયેલા હોય છે. જન્મ – જરા – મરણાદિના બંધનોથી વિમુકત બનેલા હોય છે અને સદાકાળ શાશ્વત અને અવ્યાબાધ સુખને અનુભવી રહ્યા હોય છે. એવા સિદ્ધોને કરેલા નમસ્કારનું ફળ દર્શાવતાં પણ નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુ સ્વામીજી ફ૨માવે છે કે – सिद्धाण नमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥ सिद्धाण नमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥ २॥ सिद्धाण नमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिकखणं कीरइ बहुसो ॥३॥ सिद्धाण नमुक्कारो, सव्वपावप्यणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥ (૧) શ્રી સિદ્ધ પરમાત્માન કરેલો નમસ્કાર જીવને હજારો ભવથી મુકાવે છે. ભાવપૂર્વક કરાતો તે નમસ્કાર બોધિલાભને માટે થાય છે. (૨) શ્રી સિદ્ધોને કરેલો નમસ્કાર ધન્યપુરુષોના ભવનો ક્ષય કરે છે. હૃદયમાં તેનું અનુસ્મરણ કરવાથી દુર્ધ્યાનનો નાશ થાય છે. (૩) શ્રી સિદ્ધોને કરેલો નમસ્કાર ખરેખર મહાઅર્થવાળો વર્ણવેલો છે, જે મરણ વખતે નિરન્તર અને વારંવા૨ ક૨વામાં આવે છે. (૪) શ્રી સિદ્ધોને કરેલો નમસ્કાર સર્વ પાપનો સર્વથા નાશ ક૨ના૨ છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. શ્રી આચાર્ય-ભગવંતો આચાર્ય ચાર પ્રકારના છે : નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ. નામ અને સ્થાપના સુગમ છે. ‘દ્રવ્યાચાર્ય’ શિલ્પાદિ શાસ્ત્રોને શીખવનારા છે અને ‘ભાવાચાર્ય' પાંચ પ્રકારના આચારનું પાલન કરનારા-કરાવનારા અને ઉપદેશના૨ છે. જ્ઞાનાદિ પાંચ પ્રકારના ભાવાચારોમાં ઉપયુક્ત હોવાથી તેઓ ભાવાચાર્યો કહેવાય છે. એવા ભાવાચાર્યોને કરેલો નમસ્કાર પૂર્વસંચિત પાપોનો વિનાશ કરનાર થાય છે. ભાવાચાર્ય એ શ્રી જિનશાસનનો આઘાર છે. ચતુર્વિધ સંઘને ઉલ્લાસ પમાડનાર છે. અને શ્રુતજ્ઞાનના બળે સકલ વસ્તુને પ્રકાશિત કરનારા છે. શ્રી જિનેશ્વરદેવો મુક્તિમાર્ગ બતાવીને મુક્તિમાં ચાલ્યા જાય છે. ત્યારબાદ નિથપ્રવચનનું ધારણ, પાલન અને પોષણ ક૨ના૨ આચાર્ય ભગવંતો જ હોય છે. ભાવાચાર્યો પાષાણમાં પણ અંકુરા ઉત્પન્ન કરવાની જેમ મૂર્ખ શિષ્યોને પણ પંડિત બનાવી દે છે. સૂત્રોમાં ભાવાચાર્યને શ્રી જિનેશ્વર સમાન કહ્યા છે અને તેમની આજ્ઞાનું શ્રી જિનની આજ્ઞાની જેમ પાલન કરવાનું ફ૨માન કર્યું છે. ભાવાચાર્યોની આજ્ઞા વિના વિદ્યા કે મંત્ર ફળતાં નથી, પણ તે જ વિદ્યા અને મંત્ર તેમની આજ્ઞાથી તત્કાળ ફળે છે. ધર્મોપદેશ આપવામાં જેઓ નિરંતર ઉઘત રહે છે તથા સૂરિ, ગણધર, ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ so Page #103 -------------------------------------------------------------------------- ________________ ગણી, ગચ્છાધારી, અકૂચાન, પ્રવચનધર, ભટ્ટારક, ભગવાન, મહામુનિ, સદ્ગુરુ, કૃતધર આદિ દિવ્ય નામોને ધારણ કરે છે. તેવા આચાર્યોને કરેલો નમસ્કાર પણ શ્રી અરિહંત અને શ્રી સિદ્ધ પરમાત્માને કરેલા નમસ્કારની જેમ અચિન્હ ફળને આપનારો થાય છે. શ્રી આચાર્યનમસ્કારનું વર્ણન કરતાં શ્રી નિયુક્તિકાર ભગવાન ફરમાવે છે કે - आयरियनमुक्कारो, जीवं मोयेइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥ आयरियनमुक्कारो, धन्नाणं भवक्वयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥२॥ आयरियनमुक्कारो एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्षणं कीरइ बहुसो ॥३॥ आयरियनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पटमं हवइ मंगलं ॥४॥ શ્રી આચાર્યભગવંતોને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી છોડાવે છે અને ભાવપૂર્વક કરાતો તે બોધિના લાભને માટે થાય છે. ૧. આચાર્ય નમસ્કાર ધન્ય પુરુષોને ભવનો ક્ષય કરાવનાર થાય છે તથા હૃદયમાં અનુધ્યાન કરાતો તે ચિત્તના વિસ્ત્રોતસિકાગમનનો નિવારનાર થાય છે. ૨. આચાર્યનમસ્કાર એ રીતે મહાઅર્થવાળો માનેલો છે કે જે મરણાવસર પ્રાપ્ત થવા છતાં નિરન્તર અને વારંવાર કરાય છે. ૩. આચાર્યનમસ્કાર એ સર્વ પાપનો પ્રણાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. શ્રી ઉપાધ્યાય ભગવંતો ઉપાધ્યાયનું નામ “યુવાવ' અથવા “૩ાા પણ છે. જેની સમીપે શિષ્યો દ્વાદશાંગ સૂત્રોનું અધ્યયન કરે તે ઉપાધ્યાય છે. દ્વાદશાંગ સ્વાધ્યાયકરણમાં ઉપયુક્ત, પાપનું પરિવર્જન કરનાર, ધ્યાનના ઉપયોગમાં તલ્લીન અને કર્મનો વિનાશ કરવામાં ઉદ્યમી ‘કહેવાય છે. “૩ાા ' શબ્દ પણ ઉપયોકરણમાં તથા ધ્યાનના નિર્દેશમાં વપરાયેલો છે. અર્થાતુ-શ્રી ઉપાધ્યાયભગવન્તો સદા ઉપયોગી અને નિરન્તર ધ્યાની હોય છે. એ જ રીતે શ્રી ઉપાધ્યાયભગવન્તો આચાર્યપદને યોગ્ય હોય છે, ગુરુના સઘળા ગુણોએ કરીને શોભતા હોય છે અને અગિયાર અંગ તથા બાર ઉપાંગનું અધ્યયનાદિ તથા ચરણસિત્તરી અને કરણસિત્તરીનું પાલનાદિ કરનાર હોવાથી સદાય પચીસ ગુણોએ કરીને યુક્ત હોય છે. ઉપાધ્યાય, વાચક, પાઠક, અધ્યાપક, શ્રુતવૃદ્ધ, શિક્ષક, સ્થવિર, અપ્રમાદી, સદા નિર્વિષાદી, અદ્ધયાનંદી, આદિ ઉત્તમ નામોને ધારણ કરનારા, નિરન્તર શ્રી જિનાજ્ઞાના પ્રતિપાલક તથા અગણ્ય ગુણોથી વિભૂષિત હોય છે. એવા પૂજ્ય શ્રી ઉપાધ્યાય ભગવંતોને કરેલો નમસ્કાર, હૃયના દુર્ગાનાદિને દૂર કરી નાખે છે અને સર્વ મનોવાંછિત સુખોને મેળવી આપે છે. શ્રી ઉપાધ્યાયનમસ્કાર સંબંધમાં નિર્યુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહસ્વામીજી મહારાજ ફરમાવે છે કેउवज्झायनमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो, होई पुणो बोहिलाभाए ॥१॥ उवज्झायनमुक्कारो, धन्नाणं भवक्वयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥२॥ उवझायनमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणम्मि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ॥३॥ उज्झायनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥ ઉપાધ્યાય નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવે છે અને ભાવપૂર્વક કરાતો તે બોધિલાભને માટે થાય છે. ૧. ઉપાધ્યાયનમસ્કાર ધન્ય પુરુષોને ભવક્ષયને માટે થાય છે તથા દયમાં અનુસ્મરણ કરાતો તે અપધ્યાનને નિવારનારો થાય છે. ૨. આ ઉપાધ્યાયનમસ્કાર મહાર્થવાળો છે એમ વર્ણવાયેલ છે તથા જે મરણ પ્રાપ્ત થયા છતાં નિરન્તર અને વારંવાર કરાય છે. ૪. ઉપાધ્યાયનમસ્કાર સર્વ પાપનો વિનાશ કરનાર છે. અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. ૪ નમસ્કારની વસ્તુ ૬૧ Page #104 -------------------------------------------------------------------------- ________________ શ્રી સાધુ-ભગવન્તો નિર્વાણ સાધક યોગને સાધનારા હોવાથી અને સર્વ પ્રાણીઓને વિષે આત્મ સમાન બુદ્ધિને ધારણ કરનારા હોવાથી સાધુભગવન્તો ભાવસાધુઓ કહેવાય છે. તેઓ વિષયસુખથી નિવર્સેલા હોય છે. વિશુદ્ધ ચારિત્ર અને નિયમોને ધારણ કરનારા હોય છે, તાત્ત્વિક ગુણોને સિદ્ધ કરનારા હોય છે તથા અન્ય મુક્તિસાધક પુરુષોને તેમની સાધનામાં સહાય કરનારા હોય છે. લોકસંજ્ઞાનો ત્યાગ કરનારા, ક્ષમાદિ દશ પ્રકારના ધર્મને ધારણ કરનારા તથા લાભાલાભ, માનાપમાન અને કાંચન-લોષ્ઠને સમાન ગણનારા હોય છે. ગુરુ આજ્ઞામાં તત્પર, પ્રાયશ્ચિત્તાદિ જલવડે પાપમલનું ગાલન કરનાર, નિરંતર શુદ્ધ સ્વાધ્યાયકરણમાં તલ્લીન અને ભ્રમરપરે ગોચરચર્યામાં ઉદ્યક્ત શ્રી સાધુ ભગવંતો એ જંગમ તીર્થ છે. શ્રી સાધુ-ભગવંતો સંબંધમાં શાસ્ત્રવેત્તા પરમોપકારી ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ શ્રી પંચપરમેષ્ઠિગીતામાં ફરમાવે છે કે કલેશનાશિની દેશના, દેત ગણે ન પ્રયાસ, અસંદીન જિમ દ્વીપ, તથા ભવિજન આશ્વાસ; તરણ તારણ કજ્ઞાપર, જંગમ તીરથ સાર, ધન ધન સાધુ સુલંકર, ગુણ-મહિમા ભંડાર. ૧ નિરન્તર ધર્મોપદેશ આપવામાં જેઓ પ્રયાસને ગણતા નથી તથા ભવ્ય આત્માઓને આશ્વાસન લેવા માટે જેઓ સ્થિર દ્વીપની ગરજ સારે છે, સ્વયં તરે છે અને અન્યને તારવામાં તત્પર છે એવા કિસ્સાથી ભરેલા સુખકર સાધુપુરુષો નિરન્તર કસ્સામાં તત્પર હોવાથી અને ગુણો તથા મહિમાના ભંડાર હોવાથી જંગમ તીર્થ તુલ્ય છે અને જગતમાં વારંવાર ધન્યવાદને પાત્ર છે. એ સાધુ-ભગવંતોનાં અનેક પવિત્ર નામો છે. તેમાંના કેટલાંક અતિ પ્રસિદ્ધ છે અને કેટલાંક અપ્રસિદ્ધ છે જેમકે-મુનિ, ભિક્ષુ, સંન્યાસી, નિર્ગથ, શાન્ત, દાન્ત, ક્ષાન્ત, મહાવ્રતધર, અણગાર, યોગી, તત્ત્વજ્ઞ, વાચંયમ, ઋષિ, દીક્ષિત, અકિંચન, શ્રમણ-એ પ્રસિદ્ધ નામો છે. સર્વસહ, સમતામય, નિષ્પતિકર્મ શરીર, ગુખેન્દ્રિય, આત્મઉપાસી, મુક્ત, માહણ, મહાત્મા, અવધૂત, શુદ્ધલેશી, અશરણશરણ, અધ્યાત્મધામ, ઊર્ધ્વરેતા, અનુભવી, તારક, મહાશય, ભદંત, મોહજયી, ગોખા, પંડિત, વિચક્ષણ, ઇત્યાદિ અપ્રસિદ્ધ નામો છે. એ જાતિનાં માંગલિક નામોને ધારણ કરનારા તથા નિષ્કલંકિત જીવનને જીવનારા ગુણસમુદ્ર સાધુ-ભગવંતોને નમસ્કાર પણ આચાર્ય ભગવંતો તથા ઉપાધ્યાયભગવંતોને કરેલા નમસ્કારના સમાન ફળને આપનારો થાય છે. એ જ વાતને જણાવતાં નિયુક્તિકાર ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજ ફરમાવે છે કેसाहूण नमुक्कारो, जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो, होइ पुणो बोहिलाभाए ॥१॥ साहूण नमुक्कारो, धन्नाणं भवक्खयं कुणंताणं । हिअयं अणुम्मुयंतो, विसोत्तियावारओ होइ ॥२॥ साहूण नमुक्कारो, एस खलु वन्निओ महत्थोत्ति । जो मरणंमि उवग्गे, अभिक्खणं कीरइ बहुसो ॥३॥ साहूण नमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं ॥४॥ ભાવસાહિત કરાયેલો સાધુનમસ્કાર જીવને હજારો ભવથી મુક્ત કરાવે છે અને બોધિલાભ માટે થાય છે. ૧. સાધુ નમસ્કાર ધન્ય આત્માઓના ભવનો ક્ષય કરે છે તથા હૃયમાં રહેલો તે વિસ્ત્રોતસિકાનું હરણ કરે છે. ૨. આ સાધુનમસ્કાર મહાર્થવાળો છે- એમ શાસ્ત્રમાં વર્ણવાયેલ છે અને મરણ વખતે તે નિરન્તર વારંવાર કરાય છે. ૩. સાધુનમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરનાર છે તથા સર્વ મંગળોમાં પ્રથમ મંગળ છે. ૪ C મહામંત્રાધિરાજ Page #105 -------------------------------------------------------------------------- ________________ ૦ નમસ્કારનું પ્રયોજન અને ફળ representen કર્મનો ક્ષય અને મંગળનું આગમન એ નમસ્કારનું પ્રયોજન છે. નમસ્કારનું ફળ બે પ્રકારનું છે ઃ આ લોક સંબંધી અને પરલોક સંબંધી. આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ તથા પરલોકમાં સિદ્ધિ, સ્વર્ગ, ઉત્તમ કુળ અને જિનપ્રણિત ધર્મની પ્રાપ્તિ વગેરે ફળો છે. નમસ્કાર સંબંધી સતત ઉપયોગ અને ક્રિયાવડે કર્મક્ષયાદિ ગુણોનો લાભ થાય છે તે ‘અનન્તર-પ્રયોજન' છે અને તેના પરિણામે કાલાન્તરે યા જન્માંતરે અર્થકામાદિની યા સ્વર્ગમોક્ષાદિની પ્રાપ્તિ તે ‘પરમ્પર–પ્રયોજન’ છે. નમસ્કાર એ શ્રુત એટલે આગમરૂપ છે. શ્રુતોપયોગરૂપ આત્મપરિણામ, આત્મહિતપરિક્ષા અને ભાવસંવરાદિ બહુ પ્રકા૨ના લાભવાળો છે, તેથી શ્રુતાત્મક નમસ્કારના ઉપયોગથી કર્મક્ષય થાય છે. તે રીતે નમસ્કારના ઉપયોગથી પ્રતિસમય કર્મનો ક્ષય થતો હોવાથી તેને સર્વ કાર્યોમાં મંગળરૂપ તથા વિઘ્નવિનાશના અપ્રતિમ કારણ તરીકે માનેલ છે. પ્રશ્ન:- કોપ-પ્રસાદરહિત શ્રી જિન અને શ્રી સિદ્ધ એ પૂજાનું ફળ આપનારા નથી કારણ કે જેઓ પૂજાનું ફળ આપનારા છે તેઓ હંમેશાં રાજા વગેરેની જેમ કોપ-પ્રસાદ સહિત જ દેખાય છે. ઉત્તરઃ- શ્રી જિનો અને શ્રી સિદ્ધો પૂજાનું ફળ આપે છે એવું અમે કહેતા જ નથી. સર્વ જીવોને સ્વર્ગનરકાદિ કે સુખદુઃખાદિક ફળ સ્વકૃત પુણ્ય-પાપના બળે જ થાય છે. પુણ્ય-પાપ યાને ધર્મ-અધર્મ એ અપેક્ષાએ જ્ઞાનાદિકની જેમ આત્માના ગુણો હોવાથી કોઈને આપી શકાય કે કોઈની પાસેથી લઈ શકાય એવા નથી. આત્મગુણો પણ જો આપી કે લઈ શકાતા હોય તો કૃતનાશ, અકૃતાગમ, સાંકર્ય, એકત્વાદિ અનેક દોષો આવીને ઊભા રહે. એ કારણે નમસ્કારનું મુખ્ય ફળ અવ્યાબાધ-સુખરૂપ મોક્ષ છે અને સ્વર્ગાદિ ફળ એ આનુષંગિક ફળ છે. તેમાં મોક્ષરૂપ મુખ્ય ફળ ચૈતન્યાદિ ભાવોની જેમ આત્મપર્યાયરૂપ હોવાથી કોઈને પણ આપી શકાય કે કોઈની પાસેથી પણ લઈ શકાય તેમ નથી. પ્રશ્ન :- મુખ્ય ફળરૂપ મોક્ષ ભલે આત્મપર્યાય હોવાથી આપી કે લઈ શકાય નહિ, કિન્તુ સુંદ૨ ભક્તપાનાદિ યા મનોહર અર્થકામાદિ તો બીજાને આપી શકાય કે લઈ શકાય તેવા છે તો તેને શ્રી જિનો અને શ્રી સિદ્ધો કેવી રીતે આપે છે ? ઉત્તર:-અર્થકામાદિ કે ભક્તપાનાદિ બીજાને આપી શકાય તેવા છે, પણ પૂજાનો પ્રયત્ન ભક્તપાનાદિ માટે હોતો નથી કિન્તુ મોક્ષ માટે જ હોય છે. અથવા ભક્ત પાનાદિ પણ સ્વકૃત કર્મના ઉદયથી જ પ્રાપ્ત થાય છે. બીજા દાતા તો તેમાં નિમિત્તમાત્ર છે. નિશ્ચયથી કોઈનો કોઈ દાતા પણ નથી અપહર્તા પણ નથી. સુખદુઃખાદિનો અંતરંગ હેતુ કર્મ જ છે. શરીર એ બાહ્ય હેતુ છે. શબ્દાદિ વિષયો, એથી પણ વધારે બાહ્ય હેતુઓ છે અને તેને આપના૨-લેનાર દાતા-અપહર્તાદિ તો અતિશય બાહ્યતર હેતુઓ છે. માટે નિશ્ચયથી કર્મ સિવાય સુખદુઃખનો દાતાર અન્ય કોઈ જ નથી. શ૨ી૨, વિષયો અને તેના આપનાર-લેનાર સુખદુઃખનાં નિમિત્તો કર્મના લીધે જ વ્યવહાર માત્રથી માનેલાં છે, તો પછી રાગદ્વેષરહિત શ્રી સિદ્ધાત્માઓ નમસ્કારના ફળને આપનારા છે એમ કહી જ કેમ શકાય ? પ્રશ્ન :- જો સર્વ શુભાશુભ ફળ સ્વકૃત-કર્મજનિત જ છે તો દાન-અપહરણાદિનું ફળ દાતા-હર્તાને થવું ન જોઈએ ? ઉત્તર ઃ- કર્મ સ્વકૃત છે, તેથી તેનું ફળ દાતા-હર્તાને ધટે છે. દાનાદિ સમયે પરાનુગ્રહ પરિણામ તથા નમસ્કારનું પ્રયોજન અને ફળ ૬૩ Page #106 -------------------------------------------------------------------------- ________________ હરણાદિ વખતે પરોપઘાતાદિ પરિણામ જ પુણ્ય-પાપનાં કારણ બને છે. તે પુણ્ય-પાપ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખે છે, કિન્તુ બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને પણ રહે છે તો આત્મામાં અને કાળાન્તરે બાહ્ય નિમિત્તની અપેક્ષા રાખીને જ શુભાશુભ ફળને આપે છે તેથી તે ફળ પરકૃત કહેવાય છે. વસ્તુતઃ સ્વકૃત-કર્મ સિવાય બીજથી તે પ્રાપ્ત થતું નથી. વળી જો તે ફળ બીજાથી પ્રાપ્ત થવા યોગ્ય છે એમ માનીએ તો જેણે ગ્રહણ અથવા હરણ કર્યું તે મોક્ષ અથવા કુગતિ પામે તે વખતે તે ફળ કોનાથી પ્રાપ્ત થાય? અર્થાત-કૃતના દોષ આવીને ઊભો રહે. જેને જે આપ્યું હોય તેણે તે આપવું જોઈએ અને જેનું હરણ કરાયું હોય તેનું તે હરણ કરે એ માન્યતા અયુક્ત છે. એમ માનવાથી દાનાદિ નહિ આપનાર સાધુને જન્માન્તરમાં ભૂખ્યા રહેવું પડે અને પોતાને જ જે ભૂખ્યા રહેવું પડે તો પૂર્વ જન્મમાં આપનાર દાતાને તો ક્યાંથી જ આપી શકે? એ જ રીતે પૂર્વ જન્મમાં કોઈનું ધનાદિ હરણ કરીને વર્તમાન જન્મમાં નિધન થયેલ આત્મા ધનરહિત હોવાથી પૂર્વભવના ધનવાન વડે તેની પાસેથી ધનનું હરણ શી રીતે કરાશે? પ્રશ્ન:- અન્ય અન્ય જન્મોનાં દાન-હરણાદિથી બધું ઘટી જશે? ઉત્તર :- એમ કહેવું પણ અઘટિત છે એમ માનવાથી અનવસ્થા (અપ્રામાણિક અનંત દાન-હરણાદિની કલ્પના) તથા સ્વર્ગમુક્તિ આદિ ફળોનો અભાવ પ્રાપ્ત થશે. વસ્તુતઃ દાન દેનાર કે હરણ કરનાર આત્મા પોતાના અનુગ્રહ-ઉપઘાતરૂપ પરિણામથી જ સ્વયં ફળ પામે છે, તેમ અહીં પણ શ્રી સિદ્ધો અને શ્રી જિનોની પૂજાનું ફળ પૂજકના પોતાના પરિણામથી જ સ્વયં પ્રાપ્ત થાય છે. શ્રી જિને નમસ્કાર અને શ્રી જિન પૂજા-પરિણામની વિશુદ્ધિનો હેતુ હોવાથી દાનાદિ, ધર્મોની પેઠે નિરન્તર કરવા યોગ્ય છે અથવા તો શ્રી જિનનમસ્કાર અને પૂજા એ બંને મોક્ષમાર્ગના પ્રભાવક હોવાથી ધર્મકથનની માફક હંમેશાં કરવા યોગ્ય છે. કોપ-પ્રસાદરહિત વસ્તુ ફળપ્રદ થતી નથી એમ કહેવું એ પણ સત્ય નથી. અન્નપાનાદિ વસ્તુ કોપ-પ્રસાદરહિત હોવા છતાં પણ ફળદાયી પ્રત્યક્ષપણે જણાય છે. અમૃત-વિષ, કનક-પાષાણ, મણિ-કાચ આદિ વસ્તુઓ કોપાદિરહિત છે, છતાં અનુગ્રહ અને ઉપઘાત માટે થાય છે. પ્રશ્ન:- કોપ વગેરે હરણ – પ્રદાનાદિન નિમિત્ત છે કે નહિ? ઉત્તર :- નિમિત્ત હોવા છતાં તે બાહ્ય કારણ છે. અંતરંગ કારણ તો સ્વકૃત કર્મ-પુણ્ય-પાપ સિવાય બીજું કોઈ નથી. રાજા આદિનો કોપ અને પ્રસન્નતા એ સ્વકૃત પુણ્યપાપનું જ ફળ છે. કારણ કે-કોપયુક્ત બનેલો કે પ્રસાદવાન બનેલો રાજા પણ સર્વ લોકોને સમાન ફળ આપનારો થતો નથી, પણ વિષમ ફળ આપનારો થાય છે અગર નિષ્ફળ પણ જાય છે. એ જ કારણે શ્રી અરિહંતાદિનો નમસ્કાર કે અરિહંતાદિની પૂજાનો આરંભ કોઈને પ્રસન્ન કરવા માટે નથી, કિન્તુ પૂજકના જ ચિત્તની પ્રસન્નતા માટે છે. બીજા પ્રસન્ન થાય એટલે ધર્મ થાય અને બીજા કુપિત થાય એટલે અધર્મ થાય એવો નિયમ નથી. ધર્માધર્મ જીવના શુભાશુભ પરિણામને અનુસરવાવાળા છે. શ્રી અરિહંતાદિ આલંબનો શુભ પરિણામના જનક છે. શુભ પરિણામથી ધર્મ થાય છે અને ધર્મથી ભક્તપાન અર્થકામ, સ્વર્ગઅપવર્ગાદિ ફળની પ્રાપ્તિ થાય છે. પ્રશ્ન :- ધમધર્મ બીજાની પ્રસન્નતા કે કોપને અનુસરનારા નથી એ વાત જો સત્ય ન હોય તો લોકમાં બીજાની પ્રસન્નતાદિ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવામાં આવે છે તે કેમ બને ? ઉત્તર :- લોકમાં સુખી થવા માટે બીજાની પ્રસન્નતાદિ પર આધાર રાખવામાં આવે છે પરન્તુ તે અનેકાન્તિક છે. એટલું જ નહિ, કિન્તુ સ્વકૃત પુણ્ય-પાપને અનુસાર જ ફળ દેનાર બને છે. એમ ન માનવામાં રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ first આ જ Page #107 -------------------------------------------------------------------------- ________________ આવે અને પરના કોપ-પ્રસાદાદિ ઉપર જ ધર્માધર્મ માની લેવામાં આવે તો રાગદ્વેષરહિત મુનિની સ્તુતિ આદિ કરવાથી પુણ્યાત્માને ધર્મ નહીં થાય અને આક્રોશાદિ કરવાથી દુષ્ટાત્માને અધર્મ નહિ થાય કારણ કે રાગ દ્વેષરહિત મુનિને સ્તુતિ સાંભળવાથી પ્રસન્નતા કે આક્રોશ સાંભળવાથી કોપ થતો નથી. વળી હિંસા, જૂઠ, ચોરી, પરદાર ગમનાદિ કાર્યોનું કોઈ ચિત્તમાં જ ચિંતવન કરે, તો તેનું પણ તેને ખરાબ ફળ મળવું જોઈએ નહિ. એ જ રીતે દયા દાન, બ્રહ્મચર્યાદિ ધર્મ કરવાની ઈચ્છા મનમાં થાય તેને શુભ ફળ પણ મળવું જોઈએ નહિ. કારણકે શુભ અગર અશુભ કાર્યનું ચિત્તમાં ચિત્તવન કરવા માત્રથી જે જે વ્યક્તિ વિષયક શુભ યા અશુભ ચિત્તવન થયું હોય છે, તે તે વ્યક્તિને કોપ યા પ્રસાદ થવાનો પ્રસંગ બનતો નથી. પરન્તુ હિંસાદિ ચિત્તવનારને અધર્મ અને દયાદિ ચિત્તવનારને ધર્મ થાય છે જ, માટે પરપ્રસાદ અને પરકોપથી જ ધર્માધર્મ થાય છે. એમ માનવું અઘટિત છે. કિન્તુ સ્વપ્રસાદ અને સ્વકોપથી જ ધમધર્મ થાય છે એમ માનવું એ યુક્ત છે. એમ નહિ માનવાથી એક ત્રીજે દોષ આવે છે. પરપ્રસાદ કે પરકોપથી જ જે ધર્મધર્મ થતા હોય તો દયા, દાન, બ્રહ્મચર્યાદિ ધર્મકૃત્ય કરનાર ઉપર પણ અનાર્ય અને દુર્જન આત્માઓ કોપયુક્ત રહે છે, તેથી તેઓનો ધર્મ નિષ્ફળ જવો જોઈએ એ જ રીતે હિંસા, જૂઠ, ચોરી આદિ અધર્મ કાર્યોને આચરનારાઓને જોઈને પણ તેવા પ્રકારના આત્માઓ આનન્દ પામે છે, તો તેવાઓના આનન્દથી તેમને અધર્મ નહિ થવો જોઈએ કિન્તુ ધર્મ થવો જોઈએ. એટલું જ નહિ પરતુ પરના કોપથી અધર્મ થતો હોય તો મોક્ષે ગયેલા આત્માઓનું પણ કોઈના કોપથી પતન થવું જોઈએ અને એમ થાય તો અકૃતાગમ અને કૃતનાશાદિ અસાધારણ દોષો આવીને ઊભા રહે. એ બધાં કારણોનો વિચાર કરતાં, ધર્માત્માએ એક સ્વપ્રસાદ માટે જ પ્રયત્ન કરવો જોઈએ. તે સ્વપ્રસાદ શ્રી જિન અને શ્રી સિદ્ધોની પૂજાથી અવશ્ય પ્રાપ્ત થાય છે. સ્વપ્રસાદનું ફળ અપ્રમેય છે, તેથી તે મેળવવા માટે શ્રી અરિહંતાદિની પૂજાનો પ્રયત્ન પરમ આવશ્યક છે. પ્રશ્ન:- શ્રી અરિહંત પરમાત્માઓ અને શ્રી સિદ્ધ પરમાત્માઓ તો વીતરાગ અને કૃતાર્થ હોવાથી તેમની પૂજા વાજબી છે, પરન્તુ શેષ આચાર્યાદિ ત્રણ તો રાગ-દ્વેષ-સહિત અને અકૃતાર્થ છે, તેથી તેમની પૂજા કે તેમને કરેલો નમસ્કાર સ્વપ્રસાદ યા મોક્ષને માટે કેવી રીતે થાય ? ધનનો અર્થી નિર્ધનની સેવા કરે તે કેમ ફળે? ઉત્તરઃ- વીતરાગ જેમ રાગ-દ્વેષરહિત છે, તેમ આચાર્યાદિ પણ વિદ્યમાન કષાયોનો નિગ્રહ કરનારા છે; તેથી તેઓ પણ વીતરાગની સમાન છે. વીતરાગ જેમ કૃતાર્થ છે તેમ આચાર્યાદિ પણ ઘણા અંશે કૃતકૃત્ય થયેલા છે, તેથી તેમની પૂજા પણ વીતરાગની પૂજાની જેમ ચિત્તની પ્રસન્નતાનું કારણ છે. વળી પૂજાનો આરંભ બીજાના ઉપકાર માટે નથી અને બીજાના ઉપકારથી પૂજાનું ફળ મળતું નથી. માત્ર સ્વપ્રસાદથી ફળ મળે છે અને આચાર્યાદિ કિંચિત્ અકૃતાર્થ છતાં સ્વપ્રસાદ એટલે સ્વપરિણામની વિશુદ્ધિ માટે થાય છે તેથી તેઓ પણ વીતરાગની જેમ પૂજ્ય છે. પ્રશ્ન:-પૂજ્ય ઉપર ઉપકારનો અભાવ છતાં પૂજ્યની પૂજા ફળદાયી કેમ? ઉત્તર - પૂજ્ય ઉપર ઉપકારનો અભાવ છતાં શ્રી જિનાદિકની પૂજા બ્રહ્મચર્યાદિકની જેમ શુભ ક્રિયા અને શુભ પરિણામની વૃદ્ધિનો હેતુ છે તેથી તે ફળદાયી છે. પર-દ્ભયગત મૈત્રી તદ્વિષયક જીવોને શું ઉપકાર કરે છે? અને દૂરસ્થ આત્માને અંગે થયેલો હિંસાદિકનો સંકલ્પ દૂર રહેલા આત્માને શું અપકાર કરે છે? અર્થાતુ કાંઈ જ નહિ, છતાં તે ઉપકાર અપકારરહિત મૈત્રી-હિંસાદિનો સંકલ્પ ધર્માધર્મનું કારણ બને જ છે. તેવી જ રીતે પૂજાદિનો સંકલ્પ પણ શ્રી જિનાદિને ઉપકાર કરનારો નહિ હોવા છતાં પણ ધર્મનું કારણ બને છે. પ્રશ્ન :- સાધુ આદિને દાન આપવામાં જે રીતે સ્વપર ઉભયને ઉપકાર થાય છે તે રીતનો ઉપકાર શ્રી જિનપૂજાદિકમાં થતો નથી, માટે શ્રી જિનપૂજા કરતાં સાધુ આદિના દાનથી અધિક ફળની પ્રાપ્તિ કેમ નહિ? AN નમસ્કારનું પ્રયોજન અને ફળ Page #108 -------------------------------------------------------------------------- ________________ ઉત્તર :- સાધુ આદિના દાનમાં પણ દાનકૃત ઉપકાર-અપકારથી ફળની પ્રાપ્તિ થતી નથી, કિન્તુ પરાનુગ્રહરૂપ સંકલ્પ માત્રથી જ દાતાને ફળની નિષ્પત્તિ થાય છે. અન્યથા સાધુ આદિએ ભોજન કર્યા બાદ અજીર્ણાદિ થવાથી મૃત્યુ આદિ થાય તેનો દોષ પણ દાતાને લાગવો જોઈએ. પૂજ્યવડે પૂજાનું ગ્રહણ થાય તો જ ધર્મ થાય એવો નિયમ નથી, પણ પૂજ્યની પૂજાથી થતી પરિણામવિશુદ્ધિથી ધર્મ થાય છે. પૂજાનું ગ્રહણ ન થાય તોપણ તે વિશુદ્ધિ અવશ્ય થાય છે. અથવા શ્રી જિનાદિકની કરેલી પૂજાનું ગ્રહણ પણ તેઓ કરે છે. કારણ કે સંપ્રદાન ત્રણ પ્રકારે થાય છે, તેથી ગ્રહણ પણ ત્રણ પ્રકારે થાય છે. જેમ કે-પ્રેરક, અનુમોદક અને અનિષેધક, ત્રણે જુદી જુદી અપેક્ષાએ દાનને ગ્રહણ કરનારા છે. માટે શ્રી જિનાદિક અનિષેધક હોવાથી તેમની પૂજાનું અગ્રહણ જ થાય છે એમ નથી. અથવા શ્રી જિનાદિકની પૂજાથી શ્રદ્ધા, સંવેગ અને પરિણામની વિશુદ્ધિ થતી હોય તો તે પૂજા પરિગૃહીત છે કે અપરિગૃહીત છે એ ચર્ચા જ અનાવશ્યક બની જાય છે. પ્રશ્ન:- શ્રી સિદ્ધાદિકની પૂજાનું ફળ હોઈ શકે નહિ; કારણ કે તેઓ અમૂર્ત છે ચક્ષુવડે જોઈ શકાતા નથી, તો પછી તેઓની પૂજા કેવી રીતે થઈ શકે? ઉત્તર :- શ્રી સિદ્ધપરમાત્માઓ મૂર્તિરહિત અમૂર્ત છે, તેથી તો વિશેષ કરીને પૂજ્ય છે. રત્નત્રયી અમૂર્ત છે છતાં મોક્ષમાર્ગ બની શકે છે. તેમ શ્રી સિદ્ધપરમાત્માઓનું પૂજન પણ આત્માને પરમ ઉપકારક છે. મૂર્તિમાનની મૂર્તિ પૂજાતી નથી. કિન્તુ તેના અમૂર્ત ગુણો જ પૂજાય છે. શ્રી સિદ્ધભગવંતોના ગુણો તો વિશેષ કરીને અમૂર્ત છે તેથી તેઓ વિશેષ પૂજ્ય છે. પ્રશ્ન :- મૂર્તિમાનના ગુણોની પૂજા તદ્ગુણસંબંધને લીધે મૂર્તિની પૂજાથી થઈ શકે છે. શ્રી સિદ્ધ પરમાત્માના ગુણોની પૂજા કેવી રીતે થાય કારણ કે તેઓ અમૂર્ત છે. ઉત્તર - પૂજા મૂર્તિ કે ગુણોને અંગે જે ફળ મળે છે તેમાં સ્વગત પરિણામની વિશુદ્ધિ સિવાય અન્ય કોઈ હેતુ નથી. બાહ્ય અરિહંતાદિ આલંબનના નિમિત્તથી સ્વલ્કયગત જે શુભ પરિણામ ઉત્પન્ન થાય છે, તે જ સર્વ ફળ આપે છે. તે પરિણામનો સંબંધ મૂર્તિ સાથે નથી પણ સ્વ-આત્મા સાથે છે, માટે મૂર્તામૂર્તિની ચિન્તા નિરર્થક છે. પ્રશ્ન:- શ્રી સિદ્ધ પરમાત્માઓ અતિશય દૂર હોવાના કારણે તેમની પૂજા કેવી રીતે ફળદાયી થઈ શકે? ઉત્તર :- જેમ દૂર રહેલા બંધુજનને સુખી અગર દુઃખી સાંભળીને આનન્દ અને શોકાદિ સંકલ્પથી દેહપુષ્ટિ અને દેહ દૌર્બલ્યાદિ ફળ થાય છે, તેવી રીતે દૂરસ્થ સિદ્ધાત્માઓ પણ વિશુદ્ધ પરિણામથી ધર્મ માટે અને અશુદ્ધ પરિણામથી અધર્મ માટે થાય છે. આલંબન દૂર હોય કે નજીક હોય, તેથી ફળમાં કાંઈ ભેદ પડતો નથી અથવા તગુણબહુમાનરૂપ શુભ પરિણામ આત્મસ્વભાવરૂપ હોવાથી નજીક છે અને તેનાથી અન્ય જે કાંઈ વસ્તુ છે તે અનાત્મરૂપ હોવાથી દૂર જ છે. પ્રશ્ન - જે સ્વપરિણામથી જ ધર્માધર્મ થાય છે તો પછી અરિહંતાદિ બાહ્ય આલંબનોની શી જરૂર છે? ઉત્તર :- તે શુભ પરિણામ બાહ્ય આલંબનથી જ થાય છે. શુભાશુભ પરિણામ એ ચિત્તનો ધર્મ છે, તેથી તે વિજ્ઞાનની પેઠે હંમેશાં બાહ્ય આલંબનોથી જ પ્રવર્તે છે. એ કારણે મોક્ષમાર્ગમાં બાહ્ય શુભ આલંબનો પરમ આવશ્યક છે. પ્રશ્ન- ગમે તેવા આલંબનથી પણ જેને શુભ પરિણામ થઈ શકતો હોય તેના માટે શુભાશભ આલંબનનો ભેદ પાડવાનું શું પ્રયોજન છે? ઉત્તર- જેમ આલંબનરહિત શુભ પરિણામ થતો નથી તેમ વિપરીત આલંબનથી પણ પ્રાયઃ શુભ પરિણામ થતો નથી, અન્યથા નીલાદિકનું શુક્લાદિરૂપ જ્ઞાન થવું જોઈએ. પ્રશ્ન- અજ્ઞાની અને નિઃશીલ આત્માને શુભ આલંબનરૂપ મુનિપણાથી પણ શુભ પરિમામ જણાતા નથી આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ ri vss Page #109 -------------------------------------------------------------------------- ________________ અને અશુભાલંબનરૂપ નાસ્તિકપણાથી પણ તેઓને શુભ પરિણામ થતા જણાય છે, તો પછી શુભાશુભ આલંબનનો વિચાર કરવાથી શું? ઉત્તર- અશુભ આલંબનથી શુભ પરિણામ અને શુભ આલંબનથી અશુભ પરિણામ કવચિત્ અને કોઈક જ આત્માને થનાર હોવાથી તેની અહીં ગણના નથી અથવા નિઃશીલ આત્માને અશુભ આલંબનથી થનારો શુભ પરિણામ, ઉન્મત્ત આત્માના પરિણામની જેમ શુભ પરિણામ જ નથી, કારણ કે - તે વિપર્યાસથી ગ્રસ્ત છે. પ્રશ્ન- મુનિવેશથી ઢંકાયેલા નિશીલ મુનિને દાન આપનાર દાતા સ્વર્ગાદિ ફળ પામે છે, તેવી રીતે કુલિંગીને દાન આપનાર દાતાને મુનિદાનનું ફળ કેમ ન મળે? ઉત્તર:- મુનિલિંગ એ ગુણોનું સ્થાન છે તેથી તે ગુણોથી રહિત હોય તોપણ ગુણરહિત જાણવામાં ન આવે ત્યાં સુધી પ્રતિમાની પેઠે પૂજ્ય છે. કુલિંગ તો દોષનું આશ્રયસ્થાન હોવાથી સ્થાનબુદ્ધિથી પણ તે પૂજવા યોગ્ય નથી. પ્રશ્ન- કુલિંગમાં પણ કેવળજ્ઞાન થાય છે તો તે દોષનું જ આશ્રયસ્થાન કેમ કહેવાય? ઉત્તર- કેવળજ્ઞાન ભાવલિંગથી થાય છે. કુલિંગથી થતું નથી. મુનિલિંગ તો ભાવલિંગની જેમ કેવળજ્ઞાનનું અંગ થાય છે માટે પૂજ્ય છે. આ બધાં કારણો પરિણામની વિશુદ્ધિના પ્રબળ હેતુ હોવાથી શુભાલંબનરૂપે શ્રી જિન તથા શ્રી સિદ્ધાદિકની પૂજા અને નમસ્કાર નિરંતર કરવા યોગ્ય છે. અથવા શ્રી જિનાદિકની પૂજા ભવ્યાત્માઓને બોધિબીજનું નિમિત્ત થાય છે-એ કારણે અવશ્ય આદરણીય છે. मंगलम् 'अर्हन्तो भगवन्त इन्द्रमहिताः सिद्धाश्च सिद्धिस्थिताः, आचार्या जिनशासनोन्नतिकराः पूज्या उपाध्यायकाः । श्री सिद्धान्तसुपाठका मुनिवरा रत्नत्रयाराधकाः, पञ्चैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु वो मङ्गलम् ॥१॥ ઈદ્રો વડે પૂજ્ય એવા અરિહંત ભગવંતો, સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધ ભગવંતો, જિન શાસનની ઉન્નતિ કરનારા પૂજ્ય આચાર્ય ભગવંતો, સિદ્ધાન્તને સારી રીતે ભણાવનારા ઉપાધ્યાય ભગવંતો અને રત્નત્રયને ધારણ કરનારા મુનિ મહંતો એ પાંચે પરમેષ્ઠીઓ પ્રતિદિન તમારું મંગળ કરો.૧ નમસ્કારનું પ્રયોજન અને ફળ આ ૨૭ વર્ષ ૬૭. Page #110 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારનું ઉપધાન નમસ્કાર અને નમસ્કાર્યનું સ્વરૂપ સર્વ દર્શનોમાં પોતપોતાના દર્શનના પ્રણેતા મહાપુરુષોને નમસ્કાર કરવાનું વિધાન પ્રદર્શિત કરવામાં આવ્યું છે અને તે માંગલિકનો હેતુ છે. અનુયાયીઓ તરફથી પણ તેનું શ્રદ્ધાપૂર્વક આચરણ કરવામાં આવે છે. નમસ્કાર એ મન-વચન-કાયાની પ્રશસ્ત અને અનુકૂળ પ્રવૃત્તિ છે અને તેથી “નમસ્કાર્ય” અને “નમસ્કાર કરનારી વચ્ચે રહેલ અંતર ક્રમશઃ ઓછું થવા પામે છે. પરિણામે નમસ્કાર કરનાર સ્વયં નમસ્કાર્ય સ્વરૂપ બની જાય છે. એ કારણે મંગલનો હેતુ અને સફલ નમસ્કાર તે જ હોઈ શકે કે જે શુદ્ધ સ્વરૂપવાળા નમસ્કાર્યને, શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે કરવામાં આવતો હોય. આથી એ સ્પષ્ટ થશે કે – આત્માની સંપૂર્ણ શુદ્ધ દશાને પામેલા અને પામવા માટે સતત પ્રયાસ કરનારા મહાપુરુષો જ નમસ્કાર્યનું સ્થાન લે તો જ તેમને કરેલો નમસ્કાર તેના કરનારને મંગલરૂપ અને સફળ થાય. એ દષ્ટિએ વિચારતાં શ્રી જિન શાસનમાં દર્શાવેલ પરમપદે સ્થિત પાંચ પરમેષ્ઠીઓને છોડીને બીજ કોઈને પણ કરેલો નમસ્કાર તેની જેમ ઐકાત્તિક અને આત્મત્તિક મંગલ અને કલ્યાણને આપનારો સંભવી શકે નહિ. ભાવથી નમન કોણ કરી શકે ? એ પાંચ પદોની વસ્તુઓ પ્રવાહથી શાશ્વત છે, તેથી તેને પ્રકાશિત કરનાર પાંચ પદો પણ શાશ્વત છે. એ પાંચ પરમેષ્ઠીને નમસ્કાર કરવાની યોગ્યતા પણ અતિશય લઘુકર્મી આત્માઓને જ પ્રાપ્ત થાય છે. થોડી પણ આત્મશુદ્ધિ જે આત્માઓની થવા પામી નથી તે આત્માઓ પરમશુદ્ધ આત્મદશાને પામેલાઓને ભાવથી નમન કરી શકે એ શી રીતે શક્ય છે? વન્દનાની મહત્તા નમસ્કાર એ નમસ્કાર્ય પ્રત્યે પ્રેમ અને ભક્તિનો સૂચક છે. “નનો શુi !' સૂત્રની વ્યાખ્યા કરતાં સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરિજી મહારાજ ફરમાવે છે કે धर्म प्रति मूलभूता वन्दना । વંદના એ ધર્મ તરફ આત્માને આગળ વધવાનું મૂળ છે. અર્થાતુ-શુદ્ધ સ્વરૂપવાનને વન્દના કરવાથી આત્મ-ક્ષેત્રમાં ધર્મબીજનું વપન થાય છે. અનુકૂળ સામગ્રીએ તેમાંથી ધર્મચિન્તાદિ રૂપ અંકુરાઓ, ઋતાભ્યાસ તથા સદાચરણરૂપી શાખા-પ્રશાખાઓ અને સ્વર્ગાપવર્ગની પ્રાપ્તિરૂપી ફૂલ અને ફળો પ્રગટ થાય છે. સર્વ પ્રધાન શ્રી નમસ્કાર વન્દનાનો બીજો પર્યાય નમસ્કાર છે અને એ પણ આશયશુદ્ધિપૂર્વક કરાતો હોય તો મહાન ફળને આપનારો થાય છે. એ કારણે “શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર-મંત્ર’ને શ્રી જિન શાસનમાં સર્વપ્રધાન સ્થાન આપવામાં આવ્યું છે. કેટલાકો તેને જૈન જનતાનો “ગુરુ મંત્ર' પણ કહે છે અને વાત સાચી છે. કારણ કે “નમસ્કાર મંત્રથી મોટો મંત્ર સમસ્ત શ્રી જિનપ્રવચનમાં બીજો કોઈ છે નહિ. તે સર્વ શાસ્ત્રોની આભ્યન્તર રહેલો છે, તે કારણે તેને નંદી આદિ સૂત્રોમાં પૃથક શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલો નથી. નિર્યુક્તિ અને વ્યાખ્યામાં પ્રથમ શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજે એ જ કારણે સર્વ પ્રથમ નિર્યુક્તિ શ્રી નમસ્કાર મહામંત્રની રચેલી છે અને તે પૂર્વે કે ત્યાર પછી કોઈપણ સૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં તે (નમસ્કારમંત્ર)ની જ વ્યાખ્યા સૌપ્રથમ કરવાની શિષ્ટ પ્રણાલિકા છે. S ૬૦ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ને Page #111 -------------------------------------------------------------------------- ________________ અમોઘ અવલંબના નમસ્કાર મંત્રની એક વિશિષ્ટતા એ પણ છે કે સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં તેનો સૂત્રપાઠ એક સરખો જ રહે છે. અર્થાતુ-સૂત્રથી પણ તેમાં ફેરફાર થતો નથી. તેથી જન્માંતરમાં જાતિસ્મરણાદિ જ્ઞાનની પ્રાપ્તિ માટે તેનું અવલંબન અમોઘ નીવડે છે. જ્ઞાતા-અજ્ઞાતા ઉભયને ઉપકારક એક અપેક્ષાએ બાર અંગ અને ચૌદ પૂર્વ કરતાં પણ શ્રી નમસ્કાર મંત્રનો મહિમા અધિક છે. કારણ કે-પ્રાણાન્ત આપત્તિ વખતે ચતુર્દશ પૂર્વધરોને પણ જે વખતે અન્ય શાસ્ત્રનું સ્મરણ અશક્ય બને છે, તે વખતે આરાધનામાં સહાયક થનાર માત્ર એક શ્રી નમસ્કારમંત્ર જ છે. સમર્થ ઋતધરોને પણ અંતિમ સમયે માત્ર નવકારમંત્ર જ સહાયક થાય છે, તો પછી અન્ય આત્માઓ માટે તો કહેવું જ શું? એ રીતે શ્રી નમસ્કાર મંત્ર શાસ્ત્રોના જ્ઞાતા અને અજ્ઞાતા ઉભયને એક સરખો ઉપકારક છે. ઉપધાનની આવશ્યકતા શ્રી નમસ્કાર મંત્ર, એ એક મહાશ્રુતસ્કન્ધ છે. કોઈપણ શ્રુતના અધ્યયનની યોગ્યતા કાલ-વિનયાદિ શ્રુતના આચારોને સાચવવાથી જ પ્રાપ્ત થાય છે. યોગ્યકાળે, વિનય બહુમાનપૂર્વક, ગુરુને ઓળખ્યા વગર, સૂત્ર, અર્થ અને તદુભયની શુદ્ધિપૂર્વક ભણાયેલું સૂત્ર હોય, તોપણ જો તેને યોગ્ય તપ- (ઉપધાનાદિ) વડે વહન કરવામાં ન આવે, તો તે સંપૂર્ણ ફળને આપનારું થતું નથી. એ કારણે શ્રુતચારનું સંપૂર્ણ પાલન કરવા માટે “નમસ્કાર મંત્ર'નાં ઉપધાન કરાવવામાં આવે છે. ઉપધાનનું વિધાન જેનાથી શ્રુતજ્ઞાનની પુષ્ટિ થાય તે ઉપધાન છે.” અથવા “ગુરુ સમીપે નવકારાદિ સૂત્રોને ધારણ કરવાની ક્રિયા તે ઉપધાન છે.” એ ઉપધાન કર્યા સિવાય “નમસ્કાર મંત્ર'નું પઠન અવિધિપૂર્વકનું છે. શ્રાવકોએ સઘળાં સૂત્રોને ઉપધાનતપનું આરાધન કરવાપૂર્વક ભણવા જોઈએ. એ સંબંધી શ્રી મહાનિશીથ સૂત્રમાં ઘણો ભાર મૂકવામાં આવ્યો છે. જેમ સાધુઓને યોગોદ્વહન વિના સિદ્ધાન્તોનું વાચન અને પઠન આદિ નિષિદ્ધ છે. તેમ શ્રાવકોને ઉપધાનતપ વિના નમસ્કારાદિ સૂત્રોનું ભણવું-ગણવું પણ નિષિદ્ધ છે. શ્રી મહાનિશીથ સૂત્રમાં ફરમાવ્યું છે કે " से भयवं सुदुक्करं पंचमंगलमहासुअखंधस्स विणओवहाणं पन्नत्तं, एसा निअंतणा कहं बालेहिं किज्जइ ? । गो० । जेणं केणइ न इच्छेज्जा एवं नियंतणं, अविणओवहाणेणं पंचमंगलसुअनाणमहिज्जइ, अज्झावेइ वा, अज्झावयमाणस्स वा अणुन्नं पयाइ, से णं न भवेज्जा पिअधम्मे, न हवेज्जा दढधम्मे, न हवेज्जा भत्तिजुए, हीलिज्जा सुत्तं, हीलिज्जा अत्यं, हीलिज्जा सुत्तत्थोभए, हीलिज्ना गुरुं जेणं हीलिज्जा सुत्तं, से णं आसाएज्जा अतीताणागयवट्टमाणे तित्थयरे, आसाएज्जा आयरिअ-उवज्झायसाहुणो, जेणं आसाएज्जा सुअनाणमरिहंतसिद्धसाहू तस्स णं अणंतसंसारिसागरमाहिंडेमाणस्स तासु तासु संवुडविअडासु चुलसीइलकखपरिसंकडासु सीओसिणमिस्सजोणिसु सुइरं निअंतणा इति । " પ્રશ્ન:- હે ભગવન્! શ્રી પંચમંગલ-મહાશ્રુતસ્કન્ધનું વિનયોપધાન (ઉપધાનતપ) અત્યંત દુષ્કર કહ્યું છે. બાલ આત્માઓ આ નિયંત્રણાને કેવી રીતે ઉઠાવી શકે? ઉત્તર:- હે ગૌતમ! જે કોઈ આત્મા આ નિયંત્રણાને ન ઈચ્છે, અવિનયોપધાન વડે (ઉપધાન તપ કર્યા વિના) શ્રી પંચમંગલ શ્રુતજ્ઞાનને ભણે, ભણાવે કે ભણતાને અનુમોદન આપે, તે પ્રિયધર્મ નથી, દઢધર્મ નથી, ભક્તિયુક્ત નથી, સૂત્રની હીલના કરનારો છે, અર્થની હીલના કરનારો છે, સૂત્ર-અર્થ-તદુભયની હલના કરનારો છે, ગુરુની હીલના કરનારો છે. સૂત્ર, અર્થ યાવત્ ગુરુની હીલના કરનારો આત્મા અતીત, અનાગત અને વર્તમાન તીર્થકરોની આશાતના કરનારો છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓની આશાતના કરનારો છે, પN શ્રી નવકારનું ઉપધાન ૬૯ IN Page #112 -------------------------------------------------------------------------- ________________ શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ અને સાધુની આશાતના કરનારો છે. અનન્ત સંસારસાગરમાં પરિભ્રમણ કરતાં તે આત્માને સંવૃત, વિવૃત, પરિસંવૃત, શીત, ઉષ્ણ, મિશ્ર ઈત્યાદિ ચોરાસી લાખ યોનિઓને વિષે દીર્ઘકાળ સુધી નિયંત્રણા સહન કરવી પડે છે.' ઉપધાનને નહિ માનનાર આજ્ઞા વિરાધક ઉપધાન વહન કર્યા પહેલાં નમસ્કારાદિ સૂત્રોનું જેઓએ અધ્યયન કરી લીધું છે, તેઓએ પણ તેવા પ્રકારનો યોગ પ્રાપ્ત કરીને ઉપધાન વહન કરી લેવાં જોઈએ. સાંપ્રત કાળમાં અશઠ પૂર્વાચાર્યોની આચરણાથી (કે જે શ્રી જિનની આજ્ઞાસમાન છે) દ્રવ્ય-ક્ષેત્ર-કાલાદિની અપેક્ષાએ લાભાલાભનો વિચાર કરીને ઉપધાનતપ વિના પણ શ્રી નમસ્કારાદિ સૂત્રોનું અધ્યયન કરાવવામાં આવે છે, તોપણ જેઓ ઉપધાન તપની શ્રદ્ધાને ધારણ કરતા નથી તથા છતી શક્તિએ પણ યોગ મળે ત્યારે તેને આચરવાની રુચિ ધરાવતા નથી, તેઓને શ્રી જિનાજ્ઞાના વિરાધક માનેલા છે. જીવનનો એક અપૂર્વ લહાવો ઉપધાનતપ વહન કરવાથી શ્રી જિનાજ્ઞાનું પ્રતિપાલન કરવાનો મહાન લાભ મળે છે એટલું જ નહિ, પરંતુ બીજ પણ અનેક પ્રકારના લાભો થાય છે. મુક્તિના ઈરાદે અથવા શ્રી જિનાજ્ઞાનું પાલન કરવાના વિશુદ્ધ ઈરાદે આરાધન કરનારાઓને એ લાભો અનુભવસિદ્ધ છે. ઉપધાનના દિવસોમાં સતત તપવડે ચીકણાં પણ કર્મોનું શોષણ થાય છે, અસારભૂત શરીરમાંથી અમૂલ્યસાર ગ્રહણ થાય છે. શ્રુતની અપૂર્વ ભક્તિ થાય છે, દરરોજ પોસહ કરવાનો હોવાથી મુનિપણાની તુલના થાય છે, ઈન્દ્રિયોનો નિરોધ થાય છે, કષાયોનો સંવર થાય છે, સમસ્ત દિવસ સંવરની ક્રિયાઓમાં જ પસાર થાય છે, દેવવંદનાદિવડે દેવભક્તિ અને ગુવંદનાદિવડે ગુર્ભક્તિ થાય છે, જીવનમાં અભક્ષ્ય ભક્ષણ અ રાત્રિ ભોજનાદિનો ત્યાગ સુકર થાય છે. ઇત્યાદિ અનેકાનેક લાભો સાક્ષાત અનુભવાય છે. ગૃહસ્થદશાના જીવનમાં ઉપધાનતપ એક ઉચ્ચમાં ઉચ્ચ પ્રકારની ધર્મકરણી છે. અને તેનું આરાધન કરવું એ શ્રાવકજીવનનો એકનો એક અપૂર્વ અને અમૂલ્ય લહાવો છે. શ્રી નમસ્કારસૂત્રના અધ્યયનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ૧૬ દિવસમાં બાર ઉપવાસ (પાંચ ઉપવાસ, આઠ આયંબિલ અને ત્રણ ઉપવાસ) જેટલો તપ કરવાનો પ્રાચીન વિધિ હતો, પરંતુ તે તપ અતિશય કઠિન પડી જાય તે ખાતર પૂર્વાચાર્યોએ વર્તમાનમાં ૧૮ દિવસ સુધી એકાંતરે ઉપવાસ અને એકાસણું (નવી) કરવાનો વિધિ રાખ્યો છે, જેનો કુલ તપ ૧૨ાા ઉપવાસ થાય છે. નમસ્કારમંત્રના પઠનની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે ઓછામાં ઓછા અઢાર દિવસ સુધી સાડાબાર ઉપવાસ જેટલો તપ ગુસંનિશ્રાએ રાત્રિદિવસ પૌષધમાં રહીને કરવો જોઈએ એ શાસ્ત્રીય મર્યાદા છે. એ સંબંધી પ્રાચીનમાં પ્રાચીન ઉલ્લેખ શ્રી મહાનિશીથસૂત્રમાં નીચે મુજબ છે. ___से भयवं ! कयराए विहीए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं ? गोयमा ! इमाए विहीए पंचमंगलस्स णं विणओवहाणं कायव्वं । तं जहा-सुपासत्थे चेव सोहणे तिहिकरणमुहुत्तनक्खत्तजोगलग्गससिबले विप्पमुक्कजायाइमयासंकेण संजायसद्धासंवेगसुतिव्वतरमहंतुल्लसंतसुहज्झवसायाणुगयभत्तिबहुमाणपुव्वं निन्नियाणदुवालसभत्तट्ठिएणं चेइयालए जंतुविरहिओगासे भत्तिब्भरनिमररोमंचियफुल्लवयणुवसंतपसंतसोमथिरदिट्ठीणवणवसंवेगसमुच्छलंतसंजायबहलघणणिरंतरअचिंतपरमसुहपरिणामविसेसुल्लसियसजीववीरियाणुसमयविइढं तपोमयसुविसुद्धसुनिम्मलथिरदढयरंतकरणेणं खितिणिहियजाणुसिअउत्तमंग करकमलसोहंतंजलिपुडेणं सिरिउसभाईपवरवरधम्मतित्थयरपडिमाबिंबिणिवेसियणयणमाणसेगग्गतग्गयज्झवसाएणं समयन्नदिट्ठचारित्ताइगुणसंपयोववेअगुस्सद्दत्था (संदिट्ठा)णुट्ठाणकरणेक्कबद्धलक्खेण, तथाहिगुस्वयणविणिग्गयं विणयाइबहुमाणपरिओसाणुक्कमोवलद्धं अणेगसोगसंतावुब्बेगमहावाहिवेअणाघोरदुक्खदारिद्द ૭૦ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #113 -------------------------------------------------------------------------- ________________ किलेसरोगसंजोगजरामरणगब्भनिवासाइदुट्ठसावगागाहभीमभवोदहितरंडगभूयं इणमो सयलागममज्झवत्तगस्स, मिच्छत्तदोसोवहयबुद्धिपरिकप्पियकुभणियअधडमाणअसेसहेउदिळंतजुत्तिविद्धंसणिक्कपच्चलस्स पंचमंगलमहासुअक्खंधस्स, पंचज्झयणेगचूलापरिक्खित्तस्स, पवरपवयणदेवयाहिट्ठिअस्स, तिपदपरिच्छिन्नेगालावगसतक्खरपरिमाणं अणंतगमपज्जवस्थपसाहगं सव्वमहामंतपवरविज्ञाणं परमबीअभूअं “ नमो अरिहंताण " ति पढमज्झयणं अहिज्झेयव्वं तद्दिअहे अ आयंबिलेण पारेअव्वं, तहेव बिइअदिणे अणेगाइसयगुणसंपओववेयं अणंतरभणिअत्थपसाहगं अणंतसत्तेणेव कमेण दुपयपरिच्छिन्नेगालावगं पंचक्खरपरिमाणं · नमो सिद्धाणं । ति बीयमज्झयणं अहिज्झेयव्यं, तद्दिअहे अ आयंबिलेण पारेयव्वं, तहेव तइयदिणे अणेगाइसयगुणसंपओववेयं अणंतरभणिअत्थपसाहगं अणंतरुत्तेणेव कमेण तिपदपरिच्छिन्नेगालावगं सत्तक्खरपरिमाणं 'नमो आयरियाणं' ति तइयमज्झयणं आयंबिलेणं अहिज्झेयव्वं, तहेव अणंतस्त्तमत्थपसाहगं तिपयपरिच्छिन्नेगालावगं सत्तक्खरपरिमाणं 'नमो उवन्झायाणं' ति चउत्थमज्झयणं अहिज्झेयव्वं तदृियहे अ आयंबिलेण पारेयव्वं एवं - नमो लोए सव्वसाहूणं ' ति पंचमज्झयणं पंचमदिणे आयंबिलेण । तहेव तयत्थाणुगामियं एक्कारसपयपरिच्छिन्नं तिआलावगतित्तीसक्खरपरिमाणं - एसो पंचनमुक्कारो, सव्वपावप्पणासणो । मंगलाणं च सव्वेसिं, पढमं हवइ मंगलं । ' ति चूलंति, छट्ठसत्तट्ठमदिणे तेणेव कमविभागेणं आयंबिलेहिं अहिज्झेयव्वं । एवमेव पंचमंगलमहासुअक्खधं सरवन्नपयक्खरबिन्दुमत्ताविसुद्धं गुरुगुणोवयेयं गुरूवइलै कसिणमहिन्झित्ताणं तहा कायव्वं, जहापुव्वाणुपुव्वीए पच्छाणुपुव्वीए अणाणुपुव्वीए जीहाग्गे तरिज्जा, तओ तेणेवाणंतरभणियतिहिकरणमुहुत्तणखत्तजोगलग्गससिबलजंतुविरहिओगासे चेइआलगाइकमेणं अट्ठमभत्तेणं समणुजाणाविऊण गोयमा ! महया पबंधेणं सुपरिकुडं निउणं असंदिद्धं सुत्तत्थं अणेगहा सोऊण धारेयव्वं । एयाए विहीए पंचमंगलस्स णं गोयमा ! विणओवहाणं कायव्वं इत्यादि श्री महानिशीथ-पंचमाध्ययने पदानुसारिलब्धिमता श्री वज्रस्वामिना लिखितम् । " પ્રશ્ન :- હે ભગવન્! શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધનું વિનયપૂર્વક ઉપધાન તપ) કેવી વિધિવડે કરવું भे? ઉત્તર :- હે ગૌતમ! શ્રી પંચમંગલમહાશ્રુતસ્કન્ધનું વિનયપૂર્વક ઉપધાન તપ) આ નીચે કહેલ વિધિ વડે કરવું જોઈએ. વિધિની રૂપરેખા અત્યન્ત શ્રેષ્ઠ અને સુંદર તિથિ-કરણ-મુહુર્ત-નક્ષત્ર-યોગ-લગ્ન અને ચન્દ્રબળ હોય તેવે સમયે જાતિમદાદિ દોષથી રહિત બનીને શ્રદ્ધા અને સંવેગવડે અતિ તીવ્રતર મહાન અહં તુલ્ય ઉલ્લસિત શુભ અધ્યવસાય યુક્ત થઈને, ભક્તિ બહુમાનપૂર્વક આ લોક-પરલોકના પૌદગલિક સુખરૂપ નિયાણા રહિત પાંચ ઉપવાસ કરીને, જિનમદિરમાં જતુ રહિત સ્થાને ભક્તિના આવેશથી પરિપૂર્ણ અને રોમાંચિત શરીરવાળા બનીને, પ્રસન્નમુખે શાન. ઉપશાન્ત, સૌમ્ય અને સ્થિર દષ્ટિવાળા બનીને, નવનવા સંવેગ રસથી ઉછળતા અને ઉત્પન્ન થયેલા ઘણા સતત આંતરવિનાના-અચિત્ય પરમ શુભ પરિણામ વિશેષથી ઉલ્લસિત જીવ વીર્યવાળા અને તેથી પ્રતિસમય વધતા એવા પ્રમોદવડે સુવિશુદ્ધ, સુનિર્મળ, સ્થિરતર અને દઢતર અંત:કરણવાળા બનીને લિતિનિહિત એટલે પૃથ્વી પર સ્થાપન કરેલ છે સારી રીતે બે જાન જેણે તથા મસ્તક પર કરકમલવડે રચ્યો છે અંજલિપુટ જેણે. શ્રી ઋષભાદિ પ્રવરધર્મતીર્થકરોની પ્રતિમાઓ-બિંબોને વિષે નિવેશિત કર્યા છે નયન અને મન જેણે તથા એકાગ્રતાથી તદ્ગત અધ્યવસાયવાળા બનીને તથા શાસ્ત્રોક્ત ચારિત્રાદિ ગુણસંપદાઓથી યુક્ત એવા ગુરનિર્દિષ્ટ અનુષ્ઠાન કરવાને માટે બાંધ્યું છે એક લક્ષ્ય જેણે, જેમકે ગુરુના મુખમાંથી નીકળેલું વિનય બહુમાન પરિતોષાદિના ક્રમથી भेगवेगुं भने शो, संताप, द्वे, महाव्या-वेहना, घोर दु:, हरिद्र, श, रोग, संयोग, ४२१-४२११ અને ગર્ભનિવાસાદિરૂપ દુષ્ટ વ્યાપદોવડે અગાધ એવા ભીમ ભવોદધિને વિષે તરંડકભૂત નાવા તુલ્ય), સકલ AN श्री न4164न Page #114 -------------------------------------------------------------------------- ________________ આગમની મધ્યે રહેલ, મિથ્યાત્વ દોષથી ઉપહત બુદ્ધિવાળા જીવોથી પરિકલ્પિત કુભણિત (કુવચન) અને અઘટિત (અયુક્ત) અશેષ હેતુ દષ્ટાંત અને યુક્તિઓનો વિધ્વંસ કરવા માટે અત્યન્ત સમર્થ, પાંચ અધ્યયન અને એક ચૂલાપરિમાણ, પ્રવર પ્રવચનદેવતા વડે અધિષ્ઠિત જે પંચમંગલમહાશ્રુતસ્કંધ છે, તેનું પહેલું અધ્યયન રમો અરિહંતાણં ' કે જે ત્રણપદ, એક આલાપક અને સાત અક્ષરથી યુક્ત, અનંત ગમ, પર્યવ અને અર્થનું પ્રસાધક, સર્વ મહામંત્રો અને પ્રવર વિદ્યાઓનું પરમબીજભૂત છે તેને ભણવું જોઈએ અને તે દિવસે આયંબિલથી પારવું જોઈએ. તેજ રીતે બીજે દિવસે અનેક અતિશયો અને ગુણસંપદાઓથી યુક્ત, અનંતર કહેલ અર્થનું પ્રસાધક, અનંતર કહેલ ક્રમવડે જ બે પદ, એક આલાપક અને પાંચ અક્ષરનાં પરિમાણવાળું “નમો સિદ્ધાણં એ બીજું અધ્યયન ભણવું જોઈએ, તથા તે દિવસે આયંબિલથી પારવું જોઈએ. તે જ રીતે ત્રીજે દિવસે અનેક અતિશય અને ગુણોની સંપદાઓથી યુક્ત, અનંતર ભણિત અર્થને સાધનારું, અનંતર કહેલ ક્રમવડે જ, ત્રણ પદ, એક આલાપક અને સાત અક્ષર પરિમાણવાળું ‘નમો મારા ' એ ત્રીજું અધ્યયન આયંબિલ વડે ભણવું જોઈએ. તે જ રીતે અનંતર કહેલ અર્થને સાધનારું ત્રણ પદ, એક આલાપક અને સાત અક્ષરના પરિમાણવાળું “નમો ઉવજ્ઞાયા ? એ ચોથું અધ્યયન ભણવું જોઈએ. અને તે દિવસે આયંબિલથી પારવું જોઈએ. એ રીતે “નમો ની સંધ્યાહૂi I’ એ પાંચમું અધ્યયન પાંચમે દિવસે આંબિલ વડે ભણવું જઈએ. તે જ રીતે તે અર્થને અનુસરનારી અગિયાર પદ, ત્રણ આલાપક અને તેત્રીસ અક્ષર પરિમાણવાળી “ો પંઘ નકુવો , સવ્વપાવપૂVIIણો | માતા ઘ સવ્વલં, પઢમં હેવ મંર્તિ ” ચૂલિકાને છઠ્ઠા, સાતમા અને આઠમા દિવસે તે જ ક્રમ વિભાગ વડે આયંબિલથી ભણવી જોઈએ. એ રીતે પંચમંગલમહાશ્રુતસ્કંધ, સ્વર, વર્ણ, પદ, અક્ષર, માત્રા તથા બિંદુવડે વિશુદ્ધ, મોટા ગુણોથી યુક્ત એવા ગુરુના ઉપદેશ મુજબ સંપૂર્ણપણે અધ્યયન કરીને તેવી રીતે કરવું જોઈએ કે જેથી પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વી વડે જીભના અગ્રભાગ ઉપર રમી રહે-અત્યન્ત રૂઢ થઈ જાય. ત્યાર બાદ તે જ અનંતર કહેલ તિથિ-કરણ-મુહૂર્ત-નક્ષત્ર-યોગ-લગ્ન અને ચંદ્રબળ હોય ત્યારે જંતુવિરહિત સ્થળે, ચૈત્યાલયાદિના ક્રમ વડે, અઢમ ભક્ત (ત્રણ ઉપવાસ) કરીને સમ્યક પ્રકારે અનુજ્ઞા મેળવીને મોટા પ્રબંધવડે સુપરિસ્ફટ, નિપુણ અને અસંદિગ્ધપણે સૂત્ર તથા અર્થને હે ગૌતમ ! અનેક પ્રકારે સાંભળીને ધારણ કરવા. હે ગૌતમ! આ વિધિથી પંચમંગલમહાશ્રુતસ્કંધનું વિનયપૂર્વક ઉપધાન કરવું જોઈએ.” (પદાનુસારિલબ્ધિવાળા છેલ્લા દશપૂર્વી શ્રી વજસ્વામિજી વડે લખાયેલ “શ્રી મહાનિથીથ સૂત્ર' પંચમ અધ્યયન અંતર્ગત આલાપકનો ગુજરાતી અનુવાદ). ઉપદેશક અને ઉત્તરસાઇક સામાન્ય મત્ર-તત્રાદિને સિદ્ધ કરવા માટે પણ તે તે મંત્રોના કલ્પો આદિ મુજબ તપ, જપ, ક્રિયા, આસનાદિ કરવાં પડે છે. એટલું જ નહિ પણ ઘોર ઉપસર્નાદિકને પણ સહવા પડે છે અને તો જ તે સિદ્ધ થાય છે, તો પછી આ જન્મ અને જન્માન્તરોમાં અપૂર્વ લાભને આપનાર શ્રી નમસ્કારાદિ સૂત્રો, કે જે મહામંત્ર તુલ્ય છે, તેને સિદ્ધ કરવા માટે આકરી તપશ્ચર્યાદિનું વિધાન કરવામાં આવે તે કોઈ પણ રીતિએ અઘટિત નથી. મંત્રાદિકની સિદ્ધિમાં સહાયક થનાર જેમ ઉપદેશક અને ઉત્તરસાધકાદિની જરૂર પડે છે, તેમ અહીં પણ ઉપદેશકાદિની જગ્યાએ તેવા પ્રકારની યોગ્યતાવાળા ગુરુઓ અને ઉત્તરસાધકની જગ્યાએ તે તપની આરાધના કરવા તથા કરાવવા ઉઘુક્ત થયેલા સાધર્મિક બધુઓ છે. તેઓની સહાયથી જ ઉપધાન જેવું મહત્ કાર્ય વિપ્ન રહિતપણે સિદ્ધ થાય છે. ચિત્તની એકાગ્રતા ક્યારે થાય ? વર્તમાનમાં શ્રી નવકાર ગણનાર કે નહિ ગણનાર લગભગ સર્વની મુખ્ય ફરિયાદ એ છે કે-“શ્રી 2 લોક્યદીપક મહામંત્રાધિરાજ Page #115 -------------------------------------------------------------------------- ________________ નવકારનો મહિમા ગમે તેટલો મોટો હોય, પરન્તુ જ્યાં સુધી તેમાં ચિત્ત એકાગ્ર ન બને, ત્યાં સુધી તેને ગણવાનું શું ફળ? એ યાદ રાખવું જોઈએ કે-શ્રી નવકાર અને તેની અંતર્ગત ૨હેલા પંચ પરમેષ્ઠીઓ આ જગતમાં પરમ મંગળરૂપે છે, પ૨મ લોકોત્તમ છે, પરમ શરણરૂપ છે, તો પણ તેઓની મંગળમયતા, લોકોત્તમતા કે શરણરૂપતાનું ભાન સર્વને એક સરખી રીતે થઈ શકવું સંભવિત નથી. લક્ષ્મીની મહત્તાનું ભાન થવા માટે નિર્ધનતાના દુઃખનું ભાન જેમ આવશ્યક છે, તેમ શ્રી અરિહંતાદિ પંચ પરમેષ્ઠીઓની મહત્તાનું ભાન થવા માટે તેમના સિવાયની સર્વ વસ્તુઓની તુચ્છતાનું ભાન થવાની પ્રથમ જરૂર છે. દરિદ્રતાના દુઃખને દુઃખ તરીકે નહિ સમજી શકનારને લક્ષ્મી પ્રત્યે તેવી જાતિનો પ્રેમ કદી પણ પ્રગટી શકતો નથી. તેવી જ રીતે સાંસારિક પદાર્થોની અમાંગલિકતા, અલોકોત્તમતા કે અશરણતાને નહિ પિછાની શકનારા આત્માઓના અંતરમાં પણ પરમેષ્ઠીઓ પ્રત્યે પ્રેમ પ્રકટી શકવો અશક્ય છે. આજે નવકાર ગણનારને તે ગણતી વખતે પણ ચિત્તની એકાગ્રતા થઈ શકતી નથી. તેમાં આ પણ એક કારણ છે. જેઓએ આ સંસારની અશરણતા, તુચ્છતા અને અમંગળતાને સારી રીતે ભાવિત કરેલી છે, તેઓનું મન તો નવકાર ગણતી વખતે કે નહિ ગણતી વખતે પંચ પરમેષિઠીઓમાં જ રમણ કરે છે. ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજ યોગદૃષ્ટિની સજ્ઝાયમાં ફ૨માવે છે કે “મન મહિલાનું રે વહાલા ઉપરે, બીજા કામ કરત તેમ શ્રુત ધર્મે રે એહનું મન રહે, જ્ઞાનાક્ષેપકવંત. ધન ધન શાસન શ્રી જિનવરતણું ૧” ‘‘આક્ષેપક જ્ઞાનવાળાનું મન, અર્થાત્ સંસારની અસારતાદિ સમજનારા મહાપુરુષોનું મન હંમેશાં શ્રુતધર્મ અને ઉપલક્ષણથી ચારિત્રધર્મમાં આસક્ત રહે છે. જેમ અનેક કાર્યો કરવા છતાં સતી સ્ત્રીઓનું મન પતિ ઉપર જ રહે છે.’’ શ્રી નવકાર પણ મહાશ્રુત છે. તેના ઉપર તેનું જ ચિત્ત આસક્ત બને છે, કે જેને શ્રી નવકાર સિવાય અન્ય પદાર્થોની અસ્થિરતા, અહિતકારિતા અને વિનાશશીલતાનું યથાર્થ ભાન પ્રગટ્યું હોય છે. એ ભાન જેટલા અંશે સતેજ, તેટલા અંશે શ્રી નવકારને વિષે ચિત્તની એકાગ્રતા અધિક, એ ભાન જેટલા અંશે મંદ, તેટલા અંશે શ્રી નવકારને વિષે ચિત્તની એકાગ્રતામાં પણ મંદતા. આથી એ વસ્તુ સ્પષ્ટ થઈ જાય છે. કે શ્રી નવકારને ગણનાર જો તેમાં એકાગ્ર ન બની શકતા હોય તો તેમાં દોષ તેઓના પ્રમાદનો છે. તેઓએ શ્રી નવકારની સારભૂતતા અને અન્ય પદાર્થોની અસારભૂતતા અસ્થિરમા બને એ માટે પ્રયત્ન કરવા કટિબદ્ધ થવું જોઈએ. અને જ્યાં એ પ્રયત્ન કર્તવ્ય ભાસ્યો ત્યાં નિરન્તર શ્રી જિનવચનશ્રવણ, નિત્ય નવીન શ્રુતાભ્યાસ, સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનીની અંતરંગ ભક્તિ આદિ કર્તવ્યો આપોઆપ જીવનમાં આવી જશે, સમસ્ત શ્રી જિનશાસન અને તેની સઘળી મર્યાદાઓ મહાન આશીર્વાદરૂપ સમજાશે અને એ મર્યાદાને જાળવનારા, પાળનારા અને ઉપદેશનારા આ જગતમાં મહાકલ્યાણ સાધનારા સત્પુરુષો છે એવો પ્રતિભાસ થશે. અને એ રીતે અભ્યાસ કરતાં એક વખત શ્રી નવકાર પ્રત્યે હાર્દિક પ્રેમ જાગી જાય તો એ અમૃતનો સ્વાદ પછી ભૂલાવાનો નથી. ‘એક વખત જેણે અમૃતનો સ્વાદ ચાખ્યો છે તેને પછી અન્ય ભોજનો સદા તુચ્છ લાગ્યા કરે છે.' એ ન્યાયે એક વખતે શ્રી નવકારની પરમ માંગલિકતા, પરમલોકોત્તમતા અને પરમશરણભૂતતા સમજાઈ જાય તો પછી સમસ્ત સંસા૨માં તેને છોડીને બીજા કોઈ પણ સ્થાને આત્માને રતિ થવી શક્ય નથી. શ્રી નવકારનુ ઉપધાન ૭૩ Page #116 -------------------------------------------------------------------------- ________________ નમરકારનું ધ્યાન ધ્યાન કોને કહેવાય? મનુષ્યજીવનમાં યા કોઈ પણ પ્રાણીના જીવનમાં “ધ્યાન એ મુખ્ય વિષય છે. કોઈ પણ પ્રાણી કોઈ પણ ક્ષણે કોઈ પણ પ્રકારના ધ્યાન સિવાય રહી શકતો નથી. “ઉપયોગ” એ જીવનું લક્ષણ છે અને તે જ્યાં જ્યાં હોય છે, ત્યાં ત્યાં ધ્યાન અવશ્ય હોય છે. અસંજ્ઞી (મન વિનાના પ્રાણીઓ)નું એ ધ્યાન અવ્યક્ત હોય છે અને સંજ્ઞી (મનવાળા) પ્રાણીઓનું ધ્યાન વ્યક્તિ હોય છે. વ્યક્તધ્યાનને શાસ્ત્રોમાં બે પ્રકારે વહેંચવામાં આવ્યું છે. અસ્થિર ચિત્તે થતું ધ્યાન એ ભાવના, અનુપ્રેક્ષા યા ચિન્તવના કહેવાય છે અને સ્થિર ચિત્તે થતું ધ્યાન એ ધ્યાન” કહેવાય છે. એ ધ્યાનના શુભ અને અશુભ બે વિભાગ પડી જાય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાન એ શુભધ્યાનના પેટા વિભાગો છે તથા આર્તધ્યાન અને રૌદ્રધ્યાન એ અશુભધ્યાનના પેટા વિભાગો છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાનની પ્રાપ્તિ આત્માને કવચિત થાય છે, જ્યારે પ્રત્યેક સંસારી પ્રાણીનો મોટો કાળ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનમાં જ પસાર થાય છે. પ્રાણીઓનાં સુખદુઃખનો આધાર તેના ચિત્તની પરિણતિ ઉપર છે અને એ ચિત્તપરિણતિનું જ બીજું નામ ધ્યાન છે. કહ્યું છે કે चित्तमेव हि संसारो, रागादिक्लेशवासितम् । तदेव तैर्विनिर्मुक्तं, भवान्त इति कथ्यते ॥१॥ રાગાદિથી યુક્ત ચિત્ત એ જ સંસાર છે અને રાગાદિ-વિયુક્ત ચિત્ત એ જ મોક્ષ છે. ધ્યાનનો સુખ દુખ સાથે સંબંધ સંસાર અને મોક્ષનો સંબંધ ધ્યાનની સાથે પરમ્પરાએ છે, પરન્તુ સુખ અને દુઃખનો સંબંધ તો ધ્યાનની સાથે સાક્ષાત્ છે. આત્મા સુખી છે કે દુઃખી છે તેનું માપ તેના ધ્યાન પરથી નીકળી શકે છે. બાહ્ય કષ્ટના પ્રસંગોએ પણ શુભ ધ્યાનવાળા આત્માઓ સુખનો અનુભવ કરતા દેખાય છે અને બાહ્ય સુખોપભોગની સામગ્રીવાળા આત્માઓ પણ (અશુભ ધ્યાનથી) ચિન્તાગ્રસ્ત અને દુઃખી દશાવાળા અનુભવાય છે. સુખ-દુઃખનું કારણ બાહ્ય સ્થિતિ નથી કિન્તુ આન્તરિક ધ્યાન છે, એ વાત સત્ય હોવા છતાં પણ આન્તરિક ધ્યાનનો મુખ્ય આધાર બાહ્યસ્થિતિ ઉપર રહેલો હોય છે, એ કારણે સારી યા નરસી બાહ્યસ્થિતિને પણ વ્યવહારમાં સુખી યા દુઃખી સ્થિતિ કહેવાય છે. પરંતુ વ્યવહારનું એ વચન એકદેશીય છે. એકદેશીય વચનોને સર્વદેશીય વચનો તરીકે સ્વીકારી લેવાથી જ, તત્ત્વના વિષયમાં અનેક પ્રકારની ભ્રાન્તિઓ ઊભી થવા પામે છે. સુખ-દુઃખના વિષયમાં એ જાતિની ભ્રાન્તિ ઉત્પન્ન થવા ન પામે એ ખાતર સુખ-દુઃખનું આંતરિક અને સાચું કારણ ધ્યાન સિવાય બીજું એક પણ નથી એનો નિર્ણય પ્રથમ ફરી લેવો જોઈએ. વિષયોમાં શુભાશુભની કલ્પના જીવનું લક્ષણ “ઉપયોગી છે, “ઉપયોગ” એ જ્ઞાનાત્મક છે, જ્ઞાન વિષયાત્મક છે અને વિષય શુભ-અશુભ ઉભયાત્મક છે. શુભ વિષયનું જ્ઞાનદ્વારા વેદન કરતી વખતે આત્મા સુખને અનુભવે છે અને અશુભ વિષયનું જ્ઞાનદ્વારા વેદન કરતી વખતે આત્મા દુઃખને અનુભવે છે. વિષયોમાં શુભ-અશુભની કલ્પના જેટલા પ્રમાણમાં તીવ્ર હોય છે તેટલા પ્રમાણમાં સુખ-દુઃખના વેદનનો રસ પણ તીવ્ર હોય છે. જેમ જેમ વિષયોમાં શુભ-અશુભની કલ્પનાઓ વિરામ પામતી જાય છે, તેમ તેમ સુખ-દુઃખનું વેદન પણ મંદ રસવાળું બનતું જાય છે. વિષયોમાં શુભાશુભની કલ્પનાઓનો સર્વથા વિરામ થાય તેની સાથે રાગદ્વેષાત્મક સુખદુઃખાનુભવનો પણ વિરામ થાય છે અને એ વિરામ થયો એની સાથે જ શ્રી વીતરાગ દશાના સત્ય સુખનો એકાન્તિક, આત્મત્તિક અને અવિનશ્વરપણે સાક્ષાત્કાર થાય છે. ૭૪. આ તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #117 -------------------------------------------------------------------------- ________________ આથી એ સિદ્ધ થાય છે કે, સત્ય સુખની પ્રાપ્તિનો ઉપાય વિષયોમાં શુભાશુભની કલ્પનાઓનો સર્વથા વિરામ છે. જ્યાં સુધી જડ વિષયોમાં શુભાશુભની કલ્પના છે ત્યાં સુધી શુભ વિષય પ્રત્યેનો રાગ અને અશુભ વિષય પ્રત્યેનો દ્વેષ નાશ પામનાર નથી. રાગ-દ્વેષ એ જ ચિત્તસંક્લેશનાં પરમ નિમિત્ત છે અને સંક્લિષ્ટ ચિત્તવાળા આત્માઓ નિરાબાધ સુખનો અનુભવ કરી શકે એ વાત જ શક્ય નથી. આથી અવિચ્છિન્ન સુખાનુભવમાં બાધા ઉત્પન્ન કરનાર ચિત્તનો જે સંક્લેશ છે તેના નાશનો ઉપાય શોધવો જોઈએ. વિષયો પ્રત્યેની અનાદિકાલીન શુભાશુભ કલ્પનાઓના વિલય અર્થે શ્રી જિનશાસનમાં અનિત્યત્વાદિ બાર ભાવનાઓ ઉપદેશેલી છે. એ ભાવનાઓના પરિશીલન દ્વારા (જડ-ચેતન) પદાર્થ સંબંધી મિથ્યા કલ્પનાઓ નાશ પામે છે અને પદાર્થ જેવા આકારે છે તેવા આકારે સમજાય છે. એ સમજથી ચિત્ત સ્થિર થાય છે અને એવા સ્થિર ચિત્તવડે કરેલું ધ્યાન, ધ્યાનના સમયે પણ અપૂર્વ સુખનો અનુભવ કરાવે છે. એટલું જ નહિ પણ એવું સ્થિર ચિત્તે કરેલું ધ્યાન ઉત્તરોત્તર શુભધ્યાનની વૃદ્ધિ કરાવી આત્માની જ્ઞાનચેતનાનો સંપૂર્ણ વિકાસ કરે છે. ચૈતન્યના ત્રણ વિભાગો કર્મબદ્ધ આત્માનું ચૈતન્ય ત્રણ વિભાગોમાં વહેંચાયેલું છેઃ જ્ઞાનચૈતન્ય, કર્મ ચૈતન્ય અને કર્મફલ ચૈતન્ય આ ત્રણ પ્રકારનાં ચૈતન્યોમાં કોઈ પણ એક પ્રકારના ચૈતન્યનો અનુભવ આત્મા સદાય કર્યા કરે છે. આત્માની બોધપરિણતિ એ જ્ઞાનચૈતન્ય છે, રાગદ્વેષાત્મક પરિણતિ એ કર્મ ચૈતન્ય છે. અને સુખ દુઃખાત્મક પરિણતિ એ કર્મફલ ચૈતન્ય છે. આત્માનો પ્રત્યેક જ્ઞાન તેને રાગદ્વેષાત્મક સુખદુઃખાનુભવ કરાવનારું થતું નથી, પણ ઈનિષ્ટપદાર્થવિષયક જ્ઞાન જ સુખદુઃખનો અનુભવ કરાવનાર થાય છે. આહારાદિ ઇષ્ટ પદાર્થો અને વિષકંટકાદિ અનિષ્ટ પદાર્થો કરતાં પણ ઈષ્ટ નહિ અને અનિષ્ટ પણ નહિ એવા-સમુદ્રના મધ્ય ભાગનું જળ આદિ પદાર્થોની સંખ્યા ઘણી મોટી છે. તેનું જ્ઞાન આત્મામાં રાગ યાષ બેમાંથી કોઈ પણ પ્રકારની લાગણી ઉત્પન્ન કરતું નથી. તેથી રાગદ્વેષાત્મક સુખ યા દુઃખનો પણ અનુભવ થતો નથી, કિન્તુ મધ્યસ્થવૃતિ રહે છે અને એ મધ્યસ્થવૃત્તિ જ સર્વ સુખના પુંજરૂપ આત્માની જ્ઞાનાખ્ય ચેતના છે. ઈષ્ટાનિષ્ટ બુદ્ધિ એ કર્યાખ્ય ચેતના છે અને ઇષ્ટપ્રાપ્તિ વખતે સુખાનુભવ અનિષ્ટના સંયોગ વખતે દુઃખાનુભવ એ કર્મફલાખ ચેતના છે. એ ત્રણ પ્રકારની ચેતનામાં એક માત્ર જ્ઞાનાખ્ય ચેતના જ ઉપાદેય છે અને તેની પ્રાપ્તિ માટે કર્યાખ્ય ચેતના અને કર્મફલાખ ચેતના કદી પણ ઉદ્ભવ ન પામે એવો ઉપાય કરવાની આવશ્યકતા છે. એ ઉપાયનું નામ ભાવના અને ધ્યાન છે. સાલંબન ધ્યાન પવિત્ર પદોથી અસ્થિર ચિત્તને સ્થિર કરવાનું કાર્ય શુભ ભાવનાઓ કરે છે અને સ્થિર થયેલા ચિત્તને વધુ સ્થિર કરવા માટેનું કાર્ય શુભધ્યાન દ્વારા સિદ્ધ થાય છે. શુભધ્યાન સાલંબન અને નિરાલંબન બે પ્રકારે છે. તેમાં પણ સાલંબનધ્યાનના અભ્યાસ વિના નિરાલંબનધ્યાનની પ્રાપ્તિ થઈ શકતી નથી. બીજા શબ્દોમાં સાલંબનધ્યાનનો પરિપાક એ જ નિરાલંબનધ્યાન છે. સાલંબનધ્યાન શાસ્ત્રોમાં અનેક પ્રકારનાં દર્શાવ્યાં છે. તેમાં પણ પવિત્ર પદોનું આલંબન લઈને જે ધ્યાન કરાય છે. તેનો મહિમા યોગગ્રંથોમાં ઘણો વર્ણવેલો છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા સ્વરચિત શ્રી યોગશાસ્ત્રમાં ફરમાવે છે કે यत्पदानि पवित्राणि, समालम्ब्य विधीयते । तत्पदस्थं समाख्यातं, ध्यानं सिद्धान्तपारगैः ॥१॥ સિદ્ધાન્ત-સાગરના પારંગત પુરુષોએ પદસ્થ ધ્યાન તેને કહેલું છે કે જે ધ્યાન પવિત્ર પદોનું આલંબન અંગીકાર કરીને કરવામાં આવે છે. એ પવિત્ર પદોમાં શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમંત્રના અડસઠ અક્ષરો અતિશય પવિત્ર છે. એ અડસઠ અક્ષરો નવ પદ અને આઠ સંપદામાં વહેંચાયેલા છે. તેને પૂર્વાનુપૂર્વી, પશ્ચાનુપૂર્વી અને અનાનુપૂર્વીએ નિરન્તર ગણવાથી N નમસ્કારનું ધ્યાન ૫ . ૭૫ N Page #118 -------------------------------------------------------------------------- ________________ થતું મહાફલ શાસ્ત્રોમાં દર્શાવેલું છે. શ્રી નમસ્કાર મંત્રના કલ્પમાં (રચના સંવત્ ૧૪૯૭) તપગચ્છનાયક પરમગુરુ શ્રી સોમસુંદરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન શ્રી જિનકીર્તિસૂરિજી મહારાજ ફરમાવે છે કેइय अणुपुब्बीप्पमुहे, भंगे सम्मं विआणि जे उ । भावेण गुणइ निच्चं सो सिध्दिसुहाई पावेइ ॥१॥ जं छम्मासियवरिसिअ-तवेण तिवेण झिज्झए पावं । नमुक्कारअणणुपुबी-गुणणेण तयं खणद्वेण ॥२॥ जो गुणइ अणणुपुव्वी, भंगे सयले वि सावहाणमणा । दढरोसवेरिएहि, बद्धोवि स मुच्चए सिग्धं ॥३॥ एएहिं अभिमंतिअ, वासेणं सिरिसिरिवत्तमित्तेण । साइणिभूअप्पमुहा, नासंति खणेण सबगहा ॥४॥ अन्नेवि अ उवसग्गा, गयाइभयाइं दुट्ठरोगा य । नवपयअणाणुपुब्बी, गुणणेणं जंति उवसामं ॥५॥ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના આનુપૂર્વી આદિ ભંગોને જે સારી રીતિએ સમજીને ભાવપૂર્વક ગણે છે તે આત્મા સિદ્ધિસુખોને પ્રાપ્ત કરે છે. ૧. ષામાસિક યા વાર્ષિક તીવ્ર તપોથી જે પાપ નાશ પામે છે તે પાપ નમસ્કારની અનાનુપૂર્વી ગણવાથી અર્ધ ક્ષણમાં નાશ પામે છે. ૨. જે મનુષ્ય સાવધાન મનવાળો બનીને અનાનુપૂર્વીના સર્વ ભંગોને ગણે છે તે મનુષ્ય અતિશય કોપાયમાન એવા વૈરીઓ વડે બંધાયેલો હોય તો પણ શીઘ મુક્ત થઈ જાય છે. ૩. એ મંત્રથી અભિમંત્રિત શ્રી “શ્રીવર્ત” નામના વાસક્ષેપથી શાકિની, ભૂત, દુષ્ટ પ્રહ આદિ એક ક્ષણ માત્રમાં શમી જાય છે. ૪. બીજ પણ ઉપસર્ગો (ઉપદ્રવો), રાજા આદિના ભય તથા દુષ્ટ રોગ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રની અનાનુપૂર્વીના ગણવાથી શાન્ત થઈ જાય છે. ૫. એ જ કલ્પની સ્વોપજ્ઞ વૃત્તિમાં આચાર્યદેવ શ્રી જિનકીર્તિસૂરિજી મહારાજ શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમંત્રના માહાભ્યને વર્ણવતાં ફરમાવે છે કે एष श्री पञ्चपरमेष्ठिनमस्कारमहामन्त्रः, सकलसमीहितप्रापणकल्पद्रुमाभ्यधिकमहिमा, शान्तिकपौष्टिकाद्यष्टकर्मकृत्, ऐहिकपारलौकिकस्वाभिमतार्थसिद्धये यथाश्रीगुर्वाम्नायं ध्यातव्यः । અર્થાતુ - આ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર સર્વ સમીહિત પદાર્થોની પ્રાપ્તિના માટે કલ્પતરુથી પણ અધિક મહિમાવાળો છે, શાન્તિક-પૌષ્ટિક આદિ આઠ કાર્યોનો સાધક છે અને આ લોક તથા પરલોકના વાંછિત અર્થોની સિદ્ધિ કરી આપનાર છે, તેથી ગુરઆમ્નાયપૂર્વક તેનું ધ્યાન કરવું જોઈએ. કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવંત શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મંત્રનો મહિમા વર્ણવતાં શ્રી યોગશાસ્ત્ર મહાગ્રંથમાં ફરમાવે છે કે तथा पुण्यतमं मन्त्रं, जगत्नितयपावनम् । योगी पञ्चपरमेष्ठिनमस्कारं विचिन्तयेत् ॥१॥ त्रिशुद्ध्या चिन्तयंस्तस्य, शतमष्टोत्तरं मुनिः । भुजानोऽपि लभेतैव, चतुर्थतपसः फलम् ॥२॥ एनमेव महामन्त्रं, समाराध्येह योगिनः । त्रिलोक्यापि महीयन्तेऽधिगताः परमां श्रियम् ॥३॥ कृत्वा पापसहस्त्राणि, हत्वा जन्तुशतानि च । अमुं मंत्रं समाराध्य, तिर्यञ्चोऽपि दिवं गताः ॥४॥ તથા ત્રણ જગતને પવિત્ર કરનાર અતિશય પવિત્ર શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મંત્રનું યોગીપુરુષ ધ્યાન કરે. ૧. ત્રિશુદ્ધિવડે શ્રી નમસ્કારમગ્નનું એક સો આઠવાર ધ્યાન કરનાર મુનિ ખાવા છતાં ઉપવાસના ફલને પામે છે. ૨. યોગીપુરુષો આ જ મંત્રનું સમ્યમ્ રીતિએ આરાધન કરીને પરમલક્ષ્મીને પામી ત્રણ લોક વડે પૂજાય છે. ૩. હજારો પાપોને કરનારા તથા સેંકડો જન્તુઓને હણનારા તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિએ આરાધના કરી દિવ્યગતિને પામ્યા છે. ૪, આ ઉપરાન્ત શ્રી મહાનિશીથ આદિ સૂત્રોમાં, શ્રી વિશેષાવશ્યક-મહાભાષ્ય આદિ ગ્રંથોમાં તથા બીજા પણ અનેક પૂર્વાચાર્ય પ્રણીત ગ્રન્થરત્નોમાં શ્રી નમસ્કારમંત્રનો અતિ અદ્દભુત મહિમા વર્ણવેલો છે. શ્રી નવકારના એક S ૭૬ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #119 -------------------------------------------------------------------------- ________________ અક્ષરનું ભાવ સહિત કરવામાં આવેલું ચિત્તવન સાત સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. એક પદનું ચિન્તવન પચાસ સાગરોપમનાં સંચિત પાપોનો નાશ કરે છે અને સમગ્ર શ્રી નવકારનાં નવે પદોનું ચિત્તવન પાંચ સો સાગરોપમનાં સંચિત પાપોનો ક્ષય કરે છે. એ સંબંધી આગમગ્રન્થોમાં ફરમાવ્યું છે કેनवकारएकअकबर, पावं फेडेइ सत्तअयराणं । पन्नासं च पएणं, सागर पणसय समग्गेणं ॥१॥ जो गुणइ लक्खमेगं, पूएइ विहीइ जिणनमुक्कारं । तित्थयरनामगोअं, सो बंधइ नत्थि संदेहो ॥२॥ अटेव य अट्ठसया, अट्ठसहस्स अट्ठलक्ख अट्ठकोडीओ । जो गुणइ भत्तिजुत्तो, सो पावइ सासयं ठाणं ॥३॥ શ્રી નવકારમંત્રનો એક અક્ષર સાત સાગરોપમનું પાપ નાશ કરે છે, શ્રી નવકારમંત્રના એક પદવડે પચાસ સાગરોપમનું પાપ નાશ પામે છે અને સમગ્ર નવકારવડે પાંચ સો સાગરોપમનું પાપ નાશ પામે છે. ૧. જે એક લાખ વાર નવકારને વિધિપૂર્વક ગણે છે તે નિઃસંદેહ શ્રી તીર્થંકર નામકર્મનું ઉપાર્જન કરે છે. ૨. જે ભક્તિયુક્ત આત્મા આઠ, આઠ સો, આઠ હજાર, આઠ લાખ કે આઠ ક્રોડ નમસ્કારને ગણે છે તે શાશ્વત સ્થાનને પ્રાપ્ત કરે છે. ૩. શ્રી “લોકપ્રકાશ” આદિ આકાર પ્રન્થોના રચયિતા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી ગણિવર શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રભાવ વર્ણવતાં સુપ્રસિદ્ધ આરાધનાસ્તવન' માં ફરમાવે છે કે : દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર, સુપર એ સમરો, ચૌદ પૂર્વનો સાર. ૧ જન્માંતર જાતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરીખો, મંત્ર ન કોઈ સાર, આ ભવ ને પરભવે, સુખસંપત્તિ દાતાર. ૨ જુઓ ભીલ-ભીલડી, રાજા-રાણી થાય, નવપદ મહિમાથી, રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ, પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૩ શ્રીમતીને એ વળી, મંત્ર ફળ્યો તત્કાળ, ફણીધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમાર જોગી, સોવન પુરિસો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાંનાં સિદ્ધ. ૪ અર્થ સ્પષ્ટ છે. શ્રી નવકારમંત્ર યા શ્રી નવકારમંત્રના બીજથી વાસિત કોઈ પણ મંત્ર, તેના આરાધક આત્માને જન્માંતરોમાં અનેક પ્રકારના ફાયદા કરે છે. એટલું જ નહિ પણ આ ભવમાં પણ તે અનેક પ્રકારના લોભોને આપે છે. તેમાંના કેટલાક ફાયદાઓને વર્ણવતાં કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ્ હેમચંદ્રસૂરીશ્વરજી શ્રી યોગશાસ્ત્ર' નામના મહાશાસ્ત્રમાં ફરમાવે છે કેध्यायतोऽनादिसंसिद्धान, वर्णानेतान् यथाविधि । नष्टादिविषये ज्ञानं, ध्यातुरूत्पद्यते क्षणात् ॥१॥ મંત્રાક્ષરોના આ અનાદિસંસિદ્ધ વર્ગોનું વિધિ મુજબ ધ્યાન કરનાર ધ્યાતાને નદિ વિષયક જ્ઞાન ઉત્પન્ન થાય છે. એ જ શ્લોકની સ્વોપન્ન વૃત્તિમાં તેઓશ્રી એક પ્રાચીન શ્લોક ટાંકીને અનાદિસંસિદ્ધ મંત્રાક્ષરોના જાપથી થનારા ફાયદાઓનું જ્ઞાન કરાવે છે. તે શ્લોક નીચે મુજબ છે जापाज्जयेत्क्षयमरोचकमग्निमान्यं, कुष्ठोदरामकसनश्वसनादिरोगान् । प्राप्नोति चाऽप्रतिमवाग महतीं महद्भ्यः, पूजां परत्र च गतिं पुरुषोत्तमाप्ताम् ॥१॥ અનાદિસંસિદ્ધ મંત્રાલરોના જાપથી આ લોકમાં શરીરનો ક્ષય, ખોરાકની અરુચિ, જઠરાગ્નિની મંદતા, નમસ્કારનું ધ્યાન Page #120 -------------------------------------------------------------------------- ________________ કોઢનારોગ, ઉદરના રોગ, ઉધરસનો રોગ, શ્વાસ અને દમના રોગો ઈત્યાદિ ઉપર વિજય પ્રાપ્ત થાય છે. અપ્રતિમ વચનની પ્રાપ્તિ થાય છે તથા મોટાઓ તરફથી પણ મહાન પૂજાની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં શ્રી તીર્થંકરગણધરાદિ મહાપુરુષોએ પ્રાપ્ત કરેલ પરમ ગતિ (મુક્તિસ્થાન)ની પ્રાપ્તિ થાય છે.૧ ફળ ષેિ શંકા અયોગ્ય જ છે. શ્રી નમસ્કાર મંત્ર યા પદસ્થ ધ્યાનના આ પ્રભાવને સાંભળી કેટલાકોને એ શંકા થવા સંભવ છે કે શાસ્ત્ર કહેલી આ બધી વાતો પૂર્વ કાળ માટે સાચી પણ હશે, કિન્તુ અત્યારે તો શ્રી નવકારમંત્ર યા કોઈ પણ મંત્રના જાપથી કોઈ પણ પ્રકારની સિદ્ધિ થતી અનુભવાતી નથી. શ્રી નવકારમંત્ર યા પ્રત્યેક ધર્માનુષ્ઠાન સામે આ જાતિની શંકા આજે થાય છે, તેથી તેનું યથાશક્ય સમાધાન કરી લેવું અતિશય જરૂરી છે. “પદસ્થાદિ સંધ્યાનોનો પ્રભાવ આ કાળમાં નથી.” એમ કહેવું એ સદંતર ખોટું છે. આપણે પહેલાં જ જોઈ આવ્યા છીએ કે “જગતના સર્વ પ્રાણીઓ કોઈને કોઈ પ્રકારનું ધ્યાન તો કર્યા જ કરે છે.' સધ્યાનની પ્રાપ્તિ થયા પહેલાંનું પ્રત્યેક પ્રાણીનું એ ધ્યાન દુર્ગાનની કોટિમાં જાય છે. તેવા પ્રકારના દુધ્ધનને ઓળખવવા માટે શાસ્ત્રોમાં આર્ત અને રૌદ્ર શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે અને આર્ત અને રૌદ્ર ચિંતવનામાં અનાદિ કાળથી ટેવાયેલો જીવ પોતાની તે ચિંતવનાનો ત્યાગ કરી ધર્મ અને શુક્લ જેવાં ઉજ્જવલ ધ્યાનોને ધ્યાવાનો પ્રયાસ કરે તો પણ તેને એકદમ સફળતા મળી શકતી નથી. ધર્મશાસ્ત્રોમાં સધ્યાનનો જે પ્રભાવ વર્ણવ્યો છે તે સધ્યાન પ્રારંભમાં જ દરેક ધ્યાતાને પ્રાપ્ત થઈ જાય છે એમ સમજવાનું નથી, કિન્તુ સમજવાનું એ છે કે એ ધ્યાનોના પરિબળ કાળે દુનિયાની એવી કોઈ પણ પ્રકારની ઋદ્ધિ કે સિદ્ધિ નથી કે જે ધ્યાતાને પ્રાપ્ત ન થાય. વળી સધ્યાનની અભ્યાસદશામાં યા તો તેના પ્રારંભકાળમાં શાસ્ત્રોમાં વર્ણવેલી કોઈ પણ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત થતી નથી એ કહેવું પણ સાચું નથી. શરૂઆતનાં અભ્યાસમાં આર્ત-રૌદ્રની પ્રબળતાથી ધર્મધ્યાનની અસર આત્મા ઉપર ન પણ થાય, તોપણ તેથી શાસે કહેલા ફળ ઉપર અશ્રદ્ધાળુ બનવાની જરૂર નથી. શાસ્ત્ર જે ફળોનો નિર્દેશ કરેલો છે તે શાસ્ત્રનિર્દિષ્ટ વિધિપૂર્વક થતી આરાધનાઓ માટે સમજવાનો છે. વિપરીત વિધિ કે અવિધિથી થતી આરાધનાનું ફળ પણ પરિપૂર્ણ વિધિયુક્ત આરાધના જેટલું માગવું એ કોઈ પણ રીતિએ સંગત નથી. એ વાત સાચી છે કે વિધિના રાગ કે અવિધિના પશ્ચાત્તાપપૂર્વક થતી અવિધિ કે વિપરીત વિધિપૂર્વકની આરાધના પણ વિધિના માર્ગે લઈ જનારી હોવાથી શાસ્ત્ર તેનો નિષેધ કરેલો નથી, તોપણ સંપૂર્ણ ફળની સાથે તો પરિપૂર્ણ વિધિધી યુક્ત આરાધના જ સંબંધ ધરાવે છે. પરિપૂર્ણ વિધિપૂર્વકની આરાધના થવી આ કાળમાં શક્ય નથી, માટે શાસ્ત્ર કહેલું અનુષ્ઠાન આ કાળમાં નિરર્થક છે.' - એમ કહેવું એ પણ વિચાર વગરનું છે. શાસ્ત્ર કહેલાં અનુષ્ઠાનો એક ભવની અપેક્ષાએ નિર્માણ કરેલાં હોતાં નથી. એ અનુષ્ઠાનો તો જન્મ-જન્માંતરોની સાથે સંબંધ ધરાવે છે. આત્માનું મુક્તિરૂપી કાર્ય એક જ ભવની આરાધનાથી સિદ્ધ થઈ જવું, એ કોઈના માટે શક્ય નથી. શ્રીમતી મરુદેવી માતા આદિનાં કવચિત મળતાં દષ્ટાંતો શાસ્ત્રોમાં આશ્ચર્યરૂપ ગણાયાં છે. અનાદિકાલીન અસભ્યાસ ટાળવા માટે એક ભવનો અભ્યાસ પૂરતો નથી. અનેક ભવોના અભ્યાસને પરિણામે આત્મા તેવી જાતિના મનોબળને પ્રાપ્ત કરી શકે છે, કે જે તેને તે જ ભવમાં સિદ્ધિ અપાવે છે. આ વાતને સમજી શકનાર આત્મા “આ કાળમાં યા કોઈ પણ કાળમાં ધર્માનુષ્ઠાનનિરર્થક છે,' એમ કહેવાની હિંમત કદાપિ કરી શકશે નહિ. આથી એમ પણ સમજવાનું નથી કે ધર્માનુષ્ઠાન એ જન્માંતરમાં જ ફળનારી ચીજ છે અને આ જન્મમાં તેનું કાંઈ પણ ફળ નથી.” જેઓને આ જન્મમાં ફળની જ દરકાર છે તેઓ માટે તો ધર્માનુષ્ઠાન નિરર્થક જ છે, એમ માનવું એ પણ ન્યાયવિરુદ્ધ છે. એમ તો પ્રત્યેક ક્રિયા પછી તે ધર્માનુષ્ઠાન હો કે અધર્માનુષ્ઠાન હો, પૂર્ણતયા જન્માંતરમાં જ ફળે છે. આ જન્મમાં તેનું જે ફળ પ્રાપ્ત થાય છે તે સ્વલ્પ જ છે. અનેકનાં ખૂન કરનારને એક જ ૭૮ રૈલોકચદીપક મહામંત્રાધિરાજ Jain Education internationar O Private Personal use awary.org Page #121 -------------------------------------------------------------------------- ________________ ફાંસી મળે છે. અને એકનું ખૂન કરનારને પણ એક જ ફાંસી મળે છે. જો આ જન્મમાં પ્રાપ્ત થતા ફળથી જ અનુષ્ઠાનના ફળની સમાપ્તિ માનવામાં આવે તો એવાં ઘણાં અનુષ્ઠાનો છે કે જેનું પરિપૂર્ણ ફળ ભોગવવા માટે આ ભવમાં પૂરતી સામગ્રી જ નથી. એક જીવને અભયદાન આપનાર યા એક જીવને પ્રાણાન્ત આપત્તિમાંથી ઉગારનાર આત્માને પણ જે પુણ્ય બંધાય છે, તેનો બદલો મેળવી આપવાની (એક વખત પ્રાણ આપવાની) સામગ્રી આ દુનિયામાં નથી, તો પછી સમસ્ત જીવનમાં અનેક જીવોને અભયદાન આપનાર અને અનેક આત્માઓને પ્રાણાન્ત આપત્તિઓમાંથી ઉગારનાર આત્માઓને બંધાતા પુણ્યનો બદલો આ જન્મમાં જ કઈ રીતિએ પ્રાપ્ત થવાનો ? અર્થાત્ – ધર્માં અગર અધર્મી કોઈ પણ અનુષ્ઠાનનું સાચું ફળ જન્માન્તરમાં જ પ્રાપ્ત થાય છે. આ જન્મમાં જે ફળ પ્રાપ્ત થાય છે તે અધૂરું, અલ્પ અને ક્ષણિક હોય છે, તેથી તેવા અધૂરા, અલ્પ અને ક્ષણિક ફળ ઉપરથી ધર્મક્રિયાના ફળનું માપ કાઢવાનો પ્રયત્ન કરવો એ તૃણના અગ્રભાગથી સમુદ્રના પાણીનું માપ કાઢવાનો પ્રયાસ કરવા બરોબર છે. જેમ તૃણના અગ્રભાગથી સમુદ્રનું પાણી માપી શકાતું નથી, તેમ આ જન્મના યત્કિંચિત્ બનાવોથી સારી યા નરસી ક્રિયાઓનાં ફળ માપી શકાતાં નથી. સારી યા નરસી ક્રિયાઓનાં ફળ પરંપરાએ અનંત બની શકે છે તેથી ધર્માનુષ્ઠાનોના અનંત ફળોનું શાસ્ત્રીય પ્રતિપાદન કોઈ પણ રીતિએ અસત્ય ઠરતું નથી. નમસ્કારમંત્ર ગણવાની વિધિ નિદ્રાનો ત્યાગ કરીને પરમ મંગળને અર્થે બહુમાનપૂર્વક, વર્ણ ન સંભળાય તે રીતે ‘નવકારમંત્ર' નું સ્મરણ કરવું. કહ્યું છે કે ‘શય્યા ઉપર બેઠેલા પુરુષે પંચરમેષ્ઠિનું મનમાં ચિંતન કરવું એમ કરવાથી અવિનયની પ્રવૃત્તિ રોકાય છે.’ બીજા આચાર્યો એમ કહે છે કે એવી કોઈ પણ અવસ્થા નથી કે જેની અંદર ‘નવકારમંત્ર’ન ગણી શકાય. એ બન્ને મતો પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિન કૃત્યમાં એમ કહ્યું છે કે શય્યાનું સ્થાન મૂકીને નીચે ભૂમિ ઉપર બેસવું અને ભાવબંધુ તથા જગતના નાથ એવા પંચપરમેષ્ઠીનો નમસ્કાર ગણવો. યતિદિનચર્યામાં આ રીતે કહ્યું છે કે રાત્રિના પાછલા પ્રહરે બાલવૃદ્ધ ઇત્યાદિ સર્વે સાધુઓએ જાગીને સાત આઠવાર ‘નવકારમંત્ર' કહેવો. નિદ્રા કરી ઊઠેલો પુરુષ મનમાં નવકાર ગણતો શય્યા મૂકે. પવિત્ર ભૂમિ ઉપર ઊભો રહી અથવા પદ્માસન આદિ આસને બેસી પૂર્વ-ઉત્તર અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે અને ચિત્તની એકાગ્રતા વગેરે થવાને માટે કમલ બંધથી અથવા હસ્તજપથી નવકા૨મંત્ર ગણે. તેમાં કમલબંધની વિધિ આ પ્રમાણે છે. કલ્પિત અષ્ટદળ કમળની કર્ણિકા ઉપર પ્રથમ પદ સ્થાપન કરવું. પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દલ ઉપર અનુક્રમે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું અને અગ્નિ, નૈૠત્ય, વાયવ્ય અને ઈશાન એ ચાર ખૂણાની દિશામાં બાકી રહેલા ચાર પદ અનુક્રમે સ્થાપન કરવા. શ્રી હેમચંદ્રસૂરિજીએ યોગશાસ્ત્રના આઠમાં પ્રકાશમાં કહ્યું છે કે આઠ પાખંડીનાં શ્વેત કમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરના મંત્ર ‘નમો અરિહંતા ।' નું ચિંતવન કરવું પૂર્વ આદિ ચાર દિશાની ચાર પાખંડીને વિષે અનુક્રમે “નમો સિદ્ધાળું ।' આદિ ચાર પદનું અને વિદિશાને વિષે બાકીના ચાર પદનું ચિંતવન કરવું. મન-વચન-કાયાની શુદ્ધિથી મૌનપણે જો એ ૨ીતે ૧૦૮ વાર નવકારનું ચિંતવન કરે તો ભોજન કરવા છતાં પણ ઉપવાસનું ફળ પામે. હસ્તજપની વિધિ નંદ્યાવર્ત, શંખાવર્ત ઇત્યાદિ પ્રકારથી હસ્તજપ કરે તે પણ ઇષ્ટ સિદ્ધિ આદિ ઘણાં ફળની પ્રાપ્તિ કરાવનારો થાય છે. કહ્યું છે કે જે ભવ્ય હસ્તજપને વિષે નંદ્યાવર્ત બાર સંખ્યાએ નવ વાર એટલે હાથ ઉપર ફરતા રહેલા નમસ્કારનું ધ્યાન ૨૦ Page #122 -------------------------------------------------------------------------- ________________ બાર વેઢાને વિષે નવ ફેરા એટલે કુલ ૧૦૮ વાર નવકારમંત્ર જપે તેને પિશાચ આદિ વ્યંતરો ઉપદ્રવ કરે નહીં. બંધન આધિ સંકટ હોય તો નંદ્યાવર્તને બદલે તેથી અવળા શંખાવર્તથી અથવા મંત્રના અક્ષરોના કિંવા પદોના વિપરીત ક્રમથી નવકારમંત્રનો લક્ષ (એક લાખ) આદિ સંખ્યા પ્રમાણ જપ કરવો જેથી શીધ્રપણે ફૂલેશનો નાશ થાય. કમળબંધજપ અથવા હસ્તજપ કરવાની શક્તિ ન હોય તેણે સૂત્ર-રત્ન-રુદ્રાક્ષ-ઈત્યાદિકની જપમાલા પોતાના હ્રયની સમશ્રેણિમાં પહેરેલાં વસ્ત્ર કે પગને સ્પર્શ કરે નહીં એવી રીતે ધારણ કરવી અને મેરુનું ઉલ્લંઘન ન કરતાં વિધિપ્રમાણે જપ કરવો, કહ્યું છે કે અંગુલીના અગ્ર ભાગથી, વ્યગ્રચિત્તથી તથા મેરુના ઉલ્લંઘનથી કરેલો જપ પ્રાયઃ અલ્પ ફળને આપે છે. લોકસમૂહમાં જપ કરવા કરતાં એકાંતમાં કરવો તે મંત્રાલરના ઉચ્ચાર કરીને કરવા કરતાં મૌનપણે કરવો તે અને મૌનપણે કરવા કરતાં પણ મનની અંદર કરવો તે શ્રેષ્ઠ છે. એ ત્રણે જપમાં પહેલાં કરતાં બીજો અને બીજા કરતાં ત્રીજો શ્રેષ્ઠ જાણવો. જપ કરતાં થાકી જવાય તો “ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જવાય તો “જપ કરવો તેમ જ તે બે કરતાં થાકી જવાય તો “સ્ત્રોત્ર” કહેવું. શ્રી પાદલિપ્તસૂરિજીએ પોતે કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં કહ્યું છે કે – માનસ ઉપાંશુ અને ભાષ્ય એવા જપના ત્રણ પ્રકાર છે. તેમાં કેવળ મનોવૃત્તિથી જ ઉત્પન્ન થયેલો અને માત્ર પોતાથી જ જાણી શકાય તે માનસજપ, સંભળાય નહીં તેવી રીતે અંદર બોલવું તે ઉપાંશુજા તથા બીજાથી સંભળાય તેવી રીતે કરવો તે ભાષ્યજ૫. એમાં પહેલો શાંતિ આદિ ઉત્તમ કાર્યો માટે, બીજો પુષ્ટિ આદિ મધ્યમ કાર્યો માટે તથા ત્રીજો અભિસાર-જારણ-મારણ આદિ અધમ કાર્યો માટે ઉપયોગ કરવામાં આવે છે. માનસજપ યત્નસાધ્ય છે અને ભાષ્યજપ અધમ ફળ આપનારો છે માટે સાધારણ હોવાથી ઉપાંશુજપનો જ ઉપયોગ કરવો. નવકારના પાંચ અથવા નવપદ અનાનુપૂર્વીથી અર્થાત્ વિપરીતક્રમથી પણ ચિત્તની એકાગ્રતાને માટે ગણાય છે. નવકારનો એકએક અક્ષર કે એકએક પદનો જપ પણ ઘણાં જ ફળને આપનારો થાય છે. યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે પંચપરમેષ્ઠીના નામથી ઉત્પન્ન થયેલી સોળ અક્ષરની વિદ્યા છે તેના બસો જપ કરે તો ઉપવાસનું ફળ મળે. ‘રિહંત સિદ્ધ ગાય વર્ષીય સાહૂ એ સોળ અક્ષર જાણવા. તેમજ ભવ્યજીવ ત્રણસોવાર “રંતલ' એ છ અક્ષરના મંત્રને, ચારસોવાર “રિહંત' એ ચાર અક્ષરનામંત્રને અને પાંચસોવાર “અ” વર્ણના મંત્રને ચિત્તની એકાગ્રતાથી જપે તો ઉપવાસનું ફળ પામે. આ ફળ કેવળ જીવની પ્રવૃત્તિ કરવાને અર્થે જ છે. પરમાર્થથી તો નવકારજપનું ફળ સ્વર્ગ અને મોક્ષ છે. વળી કહ્યું છે કે નાભિકમળ સર્વતોમુખી “અ”કાર, શિરડકમળ “જિ” કાર, મુખકમળે ‘આ’ કાર, ર્દયકમળે ‘કાર અને કંઠકમળને વિષે “સા'કાર રહેલો છે એમ ધ્યાન કરવું તથા બીજા પણ સર્વકલ્યાણ કરનારા મંત્રબીજ ચિંતવવાં. આ લોકના ફળની ઈચ્છા કરનારાએ “ઓ' કાર સહિત પાઠ કરવો અને નિર્વાણપદની અભિલાષાવાળાએ “ઓ' કાર રહિત કરવો એ રીતે ચિત્ત સ્થિર થવાને માટે એ મંત્રના વર્ણ અને પદ અનુક્રમે જુદા કરીને પણ જપ થાય છે. શાસ્ત્રોમાં જપ વગેરેનું ઘણું ફળ કહ્યું છે. જેમકે पूजाकोटिसमं स्तोत्रं, स्तोत्रकाटिसमो जपः । जपकोटिसमं ध्यानं, ध्यानकोटिसमो लयः ।। ક્રોડો પૂજા સમાન એક સ્તોત્ર છે, ક્રોડો સ્તોત્રો સમાન એક જપ છે, ક્રોડો જપ સમાન એક ધ્યાન છે અને ક્રોડો ધ્યાન સમાન એક લય છે. લય એટલે ચિત્તની લીનતા, એકાગ્રતા, સ્થિરતા કે સ્વરૂપરમણતા અને એ જ ધ્યાનની સર્વોત્તમ ટોચ છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #123 -------------------------------------------------------------------------- ________________ સર્વોત્કૃષ્ટભાવમંગલ मंग्य साध्यते हितमेनेनेति मंगलम् । જેનાથી હિત સધાય તે મંગલ. હિતધર્મથી જ સધાય છે તેથી હિતસાધક ધર્મને આપે તે મંગળ. ‘માં ધર્મ જ્ઞાતીતિ માનમ્ ।' મંગ એટલે ધર્મ તેને આપે તે મંગળ, એવો અર્થ પણ મંગલનો કરેલો છે. ધર્મની પ્રાપ્તિ અધર્મના નાશથી છે અને સર્વ અધર્મનું મૂળ કા૨ણ સંસાર છે, તેથી સંસારનો ક્ષય કરે તે મંગલ એવો ત્રીજો અર્થ પણ મંગલનો થાય છે. मां भवात् संसारात् गालयति अपनयतीति मंगलम् । મને સંસારથી ગાલે, મને સંસારથી દૂર કરે તે મંગલ. એ રીતે મંગલ એટલે હિતનું સાધન, મંગલ એટલે ધર્મનું ઉપાદાન અને મંગલ એટલે અધર્મના મૂલ સંસારનું જ મૂલોચ્છેદન. સુખસાધક અને દુઃખનાશક પદાર્થને મંગલરૂપ માનવાની રૂઢિ સંસારમાં પ્રસિદ્ધ છે. પરંપરાએ પણ દુઃખોચ્છેદક અને સુખપ્રાપક પદાર્થો મંગલરૂપ મનાય છે. . તથા જેમાં કષ્ટ નિવારવાનું કે સુખ આપવાનું સંદિગ્ધ સામર્થ્ય હોય તે વસ્તુઓ પણ મંગલરૂપ ગણાય છે. જેમ કે દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફલ, પૂર્ણકળશ અને સ્વસ્તિકાદિ પદાર્થો કે જે સુખના નિશ્ચિત સાધનો નથી, છતાં તે લોકમાં મંગળરૂપ ગણાય છે. એ રીતે સુખના નિશ્ચિત કે સંદિગ્ધ સાધનભૂત સર્વ કોઈ વસ્તુઓ જગતમાં મંગળરૂપ ગણાય છે. અહિંસા, સંયમ અને તપરૂપ ધર્મો તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાનાદિ ગુણો એ દુઃખધ્વંસ અને સુખસિદ્ધિનાં નિશ્ચિત સાધનો છે, તેથી ભાવમંગળ ગણાય છે અને દધિ, દૂર્વા, અક્ષત તથા શ્રીફળ, સ્વસ્તિક અને પૂર્ણ કલશાદિ સંદિગ્ધ સાધનો છે, તેથી દ્રવ્યમંગળ ગણાય છે. દ્રવ્યમંગળો જેમ સુખનાં સંદિગ્ધ સાધનો છે, તેમ અપૂર્ણ સુખને આપનારાં છે. ભાવમંગળો એ સુખનાં નિશ્ચિત સાધનો છે અને તેનું સેવન કરનારને સંપૂર્ણ સુખ આપનારાં છે, તેથી દ્રવ્યમંગળ કરતાં ભાવમંગળનું મૂલ્ય ઘણું ચડી જાય છે. જૈન શાસ્ત્રોમાં સર્વ પ્રકા૨નાં ભાવમંગળોમાં સર્વોત્કૃષ્ટ ભાવમંગલ શ્રી ‘પંચપરમેષ્ઠીનમસ્કાર’ને કહેલ છે. તેનાં મુખ્ય બે કારણો છેઃ એક તો ‘પંચપરમેષ્ઠીનમસ્કાર' એ સ્વયં ગુણસ્વરૂપ છે અને બીજું તે ગુણોના બહુમાનસ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપ તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન વગેરે સ્વયં ગુણરૂપ છે પણ ગુણોના બહુમાન સ્વરૂપ નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ સર્વ સદ્ગુણોમાં શિરોમણિ સમાન ‘વિનય’ નામના સદ્ગુણના પાલનસ્વરૂપ છે અને સર્વ દુર્ગુણોમાં શિરોમણિ સમાન ‘અહંકાર’ નામના દુર્ગુણને નાશ કરનાર છે. મોક્ષનું મૂળ વિનય છે વિનય વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના દર્શન નથી, દર્શન વિના ચારિત્ર નથી, ચારિત્ર વિના મોક્ષ નથી. બીજી રીતિએ વિચારતાં મોક્ષને માટે ચારિત્રની જરૂર છે, ચારિત્ર માટે દર્શન (શ્રદ્ધા)ની જરૂર છે, દર્શન માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન માટે વિનયની જરૂર છે. યોગ્યનો વિનય એ સદ્વિનય છે. શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમાં તાત્ત્વિક ગુણોને ધારણ કરવાવાળી વિનયને યોગ્ય ત્રિકાલ અને ત્રિલોકવર્તી) સર્વ વ્યક્તિઓને નમસ્કાર કરવામાં આવે છે. પંચપરમેષ્ઠિનમસ્કારમાં નમસ્કા૨ને યોગ્ય વ્યક્તિઓ સર્વપ્રધાન હોવાથી વિષયપ્રધાનત્વાત્’ તેમને નમસ્કાર એ સર્વ વિનયોમાં પ્રધાન વિનયસ્વરૂપ બની જાય છે. પ્રધાન વિનયગુણના પાલનથી પ્રધાનજ્ઞાન, પ્રધાનદર્શન (શ્રદ્ધા), પ્રધાનચારિત્ર અને પ્રધાનસુખની પ્રાપ્તિ થાય છે. સર્વોત્કૃષ્ટભાવમંગલ ૮૧ Page #124 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠીઓને નમસ્કાર સ્વરૂપ પ્રધાન વિનયગુણના પાલન વિનાનું જ્ઞાન, ધ્યાન કે સંયમ એ સર્વ પ્રધાન મોક્ષસુખ આપવાને સમર્થ થઈ શકતું નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ જેમ પ્રધાન વિનય ગુણના પાલન સ્વરૂપ છે, તેમ પ્રધાન ગુણોના બહુમાન સ્વરૂપ પણ છે. ગુણબહુમાન એ ચિત્તનો અચિજ્ય શક્તિયુક્ત ધર્મ છે. ગુણ બહુમાનના આશયવાળું ચિત્ત થોડા જ સમયમાં સર્વ પ્રકારની અશુદ્ધિ અને દોષોથી રહિત બની જાય છે. કાચી માટીના ઘડામાં ભરેલું પાણી જેમ પ્રતિક્ષણ ઘટનો નાશ કરનારું થાય છે, તેમ ચિત્તરૂપી કુંભમાં રહેલું ગુણબહુમાનરૂપી જલ ચિત્તના દોષો અને મલિનતાનો પ્રતિક્ષણ ક્ષય કરનારું થાય છે. ગુણબહુમાનને ધારણ કરનાર માનસિકભાવ જેમ અચિન્હ પ્રભાવસંપન્ન છે, તેમ ગુણબહુમાનને વ્યક્ત કરનારી વાચિક અને કાયિક ચેષ્ટાઓ પણ અચિજ્ય પ્રભાવસંપન્ન બની જાય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમાં એ ત્રણ વસ્તુઓ રહેલી છે. મનથી નમવાનો ભાવ, વચનથી નમવાના શબ્દ અને કાયાથી નમવાની ક્રિયા. એ રીતે જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ ત્રિવિધ ક્રિયાથી યુક્ત શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર પાપધ્વંસ અને કર્મક્ષયના અનન્ય સાધનરૂપ બની જાય છે, તેથી તે સર્વોત્કૃષ્ટ ભાવમંગલસ્વરૂપ છે. અને તેથી જ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની ચૂલિકામાં ફરમાવ્યું છે કે – एष पंचनमस्कारः, सर्वपापप्रणाशनः । मंगलानां च सर्वेषां, प्रथमं भवति मंगलम् ॥१॥ પાંચ પરમેષ્ઠિઓએ કરેલો આ નમસ્કાર, સર્વ પાપોનો પ્રકર્ષે કરીને નાશ કરનારો છે તથા સર્વમંગલોમાં પ્રથમ-પ્રધાનસર્વોત્કૃષ્ટ મંગળસ્વરૂપ છે. શ્રી નમસ્કાર મંત્રમાં આઠ પ્રકારની સિદ્ધિઓ શ્રી નવકારમંત્ર સર્વોત્કૃષ્ટ ભાવમંગલસ્વરૂપ છે, તેનું બીજું એક કારણ એ પણ ગણાય કે એ નવકારનાં પદોમાં આઠ મહાસિદ્ધિઓ છૂપાયેલી છે. જેમકે શ્રી નવકારના પ્રથમ “નમો પદમાં અણિમા સિદ્ધિ રહેલી છે. જેના મુખ્ય કારણો નીચે મુજબ છે. ૧. “નનો’ પદ સંસ્કૃતના ‘નમઅવ્યયથી બને છે અને “નમ ના “નમ્ ધાતુને “અહુ પ્રત્યય લગાડવાથી બને છે. “મેં ધાતુનો અર્થ નમવું એવો થાય છે અને “નમવું” અથવા “નમ્રતા ધારણ કરવી” એ મનોવૃત્તિનો ધર્મ છે. નમવાની મનોવૃત્તિ સર્વથી સૂક્ષ્મ મનાયેલી છે, તેથી તેનો પદનું ધ્યાન “અણિમા' સિદ્ધિને પમાડનાર થાય છે. ૨. સંસ્કૃતના “નવું શબ્દના આદિ તથા મધ્ય અક્ષરનો વ્યત્યય કરવામાં આવે તો “મનસ્' શબ્દ થાય છે પ્રાકૃતમાં એ રીતે અક્ષરોનો વ્યત્યય પણ થાય છે. હવે મનોગતિનું અતિસૂક્ષ્મપણું હોવાથી “નમો પદના ધ્યાનથી “અણિમા' સિદ્ધિ પ્રાપ્ત થાય છે. ૩. ‘ળમાં' શબ્દ ‘જુ' શબ્દના ભાવ અર્થમાં બનેલો છે. પ્રાકૃત શૈલીથી “ગમ' શબ્દથી “નો શબ્દ બની શકે છે. તે આ પ્રમાણે પુરૂT માંથી “નો “૪' કાર “ પાછળ લઈ જવાથી “ો થઈ જાય છે અને આદિનો ' કાર “જુ' કાર પાછળ લેવાથી “' કાર પૂર્ણ થાય છે, તેથી જો પદ બન્યું. “રૂ કારનો લોપ કરવાથી “જનો પદ બાકી રહે છે. પ્રાકૃતમાં “વહુનનું સૂત્રથી સ્વરસંધિ-લિંગ-ધાતુ અર્થ વગેરેનો વ્યત્યય માનેલો છે. એ રીતે ગણિત શબ્દ ઉપરથી બનેલા “નો' પદના ધ્યાનથી અણિમા સિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી નવકારના ‘રિહંતા પદમાં નહિમા સિદ્ધિ સમાયેલી છે. તેનાં કારણો - ૧. ‘રિહંતાણં' એ પ્રાકૃત પદનો સંસ્કૃત પર્યાય “સર્ણતાનું છે. “બઈનાયાનું અથવા “ઈ-પ્રશંસાયાનું એ ધાતુથી “દંત' શબ્દ બને છે. જેઓ પૂજા અને પ્રશંસા કરવા યોગ્ય છે તેઓ “દંત કહેવાય છે. પૂજા અને પ્રશંસાનો હેતુ અરિહંતોનું મહત્ત્વ અથવા મહિમા છે. એવા મહિમાથી યુક્ત અરિહંતોનું ધ્યાન કરવાથી મહિમા સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Tricks www.jamentorary.org Page #125 -------------------------------------------------------------------------- ________________ અહિંતા એ પદનો બીજો સંસ્કૃત પર્યાય ‘પણ થાય છે. જેઓ કામ, ક્રોધ, ષ આદિ અંતરંગ શત્રુઓનો વિનાશ કરે છે તેઓ “ નૂ' કહેવાય છે. શત્રુઓનું દમન અથવા નાશ કરવો એ મહત્ત્વનું કાર્ય છે. એવું મહત્ત્વનું કાર્ય કરનાર શ્રી અરિહંતરૂપી મહાનુભાવ પરમેષ્ઠિઓનું ધ્યાન કરવાથી મહિમાસિદ્ધિ પ્રાપ્ત થાય છે. શ્રી નવકારનાં “લિકા પદમાં “ગરિમા' સિદ્ધિ સમાયેલી છે. તેનાં કારણો: (૧) “હા એ પદ ગુરુ માત્રાઓથી બનેલું છે અને પોતાના સ્વરૂપથી જ ગુરુભાવ એટલે ગરિમાનો સૂચક છે, તેથી તેનું ધ્યાન અથવા જપ “ગરિમા' સિદ્ધિની પ્રાપ્તિ કરાવે છે. (૨) “સિદ્ધિ પદ એટલે મોક્ષ. મોક્ષમાં ગયેલા જીવો સિદ્ધ કહેવાય છે. સિદ્ધિ પદ બધાથી મોટું છે, તેથી સિદ્વિપદમાં સ્થિર મહાત્માઓના ધ્યાનથી ગરિમા' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) સિદ્ધિદાયક પદોમાં “સિલા એ પદ ત્રીજું છે, તેથી પણ તે ત્રીજી “ગરિમા' સિદ્ધિ આપવાવાળું છે. શ્રી નવકારના “કારિયા' એ પદમાં “ધના' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) “નવું શબ્દને ભાવાર્થક “ઈમનુ” પ્રત્યય લગાડવાથી “ધિકા' શબ્દ બને છે. આચાર્યોનો એ સ્વભાવ છે કે ઉપદેશ વગેરે દ્વારા બીજાઓને પ્રતિબોધ કરવો, તેથી લોકમાં રહેલા ઉપદેશ્ય વર્ગ તરફ તેઓ સદા લાઘવ સ્વભાવથી જોનારા છે. લાઘવ સ્વભાવથી જોનારા આચાર્યોના ધ્યાનથી થના ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૨) આચાર્યો સમસ્ત જગતને શિક્ષા દેવાવાળા છે અને તેઓની આગળ સમસ્ત જગત લઘુ એટલે શિક્ષા લેવા યોગ્ય છે. આચાર્યોનું શિક્ષાદાનપણું તેઓને ગુરુ માનવાથી, તથા જગતનું શિક્ષાગ્રહણપણું પોતાને લઘુ માનવાથી જ સંભવી શકે છે. આચાર્યોનું આરાધન લઘુભાવને જ દયમાં રાખીને થઈ શકે છે, તેથી પણ “માયરિયાણં' એ પદના ધ્યાન અને જપથી લઘિમા' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારના “વાયા પદમાં “પ્રાપ્તિ' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો, (૧) ઉપ ', “ ” અને “ગાય” આ ત્રણ શબ્દોથી ઉપાધ્યાય પદ બનેલું છે. તેમાં “પ” અને “ ” એ બને અવ્યય છે તથા મુખ્ય પદ ‘મા’ છે અને તેનો અર્થ “પ્રાપ્તિ થાય છે. ‘૩૫' એટલે સામીપ્રકરણ વગેરે દ્વારા “ ” એટલે અંતઃકરણમાં ધ્યાન કરવાથી, “માય ” એટલે જ્ઞાનાદિ ગુણોની પ્રાપ્તિ જેમનાથી થાય તેઓ ઉપાધ્યાય છે. આ શબ્દાર્થ દ્વારા જ સિદ્ધ થાય છે કે “વજ્ઞાાાં ' એ પદનાં ધ્યાન અને જપથી “પ્રાપ્તિ નામની સિદ્ધિનો લાભ થાય છે. (૨) જેઓની પાસે રહીને અથવા આવીને શિષ્યો અધ્યયન કરે તેઓને “ઉપાધ્યાય' કહેવાય છે. અથવા પાસે રહેલા કે આવેલા સાધુઓને સિદ્ધાન્તનું અધ્યયન કરાવે તેઓ “ઉપાધ્યાય' કહેવાય છે. અથવા જેઓની પાસે નિવાસ કરવાથી શ્રુતનો લાભ થાય તેઓને “ઉપાધ્યાય' કહેવાય છે. એ રીતે આરાધનારૂપ સામીપ્યકરણથી શ્રુતનો લાભ કરાવનાર ઉવાયા' એ પદના જપ અને ધ્યાનથી “પ્રાપ્તિ' નામની સિદ્ધિનો લાભ થાય છે. શ્રી નવકારના “સવ્વસાહૂ એ પદમાં “પ્રાકામ્ય' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) સાધુઓને કોઈ પણ જાતની કામના હોતી નથી. તેઓ હંમેશાં પૂર્ણ ઇચ્છાવાળા હોય છે. પૂર્ણકામ હોવાના કારણે તેઓનું ધ્યાન કરવાથી ધ્યાન કરનારને પણ પૂર્ણકામતા અથવા “પ્રાકામ્ય' સિદ્ધિ પ્રાપ્ત થાય છે. (૨) જેઓ બીજાનાં કાર્યોને સિદ્ધ કરે તેઓ સાધુ કહેવાય છે. “સાધુ' શબ્દનો આ અર્થજ એ વાતને પ્રગટ કરે છે કે સાધુજન બીજાઓની કામના તથા કાર્યોને પૂર્ણ કરે છે. તેથી ‘ દૂi એ પદના ધ્યાનથી “પ્રાકામ્ય' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારના “નકુવા ' એ પદમાં “ઈશિત્વ' સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) “ગ્ન’ શબ્દથી પંચપરમેષ્ઠિનું ગ્રહણ થાય છે. પરમ એટલે સર્વથી શ્રેષ્ઠ એવા સ્થાન પર સ્થિત, તેને સર્વોત્કૃષ્ટભાવમંગલ Page #126 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠિ કહેવાય છે. સર્વોત્તમ સ્થાન પર રહેલા હોવાથી પંચપરમેષ્ઠિ બંધાના “ઇશ' એટલે સ્વામી છે તથા નમસ્કાર શબ્દ પ્રણામનો વાચક છે. એથી ઈશ સ્વરૂપ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવાથી ઈશિત્વ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. ઉત્તમ સ્વામીઓનો એવો સ્વભાવ જ હોય છે કે તેઓ પોતાના આશ્રિતોને તથા આરાધકોને વૈભવ સંબંધમાં પોતાની સમાન બનાવી દે છે. (૨) “વચનકુવારો એ પદનો સંસ્કૃતમાં પર્યાય “પ્રાર્ચના થાય છે. પ્રર્વેન કશ્યન્ત પૂજ્યન્ત સુરતઃ મMતિહાઇ તિ પ્રાચી: નિનાદ, તે નમસ્કારઃ નમwાર: | જેઓ સુરાસુર દેવો વડે આઠ મહાપ્રાતિહાર્યો દ્વારા પ્રકૃષ્ટ ભાવથી પૂજાય છે તેઓ “I” એટલે જિન છે તેઓનો નમસ્કાર તે “ચનમ:' અથવા “જિનનમસ્કાર.” જિન ભગવાન સર્વ અચરાચર જગતના ઈશ” એટલે સ્વામી છે. તેઓના ઈશિત્વ ભાવના કારણે “નમુવારો એ પદથી “ઈશિત્વ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) પ્રાન્તિ-ત્તિ સિદ્ધિ થામ રૂતિ પ્રાચી: સિદ્ધો: ! અહીં “પ્રચ' શબ્દથી સિદ્ધ ભગવંતો જાણવા. તેઓ ફરીથી સંસારમાં પાછા નહીં આવવાવાળા હોવાથી મોક્ષનગરીના ઈશ અથવા તેઓના કારણે ભવ્ય જીવ ગુણસમૂહના ઈશ બને છે, તેથી તેઓને નમસ્કારવાચક નમુવાજે એ પદનાં ધ્યાન અને જાપથી ઈશિત્વ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારના ‘મફત્તા એ પદમાં વશિત્વ સિદ્ધિ સમાયેલી છે તેનાં કારણો - (૧) આ સંસારમાં ધર્મ ઉત્કૃષ્ટ મંગળરૂપ છે. એથી “મંાતા ' એ પદના ધ્યાનથી ધર્મનું ધ્યાન તથા. આરાધના થાય છે. ધર્મની આરાધનાના પ્રતાપે દેવતાઓ પણ વશીભૂત થઈને તેને પ્રણામ કરે છે, તો પછી અન્ય પ્રાણીઓ વશીભૂત થાય એમાં તો નવાઈ જ શી છે? એથી “મંાતા ' એ પદનો જપ અને ધ્યાન “વશિત્વ' સિદ્ધિને આપે છે. (૨) જેનાથી અભીષ્ટ ફળની પ્રાપ્તિ થાય તેનું નામ મંગળ છે. મનુષ્યના અભીષ્ટની સિદ્ધિ ત્યારે જ થઈ શકે છે કે જ્યારે તેના સંબંધમાં આવનારા સર્વ પ્રાણી તેને અનુકૂળ હોય. સર્વ પ્રાણીનું અનુકૂળ હોવું તેનું જ નામ વશિત્વ છે. તેથી “કંકાના એ પદના જાપ અને ધ્યાનથી “વશિત્વ' સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. (૩) મંગળવાચ્ય પદાર્થોની સંખ્યા આઠ હોવાથી ‘મંગળ’ શબ્દ આઠ સંખ્યાને સૂચવે છે. જેમ કે બાણોની સંખ્યા પાંચ હોવાથી બાણશબ્દથી પાંચ સંખ્યાનું ગ્રહણ થાય છે તથા નેત્રોની સંખ્યા બે હોવાથી નેત્ર શબ્દથી બે સંખ્યાનું ગ્રહણ થાય છે, તેવી રીતે આઠની સંખ્યા સૂચક મંગલ શબ્દથી “વશિત્વ'; નામની આઠમી સિદ્ધિ સૂચવાય છે. તેથી તેનું ધ્યાન અને જાપ વશિત્વ' નામની આઠમી સિદ્ધિને આપનાર થાય છે. નવકાર : માતા અને પિતા શ્રી નવકાર એ માતાની જેમ શ્રદ્ધા અને વિશ્વાસનું ભાજન છે, પિતાની જેમ ભક્તિ અને બહુમાનનું પાત્ર છે, મિત્રની જેમ અનુમોદના અને પ્રમોદનું સાધન છે, યોગ્યોને યોગ્ય દાન અને આત્માનું સમર્પણ છે. બહિરાત્મભાવનું વિસર્જન છે, બંધુની જેમ પ્રેમ અને પ્રીતિનું સ્થાન છે. શ્રી નવકાર એ માથાનો મુગટ, હૈયાનો હાર, આંગળીની મુદ્રિકા, ધનુષ્યનું બાણ, ભયનું ત્રાણ, રોગની ચિકિત્સા, વિષનો અપહાર, ચંદનનું ઘર્ષણ, મનનું મનન, નામનું મનસ, ગુણ અને ગુણી ઉપરનો અનુરાગ, મનરૂપી ભ્રમરનું કમળ, મનરૂપી પતંગનો દીપક, મનરૂપી હરિણનો સ્વર, મનરૂપી હાથીનો સ્પર્શ, મનરૂપી દીવાની દિવેટ છે. તથા શબ્દાનુવિદ્ધ અને દશ્યાનુવિદ્ધ સમાધિનો હેતુ છે. SN ૮૪ - આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ N Page #127 -------------------------------------------------------------------------- ________________ નવકારનો અધિકારી શાસ્ત્રોમાં પંચપરમેષ્ઠિ નમસ્કારનો મહિમા ઘણો મોટો વર્ણવ્યો છે. એને સર્વ મંત્રરત્નોનું ઉત્પત્તિસ્થાન કહ્યું છે. એને સર્વ શાસ્ત્રોની આદિમાં ઉચ્ચારણ કરવાનું ફરમાન કર્યું છે. એના એકેક અક્ષરના ઉચ્ચારણમાં અનંત કર્મો અને તેના અનંત રસનો ઘાત થાય છે એમ ફરમાવ્યું છે. સર્વ કાળના અને સર્વ ક્ષેત્રના સર્વ પરમર્ષિઓને પ્રમાણરૂપ હોવાથી એ મહામંગલસ્વરૂપ છે એમ ભારપૂર્વક પ્રતિપાદન કર્યું છે. પંચ પરમેષ્ઠિનમસ્કૃતિને આ લોક અને પરલોકમાં અનેક પ્રકારનાં વાંછિતો પૂરા પાડનાર તરીકે વર્ણવેલા છે. અર્થને આપનાર પણ એ જ છે, કામને આપનાર પણ એ જ છે, આરોગ્યને આપનાર પણ એ જ છે તથા અભિરતિ અને આનંદને આપનાર પણ એને જ માનેલ છે. પરલોકમાં સિદ્ધિગમન અથવા દેવલોકગમન અથવા શુભ કુળમાં આગમન અથવા બોધિલાભનું કારણ પણ એને જ કહેલ છે. સર્વ સુખનો પ્રયોજક અને સર્વ દુઃખનો ઘાતક શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કાર છે એમ તે તે સ્થળોએ સ્પષ્ટ શબ્દોમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ ફરમાવ્યું છે. ભગવાન હરિભદ્રસૂરિજી “યોગબિન્દુ' નામના ગ્રન્યરત્નમાં ફરમાવે છે કે : अक्षरद्वयमप्येतत्, श्रूयमाणं विधानतः । गीतं पापक्षयायोञ्चैः, योगसिद्धैर्महात्मभिः ॥१॥ યોગ એવા બે અક્ષર પણ વિધાનપૂર્વક સાંભળનાર આત્માને અત્યંત પાપના લય માટે થાય છે એમ સિદ્ધયોગી એવા તીર્થંકર ગણધરાદિ મહાપુરુષોએ ફરમાવ્યું છે. એ જ શ્લોકની સ્વોપજ્ઞ ટીકામાં તેઓશ્રી ફરમાવે છે કે - अक्षरद्वयमपि किं पुनः पञ्चनमस्कारादीन्यनेकान्यक्षराणीत्यपि शब्दार्थः । एतत् 'योगः' इति शब्दलक्षणं श्रूयमाणमाकर्ण्यमानम् । तथाविधाऽर्थाऽनवबोधेऽपि, विधानतो विधानेन, श्रद्धा संवेगादि शुद्ध भावोल्लासकरकुड्मलयोजनादिलक्षणेन, गीतमुक्तं पापक्षयाय, मिथ्यात्वमोहाद्यकुशलकर्मनिर्मूलनायोच्चैरत्यर्थम् । कैर्गीतमित्याह-'योगसिद्वैः' योगः सिद्धो निष्पन्नो येषां ते तथा तैर्जिनगणधरादिभिः 'महात्मभिः' प्रशस्तभावैरिति ॥ અર્થાતુ - બે અક્ષર પણ અશુભકર્મના અત્યન્ત નિર્મુલન માટે થાય છે તો પછી પંચનમસ્કારાદિ અનેક અક્ષરો માટે તો કહેવું જ શું? “યોગ' એવા બે અક્ષરો સાંભળતાં તેવા પ્રકારના અર્થનું જ્ઞાન ન હોય તો પણ વિધાનપૂર્વક શ્રદ્ધા સંવેગાદિ ભાવોલ્લાસપૂર્વક અને બે હાથ આદિ જોડવાપૂર્વક મિથ્યાત્વમોહનીયાદિ અશુભ કર્મના અત્યંત નિર્મૂલન માટે થાય છે, એમ નિષ્પન્ન યોગી એવા શ્રી જિન-ગણધરાદિ પ્રશસ્ત સ્વભાવવાળા મહાત્માપુરુષોએ ફરમાવ્યું છે. ભગવાન હરિભદ્રસૂરિ મહારાજ ઉપરોક્ત નિરૂપણ દ્વારા ફરમાવે છે કે શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારાદિ અનેક અક્ષરો નહિ, કિન્તુ શ્રી જિનવચનાનુસારી “યોગ” એવા બે અક્ષરનું શ્રવણ પણ અત્યંત પાપક્ષય માટે થાય છે. શરત એટલી જ કે તે વિધાનપૂર્વક હોવું જોઈએ. અને વિધાન એટલે શ્રદ્ધા, સંવેગાદિ માનસિક ભાવ અને કરકુમલયોજનાદિ શારીરિક વ્યાપાર. ઉપલક્ષણથી શુદ્ધ ઉચ્ચારણ આદિ વાચિક ક્રિયા તથા પ્રકારના અવબોધ વિના કાયિક, વાચિક અને માનસિક શુદ્ધ ભાવોલ્લાસપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર આદિ અક્ષરોનું શ્રવણ પણ અતિ ક્લિષ્ટ પાપોના ક્ષયનું ઉચ્ચ કારણ માનેલું છે, તો પછી તથા પ્રકારના અવબોધ સહિત, શુદ્ધ અને સ્પષ્ટ શબ્દોચ્ચાર પૂર્વક તેનું ઉચ્ચારણ અથવા મનન, ચિન્તન અને નિદિધ્યાસનાદિ અત્યંત અશુભ કર્મોના ક્ષયનું પરમ કારણ બને તેમાં તો પૂછવું જ શું? નવકારનો અધિકારી ti ૮૫ iff utilipi Page #128 -------------------------------------------------------------------------- ________________ તથા પ્રકારના યોપશમના અભાવે અર્થનો અવગમ ઓછો વત્તો હોઈ શકે છે, પરંતુ તે વિધાનનો અભાવ-શ્રદ્ધા, સંવેગાદિ ભાવોલ્લાસના અભાવ જેટલો બાધક બનતો નથી. લયોપશમના યોગે અર્થાવગમ અધિક પણ હોય છતાં જે વિધાન પ્રત્યે બેદરકાર હોય તો તે ફળપ્રાપ્તિથી બેનસીબ રહે છે. અર્થબોધ ભલે સામાન્ય હોય પણ વિધાન પ્રત્યે કાળજી હોય તો તે આત્મા પાપક્ષયાદિ ઉચ્ચ ફળોનો ભોક્તા બની શકે છે. શ્રદ્ધા એટલે “ તથતિ પ્રત્યયઃ | ” “આ તેમ જ છે એવો વિશ્વાસ અથવા “આ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ. સંવેગ એટલે “મોક્ષાભિલાષ” અથવા “આ જ આરાધન કરવા યોગ્ય છે, એવું જ્ઞાન.' ભાવોલ્લાસને માટે આ જાતિનાં શ્રદ્ધા અને સંવેગની પરમ આવશ્યકતા છે. જ્યાં સુધી “પંચપરમેષ્ઠિનમક્રિયા એ જ પરમાર્થ છે' એવી બુદ્ધિ ન થાય અને દુઃખ અને તેના કારણભૂત પાપથી રહિત બનવા માટે એ જ એક પરમ સાધન છે એવું આંતરિક જ્ઞાન ન થાય ત્યાં સુધી અરિહંત બાર ગુણ સહિત છે અને સિદ્ધ આઠ ગુણ સહિત છે. આઠ પ્રાતિહાર્ય અને ચાર મૂલાતિશય મળીને બાર ગુણ થાય છે. અશોકવૃક્ષ, સુરપુષ્પવૃષ્ટિ, ઈત્યાદિ આઠ પ્રાતિહાર્યોનાં નામ છે. અપાયાપગમાતિશય, જ્ઞાનાતિશય ઈત્યાદિ ચાર મૂલ અતિશયો કહેવાય છે. આઠ કર્મના ક્ષયથી સિદ્ધ પરમાત્માને આઠ ગુણ ઉત્પન્ન થાય છે. આઠ કર્મની ઉત્તર પ્રવૃતિઓ (૧૫૮), સત્તામાં (૧૪૮), બંધમાં (૧૨૦), ઉદયમાં (૧૨૨), ઉદીરણામાં (૧૨૨) હોય છે. બંધ ઉદય, ઉદીરણા અને સત્તા એ ચારે પ્રકારે કર્મથી રહિત હોય તે સિદ્ધ કહેવાય છે. એથીય (પાંચ પરમેષ્ઠિ અને તેમના ગુણ સંબંધી) સૂક્ષ્માતિસૂક્ષ્મ જ્ઞાન ધરાવનાર આત્મા પણ જો તે પ્રત્યે શ્રદ્ધા અને સંવેગથી શૂન્ય હોય તો ફળપ્રાપ્તિનો અધિકારી બનતો નથી. તથા પ્રકારની યોપશમાદિ સામગ્રીના અભાવે “અરિહંત પરમાત્મા એ મોક્ષમાર્ગના ઉપદેશક છે. સિદ્ધપરમાત્મા એ મોક્ષને પ્રાપ્ત થયેલા છે. મોક્ષ અનંત સુખનું ધામ છે. જન્મમરણાદિ કે ભૂખતૃષાદિ પીડાઓનું ત્યાં નામનિશાન નથી. દુઃખનું સ્થાન ચાર ગતિરૂપ સંસાર છે. આદિ, વ્યાધિ અને ઉપાધિથી છે ભરપૂર છે. જ્યાં સુધી એ સંસારપરિભ્રમણ મટે નહિ ત્યાં સુધી દુઃખનો અંત આવે નહિ. અરિહંત પરમાત્માઓએ કેવળજ્ઞાનથી તેમ જોયું છે. પોતે સ્વપુરુષાર્થથી કમરહિત બન્યા છે. બીજાઓને કમરહિત બનવાનો માર્ગ બતાવી ગયા છે. એ માર્ગે ચાલનાર પૂર્વે દુઃખરહિત બન્યા છે અને આજે પણ દુઃખરહિત બને છે. અનંત સુખના ભોક્તા પણ તેઓ જ થયા છે અને થાય છે. એ માર્ગની શ્રદ્ધાના અભાવે જ જીવો ચારે ગતિમાં દુઃખ અનુભવી રહ્યા છે. દુઃખનાશ અને સુખપ્રાપ્તિનો પારમાર્થિક ઉપાય અરિહંતો જાણી શકે છે. બીજાઓ તેમના કહેવાથી જ જાણી શકે છે. અરિહંત કે સર્વજ્ઞ બન્યા પહેલાં જેઓ સુખપ્રાપ્તિનો માર્ગ બતાવે છે તેઓ શ્રદ્ધેય નથી. તેવા અપૂર્ણ જ્ઞાનીના બતાવેલા માર્ગે ચાલવામાં અશ્રેય છે. સંપૂર્ણજ્ઞાનીએ બતાવેલા માર્ગે ચાલવામાં જ શ્રેય છે. જ્ઞાનીએ બતાવેલો માર્ગ ઉપલકદષ્ટિએ કષ્ટપૂર્ણ લાગે તોપણ આદરણીય છે. અજ્ઞાની અગર અધૂરા જ્ઞાનીઓએ બતાવેલો માર્ગ સુખવાળો લાગે તોપણ અનાદરણીય છે. સમસ્ત દુઃખનો જેમાં સદાકાળને માટે અંત છે એવા મોક્ષને મેળવવા માટેનો માર્ગ સુખાળો હોઈ શકે જ નહિ. અધિક કષ્ટથી બચવા માટે અલ્પકષ્ટ એ કષ્ટ ગણાય જ નહિ. સંસારનાં ક્ષણિક સુખો પણ કષ્ટ વિના મળી શકતાં નથી તો મોક્ષનાં અનંત સુખો વિના કષ્ટ અગર ખાતાંપીતાં મળી જાય એમ માનવું એ ભ્રમ છે. એટલું જેઓ જાણે છે તેમ જ શ્રદ્ધા અને સંવેગ ભરપૂર વિચારો જેમનાં અંતરમાં નિરંતર સ્થાન ધરાવે છે તે આત્માઓ. પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયાના યથાર્થ ફળના ઉપભોક્તા બની શકે છે. અર્થજ્ઞાન મળ્યા પછી સંવેગની શી જરૂર ? એમ કહેવું બરોબર નથી. અર્થજ્ઞાનની સાથે શ્રદ્ધા, સંવેગઈત્યાદિ જ્યાં સુધી ન મળે ત્યાં સુધી તે ક્રિયા ભાવક્રિયા બની શકતી નથી. શાસ્ત્રકારોએ “ભાવને જ સર્વત્ર રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #129 -------------------------------------------------------------------------- ________________ ફળદાયી માન્યો છે. “ભાવ” ઉપયોગ સ્વરૂપ છે. ઉપયોગ વિનાની અર્થજ્ઞાન સહિત અને શુદ્ધ ક્રિયાને પણ. શાસ્ત્રકારઓએ દ્રવ્ય ક્રિયા કહેલી છે. “અનુપયોગો દ્રવ્યમતિ વવના | ” “અનુપયોગ એ જ દ્રવ્ય છે.” એમ શાસ્ત્રકારોનું ફરમાન છે. ઉપયોગવાળાની કથંચિત અશુદ્ધ અગર અર્થજ્ઞાનહીન ક્રિયા પણ ભાવક્રિયાનું કારણ બની શકે છે. એથી વિપરીત ઉપયોગશૂન્યની શુદ્ધ અને અર્થજ્ઞાનવાળી ક્રિયા પણ ભાવક્રિયા કે તેનું સાક્ષાત્ કારણ બની શકતી નથી. ઉપયોગની આટલી પ્રધાનતા જેમ ધર્મક્રિયામાં છે તેમ પ્રત્યેક સારી-નરસી ક્રિયામાં છે. અનુપયોગ થયેલો અપરાધ સંસારમાં કે સરકારમાં પણ મુખ્ય અપરાધ ગણાતો નથી, તેમ વિના ઉપયોગે થયેલું સારું કાર્ય પણ સંસારમાં સારું કે પ્રશંસનીય ગણાતું નથી. ઇતર દર્શનકારોએ પણ કહ્યું છે કે, “ મન પર્વ મનુષ્યનાં વા વચનોક્ષયોઃ / મનુષ્યોનું મન એ જ બંધ અને મોક્ષનું કારણ છે.” મન જેમાં ભળતું નથી એ ક્રિયા જેમ મોક્ષનો હેતુ નથી, તેમ તેવા પ્રકારના બંધનો હેતુ પણ થતી નથી. મનશૂન્યપણે કે ઉપયોગશૂન્યપણે થતી પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયા સાથે મનને મેળવવા માટે અર્થશાનની જેટલી જરૂર છે, તેથી કોઈ ગુણી અધિક જરૂર શ્રદ્ધા અને સંવેગની છે. શ્રદ્ધા અને સંવેગવાળા તથા પંચપરમેષ્ઠિનમસ્કારક્રિયા પ્રત્યે ભક્તિ અને આદરવાળા પુણ્યવંત જીવો સામગ્રીના અભાવે અત્યલ્પ અર્થજ્ઞાનને ધારણ કરવા છતાં તેનાથી જે ફાયદો ઉઠાવી શકે છે, તે ફાયદો શ્રદ્ધા-સંવેગ-ભક્તિ અને આદરાદિથી શૂન્ય મોટા તત્ત્વવેત્તા પંડિતાગ્રણીઓ પણ મેળવી શકે નહિ. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના સાચા અધિકારી શ્રદ્ધા-સંવેગાદિ ગુણોથી વિભૂષિત પુરુષરત્નો છે. પછી તે સાધુ હો, સાધ્વી હો, શ્રાવક હો, શ્રાવિકા હો કે ભલે ભદ્રક પરિણામી મિથ્યાદષ્ટિ હો. શ્રી મહાનિશીથાદિ સૂત્રોના યોગોહન કરનાર સંયમી, શુદ્ધ ચારિત્રના ખપી અને શાસ્ત્રો વિધિ-વિધાન પ્રત્યે પરિપૂર્ણ આદર ધરાવનારા નિર્ઝન્ય મુનિરાજના મુખથી, શ્રી ઉપધાનાદિ તપ કરવાપૂર્વક પ્રહણ કરેલો નવકાર એ વિધિપૂર્વક પ્રહણ કરેલો ગણાય છે. એ રીતે વિધિપૂર્વક અગર વિધિ પ્રત્યે સંપૂર્ણ આદર ધારણ કરી, અવસર મળ્યો એ વિધિને પૂર્ણ કરવાની ધારણા રાખી, નવકારને ગ્રહણ કરે તો નવકાર દ્વારા યથેષ્ટ ફળ મેળવી શકે છે. શ્રી નવકારમંત્રનો અધિકારી શ્રદ્ધાવાન છે. એ શ્રદ્ધા કેળવવા માટે પંચ પરમેષ્ઠિઓના મુખ્ય ઉપકારો કયા છે? એનું વારંવાર ચિત્તવન-મનન ઘણું ઉપકારક છે. શાસ્ત્રોમાં એ મુખ્ય ઉપકારોને ચૂંટીને પાંચ વિભાગમાં સમજાવ્યા છે. પંચપરમેષ્ઠિઓના પાંચ ઉપકારો. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિઓ છે, અર્થાત્ પરમપદે બિરાજમાન પાંચ વિભૂતિઓ છે. જતિથી પાંચ છે. પણ વ્યક્તિશઃ અનંત છે. ત્રણે કાલ અને ત્રણે લોકમાં તેઓ પ્રતિષ્ઠિત છે. ચાર નિક્ષેપ અને પાંચ પદોથી તેઓ આરાધ્ય છે. આ વિશ્વને અલંકૃત કરનાર પાંચ અદ્વિતીય રત્નો છે. સમ્યગ્દર્શન જ્ઞાન, ચારિત્ર અને તપ એ ચાર-એ રત્નોની કાંતિ, વિશ્વને ઉજ્જવળ બનાવનાર પ્રભા સમાન છે. પંચપરમેષ્ઠિ અને તેમના ગુણ સ્વયં પોતાના તેજથી ત્રિભુવનમાં પ્રકાશી રહ્યા છે. જેઓ તેમના એ પ્રકાશને જોઈ શકતા નથી, તેઓ ઘોર અંધકારની છાયા નીચે વસી રહેલા દુર્ભગ આત્માઓ છે. એમ કહી શકાય. અરિહંતોનો ઉપકાર માગદિશકપણુંઃ અરિહંતો જેમ સ્વયં વીતરાગ, સર્વજ્ઞ અને ત્રિભુવન પૂજનીય છે, તેમ સિદ્ધ ભગવંતો અને સામાન્ય કેવળજ્ઞાનીઓ પણ વીતરાગ સર્વજ્ઞ અને સર્વપૂજનીય છે. તેથી અરિહંતોની વિશેષતા તેમના માર્ગદર્શકપણામાં છે. મોક્ષમાર્ગનું પ્રથમ ઉપદેશકપણું અરિહંતોના ફાળે જાય છે. જન્મથી જ ત્રણ જ્ઞાન સહિત જન્મનારા અને દીક્ષા નવકારનો અધિકારી Page #130 -------------------------------------------------------------------------- ________________ સમયે ચતુર્થ જ્ઞાનપ્રાપ્તિ કરનારા અરિહંતો જ કેવળજ્ઞાન પામી મોક્ષમાર્ગને દેખાડે છે, બીજાઓની તે તાકાત નથી. સિદ્ધો દેહ રહિત હોવાથી અને સામાન્ય કેવળજ્ઞાનીઓ અતિશયોરહિત હોવાથી મોક્ષમાર્ગના આદ્યદર્શક બની શકતા નથી. સિદ્ધોનો ઉપકાર અવિનાશીપણુંઃ અરિહંતોના અરિહંતપણાનો પણ આયુષ્ય પૂર્ણ થતાં અંત આવે છે. સિદ્ધોનું સિદ્ધપણું અવિનાશી છે. કાળની ફાળ સિદ્ધોના ગુણ કે સુખના એક અંશ ઉપર પણ આક્રમણ કરી શકતી નથી. સિદ્ધોના ગુણો અને સુખો અવ્યાબાધ છે. અવ્યાબાધ ગુણ કે અવ્યાબાધ સુખ સિદ્ધો સિવાય બીજા કોઈને પણ નથી. અરિહંતો પણ આયુષ્યકર્મના અંત સુધી દેહને પરતંત્ર છે. સિદ્ધોની સ્વતંત્રતાની આડે આવવાની તાકાત કોઈ પણ વસ્તુમાં નથી. એ કારણ જ અરિહંતો પણ સિદ્ધપણા માટે જ ઉદ્યમ કરે છે અને જગતને પણ એ સિદ્ધપણાના માર્ગે જ લઈ જવાનો પ્રયાસ કરે છે. આચાર્યોનો ઉપકાર આચારઃ અરિહંતો દેહધારી છે છતાં સર્વકાળ અને સર્વક્ષેત્રોમાં તેમની હાજરી સંસારમાં હોતી નથી. સિદ્ધો દેહરહિત છે અને સંસારના પારને પામી ગયેલા હોય છે, તેથી મુક્તિનો માર્ગ સર્વકાલ અને સર્વ ક્ષેત્રોમાં આચાર્યોથી જ ચાલે છે. આચાર્યો આચારના પાલનથી જ મોક્ષમાર્ગને ચલાવે છે. મોક્ષનો માર્ગ પાંચ પ્રકારના આચારમાં વહેંચાયેલો છે. આચાર્યો તે પાંચ પ્રકારના આચારને મન વચન કાયાથી એવી રીતે પાળે છે કે યોગ્ય આત્માઓની આગળ તે માર્ગનો પ્રકાશ ફેલાય છે. તેમાંથી અનેક યોગ્ય આત્માઓ મોક્ષમાર્ગની આરાધન પ્રત્યે આપોઆપ આકર્ષાય છે. ઉપાધ્યાયોનો ઉપકાર વિનય : આચાર્યો રાજાના સ્થાને છે. ઉપાધ્યાયો મંત્રીના સ્થાને છે. આચાર્યોનો સ્વયંવિનય કરવો અને બીજા પાસે કરાવવો એ તેમનું મુખ્ય કર્તવ્ય છે. “વિનય વિના જેમ વિદ્યા નથી તેમ વિનય વિના ધર્મ પણ નથી.” આ વાત ઉપાધ્યાયો પોતાના દષ્ટાંતથી જગત સન્મુખ સર્વદા ટકાવી રાખે છે. વિનયના નાશમાં જેમ વિદ્યાનો નાશ છે. તેમ વિનયના નાશમાં ધર્મનો પણ નાશ છે.' એ પદાર્થપાઠ જગતને આપવાનું કાર્ય ઉપાધ્યાયોથી થાય છે. આચાર્યોથી જેમ સદાચારોનું સંરક્ષણ થાય છે. તેમ ઉપાધ્યાયોથી વિનયાદિ સદ્ગણોનું સરંક્ષણ થાય છે. તેઓ સ્વયં વિનય કરે છે અને બીજાઓ પાસે પણ કરાવે છે. વિનયથી જ્ઞાન, જ્ઞાનથી દર્શન (શ્રદ્ધા), દર્શનથી ચારિત્ર અને ચારિત્રથી મોક્ષ તેઓ સ્વયં મેળવે છે અને બીજાઓને પણ મેળવી આપે છે. સાધુઓનો ઉપકાર સહાય : આચાર્યો પાસેથી આચાર અને ઉપાધ્યાયો પાસેથી વિનયને મેળવીને મુક્તિમાર્ગની સાધનામાં મગ્ન બનેલા સાધુઓ, મુક્તિમાર્ગના અભિલાષક ભવ્ય આત્માઓને મુક્તિમાર્ગના અનન્ય સહાયક બને છે. અર્થકામાદિ અન્ય સર્વક્ષેત્રોમાં અન્ય સર્વની સહાય સુલભ છે, પણ મુક્તિમાર્ગમાં સાધુઓ સિવાય બીજાઓની સહાય સુલભ નથી. સાધુઓની સાધના જ એવા પ્રકારની રચાયેલી છે, કે એ સાધના દ્વારા ભવ્ય આત્માઓને મુક્તિમાર્ગને આરાધવા માટેની જરૂરી સહાય આપોઆપ મળી રહે છે. સાધુઓ પાસેથી તે સહાય મેળવનારને એક પાઈનું પણ ખર્ચ કરવું પડતું નથી. સાધુઓ પાસેથી અર્થી આત્માઓને જ્ઞાન, દર્શન, ચારિત્ર, શીલ, તપ, અને તેના પરિણામે મળતાં સ્વર્ગ અને અપવર્ગનાં સુખો પણ મફત જ મળે છે. તેના બદલામાં સાધુને કશું જ ખપતું નથી. સાધુઓનો એ અનન્ય ઉપકાર છે. આ રીતે માર્ગ, અવિનાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ પરમેષ્ઠિઓના અનંત ઉપકારોમાંથી વીણીને છૂટા પાડેલા અનુક્રમે પાંચ પ્રધાન ઉપકારો છે. તેને લક્ષમાં લેવાથી પરમેષ્ઠિઓ ઉપર સાચો આદરભાવ જાગે છે. એ આદરભાવ જ જીવને “નવકાર મંત્ર'નો સાચો અધિકારી બનાવે છે. જ SN ૮૮ આ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ NS Page #131 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનું નિશ્ચયવરૂપ મંત્રાધિરાજ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રનો જૈનશાસનમાં ખૂબ ખૂબ મહિમા ગવાય છે. જૈનશાસનના તમામ શાસ્ત્રોમાં એનો મહિમા વર્ણવાયો છે અને તેથી જૈન કુળનું નાનું બાળક પણ નવકારને જાણતું જ હોય છે. નવકારને ચૌદ પૂર્વનો સાર કહેવાય છે. અર્થાત્ ચૌદ પૂર્વ સમસ્ત જિનશાસનનો સાર છે અને તેનો પણ સાર આ નવકાર મહામંત્ર છે. આ ગ્રન્થમાં પણ નવકારનો મહિમા અનેક રીતે બતાવવા પ્રયાસ કર્યો છે. નવકારના મહિમાને સૂચવનારી કથાઓ વગેરેનું વર્ણન કરીને પણ નવકારનું માહાત્મા ગાવા કોશિશ કરી છે. આટલું બધું માહાસ્ય વાંચ્યા, વિચાર્યુ કે સાંભળ્યા પછી જિજ્ઞાસુ જીવને જરૂર એમ થાય કે આ મંત્રમાં એવું શું છે કે જેથી તેનો આટલો બધો મહિમા વર્ણવવામાં આવ્યો છે? કહેવા પૂરતો તો ગમે તે વસ્તુનો મહિમા કહી શકાય છે, પણ તેનો મર્મ સમજાય નહિ ત્યાં સુધી અંતરંગ શ્રદ્ધા પારમાર્થિક રીતિએ થઈ શકતી નથી અને એટલા જ માટે નવકારનું પારમાર્થિક સ્વરૂપ શું છે તે સમજવાની પૂરી આવશ્યકતા સિદ્ધ થાય છે. પારમાર્થિક સ્વરૂપ કહો કે નિશ્ચય સ્વરૂપ કહો બંને એક જ વાત છે. પરમાર્થથી નવકાર એ પોતાનો આત્મા જ છે. કારણ કે તેના પ્રથમ બે પદમાં આત્માનું શુદ્ધ સ્વરૂપ કેવું હોય તેનું વર્ણન કરવામાં આવ્યું છે. અરિહંત અને સિદ્ધ એ આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે. પછીના ત્રણ પદમાં શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિના ઉપાયનું વર્ણન કર્યું છે. શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિનો ઉપાય સંવર અને નિર્જરા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ સંવર નિર્જરા દ્વારા આત્માના શુદ્ધ વીતરાગ સ્વરૂપની પ્રાપ્તિને માટે નિરંતર પ્રયત્નશીલ હોય છે. વ્યક્તિ તરફ લક્ષ્ય નહિ આપતાં સંવર અને નિર્જરાસ્વરૂપ તેમની સાધના તરફ લક્ષ્ય આપીએ તો એ ત્રણ પદમાં સંવર અને નિર્જરાનું જ સ્વરૂપ બતાવ્યું છે એમ કહી શકાય. નમસ્કાર કરનારો જીવ આત્માના શુદ્ધ સ્વરૂપનો તથા તેની પ્રાપ્તિના ઉપાયરૂપ સંવર અને નિર્જરા તત્ત્વનો આદર કરે છે અને તે દ્વારા એ પોતાના તમામ પાપોનો નાશ કરે છે તે વાત છઠ્ઠા તથા સાતમા પદથી વ્યક્ત થાય છે. તથા પોતે પણ ક્રમે કરીને તે જ ઉપાયથી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરી, તમામ કષાયભાવોના દુ:ખથી બચી, સ્વરૂપનો અનંતો આનંદ અનુભવે છે. માટે તેને સૌથી પ્રથમ મંગળ ગણવામાં આવે છે એ વાત આઠમા તથા નવમા પદથી પ્રગટ થાય છે. એ રીતે વસ્તુતઃ આ નવકારમાં સ્વ-આત્માની જ પાંચ અવસ્થાઓ (પર્યાયો)નું વર્ણન કરવામાં આવ્યું છે. આપણો આત્મા જ અરિંહત સ્વરૂપ છે, સિદ્ધ સ્વરૂપ છે, આચાર્ય સ્વરૂપ છે, ઉપાધ્યાય સ્વરૂપ છે, તથા સાધુ સ્વરૂપ છે. શ્રી સિરિસિરિવાલ કહા નામના ગ્રન્થરત્નમાં ફરમાવ્યું છે કે- . जं ज्झाया झायंतो अरिहंत स्व-सुपय-पिंडत्थं । अरिहंतपयमयं चेव, अप्पं पिक्खेइ पचक्खं ॥ १ ॥ અર્થ - પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ સ્વરૂપ વડે જે ધ્યાતા અરિહંતને ધ્યાવે છે, તે પોતાના આત્માને પ્રત્યક્ષ અરિહંતમય જુએ છે. ૧. તેને જ અનુસરીને રચાયેલ શ્રી શ્રીપાલરાસમાં પણ કહ્યું છે કે અરિહંતપદ ધ્યાતો થકો, દÖહ ગુણ પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમાં, અરિહંત રૂપી થાય રે, વીર જિનેસર ઉપદિશે ૧. અર્થ:- દ્રવ્યગુણપર્યાયથી જે આત્મા અરિહંતપદનું ધ્યાન કરે છે, તે આત્મા અરિહંત અને પોતાની વચ્ચે નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ ૮૯ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૨હેલા ભેદનો છેદ કરીને સ્વયં અરિહંત સ્વરૂપ થાય છે એમ શ્રી વીરપરમાત્મા ઉપદેશે છે. ૧. શ્રી પ્રવચનસારમાં પણ કહ્યું છે કે जो जाणदि अरहंतं, दव्वत्त- गुणत्त - पज्जयत्तेहिं । सो जाणदि अप्पाणं, मोहो खलु जादि तस्स लयम् ॥१॥ અર્થ :- જે અરિહંતને દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે જાણે છે, તે પોતાના આત્માને જાણે છે અને તેથી ખરેખર તેનો મોહ નાશ પામે છે. ૧ આ એક જ ગાથામાં તમામ શાસ્ત્રોનું રહસ્ય સમાઈ જતું હોય તેમ જણાઈ આવે છે. જે આત્માને મોહનો ક્ષય કરી, અરિહંત સ્વરૂપી થઈ, અનંત સુખના ભોક્તા થવું છે, તેને માટે આ જ એક ઉપાયનું અવલંબન જરૂરી છે. અરિહંતના ધ્યાનથી પોતાના શુદ્ધાત્માનું સ્વરૂપ સમજાય છે અને શુદ્ધ આત્મસ્વરૂપની યથાર્થ સમજણ થવાથી પુદ્ગલમાં આત્મપણાની મિથ્યા ભ્રાંતિરૂપ અનાદિનો મિથ્યામોહ આપોઆપ નાશ પામે છે. સ્વ-આત્મ-સ્વભાવની યથાર્થ શ્રદ્ધા એ જ સમ્યગ્દર્શનનું મૂળ છે. અરિહંતના આત્માનું દ્રવ્ય, ગુણ અને પર્યાય વડે ધ્યાન ક૨વાથી પોતાનો આત્મા પણ તે સ્વરૂપ જ છે, તેનો ખ્યાલ આવે છે અને એ ખ્યાલ દૃઢ થતાં જ તે પરથી ભિન્ન આત્મ સ્વભાવની યથાર્થ શ્રદ્ધા દૃઢ થાય છે. આત્મ સ્વભાવની યથાર્થ અને શુદ્ધ શ્રદ્ધાથી મોહ નાશ પામે છે. અનાદિ કાળથી જીવ સ્વને ભૂલી પર તરફ દૃષ્ટિ કરતો આવ્યો છે અને તે કારણે તેના રાગ દ્વેષ કેમે કરીને ટળતા નથી. એક વાર પણ જીવને એટલું શ્રદ્ધાન થઈ જાય કે નિશ્ચયથી ‘હું સર્વ પરપદાર્થોથી ભિન્ન છું અને અનંત જ્ઞાનદર્શનાદિ ગુણોનો પિંડ છું,’ ‘પરપદાર્થથી મને અણુમાત્ર લાભ કે નુકસાન છે જ નહિ,’ પછી પરપદાર્થો પ્રત્યે રાગ-દ્વેષ થવાનું તેને કાંઈ કા૨ણ રહેતું નથી. વસ્તુમાત્ર અનાદિ કાળથી છે, છે અને છે જ. વસ્તુ છે તો તે દરેક વસ્તુનો સ્વભાવ પણ છે. દરેક વસ્તુ સ્વભાવથી જ ત્રિકાળ ટકી રહી છે. વસ્તુસ્વભાવ સ્વતંત્ર છે પણ પરતંત્ર નથી. વસ્તુસ્વભાવ જો પરાધીન હોય તો વસ્તુનો જ નાશ થઈ જાય. વસ્તુસ્વભાવ સ્વતંત્ર હોવાથી એની અવસ્થાઓ પણ સ્વભાવ અનુસાર જ સ્વતંત્રપણે પ્રગટ થાય છે. જીવ, પુદ્ગલ, કાલ, આકાશાદિ છયે દ્રવ્યો પરસ્પર અપ્રવેશી છે. એક ક્ષેત્રાવગાહ રહેવા છતાં એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ નથી એ એક મોટો ચમત્કાર છે. પૂજ્યપાદ શ્રીમદ્ યશોવિજયજી મહારાજ જ્ઞાનસાર ગ્રન્થના ચૌદમા ‘વિઘાષ્ટક’માં ફ૨માવે છે કે – मिथोयुक्तपदार्थानामसंक्रमचमत्क्रिया । चिन्मात्रपरिणामेन, विदुषैवाऽनुभूयते ॥ १ ॥ અર્થ :- પરસ્પર મળેલા જીવ-પુદ્ગલાદિ-દ્રવ્ય-પર્યાયરૂપ પદાર્થના અસંક્રમ એટલે એક બીજારૂપ ન થવારૂપ અસંકરણ અર્થાત્ ભિન્નતાનો ચમત્કાર, જ્ઞાનમાત્ર પરિણામવંત વિદ્વાન પુરુષથી જ અનુભવાય છે. ૧ હવે જો એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ જ નથી, તો તે અન્યને શો ગુણ-દોષ કે લાભ-હાનિ કરે ? ન જ કરે. આત્મતત્ત્વને પણ આ જ નિયમ લાગુ પડે છે. આત્માને પરથી લેશ માત્ર લાભહાનિ થઈ શકતી નથી. છતાં આ જીવ અનાદિ મિથ્યામોહને વશ થઈ, ૫૨થી પોતાને લાભ-હાનિ માની, રાગ-દ્વેષની આકુળતાથી એક ક્ષણ પણ વિરામ પામતો નથી. અજ્ઞાનવશ આત્મા પોતે જ, પોતાના સ્વભાવને નહિ ઓળખવાથી પરદ્રવ્યો પ્રત્યે રાગ-દ્વેષમાં જોડાય છે અને પર પદાર્થો સાથે એકત્વનો અર્થાત્ એકપણાનો અધ્યાસ કરે છે. એ એકત્વનો–એકપણાનો અધ્યાસ છોડાવવા માટે તથા આત્માને સ્વભાવમાં જ નિમગ્ન બનાવવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ નિશ્ચયનયનું અવલંબન લેવા ફરમાવ્યું છે. સીમંધરસ્વામીને વિનંતિરૂપ ૩૫૦ ગાથાના સ્તવનની ૧૬મી ઢાળમાં પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૯૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ મહારાજ ફરમાવે છે કે શુધ્ધતા ધ્યાન એમ નિશ્ચયે આપનું, તુજ સમાપત્તિ ઔષધ સકલ પાપનું; દ્રવ્ય અનુયોગ સંમતિ પ્રમુખથી લહી, ભક્તિ વૈરાગ્ય ને જ્ઞાન ધરિયે સહી. ૧ અર્થ - શુદ્ધ સ્વરૂપનું ધ્યાન એ નિશ્ચયથી પોતાના સ્વરૂપનું જ ધ્યાન છે. શુદ્ધ આત્મસ્વરૂપનું એ ધ્યાન સર્વ પાપના નાશનું ઔષધ છે-સર્વ દોષોનો નાશ કરવાનું રસાયણ છે. પડદ્રવ્યની વિચારણા સ્વરૂપ સમ્મતિતર્ક આદિ દ્રવ્યાનુયોગના મહાગ્રન્યો થકી તે વાત જાણીને અનુક્રમે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનદશાને અમે ધારણ કરીએ છીએ. અહીં ચતુર્થ ગુણ સ્થાનકે ભક્તિ અવસ્થા મુખ્ય છે. પાંચમા-છઠ્ઠા ગુણ સ્થાનકે વૈરાગ્ય દશા મુખ્ય છે તથા અપ્રમત્ત સંયતથી ક્ષીણમોહાદિ ગુણસ્થાનપર્યત જ્ઞાનદશા મુખ્ય છે. તથા ગૌણપણે જ્ઞાનદશા ચતુર્થાદિ ગુણસ્થાનકે પણ હોય છે. જેથી મુખ્યપણે જ્યાં ભક્તિ આદિની આરાધના હોય, ત્યાં પણ શક્તિ અનુસાર જ્ઞાન-વૈરાગ્ય દશાનું અવલંબન પણ હોય જ છે. ૧. શુદ્ધ નયના ધ્યાનનો મહિમા બતાવતાં આગળ પણ કહે છે કેજેહ અહંકાર મમકારનું બંધન, શુદ્ધ નય તે દઈ દહન જિમ ઈધન; શુદ્ધનય દીપિકા મુક્તિ મારગ ભણી, શુદ્ધ નય આથિ છે સાધુને આપણી. ૨. અર્થ - અગ્નિ જેમ લાકડાને બાળી નાંખે તેમ શુદ્ધ નયનું ધ્યાન એટલે આત્મતત્ત્વ ચિત્તવનરૂપ ધ્યાન, અહંકાર અને મમકારના મૂળ બંધન-મૂળ કારણ રૂપ રાગદ્વેષને બાળીને ભસ્મ કરે છે. શુદ્ધનય-નિશ્ચયનય તે મોક્ષ માર્ગનો દીવો છે, કારણ કે મોક્ષમાર્ગે જતાં તે અજવાળું કરે છે. તથા તે શુદ્ધ નય સાધુને પોતાની આથિ એટલે સંપત્તિ છે-મૂળ પુંજી છે. કહ્યું છે કે दीपिका खल्वनिर्वाणा, निर्वाणपथदर्शिनी । शुद्धात्मचेतना या च, साधूनामक्षयो निधिः ॥१॥ અર્થ - જે શુદ્ધ-આત્મ-ચેતનાનું ધ્યાન છે, તે ખરેખર નિર્વાણ પથને બતાવનારી કદી પણ નાશ ન પામે તેવી દીપિકા છે તથા કદી પણ ક્ષય ન પામે તેવો સાધુઓનો નિધિ છે. ૧. વળી એ જ શુદ્ધ નયના ધ્યાનનો પ્રભાવ વર્ણવે છે. સકલ ગણિપિટકનું સાર જેણે કહ્યું, તેહને પણ પરમ સાર એહ જ કહ્યું; ઓઘનિર્યુક્તિમાં એહ વિણ નવિ મિટે, દુઃખ સવિ વચન એ પ્રથમ અંગે ઘટે. ૩. અર્થ - આચાર્યના સમગ્ર ગુણરૂપ રત્નોની પેટી જે દ્વાદશાંગ ગણિપિટક તેનો સાર એટલે પ્રાધાન્યપણું જેણે જાણ્યું છે, એવા સમસ્ત દ્વાદશાંગીના જાણને પણ પરમસાર એટલે પ્રધાન રહસ્ય છે એ જ શુદ્ધનય પરિણમનરૂપ કહ્યું છે, તો બીજાની શી વાત? શ્રીમતી ઘનિર્યુક્તિમાં કહ્યું છે કેपरमरहस्समिसीणं, समत्तगणिपिडगझरियसाराणं । परिणामिय-पमाणं, निच्छयमवलंबमाणाणं ॥१॥ અર્થ - સમસ્ત ગણિપિટકના સારને જાણનારા તથા પરમાર્થનું અવલંબન લેનારા ઋષિઓનું પરમ રહસ્ય એ છે કે મોક્ષમાર્ગમાં “પરિણામ એ જ પ્રમાણ છે. ૧. તેથી એ નિશ્ચયના અવલંબન વિના દુઃખ ન જ ટળે. પ્રથમ અંગ શ્રી આચારાંગ સૂત્રમાં પણ કહ્યું છે કે जे एगं जाणइ से सव्वं जाणइ । जे सव् जाणइ से एगं जाणइ ॥ નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ Page #134 -------------------------------------------------------------------------- ________________ જે એકને જાણે છે તે સર્વને જાણે છે. જે સર્વને જાણે છે તે એકને જાણે છે. (અહીં આત્મજ્ઞપણું મુખ્ય છે. સર્વજ્ઞપણું ઉપચરિત છે એમ ન વિભાગ જાણવો. તેથી એક આત્મજ્ઞાન જ ઉપાદેય છે.) ૩. વળી જ્ઞાનસાર પ્રત્યેના બીજા “મન્નાષ્ટકમાં કહ્યું છે કે स्वभावसुखमग्नस्य, जगत्तत्त्वालोकिनः । कर्तृत्वं नाऽन्यभावानां, साक्षित्वमवशिष्यते ॥१॥ અર્થ - સ્વભાવના સુખમાં મગ્ન થએલ અને સ્યાદ્વાદ ન્યાયથી પરીક્ષણ કરીને જગતના તત્ત્વનું એટલે શુદ્ધ સ્વરૂપનું અવલોકન કરનાર આત્માને અન્ય ભાવોનું એટલે પોતાના આત્માથી ભિન્ન બીજા પદાર્થોનું કર્તાપણું નથી, કેવળ સાક્ષીપણું બાકી રહે છે. ૧. તાત્પર્ય કે સ્વભાવ સુખમાં મગ્ન આત્મા જગતના તમામ પદાર્થોને જુએ છે અને જાણે છે, પણ તે આત્મા એક પણ પરપદાર્થની અવસ્થાનો પોતે કર્તા થતો નથી. ફક્ત અન્ય પદાર્થો જેમ પરિણમે તેમ તે પદાર્થ અને તેના ગુણપર્યાયનો સાક્ષી એટલે કે જ્ઞાતા રહે છે. આ જ વાતને વધુ સ્પષ્ટ કરવા માટે સ્વોપજ્ઞ સ્તબકમાં પૂજ્ય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે માટી વગેરે ભાવો ઘટાદરૂપે પરિણમે છે, તેમાં કુંભાર વગેરે સાક્ષીમાત્ર છે, તો તે કેમ અભિમાન રાખે કે અમે ઘટાદિ પદાર્થના કર્તા છીએ ? તત્ત્વ એ છે કે માટી સ્વયં પોતાની યોગ્યતાથી જ ઘટરૂપે પરિણમે છે. તે જ સમયે દંડ, ચક્ર વગેરે પોતાની યોગ્યતાથી પોતપોતાના વ્યાપારરૂપે પરિણમે છે. તથા કુંભારના શરીરના પરમાણુઓ પણ પોતપોતાની યોગ્યતાથી તે તે અવસ્થાને ધારણ કરે છે, છતાં કુંભાર અજ્ઞાન હોય તો એ બધી વસ્તુ સ્થિતિ જોઈને એમ માને છે કે “હું ઘડો બનાવું છું.' ખરી વસ્તુ એ હતી કે કુંભારના આત્માએ તો ફક્ત ઈચ્છા કરી હતી કે હું ઘડો બનાવું' પણ શરીરનો વ્યાપાર એ કાંઈ કુંભારની ઇચ્છાને આધીન નહોતો. મૂર્ત શરીર અને અમૂર્ત આત્મા એ બન્ને વચ્ચે પરમાર્થથી સંબંધ હોઈ શકે નહિ. એવું બને કે આત્મા ઇચ્છા કરે અને તે જ વખતે શરીરનો વ્યાપાર તે સ્વરૂપે પોતાની યોગ્યતાથી પરિણમે અને આવું અનેકવાર દેખવાથી અજ્ઞાન આત્માઓને બ્રાન્તિ થઈ જાય છે કે શરીરની ક્રિયા અમે કરીએ છીએ. પણ એક દ્રવ્યનો અન્ય દ્રવ્યમાં પ્રવેશ જ નથી, તો પછી (આત્મા અને શરીર એ બે જુદાં દ્રવ્યો હોવાથી) આત્મા શરીરને કેવી રીતે પરિણાવી શકે? આત્મા તો શરીરની ક્રિયાનો ફક્ત સાક્ષી (જ્ઞાતા). બની શકે. આ નિશ્ચયનયનો મત છે, પરમાર્થને સૂચવનારો છે. તેને સૂક્ષ્મ બુદ્ધિથી સમજવો જોઈએ. એ જ વાતને બીજ દષ્ટાંતથી તેઓ સ્પષ્ટ કરે છે. તેવી રીતે ભાષાવર્ગણા દ્રવ્ય વર્ણપણે, વર્ણપદપણે, પદવાક્યપણે, વાકય મહાવાક્યપણે અને મહાવાક્ય ગ્રન્યપણે પરિણમે છે, તેમાં કન્યકાર સાક્ષી માત્ર છે તો તે કેમ અભિમાન રાખે કે “હું પ્રખ્યકર્તા છું.” સર્વ દ્રવ્યો સ્વસ્વપરિણામના કર્તા છે, પરપરિણામનો કોઈ કર્તા નથી. એ ભાવનાએ અન્ય ભાવોનું કર્તાપણું નથી પણ સાક્ષીપણું છે. અધ્યાત્મસારના “આત્મનિશ્ચયાધિકારમાં પણ કહ્યું છે કેपराश्रितानां भावनां, कर्तृत्वायभिमानतः । कर्मणा बध्यतेऽज्ञानी, ज्ञानवांस्तु न लिप्यते ॥१॥ અર્થ -પર- પુલાશ્રિત પર્યાયોના કર્તાપણદિકના અભિમાનથી અજ્ઞાની કર્મ વડે બંધાય છે પણ જ્ઞાની બંધાતો નથી. ૧. તાત્પર્ય એ છે કે વાસ્તવિક રીતે આત્મા પરભાવનો કર્તા નથી, પણ કર્તાપણાના અભિમાનથી અજ્ઞાની ને મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #135 -------------------------------------------------------------------------- ________________ આત્મા કર્મવડે બંધાય છે. જ્ઞાનીને કર્તાપણાનું અભિમાન નહિ હોવાથી તે બંધાતો નથી. ઋજુસૂત્રનયના મતે આત્મા શુભાશુભ કર્મનો કર્તા નથી, પણ ઈષ્ટ-અનિષ્ટ વસ્તુ નિમિત્તે થતા રાગદ્વેષરૂપ આશયનો કર્તા છે. નૈગમ અને વ્યવહાર આ બંને નય કર્મ વગેરેનું કર્તાપણું કહે છે, કારણ કે કર્તાનો વ્યાપાર ફળના અંત સુધી હોય છે. આત્મા ભાવકર્મનો કર્તા છે, તેનું ફળ દ્રવ્ય કર્મનો બન્ધ છે અને ફળ પર્યન્ત કર્તાનો વ્યાપાર હોવાથી આત્માને દ્રવ્ય-કર્મનો કર્તા માની વ્યવહારથી કર્તા કહેવાય છે. એ જ વાતને પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સીમંધરસ્વામીની વિનંતિરૂપ ૧૨૫ ગાથાના સ્તવનમાં નીચે મુજબ સ્પષ્ટ કરી છે. ઢાલ ત્રીજી, ગાથાઃ ૧૩-૧૪-૧૫ હું કર્તા પરભાવનો, એમ જેમ જેમ જાણે; તેમ તેમ અજ્ઞાની પડે, નિજ કર્મને ઘાણે. આતમતત્ત્વ વિચારીએ ૦ ૧. અર્થ :- “હું પરપુગલદ્રવ્યની અવસ્થાનો કર્તા છું.” એમ જે માણસ કર્તાપણાનું અભિમાન રાખે છે તે અજ્ઞાની છે અને કર્મથી બંધાય છે. ૧. તે અજ્ઞાન નય વિભાગ વડે જ ટળે છે, તેથી તેને જ દેખાડે છે. “પુદ્ગલકર્માદિક તણો, કર્તા વ્યવહાર, કર્તા ચેતન કર્મનો, નિશ્ચય સુવિચારે. આતમ ૦૨. અર્થ :- વ્યવહાર નયની અપેક્ષાએ જ્ઞાનાવરણીયાદિક યુગલકમદિકભાવનો કર્તા ચેતન છે. (ત્યાં અનુપચરિત અસભૂત’ વ્યવહારે કર્મનો કર્તા અને “ઉપચરિત અસભૂત' વ્યવહાર કર્મનો-ગૃહાદિકનો કર્તા એ વિશેષ. “સ્વજાતી ઉપચરિત અસભૂત' વ્યવહારે પુત્રાદિકનો કર્તા, ‘વિજાતિ ઉપચરિત અસદ્ભુત વ્યવહાર ધનાદિકનો કર્તા તથા “સ્વજાતિ-વિજાતિ ઉપચરિત-અભૂત' વ્યવહારે નગરપ્રાકારાદિકનો કર્તા, ઈત્યાદિક ભેદ જાણવો.) નિશ્ચયનયને સુવિચારે ચેતન રાગદ્વેષ રૂપી કર્મનો કર્તા છે, અશુદ્ધ નિશ્ચયનય અશુદ્ધ સ્વભાવનો કર્તા માને છે. તે નયે દ્રવ્ય કર્મ સંબંધથી આવે છે. જેમ તૈલ અભંગે એટલે તેલ ચોપડવાથી કર્તા પુરુષને રજ તેને અનુષંગે એટલે તેલના સંબંધથી આવે છે. ૨. તાત્પર્ય એ છે કે - આત્મા રાગદ્વેષાદિ ભાવકર્મનો કર્યા છે, તે જ વખતે કાશ્મણ વર્ગણાના પુદ્ગલપરમાણુઓ સ્વયમેવ પોતાના સ્વભાવથી જ કમરૂપે પરિણમે છે. અહીં આત્મા અને કર્મનું સ્વતંત્ર પરિણમન પોતપોતાના સ્વભાવથી જ થાય છે, તોપણ બંનેનું એક સાથે પરિણમન થતું હોવાથી વ્યવહારથી એમ કહેવાય છે કે આત્માએ કર્મને બાંધ્યા, પણ વસ્તુ સ્થિતિ તેમ નથી. કારણ કે અમૂર્ત આત્મા મૂર્ત કર્મને કેવી રીતે બાંધે? કર્તા શુદ્ધ સ્વભાવનો, નય શુદ્ધ કહીયે; કર્તા પર પરિણામનો, બેઉ કિરિયા કહીએ. આતમ૦ ૩. અર્થ - શુદ્ધ નિશ્ચય નયે આત્મા શુદ્ધ સ્વભાવનો જ કર્તા છે. આત્માને પરપરિણામનો કર્તા માનત.. ક્રિયા આવી જાય: એક જીવ ક્રિયા અને બીજી અજીવ ક્રિયા. એ બે ક્રિયા માનતાં અપસિદ્ધાંત થાય, સિદ્ધાંત વિરોધ આવે. માટે આત્માને શુદ્ધ સ્વભાવનો જ કર્તા માનીએ. ૩. શુદ્ધ નિશ્ચયનય પરમાર્થને બતાવનારો છે. તે નયે આત્મા શુદ્ધસ્વભાવનો જ કર્તા છે. આત્માને પુદ્ગલપરિણામનો કર્તા માનીએ તો એક જ દ્રવ્યમાં સ્વપરિણમન અને અન્યનું પરિણમન એમ બે ક્રિયા માનવાની આપત્તિ આવે કે જે વસ્તુ અનંત જ્ઞાનીઓને અસંમત છે. IN નમસ્કારનું નિયસ્વરૂપ નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ Page #136 -------------------------------------------------------------------------- ________________ આપણો પ્રસ્તુત વિષય એ છે કે અરિહંતના આત્માને ઓળખવાથી આપણા આત્માની જ ઓળખાણ થાય છે અને આત્માની ઓળખાણથી જ સમ્યગ્દર્શનાદિ ગુણસ્થાનોની પ્રાપ્તિ થાય છે. પ્રસ્તુત ઢાળની પહેલી ગાથામાં કહ્યું છે કેજિહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ નવિ જાણ્યું; તિહાં લગે ગુણઠાણું ભલું, કેમ આવે તાણ્યું. આતમ ૦ ૧. અર્થ - આત્મદ્રવ્યનું લક્ષણ અથવા સ્વરૂપ જ્યાં સુધી જાણ્યું નથી, ત્યાં સુધી વધતા એવા ગુણ સ્થાનકોની પરિણતિ તાણી-ખેંચીને કેવી રીતે આવે ? માટે આત્મતત્વને જાણવું જોઈએ, વિચારવું જોઈએ અને વિચારીને ઓળખવું જોઈએ. મોહનો ત્યાગ કરી આત્મા જ્યારે આત્માને આત્મા વડે આત્મામાં જાણે છે, ત્યારે તે આત્મા જ સ્વયં દર્શન, જ્ઞાન અને ચારિત્રસ્વરૂપ બને છે. જ્યાં સુધી આત્મા અજ્ઞાનથી પુદ્ગલમાં આત્મપણાનો ભ્રમ ધારણ કરે છે, ત્યાં સુધી તેને સંસાર ભ્રમણનું દુઃખ ટળતું નથી. કહ્યું છે કે मिच्छत्तेणं उदिण्णेणं अट्ठ-कम्म-पयडीओ बंधति । અર્થાત-જ્યાં સુધી જીવને પુલમાં આત્મપણાની ભ્રાંતિરૂપ મિથ્યાત્વ પરિણામ ઉદયમાં છે, ત્યાં સુધી તેને આઠ પ્રકારના કર્મની પ્રકૃતિઓ બંધાયા જ કરે છે. આત્મજ્ઞાન રહિત કેવળ તપજપ કરવાથી ભવભ્રમણનું દુઃખ ટળતું નથી. જેમ શીત વિકારની વેદના અગ્નિના તાપ ટળે, તેમ ભવભ્રમણ અને તેનાં કારણોરૂપ આઠ કર્મની પ્રકૃતિઓનો બંધ આત્મજ્ઞાનથી જ ટળે છે દેહાદિમાં આત્મપણાની બુદ્ધિ એ અજ્ઞાન છે, મોહ છે, મિથ્યાત્વ છે. આત્મામાં આત્મપણાની બુદ્ધિ એ જ જ્ઞાન છે, વિવેક છે, યથાર્થ શ્રદ્ધાળુણરૂપ સમ્યગ્દર્શન છે. ૧. અરિહંતની ઓળખાણથી આત્મદ્રવ્યની ઓળખાણ થાય છે અને આત્મદ્રવ્યની ઓળખાણથી મોહનો નાશ થાય છે. તેથી મોહનો જેને નાશ કરવો છે તેને દ્રવ્ય ગુણપર્યાયથી અરિહંતની ઓળખાણ કરવી એ જ એક ઉપાય છે. જો કે શાસ્ત્રોમાં અરિહંતની ઓળખાણ આપતાં ચોત્રીશ અતિશયો, આઠ પ્રાતિહાર્યો, સમવસરણની ઋદ્ધિ, દેવેન્દ્રોનું આગમન, વાણીના પાંત્રીશ અતિશયો ઇત્યાદિ વર્ણન કર્યું છે. પરંતુ તે બધું પુદ્ગલાશ્રિત છે. જે જીવોને આત્મદ્રવ્યની સમજણ નથી. પણ પુદ્ગલનો જ મહિમા વસેલો છે તે જીવોની દૃષ્ટિ પણ અરિહંત તરફ ખેંચાય એ માટે વ્યવહારથી અરિહંતનો (પુદ્ગલાશ્રિતો મહિમા વર્ણવ્યો છે. પરંતુ નિશ્ચયથી એમાં અરિહંતનો મહિમા આવતો નથી. નિશ્ચયથી અરિહંતનો મહિમા સમજવા માટે તો અરિહંતોની વીતરાગતા, તેમનો કેવળજ્ઞાન સ્વભાવ, તેમનું અનંતવીર્ય, અનંતસુખ, ઈત્યાદિ ગુણોને સમજવાની જરૂર છે. તે ગુણોને તે ગુણોના ચિન્તનવનથી જ આત્માના પૂર્ણ સ્વભાવની દૃષ્ટિ જાગ્રત થાય છે અને સ્વભાવની દષ્ટિ કે ઓળખાણ થતાંની સાથે જ રાગદ્વેષ ટળવા લાગે છે અને ક્રમે ક્રમે વિશુદ્ધિ થતાં પૂર્ણતા પ્રાપ્ત થાય છે. જેવી રીતિએ અરિહંતના ધ્યાનથી આત્મા અરિહંતસ્વરૂપ થાય છે, તેવી રીતિએ સિદ્ધ ભગવંતોના ધ્યાનથી આત્મા સિદ્ધસ્વરૂપ થાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદના ધ્યાનથી તે તે સ્વરૂપની પ્રાપ્તિ થાય છે. આથી સિદ્ધ થયું કે નમસ્કારના ધ્યાનથી જેમ એક બાજુ ઉત્તમોત્તમ આત્માઓનું બહુમાન થાય છે, તેમ બીજી બાજુ સ્વઆત્માની જ વિશુદ્ધ અવસ્થાઓનો આદર થાય છે અને એ જ મોક્ષનો પરમાર્થ માર્ગ હોવાથી નમસ્કાર એ શ્રી જિન શાસનનો સાર મનાય છે. નિશ્વય રત્નત્રય સ્વ-આત્માની વિશુદ્ધ અવસ્થાઓનો આદર, ઓળખાણ અને આચરણ એ જ નિશ્ચય રત્નત્રય છે. અરિહંતાદિ પરમેષ્ઠિઓના શુદ્ધસ્વરૂપનું ધ્યાન એ નિશ્ચયથી આત્માનું જ ધ્યાન હોવાથી “નમસ્કાર મહામંત્રનું અવલંબન જીવને નિશ્ચય રત્નત્રયના પંથે ચઢાવનારું છે. શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન જેમ મોહનો નાશ કરે છે, તેમ જ તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #137 -------------------------------------------------------------------------- ________________ નિશ્ચય નમસ્કાર મહામંત્રનું ધ્યાન પણ મોહનો નાશ કરનારું જ થાય છે. શુદ્ધ આત્મદ્રવ્યનું ધ્યાન કેવી રીતે કરવું તેને માટે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજ શ્રી જ્ઞાનસાર ગ્રન્થના “મોહાષ્ટકમાં ફરમાવે છે કે शुद्धात्मद्रव्यमेवाऽहं, शुद्धज्ञानं गुणो मम । नाऽन्योऽहं न ममाऽन्ये चेत्यदो मोहास्त्रमुल्बणम् ॥ અર્થ - શુદ્ધ આત્મદ્રવ્ય એ જ હું છું, વિભાવે કરીને અશુદ્ધ હું નથી તથા હું બીજા ધર્માસ્તિકાયાદિ પાંચ દ્રવ્યો સ્વરૂપ પણ નથી. શુદ્ધ જ્ઞાન-કેવળ જ્ઞાન, એ જ મારો ગુણ છે, તેથી હું જુદો નથી. તથા પુગલના રૂપરસાદિ ગુણો મારા નથી. એ રીતિનું ધ્યાન મોહને હણવાનું આકરું શસ્ત્ર છે. ૧. એ જ વસ્તુને બીજી રીતે વર્ણવતાં “જ્ઞાનાષ્ટકમાં ફરમાવ્યું છે કેस्वद्रव्यगुणपर्यायचर्या वर्या पराऽन्यथा । इति दत्तात्मसंतुष्टिर्मुष्टिज्ञानस्थितिर्मुनेः ॥ १ ॥ અર્થ - પોતાના શુદ્ધ આત્મ-દ્રવ્યમાં પોતાના શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણોમાં તથા પોતાના શુદ્ધ અર્થ અને વ્યંજનાદિ પર્યાયોમાં ચર્ચા અથવા પરિણતિ એ જ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય, તેના ગુણ અને પર્યાયમાં પરિણમનસ્વરૂપ ચર્યા શ્રેષ્ઠ નથી. એ પ્રમાણે સંક્ષેપથી રહસ્યજ્ઞાનની સ્થિતિ એટલે મર્યાદા મુનિને હોય છે. મુનિને દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્મા જ છે. આત્માના કેવલ જ્ઞાનાદિ ત્રિકાળ સ્પર્શી પર્યાયને શુદ્ધ વ્યંજનપર્યાય અને તત્કાળસ્પર્શી કેવલજ્ઞાનોપયોગ વગેરે પર્યાયને શુદ્ધ અર્થપર્યાય કહે છે. એ રીતે દ્રવ્ય, ગુણ, પર્યાયથી શુદ્ધ આત્માનું ધ્યાન એ જ અરિહંતાદિ પરમેષ્ઠિઓનું ધ્યાન છે અને અરિહંતાદિ પરમેષ્ઠિઓનું ધ્યાન એ જ શુદ્ધ આત્માનું ધ્યાન છે. નિશ્ચયથી એ બે વચ્ચે કોઈ અંતર નથી, એમ સમજી જે કોઈ નવકારના ધ્યાનમાં લીન થાય છે તે પોતાના શુદ્ધાત્માને પામી મોક્ષસ્વરૂપ બને છે. શ્રેષ્ઠધર્મ : નમસ્કાર ધર્મ એક એવી ચીજ છે કે તે સર્વક્ષેત્ર અને સર્વકાળમાં બીજી બધી વસ્તુઓ કરતાં કીમતી જ રહેવાની છે. એ કારણે ધર્મ નહિ આચરનારા પણ “અમે અધર્મી છીએ” એમ કહેડાવવા તૈયાર નથી. તેઓ પણ ધર્મી હોવાનો જ દાવો કરે છે. અર્થાત્ ધર્મનો આશ્રય સર્વને પ્રિય છે. એ જ એમ બતાવે છે કે ધર્મને માનનાર કે નહિ માનનાર સહુ કોઈ ધર્મની કિંમત બીજી બધી વસ્તુઓ કરતાં અધિક આંકે જ છે અને એથી ધર્મના આશ્રયે જનારા લોકો બીજાઓ કરતાં શ્રેષ્ઠ મનાય જ છે. નમસ્કાર એ સર્વશ્રેષ્ઠ ધર્મ છે. IST નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ ૫ T Page #138 -------------------------------------------------------------------------- ________________ અરિહંતાકાર-ઉપયોગ અરિહંત આકાર ઉપયોગમાં ઉપયોગના વિષયભૂત અરિહંત “બેય છે. ઉપયોગવાન જીવ “બાતા' છે. અને ઉપયોગક્રિયા એ “ધ્યાન' છે. બેયમાં ધ્યાતાનો ઉપયોગ એ જ ધ્યાન છે. ધ્યાન સમયે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન ત્રણેયની એકતા થાય છે, તેનું જ નામ સમાપત્તિ છે. અરિહંતના ઉપયોગમાં વર્તતો જીવ અરિહંત સ્વરૂપ બને છે, તેનો અર્થ પણ એ જ છે. ઉપયોગ એ આગમ છે, તેમાં વર્તવું તે ભાવ છે. આગમથી ભાવનિક્ષેપે અરિહંત તે અરિહંતના ઉપયોગમાં વર્તતો જીવ છે કેમ કે તે વખતે પણ જ્ઞાતા, શેય અને જ્ઞાન ત્રણેયની એકતા થાય છે. એકતા, સમાપત્તિ, સમરસાપત્તિ વગેરે એક અર્થને કહેનારા શબ્દો છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતા દ્વારા થતો તીવ્ર ઉપયોગ અને તે ઉપયોગ દ્વારા થતું સ્પષ્ટ જ્ઞાન, તેમાં પણ જ્ઞાતા, શેય અને જ્ઞાન એ ત્રણેયની એકતા સધાય છે. તેથી જીવ અરિહંતના ઉપયોગમાં જેટલી વાર રહે છે તેટલી વાર તે અરિહંત સ્વરૂપ બને છે. તે ઉપયોગ ભાવ સંવરરૂપ હોવાથી અત્યંત ઉપાદેય છે. અરિહંતાકાર ઉપયોગ અભવ્યને પણ સંભવે છે. અભવ્યો પણ વિંશતિસ્થાનકતપની આરાધના કરે છે, તે વખતે અરિહંતાદિનો આકાર ઉપયોગરૂપે થાય જ છે. છતાં તેનો તે તપ મોહેતુક થતો નથી. કારણ કે તેનું જ્ઞાન, ધ્યાનમાં પરિણત થતું નથી. વિષયની સમાપત્તિ હોય છે, પણ આત્માની સમાપ્તિ થતી નથી. વિષયની સમાપત્તિ આગમથી ભાવનિક્ષેપરૂપ બને છે. પણ સમાપત્તિ તાત્ત્વિક ભાવરૂપ છે, આત્મદ્રવ્યનું તે ભાવરૂપે પરિણમન છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી સમરસાપત્તિરૂપી સમાપત્તિ ભવ્યને જ થાય છે, મિથ્યાદષ્ટિ અભવ્યને નહિ. તત્ત્વથી આત્મા પોતે જ પરમાત્મ સ્વરૂપ છે, એવી શ્રદ્ધા, એવું જ્ઞાન અને એવી જ પરિણતિ અભવ્યને અસંભવિત છે. તેથી ભવ્યની સમાપત્તિ ધ્યાતા ધ્યેય અને ધ્યાનની એકાગ્રતા વડે એકતારૂપ બની મુક્તિનું કારણ થાય છે. અરિહંતાકાર ઉપયોગ તાત્ત્વિક સમાપત્તિરૂપ બનીને ભવ્યને મુક્તિદાયક બને છે. આગમથી દ્રવ્યનિલેપ જ્ઞાતા અનુપયુક્ત હોય તેને કહેવાય. નોઅગમથી દ્રવ્યનિક્ષેપ ત્રણ પ્રકારનો છે : (૧) જ્ઞશરીર, (૨) ભવ્ય શરીર અને (૩) જ્ઞભવ્યતિરિક્તિ. મિથ્યાદષ્ટિનો ઉપયોગયુક્ત વ્યાપાર અને સમ્યગ્દષ્ટિનો અનુપયોગવાળો વ્યાપાર બન્ને દ્રવ્ય ગણાય છે. એકમાં અનુપયોગીરૂપી દ્રવ્યપણું છે અને બીજામાં અન્યોપયોગ, અશુદ્ધોપયોગ યા વિરુદ્ધોપયોગરૂપી દ્રવ્યપણું છે. સમ્યગૃષ્ટિ જ્ઞાનયુક્ત હોવા છતાં અરિહંતના ધ્યાન કાળ અનુપયુક્ત હોય તો તે દ્રવ્ય નમસ્કાર છે. મિથ્યાદષ્ટિ ઉપયોગયુક્ત હોય, તો તે ઉપયોગ અશુદ્ધ અને મિથ્યાજ્ઞાનયુક્ત હોવાથી દ્રવ્ય સ્વરૂપ છે. અરિહંતાકાર ઉપયોગ સમ્યગુદૃષ્ટિનો શુદ્ધ હોવાથી સમાપત્તિરૂપ બને છે. મિથ્યાદૃષ્ટિનો ઉપયોગ અશુદ્ધ હોવાથી સમાપત્તિરૂપ બનતો નથી. સમાપત્તિ એક જ્ઞાનરૂપ છે, બીજી ધ્યાનરૂપ છે. બંને પ્રકારની સમાપત્તિ સમ્યગુદૃષ્ટિની શુદ્ધ છે, મિથ્યાદષ્ટિની અશુદ્ધ છે. એટલે કે અજ્ઞાન અને અશ્રધ્ધા દોષવાળી છે તેથી તે મુક્તિની હેતુ થતી નથી. ૯૬ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NS Page #139 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય શબ્દ જેમ અનુપયોગ વાચક છે તેમ કારણતાવાચી પણ છે. અનુપયોગ, અશુદ્ધોપયોગ, વિપરીત ઉપયોગ વિરુદ્ધોપયોગ, અન્યોપયોગ એ બધા દ્રવ્યવાચક બને છે. સમાપત્તિ ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાસૂચક હો યા જ્ઞાતા, શેય અને જ્ઞાનની એકતા બતાવનારી હો, પણ જો તે ઉપયોગશૂન્યપણે હોય યા અન્યોપયોગપણે હોય તો ભાવ સમાપત્તિ બનતી નથી પણ દ્રવ્યસમાપત્તિ બને છે. ભાવ સમાપત્તિ સમ્યગુદષ્ટિની ઉપયોગ યુક્તપણે હોય ત્યારે બને છે. તે આગમથી ભાવનિક્ષેપે હોય છે. આગમથી દ્રનિલેપે સમાપત્તિ મિથ્યાદષ્ટિ હોય છે અથવા ઉપયોગશૂન્યસમ્યગદષ્ટિની હોય છે. નોઆગમથી દ્રવ્યનિક્ષેપ કારણતાવાચક છે. તેમાં જ્ઞશરીર, અને ભવ્ય શરીર તે ઉપાદાન કારણતાવાચી છે અને જ્ઞભવ્યવ્યતિરિક્ત નોઆગમથી દ્રનિલેપ નિમિત્ત કારણતાવાચી છે. જ્ઞાતાનું મૃતફ્લેવર પણ ભૂતપર્યાયનું કારણ છે અને ભવિષ્યમાં જ્ઞાતા બનનારનું વર્તમાન શરીર ભવિષ્ય પર્યાયનું ઉપાદાન કારણ છે. શરીરને આત્માથી કથંચિત અભિન્ન ગણીને અહીં ઉપાદાન કારણ કહેલ છે. શરીર આત્માથી સર્વથા ભિન્ન હોય તો શરીરના નાશથી હિંસાનું પાપ ન લાગે, પણ શરીરના નાશથી આત્માને થતી પીડા અનુભવસિદ્ધ છે. તથા શરીરાકાર પર્યાયનો નાશ પણ પ્રત્યક્ષ દેખાય છે. તેથી શરીર સંસારી અવસ્થામાં આત્માથી સર્વથા ભિન્ન નથી. કિન્તુ કથંચિત્ અભિન્ન છે. તેથી શરીર ભૂત અને ભાવિજ્ઞાતાપણાનું કારણ હોવાથી અહીં ભૂતજ્ઞાતાને જ્ઞશરીર અને ભવિષ્યજ્ઞાતાને ભવ્યશરીર, દ્રવ્યનિક્ષેપથી ઓળખવવામાં આવ્યું છે. જ્ઞાન કરવામાં ઉપાદાન-કારણ જેમ આત્યંતર હેતુ છે તેમ નિમિત્તકારણ એ બાહ્ય હેતુ છે. જ્ઞાન કરવામાં જેટલાં નિમિત્તકારણો છે, તે બધાં જ્ઞભવ્ય વ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્યનિક્ષેપમાં ગણવામાં આવ્યાં છે. અરિહંતાકાર ઉપયોગમાં નિમિત્તકાર તરીકે નામ, સ્થાપનાની જેમ દ્રવ્યને પણ નિમિત્ત માનેલ છે. શરીર સિવાયનાં જે જે દ્રવ્યના સંબંધથી અરિહંતાકાર ઉપયોગ જ્ઞાતાના જ્ઞાનમાં આવે તે બધાં દ્રવ્યો નિમિત્તકારણરૂપ છે અને નિમિત્ત કારણોને જ્ઞભવ્યવ્યતિરિક્ત નોઆગમથી દ્રવ્ય નિક્ષેપમાં ગણેલાં છે. પછી તે નિમિત્તો અનુપયોગીપણે સ્મરણ કરાવનારાં હોય યા પ્રતિયોગીપણે સ્મરણ કરાવનારાં હોય, પરંતુ તે બધાંને નિમિત્ત-કારણો માન્યાં છે. કાર્યમાત્રની ઉત્પત્તિ ઉપાદાન અને નિમિત્ત એ બંને કારણોના સંયોગથી માનેલી છે. અરિહંતાકાર ઉપયોગપણે એક કાર્ય છે, તેથી તે કાર્યમાં ઉપાદાનકારણ જેમ આત્માથી કથંચિત્ અભિન્ન તથા ભૂત અને ભાવિપર્યાયમાં કારણભૂત વર્તમાનશરીર છે, તેમ નિમિત્ત કારણમાં નામ, સ્થાપના, અનુયોગી આત્મા, પ્રતિયોગી અને શરીરથી ભિન્ન એવાં સઘળાં કારણોનો સમાવેશ થાય છે. સમ્યગુદૃષ્ટિજીવ તે બધાં કારણોને કારણપણે સહે છે, તેથી તેને દ્રવ્યભાવસમાપત્તિનો લાભ થાય છે. અને સમાપત્તિ જ તીર્થંકર નામકર્મના બંધરૂપ આપત્તિનું અને તીર્થંકર નામકર્મના ઉદયરૂપી સંપત્તિનું પરમ કારણ બને તીર્થકરોના ધ્યાનમાં ધ્યાતાની એકતા જે જે નિમિત્તો અને ઉપાદાનકારણોથી થતી હોય, તે બધાં નિમિત્ત. અને ઉપાદાનકારણોને સમ્યગદષ્ટિજીવ કારણપણે સદહે છે. તેથી તેનું જ્ઞાન સમ્યફ બને છે. સમ્યજ્ઞાન, સમ્યગદર્શન ગુણ અને સમ્યગુદૃષ્ટિની પ્રવૃત્તિ એ ત્રણેય અરિહંતાકાર ઉપયોગવાળાં બનતાં હોવાથી સમાપત્તિ સ્વરૂપ છે. એ સમાપત્તિ અમુક કાળે જ પ્રાપ્ત થાય છે અને અમુક કાળે પ્રાપ્ત ન થાય એવું સમ્યગુદષ્ટિજીવ માટે બનતું નથી; કેમ કે મન, વચન, અને કાયા વડે થતી તેની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ અરિહંત પરમાત્માત્માની આજ્ઞાનું પ્રણિધાન છે. આજ્ઞાપૂર્વકની પ્રત્યેક પ્રવૃત્તિની પાછળ આજ્ઞાકારક અરિહંત અરિહંતાકાર-ઉપયોગ Page #140 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માનું ધ્યાન દયમાં વર્તતું હોય છે. એ ધ્યાન, ધ્યાતા, ધ્યેયની એકતારૂપ હોવાથી સમાપત્તિરૂપ બને છે અને એ સમાપત્તિ સકલ કલ્યાણનું કારણ બને છે. તેથી શાસ્ત્રોમાં આજ્ઞાપાલનના અધ્યવસાયને જ નિરાશસ અને નિઃશલ્યધર્મપ્રવૃત્તિ તરીકે વખાણવામાં આવેલ છે. આજ્ઞાપાલનનો અધ્યવસાય એક બાજુ પોતાની ભૂમિકાને અનુરૂપ અનુષ્ઠાનમાં પ્રવૃત્તિ કરાવે છે અને બીજી બાજુ આજ્ઞાકારકપરમાત્માનું સ્ટયમાં ધ્યાન ધરાવે છે. ભૂમિકાને ઉચિત અનુષ્ઠાન અશુભ આશ્રવને રોકે છે અને એ નિમિત્તે પરમાત્માનું દયમાં થતું અનુસંધાન શુભ આશ્રવ, સંવર અને નિર્જરાનું સાધન બને છે. અશુભાશ્રવનો ત્યાગ, શુભાશ્રવ અને સંવરનું સેવન અને સકામપણે પરમાત્માના ધ્યાનથી થતી દ્રવ્યભાવનિર્ભર એ જ મુક્તિનો માર્ગ છે. એ ત્રણેયના એકત્ર મિલનથી જીવ સકલકર્મનિર્મોક્ષરૂપ મોક્ષને શીધ્ર પ્રાપ્ત કરે છે. શુભાશ્રવ સંવર અને નિર્જરરૂપ કે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યચ્ચારિત્રરૂપ ધર્મ એ આજ્ઞાપાલનના શુભ અધ્યવસાયમાં રહેલો છે. તેથી આજ્ઞાપાલનનો શુભ અધ્યવસાય જ મોક્ષનો પરમ હેતુ છે. * જે ભાવપૂર્વક એક લાખ નવકારને ગણે છે તથા વિધિપૂર્વક શ્રી અરિહંતદેવને પૂજે છે તે આત્મા અવશ્ય તીર્થંકરનામ ગોત્રને ઉપાર્જે છે. * ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સફળ નથી થતું કે જ્યાં સુધી શ્રી પરમેષ્ઠિનવકાર મહામંત્રનું સ્મરણ કરવામાં આવ્યું નથી. * અંતકાળે જેણે શ્રી નવકાર મહામંત્રને યાદ કર્યો, તેણે સકળ સુખને આમંત્રણ આપ્યું છે અને સકળ દુ:ખોને હંમેશ માટે તિલાંજલિ આપી છે. I શ્રી નવકારના પ્રભાવથી વ્યાધિ, જળ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ અને સર્પ વિગેરેના ભયો પણ નાશ પામે છે. રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #141 -------------------------------------------------------------------------- ________________ ગુણરાગનું પ્રતીક નમસ્કારમહામંત્ર (નમસ્કાર મહામંત્ર ઉપર જેટલો વધુ વિમર્શ થાય તેટલો એકાંતે હિતકર છે. એમ માનીને પૂજ્ય પંન્યાસજી ભગવંતે જે જે ગ્રન્થોસાહિત્ય કે ચિંતકોનાં લખાણો વાંચ્યાં પછી જુદા જુદા પ્રસંગોએ પરમેષ્ઠિનમસ્કાર ઉપર જે ચિંતન કર્યું અને તેના દ્વારા અમૃતનો આસ્વાદ માણ્યો, તે ચિંતનને લિપિબદ્ધ કરીને અને આપણા સુધી પહોંચાડીને તેઓશ્રી આપણને પણ તે ચિંતનામૃતનો આસ્વાદ કરાવી ગયા છે. આ પ્રકરણમાં અમૃતનો આસ્વાદ કરાવનારા અતિ મનનીય લેખો છે.) શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ શ્રી જિનશાસનનું અણમોલ રત્ન છે. ઘરમાં આગ લાગે ત્યારે બુદ્ધિમાન મનુષ્ય જેમ બીજી વસ્તુઓનો ત્યાગ કરીને સઘળી આપત્તિઓનો પાર પમાડવામાં સમર્થ એવા એક જ મહારત્નને ગ્રહણ કરે છે, તેમ શાસ્ત્રો કહે છે કે ધીરબુદ્ધિવાળા અને ઉત્તમલેશ્યાવાળા સાત્ત્વિક પુરુષો સર્વનાશના સમયે અનન્યશરણ્ય દ્વાદશાંગના રહસ્યભૂત એવા આ એક જ ‘પરમેષ્ઠિ નમસ્કાર'રૂપી મહારત્નને ગ્રહણ કરે છે. પરમેષ્ઠિનમસ્કારરૂપ ભાવરત્નનું મૂલ્ય સમજવું ઘણું કઠિન છે. એને સમજવા માટે જેટલું વિચારાય અને લખાય તેટલું ઓછું છે. કેવળ શબ્દો અને વિચારો વડે જ તેનું માપ કાઢવું દુષ્કર છે. એનું મૂલ્ય સમજાવવા માટે શાસ્ત્રકારભગવંતોને પણ ઉપમાઓ અને રૂપકોનો આશ્રય લેવો પડ્યો છે. જેમ કે પાપરૂપી પર્વતને ભેદવા માટે વજસમાન, કર્મરૂપી વનને બાળવા માટે દાવાનલ સમાન, દુઃખરૂપી વાદળોને વિખેરવા માટે પ્રચંડપવનસમાન, મોહરૂપી દાવાનલને શાંત કરવા માટે નવીન મેઘસમાન, અજ્ઞાનરૂપી અંધકારને ટાળવા માટે મધ્યાહ્નના સૂર્યસમાન, કલ્યાણરૂપી કલ્પવેલડીના અવંધ્ય બીજસમાન, દારિદ્રય રૂપી કંદને જડ મૂળથી ઉખેડવા માટે વરાહની દાઢાસમાન, સમ્યક્તરૂપી રત્નને ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરતીસમાન, વગેરે અનેક ઉપમાઓ વડે ‘પરમેષ્ઠિનમસ્કાર'ને શાસ્ત્રકારોએ બિરદાવ્યો છે, તેને ઓળખાવવા માટે પ્રયાસ કર્યો છે. શ્રી નવકાર-ફળ-પ્રકરણમાં કહ્યું છે કે कि एस महारयणं, कि वा चिंतामणिव्व नवकारो । कि कप्पदुमसरिसो, नहु नहु ताणं वि अहिययरो ||१|| ‘પરમેષ્ઠિનમસ્કાર' એ શું મહારત્ન છે ! અથવા ચિંતામણિ સમાન છે ? અથવા કલ્પવૃક્ષ સમાન છે ? નહિ, નહિ ! એ તો તે સર્વથી પણ અધિકતર છે. ચિંતામણિ રત્ન અને કલ્પતરુ વગેરે એક જ જન્મમાં સુખના હેતુ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગાપવર્ગને આપનારો છે. ભવોભવનાં સુખનો હેતુ છે. રૂપકો અને ઉપમાઓ વડે ‘૫૨મેષ્ઠિનમસ્કાર’નો મહિમા કાંઈક અંશે બુદ્ધિગોચર થાય છે, તોપણ તેનો ખરો મહિમા સમજવાનું એકનું એક સાધન તો તેની વિધિયુક્ત અખંડ આરાધના છે. શ્રી મહાનિશીથસૂત્રમાં તે વિધિ બતાવતાં કહ્યું છે કે तिविहकरणोवउत्तो, खणे खणे सीलसंजमुज्जुत्तो । अविराहि अवयनियमो, सो विहु अइरेण सिज्झेज्जा ॥ १ ॥ ત્રણ કરણોથી ઉપયોગવાળા થઈને, પ્રતિક્ષણ શીલ અને સંયમમાં ઉદ્યમી રહીને તથા વ્રત અને નિયમોનું અખંડ પાલન કરીને જે શ્રી તીર્થંકરોનું નામ ગ્રહણ કરે છે, તે જીવ અલ્પકાળમાં સિદ્ધિગતિને પામે છે. (૧) પરમેષ્ઠિનમસ્કારનો ખરો પ્રભાવ તેની સાધનાથી પ્રાપ્ત થાય છે તોપણ તે સાધનામાં ઉત્સાહિત થવા માટે તેના શાબ્દિક પરિચયની અપેક્ષા રહે છે અને તે માટે ઉપમાઓ, રૂપકો તથા અલંકારોની પણ આવશ્યકતા રહે છે. તે બધી વસ્તુઓ વિચા૨ પ્રેરક છે. શાસ્ત્રોમાં એને અનુપ્રેક્ષાસ્વાધ્યાય કહ્યો છે. અનુપ્રેક્ષાસ્વાધ્યાયને રત્નશોધક અનલની ઉપમા આપવામાં આવી છે. ગુણરાગનું પ્રતીક નમસ્કારમહામંત્ર ૯૯ Page #142 -------------------------------------------------------------------------- ________________ રત્નને પ્રાપ્ત થયેલો અગ્નિ જેમ રત્નના મળને બાળી નાંખી શુદ્ધિને પેદા કરે છે, તેમ આત્મરત્નને પ્રાપ્ત થયેલો અનુપ્રેક્ષારૂપી અગ્નિ કર્મમલને બાળી નાંખી આત્મશુદ્ધિને પેદા કરે છે. અનુપ્રેક્ષા વિચાર સ્વરૂપ છે. જોયેલા, સાંભળેલા અને અનુભવેલા પદાર્થો ઉપર ફરી ફરી વિચાર કરવો, ચિંતન કરવું, એનું નામ અનુપ્રેક્ષા છે. એથી જ્ઞાન પરિપક્વ થાય છે, પ્રતીતિ દૃઢ થાય છે. પ્રતીતિ પૂર્વકનું દૃઢજ્ઞાન સંવેગ અને વૈરાગ્યની વૃદ્ધિ કરે છે તથા ચિત્તવૃત્તિને કૈવલ્ય અને મોક્ષ તરફ વાળે છે. ‘પરમેષ્ઠિનમસ્કાર’ પરની અનુપ્રેક્ષામાં એ બધા ગુણો રહેલા છે. ઉપરાંત કુતર્કોથી ઉત્પન્ન થતા મિથ્યાવિચારોને ભગાડી દેવાનું પણ એનામાં સામર્થ્ય છે. એથી એના પઠન, પાઠન, શ્રવણ, મનન, પ્રતિપ્રત્તિ, સ્વીકાર વગેરેમાં મન લાગે છે; તેના જાપ, ધ્યાન વગેરેમાં પ્રવૃત્તિ થાય છે; અનુક્રમે સ્થિરતા આવે છે અને સિદ્ધિ મળે છે. સિદ્ધિ માટે સ્થિરતા જોઈએ, સ્થિરતા માટે પ્રવૃત્તિ જોઈએ અને પ્રવૃત્તિ માટે ઈચ્છા જોઈએ. એ ઈચ્છા પેદા કરવાનું સામર્થ્ય અનુપ્રેક્ષાસ્વાધ્યાયમાં રહેલું છે. એકની એક વાતનો પુનઃપુનઃ શાસ્ત્રાનુસારી વિચાર કરવાથી કુતર્કોનું બળ ઘટી જાય છે તથા ઈચ્છા અને પ્રવૃત્તિમાં પ્રતિબંધક કુવિકલ્પો શમી જાય છે. ‘પરમેષ્ઠિનમસ્કાર’ના મૂળમાં ‘ગુણરાગ’ રહેલો છે. ગુણરાગ એ ગુણહીન જીવોની ઉન્નતિમાં મુખ્ય હેતુ છે. જ્યાં સુધી જીવમાં દોષ રહેલા છે, ત્યાં સુધી તે દોષોમાંથી મુક્ત થવા માટે જેમ તેની પુનઃ પુનઃ નિન્દા અને ગીં આવશ્યક છે, તેમ જ્યાં સુધી જીવમાં ગુણોનો અભાવ છે, ત્યાં સુધી તે ગુણોની પ્રાપ્તિ માટે ગુણસ્તુતિ અને ગુણ પ્રશંસા પણ તેટલી જ જરૂરી છે. દોષોના સેવનમાં શાસ્ત્રકાર મહર્ષિઓએ જે પ્રાયશ્ચિત્ત બતાવ્યું છે, તેના કરતાં દોષોનું સેવન કર્યા બાદ તેની નિંદા, ગઈ, આલોચના કે પ્રાયશ્ચિત્ત નહિ કરનારને તે ઘણું વધતું જાય છે, યાવત્ અનંતગણું પણ બની જાય છે. એ જ નિયમ ગુણોના વિષયમાં પણ લાગુ પડે છે. કોઈ ગુણ જીવમાં ન હોવો એ તેટલું દોષપાત્ર નથી, જેટલું પોતામાં ગુણ ન હોવા છતાં જે ગુણવાન છે તેની સ્તુતિ કે પ્રશંસા, વિનય કે ભક્તિ નહિ કરવામાં દુષ્ટતા-દોષપાત્રતા રહેલી છે; એ કારણે દોષના પ્રતિક્રમણની જેમ ગુણોની સ્તુતિને પણ શાસ્ત્રકારોએ એક આવશ્યક કર્તવ્ય તરીકે પ્રબોધેલ છે. ગુણસ્તુતિ વિના નિર્ગુણતાનિવારણનો બીજો કોઈ ઉપાય શાસ્ત્રકારોએ જોયો નથી. જ્યાં સુધી ગુણસ્તુતિના માર્ગે જીવ વળે નહિ, ત્યાં સુધી નિર્ગુણવસ્થામાંથી મુક્તિ મળવાની આશા આકાશકુસુમવત્ છે. ‘પરમેષ્ઠિનમસ્કાર’ ગુણ સ્તુતિરૂપ છે. સ્તુતિ ગુણવાનની જ હોય. પંચપરમેષ્ઠિ પ૨મ ગુણવાન છે, તેથી તેમની સ્તુતિરૂપ ‘પરમેષ્ઠિનમસ્કાર' ઉત્કૃષ્ટ મંત્રરૂપ બને છે. સુવિહિત શિરોમણિ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ દેવતાની સ્તુતિને વિશિષ્ટમંત્રરૂપ કહે છે. जपः सन्मंत्रविषयः, स चोक्तो देवतास्तवः । द्दष्टः पापापहारोऽस्माद्विषापहरणं यथा ॥ १ ॥ અર્થ :- જેમ તથાપ્રકારનાં મંત્રોથી વિષાપહાર થાય છે, તેમ દેવતાની સ્તુતિરૂપ સન્મત્રોથી પાપનો અપહાર થાય છે. (યોગબિન્દુ શ્લોક-૩૮૧) ‘પરમેષ્ઠિનમસ્કાર' ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં થઈ ગએલા, થઈ રહેલા અને ભવિષ્યમાં થનારા મહર્ષિઓને પ્રણામરૂપ હોવાથી પરમસ્તુતિરૂપ છે અને તેથી જ મહામંત્રરૂપ પણ છે. તેનાથી સર્વપાપનો સર્વથા નાશ થાય છે, એટલું જ નહિ તેનાથી સર્વ કાળ અને સર્વ લોકના સર્વ મહર્ષિઓનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. સાથે જ તેમના પર પ૨મ ભક્તિભાવને ધારણ કરનારા ચારેય નિકાયના દેવો અને દેવેન્દ્રો, અસુરો અને અસુરેન્દ્રો, વિદ્યાધરો અને નરેન્દ્રોનો પણ અનુગ્રહ પ્રાપ્ત થાય છે. પાંચેય પ્રકારના ભૂતો અને સમગ્ર સચરાચરસૃષ્ટિ અનુકૂળતાને ધારણ કરનારી બને છે. ગુણ સ્તુતિનું આ ઉત્કૃષ્ટ ફળ છે. ગુણરાગનો પ્રભાવ વર્ણવતાં સકલ સિદ્ધાંતવેદી મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે ઃगुणी च गुणरागी च, गुणद्वेषी च साधुषु । श्रूयन्ते व्यक्तमुत्कृष्टमध्यमाऽधमबुद्धयः ॥ १ ॥ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૦૦ Page #143 -------------------------------------------------------------------------- ________________ ते च चारित्रसम्यक्त्वमिथ्यादर्शनभूमयः । अतो द्वयोः प्रकृत्यैव, वर्तितव्यम् यथाबलम् ॥ २ ॥ અર્થ - ગુણી, ગુણરાગી અને ગુણષી, ત્રણ પ્રકારના મનુષ્યો હોય છે. શાસ્ત્રમાં તેને અનુક્રમે ઉત્કૃષ્ટ, મધ્યમ અને અધમબુદ્ધિવાળા કહ્યા છે. તેઓ અનુક્રમે ચારિત્ર, સમ્યકત્વ અને મિથ્યાત્વની ભૂમિકા પર રહેલા છે. માટે પ્રથમની બે ભૂમિકા માટે શક્તિ મુજબ પ્રયત્નશીલ રહેવું જોઈએ (૧-૨). જે વય ગુણી છે, તે ચારિત્રવાન છે, માટે ઉત્કૃષ્ટ છે. જે ગુણરાગી છે, તે સમ્યકત્વવાન છે, માટે મધ્યમ છે. અને જે ગુણદ્વેષી છે તે મિથ્યાદૃષ્ટિ છે માટે અધમ છે. પોતાનામાં અધમતા ન આવી જાય તે ખાતર ગુણવાન ન બની શકાય તોપણ ગુણરાગી તો બનવું જ જોઈએ. ગુણરાગી આત્મા ગુણવાન ન હોવા છતાં ગુણસ્તુતિ અને ગુણપ્રશંસાના યોગે સમ્યકત્વવાન રહી શકે છે. “પરમેષ્ઠિનમસ્કાર' એ ગુણસ્તુતિ અને ગુણરાગરૂપ હોવાથી સમ્યક્ત્વની ભૂમિકાને ટકાવી રાખનાર છે. તેથી પ્રત્યેક સમ્યદ્રષ્ટિ જીવનો તે આધાર છે, પ્રાણ છે, આશ્રય છે, પરમ આલંબન છે. સ્તુતિકાર શ્રી સિદ્ધસેનદિવાકરસૂરીશ્વરજી એક સ્થળે ફરમાવે છે કે - त्वं मे माता पिता नेता, देवो धर्मो गुरू परः । प्राणाः स्वर्गोऽपवर्गश्च, सत्त्वं तत्त्वं मतिर्गतिः ॥ १ ॥ “હે ભગવાન! તું મારા માટે ઉત્કૃષ્ટ માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, ધર્મ છે, ગુરુ છે, પ્રાણ છે, સ્વર્ગ છે, અપવર્ગ છે, સત્ત્વ છે, તત્ત્વ છે, મતિ છે અને ગતિ છે. (૧). સમ્યગ્દષ્ટિઆત્મા માટે ગુણરાગ મુખ્ય ચીજ છે. તેના વિના એનું આંતરજીવન-અંતરાત્મભાવ ક્ષણવાર પણ ટકી શકે નહીં. “પરમેષ્ઠિનમસ્કાર' ગુણરાગ અને ગુણસ્તુતિરૂપ હોવાથી સર્વલોકમાં રહેલા સર્વ સમ્યગ્દષ્ટિઆત્માઓનો તે શ્વાસ છે. શ્વાસની જેમ સર્વ સમ્યગ્દષ્ટિઆત્માઓ તેને કંઠને વિષે ધારણ કરે છે. સમ્યકત્વની ભૂમિકા ટકાવી રાખવા માટે તે અનિવાર્ય છે. ત્રણ પ્રકારના આત્માનાં લક્ષણો બતાવતાં શ્રી અધ્યાત્મસાર પ્રકરણના યોગાનુભવ અધિકારમાં કહ્યું છે કે विषयकषायावेशः, तत्त्वाऽश्रद्धा गुणेषु च द्वेषः । आत्माऽज्ञानं च यदा, बाह्यात्मा स्यात्तदा व्यक्तु: ॥ १ ॥ અર્થ - વિષય કષાયનો અભિનિવેશ, તત્ત્વની અશ્રદ્ધા, ગુણનો દ્વેષ અને આત્માનું અજ્ઞાન એ બહિરાત્માનું લક્ષણ છે. આથી નક્કી થાય છે કે-ગુણદ્વેષ ટળ્યા વિના બહિરાત્મભાવ જતો નથી અને અંતરાત્મભાવ આવતો નથી. ચતુર્થ ગુણસ્થાનકથી માંડી બારમા ગુણસ્થાનકની પ્રાપ્તિ સુધીની અવસ્થા અંતરાત્મભાવની અવસ્થા છે. એમાં સમ્યક્ત, વિરતિ, અપ્રમાદ અને શ્રેણિનું આરોહણ અંતર્ભાવ પામે છે. ક્ષપકશ્રેણિના અંતે પરમાત્મભાવ પ્રાપ્ત થાય છે. કેવળજ્ઞાન, યોગનિરોધ, કર્મનાશ અને સિદ્ધિનિવાસ એ પરમાત્મભાવનાં લક્ષણો છે. એ રીતે ગુણરાગ પરમાત્મભાવનું બીજ બની જાય છે. પરમેષ્ઠિનમસ્કાર' ગુણરાગનું પ્રતીક છે. એનાથી ગુણરાગ ન હોય તો જાગે છે અને હોય તો વધે છે. અંતરાત્મભાવને લાવનાર, તેને ટકાવનાર, વધારનાર અને છેવટે પરમાત્મભાવ સુધી પહોંચાડનાર પરમેષ્ઠિનમસ્કાર' છે. તેથી માર્ગનુસારીની ભૂમિકાથી માંડી સર્વ સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિધર જીવોનું “પરમેષ્ઠિનમસ્કાર એ પરમ આવશ્યક કર્તવ્ય થઈ પડે છે. ધર્મના પ્રારંભથી અંત સુધી પ્રત્યેક ધર્માર્થી આત્માની ઉન્નતિમાં તે પરમ સહાયક થઈ પડે છે. એથી જ પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કે સવિ મંત્રમાં સાર, ભાખ્યો શ્રી નવકાર; કહ્યા ન જાયે રે એહના, જેહ છે બહુ ઉપકાર. (૧). શ્રી નવકાર એ સર્વમંત્રમાં સારભૂત છે. એના ઉપકાર એટલા બધા છે કે તે વાણીથી વર્ણવી શકાય તેમ નથી. IN ગુણરાગનું પ્રતીક નમસ્કાર મહામંત્ર ૧૦૧ MN Page #144 -------------------------------------------------------------------------- ________________ મંગલમય મંત્રાધિરાજ શ્રી નવકાર શ્રી નવકારનો મહિમા અપરંપાર છે. તે શ્રી તીર્થંકર દેવો અને ગણધરભગવંતોના શ્રીમુખે ગવાયેલો છે. પૂર્વધરો અને શ્રુતધરોની વાણીથી પ્રશંસાયેલો છે. શ્રી આચાર્યદેવો, વાચકો પ્રવર્તકો અને સ્થવિરોના ઉપદેશોથી પ્રચારાયેલો છે. સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા વડે બહુમાનપૂર્વક આરાધાયેલો છે. ભદ્રક પરિણામી, નિપુણમતિ, માર્ગાનુસારી અને ગુણરાગી જીવો વડે જેનો મહિમા આદરપૂર્વક શ્રવણ કરાયેલો છે તે શ્રી નવકાર શું છે ? એ જાણવાની ઇચ્છા કોને ન થાય ? પ્રત્યેક લઘુકર્મી, પરિતસંસારી, સુલભબોધિ, આસન-મુક્તિગામી જીવને અવશ્ય થાય. શ્રી નવકારનું બાહ્યસ્વરૂપ શ્રી નવકાર નવ પદોનો સમુદાય છે. એના પાંચ પદો મૂળમંત્રસ્વરૂપ છે. પછીનાં ચાર પદો મૂળમંત્રનો વાસ્તવિક પ્રભાવ સૂચવનાર મૂળમંત્રની ચૂલિકા સ્વરૂપ છે. ચૂલિકા સહિત શ્રી નવકાર ‘પંચમંગલ મહાશ્રુતસ્કંધ’ કહેવાય છે. મૂળમંત્રમાં, શ્રી પંચપરમેષ્ઠિને નમસ્કાર હોવાથી તેને શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારમહામંત્ર પણ કહેવાય છે. પંચ પરમેષ્ઠિને કરાયેલો નમસ્કાર મહામંગળરૂપ હોવાથી તેને ‘પંચમંગલ’ એવા ટૂંકા નામથી પણ સંબોધવામાં આવે છે. શ્રી નવકા૨નું ટૂંકામાં આ બાહ્યસ્વરૂપ છે. તેનું આંતરસ્વરૂપ ઘણું જ વિશાળ છે. શ્રી નવકારનું આંતરસ્વરૂપ શ્રી નવકારનું બાહ્યસ્વરૂપ શબ્દાત્મક છે અને તેનું આંતરસ્વરૂપ અર્થાત્મક છે. શબ્દને દેહના સ્થાને કલ્પીએ તો અર્થ તેના પ્રાણના સ્થાને છે. અર્થને દેહના સ્થાને કલ્પીએ તો શબ્દ તે દેહની છાયાના સ્થાને છે. છાયાનું મૂલ્ય દેહના આધારે છે. પ્રાણ વિનાનો દેહ શબવત્ છે. દેહ વિનાની છાયા શૂન્યવત્ છે. શ્રી નવકારના આંતરસ્વરૂપાત્મક અર્થને કહેનારા શ્રી અરિહંતભગવંત છે. શબ્દને ગૂંથના૨ા શ્રી ગણધરભગવંત છે. શ્રી અરિહંતદેવો ગુરુ છે, તો શ્રી ગણધ૨દેવો શિષ્યો છે. એ અપેક્ષાએ અર્થને ગુરુસ્થાને અને શબ્દને શિષ્યસ્થાને પણ કલ્પી શકાય. એક સ્થળે અપેક્ષાભેદે એથી ઊલટું પણ કહ્યું છે રાજા સરીખું સૂત્ર છે, મંત્રી સરીખો અર્થ જિનજી, એમાં એક હેલીઓ, દીએ સંસાર અનર્થ જિનજી ! તુજ વયણે મન રાખીએ અહીં સૂત્રને એટલે શબ્દને રાજાની ઉપમા આપી છે અને અર્થને મંત્રીની ઉપમા આપી છે, તથા તે બેમાંથી એકની પણ અવગણના કરનારને સંસારવૃદ્ધિરૂપ અનર્થનું કારણ થાય છે એમ કહ્યું છે. પરંતુ તે વાત ગણધરગુંફિત સૂત્રનો અર્થ લખનાર નિર્યુક્તિકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર અને ટીકાકારોએ કરેલા અર્થને ઉદ્દેશીને કહેલી છે. શ્રી અરિહંતભાષિત અર્થને સૂત્રમાં ગૂંથનાર શ્રી ગણધર ભગવંતના શબ્દને ઉદ્દેશીને તો ત્યાં એમ જ કહ્યું છે કેછાયા નર ચાલે ચલે, ૨હે થિતિ તસ તેમ જિનજી ! સૂત્ર અર્થ ચાલે ચલે, રહે થિતિ તસ તેમ જિનજી ! તુજ વયણે મન રાખીએ ૧૦૨ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #145 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર છાયા છે અને અર્થ પુરુષ છે. પુરુષ ચાલે તેમ તેની છાયા ચાલે છે, સ્થિર રહે તો સ્થિર રહે છે; જેમ અર્થરૂપી પુરુષ ચાલે તેમ સૂત્રરૂપી છાયા ચાલે છે અને અર્થરૂપી પુરુષ રહે તેમ સૂત્રરૂપી છાયા પણ સ્થિર રહે છે. અર્થ અને સૂત્રની આ ચર્ચા સાંભળીને કોઈ એકાંતવાદી, બેમાંથી કોઈ એકની પણ અવગણના કરી ન બેસે એ કારણે શાસ્ત્રકાર મહર્ષિઓએ એ બંનેની સમાન ઉપયોગિતા બતાવવા માટે એમ પણ કહ્યું છે કેઅંધ પંગુ જેમ બે મળે, ચાલે ઈચ્છિત ઠાણ જિનજી! સૂત્ર અરથ તેમ જાણીએ, કલ્પ ભાષ્યની વાણ જિનજી! તુજ વય મન રાખીએ. સૂત્ર અંધ છે અને અર્થ પંગુ છે. અંધ (આંધળો) અને પંગુ (પાંગળો) પરસ્પર મળે તો ઇચ્છિત સ્થાને પહોંચી જાય છે, તેમ સૂત્ર અને અર્થ બંને મળીને જ ઇચ્છિત સ્થાને પહોંચાડનાર થાય છે. બેમાંથી એકની પણ અવગણના, ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિબંધક બને છે. શ્રી નવકારને અર્થથી કહેનાર શ્રી અરિહંત ભગવંત છે, સૂત્રથી ગૂંથનાર શ્રી ગણધર ભગવંત છે એ હિસાબે અહીં અર્થને પ્રાણ અને સૂત્રને દેહની ઉપમા અથવા અર્થને જીવંત દેહ અને સૂત્રને માત્ર તેની છાયાની ઉપમા ઘટે શ્રી નવકારની છાયા અને દેહ આપણે જોયાં. હવે તેના અર્થરૂપી દેહ અને પ્રાણને આપણે જોઈએ. એ જોવા માટે આપણે એના પ્રત્યેક પદમાંથી નીકળતા અર્થને તપાસવો પડશે. * નમો અરિહંતાણં ' નો મહિમા શ્રી નવકારનું પ્રથમ પદ “નમો અરિહંતાણં' છે. તેમાં ત્રણ શબ્દો અને સાત અક્ષરો છે. એ સાત અક્ષરોનો મહિમા બતાવતાં એક સ્થળે કહ્યું છે કે सप्तक्षेत्रीव सफला, सप्तक्षेत्रीव शाश्वती । सप्ताक्षरीयं प्रथमा सप्त हन्तु भयानि मे ॥ અર્થ:- શ્રી જિન પ્રતિમાદિ સાત ક્ષેત્રોની જેમ સફળ અને ભરતાદિ સાત ક્ષેત્રોની જેમ શાશ્વત એવી આ પ્રથમ સપ્તાક્ષરી મારા સાત ભયોને દૂર કરો. પ્રથમ પદના સાત અક્ષરોમાંના એકેક અક્ષરમાં, એકેક ભયને દૂર કરવાનું સામર્થ્ય રહેલું છે. એટલું જ નહિ પણ તે પ્રત્યેક અક્ષર, સાત ક્ષેત્રોની જેમ સફળ અને શાશ્વત છે. પ્રથમ પદના ત્રણ શબ્દોમાં પ્રથમ શબ્દ “નમો છે. બીજો શબ્દ “રિ ” અને ત્રીજો “સંત” છે. તેમાં પ્રથમ “નમો' શબ્દનો અર્થ “નમસ્કાર' છે. નમસ્કાર એટલે શું? નમસ્કાર એક પ્રકારની ક્રિયા છે. જે ક્રિયા વડે ભક્તિ દર્શાવાય, શ્રદ્ધા વ્યક્ત કરાય અને પૂજ્યભાવ પ્રગટ થાય, તે ક્રિયાને નમસ્કાર કહેવાય આ ક્રિયા કેટલી ઉચ્ચ છે તેનું માપ કાઢવું હોય તો ત્રણ રીતે નીકળી શકે. એક તો તેના હેતુ ઉપરથી, બીજું તેના સ્વરૂપ ઉપરથી, ત્રીજું તેના પરિણામ ઉપરથી. એવો નિયમ છે કે કોઈ પણ વસ્તુને પૂર્ણપણે સમજવી હોય તો તેની ત્રણે અવસ્થાનું જ્ઞાન મેળવવું જોઈએ. તે ત્રણ અવસ્થાઓ નીચે મુજબ છે: (૧) કારણઅવસ્થા, (૨) કાર્યઅવસ્થા અને (૩) સ્વરૂપ અવસ્થા સ્વરૂપ અવસ્થા વર્તમાન કાલીન છે, કારણઅવસ્થા ભૂત કાલીન છે અને કાર્યાવસ્થા કે ફલાવસ્થા મંગલમય મંત્રાધિરાજ શ્રી નવકાર ૧૦૩ પS જ Page #146 -------------------------------------------------------------------------- ________________ આગામીકાલીન છે. નમસ્કારરૂપી ક્રિયાનાં કારણ, સ્વરૂપ અને ફળ કેટલાં ઉચ્ચ છે, તે જાણવાથી જ “નમો' પદના વાસ્તવિક અર્થનો ખ્યાલ આવી શકે. શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે, નમસ્કારરૂપી ક્રિયાનું કારણ, નમસ્કારાવરણીય કર્મનો ક્ષયોપશમ છે. તે કર્મનો ક્ષયોપશમ, મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને વીતરાય એ ચારેના લયોપશમની અપેક્ષા રાખે છે. એટલે આ નમસ્કારની ક્રિયાની પ્રાપ્તિ જેણે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવીને એક કોડાકોડી સાગરોપમથી પણ ઓછી કરી હોય, મતિજ્ઞાન તથા શ્રુતજ્ઞાનને આવરણ કરનારાં કર્મો પણ ઘણા અંશમાં હઠાવ્યાં હોય તથા વીયતરાય કર્મને પણ બહુ અંશમાં ખપાવ્યું હોય તેને જ થાય છે. શ્રી નવકારના પ્રથમ પદની અને તેના પ્રથમ અક્ષરની શબ્દથી, અર્થથી કે ક્રિયાથી પણ ત્યારે જ પ્રાપ્તિ થાય છે. કર્મની આટલી મોટી સ્થિતિ ખપાવવા માટે કેવળ અકામ-નિર્જરા જ નહિ, પણ જીવને સકામ-નિર્જરા પણ કરવી પડે છે. અને સકામ નિર્જરા માટે નિરાગ્રહી વૃત્તિ, માર્ગાનુસારી બુદ્ધિ, દયાળુતા, વિનીતતા, જિતેન્દ્રિયતા, ન્યાયસંપન્નતા વગેરે ગુણો કેળવવા પડે છે. પછી જ તે અપૂર્વકરણ વડે ગ્રન્થિભેદ કરીને સમ્યગ્દર્શન પામે અને ભાવથી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારનો અધિકારી થાય છે. શાસ્ત્રમાં ફરમાવ્યું છે કે, “અભવ્ય જીવને દ્રવ્યથી પણ આ નમસ્કારની પ્રાપ્તિ, કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તોડ્યા વિના થતી નથી. ઘર્ષણ-ઘૂષણ ન્યાયે મોહનીયાદિ કર્મોની અંતઃકોડાકોડી જેટલી સ્થિતિ થયા વિના કોઈને પણ આ નમસ્કારની ભાવથી કે દ્રવ્યથી પણ પ્રાપ્તિ સંભવિત નથી.” નમસ્કારનું સ્વરૂપ નમસ્કારની ક્રિયાની જેમ નમસ્કારનું સ્વરૂપ પણ તેટલું જ મહાન, ભવ્ય અને ઉદાત્ત છે. નમસ્કારની ક્રિયા વડે શ્યાવિશુદ્ધિ એ નમસ્કારનું સ્વરૂપ છે. દ્રવ્યલેશ્યા પુગલ સ્વરૂપ છે અને ભાવલેશ્યા અંતઃકરણનો પરિણામ છે. નમસ્કાર વડે અંતઃકરણના પરિણામ નિર્મળ બને છે. ઔદાર્યાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. જેવી લેગ્યાથી જીવ મરે તેવી તેની ગતિ થાય છે. વિશુદ્ધ વેશ્યાથી મરનારની ઊર્ધ્વગતિ થાય છે. તેથી નમસ્કારનું ફળ પણ સિદ્ધિગતિની પ્રાપ્તિ છે અને તે ન થાય ત્યાં સુધી ઉત્તમ દેવ અને મનુષ્યોના ભવોની પરંપરાએ જીવ સકળ ફ્લેશથી નિવૃત્તિરૂપ પરમ નિર્વાણપદને પામે છે. નમો' પદનો આ અર્થ છે. એ અર્થને સમજાવવા માટે અનેક પર્યાયવાચી શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાંનો એક અર્થ છે – પૂજા, ભક્તિ, બહુમાન વગેરે. નમસ્કારનો ભાવાર્થ નમસ્કારનો ભાવાર્થ સમજવા માટે તેના ઓછામાં ઓછા ચાર વિભાગ કરવા જોઈએ: (૧) નામનમસ્કાર, (૨) સ્થાપનાનમસ્કાર, (૩) દ્રવ્યનમસ્કાર, (૪) ભાવનમસ્કાર અથવા ક્રિયારૂપનમસ્કાર, જ્ઞાનરૂપનમસ્કાર અને શબ્દરૂપનમસ્કાર એમ નમસ્કારની ત્રણ અવસ્થાઓ વિચારવી જોઈએ. નમસ્કાર' એવું નામ તે નામનમસ્કાર અથવા શબ્દરૂપનમસ્કાર છે. નમસ્કાર કરનારના શરીરની કે બુદ્ધિની આકૃતિ તે સ્થાપનાનમસ્કાર છે. નમસ્કાર કરનારના શરીરની નમવારૂપ ક્રિયા તે ક્રિયાનમસ્કાર કે દ્રવ્યનમસ્કાર છે. ૧૦૪ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ NGS Page #147 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર કરનારના મનમાં ૨હેલો નમ્ર ભાવ કે એ નમ્ર ભાવને લાવનાર પોતાની લઘુતાનું અને નમસ્કાર્યની ગુરુતાનું ભાન એ ભાવરૂપ નમસ્કાર અથવા જ્ઞાનરૂપ નમસ્કાર છે. નમસ્કારની આ ચારેય બાજુનું કે ત્રણેય અવસ્થાનું જ્ઞાન થવું તે ‘નમો’ પદના ભાવાર્થની સમજણ છે. નમસ્કારનો ઐદંપર્યાર્થ નમસ્કારનો એક ઐદંપર્યાર્થ છે. ઐદંપર્યાર્થ એટલે રહસ્યભૂત અર્થ. इदं परं प्रधानं यस्मिन् तत्तथा तस्य भावः ऐदंपर्यम् । અર્થાત્ આ જેમાં પ્રધાન અર્થ છે તે ઈદંપર, તેનો ભાવ અર્થાત્ પ્રધાનભૂત અર્થ તે ઐદંપર્યાર્થ. નમસ્કારનો પ્રદાનભૂત અથવા ૨હસ્યભૂત અર્થ તે માનકષાયનો અભાવ છે. અથવા માનકષાય જેમાંથી ઉત્પન્ન થાય છે તે મિથ્યાત્વ અને અજ્ઞાનનો નાશ છે. નમસ્કારનો બીજી રીતે પણ ઐદંપર્યાર્થ છે અને તે રાગ-દ્વેષનો નાશ અથવા રાગ-દ્વેષનો નાશ કરનાર શ્રી તીર્થંકરદેવોની પ્રકૃષ્ટ આજ્ઞાના પાલન સ્વરૂપ છે. શ્રી તીર્થંકરદેવોના આજ્ઞાપાલનના પરિણામે રાગ-દ્વેષ, અજ્ઞાન અને મિથ્યાત્વનો નાશ અથવા માનકષાયનો અભાવ એ નમસ્કારનો પ્રધાન અર્થાત્ રહસ્યભૂત અર્થ છે. સામર્થ્ય યોગના નમસ્કારનું એ અંતિમ ફળ છે. શાસ્ત્રાજ્ઞાના પાલન મુજબ યથાશક્તિ નમસ્કાર તે ઈચ્છાયોગનો નમસ્કાર છે, શાસ્ત્રાજ્ઞાના પાલન મુજબ યથાસ્થિત નમસ્કાર તે શાસ્ત્રયોગ (ભક્તિયોગ) નો નમસ્કાર છે અને નમસ્કારનું અંતિમ ફળ. કેવળજ્ઞાન અથવા વીતરાગભાવની પ્રાપ્તિ તે સામર્થ્ય યોગનો નમસ્કાર છે. ‘નમો’ પદનો શબ્દાર્થ, ભાવાર્થ અને રહસ્યાર્થ તથા આ લેખમાં અગાઉ જણાવ્યા મુજબ નમસ્કારના હેતુ સ્વરૂપ અને અનુબંધ સમજ્યા પછી, હવે નમસ્કાર જેને કરવામાં આવે છે, તે નમસ્કાર્યનું સ્વરૂપ સમજવું જોઈએ. નમસ્કાર્યનું સ્વરૂપ મહામંત્ર શ્રી નવકારનાં નવ પદ છે. તેમાં પ્રથમપદે શ્રી અરિહંતપરમાત્માઓને નમસ્કાર છે. અહીં પદ એટલે વિમવન્ત્યાં પવન્ ‘વિભક્તિ જેને અંતે છે તે પદ એમ નહિ, પણ અર્થની સમાપ્તિ જ્યાં થાય છે, તેવું પદ સમજવું, એ અર્થમાં શ્રી નમસ્કારમહામંત્રનું પ્રથમપદ ‘નમો અરિહંતા’ છે. બીજું પદ - નો સિદ્ધાળું ’ છે - વગેરે. . પ્રથમપદ ‘નમો અરિહંતાĪ'ના ‘નમો' શબ્દની વ્યાખ્યા થઈ ગઈ. હવે ‘અરિહંતાણં ’ માં રહેલા ‘R ’ અને ‘દંતાળું ’ એ બે શબ્દોની વ્યાખ્યા કરવી જોઈએ. , તેમાં ‘ ર્િ ’ એટલે શત્રુ અને ‘તાળું ’ એટલે હણનારાઓને અર્થાત્ ‘શત્રુને હણનારાઓને નમસ્કાર થાઓ' એ તેનો પૂરો અર્થ થયો. અહીં ભાવપ્રધાન નિર્દેશ હોવાથી ‘શત્રુ’ શબ્દનો અર્થ ‘શત્રુતા’ લેવો જોઈએ. અર્થાત્ શત્રુતાને હણનારા એવો અર્થ કરવો જોઈએ. બાહ્ય શત્રુઓને નહિ, પણ અંત૨માં રહેલી ‘શત્રુતા’ અર્થાત્ બીજા જીવો ઉપર પોતાના આત્મામાં રહેલો ‘શત્રુભાવ' તેનો નાશ કરનારા. ઉપલક્ષણથી બીજા પણ અંતરંગ શત્રુઓનો સ્વપુરુષાર્થ વડે ક્ષય કરનારા. વૈરભાવ જેમ અંતરંગ શત્રુ છે, તેમ મમત્વ પરિણામરૂપ સ્નેહભાવ પણ શત્રુ જ છે. અર્થાત્ કર્મબંધના હેતુભૂત રાગદ્વેષ આદિ વિકારોનો સર્વથા નાશ કરનારા અને સર્વ પ્રાણી પદાર્થો પ્રત્યે નિર્વેર અને નિઃસ્નેહવૃત્તિને મંગલમય મંત્રાધિરાજ શ્રી નવકાર ૧૦૫ Page #148 -------------------------------------------------------------------------- ________________ ધારણ કરનારા, શાસ્ત્રીય પરિભાષામાં કહીએ તો “રાગદ્વેષાદિ આંતરરિપુઓનો અને તેના કારણભૂત જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો સર્વથા અંત લાવનારા એવા એવા અરિહંતોને... એ રિ ” અને “ઢતા ” એ બે શબ્દોનો અર્થ થયો. શબ્દાર્થ જાણ્યા પછી એ બે શબ્દોનો ભાવાર્થ શો છે તે વિચારવું જોઈએ. અહીં એક શંકા જરૂર થાય તેમ છે અને તે એ કે રાગાદિ આંતરશત્રુઓ કે જ્ઞાનાવરણાદિ ઘાતકર્મોનો સર્વથા નાશ કરનારાઓને નમસ્કાર કરવો એ જ જે પ્રથમ પદનો અભિપ્રેતાર્થ હોય તો તે “નમો સિદ્ધાંઈ ' પદથી પણ થઈ શકે છે અથવા પાંચમા “ નમો નઈ સવ્ય સાઈ પદમાં પણ આવી જાય છે. કારણ કે લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર કરવાથી છબસ્થ મુનિઓ સાથે કેવળજ્ઞાની મુનિવરોને પણ નમસ્કાર થઈ જાય છે. તો પછી પ્રથમ પદમાં વિશેષ શું રહ્યું?' આ શંકાનું સમાધાન કેવળ શબ્દાર્થોને જાણનાર નહિ કરી શકે, તેનું સ્પષ્ટ સમાધાન ભાવાર્થ જાણવાથી જ થઈ શકે છે. કહ્યું છે કે “ ચાલ્યાનો વિશેષ પ્રતિપત્તિ: | સૂત્રના વિશેષ અર્થનું જ્ઞાન વ્યાખ્યાનથી અર્થાત્ પૂર્વાપરના સંબંધ યુક્ત વિશેષ વિવેચનથી જ થઈ શકે છે.” જેઓ વિશેષ વિવેચન જેમાં રહેલું છે એવા નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણિ અને ટીકા વગેરેનો આશ્રય લેવાની ના પાડે છે, તેઓ સૂત્રના શબ્દાર્થને જાણવા છતાં તેના મર્મને જાણી શક્તા. નથી. શ્રી અરિહંતો એટલે “રાગાદિ કે કમદિ ભાવશત્રુઓનો નાશ કરનારા' એટલો જ અર્થ અહીં અભિપ્રેત નથી. પ્રથમપદની સાર્થકતા ભાવ શત્રુઓનો નાશ કરવા ઉપરાંત તેના વિશેષ અર્થમાં રહેલી છે અને તે વિશેષ અર્થ એ છે કે, “તેઓ વીતરાગ અને સર્વજ્ઞ થયા છે એટલું જ નહિ, પણ શ્રી તીર્થંકર નામકર્મ નામની ઉત્કૃષ્ટ પુણ્ય-પ્રકૃતિને વિપાકોદયથી ભોગવનારા છે, એવા અરિહંતને નમસ્કાર થાઓ.' પ્રથમપદે રહેલા શ્રી અરિહંતો, ભાવશત્રુઓનો ક્ષય કરીને કેવળજ્ઞાન પામે છે અને તે વખતે જ તેમની અષ્ટ મહાપ્રતિહાર્યો વડે પૂજા થાય છે તથા તેઓશ્રી ચોત્રીસ અતિશયો અને વાણીના પાંત્રીસ ગુણો વડે અલંકૃત બની ધર્મતીર્થની સ્થાપના કરે છે. પ્રથમપદે રહેલા શ્રી અરિહંતોની આ વિશેષતા સકળ શત્રુઓનો ક્ષય કરનારા અને બીજા પદે રહેલા સિદ્ધ ભગવંતો કે પાંચમાં પદે રહેલા કેવળજ્ઞાની સાધુ ભગવંતોમાં નથી અને એ ન હોવામાં કારણભૂત “તથાભવ્યત્વ મોક્ષે જનારા સર્વ જીવોનું “ભવ્યત્વ સરખું છે, પણ “તથાભવ્યત્વ' સરખું નથી. પ્રથમપદે રહેલા શ્રી અરિહંત ભગવંતોનું તથાભવ્યત્વ, મોક્ષે જનારા બીજા ભવ્ય જીવોથી વિશિષ્ટ હોય છે. તેથી તેમના બોધિ'ને પણ વરબોધિ' કહેવાય છે. “યોગદષ્ટિસમુચ્ચય' નામના પ્રસિદ્ધ ગ્રન્થરત્નના મંગલાચરણમાં સુવિહિતશિરોમણિ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજ ફરમાવે છે કે किं विशिष्टं वीरम् इत्याह जिनोत्तमम् इति वस्तु विशेषणम् । इह रागादिजेतृत्वात् सर्व एव विशिष्ट श्रुतधरादयो जिना उच्यन्ते । तद्यथा श्रुतजिनाः, अवधिजिनाः, मनःपर्यायजिनाः, केवलिजिनाश्च । अनेन भगवतस्तथाभव्यत्वाक्षिप्तवरवोधिलाभगर्मी अर्हद्वात्सल्योपात्त- अनुत्तरपुण्यस्वरूपतीर्थंकरनामकर्मविपाकफलरुपां, परम्परार्थसम्पादनी कर्मकायवस्थामाह ।' અર્થ - ભગવાન શ્રી વીર કેવા છે? તો કહે છે કે જિનોત્તમ. આ વસ્તુનું વિશેષણ છે. અહીં રાગાદિ SN ૧૦૬ આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ NS Page #149 -------------------------------------------------------------------------- ________________ દોષોને જીતનારા હોવાથી વિશિષ્ટ શ્રત વગેરેને ધારણ કરનારા સઘળાય જિન કહેવાય છે. જેમ કે ઋતજિન, અવધિજિન, મન:પર્યાયજિન, કેવળીજિન. તેઓમાં ઉત્તમ કેવળી અને તીર્થંકર હોવાથી, તથા ભગવાનના તથાભવ્યત્વ વડે ખેંચાયેલી વરબોધિના લાભથી ગર્ભિત, અદ્વાત્સલ્ય આદિ વડે ઉપાર્જન કરાયેલી, અનુત્તર-પુણ્યસ્વરૂપ તીર્થંકર નામકર્મની પ્રકૃતિના વિપાકોદયરૂપ, શ્રેષ્ઠપરોપકારને સંપાદન કરવાવાળી કર્મકાય અવસ્થાને બતાવી છે.” આ ઉપરથી સમજાશે કે વિશિષ્ટ “તથાભવ્યત્વના કારણે તીર્થંકર નામકર્મનો વિપાકોદય ભોગવનારા શ્રી અરિહંત ભગવંતો ઉપકારની દષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. અને તે દષ્ટિએ જ તેમને પ્રથમ નમસ્કાર કરવામાં આવ્યો છે. ગુણની દષ્ટિએ સિદ્ધ ભગવંતો અધિક છે તથા કેવળજ્ઞાની સાધુ ભગવંતો સમાન છે, તોપણ પરોપકારની દષ્ટિએ શ્રી અરિહંત ભગવંતોના આત્મા સર્વાધિક છે. તેથી તેમને પ્રથમ નમસ્કાર ન કરવામાં આવે તો કૃતજ્ઞતા ગુણ નાશ પામે છે અને તે ગુણના નાશની સાથે સર્વ પ્રકારના સવ્યવહારોનો વિલોપ થાય છે. વ્યવહારના વિલોપની સાથે તીર્થનો અને તીર્થના વિલોપની સાથે તત્ત્વનો નાશ થાય છે. સવ્યવહારના આધારભૂત કૃતજ્ઞતા ગુણનું ઉત્કૃષ્ટ પાલન કરવા માટે અને તે દ્વારા તીર્થ અને તત્ત્વની રક્ષા કરવા માટે મંત્રાધિરાજ શ્રી નમસ્કાર મહામંત્રના પ્રથમપદે “અરિહંત' શબ્દથી સર્વક્ષેત્ર અને સર્વ કાળના તીર્થંકર પરમાત્માઓને નમસ્કાર કરવામાં આવ્યો છે. ર ” અને “દંતા ' એ બે શબ્દોનો ભાવાર્થ વિચાર્યા પછી તેનો ઔદંપર્ધાર્થ રાગદ્વેષનો ક્ષય અને તીર્થંકર ભગવંતોની આજ્ઞાનું પાલન છે. ત્રિભુવનપૂજ્યતાને અપાવનાર તીર્થંકરનામ કર્મરૂપી પરમપાવની પુણ્યપ્રકૃતિનો વિપાકોદય અનુભવનાર શ્રી તીર્થંકરપરમાત્માઓને પ્રથમ નમસ્કાર કરવાથી મોક્ષમાર્ગને ફરમાવનારી, સર્વ નયોથી યુક્ત એવી તેમની પ્રકષ્ટ આજ્ઞા પ્રત્યે પરમ પ્રીતિ અને અંતરંગ ભક્તિ જાગે છે અને તેના પરિણામે તે આજ્ઞાનું નિરતિચાર પાલન કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. આજ્ઞાના નિરતિચાર પાલનથી અનુક્રમે અસંગ અનુષ્ઠાનની પ્રાપ્તિ, ઘાતી કર્મોનો ક્ષય, કેવળજ્ઞાન વગેરે અસામાન્ય ગુણોને જીવ પામે છે. તથા આયુષ્યને અંતે અઘાતી કર્મોનો પણ ક્ષય કરી, પરમનિર્વાણની પણ પ્રાપ્તિ કરે છે. અહીં કેટલાક ચિંતકો “ મહંતા ' ને બદલે “ સરહંતા ' પદને વિશેષ પસંદગી આપે છે પણ તે શાસ્ત્રોક્ત નથી. નવપદોથી યુક્ત એવા શાશ્વત શ્રી સિદ્ધચક્ર યંત્રાધિરાજના આદ્ય પદે પણ “નનો રિહંતા નું જ આલેખન છે. તેથી જ મંત્રાધિરાજના આદ્યપદે પણ તે જ યુક્ત છે. શ્રી મહાનિશીથ આદિ ગંભીર સૂત્રોમાં ઉપધાનાદિ જ્ઞાનાચારોનો ઉલ્લેખ છે, ત્યાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ પ્રથમ અધ્યયનનું વર્ણન “નમો અરિહંતાણં' પદથી જ કરવામાં આવ્યું છે. શ્રી મહાનિશીથ સૂત્રના પંચમ અધ્યયનમાં કહ્યું છે કે'नमो अरिहंताणं । ' सत्तक्खरपरिमाणं अणंतगमपज्जवत्थसाहगं, सव्वमहामंतपवरविज्जाणं परमबीअभूअं ।' અર્થઃ પહેલું અધ્યયન “નમો અરિહંતાણે” સાત અક્ષર પ્રમાણ, અનંત ગમપર્યવયુક્ત અર્થનું પ્રસાધક તથા સર્વમહામંત્ર અને પ્રવર વિદ્યાઓના પરમબીજભૂત છે. શાસ્ત્રાનુસારી તર્કથી પણ એ જ વાત સંગત થાય છે. “દંતા ' ના બદલે “દંતા મૂકવાથી તેનો અર્થ, “અહંતોને નમસ્કાર થાઓ !” એવો થાય છે. અહતો એટલે પૂજ્યો એવો અર્થ માન્ય રાખવાથી આ નમસ્કારની સિદ્ધાદિ પદોમાં અતિવ્યાપ્ત ન થવા મંગલમયે મંત્રાધિરાજ શ્રી નવકાર ( ૧૦૭ NR Page #150 -------------------------------------------------------------------------- ________________ છતાં, સર્વદર્શનોને માન્ય પોતપોતાના પૂજ્યતમ પુરુષોમાં અતિવ્યાપ્ત થાય છે. બૌદ્ધાદિ અન્યદર્શનકારો પોતપોતાના દર્શનના પ્રણેતાઓને “અત્' અર્થાત્ પૂજ્યતમ માને જ છે. જૈનદર્શન સમ્મત પૂજ્યતમત્વ તીર્થંકરોમાં જ ઘટે છે, અન્યત્ર નહિ. તેનું કારણ એ છે કે અન્યદર્શનકારો, પૂજ્યતમત્વનું લક્ષણ વીતરાગત્વ કરતા નથી અને જ્યાં વીતરાગત્વ ન હોય ત્યાં સર્વજ્ઞત્વ સંભવતું નથી. જૈનદર્શનમાન્ય પૂજ્યતાનું પ્રયોજક વીતરાગત્વ અને સર્વજ્ઞત્વ જ છે. બૌદ્ધદર્શનના પ્રણેતાઓ જૈનદર્શનમાન્ય સર્વજ્ઞત્વનો સ્વીકાર કરતા નથી. તેમ જ સાંખ્યાદિ દર્શનો પણ જૈનદર્શનસમ્મત વીતરાગત્વનો સ્વીકાર કરતાં નથી. છતાં પોતાના ઈષ્ટને પૂજ્યતમ તો સહુ કોઈ માને જ છે. નિત્યમુક્તત્વ, જગતકર્તૃત્વ અને અસર્વજ્ઞત્વાદિ વિશેષણોવાળા પૂજ્યતમપદોમાં અતિવ્યાપ્તિ ન થવા દેવા માટે “ સરહંતા ' ના સ્થાને “દંતા ' પદ જ યોગ્ય છે. સિદ્ધાદિ પદોમાં અતિવ્યાપ્તિના વારણ માટે પાંચ પરમેષ્ઠિપદોમાં “પ્રથમત્વ' અર્થાત્ પ્રથમપદે નમસ્કરણીય– શ્રી અરિહંતોને જ આપેલું છે. પ્રથમપદ જ એ સૂચવે છે કે તેઓમાં કેવળ અરિહંતૃત્વ જ નહિ, પણ તીર્થકરત્વ આદિ પણ છે. એ વાત કેવળ શબ્દાર્થની ચર્ચાથી નહિ, પણ ભાવાર્થની વિચારણાથી જ સમજાય તેવી છે. પ્રથમપદે “ અરહંતા 'ને બદલે ‘રિહંતા ' મૂકવાથી બીજી એક વાત એ ધ્વનિત થાય છે કે જૈનદર્શન પૂજ્યત્વની પ્રાપ્તિ માટે અરિહંતૃત્વ અર્થાત્ ભાવશત્રુનાશકત્વ ગુણને અનિવાર્ય ગણે છે. ભાવશત્રુઓનો વિનાશ કર્યા વિના જેમ સિદ્ધત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. તેમ અહત અર્થાત્ પૂજ્યત્વની પ્રાપ્તિ પણ અસંભવિત છે. આ કારણે જૈનદર્શનનો પ્રધાનસૂર, ગુણોની પ્રાપ્તિ નહિ પણ દોષોનો વિજય છે. દોષો ઉપર વિજય મેળવવાથી ગુણોથી પ્રાપ્તિ આપોઆપ થઈ જાય છે. સુંદર ચિત્ર માટે પ્રથમ ભીંતને સ્વચ્છ કરવી પડે છે. મોટો મહેલ ચણવા માટે પ્રથમ ભૂમિને શુદ્ધ કરવી પડે છે, તે ન્યાયે ગુણોની પ્રાપ્તિ માટે પ્રથમ દોષોને દૂર કરવા પડે છે. શ્રી જૈનદર્શનમાં દેવનું લક્ષણ વીતરાગત્વ અને ગુરુનું લક્ષણ નિગ્રંથ– કહ્યું છે. દેવનું સર્વજ્ઞત્વ અને ગુરુનું ધર્મોપદેશકત્વ વગેરે લક્ષણરૂપે નહિ, પણ ઉપલક્ષણરૂપે છે અર્થાત્ સ્વરૂપદર્શક છે. આ રીતે ભાવાર્થનો વિચાર કરતાં મંત્રાધિરાજ શ્રી નવકાર અને મંત્રાધિરાજ શ્રી નવપદના શાશ્વત પાઠોમાં પ્રથમ પદે “નમો અરિહંતાણં' નો પાઠ યુક્તિ અને આગમ ઉભયથી સિદ્ધ છે. સર્વમંગળોમાં ઉત્કૃષ્ટમંગળરૂપ શ્રી નમસ્કાર મહામંત્રના એક પદ યા એક શબ્દનો પાઠ યા જાપ કરવાની યોગ્યતા ઘણાં ઘણાં પુણ્યના ઉદયે પ્રાપ્ત થાય છે. એ શાસ્ત્રવચનના ગાંભીર્યને ગંભીરતાપૂર્વક વિચાર કરનારને શ્રી નવકારનો પ્રત્યેક અક્ષર, ભવજળતારક મહાજહાજરૂપ અણમોલ, આકર્ષક અને પૂજ્યતમ પ્રતીત થયા સિવાય રહેતો નથી. વિષય-કષાયમાં ભટકતા પોતાના જીવને જેઓ શ્રી નવકારમાં રમતો બનાવી શકે છે, તેઓ સંસારની જેલમાંથી કાયમને માટે મુક્ત થવાની દિશામાં અગ્રેસર થાય છે. જેમને ભજવા, પૂજવા, સ્તવવા તેમ જ આરાધવા માટે શ્રી અરિહંત જેવા નાથ મળ્યા છે, તે સહુને કોટિકોટિશઃ પ્રણામ અને જેઓ શ્રી અરિહંતાદિની સન્મુખ નથી થયા તેઓ પણ વહેલો વહેલા તે સન્મુખતા પ્રાપ્ત કરો ! N ૦૮ ૧૦૮ જિક TET જ તે જ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #151 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા ૦ masala જ મંત્ર અને વિધા વચ્ચેનો ભેદ જેનો પાઠ કરવા માત્રથી કાર્યની સિદ્ધિ થાય તેને મંત્ર કહે છે. અને જેને સિદ્ધ કરવા માટે જપ, હવન આદિ ક્રિયાઓ કરવી પડે તેને વિદ્યા કહે છે. શાસ્ત્રોમાં બીજી રીતે પણ મંત્ર અને વિદ્યાનો ભેદ બતાવ્યો છે અને કહ્યું છે કે જેનો અધિષ્ઠાતા દેવતા પુરુષ' હોય તે મંત્ર છે અને જેની અધિષ્ઠાતા દેવતા “સ્ત્રી' હોય તે વિદ્યા છે. મંત્ર એટલે શું? મંત્રી શી વસ્તુ છે તેની સ્પષ્ટતા કરતાં શાસ્ત્રકાર મહર્ષિઓ ફરમાવે છે કે મંત્ર એ અક્ષર કે અક્ષરોનો સમૂહ છે. અક્ષર કે અક્ષરોના સમૂહને છોડીને મંત્ર બીજી કોઈ વસ્તુ નથી. “ નિર્વીનક્ષ નાસ્તિ ! ” અથવા “રાજ્યના મંત્ર ' અર્થાત્ એવો કોઈ અસર નથી કે જેમાં મંત્રશક્તિ ન હોય, અક્ષરને છોડીને મંત્ર બીજી કોઈ વસ્તુ નથી. શબ્દ અને વનિની અર અક્ષર કે અક્ષરના સમૂહાત્મક શબ્દમાં અપરિમિત શક્તિ રહેલી છે એમ આજે સર્વ કોઈ બુદ્ધિશાળી વર્ગને સ્વીકારવું પડે છે. ગાવું અને બાવવું, હસવું અને રોવું એ બધું વાતાવરણ ઉપર અમુક પ્રકારની અસર કરે છે, અને તે વર્ણાત્મક નહિ તોપણ ધ્વન્યાત્મક શબ્દશક્તિનો જ એક પ્રકાર છે. રણસંગ્રામમાં સુરીલાં વાજાં જે અસર ઉપજાવે છે તે અસર અન્ય પ્રસંગનાં વાજાંઓ નથી જ ઉપજાવતાં. આકાશમાં મેઘની ગર્જના જે ભાવ પેદા કરે છે તે જુદો હોય છે અને રણસંગ્રામમાં તોપોની ગર્જના જે ભાવ ઉત્પન્ન કરે તે વળી જુદો જ હોય છે. જેમ ધ્વન્યાત્મક શબ્દોની જુદી જુદી અસર છે તેમ વર્ણાત્મક શબ્દોની તેનાથી પણ મહાન અને જુદા જુદા પ્રકારની અસર માનેલી છે અને તે પ્રત્યક્ષ અનુભવમાં પણ આવે છે. એક વ્યાખ્યાતાના મુખમાંથી નીકળેલ ઉત્સાહપ્રેરક શબ્દો વાતાવરણને ઉમંગી બનાવે છે અને તે જ વ્યાખ્યાતાના મુખમાંથી નીકળેલા નિરાશાજનક શબ્દો વાતાવરણને ગમગીન બનાવી દે છે. વિવિધ પ્રકારના રસોના પોષણમાં વક્તા કે લેખકની શબ્દશક્તિ સિવાય બીજા શાનો પ્રભાવ છે? શબ્દશક્તિ અચિત્ત્વ છે. માત્ર તેના યોજક યોગ્ય પુરુષની જ જરૂર હોય છે. કયા શબ્દોના સંયોજનથી કેવા પ્રકારની શક્તિ પેદા થાય છે એના જાણકાર આ જગતમાં દુર્લભ છે. પરંતુ જ્યારે એવા જાણકારના હાથમાં અક્ષરો કે શબ્દો આવે છે ત્યારે તે વિવિધ પ્રકારની રચના દ્વારા શ્રોતાઓના ચિત્તના સંતાપ અને દિલની તૃષાને ક્ષણવારમાં શાન્ત કરી દે છે. પૂર્વધર ભગવંતોની દેશનાશક્તિ કેવળજ્ઞાની ભગવંત તુલ્ય લેખાય છે તે આ જ દષ્ટિ એ સમજવાનું છે. “શ્રુતકેવળી' શબ્દની એક વ્યાખ્યા એવી કરી છે કે તેઓ “સવાર-સનિપાતિ’ની લબ્ધિના ધારક હોય છે. સર્વઅક્ષરો અને તેના પરસ્પર મિશ્રણથી થતા સર્વ અર્થોને તેઓ જાણતા હોય છે અને તેથી જ તેઓની ઉપદેશ શક્તિ અમોઘ બને છે. શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા કfr છે ૧૦૯ IS ૧૦૯ જff Page #152 -------------------------------------------------------------------------- ________________ મંત્રરચના મંત્રોમાં કેવળ અક્ષરોની કાર્યશક્તિ હોય છે એવું નથી, તેમાં બીજી શક્તિઓ પણ કામ કરે છે અને તે છે મંત્રના યોજકની શક્તિ, મંત્રના વાચ્યપદાર્થની શક્તિ, મંત્રયોજકના દયની ભાવના, તથા મંત્રસાધકના આત્મામાં રહેલો મંત્રશક્તિ ઉપરનો ભાવ, અખંડ વિશ્વાસ, નિશ્ચલ શ્રદ્ધા વગેરે. તાત્પર્ય એ છે કે મંત્ર કેવળ અક્ષર કે પદ સ્વરૂપ જ નથી, પણ પદ, પદાર્થ, પદના યોજક તથા પદના પ્રયોજકની ભાવનાઓ તથા શક્તિઓના એકંદર સરવાળારૂપ છે. મંત્રની શક્તિ એ ચારને અનુરૂપ હોય છે. મંત્રનો યોજક ક્લિષ્ટ-પરિણામી હોય તો મંત્ર “મારક' બને છે અને અસંક્લિષ્ટ-પરિણામ અર્થાત્ નિર્મળબુદ્ધિ વાળો હોય તો તે મંત્ર “તારક' બને છે. ' લૌકિક મંત્રશક્તિ લૌકિક મંત્રશક્તિનો પ્રયોગ મુખ્યત્વે આકર્ષણ, વશીકરણ, ઉચ્ચાટન, વિશ્લેષણ, સ્તંભન, સમ્મોહન આદિ લૌકિક કાર્યો માટે જ થાય છે. કોઈ વ્યક્તિને પોતાના તરફ ખેંચવા, કોઈને વશ કરવા, કોઈ પ્રતિપક્ષીને મહાત કરવા, કોઈ દુશ્મનનો નાશ કરવા, કોઈને ખંભિત કરવા કે કોઈને મોહિત કરવા માટે લૌકિકમંત્રશક્તિનો ઉપયોગ હોય છે અને તે મંત્રની સફળતાનો આધાર મંત્રનો પ્રયોગ કરનાર સાધકની સાધનાશક્તિ વગેરે હોય છે. કોઈ પ્રયોગ કરનાર સાચો ન હોય પણ ધૂર્ત હોય તો મંત્ર નિષ્ફળ જાય છે. સાધક સત્ય હોય, પણ મંત્ર અશુદ્ધ હોય, અથવા મંત્ર શુદ્ધ હોય, પણ તેનું ઉચ્ચારણ અશુદ્ધ હોય, અથવા ઉચ્ચારણ શુદ્ધ હોય, પણ પ્રયોજકનું ચિત્ત એકાગ્ર ન હોય, અથવા શ્રદ્ધારહિત હોય, તોપણ મંત્રશક્તિ કાર્યકર થઈ શકતી નથી. જ્યાં એ બધી વસ્તુ શુદ્ધ અને પૂર્ણ હોય ત્યાં જ મંત્ર શક્તિ ધાર્યું કાર્ય નિપજાવી શકે છે. મંત્રાધિરાજ શ્રી નવકારની વિશેષતાઓ મંત્રાધિરાજ શ્રી નવકાર આ દષ્ટિએ વિશ્વના સમસ્ત મંત્રોમાં અગ્રસ્થાન ધરાવે છે. તેની શક્તિ અતુલ છે અપરંપાર છે. કારણ કે તેના યોજક લોકોત્તર મહાપુરુષો છે. શ્રી નવકારને અર્થથી શ્રી તીર્થંકરભગવંતો પ્રકાશે છે અને સૂત્રથી શ્રી ગણધર ભગવંતો ગૂંથે છે. તેનો વાચ્યાર્થ લોકોત્તર મહર્ષિઓને પ્રમાણરૂપ છે. તેના અક્ષરોનો સંયોગ અને પદોની રચના સરળ અને સ્પષ્ટ છે. સહુ કોઈ સહેલાઈથી અને સરળતાથી તેનો પાઠ અને ઉચ્ચાર કરી શકે અને તેનો અર્થ સમજી શકે તેવી છે. તેનું સ્મરણ અને જાપ કરનારા મોટે ભાગે સમ્યગ્દષ્ટિ, ભવથી નિઃસ્પૃહ અને એક મુક્તિ રમણીના જ ઈચ્છક એવા ઉત્તમ સત્યરુષો હોય છે. વિશ્વના અન્ય મંત્રો કામના કરવાથી તે કામનાની પૂર્તિ કરે છે, જ્યારે શ્રી નમસ્કાર મહામંત્ર, નિષ્કામપણે જપવાથી, જમનારની સઘળી કામના પૂરી કરે છે. એ તેની અચિજ્ય શક્તિનો સચોટ પુરાવો છે અને તેના પ્રકાશકોની અપૂર્વ નિષ્કામતાનું પરમ પ્રતીક છે. શ્રી નમસ્કાર મહામંત્રની બીજી વિશેષતા એ છે કે તેના દ્વારા જે પુરુષોની આરાધના કરવામાં આવે છે તે બધા વીતરાગ અને નિઃસ્પૃહ મહાત્માઓ છે. જ્યારે વિશ્વના અન્ય મંત્રોના આરાધ્યદેવ સંસારી, સસ્પૃહી અને સરાગી આત્માઓ છે. શ્રી નમસ્કાર મહામંત્ર અનુપમ શક્તિશાળી હોવાનાં અગણિત કારણો પૈકીનું એક કારણ એના IN ૧૧૦ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Page #153 -------------------------------------------------------------------------- ________________ અધિષ્ઠાતાઓની પરમ વિશુદ્ધિ છે. કારણ કે સરાગીની શક્તિ ગમે તેટલી હોય, તોપણ વીતરાગીની અચિન્ત્ય શક્તિમત્તા અને પ્રભાવશાલિતાની તુલનામાં તો તે માંડ બિંદુતુલ્ય ગણાય. શ્રી નમસ્કા૨મહામંત્રની ત્રીજી વિશેષતા એ છે કે અન્ય મંત્રોમાં ‘ દેવતા ’ અધિષ્ઠાતા તરીકે છે, જ્યારે આ મહામંત્રમાં દેવતા ‘ સેવક ’ રૂપે રહે છે, અહીં દેવોનું સેવકપણું છે, તો બીજે દેવોનું સેવ્યપણું છે. લૌકિકમંત્ર માત્ર દેવાધિષ્ઠિત હોય છે. તેનો જાપ કરવાથી મંત્રનો સ્વામી ‘ દેવતા ’ વશ થાય છે ત્યારે તે મંત્ર સિદ્ધ થયેલો કહેવાય છે. પરંતુ શ્રી નમસ્કારમહામંત્રમાં તેથી જુદું છે. તેના ‘ સ્વામી ’ હોવાની કે થવાની શક્તિ કોઈ પણ દેવતામાં નથી. દેવો પણ તેના સેવક થઈને રહે છે. જેઓ તે મહામંત્રની આરાધના કરે છે, તેઓની મંત્ર પ્રત્યેની ભક્તિને વશ થઈને દેવો તે આરાધકોના પણ સેવક બનીને રહે છે. એથી સિદ્ધ થાય છે કે કોઈ દેવતાની શક્તિના કારણે શ્રી નમસ્કારમહામંત્ર શક્તિશાળી કે પ્રભાવસંપન્ન નથી. પણ શ્રી નમસ્કારમહામંત્રની પોતાની શક્તિ અને પોતાનો પ્રભાવ જ એવો અચિત્ત્વ છે કે દેવોને પણ તેને વશ રહેવું પડે છે. શ્રી નમસ્કારમહામંત્રની ચોથી વિશેષતા એ છે કે અન્ય મંત્રો જ્યારે અત્યંત ગૂઢાર્થક અને ઉચ્ચારણમાં પણ અતિ ક્લિષ્ટ હોય છે, ત્યારે શ્રી નમસ્કાર મહામંત્ર શબ્દથી અતિ સ્પષ્ટ અને અર્થથી પણ અત્યંત સરળ છે. બુદ્ધિમાનથી માંડી બાળક પર્યંત સહુ કોઈ તેનો પાઠ સરળતાથી અને તેનું ઉચ્ચારણ શુદ્ધ રીતે કરી શકે છે, તથા તેના અર્થનું જ્ઞાન પણ સહેલાઈથી મેળવી શકે છે. શ્રી નમસ્કા૨મહામંત્રની આ સરળતા અને સ્પષ્ટતા જોઈને કેટલાકને તેના ઉપર અશ્રદ્ધા અને અવિશ્વાસ થતો પણ જોવાય છે. તેઓની એ માન્યતા હોય છે કે મંત્ર તો ગૂઢાર્થક જ હોવો જોઈએ અને ઉચ્ચારણમાં પણ કઠિનતાવાળો હોવો જોઈએ. પરંતુ તેઓની આ માન્યતા સર્વત્ર ઉચિત નથી. જે મંત્રનું જેવું કાર્ય હોય તેને અનુરૂપ જ તેની શબ્દરચના હોવી જોઈએ. શ્રી નમસ્કા૨મહામંત્ર મુક્તિદાતા છે, પરમ પદને આપનારો છે, તેથી તેની રચના તેને અનુરૂપ જ હોવી જોઈએ. મોક્ષાભિલાષી પ્રત્યે જીવ, પછી તે બાળક હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ હોય, પંડિત હોય કે નિરક્ષર હોય, તે સર્વને એક સરખી રીતે ઉપયોગી થાય તેવી જ હોવી જોઈએ. શ્રી નમસ્કારમહામંત્રની સરળતા અને સ્પષ્ટતાની પાછળ તેને પ્રકાશનારાઓનો આ ગંભીર અને ઉદાત્ત આશય છે. તેને પ્રકાશનારાઓ અનંતજ્ઞાનના ભંડાર અને અસીમકરુણાના નિધાન છે. તેથી સર્વ હિતાર્થી જીવોનું એકસ૨ખું હિત થઈ શકે તેવી જ તેની રચના હોય એ સ્વાભાવિક છે. જેનો વિષય સમગ્ર વિશ્વને એકસરખો ઉપયોગી હોય, સર્વનું એકાંત હિત કરનારો હોય, તેની રચના એવી જ હોવી જોઈએ કે એનું ઉચ્ચારણ સુખપૂર્વક થઈ શકે અને એનો બોધ આબાલગોપાલ સહુને વિભ્રમરહિતપણે થઈ શકે. મંત્રાધિરાજ શ્રી નવકારની આ અનન્યતમ વિશિષ્ટતા અન્ય મંત્રોમાં દૃષ્ટિગોચર નથી જ થતી. શ્રી નમસ્કારમહામંત્રની પાંચમી વિશેષતા એ છે કે અન્ય મંત્રો અનુગ્રહ નિગ્રહ, લાભહાનિ ઉભય માટે ઉપયોગમાં આવે છે. જ્યારે શ્રી નમસ્કારમહામંત્રથી કોઈને હાનિ કરી શકાતી નથી, તે તો કેવળ લાભમાં જ હેતુ બને છે. શ્રી નમસ્કાર મહામંત્રની છઠ્ઠી વિશેષતા એ છે કે અન્ય મંત્રો લૌકિક પુરુષો ઉપર આકર્ષણ, વશીકરણ વગેરે કરે છે, જ્યારે શ્રી નવકાર લોકોત્તર પદાર્થોનું આકર્ષણ, વશીકરણ વગેરે કરે છે. તે યાવત્ દેવસંપદાઓનું શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા ૧૧૧ Page #154 -------------------------------------------------------------------------- ________________ આકર્ષણ અને મુક્તિરમણી પર્યતનું વશીકરણ કરે છે. કહ્યું છે કેआकृष्टिं सुरसम्पदां विदधति मुक्तिश्रियो वश्यतां मुच्चाट विपदां चतुर्गतिभुवां विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततां मोहस्य संमोहनं पापात् पञ्चनमस्क्रियाऽक्षरमयी साऽराधना देवता ॥ १ ॥ અર્થ :- પંચ પરમેષ્ઠિનમક્રિયારૂપ અક્ષરમથી આરાધના દેવતા (તમારું) રક્ષણ કરો કે જે સુરસંપદાઓનું આકર્ષણ કરે છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, ચાર ગતિમાં થનારી વિપદાઓનું ઉચ્ચાટન કરે છે, આત્માનાં પાપો પ્રત્યે વિદ્વેષ ધારણ કરે છે, દુર્ગતિ પ્રતિ ગમન કરવાનો પ્રયત્નકરતા જીવોને અટકાવે છે અને જે મોહનું સંમોહન કરે છે અર્થાત્ મોહનો પરમ પ્રતિકાર છે. ઉપર વર્ણવેલી વિશેષતાઓના કારણે શ્રી નમસ્કાર મહામંત્ર સર્વ મંત્રોમાં મોટામાં મોટો મંત્ર છે અને એની સાધના બીજા સર્વ મંત્રોની અપેક્ષાએ સરળ હોવાથી સર્વ કોઈને એકસરખી રીતે સુશક્ય છે. અધમાધમ જીવો પણ આ મહામંત્રના શબ્દ કાનમાં પડવા માત્રથી દુર્ગમ દુર્ગતિ રૂપી ગહન ગર્તામાં ગબડતા ઊગરી ગયા છે, યાવત્ ક્રૂર તિર્યંચો પણ એના શ્રવણ માત્રથી લઘુકર્મી બની ભવસમુદ્રને તરી ગયા છે. આટલી અદ્ભુત શક્તિ અને છતાં આટલી અનુપમ સરળતા બીજા કોઈ મંત્રમાં સંભવી શકતી નથી. તેથી જ જ્ઞાનીઓએ આ મંત્રાધિરાજનો મહિમા અતિશય બતાવ્યો છે. શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિક તારકશક્તિપૂર્ણ વિશિષ્ટતાઓના નિરૂપણ પછી હવે આપણે તેની વ્યાપકતા વિચારીએ. શ્રી નમસ્કારમહામંત્રની વ્યાપકતા જગતમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના માનવો જોવામાં આવે છે. શાસ્ત્રાનુસારી, તર્કનુસારી અને ભાવાનુસારી પહેલો વર્ગ આજ્ઞાપ્રધાન મનોવૃત્તિવાળો હોય છે, બીજો વર્ગ યુક્તિપ્રધાનમનોવૃત્તિવાળો હોય છે અને ત્રીજો વર્ગ આજ્ઞા અને યુક્તિથી નિરપેક્ષ કેવળ ભાવ લાગણીપ્રધાનમનોવૃત્તિવાળો હોય છે. એ ત્રણ પ્રકારના વર્ગવાળા મનુષ્યોને શ્રી નમસ્કાર મહામંત્રની વ્યાપકતા અને શ્રેષ્ઠતા પ્રતિબોધિત કરવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ અથાગ પ્રયત્નો કર્યા છે. શાસ્ત્રાનુસારી વર્ગ શાસ્ત્રાનુસારી વર્ગ આલાપ્રધાન મનોવૃત્તિવાળો હોય છે. આજ્ઞા એટલે આપ્તવચન. શ્રી જૈનશાસનમાં આપ્ત તરીકે વીતરાગ અને સર્વજ્ઞની ગણના છે. જેઓ રાગાદિ દોષોથી સર્વથા રહિત છે અને એ જ કારણે જેઓ સર્વજ્ઞ, સર્વદર્શી થયેલા છે, તેઓનું વચન એ જ “આજ્ઞા' છે. એથી આજ્ઞાને અનુસરવાની વૃત્તિ, શિષ્ટપુરુષોમાં સ્વભાવિક જ હોય છે. શાસ્ત્રનુસારી આજ્ઞાપ્રધાન આત્માઓને શ્રી નમસ્કાર મહામંત્રની સર્વશાસ્ત્રવ્યાપકતા અને સર્વશ્રુતઅભ્યતરતા સમજવાને માટે શ્રી તીર્થંકરદેવપ્રણીત અને શ્રી ગણધરદેવગુણ્ડિત શ્રી આવશ્યકસૂત્રની સૂરિપુરંદર શ્રી હરિભદ્રસૂરીશ્વરજીવિરચિત ટીકા (પૃ. ૩૭૬)માં ફરમાવ્યું છે કે ' तत्र सूत्रं सूत्रानुगमं सत्युच्चारणीयं, तच्च पंचनमस्कारपूर्वकं, तस्याऽशेषश्रुतस्कन्धाऽन्तर्गतत्वात् । અહીં સૂત્ર એટલે સામાયિકસૂત્ર, તેના અનુગમ એટલે વ્યાખ્યાન સમયે સૂત્ર ઉચ્ચારવું જોઈએ અને તે ક , રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ S Gir Page #155 -------------------------------------------------------------------------- ________________ ઉચ્ચાર શ્રી પંચનમસ્કારપૂર્વક ક૨વો જોઈએ. કારણ કે તે બધા શ્રુતસ્કંધની અંતર્ગત રહેલો છે. આવશ્યક નિર્યુક્તિ સામાયિકસૂત્રનું ઉચ્ચારણ કરવા પહેલાં શ્રી પંચ પરમેષ્ઠિનમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ. તે કારણે સામાયિકસૂત્રનું વ્યાખ્યાન કરતાં પહેલાં શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રનું વ્યાખ્યાન કરવું જોઈએ. એ વાતને વિશેષ સ્પષ્ટ કરતાં ટીકાકાર મહર્ષિ ફ૨માવે છે કે अतोऽसावेव सूत्रादौ व्याख्येयः, सर्वसूत्रादित्वात्, सर्वसम्मतसूत्रादिवत्, सूत्रादित्वं चाऽन्यसूत्रादौ व्याख्यायमानत्वात्, निर्युक्तिकृतोपन्यस्तत्वात् । એટલા માટે સૂત્રની આદિમાં શ્રી પંચનમસ્કારની જ વ્યાખ્યા કરવી જોઈએ, કારણકે તે સર્વ સૂત્રની આદિમાં હોઈ તેની વ્યાખ્યા સૌ પ્રથમ કરવી જોઈએ એ વાત સર્વ શિષ્ટોને સમ્મત છે. શ્રી પંચનમસ્કારની આદિસૂત્રતા એ ઉપરથી સિદ્ધ થાય છે કે નિર્યુક્તિકાર ભગવાને સૌ પ્રથમ તેનો ઉપન્યાસ કર્યો છે અને વ્યાખ્યા પણ સૌ પ્રથમ તેની જ કરી છે. આ રીતે નિર્યુક્તિકાર શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજીના પ્રામાણ્યથી ટીકાકાર મહર્ષિ શ્રી હરિભદ્રસૂરિજી, શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને સર્વશ્રુતની આવ્યંતર એટલે સર્વશાસ્ત્રમાં વ્યાપક તરીકે પ્રતિપાદન કરે છે અને સર્વપ્રથમ તેનું ઉચ્ચારણ અને તેની જ વ્યાખ્યા ક૨વી જોઈએ, એમ કહીને તેઓ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની સર્વશ્રુતશ્રેષ્ઠતા જાહેર કરે છે. શ્રી આવશ્યકસૂત્રના કર્તા શ્રી આવશ્યકસૂત્રના કર્તા અર્થથી શ્રી તીર્થંક૨દેવો છે અને શ્રુતથી શ્રી ગણધરદેવો છે. શ્રી આવશ્યકનિર્યુક્તિના કર્તા ચૌદપૂર્વધર શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી છે તથા મૂળસૂત્ર અને તેની નિર્યુક્તિ ઉપર ટીકાના રચનારા ચૌદસો ચૂંવાળીસ ગ્રન્થોના રચયિતા સમર્થ શાસ્ત્રકાર શ્રી હરિભદ્રસૂરીશ્વરજી છે. તેઓશ્રી ફ૨માવે છે કે સૂત્રનું વ્યાખ્યાન કરતાં પહેલાં સૂત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ અને સૂત્રનું ઉચ્ચારણ શ્રી પંચનમસ્કારપૂર્વક ક૨વું જોઈએ. કારણ કે શ્રી પંચનમસ્કા૨ સર્વ શ્રુતની અત્યંતર રહેલો છે. સર્વશ્રુતની અત્યંતર એટલે સર્વસિદ્ધાન્તમાં વ્યાપક શ્રી જિનાગમનું કોઈ પણ સૂત્ર કે કોઈ પણ શાસ્ત્ર શ્રી પંચનમસ્કા૨૨હિત છે જ નહિ. શ્રી પંચનમસ્કાર સર્વ શ્રુત અને સર્વ શાસ્ત્રની અત્યંતર રહેલો જ છે. પછી તે સ્પષ્ટપણે ઉલ્લેખિત કરાયેલો હોય કે ન હોય સ્પષ્ટપણે ઉલ્લેખ કરાયેલો ન હોય તોપણ તે ત્યાં રહેલો જ છે એમ સમજવું જોઈએ. કારણ કે શ્રી પંચનમસ્કારના ઉચ્ચારણ વિના કોઈ પણ શાસ્ત્રનું અધ્યયન કે અધ્યાપન વિધિત છે જ નહિ. આદિમંગળતા શ્રી પંચનમસ્કારની સર્વ-શ્રુત-અત્યંતરતા અને આદિમંગળતાને શાસ્ત્રકારોનાં વચનથી જાણીને તેની આચરણા શ્રી નિર્યુક્તિકારભગવંતથી માંડીને આજ પર્યંતના સઘળા શ્રુતઘરોએ માન્ય રાખેલી છે. અને આજે ય કોઈ પણ સૂત્રવ્યાખ્યાન કે પ્રવચનના પ્રારંભમાં સર્વપ્રથમ શ્રી પંચનમસ્કારનું સ્મરણ કરવામાં આવે છે, તથા સર્વ પ્રકારની શુભ ક્રિયાઓના પ્રારંભમાં આદિ મંગળ તરીકે તેને જ ગણવામાં આવે છે. તર્કાનુસારી વર્ગ શાસ્ત્રાનુસા૨ી વર્ગ પછી બીજો વર્ગ તર્કનુસારીનો આવે છે. શાસ્ત્રાનુસા૨ી વર્ગ જેમ આજ્ઞાપ્રધાન હોય છે, તેમ તર્કોનુસા૨ી વર્ગ યુક્તિપ્રધાન હોય છે. લોકમાં જેમ શ્રી નમસ્કારમહામંત્રની અલૌકિકતા ૧૧૩ Page #156 -------------------------------------------------------------------------- ________________ રાજાનું વચન તેમ લોકોત્તરમાં શ્રી તીર્થંકર-ગણધર-ભગવંતોનું વચન કોઈ તરફથી યુક્તિ અપેક્ષા રાખતું નથી. રાજાની આજ્ઞા તે આજ્ઞા જ છે. તેની આગળ બુદ્ધિ કે યુક્તિની વાતો ચાલતી નથી. તેમ શ્રી તીર્થંકર-ગણધરોનાં વચનની આગળ પણ યુક્તિ અકિંચિત્કર છે, બુદ્ધિ નિર્બળ છે. અતીન્દ્રિયજ્ઞાનથી જોયેલા પદાર્થો છદ્મસ્થ બુદ્ધિથી કદી ખંડિત થઈ શકતા નથી. શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારની સર્વ-શ્રુત અત્યંતરતા અને સર્વ-શ્રુત-વ્યાપકતા આપ્તવચનથી સિદ્ધ છે. તેને યુક્તિ કે દલીલોના આધારની લેશમાત્ર અપેક્ષા નથી. તેમ છતાં આપ્તવચનની મહત્તા હજુ જેઓના ખ્યાલમાં આવી નથી તેવા બુદ્ધિજીવી વર્ગના અનુગ્રહ અર્થે પણ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની શ્રેષ્ઠતા તથા સર્વધર્મવ્યાપકતા સિદ્ધ કરવા માટે શાસ્ત્રકાર મહર્ષિઓએ પ્રતિપાદન કરવામાં કોઈ કચાશ રાખી નથી. ધર્મબીજનું વપન પૂ. આચાર્યભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી શ્રી લલિતવિસ્તરા નામક ચૈત્યવંદનસૂત્રની વૃત્તિ (પૃ.૮)માં ફરમાવે છે કે ધર્મપ્રાપ્તિનું મૂળભૂત કારણ વંદના છે. તેનું અ૫૨ નામ ‘નમસ્કાર’ છે. કહ્યું છે કે ' विधिनोप्तायथा बीजादंकुराद्युदयः क्रमात् । फलसिद्धिस्तथा धर्म-बीजादपि विदुर्बुधाः । ' અર્થ :- વિધિપૂર્વક વાવેલા બીજથી જેમ અંકુરાદિનો ઉદય થાય છે તેમ ધર્મ બીજથી પણ કર્મો કરીને ફળસિદ્ધ થાય છે એમ પંડિત પુરુષો ફ૨માવે છે. " ' धर्मं प्रति मूलभूता वन्दना । સત્પુરુષોની પ્રશંસા આદિ એ ધર્મબીજનું વપન (વાવેતર) છે, ધર્મચિંતાદિ તેના અંકુરાઓ છે અને નિર્વાણની પ્રાપ્તિ એ તેનું ફળ છે. પ્રશંસા એટલે વર્ણવાદ. આદિ શબ્દથી કુશલચિત્ત, ઉચિત્ મૃત્યક૨ણ વગેરે. સત્પુરુષો પ્રત્યે મન વડે કુશળ ચિત્ત ધારણ કરવું, કાયા વડે તેઓનું ઉચિત્ કૃત્ય કરવું, વાણી વડે તેઓની પ્રશંસા=સ્તુતિ ઇત્યાદિ ક૨વાં, તે હૃદયરૂપી ભૂમિકામાં ધર્મબીજનું વપન ક૨વાની શુભ ક્રિયા છે. ધર્મચિંતાદિ તેના અંકુરા છે. ધર્મની ચિંતા અને આદિ શબ્દથી ધર્મની ઇચ્છા, ધર્મનો અભિલાષ, ધર્મની અભિરુચિ ઇત્યાદિ ધર્મ બીજના અંકુરા છે. ધર્મની ચિંતા પછી, ધર્મનું શ્રવણ થાય છે. ધર્મનું શ્રવણ થયા પછી ધર્મનું અનુષ્ઠાન થાય છે અને તેના ફળરૂપે દેવ અને મનુષ્યની સંપદાઓ મળે છે. પરિણામે નિર્વાણસુખની પ્રાપ્તિ થાય છે. એ બધાં ધર્મબીજમાંથી ક્રમશઃ ઉત્પન્ન થતા અંકુર, કાંડ, નાલ, પુષ્પ અને ફળ સમાન છે. બીજાંકુર ન્યાય શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર બીજરૂપ બનીને કાળના પરિપાકે નિર્વાણરૂપી ફળનો હેતુ થાય છે તેથી તેની ‘જિજ્ઞાસા' એટલે તેને સત્ય સ્વરૂપે જાણવાની ઇચ્છા પણ પરમમહોદયને સૂચવનારી છે. સાચી જિજ્ઞાસા થયા પછી સદ્ગુરુનો યોગ થાય છે. સદ્ગુરુના યોગે શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના સ્વરૂપનો બોધ તથા તેમાં સ્વૈર્ય ઉત્પન્ન થાય છે. એ ધૈર્યના યોગે શાસ્ત્રોક્ત વિધિ મુજબ ક્રિયા થાય છે અને એ ક્રિયાના પ્રતાપે કર્મમળ કપાય છે; પરિણામે નિર્વાણસુખની પ્રાપ્તિ થાય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને શાસ્રોમાં ચિંતામણિ અને કલ્પવૃક્ષથી પણ અધિક ફળદાયી કહ્યો છે તે આ અપેક્ષાએ ચરિતાર્થ થાય છે. ૧૧૪ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #157 -------------------------------------------------------------------------- ________________ સૂર્ય-ખધોત દષ્ટાન્ત તકનુસારી પ્રત્યે જેમ બીજાંકુર ન્યાયથી શ્રી નવકારની સર્વ-શ્રુત-અત્યંતરતા અને સર્વ-ધર્મ-વ્યાપકતા સિદ્ધ થાય છે, તેમ સૂર્ય-ખદ્યોતના દષ્ટાન્તથી પણ શાસ્ત્રકારભગવંત શ્રી નવકારની શ્રેષ્ઠતા બીજી રીતે સિદ્ધ કરી બતાવે છે. પૂ. આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરીશ્વરજી “યોગદષ્ટિસમુચ્ચય' નામના ગ્રંથરત્નમાં ફરમાવે છે કે तात्त्विकः पक्षपातश्च, भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं, भानुखद्योतयोरिव ॥१॥ અર્થ:- તાત્ત્વિક પક્ષપાત અને ભાવશૂન્ય ક્રિયા, એ બે વચ્ચે સૂર્ય અને ખજવા જેટલું અંતર છે. અહીં પક્ષપાત એટલે શુભેચ્છા, અંતરંગ આદર, પરમાર્થ રાગ. નમસ્કાર એ પરમેષ્ઠિઓ અને તેમના ગુણો પ્રત્યે પરમાર્થ રાગને સૂચવે છે, અંતરંગ આદરને બતાવે છે. લોકમાં જેમ ભાવ વિનાનું ભોજન લૂખું છે તેમ લોકોત્તરમાં ભાવ વિનાની ભક્તિ વંધ્યા છે. શ્રી પરમેષ્ઠિભગવંતો પ્રત્યેના ભાવ વિના, અંતરંગ આદર વિના, તેમની આજ્ઞાનું પાલન પણ તેવું જ છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર દયના ભાવનો ઉત્પાદક છે, Æયમાં ભાવનો પૂરક છે, અથવા હૃયના ભાવનો સૂચક છે. એ કારણે બુદ્ધિમાન પુરુષોએ તેને સર્વ પ્રધાનસ્થાન આપેલું છે. લાગણીપ્રધાન વર્ગ આજ્ઞાપ્રધાન અને યુક્તિપ્રધાન વર્ગ ઉપરાંત એક મોટો વર્ગ એવો છે કે જે કેવળ લાગણીપ્રધાન હોય છે. શાસ્ત્રોના વચનો કરતાં કે તેને સિદ્ધ કરનારી યુક્તિઓ કરતાં પણ તે વર્ગને દષ્ટાન્તો, કથાનકો ને ચરિત્રો વધારે આકર્ષણ કરે છે. એ વર્ગને શાસ્ત્રવચન કે હેતુયુક્તિની બહુ અપેક્ષા હોતી નથી. જે ક્રિયાવડે જે લોકોને ફાયદો થયો હોય તેનાં કથાનકો કે ચરિત્રો સાંભળીને તે વર્ગ તેના તરફ દોરાય છે. એવો વર્ગ પ્રમાણમાં હંમેશાં મોટો હોય છે. તે વર્ગ લાગણીપ્રધાન હોય છે. ઘણી વખતે બુદ્ધિજીવી વર્ગમાં જે લાગણી જોવામાં આવતી નથી તે લાગણી એ વર્ગમાં જોવામાં આવે છે. લાગણી-પ્રધાનતાના બળે જ તે વર્ગ ધર્મ પ્રત્યે આકર્ષણવાળો રહે છે. આવા વર્ગને શ્રી નમસ્કાર મહામંત્રની વ્યાપકતા સમજાવવા માટે શાસ્ત્રકાર ભગવંતોએ પુષ્કળ દષ્ટાન્તો અને ચરિત્રો વર્ણવેલાં છે. કથાનુયોગનો પ્રભાવ જેમ કે શ્રી નવકારના પ્રભાવે સર્પ, ધરણેન્દ્ર બને છે અને સમડી, રાજકુમારિકાનો ભવ પામે છે. વગડાનો ભીલ, રાજ બને છે અને તેની સ્ત્રી (ભીલડી), રાજરાણી તરીકે ઉત્પન્ન થાય છે. પશુઓને ચરાવનાર ગોવાળનો બાળક પરમશીલસંપન્ન સુદર્શન શેઠ થાય છે અને ભયંકર કોઢ રોગથી વ્યાપ્ત કાયાવાળા શ્રી શ્રીપાળકુમાર પરમ રૂ૫ અને નીરોગિતાના ધારક બને છે. એ શ્રી નવકારનો પ્રભાવ ઘોર વિપત્તિ વચ્ચે રહેલા જુગારી જેવાઓને પણ પ્રાણાંત આપત્તિમાંથી ઉગારી લે છે તથા સુશીલ સમ્યગ્દષ્ટિ મહાસતીઓનું પતિ આદિ તરફથી આવેલી પ્રાણાંત આપત્તિઓ વખતે પણ રક્ષણ કરે છે. શ્રી નવકારના પ્રભાવે સ્મશાનનું શબ સુવર્ણ પુરુષ બને છે તથા અંધકારમાં રહેલ સર્પ સુંદર સુગંધી પુષ્પની માળા બની જાય છે. આ દષ્ટાન્તો કોરા બુદ્ધિજીવી વર્ગ ઉપર કદાચ ઓછી અસર નિપજાવતાં હોય તોપણ આમજનતા ઉપર તેનો અજબ પ્રભાવ વિસ્તારે છે. જૈનકુળમાં જન્મેલા આમવર્ગ ઉપર શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રભાવ આજે પણ પોતાની પ્રબળ અસર ઉપજાવી રહ્યો છે તેની પાછળ આ ચરિત્રો અને કથાનકોની ઘણી મોટી અસર છે. કહેવાતા બુદ્ધિજીવી વર્ગ ઉપર આની અસર ન પડતી હોય તો તેનું કારણ તેમની કેવળ બુદ્ધિજીવિતા નથી, પણ કાંઈક અંશે લાગણીશૂન્યતા પણ છે એમ માનવું જોઈએ. કારણ કે બુદ્ધિજીવી વર્ગની અંદર જેઓ અગ્રેસર છે તે સર્વ પૂર્વમહાપુરુષો ઉપર આ શ્રી નવકારનો પ્રભાવ પડ્યો છે અને તેના પ્રભાવને વર્ણવનારાં ચરિત્રોએ પણ તેમના ઉપર ઘણી મોટી અસર ફેલાવેલી છે. શ્રી નમસ્કાર મહામંત્રની અલૌકિકતા જ આ સ ETRી ૧૧૫ SN Page #158 -------------------------------------------------------------------------- ________________ સાચી બુદ્ધિ અને તેનું ફળ લાગણીશૂન્ય બુદ્ધિમત્તાએ બાહ્ય દૃષ્ટિએ ગમે તેટલી આકર્ષક જણાતી હોય તો પણ આંતરદૃષ્ટિએ તેનું કશું જ મૂલ્ય નથી. આજ્ઞા અને યુક્તિથી સિદ્ધ એવા પણ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારના ફળને વર્ણવતાં ચરિત્ર અને કથાનકોની અસર જેઓના અંતઃકરણ ઉ૫૨ નીપજતી નથી, તેઓ પોતાને બુદ્ધિમાન ગણતા હોય તોપણ તેઓની બુદ્ધિ તેમને કેવળ ભારરૂપ જ છે એમ કહેવું જોઈએ. બુદ્ધિનું ફળ જે ભાવ અને ભાવનું ફળ જે મોક્ષ તેનાથી તેઓ સદા વંચિત રહે છે. સાચી બુદ્ધિ તે છે જે સસ્તુ પ્રત્યે, સસ્તુને સિદ્ધ કરનારી યુક્તિ પ્રત્યે, સસ્તુનો પ્રભાવ વર્ણવનારાં ચરિત્રો, કથાનકો કે દૃષ્ટાન્તો પ્રત્યે સદ્ભાવ પેદા કરે અને વસ્તુને ઓળખવા માટેની સર્વ બાજુઓનું એકસરખું મૂલ્યાંકન કરી શકે. શ્રી નમસ્કા૨મહામંત્રનો પ્રભાવ અધમમાં અધમ મનુષ્યો અને ક્રૂરમાં ક્રૂર તિર્યંચો ઉપર પણ પડ્યો છે. સર્પ અને સમડી ઉત્પાદિ તિર્યંચોનાં ઉદાહરણો છે. ભીલ અને મહિષીપાલ વગેરે મનુષ્યોનાં દૃષ્ટાન્તો છે. ચોરી અને જારી, જુગાર અને શિકાર જેવાં મહાવ્યસનોને સેવનારાં સ્ત્રીપુરુષો પણ શ્રી નવકારના અચિત્ત્વ પ્રભાવથી ભવસમુદ્રને તરી ગયાં છે. એ રીતે શાસ્ત્રવચન, તર્ક બુદ્ધિ અને સ્વાનુભવસંવેદન એ ત્રણેયથી સિદ્ધ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમહામંત્રનો પ્રભાવ સર્વકાળ અને સર્વ લોકમાં સર્વ વિવેકી આત્માઓનાં અંતઃકરણ ઉપર સદા વિજયવંત છે. જેણે જેણે આ મહામંત્રની બિનશરતી શરણાગતિ સ્વીકારી તે સહુ ભવની ભૂંડી જેલમાંથી સદાને માટે મુક્ત થઈને મુક્તિના શાશ્વત સુખના ભોક્તા બન્યા છે. સંશયરહિત ચિત્તે, એકાગ્રતાપૂર્વક આ મહામંત્રને સમર્પિત થવાય છે ત્યારે જે બળ, બુદ્ધિ, ક્ષમા, દયા, સ્વૈર્ય, ધૈર્ય, ગાંભીર્ય આદિ અનુભવવા મળે છે તે બધું સાફ બતાવે છે કે આ મહામંત્ર અચિત્ત્વ શક્તિનો સાગર છે. સ્વપરહિતવાંછું સહુ આ મહામંત્રના મર્મને સ્પષ્ટપણે સમજો અને તેના સાચા આરાધક બનો ! मंताण मंत्तो परमो इमुत्ति, धेयाण धेयं परमं इमुत्ति । तत्ताण तत्तं परमं पवित्तं, संसारसत्ताण दुहाहयाणं ॥ (શારીરિક અને માનસિક દુઃખોથી તથા રાગદ્વેષાદિક તાપોથી સંતપ્ત થયેલા ચાર ગતિમાં રહેલા ભવ્ય જીવોને માટે) આ નવકાર દ્રવ્ય-ભાવ ઉભય પ્રકારના વિષને હરનારો હોવાથી ગારુડિકાદિ સર્વ મંત્રોમાં પ્રધાનમંત્ર છે, સર્વ અર્થનો સાધક હોવાથી સકલ ધ્યેયોમાં પરમધ્યેય છે અને કર્મમલના કલંકને દૂર કરનાર હોવાથી સર્વ તત્ત્વોમાં એટલે પરમાર્થભૂતપદાર્થોમાં, ૫૨મ એટલે અતિશય પવિત્ર તત્ત્વ છે. ૧૧૬ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #159 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રની મહાનતા ૧. મંત્રશાસ્ત્રની દષ્ટિએ નમસ્કાર મહામંત્ર સર્વપાપરૂપી વિષનો નાશ કરનાર છે. ૨. યોગશાસ્ત્રની દષ્ટિએ પદધ્યાન માટે એમાં પરમપવિત્ર પદોનું આલંબન છે. ૩. આગમસાહિત્યની દષ્ટિએ સર્વશ્રુતમાં અત્યંતર રહેલો છે તથા ચૂલિકા સહિત તે મહાશ્રુતસ્કંધની ઉપમાને પ્રાપ્ત થયેલો છે. ૪. કર્મસાહિત્યની દષ્ટિએ એક એક અક્ષરની પ્રાપ્તિ માટે અનન્તાનન્ત કર્મ સ્પર્ધકોનો વિનાશ અપેક્ષિત છે તથા એક એક અક્ષરના ઉચ્ચારણથી પણ અનંત અનંત કર્મસાણુઓનો વિગમ થાય છે. ૫. ઐહિકદષ્ટિએ આ જન્મની અંદર પ્રશસ્ત અર્થ, કામ અને આરોગ્યની પ્રાપ્તિ તથા તેના યોગે ચિત્તની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. . પરલોકની દષ્ટિએ મુક્તિ તથા મુક્તિ ન મળે ત્યાં સુધી ઉત્તમ દેવલોક અને ઉત્તમ મનુષ્યકુળની પ્રાપ્તિ કરાવે છે તેના પરિણામે જીવને થોડા જ કાળમાં બોધિ, સમાધિ અને સિદ્ધિ મળે છે. ૭. દ્રવ્યાનુયોગની દષ્ટિએ પહેલાં બે પદો પોતાના આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે અને પછીનાં ત્રણ પદો શુદ્ધ સ્વરૂપની સાધક અવસ્થાના શુદ્ધ પ્રતીકરૂપ છે. ૮. ચરણકરણાનુયોગની દષ્ટિએ સાધુ અને શ્રાવકની સમાચારીના પાલનમાં મંગલ માટે અને વિધ્વનિવારણ માટે તેનું ઉચ્ચારણ વારંવાર આવશ્યક છે. ૯. ગણિતાનુયોગની દષ્ટિએ નવકારનાં પદોની નવની સંખ્યા ગણિત શાસ્ત્રની દષ્ટિએ બીજી સંખ્યાઓ કરતાં અખંડતા અને અભંગતાનું વિશિષ્ટ સ્થાન ધરાવે છે તથા નવની સંખ્યા નિત્ય અભિનવ ભાવોની ઉત્પાદક થાય છે. નવકારની આઠ સંપદાઓ અનંત સંપદાઓને અપાવનાર થાય છે તથા અણિમાદિ આઠ સિદ્ધિઓને સાધી આપે છે અને નવકારના અડસઠ અક્ષરો અડસઠ તીર્થો સ્વરૂપ બનીને તેનું ધ્યાન કરનારના તારક બને છે. ૧૦. ધર્મકથાનુયોગની દૃષ્ટિએ અરિહન્તાદિ પાંચ પરમેષ્ઠિઓનાં જીવનચરિત્રો અદ્ભુત કથાઓ સ્વરૂપ છે. નમસ્કારનું આરાધન કરનાર જીવોની કથાઓ પણ આશ્ચર્યકારક ઉન્નતિને દર્શાવનારી છે તથા એ સર્વ કથાઓ સાત્વિકાકિ રસોનું પોષણ કરનારી છે. ૧૧. ચતુર્વિધ સંઘની દષ્ટિએ નવકારમંત્ર સૌને એક સાંકળે સાંધનારો તથા બધાઓને સમાન દરજ્જ પહોંચાડનારો છે ૧૨. ચરાચરવિશ્વની દષ્ટિએ નવકારના આરાધકો સર્વ જીવોને અભય આપનાર નીવડે છે, સદાય સકળ વિશ્વની એકસરખી સુખશાન્તિ ચાહે છે અને તે માટે શક્ય તેટલા બધા જ પ્રયત્નો કોઈ પણ જાતના બદલાની આશા કે ઈચ્છા વિના નિરંતર કર્યા કરે છે. ૧૩. વ્યક્તિગત ઉન્નતિની દષ્ટિએ કોઈ પણ જાતની બાહ્ય સાધન-સામગ્રીના અભાવે પણ સાધક કેવળ માનસિક બળથી સર્વોચ્ચ ઉન્નતિની ટોચે પહોંચી શકે છે. ૧૪. સમષ્ટિગતઉન્નતિની દૃષ્ટિએ પરસ્પરને સમાન આદર્શના પૂજક બનાવી શ્રદ્ધા, સજ્ઞાન તથા સચ્ચારિત્રના સત્પથે ટકી રહેવાનું ઉત્તમ બળ સમર્પે છે. ૧૫. અનિષ્ટનિવારણની દૃષ્ટિએ નવકારનું સ્મરણ અશુભકર્મના વિપાકોદયને રોકી દે છે અને શુભકામના વિપાકોદયને અનુકૂળ બને છે, તેથી નવકારના પ્રભાવે બધાં અનિષ્ટો ઈષ્ટરૂપે બદલાઈ જાય છે. જેમ કે અટવી મહેલ સમાન, સર્પ ફૂલની માળા સમાન વગેરે બને છે. ૧૬. ઈષ્ટસિદ્ધિની દષ્ટિએ નવકાર શારીરિક બળ, માનસિક બુદ્ધિ, આર્થિક વૈભવ, રાજકીય સત્તા, ઐહિક સંપત્તિ તથા બીજું પણ અનેક પ્રકારનાં ઐશ્વર્ય, પ્રભાવ અને ઉન્નતિને આપનાર થાય છે. કારણ કે તે ચિત્તની મલિનતા અને દોષોને દૂર કરીને નિર્મળતા અને ઉજ્જવળતાને પ્રગટાવી આપે છે. સર્વ ઉન્નતિનું બીજ ચિત્તની નિર્મળતા છે, એ નિર્મળતા નવકારથી સહજ રીતે સિદ્ધ થાય છે. મહામંત્રની મહાનતા A ૧૧૭ IS Page #160 -------------------------------------------------------------------------- ________________ ૦ પંચપરમેષ્ઠિનમનક્રિયાનો પ્રભાવ પંચપરમેષ્ઠિનમસ્કાર સર્વ પાપોનો પ્રભાશ કરનાર તથા સર્વ મંગલોનું મૂળ છે એમ સાક્ષાત્ શ્રી નમસ્કારસૂત્રમાં જ ફરમાવ્યું છે. તેનો વિસ્તારથી મહિમા બતાવવા માટે શાસ્ત્રોમાંથી ઉદ્ધત કરીને નાનાં પ્રકરણોરૂપે રચેલાં કેટલાંક પ્રકરણો આજે પણ મળી આવે છે. તેમાંનાં બે પ્રકરણો એવાં છે કે એક સંક્ષેપથી ફળને બતાવનાર છે અને બીજું વિસ્તારથી ફળને બતાવનાર છે. તે બંને પ્રકરણો મૂળ પ્રાકૃત ઉપરથી સરળ ગુજરાતીમાં અનુવાદરૂપે બહાર પણ પડેલાં છે અને તે આ ગ્રંથની પાછળ પરિશિષ્ટ રૂપે આપેલાં છે. શાસ્ત્રકારોએ સંક્લેશ વખતે, કષ્ટ વખતે તથા ચિત્તની અરતિ અને અસમાધિ વખતે વારંવાર નવકારને યાદ કરવા ફરમાવ્યું છે. શ્રી નવકારમંત્ર, તેનાં પદો અને તેના પ્રત્યેક અક્ષરોનું અવલંબન અસમાધિ અને અશાંતિને અદશ્ય કરવાનો સિદ્ધ, શીધ્ર અને અમોઘ ઉપાય છે એમ જ્ઞાનીઓએ કહ્યું છે. વિધિપૂર્વક તેનો આશ્રય લેનારને શ્રી નવકારમંત્ર અપૂર્વ શાન્તિ આપે છે, અનન્ત કર્મોનો નાશ કરાવે છે, તેમ જ સદ્ધર્મ અને તેના પરિણામે મળતાં અનંત સુખોનો ભાગી બનાવે છે. જેમ બીજમાંથી અંકુર, અંકુરમાંથી વૃક્ષ અને વૃક્ષમાંથી પત્ર, પુષ્પ અને ફળ સ્વાભાવિક રીતે જ ઉત્પન્ન થાય છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિ નમસ્કારરૂપી ભાવબીજમાંથી કાળક્રમે સદ્ધર્મનાં ચિંતનરૂપી અંકુરાઓની, સદ્ધર્મશ્રવણ અને અનુષ્ઠાનાદિરૂપ વૃક્ષની અને તેની શાખા-પ્રશાખાઓની તથા સુદેવ-મનુષ્યોનાં સુખોરૂપી પત્રોની અને કુસુમોની તેમ જ સિદ્ધિગતિનાં-અક્ષય સુખોરૂપી સદા અમ્યાન અને પરિપક્વ મોક્ષફળની પ્રાપ્તિ સ્વયમેવ થાય છે. શ્રીપંચપરમેષ્ઠિનમસ્કાર એ ભાવધર્મનું બીજ છે અને ભાવધર્મની સિદ્ધિથી પ્રાપ્ત થનારાં સ્વર્ગ અને અપવર્ગનાં સુખોનું પણ બીજ છે. જેનાથી સ્વર્ગાપવર્ગનાં દુર્લભ સુખો પણ સુલભ અને સહજ બને તે નમસ્કારથી અન્ય સુખોની પ્રાપ્તિ કે સાધારણ દુઃખોની નિવૃત્તિ શક્ય ન બને એ કલ્પના જ અયોગ્ય છે. સુખ મેળવવાના કે દુઃખ દૂર કરવાના અર્થી એવા આત્માઓએ નવકાર જેવી વિના મૂલ્ય મળેલી કે મળી શકે એવી અસાધારણ ચીજથી અત્યંત દૂર ન રહેવું જોઈએ. નવકાર એ પરમ મંત્ર છે, એટલું જ નહિ પણ પરમશાસ્ત્ર છે. પરમ શાસ્ત્ર છે એટલું જ નહિ, પણ સર્વશાસ્ત્રોમાં શિરોમણિભૂત મહાશાસ્ત્ર છે. શાસ્ત્રોમાં એને મહાશ્રુતસ્કંધ નામથી સંબોધેલો છે, લોકમાં રહેલા પંચાસ્તિકાયની જેમ નવકારને શાશ્વત અને સહજસિદ્ધ તરીકે ફરમાવેલો છે, એનો મહિમા અભૂતપૂર્વ છે. પ્રત્યેક પુણ્યવાન આત્મા તે મહિમાવંત વસ્તુની આરાધનામાં રસ લેતો થાય અને પ્રત્યેક દુઃખના પ્રતિકાર માટે શાસ્ત્રોક્ત વિધિ મુજબ જીવનમાં તેને સ્થાન આપતો થઈ જાય એ અતિ આવશ્યક છે. निसाविरामंमि विबुद्धएणं सुसावएणं गुणसायरेणं । देवादिहेवाण जिणुत्तमाणं किच्चो पणामो विहिणायरेणं ॥ ચાર ઘડી રાત્રિ બાકી રહે ત્યારે નિદ્રા રહિત થઈને અક્ષુદ્રતાદિ ઘણા ગુણોને ધારણ કરનાર સુશ્રાવક, ભવનપતિ આદિ દેવો અને તેમના અધિપતિ ઈદ્રોને પણ પૂજનિક તથા સામાન્ય કેવલિઓમાં ઉત્તમ એવા દેવાધિદેવ શ્રી જિનેશ્વરભગવંતોને બહુમાન પૂર્વક પ્રણામ કરવા. N ૧૧૮ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #161 -------------------------------------------------------------------------- ________________ • મહામંત્રની અચિજ્યકાર્યશક્તિ માનવ જીવનમાં નમસ્કારનું સ્થાન ઘણું ઊંચું છે. મનુષ્યદ્ભયની કોમળતા ગુણગ્રાહક્તા અને ભાવુક્તાનો તે પરિચાયક છે. પોતાથી શ્રેષ્ઠ અને પવિત્ર એવા મહાન આત્માઓને ભક્તિભાવથી ગદગદિત થઈને નમસ્કાર કરવો એ માનવમાત્રનો સહજ ધર્મ છે. એથી અહંમતાનો નાશ થાય છે અને યોગ્યના ચરણોમાં પોતાની જાતને સમર્પણ કર્યાનો આત્મસંતોષ અનુભવાય છે. નમસ્કાર એ નમ્રતા અને ગુણગ્રાહકતાનું એક વિશુદ્ધ પ્રતીક છે. નમસ્કાર વડે ઉત્તમ આત્માઓથી પોતાની હીનતા અને તેઓની ઉચ્ચતાનો એકરાર થાય છે. એટલું જ નહિ પણ આ એકરાર પોતામાં ઉત્તમ ગુણોનું સ્થાપન કરનારો હોવાથી માનવમાત્રનો પરમ-ધર્મ બની જાય છે. વિશુદ્ધ નમસ્કાર વડે ઉપાસકના આત્મામાં ઉપાસ્ય પ્રત્યે ભક્તિનું એવું સામ્રાજ્ય સ્થપાય છે કે આ ભક્તિભાવ સત્સંસ્કારને ગ્રહણ કરવા માટેનું એક સરળ અને સરસ સાધન થઈ પડે છે. પોતાનાથી અધિક વિકસિત આત્માઓને જોઈને અગર સાંભળીને ભક્તિભાવથી દ્રવિત થવું અને તેમના પ્રત્યે ભક્તિભાવ સહિત બહુમાન અને સન્માન પ્રદર્શિત કરવાં એ પ્રમોદ ભાવનાનું એક સ્વરૂપ છે. પ્રમોદ ભાવના વડે Æય વિશાળ, ઉદાર અને ઉદાત્ત બને છે અને આ ભાવનાના અભ્યાસથી ગુણોની પ્રાપ્તિ સુલભ થાય છે. એટલું જ નહિ, પણ હૃયમાં રહેલા ઈર્ષ્યા, અસૂયા, આદિ દોષો બળીને ખાખ થઈ જાય છે મહાન આત્માઓને નમસ્કાર કરવા માત્રથી આવું મોટું ફળ મળે એ વાત આજના તર્કપ્રધાન યુગમાં સસંગત કેવી રીતે કરવી ? એવો પ્રશ્ન થવો જેમ સહજ છે તેમ તેનો ઉત્તર પણ તેટલો જ સરળ છે. સ્થૂલ જગતમાં હાથપગ હલાવવા વગેરેને જ ક્રિયા મનાય છે. પરંતુ આંતર જગતમાં તેમ નથી. આંતર જગતમાં ક્રિયાની રીત જુદી છે. સૂર્યનો ઉદય થતાંની સાથે જ ચોરો પલાયન થઈ જાય છે, તેમાં સૂર્યને કાંઈ કરવું પડતું નથી સૂર્યના નિમિત્ત માત્રથી તે ક્રિયા આપોઆપ થઈ જાય છે. એ જ રીતે કમળને વિકસાવવા માટે સૂર્યને કમળની પાસે જવું પડતું નથી. ગગનમંડળમાં સૂર્યનો ઉદય થતાંની સાથે જ કમળો સ્વયમેવ ખીલી ઊઠે છે. પરમેષ્ઠિનમસ્કારમાં આ જ નિયમ લાગુ પડે છે. પાપરૂપી ચોરોને ભગાડવા માટે અને ભવ્યાત્માઓના Êયરૂપી કમલોને વિકસાવવા માટે પરમેષ્ઠિઓ માત્ર આલંબનરૂપ-નિમિત્ત છે. તેમના નિમિત્ત માત્રથી તે કાર્ય આપોઆપ થઈ જાય છે. નમસ્કાર વડે સાધક જે પરમોચ્ચ આલંબનોનો સંપર્ક સાધે છે, તે આલંબનો સૂર્યની જેમ નિમિત્ત બનીને સાધકના આત્માની વિશુદ્ધિ કરે છે અને અશુદ્ધિને દૂર હટાવી દે છે. જૈનધર્મમાં શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને ઘણું ઊંચુ સ્થાન આપવામાં આવ્યું છે. કારણ કે તે બધી ધર્મક્રિયાઓમાં કેન્દ્રસ્થાને છે તેને સર્વ શાસ્ત્રોનું નવનીત માન્યું છે. તેને સર્વ ધર્મભાવનાઓનો મૂળસ્રોત કહ્યો છે. એમાં આલંબન તરીકે સર્વ દેશના અને સર્વ કાળના સર્વશ્રેષ્ઠ મહાપુરુષોનો સંગ્રહ કરી લેવામાં આવે છે. તે સર્વનું પરમોચ્ચ આલંબન પામીને સાધકનો આત્મા પાપવાસનાથી રહિત અને ધર્મવાસનાથી યુક્ત બની જાય છે, તે કારણે સર્વમંગલોમાં તેને પહેલું મંગળ માન્યું છે. સર્વ મંગળોમાં તે રાજા છે, જ્યારે બીજાં બધાં મંગળો તેના સેવકો સમાન છે. જૈન મતમાં બાહ્ય મંગળ એ સર્વથા અને સર્વદા મંગળ નથી. દહીં એ મંગળ છે પણ જ્વરવાળાને અંગળ છે. અક્ષત એ મંગળ છે પણ ઊડીને આંખમાં પડે તો અપમંગળ બને છે. પરમેષ્ઠિનમસ્કાર એ મહામંગળ છે. તેનો સંબંધ આંતર જગતની સાથે છે, તેથી તે એકાંતિક અને આત્યંતિક મંગળ છે. જ્યારે જ્યારે તેનો આશ્રય લેવામાં આવે છે ત્યારે ત્યારે તે તે અવશ્ય ફળદાયી બને છે. તે શુભ ભાવરૂપ છે તેથી અશુભ ભાવોનો નાશ કરે છે અને અધિક અધિક મંગળમય ભાવોને જગાડે છે. મનુષ્યનો આત્મા એક દષ્ટિએ ભાવમય હોવાથી પરમેષ્ઠિનમસ્કાર વડે તે શુભ અને મંગળભાવમય બને છે. અશુભ અને અમંગળભાવોને જીતી જાય છે. પરિણામે સાધક સદાને માટે સુખ અને સદ્ગતિનો ભાગી બને છે. મહામંત્રની અચિન્તકાર્યશક્તિ # ૧૧૯ IN ક Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭ મહામંત્ર મનુષ્યનો સ્વભાવસિદ્ધધર્મ છે પોતાથી મહાન, પવિત્ર અને નિર્મળ આત્માઓને નમસ્કાર કરવાની પ્રથા માનવસૃષ્ટિમાં નવી નથી, કિન્તુ અનાદિકાળથી ચાલી આવેલી છે. મહાપુરુષોના પવિત્ર વ્યક્તિત્વનું આકર્ષણ જ કોઈ એવું હોય છે કે ભક્તિશીલ વ્યક્તિ આપોઆપ તેમનાં ચરણકમળોમાં ઝૂકી પડે છે. નમસ્કારના રૂપમાં સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થઈ જાય છે. આત્મોન્નતિની સાધના માટે ઉત્કંઠિત સાધકના દયમાં આત્મનિષ્ઠમહાપુરુષો પ્રત્યે ભક્તિ અને સમર્પણનો ભાવ સ્વયમેવ જાગ્રત થઈ જાય છે. જ્યાં સુધી ઇષ્ટતમને નમસ્કાર કરી ન લે ત્યાં સુધી તેના આંતર મનને શાંતિ થતી નથી. આરાધ્યતમ આત્માઓને નમતાંની સાથે આરાધક આત્માના અંતરાત્મામાં દિવ્ય શાંતિ પથરાઈ જાય છે અને સંસારનાં તોફાનોથી ક્ષુબ્ધ થયેલું અંતઃકરણ નમનીયને નમવાથી સ્વસ્થ અને હલકું બને છે. આથી એ નક્કી થાય છે કે ઉત્તમ આત્માઓને નમસ્કાર કરવો એ કેવળ ધાર્મિક રિવાજ કે ઔપચારિક સભ્યતા જ નથી, કિન્તુ મનુષ્ય પ્રકૃતિની ભીતરમાં રહેલો એક ઉત્તમ સ્વભાવસિદ્ધ સહજ ધર્મ છે. શ્રી જિનાગમોમાં પરમેષ્ઠિનમસ્કારને મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવેલો છે. પ્રત્યેક શાસ્ત્રની આદિમાં તેને સ્થાન આપેલું છે, તેથી તે સમસ્ત શ્રુતસ્કંધની અભ્યત્તર રહેલો છે. જ્યાં જ્યાં શાસ્ત્રોમાં નામોની યાદી આપેલી છે ત્યાં ત્યાં બીજાં શાસ્ત્રોની સાથે નમસ્કારની સ્વતંત્ર ગણના કરી નથી, તે એમ જણાવવા માટે કે નમસ્કાર સર્વ શ્રુતસ્કંધોની અંદર વ્યાપીને રહેલો છે. શ્રી ભગવતીસૂત્રની ટીકામાં આચાર્ય શ્રીમદ્ અભયદેવસૂરીશ્વરજી ફરમાવે अत एवायं समस्तश्रुतस्कन्धानामादावुपादीयते, अत एव चायं तेषामाभ्यन्तरतयाऽभिधीयते, यदाहતો સવ્વલુર્વિધ મંતરમૂખો 'તિ (કૃષ્ટ ૨) અર્થ - એ જ કારણે આ પરમેષ્ઠિનમસ્કાર સમસ્ત શ્રુતસ્કન્ધોની (તે તે સમસ્ત શાસ્ત્રોની) આદિમાં ગ્રહણ કરાય છે અને એટલા જ માટે તેની સર્વશ્રુત આભ્યન્તરતા ગણાય છે. કહ્યું છે કે તે સર્વશ્રુતસ્કંધોમાં આત્યંતરભૂત છે.' ઇત્યાદિ પરમેષ્ઠિઓ પાંચ છેઃ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એ પાંચ વિશ્વના મહાન આત્માઓ છે. શાસ્ત્રોમાં તેમનાં પુષ્કળ ગુણગાન કરવામાં આવ્યાં છે. એ કોઈ વ્યક્તિ વિશેષનાં નામો નથી, પરંતુ આધ્યાત્મિક વિકાસ થવાથી પ્રાપ્ત થએલા પાંચ મંગળમય ઉચ્ચપદોનાં-સર્વોચ્ચ સ્થાનોનાં નામો છે. - શ્રી જિનેશ્વરદેવો વડે સ્થાપિત કરાએલો ધર્મ એ કોઈ વ્યક્તિગત ધર્મ નથી, કિન્તુ આંતર શત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવા માટેનો વિશ્વવ્યાપી રાજમાર્ગ છે. ઈન્દ્રિયો ઉપર, ઈન્દ્રિયોના વિકારો ઉપર, મન ઉપર, મનની મલિન વાસનાઓ ઉપર અને એ દરેકના કારણભૂત કર્મશત્રુઓ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠમાર્ગ એનું નામ જૈનધર્મ છે. જૈનધર્મનું એ મંતવ્ય છે કે સંસારનો કોઈ પણ જીવ જે પોતાની જાત ઈન્દ્રિયો અને મન ઉપર, તેમ જ વિકારો અને વાસનાઓ ઉપર વિજય મેળવે તો તે અભિનન્દનનું પાત્ર છે, મહાત્મા તરીકે અને યાવતુ પરમાત્મા તરીકે પૂજવા લાયક છે. પરમેષ્ઠિનમસ્કારમાં એ જ કારણે કોઈ વ્યક્તિ વિશેષનાં નામો નથી, કેવળ આધ્યાત્મિક ભૂમિકાઓનાં વર્ણન છે. સર્વકાળ અને સર્વલોકમાં જે કોઈ આંતર શત્રુઓના વિજેતા થયા, થશે અને થાય છે તે સર્વને તેમાં નમસ્કાર કરવામાં આવ્યો છે. જૈનધર્મની આ ભવ્ય અને ઉદાત્ત ભાવના, એ સમષ્ટિ ઉપાસનાનું સુંદર અને ભાવભર્યું ચિત્ર છે. IN ૧૨૦ ચદીપક મહામંત્રાધિરાજ : જે ફક કહાણા it Page #163 -------------------------------------------------------------------------- ________________ નમો સ્ત્રી તળાહૂi | ' એ પદમાં રહેલા લોએ” અને “સર્વ' શબ્દની વ્યાખ્યા કરતાં શ્રીભગવતીસૂત્રની ટીકામાં કહ્યું છે કે- “ તો '= મનુષ્યનો, ન તુ છાવી, એ સર્વસાધવર્તનો નમઃ | અર્થ - લોકે એટલે માત્ર ગચ્છાદિમાં રહેલા નહિ, કિન્તુ મનુષ્યલોકમાં જે કોઈ સાધુઓ થયા, થશે કે) છે તે સર્વને નમસ્કાર થાઓ. અહીં કોઈ શંકા કરે કે અરિહંત આદિ મહાન છે, પવિત્ર છે, સર્વગુણસંપન્ન છે, પરંતુ તેથી બીજાઓને શું લાભ? તેઓ પોતે તો વીતરાગ હોઈ ભક્તને સ્વર્ગ કે મોક્ષ કાંઈ પણ આપી શકતા નથી, પછી તેમને નમસ્કાર કરવાથી શું? એનો ઉત્તર એક જ કે પવત્રિતમ આત્માઓને નમસ્કાર કરવો એ વિવેક મનુષ્યમાત્રનો સ્વભાવસિદ્ધ ધર્મ છે. આદર્શ સ્વરૂપ મહાન આત્માઓને નમવું, પૂજવું, એ સદ્ભય માનવીનો એક સ્વતંત્ર અને સહજસિદ્ધ ભાવ છે, એમાં આપવા-લેવાનો કોઈ પ્રશ્ન છે જ નહિ. ગુણીજનોને જોઈને દ્ધયમાં પ્રમોદ પામવો એ મનુષ્ય આત્માનું દિવ્યગાન છે, ગુણવાન આત્માઓને પુનઃ પુનઃ નમસ્કાર કરવાથી આત્મા એમના ગુણો તરફ આકર્ષિત થાય છે અને અંતરથી તેમના જેવો બનવા ઈચ્છે છે. ઉપાસ્યના ગુણો જેવા ગુણો પોતામાં આવે તે માટે અભિરુચિ જાગે છે. ભક્તમાંથી ભગવાન અને આત્મામાંથી પરમાત્મા બનવાનો નમસ્કાર એક રાજમાર્ગ છે. ધ્યેયના અનુસારે ધ્યાતા અંતે ધ્યેયરૂપમાં પરિવર્તિત થાય છે એ એક સનાતન સત્ય છે, તેનો સાક્ષાત્કાર નમસ્કાર વડે થાય છે. નમસ્કાર એ નમસ્કાર્ય પાસેથી કાંઈ લેવા માટે છે એમ નથી, કિન્તુ પોતાના આત્માને નમસ્કાર્ય સ્વરૂપ બનાવવા માટે છે. ભાવની વિશુદ્ધિ માટે, ભાવનાની પવિત્રતા માટે અને આદર્શની સ્થિરતા માટે પવિત્ર અને આદર્શભૂત પુરુષોને નમવું, વારંવાર નમવું એ માનવ જીવનનું એક પવિત્રતમ કર્તવ્ય છે. નમસ્કારનો આ આંતરિક-રહસ્ય-ભૂત ભાવ છે અને તે શ્રી નમસ્કાર મહામંત્રના પવિત્ર પદો વડે સૂચિત થાય છે. સંસારમાં અનંતાનંત આત્માઓ રહેલા છે. ચાર ગતિ, પાંચ જાતિ અને ચોરાસી લાખ જીવયોનિઓમાં પોતપોતાનાં કર્માનુસારે જીવો સુખ-દુઃખ ભોગવી રહ્યા છે. તેમાંથી અનંત આત્માઓ એવા છે કે જેઓ સંસાર-યાત્રાને પાર કરી સિદ્ધ, બુદ્ધ અને મુક્ત બની, અજરામરપદને પ્રાપ્ત કરી ચૂક્યા છે. એ રીતે કર્મથી બદ્ધ અને કર્મથી મુક્ત બંને પ્રકારના આત્માઓ લોકમાં રહેલા છે, પરન્તુ તેમાંના જે જીવો મુક્ત થઈ ચૂક્યા છે અને મુક્ત થવા માટે જે સતત પ્રયત્નશીલ છે તેઓ જ નમસ્કારનાં પાત્રો છે. જૈનશાસ્ત્રમાં તેને પંચપરમેષ્ઠિ કહ્યા છે. તેનો અર્થ એ છે કે સંસારના અનંતાનંત આત્માઓમાં આધ્યાત્મિકદષ્ટિથી પાંચ પ્રકારના આત્માઓ સર્વથી શ્રેષ્ઠ છે, સર્વથી મહાન છે, સર્વથી ઉચ્ચ-દશાને પામેલા અને પામનારા છે. પરમપદે પહોંચેલા અને પહોંચનારા છે એટલે પવિત્ર સ્વરૂપને પ્રાપ્ત કરી ચૂકેલા અને પ્રાપ્ત કરનારા છે. અન્ય વાસનામગ્ન આત્માઓની અપેક્ષાએ આધ્યાત્મિક વિકાસની ઉચ્ચ ભૂમિકા ઉપર રહેલા છે. અરિહંત આદિ પાંચ પદો વડે સંસારના એ સર્વોચ્ચ આત્માઓને સંગ્રહી લેવામાં આવ્યા છે. ને બીજી બાજુ સંસારનાં મોટામાં મોટાં પદો, ઇન્દ્ર અને ચક્રવર્તીનાં છે એ પદોને પામેલા પણ આ પાંચ પ્રકારના આત્માઓની આગળ અલ્પ છે, તુચ્છ છે, હીન છે. ભૌતિક સત્તાના મોટામાં મોટા પ્રતિનિધિ અસંખ્ય દેવ-દેવતાઓ ઉપર શાસન ચલાવવાવાળા સ્વર્ગના ઈન્દ્ર પણ ત્યાગ માર્ગના પ્રતિનિધિ સ્વરૂપ આ પાંચ મહાન ત્યાગી વર્ગની આગળ ઝૂકે છે. નમસ્કાર મહામંત્રમાં એ પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવ્યો છે તેથી તેને પરમેષ્ઠિમંત્ર પણ કહેવાય છે. જીવત્વની દષ્ટિએ બધા જીવો સમાન છે પછી ભલે તે બદ્ધ હોય કે મુક્ત, પરંતુ જે જીવ જ્ઞાનાદિથી હીન અને રાગ-દ્વેષાદિથી અધિક છે તે આધ્યાત્મિક માર્ગમાં અવંદનીય છે. જે જ્ઞાનાદિથી મહાન છે અને રાગ દ્વેષાદિથી SN મહામંત્ર મનુષ્યનો સ્વભાવસિદ્ધધર્મ ૧૨૧ IN Page #164 -------------------------------------------------------------------------- ________________ હીન છે તે ત્રિકાલવંદનીય છે. અરિહંત અને સિદ્ધ આદિ પૂર્ણરૂપે રાગાદિથી હીન અને જ્ઞાનાદિથી પૂર્ણ છે. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ પ્રાયઃ એક દેશથી રાગાદિની હીનતા અને જ્ઞાનાદિની વિશેષતાવાળા છે, એમ જૈનધર્મના પ્રાણભૂત વીતરાગભાવ અને સર્વજ્ઞભાવ સર્વથી કે ઘણા અંશથી એ પાંચેય પદોમાં સ્પષ્ટતયા અભિવ્યક્ત થયેલો છે. બીજી રીતે જૈન ધર્મનાં મૂળ તત્ત્વો ત્રણ છેઃ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ. તેમાં અરિહંત અને સિદ્ધ આત્મવિકાસની પૂર્ણ અવસ્થા-પરાત્મદશા પર પહોંચેલા છે તેથી પૂર્ણરૂપથી પૂજ્ય છે અને દેવતત્ત્વની કોટિમાં ગણાય છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આત્મવિકાસની અપૂર્ણ અવસ્થામાં છે, છતાં પૂર્ણતાને માટે સતત પ્રયત્નશીલ છે તેથી પોતાનાથી નીચી શ્રેણિવાળાને પૂજ્ય છે ને પોતાનાથી ઊંચી શ્રેણિવાળાના પૂજક છે, માટે તેમનો ગુરુતત્ત્વમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વળી સર્વત્ર વ્યક્તિથી ભાવમાં લક્ષણા કરી શકાય છે, તેથી અરિહંતાદિ તે તે પદોની લક્ષણા વડે અહંભાવ સિદ્ધભાવ આચાર્યભાવ, ઉપાધ્યાયભાવ અને સાધુભાવ ગ્રહણ કરી શકાય છે. તેનો અર્થ એ છે કે અરિહંતોને નહિ પણ અહદ્ભાવને આ નમસ્કાર છે. સાધુને નહિ પણ સાધુતાને નમસ્કાર છે એ રીતે લક્ષણાથી પાંચમાં રહેલો અહંદાદિભાવ નમસ્કારનું લક્ષ્ય બિંદુ છે અને આ ભાવ એ જ ધર્મતત્ત્વ છે. અહિંસાદી ધર્મો અને જ્ઞાનાદિ આત્મભાવો એ આ પાંચેય પદોના પ્રાણ છે. એટલે નમસ્કાર મંત્રમાં દેવતત્ત્વ અને ગુરુતત્વની સાથે ધર્મતત્ત્વનો પણ અંતર્ભાવ થઈ જાય છે અને દેવતત્ત્વ ગુરુતત્ત્વની સાથે ધર્મતત્ત્વને પણ નમસ્કાર કરી લેવામાં આવે છે. આ નમસ્કારસૂત્ર સમસ્ત જૈની આરાધનાઓનું કેન્દ્ર છે. અરિહંતાદિ પાંચ પદો અને તેઓમાં રહેલો ભાવ સર્વ સાધકોને માટે આરાધ્ય છે. તેથી દરેક કાર્યના પ્રારંભમાં સર્વપ્રથમ તેમને નમસ્કાર કરવા વડે શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે. ઊઠતિ વખતે, સૂતી વખતે, શુભકાર્ય કરતી વખતે, સ્વાધ્યાય કરતી વખતે, પ્રતિક્રમણ વખતે, વિહાર વખતે કે ગોચરી વખતે સર્વત્ર નમસ્કાર મહામંત્રનો મંગલધ્વનિ ગુંજતો જ રહે છે. પ્રત્યેક કાર્ય કરતી વખતે મહાન, પવિત્ર આત્માઓ પ્રત્યે શ્રદ્ધા-ભક્તિ પ્રદર્શિત કરવાથી મોહાન્ધકાર દૂર થાય છે. અજ્ઞાન, સંશય, વિપર્યય, આદિ અજ્ઞાનનો નાશ થાય છે. એથી આત્મશક્તિનો વિકાસ થાય છે અને આત્મશક્તિના વિકાસથી દુઃખનો અંત આવે છે. દુઃખનું મૂળ મોહાંધકાર, અજ્ઞાન, સંશય કે વિપરીત જ્ઞાનમાં છે, એથી આત્મશક્તિનો હાસ થાય છે. જ્યાં એ સર્વનો અભાવ હોય ત્યાં દુઃખ ટકતું નથી. છેલ્લે, વસ્તુ ગમે તેટલી મહત્ત્વપૂર્ણ હોય, પણ જ્યાં સુધી તેના મહત્ત્વનું વ્યવસ્થિત રીતે નિરૂપણ કરવામાં ન આવે ત્યાં સુધી જનસમૂહનું તેના પ્રત્યે આકર્ષણ થઈ શકતું નથી એ ઉદ્દેશની પૂર્તિ માટે શ્રી નમસ્કાર મહામંત્રની ચૂલિકા છે ચૂલિકામાં પાંચેય પરમેષ્ઠિઓને કરેલા નમસ્કારનું ફળ પ્રગટપણે દર્શાવેલું છે. સર્વ વિઘ્નોનો નાશ અને સર્વ મંગળોનું આગમન એ આ પાંચેયને કરેલા નમસ્કારનું સ્પષ્ટ ફળ છે. એ રીતે ચૂલિકા સહિત મૂળમંત્ર શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ તરીકે જૈન આમ્નાયમાં પ્રસિદ્ધ છે. मुत्तुंपि बारसंगं, स एव मरणंमि कीरए जम्हा । अरिहंतनमुक्कारो, तम्हा सो बारसंगत्थे ॥ १ ॥ અગ્નિ આદિના ભય વખતે કણ-કપાસાદિ સઘળું મૂકીને જેમ વૈર્ય આદિ એક મહારત્નને અથવા દુશ્મનના ભય વખતે શક્તિ આદિ અમોઘ શસ્ત્રને ગ્રહણ કરવામાં આવે છે, તેમ શ્રુતકેવલી પણ મરણ સમયે દ્વાદશાંગ શ્રુતને છોડીને તેનું જ એક સ્મરણ કરે છે. તેથી આ અરિહંતનમસ્કાર અને ઉપલક્ષણથી સિદ્ધ આદિ પરમેષ્ઠિઓનો નમસ્કાર એ દ્વાદશાંગનો અર્થ, રહસ્ય અથવા સાર છે. ત્રલોચદીપક મહામંત્રાધિરાજ Page #165 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રની ઉપાદેયતા કોઈપણ વસ્તુની ઉપાદેયતા તેના ફળ ઉપર અવલંબેલી છે. જેનું ફળ સર્વશ્રેષ્ઠ, તેને વિષે બુદ્ધિમાન પુરષોની પ્રવૃત્તિ સર્વથી અધિક એ નિયમ સર્વ ક્ષેત્રોમાં એક સરખો પ્રવર્તી રહ્યો છે, પછી તે ક્ષેત્ર ધાર્મિક હોય કે સાંસારિક હોય. જેનાથી ઉભયલોકનું કલ્યાણ સિદ્ધ થાય તે ધાર્મિક ક્ષેત્ર કહેવાય છે, અને જેનાથી કેવળ આ લોકના સુખની સિદ્ધિ થાય તે ક્ષેત્ર સાંસારિક છે. આ લોકનાં સઘળાં પ્રયોજનોની સિદ્ધિનો ઉપાય મુખ્યત્વે ધન છે, તેથી ધનોપાર્જન માટે સંસારીઓની પ્રવૃત્તિ વિશેષ ઝૂકેલી રહે છે. જેઓને આ લોક સાથે પરલોકના પ્રયોજનની સિદ્ધિનો પણ હેતુ રહેલો હોય છે, તેઓ ધનાર્જન સાથે ધર્મોપાર્જન માટે પણ સતત પ્રયત્નશીલ રહે છે. ધનનો અર્થી સઘળા પ્રકારનાં ધનમાં રત્નોને મુખ્ય સ્થાન આપે છે, કારણ કે તેનું મૂલ્ય અધિક ઉપજે છે અને બોજ ઓછો રહે છે; તેમ ધર્મનો અર્થી બુદ્ધિમાન મનુષ્ય પણ હંમેશાં અલ્પબોજ અને મહામૂલ્યવાળી વસ્તુને જ વધારે ઝંખે છે. શ્રી નમસ્કાર મહામંત્રને શાસ્ત્રકારોએ એવી જ ઉપમા આપીને સ્તવ્યો છે કહ્યું છે, કે - રત્નતણી જેમ પેટી ભાર અલ્પ બહુમૂલ્ય, ચૌદ પૂર્વનો સાર એ મંત્ર છે તેમને તુલ્ય; સકલ સમય અભ્યતર પદ એ પંચ પ્રમાણ, મહા સુઅખંધ તે જાણો ચૂલા સહિત સુજાણ.” ૦ ઉપાધ્યાય શ્રી યશોવિજયજી અહીં નવકારને કેવલ રત્ન જ નહિ પણ રત્નોની પેટી કહી છે અને તેના પ્રત્યેક અક્ષરોને મહામૂલ્યવાન રત્નો તરીકેની ઉપમા આપી છે. આગળ વધીને નવકારમંત્રને ચૌદપૂર્વની તુલ્ય કહ્યો છે કારણ કે ચૌદપૂર્વો વડે જ્ઞાની પુરુષોને જે પ્રયોજન સાધવું ઇષ્ટ છે, તે અવસ્થા વિશેષ કેવળ એક નવકારમંત્રથી સિદ્ધ થઈ જાય છે. નવકારમંત્રના પ્રથમ પાંચ પદો સઘળા સિદ્ધાંતોની અત્યંતર સમાયેલાં છે. કારણ કે એ પાંચ પદોનું સ્મરણ, ધ્યાન, ઉચ્ચારણ કર્યા વિના કોઈ પણ સિદ્ધાંતની વાચના થઈ શકતી નથી. શ્રુતકેવલી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સૌથી પ્રથમ નિયુક્તિ શ્રી નમસ્કાર મહામંત્રની રચેલી છે અને તે પૂર્વે કે ત્યાર પછી કોઈ પણ સૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં નમસ્કારમંત્રની વ્યાખ્યા આદિ સૌ પ્રથમ કરવું તે શિષ્ટ પુરુષોને માન્ય પ્રણાલિકા છે. પ્રથમનાં પાંચ પદો અને ચૂલિકાનાં ચાર પદો મળીને સંપૂર્ણ શ્રી નમસ્કારમંત્રને શ્રી મહાનિશીથ આદિ માન્ય આગમોમાં મહાશ્રુતસ્કંધ તરીકે વર્ણવેલો છે અને તે સિવાયનાં અન્ય આગમોને કેવળ શ્રુતસ્કંધ તરીકે સંબોધેલાં છે. શ્રી મહાનિશીથ સિદ્ધાંતમાં આ નમસ્કાર મહામંત્રને સ્પષ્ટ રીતિએ નવપદો, અડસઠ અક્ષરો અને આઠ સંપદાઓવાળો જણાવ્યો છે. ત્યાં કહ્યું છે કે આ નમસ્કારમંત્ર કે જેનું બીજું નામ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધ છે, તેનું વ્યાખ્યાન મહાપ્રબંધ (વિસ્તાર)થી સૂત્રથી પૃથભૂત નિયુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિવડે અનંત ગમ-પર્યવ સહિત જેવી રીતે અનંત જ્ઞાન-દર્શનને ધારણ કરનારા શ્રી તીર્થંકરદેવો વડે કરાયેલું છે, તેવી જ રીતે સંક્ષેપથી કરાયું હતું. પરંતુ કાલ પરિહાનિના દોષથી તે મહામંત્રની ઉપાદેયતા Page #166 -------------------------------------------------------------------------- ________________ નિર્યુક્તિ, ભાષ્ય અને ચૂર્ણિઓ વિચ્છેદ પામી છે, વ્યતીત થતા કાલ સમયમાં મોટી પદાનુસારી ઋદ્ધિને વરેલા અને દ્વાદશાંગસૂત્રને ધારણ કરનારા શ્રી વજસ્વામી થયા. તેઓએ આ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધનો ઉદ્ધાર કરીને મૂલસૂત્ર શ્રી મહાનિશીથની અંદર લખ્યો. આ શ્રી મહાનિશીથવ્રુતસ્કંધ સમસ્ત પ્રવચનના સારભૂત, પરમ તત્ત્વભૂત તથા અતિશયવાળા અત્યંત મહાન અર્થોથી ભરેલું છે એમાં શ્રી નવકાર સૂત્રનું વ્યાખ્યાન નીચે મુજબ કર્યું ચં નથી.' પ્રશ્ન – હે ભગવન્! આ અચિંત્યચિંતામણિકલ્પ શ્રી પંચમંગલ-મહાશ્રુતસ્કંધનો શો અર્થ કહેલો છે? ઉત્તર :- હે ગૌતમ! અંચિત્મચિંતામણિકલ્પ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રનો અર્થ આ પ્રમાણે કહેલો છે. આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ જેમ તલના તેલ, કમળમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાય રહેલા છે, તેમ સકલ આગમોમાં અંતર્ગત રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદ-સભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છ ફલ પ્રસાધક પરમસ્તુતિવાદ રૂપે છે. પરમસ્તુતિ જગતમાં જે ઉત્તમ હોય તેની કરવી જોઈએ. જગતમાં જે કોઈ ઉત્તમ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે તે સર્વ અરિહંતાદિ પાંચ જ છે, તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે પાંચેયનો ગર્ભાર્થ-સભાવ એટલે પરમરહસ્યભૂત અર્થ નીચે મુજબ છે.” ત્યારબાદ ચૂલિકા સહિત પાંચેય પદોનો વિસ્તૃત અર્થ જણાવીને અંતે કહ્યું છે કે - " ताव न जायइ चित्तेण, चिंति पत्थिअं च वायाए । काएण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥" અર્થ - ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય, ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી કે જ્યાં સુધી શ્રી પંચમપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કરવામાં આવ્યું નથી.” વર્તમાન શ્રી મહાનિશીથસૂત્રની મૂળપ્રતિ આચાર્ય શ્રી હરિભદ્રસૂરિએ મથુરા નગરીમાં શ્રી સુપાર્શ્વનાથસ્વામીના સ્તૂપ સમક્ષ પંદર ઉપવાસ કરીને શાસનદેવતા પાસેથી મેળવેલી છે, પરંતુ તે ઉધેઈ આદિ વડે ખંડખંડ થયેલી તથા સડી ગયેલા પત્તાવાળી હોવાથી તેઓએ તેને સ્વમતિ અનુસાર શોધી છે તથા તેને બીજા યુગપ્રધાન શ્રતધર આચાર્યોએ માન્ય કરેલી છે. પંચપરમેષ્ઠિઓને નમસ્કારરૂપ આ નવકારમંત્ર સર્વમંત્રોમાં શિરોમણિભૂત ગણાય છે. એને છોડીને સ્વતંત્રપણે સેવવામાં આવતા બીજા મંત્રોને, કલ્પતરુને છોડીને કંટકતરુને સેવવા સમાન અનિષ્ટફળને આપનારાં તરીકે શાસ્ત્રોમાં વર્ણવેલા છે. કહ્યું છે કે ‘તજે એ સાર નવકારમંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર, કર્મ પ્રતિકૂળ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવે. નવકાર મંત્રનું આ મહત્ત્વ યથાર્થ રીતે સમજવા માટે શાસ્ત્રદષ્ટિ, આગમદષ્ટિ, અથવા આગમાનુસારી અતિસૂક્ષ્મજ્ઞાનદષ્ટિની આવશ્યકતા છે. સર્વકાળના સ્વ-પર આગમવેદી શ્રતધર મહર્ષિઓએ અડસઠ અક્ષર પ્રમાણમાત્ર આ નાનકડા સૂત્રને મહામંત્ર અને મહાશ્રુતસ્કંધ તરીકે સ્વીકારેલ છે. તેના મુખ્ય કારણોનો વિચાર કરતાં એમ લાગે છે કે ધનવાનની સેવા વિના જેમ ધનસિદ્ધિ થતી નથી તેમ ધર્મવાનની સેવા વિના ધર્મની સિદ્ધિ પણ અશક્ય છે. પૂ. શ્રી હરિભદ્રસૂરિજી લલિતવિસ્તરાનામક ચૈત્યવંદન સૂત્રની ટીકામાં ફરમાવે છે કે - “ ધ તિ મૂર્વભૂતા વના ' અર્થાત્ ધર્મ માર્ગમાં જીવને આગળ વધવામાં મૂળભૂત કારણ કોઈ પણ હોય તો તે ધર્મસિદ્ધ N ૧૨૪ પત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ st Page #167 -------------------------------------------------------------------------- ________________ પુરુષોને ભાવથી કરવામાં આવતી વંદના જ છે. એ વન્દનાથી આત્મક્ષેત્રમાં ધર્મબીજનું વપન થાય છે અને તેમાંથી ધર્મચિન્તારિરૂપ અંકુરાઓ તથા ધર્મશ્રવણ અને ધર્મઆચરણ આદિરૂપ શાખા-પ્રશાખાઓ તથા સ્વર્ગ–અપવર્ગ આદિનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલ-ફળાદિ પ્રગટે છે. અરિહંતાદિ પાંચેય પરમેષ્ઠિઓનું મહત્ત્વ કેવળ ધર્મ-સિદ્ધિ અને ધર્મની સાધનાના કાર્ય ઉપર અવલંબેલું છે. તેથી ધનના અર્થી જીવોને ધનવાન પ્રત્યેના આદરની જેમ ધર્મના અર્થી આત્માઓ માટે ધર્મસાધક અને ધર્મસિદ્ધ પુરુષો પ્રત્યેના આદરનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે. બીજા શબ્દોમાં જેને ધનવાન પ્રત્યે આદર-બહુમાન નથી, તે જેમ ધનનો અર્થ છે એમ સિધ્ધ થતું નથી; તેમ ધર્મવાન પ્રત્યે જેને અંતરંગ આદરભક્તિ જાગ્રત થઈ નથી, તેને ધર્મનો અર્થી પણ ગણી શકાતો નથી. ધર્મના અર્થી માટે જેમ ધર્મ સ્વરૂપ પંચ પરમેષ્ઠિઓને નિત્ય અનેકશઃ નમસ્કાર કરવાનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે, તેમ જેમનામાં હજી ધર્મનું અર્થીપણું ઠીક પ્રમાણમાં જાગ્રત થયું નથી, તેમનામાં પણ તે જગાડવા માટે પરમપરમેષ્ઠિઓને નમસ્કાર સ્વરૂપ નમસ્કારમંત્રના સ્મરણાદિનું અવલંબન અતિ અગત્યનું થઈ પડે છે. ધર્મ પ્રત્યેની પ્રીતિ કોઈને જેમ સહજસિદ્ધ હોય છે તેમ કોઈને પ્રયત્નસાધ્ય પણ હોય છે. તે ઉભય પ્રકારની પ્રીતિ નમસ્કાર વડે સિદ્ધ થાય છે. તેથી ધર્મરૂપી આંતરધનની ઝંખનાવાળા સત્પરુષો નમસ્કાર પ્રત્યે સદા આદરયુક્ત ચિત્તવાળા રહે તેમાં લેશમાત્ર આશ્ચર્ય નથી. અંકગણિતમાં એક (૧) ની સંખ્યાને જેટલું મહત્ત્વ છે, તેટલું જ મહત્ત્વ ધર્મક્ષેત્રમાં પરમેષ્ઠિનમસ્કારને પ્રાપ્ત થાય છે. ધર્મમય અને ધર્મસ્વરૂપ પરમેષ્ઠિઓ પ્રત્યે નમવાના ભાવ વિનાનાં ધર્મ અનુષ્ઠાનો પણ શૂન્ય છે, ફળ રહિત છે છાર ઉપરનું લીંપણ કે ઝાંખર ઉપરનું ચિત્રામણ જેમ ટકી શકતાં નથી, તેમ ધર્મીઓને નમસ્કાર વિનાનાં ધર્માનુષ્ઠાનો પણ ક્ષણજીવી છે. મૂળ વિનાનાં વૃક્ષ કે પાયા વિનાનાં મકાન જેમ નાશ પામવાને સર્જાયેલાં છે, તેમ પરમેષ્ઠિઓ પ્રત્યે ભક્તિભાવ વિનાનાં તપ, જપ, શ્રુત કે ચારિત્ર પણ ફળના અનુબંધ રહિત છે, ઊંચે ચઢાવીને નીચે પટકનારાં છે. એ જ અર્થને બતાવનાર ગાથા શ્રી નવકારબૃહદફળ પ્રકરણમાં નીચે મુજબ કહી છે. "सुचिरंपि तवो तवियं, चिन्नं चरणं सुयं च बहु पढियं । ન તો ન નમુવારે , તો તે =(તિ)વિદi Is અર્થ - “લાંબા કાળ સુધી તપને તપ્યા, ચારિત્રને પાળ્યું તથા ઘણાં પણ શાસ્ત્રોને ભણ્યા, પણ જો નમસ્કારને વિષે રતિ ન થઈ તો સઘળું નિષ્ફળ ગયું જાણવું.” ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની મુખ્ય છે તેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી ચતુરંગ આરાધનાને વિષે નવકાર મુખ્ય છે. અથવા નમસ્કારરૂપી સારથી વડે હંકારાયેલો અને જ્ઞાનરૂપી ઘોડાઓથી જોડાએલો તપ, નિયમ તથા સંયમરૂપી રથ જીવને મુક્તિરૂપી નગરીએ પહોંચાડવાને સમર્થ થઈ શકે છે એવો શાસ્ત્રકારોનો સિદ્ધાન્ત છે. તેથી શ્રી જિનશાસનમાં શ્રી નમસ્કાર મહામંત્રને સૌથી વિશિષ્ટસ્થાન આપવામાં આવ્યું છે અને સર્વ આરાધનામાં તેની ગણના મુખ્ય તરીકે મનાયેલી છે. નવ લાખ જપતાં નરક નિવારે' ઇત્યાદિ અનેક સુભાષિતો નવકારની શ્રેષ્ઠતાને સાબિત કરવા માટે પ્રમાણરૂપ છે. અંત સમયે શ્રુતધરોને પણ અન્ય સઘળા શ્રુતનું અવલંબન છોડીને એક નવકારનું જ અવલંબન લેવા માટે શાસ્ત્રકારોનું ફરમાન છે. ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી શેષ વસ્તુને છોડીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા એક મહારત્નને જ ગ્રહણ કરે, અથવા રણસંકટ વખતે સમર્થ સુભટ પણ જેમ શેષ શસ્ત્રોને છોડીને એક મહામંત્રની ઉપાદેયતા Jajn Education International Page #168 -------------------------------------------------------------------------- ________________ અમોઘ શસ્ત્રને જ ગ્રહણ કરે, તેમ અંત સમયે મહારત્ન સમાન અથવા કષ્ટ સમયે અમોઘશસ્ત્ર સમાન, એક શ્રી નવકારને જ ગ્રહણ કરવાનું શાસ્ત્ર વચન છે. કારણ કે તેનો બોજ ઓછો છે અને મૂલ્ય ઘણું છે. બોજ ઓછો એ રીતે છે કે તેના અક્ષરો માત્ર અડસઠ જ છે. મૂલ્ય અધિક એ કારણે છે કે તે ધર્મવૃક્ષના મૂળને સીંચે છે, ધર્મ પ્રાસાદના પાયા તરીકેનું કાર્ય કરે છે, ધર્મપુરમાં પ્રવેશ કરવાના દ્વારરૂપ બની રહે છે અને ધર્મરત્નના સંગ્રહ માટે પરમનિધાનની ગરજ સારે છે. તેમાં પણ કારણ એ છે કે તે સર્વ જગતમાં ઉત્તમ એવા ધર્મને સાધી ગયેલા, સાધી રહેલા અને ભવિષ્યમાં સાધી જનારા સર્વશ્રેષ્ઠ પુરુષોને પ્રણામરૂપ છે, તેમના પ્રત્યેના હાર્દિક વિનયરૂપ છે, તેમના સત્યગુણોના ભાવપૂર્વક સમુત્કીર્તન સ્વરૂપ છે અને તેથી યથેચ્છ ફળને સાધી આપનાર છે. આ એકડાને સિદ્ધ કર્યા વિના જેઓ ધર્મના અન્ય અનુષ્ઠાનો વડે યથેચ્છ ફળની આશા સેવે છે, તેઓ બારાક્ષરી ભણ્યા વિના જ સકળ સિદ્ધાન્તના પારગામી થવાની મિથ્યા આશા સેવનારા છે. નવકાર એ ધર્મ ગણિતનો એકડો છે, અથવા ધર્મ સાહિત્યની બારાક્ષરી છે. જેમ એકડાનો કે બારાક્ષરીનો પ્રથમ અભ્યાસ બાળકને કષ્ટદાયી ભાસે છે તથા અતિ પ્રયત્ન સાધ્ય હોય છે, તેમ ધર્મના એકડા કે બારસરી સ્વરૂપ નવકારનો પણ યથાસ્થિત અભ્યાસ ધર્મ માટે બાળક તુલ્ય જીવોને અતિ કષ્ટસાધ્ય અને અરુચિકર ભાસે છે. તોપણ તે કસોટીમાંથી પસાર થયા વિના ધર્મ માર્ગમાં સાચી પ્રગતિ સિદ્ધ થઈ શકી નથી, થઈ શકતી નથી અને થઈ શકશે પણ નહિ એ ત્રિકાલસત્ય છે. નવકારનો અભ્યાસ આકરો કે અરુચિકર માનીને જેઓ છોડી દે છે અથવા તેની ઉપેક્ષા કરે છે તેઓ વસ્તુતઃ પોતાના ધાર્મિક જીવનની જ ઉપેક્ષા કરે છે. શ્રી જિનશાસનની પ્રત્યેક ક્રિયાના પ્રારંભમાં નવકારના સ્મરણની આજ્ઞા ફરમાવવામાં આવી છે. તેની પાછળ જે ગંભીર રહસ્ય છૂપાયેલું છે તે આથી સ્પષ્ટ થશે. ઊંઘતાં કે જાગતાં, ખાતાં કે પીતાં, જીવતાં કે મરતાં, નવકારની અંદર ચિત્તને એકાગ્ર કરવાનો અભ્યાસ પાડવા માટેની શાસ્ત્રકારોની આ આજ્ઞાનું પરમ રહસ્ય સમ્યગ્દષ્ટિ શાસ્ત્રાનુસારી મધ્યસ્થદષ્ટિ જીવોના ખ્યાલમાં તુરત આવી શકે તેમ છે. એ ખ્યાલ આવ્યા પછી આત્મહિતના વિશેષ અર્થી આત્માઓને અધિકાધિક સંખ્યામાં નવકાર ગણવાનું શાસ્ત્રીય પ્રતિપાદન કેટલું મહત્ત્વનું છે તે તુરત સમજાઈ જાય તેમ છે. અંતમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજીનો શ્રી નવકારમંત્રના માહાભ્યને વર્ણવતો એક અપૂર્વ શ્લોક ટાંકીને આ લેખ પૂરો કરીશું. તેઓ શ્રી ફરમાવે છે કે :कृत्वा पापसहस्त्राणि, हत्वा जन्तुशतान्यपि । अमुं मन्त्रं समाराध्य, तिर्यंञ्चोऽपि दिवं गताः ॥१॥ અર્થ :- “હજારો પાપો અને સેંકડો હત્યા કરનારા તિર્યંચો પણ આ મંત્રને સારી રીતે આરાધીને દેવગતિને પામ્યા છે.' શાસ્ત્રદૃષ્ટિએ જેમ નવકાર અતિ મહત્ત્વનું સ્થાન ધરાવે છે, તેમ મંત્રદષ્ટિએ પણ તેનું ઘણું મહત્ત્વભર્યું સ્થાન છે. સ્વોપજ્ઞવૃત્તિયુત શ્રી યોગશાસ્ત્રનામક મહાગ્રંથમાં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીએ તે ઉપર ઘણો પ્રકાશ પાડ્યો છે. તેઓશ્રીએ નવકારમંત્રના વિવિધ રીતે કરવામાં આવતા જાપનું અને તેના ફળનું ત્યાં વિસ્તૃત વિવેચન કર્યું છે. અર્થી જીવોને તે સ્થળેથી જોઈ લેવા ભલામણ છે. પણ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #169 -------------------------------------------------------------------------- ________________ આંતરિકધન : શ્રીનવકાર કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી સ્વરચિત યોગશાસ્ત્રના તૃતીયપ્રકાશમાં શ્રાવકની દિનચર્યાનું વર્ણન કરતાં પ્રારંભમાં જ ફ૨માવે છે કે ' ब्राह्मे मुहूर्ते उत्तिष्ठेत्, परमेष्ठिस्तुतिं पठन् અર્થાત્ - શ્રાવક નમસ્કારમહામંત્રનું સ્મરણ કરતાં શય્યાનો ત્યાગ કરે. નમસ્કાર એટલે વિનયનો એક પ્રકાર, વિનય એટલે જેનાથી આઠે કર્મોનો વિલય થાય એવી એક અદ્ભુત સામર્થ્યવાળી ક્રિયા, વિનય એટલે ચિત્તની અનુસ્રોતવૃત્તિ, આત્માનો એક સ્વચ્છ પરિણામ. ક્લિષ્ટકર્મનો વિગમ થયા વિના નમસ્કારનો પરિણામ ઉત્પન્ન થતો નથી. એ કારણે નમસ્કારનો પરિણામ એ આત્માની નિર્મળતાનું એક પ્રતીક છે. . ધર્મનું મૂળ વિનય છે, ‘વિળયમૂતÆ ’ એવું વિશેષણ ધર્મને અપાયું છે અને ‘ સિંચે તે સુધારસેજી ધર્મવૃક્ષનું મૂળ ’ એમ પણ કહ્યું છે. આ વિનયનું ફળ શુશ્રુષા, શુશ્રૂષાનું ફળ શ્રુતજ્ઞાન, એમ ક્રમશઃ વિરતિ, આશ્રવનિરોધ, સંવર, તપ, સર્વસંવર અને પરિણામે મોક્ષ થાય છે. વળી ‘ તસ્માત્ વાળાનાં સર્વેમાં માનનું વિનય: ' અર્થાત્ ‘તે કારણે સર્વ કલ્યાણોનું ભાજન એક વિનય ગુણ છે' એમ દશપૂર્વધર શ્રી ઉમાસ્વાતિ વાચકપ્રવર શ્રી પ્રશમરતિપ્રકરણમાં પણ ફરમાવે છે. મોક્ષમાર્ગમાં વિનયગુણની એ કારણે પ્રધાનતા છે કે- તેનું પરિણામ ઉત્તરોત્તર ઘણું સુંદર આવે છે, બીન જોખમી આત્મકલ્યાણનો તે માર્ગ છે. એ ગુણના પાલનથી જ ભગવાન શ્રી ગૌતમમહારાજાનું નામ મંગલમય મનાય છે. દુનિયાનું પણ કોઈ કાર્ય કે, કોઈ પણ કળા વિનય વિના સિદ્ધ થાય નહિ. વિનય ગુણના પાલન વિના કદાચ કોઈ ગુણ પ્રાપ્ત થાય તોપણ તે પરિણામે વિનાશક બને છે કારણ કે ત્યાં જોખમ છે. અભિમાનની પુષ્ટિ થાય અને પરિણામે પતન થાય એવું ન બને તે માટે વિનયનું પાલન સૌ પ્રથમ જરૂરી છે. પરમેષ્ઠિનમસ્કાર વિનય ગુણ સ્વરૂપ છે. નમસ્કારનું સ્વરૂપ અને નમસ્કા૨થી થતો લાભ જો આ રીતે બુદ્ધિપૂર્વક વિચારાય તો નમસ્કાર પ્રત્યે રુચિ-પ્રેમ જાગ્યા સિવાય રહે નહિ અને તે એટલે સુધી જાગે કે કોટિકલ્પે પણ તેનો અંત આવે નહિ. તે પ્રેમ અનંત, અક્ષય અને અભંગ બની જાય. કારણ પ્રેમના વિષયભૂત અરિહંતાદિ પોતે જ સ્વરૂપથી અનંત-અક્ષય છે. કહ્યું છે કે * ઉદક બિંદુ સાયર ભળ્યો, જેમ હોય અક્ષય અભંગ, વાચક યશ કહે પ્રભુ ગુણે, તિમ મુજ પ્રેમ પ્રસંગ. (શ્રી અનંતજિન સ્તવન) દ્રવ્ય પ્રાપ્તિ આદિ માટે દુનિયામાં જે ઉત્સાહભેર પ્રવૃત્તિ થાય છે, તે પ્રવૃત્તિમાં ફળનો વિશ્વાસ છે અને એ વિશ્વાસને કારણે અનેકવાર નિષ્ફળતા મળવા છતાં પણ કદી ઉત્સાહનો સર્વથા ભંગ થતો નથી. અહીં નમસ્કારના ફળમાં વિશ્વાસ જાગતો નથી તેથી ઉત્સાહ પ્રગટતો નથી. બીજી વાત દ્રવ્ય આદિકના સ્વરૂપનું પણ ત્યાં ચોક્કસ ભાન છે કે દ્રવ્ય એટલે કાગળનો કટકો નહિ પણ હજારની નોટ. સોનુ-ચાંદી એટલે ધાતુના ટુકડા નહિ, પણ જેનાથી સર્વ કાર્યો સિદ્ધ થાય. જેનાથી કુટુંબમાં, સમાજમાં, રાષ્ટ્રમાં સ્થાન મળે અને ટકે એવી એક વસ્તુ એવું ત્યાં સચોટ જ્ઞાન છે. જગતમાં નિર્ગુણી એવા જીવો પણ પૂજાય છે ત્યાં દ્રવ્યનો ચમત્કાર છે એ નજરે દેખાય છે. વળી સામાન્ય આંતરિકધન : શ્રીનવકાર ૧૨૭ Page #170 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યો ગુણના પૂજારી હોતા નથી પણ દ્રવ્યના પૂજારી હોય છે. આ બધું પ્રત્યક્ષ જોવામાં આવતું હોવાથી ત્યાં ઉત્સાહભેર પ્રવૃત્તિ કોઈના પણ ઉપદેશ વિના થતી જોવામાં આવે છે. બસ એવો જ વિશ્વાસ અહીં આવી જાય કે-બાહ્મણ સુખનું કારણ જે ધન છે, તે ધનનું ય કારણ ધર્મ છે, તો ધનપ્રાપ્તિ કરતાં પણ ધર્મપ્રાપ્તિમાં ઉત્સાહ વધી જાય. જેની પાસે ધર્મરૂપી મૂડી છે તે જ ખરો ધનવાન છે અને વર્તમાનમાં જે ધર્મધનની કમાણી કરી રહ્યા છે તેઓ જ ભાગ્યશાળી છે. ભાવિમાં તેઓ નિયમા ધનવાન થવાના છે. ધર્મ વગરના ધની ભવિષ્યના કંગાલ છે. અજ્ઞાની જગત ધર્મના ફલને જુએ છે, સમજુ માણસ ધર્મના મૂલને પ્રધાનતા આપે છે. સર્વ સિદ્ધિઓનું અમોઘ બીજ ધર્મ છે. નમસ્કારથી ધર્મરૂપી કલ્પવૃક્ષના મૂળનું સિંચન થાય છે. આ વિચાર બારીકાઈથી કરવો જોઈએ, બુદ્ધિને અહીં બરાબર કસવી જોઈએ, સૂક્ષ્મબુદ્ધિ મળ્યાનું આ જ ખરું ફળ છે. નમસ્કાર જો ધર્મ છે તો તેની ગણતરી કયા ધર્મમાં થઈ શકે ? એ પ્રશ્નનો ઉત્તર એ છે કે ધર્મની આરાધના ત્રણ રીતે થઈ શકે છે ઃ ૧. કરવા દ્વારા, ૨. કરાવવા દ્વારા, ૩. અનુમોદના દ્વારા. આ ત્રણ પ્રકારના ધર્મમાંથી નવકાર દ્વારા અનુમોદના સ્વરૂપ ધર્મનો જે ત્રીજો પ્રકાર છે તેની આરાધના થઈ શકે છે. પરિસ્થિતિ એવી છે કે શરૂઆતમાં કરવા દ્વારા ધર્મ ઓછો થઈ શકે છે. કારણ કે ધર્મ મહાન છે અને કરનાર પોતે અલ્પ છે. પોતાને જે સાધનો મળ્યાં છે તે પણ અતિ અલ્પ છે. અલ્પ સાધનો દ્વારા અનંત એવા ધર્મની પૂર્ણ આરાધના શરૂઆતમાં થવી શક્ય નથી. પોતે તેને શક્તિ મુજબ જ આચરણમાં લાવી શકે છે. પરંતુ ધર્મ વસ્તુ અંતરમાં રુચિકર બનેલી હોવાથી પોતે કરેલા અલ્પ ધર્મથી પોતાને સંતોષ થતો નથી. એટલે ‘‘બીજા પણ આ સુંદર વસ્તુને કરો’’ એવી ભાવનાથી પોતાને જે કાંઈ સામગ્રી મળી છે, તેનો તેમાં ઉલ્લાસથી સદુપયોગ કરે છે અને માને છે કે નશ્વર એવાં આ સાધનો દ્વારા જો કોઈને ધર્મમાર્ગમાં સ્થિર કરી શકાતા હોય તો તે જ સાધનોનું વાસ્તવિક ફળ છે. તેમાં તેને ધૂળ જેવી વસ્તુમાંથી સુર્વણ પ્રાપ્ત કરવા જેવું લાગે છે અને આવી ભાવનાથી તેના આત્માને એક મોટો લાભ થાય છે. ધર્મ ઉપરના પ્રેમને લીધે ધર્મને માટે પોતાની સામગ્રીનો ઉપયોગ કરવાથી એવું શુભાનુબંધી પુણ્ય બંધાય છે કે જન્માંત૨માં તેને ઉત્તમકુળ, સુદેવ-ગુરુ-ધર્મનો યોગ અનાયાસે મળે છે, રુચે છે, પાળવાનું સામર્થ્ય પ્રગટે છે અને વર્તમાનમાં જે ઓછાશ હતી તે ઓછાશ ટળી જાય એવી સામગ્રી અને સંજોગો તેને પ્રાપ્ત થઈ જાય છે. આ કરાવવારૂપ ધર્મનું ફળ થયું. માત્ર ક૨વાથી અને કરાવવાથી પણ ધર્મના અંતને પહોંચી શકાય તેમ નથી. ત્રીજો પ્રકાર જે અનુમોદનાનો છે, તે પ્રકાર દ્વારા જ ચિત્તને સંતોષ થાય તેવી આરાધના થઈ શકે છે. ક૨વા દ્વારા ધર્મ શક્તિ મુજબ જ થાય છે. કરાવવામાં જો કે અનેકને કરાવી શકાય છે તોપણ તેમાં હદ છે. એ બધું કર્યું-કરાવ્યું ભેગું કરવામાં આવે તોપણ અનુમોદનારૂપ ધર્મના સાગરની સામે એક બિંદુતુલ્ય પણ ન થાય. કારણ કે અનુમોદનામાં દેશ, કાળ, કે દ્રવ્યનો કોઈ પ્રતિબંધ નથી. અનુમોદના વર્તમાનમાં આપણી આજુબાજુ થતા ધર્મની થઈ શકે, તેમ ભૂતકાળમાં બીજાઓએ આચરેલા ધર્મની પણ થઈ શકે, પરિપૂર્ણ ધર્મ જેમણે આચર્યો છે તેમની પણ થઈ શકે અને આ ભરતક્ષેત્ર સિવાયનાં મહાવિદેહ આદિ ક્ષેત્રોમાં વિચરતા વર્તમાન તીર્થંકરોના ધર્મની પણ થઈ શકે. ટૂંકમાં સર્વકાળમાં અને સર્વક્ષેત્રમાં થયેલા, થતા અને થનારા ધર્મની આરાધના માટે અનુમોદના સ્વરૂપ ધર્મની આરાધના સિવાય બીજો ઉપાય નથી. કાળની આદિ નથી. અનાદિ કાળથી સર્વ ક્ષેત્રોમાં ધર્મ આરાધાતો આવ્યો છે. તેમાં પરિપૂર્ણ ધર્મ સાધનારા પણ અનંત આત્માઓ થયા છે. તે બધા અરિહંતભગવંતો, સિદ્ધભગવંતો, આચાર્યભગવંતો, ઉપાધ્યાયભગવંતો, સાધુભગવંતો, દેશવિરતિધર્મ પાળનારાઓ, સમ્યગ્દષ્ટિદેવો-મનુષ્યો આદિના અને બીજા પણ માર્ગાનુસારી વગેરે જીવોના ધર્મોની આરાધના, અનુમોદના સિવાય બીજી રીતે થવી શક્ય નથી. આ બધાના ધર્મનો સરવાળો અનંત અનંત થઈ જાય છે. અનુમોદના કરનાર જેની અનુમોદના કરે છે તેના ધર્મનો ભાગીદાર બની જાય છે. અનુમોદના રુચિ વિના ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૨૮ Page #171 -------------------------------------------------------------------------- ________________ ન હોય અને જેને જેવી રુચિ હોય તે મુજબ એનું ઘડતર થાય. અનુમોદનાથી જીવનું શુભપુણ્ય એટલું બધું વધી જાય છે કે તે પોતે આજે એક બિંદુ સ્વરૂપ છે, પણ અનુમોદનારૂપ ધર્મમાં ભળી જવાથી અજાય-અનંત સાગર સ્વરૂપ બની જાય છે. અનુમોદનાના આ અનંત ફળને ખ્યાલમાં રાખીને જ શાસ્ત્રકારોએ નવકારનું માહાભ્ય ગાયું છે. નવકારના એક એક અક્ષરના સ્મરણથી સાત સાત સાગરોપમનાં પાપો ટળે એ ફળ પણ વ્યવહારથી છે અને તે તો અતિ અલ્પ ગણાય. વસ્તુતઃ નવકારના એક એક અક્ષરના સ્મરણથી પ્રતિસમય અનંત અનંત પાપની રજ ટળે અને જીવ સર્વકર્મનો વિચ્છેદ કરી અલ્પ સમયમાં મોક્ષના અનંત સુખને પ્રાપ્ત કરે તે એનું પરમાર્થ ફળ છે. જીવની મુક્તિ આજ સુધી થઈ નથી એનું કારણ એક જ છે કે તે નમસ્કારમંત્રથી નમનીય પંચપરમેષ્ઠિઓને ભાવપૂર્વક એકેય વાર નમ્યો નથી - ત્યાં અંતરથી નમ્ર બન્યો નથી. પરમેષ્ઠિઓને ભાવપૂર્વક નમવાના પરિણામ સિવાય જે ધર્મકરણી થાય છે. તે વિશુદ્ધ નથી પણ અશુદ્ધ છે, અભિમાનની વૃદ્ધિ માટે છે. આરાધના વધે તેમ નમ્રતા વધે તો સમજવું કે ધર્મવૃદ્ધિ થઈ રહી છે. પણ મોટે ભાગે જીવ નમ્ર બનવા માટે નહિ, સૌથી અધિક શ્રેષ્ઠ બનવા અને સૌને નમાવવા સારું જ પ્રયત્ન કરી રહ્યો હોય છે અને એ કારણે ધર્મ પ્રવૃત્તિમાં પણ જ્યાં નમવું જોઈએ ત્યાં તેને નમ્રતાનો ભાવ આવતો નથી. એ બધો ભાવ અંધાપો છે અને તે અંધાપાની પુષ્ટિ થતી જ આવે છે. તેથી નમ્ર બનાતું નથી અને નમ્ર બન્યા સિવાય દ્ધયમાં ધર્મ પ્રવેશી શકતો નથી. એ અંધાપો તો જ ટળે જો દષ્ટિ ગુણાનુરાગી થાય. દષ્ટિ ગુણાનુરાગી તો જ થાય જે પોતામાં ભરાયેલા અનંત દોષો અને અશુદ્ધિઓ ખ્યાલમાં આવે. એ ખ્યાલમાં આવે એટલે ગુણ-ગણમણિના ભંડાર સરખા અરિહંતો હજારો સૂર્યો કરતાં પણ વધુ દેદીપ્યમાન ભાસમાન થાય અને એ ભાસમાન થયા પછી જ્યારે લઘુતા, નમ્રતા અને પોતાનું અસામર્થ્ય સાચી રીતે ખ્યાલમાં આવે ત્યારે તો આ નવકારને ચિંતામણિ અને કલ્પવેલડીની ઉપમા પણ તુચ્છ જેવી લાગે અને અનાદિનું અંદરનું અંધારું ઉલેચાય. પછી આ જગતમાં અરિહંતાદિ પંચપરમેષ્ઠિઓએ પોતાના જીવનમાં કેવો પુરુષાર્થ કર્યો છે અને આંતર શત્રુઓને જીતવા માટે કેવા કેવા જંગ ખેલ્યા છે. કેવી કઠોર સાધના કરી છે, અજ્ઞાનમાં મગ્ન થયેલા જગત ઉપર એમની કેવી કરુણા છે તેનો સાચો ખ્યાલ આવે. પછી તેમની બધી જ ચેષ્ટાઓ કરુણારસની મૂર્તિ સમી ભાસે, તેમની સઘળી પ્રવૃત્તિ કેવળ જગતના કલ્યાણ માટે જ લાગે અને એમના પુરુષાર્થનો વિચાર કરવામાં આવે તો મહાન આશ્ચર્ય થાય કે આવા કટુ સંસારમાં પણ અમૃતના કુંભ સમાન આત્માઓ શી રીતે ઉત્પન્ન થતા હશે? જગતના શિક્ષણથી જુદું આવું શિક્ષણ એમને કોણે આપ્યું હશે? જગતની વચ્ચે રહીને પોતાના (જગતથી તદ્દન વિલક્ષણ) માર્ગમાં શી રીતે ટકી રહ્યા હશે ? તેમનું આંતરબળ કેટલું હશે ? અપાર-દુઃખ સહન કરતી વખતે પણ આનદમાં મગ્ન રહી જગતને દુઃખ ઉપર વિજય મેળળવાનો માર્ગ જો આવા પુરુષો ન હોત તો બીજા કોણ બતાવત? આજે જે કાંઈ સુખ, શાંતિ, દાન, દયા, પરોપકાર કે ધર્મ દશ્યમાન થાય છે તે બધું તેમના વિના ઉત્પન્ન પણ થઈ તેમ નહોતું.એ રીતે જે કાંઈ સારું છે ત્યાં પ્રત્યેક ઠેકાણે એમની કરુણાનાં દર્શન થઈ શકે. સર્વત્ર સારું ઉત્પન્ન ક્યાંથી થયું? તેનો ઉત્તર એ આવે કે “એ બધું એક નાનકડા નવકારમાંથી જ ઉત્પન્ન થયું છે.' જો નવકાર ન હોય તો જગત ભલે કદાચ હોત પણ જગતમાં સારું તો કાંઈ ન જ હોત. જગતમાં જે કાંઈ સારું છે તેને નવકારે ઉપજાવ્યું છે-ટકાવ્યું છે તેનો યશ બીજાઓ લેવા જાય છે તેમાં તેમનું અજ્ઞાન જ કારણભૂત છે. વિચારો ! નવકાર કેટલો વ્યાપક છે? શાસન અરિહંતનું કહેવાય, એ અરિહંત પણ નવકારના માત્ર અંશરૂપ છે. નવકારમાં બધું સમાઈ જાય છે. અનંતા અરિહંતો નવકારનો માત્ર અંશ છે, સર્વ જિનમંદિરો પણ નવકારના અંશનો અંશ છે અને સર્વ સાધુઓ પણ નવકારની અંતર્ગત આવી જાય છે. જે કાંઈ જગતમાં સારું છે તે બધું નવકારરૂપી ઈશ્વરનું સર્જન છે અને નવકારમાં ત્રણે ભુવનની સારભૂત સર્વ વસ્તુઓ આવી જાય છે. આંતરિકધનઃ શ્રીનવકાર ૨૯ વર્ષ Page #172 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠિઓ મહાન ઐશ્ચર્યશાળી છે તેમને નમસ્કાર કરવાથી આત્મામાં ગુણલક્ષ્મી ઊભરાવા લાગે છે. બીજમાં અંકુરો થવાની યોગ્યતા તો છે, પણ તેને માટે જેમ યોગ્ય સામગ્રીની અપેક્ષા રહે છે તેમ આત્મામાં ગુણલક્ષ્મી ઠાંસી ઠાંસીને ભરેલી છે. તેને પ્રગટ થવા માટે પણ સામગ્રી જોઈશે. તે સામગ્રીમાંની એક શ્રી પંચપરમેષ્ઠિઓને નમસ્કાર કરવો તે છે. જિનેશ્વરોને ભાવથી નમસ્કાર કરવો તે ગુણલક્ષ્મી પ્રગટ કરવાનો અમોઘ ઉપાય છે. કહ્યું છે કે યોગનાં બીજ ઈહાં ગ્રહે, જિનવર શુદ્ધ પ્રણામો રે.” નમસ્કારની ક્રિયાથી અનાદિની જે ભાવ દરિદ્રતા હતી તે ટળી જાય છે અને આત્મિક ગુણોના ઓઘના ઓઘ ઊભરાવા લાગે છે. આંતર સંપત્તિનું દર્શન થતાં તેને બાહ્ય વસ્તુની ઓછાશની દીનતા રહેતી નથી. એથી જ કહેવાય છે કે નવકારનો ગણનાર કદી પણ દીન ન હોય. કહ્યું છે કે પ્રભુની ઓળખાણ થતાંની સાથે સાથે જ બધી દીનતા ચાલી જાય છે અને એથી જ આરાધક આત્માઓ મુખ્ય માગણી કરે છે કે - બિનધર્મનિર્કો, મુવં ઘવત્યો ” અર્થાત જિનધર્મથી રહિત એવો હું ચક્રવર્તી પણ ન થાઉં. નવકાર એ આંતરિક ધન છે અને તેની પ્રાપ્તિ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી થાય છે. શું નવકાર એ મહારત્ન છે? ચિન્તામણિ છે? અથવા શું કલ્પવૃક્ષ છે? નહિ, નહિ, નહિ! તે સર્વથી પણ અધિક છે. ચિત્તામણિ આદિ એક જન્મના સુખને આપે છે. જ્યારે પ્રવર એવો પરમેષ્ઠિનમસ્કાર મહામંત્ર, સ્વર્ગ અને અપવર્ગનાં સુખ પણ આપે છે. પરલોકના માર્ગે પ્રયાણ કરતા જીવરૂપી મુસાફરને આ લોકરૂપી ઘરમાંથી નીકળતી વેળા શ્રી નવકારમંત્ર પરમ ભાતા તુલ્ય છે. GO ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NS www.jainelibrary.989 Page #173 -------------------------------------------------------------------------- ________________ નમસકારની ધારણા શરીરની બહાર કે અંદર કોઈ એક સ્થાનમાં મનોવૃત્તિને એકાગ્ર કરવા પ્રયત્ન કરવો તેનું નામ ધારણા છે. કહ્યું છે કે “ દેશવશ્ચાસ્ય ધારVI " અર્થાત ચિત્તને કોઈ એક સ્થાન પર બાંધવું તે ધારણા છે. ધારણાના અભ્યાસીએ સિદ્ધાસન, પદ્માસન કે સ્વસ્તિકાસન વગેરેમાંથી કોઈ એક આસને બેસવું જોઈએ તથા ઈન્દ્રિયોને અને મનને સ્વસ્થ કરવાં જોઈએ. નવકારની ધારણા મુખ્યત્વે નવકારના અક્ષરો ઉપર કે પંચપરમેષ્ઠિઓની આકૃતિઓ ઉપર કરવાની હોય છે અને તે મૂર્તિઓ કે અક્ષરોને શરીરની અંદર કે બહાર અષ્ટદલકમળ ઉપર સ્થાપન કરવાના છે. આ ધારણા શરૂ કરતાં પહેલાં સંસારના સર્વ વિષયો પ્રત્યે વૈરાગ્ય અને પંચપરમેષ્ઠિઓ પ્રત્યે પરમ અનુરાગ પ્રકટાવવાનો હોય છે. જેમ કે સંસારના સર્વપદાર્થો અનિત્ય, અશરણ અને દુઃખદાયક છે ત્યારે પંચપરમેષ્ઠિભગવંતો શાશ્વત, શરણભૂત અને મંગળદાયક છે. ધારણાનો અભ્યાસ કરતાં અંતઃકરણની વૃત્તિમાં બે મુખ્ય દોષો આવે છેઃ એક લય અને બીજો વિક્ષેપ. નિદ્રાધીનતા તે લય છે અને ધારણાના વિષયથી અન્ય વિષયના આકારે ચિત્તનું પરિણમવું તે વિક્ષેપ છે. અજીર્ણ, અત્યાહાર, અતિશ્રમ આદિ દોષો લયના હેતુઓ છે. તેનો નાશ કરવા માટે હિત-મિત-ભોજી થવું, શક્તિથી વિશેષ શ્રમનો ત્યાગ કરવો, ઉચિત નિદ્રા લેવી, તથા ચિત્તનો તમોગુણ જેમ ઓછો થાય તેવો આહાર-વિહારાદિનો અભ્યાસ પાડવો જોઈએ. વિક્ષેપદોષ ટાળવા માટે એકાગ્રતાનો અભ્યાસ પાડવો અને વૈરાગ્ય તથા સમભાવની ભાવના વધારવી જોઈએ. લય અને વિક્ષેપથી જુદો ચિત્તનો એક ત્રીજે દોષ છે તેને કષાય કહેવાય છે. કષાય એટલે તીવ્રરાગ-દ્વેષ, તેને ધીરતા અને સાવધાનતાથી દૂર કરવા. રાગના હેતુઓ અનુકૂળ શબ્દાદિ વિષયો છે અને તેના હેતુભૂત ધન, માન તથા સ્ત્રી પુત્રાદિ છે શ્રેષના હેતુઓ પ્રતિકૂળ એવા તે જ વિષયો છે. વિષયની અસારતા, તુચ્છતા અને અપકારકતાનો પુનઃ પુનઃ વિચાર કરવાથી કષાયદોષ અર્થાત્ રાગ-દ્વેષની તીવ્રતા ટળી જાય છે. એ રીતે ધારણાનો અભ્યાસ દઢ કરવા માટે વિષય-વિરાગ પ્રબળ કરવો જોઈએ અને ધ્યેયમાં પ્રીતિને દઢ કરવી જોઈએ. જ્યારે જ્યારે લય, વિક્ષેપ અને કષાય દોષનો સંભવ જણાય ત્યારે ત્યારે તેના પ્રતિપક્ષી ઉપાયો વડે તેનું નિવારણ કરતા રહેવું જોઈએ. ધારણાનો અભ્યાસ કર્યા પછી શરૂઆતના કેટલાય દિવસો સુધી ચિત્ત કેટલોક વખત ધ્યેયાકાર સ્થિતિમાં, કેટલોક વખત લયાવસ્થામાં, કેટલોક વખત વિક્ષેપાવસ્થામાં અને કેટલોક કષાયાવસ્થામાં રહે છે. જેમ જેમ વૈરાગ્ય ભાવના વધતી જાય છે અને ધ્યેયવિષયમાં પ્રીતિ જામતી જાય છે તેમ તેમ લય, વિલેપ અને કષાયાદિ ન્યૂન (મંદ) થવા માંડે છે અને ધારણાનો અભ્યાસ પરિપક્વપણાને પામતાં ધ્યાનાભ્યાસના અધિકારી થવાય છે. ધારણા સિદ્ધિ માટે વૈરાગ્યભાવના અને ભક્તિભાવનાને પ્રબળ બનાવવી આવશ્યક છે. વૈરાગ્યભાવના વડે વિષયતૃષ્ણાનો ઉચ્છેદ થાય છે અને ભક્તિભાવના વડે ધર્મવિષયક અરુચિ અને પ્રમાદ દોષ ટળી જાય છે. સંસારની અંદર જીવને એક બાજુ પંચવિષયો છે અને બીજી બાજુ પંચપરમેષ્ઠિઓ છે. પંચવિષયોનું આકર્ષણ અનાદિનું છે, પંચ પરમેષ્ઠિઓનું આકર્ષણ અભ્યાસથી સાધ્ય છે. વિષયોના આકર્ષણથી જીવ રાગદ્વેષને વશ થઈ અનંતક ઉપાર્જન કરે છે અને પંચપરમેષ્ઠિ ઉપરના ભક્તિભાવથી જીવ અનંત અનંત કર્મનો ક્ષય કરે છે. કર્મના સંચયથી જીવ જન્મ મરણના ચક્રમાં પડે છે અને કર્મના ક્ષયથી જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવે છે તે તત્ત્વને સમજીને સાધકે શાસ્ત્ર અને ગુરુના ઉપદેશ મુજબ પંચપરમેષ્ઠિનમસ્કારની ધારણાનો અભ્યાસ કરવો જોઈએ તથા ચિત્તમાં વિષય-રાગના સ્થાને ભક્તિરાગ કેળવવા માટે શ્રદ્ધા, ઉત્સાહ અને સાવધાનતાપૂર્વક પ્રયત્ન ચાલુ રાખવો જોઈએ. નમસ્કારની ધારણા Page #174 -------------------------------------------------------------------------- ________________ (શ્રી જ્ઞાનસાર, ધ્યાનાષ્ટક) ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ અર્થાત્ વિજાતીય જ્ઞાનના અંત૨રહિત સજાતીય જ્ઞાનની ધારા તે ધ્યાન છે. “ધારણામાં જ્ઞાનની ધારા વચ્ચે વચ્ચે વિચ્છેદ પામે છે, જ્યારે ધ્યાનમાં તેવું થતું નથી. નમસ્કારમહામંત્રનું ધ્યાન ध्यानं चैकाग्रसंवित्ति । ચક્ષુ આદિ ઇન્દ્રિયો પોતાના રૂપ આદિ વિષયો તરફ સ્વભાવથી જ પ્રબળ વેગ વડે ધસ્યા કરે છે. ઇન્દ્રિયોને અનુસરનારું મન પણ રાતદિવસ વિષયચિન્તનમાં જ પ્રવૃત્ત રહે છે. તેથી ધ્યાનનો અભ્યાસ કરનારે વિષયો તરફ જતાં મન અને ઈન્દ્રિયોને વિષયોમાં દોષદર્શનરૂપી વૈરાગ્યદૃષ્ટિ રોકવાં જોઈએ. વિષયપ્રવણ (વિષયો પ્રત્યેની આસક્તિ) મનની વિષયપ્રવણતા, વિષયોની અસત્યતા, અસારતા અને અપકારકતાનો વિચાર કરવાથી તે બાજુ ઢળતા મનને રોકી શકાય છે. પછી મનની સાવધાનતા, દૃઢતા તથા ધીરતા દ્વારા ચપળ ઈન્દ્રિયો ઉપર કાબૂ મેળવી શકાય છે. પ્રશસ્ત વિષયના ધ્યાનનો અભ્યાસ વધવાથી અંતઃકરણની યોગ્યતા વધે છે, જ્ઞાન અને આનંદની વૃદ્ધિ અનુભવાય છે, ઇન્દ્રિયો તથા શરીર સાત્ત્વિક બને છે તથા ધ્યાનાભ્યાસરૂપ પુણ્યના પ્રકર્ષથી બાહ્ય વ્યવહાર પણ અનુકૂળતાવાળો બની જાય છે. કંટાળ્યા વિના નિયમપૂર્વક અભ્યાસ કરવાથી સમય જતાં જેમ મોટા મોટા ગ્રન્થોનું અધ્યયન કરી શકાય છે, નિત્ય નિયમપૂર્વક ઊંચે ચઢવાથી જેમ મોટા મોટા પર્વતો ચઢી શકાય છે, નિત્ય ઉત્સાહપૂર્વક ચાલ્યા કરવાથી જેમ સમસ્ત પૃથ્વીને પ્રદક્ષિણા આપી શકાય છે તેમ આગ્રહપૂર્વક અને ઉદ્વેગ પામ્યા વિના નિયમિત ધ્યાનાભ્યાસ ચાલુ રાખવાથી કાળે કરીને અનેક વિષયાકારે પરિણમવાના મનના સ્વભાવને પલટાવીને એક જ ધ્યેયના આકારે સ્થિર રાખી શકાય છે. મનને ચિરકાલથી અનેક વિષયોના આકારમાં પરિણમવાની ટેવ પડેલી છે. તેને એક જ ધ્યેયાકારે સ્થિર ક૨વાનું કામ અતિ કઠિન છે. તોપણ દૃઢ પ્રયત્નથી જેમ અન્ય મોટાં કાર્યો સુલભ થાય છે તેમ આ કાર્ય પણ સુકર બને છે. ધ્યાનાભ્યાસીએ ધ્યાનાભ્યાસથી લેશ પણ કંટાળ્યા વિના નિત્ય નવા નવા ઉત્સાહથી ધ્યાનાભ્યાસરૂપ કાર્ય ચાલુ રાખવું જોઈએ. ધ્યાનાભ્યાસી જો યોગ્ય પ્રયત્નપૂર્વક પોતાના મનને શુદ્ધ ધ્યેયમાં જોડવા માટે પ્રયત્ન ચાલુ રાખે તો સ્થૂળ અને ચંચળ એવા મનને ધ્યાનના બળથી સૂક્ષ્મ અને એકાગ્ર ક૨વામાં અવશ્ય સફળ થઈ શકે છે. અશુદ્ધ મનને શુદ્ધ ક૨વાનું અને ચંચળ મનને સ્થિર કરવાનું કાર્ય અતિ દુષ્કર છે, તોપણ પંચપરમેષ્ઠિના ધ્યાનથી અને ભક્તિપૂર્વકના નમસ્કારથી તે સુલભ બને છે. કારણ કે પંચપરમેષ્ઠિ શુદ્ધસ્વરૂપવાળા, સ્થિર અને શાશ્વત છે. સમુદ્રથી દૂર રહેલા સ્થાનમાંથી મનુષ્ય જેમ જેમ સમુદ્રની સમીપ આવતો જાય છે, તેમ તેમ સમુદ્ર પરથી આવતા પવનની શીતલ લહેરો વડે તેનો તાપ શમતો જાય છે અને આનંદ વધતો રહે છે. તેમ ધ્યાનવડે મનુષ્ય પોતાના બહિર્મુખ મનને જેમ જેમ પરમતત્ત્વની અભિમુખ કરી સમીપ આવતો જાય છે, તેમ તેમ અંતઃકરણમાં અપૂર્વ શાંતિ, સમતા, તૃપ્તિ અને નિર્ભયતાનો આનંદ અનુભવતો જાય છે. અથવા મોટા રાજાની સાથે અનુકૂળ સંબંધથી જોડાયેલા સામાન્ય માણસની પણ બાહ્ય-આંતર સ્થિતિમાં મોટો ફેર પડી જાય છે, તેમ જ્ઞાનાનંદ પાતંજલ યોગસૂત્ર મુજબ ધારણાના વિષયમાં ચિત્તની વૃત્તિઓના પ્રવાહને તેલની ધારાની જેમ અવિચ્છિન્નપણે ચાલુ રાખવો એ ધ્યાન છે. જુઓ, · તત્ર પ્રદ્વૈતાનતા ધ્યાનમ્ ।' પા. યો. સૂત્ર-૩-૨ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૧૩૨ Page #175 -------------------------------------------------------------------------- ________________ સ્વભાવવાળા પંચપરમેષ્ઠિઓ સાથે ધ્યાન વડે એકતાને અનુભવનારો મનુષ્ય પણ પોતાની અંદરની અને બહારની સ્થિતિમાં મોટો ભેદ અનુભવ્યા સિવાય રહેતો નથી. જ્યાં જ્યાં તે સ્થિતિ બદલાતી ન જણાય ત્યાં ત્યાં સમજવું કે તે પરમેષ્ઠિઓનું ધ્યાન યોગ્ય રીતે કરી શક્યો નથી. ધારણાકાલે બેયની પ્રતીતિ ન્યૂન હોય છે અને અહંવૃત્તિની પ્રતીતિ વિશેષ હોય છે. ધ્યાન કાળે બેયની પ્રતીતિ પ્રબળ બને છે અને અહંવૃત્તિની પ્રતીતિ ઘટી જાય છે. ચોર આદિના ભયવાળા નગરમાં રહેનારા ધનાઢ્યો. પોતાના ધનને પ્રયત્નપૂર્વક ગોપવી રાખે છે, તેમ ધ્યાનાભ્યાસીઓએ ધ્યાનથી ઉત્પન્ન થતા લોકોત્તર આનંદને અને અનુભવાતી ધ્યાનાનંદની વિલક્ષણ પ્રતીતિઓને પ્રયત્નપૂર્વક ગોપવવી જોઈએ. ચિત્તની નિર્મળતા કર્યા વિનાનું ધ્યાન કથનમાત્ર છે. બગલા અને બિલાડાનું ધ્યાન હોવા છતાં દુર્ગાન ગણાય છે, તેથી ધ્યાન કરનાર ધ્યાતાએ પ્રયત્નપૂર્વક પોતાના ચિત્તને નિર્મળ કરવું જોઈએ. કહ્યું છે કે “જેણે પોતાનાં શરીર ઇન્દ્રિયો અને કષાયોને જીત્યા નથી તથા રાગ-દ્વેષને દબાવ્યા નથી તેણે કાણી પખાલમાં પાણી ભરવાની જેમ ધ્યાન કરવાની નિષ્ફળ ચેષ્ટા કરી છે.' જે મનને વશ કરવાનું કાર્ય મોટા પર્વતને મૂળમાંથી ઉખેડી નાખવા જેવું, અગ્નિનું ભક્ષણ કરવા જેવું, ભૂખ્યા સિંહની સામે થવા જેવું, મહાસાગરને, ભુજાઓ વડે તરવા જેવું, પૃથ્વીને બાથ ભરવા જેવું, આકાશમાં નિરાલંબ ઊડવા જેવું, તરવારની ધાર પર ઉઘાડા પગે ચાલવા જેવું અને પ્રબળવેગથી વાતા વાયુને રોકવા જેવું અતિ દુષ્કર છે, તે કાર્ય પણ પરમાત્મસ્વરૂપને પામેલા પરમેષ્ઠિઓના સતત ધ્યાનથી સિદ્ધ થાય છે. માત્ર તેમાં સતત મંડ્યા રહેવું જોઈએ. કહ્યું છે કે उत्साहान्निश्चयाद् धैर्यात्, संतोषात् तत्त्वदर्शनात् । । मुनेर्जनपदत्यागात्, षड्भिर्योगः प्रसिध्यति ॥१॥ અર્થાત્ મનને વશ કરવારૂપ યોગનું કાર્ય છ પ્રકારે સતત પ્રયત્ન કરવાથી સિદ્ધ થાય છે; તે પ્રકારો નીચે મુજબ છેઃ ૧. ઉત્સાહાત્ = વીર્ષોલ્લાસ વધારવાથી ૨. નિશ્ચયાત્ = “આ મારું પરમ કર્તવ્ય છે એવો એકાગ્ર પરિણામ રાખવાથી ૩. ઘેર્યાત કષ્ટ વખતે પણ સ્થિર રહેવાથી ૪. સંતોષાતુ= આત્મારામતા ધારણ કરવાથી ૫. તત્ત્વદર્શન–યોગ એ જ તત્ત્વ છે, પરમાર્થ છે, એવો વિચાર કરવાથી ક. જનપદત્યાગાગતાનુગતિક લોકના વ્યવહારનો પરિત્યાગ કરવાથી ઉત્સાહદિ આ છ વસ્તુ વડે યોગ સિદ્ધ થાય છે. આ યોગ એટલે ધ્યાન અથવા એકાગ્રતાનો પરિણામ. આકાશમાં રહેલા તારાઓ, પૃથ્વી પરની રેતીના કણિયાઓ તથા મેઘમાંથી વર્ષતા વરસાદના બિંદુઓની સંખ્યા ગણવી જેટલી દુષ્કર છે, તેથી પણ અધિક દુષ્કર ચંચળ એવા મનને વશ કરવું તે છે. તોપણ ઉત્સાહાદિ છ હેતુઓ સહિત પ્રયત્ન કરવામાં આવે તો પંચપરમેષ્ઠિઓના ધ્યાન વડે મન વશ થઈ શકે છે અને ધ્યાતા શાંતતા સ્થિરતા, નિશ્ચળતા, નિર્ભયતા આદિ ગુણોને અનુભવે છે. નમસ્કાર મહામંત્રનું ધ્યાન ૧૩૩ AS Page #176 -------------------------------------------------------------------------- ________________ ૦ મહામંત્રમાં શુભધ્યાનના પ્રકારો ધ્યાનઆરોહણક્ષમ વિશુદ્ધ વેશ્યાવાળો ધ્યાનનો અધિકારી છે અથવા રાગ-દ્વેષનો વિજય કરવા વડે જેણે મનઃશુદ્ધિ કરી છે તે ધ્યાનનો અધિકારી છે. રાગ-દ્વેષનો વિજય સમતાભાવથી થાય છે અને સમતાભાવની સિદ્ધિ મમતાનો નાશ કરનારી શુભ ભાવનાઓથી થાય છે. મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યશ્મથી પવિત્ર ચિત્તવાળો તથા શુભ ભાવનાઓથી ભાવિત થયેલો આત્મા ધ્યાનારોહણ કરી શકે છે. ધ્યાનનું સ્થાન પર્વતની ગુફા, જીર્ણઉદ્યાન, શૂન્યગૃહ વગેરે જ્યાં મનુષ્યોનું આવાગમન ન હોય, મનને વિક્ષેપ કરનારાં નિમિત્તોનો જ્યાં અભાવ હોય અને પ્રાણીનો ઉપઘાત ન થાય તેવા ઉચિત શિલાતલ આદિ ઉપર પર્યકાદિ કોઈપણ આસન વાળીને જે રીતે પોતાનાં-મન-વચન કાયાના યોગોનું સમાધાન રહે અને મંદમંદ પ્રાણનો સંચાર થાય તે રીતે બેસવું. પ્રાણનો અતિ નિરોધ કરવાથી ચિત્તની વ્યાકુળતા થવાનો સંભવ છે. કહ્યું છે કે સાણં ન નિમ' અર્થાત્ શ્વાસોચ્છવાસને રોકવો નહિ. તેમ કરવાથી એકાગ્રતાને હાનિ પહોંચે છે. પછી ચક્ષુ આદિ ઇન્દ્રિયોને પોતાના વિષયોથી રોકી દ્ભય, લલાટ યા મસ્તક આદિ કોઈ પણ સ્થાન કે જે વધારે પરિચિત હોય ત્યાં મનોવૃત્તિને એકાગ્ર કરી, પૂર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ, પ્રસન્નમુખવાળા થઈને શુભધ્યાન કરવું. તે ધ્યાન બે પ્રકારનું છેઃ બાહ્ય અને આંતર. બાહ્યધ્યાન સૂત્ર-અર્થના પરાવર્તનરૂપ છે અથવા દઢવ્રતતા, શીલાનુરાગ તથા વચન, કાયા અને મનના વ્યાપારોને દઢતાથી રોકી રાખવા વગેરે બાહ્યધ્યાન છે. જેને બીજે જાણી ન શકે. માત્ર અનુમાન કરી શકે તેવું કેવળ સ્વ-સંવેદનગ્રાહ્ય આંતરધ્યાન છે. તે સંક્ષેપથી ચાર પ્રકારનું છે. અન્યત્ર તેના દશ પ્રકારો પણ બતાવ્યા છે. આંતરધ્યાનને આધ્યાત્મિક ધર્મધ્યાન પણ કહે છે. અહીં પંચપરમેષ્ઠિના સ્મરણમાં તે દશે પ્રકારના ધ્યાનનો સમાવેશ કેવી રીતે થાય છે તેનો ટૂંકમાં વિચાર દર્શાવ્યો છે. ૧. અપાયરિચય-અપાયને અંગે વિચાર તે અપાયરિચય ધર્મધ્યાન છે. મન-વચન-કાયાના દુષ્ટ વ્યાપારો આત્માને અપાયકારક છે. તે દુષ્ટ વ્યાપારોથી આત્મા ભવમાં ભટકે છે. શ્રેષ્ઠ રાજ્ય પ્રાપ્ત થયા પછી જેમ કોઈ બાલિશ આત્મા ભિક્ષા માટે ભટકે, તેમ મન-વચન-કાયાના શુદ્ધ વ્યાપારવાળા જીવને મોક્ષ સ્વાધીન છતાં દુષ્ટ વ્યાપારો વડે તે ભવભ્રમણ કરે છે. અહીં “મારા મનવચન કાયાના તે દુષ્ટ વ્યાપારોને હું રોકું એ પ્રકારના સંકલ્પવાન જીવને અપાયરિચય ધર્મધ્યાન થાય છે, કારણ કે તેમાં દોષવર્જનની પરિણતિ છે. આ પરિણતિ કુશળમાં પ્રવૃત્તિ કરાવનાર છે. શ્રી નવકારમંત્રના બળે યોગોનો કામ ક્રોધાદિરૂપ અશુભ અભ્યાસ ટળીને જ્ઞાનાદિ શુભ અભ્યાસની વૃદ્ધિ થાય છે, તેથી નવકારનો આશ્રય તે અપાયવિચય ધર્મધ્યાનનો જ એક પ્રકાર છે. ૨. ઉપાયરિચય- કુશળ વ્યાપારોનો સ્વીકાર તે ઉપાયરિચય ધર્મધ્યાન છે. “મોહ પિશાચથી આત્માની રક્ષા કરાવનાર કુશળ વ્યાપારોવાળો હું બનું' એ જાતિનો સંકલ્પપ્રબંધ તે ઉપાયરિચય છે. શ્રી નમસ્કારમંત્રની આરાધના વડે તે પાર પડે છે. ૩. જીવવિચય-માત્ર પોતાના આત્માનો વિચાર કરવામાં ઉપયોગી એવું ધ્યાન તે જીવવિચય ધર્મધ્યાન છે. જેમ કે, “મારો આત્મા અસંખ્ય પ્રદેશવાળો છે, સાકાર-અનાકાર ઉપયોગયુક્ત છે, અનાદિ અનંત છે, કૃતકર્મના ફળને ભોગવવાવાળો છે, કર્મસંબંધથી ભવમાં ભમવાવાળો છે અને કર્મવિયોગથી મોક્ષને પામવાવાળો છે. આ જાતિનો વિચાર નમસ્કારમંત્રમાં અનુસ્મૃત છે, તેથી તેનું આરાધન જીવવિચ ધર્મધ્યાન સ્વરૂપ છે. ૪. અજીવવિચય-ધર્મ, અધર્મ, આકાશ, કાળ, પુદ્ગલ, કે જે અનુક્રમે ગતિ, સ્થિતિ, અવગાહ, વર્તનાદિ ૧૩૪ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #177 -------------------------------------------------------------------------- ________________ અને ગ્રહણ ગુણવાળા છે તથા અગુરુલઘુ આદિ અનંતપર્યાયવાળા છે, તે અજીવોનો વિચાર જેમાં સ્થિર ચિત્તથી થાય તે અજીવવિચય ધર્મધ્યાન છે. આ ધ્યાન દેહ અને આત્માના અભેદપણાની ભ્રાંતિનું નિવારણ કરનારું છે, કે જે ભ્રાંતિ અનંત શોક અને આતંક આદિનું કારણ છે. શ્રી નવકારમંત્રનું ધ્યાન પણ ભેદજ્ઞાનનું સાધન છે, માટે તેની આરાધના અજીવવિજયધર્મધ્યાન સ્વરૂપ બને છે. ૫. વિપાકવિચય-કર્મના વિપાકનું ચિન્તન તે વિપાકવિચય ધર્મધ્યાન છે. અરિહંતની પદવીથી માંડીને નારકીની વિપત્તિ સુધી જેનું એકછત્રી સામ્રાજ્ય વર્તે છે, તે શુભાશુભ કર્મના મધુર-કટુક ફળોનો વિચાર કરવો તે વિપાકવિચય ધર્મધ્યાન છે. વળી જે કર્મ મૂલ-ઉત્તર પ્રકૃતિના ભેદે અનેક પ્રકારનું છે, પુદ્ગલાત્મક છે, ક્ષીરનીરન્યાયે આત્માની સાથે અનાદિ કાળથી સંબંધિત છે, લોહાગ્નિ ન્યાયે આત્માને પીડા કારક છે, તે આ ધર્મધ્યાન આત્માને ભાવવૈરાગ્યનું કારણ બને છે. શ્રીનમસ્કારમંત્રનું ધ્યાન કર્મવિપાકથી છોડાવનાર છે તેથી આ ધ્યાન પણ તેની અંતર્ગત રહેલું છે. ૬. વિરાગરિચય-આ શરીર અશુચિ છે, શુક્ર-શોણિતરૂપી અશુચિથી ઉત્પન્ન થયેલું છે, મદિરાના ઘટની જેમ શુચિ ન થાય તેવું છે, વિનશ્વર છે, જેમાં જવા માત્રથી મિષ્ટાન્ન વિષ્ટારૂપ અને અમૃત પણ મૂત્રરૂપ થઈ જાય છે, અનિત્ય છે, અપરિત્રાણ છે, યમની પીડા વખતે પિતા, માતા, ભ્રાતા ભગિની, પુત્રવધૂ કે પુત્ર છે તેમાંના કોઈથી પણ રક્ષણ ન થઈ શકે તેવું છે. જેમાંથી નિરંતર અશુચિ વહે છે અને નવ છિદ્રો વડે નિરંતર અશુચિ બહાર નીકળે છે તેથી નક્કી થાય છે કે તેની અંદર સુંદર કાંઈ નથી. આ જાતિનો શરીરના સ્વભાવનો વિચાર વૈરાગ્યનો હેતુ થાય છે. તથા વિષયો પરિણામે ટુ છે, કિંપાકવૃક્ષના ફળોના ઉપભોગની ઉપમાવાળા છે, ભંગુર છે, પરાધીન છે, સંતોષરૂપી અમૃતરસના આસ્વાદનના શત્રુ છે અને તેનાથી ઉત્પન્ન થનારું સુખ લાળને ચાટવાથી થનારા બાળકના દુગ્ધાસ્વાદના સુખની જેમ અપારમાર્થિક છે. તેમાં આસ્થા રાખવી વિવેકીઓને યુક્ત નથી. તેનાથી વિરામ પામવો-વિરતિ સ્વીકારવી એ જ કલ્યાણકારી છે. વળી આ ગૃહવાસ સળગતા અગ્નિની જ્વાળા સમાન છે, તેમાં વિષયથી સ્નિગ્ધ એવી ઇન્દ્રિયરૂપી લાકડાં બળે છે. જેમાંથી ધૂમની ઘટાની જેમ અજ્ઞાનની પરંપરા પ્રસરી રહી છે, એ જ્વાળાને શમાવવાનું સામર્થ્ય માત્ર એક ધર્મરૂપી મેઘમાં રહેલું છે, તેથી તેમાં જ માત્ર પ્રવૃત્તિ કરવી ઉચિત છે. આવું ધર્મધ્યાન રાગના હેતુઓનો નિરોધ કરનાર હોવાથી તથા પરમાનંદના આસ્વાદતુલ્ય આનંદને સાક્ષાત્ આપનાર હોવાથી અવશ્ય કરવા લાયક છે. નવકારમંત્રની આરાધનામાં આ વિરાગરિચય ધર્મધ્યાન ભરેલું છે. ૭. ભવરિચય-સ્વકૃતકર્મના ફળનો ઉપભોગ કરવા માટે જીવને ફરી ફરી જન્મ લેવો પડે છે. ત્યાં અરઘટ્ટઘટીયંત્રન્યાયથી મૂત્ર, પુરીષ અને આંતરડાં ભરેલી દુર્ગધમય જઠરરૂપી કોટરોમાં વારંવાર વસવું પડે છે. વળી, ત્યાં વસનાર જંતુને કોઈની સહાય નથી. ઈત્યાદિ ભવપરિવર્તનનો વિચાર સત્મવૃત્તિમાં હેતુભૂત એવા ભવનિર્વેદનું કારણ થાય છે. શ્રી નવકારમંત્રના ધ્યાનથી આ ભવનિર્વેદ પુષ્ટ થાય છે તેથી તે ભવરિચય, ધર્મધ્યાનનો જ એક પ્રકાર છે. ૮. સંસ્થાનવિચ-નીચે વેત્રાસન (ખુરસી) જેવો, મધ્યમાં ઝાલર જેવો, આગળ મુરજ (ડમરું) જેવો ચૌદરાજ પ્રમાણ લોક છે, વગેરે ચિન્તન વારંવાર કરવાથી ચિત્તનો અન્ય વિષયોમાં થતો સંચાર અટકી જાય છે અને એકાગ્રતા પ્રાપ્ત થાય છે. શ્રી નવકારમંત્રના ધ્યાનમાં પણ ચૌદરાજ-લોકનો વિચાર આવી જાય છે તેથી તે પણ સંસ્થાન-વિચય ધ્યાનનો જ એક પ્રકાર છે. ૯. આજ્ઞાવિચય-પરલોક-બંધ-મોલ-ધર્મ-અધર્માદિ અતીન્દ્રિય અને સૂક્ષ્મ ભાવોને વિષે આપ્તવચનને પ્રમાણ તરીકે ધારણ કરવાથી સકલ સંશયો વિલીન થઈ જાય છે અને સકલ પ્રવૃત્તિને જિવાડનાર પ્રાણતુલ્ય શ્રદ્ધાની મહામંત્રમાં શુભધ્યાનના પ્રકારો Page #178 -------------------------------------------------------------------------- ________________ સંતતિ અવિચ્છિન્ન બને છે. તેથી અત્યંત દુઃખથી જાણી શકાય તેવા અને જ્યાં હતઉદાહરણાદિની પહોંચ નથી, તેવા સૂક્ષમ અને અતીન્દ્રિય પદાર્થો પણ અસત્ય નથી. જિનવચન પ્રામાયથી સત્ય છે એવી પ્રતીતિ ધારણ કરવી તે આજ્ઞાવિયધર્મધ્યાન છે. નમસ્કાર શ્રી જિનાજ્ઞાને અનુસરવારૂપ હોવાથી નવકારમંત્રનું ચિત્તન આજ્ઞાવિચથધર્મધ્યાનનો જ એક પ્રકાર છે. ૧૦. હેતુવિચય-આગમવિષયક વાદવિવાદ વડે જેની બુદ્ધિ સ્થિર ન થાય તેવા એટલે તકનુસારી બુદ્ધિવાળા, પુરુષની આગમવિષયક પરીક્ષા તે હેતુવિચયધર્મધ્યાન છે. સ્યાદ્વાદ-પ્રરૂપક આગમો કષ, છેદ અને તાપથી શુદ્ધ છે. તેથી અવશ્ય આશ્રય કરવા લાયક છે એ રીતે વિશિષ્ટ શ્રદ્ધાની અભિવૃદ્ધિ કરનાર હોવાથી હેતુવિચયધર્મધ્યાન કરવા યોગ્ય છે. શ્રી નવકારમંત્ર પણ કષ, છેદ, તાપની પરીક્ષાથી શુદ્ધ હોવાથી તેનું ધ્યાન હેતુવિચયધર્મધ્યાનનો એક પ્રકાર બને છે. નવેવાર સ્તવન | તિર્સિ-રદ્ધિ-સિયાળ, નિદ્ર-ઘા () મા | निज्जिय-रिउ-निवहाणं, नमो नमो जिणवरिंदाणं ॥१॥ तिहुयण-सिहरंमि पय(इ)ट्ठियाण, निद्विविय-मल-कलंकाणं । सासय-सुह-निलयाणं, नमो नमो सब-सिद्धाणं ॥२॥ पंचविहायार-समुद्द-पारपत्ताणं गुणमयंकाणं । आयरियाणं च तहा, नमो नमो नाणसूरीणं ॥३॥ સયત-સુગોદા -રાયા વાત-તાપ-તાપે निच्चमुवज्झायाणं, नमो नमो खविय-मोहाणं ॥४॥ अइदुद्धराइं पंच वि, धारंति महब्बयाई जे मुणिणो । जियलोयबंधवाणं, नमो नमो सवसाहूणं ॥५॥ इय पंच महापरमिटि-संथवं जे कुणंति भावेण । पावंति ते अपावा अजियसुहं निबुई अइरा ॥६॥ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #179 -------------------------------------------------------------------------- ________________ ભાવમંગલ : શ્રી નવકાર મયે-સાધ્યતે હિતમનેતિ મમ્' અર્થાત જેનાથી હિત સધાય છે તે મંગલ અથવા હિત ધર્મથી જ સધાય છે, તેથી હિતસાધકધર્મને જે લાવે તે મંગલ કહ્યું છે કે- “ મધને નાતીતિ નક્ષત્તનું ” અહીં મંગ એટલે ધર્મ, તેને લાવે તે મંગલ. મંગલનો એવો બીજો અર્થ પણ થાય છે. અથવા ધર્મની પ્રાપ્તિ અધર્મના નાશથી થાય છે સર્વ અધર્મોનું મૂળ કારણ વિષય, કષાયો અને તેના હલ સ્વરૂપ ચાર ગતિમાં પરિભ્રમણરૂપ સંસાર છે. તેથી “સંસાર પરિભ્રમણનો ક્ષય કરે, તે મંગલ' એવો ત્રીજો અર્થ પણ મંગલનો થાય છે. કહ્યું છે કે- “ માં મવાતુ-સંસારનું નિતિ-નિયતીતિ માસ્ત્રમ્ અર્થાત્ “માં'= મને સંસારથી ગાલે-પાર ઉતારે, મારા સંસારને દૂર કરે તે મંગલ. એ રીતે મંગલ એટલે હિતનું સાધન. મંગલ એટલે ધર્મનું ઉપાદાન અને મંગલ એટલે અધર્મના મૂલભૂત સંસાર પરિભ્રમણનું જ મૂલોચ્છેદન. સુખસાધક અને દુઃખનાશક પદાર્થને મંગલરૂપ માનવાની રૂઢિ સંસારમાં પ્રસિદ્ધ છે. પરંપરાએ પણ દુઃખોચ્છેદક અને સુખ પ્રાપક પદાર્થો મંગલરૂપ મનાય છે, તથા જેમાં કષ્ટ નિવારણનું કે સુખ આપવાનું (નિશ્ચિત નહિ પણ સંદિગ્ધ) સામર્થ્ય હોય તે પદાર્થો પણ મંગલરૂપ ગણાય છે. જેમ કે દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફળ, પૂર્ણકળશ અને સ્વસ્તિકાદિક પદાર્થો. એ રીતે સુખના નિશ્ચિત કે સંદિગ્ધ સાધનભૂત સર્વ કોઈ વસ્તુઓ જગતમાં મંગલરૂપ ગણાય છે. અહિંસા, સંયમ અને પરૂપ ધર્મો તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાનાદિ ગુણો એ દુઃખધ્વંસ અને સુખસિદ્ધિનાં નિશ્ચિત સાધનો છે, તેથી તે ભાવમંગલ ગણાય છે. દધિ, દૂર્વા, અક્ષત, શ્રીફળ, પૂર્ણકળશ અને સ્વસ્તિકાદિ સંદિગ્ધ સાધનો છે, તેથી તે સર્વ દ્રવ્યમંગલ ગણાય છે. દ્રવ્યમંગલો જેમ સુખના સંદિગ્ધ સાધનો છે, તેમ તે અપૂર્ણ સુખને આપનારાં પણ છે. ભાવમંગલો એ સુખનાં નિશ્ચિત સાધનો છે અને તેનું સેવન કરનારને તે સંપૂર્ણ અને અવિનાશી સુખ આપે છે. તેથી દ્રવ્યમંગલ કરતાં ભાવમંગલનું મૂલ્ય ઘણું વધારે છે. જૈનશાસ્ત્રોમાં અનેક પ્રકારનાં ભાવમંગલો છે. તે સર્વમાં શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારને પ્રધાનમંગળ કહેલું છે. તેનાં મુખ્ય બે કારણો છે. એક તો પંચપરમેષ્ઠિનમસ્કાર જ સ્વયં ગુણસ્વરૂપ છે અને બીજું તે ગુણોના બહુમાન સ્વરૂપ છે. અહિંસા, સંયમ અને તપ તથા સ્વાધ્યાય, ધ્યાન અને જ્ઞાન વગેરે સ્વયં ગુણસ્વરૂપ છે પણ ગુણોના બહુમાન સ્વરૂપ નથી. વળી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ સર્વ સદ્દગુણોમાં શિરોમણિભૂત વિનય ગુણના પાલન સ્વરૂપ છે. મોક્ષનું મૂળ વિનય છે. વિનય વિના જ્ઞાન નથી. જ્ઞાન વિના દર્શન નથી. દર્શન વિના ચારિત્ર નથી અને ચારિત્ર વિના મોક્ષ નથી. બીજી રીતે મોક્ષને માટે ચારિત્રની જરૂર છે, ચારિત્ર માટે શ્રદ્ધાની જરૂર છે, શ્રદ્ધા માટે જ્ઞાનની જરૂર છે અને જ્ઞાન માટે વિનયની જરૂર છે. આ વિનય સ્વરૂપ શ્રી નમસ્કાર છે. યોગ્યનો વિનય તે સવિનય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમાં તાત્વિક ગુણોને ધારણ કરવાવાળી ( વિનયને પાત્ર એવી ત્રિકાલ અને ત્રિલોકવર્તી) સર્વ વ્યક્તિઓને નમસ્કાર કરવામાં આવે છે. પંચપરમેષ્ઠિનમસ્કારમાં નમસ્કારને યોગ્ય વ્યક્તિઓ સર્વપ્રધાન હોવાથી તેમને નમસ્કાર એ સર્વ વિનયોમાં પ્રધાનવિનયસ્વરૂપ બની જાય છે. પ્રધાનવિનયગુણના પાલનથી પ્રધાન (યથાર્થ) જ્ઞાન, પ્રધાન (તાત્ત્વિક) દર્શન (શ્રદ્ધા), પ્રધાન (શ્રેષ્ઠ) ચારિત્ર અને પ્રધાન (અવ્યાબાધ) સુખની પ્રાપ્તિ થાય છે. પરમેષ્ઠિઓને નમસ્કાર સ્વરૂપ પ્રધાન વિજયગુણના પાલન વિનાના જ્ઞાન, ધ્યાન, સંયમ પ્રધાન-મોક્ષ સુખને આપવાને સમર્થ થઈ શકતાં નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર એ જેમ પ્રધાનવિનય-ગુણના પાલન સ્વરૂપ છે તેમ ગુણોના બહુમાન સ્વરૂપ પણ AN ભાવમંગલ શ્રી નવકાર ૧૩૭ Page #180 -------------------------------------------------------------------------- ________________ છે. ગુણબહુમાન એ ચિત્તનો અર્ચિત્યશક્તિયુકત ધર્મ છે. ગુણ બહુમાનના આશયવાળું ચિત્ત થોડા જ સમયમાં સર્વપ્રકારની અશુદ્ધિઓ અને અહંકારાદિ દોષોથી રહિત બની જાય છે. કાચી માટીના ઘડામાં ભરેલું પાણી જેમ પ્રતિક્ષણ ઘટનો નાશ કરે છે, તેમ ચિત્તરૂપી કુંભમાં રહેલું ગુણબહુમાન રૂપી જળ ચિત્તના દોષોનો અને મલિનતાનો પ્રતિક્ષણ ક્ષય કરે ગુણબહુમાનને ધારણ કરનાર માનસિકભાવ જેમ અચિન્ત્યપ્રભાવસંપન્ન છે, તેમ ગુણ બહુમાનને વ્યક્ત કરનારી વાચિક અને કાયિક ચેષ્ટાઓ પણ પ્રભાવસંપન્ન બની જાય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કા૨માં ત્રણે વસ્તુઓ રહેલી છે. મનથી નમવાનો ભાવ, વચનથી નમવાનો શબ્દ, અને કાયાથી નમવાની ક્રિયા એ રીતે જ્ઞાન, શબ્દ અને ક્રિયારૂપ વિવિધ ક્રિયાથી યુક્ત શ્રી પંચ૫૨મેષ્ઠિનમસ્કાર પાપધ્વંસ અને કર્મક્ષયના અનન્ય કારણરૂપ બની જાય છે, તેથી તે સર્વોત્કૃષ્ટ (ભાવ) મંગળ સ્વરૂપ છે અને તેથી જ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારની ચૂલિકામાં ફ૨માવ્યું છે કે છે एष पञ्चनमस्कारः, सर्वपापप्रणाशनः मङ्गलानां च सर्वेषाम्, मुख्यं भवति मङ्गलम् ॥१॥ અર્થ- પાંચેય પરમેષ્ઠિઓને કરેલો આ નમસ્કાર સર્વ પાપોનો પ્રકર્ષે કરીને નાશ કરનારો છે તથા સર્વમંગલોમાં પ્રથમ-પ્રધાન-સર્વોત્કૃષ્ટ મંગલ સ્વરૂપ છે. ૧. શ્રી અરિહંતને નમસ્કાર શ્રી અરિહંતના નમસ્કારને જે પુણ્યાત્મા એક લાખ વા૨ ગણે અને વિધિબહુમાનપૂર્વક શ્રી તીર્થંક૨૫૨માત્માની પૂજા કરે તે તીર્થંકર નામગોત્રને બાંધે એમાં કોઈ જાતનો સંદેહ નથી. * નમો અરિહંતાણં ' એ પદના ૭ અક્ષરો જે જપે છે તે શિઘ્રપણે ભવરૂપી દાવાનળનો ઉચ્છેદ કરે છે કારણ કે તેમાં આત્મા પરમાત્મા છે, એવી ભાવના સતત થયા કરે છે એટલું જ નહિ, પરંતુ આવું ઉચ્ચકોટિનું જ્ઞાન જેમના તરફથી આપણને મળ્યું છે તેમના પ્રતિ કૃતજ્ઞતાનો ભાવ સતત કેળવાય છે. કૃતજ્ઞતા એ એવો સદ્ગુણ છે કે જેના વડે જીવ પોતાની પાત્રતાનો વિકાસ કરી અનંતસંપત્તિનો અધિકારી બની શકે છે. ‘નમો અરિહંતાણં પદમાં ‘સર્વ વૈરીનો નાશ કરનારા ચક્રવર્તીને નમસ્કાર થાઓ' એવું તેમના સેવકોનું વચન છે અને તે સેવ્ય-સેવકભાવ, સ્વામિ-સ્વામીત્વભાવ પૂજ્ય-પૂજકભાવ પ્રગટ કરનારું વાક્ય છે. આ વાક્ય વડે બોલનાર પોતાનો દાસભાવ બતાવે છે અને શ્રીઅરિહંતો ધર્મચક્રવર્તીઓનો સ્વામિભાવ જણાવે છે. પોતે કિંકર છે અને પ૨માત્મા પોતાના માલિક છે એમ પ્રદર્શિત કરે છે. પૂજ્ય એવા શ્રી અરિહંતોને નમસ્કાર થાઓ અથવા ગર્હત્મ્ય : પૂખ્યો નમઃ ' પૂજ્યતા પવિત્રતામાં છે, પવિત્રતા પ્રેમમાં છે, પ્રેમ અહિંસામાં છે, અહિંસા ક્ષમામાં છે, ક્ષમા અનુકંપામાં છે, અનુકંપા ભવનિર્વેદમાં છે, ભવનિર્વેદ મોક્ષભિલાષમાં છે, મોક્ષાભિલાષ આસ્તિકતામાં છે અને આસ્તિકતા નમસ્કારમાં છે. ૧૩૮ * " ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #181 -------------------------------------------------------------------------- ________________ નવકારની ઘોષણા “ તાવ ન નાયર વિર્તન, વિંતિયં પત્યિયં વાયE I कारण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥१॥" અર્થાત્ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રને જ્યાં સુધી આર્યો નથી, ત્યાં સુધી જ ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી આરંભેલું કાર્ય થતું નથી. ૧. ધમસ્તિકાયાદિ દ્રવ્યોની જેમ નવકાર એ શાશ્વત છે. શ્રી તીર્થકરોની ધર્મદિશનાની જેમ એના ઉપકારો અનંતા છે. જગતમાં કોઈપણ એવું પાપ નથી કે જેનો પ્રતિકાર નવકારના આશ્રયથી અશક્ય હોય. નવકારના અક્ષરો કેવળ અક્ષરો જ નથી, કિન્તુ સાક્ષાત્ અક્ષરમથી દેવતાઓ, જ્યોતિ પુંજે છે. એનો આશ્રય લેનાર અને એનું વિધિપૂર્વક શ્રવણ કે સ્મરણ કરનાર સર્વદા સુરક્ષિત છે. નવકારની એ પ્રતિજ્ઞા છે કે મારો આશ્રય લેનાર કોઈપણ હોય, તેનાં સર્વ પાપોનો મારે સમૂલ નાશ કરવો. આ પ્રતિજ્ઞાને ખોટી પાડનાર આજ સુધી કોઈ નીકળ્યું નથી. એને ખોટી પાડવાનો પ્રયાસ કરનાર પોતે જ ખોટો પડે છે. - નવકારની બીજી પ્રતિજ્ઞા એ છે કે મારો આશ્રય લેનારનો આશ્રય સર્વ કોઈને લેવો પડે છે. દુનિયામાં જેટલા શુભ અને શ્રેષ્ઠ સજીવ કે નિર્જીવ પદાર્થો છે તે સઘળા નવકારના દાસ છે. નવકારની આ બીજી પ્રતિજ્ઞા છે અને તે ટંકશાળી છે. એની સત્યતાની કસોટી કરવા માટે સમગ્ર વિશ્વને નવકારનું આમંત્રણ છે. વિશ્વની સામે નવકારનું આ આહ્વાન છે, જાહેર ઉદ્ઘોષણા છે કે ઊઠો ! જાગો ! અને શ્રી નવકારના આ આહ્વાનનો હર્ષપૂર્વક સ્વીકાર કરો! તેનો સ્વીકાર કરવા માટે શ્રી નવકારનું સર્વ કોઈને પ્રેમ ભર્યું આમંત્રણ છે. * નમો ' નો અર્થ “મારા સ્વામી પરમસામર્થ્યવાન છે અને હું તેમનો સેવક છું.” એવો ખ્યાલ ન આવે ત્યાં સુધી માનવીના દુઃખનો ભાર જરા પણ ઓછો થતો નથી. નમસ્કાર એટલે દાસત્વ, આત્મદાન, આત્મસમર્પણ અથવા સ્વામી પ્રત્યે સેવકનો નિર્મળ કૃતજ્ઞભાવ. સમજદાર મનુષ્ય પોતાની પૂર્ણતા તેમાં જ શોધે છે. પુણ્યાનુબંધી પુણ્યના ઉદયથી જેને નમસ્કાર મહામંત્રની પ્રાપ્તિ થાય છે તેનું નરકગતિ અને તિર્યંચગતિમાં ભ્રમણ અટકી જાય છે અને તેને માટે સ્વર્ગાપવર્ગનાં દ્વાર ઊઘડી જાય છે. નવકારની ઘોષણા - ૧૩૯ IS ૧૩૯ Page #182 -------------------------------------------------------------------------- ________________ સ્વાધ્યાય અને નવકાર મદિરા, વિષય, કષાય, નિદ્રા અને કુથલી એ પાંચ પ્રકારનો પ્રસાદ જેમ આત્માનું અધઃપતન કરી સંસાર-સાગરમાં ૨લાવે છે, તેમ વાચના, પ્રચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષા અને ધર્મકથા એ પાંચ પ્રકારનો સ્વાધ્યાય આત્માને સંસાર સાગરથી પાર ઉતારી મુક્તિના અવ્યાબાધ સુખમાં ઝિલાવે છે. આ છે સ્વાધ્યાયનું વિશદ સ્વરૂપ. સૌથી સહેલામાં સહેલો, અલ્પજ્ઞ પણ કરી શકે એવો અને અવસરે દ્વાદશાંગીનું પણ સ્થાન લે તેવો. સ્વાધ્યાય શ્રી નવકારનો છે. એ વસ્તુને આ લેખમાં સંક્ષેપથી પણ સ્પષ્ટ કરવા પ્રયત્ન કર્યો છે. શ્રી જિનશાસનમાં સ્વાધ્યાયને મોક્ષનું પરમ અંગે કહ્યું છે. પ્રત્યુપેક્ષણા, પ્રાર્થના, ભિક્ષાચર્યા, વૈયાવૃત્ય આદિ સંયમના અસંખ્ય વ્યાપારોમાંથી કોઈપણ યોગમાં વર્તતો જીવ, પ્રતિસમય અસંખ્યભવોનાં કર્મોને ખપાવે છે, તોપણ સ્વાધ્યાય યોગમાં વર્તતો જીવ સ્થિતિ અને રસવડે કર્મોને વિશેષે કરીને ખપાવે છે. કર્મક્ષયના મુખ્ય હેતુઓ બે છેઃ મન, વચન અને કાયાના અશુભ વ્યાપારોનો નિગ્રહ અને તે ત્રણેયનું શુભ વ્યાપારોમાં પ્રવર્તન. આ બન્ને હેતુઓ સ્વાધ્યાય યોગમાં જે રીતે સિદ્ધ થાય છે તે રીતે પ્રાયઃ અન્ય વ્યાપારો વખતે સિદ્ધ થઈ શકતા નથી. આ વાત કેવળ આગમથી જ નહીં પરંતુ યુક્તિ અને અનુભવથી પણ સિદ્ધ છે. શ્રી જિનમતમાં સ્વાધ્યાય પાંચ પ્રકારનો કહ્યો છેઃ વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા. ગુરુ પાસે સૂત્ર-અર્થ ગ્રહણ કરવાં તે વાચના, સંદેહ નિવારણ માટે પૂછવું તે પૃચ્છના, અસંદિગ્ધ સૂત્રાર્થની પુનઃ પુનઃ પરિવર્તના (પઠન) તે પરાવર્તના, પુનઃ પુનઃ વિચારણા તે અનુપ્રેક્ષા અને અનુગ્રહબુદ્ધિથી યોગ્યની આગળ કથન કરવું તે ધર્મકથા. આ પાંચેય પ્રકારનો સ્વાધ્યાય મન-વચન-કાયાના અશુભ વ્યાપારોનો વિરોધ કરાવી શુભમાં એકાગ્રતાપૂર્વક પ્રવર્તન કરાવે છે, તેથી કર્મક્ષયનો અસાધારણ હેતુ બની પરંપરાએ પરમપદની પ્રાપ્તિ કરાવે છે. શાસ્ત્રો કહે છે કે આદર પૂર્વક સ્વાધ્યાયની લીનતા એ યાવતું સર્વજ્ઞપદ અને તીર્થંકરપણાની પ્રાપ્તિનો પણ હેતુ બને છે. પાંચેય પ્રકારનો સ્વાધ્યાય પદાર્થોના પરમાર્થને જણાવનારો છે અને ક્ષણે ક્ષણે સદ્ગતિના મૂળરૂપ પરમવૈરાગ્યનો હેતુ બને છે. આ સ્વાધ્યાય ઉત્કૃષ્ટતયા ચૌદપૂર્વધરોને હોય છે, મહાપ્રાણ ધ્યાનાદિના સામર્થ્યથી અંતર્મુહૂર્ત કાલમાં તેઓ ચૌદપૂર્વોનું અને બારે અંગોનું પરાવર્તન કરે છે. દશપૂર્વધરોને દશપૂર્વોનો સ્વાધ્યાય હોય છે, નવપૂર્વધરોને નવપૂર્વોનો અને એ રીતે ઘટતાં ઘટતાં જેને બીજું કાંઈ પણ આવડતું ન હોય તેને પણ પંચપરમેષ્ઠિનમસ્કારનો સ્વાધ્યાય હોય છે. કારણ કે આ પંચપરમેષ્ઠિનમસ્કાર દ્વાદશાંગનો અર્થ છે તેથી તે અતિમહાન છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર દ્વાદશાંગનો અર્થ હોવાનાં ત્રણ કારણો છે: ૧. દ્વાદશાંગના સ્થાને તેનો ઉપયોગ થાય છે. ૨. પરિણામની વિશુદ્ધિ થાય છે અને તેનાથી ૩. જ્ઞાન-દર્શન-ચારિત્રનું પણ આરાધન થાય છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે ઘરમાં આગ લાગે ત્યારે લોક જેમ કણ-કપાસાદિ અન્ય વસ્તુને છોડીને એકાદ મહામૂલા કિંમતી રત્નને ગ્રહણ કરે છે અથવા રણસંગ્રામને વિષે સુભટ બીજો ઉપાય ન હોય ત્યારે તલવાર-ભાલા વગેરે શસ્ત્રોને છોડીને એક અમોઘ બાણ કે, શક્તિ આદિ શસ્ત્રને ગ્રહણ કરે છે, તેવી રીતે મરણકાળ ઉપસ્થિત થાય ત્યારે પૂર્વધરો પણ જ્યારે અન્યશ્રુત યાદ રાખવા અસમર્થ થાય, ત્યારે દ્વાદશાંગને છોડીને શ્રી અરિહંત આદિના નમસ્કારને જ યાદ કરે છે તેથી આ નમસ્કાર દ્વાદશાંગનો અર્થ છે તે સાબિત થાય છે. અથવા સઘળું દ્વાદશાંગ પણ પરિણામની વિશુદ્ધિ માટે જ ભણાય છે. પરમ પુરુષ પરમેષ્ઠિઓને નમસ્કાર ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #183 -------------------------------------------------------------------------- ________________ કરવા દ્વારા પણ તે જ અર્થ સિદ્ધ થાય છે તેથી તે દ્વાદશાંગાઈ છે. અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર એ જ દ્વાદશાંગાર્યું છે તે ગુણો શ્રી અરિહંતાદિ પાંચની અંદર રહેલા છે પણ બીજામાં નથી. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર દ્વારા તે ત્રણની જ સાધના થાય છે તેથી પણ તે દ્વાદશાંગાથ છે. એ રીતે દ્વાદશાંગના સાધ્ય અર્થનો સાધક હોવાથી અને મરણકાળે પણ સુખપૂર્વક સ્મરણીય હોવાથી એક અપેક્ષાએ આ નમસ્કારનું માહાભ્ય દ્વાદશાંગથી પણ વધી જાય છે. શાસ્ત્રકારોએ નામાદિ મંગળોમાં આ નમસ્કારને પ્રથમ મંગળરૂપ કહ્યો છે અને વ્યાધિ, તસ્કર, અગ્નિ, આદિના સર્વ ભયોને દૂર કરનાર બતાવ્યો છે. કહ્યું છે કેहरइ दुक्ख कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुहं । इहलोयपारलोइय-सुहाण मूलं नमोक्कारो ॥१॥ ' અર્થાત આ નવકાર દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષે છે, તથા આ લોક અને પરલોકનાં સુખોનું મૂળ છે. સાધનાનો ક્રમ ૧. સ્મરણ ૨. જ૫ ૩. ધ્યાન મંત્રની આ ત્રણ ભૂમિકાઓ છે. પદસ્થ પછી પિંડનો અધિકાર છે. અથવા પિંડસ્થ પછી પદસ્થનો અધિકાર છે. અક્ષર-ચિંતનનો અભ્યાસ કરતાં-કરતાં સાધકે પાંચે પરમેષ્ઠિ ભગવંતોનું વર્ણો પ્રમાણે ધ્યાન ધરવું અને તેમાં ચિત્તવૃત્તિઓને તદાકાર બનાવી દેવી. તે તે મૂર્તિઓનાં દર્શન સિવાય બીજો વિચાર કે વિકલ્પ મનમાં ઊઠવા દેવો નહિ. ધ્યાનના પ્રારંભમાં અરિહંત અને હું, સિદ્ધ અને હું, આચાર્ય અને હું, ઉપાધ્યાય અને હું તથા સાધુ અને હું એવો અદ્વૈતભાવ હોય છે, પણ ધ્યાનમાં પ્રગતિ સધાતાં એ દૈતભાવ ભુંસાઈ જશે અને “મારો આત્મા જ અરિહંત છે.” “મારો આત્મા જ સિદ્ધ છે,”, “મારો આત્મા જ આચાર્ય છે.” “મારો આત્મા જ ઉપાધ્યાય છે,' “મારો આત્મા જ સાધુ છે' એવો અદ્વૈતભાવ ઉત્પન્ન થઈ આત્મતત્ત્વનો સંપૂર્ણ સાક્ષાત્કાર થશે કે જે ધર્મનું અંતિમ ધ્યેય છે, યોગનો અંતિમ આદર્શ છે, સાધનાનું અંતિમફળ છે. આ રીતે શ્રી નવકારનું ધ્યાન, ચૈતન્ય અને આનંદની પરમસીમાએ પહોંચાડનારું છે. ત્યાં અવતરફળ અને અવાંતરસિદ્ધિઓની ગણના કરવા ક્યાં બેસીએ ? યોગની સર્વ સિદ્ધિઓ મહામંત્રના ધ્યાનથી પ્રાપ્ત થાય છે, કારણ કે તે શ્રેષ્ઠ પ્રકારનો યોગ પણ શ્રી નવકારમાં સર્વવસ્ત આપવાની તાકાત છે. શ્રી નવકારજાના પ્રારંભે આગલા વિચારનું અનુસંધાન ચાલે છે. જેથી શ્રી નવકાર ગણતાં શાન્તિમંત્ર ભણવાનો હોય છે તે મનથી વિચારવું કે “આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ વગેરે તત્ત્વોમાં શાન્તિ થાઓ' આ વિચાર કરતાં રહેવાથી વિકલ્પો નષ્ટ થાય છે અને આત્મા શાન્તિસાગરમાં ડૂબી ગયો છે એવો અપૂર્વ અનુભવ થાય છે. પછી શ્રી નવકાર ગણવા. સ્થાન અને કાળ નિયત હોય તો શાન્તિ વિશેષ થાય છે. એક આસન ઉપર બેસવાથી કાર્યસિદ્ધ થાય છે, તેથી જ્યોતિષીઓ પોતાના મૂળ આસન પર બેસીને ઉત્તર આપે છે. શાન્તચિત્તે શ્રી નવકાર ગણવાથી આ ભવમાં સંપત્તિ મળશે અને તે સંપત્તિ વૈરાગ્ય ઉત્પન્ન કરાવશે. - સાધકે બધું શ્રી નવકાર ઉપર છોડી દેવું. શ્રી નવકાર પાપ, અજ્ઞાન અને મોહનો નાશ કરે છે તેથી આત્મા પરમાત્મા બને છે. imiti સ્વાધ્યાય અને નવકાર ૧૪૧ પS ૧૪૧ Page #184 -------------------------------------------------------------------------- ________________ મહામંત્રનો ઉપકાર मग्गो अविप्पणासो, आयारो विणयया सहायत्तं । पंचविहनमोक्कारं, करेमि एएहिं हेऊहिं ॥१॥ [આવશ્યક નિર્યુક્તિ, ગાથા ૨૯૪૪] અર્થ:-માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ હેતુઓ વડે હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું. (૧) - નિર્યુક્તિકાર શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી આવશ્યક નિર્યુક્તિની ઉપરોક્ત ગાથામાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને પાંચ કારણો વડે નમસ્કાર કરવાનું ફરમાવે છે. તેમાં પ્રથમ પરમેષ્ઠિને નમસ્કારનું કારણ માર્ગ છે. એ વિષયમાં ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે પાંચ પરમેષ્ઠિઓમાં પ્રથમ પરમેષ્ઠિ શ્રી અરિહંતભગવંતો સૌથી પ્રથમ નમસ્કારને લાયક છે, તેમાં કારણ “મોક્ષમાર્ગ છે. અર્થાત્ સમ્યગ્દર્શન આદિ મોક્ષમાર્ગ તેઓએ બતાવેલો છે અને તે માર્ગે ચાલવાથી ભવ્ય જીવોને મુક્તિ મળે છે. એ રીતે ભવ્ય જીવોને મુક્તિની સાધનામાં સાક્ષાત્ હેતુ મોક્ષમાર્ગ જ છે અને તે માર્ગને સૌપ્રથમ દર્શાવનારા અરિહંતભગવંતો છે તેથી અરિહંતભગવંતો પણ પરંપરાએ મોક્ષના હેતુ હોવાથી પૂજ્ય છે. પરંપરાએ મોક્ષમાર્ગના ઉપકારી તરીકે જેમ અરિહંતભગવંતો છે તેમ વસ્ત્ર, આહાર, શવ્યા, આસન આદિ પણ સાધકોને માટે મોક્ષમાર્ગનાં સાધનભૂત છે તેથી તે સાધનો પણ પૂજાને પાત્ર કેમ નહિ? અને તેને આપનાર ગૃહસ્થો પણ ઉપકારી કે પૂજ્ય કેમ નહિ? ભાષ્યકારભગવંત શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ અને ટીકાકાર મહર્ષિ મલ્લધારીશ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તે પ્રશ્નનો ઉત્તર આપતાં શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં મૂળ ગાથા ૨૯૪૮ તથા તેની ટીકામાં ફરમાવે છે કે जं पचासनतरं, कारणमेगंतियं च नाणाई । मग्गो तदायारो, सयं च मग्गो त्ति ते पुजा ॥१॥ અર્થ -પરંપરાએ જ્ઞાનાદિ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગમાં ઉપયોગ કેવળ વસ્ત્રાદિ કે તેને આપનાર ગૃહસ્થાદિ જ ઉપકારી છે એમ નહિ, એક યા બીજા પ્રકારે ત્રણે જગત ઉપકારી છે. પરંતુ તે બધાં દૂરદૂરનાં કારણ છે, એટલું જ નહિ પણ તે અનેકાંતિક એટલે કારણ બને કે ન પણ બને એવાં છે. સૌથી નજીકનું અને અવશ્ય ફળ આપનારું કારણ તો રત્નત્રય જ છે. તેને આપનારા અરિહંતો છે તેથી તે માર્ગ અને તેને આપનારા અરિહંતભગવંતો ખરેખરા ઉપકારી અને પૂજ્ય છે. વસ્ત્રાદિ સાધનો અને ગૃહસ્થાદિ તો અરિહંતભગવંતોથી પ્રાપ્ત થયેલાં જ્ઞાનાદિ રત્નત્રયને સંભવિત ઉપકાર કરનારાં છે, તેથી પૂજ્યત્વની કક્ષામાં આવતાં નથી. એટલું જ નહિ પરંતુ એથી પૂજ્ય વસ્તુઓની ઈયત્તા (મર્યાદા)ન રહેવાથી અનવસ્થા દોષ પણ પ્રાપ્ત થાય છે. તે ઉપરાંત વિશેષ કારણ તો તે છે કે અરિહંતભગવંતો કેવળ માર્ગ દર્શાવનાર જ નહિ, સ્વયં માર્ગરૂપ પણ છે અરિહંતોના દર્શન માત્રથી પણ ભવ્યજંતુઓને મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. ઉપદેશથી જેમ અરિહંતો મોક્ષમાર્ગને આપનારા થાય છે, તેમ ઉપદેશ સિવાય તેમનાં દર્શન, પૂજન, સ્તવન અને ધ્યાનાદિથી પણ મોક્ષ અને મોક્ષમાર્ગની પ્રાપ્તિ કરાવનારા થાય છે, એ અરિહંત ભગવંતોની વિશેષતા છે. કહ્યું છે કે नामाकृतिद्रव्यभावैः, पुनतस्त्रिजगज्जनम् । क्षेत्रे काले च सर्वस्मिन्नर्हतः समुपास्महे ॥१॥ અર્થ-નમ વડે, આકૃતિ વડે, દ્રવ્ય વડે અને ભાવ વડે ત્રણ જગતને પવિત્ર કરનારા સર્વક્ષેત્રના અને સર્વકાળના શ્રી અરિહંતોની અમે ઉપાસના કરીએ છીએ. (૧) સત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ NR Page #185 -------------------------------------------------------------------------- ________________ અરિહંતભગવંતો ઉપદેશ વડે જ મોક્ષના અને મોક્ષ માર્ગના દાતાર છે' એવો એકાંત નિયમ જિનશાસનમાં નથી. ઉપદેશ વડે, આજ્ઞાપાલન વડે, જેમ અરિહંતભગવંતો મોક્ષ અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત છે, તેમ તેમનાં નામસ્મરણાદિ, કે આકૃતિના દર્શનાદિ વડે પણ ક્લિષ્ટકર્મનો ક્ષય કરાવી મોક્ષની અને તેના માર્ગની પ્રાપ્તિના હેતુભૂત બને છે. અરિહંતભગવંતોનું નામ અને રૂપ જેમ કર્મનો ક્ષયોપશમ કરાવનાર અને માર્ગ પમાડનાર છે તેમ તેમનાં દ્રવ્ય અને ભાવ પણ અંતરાયાદિ કર્મોને હઠાવનાર અને જ્ઞાનાદિ ગુણોને પ્રગટાવનાર થાય છે. અહીં દ્રવ્ય એટલે તેઓની પૂર્વોત્તર અવસ્થાઓ, તેનું શ્રવણ, મનન, ચિન્તન, ભાવ એટલે સમવરણસ્થ ધર્મોપદેશ વખતની ચતુર્મુખ અવસ્થા, તેનું ધ્યાન, નમન, પૂજન વગેરે સમજવું. અરિહંતભગવંતોની એવી એક પણ અવસ્થા નથી કે જેનું ધ્યાન, ચિન્તન કે મન આદિ ભવ્યજીવોને મોક્ષની, મોક્ષમાર્ગની કે બોધિબીજની પ્રાપ્તિનો હેતુ ન બને. એમ માર્ગપ્રાપ્તિનું અસાધારણ કારણ હોવાથી અને સ્વયં પણ માર્ગ સ્વરૂપ હોવાથી અરિહંતભગવંતો ઉપકારી છે, પૂજ્ય છે અને તે કારણે મોક્ષના અર્થી જીવોને નમસ્કરણીય છે. કહ્યું છે કે તારું ધ્યાન જે સમકિતરૂપ, તેથી જ જ્ઞાનને ચારિત્ર તેહ જ છે જી. તેહથી જાયે સઘળાં હો પાપ, ધ્યાતા રે ધ્યેય સ્વરૂપ હોવે પછે જી. નમસ્કાર મહામંત્રનો ઉપકાર-(૨). અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચ પરમેષ્ઠિઓને કરવામાં આવતો નમસ્કાર મંગળનો હેતુ ક્યારે બને એનો ખ્યાલ ન હોય તો રોજ અનેકવાર નમસ્કાર કરવા કે ગણવા છતાં અધ્યવસાયોની વિશુદ્ધિ ન થાય અને તે ભાવમંગળનો હેતુ ન બને એમ પણ બનવા જોગ છે. શાસ્ત્રમાં કહ્યું છે કે foધાન વર્ષ, મને તીવ્રવિપાવવત્ ! ” અર્થાત્ પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા, તે વડે કરાયેલું કર્મ તીવ્રવિપાક એટલે ઉત્કટ ફળને આપનારું થાય છે. એથી વિપરીત રીતે અર્થાત્ એકાગ્રતા કે તન્મયતા વિના કરાતું એવું કર્મ મંદવિપાકવાળું કે શૂન્યફળવાળું પણ થાય છે. આથી સમજાશે કે કર્મનું જેટલું મહત્ત્વ છે, તેટલું જ બલ્ક તેથી પણ અધિક મહત્ત્વ તેની પાછળ રહેલી એકાગ્રતાનું છે, પણ આ એકાગ્રતા લાવવી શી રીતે ? કેવળ ઈચ્છામાત્રથી કાર્યસિદ્ધિ થતી નથી અથવા એકાગ્રતા જરૂરી છે એટલું સમજવા માત્રથી પણ એકાગ્રતા આવતી નથી. એકાગ્રતા લાવવા માટે રસ (Interest) જોઈએ અને રસ તેમાં જ આવી શકે કે જેમાં આપણો કાંઈ સ્વાર્થ સરતો હોય. અરિહંતના નમસ્કાર વડે આપણો કોઈ સ્વાર્થ સરતો દેખાય તો જ તેમાં રસ આવી શકે છે. એ સ્વાર્થ શું છે? તેને શ્રી ભદ્રબાહુસ્વામીજી નમસ્કારનિર્યુક્તિની એક ગાથા વડે સ્પષ્ટ કરી આપે છે જે આપણે ઉપર જોઈ આવ્યા. તેમાં કહ્યું છે કે અરિહંતભગવંતને નમસ્કાર કરવા વડે હું “માર્ગ ને ચાહું છું. સિદ્ધભગવંતના નમસ્કાર વડે હું અવિપ્રણાશ”ને ચાહું છું. આચાર્યભગવંતના નમસ્કાર વડે “આચાર'ને ચાહું છું. ઉપાધ્યાયભગવંતના નમસ્કાર વડે હું ‘વિનય' ને ચાહું છું અને સાધુભગવંતને નમસ્કાર કરવા વડે હું “સહાય'ને ઈચ્છું છું. માર્ગ', અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ વસ્તુઓ મુખ્યપણે પરમેષ્ઠિને નમસ્કાર કરવા વડે મને પ્રાપ્ત થઈ શકે છે, બીજા કોઈ પણ ઉપાયથી તે પ્રાપ્ત થઈ શકે તેમ નથી, તેથી જ હું એ પાંચને જ નમસ્કાર કરું છું.' આવો પૂ. આ. શ્રી ભદ્રબાહુસ્વામીજીનો દઢ સંકલ્પ છે. તેથી તેઓ કહે છે કેપંવિદનમોવા, મિટિં દેહિં !' અર્થાત્ એ પાંચ હેતુઓથી હું પાંચ પ્રકારનો નમસ્કાર કરું છું. મહામંત્રનો ઉપકાર ૧૪૩ Page #186 -------------------------------------------------------------------------- ________________ માર્ગ ' હેતુનો વિચાર આપણે ઉપર કરી આવ્યા છીએ. બીજા “અવિપ્રાણશ” હેતુનો વિચાર હવે કરવાનો સિદ્ધભગવંતોને નમસ્કાર કરતી વખતે એકાગ્રતા લાવવામાં મુખ્ય હેતુ સિદ્ધ ભગવંતોની “અવિનાશિતા'નો ખ્યાલ છે. એ અવિનાશિતાનો વિચાર એમ સૂચવે છે કે અરિહંત પદવીને અંત છે, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ અવસ્થાઓને પણ અંત છે, માત્ર એક જ સિદ્ધ અવસ્થા જ એવી છે કે જેના ઉપર કાળની ફાળ નથી, દેવ, દેવેન્દ્ર, ચક્રવતી કે અહમિન્દ્રનાં પદોને અને સુખોને અંત છે, કિન્તુ સિદ્ધભગવંતોનાં સુખને અંત નથી. સાદિ-અનંતકાળ સુધી અવ્યાબાધપણે એકમાત્ર સિદ્ધનાં સુખનો જ ઉપભોગ થઈ શકે તેમ છે. પૂજ્ય ઉપાધ્યાયભગવંત શ્રી યશોવિજયજી મહારાજ આઠમી યોગદષ્ટિના વર્ણનમાં ફરમાવે છે કે “સર્વ શત્રુ ક્ષય સર્વ વ્યાધિલય, પૂરણ સર્વ સમીતાજી; સર્વ અર્થ યોગે સુખ તેહથી, અનંતગુણ નિરીહાજી' (૧) અર્થાત્ સર્વ શત્રુઓનો ક્ષય થવાથી, સર્વ વ્યાધિઓનો વિલય થવાથી, સર્વ ઈચ્છાઓ પૂર્ણ થવાથી અને સર્વ પદાર્થોનો સંયોગ થવાથી સંસારી જીવને જે સુખ થાય તેથી અનંતગણું સુખ એક સિદ્ધભગવંતને હોય છે અને તેનો કદી અંત આવતો નથી. સુખની આ સ્થિતિ સિદ્ધભગવંત સિવાય બીજા કોઈને પ્રાપ્ત થતી નથી. તેથી તેવા અવિનાશી સુખના અર્થી આત્માઓને માટે સિદ્ધભગવંતનો નમસ્કાર પરમ ઉપાદેય છે. અવિનાશીપણાના પ્રણિધાનથી સિદ્ધભગવંતને થતો નમસ્કાર તન્મયતાને લાવી આપે છે અને એ તન્મયતા નમસ્કારને ભાવનમસ્કાર બનાવે છે. આ ભાવનમસ્કાર જ પરમાર્થ મંગળ છે. પરમાર્થમંગળ એ વસ્તુતઃ આત્માના શુભ અધ્યવસાયોને છોડીને બીજું કાંઈ જ નથી. અવિનાશી ગુણના પ્રણિધાન વડે સિદ્ધભગવંતોને કરેલો નમસ્કાર શુભ અધ્યવસાયને જગાડનારો થાય છે તેથી તે ભાવમંગળ છે. ભાવમંગળ એટલે નિશ્ચયથી મંગળ. મંગળનું કાર્ય અનિષ્ટનું નિવારણ અને ઈષ્ટનો લાભ કરવાનું છે તે જેનાથી થાય કે ન થાય તે દ્રવ્યમંગળ અને જેનાથી અવશ્ય થાય તે ભાવમંગળ છે. સમ્યગ્દષ્ટિને મન સમગ્ર સંસાર અનિષ્ટ છે, એક મુક્તિનું સુખ જ ઈષ્ટ છે. તેની અવશ્ય સિદ્ધિ સિદ્ધભગવંતના નમસ્કારથી ત્યારે થાય કે જ્યારે તે પ્રણિધાનપૂર્વક કરવામાં આવે. એ પ્રણિધાનને લાવવા માટે નમસ્કારની કે બીજી કોઈપણ ક્રિયાની પાછળ પ્રશસ્ત હેતુ જોઈએ, તો જ પ્રણિધાન આવી શકે. તેથી શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુસ્વામીજી તે હેતુઓને જ અહીં નમસ્કારની પાછળ પ્રધાન હેતુ તરીકે સ્થાન આપે અરિહંત નમસ્કારની પાછળ માર્ગ ' હેતુ પ્રધાન છે, તો સિદ્ધનમસ્કારની પાછળ “અવિનાશ ' હેતુ પ્રધાન છે, એથી એ પણ સિદ્ધ થાય છે કે બીજા ગૌણ હેતુઓ અનેક સંભવે છે. જેમ જેમ તે હેતુઓનું પ્રણિધાન વધતું જાય છે તેમ તેમ નમસ્કારની ભાવરૂપતા-પરમાર્થ મંગળમયતા વધતી જાય છે. ગૌણ હેતુઓમાં અરિહંતભગવંતનો “શબ્દ” અને સિદ્ધભગવંતનું “રૂપ” કહી શકાય. અરિહંતભગવંતનું “ઔદાર્ય ” અને સિદ્ધભગવંતનું દાક્ષિણ્ય કહી શકાય. અરિહંતભગવંતનો ઉપશમ અને સિદ્ધભગવંતનો “સંવેગ” કહી શકાય. એ રીતે અરિહંતની “મૈત્રી અને સિદ્ધભગવંતનું માધ્યસ્થ,” અરિહંતભગવંતની “અહિંસા અને સિદ્ધભગવંતનું સત્ય” વગેરે પણ કહી શકાય. એ રીતે અનંત અનંત ગુણોમાંથી એકેક ગુણને જુદો જુદો લઈને તેના પ્રણિધાનપૂર્વક અરિહંત, સિદ્ધ વગેરે પરમપંચપરમેષ્ઠિઓને નમસ્કાર કરવાનો અભ્યાસ પાડવામાં આવે તો એકાગ્રતા વધી જાય. શાસ્ત્ર ફરમાવેલું ૧૪૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #187 -------------------------------------------------------------------------- ________________ તચ્ચિત્ત, તન્મય, તલ્લેશ્ય, તદધ્યવસાય, તત્તવાધ્યવસાન વગેરે વિશેષણોવાળું ચિત્ત બની જાય. સાથે જ કાચી માટીના કુંભમાં ભરેલા જળના દષ્ટાંતે અશુભકર્મોનો સમૂળ ક્ષય થઈ જાય અને સર્વ શુભમંગળો સુલભ બની જય. આ છે પંચપરમેષ્ઠિભગવંતના ભાવ નમસ્કારની પ્રાપ્તિનો સરળમાં સરળ ઉપાય. ભવ્ય આત્માઓ તેનો આદર કરી સર્વોત્તમ આત્મકલ્યાણ સાધો. નમસ્કારમહામંત્રનો ઉપકાર (૩) ઉપર આપણે જોઈ આવ્યા કે પ્રણિધાનપૂર્વક કરાયેલું કર્મ ઉત્કટ ફળને આપનારું થાય છે. તે પ્રણિધાન એટલે ચિત્તની એકાગ્રતા. એકાગ્રતાનો બીજો પર્યાય તન્મયતા છે. તન્મયતા કે એકાગ્રતા લાવવાનો ઉપાય ક્રિયામાં રસ પેદા કરવો તે છે અને રસ તે જ ક્રિયામાં ઉત્પન્ન થઈ શકે કે જે ક્રિયા કરવાથી કરનારને ઉત્તમ લાભની સંભાવના હોય. પરમેષ્ઠિનમસ્કારથી જીવને શું લાભ થાય છે અથવા કઈ વસ્તુના લાભ માટે પરમેષ્ઠિનમસ્કાર કરવાનો છે એ સંબંધી જ્ઞાન જેટલું સ્પષ્ટ તેટલો નમસ્કારની ક્રિયામાં રસ અધિક પેદા થઈ શકે છે. શ્રુતકેવલીભગવત શ્રી ભદ્રબાહુસ્વામીજીના શબ્દોમાં આપણે જોઈ આવ્યા કે પ્રથમ પરમેષ્ઠિ શ્રી અરિહંત પરમાત્માના નમસ્કારથી જીવને “માર્ગની પ્રાપ્તિ થાય છે, અથવા “માર્ગ' હેતુ માટે શ્રી અરિહંતપરમાત્માને નમસ્કાર કરવો જોઈએ. આ “માર્ગ” એટલે ભાવમાર્ગ અર્થાતુ રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ જાણવો. કહ્યું છે કે- “ સ ર્જનજ્ઞાનવારિત્રાિ મોક્ષમા: | ' અર્થાત્ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ રત્નત્રય જ મોક્ષમાર્ગ છે. અરિહંતનમસ્કાર વડે રત્નત્રયરૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. અરિહંતનમસ્કાર એ જ નિશ્ચયથી રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગ છે. અરિહંતનમસ્કાર વખતે થતી અરિહંતપદની ધારણા' સમ્યગ્દર્શનગુણની શુદ્ધિ કરે છે અરિહંતપદનું ધ્યાન” સમ્યજ્ઞાનગુણની શુદ્ધિ કરે છે અને અરિહંતપદની “તન્મયતા’ સમ્યારિત્રગુણની શુદ્ધિ કરે છે. દર્શનગુણ સમ્યકતત્ત્વરુચિરૂપ છે, જ્ઞાનગુણ સમ્યકતત્ત્વબોધરૂપ છે અને ચારિત્રગુણ સમ્યકતત્ત્વપરિણતિરૂપ છે. અરિહંતપદના નમસ્કાર વડે ધારણા અરિહંત' પદની બંધાય છે, ધ્યાન અરિહંતપદનું થાય છે અને તન્મયતા' અરિહંતપદની સધાય છે. પુનઃ પુનઃ નમસ્કાર વડે જેમ જેમ અરિહંતપદની ધારણા વધતી જાય છે, તેમ તેમ જીવનો સમ્યકતત્ત્વપરિણતિરૂપ ચારિત્રગુણ પ્રગટ થતો જાય છે. અરિહંતને નમસ્કાર કરતી વખતે જ અરિહંતપદ સંબંધી ધારણા, ધ્યાન તથા તન્મયતા સધાય છે અને તેના પરિણામે થતી જીવનશુદ્ધિ તથા પુણ્યવૃદ્ધિ વડે ઉત્તરોત્તર રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થતી જાય છે. આ બધું થવાની પાછળ હેતુ શુદ્ધપ્રણિધાન છે. પ્રણિધાન કહો કે એકાગ્રતા કહો, તે થવાની પાછળ હેતુ “માર્ગનું લક્ષ્ય છે. સાધ્યના લક્ષ્યપૂર્વક થતી ક્રિયા કેવળ ક્રિયા જ નથી કિન્તુ રસપૂર્વકની ક્રિયા છે. ક્રિયાની પાછળ રસ ભળવાથી તે ક્રિયા કેવળ કાયવાસિત કે વાવાસિત ન રહેતાં મનોવાસિત પણ બને છે. એ રીતે મન, વચન અને કાયા ત્રણેયથી વાસિત થયેલી નમસ્કારની ક્રિયાને જ શાસ્ત્રોમાં “નમસ્કાર પદાર્થ' કહ્યો છે. શ્રી નમસ્કાર નિર્યુક્તિમાં શ્રીમદ્ ભદ્રબાહુસ્વામીજી ફરમાવે છે કે" मणसा गुणपरिणामो, वाया गुणभासणं च पंचण्हं । कारण संपणामो, एस पयत्थो नमुक्कारो ॥१॥" અર્થ - મન વડે આત્માનું પંચપરમેષ્ઠિના ગુણોમાં પરિણમન, વચન વડે તેમના ગુણોનું કીર્તન અને કાયા વડે તેમને સમ્યવિધિયુક્ત પ્રણામ એ નમસ્કારનો પદાર્થ છે અર્થાત્ નમસ્કારપદનો એ ખરો અર્થ છે. સાચો નમસ્કાર થવા માટે કાયાથી પ્રણામ અને વાણીથી ગુણોના ઉચ્ચારણની સાથે મનનું પરમેષ્ઠિના મહામંત્રનો ઉપકાર ૧૪૫ Page #188 -------------------------------------------------------------------------- ________________ ગુણોમાં પરિણમન પણ આવશ્યક છે. એ પરિણમન પરમેષ્ઠિ નમસ્કારની પાછળ રહેલા હેતુઓનું શુદ્ધ ચિંતન કરવાથી થાય છે. અરિહંતભગવંતના નમસ્કારની પાછળ જેમ “માર્ગ' હેતુ છે, તેમ સિદ્ધ ભગવંતના નમસ્કારની પાછળ અવિનાશ” હેતુ છે. સંસારની સર્વ વસ્તુઓ વિનાશી છે. એક સિદ્ધપદ જ અવિનાશી છે. અવિનાશીપદની સિદ્ધિ માટે થતો સિદ્ધભગવંતનો નમસ્કાર એ હેતુપૂર્વકનો નમસ્કાર છે, તેથી તે ભાવનમસ્કાર બને છે. કોઈપણ ક્રિયાને ભાવક્રિયા બનાવવા માટે શાસ્ત્ર ચિત્તને આઠ પ્રકારનાં વિશેષણોથી વિશિષ્ટ બનાવવાનું ફરમાન કર્યું છે. તે વિશેષણોને સમજવાથી આપણી ક્રિયા ભાવક્રિયા છે કે નહિ તે સમજી શકાય છે. સાથે જ તે ભાવક્રિયા ન હોય તો તેને ભાવક્રિયા કેમ બનાવાય તેનું જ્ઞાન મળે છે. શ્રી અનુયોગદ્ધારસૂત્રમાં ભાવક્રિયાનું લક્ષણ બતાવતાં ફરમાવ્યું છે 'जणं समणे वा, समणी वा, सावए वा, साविया वा, तच्चित्ते, तम्मणे, तल्लेसे, तदज्झवसिए, तत्तिव्वज्झवसाणे, तदट्ठोवउत्ते, तदप्पिअकरणे, तब्भावणाभाविए, अन्नत्थ कत्थइ मणं अकरेमाणे उभओकालं સાવરૂવું . ' અર્થ - સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા ઉભયકાળ આવશ્યકને કરે. કેવી રીતે? તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્યા, તદ્અધ્યવસાય, તત્તીવ-અધ્યવસાન, તદ્અર્થોપયુક્ત, તર્પિતકરણ અને તભાવનાથી ભાવિત થઈને અન્યત્ર કોઈ પણ સ્થાને મનને કર્યા વિના કરે એવી ક્રિયા ભાવક્રિયા છે અને એ રીતે થતું આવશ્યક એ ભાવ આવશ્યક છે. અહીં સામાન્ય ઉપયોગને તચિત્ત કહે છે, વિશેષ ઉપયોગને તન્મન કહે છે, ઉપયોગની વિશુદ્ધિને તલ્લેશ્યા કહે છે, જેવો ભાવ તેવો જ ભાવિતસ્વર જ્યારે બને, ત્યારે વેશ્યાની વિશુદ્ધિ થઈ ગણાય છે. જેવો સ્વર તેવું જ ધ્યાન બને ત્યારે ચિત્ત તદધ્યવસિત અને તેવું જ તીવ્ર-અધ્યવસાનવાળું બન્યું ગણાય છે. તઅર્પિતકરણ, તઅર્થોપયુક્ત અને તભાવનાભાવિત, એ ચિત્તનાં ત્રણ વિશેષણો ચિત્તની વધતી જતી એકાગ્રતાને સૂચવે છે. | સર્વકરણો એટલે મન, વચન અને કાયા તથા કરણ, કરાવણ અને અનુમોદન તે વડે યુક્ત ચિત્ત, અર્થ, ભાવાર્થ અને રહસ્યાર્થમાં ઉપયોગયુક્ત ચિત્ત અને એ ત્રણેયની ભાવનાથી ભાવિત અંતઃકરણ બને ત્યારે આવશ્યકાદિ ક્રિયા ભાવક્રિયા કહેવાય છે. નમસ્કારની ક્રિયાને પણ ભાવક્રિયા બનાવવી હોય તો ચિત્ત અથવા અંતઃકરણને ઉપર્યુક્ત વિશેષણોથી વિશિષ્ટ બનાવવું જોઈએ. અંતઃકરણ વિશેષણોથી વિશિષ્ટ ત્યારે જ બને કે જ્યારે નમસ્કારની ક્રિયા હેતુપુર સર બને અર્થાત્ ક્રિયા પાછળના હેતુઓનું સ્પષ્ટ જ્ઞાન અને લક્ષ્ય હોય. શ્રી અરિહંતના અને શ્રી સિદ્ધના નમસ્કારના હેતુઓનું જ્ઞાન થયા પછી શ્રી આચાર્યનમસ્કારની પાછળ રહેલા હેતુનું જ્ઞાન જરૂરી છે. તે હેતુ “આચાર' પ્રધાન છે. આચાર્યનો આચાર પાંચ પ્રકારનો અથવા છત્રીસ પ્રકારનો અથવા એકસોને આઠ પ્રકારનો છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ પાંચ આત્માના મુખ્ય ગુણો છે તેને પ્રકટ કરવા માટેના પાંચ આચારો અનુક્રમે જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, અને વીર્યાચાર એ નામથી ઓળખાય છે. તેમાં જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારના આઠ-આઠ પ્રકારો છે અને તપાચારના બાર પ્રકારો છે. આ રીતે આચારના છત્રીસ પ્રકારના આચારોને ત્રણ પ્રકારના વીર્યાચાર વડે ગુણવાથી એકસોને આઠ પ્રકારના આચારો થાય છે, એનું વિસ્તૃત વિવેચન શ્રી આવશ્યકસૂત્ર અને તેની ટીકા વગેરેમાં આપેલું છે. એ સર્વ આચારોના જ્ઞાનમાં અને પાલનમાં કુશળ હોય તે ત્રીજા પદે પ્રતિષ્ઠિત ભાવ આચાર્ય છે. ઉપાધ્યાયભગવંત અને સાધુભગવંત પણ આ સર્વ આચારથી પૂર્ણ હોય છે, પરંતુ તેઓ આચાર્યભગવંતની આજ્ઞા વડે પ્રેરાયેલા હોવાથી ગૌણ છે. પંચાચારના પાલક અને પ્રવર્તક મુખ્યતયા આચાર્યભગવંત જ કહેવાય છે. આચાર્ય નમસ્કારની પાછળ આચાર્યભગવંતોના આ આચારગુણનું પ્રણિધાન હોવું જોઈએ. ૧૪૬ તા ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #189 -------------------------------------------------------------------------- ________________ પાંચ વિષયોથી મુંઝાયેલા વિશ્વમાં પાંચ પરમેષ્ઠિઓમાં રહેલા સર્વશ્રેષ્ઠ પાંચ વિષયોને અલગ પાડીને, તે તે વિષયોના પ્રણિધાનપૂર્વક પાંચ પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે તોપણ તે નમસ્કાર ભાવનમસ્કાર બની શકે છે. પાંચ વિષયોમાં મુખ્ય વિષય શબ્દ છે અને શબ્દમાં સર્વ શ્રેષ્ઠ શબ્દ એક શ્રી અરિહંત પરમાત્માઓનો છે. સમવસરણમાં બિરાજમાન થઈ અરિહંતભગવંતો જ્યારે ધર્મદેશના આપે છે, ત્યારે તેમનો શબ્દ-ધ્વનિ આષાઢી મેઘની ગર્જનાથી પણ અધિક મધુર અને ગંભીર હોય છે. અથવા જાણે મંથન થતા સમુદ્રનો ધ્વનિ ન હોય તેમ પ્રભુના મુખમાંથી નીકળતા શબ્દનો ધ્વનિ શ્રોતાઓના ચિત્તના સંતાપને હરનારો થાય છે. વિષયરૂપી વિષના આકર્ષણને ટાળનારો થાય છે. શ્રી અરિહંતના શબ્દની જેમ સિદ્ધોનું રૂપ અને તેનું પ્રણિધાન ત્રણે લોકમાં રહેલા સર્વ પ્રકારના રૂપની સુંદરતાના મિથ્યા આકર્ષણને હરનારું થાય છે. અહીં શંકા થાય કે સિદ્ધને વળી રૂપ કેવું? અશરીરી સિદ્ધભગવંતોને શરીર નથી તો પછી રૂપ તો હોય જ ક્યાંથી? પણ અહીં રૂપ શબ્દનો અર્થ શરીરનું રૂપ ન લેતાં આત્માનું રૂપ લેવું જોઈએ. વળી શરીરનું પણ રૂપ કે સૌંદર્ય અંતે તો આત્માના રૂપને આભારી છે. જીવરહિત શરીરનું રૂપ, રૂપ ગણાતું નથી. શરીરમાં જીવ હોય ત્યાં સુધી શરીરનું રૂપ આકર્ષે છે, એટલે સંસારી જીવના દેહનું સૌંદર્ય પણ વસ્તુતઃ શરીરની અંદર રહેલા ચેતનની ચેતનાના સૌંદર્યની સાથે સંબંધ રાખે છે. સિદ્ધભગવંત અશરીરી છે, તેથી તેમનું રૂપ અને સૌંદર્ય સર્વ સંસારી જીવોના શરીરનાં રૂપ અને સૌંદર્યથી વિલક્ષણ છે. એ રૂપ દેહનું નથી તોપણ દેહમાં રૂપ કે જે ચેતનની હયાતીના કારણે છે તે ચેતનનું છે, તેથી તે સર્વશ્રેષ્ઠ અને સર્વાધિક છે. સિદ્ધનું રૂપ સર્વ રૂપોથી ચઢિયાતું છે, તેથી તેનું ધ્યાન અન્ય સર્વ રૂપી પદાર્થોના રૂપના અયોગ્ય આકર્ષણને પળવારમાં વિખેરી નાખે છે તેવી રીતે આચાર્યભગવંતના આચારની ગંધ, શીલની સુગંધ સર્વ લૌકિક સુગંધી પદાર્થોની સુગંધના અયોગ્ય આકર્ષણને ટાળી દે છે. જીવને શબ્દ વગેરે વિષયોની વાસના અનાદિ કાળની છે તે વાસનાને નષ્ટ કરવા માટે એક બાજુ તે વિષયોની વિરસતાનું ચિત્તન અને બીજી બાજુ પરિણામે સુંદર એવા વિષયોની સુંદરતાનું પ્રણિધાન અતિ આવશ્યક છે. ગંધની વાસનાને નિર્મૂળ કરવા માટે આચાર્યોના ભાવઆચારોની સુવાસનું-પંચાચારના પાલનથી ઉત્પન્ન થતી શીલરૂપી સુગંધનું પ્રણિધાન ઉત્તમ પ્રણિધાનની ગરજ સારે છે. શ્રી અરિહંતોનો ગંભીર ધ્વનિ, શ્રી સિદ્ધોનું અવિનાશી રૂપ અને શ્રી આચાર્યોના સદાચારની સુવાસ આપણે જોઈ આવ્યા હવે શ્રી ઉપાધ્યાયોના સ્વાધ્યાયનો રસ તથા શ્રી સાધુઓની નિર્મળ કાયાનો સ્પર્શ તથા બંનેનું પ્રણિધાન નમસ્કારની ક્રિયાને ભાવક્રિયામાં કેવી રીતે પલટાવે છે તે જોઈશું. નમસ્કારમહામંત્રનો ઉપકાર (૪) શ્રુતકેવલીભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીજી ફરમાવે છે કે-માર્ગ, અવિપ્રણાશ, આચાર, વિનય અને સહાય એ પાંચ હેતુઓ માટે હું શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નમસ્કાર કરું છું. હેતુપૂર્વકની ક્રિયા ફલવતી છે, હેતુ કે સંકલ્પ વિહીન કર્મ ફળતું નથી. નમસ્કાર કરવાની પાછળ પાંચ પ્રકારના હેતુઓ શ્રુતકેવળીભગવંત શ્રી ભદ્રબાહુ સ્વામીએ શ્રી નમસ્કારની નિયુક્તિ કરતાં ફરમાવ્યા છે. આ પાંચ હેતુઓ તો માત્ર ઉપલક્ષણ છે. “માર્ગ હેતુ માટે જ શ્રી અરિહંતને નમવાનું છે એમ નથી, પણ જેવી રીતે અરિહંતો માગપદેશક છે તેથી નમસ્કારને પાત્ર છે, તેવી રીતે તેઓ ઔદાર્યાદિ અનંત ગુણોથી અલંકૃત છે માટે પણ નમસ્કરણીય છે. પાંચ હેતુ બતાવીને પાંચની સંખ્યાનો નિયમ નથી કર્યો, પણ ક્રિયાને ફલવતી બનાવવા માટે તે હેતુપૂર્વક કરવી જોઈએ એ નિયમ દર્શાવ્યો છે. તે હેતુ તરીકે શ્રી અરિહંતોની માર્ગોપદેશકતા, અરિહંતોનું અનુપમ ઔદાર્ય, અરિહંતોનો અનુપમ ઉપશમ, અનુપમ મૈત્રીભાવ, અનુપમ અહિંસા વગેરે કોઈપણ ગુણ લેવાય. અરિહંતોમાં રહેલી કોઈપણ વિશેષતાને આગળ મહામંત્રનો ઉપકાર ( ૧૪૭ NN Page #190 -------------------------------------------------------------------------- ________________ કરીને જ્યારે શ્રી અરિહંતને નમસ્કાર કરવામાં આવે ત્યારે નમસ્કાર પ્રણિધાનપૂર્વકનો બને છે, ચિત્તની એકાગ્રતા લાવનારો થાય છે. ચિત્તની એકાગ્રતા કદી પણ બળાત્કારે આવતી નથી અને કદાચ આવે તોપણ તે દીર્ઘકાળ ટકતી નથી. ચિત્તનો સ્વભાવ જ એવો છે કે તેને જેમાં રસ આવે તેમાં તે તુરંત જ સ્થિર થઈ જાય છે. શ્રી અરિહંતના નમસ્કારમાં ચિત્તને સ્થિર કરવું હોય તો અરિહંતમાં રહેલી કોઈ વિશેષતા કે જેમાં પોતાને રસ હોય તેને આગળ કરવી જોઈએ, તેની સામે લક્ષ્ય કેન્દ્રિત કરવું જોઈએ. એ કરતાંની સાથે જ ચિત્તની લીનતા આવી જાય છે. લીનતા આવે તેની સાથે જ મંગળનું આગમન અને વિક્નોનું વિદારણ થઈ જાય છે. શ્રી નમસ્કારમંત્ર મંગળમય છે, સર્વ મંગળમાં પ્રધાન મંગળ છે, સર્વ પાપનો આત્યંતિક ક્ષય કરનાર છે, વગેરે વિશેષણો તો જ ચરિતાર્થ થાય કે જે તેના સ્મરણમાં, જાપમાં કે ધ્યાનમાં ચિત્ત લયલીન બને. એ લીનતા લાવવાનું એક સાધન શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓમાં રહેલી વિશેષતાઓનું પ્રણિધાન છે. શ્રી અરિહંત પરમાત્માઓમાં મોક્ષમાર્ગની આદ્ય પ્રકાશકતાની સાથે વિશુદ્ધ સમ્યગ્દર્શન છે અને એ સમ્યગ્દર્શન પામવાની જેટલી સામગ્રી જોઈએ તે બધી એક સામટી તેઓમાં એકત્ર થયેલી છે. શ્રી આઠ મહાપ્રાતિહાર્યોની પૂજા, સમવસરણની સમૃદ્ધિ, અતિશયવાળી ધર્મકથા, દેવોની પૂજા, પુણ્યનાં પ્રત્યક્ષ ફળ વગેરે અગણિત વસ્તુઓ તેને જોનાર, સાંભળનાર કે પરિચયમાં આવનાર પ્રત્યેક વ્યક્તિને અપૂર્વ શ્રદ્ધાવાન અને ધર્મ પ્રત્યે પરમ આદરવાન બનાવવાનું અચિત્ત્વ સામર્થ્ય ધરાવે છે. શ્રી અરિહંતોનું જ્ઞાન, શ્રી અરિહંતોનો વૈરાગ્ય, શ્રી અરિહંતોનો ધર્મ, શ્રી અરિહંતોનું ઐશ્વર્ય વગેરે એકેક વસ્તુ એવી છે કે તે તેનું પ્રણિધાન કરનાર આત્માના અંતઃકરણમાં સમ્યકત્વનો સૂર્ય પ્રગટાવે છે અને મિથ્યાત્વનું ઘોર અંધારું હંમેશ માટે દૂર કરી દે છે. નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે, નમસ્કારની ક્રિયામાં ચિત્તનો ભાવ જગાડી આપવા માટેની આ સરળમાં સરળ યુક્તિ છે. - શ્રી ષોડશક આદિ ગ્રન્થોમાં ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો કહ્યાં છેઃ તેમાંનું પહેલું લક્ષણ ઔદાર્ય અર્થાત્ કાર્પણ્યનો ત્યાગ છે, બીજું લક્ષણ ધૈર્ય અને ગાંભીર્યયુક્ત દાક્ષિણ્ય છે, ત્રીજું લક્ષણ ત્રણે કાળના પાપની જુગુપ્સા છે, ચોથું લક્ષણ નિર્મળ બોધ છે અને પાંચમું લક્ષણ જનપ્રિયત્ન છે. અરિહંતોનું અનુપમ ઔદાર્ય તેમની ધર્મસિદ્ધિને સૂચવે છે. વળી અરિહંતોમાં ક્ષાવિકભાવે સમ્યકત્વ ગુણ પ્રગટ્યો છે અને સમ્યકત્વનું પ્રથમ લક્ષણ ઉપશમ એટલે અપરાધી પ્રત્યે પણ ક્રોધનો અભાવ છે. વળી શ્રી અરિહંતોમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ એ સમ્યકત્વની ચારે ભાવનાઓ પરાકાષ્ઠાને પામેલી છે. વળી શ્રી અરિહંતોએ પ્રકાશનું લોકાલોકના સ્વરૂપનું જ્ઞાન અદ્વિતીય છે, વિશ્વમાં અજોડ છે. શ્રી અરિહંતોની અહિંસા સર્વલોકવ્યાપી છે, સમસ્ત જીવરાશિને આવરી લેનારી છે એ વગેરે ગુણોના પ્રણિધાનપૂર્વક થતો અરિહંતોનો નમસ્કાર ગુણબહુમાનના ભાવવાળો છે અને ગુણબહુમાનનો ભાવ અચિજ્ય શક્તિયુક્ત છે, એમ શાસ્ત્રો સાક્ષી પૂરે છે. કહ્યું છે કેभत्तीइ जिणवरिंदाणं, खिजंति पुव्वसंचिया कम्मा । गुणपगरिसबहुमाणो, कम्मवणदवाणलो जेण ॥१॥ અર્થ - જિનવરેન્દ્રોની ભક્તિ વડે પૂર્વ સંચિત કર્મો ક્ષયને પામે છે, કારણ કે ગુણપ્રકર્ષનું બહુમાન એક કર્મરૂપી વનને બાળવા માટે દાવાનળનું કામ કરે છે. શ્રી અરિહંતોની જેમ શ્રી સિદ્ધભગવંતના “અવિનાશિતા' આદિ ગુણોના પ્રણિધાનપૂર્વક થતો નમસ્કાર ગુણબહુમાનના ભાવવાળો બને છે, તેથી તે પણ અચિન્ત શક્તિયુક્ત અને કર્મવનને બાળવા માટે દાવાનળ તુલ્ય, બને છે. એ રીતે શ્રી આચાર્યને નમસ્કાર પણ જ્યારે આચાર્યમાં રહેલા ભાવાચાર, સરળતા, પાપજુગુપ્સા, IN ૧૪૮ 1 t s of આ ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #191 -------------------------------------------------------------------------- ________________ ભવનિર્વેદ, કાર્ય, ઔચિત્ય આદિ ગુણોના પ્રણિધાનપૂર્વક થાય છે ત્યારે તે ગુણ બહુમાનને પેદા કરનારો થાય છે અને તેથી અસંખ્ય ભવોનાં ઉપાર્જન કરેલાં કર્મોને બાળી નાખે છે. ઉપર આપણે શ્રી અરિહંતોનો સર્વશ્રેષ્ઠ શબ્દ-ધર્મોપદેશ, શ્રી સિદ્ધોનું સર્વરૂપોનું કારણ અને સંસારનાં સર્વ રૂપોથી ચઢિયાતું એવું અવિનાશી રૂપ, શ્રી આચાર્યોના આચાર અને તેના પાલનથી પ્રગટ થતી ભાવસુવાસ તે બધાના પ્રણિધાનપૂર્વક કરાતો નમસ્કાર ભાવનમસ્કાર બને છે એ વાત જોઈ આવ્યા. હવે શ્રી ઉપાધ્યાયભગવંતનો નમસ્કાર કેવી રીતે ભાવનમસ્કાર બને તે જોઈએ. શબ્દ, રૂપ અને ગંધ જેમ અનુક્રમે શ્રોત્ર, ચક્ષુ અને પ્રાણના વિષયો છે, તેમ રસ અને સ્પર્શ અનુક્રમે રસનેન્દ્રિય અને સ્પર્શનેન્દ્રિયના વિષયો છે અને તેનું આકર્ષણ જીવને અનાદિનું છે. તે ટાળવાના ઉપાય તરીકે અને તે દ્વારા ઉપાધ્યાયના નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે શ્રી ઉપાધ્યાયભગવંતોનો સ્વાધ્યાય અને તેથી ઉત્પન્ન થતો એક પ્રકારનો રસ, તે બન્નેનું પ્રણિધાન આવશ્યક છે. દ્વાદશાંગીરૂપ પ્રવચનનો સ્વાધ્યાય નિરંતર કરવો અને અન્યને કરાવવો એ શ્રી ઉપાધ્યાયભગવંતોનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય છે. વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારના સ્વાધ્યાયરૂપી ભાવરથ ઉપર આરૂઢ થયેલા ચોથા શ્રી ઉપાધ્યાયપરમેષ્ઠિઓ નિર્વિને શ્રી મુક્તિનગરી પ્રત્યે પ્રયાણ કરી રહ્યા છે. એ સ્વાધ્યાયનો રસ અતીન્દ્રિય તૃપ્તિને આપે છે કે જે તૃપ્તિ ષડ્રસયુક્ત ભોજનનો નિરંતર સ્વાદ કરનારને પણ કદી થતી નથી. રસનાના વિષયભૂત રસની તૃપ્તિને ઇચ્છતા, પરસનાં ભોજન કરનારા પુરુષની કહેવાતી તૃપ્તિ તો અતૃપ્તિને વધારનારી છે; જ્યારે નિત્ય શ્રી શ્રુ જ્ઞાનના અભ્યાસથી ઉપાધ્યાયભગવંતોને થતી તૃપ્તી તે અનાદિ વિષયની અતૃપ્તિને શમાવનારી છે અને અતીન્દ્રિય તૃપ્તિના નિરૂપમ આનંદને આપનારી છે. શાશ્વત એવા મોક્ષસુખના આસ્વાદની વાનગી સ્વરૂપ અતીન્દ્રિય તૃપ્તિનું પ્રણિધાન રસનેન્દ્રિયના વિષયરૂપ રસની અનાદિ તૃષ્ણાને શમાવીને પરંપરાએ મોક્ષના અતીન્દ્રિય અવ્યાબાધ સુખને મેળવી આપનારું થાય છે. આ રીતે થતો ભાવનમસ્કાર સર્વ પ્રકારનાં પુણ્યકાર્યોના સમૂહોમાં સ્વામી તુલ્ય બને છે. આ ભાવનમસ્કાર વિના અનંત વખત ગ્રહણ કરેલાં શ્રમણલિંગો, દ્રવ્યલિંગો બન્યાં છે અને તેની સાધના અકૃત-કૃત્ય રહી છે. કહ્યું છે કે यथा नक्षत्रमालायां, स्वामी पीयूषदीधितिः । तथा भावनमस्कारः सर्वस्यां पुण्यसंहतौ ॥ १ ॥ નીવેનાતત્યનિ, વિના બાવનમસ્કૃતિ હિતને વિમુનિ, જાચનશ ? ૨ | અર્થ- નક્ષત્રમાળામાં જેમ ચંદ્ર સર્વનો સ્વામી છે, તેમ સર્વ પ્રકારના પુણ્ય સમૂહમાં ભાવનમસ્કાર મુખ્ય છે. ભાવનમસ્કાર વિના જીવે અનંતવાર દ્રવ્યલિંગો લીધાં અને મૂક્યાં છતાં કાર્ય સિદ્ધિ થઈ નથી (૧-૨) કાર્યની સિદ્ધિ માટે નમસ્કાર જરૂરી છે અને તે ગુણબહુમાનના ભાવથી આવે છે, તેથી શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓના એક એક વિશિષ્ટ ગુણને પ્રધાન બનાવી તેના પ્રણિધાનપૂર્વક નમસ્કારનો અભ્યાસ પાડવો જરૂરી શ્રી ઉપાધ્યાયભગવંતના સ્વાધ્યાય રસની જેમ શ્રી સાધુભગવંતના સંયમ અને તપથી પવિત્ર થયેલા ગાત્રનો સ્પર્શ, ગુણનો અચિંત્ય પ્રભાવ અને તેના પ્રણિધાનનું સ્વરૂપ હવે જોઈએ. નમસ્કારમહામંત્રનો ઉપકાર (૫) શ્રી પંચપરમેષ્ઠિઓને કરવામાં આવતો નમસ્કાર ગમે તેવા પાપી અને અધમ જીવને પણ પવિત્ર અને ઉચ્ચ બનાવનાર છે. શ્રી અરિહંતપદે, શ્રી સિદ્ધપદે, શ્રી આચાર્યપદે, શ્રી ઉપાધ્યાયપદે અને શ્રી સાધુપદે રહેલા નિર્મળ આત્માઓ જગત ઉપર જે ઉપકાર કરે છે તેવા ઉપકારને બીજા કોઈ સ્થાને રહેલા આત્માઓ કરી શકતા નથી. દેવેન્દ્રો કે ચક્રવર્તીઓ, વાસુદેવો-પ્રતિવાસુદેવો કે બળદેવો, રાજા-મહારાજાઓ કે રાષ્ટ્રપતિઓ, વિશ્વની ભૌતિક સમૃદ્ધિના આ સર્વ અધિપતિઓનો ઉપકાર, આધ્યાત્મિક સમૃદ્ધિના સ્વામી અને ઈશ્વર એવા શ્રી પંચપરમેષ્ઠિઓના મહામંત્રનો ઉપકાર ૧૪૯ N Page #192 -------------------------------------------------------------------------- ________________ ઉપકારની આગળ નગણ્ય છે, તુચ્છ છે, તૃણ તુલ્ય છે અને એથી જ એ પરમેષ્ઠિઓને કરવામાં આવતો ભાવનમસ્કાર સર્વ પાપોનો સમૂળ નાશ કરવાને સમર્થ છે. શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓના આધ્યાત્મિક ઉપકારને જેમ જેમ સમજવામાં આવે છે, તેમ તેમ તેઓ પ્રત્યે વિશેષ બહુમાન પેદા થતું જાય છે. શ્રી અરિહંતોનો એ ઉપકાર માર્ગદેશકતાનો છે, શ્રી સિદ્ધોનો એ ઉપકાર અવિનાશિતાનો છે, શ્રી આચાર્યોનો એ ઉપકાર આચારસંપન્નતાનો છે, શ્રી ઉપાધ્યાયોનો એ ઉપકાર વિનયસંપન્નતાનો છે અને શ્રી સાધુ ભગવંતોનો એ ઉપકાર મુક્તિમાર્ગમાં સહાયદાયકતાનો છે. પ્રથમ ચાર ૫૨મેષ્ઠિઓના ઉપકારોનું યત્કિંચિત્ વર્ણન આપણે કર્યું. હવે પાંચમા પદે રહેલા સાધુભગવંતોનો વિશેષ ઉપકાર શું છે અને નમસ્કાર કરનાર ઉપર તે કેવી રીતે થાય છે, તે જોઈએ. શરીરમાં ઈન્દ્રિયો પાંચ છે, લોકમાં પરમેષ્ઠિભગવંતો પણ જાતિથી પાંચ છે. દરેક ઈન્દ્રિયનો એક એક વિષય છે અને તે વિષય પ્રત્યેનો અનુરાગ જીવને અનાદિ સિદ્ધ છે. ત્યારે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યેનો ભક્તિરાગ જીવને પ્રયત્નથી કેળવવાનો છે. વિષયો પ્રત્યેનો રાગ અને પરમેષ્ઠિ પ્રત્યેનો રાગ એક જ કાળે, એક જ ચિત્તમાં સંભવતો નથી. એક જડ છે તો બીજો ચેતન છે. જડના ધર્મો અને ચેતનના ધર્મો જુદા છે. શબ્દ, રૂપ, ૨સ, ગંધ, સ્પર્શ એ જડના ધર્મો છે. જ્ઞાન, દર્શન, સુખ, વીર્ય એ ચેતનના ધર્મો છે. જડના ધર્મો જેને ગમે તેને ચેતનના ધર્મો કેમ ગમે ? અને ચેતનના ધર્મો જેને ગમે તેને જડના ધર્મો કેમ ગમે ? અન્યોએ પણ કહ્યું છે કે, જ્યાં રામ ત્યાં કામ નહિ અને જ્યાં કામ ત્યાં રામ નહિ. અંધકાર અને પ્રકાશ એ બે એક જગ્યાએ કદી પણ રહી શકે નહિ, એવી રીતે એક જ ચિત્તમાં વિષયોનો રાગ અને પરમેષ્ઠિઓની ભક્તિ સમકાળે ટકી શકે નહિ, પ૨મેષ્ઠિઓ પ્રત્યે ભક્તિરાગ ઉત્પન્ન કરવો હોય તો વિષય પ્રત્યે વૈરાગ્ય કેળવવો જ રહ્યો. તે વૈરાગ્ય કેળવવાનો ઉપાય વિષયોની વિપાક વિરસતા અને વિનશ્વરતાનું વારંવાર ચિંતન કરવું તે છે. પરંતુ આ કાર્ય ધા૨વા જેટલું સહેલું નથી વારંવારના સુખાનુભવથી વિષયો પ્રત્યે કેળવાયેલી દૃઢરાગવાસના એટલી તો ઊંડી હોય છે કે તે ચિંતનમાત્રથી નાશ પામતી નથી. ઊલટું અનેકશઃ અભ્યાસથી કેળવેલી વૈરાગ્યભાવના એક જ વા૨ના વિષયસંસર્ગથી પણ ચાલી જતી અનુભવાય છે. વૈરાગ્યનો આ માર્ગ સામા પ્રવાહે તરવા બરોબર છે, તે માર્ગે સિદ્ધિ અનુભવનાર પુરુષ વિરલ હોય છે. અનેક જન્મના પુષ્કળ અભ્યાસના પરિણામે કોઈક જીવને જ્ઞાન અને વિચારના આ માર્ગે વૈરાગ્યની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. બીજો એક માર્ગ સરળ છે અને તે સામાન્ય મનુષ્યોથી પણ આચરી શકાય તેવો છે. મોટા ભાગના જીવો આ માર્ગે ચાલીને સહેલાઈથી સિદ્ધિને મેળવી શક્યા છે. આ માર્ગ વિષયો પ્રત્યે વૈરાગ્ય કેળવવાનો નથી પરંતુ વિષયો પ્રત્યેના રાગનું સ્થાન બદલવાનો છે. આ માર્ગમાં અનાદિસિદ્ધરાગવાસનાની સામે થવાને બદલે તેને અનુકૂળ વર્તન કરી સ્વાર્થ સાધી લેવાનો છે. સાદી ભાષામાં કહીએ તો લાડવો આપીને કલ્લી કાઢી લેવા જેવો આ સરળ માર્ગ છે. ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે જીવને જે સહજ અનુરાગ છે તેનું સ્થાન મોટે ભાગે કુત્સિત, બીભત્સ અને અપ્રશસ્ત હોય છે. જીવને કિન્નરીઓના મધુર શબ્દો ગમે છે, કામિનીઓનાં મનોહર રૂપ ગમે છે, સુવાસિત પદાર્થોની સુંદર ગંધ ગમે છે, સ્વાદિષ્ટ વસ્તુઓના મધુર રસો ગમે છે અને સુકુમાર પદાર્થોના કોમળ સ્પર્શ ગમે છે પરંતુ એ બધા ક્ષણવિપરિણામી હોય છે તેનાથી મળતું સુખ કેળના થડની જેમ અસાર હોય છે, તેથી જીવને તૃપ્તિ થતી નથી, અતૃપ્તિ વધે છે. તેનાથી મળતાં સુખોનો અનુભવ રાગવાસનાને ઘટાડવાને બદલે વધારે દૃઢ કરે છે. એ જ શબ્દ, રૂપ, ગંધ ૨સ અને સ્પર્શના સ્થાન અપ્રશસ્તના બદલે પ્રશસ્ત સ્વીકારવામાં આવે તો તેથી ૨ાગવાસના શિથિલ થાય છે, ચંચળતા મટે છે અને જીવને શાંતિ પ્રાપ્ત થાય છે. વિષયોનો રાગ જે વાસનાઓને ૧૫૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #193 -------------------------------------------------------------------------- ________________ વધારનારો થાય છે, તે જ રાગ જે પ્રશસ્ત સ્થાનો ઉપર કેળવવામાં આવે તો જ્ઞાન-દર્શન-ચારિત્રને વધારનારો થાય છે. રાગના સાધનને પણ વૈરાગ્યનાં સાધન બનાવવાની આ એક અપૂર્વ યુક્તિ છે. એ યુક્તિનો આશ્રય લઈને જ શાસ્ત્રકાર ભગવંતોએ તીવ્ર રાગ વાસનાવાળા ગૃહસ્થો માટે દ્રવ્યસ્તવનું વિધાન કર્યું છે. વિવિધ પ્રકારનાં દ્રવ્યો ઉપર રહેલી રાગ દ્વેષની વાસના એક એ ક્રમે નાશ કરી શકાય છે. પરમેષ્ઠિનમસ્કારને પણ ભાવનમસ્કાર બનાવવા માટે ભક્તિમાર્ગની આ સુંદર યોજના છે. શ્રી અરિંતભગવંતોની ધર્મદેશના અને તેમના મુખ કમળમાંથી નીકળતો આષાઢી મેઘના જેવો ગંભીર તથા ધીર ધ્વનિ એક એવા પ્રકારનો શબ્દ છે કે શબ્દનું શ્રવણ, મનન, ચિંતન, સ્મરણ અને ધ્યાન કરવાથી રાગના બદલે જ્ઞાન, અવિવેકના બદલે વિવેક તથા મૂચ્છના બદલે ત્યાગ વધે છે. એ જ ન્યાય શ્રી સિદ્ધિભગવંતોનાં રૂપને, શ્રી આચાર્યભગવંતોની શીલસુગંધને શ્રી ઉપાધ્યાયભગવંતોના સ્વાધ્યાયરસને તથા શ્રી સાધુભગવંતોના ગાત્રસ્પર્શને લાગુ પડે છે રાગના સાધનભૂત તે બધા વિષયો વૈરાગ્યના હેતુભૂત બની જાય છે. શ્રી સિદ્ધભગવંતને બાહ્યરૂપ નથી, તોપણ આંતરરૂપ છે. શ્રી આચાર્યભગવંતને બાહ્ય પદાર્થોની સુગંધ નથી તોપણ શીલ અને સદાચારના પાલનથી પ્રગટેલી આંતર સુગંધ અવશ્ય છે. શ્રી ઉપાધ્યાયભગવંત પાસે બાહ્ય રસ નથી તોપણ દ્વાદશાંગ પ્રવચનના નિત્ય સ્વાધ્યાયથી ઉત્પન્ન થતો નિર્મળ જ્ઞાનનો અને પવિત્ર વચનનો રસ અવશ્ય છે. શ્રી સાધુભગવંત પાસે કામિનીઓના જેવા કોમળ અંગસ્પર્શ નથી, તો પણ ઉગ્રતપને કઠોર સંયમના પાલનથી ઉત્પન્ન થયેલો નિર્મળ અને પવિત્ર સ્પર્શ અવશ્ય છે, પછી ભલે તે તેમની પવિત્ર કાયાનો હો! અથવા તો કાયાને સ્પર્શેલા પવિત્ર વાયુ અને વાતાવરણનો હો ! આ રીતે પાંચે પરમેષ્ઠિઓના ધ્યાનમાં, ચિંતનમાં કે સ્મરણમાં મનને પાંચે ઈન્દ્રિયોના વિષયો મળી રહે છે. તેથી મને પોતાની સહજ ચપળતાનો ત્યાગ કરી સ્થિરત્વને પામે છે. આ સ્થળે સાધુભગવતોનો સ્પર્શ પવિત્ર હોવાનાં અનેક કારણોમાંનાં કેટલાંક કારણો આ છેઃ સાધુપણું અંગીકાર કરવાના પ્રથમ દિવસથી જ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિથી યુક્ત પાંચ મહાવ્રતોનું તેઓ સતત પાલન કરે છે. પાંચ પ્રકારના સ્વાધ્યાય સહિત પાંચ પરમેષ્ઠિઓનું સતત ધ્યાન કરે છે. પાંચે જ્ઞાનના આરાધન વડે પંચમી ગતિને પ્રાપ્ત કરવા માટે સતત ઉદ્યમી રહે છે. આ વગેરે કારણોથી સાધુ ભગવંતોની કાયા, તેમની ઈન્દ્રિયો અને મન, તેમના વિચારો તથા તેમની આસપાસનું વાતાવરણ હંમેશાં વિશુદ્ધ રહે છે. આ વાતાવરણને સ્પર્શનાર અથવા તેનું માત્ર મનથી ધ્યાન કરનાર, ચિંતન અને સ્મરણ કરનાર આત્મા સ્પર્શનેન્દ્રિયના અયોગ્ય અનુરાગથી મુક્ત થાય છે, એટલું જ નહિ પણ દેવાંગનાઓનાં સ્પર્શને પણ તેની આગળ તુચ્છ સમજે છે, તાલપુટ વિષતુલ્ય સમજે છે. જે સ્પર્શનેન્દ્રિયનો વિષય દુઃખ અને દુર્ગતિનો હેતુ છે, તેને જ જો સ્થાન પલટો આપવામાં આવે તો તે સુખ અને સદ્ગતિનો હેતુ થઈ જાય છે. વસ્તુતઃ સુખ અને સદ્ગતિનું સાધન શુભધ્યાન છે. સાધુનો સ્પર્શ અથવા સાધુને સ્પર્શેલા વાતાવરણનો સ્પર્શ અથવા એ પવિત્ર સ્પર્શનો માત્ર માનસિક વિચાર પણ જીવના શુભધ્યાનને ઉત્તેજે છે. આ શુભધ્યાનના બળે જીવ સદ્ગતિનો અધિકારી થાય છે. અપ્રશસ્ત વિષયો જેમ અશુભધ્યાનને જગાડે છે તેમ પ્રશસ્ત વિષયો શુભધ્યાનને જગાડવાનું સામર્થ્ય ધરાવે છે. કહ્યું છે કેसल्लं कामा विसं कामा, कामा आसीविसोवमा । कामे य पत्थेमाणा, अकामा जंति दुग्गइं ॥१॥ અર્થ- વિષયો એ શલ્ય છે, વિષ છે અને આશીવિષની ઉપમાવાળા છે. તે વિષયોની ઈચ્છા કરવા માત્રથી જેની પાસે તે વિષયો નથી તેઓ પણ દુર્ગતિમાં જાય છે. AN મહામંત્રનો ઉપકાર Page #194 -------------------------------------------------------------------------- ________________ જે અપ્રશસ્ત વિષયો, એનું ચિંતન કરવા માત્રથી અશુભ ધ્યાનને ઉત્તેજવા દ્વારા દુર્ગતિને આપવાની તાકાત ધરાવે છે, તો એથી વિરુદ્ધ પ્રશસ્ત વિષયો એનું ચિંતન કરવાથી શુભધ્યાન જગાડે અને તે દ્વારા સદ્ગતિ પમાડે તેમાં આશ્ચર્ય જેવું શું છે? અનુભવ પણ તેમ જ કહે છે. દુર્ગતિદાયક સ્પર્શનેન્દ્રિયનો વિષય આ રીતે તેનું સ્થાન પલટાઈ જવાથી સદ્ગતિનું કારણ બને છે. તેથી જ સાધુભગવંતોનો સ્પર્શ અને તેનું પ્રણિધાન જેના ગર્ભમાં છે એવો પરમેષ્ઠિનમસ્કાર દ્રવ્યનમસ્કાર મટીને ભાવનમસ્કાર બની જાય છે.. અહીં એક વાત અવશ્ય વિચાર માગે છે કે અપ્રશસ્ત વિષયોના ધ્યાનમાં જેવી તીવ્રતા આવે છે તેવી તીવ્રતા પ્રશસ્ત વિષયોના ધ્યાનમાં અનુભવાતી નથી તેથી અપ્રશસ્ત વિષયોનું ધ્યાન દુર્ગતિદાયક બને એ વાત માન્ય છે, પણ પ્રશસ્ત વિષયોમાં જ્યાં સુધી તેવી તીવ્રતા ન આવે ત્યાં સુધી તે સદ્ગતિદાયક કેવી રીતે બને ? આ પ્રશ્ન તદ્દન સાચો છે. માટે જ કહ્યું છે કે ध्यायतो विषयान् पुंसः, सङ्गस्तेषूपजायाते । सडगाडत् संजायते कामः, कामात् क्रोधोऽभिजायते ॥१॥ कोधाद् भवति संमोहः, संमोहात् स्मृतिविभ्रमः । स्मृतिभंशाद् बुद्धिनाशो, बुद्धिनाशात् प्रणश्यति ॥२॥ અર્થ- વિષયોનું ધ્યાન કરનાર પુરુષને તેમાં આસક્તિ ઉત્પન્ન થાય છે, આસક્તિથી કામના જાગે છે, કામનાથી ક્રોધ ઉત્પન્ન થાય છે. ક્રોધથી મોહ, મોહથી સ્મૃતિભ્રંશ, સ્મૃતિભ્રંશથી બુદ્ધિનાશ અને બુદ્ધિનાશથી સર્વવિનાશ સર્જાય છે. (૧-૨). અપ્રશસ્ત વિષયોના ધ્યાનની પરંપરામાં જે અનર્થો સર્જાય છે, તે સર્વ લોક પ્રસિદ્ધ છે. કિન્તુ પ્રશસ્ત વિષયના ધ્યાનથી સર્જતી અર્થપરંપરાનો પ્રત્યક્ષ અનુભવ બહુ થોડાને થાય છે. એની પાછળ અનેક કારણો છે, તેમાં મુખ્ય કારણ અભ્યાસનો અભાવ છે. અભ્યાસથી જ દરેક વસ્તુ સિદ્ધ થાય છે. પ્રશસ્ત વિષયોના ધ્યાનનો અભ્યાસ કોઈક આત્મા જ કરે છે, પરંતુ જે કોઈ કરે છે તેને તેનું ફળ અવશ્ય મળે છે. શાસ્ત્રોમાં દ્રવ્ય આવશ્યકને ભાવઆવશ્યક બનાવવા માટે જે ક્રમ કહ્યો છે તે ક્રમ મુજબ અભ્યાસ કરવામાં આવે તો દ્રવ્યનમસ્કારને પણ ભાવનમસ્કાર બનાવી શકાય છે. શ્રી અનુયોગદ્વારસૂત્રમાં એ ક્રમ કહ્યો છે કે " से समणे वा० समणी वा तच्चित्ते, तम्मणे, तल्लेसे, तदज्झवसिए, तत्तिव्वज्झवसाणे, तदवोवउत्ते, तदप्पिअकरणे, तब्भावणाभाविए, अन्नत्थ कत्थइ मणं अकरेमाणे, उभओकालं आवस्सयं करेंति " અર્થ- સાધુ, સાધ્વી, શ્રાવક અથવા શ્રાવિકા ઉભયકાળ આવશ્યકને કેવી રીતે કરે ? “તત્ ચિત્તથી' = અહીં “ચિત્ત” શબ્દ સામાન્ય ઉપયોગના અર્થમાં છે અંગ્રેજીમાં તેને ' Attention " (એટેન્શન) કહી શકાય. “તનુમનથી' = અહીં “મન” શબ્દ વિશેષ ઉપયોગના અર્થમાં છે, અગ્રેજીમાં તેને ' Intrest ' (ઇન્ટરેસ્ટ) કહી શકાય. તલ્લેશ્યાથી = અહીં “લેશ્યા' શબ્દનો ઉપયોગ વિશુદ્ધિના અર્થમાં છે, અંગ્રેજીમાં તેને Desire (ડીઝાયર) કહી શકાય. તદ્અધ્યવસાયથી = વિશુદ્ધિનું ચિહ્ન ભાવિતસ્વર છે. જેવો ભાવ તેવો જ ભાવિતસ્વર, એ ઉપયોગની વિશુદ્ધિનું સૂચક છે. જેવો સ્વર તેવું જ ધ્યાન થવા લાગે, ત્યારે તેને તદધ્યવસાય' કહેવાય છે. અંગ્રેજીમાં તેને will (વીલ) કહી શકાય. તે જ ધ્યાન જ્યારે તીવ્ર બને ત્યારે તેને * તત્તિ વ્યવસાને કહેવાય છે અંગ્રેજીમાં તેને " Power of imagination " (પાવર ઓફ ઈમેજીનેશન) કહી શકાય. તવક્કોવડત્તે = તેના અર્થમાં ઉપયુક્ત. અંગ્રેજીમાં તેને Visualisation (વીસ્પેલીગેશન) કહી શકાય. ત્યારબાદ “ તષિયને ' = તેને વિષે અપ્યાં છે સર્વ કરણ જેણે, અંગ્રેજીમાં તેને Indentification (આઈડેન્ટીફીકેશન) કહી શકાય છે. છેવટે “ માવજમવા ' = તેની જ ભાવનાથી ભાવિત થવું, જેને અંગ્રેજીમાં Complete Absorption (કમ્પ્લીટ એબ્સોરપ્શન) કહી શકાય. IN ૧૫ર સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #195 -------------------------------------------------------------------------- ________________ તચિત્તથી માંડીને “તભાવના ભાવિત' પયતની બધી અવસ્થાઓ અપ્રશસ્ત વિષયોના ચિંતન વખતે જીવને અનાયાસે સિદ્ધ થઈ જાય છે, કારણ કે તેનો અભ્યાસ જીવને અનંત કાળથી છે. પ્રશસ્ત વિષયોના ધ્યાનમાં તેમ બનતું નથી, કારણ કે તેનો ચિરકાલીન અભ્યાસ નથી, પ્રયત્નથી તે સિદ્ધ કરવાનો હોય છે. એટલા માટે શ્રી અનુયોગદ્વારસૂત્રમાં કહ્યું છે કે- “ સનસ્થ થ મ નવ મળે ” અર્થાત્ અન્યત્ર કોઈપણ સ્થળે મનને ન જવા દેવાપૂર્વક આવશ્યકને કરે ત્યારે તે આવશ્યક ભાવઆવશ્યક બને છે. જે વાત આવશ્યકને લાગુ પડે છે તે જ વાત નમસ્કારાદિ કોઈપણ સદ્ અનુષ્ઠાનને લાગુ પડે છે. પંચપરમેષ્ઠિઓમાં રહેલા પ્રશસ્ત વિષયોના ધ્યાનથી જેમ એકાગ્રતા લાવી શકાય છે, તેમ તેઓમાં રહેલા પ્રત્યેક વિશેષગુણને પ્રધાનતા આપીને ધ્યાન કરવામાં આવે તો પણ એકાગ્રતા સાધી શકાય છે. એ એકાગ્રતા દ્રવ્યનમસ્કારને ભાવનમસ્કારમાં પલટવાનું સામર્થ્ય ધરાવે છે. સામાન્ય નિયમ એવો છે કે ચૂલ ઉપરથી સૂક્ષ્મમાં જવું, મૂર્ત ઉપરથી અમૂર્તમાં જવું અને સાલંબનથી નિરાલંબનમાં જવું. વિષયો સ્થૂળ, મૂર્ત અને પરિચિત છે તેથી તેના આલંબન વડે સૂમ, અમૂર્ત અને અપરિચિતમાં પહોંચી શકાય છે. પરમેષ્ઠિ પાંચ છે, વિષયો પણ પાંચ છે. વિષયો પરિચિત છે, પરમેષ્ઠિઓ અપરિચિત છે. પરિચિત વિષયોના આલંબનથી અપરિચિત પરમેષ્ઠિઓના સ્વરૂપનો પરિચય પામી શકાય છે. એ રીતે પાંચ-પાંચનાં પ્રશસ્ત જોડલાં જેટલાં બને તે દરેકનું આલંબન લઈને શ્રી પંચપરમેષ્ઠિના ધ્યાનમાં તન્મય બની શકાય છે અને એ તન્મયતા દ્વારા નમસ્કારને ભાવનમસ્કારમાં બદલી શકાય છે. પાંચ પરમેષ્ઠિઓમાં રહેલાં પાંચ મહાવ્રતો, પાંચ આચારો, સમ્યકત્વનાં પાંચ લિંગો અને ધર્મસિદ્ધિનાં પાંચ લક્ષણો, મૈત્રી આદિ ભાવો, ક્ષમા વગેરે ધર્મો, જે સાધારણ રીતે આપણને પરિચિત છે, તેને પાંચ-પાંચની સંખ્યામાં યોજીને પંચપરમેષ્ઠિનું વિશુદ્ધ પ્રણિધાન થઈ શકે છે. જેમકે, અરિહંતોમાં રહેલી અહિંસા, સિદ્ધોમાં રહેલું સત્ય, આચાર્યોમાં રહેલું અચૌર્ય, ઉપાધ્યાયમાં રહેલું બ્રહ્મચર્ય અને સાધુઓમાં રહેલું આર્કિંચન્ય ઈત્યાદિ. જો કે અરિહંતમાં અહિંસાની સાથે સત્ય વગેરે ગુણો પણ રહેલા છે તેમ સિદ્ધોમાં, આચાર્યોમાં, ઉપાધ્યાયોમાં અને સાધુઓમાં પણ એ દરેક ગુણો રહેલા છે તો પણ ધ્યાનની સગવડ ખાતર પ્રત્યેકમાં એક એક ગુણ જુદો કલ્પીને ચિતવવાથી ધ્યાન સુદઢ થાય છે. એમ સર્વ વિષયમાં આશય સમજવો. આ પ્રણિધાનપૂર્વક થયેલો નમસ્કાર ભાવનમસ્કાર ગણાય છે અને તેના ફળરૂપે જીવને બોધિલાભ, સ્વર્ગનાં સુખો તથા પરંપરાએ સિદ્ધિગતિનાં અનંત અને અવ્યાબાધ સુખો પણ મળી શકે છે. ताणं अन्नं तु नो अस्थि, जीवाणं भवसायरे । वुहुंताणं इमं मुत्तुं, नमुक्कारं सुपोययं ॥ ભવસાગરમાં બૂડતા એવા જીવોને આ નવકારરૂપી નાવને છોડીને બીજું કોઈ ત્રાણ એટલે રક્ષણ આપનાર નથી. तप्पणइणं तम्हा, अणुसरियबो सुहेण चित्तेण । एसो व नमुक्कारो, कयन्नुयं मन्नमाणेणं ॥ તેટલા માટે આ નમસ્કારનું સૂત્રથી પ્રણયન કરનારા ગણધરભગવંતો અને અર્થથી પ્રકાશન કરનારા તીર્થંકરભગવંતો પ્રત્યે આત્માની કૃતજ્ઞતા અથવા કૃતાર્થતા માનવા વડે શુભ ચિત્તથી સ્મરવો જોઈએ, ધ્યાવવો જોઈએ. AN મહામંત્રનો ઉપકાર - મહામંત્રનો ઉપકાર ૧૫૩ S List virus Page #196 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારમાં નવ રસો સાહિત્યના ક્ષેત્રમાં “રસ' એક અગત્યની વસ્તુ છે. કાવ્યશાસ્ત્રમાં તેને મહત્ત્વનું સ્થાન છે, રસશાસ્ત્ર ઉપર મોટાં મોટાં વિવેચનો લખાયાં છે. આ રસો નવની સંખ્યામાં છે અને તેમાં નવમો “શાંત' રસ છે. કેટલાક આચાર્યો તેને રસ માનતા નથી. તેમના મતે રસોની સંખ્યા માત્ર આઠની છે. કેટલાક તે આઠની સાથે નવમો શાંત રસ પણ માને છે અને વળી કેટલાક આચાર્યોએ નવ રસો ઉપરાંત વાત્સલ્ય” નામનો દસમો રસ પણ સ્વીકાર્યો છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં આ રસો કેવી રીતે અંતર્ભાવ પામે છે એ વિચારવાનું અહીં પ્રસ્તુત છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજ “વાત્સલ્ય” રસને સ્વતંત્રરસ નહિ માનતાં શાંત સહિત માત્ર નવ રસોને જ રસ તરીકે સ્વીકારે છે. તે નવ રસોનાં નામો અનુક્રમે ૧. શૃંગાર, ૨. હાસ્ય, ૨. કરુણ, ૪. રૌદ્ર, ૫. વીર, દ. ભયાનક, ૭, બીભત્સ, ૮. અદ્દભુત અને ૯. શાંત છે. તે પ્રત્યેકના વિભાવ, અનુભાવ અને વ્યભિચારી ભાવો કાવ્યાનુશાસન નામની અનુપમતિમાં તેમણે વિસ્તારથી બતાવેલા છે. નવરસના સ્થાયીભાવોનાં નામો પણ ત્યાં કહ્યાં છે, તે અનુક્રમે ૧. રતિ, ૨. હાસ, ૩. શોક, ૪. ક્રોધ, ૫. ઉત્સાહ, ડ. ભય, ૭. જુગુપ્સા, ૮. વિસ્મય અને ૯. શમ છે. આ નવ સ્થાયીભાવો દરેક મનુષ્યમાં જન્મજાત રહેલા હોય છે, તેથી તેને સ્થાયી અર્થાત્ સ્થિરભાવો કહેલા છે. એ સ્થાથીભાવો જે નિમિત્તોને પામીને અભિવ્યક્ત થાય તે આલંબનવિભાવ અને જે નિમિત્તોને પામીને વૃદ્ધિ પામે તે ઉદીપનવિભાવ કહેવાય છે. એ અભિવ્યક્તિ અને વૃદ્ધિ વખતે થતી ભિન્ન ભિન્ન શારીરિક ચેષ્ટાઓને સાત્ત્વિકભાવ અથવા અનુભાવ કહેવાય છે અને તે વખતે અનુભવાતી જુદી જુદી માનસિક વૃત્તિઓને વ્યભિચારીભાવ અથવા સંચારીભાવ કહેવાય છે. આથી એ નક્કી થયું કે ચોક્કસ નિમિત્તોને પામીને થતા આંતર-બાહ્ય અનુભવોનું પુનઃ પુનઃ પરિશીલન એ જ રસરૂપે પરિણમે છે. આ રસાનુભવ અનુભવકાળે અલૌકિક આનંદને આપે છે, તેથી તેને “ બ્રહ્માસ્વાદસોદર' પણ કહે છે. અહીં “ બ્રહ્મ” એટલે આત્મસ્વરૂપ, તેનો આસ્વાદ એટલે અનુભવ, તેનો સોદર એટલે તેની સમાન અર્થાત સાક્ષાત્ આત્મસ્વરૂપના આસ્વાદતુલ્ય જેનો અનુભમ છે. તે “બ્રહ્માસ્વાદસોદર' કહેવાય છે. કેવળ માનસિકભાવોના આવેગને જ અહીં રસ કહ્યો નથી, કિન્તુ તેના રસનને આસ્વાદનને રસ કહ્યો છે. જુદા જુદા ભાવોની સાથે તે ભાવોને અનુભવ લેનાર આત્માનું પણ રસન-સ્મરણ જેમાં છે તે રસ છે. કહ્યું છે કેભાવમાં ર૩:” અર્થાત ભાવોનું સ્મરણ તે રસ છે. તાત્પર્ય કે કેવળ આવેગોનો અનુભવ નહિ, પણ એ અનુભવોનું સ્મરણ કરનાર આત્માનો અનુભવ તે રસ છે. મેં કહ્યું ઢોધવાનશકવાનભ, થં ત્તિમનજિ ' વગેરે સ્મરણાત્મક અનુભવ એ જ રસનું રસત્વ છે. ટૂંકમાં વિભાવ, અનુભાવ અને વ્યભિચારીભાવો વડે અભિવ્યક્ત થતો સ્થાયીભાવ તે રસ છે. અહીં વિભાવ એટલે વિશેષ કારણો. તેના બે ભેદ છે : આલંબનવિભાવ અને ઉદ્દીપનવિભાવ. જે આલંબનોને અર્થાત્ નિમિત્તોને પામીને રસની ઉત્પત્તિ થાય તેને “આલંબનવિભાવ’ અને જે નિમિત્તોને પામીને રસની અભિવૃદ્ધિ થાય તેને “ઉદ્દીપનવિભાવ' કહ્યો છે. બીજ અનુભાવને સાત્ત્વિકભાવ પણ કહે છે. તે મોટા ભાગે રસાનુભવ વખતે થતી ભિન્ન ભિન્ન પ્રકારની શારીરિક ચેષ્ટારૂપ છે. ત્રીજા વ્યભિચારીભાવને સંસારીભાવ પણ કહે છે, કારણ કે તે દરેક રસના અનુભવમાં એક સરખો નથી રહેતો, પણ ફરી જનારો હોય છે. કાવ્યશાસ્ત્રોમાં તેના હેતુ, સ્વરૂપ અને ફલ વિસ્તારથી વર્ણવેલાં છે. અહીં તો તેનું સૂચન માત્ર કરીને શ્રી નમસ્કાર મહામંત્રના સ્મરણ અને જાપ વખતે દરેક રસનો અનુભવ કેવી રીતે કરી શકાય તેનું જ માત્ર સંક્ષેપથી વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ N Page #197 -------------------------------------------------------------------------- ________________ વર્ણન કરીશું. “શાંતરસ' એ રસાધિરાજ છે, બધા રસોનો તે રાજા છે. સાત્ત્વિક ભાવના પ્રકર્ષ વખતે બધા રસો શાંતરસમાં પરિણામ પામે છે, શ્રી નમસ્કાર મહામંત્ર એ શાંતરસનો ખજાનો છે, શાંતરસનો ભંડાર છે; અથવા શાંતરસથી ભરેલો મહાસાગર છે. તેમાં રહેલા પાંચ પરમેષ્ઠિઓ એકાંત શાંતરસથી ભરેલા અમૃતના કુંડ સમાન છે-મૂર્તિમાનું શાંત રસનાં ઝરણાં છે. શાંતરસના વિભાવોને, અનુભાવોને અને વ્યભિચારીભાવોને સમજવાથી આ વસ્તુ વધારે સ્પષ્ટ થશે. શ્રીકાવ્યાનુશાસન નામના ગ્રંથરત્નમાં કહ્યું છે કે-વૈરાગ્યવિમા યમનુભાવો વૃદ્ધિ મારી શઃ શાન્તિઃ ' ( રૂ-ટૂ-૧) અર્થાત્ વૈરાગ્યાદિ વિભાવોથી, યમનિયમાદિ અનુભાવોથી અને ધૃતિ, સ્મૃતિ, આદિ-વ્યભિચારી ભાવોથી અભિવ્યક્ત થતો તૃષ્ણાક્ષયરૂપ શમ તે શાંતરસ છે. શાંતરસના આલંબનવિભાવ તરીકે વૈરાગ્યાદિ છે અને ઉદ્દીપનવિભાવ તરીકે સત્સંગાદિ છે. “વૈરાગ્ય આદિ' શબ્દથી વૈરાગ્ય ઉપરાંત સંસાર ભીરુતા તથા સંસારનું મોક્ષનું વાસ્તવિક સ્વરૂપ સમાવનાર તત્ત્વજ્ઞાન, સંસારના પારને પામેલા વીતરાગ પુરુષોનું પરિશીલન, તેમના પરિશીલનથી પ્રાપ્ત થતો સદ્ગુણવિકાસ અને સદાચારના લાભારૂપી અનુગ્રહ વગેરે પ્રહણ કરવાનાં છે. “સત્સંગ આદિ' શબ્દથી સત્સંગ ઉપરાંત સત્ શાસ્ત્રનું શ્રવણ, મનન અને અધ્યયન, તથા તીર્થક્ષેત્ર, દેવસ્થાન, નિર્જનઅરણ્ય, ગિરિગુહા, પુણ્યાશ્રમ વગેરે લેવાનાં છે. એ રીતના બાહ્ય-અત્યંતર નિમિત્તોના બળે શાંત-રસની ઉત્પત્તિ અને અભિવૃદ્ધિ થાય છે. યમ-નિયમ આદિનું પાલન, સમિતિ-ગુતિઆદિ વ્રત નિયમોનું સેવન, મૂલગુણ અને ઉત્તરગુણોનું ધારણ વગેરે અનુભાવના સ્થાને છે, એથી મન-વચન-કાયાની ચેષ્ટાઓ વિશુદ્ધ બને છે. મતિ, સ્મૃતિ, ધૃતિ, નિર્વેદ, આદિ વ્યભિચારીભાવો છે, તેથી તૃષ્ણાક્ષયરૂપી સમરસ ચર્વણાને પ્રાપ્ત થાય છે અને વારંવાર ચર્વણાને પ્રાપ્ત થએલો “શમ” શાંતરસપણે પરિણમે છે. જ્યાં આ શાંત રસ હોય છે, ત્યાં સાત્ત્વિકભાવને પામેલા બીજા આઠે રસો તેની ઉચ્ચદશામાં હયાતી ધરાવે છે. એ જ કારણે શાન્તરસ એ બધા રસોનો રાજા ગણાય છે. બીજા બધા રસોનું જ્યારે ઉચ્ચીકરણ થાય છે ત્યારે તે દરેક શાંતરસ સ્વરૂપ બની જાય છે એ રસોનું ઉચ્ચીકરણ, ઊર્ધ્વીકરણ કે, સાત્ત્વિકીકરણ કેવી રીતે થાય છે અને તે વખતે બધા રસો કેવી રીતે શાંતરસમાં ભળી જાય છે, તે સમજવા માટે સર્વ રસોના વિભાવ, અનુભાવ અને સંસારીભાવો સહિત સ્થાયીભાવોને પણ સમજવા જોઈએ. અહીં નામ માત્રથી તેને જણાવીને તે બધાનો શાંતરસમાં અંતર્ભાવ કેવી રીતે થાય છે તે જોઈશું. શૃંગારાદિ રસોનાં નામો આપણે જોઈ આવ્યા. તે દરેકનો સ્થાયીભાવ શું છે તે હવે જોઈએ. શૃંગારનો સ્થાયીભાવ “રતિ,' હાસ્યનો સ્થાયીભાવ બહાસ,” કરુણનો સ્થાયી ભાવ “શોક,” રૌદ્રનો સ્થાયીભાવ “ક્રોધ,” વીરનો સ્થાયીભાવ “ ઉત્સાહ,” ભયાનકનો સ્થાયીભાવ “ભય', બીભત્સનો સ્થાયીભાવ જુગુપ્સા' અને અલ્કતનો સ્થાયીભાવ,' “વિસ્મય' છે. રતિથી માંડીને વિસ્મય પર્વતના સ્થાયીભાવો દરેક જીવમાં કાયમ હોય છે. તેને પ્રગટ થવાની સામગ્રી મળતાંની સાથે જ તે બહાર આવે છે. દા.ત. શૃંગારરસનો સ્થાયીભાવ “રતિ' છે અને રતિ સંયોગવિષયક ઇચ્છારૂપ છે, તેથી નાયક-નાયિકા, તેમની ચેષ્ટા તથા બીજાં નિમિત્તો મળતાંની સાથે જ શૃંગારનો પ્રાદુર્ભાવ થાય છે. તેનું ઊર્ધીકરણ કરવું હોય તો આલંબન અને ઉદ્દીપનવિભાવો પલટી નાખવા જોઈએ. નાયક-નાયિકા અને તેમની ચેષ્ટાઓના સ્થાને પંચપરમેષ્ઠિભગવંતો અને તેમની ઉદાત્ત પ્રવૃત્તિઓને જોતાં કે તેમનું સ્મરણ કરતાંની સાથે જ તેઓના સંયોગવિષયક ઈચ્છારૂપી રતિભાવ ઉદીપન થાય છે, પરિણામે પંચપરમેષ્ઠિના વિરહકાળે તેમનો સમાગમ કરવાની ઈચ્છારૂપ અને સમાગમકાળે તેમની સેવા કરવાની ઇચ્છારૂપ ઉચ્ચકોટિનો શૃંગાર અનુભવાય છે. આ ઉચ્ચકોટિનો શૃંગાર વિષયસુખોની ઈચ્છારૂપ તૃષ્ણાનો નાશ કરનાર હોવાથી શાંતરસથી અભિન્ન છે. શ્રી નવકારમાં નવ રસો Page #198 -------------------------------------------------------------------------- ________________ એ રીતે જેમ શૃંગાર શાંતમાં પરિણમે છે, તેમ બીજા બધા રસો તેની ઉચ્ચ અવસ્થામાં શાંતરસરૂપ બની જાય છે. જેમ કે વિકૃતવેષ વગેરે જોવાથી ઉત્પન્ન થતો હાસ્યરસ, સંસારનાટકમાં કર્મના સંબંધથી વિવિધ પ્રકારના વેષ ધારણ કરતા અને વિવિધ પ્રકારના નાચ કરતા સંસારી જીવોની વિડંબનાઓ જોઈને ઉત્પન્ન થતો હાસ્યરસ, અહીં શાંત રસમાં પલટાઈ જાય છે. એ પ્રમાણે તે જ સંસારી જીવોને ઈષ્ટ વિયોગ અને અનિષ્ટની પ્રાપ્તિથી થતી ચિત્તવૃત્તિરૂપ શોકનું દર્શન કરતાં ઉચ્ચકોટિનો કરુણરસ જાગે છે, જે શાંતિનું જ એક સ્વરૂપ છે. ક્રોધાદિ ષડરિપુઓ વડે કરાતા અપકારથી થતું ચિત્તવૃત્તિઓનું પ્રક્વલન, રૌદ્રરૂપ હોવા છતાં અહીં શાંતરસરૂપ બની જાય છે. વિષય-કષાયને પરાસ્ત કરવાનો તથા દીનદુઃખી જીવોને સહાય કરવાનો ઉત્સાહ શ્રેષ્ઠવીરરસરૂપ બની શાન્તરસરૂપે રૂપાંતર પામે છે. આંતરશત્રુઓ વિવશ ન કરે તે માટેનો ભય શ્રેષ્ઠ કોટિના ભયાનક રસમાં પરિણમી શાંતરસમાં મળી જાય છે. ઈન્દ્રિયોના વિષયો પ્રત્યે તથા હાડમાંસના શરીરની અશુચિતા પ્રત્યે પ્રગટતી જુગુપ્સા ઉચ્ચ કોટિના બીભત્સ રસમાં પલટાઈને પરિણામે શાંતરસનો જ એક પ્રકાર બની જાય છે. વિશ્વની અનંતતા અને અગાધતા તથા ધર્મ અને તેના ફળની લોકોત્તરતા સાથે અચિજ્યતાના વિચારમાંથી ઉત્પન્ન થતો વિસ્મય, ઉચ્ચકોટિના અદ્ભુત રસમાં પલટાઈને શાંતરસનો જ એક વિભાગ બની જાય છે. એ રીતે બધા રસો તેની ઉચ્ચ અવસ્થામાં શાંત રસરૂપે પરિણમે છે. શાંતરસને વરેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતો આ રીતે ઉચસ્કોટિની રતિ, ઉચ્ચકોટિનું હાસ, ઉચ્ચકોટિનો. શોક, ઉચ્ચકોટિનો ક્રોધ, ઉચ્ચકોટિનો ઉત્સાહ, ઉચ્ચકોટિનો ભય, ઉચ્ચકોટિની જુગુપ્સા અને ઉચ્ચકોટિના વિસ્મયને ધારણ કરનારા છે. આ ઉચ્ચ કોટિના રતિ, હાસ, આદિ ઉચ્ચકોટિના શમસ્વરૂપ બની શાંતરસનો અનુભવ કરાવે છે. સર્વ પ્રકારના ઉચ્ચરસો તેના અંતિમ સ્વરૂપમાં શાંતરસરૂપ થઈ જાય છે તેથી શ્રી પંચપરમેષ્ઠિભગવંતો કેવળ શાંતરસ સ્વરૂપ છે, એટલું જ નહિ પણ ઉચ્ચકોટિના શૃંગાર, હાસ્ય, કરુણ, રૌદ્ર, વીર, ભયાનક, બીભત્સ અને અદ્ભુત આદિ રસોથી પણ ભરેલા છે એમ કહેવું લેશમાત્ર ખોટું નથી. પરમેષ્ઠિભગવંતોમાં શૃંગારરસ છે, પણ તે નાયક-નાયિકાનો નહિ કિન્તુ અંતરાત્મભાવ અને પરમાત્મભાવ વચ્ચેની રતિ-પ્રીતિનો છે. હાસ્યરસ છે, તે વિદૂષકના વિકૃત વેષાદિના દર્શનથી થનારો નહિ, કિન્તુ ભવનાટકની વિડંબના અને વિષમતાના દર્શનથી ઉપજે છે. કરુણ રસ છે, પણ ઈષ્ટ નાશ અને અનિષ્ટની પ્રાપ્તિથી થતી મલિનચિત્તવૃત્તિવાળો નહિ, કિન્તુ ઈષ્ટહિંયોગ અને અનિસંયોગથી સદા સંતપ્ત અને શોકાતુર જગતને દુઃખ-પંક અને અજ્ઞાન-અંધકારમાંથી ઉદ્ધાર કરવાનો રૌદ્રરસ છે, પણ બાહ્ય શત્રુઓએ કરેલા અપકારથી થતા મનના પ્રજ્વલનરૂપ નહિ, કિન્તુ આંતરશત્રુઓનો સમૂલ ઉચ્છેદ કરવાની પ્રશસ્ત મનોવૃત્તિરૂપ છે. વીરરસ છે, તે પણ બાહ્યયુદ્ધમાં જીતવાના ઉત્સાહરૂપ નહિ, કિન્તુ લોકોત્તર કાર્યમાં ઉત્સાહ ધારણ કરવારૂપ છે. ભયાનકરસ છે, તે પણ રૌદ્રદર્શનાદિથી થતી અનર્થની શંકારૂપ નહિ, કિન્તુ આંતરારિ વિવશ ન કરે તેની સાવચેતીરૂપ છે. બીભત્સરસ છે, તે પણ બાહ્ય અશુચિ પદાર્થોને લેવાથી નહિ, કિન્તુ અશુચિ સ્વરૂપ સ્વશરીર અને પાંચ ઈન્દ્રિયોના બીભત્સ વિષયોની વિપાક વિરસતાના દર્શનથી થયેલી વિરક્તિરૂપ છે. અભુતરસ છે, પણ તે કોઈ બાહ્ય અપૂર્વ અર્થના દર્શનથી થયેલા ચિત્તના વિસ્મયરૂપ નહિ, કિન્તુ આત્માની અને કર્મની અચિન્ય શક્તિના પરિણામે ઉત્પન્ન થયેલી વિશ્વની અગાધતા અને અનંતતાનાં દર્શનથી છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #199 -------------------------------------------------------------------------- ________________ ઉપજતી ચિત્તની પ્રસન્નતારૂપ છે. અને તે શુદ્ધ ૫૨મેષ્ઠિભગવંતોમાં રહેલો શાંતરસ આ રીતે વિષયોના ભેદથી અનેક રસરૂપ બની જાય ૨સોનો આસ્વાદ ક૨ના૨ા પરમેષ્ઠિભગવંતોને ક૨વામાં આવતો નમસ્કાર પણ જેમ શાંતરસનો અનુભવ કરાવે છે તેમ તેની સાથે બીજા બધા ઉચ્ચ કોટિના રસોનો પણ અનુભવ કરાવે છે. ‘ ધ્યાતા ધ્યેય સ્વરૂપ બને ’ એ ન્યાયથી શાંતરસનો ધ્યાતા પણ શાંતરસ સ્વરૂપ બની જાય છે. જેમ જેમ નમસ્કારનું ધ્યાન વધતું જાય છે, તેમ તેમ નમસ્કાર ક૨ના૨માં અપૂર્વકોટિની રતિ, અપૂર્વ કોટિનું હાસ, અપૂર્વ કોટિની કરુણા, અપૂર્વ કોટિની રૌદ્રતા, અપૂર્વ કોટિની વીરતા, અપૂર્વ કોટિની ભયાનકતા, અપૂર્વ કોટિની જુગુપ્સા અને અપૂર્વ કોટિની અદ્ભુતતા પ્રગટે છે. તેમાંની એક પણ વસ્તુ તૃષ્ણાને વધારનારી થતી નથી, કિન્તુ ક્રમે ક્રમે તૃષ્ણાનો, વાસનાનો અને ઇચ્છાઓનો ક્ષય કરી અપૂર્વ કોટિની સમતાનો અનુભવ કરાવે છે, આત્માને શાંતરસના અનંત સાગરમાં નિમગ્ન કરી દે છે. શ્રી પંચપરમેષ્ઠિને નમસ્કાર કરવારૂપ નવકાર મંત્રના સ્મરણથી વૈરાગ્ય, સંસારભીરુતા, જીવાદિ તત્ત્વોનું જ્ઞાન અને વીતરાગભાવનું પરિશીલન થયા જ કરે છે. વળી તેના ચિન્તનથી અચિત્ત્વશક્તિયુક્ત ૫૨મેષ્ઠિભગવંતોના અનુગ્રહ સ્વરૂપ સદ્ગુણોનો વિકાસ અને સદાચારનો લાભ થતો જાય છે, સાથે સાથે રત્નત્રય સ્વરૂપ મોક્ષમાર્ગની આરાધના પણ વધતી જાય છે. શ્રી પંચપરમેષ્ઠિના સ્મરણ સાથે પાપની જુગુપ્સા અને ધર્મની ૫રમાર્થ પરાયણતાની ભાવના જોડાયેલી જ છે, સંસારની નિઃસારતા અને મોક્ષમાર્ગની સારભૂતતાનો વિચાર પણ શ્રી નમસ્કારમહામંત્રની સાથે વણાયેલો છે. શ્રી નમસ્કા૨મહામંત્રના સ્મરણાદિકાળે મોટે ભાગે પવિત્ર ભૂમિનો સંસ્પર્શ અને પવિત્ર પુરુષોનો સમાગમ ૨હે છે. વળી સાધુધર્મને અનુરૂપ સમિતિ-ગુપ્તિ આદિ સદાચારોનું પાલન તથા શ્રાવકધર્મને યોગ્ય દાન, પૂજન તથા અણુવ્રત-ગુણવ્રતનું સેવન પણ હોય છે. ધર્મશ્રવણ, શાસ્ત્રસ્વાધ્યાય, અધ્યાત્મચિંતા વગેરે સદ્ગુણો પણ શ્રી નમસ્કારમંત્રના સ્મરણ સાથે અનુસ્મૃત હોય છે. એ બધા અનુક્રમે શાંતરસના વિભાવ, અનુભાવ અને વ્યભિચારીભાવ બનીને તૃષ્ણાક્ષયરૂપ ‘શમ’ નામના સ્થાયીભાવનું ચર્વણ કરાવે છે. આ ચર્વણ પુનઃ પુનઃ થવાથી શાંતરસનો પ્રાદુર્ભાવ થાય છે. એ રીતે શ્રી નમસ્કારમહામંત્રની સાથે નવેસોનો સંબંધ અને શ્રી નમસ્કારના સાધકને નમસ્કારની સાધના વડે મળતો નવેરસોના આસ્વાદનો અપૂર્વ લાભ અહીં સંક્ષેપથી વર્ણવ્યો છે. વિસ્તાર બહુશ્રુતો પાસેથી સમજવો.* * ક્ષાયિક અને ક્ષાયોપમિકભાવોને વરેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં શૃંગારાદિ ઔદિયક ભાવો હોતા નથી, છતાં આ લેખમાં તેની ઘટના કેમ કરવામાં આવી છે એ પ્રશ્નનું સમાધાન એ છે કે ઔયિકભાવના શૃંગારાદિ રસો પરમેષ્ઠિભગવંતોમાં નથી, તોપણ ક્ષાયિક અને ક્ષાયોપશમિકભાવો તો તેઓમાં રહેલા જ છે અને તેને જ અહીં શૃંગારાદિ રસોનાં નામ આપીને ધટાવવામાં આવ્યા છે તે બતાવવા માટે શૃંગારાદિ રસોની સાથે ઉચ્ચ, ઉદાત્ત અને સાત્ત્વિક, આદિ શબ્દો મૂકેલા છે. વસ્તુતઃ પંચપરમેષ્ઠિઓમાં અપ્રશસ્ત ભાવોનો લેશ પણ નથી, કિન્તુ ઉચ્ચકોટિના પ્રશસ્તભાવો છે તેને જ જુદા જુદા રસોનાં નામ આપી ઓળખાવવામાં આવ્યા છે. શ્રી અરિહંતભગવંતો, શ્રી સિદ્ધભગવંતો અને શ્રી કેવળજ્ઞાનીભગવંતોમાં મોહકર્મનો સમૂળક્ષય થયેલો હોવાથી પ્રશસ્તભાવોની ઘટના તેમનામાં ભૂતપૂર્વનયથી સમજવાની છે. આ વિષય ઘણો ગહન હોવાથી બહુશ્રુતો પાસેથી વિનયપૂર્વક સમજવા પ્રયત્ન કરવો જરૂરી છે. अणेगजंमंतरसंचियाणं, दुहाण सारीरियमाणसाणं कत्तो अ भव्वाण भविज्ज नासो, न जाव पत्तो नवकारतो ॥ ભવ્ય જીવોના અનેક જન્માંતરસંચિત શારીરિક અને માનસિક રોગ-શોકાદિ દુઃખો અને તેનાં કારણભૂત કર્મો, જ્યાં સુધી નવકારમંત્ર પ્રાપ્ત થયો નથી, ત્યાં સુધી કેવી રીતે નાશ પામે ? આગમમાં કહ્યું છે કે - શ્રી નવકારમાં નવ રસો ૧૫૭ Page #200 -------------------------------------------------------------------------- ________________ અણમોલ-મહામંત્ર કોઈપણ વસ્તુની ઉપાદેયતા તેના ફળ પર અવલંબેલી છે. જેનું ફળ સર્વશ્રેષ્ઠ તેને વિષે બુદ્ધિમાન પુરુષોની પ્રવૃત્તિ સર્વથી અધિક. આ નિયમ ધાર્મિક, સાંસારિક સર્વક્ષેત્રોમાં એકસરખો પ્રવર્તી રહેલો છે. - જેનાથી ઉભયલોકનું કલ્યાણ સિદ્ધ થાય તે ધાર્મિકક્ષેત્ર ગણાય છે. જેનાથી કેવળ આ લોકના સુખની સિદ્ધિ થાય તે ક્ષેત્ર સાંસારિક છે. આ લોકનાં સઘળાં પ્રયોજનોની સિદ્ધિનો આધાર મુખ્યત્વે ધન ઉપર અવલંબે છે, તેથી ધન મેળવવા તરફ સંસારીઓની પ્રવૃત્તિ વિશેષ ઝૂકેલી રહે છે. જેઓને આ લોક સાથે પરલોકના પ્રયોજનની સિદ્ધિનો પણ હેતુ રહેલો હોય છે, તેઓ ધનોપાર્જન કરતાં પણ ધર્મોપાર્જન માટે વિશેષ પ્રયત્નશીલ રહે છે. ધનનો અર્થી જેમ સઘળા પ્રકારનાં ધનમાં રત્નોને મુખ્ય સ્થાન આપે છે, તેમ ધર્મનો અર્થ એવો બુદ્ધિમાન મનુષ્ય પણ હંમેશાં અલ્પબોજ અને મહામૂલ્યવાળી વસ્તુને જ વધારે ઝંખે છે. શ્રી નમસ્કારમહામંત્રને શાસ્ત્રકાર મહર્ષિઓએ એવી જ ઉપમા આપી સ્તવ્યો છે અને કહ્યું છે કેરત્ન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂર્વનો સાર એ, મંત્ર છે તેહને તુલ્ય. સકલ સમય અત્યંતર, પદ એ પંચ પ્રમાણ, મહસુઅબંધ તે જાણો, ચૂલો સહિત સુજાણ. ૦૫. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મ. અહીં શ્રી નવકારને કેવળ રત્ન જ નહિ પણ રત્નોની પેટી કહી છે અને તેના સર્વ અક્ષરોને મહામૂલ્યવાન રત્નોની ઉપમા આપી છે. આગળ વધીને શ્રી નવકારને ચૌદપૂર્વની તુલ્ય કહ્યો છે. કારણ કે ચૌદપૂર્વે વડે જ્ઞાની પુરુષોને જે પ્રયોજન સાધવું ઇષ્ટ છે, તે અવસ્થાવિશેષે કેવળ એક શ્રી નવકારમંત્રથી સિદ્ધ થઈ શકે છે. શ્રી નવકારમંત્રનાં પદો સઘળા સિદ્ધાન્તોની અત્યંતર સમાયેલાં છે. કારણ કે એનું સ્મરણ, ધ્યાન કે ઉચ્ચારણ કર્યા વિના કોઈપણ સિદ્ધાન્તની વાચના થઈ શકતી નથી. શ્રુતકેવળી ભગવાન શ્રી ભદ્રબાહુસ્વામીજીએ સૌથી પ્રથમ નિયુક્તિ શ્રી નમસ્કાર મહામંત્રની રચેલી છે અને તે પૂર્વે કે ત્યાર પછી કોઈપણ સૂત્રની વ્યાખ્યા કરતાં પહેલાં શ્રી નમસ્કારમંત્રની જ વ્યાખ્યા આદિ સૌ પ્રથમ કરવાની શિષ્ટપુરુષોની માન્ય એવી પ્રણાલિકા છે. પ્રથમના પાંચ પદની સાથે ચૂલિકાનાં ચાર પદ મળીને સંપૂર્ણ શ્રી નમસ્કારમંત્રને શ્રી નંદિસૂત્ર આદિ આગમોમાં “મહાશ્રુતસ્કંધ' તરીકે વર્ણવેલ છે અને તે સિવાયનાં અન્ય આગમોને કેવળ શ્રુતસ્કંધ તરીકે સંબોધેલ શ્રી મહાનિશીથસૂત્રમાં શ્રી નમસ્કાર મહામંત્રને સ્પષ્ટ રીતે નવપદ, અડસઠ અક્ષર અને આઠ સંપદાઓવાળો જણાવ્યો છે. આ શ્રી મહાનિશીથવ્રુતસ્કંધ સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્ત્વભૂત તથા અતિશયવાળા અત્યંત મહાન અર્થોથી ભરેલું છે. એમાં શ્રી નવકારસૂત્રનું વ્યાખ્યાન નીચે મુજબ કર્યું છે. જેમ તલમાં તેલ, કમળમાં મકરંદ અને સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપ્ત છે, તેમ આ પંચમંગલમહાશ્રુતસ્કંધ સકલ આગમોમાં વ્યાપીને રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદ-સૂદૂભૂત, ગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છફળપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. | સર્વજગતમાં જે ઉત્તમ હોય તેની પરમ સ્તુતિ કરવી જોઈએ. સર્વજગતમાં જે કોઈ ઉત્તમ થઈ ગયા, જે કોઈ થાય છે અને જે કોઈ થશે તે સર્વ શ્રી અરિહંતાદિ પાંચ જ છે. તે સિવાય બીજા નથી જ. તે પાંચ અનુક્રમે (ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #201 -------------------------------------------------------------------------- ________________ અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. તે નવકારનો પ્રભાવ વર્ણવતાં કહ્યું છે કેताव न जायइ चित्तेण चिन्तियं, पत्थियं, च वायाए । काएण समाढत्तं, जाव न सरिओ नमुक्कारो ॥ અર્થ - ચિત્તથી ચિતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, જ્યાં સુધી શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારનું સ્મરણ કરવામાં આવ્યું નથી. શ્રી નવકારમંત્રનું મહત્ત્વ યથાર્થ રીતે સમજવા માટે શાસ્ત્રદષ્ટિ, આગમદષ્ટિ અથવા આગમાનુસારી અતિસૂક્ષ્મ જ્ઞાનદષ્ટિની આવશ્યકતા છે. સર્વકાળના સ્વ-પર આગમવેદી ઋતધરમહર્ષિઓએ અડસઠ અક્ષરવાળા આ નાનકડા સૂત્રને મહામંત્ર અને મહાશ્રુતસ્કંધ તરીકે સ્વીકારેલ છે. તેનાં મુખ્ય કારણોનો વિચાર કરતાં એમ લાગે છે કે ધનવાનની સેવા વિના જેમ ધનસિદ્ધિ થતી નથી, એમ ધર્મવાનની સેવા વિના ધર્મની સિદ્ધિ પણ અશક્ય છે. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા લલિતવિસ્તારાનામક ચૈત્યવંદન-સૂત્રની ટીકામાં ફરમાવે છે કે, “ધર્મ પ્રતિ મૂર્વમૂતા વન્દના ' ધર્મમાર્ગમાં જીવને આગળ વધવામાં મૂળભૂત કોઈ પણ કારણ હોય તો ધર્મસિદ્ધ પુરુષોને ભાવથી કરવામાં આવતી વંદના જ છે. એ વંદનાથી આત્મક્ષેત્રમાં ધર્મબીજનું વપન થાય છે અને તેમાંથી ધર્મચિંતારિરૂપ અંકુરાઓ તથા ધર્મશ્રવણ અને ધર્માચાર આદિરૂપ શાખા પ્રશાખાઓ તથા સ્વર્ગ-અપવર્ગ (મોક્ષ) આદિનાં સુખોની પ્રાપ્તિરૂપ ફૂલફળાદિ પ્રગટે છે. શ્રી અરિહંતાદિ પાંચે પરમેષ્ઠિઓનું મહત્ત્વ ધર્મસિદ્ધિ અને કેવળ ધર્મની સાધનાના કાર્ય ઉપર અવલંબેલું છે. તેથી ધર્મના અર્થી આત્માને માટે ધનના અર્થી જીવોને ધનવાન પ્રત્યેના આદરની જેમ, ધર્મસાધક અને ધર્મસિદ્ધ પુરુષો પ્રત્યેના આદરનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે. ધર્મના અર્થી માટે જેમ ધર્મસ્વરૂપ શ્રી પંચપરમેષ્ઠિઓને નિત્ય અનેકશઃ નમસ્કાર કરવાનું કાર્ય અનિવાર્ય થઈ પડે છે, તેમ જેમનામાં હજી ધર્મનું અર્થીપણું યોગ્ય પ્રમાણમાં જાગ્રત થયું નથી, તેમનામાં પણ તે જગાડવા માટે તેમણે પરમેષ્ઠિઓને શ્રી નમસ્કાર સ્વરૂપ શ્રી નમસ્કારમંત્રના સ્મરણાદિનું અવલંબન લેવું તે અતિ અગત્યનું થઈ પડે છે. ધર્મ પ્રત્યેની સહજ-સાધ્ય પ્રીતિ બહુ ઓછાને હોય છે. બાકીનાને સતત સત્રયાસ દ્વારા તે સાધવી પડે છે તે ઉભય પ્રકારની પ્રીતિ નમસ્કાર વડે સિદ્ધ થાય છે, તેથી ધર્મરૂપી આંતરધનની ઝંખનાવાળા પુરુષો “નમસ્કાર” પ્રત્યે સદા આદરયુક્ત ચિત્તવાળા રહે, તેમાં કોઈ જ આશ્ચર્ય નથી. આથી સિદ્ધ થાય છે કે અંકગણિતમાં જેટલું મહત્ત્વ એકડાનું છે તેટલું જ મહત્ત્વ ધર્મક્ષેત્રમાં પરમેષ્ઠિ નમસ્કારનું છે. એકડા વિનાનાં મીંડાં જેમ મિથ્યા છે-શૂન્યસ્વરૂપ છે, તેમ ધર્મમય અને ધર્મસ્વરૂપ પરમેષ્ઠિઓ પ્રત્યે નમવાના ભાવ વિનાનાં ધર્માનુષ્ઠાનો પણ શૂન્ય છે, ફળરહિત છે. છાર ઉપર લીંપણ કે ઝાંખર ઉપર ચિત્રામણ જેમ ટકી શકતાં નથી, તેમ ધર્મીઓને નમસ્કાર વિનાનાં ધર્માનુષ્ઠાનો પણ ક્ષણજીવી છે. મૂળ વિનાના વૃક્ષ કે પાયા વિનાનાં મકાન જેમ નાશ પામવાને જ સર્જાયેલાં છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે ભક્તિભાવ વિનાનાં તપ, જપ, શ્રુત કે ચારિત્ર પણ ફળના અનુબંધરહિત છે, ઊંચે ચડાવીને નીચે પટકનારાં છે. એ જ અર્થને બતાવનાર ગાથા “શ્રી નવકારબૃહતફળપ્રકરણ'માં નીચે મુજબ કહી છે. सुचिरंपि तवो तवियं, चिन्नं चरणं, सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे रइ, तओ तं गयं विहलं ॥ અર્થ - લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું તથા ઘણાં શાસ્ત્રોને ભણ્યા, પણ જો “નમસ્કાર'ને વિષે રતિ (પ્રીતિ) ન થઈ તો સઘળું નિષ્ફળ ગયું જાણવું. ચતુરંગ સેનાને વિષે જેમ સેનાપતિ મુખ્ય છે તેમ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તારૂપી ચતુરંગ આરાધનાને N અણમોલ-મહામંત્ર ૧૫૯ Page #202 -------------------------------------------------------------------------- ________________ વિષે નવકાર મુખ્ય છે. તેથી શ્રી જિનશાસનમાં શ્રી નમસ્કા૨મહામંત્રને સૌથી વિશિષ્ટ સ્થાન અપાયેલું છે. અને સર્વ આરાધનાઓમાં તેની આરાધના મુખ્ય છે. ‘નવ લાખ જયંતા નરક નિવારે’ તથા ‘નવ લાખ જપતાં થાયે જિનવર' ઇત્યાદિ સુભાષિતો ‘નવકાર’ની શ્રેષ્ઠતાને સાબિત કરવા માટે પરમપ્રમાણરૂપ છે. અંતસમયે શ્રુતધોને પણ અન્ય સઘળા શ્રુતનું અવલંબન છોડીને એક શ્રી નવકારનું જ અવલંબન લેવાનું શાસ્ત્રકારોનું ફરમાન છે. ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી બીજી બધી વસ્તુઓને જતી કરીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા એક મહારત્નને જ ગ્રહણ કરે છે, અથવા રણસંકટ વખતે સમર્થ સુભટ પણ જેમ શેષશસ્ત્રોનો ત્યાગ કરીને એક અમોઘશસ્ત્રને જ ગ્રહણ કરે છે, તેમ અંત સમયે મહારત્ન સમાન અથવા કષ્ટ સમયે અમોઘ શસ્ત્ર સમાન એક શ્રી નવકારને જ ગ્રહણ કરવાનું શાસ્ત્રવચન છે. આ વચન પ્રોમીસરીનોટ કરતાં પણ અધિક વિશ્વસનીય (Promishing) છે. કારણ કે તેનો બોજ ઓછો છે અને મૂલ્ય ઘણું જ છે. બોજ એટલા માટે ઓછો છે કે તેના અક્ષરો માત્ર અડસઠ (૬૮) જ છે. મૂલ્ય એટલા માટે અધિક છે કે તે ધર્મ વૃક્ષના મૂળને સિંચે છે, ધર્મમહેલના પાયા તરીકેનું કાર્ય કરે છે, ધર્મનગરમાં પ્રવેશ કરવાના દ્વારરૂપ બની રહે છે અને વાત પણ સાચી જ છે, કારણ કે તે સકળલોકના શ્રેષ્ઠપુરુષોને પ્રણામરૂપ છે, તેઓના હાર્દિક વિનયરૂપ છે, તેઓના સત્યગુણોના ભાવપૂર્વકના સમુત્કીર્તન સ્વરૂપ છે તેથી યથેચ્છફળને સાધી આપનાર છે. શ્રી નવકારમંત્રની આરાધના સ્વરૂપ એકડાને સિદ્ધ કર્યા વિના જેઓ ધર્મનાં અન્ય અનુષ્ઠાનો વડે યથેચ્છ ફળની આશા સેવે છે, તેઓ બારાખડી ભણ્યાવિના જ સકળ સિદ્ધાન્તના પારગામી થવાની મિથ્યા આશા રાખનારા છે. શ્રી નવકાર એ ધર્મ-ગણિતનો એકડો છે અથવા ધર્મ-સાહિત્યની બારાખડી છે. જેમ ‘ એકડા ’નો કે ‘ બારાખડી’નો પ્રથમ અભ્યાસ બાળકને કષ્ટદાયી ભાસે છે તથા અતિ પ્રયત્ને સાધ્ય હોય છે, તેમ ધર્મના ‘ એકડા’ કે ‘ બારાખડી’ સ્વરૂપ શ્રી નવકારનો પણ યથાસ્થિત અભ્યાસ, ધર્મ માટે બાળક તુલ્ય જીવોને શરૂશરૂમાં અતિ કષ્ટસાધ્ય અને અરુચિકર લાગે છે, તોપણ તે કસોટીમાંથી પસાર થયા વિના આજ સુધી કોઈની પણ સાચી પ્રગતિ ધર્મમાર્ગમાં સિદ્ધ થઈ શકી નથી. થઈ શકતી નથી. થઈ શકશે નહિ - એ ત્રિકાલાબાધ્ય નિયમ છે. શ્રી નવકા૨નો એ અભ્યાસ આકરો કે અરુચિકર માનીને જેઓ છોડી દે છે અથવા તેની ઉપેક્ષા કરે છે, તેઓ પોતાના ધાર્મિક જીવનની જ ઉપેક્ષા કરે છે એમ કહેવું જરા પણ ખોટું નથી. શ્રી જિનશાસનમાં પ્રત્યેક ધર્મક્રિયાના પ્રારંભમાં શ્રી નવકારના સ્મરણની આજ્ઞા કરવામાં આવી છે, તેની પાછળ જે ગંભીર રહસ્ય છૂપાયેલું છે તે આથી વ્યક્ત થાય છે. ઊઠતાં કે બેસતાં, સૂતાં કે જાગતાં, ઘરમાં કે ઘર બહાર, જીવતાં કે મરતાં અર્થાત્ જીવનની પ્રત્યેક અવસ્થામાં શ્રી નવકારની અંદર ચિત્તને પરોવવાનો અભ્યાસ પાડવાની શાસ્ત્રકારોની આજ્ઞાનું ૫૨મરહસ્ય સમ્યગ્દષ્ટિ, શાસ્ત્રાનુસારી વિચારસરણીવાળા જીવોના ખ્યાલમાં તરત આવી શકે એમ છે અને એ ખ્યાલ આવ્યા પછી આત્મહિતના વિશેષ અર્થી આત્માઓને, અધિકાધિક સંખ્યામાં શ્રી નવકારને ગણવાનું શાસ્ત્રીયપ્રતિપાદન કેટલું બધું મહત્ત્વનું છે તે પણ સમજાયા વિના રહેશે નહિ. આ મંત્રાધિરાજનો મહિમા વર્ણવતાં કલિકાલસર્વૈજ્ઞભગવંત શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી ફરમાવે છે કેकृत्वा पापसहस्राणि, हत्वा जंतुशतान्यपि । अमुं मंत्रं समाराध्य, तिर्यंचोऽपि दिवंगता ॥ અર્થ :- હજા૨ો પાપ અને સેંકડો જીવોની હિંસા કરનારા તિર્યંચો પણ આ મંત્રને સભ્યપ્રકારે આરાધીને દેવગતિને પામ્યા છે આવા અણમોલમંત્રને પામેલા સહુના હૃદયમાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની ભાવપૂર્વકની ભક્તિનો ઉલ્લાસ અહર્નિશ વધતો રહો. ૧૬૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #203 -------------------------------------------------------------------------- ________________ “ નમો પદનો મહિમા દાસો” માંથી “દા' કાઢી લેવામાં આવે તો “સોહં' રહે છે. “દા' દાન અર્થમાં છે, એટલે પોતાની વસ્તુ દાનમાર્ગે આપી દેવાથી “સોહં' પદના અધિકારી બનાય છે. દાનથી પુણ્ય બંધાય છે અને પુણ્યથી સુંદર પ્રકૃતિ તેમ જ ભૌતિક પદાર્થો નહિ ઈચ્છવા છતાં પણ મળે છે. પ્રકૃતિના ધર્મોથી પણ મુક્ત થવા માટે “સોડાં' માંથી આદિ વ્યંજન “સુ” અને ઉપાજ્ય અક્ષર “હ” કાઢી લેવામાં આવે તો “ઓમ્' (ૐ) અર્થાતુ શુદ્ધ આત્મસ્વરૂપ રહે છે. પહેલાં દાન પછી પ્રકૃતિનું સમર્પણ અને પછી આત્માના શુદ્ધ સ્વરૂપનો ભાસ ! એવો અર્થ “દાસો મંત્રમાંથી નીકળે છે. “નમો પદ “દાસોહં'નું જ પ્રતીક છે. તેથી “નમો' પદના જાપથી પણ દાન, સમર્પણભાવ તથા તેના પરિણામે આત્માનું શુદ્ધ અરિહંત સ્વરૂપ પામી શકાય છે. નમો' પદ અનુરાગવાચક પણ છે તથા “અરિહંતાણં 'અનુગ્રહવાચક પણ થઈ શકે છે. શ્રી અરિહંતોના અનુગ્રહથી તેમના પ્રત્યેનો પ્રશસ્ત અનુરાગ વધે છે અને અનુરાગની વૃદ્ધિ થવાથી અનુગ્રહની પણ વૃદ્ધિ થાય છે. અનુગ્રહ અને અનુરાગ પરસ્પર સાપેક્ષ છે, એક વિના બીજ રહી શકતો નથી. અનુગ્રહના અર્થીએ અનુરાગ ઉત્પન્ન કરવો જોઈએ અને અનુરાગના અર્થીએ અનુગ્રહનો સ્વીકાર કરવો જોઈએ. અનુ=પશ્ચાત્ + ગ્રહ= પકડ. અનુરાગ અર્થાત્ પ્રશસ્ત રાગની પછી જે ઉત્પન્ન થાય તે અનુગ્રહ. એવી જ રીતે અનુ+પશ્ચાત્+રાગ સ્નેહ. અનુગ્રહની પછી જે ઉત્પન્ન થાય તે અનુરાગ. અનુગ્રહ અને અનુરાગ બંને મળીને ભાવનમસ્કાર બને છે. તથા ભાવનમસ્કાર દ્વારા સહજમળનો હ્રાસ અને ભવ્યત્વનો વિકાસ થાય છે. નમો' માતાના સ્થાને અને “અરિહંતાણં * પિતાના સ્થાને છે. બંનેના સંયોગથી થતો જે શુભભાવ - લયોપશમભાવ, તે ગર્ભધારણરૂપ ગણાય અને તેમાંથી કાળક્રમે ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય તે પુત્રજન્મ ગણાય. પંડિત શ્રી વીરવિજયજી મહારાજે શ્રી વીપ્રભુના સ્તવનમાં કહ્યું છે કે-લય ઉપશમ તે ક્ષાયિક થાય, ગર્ભવતીપ્રિયા પુત્ર જણાય. ભાવિકભાવરૂપી પુત્રની પ્રાપ્તિ માટે કયોપશમભાવરૂપી ગર્ભના ધારણની અપેક્ષા છે અને લયોપશમ ભાવરૂપી ગર્ભધારણ માટે પિતાના સ્થાને ઉપાસ્ય અને માતાના સ્થાને ઉપાસક એ બેનો ઉચિત સંબંધજરૂરી ગણાય. ઉચિત સંબંધ એટલે એકાંતમાં ભાવપૂર્વક મિલન! ઉપાસ્યનો અનુગ્રહભાવ અને ઉપાસકનો અનુરાગભાવ, આ બેના મળવાથી મોહનીયકર્મના ક્ષયોપશમરૂપી ગર્ભધારણ અને અનુક્રમે તેના ક્ષયરૂપી પુત્ર જન્મ થાય છે. નમો’ના આ સ્પષ્ટ-અર્થને જણાવનારું સુભાષિત શ્રી વીતરાગસ્ત્રોત્રના છેલ્લા પ્રકાશમાં છે. ' तव प्रेष्योस्मि, दासोस्मि सेवकोस्म्यस्मि किंकरः । ओमिति प्रतिपयस्व नाथ ! नातः परं ब्रुवे ॥' અર્થ - નાથ! અરિહંત પરમાત્માનું ! હું તારો પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું (હે પ્રભુ! તમે) મારી આ વાતમાં હા પાડીને સેવક તરીકે મારો સ્વીકાર કરો આથી વધારે મારે કાંઈ કહેવું નથી. શ્રી નવકારના પ્રથમપદનો જ આ ભાવાર્થ છે. “નમો શબ્દમાંથી “ન' કાઢી નાખી “મો અને ઊલટો કરવામાં આવે તો “ઓ ' બની જાય છે. “ન” થી “હું બીજું કાંઈ માગતો નથી' એમ સૂચવાય છે. અને “ઓં થી આપ મારા દાસ્ય ભાવનો સ્વીકાર કરો ' એમ પ્રાર્થના કરાય છે. નમો પદનો મહિમા ૧૦૧ Page #204 -------------------------------------------------------------------------- ________________ ' અરિહંત એ નાથવાચક છે. ‘ નમો ’ના યોગે ચોથી વિભક્તિનો પ્રત્યય દાસ ભાવને સૂચવે છે. એ રીતે પ્રથમપદ વડે પ્રભુના દાસભાવનો આગ્રહ અને તે સિવાય બીજા કશાનો અનાગ્રહ સૂચવાય છે. ‘ નમો ’નું ઊલટું રૂપ ‘મોન’ થાય છે. ‘ મોન=મૌન ' મૌન એટલે મુનિપણું. * શ્રી અરિહંતોનું મુનિપણું મને પ્રાપ્ત થાઓ ' એવી ભાવના પણ ‘ નમો અરિહંતાણં ’ પદમાંથી નીકળી . શકે છે. * નમો ' દ્વારા મનનું નમનભાવમાં રૂપાંતર થાય છે. નમન એટલે મનને નમાવવું, નમાવવું એટલે અહંકાર રહિત બનાવવું. ‘ અહં ' જાય એટલે ‘મમ’ જાય. ‘મમ’ જાય એટલે ‘સમ’ આવે. ‘સમ’ આવે એટલે આત્મસમત્વ પ્રગટે. આ રીતે ‘નમો' પદ આત્મસિદ્ધિ માટેના અમોઘ રસાયણનું કામ કરે છે. રસાયણની પેઠે તેનું સેવન ક૨ના૨નો બેડો પાર થઈ જાય છે, અને તેના જન્મ-મરણ આદિ ટળી જાય છે તેમાં કોઈ સંશય નથી. सिज्जाट्टाणं पमुत्तूणं चिट्ठज्जा धरणीयले । भावबंधुं जगन्नाहं नमुक्कारं तओ पढे ॥ શ્રાવક સવારે શય્યાસ્થાન-પથંકાદિને છોડીને ધરણીતલ ઉપર બેસે અને સર્વત્ર સહાયકારક હોવાથી પરમાર્થ બંધુ તુલ્ય તથા અપ્રાપ્ત ગુણોને પ્રાપ્ત કરાવનારા અને પ્રાપ્ત જ્ઞાનાદિ ગુણોનું રક્ષણ કરનારા વિશ્વસ્વામીને નમસ્કાર ભણે (કરે) અથવા પરાવર્તન કરે. * जलणाइ भए सेसं, मोत्तुं इक्कंपि जह महारयणं । घिप्पइ संगामे वा, अमोहसत्थं जह तहेह || અગ્નિ આદિનો ભય આવી પડે ત્યારે શેષ વસ્તુ મૂકીને એક મહારત્નને ગ્રહણ કરાય છે; કારણ કે તેમ ક૨વાથી પલાયન થવું આદિ ક્રિયા સુખપૂર્વક થઈ શકે છે. અથવા સંગ્રામની અંદર લાકડી, તલવા૨, ભાલા વગેરેને છોડી અમોઘ એવા બાણને કે શક્તિ આદિ શસ્ત્રને ગ્રહણ કરવામાં આવે છે. તેમ અહીં પણ મરણ આવી પડે ત્યારે તે અવસ્થામાં સ્મરણ ક૨વાને અશક્ય એવા દ્વાદશાંગને છોડીને, તે જ અર્હદ આદિ પરમેષ્ઠીઓને નમસ્કાર કરવામાં આવે છે. દ્વાદશાંગના સ્થાને જે કરાય તેને દ્વાદશાંગનો અર્થ માનવો જોઈએ. ૧૬૨ मोत्तुंपि बारसंगं, स एव मरणंमि कीरए जम्हा । अरहन्तनमोक्कारो, तम्हा सो बारसंगत्थो || અથવા જ્ઞાન-દર્શન-ચારિત્ર એ બાર અંગનો સાર છે અને તે અરિહંત આદિ પાંચમાં જ રહેલા છે પણ બીજે નહીં. અહીં પંચપરમેષ્ઠીનમસ્કારમાં નમસ્કાર દ્વારા તે અરિહંત આદિ પાંચને નમાય છે, તેથી આ નમસ્કારમાં દ્વાદશાંગનો અર્થ એટલે બાર અંગનો સાર ૫૨માર્થથી રહેલ છે એ વગેરે વિચારીને પરમ મહર્ષિઓએ નવકારની દ્વાદશાંગાર્થતા માનેલી છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #205 -------------------------------------------------------------------------- ________________ * નમો 'પદનું રહસ્ય શ્રી નવકારમાં છ વખત “નમો' પદનું ઉચ્ચારણ છે તે સહેતુક છે. પાંચ ઇન્દ્રિય અને છઠું મન એ જ્ઞાનમાં સાધન છે. તે સર્વ વડે થતું શ્રી પંચપરમેષ્ઠિઓનું જ્ઞાન સર્વપાપના હેતુભૂત દુષ્ટમન અને અશુદ્ધ ઇન્દ્રિયોને ટાળી, શુભમન અને શુદ્ધ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરે છે. દુષ્ટ મનનો નાશ તે પાપક્ષય છે અને શુભભાવની ઉત્પત્તિ તે મંગળનું આગમન છે. શ્રી નવકારના પ્રત્યેક “નમો ' પદને બોલતી વખતે એકેક ઈન્દ્રિય અને છઠ્ઠા પદનો નમસ્કાર બોલતી વખતે મનને નિર્મળ કરવાનો પ્રયાસ હું કરી રહ્યો છું. એમ વિચારવું. નમો પદમાં પોતાની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિમત્તાનો સભાન સ્વીકાર છે. એ સ્વીકારમાં જ પરમાત્માની સ્તુતિ સમાયેલી છે. “નમો અરિહંતાણં' પદમાં વિવેક, વૈરાગ્ય, શમ દમ, સંતોષ, શ્રદ્ધા, ઉપરતિ, સમાધિ, મુમુક્ષતા વગરેનો એક સામટો સમાવેશ જ્ઞાનીને દેખાય છે. પ્રભુકૃપા માટે જરૂરી યોગ્યતાને તે વિકસાવે છે અને અયોગ્યતાનું નિવારણ કરે છે. દા.ત., “નમો' દુષ્કતગવાચક છે. “અરિહ ' સુકતાનુમોદનવાચક છે અને તાણં' ચતુર શરણગમાનવાચક છે. વળી “નમો અરિ + હંતાણં' પદ ધર્મકાયવાચક છે, “નમો અરિહં+ તાણે પદ કર્મકાયવાચક છે અને “નમો અરિહંત + આણં' પદ તત્ત્વકાયવાચક બની શકે છે. “ નમો ' પદથી દુષ્કતગર્તા, અરિહં' પદથી સુકૃતાનુમોદન અને “તાણ ' પદથી પ્રધાનશરણગમન વ્યક્ત થાય છે. દુષ્કતગહ માટે કહ્યું છે કે- મતિદતેવું નુવાનિયને ' કર્મનો અનુબંધ દૂર કરવા માટે આ (દુષ્કૃતગર્તા) અમોઘ છે. સુકૃત અનુમોદન માટે કહ્યું છે કે – “મદવેતાનાશક્તિવશ્વનન્ !' કુશળ આશયનો અનુબંધ પાડવા માટે આ (સુકતાનુમોદન) સમર્થ છે. પ્રધાન શરણોપગમન માટે કહ્યું છે કે-મહાન પ્રત્યાય પરિક્ષાવ: પ્રત્યપાયોથી-વિદ્ગોથી બચાવી લેવા માટે આ (પ્રધાનશરણોપગમન) મહાન ઉપાય છે. તાણે ' = “ત્રાણ' માં સાક્ષાત્ શરણપદ છે. “અરિહં' પદમાં ત્રિભુવનપૂજ્યતા છે, જે મહાન કુશળ કર્મને ઘોતિત કરે છે. “નમો પદ વડે દુષ્કતથી પાછા કરીને સુકૃત તરફ ગમન કરવાની ઈચ્છા અભિવ્યક્ત થાય “અરિ+હંતાણં' એટલે ધર્મકાય અવસ્થા. જે અવસ્થામાં મૈત્યાદિ ભાવો અને તદ્દનુરૂપ આચરણ વડે ક્રોધાદિ ભાવશત્રુઓને પ્રભુએ હણી નાખ્યા છે, તેનો બોધ થાય છે. અરિહંતસ્તાણ થી પ્રભુની સમવસરણસ્થ કર્મકાયઅવસ્થાનો બોધ થાય છે. અરિહંત+આણ થી પ્રભુની તત્ત્વકાયઅવસ્થા, કે જે અવસ્થામાં પ્રભુ જગતના જીવોને તારવા માટે આજ્ઞાના આરાધન વડે આજ્ઞાસ્વરૂપ બની ગયા છે, ભક્તિ કરનારને અનુગ્રહ કરવા વડે સ્વયં આજ્ઞાસ્વરૂપ બની ગયા છે તેનો બોધ થાય છે. “નમો' પદનું આ રહસ્ય વારંવાર વિચારમાં વણવાથી તેની સુવાસ દયમાં ઉતરે છે અને પછી જીવનમાં ફેલાય છે. તેના પ્રભાવે માથે ચઢી બેઠેલો માનકષાય પગની પાનીએ સ્થાન પામે છે અને શ્રી અરિહંત અને તેમની આજ્ઞાની ઉત્તમાંગે પ્રતિષ્ઠા થાય છે. નમો 'પદનું રહસ્ય ૧૩ NS Mean i refere e & Personal Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ લાલા લ૦ શ્રી નવકાર અને શ્રી સિદ્ધચક્ર ૦ શ્રી નવકાર શ્રતરૂપ છે. શ્રુતજ્ઞાન એ પાંચ જ્ઞાનમાં સ્વ-પર-પ્રકાશક છે તેથી મુખ્ય મંગળ છે. પાંચ જ્ઞાન મંગળરૂપ છે, ભાવમંગળરૂપ છે. તેથી ભાવસંવર અને કર્મક્ષય થાય છે. શ્રી નંદીસૂત્રમાં જ્ઞાનને મંગળરૂપ માન્યું છે, કારણ કે તે આત્મગુણરૂપ છે. આત્મગુણનું ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે. આત્મધ્યાનથી આત્મજ્ઞાન થાય છે. અને આત્મજ્ઞાન એ કર્મક્ષય તેમજ મોક્ષનો હેતુ બને છે. શ્રી સિદ્ધચક્ર એ નવપદો અને તેના પરિવારરૂપ સકળ લોકમાં રહેલા શ્રેષ્ઠપદાર્થોનો વ્યવસ્થિત ચક્રાકાર સંગ્રહ છે. તેથી તેનું ધ્યાન શ્રી નવકારરૂપી શ્રુતવડે અસ્પષ્ટપણે ઓળખાયેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતો અને તેમના મહિમાનો સ્પષ્ટપણે બોધ કરાવે છે. શ્રુતજ્ઞાન એ પરોક્ષ પ્રમાણ છે. એટલે તેના વડે થતો બોધ અસ્પષ્ટ અને ઝાંખો હોય છે. શ્રુતનો વિષય સામાન્ય છે. વિશેષનો બોધ માત્ર શાબ્દિક જ્ઞાનથી નહિ પણ વસ્તુના ધ્યાનથી થાય છે. ધ્યાન વડે શાબ્દિક બોધ સ્પષ્ટ થાય છે. સામાન્યધર્મનું જ્ઞાન હતું તે વધીને વિશેષધર્મનું ભાન કરાવે છે. ક્રમ આ પ્રમાણે છે. પ્રથમ મતિજ્ઞાન-ઇન્દ્રિયો અને મન વડે, થાય છે, પછી શ્રુતજ્ઞાન કેવળ મન વડે થાય છે, પછી અનુભવજ્ઞાન થાય છે અને તેનો ઉપાય ધ્યાન છે. શ્રુતવડે જાણેલા પદાર્થોને અનુભવગોચર કરવા માટે ધ્યાન અનિવાર્ય બને છે. જ્ઞાનને કાર્યકારી કરવા માટે ધ્યાનની આવશ્યકતા છે. જ્ઞાનની સામગ્રી શ્રી નવકાર પૂરી પાડે છે. ધ્યાનની સામગ્રી સિદ્ધચક્ર વડે પૂરી થાય છે. જ્ઞાન વડે સામાન્યબોધ થાય છે, તે જ બોધ ધ્યાન વડે વિશેષ બને છે, સ્પષ્ટ થાય છે, અપરોક્ષપણે અનુભવાય છે. શ્રી નવકાર ભાવમંગળ છે, ભાવમંગળ આત્મ પરિણામરૂપ છે. દ્રવ્યનમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયા વડે થાય છે. ભાવ-નમસ્કાર જ્ઞાન, શબ્દ અને ક્રિયાના સમન્વય વડે અંતરાત્મામાં પ્રગટ થાય છે. જ્ઞાન વડે અંતરમાં નમસ્કારનો જે આકાર પ્રતિભાસિત થાય છે તે સ્થાપના નમસ્કાર છે. કેમકે જ્ઞાન એ વિષયાકાર બનીને શેયને જણાવે છે. શબ્દના ઉચ્ચારણરૂપ નમો એ નામ નમસ્કાર છે. ક્રિયારૂપ નમસ્કાર એ દ્રવ્યનમસ્કાર છે. દ્રવ્યથી ભાવ ઉપજે છે. નામ અને સ્થાપના, અભિધાન અને આકાર વડે ભાવની સાથે સંબંધ ધરાવે છે, અભિધાન અને અભિધેય વચ્ચે વાચ્ય-વાચક સંબંધ છે. આકારને ભાવ સાથે સ્થાપ્યસ્થાપક સંબંધ છે. એક સંબંધીનું જ્ઞાન અપર સંબંધીનું સ્મારક બને છે. એ ન્યાયથી નામ અને સ્થાપના, ભાવનું સ્મરણ કરાવે છે. દ્રવ્ય સ્વયં ભાવ સ્વરૂપ બને છે. દ્રવ્ય એ કારણ અવસ્થા છે, ભાવ એ કાર્ય અવસ્થા છે. નામ અને સ્થાપના કાર્યને ચિત્રની અંદર લાવે છે, ભાવનું પ્રણિધાન કરાવે છે. પ્રણિધાનપૂર્વક થયેલી ક્રિયા N ૧૬૪ આ ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jamemorary.org Page #207 -------------------------------------------------------------------------- ________________ ભાવનું કારણ બને છે. ક્રિયા એ દ્રવ્ય છે તેમાંથી ભાવ પેદા કરવા માટે એ ક્રિયાની પાછળ ક્રિયાકારકને ભાવનું જ્ઞાન થવું જોઈએ. એવું ચોક્કસ જ્ઞાન, નામ અને સ્થાપનાથી થાય છે. નમસ્કાર એક પ્રકા૨ની શરણાગતિ છે. નમસ્કાર એ સમુદ્રમાં નદીને મળી જવાની ક્રિયા છે, ભગવદ્ભાવમાં આત્મવિસર્જન છે. નમસ્કારનું પ્રયોજન પ્રેમ છે. પ્રેમની પૂર્વાવસ્થાનું નામ, ભાવ અથવા રિત છે. ભાવ એ મનની અવસ્થા વિશેષ છે. પરમેષ્ટિભગવંતો પ્રત્યે રતિભાવ નમસ્કાર વડે કેળવાય છે. અનાદિકાલિનમંત્ર જૈનોનો એકમાત્ર મૂળમંત્ર શ્રી નવકાર અનાદિકાલીન છે. ક્રોડો શ્લોકોવાળા દૃષ્ટિવાદથી જે સાધી શકાય છે તે આ નવપદવાળા નાના શ્રી નવકારમાં રહેલા વિશાળ અર્થના ચિંતન દ્વારા સહજ પ્રાપ્ત થઈ જાય છે. એ કારણે એને ચૌદ પૂર્વનો સાર અને સર્વસ્મરણોમાં પ્રથમ માનેલ છે. શ્રી નવકારના સ્મરણ, મનન, ચિંતન અને ધ્યાનથી પ્રમોદભાવના જાગૃત થાય છે અને તેની વૃદ્ધિ થવાથી કોઈને કોઈ ભવમાં શ્રી નવકારના કોઈ એક પદમાં સ્થાન પામવાની પાત્રતા અવશ્ય પ્રાપ્ત થાય છે. શુભભાવોની સાધના અને સિદ્ધિનું કારણ હોવાથી શ્રી નમસ્કારમંત્ર, સર્વોત્તમ મંત્ર અને પ્રથમમંગળ મનાય છે. જ્ઞાનીઓના કથન મુજબ આ મંત્ર સમૂળ પાપોચ્છેદક છે. ભક્તિનો સંચાર વિશ્વમાં સહુ કોઈ પોતાનું મંગળ અને કલ્યાણ ઈચ્છે છે. નમસ્કારમંત્ર પરમમંગળરૂપ છે. તેના સ્મરણાદિથી કાર્યની આદિથી અંત સુધીમાં આવનારાં વિઘ્નો ટળી જાય છે. જેટલા શ્વોસોચ્છ્વાસ આ મંત્રથી ભરાય છે અર્થાત્ આ મંગળકારી મંત્રના સ્મરણમાં વપરાય છે, તેટલા આત્મહિતકારી છે એવું શ્રી વીતરાગનું વચન છે. આ મંત્ર, જગતના સર્વગુણીપુરુષો પ્રત્યે નમ્રતાનો સૂચક છે. ગુણીપુરુષોની ગુરુતા અને પોતાની લઘુતાનું સતત ભાન કરાવે છે. પરમેષ્ઠિભગવંતો સર્વથી મહાન છે. તેમની આગળ હું અતિઅલ્પ, લઘુ, તુચ્છ છું. આ રીતે પોતાનું લઘુત્વ અને પરમેષ્ઠિઓનું ગુરુત્વ સ્થાપિત થતું હોવાથી આ મંત્રવડે અવિઘા, અહંકાર અને તજ્જન્ય જન્માદિ દોષો નાશ પામે છે. અવિદ્યા, અહંકાર ટળવાથી બુદ્ધિ નિર્મળ થાય છે. નિર્મળ બુદ્ધિથી થયેલું કાર્ય સફળ થાય છે. સફળતા મેળવવાનો પ્રથમ ઉપાય બુદ્ધિની નિર્મળતા છે. નમસ્કાર વડે તે સિદ્ધ થાય છે. નમસ્કાર વડે નમ્રભાવ આવે છે. ગુરુની ગુરુતા અને પ્રભુની પ્રભુતાનું ચિંતન થાય છે. તેમની મહત્તા અને પોતાની અલ્પતાનું ભાન થતાં હૃદયમાં ભક્તિનો સંચાર થાય છે. સિદ્ધિનું બીજ પાપવિમુક્તિ માટે સર્વથા પાપરહિત પુરુષોને કરાતો નમસ્કાર, અંતઃકરણની શુદ્ધિ કરાવી સકળ પુરુષાર્થની સિદ્ધિનું બીજ બને છે. જીવત્વનું બહુમાન જડ પ્રત્યેનો આદર આકર્ષણ, પ્રીતિ, બહુમાન, પ્રમોદ, અનુમોદન વગેરે પાપપ્રકૃતિનો રસ નિકાચે છે. તેનાથી બચવા માટે શ્રી નવકારનો આશ્રય અનિવાર્ય છે. એક નવકાર જ જડત્વના બહુમાનથી જીવને બચાવી શ્રી નવકાર અને શ્રી સિદ્ધચક્ર Jai Education International ૧૬૫ Page #208 -------------------------------------------------------------------------- ________________ લઈ, જીવત્વના બહુમાનમાર્ગે જીવનને દોરી જાય છે. તેથી તેનું પુનઃ પુનઃ રટણ, સ્મરણ પઠન, ચિંતન, ધ્યાન એકાંત હિતકારી છે. અમૂલ્ય ભેટયું શ્રી નવકાર એ સારની પોટલી છે. શ્રી નવકાર એ રત્નની પેટી છે. શ્રી નવકાર એ ભવાટવીનો ભોમિયો છે. શ્રી નવકાર એ ભવસમુદ્રની દીવાદાંડી છે. શ્રી નવકાર એ ધ્રુવનો તારો છે. શ્રી નવકાર એ શ્રી તીર્થંકર પરમાત્માનું અમૂલ્ય ભેટશું છે. શ્રી તીર્થંકર પરમાત્માઓ તરફથી જગતના જીવોને એક શ્રી નવકારનું ભેટશું એવું છે કે તે જ્યાં સુધી રહેશે ત્યાં સુધી તેઓનો સંસાર ઉપર અનન્ય ઉપકાર, બીજાઓના સર્વ ઉપકાર ભેગા મળીને પણ જે લાભ ન કરે તેટલો મોટો લાભ કરે છે, અને કરશે. सव्वंपि बारसंगं परिणामविशुद्धिहेनमित्तागं । तत्कारणमित्ताओ किह न तयत्थो नमोक्कारो ? ॥ સઘળુંય દ્વાદશાંગ પરિણામની વિશુદ્ધિ માટે જ રચાયેલું છે તેથી પરિણામવિશુદ્ધિમાત્રના કારણભૂત એવા નમસ્કારને દ્વાદશાંગાથે કેમ ન કહેવાય ? નમસ્કાર એ પરમપુરુષ પરિમેષ્ઠિઓના નામોત્કીર્તનરૂપ હોવાથી પરિણામવિશુદ્ધિના કારણ સ્વરૂપ છે, તેથી તેને બાર અંગના અર્થભૂત કે રહસ્યભૂત અવશ્ય કહેવાય. " नवकारओ अन्नो सारो मंतो न अस्थि तियलोए । તાંદુ અજુનિં વિગ પહેચવો પણ બત્તી છે. ” ત્રણ લોકમાં નવકારથી સારભૂત અન્ય કોઈ મંત્ર નથી, એટલા માટે તેને પ્રતિદિન પરમ ભક્તિથી ભણવો જોઈએ. ૧૬૬ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #209 -------------------------------------------------------------------------- ________________ મંત્રની શક્તિ એક બાજુ સ્ટીલ (પોલાદ) અને બીજી બાજુ પાણી એ બેમાં શક્તિ વધારે કોની? સ્થૂળદષ્ટિવાળો કહી શકે સ્ટીલની પણ સ્ટીલને પાણીના કુંડામાં નાખો, ચાર મહિના પછી જુઓ કોની હાર થાય છે, પોલાદની કે પાણીની? હાર પોલાદની જ થાય છે. આગળ વધીને તપાસો કે એ પાણીની શક્તિ વધારે કે વરાળની? એ વરાળ નીકળે છે પાણીમાંથી, પણ એના વડે મોટી ટ્રેનો ચાલે છે, કારખાનાઓ અને યંત્રો એના બળથી ચાલે છે. વરાળ કરતાં હાઈડ્રોજનની શક્તિ વધારે છે. એ બધા કરતાં મનની શક્તિ વધારે છે. પણ પ્રશ્ન એ છે કે એ શક્તિશાળી મનને વશ શી રીતે કરવું? વર્તમાનકાળે આહાર, ભય, મૈથુન અને પરિગ્રહની સંજ્ઞાઓમાં મન બંધાઈ ગયું છે. બકરાના ટોળામાં સિંહના જેવી દશા મનુષ્યના મનની થઈ છે. મન સાથે તેને મંત્ર કહેવાય છે. આમ તો તે માત્ર પંચપરમેષ્ઠિભગવંતોને નમસ્કાર છે, એને નમસ્કાર મંત્ર કહ્યો છે. પરંતુ એનાથી મનને વશ કરવામાં આવે તો સર્વ શ્રુતના રહસ્યને પામી શકાય છે. એના આરાધનથી મન એવું બની જાય છે કે જે ઉત્સર્ગ અને અપવાદ, દ્રવ્યાર્થિકનય, પર્યાયાર્થિકનય, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, અને ભાવને યથાર્થપણે આપોઆપ જાણી શકે છે. નમસ્કારથી શુદ્ધ થયેલું મન મોહને ઓળખી શકે છે અને ધર્મને પણ જાણી શકે છે. મંત્રવડે સૂક્ષમતા અને શુદ્ધતા જ્યાં સુધી સ્થૂળદષ્ટિ નહિ જાય, સૂક્ષ્મદષ્ટિ નહિ ઊઘડે, ત્યાં સુધી આ સંસારના ધોખાને અને સંસારની માયાને મનુષ્ય નહિ સમજી શકે. માણસ જાણે છે કે દિવસ ાય છે અને દિવસ જાણે છે કે માણસ જાય છે. મુસોલીની, હીટલર, એલીન, કેસર, સિકંદર વગેરે ક્યાં ગયા? જેની નોબતોના ડંકાઓથી આકાશ ગાજી ઊઠતું તે બાદશાહો આજે કબરોમાં ચૂપચાપ પડ્યા છે. મનમાં સૂક્ષ્મતા આવે તો મોહની આ રમત સમજાઈ જાય. શ્રી તીર્થંકરદેવો આ જાણતા હતા, તેથી મનને વશ કરવાનો તેમજ મનને સૂક્ષ્મ અને શુદ્ધ બનાવવાનો ઉપાય બતાવી ગયા છે. શ્રી નવકારની વિધિ-બહુમાનપૂર્વક આરાધના કરવાથી મનમાં સૂક્ષ્મતા અને શુદ્ધતા આવે છે અને મન આપોઆપ વિવેક કરતું થઈ જાય છે. મનને વશ કરવાનો ઉપાય પ્રશ્ન:- મનને વશ શી રીતે કરવું? ઉત્તર :- ઘોર અંધારી મધ્યરાત્રિએ બે કાંઠે વહેતી નદીના પુલ પરથી પસાર થતી ટ્રેનમાં નિરાંતે ઊંઘી જાઓ છે, ઊંઘી શકો છો, કારણ કે તમને રેલવેતંત્ર પર વિશ્વાસ છે. તેની કાર્યવાહીમાં વિશ્વાસ છે. તેના ગાર્ડ, ડ્રાઈવર વગેરેની દક્ષતા, નીતિમત્તા આદિમાં વિશ્વાસ છે, પૂરો ભરોસો છે. મંત્રની શક્તિ vir જ છે R Page #210 -------------------------------------------------------------------------- ________________ આટલો વિશ્વાસ અનંત ઉપકારી શ્રી તીર્થંકરદેવો અને તેમના વચનો ઉપર છે ? કાયર ન બનો, ભીરુતા અને અશ્રદ્ધાનો ત્યાગ કરો. સાથોસાથ એ પણ જાણી લો કે બિનશરતી શરણાગતિ અને અનન્યઉપકારી અને આપ્તતમ શ્રી વીતરાગ, સર્વજ્ઞ પરમાત્માના વચનો ઉપર વિશ્વાસ મૂકવાથી મન વશ થાય છે. વિશ્વાસની મહત્તા શ્રી નવકાર પાસે પહેલાં કંઈ માગવા કરતાં પહેલાં તેને ગણવો-તેનો જાપ કરવો એમાં ડહાપણ છે. ગણ્યા પહેલાં જ એ શું આપે ? કેવી રીતે આપે ? એવું પ્રશ્ન કરનારને પૂછવાનું કે-દુકાન માંડો છો તે પહેલાં નફો હાથમાં આવે છે ? ના. દુકાન શરૂ થતાં જ નફાનું કે નુકસાનનું સરવૈયું કાઢો છો કે દિવાળી ઉપર ? એ તો ત્યારે કઢાય ને ! એમાં ઉતાવળ થાય તો કામ ચૂંથાઈ જાય. તો પછી શ્રી નવકા૨ની સેવામાં છ મહિના તો ખાનદાનીથી ગાળો, પછી એનાથી થતા લાભની વાત પૂછવી નહિ પડે પણ અનુભવ થઈ જશે. તાત્પર્ય કે ૫૨મતા૨ક ૫૨માત્મા અને તેઓશ્રીના વચનમાં વિશ્વાસ મૂકવાની બાબતમાં મનમાં સહેજ પણ સંશય રહે છે ત્યાં સુધી જીવન આરાધનાના મંગળમાર્ગ પર નિશ્ચિતપણે કદમ ભરી શકતું નથી. માટે રેલવે કંપની, સ્ટીમર કંપની અને ઈન્સ્યોરન્સ કંપની કરતાં પણ વધુ વિશ્વાસ શ્રી જિનરાજ અને શ્રી જિનવચન ઉ૫૨ જોઈશે જ. સરકારી નોકરી બરાબર પૂરી કરનારને તો માત્ર પેન્શન જ મળે છે, પણ શ્રી તીર્થંક૨ભગવંતો અને તેઓશ્રીના તીર્થની ભાવપૂર્વક સેવા કરનારને તો યથાકાળે મોક્ષ મળે છે. શ્રી નવકાર શું છે ? નમો અરિહંતાણં એ વાસ્તવમાં મોહના કટ્ટર વૈરી શ્રી અરિહંતોનો જયનાદ છે. જગતના મોહરૂપી દુશ્મન અને તેની સત્તા સામે જબ્બર પડકાર છે. અંગ્રેજો પોતાની સામે પડકાર કરનારને કેદમાં પૂરી દેતા હતા. પરંતુ જેલમાં ‘એ, બી, સી, ડી,’ એમ ચાર વર્ગ રાખતા હતા. બળવાન પડકાર કરનારાઓને સી કે ડી વર્ગમાં રાખતા ગભરાતા હતા. તેથી તેવાને એ કે બી વર્ગમાં રાખતા હતા. તેમ મોહની સામે સંગઠિત થઈને એવો પડકાર કરીએ કે તે જેલમાં રાખે તો પણ એ કે બી વર્ગમાં જ રાખે. સી કે ડી વર્ગમાં મૂકતાં ગભરાય. દેવ અને મનુષ્યગતિ એ, એ અને બી વર્ગ છે. જ્યારે નરક અને તિર્યંચગતિ એ સી અને ડી વર્ગ છે. અરિહંતનો નમસ્કાર એ મોહને પડકાર છે. અરિહંતના નામથી મોહની સત્તા ધ્રૂજી ઊઠે છે, કારણ કે અરિહંતનું નામ, સ્નેહનાં શસ્ત્રવડે મોહનાં મૂળિયાં ઉખેડનાર વિશ્વના મિત્ર શ્રી અરિહંતપરમાત્માની વિશ્વવાત્સલ્યભાવનાનું સ્મરણ કરાવનાર છે. જેના અંતરમાં વિશ્વ પ્રત્યે બંધુભાવ જાગ્યો તેના અંતરમાં રાગદ્વેષાત્મક મોહનું સૈન્ય ટકી શકતું નથી. સર્વ જીવોની ઉત્કૃષ્ટ હિંતચિંતાના ભાવરૂપ મિત્રતા વડે અરિતા-શત્રુતાનો ઉચ્છેદ ક૨ના૨ શ્રી અરિહંતપ૨માત્મા છે, તેથી ભાવથી તેમને નમસ્કા૨ ક૨ના૨ જીવ પણ જીવો પ્રત્યે શત્રુતાનો ત્યાગ કરનાર થઈને શ્રી અરિહંત સ્વરૂપ બની જાય છે. ૧૬૮ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #211 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારચિંતામણિ પ્રભુશાસનને પામેલા ભવ્ય મહાત્માઓને મહામંત્ર શ્રી નવકાર પ્રત્યે સ્વાભાવિક રીતે જ આકર્ષણ થતું જોવામાં આવે છે. અહીં કદાચ એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે આકર્ષણ થવાનું કારણ શું? ટૂંકમાં તેનો ઉત્તર એટલો જ છે કે શ્રી નવકાર એ પોતાનો પ્રાણ છે. પ્રાણ વિના હજી ચલાવી શકાય, પણ મંત્રાધિરાજ શ્રી નવકાર વિના ન ચલાવી શકાય. એવી અખૂટ શ્રદ્ધા જૈનકુળમાં જન્મેલા અને શ્રી જિનશાસનને પામેલા પુણ્યવાન આત્માઓને વારસાગત મળેલી હોય છે. જન્મતાં, મરતાં, ઊઠતાં, બેસતાં, સૂતાં, ખાતાં, પીતાં સુખમાં કે દુઃખમાં, ત્યાગમાં કે ભોગમાં સહુ કોઈ સમ્યગ્દષ્ટિ આત્માને ચિત્તસમાધિ માટે શ્રી નવકારની જરૂર પડે છે. ચિત્તની સમાધિ એ સમ્યગ્દષ્ટિવાળાને મન સૌથી મોટું ધન છે. શ્રી નવકારના સ્મરણ વિના એ બેચેની અનુભવે છે. મા વગરના બાળકની જેમ તે અનાથતા અનુભવે છે. શ્રી નવકાર એ સમ્યગ્દષ્ટિ જીવને માટે માતા, પિતા, બંધુ, સ્વામી અને ગુરુ સમાન છે. લૌકિક હિતકારી માતાપિતાદિનો સંયોગ તેના પ્રભાવે છે એમ તે માને છે. જન્મ જન્માંતરમાં જતાં તેનો એ જ એક સથવારો છે, સાથી છે, સન્મિત્ર છે, આવી શ્રદ્ધા તેને બંધાણી હોય છે કારણ કે તેને વારંવાર સાંભળવા મળે છે કે શ્રી નવકાર એ દ્વાદશાંગીનો સાર છે, ચૌદ પૂર્વનો ઉદ્ધાર છે. ચૌદ પૂર્વીઓને પણ અંત સમયે તેનો જ એક પરમ આધાર છે. આમ કહેનારા પુરુષો તેને મન શ્રદ્ધેય છે, આરાધ્ય છે. કારણ કે તેઓનું વચન પૂર્વાપર અવિરુદ્ધ, અવિસંવાદી, સફળ પ્રવૃત્તિજનક અને જાતે અનુભવીને કહેલું હોય છે. તે માને છે કે મહામંત્રી શ્રી નવકારનાં સર્વ પદો અને વર્ષો પવિત્ર છે. કારણ કે તે પરમપવિત્ર મહાપુરુષોએ કહેલાં છે. તેનું સ્મરણ કરનારને પવિત્ર કરનાર છે અને પવિત્રતમ એવા પરમપદને આપનાર છે. તે પદો સર્વ લક્ષણોથી યુક્ત છે અને લક્ષણોથી યુક્ત વસ્તુઓનું દેવતાઓ સાનિધ્ય કરે છે. તેથી આ મહામંત્રના વર્ષો પ્રવર એવા પ્રવચનદેવતાઓથી અધિષ્ઠિત છે. વળી તે જાણે છે કે મંત્રના અક્ષરોને તેના વાચ્ય પરમેષ્ઠિઓની સાથે અનાદિસિદ્ધ સંબંધ છે. મંત્રપદોનું સ્મરણ કરવાથી પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ થાય છે. મંત્રના અક્ષરો એ માત્ર અક્ષરો જ નથી, પણ વાચ્ય વાચક સંબંધથી સિદ્ધ સ્વયં પરમેષ્ઠિઓ જ છે. એ અક્ષરોનું એકાગ્ર ચિત્તે સ્મરણ કરવાથી પરમેષ્ઠિભગવંતો જ જાણે સામે ન આવતા હોય, અગર તો જાણે દયમાં પ્રવેશ ન કરતા હોય અથવા જેણે પોતાની સાથે મધુર ભાષણ ન કરતા હોય અથવા અંગોપાંગમાં આવીને જાણે મળતા કે તન્મયી ભાવને પામતા ન હોય તેવું અનુભવાય છે. આવો અનુભવ યોગ્ય પુરુષોને થાય અને બીજાઓને ન થાય એવું પણ નથી. કોઈ પણ શ્રદ્ધાળુ આત્મા જ્યારે શ્રી નવકારના સ્મરણમાં તલ્લીન બને છે, ત્યારે તેને આવો અનુભવ થાય છે. તેમાં મુખ્ય કારણ મહામંત્રની શાશ્વતતા છે. સર્વ તીર્થંકરભગવંતો તે ભવમાં યા પૂર્વના ભવોમાં આ મહામંત્રની આરાધના કરી ચૂકેલા હોય છે અને તેનું ફળ સાક્ષાત્ અનુભવીને ઉપદેશ દેનારા હોય છે. તેઓની સંકલ્પશક્તિ પણ મહામંત્રને પ્રતાપશાળી બનાવવામાં સહકારી હોય છે. તેઓના વચન પ્રામાણ્યથી ત્રણેય લોકમાં રહેલા સમ્યગ્દષ્ટિ જીવો આ મહામંત્રનું નમસ્કારચિંતામણિ ૧૬૯ IS Page #212 -------------------------------------------------------------------------- ________________ સતત આરાધન કરી રહ્યા હોય છે. અને તે દ્વારા શ્રી પરમેષ્ઠિભગવંતો સાથે તન્મય ભાવને પામી રહ્યા હોય છે. એ બધાનો લાભ મહામંત્રનું સ્મરણ કરનારને અદશ્ય અને અગમ્ય રીતે મળતો હોય છે. બીજા મંત્રોની જેમ મહામંત્રની સાધનાની પણ વિધિ છે, વિધિનું બહુમાન-એ સંવિધાનનું બહુમાન છે. સંવિધાન એટલે શ્રી જિનેશ્વર દેવે ફરમાવેલા શાસનના બંધારણનું બહુમાન. અવિધિએ દોરો પણ સોયમાં પરોવી શકાતો નથી, તો મનને શ્રી નવકારમાં શી રીતે પરોવી શકાય? પવિત્ર ક્ષેત્રમાં અનુકૂળ આસને શરીર ગોઠવી, શુદ્ધવસ્ત્રો પહેરી, મનને મૈથ્યાદિ ભાવો વડે વિશુદ્ધ કરી, પૂર્વ યા ઉત્તર દિશામાં અથવા શ્રી જિનપ્રતિમા સન્મુખ બેસી, આંખોની પાંપણ મીંચેલી રાખી, ઉત્તમ ભાવપૂર્વક ચિંતામણિરત્ન કરતાં અનંતગુણા ચઢિયાતા મંત્રાધિરાજ શ્રી નવકારનું સ્મરણ કરવું જોઈએ. પ્રભુરાગ ત્યારે જાગે છે જ્યારે પ્રભુજીના અનંતા ઉપકારના પુનઃપુનઃ સ્મરણમનનમાં મન તરબોળ બને છે. શાસ્ત્રમાં ઈષ્ટદેવતાનું સ્મરણ એ આદિ ધાર્મિક પુરુષનું પ્રધાનલક્ષણ કહ્યું છે. તેથી શ્રી જિનેશ્વરદેવના શાસનમાં આ મહામંત્રનું આરાધન કરવા માટે આબાલવૃદ્ધ સૌ કોઈને એક અપેક્ષાએ સમાન અધિકારી માન્યા ઉપદેશ તરંગિણીમાં કહ્યું છે કે આ લોક અને પરલોક-એમ ઉભયલોકમાં ઈચ્છિત ફળને આપનાર અચિંત્ય શક્તિ સ્વરૂપ શ્રી નવકારમંત્ર જયવંતો વર્તો કે જેના પાંચ પદોને સૈલૌક્યપતિ શ્રી તીર્થંકર પરમાત્માએ પંચ-તીર્થ કહ્યાં છે. જેના અડસઠ અક્ષરોને શ્રી જિનશાસનના અંગભૂત એવાં અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓને અનુપમ શ્રેષ્ઠ આઠ મહાસિદ્ધિઓ તરીકે વર્ણવી છે. એ શાશ્વતા શ્રી નવકારમંત્રની આરાધના કરી સર્વ જીવો આત્મકલ્યાણ સાધો... એ જ મંગળ કામના. બાહ્ય-આત્યંતરનમસ્કાર શ્રી પંચપરમેષ્ઠીઓ એ આત્માની જ પાંચ શક્તિઓ છે એક જ શક્તિ અનેકરૂપે આવિર્ભાવ પામે છે. એમાં પાંચ આવિર્ભાવો પૂજનીય અને શ્રેષ્ઠ પ્રકારે અનુકરણીય છે. શ્રી અરિહંતાદિ પંચપરમેષ્ઠી પણ સ્વ-આત્માની જુદી જુદી પાંચ અવસ્થાઓ (છઠ્ઠાથી ચૌદમાં ગુણસ્થાનક સુધીની) સમજવાની છે તત્ત્વથી તેને જ નમસ્કાર થાય છે. તાત્ત્વિકનમસ્કાર પામવા માટે પરમેષ્ઠિપદને પ્રાપ્ત પુરુષોને નમવાનું છે. તેમને નમસ્કાર કરીને નિશ્ચયથી સ્વ-આત્માને જ નમસ્કાર કરવાનો છે. બાહ્યનમસ્કાર આંતરૂનમસ્કારનું કારણ બને છે. દ્રવ્યથી ભાવ, બાહ્યથી આંતરું એમ નમસ્કારના બે-બે પ્રકાર છે. બાહ્યનમસ્કારને વ્યવહારનમસ્કાર અને આત્યંતર નમસ્કારને નિશ્ચયનમસ્કાર કહેવાય છે. AN ૧૭૦ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Page #213 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠિધ્યાન સર્વયોગોનો સર્વથા નિરોધ કરવારૂપ ધ્યાન શ્રી જિનેશ્વરદેવોને હોય છે. જિનેશ્વરનો સામાન્ય અર્થ કેવળજ્ઞાનની સ્થિતિ પામેલા આત્માઓ-એવો થાય છે. દેહ વિનાના શુદ્ધાત્માઓને તો યોગના વ્યાપારો શોધવાની જરૂર રહેતી નથી. કેવળજ્ઞાન પામ્યા પછી જ યોગોનો સર્વથા નિરોધ કરવાનું બળ આવે છે. જૈન પરિભાષામાં યોગો કોને કહે છે તેનો ખુલાસો આ પ્રસંગે કરવો જરૂરી છે. ઔદારિક આદિ શરીરના સંયોગથી ઉત્પન્ન થયેલ આત્મપરિણામ-વિશેષ વ્યાપારને યોગ કહે છે. ધ્યાનશતકમાં કહ્યું છે કે ઔદારિક આદિ (આ દેખાતું આપણું સ્થૂળ શરીર “ આદિ ' શબ્દથી વૈક્રિય, આહારક શરીર લેવાં.) શરીર યુક્ત આત્માની વીર્યયુક્ત પરિણતિ વિશેષ તે કાયયોગ. તેમ જ ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલાં વચનવર્ગણાનાં દ્રવ્યોનો સમૂહ અને તેની સહાયથી થતો જીવનો વ્યાપાર-ક્રિયા વિશેષ તે વચનયોગ તથા ઔદારિક, વૈક્રિય, આહારક શરીરના વ્યાપાર વડે ખેંચેલાં મનોવર્ગણાનાં દ્રવ્યોનો સમૂહ અને તેની સહાયથી જીવનો વ્યાપર-ક્રિયા વિશેષ તે મનોયોગ. સર્વવ્યાપારોને, ક્રિયાઓને સદાને માટે અટકાવવી, રોકવી, તેનો લય કરવો તે શ્રી જિનોનું છેલ્લું ઉત્તમોત્તમ ધ્યાન કહેવાય છે. આ ધ્યાન પછી તરત જ તેઓ આ દેહથી સદાને માટે સર્વથા મુક્ત થાય છે. અહીં એક આશંકા ઊભી થાય છે કે છvસ્થ મુનિઓને અંતર્મુહૂર્તપર્યંત ધ્યાન હોય છે એમ અહીં જણાવ્યું, પણ શાસ્ત્રોમાં વાંચવામાં આવે છે અને કોઈ કોઈ પ્રસંગે દેખવામાં પણ આવે છે કે અમુક મુનિ મહાત્માઓ કલાકોના કલાક સુધી ધ્યાન કરે છે તે કેમ સમજવું? આનો ઉત્તર એ છે કે એક દ્રવ્યમાં કે ગુણમાં મનનો નિરોધ કરવારૂપ, એકરસ અખંડ પ્રવાહ ચલાવવારૂપ ધ્યાન અંતર્મુહૂર્તથી અધિક કાળ છદ્મસ્થોને હોઈ શકે નહિ. યોગોની ચપળતા રોકવી ખૂબ જ મુશ્કેલ છે. તથાપિ તે ધ્યાતા મુનિ એક પછી એક એમ અંતઃમુહૂર્ત પછી પોતાના ધ્યેયોને પલટાવતો જય અગર મનોયોગની સ્થિતિની વિકળતા થઈ જાય કે તરત જ પાછી તેને ઉપયોગની જાગૃતિથી તેની સામે જોડી દે, અનુસંધાન કરી દે, તો તે ધ્યાનની સંતતિ લાંબા સમય સુધી પણ લંબાય છે. પણ અંતઃમુહૂર્ત એકાગ્ર થયેલું મન નિરોધ-સ્થિતિમાં રહી શકતું નથી. તેનો પ્રવાહ ધ્યેયાંતરમાં પછી તે આત્મગત મર્યાદામાં કે પરગત દ્રવ્યાંતરમાં સંક્રમણ કરે છે, તેથી ધ્યાનનો પ્રવાહલાંબા કાળ સુધી ચાલુ રહે છે. કલાકો સુધી ધ્યાન કરવાનું જે કહેવાય છે કે સંભળાય છે તે આ અપેક્ષાએ સમજવું. એકાગ્રતામાંથી ખસી ગયેલા ચિત્તની ત્રણ અવસ્થાઓ હોય છે. તેને ભાવના,અનુપ્રેક્ષા અને પદાર્થચિંતા કહેવામાં આવે છે. શરૂઆતમાં મનને એક જ ધ્યેયમાં જોડવાનું હોય છે. આપણે ધ્યેય તરીકે એક આત્મ-ગુણ લઈએ. જેમ કે આત્મા આનંદસ્વરૂપ છે, તેના સંસ્કાર પાડવા મનમાં તે પદનો, શબ્દોનો પ્રતિધ્વનિ થયા કરે એ એકાગ્રતા નથી, પણ એકાગ્રતાનો અભ્યાસ છે બીજા સંસ્કારો, વિચારો, તરંગોને હટાવીને આ એક જ વિચારને મુખ્ય કરવાનો પ્રયત્ન છે. મનની આવી સ્થિતિને ભાવના કહે છે. આવી ભાવના ચાલુ રાખ્યા પછી તે અભ્યાસને મૂકી દઈ મન તદ્દન સ્થિર થાય છે. આનંદ સ્વરૂપ બની જાય છે, એટલે આનંદસ્વરૂપ શું? એ પ્રશ્નથી પર બની N પરમેષ્ઠિધ્યાન ૧૭૧ Page #214 -------------------------------------------------------------------------- ________________ જાય છે. કારણ કે મનનો લય થઈ જાય છે. તે ધ્યાતાની એકાગ્રતાવાળી સ્થિતિ કહેવાય છે. આ ભાવનાની હયાતી ધ્યાનના અભ્યાસ કાળમાં એટલે ધ્યાન કરવાની શરૂઆતમાં અને અંતમુહૂર્ત પછી એકાગ્રતાની સ્થિતિ વિખરાતી હોય ત્યારે હોય છે. મનની આવી સ્થિતિ તે ભાવના છે. મનની બાહ્ય સ્થિતિ અનુપ્રેક્ષાની છે, અનુપ્રેક્ષા એટલે પાછળ તપાસ કરવી, જોવું અથતુ ધ્યાન-સ્થિતિ ખસી ગયા પછી પુનઃ તે સ્થિતિ મેળવવા પૂર્વે અનુભવેલી ધ્યાન સ્થિતિનું સ્મરણ કરવું, સ્મૃતિ લાવવી, પૂર્વવત્ સ્થિતિને યાદ કરવી તે છે. મનની ત્રીજી સ્થિતિ “ચિંતન' નામની છે. ઉક્ત બે સ્થિતિ ઊંચા પ્રકારની છે, તેનાથી આ ત્રીજી સ્થિતિ નીચા પ્રકારની છે. કોઈપણ પદાર્થની ચિંતા કરવી એટલે અનેક વિચારો-તર્કોમાં ચાલ્યા જવું. જીવ, અજીવાદિ અનેક પદાર્થોના વિચાર કરવા તે ત્રીજી પદાર્થ-ચિંતા નામની મનની સ્થિતિ છે. આગમમાં કહ્યું છે કે – જે સ્થિર અધ્યવસાય છે તે ધ્યાન છે. જે ચપળ અધ્યવસાય છે, તે “ચિત્' છે. તે ચપળ અધ્યવસાયને ભાવના, અનુપ્રેક્ષા અને પદાર્થચિંતા કહે છે. રાગ અને દ્વેષનો ત્યાગ કરીને સમતાવાન મુનિ જે વસ્તુનું ચિંતન કરે છે તે ધ્યાન સારું માનેલું છે. રૌદ્ર આદિ ધ્યાન ખરાબ માનેલાં છે. શાસ્ત્રમાં કહ્યું છે કે-યોગી ગમે તેનું ચિંતન કરતાં જે વીતરાગ થાય, તો તેને જ ધ્યાન માનેલું છે તેને જ ધ્યાન કહેવું એ સિવાય બીજા ગ્રન્થના વિસ્તાર સમજવા. મતલબ કે જે ધ્યાન કરવાથી વીતરાગ થવાય, રાગ-દ્વેષ રહિત સ્થિતિ પમાય, તે જ ધ્યાન છે. વળી શાસ્ત્ર ફરમાવે છે કે આ ધર્મ-ધ્યાનામૃતનું પાન કરતાં પહેલાં અજ્ઞાનને દૂર કરજે, ચૈતન્યનું વિવેકશાન પહેલું કરજે, તે સિવાય તારો ત્યાગ ઊલટો સંસાર-પરિભ્રમણનું કારણ બનશે. આત્માને જ પ્રાપ્તવ્ય સમજજે, તેને માટે જ તારી સર્વ પ્રવૃત્તિ રાખજે, નિર્દોષ થજે, મલિન-તુચ્છ વિચારોનો ત્યાગ કરી સ્થિર થજે, અસ્થિર અંતઃકરણને ધર્મધ્યાનમાં બરાબર સ્થિર કરજે, ચાલુ સાધના સિવાય અંતઃકરણને બીજા કામમાં વાપરીશ નહિ, જવા દઈશ નહિ. તો જ ધર્મધ્યાનરૂપ અમૃતનું પાન કરી શકીશ તે સિવાય ઊંચી સ્થિતિએ પહોંચવાની આશા જરા પણ ન રાખીશ. આત્મા એકડો છે તેના સિવાય બીજું બધાં મીંડાં છે. એકડા ઉપર મીંડાં ચઢે છે, મૂકાય છે તેમ આત્મા ઉપર જ સઘળો આધાર છે. આત્મા જ્ઞાનનો દરિયો છે. અનંતશક્તિનો સાગર છે. વિચારાતીત આનંદનો સાગર છે. પરમ ઐશ્વર્યનો સ્વામી છે. પરમસુખનો ઉદધિ છે. એક તેને ભૂલ્યા તો ભવમાં રૂલ્યા (રઝળ્યા) એમ નક્કી માનો. અનંત ઉપકારી ભગવંતોએ આત્માને જ માન્યો છે, આરાધ્યો છે, જીવ માત્રને સ્વતુલ્યભાવ આપ્યો છે. પરમેષ્ઠિભગવંતોનું ધ્યાન એ સર્વશ્રેષ્ઠ ધ્યાન છે. જે આત્માને પરમાત્મા બનાવી પરમપદનો ભોક્તા બનાવે છે. उरगाईण वि मंता अविहीओ उ अहिजया । विसं जओ न नासंति तम्हा उ विहिणा पढे ॥ અવિધિથી ભણેલા સર્પાદિના મંત્રો પણ વિષ વગેરેનો નાશ કરતા નથી, તેથી વિનયબહુમાનાદિ વિધિ વડે નવકારનું પઠન, સ્મરણ, પરાવર્તન કે અધ્યયન કરવું. SN ૧૭૨ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #215 -------------------------------------------------------------------------- ________________ મંત્રજપ અંદરથી બહાર આવતાં સુધીમાં શબ્દમાંની ઘણી શક્તિ ઓછી થઈ જાય છે. માટે પોતાના ઇષ્ટદેવનું નામ દરેકે બને ત્યાં સુધી મૌનપણે જપવું જોઈએ. તેમ છતાં જેને તેમ જપવું ન ફાવતું હોય તેણે પાસે બેઠેલા માણસો ન સાંભળે તેમ જપવું જોઈએ અને જ્યારે તેમાં પણ મન ન લાગે ત્યારે જ ભાષ્ય જાપનો આશ્રય લેવો જોઈએ. પરાવાણી બીજ જેવી છે, પશ્યન્તી થડ જેવી છે, મધ્યમા ડાળ જેવી છે, વૈખરી પાંદડાં જેવી છે. જે વાણી આપણે મુખથી બોલીએ છીએ અને કાનથી સાંભળીએ છીએ તેને વૈખરી વાણી કહેવાય છે. જે વાણી સંકેત, મુખાકૃતિ, ભાવ ભંગી કે આંખોથી બોલાય છે તેને મધ્યમા વાણી કહેવાય છે. જે વાણી મનમાંથી નીકળે છે અને જેને મન સાંભળી શકે છે તેને પશ્યન્તી વાણી કહે છે. જે વાણી આકાંક્ષા, ઇચ્છા, નિશ્ચય, શાપ, વરદાન આદિ રૂપે અંતઃકરણમાંથી નીકળે છે તેને સંકલ્પ અથવા પરાવાણી કહેવાય છે. મતલબ કે વાણીના સંકલ્પ, વિચાર, ભાવ અને ઉચ્ચાર એમ ચાર પ્રકાર છે. દુર્ભેદ્ય વજદિવાલોને પણ ભેદીને આગળ વધવાની સર્વત્ર વિસ્તારવાની અમાપ શક્તિ શબ્દમાં રહેલી છે. એટલે જો કોઈ એમ માનતું હોય કે મૌનપણે થતો જાપ દુનિયાને લાભદાયી નીવડે નહિ તો તે માન્યતા બરાબર નથી. ખરી તાકાત જ માનસ જાપમાં છે, એનાથી ઓછી ઉપાંશુ જાપમાં અને એનાથી ઓછી ભાષ્યજાપમાં છે. વૈખરીવાણી કરતાં શતગુણી અધિક અસર મધ્યમાવાણી કરે છે. મધ્યમાં કરતાં શતગુણી અધિક અસર પશ્યન્તી વાણી કરે છે અને પશ્યન્તીવાણી કરતાં શતગુણી અધિક અસર પરાવાણી કરે છે, માટે જ પ્રગટ કાર્ય કરતાં અપ્રગટ કાર્યનું આ સંસારમાં અનાદિકાળથી વિશેષ મહત્ત્વ છે. અપ્રગટ એટલે કે છૂપું પાપકાર્ય જેમ ઘણા અંતરાયો જન્માવે છે તેમ છૂપું પુણ્યકાર્ય પણ સંસારી જીવને ઘણી સાનુકૂળતાઓ બક્ષે છે. પાકાં અને ખરી પડતાં ફળ જેના ઉચ્ચારની અસરથી આપણે જેટલા પરિચિત છીએ તેટલા ભાવ, વિચાર અને સંકલ્પની અસરથી પરિચિત નથી અને તેથી જ આપણું ધ્યાન તેના તરફ ખેંચાતું નથી. સ્વ-પર શ્રેયવાંચ્છુ આત્માઓએ બને ત્યાં સુધી સંકલ્પના સબળ વાહનમાં બેસીને જ સંસારમાં ફરવું જોઈએ, નહિ કે ઉચ્ચારણના રગસીઆ ગાડામાં બેસીને. શ્રી નવકાર જેવો મહામંત્ર જેમને પૂર્વપુણ્યના બળે વારસામાં મળ્યો છે, તે જૈન બંધુઓનું જીવન દિવ્ય તેજે ઝળહળતું હોય, પરંતુ શ્રી નવકારના અક્ષરોમાં એકાકાર થવાની સફળ એકાગ્રતાના અભાવે તેમાંના કેટલાક આજે દુઃખી અને અસંતોષી જણાય છે. કારણ કે તેમને જેટલી શ્રદ્ધા સંસારના સંબંધોથી મળનારા લાભોમાં છે, તેટલી શ્રી નવકારના અક્ષરોના જાપથી મળનારા લાભમાં નથી. પરાવાણીવડે પરમાત્મા સાથે વાતચીત કરવામાં જે સુખ સમાયેલું છે, તે સુખ દેવલોકના સ્વામી ઈન્દ્રને પણ ઈષ્ય ઉપજાવે તેવું છે. આંતરશરીરની સમગ્ર પ્રક્રિયાને વિશ્વમય જીવનમાં ઢાળનારી ઊર્મિઓ તથા પ્રકારના અક્ષરોના બનેલા શબ્દોમાં છે પરમમંત્ર શ્રી નવકાર એવા અડસઠ અક્ષરોનો બનેલો છે. તેના ગાઢ સંબંધથી કર્મનો સમૂહ, સિંહને જેઈને નાસતા હરણાંના ટોળાની જેમ નાસવા માંડે છે. બહારના વાતાવરણ ઉપર આત્મભાવની સંગીન પ્રભા તરવરવા માંડે છે. INSTATE N મંત્રજ૫ 1 હું ૧૭૩ પS ૧૭૩. 1 iTts Page #216 -------------------------------------------------------------------------- ________________ અક્ષરમાં રમતાં આવડતું ન હોય તે કારણે માનવીને વિનશ્વર સંસારમાં રખડવું પડે છે. શબ્દની આકૃતિઓને બદલે શબ્દના અંતરમાં છૂપાયેલા ભાવને ગ્રહણ કરવાની સાહજિકવૃત્તિના અભાવે, માનવી વાતવાતમાં કષાયના હુમલાનો ભોગ થઈ પડે છે, શબ્દ કયા શુભ યા અશુભ ભાવને લઈને આવી રહ્યો છે તે જાણવાની નિર્મળ બુદ્ધિ જેને મળી છે, તે આત્મા શબ્દની આરાધનમાં ઓતપ્રોત થઈ શકે છે. કારણ કે, શબ્દનો મૌલિક પ્રભાવ તેના અંતસ્થભાવને ખૂબ જ અનુકૂળ થઈ ગયો હોય છે. શબ્દ દ્વારા જ નિઃશબ્દમાં પ્રવેશી શકાય છે. જેમનું મન બહારને બહાર રઝળે છે તેમણે શ્રી નવકારના શબ્દોમાં પ્રવેશવું જોઈએ. તેમનો પ્રવેશ થોડા જ વખતમાં તેમના મન ઉપર અસર ઉપજાવશે અને તેનું સ્વભાવિક બની ગયેલું બહિર્ભમણ ઘણું જ ઓછું થઈ જશે. ઉચ્ચાર કરતાં વિચારની શક્તિ વિશેષ છે, વિચાર કરતાં ભાવની શક્તિ વિશેષ છે અને ભાવ કરતાં સંકલ્પની શક્તિ વિશેષ છે. ઉચ્ચાર, વિચાર, ભાવ અને સંકલ્પ એ ચારેય માનવી પાસે હોવા છતાં તેનો કશો ખાસ સદુપયોગ આજે તો વર્તાતો નથી. મતલબ કે તે ચારેય ઉપર આજે માનવીના આત્માનો નહિ, પરંતુ કર્મ અને કષાયોનો કાબૂ છે. કર્મ અને કષાયોના કાબૂમાં પડેલા પોતાના જીવનના ખજાનાને છોડાવવા માટે માનવીએ તે કર્મ અને કષાયોનો ભુક્કો ઉડાડી દે તેવા શ્રી નમસ્કાર મંત્રના શબ્દ શબ્દને આંતરખલમાં ચીવટપૂર્વક ઘૂંટવો જોઈએ, પછી જુઓ તેનો પ્રભાવ. શબ્દને બરાબર પકડવા માટે પ્રસન્નચિત્ત, સાબૂત અંતઃકરણ અને સમતાભાવ આવશ્યક છે. તો જ તે હાથ ચઢશે અને તેમાંની અચિજ્યશક્તિ આપણી થશે. શરીરને ઉચ્ચાર કહી શકાય, મનને વિચાર કહી શકાય, અંતઃકરણને ભાવ કહી શકાય અને આત્માને સંકલ્પ કહી શકાય. ઉચ્ચાર શરીરમાં રહે છે, વિચાર મનમાં રહે છે, ભાવ અંતઃકરણમાં રહે છે અને સંકલ્પ આત્મામાં રહે છે. મુખથી શબ્દ બોલીએ અને તેની જે અસર થાય, તેના કરતાં સમગ્ર શરીર વાટે બહાર નીકળતા સંકલ્પની ઘણી વધારે અસર થાય છે. મુખથી બોલાયેલો શબ્દ બહુ જ ઓછા વાતાવરણને શુદ્ધ યા અશુદ્ધ કરી શકે છે. જ્યારે અંતઃકરણમાં સ્કુરાયમાન થયેલો ભાવ ઘૂંટાઈને બહાર નીકળે છે અને તેની અસર ઘણા મોટા વિસ્તારમાં ફેલાય છે. અશ્રાવ્ય ધ્વનિતરંગો વડે કિંમતી યંત્રોમાંની ચીકાશ અને રજને સાફ કરવાના વર્તમાન વૈજ્ઞાનિકપ્રયોગો, અંતઃકરણમાં હુરતી શુભભાવની ઊર્મિઓની અમાપ સૂક્ષ્મતા અને પ્રભાવનું સમર્થન કરે છે. ત્રણેય લોકમાં સર્વશ્રેષ્ઠ નવકાર મહામંત્ર પણ શબ્દ સંકલિત છે, તેની આરાધના વડે આજ સુધીમાં અનંતા આત્માઓ મોક્ષના પરમસુખને વર્યા છે. વર્તમાનમાં પણ અનેક એવા આત્માઓ મોક્ષના સુખને વરે છે અને ભવિષ્યમાં એવા અનંત આત્માઓ તેની આરાધના વડે નિર્મળ આત્મસ્વરૂપના ભાગી થશે. માંદા માણસને સાજો કરવામાં જ્યારે સઘળી દુન્યવી દવાઓ બાતલ જાય છે, ત્યારે શાણો ડોક્ટર પ્રભુપ્રાર્થનાનો આશરો લેવાની સલાહ આપે છે. તે એમ સાબિત કરે છે કે માંદાની સાચી દવા પણ શબ્દ જ છે. ઉચ્ચાર એટલે કેવળ જીભ અને મોં વડે જેમ તેમ બોલી નાખેલા અક્ષરો નહિ, પરંતુ અંતઃકરણની પવિત્રતાપૂર્વક, તે શબ્દો જેના શુભ નામનું સૂચન કરતા હોય તેને સમર્પિત થયા પૂર્વકનો શબ્દોચાર. દા.ત., “નમો અરિહંતાણં' તો ઐલોકચદીપક મહામંત્રાધિરાજ Page #217 -------------------------------------------------------------------------- ________________ સાત અક્ષરોનું બનેલું આ પદ ત્રિભુવનની સઘળી રિદ્ધિ અને સિદ્ધિને આપણા ચરણોમાં પાથરી દેવાની અમાપ ક્ષમતા ધરાવે છે. પરંતુ તેને વાંચવા અને વિચારવાથી આપણને જે બોધ થાય છે, તેનો જો આપણે બરાબર અમલ કરી શકીએ તો અજ્ઞાનજન્ય જડતા તરફનો ઝોક જરૂર મોળો પડી જાય, અને તત્ત્વબોધ જરૂર પરિણમવા માંડે. આ પદમાં ૨મણતા વધતાં ઉત્કૃષ્ટભાવના સ્વામી શ્રી અરિહંતપરમાત્માને ઉત્કૃષ્ટભાવે ભજવાની, સમર્પિત થવાની અદ્ભુત ક્ષમતા અનુભવગોચર થાય છે. તેની શરત છે અક્ષરમાં રમણતા, વિનશ્વરમાં અરમણતા-અરુચિ-અપ્રીતિ-અભાવ. ‘નમસ્કાર’ પદાર્થ જ નમસ્કરણીય ભગવંતોને નમવાનો સૂચક છે અને તેનો પ્રારંભ જાપથી થાય છે. આ જાપ ભવતાપહર્તા છે એવો અખૂટ વિશ્વાસ રહેવો જોઈએ, તો જ તેને સમર્પિત થવાનો વીર્યોલ્લાસ વધે છે. સર્વ શ્રેષ્ઠ યોગ : નમસ્કાર શબ્દોના તરંગો હોય છે. તે તરંગોમાંથી હૃદય આસપાસ એક કુંડાળુ રચાય છે, તેમાંથી એક પછી એક અન્ય કુંડાળાં રચાય છે અને કુવિચારોનાં કૂંડાળાં નાશ પામે છે. જેમ-જેમ હૃદય શુદ્ધ બને તેમતેમ અપવિત્ર વિચારો નાશ પામે છે અને પવિત્રવિચારનો કિલ્લો નિર્માણ થાય છે. પાપનું કૂંડાળું જાય અને પવિત્રતાના કૂંડાળાનું નિર્માણ થાય એટલે ‘‘સવ્વપાવપ્પણાસણો’’ - સર્વપાપનો નાશ થાય છે.શ્રી નવકાર એ માત્ર પાપનો નહિ, પાપી વિચારોનો પણ નાશ કરે છે. આ સત્યનો અનુભવ થશે. ત્યાર પછી આપણી ચારે બાજુ ‘નમો અરિહંતાણં’’ નો ધ્વનિ સંભળાશે, પછી એકાગ્રતા આવશે. આ પ્રાથમિક અવસ્થા છે. શ્રી અરિહંતના ૧૨ ગુણો છે માટે તે શબ્દો હ્રદયમાં ૧૨ વખત તો જરૂર વાંચવા. ધ્યાનમાં જપ કરતાં હજારો ગણી અધિક તાકાત હોય છે. અક્ષરો સફેદ અને તેજસ્વી વાંચવા. હૃદયમાં તે અક્ષરો લખેલા છે એમ કલ્પવું. હૃદયમાં કમળની કલ્પના કરી તેમાં શ્રી નમસ્કારને સ્થાપવો. દરેક જીવને કોઈને કોઈ ન્યૂનતા સાલતી હોય છે. ઇંદ્ર કે ચક્રવર્તીને પણ આ ન્યૂનતા સાલતી હોય છે. પણ તે ન્યૂનતા શાની છે અને તે શી રીતે પૂર્ણ થાય તે સંબંધી જ્ઞાન હોતું નથી. તે ન્યૂનતા દૂર ન થાય ત્યાં સુધી જીવને કોઈ સંજોગમાં શાન્તિ મળતી નથી. શ્રી અરિહંતદેવોએ સર્વ જીવો સાથે અભેદભાવ સાધ્યો હતો. જ્યાં સુધી ‘‘જગતના જીવો આપણા છે અને હું તેઓનો છું'' તેવો ભાવ ન આવે ત્યાં સુધી કોઈ સાધના વેગવતી બનતી નથી. માત્ર અરિહંત સાથે નહિ, પણ અરિહંત જેના સંબંધમાં છે તે સર્વ જીવો સાથે સંબંધ થાય તેનો આનંદ અવર્ણનીય હોય છે. મૈત્રી તૂટે પણ મૈત્રીભાવ ન તૂટે. નવકાર મૈત્રીભાવ લાવી આપે છે. શ્રી નમસ્કાર એ સિદ્ધમંત્ર છે. કારણ કે તે યોગસિદ્ધમહાપુરુષોનો કહેલો છે. અને કદી નિષ્ફળ જતો નથી. મંત્રજપ ૧૭૫ Page #218 -------------------------------------------------------------------------- ________________ સામાયિક અને નવકાર સામાયિક એટલે સર્વ જીવો આત્મતુલ્ય છે એ સાધનાનો અભ્યાસ. શ્રી નવકાર એટલે પરમાત્મતુલ્ય પોતાના આત્માની સાધનાનો અભ્યાસ. જીવનમાં સામાયિક અને સ્મરણ-ધ્યાનમાં શ્રી નવકાર. સામાયિક એ જીવનમાં જીવવાનો અભ્યાસ છે. સામાયિકરૂપ પ્રત્યક્ષ જીવનના અભ્યાસ વડે શ્રી નવકારથી ફલિત પરોક્ષ મોક્ષ સુખની પ્રાપ્તિ થાય છે. એ રીતે કરેમિ ભંતે' નો “ક અને શ્રી નવકાર મંત્રનો ‘ન' પ્રાપ્ત થવો એ પરમ પુણ્યોદય છે. શ્રી કરેમિ ભંતે એ દ્વાદશાંગીનો સંક્ષેપ છે. શ્રી નવકાર એ દ્વાદશાંગીનો સાર છે. સંક્ષેપ એટલે ટૂંકો અર્થ, સાર એટલે ફળ. સામાયિકની યથાર્થ સાધના વડે શ્રી પરમેષ્ઠિપદની પ્રાપ્તિ થાય છે. શ્રી અરિહંત પ્રથમ પરમેષ્ઠિરૂપ હોવા છતાં શ્રી પંચપરમેષ્ઠિમય છે. શ્રી અરિહંતના ધ્યાનથી શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન થાય છે. સામાયિક એ પરમેષ્ઠિ થવાની સાધના છે. શ્રી નવકાર એ સાધનાના પરિણામે મળનારા પદનો ઘોતક છે. શ્રી નવકાર એ નિશ્ચય રત્નત્રયીનું પ્રતીક છે. નિશ્ચય એ ફળ છે, વ્યવહાર એ સાધન છે. નિશ્ચય દષ્ટિ ય ઘરીજી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામશેજી, ભવ-સમુદ્રનો પાર. (ઉપા. શ્રી યશોવિજયજી મ.) વ્યવહારનું પાલન એ નિશ્ચયનું સાધન છે. નિશ્ચયનું ધ્યાન, વ્યવહારનું વિશોધક છે. શ્રી નવકારને લક્ષ્યમાં રાખીને સામાયિકનું આચરણ કરનાર નિયમાં મુક્તિસુખને પામે છે. સામાયિકનો વ્યવહાર શુભ હોવાથી પુણ્યનો ઉત્પાદક છે. શ્રી નવકારનું ધ્યાન, લક્ષ્યને ઓળખાવનારું હોવાથી વ્યવહારને સુધારનારું છે. * શિવમસ્તુ પર્વ-જ્ઞાતિઃ ' એ સામાયિકનું પરિણામ છે. વેદ, વેદાંગ, ન્યાય, મીમાંસા, ધર્મશાસ્ત્ર અને પુરાણોનું તાત્પર્ય જીવ-બ્રશૈક્ય છે. દ્વાદશાંગીનું રહસ્ય શ્રી પરમેષ્ઠિનમસ્કાર અને એ દ્વારા શુદ્ધાત્મસ્વરૂપનું પરિણમન છે. નમસ્કાર એ અનુમોદન સ્વરૂપ છે. અનુમોદન અને પ્રમોદ-એ બે પર્યાય શબ્દો છે. મનુ-પશ્વાતું મોવન, કર્યેા મોવ ” ગુણ જોઈને પહેલાં કે પછી ખુશ થવું, ઉત્કૃષ્ટપણે રાજી થવું તે અનુમોદન અને પ્રમોદ છે, નમસ્કાર તેનો સૂચક છે. જો યમાં અનુમોદન કે પ્રમોદ ન હોય, જેને નમવામાં આવે છે તેના ગુણ ઉપર પક્ષપાત ન હોય, તે જે માર્ગે ગયા હોય, તે માર્ગે જવાની વૃત્તિ ન હોય અને તેમણે જે કર્યું હોય, તે જાણવાની ઈચ્છા સુદ્ધાં ન હોય તો N ૧૭૬ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #219 -------------------------------------------------------------------------- ________________ તેઓને કરેલો તે નમસ્કાર પોકળ છે, સાચો નથી; દ્રવ્યનમસ્કાર છે, ભાવનમસ્કાર નથી. પરંતુ ગુણનો પક્ષપાત અને એ પક્ષપાત સહિત સાચો નમસ્કાર આવે ક્યારે ? ગુણનો પક્ષપાત ગુણો પ્રત્યે શ્રદ્ધા માગે છે. ગુણોમાં ઉપાદેયપણાની બુદ્ધિ એ જ સાચી શ્રદ્ધા છે. જ્યાં સુધી જેને નમવામાં આવે છે તેના ગુણોમાં ઉપાદેય બુદ્ધિ નથી, તે ગુણો આદરવા લાયક છે, આચરવા લાયક છે એનો ખ્યાલ નથી, એ ગુણોને જીવનમાં લાવવા પ્રત્યે ઉદાસીનતા છે અને ઉપેક્ષાબુદ્ધિ કે હેયબુદ્ધિ છે ત્યાં સુધી સાચો ભાવનમસ્કાર ક્યાંથી થાય ? ગુણોમાં ઉપાદેયબુદ્ધિ એ ભાવનમસ્કારનું પહેલું પગથિયું છે. જ્યાં સુધી ચિંતામણિ અને કામધેનુ કરતાં પણ પરમેષ્ઠિઓને જે ગુણો પ્રાપ્ત થયા છે તેની કિંમત અધિક છે–એવો ખ્યાલ ન આવે, એનું સાચું ભાન ન થાય, ત્યાં સુધી ભાવનમસ્કાર આવી શકતો નથી. આજે તો જેને નમવામાં આવે છે તેના ગુણોનું મોટે ભાગે જ્ઞાન નથી, જેને જ્ઞાન છે તેને ઉપાદેયબુદ્ધિને બદલે ઉપેક્ષાબુદ્ધિ છે, અથવા આગળ વધીને કહીએ તો હેયબુદ્ધિ હોય તેવો વર્તાવ છે. શ્રી પરમેષ્ઠિભગવંતોએ પાંચ વિષય ત્યજ્યા છે અને ચાર કષાય જીત્યા છેઃ પાંચ આચારો અને પાંચ મહાવ્રતોમય તેઓનું જીવન છે. અષ્ટપ્રવચનમાતા અને ૧૮૦૦૦ શીલાંગરથના તેઓ ધોરી છે. તેમાંની કોઈ પણ વસ્તુ ઉપર જેઓને પ્રેમ નથી, આદર નથી, મેળવવાની કે જાણવાની પણ ઈચ્છા કે દરકાર નથી તેઓનો નમસ્કાર ભાવ નમસ્કાર કેવી રીતે બની શકે ? નમસ્કારને ભાવનમસ્કાર બનાવવા માટે ગુણબહુમાનરૂપ ભાવ જોઈએ. બીજ વાવ્યા વિના જેમ કદી પણ ધાન્ય ઊગે નહિ, તેમ ગુણો ઉપર બહુમાન આદરભાવરૂપ બીજનું આધાન કે વાવેતર કર્યા વિના ગુણપ્રાપ્તિ અને તેના ફળરૂપે મોક્ષપ્રાપ્તિરૂપી ધાન્ય ક્યાંથી ઊગે ? ગમે તેટલી વૃષ્ટિ થાય અને ગમે તેટલી ફળદ્રુપ ભૂમિ હોય, પરંતુ બીજ વાવ્યા વિના હજાર હેતુઓએ પણ ધાન્ય ઊગી શકે નહિ ! • વપનું ધર્મવીનસ્ય સબ્રશંસાવિ | ' સત્પુરુષોના ગુણોનું બહુમાન અને પ્રશંસા એ ધર્મરૂપી બીજનું સાચું વપન-વાવેતર છે. શ્રી પરમેષ્ઠિભગવંતોમાં રહેલા અનેક ગુણોને ચિંતામણિ કામ કલ્પવૃક્ષ અને કામકુંભથી અધિક માનો, કેમ કે એ બધામાં ઈચ્છા પૂરવાનું અને ચિંતા ચૂરવાનું જે સામર્થ્ય છે, તેના કરતાં અનેકગણું અધિક સામર્થ્ય સાચા ગુણો અને તેના બહુમાનમાં રહેલું છે. અથવા કહો કે ચિંતામણિ આદિમાં જે સામર્થ્ય આવે છે તે સામર્થ્ય તેનું પોતાનું નથી પણ ગુણ બહુમાનના ભાવથી બંધાયેલા અમાપ સામર્થ્યવાળા પુણ્યનું છે. તે પુણ્ય, ગુણ ઉપર બહુ માનના ભાવથી ઉપાર્જન થાય છે, તેથી તે ચિંતામણિ આદિથી પણ અધિક છે. શ્રી નવકારનું પુનઃ પુનઃ રટણ એક બાજુ પુણ્યને વધારે છે, જ્યારે બીજી બાજુ પાપનો નાશ કરે છે. નવમું પાપસ્થાન લોભ અને અઢારમું પાપસ્થાન મિથ્યાત્વશલ્ય એ બધાં પાપોમાં મોટાં ગણાય છે. તે બંનેનો નાશ એક જ શ્રી નવકારથી સધાય છે, કારણ કે શ્રી નવકાર દુન્યવી લોભનો શત્રુ છે અને મુક્તિસુખનો લોભ જીવમાં જગાડે છે. શ્રી નવકાર, પાપને પાપ નહિ માનવારૂપ તથા પુણ્યને પુણ્ય નહિ માનવારૂપ જડતાનો નાશ કરે છે અને શુદ્ધ દેવ-ગુરુ-ધર્મ ઉપર પ્રેમ પેદા કરે છે. સામાયિક અને નવકાર ૧૭૭ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૭ નવધા પુણ્યથી નવપદઆરાધના : નપુચ અને નવપદ જૈન દર્શનનાં નવતત્ત્વોમાં પુણ્ય-તત્ત્વનું પણ મહત્ત્વનું સ્થાન છે. એની વિગતવાર વિચારણા કરતાં આપણે નવપદ અને નવપુષ્ય વચ્ચે કેવો સંબંધ રહેલો છે તે જોઈએ. ૧. અન્નપુર્ણય : પુણ્યતત્ત્વના ઉપદેશ અરિહંત પરમાત્મા છે. તેમની મુખ્ય આજ્ઞા અહિંસા છે. અહિંસાનો અર્થ છે અભયદાન પ્રાણરક્ષા! અન્નદાનથી દ્રવ્ય-ભાવ બન્ને પ્રકારના) પ્રાણની રક્ષા થાય છે. તેમ જ સુપાત્રમાં આપેલું ભોજન નયસારની જેમ સમ્યકત્વનો તેમ જ તીર્થંકર નામકર્મના બંધનો હેતુ પણ બને છે. માટે અન્નપુણ્યથી અરિહંતની આજ્ઞાનું પાલન અને અરિહંતપદની ઉપાસના થાય છે. ૨. જલપુણ્ય: પાણી તરસ છિપાવે છે. બાહ્યતૃષા કરવાનું સાધન જલ છે. તેના દ્વારા અન્યની તૃષા શાંત કરવાથી અંતે બાહ્યઅત્યંતર સર્વતૃષ્ણાનો અંત થાય છે. સિદ્ધઅવસ્થા એ બાહ્ય અને આંતર-સર્વ તૃષ્ણાઓના સંપૂર્ણ અભાવ સ્વરૂપ હોવાથી જલપુણ્ય એ સિદ્ધપદનું પ્રતીક છે. બીજાની બાહ્યતૃષા છિપાવવા દ્વારા સતા જલપુણ્યથી સંસારમાં પણ તેને સિદ્ધના શાશ્વત-સુખની વાનગીરૂપ નિસ્પૃહતાનું સુખ અનુભવવામાં આવે છે. ૩. વસ્ત્રપુણ્ય : વસ્ત્ર દ્વારા શીલ અને સંયમનું રક્ષણ થતું હોવાથી વસ્ત્રપુણ્ય એ આચારનું પ્રતીક છે. બીજાને બાહ્ય-વસ્ત્રો આપીને લાજ ઢાંકનાર કે તેના શીલધર્મમાં સહાયક બનનારને સદાચારના પાલનનો આદરભાવ ઉત્પન્ન થાય છે. સદાચાર એ આત્માનું વસ્ત્ર છે. સદાચાર વિનાનો માણસ લોકમાં પણ વસ્ત્રવિહીન કહેવાય છે. તેથી વસ્ત્રપુય દ્વારા આચાર સ્વરૂપ આચાર્યપદની ઉપાસના થાય છે અને સદાચાર પાલનનું બળ પ્રાપ્ત થાય છે. ૪. આસનપુણ્યઃ પોતાના સિવાય અન્યને બહુમાન આપવું તે. બીજાને આસન આપવા દ્વારા બીજાનું બહુમાન થતું હોવાથી એનાથી વિનયગુણ કેળવાય છે, માન ઘટે છે માટે આસનપુણ્ય એ ઉપાધ્યાયપદનું પ્રતીક છે. ૫. શયનપુણ્યઃ શયન એટલે ઘર. રહેવા, સૂવા માટેનો આધાર આપવો તે શયનપુણ્ય છે. સાધુ સર્વેને આધાર-આશ્રય આપનાર હોય છે. મોક્ષમાર્ગમાં એ સર્વેને સહાય કરનાર હોય છે. શયનઘર આદિ દ્વારા બીજાને દ્રવ્ય આધાર આપવા દ્વારા સાધુતાનો ભાવ વિકાસ પામે છે. માટે શયનપુણ્ય એ સાધુપદનું પ્રતીક છે. દ. મનપુણ્યઃ જીવમૈત્રી આદિ ચારે ભાવનાઓ એ દર્શનશુદ્ધિનો પરમ ઉપાય છે. સર્વ જીવોનું હિતચિંતન આદિ મન વડે થતું હોવાથી મનપુણ્ય એ સમ્યગ્દર્શનનું પ્રતીક છે. ૭. વચનપુણ્ય : વાણી જ્ઞાનનું પ્રતીક છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ વચન દ્વારા જ થાય છે તેમ જ હિત-મિત-પથ્ય વાણી બોલવાથી જ્ઞાનપદની જ આરાધના થાય છે. માટે વચનપુણ્ય એ સમ્યજ્ઞાનનું પ્રતીક છે. ૮. કાયાપુણ્યઃ કાયા દ્વાર સુપાત્રની સેવાભક્તિ કરવાથી ચારિત્રધર્મના પાલનનું બળ પ્રાપ્ત થાય છે, તેમ જ કાયાની શુદ્ધિરૂપ ચારિત્રગુણની શુદ્ધિ પણ કાયાપુણ્ય વડે મેળવી શકાય છે. માટે કાયાપુણ્ય એ ચારિત્રપદનું પ્રતીક છે. ૯. નમસ્કારપુણ્ય : નમસ્કાર વિનય સ્વરૂપ છે અને તે આત્યંતરતપ છે. ધ્યાન, કાયોત્સર્ગ આદિ આત્યંતર અને બાહ્યતપના બારે પ્રકારનું આરાધન પણ નમસ્કારપુણ્ય સ્વરૂપ હોવાથી તે તપપદનું પ્રતીક છે. આ રીતે નવપુષ્પ એ નવપદના પ્રતીકરૂપ હોવાથી તેના આદર-બહુમાન-આચરણથી નવપદનું જ આદર-બહુમાન અને આરાધના થાય છે. ૧૭૮ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #221 -------------------------------------------------------------------------- ________________ પુણ્ય વિના નવપદનું નામશ્રવણ પણ પ્રાપ્ત થતું નથી તો પછી તેના આદરની અને આરાધનાની પ્રાપ્તિની વાત જ ક્યાં રહી? નવ પ્રકારના પુણ્યના સેવનથી જેમ જેમ પુણ્યની અભિવૃદ્ધિ થાય છે, તેમ તેમ નવપદ સાથેનો સંબધ અને સાન્નિધ્ય વધુ પ્રગાઢ બને છે અને છેવટે આત્મા નવપદમય બને છે. નવપુણ્યના સેવનથી અઢાર પાપની શુદ્ધિ અને તે પાપ ન કરવાની વૃત્તિ ઉત્પન્ન થાય છે. માટે જીવનમાં નવપુણ્યની રુચિ અને પ્રવૃત્તિ વધારવી જોઈએ. જેમ પ્રકાશના આગમનથી અંધકાર સહજ રીતે ચાલ્યો જાય છે, તેમ પુણ્યના પ્રકાશથી પાપ અંધકાર પણ આપોઆપ વિલીન થઈ જાય છે અને આત્મા પુણ્યથી પુષ્ટ બની, ધર્મસાધનામાં વધુને વધુ ઉદ્યમશીલ બની મોલ-સિદ્ધપદ પ્રાપ્ત કરે છે. ઉપરોક્ત પુણ્યાનુબંધી નવપુણ્ય વડે અઢાર પાપોનો ક્ષય થાય છે, અરિહંતાદિ નવે પદોના આરાધક બનાય છે અને પરંપરાએ સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. આ વાતને સાપેક્ષ-દષ્ટિકોણથી આપણે વિચારી આવ્યા. જિનશાસનમાં અનેક નયો અને અપેક્ષાઓ વિદ્યમાન છે. એમાંના કોઈ નયને અનુલક્ષીને કરાયેલી આ વિચારણાને સમજી તદનુસાર જીવન જીવવા પ્રયત્નશીલ બનવું, એ જ માનવ-જન્મ પામ્યાનું ઉત્તમ ફળ છે. સૌ કોઈ તે માટે ઉજમાળ બનો એ જ એક પુણ્યાભિલાષા! પ્રેમનું પ્રતીક : “નમો શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને ત્રણ જગત ઉપર અખંડ પ્રેમ છે, કરુણા છે, વાત્સલ્ય છે, નિઃસ્વાર્થસ્નેહ છે નિષ્કારણપ્રીતિ છે તેમની તે પ્રીતિ અકારણ હોવાથી પ્રકૃષ્ટ શુભ છે. ઉત્કૃષ્ટ બળવતી છે, સર્વ અશુભનો નાશ કરવા સમર્થ છે. અશુભની સામે શુભનું બળ ઘણું છે. આ વિશ્વમાં અશુભ ઘણું છે. તો શુભ પણ ઘણું છે. શ્રી પરમેષ્ઠિભગવંતોનો શુભભાવ એટલો બધો પ્રબળ છે કે તેની સામે અનંતાનંત જીવોનું અશુભ એકઠું થાય તો પણ પ્રચંડ દાવાનળની આગળ ઘાસના તૃણતુલ્ય છે. શ્રી પરમેષ્ઠિભગવંતોના શુભમાં આપણું શુભ મેળવીએ તો અશુભથી ડરવાનું કોઈ કારણ નથી. એ રીતે શ્રી પરમેષ્ઠિભગવંતો અભયને આપનારા છે. માત્ર એમના શુભ પ્રત્યે અને અકારણસ્નેહ પ્રત્યે આપણે નજર દોડાવવી જોઈએ. તેમના અત્યંતશુભમાં આપણું અતિઅલ્પ પણ શુભ મેળવી દેવું જોઈએ. એનું જ નામ “ નમો અરિહંતાણં ” “ નમો સિદ્ધાળું ” ઈત્યાદિ છે. છે જે : : નવધા પુણ્યથી નવપદઆરાધના ૧૭૯ SETT જ OD -Ser : E Page #222 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કારમહામંત્રી નમસ્કાર એ ઋણ મુક્તિનો મંત્ર છે. પોતાના માથે ઋણ છે એમ માનનાર વ્યક્તિ આપોઆપ નમ્ર બને છે, નિરહંકાર રહે છે. પ્રત્યેક જન્મમાં બીજા પર પોતે કરેલા અપકાર અને બીજાના પોતાના ઉપર થયેલા ઉપકારને યાદ રાખનારો સદા નમ્ર રહે છે. અપકારના બદલામાં ઉપકાર કરવા તત્પર રહે છે અને ઉપકારના બદલામાં પ્રત્યુપકાર કરવાની ભાવનાવાળો રહે છે. અપકારનો બદલો સમતાભાવથી સર્વ પ્રકારના કષ્ટો સહવામાં રહેલો છે અને ઉપકારનો બદલો આત્મજ્ઞાનથી વળે છે. આત્મજ્ઞાની પુરુષ વિશ્વ પર જે ઉપકાર કરે છે, તે એટલો મોટો હોય છે કે તેની આગળ તેના પર બીજાથી થયેલા બધા ઉપકારનો બદલો વળી જાય છે. દુઃખ આવે ત્યારે કર્મના વિપાકનું ચિંતન કરવાથી સમતાભાવ જળવાય છે, તેથી બીજા પર કરેલા અપકારોનું ઋણ ઉતરી જાય છે. “નમો’ મંત્ર અપકાર અને ઉપકાર બંનેનો બદલો એક સાથે વાળી શકે છે. તેનું કારણ તેની પાછળ કર્મવિપાકનો પણ વિચાર છે અને આત્મજ્ઞાન પામવાનો પણ વિચાર છે. કર્મ વિપાકનો વિચાર સર્વપાપનો નાશ કરે છે, આત્મજ્ઞાનનો વિચાર સર્વ મંગળોનું કારણ બને છે. ધર્મ માત્ર મંગળ છે. આત્મજ્ઞાન બધા ધર્મોનું ફળ છે. તેથી શ્રી અરિહંતાદિના નમસ્કાર વડે થતું આત્મજ્ઞાન એ સર્વ મંગળોમાં પ્રધાન મંગળ છે, નિત્ય વધતું મંગળ છે. જીવ કર્મથી બંધાયેલો છે એ વિચાર જેમ નમ્રતાને લાવે છે, તેમ કર્મથી મુક્ત થયેલા મહાપુરુષો પ્રત્યે અંતરથી થતું બહુમાન પણ નમ્રતાને લાવે છે. કર્મનો વિચાર પાપનું પ્રાયશ્ચિત કરાવે છે. ધર્મનો વિચાર પુણ્યનું બીજ બને છે. નમો’ મંત્રમાં કર્મનો અનાદર છે અને ધર્મનો આદર છે. કર્મનો બંધ પરાપકારથી થયો છે તેનો સ્વીકાર છે અને ધર્મની પ્રાપ્તિ પરોપકારથી થાય છે એનો પણ અંતઃકરણપૂર્વ સ્વીકાર છે. પોતાને ધર્મ પમાડનાર બીજા છે, તેથી ઉપકારીને નમસ્કાર એ જેમ ધર્મવૃદ્ધિનો હેતુ છે, તેમ બીજા પ્રત્યે કરવામાં આવતો ઉપકાર પણ ધર્મની વૃદ્ધિ કરે છે. ધર્મને પામવા માટે પણ પરોપકાર અને ધર્મને કરવા માટે પણ પરોપકાર આવશ્યક છે. અધર્મથી છૂટવા માટે અને ફરીથી અધર્મ ન કરવા માટે પણ નમસ્કાર આવશ્યક છે. એક નમસ્કાર અપરાધને ખમાવવા માટે છે અને એક નમસ્કાર ઉપકારને સ્વીકારવા માટે છે. ઉપકારનો સ્વીકાર પણ નમસ્કાર વડે થાય છે અને અપરાધની ક્ષમાપના પણ નમસ્કાર વડે થાય છે. નમસ્કારમહામંત્ર સર્વપાપનો પ્રાણાશક અને સર્વ મંગળોનું મૂળ કહેવાય છે. કારણ કે તે પાપના પ્રાયશ્ચિતની બુદ્ધિથી પાપ રહિત પુરુષોને નમનક્રિયારૂપ છે. પરાપકાર રહિત અને પરોપકાર સહિત પુરુષોને પરાપકાર રહિત અને પરોપકાર સહિત થવાની બુદ્ધિથી જે નમસ્કાર કરવામાં આવે છે તે ભાવનમસ્કાર છે અને તે ભાવનમસ્કાર પાપપ્રણાશક અને મંગળવર્ધક બને છે. ૧૮૦ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #223 -------------------------------------------------------------------------- ________________ ભાવનમસ્કારમાં દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના રહેલી છે અને તે બંને પૂર્વક આત્મજ્ઞાની પુરુષોની શરણાગતિ પણ રહેલી છે. આત્મજ્ઞાની પુરષોની શરણાગતિ આત્મજ્ઞાનને સુલભ બનાવે છે. આત્મજ્ઞાન અને કર્મવિજ્ઞાન ઉભય એકસાથે રહેલાં હોવાથી નમસ્કારમંત્રમાં સર્વમંત્રશિરોમણિતા રહેલી નમસ્કારમંત્રથી પાપનું પ્રાયશ્ચિત થાય છે, ધર્મનું બહુમાન થાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે. તેથી તે એક જ મંત્રમાં આત્મકલ્યાણની સિદ્ધિ કરાવી આપનારાં સર્વ અનુષ્ઠાનોનો સાર આવી જાય છે. નમસ્કાર મહામંત્રનો જાપ અને તેની ભાવના સર્વ અંતરાયોનું નિવારણ અને આત્મજ્ઞાનનું કારણ થાય છે. તેથી પાપભીરુ અને આત્માર્થી એવા સર્વ ભવ્યાત્માઓએ તેનું નિરંતર સ્મરણ કરવા યોગ્ય છે, તે તેના જાપકને અને તેના અર્થના ભાવકને હંમેશ માટે નિર્ભય અને નિશ્ચિત બનાવે છે. નમસ્કાર મહામંત્રના જાપ માટે તથા તેના અર્થની ભાવના માટે જે યોગ્યતા જોઈએ તે નીચેના ગુણોને કેળવવાથી આવે છે. ૧. ભદ્રકપરિણતિ ૨. વિશેષનિપુણમતિ ૩. ન્યાયમાર્ગરતિ ૪. દઢજિનવચનસ્થિતિ યોગ્ય મનુષ્યમાં આ ચારે ગુણો અંશે-અંશે રહેલા હોય છે, તેને અધિકને અધિક વિકસાવતા રહેવાથી મહામંત્રની અધિકારિતા પ્રાપ્ત થાય છે. વિશાળ હૈયું શ્રી નવકારમંત્રનો આરાધક શ્રી તીર્થંકરભગવંતનો દાસ હોય, ભગવંતના દાસનો પણ દાસ હોય, સકળ જીવના હિતનો ચિંતક હોય, પોતાના અપરાધી કે વિરોધીનું પણ મનથી કે સ્વપ્નમાં પણ અહિત ચિંતવનારો ન હોય. શ્રી નવકારમંત્રના આરાધક થવા માટે સર્વને સમાવવા જેટલું વિશાળ હૈયું બનાવવું જોઈએ. મુખ્ય બે ભાવનાઓ શ્રી નવકારની આરાધનાને સફળ બનાવનાર બે મુખ્ય ભાવનાઓ છેઃ “વામિ સવ્વ નીવે” અને “શિવમસ્તુ સર્વનાત :” પહેલી ભાવના પાકેલા ગૂમડાંમાંથી રસી દૂર કરવા બરાબર છે. બીજી ભાવના રસી દૂર થયા પછી મલમની પટ્ટી લગાવવા બરાબર છે. આ બંને ભાવનાપૂર્વક થતું શ્રી નવકારમંત્રનું આરાધન ભાવ-તંદુરસ્તી આપ્યા સિવાય રહે નહિ. શ્રી નમસ્કાર મહામંત્ર Page #224 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપદભાવન ૧. “ '- અભયદાન આપનાર શ્રી અરિહંતભગવંતો. રિ -રત્નત્રયી યુક્ત, રિક્ત-કર્મથી રહિત સિદ્ધભગવંતો ‘ ’-કર્મને હણવા ઉદ્યમ કરનારા સાધુભગવંતો ‘ત ' તપ-ત્યાગમય જિનધર્મનું શરણ આ રીતે એક “ હિંત ” પદ બોલતાં શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મની મંગળમયતા, લોકોત્તમતા અને શરણમયતાનો સ્વીકાર થાય છે. ૨. દંત -કર્મશત્રુને હણનારા. પાપને હણવાનો ભાવ, પાપની ગહમાંથી પ્રગટે છે. એટલે કર્મશત્રુને હણનાર એ અર્થ દુષ્કતગહરૂપ છે અર્થાત્ એનું મૂળ દુષ્કૃતગર્તા છે. કદંત-પૂજાને યોગ્ય એવો ભાવ, પૂજ્યમાં રહેલા ગુણોને જોવા, જાણવા, ચિંતવવાથી પ્રગટે છે એટલે તે સુકૃતાનુમોદનરૂપ છે. સર્વસુકૃતોના પ્રકર્ષને પામેલા હોઈને શ્રી અરિહંતો ત્રિભુવનપૂજ્ય છે. “ સદંત - ફરીથી જન્મ ન લેનારા એટલે જન્મજરા મરણને જીતી જનારા જેઓ હોય તેઓ જ વાસ્તવિક શરણને આપી શકે છે માટે શરણાગતિરૂપ છે. ૩. “ નો ' દર્શનરૂપ-મૈત્રીની અભિવ્યક્તિ. “ હું જ્ઞાનરૂપ - પ્રમોદની અભિવ્યક્તિ. તા ” ચારિત્રરૂપ-કારુણ્ય, માધ્યશ્મની અભિવ્યક્તિ. પહેલા પદના આ મર્મને પુનઃ પુનઃ વિચારવાથી ઉક્ત યોગ્યતા પ્રગટે છે. ૪.“ નરેઃ ' - મન પડે નમન-દ્રવ્યનું ‘ગરિરં’ - વચન વડે સ્તવન-ગુણનું “ તા’- કાયા વડે પ્રણયન-પર્યાયનું મૈત્રીની અભિવ્યક્તિ મન દ્વારા થાય છે. પ્રમોદની અભિવ્યક્તિ વચન દ્વારા થાય છે. માધ્યશ્મ અને કરુણાની અભિવ્યક્તિ કાયા દ્વારા થાય છે. આ ચાર ભાવના મનમાં ભાવિત થવા છતાં તેની અભિવ્યક્તિ વિવિધ રીતે થાય છે. મૈત્રીભાવનાથી શુદ્ધ થયેલા મન દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે. પ્રમોદભાવનાથી શુદ્ધ થયેલા મન દ્વારા ગુણોની ઓળખાણ થાય છે. કરુણા અને માધ્યચ્ય વડે શુદ્ધ થયેલા મન દ્વારા પર્યાયની ઓળખાણ થાય છે. દ્રવ્યની ઓળખાણ થવાથી “દર્શનગુણ ' પ્રગટે છે. ૧૮૨ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #225 -------------------------------------------------------------------------- ________________ ગુણની ઓળખાણ થવાથી “જ્ઞાનગુણ' પ્રગટે છે. પર્યાયની ઓળખાણ થવાથી “ચારિત્રગુણ' પ્રગટે છે. ૫. “નમો ' પદ દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે, તેથી મિત્રતા અને નમ્રતા આવે છે. અરિહં' પદ ગુણની સાથે સંબંધ ધરાવે છે, તેથી પ્રમોદ અને પ્રશંસા આવે છે. તાણં' પદ પર્યાયની સાથે સંબંધ ધરાવે છે, તેથી કારુણ્ય અને માધ્યચ્યભાવ પ્રગટે છે. દ. “ ની રિહંતા ' પદના ભાવનથી દ્રવ્ય-ગુણ-પર્યાયના પરિજ્ઞાન દ્વારા અને મૈથ્યાદિ ચાર ભાવનાઓ દ્વારા શુદ્ધ થયેલ મન-વચન-કાયા દ્વારા તન્મયતા થવાથી દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. ૭. “નમો પદનું ભાવન નમ્રતાને વિકસાવે છે. પોતે કરેલા અપકાર અને બીજાએ કરેલા ઉપકારના જ્ઞાન અને સ્મરણથી નમ્રતા અને કૃતજ્ઞતા સ્થિર થાય છે. તેમાંથી મૈત્રી અને કરુણા વિકસે છે. ૮. “નમો પદમાં જેમ નમ્રતા છે, તેમ કૃતજ્ઞતા પણ છે. પોતાના અપકારના સ્મરણમાંથી નમ્રતા ગુણ અને બીજા દ્વારા થયેલા ઉપકારના સ્મરણથી કૃતજ્ઞતા ગુણ વિકસે છે. ૯. “ નો ” = ઉત્પાદ = આરાધક ભાવનો હિં' = વ્યય = વિરાધક ભાવનો. તા ” = ધ્રૌવ્ય = આત્મતત્ત્વનું અર્થાત્ “ નમો પદથી પોતામાં આરાધક ભાવની ઉત્પત્તિ, વિરાધક ભાવનો વ્યય અને શુદ્ધાત્મભાવનું ધ્રૌવ્ય સધાય છે. ૧૦. “નમો ' પદ મંગળવાચક છે. રિહં 'પદ લોકોત્તમવાચક છે. “ તાdi ' પદ શરણવાચક છે. “નમો'પદરૂપ સાધકઅવસ્થામાંથી “અરિહંપદરૂપ સાધ્યઅવસ્થામાં જવાનું છે અને તે બંને અવસ્થામાં આત્મતત્ત્વ કાયમ રહીને શરણ આપનારું છે. સાધકઅવસ્થા મંગળરૂપ છે. સાધ્યઅવસ્થા લોકોત્તમરૂપ છે અને બંને અવસ્થામાં કાયમ રહેનાર આત્મતત્ત્વ શરણ સ્વરૂપ છે. પરાર્થવ્યસનિતા-સ્વાર્થ ઉપસર્જનતા શ્રી નવકારમાં તન્મય થવું એટલે શ્રી નવકારના બનવું. એટલે શ્રી નવકાર વિના વિહળ થવું તેના સ્મરણમાત્રથી હૈયું ભીંજાઈ જવું. શ્રી નવકારના સ્મરણમાત્રથી હૈયું જ્યારે ભીંજાય? શ્રી તીર્થંકરદેવોની વિશિષ્ટતા હૈયા સુધી પહોંચે તો. એ વિશેષતા તેમની પરાર્થવ્યસનિતા અને સ્વાર્થ ઉપસર્જનતામાં રહેલી છે. પ્રથમપદભાવન if મ ૧ ક IIIIIIIIIII Page #226 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચમંગલમય નવકાર પાંચે પરમેષ્ઠિઓમાં “આહંત્ય” વ્યાપ્ત છે. આહત્ય એટલે શ્રી અરિહંતની શક્તિ. તે શક્તિ સામ્ય સ્વરૂપ છે. તે જ શ્રી અરિહંતોનું આશૈશ્વર્ય છે. શ્રી અરિહંતની આજ્ઞા ભેદભાવનો ત્યાગ કરી, જીવરાશિ પ્રત્યે ચૈતન્ય સ્વરૂપે અભેદભાવ પ્રગટાવવાની છે. ભેદભાવમાંથી હિંસાદિ આશ્રવોની અને અભેદભાવમાંથી અહિંસા અને ક્ષમાદિ સંવરરૂપ ધર્મોની ઉત્પત્તિ થાય છે. આશ્રવોનો ત્યાગ સ્વરૂપ અને સંવરોના સ્વીકારરૂપ પ્રભુ-આજ્ઞાનું તાત્પર્ય ભેદ બુદ્ધિનો નાશ અને અભેદ-બુદ્ધિનો આવિર્ભાવ છે. અર્થાત્ સામ્યબુદ્ધિ વડે સમતાભાવની પ્રાપ્તિ છે. સમતાભાવ એ જ સકળ અરિહંતોનું પ્રતિષ્ઠાન, મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન અને ત્રિલોકનું સ્વામીત્વ છે. સમગ્ર વિશ્વની વ્યવસ્થા ઉપર સામ્યભાવનું પ્રભુત્વ છે. વિશ્વમાં થતી અવ્યવસ્થા એ સામ્યભાવના ભંગનું અને વિષમભાવના સેવનનું ફળ છે. આખરે તેનું નિવારણ થઈને પુનઃ વ્યવસ્થિતતા સ્થપાઈ જાય છે, તેની પાછળ આહત્ય કાર્ય કરે છે. આત્મ વિશ્વવત્સલ છે તેથી જ શ્રી અરિહંતોની ભક્તિ સમસ્ત સત્ત્વવિષયક સ્નેહ પરિણામને વિકસાવે છે. તેમની વીતરાગતા વિગતરાગ સ્વરૂપ છે. એટલે મોહનીય કર્મના ઉદયથી થતા સ્વ-વિષયક-પર-પુદ્ગલભાવવિષયક રાગના સર્વથા અભાવરૂપ છે, નિર્મૂળ ક્ષયરૂપ છે, શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ છે. બીજી બાજુ તે વિશિષ્ટ રાગરૂપ છે. એ વિશિષ્ટ રાગ સત્તાથી શુદ્ધાત્મસ્વરૂપ એવી જીવરાશિ ઉપર સ્વાભાવિક પ્રેમ, કરુણા અને વાત્સલ્યરૂપ છે. એ રાગને બાહ્ય રંગરૂપ નથી, પરંતુ સ્વરૂપની નિર્મળતા થવાના યોગે પ્રાપ્ત થતી સ્વચ્છતા, પ્રસન્નતા, આકાશ અને જળના રંગ જેવી નિષ્કલંક શ્વેતતારૂપ છે અને તે જ તેઓશ્રીનું આહત્ય છે. એ આહત્ય જ સાધુમાં બીજાને સહાયરૂપે, ઉપાધ્યાયમાં જ્ઞાન દાન રૂપે, આચાર્યમાં આચારના દાનરૂપે, સિદ્ધમાં પૂર્ણના આવિર્ભાવરૂપે અને શ્રી અરિહંતમાં બધાના મૂળ રૂપે રહેલું છે. મૂળ હંમેશાં શ્વેત હોય છે, ફળ લાલ, પુષ્પ પત, પત્ર નીલ અને અંધ શ્યામ હોય છે. તે અનુક્રમે શ્રી પંચપરમેષ્ઠિના વર્ણરૂપે ધ્યાન કરવા માટે વિહિત થયેલાં છે. શ્યામવર્ણ અનેક ગુણોને ધરાવે છે. શ્યામવર્ણની અવગણના અનેક ઉપદ્રવકારક છે. પૃથ્વી અને મેઘ જેટલા વધારે શ્યામ તેટલા વધારે ઉત્પાદક છે. આંખની કીકી અને માથાના વાળ જેમ વધારે શ્યામ તેમ વધારે જ્ઞાન અને વધારે પ્રેમ પ્રગટાવનારા ગણાય છે. કાળા દોરાનું પણ આગવું ઉપકારક સ્થાન છે. ભક્તિમાર્ગમાં ઓઢું હું કાળો કાંબળો,' કહીને શ્યામવર્ણનું આગવું મહત્ત્વ અનાદિથી છે, એમ દર્શાવ્યું છે. - સાધુની શ્યામતામાંથી જ ઉપાધ્યાયનું જ્ઞાન, આચાર્યોનો આચાર, સિદ્ધોની સિદ્ધિ અને અરિહંતોનું આહત્ય પ્રગટ થાય છે. જેમ લોકોમાં તેમ લોકોત્તરમાં પણ શ્યામ વસ્તુનું મહત્ત્વ બધાના મૂળ તરીકે ગણાયું છે. શ્રી નવકાર પ્રથમ પંચમંગલરૂપ છે, મંત્ર રૂપ તો પછી છે. શ્રી નવકારને કેવળ મંત્ર માનવો એ પ્રિન્સીપાલને પ્રોફેસર બનાવવા જેવું છે. મંત્રમાં મનનની જરૂર પડે છે. દર્શન, શ્રવણ આદિ અનેક રીતે મંગળ સ્વકાર્ય કરે છે. તાત્પર્ય કે મંત્ર કરતાં પણ મંગળનો મહિમા સવિશેષ છે. શ્રી નવકારની મંગળમયતા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની મંગળમયતાના કારણે છે. મનનથી ત્રાણ કરે છે માટે તે મંત્ર છે અને શ્રવણથી ભવને ગાળે છે માટે મંગળ છે. N ૧૮૪ ક્યદીપક મહામંત્રાધિરાજ Page #227 -------------------------------------------------------------------------- ________________ aa e “નમો અરિહંતાણં 'નો મર્મ નમો’ પદ જીવને ચન્દ્ર કરતાં પણ અત્યધિક નિર્મળ બનાવે છે. “અરિહં' પદ જીવને સૂર્ય કરતાં પણ અત્યધિક તેજસ્વી બનાવે છે. નમો પદ વડે દુષ્કૃતનો અને અરિહં પદ વડે સુકૃતનો સ્વીકાર થાય છે. દુષ્કૃતનો સ્વીકાર નિર્મળતા લાવે છે અને સુકૃતનો સ્વીકાર તેજસ્વિતા લાવે છે “તાણં ' પદ જીવને સાગરથી પણ ગંભીર બનાવે છે, તે ગંભીરતા જીવમાં ઊંડાણ લાવે છે. ઊંડામાં ઊંડા આત્મતત્ત્વની સાથે એકતાનાં પરિણામ લાવે છે. દુષ્કૃત ગહનું મૂળ કોમળતા છે. સુકૃતાનુમોદનનું મૂળ તીક્ષ્ણતા છે. અને શરણાગમનભાવનું મૂળ ઉદાસીનતા છે-ગંભીરતા છે. કોમળતા ચન્દ્ર જેવી, તીણાતા સૂર્ય જેવી અને ગંભીરતા સાગર જેવી મનાય છે. દુષ્કતગહમાં પ્રાયશ્ચિત્તના પરિણામ રહેલાં છે તે સાધુતાને વિકસાવે છે. સુકતાનુમોદનમાં વિશુદ્ધ પરિણામ રહેલાં છે તે ઉપાધ્યાયપદના જ્ઞાનગુણને વિકસાવે છે. શરણગમનના પરિણામ આચાર્યના આચાર ગુણને-ચારિત્ર ગુણને વિકસાવે છે. દર્શનગુણમાં કરુણા-કોમળતા મુખ્ય છે. જ્ઞાનગુણમાં તીક્ષ્ણતા-બુદ્ધિની સૂક્ષ્મતા મુખ્ય છે. ચારિત્ર ગુણમાં ઉદાસીનતા-આત્માની અલિપ્તતા મુખ્ય છે. એટલે પાયાના ત્રણ ગુણોનો વિકાસ કરવાની શક્તિ શ્રી નવકારના પ્રથમપદ ‘નમો અરિહંતાણં' માં રહેલી પ્રાયશ્ચિત્તકરણ એ સાધુતાનું લક્ષણ છે. વિશુદ્ધિકરણ એ જ્ઞાનીનું લક્ષણ છે. વિશલ્યીકરણ એ ચારિત્રવાનનું લક્ષણ છે. પાપકર્મનો મૂળ વિઘાત એ સિદ્ધત્વનું લક્ષણ છે. તે માટેના પુરુષાર્થરૂપ કાયોત્સર્ગકરણ એ અરિહંતનું લક્ષણ છે. પાંચેય પરમેષ્ઠિભગવંતોના પાંચ લક્ષણો કાયોત્સર્ગની ક્રિયામાં સમાયેલાં હોવાથી કેવળજ્ઞાન અને મોક્ષનું તે અસાધારણ કારણ છે. સંસારી જીવમાં દુષ્કૃતગર્તાના સ્થાને દુષ્કતની અનુમોદના રહેલી છે, સુકૃતાનુમોદનાના સ્થાને સુખનામૂળ સુકૃતની ગર્તા રહેલી છે અને આત્મતત્ત્વના શરણગમનના સ્થાને પુદ્ગલતત્ત્વનું શરણગમન રહેલું છે, તેથી તે અનંત સંસાર પરિભ્રમણનું કારણ બને છે. આમ શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોમાં જીવને અહીંથી સાત-રાજ ઊંચે મોક્ષમાં લઈ જવાની અચિજ્ય શક્તિ રહેલી છે. નમો અરિહંતાણં'નો મર્મ ૧૮૫ Page #228 -------------------------------------------------------------------------- ________________ ‘નમોપદનું માહાભ્ય નમો’ એ મોક્ષનું બીજ છે. તેથી ભક્તિવર્ધક છે, નમ્રતા, કૃતજ્ઞતા અને બહુમાનજનક છે. મુક્તની ભક્તિ અહંકારાદિ દોષોથી મુક્ત કરાવે છે અને નમ્રતાદિ ગુણોને વિકસાવે છે. મોક્ષનું બીજ હોવાથી ભક્તિ સભર સ્બયનું પ્રતીક છે. નમો’ એ વિનયનું બીજ છે. વિનય થવાનું સૂચન કરે છે. વિનયગુણ જ્ઞાની પુરુષનો સમાગમ કરાવે છે અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મવિકાસમાં પ્રગતિ કરાવે છે. નમો' શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ, અને શુદ્ધિનું પણ બીજ છે. શાન્તિ-બીજ હોવાથી વિષય-કષાયને શાન્ત કરે છે. પૌષ્ટિકબીજ હોવાથી ધર્મધ્યાનની પુષ્ટિ કરે છે. શુદ્ધિ બીજ હોવાથી મન, વાણી અને કર્મની શુદ્ધિ કરે છે, તુષ્ટિબીજ હોવાથી સંતોષ અને કૃતજ્ઞતા ગુણની વૃદ્ધિ કરે છે. કષાયનું શમન વિષયોનું ઉપશમન, સંતોષ અને પ્રમોદ ગુણનું પોષણ તથા આત્માનું કર્મમળથી શોધન કરવાનું સામર્થ્ય એક “નમો' બીજમાં રહેલું છે. “નમો' પદથી અધિક સુંદર પદ સમગ્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થવું દુર્લભ છે તેથી મુમુક્ષુ માત્રને તે પ્રિય છે. શ્રી અરિહંત અને સિદ્ધને કરેલો નમસ્કાર એ મોક્ષનું બીજ . મુક્તિ અને મુક્તિ માર્ગના ઉપદેશક-પ્રકાશકને કરેલો નમસ્કાર અવશ્ય મોક્ષને આપે છે. આચાર્ય અને ઉપાધ્યાયને કરેલો નમસ્કાર એ વિનયનું બીજ છે. વિનયવડે વિદ્યાની પ્રાપ્તિ થાય છે અને મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે. સાધુને કરેલો નમસ્કાર એ શોધનબીજ છે કેમકે તે પાપનું શોધન કરે છે, અર્થાત્ પંચપરમેષ્ઠિઓના નમસ્કારમાં મોક્ષબીજત્વ, વિનયબીજત્વ અને કર્મશોધકત્વ રહેલું છે. મુક્તિ અને મુક્તિમાર્ગ સાધકત્વની અપેક્ષાએ કર્મશોધકત્વ છે. એ રીતે પંચપરમેષ્ઠિઓને કરાતો નમસ્કાર રાગાદિની શાન્તિ, જ્ઞાનાદિની પુષ્ટિ અને સમાદિની તુષ્ટિ કરે છે. મુક્તિના બહુમાનને કારણે રાગાદિ શમે છે, વિનયાદિ ગુણના કારણે જ્ઞાનાદિ વધે છે અને મોહનીયાદિ કર્મોના હૃાસના કારણે શમ-ક્ષાજ્યાદિ પ્રાપ્ત થાય છે. ચાવી લાગુ પડે તો તાળું જરૂર ઊઘડે તેમ “નમો લાગુ પડે એટલે આત્મભવનનું બંધ દ્વાર ઊઘડી જાય, પછી પરઘર ભટકવાની સુદ્રવૃત્તિ આપોઆપ શમી જાય છે. નમો' એટલે હું કાંઈ નહિ પણ આપ જ સર્વે સર્વા છો, એવા ત્રિકાલબાધ્ય સત્યનો એકરાર જે અહંકારછેદક છે. જઠરાગભેદક છે. શ્રી અરિહંતાદિના પરમ સામર્થ્યનો બોધક છે. નમો’ પદ એ પાપનું પ્રાયશ્ચિત્ત છે. આજ સુધી કરેલી પરમાત્મા, આત્મા, સંઘ, શાસ્ત્ર, કેવળજ્ઞાન અને ધર્મની આશાતના તથા અવિનયાદિ પાપોની અને હિંસાદિ પાપસ્થાનોના દીર્ઘકાલીનસેવનના અભ્યાસની નિંદા નમો' પદ એ ગુણી પુરુષોનો વિનય છે. સમ્યગ્રજ્ઞાન અને ક્રિયા ગુણને ધારણ કરનાર સર્વ મહાપુરુષો પ્રત્યે આદર અને વિનયનો પ્રયોગ છે, સ્વપરજનિત પૂજાનો પ્રમોદ છે. નમો' પદ એ સર્વોત્તમ પાત્રોની ભાવવૈયાવચ્ચ છે. તેમને સુખસમાધિની પ્રબળ ઇચ્છારૂપ છે. તેમને સન્માર્ગમાં આવતાં વિઘ્નોની પરંપરાને સર્વશક્તિથી દૂર કરવાની ભાવનારૂપ છે. - ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ AN ૧૮૬ Page #229 -------------------------------------------------------------------------- ________________ ‘નમો’ પદ પાંચ પ્રકારના સ્વાધ્યાય વડે પાંચ પરમેષ્ઠિઓને ઓળખવાની અને તેમના શુદ્ધસ્વરૂપને જાણવાની આંખ છે. આત્મતત્ત્વ માટેનાં આલંબનોને જાણીને, અને સદ્દહીને તસ્વરૂપ બનવાની ભાવનારૂપ છે. ‘નમો’ પદ એ પંચપરમેષ્ઠિભગવંતોનું એકાગ્ર ચિત્તે ધ્યાન કરવાની પ્રક્રિયા છે. ‘નમો’ પદ વડે ધર્મધ્યાનની પરંપરાએ શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. ‘નમો’ પદ એ વાસીચંદનકલ્પ, જીવિત, મરણ, લાભ, અલાભ, માન અને અપમાનાદિ દ્વંદ્વોને અવગણીને શુદ્ધાત્મસ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે એ રીતે આપ્યંતર તપના સર્વ પ્રકારોનું આરાધન જેમાં સંગૃહીત થયું છે એવું ‘નમો’ પદ સાગરથી પણ ગંભીર છે, સૂર્યથી પણ તેજસ્વી છે, ચન્દ્રથી પણ શીતળ છે. આરોગ્ય, બોધિલાભ અને સમાધિને આપવાવાળું છે. અથવા ‘નમો’ પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ ઉપર મનને લઈ જવા, કૂદકો અથવા છલાંગ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્ય-ભાવ સંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો ઉત્તમ વ્યાયામ છે. उक्कोसो सज्झाओ, चउदसपुवीण बारसंगाई । ततो परिहाणीए, जाव तयत्थो नमोक्कारो ॥ ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ચૌદપૂર્વધરોને બાર અંગનો હોય છે. મહાપ્રાણધ્યાન વગેરેના પ્રભાવે ચૌદપૂર્વધરો અંતર્મુહૂર્ત આદિ કાળમાં ચૌદે પૂર્વેનું પરાવર્તન કરે છે. દશપૂર્વધરોને દશ પૂર્વેનો સ્વાધ્યાય, નવ પૂર્વધરોને નવ પૂર્વનો એમ અનુક્રમે ઘટતાં ઘટતાં ત્યાં સુધી જાણવું કે જેને બીજું કાંઈ જ નથી આવડતું, તેને પંચ પરમેષ્ઠિનમસ્કારનો સ્વાધ્યાય હોય છે; કારણ કે તે દ્વાદશાંગનો અર્થ અથવા સા૨ છે. इहलोगंमि तिदंडी सादिव्वं माउलिंगवणमेव । परलोए चंडपिंगल-हुंडियजक्खो य दिट्ठता ॥ નવકારનો પાઠ કરનારને આ જ જન્મમાં ત્રિદંડીથી ઉપલક્ષિત શિવકુમાર નામના શ્રાવકપુત્રને સુવર્ણપુરુષ, શ્રીમતી નામની શ્રાવક પુત્રીને દેવતાનું સાન્નિધ્ય અને બીજોરાના વનથી સૂચિત જિનદાસ નામના શ્રાવકને જીવિતવ્ય મળ્યું હતું. એ આ લોકના ફળનું પ્રતિપાદન કરનારાં દૃષ્ટાંતો કહ્યાં. ચંડપિંગલ નામના ચોર અને હુંડિક નામના યક્ષનાં દૃષ્ટાંતો પરલોકમાં અર્થાત્ અન્યભવમાં ફળનું પ્રતિપાદન કરનારાં છે. ‘ નમોપદનું ’માહાત્મ્ય ૧૮૭ Page #230 -------------------------------------------------------------------------- ________________ ષડાવશ્યકમય શ્રી નવકાર ષડાવશ્યકમાં સ્વરૂપની અનુભૂતિ માટેની સંપૂર્ણ પ્રક્રિયા છે. સામાયિક સુધી પહોંચવા માટે નીચેનાં પાંચ આવશ્યક અનિવાર્ય છે. સામાયિક સાધ્ય પણ છે અને સાધન પણ છે. સામાયિક વડે પ્રત્યાખ્યાનાદિની શુદ્ધિ થાય છે અને સામાયિક માટે પ્રત્યાખ્યાનાદિ આવશ્યક છે. સામાયિકનું સાધ્ય આત્મા છે અને સાધન પણ આત્મા છે. “ ગાય સીમા ” “ બાપા સીમાફt હેં ! ” અર્થાત્ આત્મા પોતે સામાયિક સ્વરૂપ છે અને સામાયિકનું સાધન પણ છે. તેમ સામાયિક પોતે પ્રત્યાખ્યાનાદિ સાધનરૂપ પણ છે. નમસ્કાર ચૌદ પૂર્વનો સાર છે. સામાયિક “નમો’ વડે થાય છે. અર્થાત્ “નમો' સામાયિક માટે છે. સામાયિકમાં ષડાવશ્યક છે અને શ્રી નવકારમાં સામાયિક છે. (૧) નમો = સામાયિક આવશ્યક (२) अरिहंताणं ચતુર્વિશતિસ્તવ. सिद्धाणं (૩) કાપડિયા उवज्झायाणं ગુરુવંદન लोओ सव्वसाहूणं (૪) ઘણો પંચ નમુવારો પ્રતિક્રમણ सव्व पावप्पणासणो (૫) મંજીતા ર સર્વેર્ષિ = કાયોત્સર્ગ (ડ) પઢમં વડું મંગાતં = પ્રત્યાખ્યાન આમ શ્રી નવકારમાં પડાવશ્યક રહેલાં છે. તેમાં પહેલું આવશ્યક સામાયિક નમોપૂર્વક જ છે. “નમો” વડે જ યોગનું આઠમું “સમાધિ ' નામનું અંગ સધાય છે. સમાધિ માટે ધ્યાન દેવતત્ત્વનું કરવાનું છે. અરિહંતાણં-સિદ્ધાણં એટલે જ ચતુર્વિશતિ સ્તવ-જેમાં અંતે વિફર્સ તથા સિલા સિદ્ધિ મમ વિસંતુ એમ બે પદો સાક્ષાત્ રહેલાં છે. આયરિયાણં - વિઝાયાણં અને લોએ સવ્વ સાહૂણં ” એ સ્પષ્ટપણે ગુરુવંદન છે. તેમાંથી દેવના ધ્યાન માટેની ધારણા પ્રાપ્ત થાય છે. એસો પંચ નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો'-એ પ્રતિક્રમણ છે અને તેનું ફળ પ્રત્યાહાર છે. મંગલાણં ચ સવ્વસિ" કાયોત્સર્ગમાં જ સર્વ મંગળો રહેલાં છે. કાયોત્સર્ગ સર્વમંગલ સ્વરૂપ છે. તેની સર્વ મંગળમયતાના કારણે જ મહાત્માઓ વારંવાર કાયોત્સર્ગ કરે છે. પઢમં હવઈ મંગલ " કાયોત્સર્ગમાં પ્રવેશ માટે પ્રત્યાખાન જ પ્રથમ મંગળ છે. પ્રત્યાખ્યાન વડે જ કાયોત્સર્ગમાં પ્રવેશ થાય છે. પ્રત્યાખાન એ સમાધિમાં પ્રવેશ કરવા માટેનું મંગળ દ્વાર છે. યોગના પ્રથમ બે અંગ “યમ અને નિયમ” G ૧૮૮ શ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ - ક Page #231 -------------------------------------------------------------------------- ________________ તેમાં સમાઈ જાય છે. કાયોત્સર્ગ તે પછીનું સોપાન છે. તેમાં આસન અને પ્રાણાયામ' નામના બે યોગાગ આવી જય છે. પ્રતિક્રમણમાં પ્રત્યાહાર, ગુરુવંદનામાં ધારણા, ચતુર્વિશતિ સ્તવમાં ધ્યાન અને સામાયિકમાં સમાધિ નામનું અંતિમ યોગાંગ સમાવિષ્ટ થઈ જાય છે. આત્મા સમાધિ સ્વરૂપ છે અને સમાધિનું કારણ પણ છે. સમાધિનું કારણ ધ્યાન, ધ્યાનનું કારણ ધારણા, ધારણાનું કારણ પ્રત્યાહાર, પ્રત્યાહારનું કારણ પ્રાણાયામ અને આસન અને તેનું કારણ યમ અને નિયમ છે. અહીં કારણ શબ્દ સાધના અર્થમાં છે. સમાધિનું સાધન ધ્યાન, તેનું સાધન ધારણા, તેનું સાધન પ્રત્યાહાર, પ્રાણાયામ, આસન, નિયમ અને યમ છે. સામાયિક સ્વરૂપ આત્મા, તેનું સાધન ગુરુવંદન, (ધારણા) તેનું સાધન પ્રતિક્રમણ, (પ્રત્યાહાર) તેનું સાધન કાયોત્સર્ગ, પ્રાણાયામ, આસન) તેનું સાધન પ્રત્યાખ્યાન (નિયમ અને યમ). પ્રત્યાખ્યાન તે પ્રતિષ્ઠા છે, કાયોત્સર્ગ તે ગતિ છે, પ્રતિક્રમણ તે શરણ છે, ગુરુવંદન તે ત્રાણ છે અને ચતુર્વિશતિ સ્તવ તે દ્વીપ અથવા દીપ છે. ચતુર્વિશતિસ્તવથી આશ્વાસન તથા પ્રકાશ મળે છે. ગુરુવંદનથી ધારણા બંધાય છે, પ્રતિક્રમણથી પાછા ફરાય છે, કાયોત્સર્ગથી વર્તમાનમાં સ્થિર થવાય છે અને પ્રત્યાખ્યાનથી ભાવિ માટે નિર્ભય બનાય છે. નિશ્ચયનયથી આત્મા પોતે જ સામાયિક ચતુર્વિશતિસ્તવ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચસ્માણ સ્વરૂપ છે. વ્યવહારનયથી સામાયિક આદિ છએ આવશ્યકો સ્વરૂપ લાભનાં કારણો છે. એક બીજાની સાથે હેતુ-હેતુમદ્ ભાવનો સંબંધ રહેલો છે. જેમ સામાયિક અને આત્માને તથા ષડાવશ્યકો અને સામાયિકને સંબંધ છે, તેમ શ્રી નવકાર અને ષડાવશ્યકોને પરસ્પર સંબંધ રહેલો છે. (૧) શ્રી નવકારમાં સામાયિક-આત્મભાવમાં પરિણમનરૂપ (૨) શ્રી નવકારમાં ચતુર્વિશતિ સ્તવ, આત્મભાવમાં સંપૂર્ણ પરિણત પરમાત્માને નમસ્કાર (૩) શ્રી નવકારમાં ગુરુવંદન-આત્મભાવમાં પરિણત થવાને પ્રયત્નશીલ પુરુષોને નમન (૪) શ્રી નવકારમાં પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન-આત્મવિભાવની પરિણતિમાંથી પાછા આવવાની ક્રિયા. તેમાં થયેલી સ્કૂલનાઓનું શુદ્ધિકરણ, ભૂતકાળની સ્કૂલનાઓનું પ્રતિક્રમણ, વર્તમાનનો સંવર અને ભાવિનું નિયમન. છએ આવશ્યકોની આ અર્થભાવના છે. અર્થભાવના સહિત છએ આવશ્યકોનો સંગ્રહ શ્રી નવકારમાં છે. તેથી શ્રી નવકાર સર્વસંગ્રાહી છે. ચૌદપૂર્વ અને દ્વાદશાંગનો અર્થ છે અને તે જ નમસ્કારનો પણ અર્થ છે. ચતુર્વિશતિ સ્તવ આદિ પણ તે જ એક પ્રયોજનને સિદ્ધ કરવા માટે છે. તેથી અર્થ વડે બધાની એકતા છે. આ જાતની અર્થભાવના કરવાથી નમસ્કારમાં રહેલું મંત્રમૈતન્ય પ્રગટવું એટલે અંતરાત્મભાવની પ્રાપ્તિ થવી, અંતરાત્મભાવમાં સ્થિર થઈને પરમાત્મભાવને ભાવવું, પરમાત્મ પોતે જ આત્મભાવમાં પરિણમેલા છે એવી અનુભૂતિ કરવી. કહ્યું છે કે, મન, પવન, આત્મા તથા ગુરુ, મંત્ર અને દેવતા એ બધાનું ઐક્યભાવન તે અંતરાત્મભાવની પ્રાપ્તિ છે. તેમાં સ્થિર થવાથી પરમાત્મભાવનું દર્શન થાય છે. ષડાવશ્યકમય શ્રી નવકાર ૧૮૯ NN Page #232 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનું રહસ્ય કાકા: નમસ્કાર એ શુદ્ધ દ્રવ્ય, ગુણ, પર્યાયને શરણાગતિરૂપ છે. આજ સુધી તેની વિરુદ્ધ કરેલું વર્તન અથવા સેવેલાં પ્રમાદ અને ઉપેક્ષા મહામહોદય સ્વરૂપ છે. નમસ્કારથી એક બાજુ ઉપકારક તત્ત્વને શરણાગતિ થાય છે, બીજી બાજુ ઉપેક્ષા અને વિરોધનું પાપ ધોવાય છે અને ત્રીજી બાજુ ઉપેક્ષા અને વિરોધ કરનાર પણ જ્યારે શરણે જાય છે, ત્યારે શરણ આપવા એકાંતે તત્પર એવા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના સુકૃતનું અનુમોદન થાય છે. એ રીતે નમસ્કારમાં શરણાગતિ, દુષ્કતગહ અને સુકૃતાનુમોદન એ ત્રણે એક સાથે રહેલા છે. સમગ્ર શ્રી નવકારનાં પહેલાં પાંચ પદો શરણાગતિસૂચક છે. વચલાં બે પદ ગઈ અને તેનાં ફળસૂચક છે તથા છેલ્લાં બે પદ અનુમોદન અને તેનાં ફળને સૂચવે છે. તે રીતે આદિ, મધ્ય અને અંત મંગળ પણ તેમાં ગુંથાયેલ છે. શ્રી નવકારના પ્રથમપદના “નમો' પદમાં પણ તે ત્રણે વસ્તુઓ રહેલ છે. “નમો પદ શરણાગતિને સૂચવે છે. શરણાગતિ આજ સુધી ન લીધી તે દુષ્કતની ગહને પણ સૂચવે છે અને હવે શરણાગતિ લેતી વખતે શરણાગતિ આપનાર પરમેષ્ઠિઓનાં સુકૃત, પ્રભાવ અને ગુણની અનુમોદનાને પણ સૂચવે છે. શરણાગતિ કોની? તે “અરિહં' પદ સૂચવે છે. “અરિહં' એટલે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની અનુભૂતિ કરનારા અને ઉપદેશ દ્વારા એ અનુભૂતિનો માર્ગ બતાવનારા. એ માર્ગે ચાલીને જ પોતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને એ માર્ગે ચાલે તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય એવું વચન (Promise) આપનાર “તાણં' પદ છે. આ રીતે સમગ્ર શ્રી નવકાર અને સમગ્ર દ્વાદશાંગી એક જ અર્થને કહેનાર છે તે સિદ્ધ થાય છે. શ્રી નવકાર એ શબ્દ, અર્થ અને જ્ઞાનત્રિતયરૂપ છે. શબ્દ એ વૈખરી, મધ્યમ, પયૅતી અને પરારૂપ છે. તેના ઉચ્ચારણ વખતે અનુક્રમે ભાષ્ય, ઉપાંશુ, માનસ અને અનાહતરૂપ બને છે. અર્થ આત્મસ્વરૂપ છે. તે અવ્યક્ત, અલક્ષ્ય અને નિર્વિકલ્પ છે. જ્ઞાન તે તેનું સ્વસંવેદન છે. આત્મા, આત્માવડે આત્માને આત્મામાં જાણે છે તે જ્ઞાનનું સ્વરૂપ છે. એ રીતે શ્રી નવકારમાં ધૂળથી માંડીને સૂક્ષ્મશબ્દ પયંતના બાહ્યાત્માનું અને અંતરાત્માથી માંડીને પરમાત્મતત્ત્વ સુધીનું અર્થચિંતન અને તેનું શ્રુત, ચિંતા અને ભાવના વડે અથવા આગમ, તર્ક ધ્યાનાભ્યાસ વડે પ્રાપ્ત થતું સમ્યજ્ઞાન રહેલું છે. અહીં શબ્દ પ્રવૃત્તિને કર્મયોગ, અર્થભાવનાને ભક્તિયોગ અને તેના સ્વસંવેદનને જ્ઞાનયોગ કહી શકાય. ત્રણે યોગનો એકત્ર સંયોગ હોવાથી તે મોક્ષમાર્ગ બની શકે છે. કર્મયોગ ધારણામાં સહાયક છે. ભક્તિયોગ ધ્યાનમાં સહાયક છે. જ્ઞાનયોગ સમાધિમાં સહાયક છે. એક જ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ થતી હોવાથી ત્રયમેવત્ર સંયમ: I એ શ્રી પાતંજલસૂત્ર મુજબ ૧૯૦ 2લોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #233 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન, પ્રકાશ, ઋતંભરા પ્રજ્ઞા અને કૈવલ્યપ્રાપ્તિ પર્યંતનો હેતુ બને છે. જૈન સિદ્ધાન્ત મુજબ શબ્દની ધારણાથી આત્મતત્ત્વની રુચિ કેળવાય છે, અર્થના ધ્યાનથી આત્મતત્ત્વનો બોધ થાય છે અને સ્વસંવેદનજ્ઞાનથી આત્મતત્ત્વની પરિણતિ ઘડાય છે અને અનુક્રમે સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર તેમ જ એ ત્રણેની એકતારૂપ મોક્ષમાર્ગ પ્રાપ્ત થાય છે. તેથી શ્રી નવકાર અને તેનું પ્રથમપદ અને તેના પ્રથમપદનું પણ પ્રથમપદ “નમો' એ શ્રી જિનશાસનમાં ચૌદપૂર્વનો ઉદ્ધાર, દ્વાદશાંગીનો સાર અને સંસારસાગરનો વિસ્તાર કરનાર કહેવાય છે. જેનો છેલ્લો શ્વાસ શ્રી નવકારના ધ્યાનમાં જાય છે તેના ભવચક્રોના ફેરા કપાઈ જાય છે. તેનું મરણ, પંડિતમરણ બની જાય છે. તેથી તે આત્મા કૃતકૃત્યતા અનુભવે છે. नामाइ मंगलाणं, पढमं चिय मंगलं नमुक्कारो । अवणेइ वाहितक्कर- जलणाइ भयाइं सव्वाइं ॥ નામમંગળ-સ્થાપનામંગળ-દ્રવ્યમંગળ વગેરે મંગળોમાં આ નમસ્કાર એ પ્રથમ મંગળ છે. તે વ્યાધિ, ચોર અને અગ્નિ આદિના સર્વ ભયોને દૂર કરે છે. हरइ दुहं कुणइ सुहं, जणइ जसं सोसए भवसमुई इहलोयपारलोइय, सुहाण मूलं नमुक्कारो ॥ દુઃખને હરે છે, સુખને કરે છે, યશને ઉત્પન્ન કરે છે, ભવસમુદ્રને શોષે છે તથા આ નમસ્કાર આ લોક અને પરલોકનાં સઘળાં સુખોનું મૂળ છે. ___ नमिऊण असुरसुरगरूलभुयगपरिवन्दियं । गयकिलेसे अरिहे, सिद्धायरियउवज्झायसाहूय ॥ અસુર, સુર, ગરુડ અને ભુજંગ વડે પરિવંદિત તથા કલેશ રહિત એવા અરિહંતો, સિદ્ધો, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓને નમસ્કાર કરીને. [શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિ સૂત્રની વૃત્તિ કરું છું.] મંગળાચરણ-શ્રી ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર નમસ્કારનું રહસ્ય ૧૯૧ Page #234 -------------------------------------------------------------------------- ________________ ભાવનમસ્કાર “શ્રી અરિહંતભગવંતોને નમસ્કાર' એ પદનો તાત્પર્યાર્થ એ છે કે “હું શ્રી અરિહંતોનો દાસ છું, શ્રેષ્ઠ છું, કિંકર અને સેવક છું. શ્રી અરિહંતો મારા સ્વામી છે, નાથ છે, માલિક છે. હું તેમના નિર્દેશને, આજ્ઞાને, કાર્યને અને સેવા આદિને સ્વીકારું છું. તેમની આજ્ઞાનું પાલન એ જ મારો ધર્મ છે.' નમસ્કાર્યની આજ્ઞા મુજબ જીવવું એ જ સાચો નમસ્કાર છે અને તે જ ભાવનમસ્કાર છે. નમવું, પરિણમવું, તદાકાર થવું એ નમસ્કારનો ભાવાર્થ છે. શ્રી અરિહંતોને વિષે સમગ્ર ચિત્તથી અને ભાવનાથી કરેલો નમસ્કાર તે ભાવનમસ્કાર છે. ભાવથી નમવું એટલે તદ્રુપ પરિણમવું. ત્રણ યોગ અને ત્રણ કરણથી તેમને સમર્પિત થવું. તન મન, ધન તેમનાં જ છે એમ માનીને તેમની ભક્તિમાં, તેમના ભક્તની ભક્તિમાં અને તેમના જ કાર્યમાં તે વાપરવાં. તેમનું કાર્ય વિશ્વવ્યાપી છે તેથી ત્રણલોકના જીવોનું હિત છે. તે કાર્યને પોતાનું માની અથવા પોતાનાં મન-વચન-કાયાના યોગને તેમના માની, તેમના કાર્યમાં જ વાપરવા તે સાચો નમસ્કાર છે. નમો અરિહંતાણં 'ના પુનઃ પુનઃ જાપથી શ્રી અરિહંતોની આજ્ઞાપાલનનો અધ્યવસાય જાગૃત થાય છે. શ્રી અરિહંતોની આજ્ઞા છ જવનિકાયના હિતની છે, એટલે જ જીવનિકાયનું હિત થાય એવું જીવન જીવવું એ નમસ્કારનું ફળ છે. જીવરાશિ ઉપર સ્નેહનો પરિણામ એ જ આજ્ઞાપાલનનો અધ્યવસાય છે. પ્રભુની આજ્ઞા ઉપર પ્રીતિ થવામાં પ્રથમ કારણ આજ્ઞાભંગથી મળતા દુષ્ટ વિપાકોની ભીતિનો અધ્યવસાય છે. ભીતિ વડે પ્રીતિ અને પ્રીતિ વડે ભક્તિ જ્યારે જાગે છે ત્યારે આજ્ઞાપાલનની રુચિ ઉત્પન્ન થાય છે. તે રુચિપૂર્વક જે અનુષ્ઠાન થાય તે વચનાનુષ્ઠાન છે. જે મોક્ષની પ્રાપ્તિનું અંતરંગ કારણ બને છે. વચનાનુષ્ઠાનથી અસંગક્રિયાની યોગ્યતા પ્રાપ્ત થાય છે. અસંગક્રિયા નિર્વિકલ્પ સમાધિરૂપ છે. તે જ્ઞાન અને ક્રિયાની અભેદભૂમિકા છે. કેમકે તે શુદ્ધોપયોગ અને શુદ્ધવર્ષોલ્લાસની સાથે તાદાભ્યભાવને ધારણ કરે છે. અત્યંત પ્રીતિપૂર્વક થાય તે પ્રીતિ અનુષ્ઠાન આદર-બહુમાનપૂર્વક થાય તે ભક્તિ અનુષ્ઠાન આગમને અનુસરીને થાય તે વચનાનુષ્ઠાન અને અતિશય આત્મભ્યાસ સાથે જે સહજ ભાવે થાય તે અસંગાનુષ્ઠાન છે. અસંગાનુષ્ઠાનમાં યોગ-ઉપયોગ ઉભયની શુદ્ધિ તેના પ્રકર્ષ પર્યત પહોંચેલી હોય છે. ભાવ-ભક્તિ આજ્ઞાપાલનરૂપ છે. તેથી આજ્ઞાપાલનનો અધ્યવસાય એ ભાવભક્તિનું બીજ છે. એ અધ્યવસાય ભાવનમસ્કારની પ્રાપ્તિ કરાવે છે. એ ભાવનમસ્કાર સર્વ પાપવૃત્તિનો નાશ કરી પરમ મંગલપદને આપે છે. N ૧૯૨ A વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #235 -------------------------------------------------------------------------- ________________ આલંબનવિજ્ઞાન શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પંચપરમેષ્ઠિના શરણ દ્વારા આત્માનું શરણ ઈચ્છવા યોગ્ય છે. લક્ષ્ય દ્વારા અલક્ષ્ય, આલંબન દ્વારા નિરાલંબન, સ્થૂળ દ્વારા સૂક્ષ્મમાં જવું એ ક્રમ છે. શ્રી અરિહંતાદિ પંચેપરમેષ્ઠિભગવંતોનું આલંબન એ નિરાલંબનમાં જવાનો માર્ગ છે. કેવળ આત્માનું આલંબન આત્મા લઈ શકતો નથી તેથી તેને નિરાલંબનમાર્ગ કહે છે. નિરાલંબન અર્થાત્ આત્માલંબન-એ સાધ્ય છે અને આલંબન એ તેનું સાધન છે. શ્રી અરિહંતાદિ એ પુષ્ટાલંબન છે. કેમ કે તેમાં આત્મલંબન સુધી પહોંચેલા પરમ પુરુષોનું આલંબન છે. એ આત્માલંબન નિરાલંબન સુધી પહોંચેલ હોવાથી આપણને નિરાલંબન સુધી લઈ જાય છે. પોતે અલક્ષ્ય સુધી પહોંચેલા હોવાથી, તેમનું લક્ષ્ય લેતાંની સાથે જ અલક્ષ્ય સુધી પહોંચી જવાય છે. પોતે સૂક્ષ્મ તરફ ગયેલા હોવાથી તેમની તરફ જોતાંની સાથે સૂક્ષ્મ ખ્યાલમાં આવી જાય છે. એ રીતે અલક્ષ્ય, સૂક્ષ્મ અને નિરાલંબન એવા આત્મા સુધી પહોંચવા માટે લક્ષ્ય, સ્થૂલ અને બાહ્ય એવાં પદોનું આલંબન લેવું એ ગુરુચાવી ( Master Key ) છે. જેમ ચાવી વિના તાળું ઊઘડતું નથી, તેમ અલક્ષ્ય અને સૂક્ષ્મ એવા આત્મતત્ત્વ સુધી પહોંચાડનાર પુષ્ટાલંબન વિના ધ્યેયપર્યંત પહોંચવું અશક્ય છે-એમ સમજી ધ્યેયપર્યંત પહોંચેલા પરમેષ્ઠીઓને નિત્ય નમસ્કાર કરવા યોગ્ય છે. અરિહંતના નમસ્કારમાં સિદ્ધ સિદ્ધિનો માર્ગ સિદ્ધિમાર્ગના સાધક અને એ સાધનાને નહિ પામેલા સમગ્ર જીવલોકનું ગ્રહણ થઈ જાય છે. સિદ્ધના નમસ્કારમાં અરિહંત અને જીવલોક, આચાર્યના નમસ્કા૨માં આચાર્ય, સિદ્ધ, અરિહંત અને જીવલોક તથા સાધુના નમસ્કારમાં ઉપાધ્યાય, આચાર્ય, અરિહંત, સિદ્ધ અને મૈત્રી, પ્રમોદ, કારુણ્ય તથા માધ્યસ્થના વિષયભૂત સર્વ જીવલોકનું ગ્રહણ થાય છે. એ પાંચેયને કરેલા નમસ્કારમાં પાંચ પરમેષ્ઠિ અને સમગ્ર જીવલોકનું ગ્રહણ થાય છે. એ ગ્રહણ-સર્વ પાપમણાશક અને સર્વ પ્રકારનાં મંગળોમાં સર્વશ્રેષ્ઠ મંગળ બનીને નમસ્કાર કરનારનું કલ્યાણ કરે છે. શ્રી નવકારમાં ‘નમસ્કાર’ કર્તા અને ચૈતન્ય, પર સામાન્ય, અપર સામાન્ય, વિશિષ્ટ ચૈતન્ય એ પ્રકાશરૂપ અને આનંદરૂપ છે. અજ્ઞાનરૂપી અંધકારના નાશક તથા સર્વ દુઃખ અને શોકવિનાશક છે. શ્રી નવકારનું સ્મરણ કરનારના ત્રણે પ્રકારના ભાર ઊતરી જાય છે. પાપનો ભાર દુષ્કૃતગર્હાથી, પુણ્યહીનતાનો ભાર સુકૃતની અનુમોદનાથી અને આત્મવિસ્મૃતિનો ભાર આત્મસ્મરણથી ઊતરી જાય છે. તેથી જીવ પાપના ભારથી હલકો બને છે. પુણ્યના પ્રાગ્ભારથી ગૌરવાન્વિત થાય છે અને શરણ્યનું શરણ પામવાથી નિર્ભય-નિશ્ચિત બને છે. પંચપરમેષ્ઠિભગવંતના આલંબન દ્વારા પંચ પરમેષ્ટિભગવંતનું સ્મરણ સતત કરવું જોઈએ. પંચ પરમેષ્ઠિસ્મરણ અને જાપની પાછળ પંચપરમેષ્ટિપદાર્થનું ભાવન અને એ પદાર્થની પ્રાપ્તિ માટે અર્થભાવન હોવું જોઈએ. પંચપરમેષ્ટિપદાર્થ કેવળજ્ઞાન, ક્ષાયિકસમ્યક્ત્વ અને યથાખ્યાતચારિત્રમય છે અને એ ગુણો કાજે તેમનું સ્મરણ કરવું હિતાવહ છે. આલંબનવિજ્ઞાન ૧૯૩ Page #236 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદો ક્ષયોપશમ ભાવના જ્ઞાનાદિને ધારણ કરનારા હોય છે, પરંતુ અલ્પકાળમાં જ ક્ષાવિકભાવને પામનારા હોવાથી તેઓ પણ કેવળજ્ઞાન, ક્ષાયિકસમ્યકત્વ અને યથાખ્યાતચારિત્રમય જ ગણવા યોગ્ય છે. ધર્મનું સ્વરૂપ રત્નત્રયમય છે અને તે ધર્મને ધારણ કરનાર આત્મા પણ રત્નત્રયમય હોય છે. સોનું જેમ એક જ કાળે પીળું, ચીકણું અને ભારે હોય છે, તેમ પરિપૂર્ણ ધર્મ સોનાની પીળાશની જગ્યાએ કેવળજ્ઞાનમય, સોનાની ચીકાશની જગ્યાએ ક્ષાયિકસમ્યકત્વમય અને સોનાની ભારાશની જગ્યાએ યથાખ્યાતચારિત્રમય હોય છે. શ્રી પંચપરમેષ્ઠિ ત્રણ ગુણમય હોય છે. તેથી સાચા સુવર્ણ સમાન છે. તેમને થતો નમસ્કાર એ સોનું મેળવવા માટે ખાણ ખોદવા સમાન છે. પાપનાશ તથા ઉત્કૃષ્ટ મંગળ એ તેના ફળ છે. સુવર્ણની સંપૂર્ણ ઓળખ તેના હેતુ, સ્વરૂપ અને ફળની જાણકારી ઉપર આધાર રાખે છે, તેમ ધર્મ પણ તેના હેતુ, સ્વરૂપ અને ફળથી ઓળખાય છે. ધર્મનો હેતુ ધર્મક્રિયા છે. ધર્મનું સ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્ર છે અને ધર્મનું ફળ પાપનાશ અને મુક્તિ છે. ધર્મની પ્રત્યેક ક્રિયાની કસોટી, તેની પાછળ સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ષ્યારિત્રનો જે અંશ રહેલો છે તેના ઉપર છે. સમ્યજ્ઞાન એટલે આત્મજ્ઞાન સમ્યગ્દર્શન એટલે આત્મદર્શન અને સમ્યક્ઝારિત્ર એટલે આત્મરણિતા આ ત્રણને ત્રિરત્ન કહે છે. તેને પામનાર પંચપરમેષ્ઠિની અનન્યભાવે ભક્તિ કરવાથી ભક્તને તેની પ્રાપ્તિ થાય છે અને ભવની ગાંઠ સદાને માટે છૂટી જાય છે. શ્રી નમસ્કારમહામંત્રના પહેલાં પાંચ પદો દ્વારા પંચપરમેષ્ઠિભગવંતોનું આલંબન શરણ અને સ્મરણ કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠિભગવંતોનાં શરણ, સ્મરણ અને આલંબન દ્વારા આત્મા નિરાલંબન અવસ્થા સુધી પહોંચી શકે છે. શ્રી નમસ્કારમહામંત્રના છેલ્લાં ચાર પદો ચૂલિકા કહેવાય છે. તે ચૂલિકાનું મહત્ત્વ પહેલાં પાંચ પદો કરતાં પણ વધારે છે. ચૂલિકા ભવ્યજીવને જ સ્પર્શે છે. ભાવનમસ્કાર દ્વૈત તેમ જ અદ્વૈત ઉભય કોટિનો હોઈ શકે છે. એક તરત પાપક્ષયંકર છે અને બીજો પરંપરાએ સર્વ પાપક્ષયંકર છે. અભવ્યને આ ચૂલિકાનો સ્પર્શ થતો નથી પરંતુ પાંચ પદોનો દ્રવ્યથી નમસ્કાર એને પણ હોઈ શકે છે. પાંચ પદોના ઉપયોગમાં દ્રવ્ય અને ભાવ ઉભયનો ભજનામાં સમાવેશ છે. જ્યારે ચૂલિકાના ઉપયોગમાં ભાવનો નિયમાં સમાવેશ છે. - મિથ્યાષ્ટિ અને ભવાભિનંદીને પણ પાંચ પદોની શ્રદ્ધા હોય છે, જ્યારે ચૂલિકાની શ્રદ્ધા-રુચિ-પ્રીતિ મોક્ષાભિલાષીને જ હોઈ શકે. એ મોક્ષાભિલાષી અપુનબંધક, માર્ગાભિમુખ, માર્ગપતિત કોઈ પણ પ્રકારનો હોઈ શકે. જેટલી-જેટલી જેની યોગ્યતા હોય તેટલી તેટલી વધારે શુદ્ધ ચૂલિકાની સ્પર્શના હોય. પહેલાં પાંચ પદો એ પંચરત્નપ્રાસાદ છે, તો ચૂલિકાનાં ચાર પદો એ તેનો પાયો છે. SN ૧૯૪ છે કે રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ (Ririri Fift Page #237 -------------------------------------------------------------------------- ________________ મંત્રાધિરાજનું હાર્દ શ્રી નવકારમાં એવું શું છે કે જે એને પ્રથમ મંગળ બનાવે છે ? પ્રથમ મંગળ એટલે અત્યારે આત્મામાં જે પુણ્ય પડેલું છે તેની આદિમાં નવકાર મંગળ છે. આ વાત સત્તાગત કર્મની છે. ઈષ્ટનો સંયોગ પુણ્ય વિના નથી. જે સાધનોથી આત્મામાં પુણ્ય આવ્યું, તે પ્રત્યેક સાધનમાં નમસ્કાર આદિમાં છે આ છે પ્રથમ મંગળનો અર્થ. મંગળોમાં શ્રેષ્ઠ જ નહિ પણ પ્રથમ શબ્દ અતિશય મહત્ત્વનો છે. દરેક ઈષ્ટ સંયોગનું પહેલું કારણ શ્રી નવકાર છે. જાણતાં કે અજાણતાં જ્યાં પંચપરમેષ્ઠિભગવંતોને નમાઈ ગયું ત્યાં મંગળ થઈ જ ગયું. મંગળ તે થયું કે જે સર્વ દ્રવ્ય અને ભાવમંગળોનું પ્રથમ કારણ છે. દ્રવ્યમંગળ પણ તેને જ થાય કે જેનું પુણ્ય હોય અને પુણ્ય પણ તે છે કે જેની આદિમાં પરમ કારણરૂપે નમસ્કાર અવશ્ય પડેલ છે. આ વિશ્વવ્યવસ્થા છે સનાતન નિયમ છે. દાનાદિ શુભકાર્યો કરતી વખતે, પંચપરમેષ્ઠિને નહિ જાણનાર માણસના હૃદયમાં પણ જે ભાવ હોય છે તે પંચનમસ્કાર છે અને તે ચૌદપૂર્વનો સાર છે. હવે પ્રશ્ન એ છે કે દ્રવ્યદાન અને ભાવદાનાદિ વખતે એવા કયા પાંચ તત્ત્વો વિદ્યમાન હોય છે કે જેને પાંચ પરમેષ્ઠિ કહી શકાય? જેને આપણે પંચપરમેષ્ઠિ માનીએ છીએ, તેના હાર્દમાં એ પાંચ તત્ત્વો કાર્ય માત્રમાં પાંચ સમવાયની જેમ રહેલાં છે. એટલે આપણે એ પાંચનું જે સ્વરૂપ સમજીએ છીએ તેના કરતાં તે સ્વરૂપ તદ્દન જુદું છે. શ્રુતના જેટલા શબ્દો શ્રી અરિહંતને સમજાવી રહ્યાં છે તેમાં તે દિવ્યરૂપ અવશ્ય છૂપાયેલું છે. શાસ્ત્રોના શબ્દોના જે અર્થ આપણે કરીએ છીએ તે મોટે ભાગે સ્પર્શ વિનાના છે અર્થાત્ તેને સ્પર્શગત અર્થ કહી શકાતો નથી. શ્રી અરિહંતપદની અનુભૂતિ કરાવવા માટે શ્રી મહાનિશીથના શબ્દો પર્યાપ્ત છે. જગતના કોઈપણ ધર્મે ન વર્ણવ્યું હોય એવું દેવતાનું સ્વરૂપ શ્રી મહાનિશીથમાં કહેલું છે. તે જોવા માટે સમ્યગ્દર્શન જોઈએ. બીજા ધર્મોએ કહેલ દેવતાનું સ્વરૂપ અનંતીવાર ભાવ્યા વિના શ્રી અરિહંતનું સ્વરૂપ સમજાય તેવું નથી. અંશને જાણ્યા વિના પૂર્ણને જાણવાની ક્ષમતા શી રીતે પ્રગટે ? મહાન જાણ્યા વિના મહત્તમને જાણવાની પાત્રતા કઈ રીતે ખીલે ? પહેલી વાત એ છે કે દેવતત્ત્વ શું છે એ જ લોકો નથી જાણતા. તો પછી દેવતત્ત્વનું પણ હાર્દ જે ‘અરિહંતપદ’ તેને બુદ્ધિમાં શી રીતે ઝીલી શકે ? હજારો ભીમકાય કળશો વડે જન્માભિષેક, અંગુઠાના સ્પર્શ માત્રથી મેરુની ચલાયમાનતા વગેરે જે મહાવાર્તાઓ છે, તેમાં જ દેવતત્ત્વની પરિસમાપ્તિ કરી લેનાર દેવતત્ત્વના રહસ્યને કેવી રીતે સમજી શકે ? સમ્યગ્દર્શનપદની મહત્તા છે. કારણ કે દૂરબીન સમાન તેના વડે દેવાધિદેવનાં દર્શન થાય તેમ છે. જે દિશામાં તત્ત્વ છે તે જ દિશામાં દૂરબીન બરાબર ધ૨વામાં આવે તો જ તે તત્ત્વનાં દર્શન થાય. જે અરિહંતપદ, સિદ્ધપદ કરતાં વધુ સૂક્ષ્મ છે, પ્રથમ છે, તેને જાણવા માટે વધુ સૂક્ષ્મબુદ્ધિ જોઈએ. શાસ્ત્રોએ જે શબ્દો આપણી સામે ધર્યા છે તેનો વિચાર કરતાં બુદ્ધિ તેના ઉપર વારી જાય છે, ફીદા થઈ જાય છે. અરિહંતપદને અભિવ્યક્ત ક૨વા સૂત્ર જેવા શબ્દો આપણા જેવાને જડે પણ ક્યાંથી ? મંત્રાધિરાજનું હાર્દ ૧૯૫ Page #238 -------------------------------------------------------------------------- ________________ સામાયિકાદિ શ્રુતજ્ઞાનનો સાર શરણ અને શરણનો સાર નિર્વાણ હોઈ શકે. જ્યારે શ્રી નવકારનો સાર માત્ર શરણ કે નિર્વાણ જ નહિ, પણ તે કરતાં ઘણો ઘણો અધિક છે. અથવા શ્રી નવકાર એ મહા અગત્સ્ય મુનિ છે કે જેણે સંપૂર્ણ શ્રુતસાગર એક નાનકડા ઘૂંટડાની જેમ પી લીધો છે. અરિહંતપદ એ જ આપણો સાચો આત્મા છે. અત્યારે જેને આપણે આપણો આત્મા માનીએ છીએ તે ખરી રીતે આત્મા જ નથી, અથવા તો તે કાયોત્સર્ગમાં વોસિરાવવા યોગ્ય છે. અરિહંત જ સાચો આત્મા હોવાથી તેમનું સ્મરણ ધ્યાનાદિ કરતી વખતે જે પ્રગટ થાય તે જ આત્માનું સાચું સ્વરૂપ સમજવું જોઈએ. વિચારધારાને પણ ઋતંભર બનાવવાનો એ જ સાચો ઉપાય છે. મંત્રાધિરાજ શ્રી નવકારનો અર્થ સાગરથી અધિક ઊંડો, હિમાલયથી અધિક ઊંચો અને પૃથ્વીપટથી પણ અધિક વિશાળ છે. સૂર્યની જેમ પ્રકાશમાન, ચન્દ્રની જેમ સૌમ્ય અને ઇન્દ્રની જેમ ઐશ્વર્યવાન છે. * નમો હિંતાણં ' | અરિ એટલે શત્રુ, શત્રુ તે સંકલ્પ વિકલ્પ (રાગ-દ્વેષ-મોહાદિ), તેને હણનારાઓને નમસ્કાર થાઓ. એવો શ્રી નવકારના આ પ્રથમપદનો ભાવાર્થ આપણા ભાવના વિષયભૂત બને તો સ્વ-સ્વરૂપની કંઈક ઝાંખી થાય. પરમેષ્ઠિ એટલે પરમપદે બિરાજનારા, ઉત્કૃષ્ટ સ્વરૂપમાં રહેનારા, સદા સમભાવમગ્ન આત્માઓ. સ્વભાવની અપેક્ષાએ જીવ અતીન્દ્રિય છે. સ્વભાવ એટલે શુદ્ધ સ્વરૂપ. વિભાવ એટલે અશુદ્ધ સ્વરૂપ. તે અપેક્ષાએ જીવ ઈન્દ્રિયગોચર છે. ચેતનાશક્તિ જીવનો સ્વભાવ છે. સુખ-દુઃખ, રાગ-દ્વેષ, ભાષા-આકૃતિ એ વિભાવ છે. કર્મજ પર્યાય છે. સ્વભાવ પુદ્ગલ નિરપેક્ષ છે. વિભાવ પુદ્ગલ સાપેક્ષ છે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી જીવનું સ્વરૂપ અનિર્વચનીય છે. શુદ્ધ પર્યાયાર્થિક નયથી ચેતના યા અમૂર્તતા લક્ષણ છે. આત્માને જાણવા માટે શબ્દ પ્રમાણ અથવા અનુભવ પ્રમાણ છે. અનુભવ માટે ચિત્તશુદ્ધિપૂર્વક એકાગ્ર ચિંતન એ સાધન છે. ગુણવાનને નમસ્કાર કરવાથી ગુણની પ્રાપ્તિ અવશ્ય થાય છે. જેવું બેય હોય છે તેવો ધ્યાતા પણ બની જાય છે. નમસ્કારપદાર્થ નમસ્કાર્યની પ્રભુતા અને નમસ્કારકર્તાની લઘુતાને પ્રગટ કરે છે તે દૈતનમસ્કાર છે. રાગ-દ્વેષનો વિકલ્પ નાશ પામવાથી કેવળ સ્વરૂપનું જ ધ્યાન રહે છે તે અદ્વૈતનમસ્કાર છે. ચૈતનમસ્કાર અદ્વૈત નમસ્કારનું સાધન માત્ર છે. ભક્તિભાવ એ નમસ્કારનું પ્રેરક, અંતરંગ બળ છે. * નમો અરિહંતUT | ' એ પદ જેની જિલ્લાના અગ્રભાવે નિરંતર રમે તે જ શબ્દ બ્રહ્મમાં નિષ્ણાત ગણાય. જિવાઝ ઉપર શ્રી નવકારનું સતત રટણ પરમભક્તિ વિના કેવી રીતે બની શકે ? | શ્રી નવકારનાં સ્તોત્રો અને સ્તુતિઓમાં શ્રી નવકારના અર્થની ક્યાંય સ્તુતિ નથી, સ્તુતિ માત્ર શ્રી નમસ્કારસૂત્રની જ છે. મંત્ર તેને જ કહેવાય કે જેના રટણના પ્રભાવથી કાલ્પનિક અર્થ, વૈકલ્પિક અર્થ અસ્ત પામે અને મંત્રાલરોના પ્રભાવથી શુદ્ધ અર્થનો સાક્ષાત્કાર થાય. કેવળ સૂત્રનો ઉપયોગ, મંત્રોના વર્ગોને વિષે એકાગ્રતા, તે જ પરમભક્તિ છે. અથવા તે જ પરમભક્તિને ઉત્પન્ન કરે છે. શ્રી નવકારના અક્ષરોનું રટણ જ પરમેષ્ઠિભગવંતો પ્રત્યે અત્યંત બહુમાનસૂચક છે. છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Sિ i Page #239 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર સદા અવસ્થિત અને એકસરખું રહે છે, જ્યારે તેના અર્થ બુદ્ધિ પ્રમાણે ફર્યા કરે છે. સદા અવસ્થિત શાશ્વત મંત્રાક્ષરો તેના અર્થ કરતાં ઘણા બળવાન છે. માતાની વ્યાખ્યા થાય તો મૂળમંત્રની વ્યાખ્યા થાય-એવું પણ કેટલાક મંત્ર વિશારદોનું કહેવું છે અને તે કથન પ્રમાણભૂત જણાય છે. માટે જ પ.પૂ.શ્રી વૃદ્ધિવાદીસૂરીશ્વરજીએ શ્રી નવકારને સંસ્કૃતમાં ઢાળનારા પોતાના શિષ્ય પ.પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજીને આકરી સજા કરી હતી. એ સજા પાછળ મંત્રાધિરાજ ઉપર ભક્તિ હતી અને એ ભક્તિના પ્રભાવે થોડા જ વખત પછી પૂ. શ્રી સિદ્ધસેનદિવાકરસૂરિજી ગુરુની કૃપાને પાત્ર બની શક્યા હતા. શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી સમસ્ત વિશ્વને વ્યાપતું ૫૨મ દિવ્યતત્ત્વ સમાઈ જાય છે. શ્રી નવકાર સિવાયના બધાં જ શ્રુતની રચના શ્રી ગણધરભગવંતો કરે છે. જ્યારે શ્રી તીર્થંકરભગવંતો સ્વમુખે ફ૨માવે છે કે આ સૂત્ર (શ્રી નવકાર) અનાદિ છે. શ્રી ગણધરભગવંતચિતસૂત્રોનું માહાત્મ્ય જેટલું ગાઈએ તેટલું ઓછું છે. તેમાં શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધસૂત્રનું માહાત્મ્ય કોણ ગાઈ શકે ? સ્વયં શ્રી તીર્થંક૨૫૨માત્મા સળંગ કરોડો વર્ષ સુધી તેનું માહાત્મ્ય વર્ણવે તો પણ તે અધૂરું રહે એવો અપરંપાર તેનો મહિમા છે. આમાં અર્થ કે તદ્દભયને અપ્રાધાન્ય નથી. ચૌદપૂર્વનો અર્થ શ્રી નવકાર છે અને શ્રી નવકારનો મહાન અર્થ, તેના અક્ષરોનું નિરંતર રટણ છે. નિરંતર રટણ કરાતા અક્ષરોમાં ચિંતન કરતાં પણ મહાન અર્થને ઉત્પન્ન કરવાની અદ્ભુત શક્તિ છે. ચિંતનશક્તિ પણ ત્યારે જ માર્ગાનુસારી બને કે જ્યારે શ્રી નવકારના અક્ષરોને નિરંતર ભક્તિપૂર્વક ઉપાસવામાં આવે. જેમ સ્થાપનાનિક્ષેપ અને ભાવનિક્ષેપ ભક્તિના સમાન પાત્ર છે તેમ નામનિક્ષેપ માટે પણ જાણવું. ફક્ત ઉપયોગ એટલો અવશ્ય હોવો જોઈએ કે નામ કોનું છે ? મંત્રશાસ્ત્રમાં કોઈપણ એ નથી પૂછતું કે તમે અર્થની ભાવના કેટલી કરો છો ? બધા જ મંત્રવાદીઓ મંત્રજપની સંખ્યાને પૂર્ણ કરવા માટે જ આગ્રહ ધરાવે છે. યોગશાસ્ત્ર મંત્રની અર્થ ભાવનાને પણ મહત્ત્વ આપે છે. ( તખ્તપસ્તવર્ધમાવનમ્ ) અહીં ‘ અર્થભાવન’ શબ્દથી મંત્રાર્થની સાથે પોતાના આત્માનું એકત્વભાવન પણ ગૃહીત છે. સૂત્ર અને અર્થ બંનેની સરખી આવશ્યકતા છે, પણ અર્થનો અર્થ જે પ્રમાણે કરીએ છીએ તેટલો જ નથી. ä ’ પદ તે સૂત્ર ' સાક્ષાત્ ‘ અરિહંત ’ એ અર્થ આપણા મનમાં તે પદાર્થની સમુપસ્થિતિ તે પ્રત્યય છે. એ પ્રત્યયની એકતા થવાથી ધ્યાન દ્વારા અરિહંત ‘અર્થ’નું જે દર્શન, તે ‘અરિહંત’નો સાક્ષાત્ અર્થ છે. ' नमो ધ્યાતા, ગäિ ' ધ્યેય, ‘ તાળું ધ્યાન સંપૂર્ણપદ ત્રણેની એકતા, તે રીતે અર્થભાવના સમુચિત છે, પરંતુ તે અનન્ય ચિત્તથી હોવી ઘટે. ત્રણેની એકતા વખતે ખરેખર જો દુ:ખની અનુભૂતિ ન હોય, દુઃખમાં પણ કેવળ સુખની જ અનુભૂતિ હોય તો તે એકતા સુપ્રતિષ્ઠિત કહેવાય. ' " શ્રી નવકારના પદોમાં ‘વિશ્વવત્યંત પમ્ ' એવો પદનો અર્થ નથી, પણ અલ્પાલ્પ વિરામ એવો અર્થ છે. 1 મંત્રાધિરાજનું હાર્દ ૧૯૭ Page #240 -------------------------------------------------------------------------- ________________ અલ્પવિરામ (Coma) કરતાં પણ ઓછો વિરામ તે અલ્પાલ્પ વિરામ. પ્રથમપદનો આલાપક એક, પણ તેમાં વિરામ-અટકવાનું ત્રણ વખત. ત્રીજી વખત જ્યારે અટકીએ ત્યારે આલાપક પૂરો થાય. “નમો' કહ્યા પછી જેટલો વિરામ લઈએ તે કરતાં તાણ ' પદ પછી આવતા “નમો સિદ્ધાણં' પદના નમો'ના ઉચ્ચારણ પૂર્વે વધુ અટકવું જોઈએ, તો તે પૂર્વના આલાપક આરાધેલ કહેવાય. અહીં એક આલાપક પ્રમાણ પ્રથમ અધ્યયન છે. આ બધી વિગત વિશુદ્ધ સૂત્રોચ્ચારને લાગુ પડે છે. નમો નહિંતા ' એ શ્રી પંચમંગલમહાશ્રુતસ્કંધનું પહેલું અધ્યયન છે. તેનું પરિમાણ સાત અક્ષર છે. તે સાત અક્ષરમાં આલાપક એક છે. તે આલાપકમાં પદ ત્રણ છે. બીજા અધ્યયન “નમો સિદ્ધાણં ” માં બે પદ છે. ત્રીજામાં ત્રણ પદ, ચોથામાં ત્રણ પદ, ચૂલિકામાં અગ્યાર પદ-એવો શ્રી મહાનિશીથ સૂત્રમાં ઉલ્લેખ છે. પાંચમા અધ્યયન-નો કોઇ સવ્વસાહૂi | માં ચાર પદ ભાસે છે. ચૂલિકામાં અગ્યાર પદ નીચે પ્રમાણે છે. પક્ષો ', “ પં ', “ નમુનો ', “ સત્ર ', “ પાવUMાસો ', “ મંછા ', ', “ સવ્વહિં ', “ પઢમં ', “ વડું ', “ મારું ' ! “ નો રિ-દંતાઈ ' એમ ત્રણ પદ પાડવાં તે ઉચ્ચારણની દૃષ્ટિએ યોગ્ય લાગે છે. અહીં પ્રશ્ન અર્થનો નથી પણ ઉચ્ચારણનો છે. અર્થભાવના માટે ગમે તે વિભાગ પાડી શકીએ. ટીકાકારો તે રીતે વિભાજન કરે જ છે. * મહિનાનું નોદિનનાર્ સામાવાતું અથવા મ-રહંતાણં જેમને કાંઈ રહ-ગુપ્ત નથી, બધું સાક્ષાત્ છે. પણ તે પદ કહેવાય નહિ. ત્રિપદ પરિચ્છિન્નનો એક સાચો અર્થ તેથી જળવાય નહિ. ત્રણેની પોતાની ભાવના એ જુદી વસ્તુ છે અને ત્રણેની એકતા તે જુદી વસ્તુ છે. કોઈપણ ક્ષણમાં જ્યારે એકતા ચિત્તને સ્પર્શે ત્યારે તે એકતા સુસિદ્ધ કહેવાય છે અને ત્યારે તે આત્મા પરમહંસ થઈ જાય પરમ અરિહંત બની જાય. કર્મવાદનો વિચાર જે રીતે સમાધિ લાવે છે તે કરતાં પણ ઊંચી સમાધિ ઈશ્વરવાદ લાવે છે શ્રી નવકાર લાવે છે. શ્રી નવકારમાં પાંચ ઈશ્વર છે અને એ પાંચમાં પણ એક પરમ ઈશ્વર અરિહંત છે. બીજી કલ્પના આ રીતે કરી શકાય. નમો, ધ્યાન, કારણ કે નમસ્કાર જ પરમધ્યાન છે. કરિ = શત્રુ ધ્યાતા ચાર પ્રકારનાં ધ્યાન તે શત્રુ છે. આર્ત-રૌદ્રધ્યાનની હેયતા સ્પષ્ટ છે. બીજો બે ધ્યાન જ્યાં સુધી ધ્યેયમાં સમાતાં નથી, ત્યાં સુધી સાધનારૂપે ઉપાદેય છે પછી હેય છે. એ રીતે ધ્યાતા ધ્યેયરૂપે બને ત્યારે તે મિત્ર છે, તે પહેલાં કથંચિત્ શત્રુ છે. દંતાળું = ધ્યેય ઉપરનાં ચાર પ્રકારનાં ધ્યાનનો અને તત્-પ્રવૃત્ત-ધ્યાતાનો અભેદભાવથી નાશ કરનાર ત્રણેની એકતા એટલે ધ્યેયમાત્રની અવશિષ્ટતા. એથી પણ ઊંડા જઈએ તો અભેદમાં બેય જેવી કોઈ વસ્તુ જ નથી. અભેદમાં જો ધ્યાન કે ધ્યાતા ન હોય તો બેય કેવી રીતે હોઈ શકે? દા.ત. જ્ઞાતા કે જ્ઞાન ન હોય તો શેય કેવી રીતે હોઈ શકે? ધ્યેયનો અભાવ તે જ પરમ સત્ય (Supreme Truth) છે. તે જ નિર્વિકલ્પ છે. અરિહંત પોતે પોતાના માટે ધ્યેય નથી એટલે કે અરિહંતને ધ્યેયનો અભાવ છે. અરિહંત માટે સિદ્ધપદ ધ્યેય, તે પણ આપેક્ષિક છે. IN ૧૯૮ ત્રલોચદીપક મહામંત્રાધિરાજ Page #241 -------------------------------------------------------------------------- ________________ નો રિહંતાણં ' આ પદના એક-એક અક્ષરનો વિલંબિત માનસિક ઉચ્ચાર કરવામાં આવે અને અંદર કોઈપણ અર્થનસ્ફરે તો તે મહાનિર્વિકલ્પ છે અને તે સતત અભ્યસનીય છે. બે કાન, બે આંખ, બે નાસિકા અને એક મુખનું વિવર એમ સપ્તાક્ષરની સ્થાપના નિર્વિકલ્પ માટે છે. અર્થાત શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોની સ્થાપના આ સાત વિવરોમાં કરવાથી નિર્વિકલ્પદશાનો અનુભવ થવા માંડે છે. પંચમંગલ એ મહાશ્રુતસ્કંધ છે, પણ મહાઅર્થસ્કંધ નથી. નમસ્કારમાં અર્થની ભાવના ગૌણ છે, અક્ષરો જ મહાન છે. અર્થની પાછળ પડવાથી નમસ્કારની સર્વ સિદ્ધિઓ બાજુમાં રહી જાય છે. નમસ્કારના અક્ષરો જ સર્વ શ્રતસ્કંધની ચાવી છે. તેનું માત્ર નિર્વિકલ્પ રટણ નિતાંત આવશ્યક છે. અર્થ તો. તેમાંથી સ્વયં સ્ફરનારી વસ્તુ છે. તે પહેલાં આપણે જે અર્થો કરીએ છીએ તે અર્થનો અભ્યાસ માત્ર છે, તેને સાચા અર્થ માની લેવાથી અનેક અનર્થો સર્જાય છે. સ્વયંભૂરમણ સમુદ્ર જેમ દૂરવગાહ છે તેમ અર્થસમૂહ દૂરવગાહ છે. પણ જિદ્ધાગ્ર ઉપર સૂત્રોક્ત રીતે બિંદુ-માત્રાદિના ઉપયોગપૂર્વક નિરંતર ટાયેલ શબ્દ તે સ્વયંભૂરમણ સમુદ્રને ખાબોચિયું બનાવે છે - સુખાવગાહ બનાવે છે. શ્રી નમસ્કાર મહામંત્રનો દાર્શનિક અર્થ સકલશ્રુતાત્યંતરતા છે. વંશપરક અર્થ તેને અર્થથી કહેનારા શ્રી તીર્થંકરભગવંતો અને શબ્દથી કહેનારા ગણધર ભગવંતો છે. તેનો યથાર્થ અર્થ તો તે પોતે જ છે. શુદ્ધાત્માનો શો અર્થ હોઈ શકે ? માની લો હોઈ શકે તો તે કોણ કહી શકે ? એ જ ન્યાયપંચમંગલ મહાગ્રુતસ્કંધ શ્રી નવકારને લાગુ પડે છે. સાધુનમસ્કાર સાધુના હૃયમાં સર્વ જીવોને માટે પોતાના આત્મા જેવું જ સ્થાન છે, તે કારણે જ તે સાધુ છે. આપણાં યમાં તે સ્થાન નથી, તે લાવવા માટે જ સાધુને નમસ્કાર કરાય છે. સાધુ કરતાં ઉપાધ્યાય અને તેના કરતાં આચાર્ય પોતાના દયમાં સમગ્ર વિશ્વને અધિકને અધિક સમાવે છે. છેલ્લે શ્રી અરિહંતો એ વિષયમાં સર્વથી વિશેષ છે, તેથી તેમનું પદ સર્વથી ઊંચું છે. શ્રી નવકારનાં પદોમાં છેલ્લું સ્થાન સાધુઓનું છે. તેનાથી ઊતરતા જીવો પૂજ્ય નહિ પણ પૂજક છે, માટે તે નમસ્કાર્ય બની શકે નહિ. નમસ્કાર્યના અંતઃકરણમાં રહેલી વૃત્તિને પોતાના અંતરમાં ભાવથી સ્થાપી શકાય તે હેતુએ નમસ્કાર કરવાનો છે. મૂળ મંત્રના પહેલાં પાંચ પદો શ્રી પરમેષ્ઠિભગવંતોની પ્રશંસારૂપ છે. પાછળનાં ચાર પદો ચૂલિકાનાં છે. તેમાં શ્રી પરમેષ્ઠિભગવંતોને નમસ્કાર કરનારાઓની પ્રશંસા છે. ચૂલિકા સહિત મૂળમંત્ર નિશ્ચયદૃષ્ટિથી સર્વ જીવોમાં રહેલા જીવત્વની અને એમાં છુપાયેલા શિવત્વની પ્રશંસારૂપ છે, તેથી તે સર્વોત્તમ મહામંત્ર છે. N મંત્રાધિરાજનું હાર્દ ૧૯૯ Page #242 -------------------------------------------------------------------------- ________________ સર્વમંત્રશિરોમણિ શ્રીનવકાર સર્વ વિદ્યા અને મંત્રોની સિદ્ધિ નમસ્કારના ધ્યાનની સિદ્ધિ થવાથી થાય છે. એ દષ્ટિએ શ્રી નમકારમંત્ર સર્વની આદિમાં ભણાય છે. સર્વ કર્મોમાં મુખ્ય મોહનીય કર્મ છે, તેના ક્ષયનું અસાધરણ કારણ શ્રી નવકારમંત્ર મોહનીયમાં પણ માન-મોહનીય માનવને સર્વ દુરિતોમાં શિરોમણિભૂત છે. અર્થાત્ માનવને વધુમાં વધુ પજવનારું અને પાડનારું છે. તેનો નાશ કરવાનું સામર્થ્ય નમસ્કાર મહામંત્રમાં છે. તેથી તે મંત્ર સર્વ મંત્રોમાં શિરોમણિ ગણાય છે. મદ અને માનનો ક્ષય, વિનય અને નમ્રતા ગુણથી જ સધાય છે. એ સિવાય બીજા બધા પ્રયત્નો તે બે દોષને વધારનારા જ થાય છે. મદ અને માનનો નિગ્રહ વિનય અને નમ્રતા વડે થયા બાદ અન્ય મંત્રોથી જે વિદ્યા અને શક્તિ મળે છે, તે મોહનીય અને બીજું પણ કર્મોનો અધિકાધિક ક્ષય કરવા સમર્થ થાય છે. તેથી નમસ્કારની સિદ્ધિમાં જ અન્ય સર્વશાસ્ત્રોની, મંત્રોની અને વિદ્યાઓની સિદ્ધિ માનેલી છે તે યથાર્થ છે. તેથી નમસ્કાર મહામંત્રની આરાધનામાં મુમુક્ષુ આત્માઓએ સર્વ પ્રકારે ઉદ્યમ કરવો જોઈએ અને એ મંત્રની સિદ્ધિ કરીને સકળ કર્મોનો ક્ષય સાધવો જોઈએ. નમસ્કારની સિદ્ધિનું પ્રધાન લક્ષણ એ છે કે ત્રણ જગતના કોઈપણ જીવનો જરા જેટલો પણ તિરસ્કાર કરવાની અસવૃત્તિનો નાનકડો અંશ પણ મનોમય જગતમાં રહેતો નથી. નમસ્કાર' પદાર્થના આ મર્મને આત્મસાત કરવાથી આત્માની સાધના થાય છે અને કર્મોનો સમૂળ ઉચ્છેદ થાય છે. માનકષાયના સઘળા નાટકનો અંત થાય છે. એટલે જીવને ભવમંડપમાં નચાવનારાં મોહનીય આદિ કર્મોનો પણ અંત થાય છે. આવા સર્વમંત્રશિરોમણિ શ્રી નવકાર મહામંત્રની આરાધનાથી પુણ્યનું ઉપાર્જન થાય છે અને પાપનો નાશ થાય છે. મિથ્યાત્વશલ્ય એ મોટું પાપ છે સત્તર પાપથી પણ તે ભારે છે, કેમ કે તેમાં પાપક્રિયા ન હોવા છતાં પણ પાપક્રિયાની અનુમતિ છે. નમસ્કાર એ મોટું પુણ્ય છે. નવ પ્રકારનાં પુણ્યમાં તે શ્રેષ્ઠ છે, કેમ કે તેમાં સાક્ષાત્ પુણ્યક્રિયા નથી, પરંતુ સર્વ પ્રકારની પુણ્યક્રિયાઓનું, પવિત્ર વર્તનોનું અને પવિત્ર વિચારોનું અનુમોદન છે. પહેલાં પાંચ પુણ્યોમાં અન્ન-જલાદિ પદાર્થોનું દાન છે. મનપુણ્યમાં શુભ વિચારોનું દાન છે. વચનપુણ્યમાં શીલધર્મનું પાલન છે. પવિત્ર વાણી, સત્ય-પ્રિયહિતકર વાણી એ સર્વ પ્રકારના શીલ અને સદાચારમાં પ્રથમ છે. કાયપુણ્યમાં તપધર્મનું સેવન છે. કાયા વડે બીજાનું કામ કરવું, સેવા કરવી, વૈયાવચ્ચ કરવી અને તે માટે પોતાની કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયોનો સદુપયોગ કરવો તે તપધર્મ છે. નમસ્કારમાં ભાવધર્મનું સેવન છે. ભાવધર્મની ઉત્પત્તિ દયમાં થાય છે. હ્મયથી ત્રણ કાલ અને ત્રણ લોકની સર્વ પુણ્ય-પ્રવૃત્તિઓનું અનુમોદન કરવું એ ભાવધર્મ છે અને તેનું સંપૂર્ણ પાલન નમસ્કારના આરાધનથી થાય છે. ૨૦૦ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #243 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર એટલે નમસ્કરણીય શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓને નમસ્કાર, અનંત ચતુષ્ટયાત્મક આત્મતત્ત્વને નમસ્કાર, શુદ્ધ આત્મસ્વભાવનો અલ્પ પણ અણસાર કરાવનાર પુણ્ય પ્રવૃતિને નમસ્કાર અને પરમાત્માના ઘર તરફ લઈ જનાર વિચાર, વાણી, વર્તનને નમસ્કાર. એ રીતે નવ પ્રકારના પુણ્યમાં દાન, શીલ, તપ અને ભાવ રૂપ ચાર પ્રકારના ધર્મનું સેવન થઈ જાય છે. તેમાં પણ ભાવધર્મ મુખ્ય છે. ભાવ સૂર્યના સ્થાને છે. ભાવમાં ધર્મનો પક્ષપાત છે. क्रियाशून्यं च यत् ज्ञानं भावशून्या च या क्रिया । अनयोरन्तरं ज्ञेयं भानुखद्योतयोरिव || અર્થાત્ ભાવશૂન્ય ક્રિયાનું મૂલ્ય ઘણું અલ્પ છે અને ક્રિયાશૂન્ય પણ ભાવનું મૂલ્ય અનલ્પ છે. નમસ્કારમાં સર્વ પ્રકારની શુભ ક્રિયાઓ પ્રત્યે અનુરાગ છે, સદ્ભાવ છે, આદર છે અને બહુમાન છે તેથી તેને નવમું પુણ્ય કહેવાય છે અને તે બીજા બધા પુણ્ય કરતાં ચઢિયાતું છે. એના પ્રભાવે જ બીજ બધા ધર્મનાં અંગો મોક્ષ પ્રાપ્તિમાં કારણ બને છે. नासेइ चोरसावय- विसहरजलजलणबंधणभयाइं । चिन्तिजन्तो रक्खस-रणरायभयाई भावेण ॥ ભાવથી ચિંતન કરાતો આ નમસ્કાર ચોર-વ્હાપદ-વિષધર-જલઅગ્નિ-બંધન-રાક્ષસ-રણસંગ્રામ અને રાજા તરફથી થતા ભયોનો નાશ કરે છે. શ્રી અરિહંતનું ધ્યાન શ્રી અરિહંતનો ઉપયોગ એ આગમથી ભાવનિક્ષેપે અરિહંત સ્વરૂપ છે. શ્રી અરિહંતભગવંતનું ધ્યાન કરવું તે વિશ્વોપકારક તેમના બાર ગુણોનું અને બાર ગુણોના કારણભૂત તેમની સર્વોત્કૃષ્ટ કોટિની સર્વ જીવવિષયક કરુણાનું ધ્યાન કરવા સમાન છે. ભાવનમરકાર નમો એ ધનુષ્ય છે. આત્મા એ બાણ છે. અરિહંત એ લક્ષ્ય છે. અપ્રમત્ત બનીને નમસ્કારરૂપી ધનુષ્ય વડે આત્મપ્રયત્નરૂપી બાણથી પરમેષ્ઠિરૂપ લક્ષ્યને વીંધવું જોઈએ, તો સાચો ભાવનમસ્કાર થાય. સર્વ જીવો સુખ પામો અને દુઃખથી મુક્ત થાઓ. બધા જીવો “ મુક્ત' થાઓ, અવ્યાબાધ સુખ પામો. એ ભાવનાપૂર્વક શ્રી નવકારમંત્રનો જાપ માંદગીમાં કે મરણ વખતે જે કોઈ કરે તે સદ્ગતિ અવશ્ય પામે અથવા નીરોગી અને દીઘયુષી બને એમાં કોઈપણ જાતનો સંદેહ નથી. સર્વમંત્રશિરોમણીઃ શ્રીનવકાર ૨૦૧ Page #244 -------------------------------------------------------------------------- ________________ નિત્યસ્મરણીય શ્રીનવકાર શ્રી નવકારમંત્ર ગણવાથી આપણું મન શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં ભળે છે, તે જ વખતે આપણો ઉપયોગ-જ્ઞાન, દર્શન, વિનયાદિ પોતાનું શુભ કાર્ય કરે છે. અને સાથે જ આપણું પોતાનું પરમેષ્ઠિસ્વરૂપ નિશ્ચયથી પ્રચ્છન્ન રીતે અંદર રહેલું છે તેનું ભાન આપણને થાય છે. પરમેષ્ઠિઓને વિષે મનનો ઉપયોગ એ શુભ પર્યાય છે. પર્યાયમાત્રનો આધાર દ્રવ્ય છે. દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ, અક્ષય, અખંડ, અભંગ અને પરમાત્મ સ્વરૂપ છે, તેવો નિર્ણય શ્રી નવકારના સ્મરણ વખતે જેમ-જેમ દઢ થતો જાય છે તેમ-તેમ આત્મા નિર્ભય-નિશ્ચિત બનતો જાય છે. પરમેષ્ઠિનું સ્મરણ આત્મસ્મરણરૂપ બનીને સહજ સમાધિ પ્રગટાવે છે. આત્માની સાથે એકતા, સ્થિરતા, નિશ્ચળતા જેમ-જેમ વધતી જાય છે તેમ-તેમ જ્ઞાનાવરણીય, અંતરાય આદિ ઘાતી કર્મોનો ક્ષય થતો જાય છે અને નિર્મળ જ્ઞાન પ્રકાશ પ્રગટે છે. તેમ જ શ્રદ્ધા-ચારિત્ર આદિ ગુણો સ્થિર થાય છે. નમસ્કારનું સ્મરણ આત્મસ્મરણ છે. આત્મના શુભ પર્યાયનું અને એ પર્યાયના આધારભૂત અખંડ દ્રવ્યનું સ્મરણ એ જ પરમાત્મ-સ્મરણ છે. (વૃતવા પરમાત્મા પર્વ નીવાત્મા ) તાત્પર્ય કે નિજ પરમાત્મતત્ત્વનું સ્મરણ તાજું કરાવનાર શ્રી નવકાર નિત્ય અને સતત સ્મરણીય છે. આત્મવિસ્મરણને ભાવમૃત્યુ કહ્યું છે તે આ કથનથી સ્પષ્ટ થાય છે. મંત્રાધિરાજ શ્રી નવકારનાં પ્રથમ પાંચ પદમાં તીર્થને નમસ્કાર છે. છેલ્લાં ચાર પદમાં એ નમસ્કાર વડે થતી તત્ત્વની શુદ્ધિનો નિર્દેશ છે. તત્ત્વ એ નમસ્કારકર્તાનો આત્મા છે. તે જ્યારે તીર્થને ભાવથી નમે છે ત્યારે તે જ સમયે તેની શુદ્ધિ થાય છે. એ શુદ્ધિનું જ બીજું નામ પાપનો સમૂળનાશ અને સર્વોત્કૃષ્ટ મંગળનું આગમન છે, જેનો નિર્દેશ છેલ્લા ચાર પદોમાં છે. શ્રી નવકાર એ ચૌદપૂર્વનો સાર છે અર્થાત નિશ્ચયનયમાં નિશ્ચલપણું પામવાનો ઉપાય છે. નિશ્ચયનય એટલે શુદ્ધ નય. તેનો વિષય શુદ્ધ આત્મા છે. તેને વિષે નિશ્ચય અને એ નિશ્ચય વડે પ્રાપ્ત થતું નિશ્ચલપણું એ સમગ્ર દ્વાદશાંગીનો સાર છે. શ્રી નવકાર એટલે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે બહુમાનવાળો આત્મા. આત્માનો પરમેષ્ઠિ પ્રત્યે બહુમાનવાળો પરિણામ તે બહુમાન વડે કથંચિત્ અભેદભાવને પામેલો નિહાત્મા. પરમેષ્ઠિથી કથંચિત્ અભિન્ન બનેલો આત્મા જ ચૌદપૂર્વનો સાર છે. ચૌદપૂર્વ ત્રણલોકનો સાર છે. ત્રણલોકમાં સારભૂત વસ્તુ દ્વાદશાંગી છે અને દ્વાદશાંગીનો સાર નિજ શુદ્ધ આત્મા છે. ત્રણ જગતથી આત્મા અધિક છે. આત્મા છે તો ત્રણ જગતનું જ્ઞાન છે. તે જ્ઞાનનો સ્વામી આત્મા એ ત્રણ જગતનો સ્વામી છે. શ્રી નવકાર મંત્રરૂપે અડસઠ અક્ષરો (વાળો) છે. વાચ્યાર્થરૂપે શ્રી પંચપરમેષ્ઠિ છે. લક્ષ્યાર્થરૂપે નિજ આત્મા છે અને વ્યંગ્યાર્થરૂપે કર્મક્ષય અને નિર્જરા છે, સર્વ પાપપ્રણાશ અને સર્વોત્કૃષ્ટ મંગળનો લાભ છે. શ્રી નવકારમાં વર્ષો છે. એ વર્ણો વડે પરમેષ્ઠિઓનું વર્ણન છે. એ વર્ણન વડે નિજાત્માનું શુદ્ધ નયમાં પરિણમન છે. એ પરિણમન વડે પાપપ્રણાશ અને મંગળનું આગમન છે. ૨૦૨ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપદનું સામર્થ્ય વ્યવહારચારિત્ર એ અસહુનિવૃત્તિ અને સત પ્રવૃત્તિરૂપ છે. તે માટે જીવ સમાપત્તિ અર્થાત્ જીવમાત્ર સાથે એકતાની-સમત્વની બુદ્ધિ આવશ્યક છે. નિશ્ચયચારિત્ર આત્મરણતારૂપ છે. તે પરમાત્મસમાપત્તિની અપેક્ષા રાખે છે. વ્યવહારચારિત્રનું મૂળ અહિંસા છે. નિશ્ચયચારિત્રનું મૂળ ભક્તિ છે. બંનેમાં ધ્યાન વડે સ્પર્શતી એકતા અપેક્ષિત છે. નમો અરિહંતાણં' પદમાં ઉભય સમાપત્તિ સંગૃહીત થયેલી છે. અરિહંતાણં' વડે શત્રુભાવને મિત્રભાવે હણનારને નમસ્કાર થાય છે. તેમાં જીવ સમાપતિ મુખ્ય છે. “અહંતાણં ”માં જન્મ આદિને હણનારને નમસ્કાર થાય છે. તેમાં આત્મ સમાપત્તિ છે. “અરહંતાણં' પૂજ્યતમત્વને અભિવ્યક્ત કરે છે. પૂજ્યતાની પ્રાપ્તિ પ્રમોદભાવ અને કરુણાભાવને સૂચવે છે. તેમાં ઉભય પ્રકારની સમપત્તિ આવશ્યક છે. આત્મતત્ત્વની ઉજ્જવળતા પ્રત્યે પ્રમોદ અને હિનતા પ્રત્યે કરૂણા ઉત્પન્ન થવામાં સંગ્રહનયથી સર્વ જીવાત્મા સાથે એકતાની બુદ્ધિ કારણભૂત છે. એ માટે કહ્યું છે કે मैत्रीप्रमोदकारूण्य-माध्यस्थ्यमहितोदयम् । स्मरामि क्लेशनाशाय, जिनेशस्य पदद्वयम् ॥ અહીં જીવરાશિ સાથે મૈત્રી તે અપાયાપગમાતિશયનું બીજ છે. પ્રમોદ એ પૂજાતિશયનું, કરુણાએ વચનાતિશયનું અને માધ્યચ્ય એ જ્ઞાનાતિશયનું બીજ છે. એ રીતે “ સરદં ' ના ગર્ભમાં સુકૃતાનુમોદના, “દં 'ના ગર્ભમાં દુષ્કતગઈ અને “ના ગર્ભમાં શરણગમન અંતનિહિત છે. શ્રી નવકારના પ્રથમપદની આરાધના કરતાં આ બધી વિચારણામાં મનને બરાબર રોકવાથી કર્મબંધ અટકે છે, નિર્જરા વધે છે, તેથી આત્મશુદ્ધિ વધે છે. ઔદયિક ભાવ તે પ્રતિકૂળ ઉપસર્ગોની દશા છે. ક્ષાયોપશમિકભાવ તે અનુકૂળ ઉપસર્ગોવાળી અવસ્થા છે અને ક્ષાયિકભાવ તે ઉપસર્ગ રહિત અવસ્થા છે. કર્મની ઉદયાવસ્થા જીવને પ્રતિકૂળ છે, ક્ષયોપશમ અવસ્થા અનુકૂળ છે. પ્રતિકૂળ અવસ્થામાં ખેદોગ અને અનુકૂળ અવસ્થામાં હર્ષોલ્લાસ અનુભવાય છે, તેથી અનુક્રમે તે પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોની અવસ્થા છે. લાવિકભાવ પૂર્ણ અવસ્થા હોવાથી તેમાં હર્ષોગ અનુભવાતા નથી. તે અવસ્થા કાયમ રહેતી હોવાથી તેનું અભિમાન થતું નથી. અલિપ્તપણે તે દશા, પ્રાપ્ત ગુણોનો બીજા યોગ્ય આત્માઓમાં સંક્રમ કરાવીને અનેકનું કલ્યાણ કરનાર થાય છે. નિર્વિઘ્નપણે, સહજ રીતે અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરનારી હોવાથી આ દશા જ ઉપાદેય છે. નમો વડે ઔદયિક ભાવોનો ત્યાગ, “અરિહં પદ વડે ક્ષાયોપશમિક અને ક્ષાવિકભાવોનો આદર અને તાણં' પદ વડે પ્રાપ્ત થયેલ ક્ષાયિકભાવો દ્વારા અનેકનું કલ્યાણ અને ત્રાણ થતું હોવાથી ઉપસર્ગ રહિત અવસ્થા પ્રાપ્ત કરવાનો તે પરમ ઉપાય છે. આમ “નમો અરિહંતાણં' પદની વિધિ અને બહુમાનપૂર્વકની આરાધના આત્માને સર્વકર્મથી મુક્ત કરી પરમ સુખ આપનારી થાય છે. એટલું જ નહિ પણ અનેકાનેક આત્માઓના કલ્યાણ કરનારી થાય છે. N પ્રથમપદનું સામર્થ્ય A ૨૦૩S ૨૦૩ R ) firs Page #246 -------------------------------------------------------------------------- ________________ પચઅવસ્થાભાવન ૧. પ્રથમ અભયભાવના ભાવીને અને અરિહંતપદને પરમ શરણભૂત માનીને, અભય નિર્ભય થવું. અભયથી અખેદ આદિ બધા મૌલિક ગુણો લઈ લેવા. નિર્ભયતા વિના ધર્મધ્યાન ન હોઈ શકે. શ્રી અરિહંતપરમાત્મા એકાંતે શરણ્ય છે. ( ત સરળ હિંતા સM ) એટલે સમગ્રતાપૂર્વક શ્રી અરિહંતનું શરણ લઈને નિર્ભય બનવું. નિર્ભયતા કેળવવી. શ્રી અરિહંત જ પરમ અભયદાતા હોવાથી પરમ અભય આપી શકે. સાત મોટા ભયમાંથી કોઈપણ ભય જેમના અભયસ્વરૂપ સમક્ષ આંખ પણ ઊંચી કરી શકતો નથી. તે શ્રી અરિહંતપદના જાપ-ભક્તિ-ધ્યાન આદિપૂર્વક આ અભયભાવભાવનાની પરિણતિ તે પહેલું પગથિયું છે. ૨. પછી અકરણ થવું સિદ્ધ જેવા થવું. કરણોથી ભાવતઃ પર થયા વિના ધર્મધ્યાન ન હોઈ શકે. કરણ એટલે ઇન્દ્રિયો અને મન ધ્યાન માટે અનુપયોગી એવા સર્વઇન્દ્રિયવિષયો અને મનોવિષયોથી તદ્દન પર થવું. તે અકરણ. તેમાં સિદ્ધપરમાત્માનો આદર્શ ગ્રહણ કરી ભાવથી લોકાગ્રે બેસવું, સહસ્ત્રામાં બિરાજમાન થવું. અભય એટલે લોકથી પર થવું. અકરણ એટલે લોકાગ્રસિદ્ધ થવું. ૩. તે પછી ત્રીજા પદની આરાધનામાં અહમિન્દ્રઆચાર્ય એટલે કે સર્વોપરિ થવું. પોતાના ઉપર હવે કોઈ સ્વામી નથી પણ પોતે જ જગતનો સ્વામી છે તે અહમિન્દ્રભાવના. સર્વ ઐશ્વર્યથી પોતે સંપન્ન છે એમ ભાવવું. ૪. તે બાહ્ય-આત્યંતર ઐશ્વર્યદ્વારા પોતાને પરમાત્મતુલ્ય ભાવના કરવી તે ઉપાધ્યાય પદ છે. ઉપ-અધ્યાયમાંથી પણ તે અર્થ નીકળે. તુલ્ય હોવાથી પરમાત્મપદથી તે હવે તદ્દન નજીક છે. અહીં સુધી સંભેદ પ્રણિધાન છે, હવે પછી અભેદ પ્રણિધાન છે. ૫. તે પછી કલ્પ એટલે “તેજ', એટલે પોતે જ પરમાત્મા છે એમ સર્વ રીતે ભાવવું તે કલ્પસાધુપદ છે. આમ ક્રમશઃ સંક્ષિપ્ત રહસ્ય સમજાય છે. . ૧. પ્રથમ અરિહંતપદના આલંબને “અભય” થવું-સર્વથા નિર્વિકલ્પ થવું. ૨. પછી સિદ્ધના આલંબને અકરણ થવું તાત્પર્ય કે યોગનિરોધ કરવો. ૩. આચાર્યપદના આલંબને અહમિન્દ્ર થવું સર્વોપરિ થવું. ૪. ઉપાધ્યાયપદના આલંબને પરમાત્મતુલ્ય થવું. ૫. સાધુપદના આલંબને પરમાત્મકલ્પ પરમાત્મા થવું. આમાં ષોડશકમાં કહેલાં પ્રણિધાન, પ્રવૃત્તિ, વિધ્વજય, સિદ્ધિ અને વિનિયોગ પણ ઘટે. પરમેષ્ઠિમંત્રરાજધ્યાનમાલામાં અરિહંત = અભય સિદ્ધ = અકરણ આચાર્ય = અહમિન્દ્ર કકકર N ૨૦૪ કિ0 EX છે. સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ Page #247 -------------------------------------------------------------------------- ________________ ઉપાધ્યાય – તુલ્ય અને સાધુ ઃ = કલ્પ અવસ્થા કહેલ છે. તેમાં ધર્મધ્યાનની વિશિષ્ટ પ્રક્રિયા આ રીતે સમજાય છે. અરિહંતનું આલંબન લઈ અભય થવું, સિદ્ધનું આલંબન લઈ અક્રિય થવું, આચાર્યનું આલંબન લઈ પોતે સર્વતંત્ર-સ્વતંત્ર થવું, ઉપાધ્યાયથી પોતાને પરમાત્મતુલ્ય ભાવવું. સાધુથી ૫૨માત્મકલ્પ ભાવવો. પાંચ પદથી આ પાંચ ભાવનાઓ આત્મસાત્ બને એટલે શ્રી નવકાર આત્મસાત્ બને - સ્વાત્મપૂર્ણતાની અનુભૂતિ થાય. શ્રી અરિહંતભગવંતોએ સર્વ જીવોની હિંતચિંતારૂપ મૈત્રીભાવ વડે સર્વ ભાવશત્રુઓનો-પોતામાં રહેલા અન્ય જીવ પ્રત્યેના શત્રુભાવનો સર્વથા નાશ કર્યો છે, તેથી જ તેઓ ત્રણ જગતને અવલંબન લેવા લાયક બન્યા છે. તેમનો તે ભાવ પોતામાં ઉતારવા માટે તેમને કરવામાં આવતો નમસ્કાર એ સર્વ પાપ ભાવોનો નાશ કરી સર્વ મંગળભાવને પ્રગટાવનાર થાય છે. પ્રથમપદનો અર્થ ભાવજોડાણનું માધ્યમ શ્રી નવકાર એ ભાવજોડાણનું અનન્યતમ માધ્યમ છે. આત્મદ્રવ્ય કરતાં અધિક ભાવ તેના પર્યાયને આપવાથી અસમાન આત્મદૃષ્ટિને વધુ પોષણ મળે છે. પર્યાયના ભેદ અને પ્રકા૨ ઘણા હોવાથી બધે એક સરખો ભાવ રહી શકતો નથી. સારા પર્યાયને અધિક ભાવ આપવાની અને સામાન્યને તુચ્છકારી નાખવાની વૃત્તિ જીવને સહેજે થઈ જાય છે. શ્રી નવકારમંત્ર સમાન ભાવ શિખવનાર હોવાથી ભાવજોડાણનું યથાર્થ માધ્યમ બને છે. પંચઅવસ્થાભાવન ૨૦૫ Page #248 -------------------------------------------------------------------------- ________________ જ્યાં નવકાર ત્યાં જૈનત્વ જૈન એટલે શ્રી જિનેશ્વરપરમાત્માનો અનુયાયી. સૌથી પ્રથમ ‘ નમો અરિહંતા' પદ વડે સર્વકાળના શ્રી જિનેશ્વરભગવવંતોને નમસ્કાર કરે છે, અને આઠ કર્મનો ક્ષય થયા પછી સિદ્ધ નામે ઓળખાતો તેમનો અથવા સામાન્ય કેવળી ભગવાનનો વિશિષ્ટ પર્યાય છે તેને ‘નમો સિદ્ધામાં ' પદ વડે નમસ્કારકરે છે. ત્યા૨બાદ શ્રી જિનેશ્વર ભગવાને પ્રરૂપેલા સિદ્ધાંતો પ્રમાણે આચાર પાળનાર અને ઉપદેશ કરનાર આચાર્યદેવોને नमो આરિયાળું ' પદ વડે નમસ્કાર કરે છે. ત્યા૨બાદ જાતે સૂત્ર-શાસ્ત્ર-સિદ્ધાંતો ભણનાર અને બીજાને ભણાવનાર ઉપાધ્યાયભગવંતોને અને તે પછી મોક્ષાભિલા જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરનાર સાધુભગવંતોને અનુક્રમે ‘ નમો ઉવન્નાયાળું ' અને ‘ નો હોર્ સવ્વસાહૂળ ' પદ વડે નમસ્કાર કરે છે. તે શ્રી નવકારને ગણનાર અને જૈન બંને વસ્તુતઃ એક જ છે અર્થાત્ જૈન એટલે શ્રી નવક ૨ ગણનાર, ભણનાર અને જાણનાર. અન્યસૂત્રો ન આવડે તો બીજાએ બોલેલાં સાંભળી પણ ચલાવી શકાય, પણ શ્રી નવકાર તો પોતે જાતે જ બોલવો જોઈએ. તેથી દરેક જૈને તેનો મુખપાઠ કરવાનો હોય છે. શ્રી નવકાર જાણે તે જૈન અને શ્રી નવકાર ગણે તે જૈન. એમ જ્ઞાન અને ક્રિયા ઉભય સ્વરૂપ મોક્ષમાર્ગનું આરાધન પ્રત્યેક જૈનને રહેલું છે. : સર્વ પાપનો અર્થાત્ સ્વાર્થ ભાવનાનો તેથી નાશ થાય અને સર્વ મંગળોમાં પ્રધાન પરોપકાર ભાવરૂપ મંગળની પ્રાપ્તિ થાય છે. શ્રી નવકારમાં પ્રથમ નમસ્કાર શ્રી અરિહંતભગવંતોને છે, જેઓએ સ્વાર્થભાવરૂપી પાપનો પ્રણાશ-સમૂળઉચ્છેદ કર્યો છે અને પરાર્થ ભાવરૂપી મહામંગળનું આરાધન અવશ્ય કરેલું છે. તે વડે તીર્થંકરનામકર્મરૂપી પરમ પુણ્ય ઉપાર્જન કરી વિશ્વોપકાર વડે તેને સાકાર કર્યું છે. નવકારમંત્ર સર્વ આપદાઓને ભેદી નાખનાર છે. તેમાં પણ કારણ સ્વાર્થથી સર્વથા પર થઈ ગયેલા શ્રી જિનેશ્વરભગવંત તથા તેમની આજ્ઞા અને તે આજ્ઞાપાલનના ફળ સ્વરૂપ સિદ્ધપદને નમસ્કાર છે. સર્વદા અને સર્વથા પરાર્થ૨સિક પુરુષોને કરાતો નમસ્કાર તેમાં હેતુ છે. સર્વ પ્રયોજનોનું પ્રયોજન અવ્યાબાધ સુખ તેમજ સર્વ દુઃખનો આત્યંતિક ક્ષય છે. દુઃખક્ષય {ક્ષયથી છે. કર્મક્ષય ચિત્તસમાધિ વડે અને ચિત્તસમાધિ બોધિલાભ વડે થાય છે. બોધિનો લાભ દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિના સ્વામી શ્રી જિનેશ્વરભગવંતોને પ્રણામ કરવાથી થાય છે. સિદ્ધાદિનો પ્રણામ ગર્ભિત રીતે શ્રી જિનેશ્વરભગવંતોના પ્રણામરૂપ છે. કારણ કે જિનેશ્વરો જ કળ કર્મના ક્ષયથી સિદ્ધ, આચારના પાલનથી આચાર્ય, અધ્યાપક સ્વરૂપે પાઠક ઉપાધ્યાય અને સહાય સ્વરૂપે સાધુ અથવા મુનિ છે. તેમને કરેલો નમસ્કાર સર્વ પાપકર્મોનો, દુઃખ દારિદ્રયનો ચૂ૨ક છે અને સર્વ મંગળોનો - સમાધિ - બોધિનો જનક છે. સમાધિ સમતા સ્વરૂપ છે અને તે રત્નત્રય સ્વરૂપબોધિ અને તેની આરાધનાનું ફળ છે. જગતનાં તુચ્છ સુખોની ખાતર આત્માને ન ભૂલવો જોઈએ. નવકારમંત્ર આત્માની યાદ આપનાર છે. શુભાશુભ ઉભય પ્રસંગો જેવા કે જન્મ-મ૨ણ, સંપત્તિ-વિપત્તિ, આત્મીક કાર્ય કે સંસાર-વ્યવહા૨નું કાર્ય એ ઉભય પ્રસંગો કર્મકૃત છે એમ માની નિશ્ચલ મનથી નમસ્કાર-સ્મરણ, આત્મસ્મરણ કરવું અત્યંત જરૂરી છે. શ્રી નવકારને મહાશ્રુતસ્કંધ અને સર્વશ્રુતસ્કંધમાં વ્યાપક કહેલો છે, તેનું કારણ સર્વ શ્રુત આત્મજ્ઞાનને માટે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૨૦૬ Page #249 -------------------------------------------------------------------------- ________________ છે. તે જ્ઞાન શ્રી નવકાર સ્પષ્ટપણે કરાવે છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા, અને આચરણ જોડાયેલાં છે. તેથી આત્મજ્ઞાન, શ્રદ્ધા, રમણતા એ ત્રણેનો હેતુ શાસ્ત્રવચનની જેમ શ્રી નવકારમંત્ર છે કેમ કે તેમાં સઘળાંય શાસ્ત્રોના સારભૂત આત્મવિષયક જ્ઞાન, શ્રદ્ધાન અને પરિણમન રહેલાં છે. તેથી તેને વિધિપૂર્વક, એકાગ્રતાથી, દઢ શ્રદ્ધાથી, આદર બહુમાનથી, વિસ્મય-પ્રમોદ-પુલકપૂર્વક હંમેશાં ગણવો-ભણવો જોઈએ. શ્રી નવકારના ભાવપૂર્વકના સ્મરણ સમયે થાક હોય તો ઊતરી જાય છે, નવી જ ર્તિનો સંચાર થાય છે. કંટાળો, બેચેની, ગમગીની, આળસ આપોઆપ ઓસરવા માંડે છે. નવીનોમાં નવીન અને સનાતનમાં સનાતન એવા આત્મા જેવો શ્રી નવકાર હોવાથી આત્માને તેની સાથે અનુપમ મેળ છે. જૈન એટલે શ્રી જિનેશ્વરપરમાત્માનો અનુયાયી. અનુયાયી એટલે શ્રી જિનેશ્વરોને નમનારો, તેમ જ તેમણે પ્રકાશેલા ધર્મને શક્તિ ગોપવ્યા સિવાય અનુસરનારો આરાધનારો. જૈનત્વની સાથે શ્રી નવકારને અભેદ છે. જ્યાં શ્રી નવકાર છે ત્યાં જૈનત્વ છે. એકની હયાતીમાં બીજાની હયાતી છે. જૈન એટલે જ્ઞાન, દર્શન, ચારિત્ર વડે રાગદ્વેષ અને મોહને જીતવાની જિનાજ્ઞાનું નિવેધે પાલન કરવામાં શૂરો માણસ, જૈનત્વની વ્યાપ્તિ વ્યવહારથી શ્રી પંચપરમેષ્ઠિની ભક્તિમાં અને નિશ્ચયથી આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં છે. જિનને અનુસરીને જ જીવ, સર્વ કર્મ ખપાવી શિવ બની શકે છે એ અનુસરણ માટે આવશ્યક શ્રદ્ધા, મેઘા, ધૃતિ, અનુપ્રેક્ષા વગેરે શ્રી નવકારને અનન્યભાવે સમર્પિત થવાથી પ્રગટે છે. | શ્રી નવકારનો સ્વભાવ જ તારવાનો છે. એટલે ડૂબતો માણસ જે ભાવપૂર્વક લાકડાને પકડી લે છે, તે ભાવપૂર્વક તેને સમર્પિત થઈને અનંતા આત્માઓ તરી ગયા છે. તેમ જ આજે પણ તે દિશામાં આગળ વધી રહ્યા પ્રેમામૃતમાં નાન પ્રભુ પ્રેમથી ભરેલા છે, સર્વ જીવોને આત્મ-સમ જોનારા છે. શ્રી નવકારના આરાધકે પોતામાં પણ એ દષ્ટિ કેળવવી જોઈએ. શ્રી પંચરમેષ્ઠિભગવંતોમાંથી પ્રાણીમાત્રના કલ્યાણની ભાવનારૂપ પ્રેમામૃત વરસી રહ્યું છે એમ જુઓ અને તેમાં આપણે સ્નાન કરી રહ્યા છીએ એમ વિચારો. બુદ્ધિ અને ચારિત્ર ગાયત્રી મંત્ર એ બુદ્ધિનો મંત્ર છે અને શ્રી નવકારમંત્ર એ ચારિત્રનો મંત્ર છે. બુદ્ધિમાન થવું હોય તેણે ગાયત્રી કે જે વેદમાતા છે, તેને જપવાથી કાર્ય સરે છે, પરંતુ ચારિત્રવાન બનવું હોય તેણે શ્રી નવકારમંત્ર કે જે ચૌદપૂવનો સાર છે, તેને જપવો જોઈએ. જ્યાં નવકાર ત્યાં જૈનત્વ ૨૦૭. Page #250 -------------------------------------------------------------------------- ________________ નમોપદમૃતિ વિરક્તિ સુધાને નિવારે છે, ભક્તિ તુષ્ટિકારક છે અને અનુભૂતિ પુષ્ટિને આપે છે. નમોપદથી બાહ્ય વસ્તુની સુધા, તુષા, તૃષ્ણાદિ ટળે છે. અંતરાત્મભાવ વડે તૃપ્તિ થાય છે. પરમાત્મભાવની અનુભૂતિરૂપ પુષ્ટિ પણ થાય છે. તેથી નમોપદ એ આત્માની ભૂખનું ભોજન છે. શરીરની ભૂખનું ભોજન જેમ સુધાનિવૃત્તિ, તુષ્ટિ અને પુષ્ટિ કરે છે, તેમ નમોપદનું સ્મરણ ધ્યાનાદિ ભોજનરૂપ બનીને આત્મદ્રવ્યની તુષ્ટિ અને પુષ્ટિ-વૃદ્ધિ કરે છે. પ્રથમ બહિરાત્મભાવનો ત્યાગ કરાવનાર હોવાથી સુધાની નિવૃત્તિ અને તે જ સમયે અંતરાત્મભાવની પ્રાપ્તિ કરાવનાર હોવાથી તૃપ્તિ તથા પરમાત્મભાવની આંશિક અનુભૂતિ કરાવનાર હોવાથી પુષ્ટિ-વૃદ્ધિ અનુભવાય છે. તેથી જ્યારે જીવને વિષયોની ભૂખ લાગે ત્યારે તેનું નિવારણ કરવા માટે નમોપદનું ભોજન કરાવવું જોઈએ. એ આધ્યાત્મિકભોજન વિષય-ભોગની ભૂખ ભાંગે છે, કેમ કે તેમાં સવિચાર અને તત્ત્વવિચારનું અમૃતભોજન મળે છે. તે મળતાં જ અંતરાત્મા તૃપ્તિ અનુભવે છે અને તેની સાથે જ પરમાત્મભાવનો સ્પર્શ થવારૂપ પુષ્ટિ અનુભવાય છે. વિષયોના રાગથી થતી અશાન્તિ નમો પદના જાપથી ટળે છે. તેનું કારણ નમો પદ વડે શુદ્ર વિષયોના રાગના સ્થાને પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે અનુરાગ જાગે છે. એ અનુરાગ અશાન્તિ ટાળે છે અને શાન્તિ ચખાડે છે. જેમ ભોજન વડે ભૂખ ભાંગવાની સાથે જ તુષ્ટિ-પુષ્ટિનો પણ અનુભવ થાય છે, તેમ વિષયોની અભિલાષારૂપ ભૂખ ભાંગતાની સાથે જ નમોપદના રટણથી ઓત્મગુણોની અભિમુખતા થવાથી તુષ્ટિ અને પુષ્ટિ મળે છે. નમોપદમાં વૈરાગ્ય, ભક્તિ અને જ્ઞાન ત્રણે રહેલાં છે. વૈરાગ્ય એટલે પરમપદોના પ્રેમમાંથી ફલિત થતી તુચ્છ વિષયો પ્રત્યેની તટસ્થતા ભક્તિ એટલે સ્વ સ્વરૂપાદર જ્ઞાન એટલે સ્વ સ્વરૂપની યથાર્થ સમજ પ્રેમ એ શેરડી છે. વૈરાગ્ય એ ચંદન છે અને જ્ઞાન એ કંચન છે. નમોપદ ચંદનની જેમ શીતળતા, શેરડીની જેમ મધુરતા અને કંચનની જેમ શુદ્ધતા અર્પે છે. અનાત્મા કરતાં આત્માનું મૂલ્ય ખૂબ જ અધિક છે, એવું નમોપદ સમજાવે છે. કેમ કે તે વડે અનાત્મભાવની વિસ્કૃતિ અને આત્મભાવની સ્મૃતિ જાગે છે. વળી નમોપદ વડે સમર્પણયોગ સધાય છે. સમર્પણયોગ શરણાગતિ સ્વરૂપ છે. શરણાગતિ એક વખતે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યનું કારણ બને છે. નમો પદ વડે ઈશ્વરપ્રણિધાન થાય છે. ઈશ્વર એટલે સર્વ સમર્થ પરમાત્મા, તેનું પ્રણિધાન એટલે પ્ર=પ્રકર્ષીણ-ધાન-સ્થાપન અર્થાત્ પોતાની સમગ્રતાની પરમાત્મભાવમાં અત્યંત અને પરિપૂર્ણ સ્થાપના તે પ્રણિધાન છે. પરમાત્મામાં જાતનો ન્યાસ અથવા જતમાં પરમાત્માનો ન્યાસ-એ બે અર્થ પ્રણિધાનમાંથી નીકળે છે. નમોપદ વડે જાતનો પરમાત્મામાં અને પરમાત્માનો જાતમાં વિન્યાસ થાય છે, તેથી તે ઉત્કૃષ્ટ પ્રણિધાન છે. નમોપદથી ‘તેનો “હું અને તે જ “હું” એવા બે અર્થો સિદ્ધ થાય છે અને તદ્દનુકૂળ જીવનસરણી રચાય છે. છે. સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS 3 જ ૨૦૮ i TO THE Page #251 -------------------------------------------------------------------------- ________________ નમોપદ વડે વિષયોમાં નીરસપણાની અને પરમેષ્ઠિમાં સરસપણાની ભાવના રચાય છે. વિષયો જ સંસાર છે. વિષયો ભુલાયા એટલે સંસાર ભુલાયો જ સમજવાનો. નમોપદ વિષયોને ભુલાવે છે અને નિર્વિષયી આત્મસ્વરૂપનું દર્શન કરાવે છે. ભાવના એ સાધના છે. ધ્યાન એ સાધ્ય છે. નમોપદ ભાવના સ્વરૂપ છે અને અરિહંતાણંપદ ધ્યાન સ્વરૂપ વિષયોનો રસ ત્યારે જ જાય કે જ્યારે તેનાથી ચઢિયાતો બીજા વિષયનો રસ જાગે. એ રસ જગાડવાનું કામ અરિહંતોના ધ્યાનથી થાય છે અને વિષયોનો રસ ઘટાડવાનું કામ નમોપદની ભાવનાથી થાય છે. વિષયોનું સ્મરણ પોતાની મેળે થાય છે. કારણ કે અનાદિથી તે તરફ ઝોક રહેલો છે. જ્યારે દેવ-ગુરુનું સ્મરણ અભ્યાસ માગે છે. એ અભ્યાસ દઢ થયા પછી વિષયોનું સ્મરણ આપોઆપ ટળી જાય છે. અભ્યાસને દઢ કરવા માટે નમોપદની ભાવના નિતાંત આવશ્યક છે, કે જેથી બહિરાત્મભાવ ટળે છે અને અંતરાત્મભાવ વધે છે. તેથી ભાવનો વિષય શુદ્ધાત્મા બને છે અને તેમાં જ પ્રીતિ વધવાથી વિષયોનું આકર્ષણ નાશ પામે છે. ચતુર્વિધ શ્રી સંઘની ભક્તિ શ્રી નવકારના પ્રથમ પદમાં સર્વ જીવો પ્રત્યે નિષ્કામ પ્રેમ અને નિષ્કારણ કરુણા રાખનારા સર્વ જિનેશ્વરભગવંતોને નમસ્કાર છે. તેમણે સર્વ જીવોના હિત માટેનું શાસન સ્થાપ્યું છે. તેમનો સર્વ જીવો ઉપર તો ઉપકાર છે જ પરંતુ સર્વ ઉપકારીઓ ઉપર પણ ઉપકાર છે. બીજા પદમાં સર્વ જીવો પ્રત્યે સમત્વ સંપૂર્ણપણે પ્રગટાવીને સર્વકર્મથી મુક્ત થનાર સિદ્ધભગવંતોને નમસ્કાર ત્રીજા પદમાં સર્વ જીવોને હિતકારી આચારોનું પાલન સ્વંય કરનારા અને ઉપદેશાદિથી અન્ય પાસે કરાવનારાને નમન છે. ચોથા પદમાં સર્વ જીવોને હિતનો માર્ગ જેમાં દર્શાવ્યો છે, તે શ્રી જિનેશ્વર- દેવોનાં શાસ્ત્રોનું પોતે અધ્યયન કરનાર, બીજાને કરાવનાર, સર્વસત્ત્વના હિતના ઉપાયો સ્વંય સમજનાર બીજાને સમજાવનારને નમસ્કાર છે. પાંચમા પદમાં સર્વ જીવોના કલ્યાણનો જે મહામાર્ગ છે, તેને અનુસરનારા પંચ-મહાવ્રતધારી પદમાં સાધુઓને નમસ્કાર છે આ પાંચ નમસ્કારમાં તન્મય થવા માટે સર્વ જીવોનું હિત હૈયામાં ધરવું જોઈએ અને અહંને ઓગાળવો જોઈએ. આરાધક પોતે સર્વ કરતાં ચઢીઆતો છે એમ નહિ, પણ સર્વ પ્રત્યે સમાનભાવથી જોનારો અને સર્વનું હિત અને શ્રેય થાય એવી બુદ્ધિથી આરાધના કરનારો હોવો જોઈએ. શ્રી નવકારના આરાધકે ઓછામાં ઓછું જાત અને સ્વાર્થને ગૌણ કરવા જોઈએ. જેના હૈયામાં સ્વાર્થ ખીચોખીચ ભર્યો હોય, જેને બીજા કોઈનો વિચાર જ ન હોય, સર્વ જીવોના હિતની મુદ્દલ ચિંતા ન હોય, તથા એવી ચિતા ધારણ કરનારા ચતુર્વિધ શ્રી સંઘ, સાધર્મિક કે શાસન પ્રત્યે હૃદયમાં ભક્તિ ન હોય તેને શ્રી નવકાર સાથે સંબંધ કેમ થાય? એ નવકાર ગણે તોપણ તેને ફળે કેવી રીતે? નમોપદસ્કૃતિ ૨૦૯ Jan Education International Page #252 -------------------------------------------------------------------------- ________________ : 00 નમોપદ-ચિંતન મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા “નમો’ વડે થાય છે. આત્માને પ્રથમ સ્થાન “નમોમાં છે અને મનને પ્રથમ સ્થાન “મન” શબ્દમાં છે. એટલે મનને પ્રથમ સ્થાન જે સંસારપરિભ્રમણમાં પરિણમતું હતું, તે અટકીને આત્માને પ્રથમ સ્થાન મળવાથી ભવભ્રમણનો અંત આવે છે અને આત્મસ્વરૂપના લક્ષ રૂપ મોક્ષ હસ્તગત થાય છે. મનનો માલિક આત્મા છે. પણ આત્માનો માલિક મન નથી એવું જ્ઞાન અને બોધ “નમો' પદના સતત સ્વાધ્યાયથી થાય છે. નમોપદપૂર્વક જેટલા મંત્રો છે, તે બધા આત્માને મનની ગુલામીમાંથી છોડાવનારા થાય છે અને પ્રકૃતિ ઉપર પ્રભુત્વ અપાવનારા થાય છે. મન એ કર્મનું સર્જન છે, એટલે જેણે કર્મના બંધનમાંથી છૂટવું હોય તેણે પ્રથમ મનની અધીનતામાંથી છૂટવું જોઈએ. તેથી “નમો’ એ મન ઉપર પ્રભુતા મેળવવાનો મંત્ર છે. અર્થાત્ મનને આત્માભિમુખ બનાવવા માટેનો મંત્ર “નમો' છે. નમોમંત્રથી બહિર્મુખમન આત્માભિમુખ બને છે. આત્માને પ્રથમ સ્થાન આપવું અને મન તથા ઉપલક્ષણથી વચન, કાયા, કુટુંબ, ધન આદિને ગૌણ સ્થાન આપવું તે “નમો’ પદનો અર્થ છે. આત્મામાં જ ચિત્ત, આત્મા તરફ જ વેશ્યા, આત્માનો જ અધ્યવસાય, આત્માની જ ઉપયુક્તતા, આત્મામાં જ ત્રણેકરણો અર્પિત, આત્મભાવનાથી જ ત્રણ યોગોનું ભાવિતપણું એ નમોપદનો વિશિષ્ટ અર્થ છે. નમો કેવળ નમસ્કારરૂપ નથી તે પણ દ્રવ્ય-ભાવ-સંકોચરૂપ પણ છે. બાહ્યથી અને અંતરથી, દેહથી અને પ્રાણથી, મનથી અને બુદ્ધિથી સંકુચિત થવું અને એ બધાયમાં ચૈતન્યનું સંપાદન કરનાર આત્મતત્ત્વમાં વિસ્તૃત થવું, નિમગ્ન થવું, એકાકાર થવું, તન્મય ને તદ્રુપ થવું, એ “નમો' પદનો ભાવ છે. નમો' પદની સાથે શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ કે ધર્મને જોડવાનો અર્થ પણ એ છે કે આત્માની શુદ્ધઅવસ્થાને આગળ કરી, તે અવસ્થાવાન આત્મતત્ત્વની અંદર પરિણતિ લઈ જવી અને ત્યાં જ સ્થિર કરવી તન્નપૂસ્તર્થમાવન’ આત્મારૂપી અર્થાકાર થઈ જવું. માત્રામાંથી અમાત્રામાં જવા માટે, સાકારમાંથી નિરાકારમાં જવા માટે, સકલમાંથી નિષ્કલમાં જવા માટે સેતુની જરૂર છે. તે સેતુ “નમો' પદ છે. સેતુને તંત્રશાસ્ત્રો અર્ધમાત્રા કહે છે, તેને બિંદુનવક પણ કહે છે. બિન્દુનવકને અધ્યાત્મશાસ્ત્રમાં અંતર્મુખવૃત્તિ કહે છે. માત્રા એટલે મર્યાદિત. અર્ધમાત્રા માત્રામાંથી અમાત્રમાં લઈ જનારી છે. તેથી તેને સેતુ કહેવાય છે. નમો’ પદ પણ સેતુનું કાર્ય કરે છે. સંસાર તરફ ઢળતા મનને મોક્ષ તરફ લઈ જવાનું કાર્ય “નમો’ પદથી થાય છે. તેમાં અર્ધમાત્રા, બિંદુનવક કે સેતુ, અંતર્મુખવૃત્તિ, અંતરાત્મભાવ છે. “નમો પદ અંતરાત્મભાવનું પ્રતીક છે. અંતરાત્મભાવ આત્માની એક પ્રકારની શૂન્યાવસ્થા છે, બિંદુ અવસ્થા છે. અનાત્મભાવની શૂન્યતામાંથી પૂર્ણતા પ્રગટ થાય છે. પૂર્ણતા તે અમાત્રપદ છે. શૂન્યતા એ સેતુ છે. પરરૂપથી શૂન્યતા અને સ્વરૂપથી પૂર્ણતા પ્રાપ્ત થવાનું દ્વાર ઉભયભાવની અક્રમની વાચ્યતા, અનિર્વચનીયતા SN ૨૧૦ ૨૧૦ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #253 -------------------------------------------------------------------------- ________________ અથવા કેવળ સ્વસંવેદ્યતા છે. વાણીના વિષયથી પર અને તર્ક તેમ જ વિચારને અગોચર એવી એ અવસ્થા છે અને એ અવસ્થા જ ‘નમો’ પદનું સાધ્ય છે. મન સંસાર છે. આત્મા મોક્ષ છે. મનનું વલણ સંસા૨ તરફથી વાળી આત્મા તરફ લઈ જવું તેનું જ નામ માત્રામાંથી અમાત્રા તરફ જવું. એ જવાનો માર્ગ અર્ધમાત્રા છે. તે સ્વસંવેદ્ય છે. તેને શૂન્યાવસ્થા અને તાંત્રિક પરિભાષામાં બિંદુનવક કહેવામાં આવે છે. ‘નમો’ એ જીવાત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે સેતુનું કામ કરે છે. સેતુને અર્ધમાત્રા પણ કહે છે. ત્રિમાત્ર તરફથી અમાત્રમાં જવા માટે ‘નમો’ સેતુ (પુલ)નું કામ કરે છે. આ રીતે ‘નમો’ એ મોક્ષમાં જવાનો અવ્યક્ત માર્ગ છે. ચોથા ગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીની અંતરાત્મભાવની અવસ્થાઓ બિંદુનવકથી અભિવ્યક્ત થાય છે ‘નમો’ને અરિહંતાદિ નવપદો સાથે જોડવાથી અવ્યક્ત એવા બિંદુનવકને વ્યક્તસ્વરૂપ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ અવ્યક્તદશા, અમાત્રપદમાં છે. અર્ધમાત્રામાં અંશે વ્યક્ત અને અંશે અવ્યક્તદશા છે. ત્રિમાત્ર વ્યક્ત અવસ્થા છે. વ્યક્તમાંથી અવ્યક્તમાં જવા માટે જે અર્થવ્યક્ત અને અર્ધ અવ્યક્ત દશા છે, તે જ સેતુ છે અને તે જ ‘નમો’ પદથી વાચ્ય છે. શ્રી અરિહંત સાથે નમો પદ જોડાય ત્યારે મનનું ધ્યાન ( Attention) સંસાર તરફથી મોક્ષ તરફ વળે છે. સિદ્ધપદ સાથે નમોપદ જોડાય ત્યારે સાચો રસ ( Intrest ) જાગે છે. આચાર્યપદ સાથે નમોપદ જોડાય ત્યારે મુક્ત પદેચ્છા ( Desire ) ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાયપદ સાથે નમોપદ જોડાય ત્યારે આધ્યાત્મિક બળ ( will ) પ્રગટે છે. સાધુપદ સાથે નમોપદ જોડાય ત્યારે મુક્તાવસ્થાની શક્તિનું ભાન ( Power of Imagination ) પ્રગટે છે. સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રપદ સાથે નમોપદ જોડાય ત્યારે મોક્ષપદનો સાક્ષાત્કાર, મુક્તિનો અનુભવ અને મુક્તિની એકતા (Visualisation, Identification and Complete absorptton.) ઉત્પન્ન થાય છે. આ રીતે ‘નમો’ પદ સાથે થતું નવપદોનું ધ્યાન જીવને બહિરાત્મભાવમાંથી છોડાવી અંતરાત્મભાવમાં લાવી પરમાત્મભાવમાં સ્થાપનાર છે. ગુણસ્થાનક ૪ ૫ ء બિંદુનવક બિંદુ અર્ધન્દુ નિરોધિની નમોપદ-ચિંતન નવપદો ની ઉપયોગિતા અર્ધમાત્રા તચ્ચિત્ તન્મન તલ્લેશ્ય સેતુ અરિહંત સિદ્ધ આચાર્ય ૨૧૧ Page #254 -------------------------------------------------------------------------- ________________ નાદ નાદાત્ત શક્તિ વ્યાપિની તદ્ અધ્યવસાય ઉપાધ્યાય તીવ્ર અધ્યવસાય સાધુ તદર્થોપયુક્ત દર્શન તદર્પિતકરણ જ્ઞાન તદ્ધાવનાભાવિત ચારિત્ર अन्नत्थ कर्थइ मणं अकरेमाणे त५ સમના ઉન્મના શુદ્ધ આત્મા દ્રવ્યથી પૂર્ણ છે, ગુણથી એક છે અને પર્યાયથી તુલ્ય છે. તેને નમસ્કાર તે ત્રાણ છે, શરણ છે, ગતિ છે, પ્રતિષ્ઠા છે, આધાર છે. “નમો’ શબ્દ અર્ધમાત્રા છે, તે અમાત્રા તરફ લઈ જાય છે અને ત્રિમાત્રમાંથી અમાત્રમાં જવા માટે સેતુસ્વરૂપ છે. કર્મકૃતવૈષમ્ય ત્રિમાત્રારૂપ છે, ધર્મકૃતનમસ્કાર અર્ધમાત્રારૂપ છે, તેનાથી થતો પાપનાશ અને મંગળનું આગમન અમાત્રરૂપ છે. અમાત્ર એટલે અપિરિમિતિ આત્મસ્વરૂપ કે જે પૂર્ણ, જ્ઞાન, દર્શન, અને ચારિત્રસ્વરૂપ છે. અથવા, રાગ, દ્વેષ અને મોહ એ ત્રિમાત્રારૂપ છે. લયોપશમભાવના જ્ઞાન-દર્શન-ચારિત્ર અર્ધમાત્રારૂપ છે અને ક્ષાવિકભાવના જ્ઞાન-દર્શન-ચારિત્ર અમાત્રરૂપ છે. ઔદાયિકભાવના ધર્મો ત્રિમાત્રરૂપ છે. લયોપશમભાવના ધર્મો અર્ધમાત્રરૂપ છે અને ક્ષાવિકભાવના ધર્મો અમાત્રરૂપ છે. નમો' વડે ઔદથિકભાવના ધર્મોનો ત્યાગ થઈ શયોપશમભાવના ધર્મો પ્રાપ્ત થાય છે, તેથી તે લયોપશમભાવના ધર્મરૂપ છે. નમો’ એ મમત્વભાવનો ત્યાગ કરાવી સમત્વભાવ તરફ લઈ જાય છે તેથી સેતુરૂપ છે. “નમો’ એ મિથ્યાત્વમોહરૂપી અઢારમા પાપસ્થાનકનો ત્યાગ કરાવી, સમ્યગ્દર્શન ગુણની સહાયથી જીવને અયોગી કેવળી નામના ચૌદમાં ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત બને છે, તેથી તેને ધર્મપ્રવેશનું દ્વાર કહ્યું છે. બહિરાત્મભાવરૂપી ત્રિમાત્રનો ત્યાગ કરાવી, પરમાત્મભાવરૂપી અમાત્રને પ્રાપ્ત કરાવનાર અંતરાત્મભાવનો પ્રદર્શક અને નમસ્કારવાચક “નમો’ પદ છે. તે પદ પરમાત્મભાવનું પુનઃ પુનઃમનન કરાવી બહિરાત્મભાવનો સંકોચ અને અંતરાત્મભાવનો વિકાસ કરે છે. નિર્વિકલ્પપદની પ્રાપ્તિ માટે અશુભ વિકલ્પોથી મુક્ત કરાવી શુભ વિકલ્પમાં જોડનાર “નમો પદ છે. તેને દ્રવ્ય-ભાવસંકોચરૂપ કહેલ છે. દ્રવ્યસંકોચ હાથ, પગ, મસ્તક આદિનો છે અને ભાવસંકોચ વિશુદ્ધમનનો છે. વિશુદ્ધમાન વડે અશુદ્ધ મન ટળે છે. પરિશુદ્ધ આત્માની પ્રાપ્તિ “નમો’ પદ વડે થાય છે. નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી પર પુલ બાંધવાની ક્રિયા છે. “નમો' એ પુલ છે સેતુ છે. એ સેતુ પર ચાલવાથી ભેદભાવનું ઉલ્લંઘન થાય છે અને અભેદભાવના કિનારા પર પહોંચી જવાય છે. પછી ડૂબી જવાનો ભય રહેતો નથી. ભેદભાવને નાબૂદ કરી અભેદભાવ સુધી પહોંચાડવાનું કાર્ય “નમો' ભાવરૂપી સેતુ કરે છે. તેને અમાત્ર પદ પર પહોંચાડવા માટેની અર્ધમાત્રા પણ કહેવાય છે. અર્ધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે. અને બીજી અર્ધી માત્રા સેતુ બનીને આત્માને સંસારની પેલે પાર લઈ જાય છે. NN ૨૧૨ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ MS Page #255 -------------------------------------------------------------------------- ________________ સંકલ્પ-વિકલ્પમાંથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થામાં પહોંચાડે છે. નમો’ પદ વડે મનોગુપ્તિ સાધ્ય બને છે એ રીતે નમો પદ વડે મનનું રક્ષણ થાય છે. મનનું રક્ષણ જેના વડે થાય તેનું નામ “નમો' મંત્ર છે. “નમો” મંત્ર અને મનોગુપ્તિ એ રીતે પર્યાયવાચક શબ્દ છે. મનન વડે રક્ષણ' એ મંત્રનો અર્થ છે. એ અર્થને જણાવનાર મનોગુપ્તિ શબ્દ છે. મનનું રક્ષણ સંકલ્પ-વિકલ્પ છોડવાથી થાય છે. “નમો’ મંત્ર સંકલ્પ-વિકલ્પ છોડાવે છે. મનનું રક્ષણ સમત્વભાવમાં સ્થિર થવાથી થાય છે. “નમો' મંત્ર સમત્વભાવમાં સ્થિર કરે છે. મનનું રક્ષણ આત્મારામતા-આત્મામાં જ રમણ કરવાથી થાય છે. “નમો’ મંત્ર એક આત્મસ્વરૂપમાં જ રમણ કરવાનો અભ્યાસ કરાવે છે. તેથી “નમો' મંત્ર અને મનોગુપ્તિ એકાઈક એક જ પ્રયોજનને સિદ્ધ કરનાર વસ્તુ બની જાય છે. મનોગુપ્તિ મનના રક્ષણની નિષેધાત્મક બાજુ બતાવે છે અને “નમો મંત્ર એ તેની જ વિધેયાત્મક બાજુ રજૂ કરે છે. અરિહં એ સાધ્યનો સમ્યગુ યોગ છે. નમો એ સાધ્યનું સમ્યગુ સાધન છે. તાણે એ સાધ્યની સમ્યગુ સિદ્ધિ છે. આમ સાધ્ય, સાધન અને સિદ્ધિ એ ત્રણેની શુદ્ધિ નો મદિંતાળ ! પદમાં રહેલી છે. નમો' પદ વડે અશુભથી નિવર્તન થાય છે. “અરિહં પદ વડે શુભમાં પ્રવર્તન થાય છે. અને “તાણં' પદ વડે સંપૂર્ણ મધ્યસ્થભાવ, નિર્વિકલ્પ, ચિન્માત્ર સમાધિની પરાકાષ્ઠા પ્રાપ્ત થાય છે. તેથી ‘નમો હિંતાનું પદ સમાધિનો મહામંત્ર બની જાય છે અને તેમાં “નમો' મોખરે છે અગ્રતમ છે. માટે રહસ્યોનું પણ રહસ્ય છે. પુનઃ પુનઃ તેના જાપના અભ્યાસ પછી જ તે શું છે તેની ઝાંખી થાય છે. તે પછી તે પોતે જ સાધકની સમગ્રતા ઉપર પકડ જમાવીને તેને રાગ-દ્વેષાદિની પકડ ( Gripોમાંથી મુક્ત કરે છે. પોતામાં સમાઈને રહેલું મન જ્યારે નમન દ્વારા શ્રી અરિહંતાદિમાં સમાય છે, ત્યારે ભાવનમસ્કારની પરિણતિ થાય છે અને ભવનાશની પ્રક્રિયા વેગવંત બને છે. શ્રી અરિહંતાદિમાં સમાયેલા મનમાં ઐહિકસુખાદિ વિષયક રાગ જન્મતો નથી અને કોઈ જીવ તરફ દ્વેષ પણ જન્મતો નથી. તેથી મોક્ષ સુલભ બને છે. આમ “નમો' પદ અચિન્ય શક્તિશાળી છે. ટ્રેઈનમાં જે સ્થાન એન્જિનનું છે, આરાધના માર્ગમાં તે જ સ્થાન “નમો’નું છે. નહિ નમવા યોગ્યને નમવાથી જીવની પરાધીનતા ઘટતી નથી પણ વધે જ છે અને જે પરાધીન છે તે દુઃખી જ છે તેમાં કોઈ શક નથી. નિશંક તે છે જે સંપૂર્ણ સ્વાધીન છે. તેના આત્માના કોઈ પ્રદેશમાં પરપદાર્થરૂપ કર્માણનો સમાવેશ નથી. આવી નિઃશેષ અવસ્થા પામવા માટે મનનું “નમો” માં સર્વથા રૂપાંતર કરવું પડે છે. એટલે પછી શ્રી અરિહંતાદિ સાથે અભેદ સધાય છે અને આત્મા પોતે શિવસ્વરૂપ પામે છે. નિશ્વય અને વ્યવહાર શ્રી નમસ્કારમંત્ર” નિશ્ચય-સાપેક્ષ વ્યવહારનું પાલન છે. “શ્રી કરેમિ ભંતે' સૂત્ર વ્યવહાર સાપેક્ષ નિશ્ચયનું આરાધન છે. પ્રભુને ઉભય નય સમ્મત છે. નમોપદ-ચિંતન ૨૧૩ વર્ષ ૨૧૩ Page #256 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારધર્મનો મર્મ સર્વ ધર્મોમાં જપ તે પરમ ધર્મ છે. અહિંસા વડે જપ યજ્ઞ પ્રવર્તે છે. જપ વડે જ સિદ્ધિગતિ તથા જપથી જ જીવમૈત્રી સધાય છે. જપનું ફળ સ્નેહપરિણામ છે. જપ વડે મન નિર્મળ થવાથી મૈત્રી ગુણની અને ઈન્દ્રિયો પર અંકુશ આવવાથી ક્ષમા ગુણની પ્રાપ્તિ થાય પાપનું મૂળ પુદ્ગલાસકિત છે. ધર્મનું મૂળ જીવો પ્રત્યે વતુલ્યદૃષ્ટિ છે. જપ વડે કામ-ક્રોધાદિનો નાશ થાય છે તેમજ મૈત્રી, માધ્યચ્ય અને કારુણ્ય પ્રગટે છે. જપ એ ભક્તિનો એક પ્રકાર છે. ભક્તિમાં મૈત્રી, માધ્યસ્થ અને કરુણા છૂપાયેલાં છે. મંત્રાધિરાજ શ્રી નવકારનો સતત જપ એ પુદ્ગલ પ્રત્યે નમનશીલજીવને ચૈતન્ય પ્રત્યે નમનશીલ બનાવવાનો ઉપાય છે. પિંડમાં-દેહ પ્રત્યે નેહ છોડી, આત્મા પ્રત્યે આદર ધારણ કરવો અને બ્રહ્માંડમાં પુગલમાત્ર પ્રત્યે રાગ છોડી, જીવમાત્ર પ્રત્યે અનુરાગ ધારણ કરવો તે નમસ્કારનું ફળ છે. જેને નમવામાં આનંદ આવે છે તે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પુદ્ગલથી વિરક્ત છે અને ચૈતન્ય પ્રત્યે આસક્ત છે. માટે તેમને ભાવથી નમનાર પુદ્ગલ પ્રત્યે વિરક્ત અને ચૈતન્ય પ્રત્યે અનુરક્ત બને છે. ચૈતન્યના પ્રેમથી શમ, દમ, સંતોષ ગુણ પ્રગટે છે. જડ એટલે લાગણીશૂન્ય ચૈતન્ય એટલે લાગણીયુક્ત લાગણયુક્તને નમવાથી લાગણી પ્રગટે છે. લાગણીશૂન્યને નમવાથી લાગણીશૂન્યતા અર્થાત્ જડતા પ્રગટે છે. લાગણી એટલે સ્નેહ, દયા, હિતબુદ્ધિ. જેનાથી ઉપકાર થવો ત્રણે કાળમાં શક્ય નથી તેને નમતા રહેવું એ અજ્ઞાન છે, મોહ છે, અવિવેક છે. ચૈતન્યને નમવું તે જ જ્ઞાન-વિવેકનું ફળ છે. ચૈતન્યને નમવું તે જ હિત, સુખ અને કલ્યાણનું કારણ છે. જડને નમવું તે અહિત, અસુખ અને અકલ્યાણનો માર્ગ છે. જડને નમન કરવાથી અનંત-અવ્યાબાધ સુખરૂપ ચૈતન્યનું અપમાન થાય છે. શ્રી નવકારનો જપ એટલે પરમ ચેતનામય જીવનને પ્રણામ અને પરમ ચેતનામય જીવનનો સત્કાર. શ્રી નવકારને નમસ્કાર કરવા વડે અખિલ બ્રહ્માંડના નાયકપદે બિરાજતા શ્રી અરિહંત પરમાત્મા સાથે સુદ્ર જણાતો મનુષ્ય પણ સ્નેહ-સંબંધ બાંધી શકે છે એ મોટામાં મોટું આશ્ચર્ય છે. * ૨૧૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ * * Page #257 -------------------------------------------------------------------------- ________________ સિંધુને સમર્પિત થઈને એક બિંદુ સિંધુપણાને પામે છે તેમ જ અક્ષય અને અભંગ બને છે, તેમ વિશ્વસમ્રાટ શ્રી અરિહંતને સમર્પિત થનારો સુદ્રમનુષ્ય પણ અક્ષય-અભંગ પરમાત્મપદને પામી શકે છે. સાચો ઈષ્ટ-જપ સાચા ખપનો દ્યોતક છે. દુઃસાધ્ય દર્દથી પીડાતા માનવીને સાચા દાક્તરનો ખપ હોય છે. એટલે તેના સમગ્ર મનમાં દાક્તરનો જપ હોય છે, તેમ જડરાગના દુઃસાધ્ય વ્યાધિથી પીડાતા વિવેક મનુષ્યના સમગ્ર મનનાં તે વ્યાધિને સર્વથા નાબૂદ કરનારા શ્રી અરિહંત પરમાત્માનો જપ હોય છે. ખપની માત્રા અનુસાર જપની ગુણવત્તા જળવાય છે. જેને ખપનું યથાર્થ ભાન થયું છે તેનો જપ આખા જીવનને રંગી દે છે, તાત્પર્ય કે ઈષ્ટાકારે પરિણાવી દે છે. જડને જીવ અનંતકાળથી નમે છે અને છતાં નિષ્ફળ જાય છે. ચૈતન્યને એકવાર પણ સાચા ભાવથી નમે તો અનંત કાળનું કલ્યાણ થાય છે. માગણી કરવાને બદલે જેઓ લાગણીવાળા છે, તેઓ પ્રત્યે લાગણી રાખવાથી સર્વ પ્રકારની માગણી પૂર્ણ થાય છે. જડ તત્ત્વનો પ્રેમ જીવને દુઃખકારક છે. એક ઝીણી કાંકરીને દાઢ સહન કરી શકતી નથી, તેમ પરપદાર્થ પ્રત્યેની જરા જેટલી પણ આસક્તિથી આત્મા વ્યથિત થાય છે. જડતત્ત્વની આસક્તિ ટાળવા માટે અને ચેતનતત્ત્વનો પ્રેમ વિકસાવવા માટે શ્રી નવકારરૂપી રસાયણનું વારંવાર સેવન અત્યંત આદરણીય છે. અન્યત્ર ભટકતા મનને ફેરવીને આત્મતત્ત્વ પ્રત્યે વાળવું તે ભાવનમન છે. જેના જેનાથી યત્કિંચિત્ પણ ઉપકાર થાય તેના પ્રત્યે નમવાના સ્વભાવવાળું મનુષ્યનું મન છે. સૌથી અધિક ઉપકારી આત્મતત્ત્વ છે, એવો નિર્ણય સમ્યજ્ઞાન વડે કરી તેના પ્રત્યે સ્નેહથી અને પ્રેમથી નમન કરવું તે અતુલગુણને કરનારું છે. આત્મતત્ત્વના ઉપકારોની કોઈ સીમા નથી. આપણે ઊંઘતા હોઈએ ત્યારે પણ તે જાગતો રહીને સંભાળ રાખે છે. નહિ ખાવાના સ્વભાવવાળો તે ભોજન કરનારા પ્રત્યે રહેમ રાખે છે. પૂર્ણસત્યમય એવો તે અસત્ય બોલનારી જીભ સાથેનો સંબંધ તત્કાલ તોડી નાખતો નથી. પૂર્ણસત્તાવાન તે કર્મસત્તાગ્રસ્ત જીવો તરફ અમાપ વાત્સલ્ય દાખવે છે. પરમઐશ્વર્યવાન તે અલ્પઐશ્વર્યમાં તણાતા જીવન છેહ દેતો નથી. અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ ખૂબ-ખૂબ લાંબા કાળ સુધી નમવું પડે તેવા તિર્યંચના અને વૃક્ષના ભવો મળે છે. માથું નીચે અને પગ ઊંચે રાખીને કેમ જીવાય? તેમ છતાં વૃક્ષના જીવને અનિચ્છાએ પણ સેંકડો હજારો વર્ષ તે દશામાં જીવવું પડે છે. મળેલા મનનો અયોગ્યને નમવામાં અને યોગ્યને નહિ નમવામાં કરેલો દુરૂપયોગ આવી દયનીયદશાનું કારણ છે. ધર્મના મૂળમાં સમકિત છે અને તે દેવ-ગુરુને નમસ્કારરૂપ છે. ઉપદેશ, યુક્તિ, દષ્ટાન્ત અને સહવાસથી નમસ્કારગુણ વિકસે છે. માતા-પિતાને નમસ્કાર તે સતતાભ્યાસ છે. નમસ્કારધર્મનો મર્મ ૨૧૫ ૨૧૫ SMS Page #258 -------------------------------------------------------------------------- ________________ દેવ-ગુરુને નમસ્કાર તે વિષયાભ્યાસ છે. રત્નત્રયીને નમસ્કાર તે ભાવાભ્યાસ છે. સતતાભ્યાસ તે માતાપિતાના ઉપકારોનો છે. વિષયાભ્યાસ તે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના નિર્વિષયી અને નિષ્કષાય જીવનનો છે. ભાવાભ્યાસમાં મુખ્યતા આત્મરતિની છે. આત્માના મૂળ ગુણોમાં અભ્યાસ વધારવાની છે. આત્માનો જે શુદ્ધ સ્વભાવ છે તે જ મારો સ્વભાવ બનવો જોઈએ. એવા ઉત્કટ પરિણામમાં સહજ સ્થિરતા-આ અભ્યાસ જેમ-જેમ સાતે ધાતુઓમાં પરિણમતો જાય છે તેમ-તેમ આવે છે. શ્રી નવકારને અર્પિત થતો નમસ્કાર ક્ષમાધર્મ, દયાધર્મ સ્નેહધર્મ અને આત્મિક વાત્સલ્યને વિકસાવે છે. ક્ષમા, દયા, સ્નેહ અને વાત્સલ્ય એ ચૈતન્યના મૌલિક આદરરૂપ હોવાથી ધર્મ છે. મસ્તક અને મૂળ છેદાઈ ગયા પછી સુભટ અને વૃક્ષ જેમ નાશ પામે છે તેમ ધર્મરૂપી મસ્તક અને ધર્મરૂપી મૂળ છેદાઈ ગયા પછી સુખ પણ નાશ પામે છે. મસ્તક સમાન અને મૂળ સમાન ધર્મને નવપલ્લવિત રાખવા માટે ધર્મને નિત્ય નમન આવશ્યક છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં બીજનો તિરસ્કાર છે. જ્યાં પરાર્થ છે ત્યાં નમસ્કાર છે. તેથી પરાર્થ ધર્મ છે, સ્વાર્થ અધર્મ છે. પરાર્થ મંગળ છે, સ્વાર્થ અમંગળ છે. શરીરના અણુએ અણુમાંથી તિરસ્કારરૂપી ચોરને ભગાડવા માટે નમસ્કારને અસ્થિમવત્ બનાવવો. તેથી પાપનાશ અને પુણ્યવૃદ્ધિરૂપી ફળ આપોઆપ ઉત્પન્ન થાય છે. તિરસ્કારના પાપથી બચવા માટે એક નમસ્કાર જ આધાર છે. માટે જે ખરેખર નમસ્કરણીય છે તેમને નમસ્કાર કરવા જરૂરી ગણાય. આ સંસારમાં મોટામાં મોટું વિઘ્ન એ મનુષ્યનું ચંચળ મન છે અને મરણ એ બીજું વિઘ્ન છે. મરણ એ દ્રવ્ય આપત્તિઓમાં સૌથી મોટી આપત્તિ છે અને ચંચળમન એ ભાવ આપત્તિઓમાં સૌથી મોટી આપત્તિ છે. સમાધિ વડે આ બંને પ્રકારની આપત્તિઓને જિતાય છે. ભાવનમસ્કાર વડે સમાધિ સિદ્ધ થાય છે. ભાવનમસ્કાર તે જીવોના જીવત્વ પ્રત્યે સ્નેહભાવ સ્વરૂપ છે. દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય, તેમ શ્રી નવકાર લાગુ પડે એટલે અહંકાર જાય. અહંકાર એ પાપનું મૂળ છે અને નમસ્કાર એ ધર્મનું મૂળ છે. બુદ્ધિને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનો આવશ્યક છે, તેમ ભાવનાબળને વિકસાવવા માટે સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અને ઈશ્વરની ભક્તિ આવશ્યક છે. ઈશ્વરભક્તિમાં શુદ્ધચૈતન્યનો સ્નેહ છે અને ન્યાય નીતિ, સદાચારમાં જીવ ચૈતન્યનો સ્નેહ છે. નમસ્કાર પરમાત્માની આજ્ઞા સાથે જોડે છે, અહંકાર આજ્ઞાથી અલગ કરે છે. સ્વાર્થ સંસારનો સગો ભાઈ છે, પરમાર્થ મોક્ષનો માર્ગ છે. સંસાર છોડવાની વાતનો સ્પષ્ટ અર્થ સ્વાર્થ છોડવો તે છે, સ્વાર્થ છોડવા માટે પરમાર્થ કરવો પડે છે. આ પરમાર્થમાં જીવનનો પરમ અર્થ સમાયેલો છે, અર્થાત જીવનને અર્થપૂર્ણ બનાવનાર પરમાર્થ છે. ૨૧૬ s Dir tri Ni FREE I fજનક ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Page #259 -------------------------------------------------------------------------- ________________ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય આદિ ભાવો પરમાર્થ સ્વરૂપ છે, તેથી મોક્ષનો માર્ગ છે. અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી. નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી. ઉપકારીઓને ભૂલી જવા એ કૃતજ્ઞતારૂપી મોટામાં મોટો દોષ છે, મોટામાં મોટું પાપ છે. જેનું પ્રાયશ્ચિત્ત એકમાત્ર કૃતજ્ઞતારૂપી ગુણ છે. આ ગુણનો આવિર્ભાવ નમસ્કાર દ્વારા થાય છે. માટે નમસ્કારપુણ્ય એ મોટામાં મોટું પુણ્ય છે. કર્મ એક પ્રકારનું ઋણ છે. નમસ્કાર દ્વારા ઋણથી અને કર્મથી મુક્ત થવાય છે. કર્મમુક્તિ માટે ઋણમુક્તિ આવશ્યક છે. ઋણમુક્તિ માટે પરમાર્થ અનિવાર્ય છે. પરમાર્થપરાયણતા માટે પરાર્થવ્યસની એવો પરમાત્માનો નમસ્કાર અતીવ જરૂરી છે. “અહ” ત્રિભુવનપૂજ્ય છે, કેમ કે તે ત્રિભુવનહિતૈષી છે. હિનૈષિતા એ વિશિષ્ટ પૂજા છે. હિૌષિતાના લક્ષ્ય વડે પરમાત્માની પૂજા કરનાર ત્રણ ભુવનમાં પૂજ્ય બને છે. હિનૈષિતા એટલે સર્વ જીવોના ઉત્કૃષ્ટ હિતથી રંગાયેલી બુદ્ધિ ! આવી બુદ્ધિ તે વિશ્વ ક્ષેમકર ધર્મની જ્યોતિ છે. જેનો પ્રકાશ સ્વ-પરના જીવનને અજવાળે છે તેમ જ સ્વાર્થના ભયાનક અંધકારનો નાશ કરે છે. “ પvi વોલિન ' એ પદથી કષાયાત્માનો ત્યાગ કરવાનો છે. કષાયયુક્તતા એ જ મોટું સાવદ્ય છે. આ સમગ્ર લખાણનો સાર નમસ્કારધર્મના ચાર પ્રકારમાં સમાવેશ થઈ જાય છે, જે નીચે મુજબ છે. ૧. પોતાથી થયેલી ભૂલની હાર્દિક ક્ષમા યાચવી અને બીજથી થયેલી ભૂલની ક્ષમા આપવી. આને અહિંસા ધર્મની આરાધના કહે છે. જે નમસ્કાર ધર્મની જ આરાધના છે. ૨. વિષયો પ્રત્યે નમનશીલતાનો ત્યાગ કરી, પરમેષ્ઠિઓ પ્રત્યે નમનશીલતા કેળવવી એ પણ નમસ્કાર ધર્મ છે. તેમાં સંયમ ધર્મના પાલનનો અમલ છે. ૩. બાહ્યપદાર્થો પ્રત્યેની તૃષ્ણાનો ત્યાગ કરી આત્મતૃપ્ત રહેવાનો અભ્યાસ કરવો એ પણ નમસ્કારધર્મ છે. જેમાં તપધર્મનું સમ્યફ પ્રકારે પાલન થાય છે. ૪. જાતિ. કળ. ૩૫. બળ, લાભ. બુદ્ધિ, વૈભવ. યશ આદિ ઔદયિકભાવો પ્રત્યે નમ્રભાવ, અહોભાવ તે ધર્મરૂપ નથી. ક્ષાયિક, ઔપશમિકાદિભાવો પ્રત્યે નમ્રભાવ એ ધર્મ છે અને તે ભાવધર્મ સ્વરૂપ છે. આ ધર્મની આરાધનાનો પાયો નમસ્કાર છે. નમસ્કારની પરિણતિ માટે પ્રથમ જાપ જરૂરી છે. તેમાંથી જ અંતઃકરણમાં આત્માનો ઉજાસ અનુભવાય છે અને ભવ પરંપરાવર્ધક ક્ષુદ્ર ભાવો નાબૂદ થાય છે. માનસશાસ્ત્ર મુજબ જન્મ માનસશાસ્ત્ર કહે છે કે જે વસ્તુનું પ્રથમ ગ્રહણ અને ધારણ થયું હોય તેનું જ ઉદબોધન થઈ શકે આ રીતે ગૃહિત-ધારિત પદાર્થનું ઉબોધન થવું તે જ સ્મૃતિ કે સ્મરણ છે. જે મંત્ર મનની વૃત્તિઓથી જ સ્વસંવેદનરૂપે જપાય છે તે માનસ જપ છે. નમસ્કારધર્મનો મર્મ ૬ ૨૧૭ - ૨૧. Page #260 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર જ્યોતિ છ, વૈરાગ્યવૃત્તિથી વિષયો પર કાબૂ આવે તોપણ કષાયભાવો જીતવા માટેનું સીધું સામર્થ્ય મૈત્રી-ભક્તિમાં છે. ભક્તિથી જીવતત્ત્વની સાથે સંબંધ સધાય છે. વૈરાગ્યથી જડતત્ત્વ સાથેનો સંબંધ તૂટે છે. ભક્તિ અને વૈરાગ્ય બંને મળીને નિર્મળતા અને સ્થિરતાનો હેતુ બને છે. નિર્મળતામાં પ્રધાન કારણ વૈરાગ્યવૃત્તિ છે, સ્થિરતામાં મુખ્ય હેતુ મૈત્યાદિ ભાવોનો અભ્યાસ છે. વૈરાગ્યથી મમતા જાય છે તો મૈત્ર્યાદિભાવોના અભ્યાસથી સમતા પ્રગટે છે. मोक्षकारणसामग्यां भक्तिरेव गरीयसी । स्वस्वरूपानुसंधानं भक्तिरित्यभिधियते ॥ અર્થ : મોક્ષનાં સાધનોની સામગ્રીમાં ભક્તિ જ મોટી છે, પોતાના સ્વરૂપનું અનુસંધાન કરવું તેનું નામ ભક્તિ છે. મંત્રાધિરાજ શ્રી નવકાર વડે સ્વ સ્વરૂપાનુસંધાનરૂપ ભક્તિ થાય છે. પ્રથમના પાંચ પદમાં સ્મરણ, વંદન, નમન, અર્ચનાદિ ભક્તિ છે. ભક્તિ વડે પ્રભુનું દાસ્ય, સખે, આત્મનિવેદન પ્રદર્શિત થાય છે. છેલ્લા ચાર પદમાં સ્વરૂપાનુસંધાનની પ્રક્રિયા છે. સમ્યગ્દર્શન એ તત્ત્વતઃસ્વશુદ્ધાત્માનું ભાવન છે. ('I am that I am' )તોડÉ એ વાક્યનું પરિશીલન છે. તત્ત્વમસિ ” “ પ્રજ્ઞા વહ્મ ' “ ૩૧મભા ત્રહ્મ ', “ પરં વAમિ ” વગેરે વાક્યો જે અર્થને કહે છે, તે અર્થને જ સિદ્ધ કરવા શ્રી નવકારની ચૂલિકામાં પ્રયત્ન છે. આ પાંચ નમસ્કાર (એસો પંચ નમુક્કારો) એમ કહીને બાહ્મમાંથી (Object) આંતર (subject) પર આવવાનું થાય છે. આ નમસ્કારપદ સમાપત્તિવાચક છે. ધ્યાતા, ધ્યેય અને ધ્યાનની એકતાનો અર્થ સમાપત્તિરૂપે નમસ્કાર વડે સૂચવાય છે. એ સમાપત્તિ સર્વ પાપની નાશક છે અને સર્વ મંગળમાં પ્રથમ મંગળની વાચક છે. પહેલાં પાંચ પદ વડે પરમેષ્ઠિઓનું સ્મરણ થાય છે. છઠ્ઠા પદમાં શરણ થાય છે. અને એ શરણ આત્મરમણતા ઉત્પન્ન કરે છે અને આત્મરમણતા સર્વપાપનાશક અને સર્વશ્રેષ્ઠ મંગળની ઉત્પાદક થાય છે. 'Ask and you shall receive' ઈચ્છો અને તમને મળશે. આ વાક્ય સમ્યગ્દર્શન અર્થાત તત્ત્વચિમૂલક છે. 'Seek and you shall find' શોધો અને તમને મળશે આ વાક્ય તત્ત્વ બોધમૂલક છે. 'Knock and the doors are opened' ધક્કો મારો અને દરવાજો ખુલી જશે. આ વાક્ય ચારિત્રતત્ત્વ પરિણતિમૂલક છે. નમો' જ ('Ask) તત્ત્વરુચિસૂચક છે. નમો' જ 'Seek) તત્ત્વબોધસૂચક છે. નમો' જ (Knock') તત્ત્વપરિણતિસૂચક છે. નમો વડે અનુક્રમે પ્રાપ્તિ, ઉપલબ્ધિ અને પરિણતિ સધાય છે. પ્રથમ વિષયની પ્રાપ્તિ, પછી ઉપલબ્ધિ અને અંતે તદ્રુપપરિણતિ ઘડાય છે. શ્રદ્ધાવડે પૂર્ણતાની રુચિ, જ્ઞાન વડે પૂર્ણતાનો બોધ અને ચારિત્ર વડે પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. ૨૧૮ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #261 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠિભક્તિ માનવ જન્મ પામીને કરવા લાયક કોઈપણ કામ હોય તો તે શ્રી પંચપરમેષ્ટિ ભગવંતોની ભક્તિ જ છે. ક૨વા લાયક બીજું બધું તે ભક્તિની પુષ્ટિ માટે જ છે. શ્રી પંચપરમેષ્ઠિની ભક્તિ સર્વદુઃખહર અને સર્વસુખકર છે તેનું કારણ એ છે કે પાંચ ઈન્દ્રિયોના વિષયોના રાગથી રાગ વધે છે અને પરિણામે દુ:ખ મળે છે, જ્યારે શ્રી પંચ પરમેષ્ઠિભગવંતો ઉપરના રાગથી રાગ નાશ પામે છે પરિણામે પૂર્ણ સુખની પ્રાપ્તિ થાય છે. પંચપરમેષ્ઠિની ભક્તિથી પાંચે કા૨ણો અનુકૂળપણે વર્તે છે. કા૨ણોનું કારણ શ્રી પંચપરમેષ્ઠિભગવંતો મહાકારણ અથવા પ૨મકારણ છે. શ્રી પંચપરમેષ્ટિ ભગવંતો મૂર્તિમંત સુખ છે. જેને સુખ મેળવવું હોય તેના માટે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની ભક્તિને છોડીને બીજું કોઈ સાધન નથી. સંસારમાં ધન માત્ર બાહ્ય સુખ મેળવવાનું સાધન છે, જ્યારે પરમેષ્ટિ ભક્તિ બાહ્ય અને આંત૨ ઉભય પ્રકારનાં ઉત્તમોત્તમ સુખ મેળવવાનું સાધન છે. માનવીને સુવર્ણ પર જેવી શ્રદ્ધા હોય છે તેથી અનેકગુણી અધિક પરમેષ્ટિ ભક્તિથી ઉપાર્જન થતાં પુણ્ય ઉપર હોવી જરૂરી છે. સુવર્ણની કાર્યકારી શક્તિ કરતાં અનેકગુણી અધિક કાર્યકારી શક્તિ પરમેષ્ઠિ-ભક્તિમાં છે. ચન્દ્રનો સ્વભાવ જેમ શીતળતા આપવાનો છે, તેમ સૂર્યનો સ્વભાવ પ્રકાશ અને સ્વાસ્થ્ય આપવાનો છે. પુષ્યનો સ્વભાવ સુગંધ આપવાનો છે, પાણીનો સ્વભાવ તૃષા છિપાવવાનો છે, અન્નનો સ્વભાવ ક્ષુધા શમાવવાનો છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનો સ્વભાવ જ સુખ આપવાનો છે. “ધીસ્તુ તેમાં સર્વેડપિ સુદ્ધિનો મવન્તુ ।' સર્વે સુખી થાઓ' તેવી ઉત્કટ ભાવનાથી પોતાના આત્માને ભાવિત કરી પરમેષ્ઠિભગવંતોએ જગતના જીવોને સુખ આપવાનો સ્વયં સંચાલિત (Automatic) સ્વભાવ લોકાલોકવ્યાપી કર્યો છે. જો જીવો અજ્ઞાન પરમાં ૨મણતા ક૨ી દુઃખ ભેગું ન કરે તો પરમેષ્ઠિભગવંતોના સ્વભાવના પ્રભાવે સર્વજીવોને આપોઆપ સુખ મળ્યા કરે. જે સ્વયં સુખ સ્વરૂપ છે તેમાં જ રમણતા તે પરમેષ્ટિભક્તિ છે. જો જીવનો પ૨માં રમણતારૂપ અજ્ઞાનદોષને ટળે, તો શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનો સ્વયં સંચાલિતવીતરાગસ્વભાવ જ સર્વ જીવોનાં દુઃખોનો નાશ કરી અક્ષય સુખને લીલા માત્રમાં આપી શકે છે. એટલે પૂર્ણસુખ મેળવવા માટે પ૨માં ૨મણતારૂપ અજ્ઞાન દોષ ટાળવા સિવાય બીજું કાંઈ કરવું પડે તેમ નથી. આ વસ્તુની પૂર્ણશ્રદ્ધા જેઓની બુદ્ધિમાં ઊતરી છે તેઓના હૈયામાં સદા સર્વદા પંચપરમેષ્ઠિઓનો વાસ છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોએ જે આજ્ઞાઓ ફરમાવી છે, તે તમામનો એકમાત્ર હેતુ શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતોને હૃદયમાં સ્થિર કરવા તે છે. સર્વ પ્રકારના સમ્યજ્ઞાન અને સર્વ પ્રકારની સમ્યક્ ક્રિયાઓનો હેતુ શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને આત્મસાત્ કરવાનો છે. તે જ જ્ઞાન સમ્યજ્ઞાન છે અને તે જ ક્રિયા સમ્યક્રિયા છે કે જે જીવને પરમેષ્ઠિમય બનાવે છે. સમજણ વિના બધું નકામું છે તેથી સમજણ લાવવા માટે અને સમજણ આવ્યા બાદ અક્ષયસુખની પ્રાપ્તિ માટે નિરંતર શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં મગ્ન બનવું જોઈએ અને તે માટે સતત પ્રયત્નશીલ રહેવું જોઈએ. પરમેષ્ટિભક્તિ ૨૧૯ Page #262 -------------------------------------------------------------------------- ________________ तहवि मम हुज्ज सेवा भवे भवे तुम्ह चलणाणं । “અવર ન ધંધો આદર, નિશદિન તોરા ગુણ ગાઉં રે'. “મુક્તિથી અધિક તુજ ભક્તિ મુઝ મન વસી. આ બધી પંક્તિઓ સાચી ભક્તિની ઘાતક છે, પરમેષ્ઠિભક્તિના ઘરની છે. તાત્પર્ય એ છે કે સાચી સમજણવાળાઓને શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની ભક્તિ સિવાય બીજે ક્યાંય રસ હોતો નથી. પુણ્યના ઉદયકાળમાં પણ તેઓનું અંતર શ્રી પરમેષ્ઠિભગવંતમાં લીન હોય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના ધ્યાનથી સર્વ ઈચ્છિત પ્રાપ્ત થવા સાથે મુક્તિ મળે જ છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને અંતરમાં સ્થિર કરવા તે ધર્મકળા છે. સર્વ કળાઓમાં સૌપ્રથમ શીખવા જેવી ધર્મકળા છે. ચૌદ વર્ષની નાની વયે મયણાસુંદરીએ આ ધર્મકળા સિદ્ધ કરી હતી અને જગત સમક્ષ પ્રત્યક્ષ કરી બતાવી હતી. આ ધર્મકળા સર્વકળાઓમાં શિરોમણિ છે. આ ધર્મકળા સિદ્ધ થયા પછી સિદ્ધપદ હાથવેંતમાં ગણાય. પછી દુન્યવી કોઈપણ સિદ્ધિની લવલેશ ખેવના મનમાં રહે નહિ. જેણે સંસારની અસારતા જાણી છે અને શ્રી પંચ પરમેષ્ઠિભગવંતોની શક્તિને પિછાણી છે, તેનું શરીર સંસારમાં હોય તોપણ તેનો ભાવ શ્રી પરમેષ્ઠિભગવંતોમાં જ હોય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નિષ્કપટ ભાવથી પ્રાર્થના કરો કે “હે ભગવંતો! મને સાચો માર્ગ બતાવો.' સાચા હ્મયથી આ પ્રાર્થના કરનારને સત્ય માર્ગની પ્રાપ્તિ તરત થાય છે અને મુક્તિની દિશામાં તેની ગતિ વેગીલી બને છે. શ્રી પંચપરમેષ્ઠિઓને હૈયામાં ઉતારવાની કળા જેને પ્રાપ્ત થઈ છે તેનાં જ્ઞાન અને ક્રિયા સમ્યફ છે. યાદ રહે કે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનાં દ્ધયમાં “સર્વ' છે એટલે તેમને દ્ધયમાં વસાવનારના દયમાં સર્વને આપોઆપ સ્થાન મળી જ જાય છે. પરમેષ્ઠિભગવંતો સાથે અભેદ સાધવાની કળા સાધીને જ આપણે બધા સકળ સુખના સ્વામી બની શકીશું. પ્રત્યેકધર્મક્રિયાના કોઈ દેશક પ્રેરક હોય છે, તે શ્રી અરિહંતરૂપ છે. પ્રત્યેકધર્મક્રિયાનું પ્રયોજન અવિનાશીપણાની પ્રાપ્તિ હોય છે તે સિદ્ધરૂપ છે. પ્રત્યેકધર્મક્રિયા સદાચારરૂપ હોવાથી આચાર્ય સ્વરૂપ છે. પ્રત્યેક ધર્મક્રિયા શ્રુતજ્ઞાનપૂર્વક હોવાથી ઉપાધ્યાયરૂપ છે. પ્રત્યેકધર્મક્રિયામાં બીજાની સહાય લેવાય છે કે બીજાને સહાય અપાય છે તેથી સાધુરૂપ છે. આમ પ્રત્યેક ધર્મક્રિયાની પાછળ શ્રી પંચપરમેષ્ઠિતત્ત્વ પાંચ સમવાયની જેમ કામ કરી રહ્યા છે. તેથી શ્રી પંચપરમેષ્ઠિભગવંતો સદા પૂજ્ય છે કૃતજ્ઞતાપૂર્વક આરાધ્ય છે. શાસ્ત્રોક્ત કોઈપણ ધર્મક્રિયા કરતી વખતે આ રીતનું પ્રણિધાન રહે તો તે ક્રિયામાં અનેરો ભાવોલ્લાસ પ્રગટે છે અને અવિનાશી આત્માની અનુભૂતિ માટેની ભૂમિકાએ પહોંચાય છે. આ રીતે શ્રી પંચપરમેષ્ઠિ સર્વવ્યાપી છે. ૨૨૦ E 2લોક્યદીપક મહામંત્રાધિરાજ Page #263 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર અને તેનો પ્રભાવ નમસ્કાર એ બીજાનો પરિચય પ્રાપ્ત કરવાનું પરમ સાધન છે. એકબીજાનું ઉચિત સન્માન કરવું તે શાસ્ત્રોક્ત કર્તવ્ય છે. નમસ્કાર બીનજરૂરી છે, અનાવશ્યક છે એમ માનનાર અવિચારક છે તે Æયની દરિદ્રતાને સૂચવે છે, પોતામાં રહેલી શ્રેષ્ઠતાની ખામીને સૂચવે છે. ગુરુજનોને નમસ્કાર કરવામાં અપમાન, દીનતા કે નાનપ નથી. શ્રેષ્ઠપુરુષ જ બીજાને પોતાનાથી શ્રેષ્ઠ માનીને નમસ્કાર કરે છે અને એમાં જ એની મોટપ રહેલી છે. ધર્મશાસ્ત્રો કહે છે કે મહાપુરુષોનાં ચરણોમાં એક દિવ્ય આત્મશક્તિનો પ્રવાહ વહેતો હોય છે. તે નમસ્કાર કરનારને અતિ લાભપ્રદ અને પુણ્યપ્રદ નીવડે છે. એ કારણે ગુરુજનોને નમસ્કાર કરવો તે માનવજીવનનું શ્રેષ્ઠ કર્તવ્ય મનાય છે. જીવદ્રવ્યના તિરસ્કારોરૂપી ઝેરને સમગ્ર મનમાંથી નિચોવી નાંખવાનું અદ્વિતીય સાધન નમસ્કાર છે. તિરસ્કાર કરવાથી, તિરસ્કાર કરનાર સ્વયં તિરસ્કૃત થાય છે. અર્થાત આપમેળે આત્મભાવથી ભ્રષ્ટ થાય છે. શેય પદાર્થોના તિરસ્કારના પરિણામ સ્વરૂપ પોતાના આત્માનો જ તિરસ્કાર થાય છે. જ્યારે વિવેકપૂર્વકના નમસ્કારથી નમસ્કાર કરનારમાં આત્મભાવ પ્રગટે છે, આત્મપ્રીતિ પ્રગટે છે. બીજા પ્રત્યેની કઠોરતાનું નમસ્કાર દ્વારા કોમળતામાં રૂપાંતર થાય છે, તેથી પરસ્પર સાચી નિકટતા સધાય છે. બત્રીસે દાંત કઠોર છે, તીક્ષ્ણ છે, તે બધાંની વચ્ચે એક જીભ દીર્ઘકાળ સુધી હેમખેમ રહી શકે છે, તેનું કારણ તેની સ્વાભાવિક કોમળતા છે, મૃદુતા છે. તેમ નમસ્કારનિષ્ઠ આત્મા પણ આ સંસારમાં કોઈ જીવને ખેદ પમાડ્યા સિવાય ધર્મધ્યાનાદિમાં સ્વસ્થ રહી શકે છે. ધર્મના ત્રણ હેતુ ભક્તિપૂર્વક શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનું સ્મરણ, ભાવથી સર્વ જીવોનું હિતચિંતન અને સર્વ પદાર્થો ઉપરની મારાપણાની બુદ્ધિનો ત્યાગ-એ ત્રણ ધર્મના હેતુ બને છે. “નમો' રૂપી સરિતા નમો'રૂપી સરિતા, અરિહંતરૂપી સાગરમાં ભળે ત્યારે નમસ્કાર સાર્થક થયો કહેવાય. નમસ્કારને ગણનાર પ્રત્યેક સમ્યગ્દષ્ટિ જીવ મોક્ષરૂપી સાગરમાં પોતાની જીવરૂપી નદીને ભેળવી દઈ સ્વયં સાગરરૂપ થવાનો અભ્યાસ કરે છે. ઉદકબિંદુ સાગરમાં ભળે તો સાગર થઈ જાય છે. નમસ્કારરૂપી ઉદકબિંદુ અરિહંતરૂપી સાગરમાં ભળી જાય તો અક્ષય બની જાય. નમસ્કાર અને તેનો પ્રભાવ છે. ૨૨૧ ૨૨૧ S Page #264 -------------------------------------------------------------------------- ________________ ૭ આગમોનો અર્ક : નમામિ અને નમામિ શa/ નમામિ' અને “ખમામિ' આ બે શબ્દો શ્રી જિનાગમોના અર્કસમાન છે. જીવમાં રહેલું શુદ્ધત્વ નમનીય છે અને અશુદ્ધત્વ ખમનીય છે. જીવત્વ આદરણીય છે અને કર્મને કારણે આવેલું જડત્વ ક્ષત્તવ્ય છે. જીવરાશિના બે વિભાગ છે: ધર્મ પામેલા અને ધર્મ નહિ પામેલા. ધર્મને પામેલા જીવોની સાથે “નમ' શબ્દપ્રયોગ સાર્થક છે ધર્મ નહિ પામેલ જીવોની સાથે “ ઉમરે ' શબ્દપ્રયોગ સાર્થક છે. “મિનિ એટલે પોતાના કરેલા અપરાધોની ક્ષમાપના અને તે જીવોના પોતાના પ્રત્યે થયેલા અપરાધોને પણ સહન કરવાની વૃત્તિ. જીવમાત્ર પ્રત્યે એક “ નમામિ ” અને બીજો “ રવમાનિ ” એ બે શબ્દોનો વ્યવહાર હોવો જોઈએ. શાસ્ત્રોક્ત આરાધકભાવ નમન અને ' શબ્દોમાં રહેલો છે. नमामि सव्व-जिणाणं, खमामि सव्व-जिवाणं । નમન ' શબ્દ સુકૃતાનુમોદનના અર્થમાં છે અને મને ' શબ્દ દુષ્કૃતગના અર્થમાં છે. દુષ્કતગઈ અને સુકૃતાનુમોદનાપૂર્વક ચતુદશરણ-ગમન એ ભવ્યત્વ-પરિપાકનું પરમ સાધન છે. ઉપકારના બદલામાં “જિ અને અપકારના બદલામાં “ મને ”નો પ્રયોગ સર્વ જીવો સાથે ઔચિત્યનું પાલન કરાવે છે. ઔચિત્યગુણના પાલનથી આત્મકલ્યાણનો માર્ગ સુલભ બને છે. આત્માનું સ્વરૂપ જોવા માટે શ્રી અરિહંતાદિ ચારનું આલંબન છે. તેમના સ્મરણથી આત્મસ્વરૂપનું સ્મરણ થાય છે અને આત્મસ્વરૂપનું સ્મરણ કલ્યાણનું નિધાન બને છે. આત્મસ્વરૂપ સર્વ ગુણોની ખાણ છે અને સર્વ પ્રકારના શુભ પર્યાયોની ઉત્પત્તિનું નિધાન છે. સ્વરૂપરમણતા એ મોક્ષનું અનન્ય કારણ છે. સ્વરૂપ રમણતાનું સાધન અરિહંતાદિ ચારનું સ્મરણ છે. ભાવથી થતું શ્રી અરિહંતાદિ ચારનું સ્મરણ એ જીવસ્વરૂપનું જ સ્મરણ હોવાથી જીવને વિશ્રાંતિનું પરમસ્થાન છે. કહ્યું છે કે जीयात्पुण्यांगजननी, पालनी-शोधनी च मे । हंसविश्रामकमलश्रीः सदेष्टनमस्कृतिः ॥१॥ અર્થ:- પુણ્યરૂપી શરીરને પેદા કરનાર, પુણ્યરૂપી શરીરનું પાલન કરનાર અને પુણ્યરૂપી શરીરનું શોધન કરનાર તથા જીવરૂપી હંસને વિશ્રાંતિ આપવા માટે કમળના વનની શોભાને ધારણ કરનાર એવી શ્રીપંચપરમેષ્ઠિની નમસ્કૃતિ સદા જયવંત વર્તો. અહીં શ્રી પંચપરમેષ્ઠિની નમસ્કૃતિ જ ચતુદશરણગમનરૂપ છે, નિશ્ચયથી આત્મસ્વરૂપરમણતા પણ એ જ છે અને મોક્ષનું અનંતર કારણ પણ એ જ છે. દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણનો વિકાસ કરનારા સામાયિક, ચઉવિસલ્યો અને ગુરુવંદનનું આરાધન આ ત્રણ આવશ્યકો એક નમામિ પદમાં સમાઈ જાય છે. “ખમામિ' પદમાં પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પચ્ચક્કાણ એ ત્રણ આવશ્યકો સમાઈ જાય છે. પ્રતિક્રમણથી શુદ્ધ ન થયેલા દોષોની શુદ્ધિ માટે કાયોત્સર્ગ, અને એ બન્નેથી શુદ્ધ ન થઈ શકે એવા દોષોની શુદ્ધિ માટે પચ્ચખ્ખાણ આવશ્યક છે. IN ૨૨૨ LETTER રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #265 -------------------------------------------------------------------------- ________________ નમામિ'માં ઉપકારી તત્ત્વો પ્રત્યે કૃતજ્ઞતા છે. “ખમામિ'માં અપકાર માત્રની ક્ષમાપના છે. નમામિ' અને “ખમામિ' જેના જીવનમાં નથી તેને શુભધ્યાનનો અભાવ છે. કૃતજ્ઞતાને સ્થાને કૃતજ્ઞતા અને પરોપકારને સ્થાને પરાપકારનું સેવન ચાલુ છે. તે બન્ને આર્તધ્યાનના જ નહિ કિન્તુ રૌદ્રધ્યાનના પણ ઉત્પાદક છે; તેથી બન્ને પ્રકારનાં અશુભધ્યાનને રોકી, બંને પ્રકારનાં શુભધ્યાનનું સેવન કરાવનાર છ એ પ્રકારના આવશ્યકના સંગ્રહરૂપ “નમામિ” અને “ખમામિ એ બંને ગુણો ક્ષણે ક્ષણે આરાધ્ય છે. જીવત્વનું મૂલ્ય કોઈપણ અવસ્થામાં રહેલો જીવ તેના જીવત્વને કારણે તેટલો મૂલ્યવાન છે, જેટલો સિદ્ધ ભગવંતનો જીવ મૂલ્યવાન છે. એ રીતે જીવ તત્ત્વની ઓળખાણ થયા પછી તેના પ્રત્યેનો ભાવ કદી પણ ઓછો થતો નથી. શ્રી અરિહંતપરમાત્માઓ જેવદ્રવ્યનું મૂલ્યાંકન કરનારા હોવાથી તેમને સર્વ જીવો સરખા મૂલ્યવાળા, સરખા માનને યોગ્ય લાગતા હોય છે. આપણામાં એ દષ્ટિ પરમેષ્ઠિનમસ્કાર વડે વિકસે નિર્જરા અને પુણ્ય શ્રી નવકારમાં નિર્જરા અને પુણ્ય ઉભય છે. ગુણી પ્રત્યે નમ્રતારૂપી વિનય એ આત્યંતર તપ હોવાથી નિર્જરા સ્વરૂપ છે અને ગુણીને સન્માનનું દાન થાય છે તેથી તે પુણ્યબંધનો હેતુ બને છે. આચારવાનને અને અભયદાતાને સન્માન આપવું એ જ બુદ્ધિનું સાચું ફળ છે. પરહિતચિંતા પોતાના જ ધ્યાનમાં રોકાવાની અનાદિકાળથી વળગેલી લાલસાઓ જીવને પરહિતચિતાથી દૂર રાખે છે. નિષ્કારણકરુણાસિંધુ શ્રી અરિહંતપરમાત્માની કરુણાના પ્રણિધાનના પ્રભાવે સ્વાર્થનું ધ્યાન જેમ-જેમ નાનું થતું જાય છે, તેમ તેમ આત્મભાવ આગળ આવતો જાય છે અને આત્મભાવ આગળ આવતો જાય છે તેમ-તેમ પાપકર્મો અને કષાયોનું જોર ઘટતું જાય છે. કષાયોનું જોર ઘટતું જાય છે એટલે જીવનમાં સમરસતા ફેલાય છે. તે સમરસતામાં જીવમાત્રના કલ્યાણની ભાવનાના મૃદુ સૂર સ્વાભાવિકપણે ગૂંજતા હોય છે. આત્માને વળગેલો “હું હું પણાનો ભાવ ભવભ્રમણનું કારણ છે. સર્વ જીવના હિતને ભાવ આપવાથી આત્મા ઉપરની “હું” ની પકડ ઢીલી પડવા માંડે છે. આગમોનો અર્ક ૨૨૩ Page #266 -------------------------------------------------------------------------- ________________ શ્રી પંચપરમેષ્ઠિમય અનુષ્ઠાન શ્રી તીર્થંક૨ પ૨માત્માએ પ્રરૂપેલા પ્રત્યેક અનુષ્ઠાનમાં પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે પાંચેય પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ થઈ જ જાય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનાં સ્મરણ યુક્ત અનુષ્ઠાન જ મોક્ષનું કારણ બની શકે છે. પ્રત્યેક અનુષ્ઠાનમાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતો કઈ રીતે પ્રતિષ્ઠિત છે તેની સ્પષ્ટતા : ૧. અઢીદ્વીપમાં જ્યાં જ્યાં જે જે અનુષ્ઠાન થાય છે તેના પ્રકાશક શ્રી અરિહંત પરમાત્મા પોતે હોય છે, એટલે અનુષ્ઠાનના આરંભ સાથે જ શ્રી અરિહંત સંકળાયેલા હોઈને તેમનું મંગળકારી સ્મરણ થાય છે. આ રીતે પ્રથમપદનું સ્મરણ થાય છે. ૨. શ્રી અરિહંતપરમાત્માએ પ્રરૂપેલા પ્રત્યેક અનુષ્ઠાનનું લક્ષ્ય સિદ્ધપદ હોય છે. સકળ કર્મનો ક્ષય કરીને સિદ્ધપદને પામવાનું હોય છે. આ રીતે અનુષ્ઠાનમાં બીજા પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ થાય છે. ૩. દરેક અનુષ્ઠાન આચાર સ્વરૂપ છે. વળી વર્તમાનમાં એ અનુષ્ઠાનોનો બોધ કરાવનાર આચાર્યભગવંત જ છે. તેમ જ અનુષ્ઠાન પરંપરાને ટકાવી રાખનારા પણ ભૂતકાળમાં થઈ ગયેલા સમર્થ આચાર્યભગવંતો જ છે. એ રીતે ત્રીજા પદે બિરાજમાન આચાર્યભગવંતનું સ્મરણ અનુષ્ઠાનમાં થાય છે. ૪. અનુષ્ઠાન ત્યારે સનુષ્ઠાન બને કે જ્યારે તે વિધિ અને વિનયપૂર્વક કરવામાં આવે. આ વિધિ અને વિનયના પ્રતીક પૂ. ઉપાધ્યાયભગવંતો છે અને તેમની એ આરાધના રીતિ (વિનય) ને અનુસરીને જ આપણાં અનુષ્ઠાન સનુષ્ઠાન બનતાં હોય છે. આ રીતે અનુષ્ઠાનમાં ચોથા પદે બિરાજેલા ઉપાધ્યાયભગવંતનું સ્મરણ પણ થાય છે. ૫. અનુષ્ઠાનની સફળતા ત્યારે જ છે કે જ્યારે એ અનુષ્ઠાન નહિ કરનારને આપણે સહાયક બનીએ. એક અનુષ્ઠાનને ત્રણકરણપૂર્વક ક૨વા માટે પણ બીજાને ધર્માનુષ્ઠાનમાં સહાયક થવું જ પડે છે. ‘સહાય કરે એ સાધુ’ એ વાક્યનો મર્મ ધર્માનુષ્ઠાન કરનારે આ રીતે ઝીલવાનો રહે છે. મતલબ કે ધર્મકરણમાં બીજાને સહાયક બનીને સાધુપદનું પણ સ્મરણ કરીએ છીએ. દૂધમાં ઘી ની જેમ સકળ અનુષ્ઠાનોમાં આ રીતે શ્રી પંચપરમેષ્ટિભગવંતો ઓતપ્રોત છે. ચતુઃ શરણનો પ્રભાવ ચતુઃશરણ વડે ચાર કષાયોનો ક્ષય થાય છે, મૈત્યાદિ ચાર ભાવનાઓ પોષાય છે અને ક્ષમાદિ ચાર ગુણો પ્રગટે છે. શ્રી અરિહંતનું શરણ ક્રોધનો નાશ કરે છે તથા મૈત્રીભાવને અને ક્ષમાગુણને વિકસાવે છે. શ્રી સિદ્ધભગવંતનું શરણ માનનો નાશ કરે છે તથા પ્રમોદભાવને અને નમ્રતાગુણને વિકસાવે છે. શ્રી સાધુભગવંતનું શરણ માયાનો નાશ કરે છે તથા કારુણ્યભાવને અને સરળતાગુણને વિકસાવે છે. ધર્મનું શરણ લોભનો નાશ કરે છે તથા માધ્યસ્થ્યભાવને અને સંતોષ ગુણને વિકસાવે છે. ૨૨૪ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #267 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમંત્રના આરાધક બનવા માટેની પૂર્વતૈયારી નમસ્કારમંત્ર એ શ્રુતજ્ઞાન છે, ચૌદપૂર્વનો સાર છે. ચૌદપૂર્વ એટલે સમગ્ર શ્રુત જ્ઞાનના પાંચ ભેદ છે. મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળ. એ પાંચ જ્ઞાનમાં ચાર મૂંગાં છે, શ્રુતજ્ઞાન સ્વ-પપ્રકાશક છે. શ્રુતજ્ઞાન પોતાનું સ્વરૂપ જણાવે છે અને બીજાનું સ્વરૂપ પણ જણાવે છે. બીજા ચાર જ્ઞાનનું સ્વરૂપ જો જાણવું હોય તો પણ શ્રુતજ્ઞાનથી જ જાણી શકાય છે. પદ્રવ્ય, નવતત્ત્વ, જડ-ચેતન કે સમગ્ર વિશ્વનું અને લોકાલોકનું જ્ઞાન શ્રુતજ્ઞાનથી થઈ શકે છે, તેથી જિનશાસનમાં શ્રુતજ્ઞાનને પરમ ઉપકારક માન્યું છે. શ્રુતજ્ઞાન ભણવું જોઈએ, ભણાવવું જોઈએ, લખવું જોઈએ, લખાવવું જોઈએ, સંગ્રહ કરવું જોઈએ, રક્ષણ કરવું જોઈએ અને તેની ભક્તિના જેટલા પ્રકાર છે તે બધા પ્રકારે શ્રુતજ્ઞાન અને શ્રુતજ્ઞાનીની આરાધના કરવી જોઈએ. તેથી જ્ઞાનાવરણકર્મ નાશ પામે છે અને પરિણામે જીવ કેવળજ્ઞાનનો અધિકારી બને છે. આજે ચૌદપૂર્વો અને બારમા અંગનો વિચ્છેદ છે. અગિયાર અંગ પણ ઘણા વિશાળ પ્રમાણમાં હતા, તે પણ ટૂંકા પ્રમાણમાં રહ્યાં છે. જો કે આપણા માટે તો તે પણ વિશાળ ગણાય. ૧૧ અંગ, ૧૨ ઉપાંગ, દ છેદ, ૪ મૂળ, ૧૦ પન્ના, નંદી-અનુયોગદ્વાર એમ કુલ ૪૫ આગમ આજે વિદ્યમાન છે. તેના ઉપર ટીકા, ભાષ્ય, ચૂર્ણિ, નિર્યુક્તિ વગેરે બધાનો જે સરવાળો કરીએ તો આજે પણ સંસ્કૃત, પ્રાકૃત, ગુજરાતી, હિન્દી વગેરે ભાષામાં લાખો શ્લોકો પ્રમાણ શાસ્ત્ર વિદ્યમાન છે. તે બધું ભણવું જોઈએ. જો બધું ન ભણી શકાય તો પોતાની શક્તિ પ્રમાણે રોજ ૫-૧૦ ગાથા જેટલું અથવા છેવટે ઓછી શક્તિવાળાએ એક ગાથા કે અડધી ગાથા જેટલું પણ નવું ભણવું જોઈએ એ રીતે પણ શાસ્ત્રસ્વાધ્યાય કરવો જોઈએ. નવકારમંત્ર શ્રુતજ્ઞાનનો સાર છે, તેથી તેને ગણવાથી તથા તેનો સ્વાધ્યાય કરવાથી પણ શ્રુતજ્ઞાનની આરાધના થાય છે અને જ્ઞાનાવરણીયકર્મ ખપે છે, જ્ઞાનાવરણીયકર્મ ખપવાથી આપણા આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થાય છે. આત્માના શુદ્ધસ્વરૂપનું જ્ઞાન થવાથી મોહનીયકર્મનો ક્ષય થાય છે. મોહનીયકર્મનો ક્ષય થવાથી અંતરાયકર્મ આદિ કર્મોનો પણ નાશ થાય છે અને તેથી જીવ (ઘાતી કર્મ ખપવાથી) કેવળજ્ઞાનને પામવાનો અધિકારી બને છે. પછી અઘાતી કર્મ પણ ખપાવીને સિદ્ધપદ પામે છે. બીજું કાંઈ ન બની શકે તોપણ શ્રુતજ્ઞાનની આરાધના માટે દરેક આરાધકે રોજ ઓછામાં ઓછા ૧૦૮ નવકાર એકાગ્રચિત્તે, બહુમાનપૂર્વક પવિત્ર ભાવથી ગણવાનો અભ્યાસ પાડવો જોઈએ. તેનું ફળ મોટું છે. પરંપરાએ કેવળજ્ઞાન અને મુક્તિ મળે છે. જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી ઉત્તરોત્તર દેવ-મનુષ્યનાં ચઢિયાતાં સુખોનો અનુભવ કરી, દેવ-ગુરુ-શાસ્ત્ર-સંઘ-સાધર્મિક આદિની ભક્તિ કરી, દીનદુઃખી જીવોનો ઉદ્ધાર કરી, પુણ્યાનુબંધી પુણ્યના પ્રભાવે છેવટે તે આત્મા મુક્તિનાં અવ્યાબાધ સુખનો સ્વામી બને છે. આત્માના અનંત ગુણો છે. તેમાં મુખ્યગુણ “જ્ઞાન” છે. જ્ઞાનમાં પણ “શ્રુતજ્ઞાન' મુખ્ય છે. તેની આરાધના કરવાનું સૌથી સુલભ સાધન નવકારમંત્ર છે. SN નમ. આ. બનવા માટેની પૂર્વતૈયારી ૨૨૫ NN Page #268 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકારમંત્રની વિધિપૂર્વક અર્થભાવના સહિત આરાધના કરવાથી અંતરાયાદિ દુષ્કર્મોનો ક્ષય થાય છે, ધર્મમંગળની વૃદ્ધિ થાય છે, બુદ્ધિ નિર્મળ થાય છે, દાન-દયાદિનાં પરિણામ વૃદ્ધિ પામે છે, તેમ જ જીવ સમાધિ-મરણ અને બોધિલાભનો અધિકારી થાય છે. જન્મની સાથે મરણ જોડાયેલું છે. નવકારમંત્રની આરાધના મરણને સુધારે છે. મરણની પછી નવો જન્મ લેવો પડે છે. ત્યાં નવકારમંત્રના પ્રભાવે જિનધર્મની પ્રાપ્તિ થાય છે, તે બોધિલાભ છે. આવા અનેક અને અચિંત્ય લાભોનું કારણ હોવાથી નવકારમંત્ર ઉપર સૌએ આદરવાળા બનવું જોઈએ. આપણે જોયું કે જ્ઞાન એ આત્માનો મુખ્ય ગુણ છે. તે જ્ઞાનના પાંચ પ્રકાર છે. તેમાં શ્રુતજ્ઞાન સ્વ-પરપ્રકાશક હોવાથી મુખ્ય છે. શ્રુતજ્ઞાન ચૌદપૂર્વ અને બાર અંગસ્વરૂપ છે અને તે સાગર જેટલું વિશાળ છે. બે ભુજાવડે સ્વયંભૂરમણ સાગરનો પાર પામવો દેવસહાયવડે હજુ પણ શક્ય છે, પણ દેવ-ગુરુની ભક્તિ વિના પોતાના પ્રયત્નથી શ્રુતસાગરનો પાર પામવો અશક્ય છે. શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે દેવ-ગુરુને પ્રણામ એ જ શ્રુતસાગરને પાર પામવાનો ઉત્તમ ઉપાય છે તે દેવ-ગુરુને પ્રણામ નમસ્કાર મંત્ર વડે થાય છે, તેથી તેને ભણવો જોઈએ અને ગુરુ પાસે વિધિપૂર્વક પ્રહણ કરવો જોઈએ. તે માટે ઉપધાનતપ કરવું જોઈએ. આજે શ્રી નવકારમંત્રનાં ઉપધાન થાય છે, તેમાં ૧૮ દિવસ સુધી ગુરુનિશ્રાએ પૌષધમાં રહી ૧૨ા ઉપવાસનો તપ કરવો પડે છે. એ તપની સાથે રોજ સવાર-સાંજ એમ બે વખત પ્રતિક્રમણ-પ્રતિલેખન, ચાર વખત દેવવંદન, એકસો લોગસ્સનો કાયોત્સર્ગ અને એકસો ખમાસમણ, ગુરુવંદન, વ્યાખ્યાનશ્રવણ આદિ શાસ્ત્રોક્ત ક્રિયા કરવી પડે છે. રોજ બે હજાર નવકારનો જાપ લાગલાગત અઢાર દિવસ સુધી થયા પછી જીવ નમસ્કારમંત્રનો સાચો અધિકારી બને છે. તેટલો તપ કરવાની શક્તિ આદિ જેનામાં ન હોય, તે તપ કરવાની ભાવના Æયમાં રાખીને પણ નવકારમંત્રનો અધિકારી બને છે. અર્થાત્ નવકારમંત્ર ગણી શકે છે, પરંતુ જ્યારે શક્તિ અને સામગ્રી મળે ત્યારે તે તપ પૂર્ણ કરી આપે છે. આ બધું શા માટે? શ્રુતજ્ઞાનની આરાધના માટે દ્વાદશાંગ શ્રુતજ્ઞાન જે ન ભણી શકે તેને પણ દ્વાદશાંગના સારરૂપ નમસ્કારમંત્રને ભણવાદ્વારા શ્રુતજ્ઞાનનો આરાધક બનવાની સરળ સામગ્રી શાસ્ત્રકારોએ બતાવી છે. તે સામગ્રીમાં ઉપધાનતપ પણ છે. ઉપધાનતપ વડે જીવ નવકારમંત્રનો અધિકારી બને છે. વળી નવકારમંત્રમાં એવું શું છે કે જેથી તેને ચૌદપૂર્વ અને બાર અંગનો સાર કહ્યો? તેમાં દેવ-ગુરુને પ્રણામ છે. દેવ-ગુરુને સાચા ભાવથી નમસ્કાર કરનાર સંસારસાગરનાં પારને પામી જાય છે. સંસારસાગર ગમે તેટલો ભયંકર હોય પણ જેની પાસે “ભાવનમસ્કાર' છે તેને તે કંઈ કરી શકતો નથી. પ્રશ્ન-નમસ્કારમાં આટલું બધું સામર્થ્ય શાથી? ઉત્તર-એવું સામર્થ્ય જેને નમસ્કાર કરવામાં આવે છે તે દેવ-ગુરુમાં રહેલું છે. અરિહંત અને સિદ્ધ એ “દેવ' છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ “ગુરુ” છે. “દેવે તે દેવ' અને દિખાવે તે ગુરુ.” આપણા આત્માનું શુદ્ધવરૂપ દેખાડનાર ગુરુતત્ત્વ છે અને પમાડનાર દેવતત્ત્વ છે. શાસ્ત્રો કહે છે કે પોતાના આત્માને ઓળખો. જેણે આખા જગતને ઓળખું પણ પોતાને ન ઓળખ્યો તેણે કાંઈ જ ઓળખ્યું નથી. જે બધાનાં નામ જાણે અને પોતાનું નામ ભૂલી જાય તે વ્યવહાર માટે નાલાયક ગણાય છે. તેમ આખી દુનિયાની બધી વાત જાણે પણ પોતાની જાતને ન જાણે તે મોક્ષ માટે અનધિકારી છે. ૨૨૬ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Eid Page #269 -------------------------------------------------------------------------- ________________ પોતાની જાત આઠ કર્મથી બંધાયેલી છે એટલું જ નહિ પણ કર્મના આવરણ નીચે જે શુદ્ધસ્વરૂ૫ રહેલું છે તે અરિહંત અને સિદ્ધસમાન છે, એવો બોધ આપણને નવકારમંત્ર કરાવે છે. કર્મનું આવરણ છે એવો બોધ નમ્રતા શિખવાડે છે અને એ આવરણ નીચે શુદ્ધસ્વરૂપ રહેલું છે, એવું શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન નિર્ભયતા અપાવે છે. નવકારમંત્રના પહેલાં “નમો' પદવડે એક બાજુ નમ્રતા-વિનયગુણ કેળવાય છે અને બીજી બાજુ નિર્ભયતા-નિશ્ચિતતાગુણ વિકસે છે. જે તેના અર્થની ભાવનાપૂર્વક “નમો પદ બોલાય તો એક જ “નમો પદ વડે આપણાં દુષ્કતોની નિંદા થાય છે, અરિહંત પરમાત્મા આદિ પાંચેય પરમેષ્ઠિભગવંતોનાં સુકૃતોની અનુમોદના થાય છે અને તે બે થવા વડે આપણા આત્માના શુદ્ધસ્વરૂપનું શરણ અર્થાત્ સ્મરણ-ધ્યાન વગેરે સહજસાધ્ય બને છે. પરમાત્મસ્વરૂપને પામેલા અરિહંત અને સિદ્ધભગવંતો તથા પરમાત્મસ્વરૂપ પામવા માટે સદા ઉદ્યમશીલ એવા આચાર્ય, ઉપાધ્યાય અને સાધુભગવંતોને વારંવાર નમસ્કાર કરવા વડે પાપપ્રકૃતિઓનો ક્ષય થાય છે, પુણ્યપ્રકૃતિઓની પુષ્ટિ થાય છે અને પાપ અને પુણ્યથી પર એવા શુદ્ધ આત્મસ્વરૂપની નજીક જવાય છે. બધાં શાસ્ત્રો આત્મજ્ઞાન કરાવવા માટે છે અને એ જ કાર્ય નમસ્કારમંત્રથી પણ થાય છે, તેથી નવકારમંત્રને બધાં શાસ્ત્રોનો સાર કહ્યો છે તે યથાર્થ છે. આ રીતે અર્થની વિચારણાપૂર્વક શાન્ત ચિત્તે, એકાગ્ર મનથી, શ્રદ્ધા અને ભક્તિપૂર્વક રોજ નવકારમંત્રનું સ્મરણ કરનારો આ ભવ-પરભવમાં અનેક માંગલિક માળાઓ અને સુખોની પરંપરા મેળવી નિર્વિઘ્નપણે સંસારસાગરના પારને પામી જાય છે. સર્વજ્ઞદષ્ટિથી જોઈને અને જાણીને શાસ્ત્રકારભગવંતોએ નવકારમંત્રનું આ માહાભ્ય દર્શાવ્યું છે. તેને જે કોઈ શ્રદ્ધાપૂર્વક સ્વીકારે છે અને પોતાના આત્માને નવકારમંત્રથી ભાવિત કરે છે તે માનવજન્મ, જૈન કુળ અને તેમાં દુર્લભ એવી ધર્મસામગ્રીને સફળ કરી સદ્ગતિને સાધી જાય છે. નવકારમંત્રવડે દેવ-ગુરુનું શરણ સ્વીકારાય છે અને દેવ-ગુરુનું શરણ અચિંત્ય પ્રભાવવાળું હોવાથી જીવને નિર્ભય બનાવે છે. જૈનમતમાં દેવ વીતરાગ છે અને ગુરુ નિગ્રંથ છે. વીતરાગદેવ ગુણકર્ષવાન હોવાથી અચિંત્યશક્તિવાળા છે અને તેઓ અચિંત્યશક્તિવાળા હોવાથી સર્વ મનોવાંછિત પૂરનાર છે. નિગ્રંથગુરુ મોહ-મમતારહિત, સર્વ સાવઘના ત્યાગી તથા સર્વ જીવો પ્રત્યે સમાન હિતના આશયવાળા હોવાથી દેવોને પણ પૂજનીય છે. તે બે તત્ત્વો જ જગતને વિનાશના માર્ગે જતું અટકાવી રહ્યાં છે. તેઓએ કહેલો અને આચરેલો ધર્મ જ જગતને આલંબનરૂપ છે, તેથી તે બે તત્ત્વોની ભક્તિ પરમ કર્તવ્ય છે. તેને દર્શાવનારો મંત્ર સર્વ મંત્રોમાં શ્રેષ્ઠ છે, તેથી સર્વને આદરવાલાયક છે. શ્રી વીતરાગદેવનું સ્વરૂપ વર્ણવતાં શાસ્ત્રોમાં કહ્યું છે કે'अचिंतसत्तिजुत्ता हि ते भगवंतो वीयरागा, सव्वन्नु, परमकल्लाणा, परमकल्लाणहेउ सत्ताणं ।' ભાવાર્થ - તે ભગવંતો વીતરાગ છે, અચિંત્ય શક્તિવાળા છે, સર્વજ્ઞ-સર્વદર્શી છે, પરમકલ્યાણરૂપ છે અને પ્રાણીઓને પરમકલ્યાણના હેતુ છે. વીતરાગ હોવાથી અચિંત્ય શક્તિવાળા છે. આત્માની શક્તિને આવરણ કરનાર રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષ જેઓના નષ્ટ થયા છે, તેઓની આત્મશક્તિ પ્રગટ થયેલી હોય છે. SN નમ. આ. બનવા માટેની પૂર્વતૈયારી છે. ૨૨૭ પS * ફક A B કે if it Tif fitfre Page #270 -------------------------------------------------------------------------- ________________ તે આત્મશક્તિ સર્વજ્ઞસ્વરૂપ છે, પરમસુખસ્વરૂપ છે. જેઓ સ્વયં સર્વજ્ઞ અને સર્વશક્તિમાન હોય, તેઓ પોતે અવ્યાબાધ સુખસ્વરૂપ પણ હોય અને તેઓનો આશ્રય લેનાર જે કોઈ હોય તેને અવ્યાબાધ સુખની પ્રાપ્તિમાં હેતુભૂત પણ થાય છે. સાકર મીઠી છે તેથી તે ખાનારનું મોટું પણ મીઠું થાય છે. અઢાર દોષ નાશ પામવાથી જેઓ વીતરાગ સ્વરૂપ થયેલા છે. તેઓની ભક્તિ કરનાર પણ તેઓના પ્રભાવે દોષરહિત બને છે. શાસ્ત્રો કહે છે કેજે જિન ભકતે નવી થયું રે, તે બીજાથી કેમ થાય રે, એવું જે મુખે ભાખીએ રે, તેની વચનશુદ્ધિ કહેવાય રે, (સમ્યક્ત્વના સડસઠ બોલની સઝાય, ઢાળ ચોથી). સરાગીની ભક્તિ નિષ્ફળ છે, વીતરાગની ભક્તિ સફળ છે, આ શુદ્ધ અને સત્ય વચન છે. જે સામર્થ્ય વીતરાગમાં છે તે તેઓની ભક્તિ કરનાર ભક્તમાં પણ ઉત્પન્ન થાય છે. સરાગી દેવ-દેવીઓની ભક્તિ જ ફળે પણ વીતરાગ કંઈ કરે નહિ એમ એકાન્તપણે બોલવું તે શાસ્ત્રવિરુદ્ધ છે. શાસ્ત્રો તો એમ કહે છે કે – સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓમાં પણ ભક્તનાં મનોવાંછિત પૂર્ણ કરવાનું જે સામર્થ્ય આવે છે તે વીતરાગદેવની ઉપાસનાનું ફળ છે. સમ્યગ્દષ્ટિ દેવ-દેવીઓનાં વ્હાયમાં વીતરાગદેવ પ્રત્યે જે ભક્તિભાવ ભર્યો છે અને તેના પ્રભાવે તેમને જે શક્તિ મળે છે, તેના ફળરૂપે તેઓ ભક્તનું યત્કિંચિત્ પણ કલ્યાણ કરી શકે છે. શક્તિનો સ્ત્રોત વીતરાગતા છે, તેનું મૂળ નિર્ચથતા છે. નિર્ગથતા એટલે રાગસહિત દશામાં પણ વીતરાગભાવ ટકાવી રાખવો. ઘાતિકર્મોનો ક્ષય થયા પછી જે વીતરાગતા આવે છે તે કાયમ રહે છે, સહજ બને છે. તેને ટકાવી રાખવા માટે પછી પ્રયત્નની અપેક્ષા રહેતી નથી. જેમ ક્રોધનાં નિમિત્તોના અભાવમાં ક્ષમા રાખવી સુલભ છે, પણ ક્રોધનાં નિમિત્તોના ભાવમાં ક્રોધને આધીન ન થવું અને ક્ષમાભાવને ટકાવી રાખવો એમાં વધુ કષ્ટમય પ્રયત્ન છે; તેમ જેઓના રાગ-દ્વેષ, મોહ આદિ દોષો હજુ ક્ષય પામ્યા નથી અને દોષવાળી અવસ્થામાં પણ દોષોને નહિ સેવવા માટે જેઓ સાવધ છે, તેઓ વીતરાગ ન હોવા છતાં પણ વીતરાગ જેવા છે. એ દષ્ટિએ નિગ્રંથપણાનું મહત્ત્વ પણ ઘણું છે. નમસ્કારમંત્રનાં પ્રથમ બે પદોમાં વીતરાગતાની ભક્તિ છે અને પછીનાં ત્રણ પદોમાં નિગ્રંથતાની ભક્તિ છે. નિગ્રંથતા પણ વીતરાગતામુખી હોવાથી અચિંત્ય શક્તિયુક્ત છે અને તે પણ વીતરાગતાની ભક્તિની જેમ જ ભક્તના પાપોનો નાશ કરવાની અને ભક્તિનું એકાન્ત મંગળ અને કલ્યાણ કરવાની શક્તિ ધરાવે છે, તેથી જ નવકારમંત્રની ચૂલિકામાં “ો વંવ મુવારે સવ્વપાવપIII” કહ્યું છે. એમ પાંચેય ને કરેલો નમસ્કાર સરખા ફળને આપનારો થાય છે. અરિહંત અને સિદ્ધને કરેલો નમસ્કાર જેમ સર્વ પાપોનો નાશ કરે છે, તેમ આચાર્ય, ઉપાધ્યાય અને સાધુને કરેલો નમસ્કાર પણ સમસ્ત પાપોનો નાશ કરે છે. વીતરાગ સ્વયં વીતરાગ છે અને નિગ્રંથ વિતરાગ ન હોવા છતાં પરાક્રમથી વીતરાગતુલ્ય છે. તેથી ભક્તને ફળ આપવામાં સરખું સામર્થ્ય ધરાવે છે. વીતરાગની ભક્તિ જેમ વિતરાગતાને અપનાવનારી થાય છે. તેમ નિગ્રંથની ભક્તિ પણ પરંપરાએ વીતરાગતાને અપાવનારી થાય છે. જિનશાસન વીતરાગતા અને નિર્ગથતાનું પૂજક છે, તેનો અર્થ રાગ-દ્વેષના અને અહ-મમતાના વિજેતાઓનું પૂજક છે. જિન એટલે રાગ-દ્વેષને જીતનારા, અહં અને મમતાનો નાશ કરનારા. તેઓનું શાસન તે ૨૨૮ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #271 -------------------------------------------------------------------------- ________________ જિનશાસન. તેઓનો અનુયાયી તે જૈન. અનુયાયી એટલે કે જેઓએ અહં અને મમ તથા રાગ-દ્વેષને સંપૂર્ણ જીત્યા છે અને જીતવા માટે જેઓ સતત પ્રયત્નશીલ છે, તેઓનું જ બહુમાન કરનારો, તેઓનો જ આદર કરનારો અને તે ધ્યેયની સિદ્ધિ માટે જ જીવનારો તે ‘જૈન' કહેવાય છે. તે કારણે પંચપરમેષ્ઠિને નમસ્કારરૂપ નમસ્કારમહામંત્ર જૈનોનો મૂળ . મંત્ર છે. તેને મહામંત્ર માનીને જિનશાસનમાં આબાલવૃદ્ધ સર્વ કોઈ તે મહામંત્રનું આરાધન કરે છે. ભક્તિ-બહુમાનપૂર્વક થતું એ ‘‘આરાધન’’ જૈનમાત્રને વીતરાગપદની પ્રાપ્તિ માટે કોલક૨ા૨રૂપ બની જાય છે. નમસ્કારમંત્રનું આરાધન કરનાર બાહ્ય દૃષ્ટિથી રાજા હોય યા ચંક હોય, તેનો તેને અહંકાર કે રંજ હોતો નથી, કેમ કે તે કર્મકૃત ભાવો છે અને નમસ્કારમંત્ર તેને તત્કાળ યા પરંપરાએ કર્મમાત્રના બંધનમાંથી છોડાવનાર છે એવી તેને ખાતરી હોય છે. તેથી તે સુખમાં વિસ્મય કે દુઃખમાં દૈન્ય ધારણ કરતો નથી, પરંતુ બંને અવસ્થામાં પોતાની સમસ્થિતિ જાળવી શકે છે. મનની સમસ્થિતિ જાળવી રાખવી એ જ કર્મક્ષયનો અમોઘ ઉપાય છે. શાસ્ત્રો તેને ‘સામાયિક’ શબ્દથી સંબોધે છે. સર્વ તીર્થંકરોએ સામાયિકધર્મને જ પરમધર્મ કહ્યો છે. શરીરનાં અને મનનાં સર્વ પ્રકારનાં દુઃખોનો સંપૂર્ણ રીતે નાશ ક૨વાના સમર્થ ઉપાય તરીકે સામાયિકધર્મને સંબોધેલ છે. નમસ્કારમંત્રમાં સર્વવિરતિ સામાયિકધર્મને પામેલાને નમસ્કાર છે, તેથી તેને ગણનાર શ્રુતસામાયિક અને સમકિતસામાયિકનું આરાધન કરનારો થાય છે. : સામાયિક ચાર પ્રકારનાં કહ્યાં છે ઃ શ્રુત, સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ. પહેલાં ત્રણ સામાયિક ગૃહસ્થોને પણ હોય છે. છેલ્લું સર્વવિરતિ સામાયિક સાધુને હોય છે. નવકારમંત્રમાં જેને નમસ્કાર ક૨વામાં આવે છે, તે પાંચેય પરમેષ્ઠિઓ સર્વવિરતિ સામાયિકને ધારણ કરનારા હોય છે. સામાયિકધર્મનું બહુમાન હોવાથી તેઓને નમસ્કાર કરનારો પણ સમકિતસામાયિક અને શ્રુતસામાયિકનો આરાધક બને છે. સર્વવિરતિ કે દેશવિરતિસામાયિકનું મૂળ સમકિતસામાયિક અને શ્રુતસામાયિક છે, તેથી નમસ્કારમંત્ર દ્વારા ભવ્ય જીવ તે બે સામાયિકની પ્રાપ્તિ કરે છે. અર્થાત્ એ બે સામાયિકની આડે આવનારાં કર્મોનો ક્ષય કરે છે અને પરિણામે તે બે સામાયિકોનો સંપૂર્ણ આરાધક બની સકલ કર્મોનો ક્ષય કરી, પરમાત્મપદની પ્રાપ્તિ ક૨ના૨ો થાય અંતરાયનો નાશ શ્રી નવકા૨નો જાપ શરૂ થાય છે એટલે મન આસ્તે આસ્તે તેના ભાવમાં સમાઈ જવા માંડે છે, એટલે કે મનનું સ્થાન શ્રી નવકારના ભાવને મળી જાય છે. મન, ભાવ નમસ્કારમાં પરિણત થાય છે. એટલે મનને આધીન વિચારોમાં પણ મહાસત્ત્વ ઝળહળવા માંડે છે, વિચારોનું મહાસત્ત્વ આપણી સમગ્રતાને પવિત્ર કરતું કરતું વર્તનરૂપે બહાર આવે છે અને સર્વપાપપ્રણાશક ભૂમિકા આત્મા પ્રાપ્ત કરે છે. આપણી સમગ્રતા વાટે શ્રી નવકારજાપજન્ય જે આંદોલનો વિસ્તરે છે તેમાં એટલું બધું ઓજસ હોય કે તેની સામે ગમે તેવો ભૌતિક અંતરાય ક્ષણવાર પણ ટકી શકતો નથી, પછી ભલે તે હિમવંતપર્વત જેવડો હોય કે સોનાના મેરુ જેટલો મોટો હોય. નમ. આ. બનવા માટેની પૂર્વતૈયારી ૨૨૯ Page #272 -------------------------------------------------------------------------- ________________ (આગમદષ્ટિએ) શ્રી નવકારનો મહિમા અપરંપાર છે અને તે શ્રી તીર્થંક૨દેવ અને ગણધરભગવંતોના શ્રીમુખે ગવાયેલો છે, પૂર્વધરો અને શ્રુતધરોની વાણીથી પ્રશંસાયેલો છે, શ્રી આચાર્યો, વાચકો, પ્રવર્તકો અને સ્થવિરોના ઉપદેશોથી પ્રચારાયેલો છે અને સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા વડે બહુમાનપૂર્વક આરાધાયેલો છે. ભદ્રક પરિણતિ, નિપુણમતિ, માર્ગાનુસારી અને ગુણાનુરાગી જીવો વડે જેનો મહિમા આદરપૂર્વક શ્રવણ કરાયેલો છે તે નવકા૨ને જાણવાની ઉત્કટ ઈચ્છા પ્રત્યેક લઘુકર્મી, પરિત્તસંસારી, સુલભબોધી અને આસનમુક્તિગામી જીવને અવશ્ય થાય. શ્રી નવકારનો અધિકારી શ્રી નવકા૨ એ નવપદોનો સમુદાય છે. એનાં પાંચ પદો મૂળમંત્રસ્વરૂપ છે. પછીનાં ચાર પદો મૂળમંત્રનો વાસ્તવિક પ્રભાવ સૂચવનાર મૂળમંત્રની ચૂલિકાસ્વરૂપ છે. ચૂલિકાસહિત મૂળમંત્ર ‘‘પંચમંગલ-મહાશ્રુત-સ્કંધ'' કહેવાય છે. મૂળમંત્રમાં પંચપરમેષ્ઠિને નમસ્કાર હોવાથી તેને “પંચપરમેષ્ઠિનમસ્કાર'' પણ કહેવાય છે. ૫૨મેષ્ઠિઓનો નમસ્કાર મહામંગલરૂપ હોવાથી તેને ‘‘પંચમંગલ’’ એ ટૂંકા નામથી પણ સંબોધવામાં આવે છે. નવકારનું ટૂંકમાં આ બાહ્યસ્વરૂપ છે, તેનું આંતર સ્વરૂપ ઘણું વિશાળ છે. શ્રી નવકા૨નું ખરું માહાત્મ્ય તેના આંતરસ્વરૂપમાં રહેલું છે. નવકારનું બાહ્યસ્વરૂપ શબ્દાત્મક છે, તેનું આંતરસ્વરૂપ અર્થાત્મક છે. શબ્દને જો દેહના સ્થાને કલ્પીએ તો અર્થ તેના પ્રાણના સ્થાને છે. અર્થને જો દેહના સ્થાને કલ્પીએ તો શબ્દ તે દેહની છાયાના સ્થાને છે. છાયાનું મૂલ્ય દેહના આધારે છે, પ્રાણ વિનાનો દેહ શબવત્ છે અને દેહ વિનાની છાયા શૂન્યવત્ છે. છે અર્થને કહેનાર શ્રી અરિહંતભગવંત છે, શબ્દને ગૂંથનાર શ્રી ગણધ૨ભગવંત છે. શ્રી અરિહંતદેવો ગુરુ તો શ્રી ગણધરદેવો શિષ્ય છે. એ અપેક્ષાએ અર્થને ગુરુસ્થાને અને શબ્દને શિષ્યસ્થાને પણ કલ્પી શકાય. એક સ્થળે અપેક્ષાભેદે એથી ઊલટું પણ કહ્યું છે. રાજા સરિખું સૂત્ર છે, મંત્રી સરિખો અર્થ જિનજી ! એમાં એકે હેલિઓ, દીયે સંસાર અનર્થ, જિનજી ! તુજ વયણે મન રાખીયે. (પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત ૩૫૦ ગાથાનાં સ્તવન ઢાળ ૯) અહીં સૂત્રને એટલે શબ્દને રાજાની ઉપમા આપી છે અને અર્થને મંત્રીની ઉપમા આપી છે તથા તે બેમાંથી એકની પણ અવગણના ક૨ના૨ને અનર્થનું કારણ થાય છે એમ કહ્યું છે. આ વાત નિર્યુક્તિકાર, ભાષ્યકાર, ચૂર્ણિકાર, અને ટીકાકારોએ ગણધરગુંફિત સૂત્રના કરેલા અર્થને ઉદ્દેશીને કહેલી છે. અરિહંતભાષિત અર્થને સૂત્રમાં ગૂંથનાર શ્રી ગણધરભગવંતના શબ્દને ઉદ્દેશીને તો ત્યાં કહ્યું છે કે છાયા નર ચાલે ચલે, રહે થિતિ તસ જેમ, જિનજી ! સૂત્ર અર્થ ચાલે ચલે, રહે થિતિ તસ તેમ, જિનજી ! તુજ વયણે મન રાખીયે. ૨૩૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #273 -------------------------------------------------------------------------- ________________ સૂત્ર એ છાયા છે અને અર્થ એ પુરુષ છે જેમ પુરુષ ચાલે તેમ તેની છાયા ચાલે છે અને સ્થિર રહે તેમ સ્થિર રહે છે. તેવી જ રીતે અર્થરૂપી પુરુષ ચાલે તેમ સૂત્રરૂપી છાયા ચાલે છે તથા અર્થરૂપી પુરુષ જો સ્થિર રહે તો સૂત્રરુપી છાયા પણ સ્થિર રહે છે. અર્થ અને સૂત્રની આ ચર્ચા સાંભળીને બેમાંથી કોઈ એકની કોઈ એકાન્તવાદી અવગણના કરી ન બેસે એ કારણે શાસ્ત્રકારમહર્ષિઓએ બંનેની સમાન ઉપયોગિતા બતાવવા માટે ફરમાવ્યું છે કે અંધ પંગુ જેમ બે મલે, ચાલે ઈચ્છિત ઠાણ, જિનજી! સૂત્ર અરથ તેમ જાણીયે, કલ્પ ભાષ્યની વાણ. જિનાજી તુજ વયણે મન રાખીયે. “સૂત્ર” અંધ છે અને “અર્થ પંગુ છે. અંધ અને પંગુ જો પરસ્પર મળે તો ઈચ્છિત સ્થાને પહોંચી જાય છે, તેમ સૂત્ર અને અર્થ બન્ને મળીને જ ઈચ્છિત સ્થાન પ્રાપ્ત કરાવે છે. બેમાંથી એકની પણ અવગણના ઈચ્છિત સ્થાનની પ્રાપ્તિમાં પ્રતિબંધક બને છે. નવકારને અર્થથી કહેનાર શ્રી અરિહંતભગવંત છે, સૂત્રથી ગૂંથનાર શ્રી ગણધર ભગવંત છે. એ અપેક્ષાએ અહીં અર્થને પ્રાણ અને સૂત્રને દેહની ઉપમા અથવા અર્થને જીવંત દેહ અને સૂત્રને માત્ર તેની છાયાની ઉપમા આપી છે. નવકારની છાયા અને દેહ આપણે જોયો. હવે તેના અર્થરૂપી દેહને અથવા પ્રાણને જોવા માટે આપણે એના પ્રત્યેક પદમાંથી નીકળતા અર્થને તપાસીએ. નવકારનું પ્રથમ પદ “નો ગઢિંતા” છે. તેમાં ત્રણ પદો અને સાત અક્ષરો છે. એ સાત અક્ષરોનો મહિમા બતાવતાં કહ્યું છે કેसप्तक्षेत्रीव सफली सप्तक्षेत्रीव शाश्वती । सप्ताक्षरीयं प्रथमा, सप्त हन्तु भयानि मे ॥८॥ (શ્રી નમસ્કારમાહાત્મ-સિદ્ધસેનસૂરિકૃત) અર્થ-જિનપ્રતિમાદિ સાત ક્ષેત્રોની જેમ સફળ અને ભરતાદિ સાત ક્ષેત્રોની જેમ શાશ્વત એવી આ પ્રથમ સપ્તાક્ષરી મારા સાત ભયોને દૂર કરો. પ્રથમપદના સાત અક્ષરોમાંના એકેક અક્ષરમાં એકેક ભયને દૂર કરવાનું સામર્થ્ય રહેલું છે એટલું જ નહિ પણ તે પ્રત્યેક અક્ષર સાત ક્ષેત્રોની જેમ શાશ્વત અને સફળ છે. પ્રથમપદના ત્રણ શબ્દોમાં પ્રથમશબ્દ “નમો છે, બીજો “ગર' છે અને ત્રીજો “દંત છે. તેમાં પ્રથમ “નો પદનો અર્થ નમસ્કાર છે. નમસ્કાર એક પ્રકારની ક્રિયા છે. જે ક્રિયાવડે ભક્તિ દર્શાવાય, શ્રદ્ધા વ્યક્ત કરાય અને પૂજ્યભાવ પ્રગટ થાય તે ક્રિયાને નમસ્કાર કહેવાય છે. આ ક્રિયા કેટલી ઉચ્ચ છે તેનું માપ કાઢવું હોય તો ત્રણ રીતે નીકળી શકેઃ એક તો તેના હેતુ ઉપરથી, બીજું તેના સ્વરૂપ ઉપરથી અને ત્રીજું તેના પરિણામ ઉપરથી. કોઈ પણ વસ્તુને જો પૂર્ણપણે સમજવી હોય તો તેની કારણ, કાર્ય અને સ્વરૂપ આ ત્રણેય અવસ્થાનું જ્ઞાન મેળવવું જોઈએ. સ્વરૂપ અવસ્થા વર્તમાનકાલીન છે, કારણઅવસ્થા ભૂતકાલીન છે અને કાર્યવસ્થા કે ફલાવસ્થા આગામીકાલીન છે. નમસ્કારરૂપી ક્રિયાનાં કારણ, સ્વરૂપ અને ફળ કેટલાં ઉચ્ચ છે તે જાણવાથી જ “નમો’ પદના વાસ્તવિક અર્થનો ખ્યાલ આવી શકે. (૧) કારણઅવસ્થા શાસ્ત્રકાર ભગવંતો ફરમાવે છે કે નમસ્કારરૂપી ક્રિયાનું કારણ નમસ્કારવરણીય શ્રી નવકારનો અધિકારી ૨૩૧ Page #274 -------------------------------------------------------------------------- ________________ કર્મનો ક્ષયોપશમ છે. તે કર્મનો ક્ષયોપશમ મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, દર્શનમોહનીય અને વિર્યાન્તરાયકર્મ એ ચારેયના ક્ષયોપશમની અપેક્ષા રાખે છે. એટલે આ નમસ્કારની ક્રિયાની પ્રાપ્તિ તેને જ થાય છે કે જેણે મોહનીયકર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ ખપાવીને એક કોડાકોડી સાગરોપમથી પણ ઓછી કરી હોય. મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાનને આવરણ કરનારા કર્મો પણ ઘણા અંશમાં હઠાવ્યાં હોય તથા વીર્યન્તરાયકર્મને પણ બહુ અંશમાં ખપાવ્યું હોય, ત્યારે તેને શ્રી નવકારના પ્રથમપદની અને તેના પ્રથમ અક્ષરની શબ્દથી, અર્થથી કે ક્રિયાથી પ્રાપ્તિ થાય છે. કર્મની આટલી મોટી સ્થિતિ ખપાવવા માટે કેવળ અકામનિર્જરા નહિ પણ જીવને સકામનિર્જરા કરવી પડે છે અને સકામનિર્જરા માટે નિરાગ્રહવૃત્તિ, માર્ગાનુસારી બુદ્ધિ, દયાળુતા, વિનીતતા, જિતેન્દ્રિયતા, ન્યાયસંપન્નતા વગેરે ગુણો કેળવવા પડે છે. પછી જ તે અપૂર્વકરણ વડે ગ્રન્થિભેદ કરીને સમ્યગ્દર્શન પામે છે અને ભાવથી પરમેષ્ઠિનમસ્કારનો અધિકારી થાય છે. શાસ્ત્ર કહ્યું છે કે અભવ્ય જીવને દ્રવ્યથી પણ આ નમસ્કારની પ્રાપ્તિ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તોડ્યા વિના થતી નથી. ““ઘર્ષણ-ઘૂષણ' ન્યાયે મોહનીયાદિ કર્મોની અંતઃ કોડાકોડી જેટલી સ્થિતિ થયા વિના કોઈને પણ આ નમસ્કારની ભાવથી કે દ્રવ્યથી પણ પ્રાપ્તિ સંભવિત નથી. આ થઈ નમસ્કારની કારભાવસ્થાની વિચારણા. (૨) સ્વરૂપ અવસ્થા: નમસ્કારની ક્રિયા વડે થતી વેશ્યાવિશુદ્ધિ એ નમસ્કારનું સ્વરૂપ છે. આ સ્વરૂપ ઘણું ઉદાત્ત છે. દ્રવ્યલેશ્યા પુદ્ગલસ્વરૂપ છે અને ભાવલેશ્યા અંતઃકરણનું પરિણામ છે. નમસ્કાર વડે અંતઃકરણનાં પરિણામ નિર્મળ બને છે અને ઔદાર્યાદિ ગુણોની વૃદ્ધિ થાય છે. જેવી લેશ્યાથી જીવ મરે તેવી તેની ગતિ થાય છે. (૩) ફલઅવસ્થા: વિશુદ્ધ લેગ્યાથી મરનારની ઊર્ધ્વગતિ થાય છે તેથી નમસ્કારનું ફળ સિદ્ધિગતિની પ્રાપ્તિ છે. જ્યાં સુધી સિદ્ધિગતિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી દેવ અને મનુષ્યોના ભવોની પરંપરાએ જીવ સકળ કલેશથી નિવૃત્તિરૂપ પરમનિર્વાણને પામે છે. “નમો' પદનો આ અર્થ છે. એ અર્થને સમજાવવા માટે અનેક પર્યાય શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. તેમાંનો એક અર્થ ‘પૂજા' છે. નમસ્કાર એટલે પૂજા, ભક્તિ, બહુમાન વગેરે એ બધા સમાનાર્થક શબ્દો છે. પૂજા' દ્રવ્ય-ભાવ ઉભય સંકોચરૂપ છે. હાથ, પગ, મસ્તકાદિ શરીરનાં અવયવોનો સંકોચ તે દ્રવ્યસંકોચ છે અને મનનો વિશુદ્ધ પરિણામ તથા બહુમાનવાળો વિશુદ્ધ અધ્યવસાય તે “ભાવસંકોચ છે. હવે “અરિ” અને “હંત' એ બે શબ્દોનો અર્થ વિચારીએ. “અરિ’ શબ્દ શત્રુ અર્થમાં છે. જીવને શત્રુભૂત આઠ કર્મનો સંચય તે “અરિ' છે અને તે “અરિ-શત્રુઓને જેઓએ મૂળથી હણી નાખ્યા છે તે “અરિહંત' છે. અર્થાત કર્મ અને તેના કારણભૂત કષાયોનો જેમણે મૂળથી નાશ કર્યો છે તે “અરિહંત' કહેવાય છે. પ્રથમ પરમેષ્ઠિ સ્વરૂપ હોવાથી તેઓ “અરહંત' છે તથા મુક્તિગામી હોવાથી “અસ્તૃત” પણ છે. એ રીતે અરિહંત, અરહંત અને અર્પત એ ત્રણેય અવસ્થાઓને ધારણ કરનારાઓને નમસ્કાર તે “નમો અરિહંતાણં' પદનો અર્થ નમો સિદ્ધાણં' આદિ પદો પણ તેઓનાં વિશેષણરૂપ છે. એ રીતે પંચપરમેષ્ઠિસ્વરૂપ અરિહંતોને નમસ્કાર અથવા એ પાંચેય પદોમાં રહેલા સર્વ પરમેષ્ઠિભગવંતોને નમસ્કાર સર્વ પાપનો પ્રણાશ કરનાર છે અને જગતમાં જેટલાં ધર્મમંગળ છે તેમાં સર્વોત્કૃષ્ટ મંગળ છે. મંગળ' વિપ્નનાશક છે તેથી સર્વ વિઘ્નોનો નાશક છે તથા “મંગળ' સર્વ અભીષ્ટ વસ્તુઓને મેળવી આપનાર છે તેથી સર્વ ઈષ્ટનો પ્રાપક છે. G ૨૩૨ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #275 -------------------------------------------------------------------------- ________________ ૦ શ્રી નમરકારનો અધિકારી (યોગદષ્ટિએ) (૧) યમ-સમિતિ, ગુપ્તિથી યુક્ત અથવા મૂળગુણો અને ઉત્તરગુણોના પાલનસહિત સાધક શ્રી નવકારમહામંત્રનો અધિકારી બને છે. મૂળગુણો અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ છે. અહિંસા"ના પરિપાકથી સાધકના અંતઃકરણમાં નિર્વેરબુદ્ધિનો ઉદય થાય છે. તેની અસર અન્ય પ્રાણીઓ ઉપર પણ તેવી થાય છે. “સત્ય” ના પરિપાકથી વાણી અમોઘપણાને પામે છે, “અસ્તેય'ના પરિપાકથી ઉત્કૃષ્ટ ભોગ્યપદાર્થોની પ્રાપ્તિ થાય છે, “બ્રહ્મચર્ય' ના પરિપાકથી અંતઃકરણાદિના ઉત્કૃષ્ટ સામર્થ્યનો લાભ થાય છે અને “અપરિગ્રહ' ના પરિપાકથી ભૂત-ભવિષ્યના બનાવોને જાણવાનું સામર્થ્ય પ્રગટે છે. આ તેના આનુષંગિક અથવા ગૌણ ફળો છે. મુખ્ય ફળ તો યોગાભ્યાસ કરવાની યોગ્યતા આવે છે, તે છે. (૨) નિયમ-ઉત્તરગુણોને નિયમ પણ કહેવાય છે. સાધકને સકામધર્મથી રોકી, નિષ્કામધર્મમાં પ્રવૃત્તિ કરાવનાર પાંચ પ્રકારની ક્રિયાઓ “નિયમો' શબ્દથી સંબોધાય છે. યમાભ્યાસના પરિપાક વિના નિયમાભ્યાસ સારી રીતે થઈ શકતો નથી. ૧ઃ શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણ વગેરેને પવિત્ર રાખવા તે “શૌચ' છે. શરીરાદિની અશુચિ એકાગ્રતાની વિરોધી છે. શરીરને પવિત્ર રાખવું તે “બાહ્યશૌચછે, અંતઃકરણને પવિત્ર રાખવું તે “આંતરશૌચ' છે અને આંતરશૌચને બાધ ન પહોંચે તે રીતે બાહ્યશૌચને આચરવો તે “શૌચધર્મ' છે. બાહ્યશૌચના પરિપાકથી સ્વશરીરમાં જુગુપ્સા અને અન્ય શરીરનો રાગપૂર્વક ઉપભોગ કરવાની ઈચ્છા નાશ પામે છે. આંતરશૌચના પરિપાકથી ઇન્દ્રિયજય અને આત્મસાક્ષાત્કાર કરવાની અંતઃકરણની યોગ્યતા પ્રાપ્ત થાય રઃ ન્યાયપૂર્ણ વ્યવહારથી પ્રાપ્ત થતાં સાધનોમાં મનને તૃપ્ત રાખવું તે “સંતોષ'' છે. પ્રાપ્તસાધનોથી અધિકની તૃષ્ણા રાખનાર પ્રાપ્તનો ઉપભોગ કરી શકતો નથી અને અસંતોષ વડે નિરંતર વિષાદયુક્ત રહે છે. સંતોષના પરિપાકથી તૃષ્ણાનો ઉચ્છેદ થઈ ચિત્તમાં વિક્ષેપના અભાવરૂપ શ્રેષ્ઠ સુખનો અનુભવ થાય છે. ૩ઃ આહારને નિયમમાં રાખવો, દિવસમાં એકવાર પરિમિત ભોજન કરવું, સ્વશક્તિ અનુસાર ઉપવાસાદિ કરવા અને શરીર, ઇન્દ્રિયો તેમજ અંતઃકરણને વશ રાખવાં તે “તપ” કહેવાય છે. વિવેકયુક્ત તપ વડે અંતઃકરણના સાત્ત્વિક સામર્થ્યની વૃદ્ધિ થાય છે અને યોગમાં વિઘ્ન કરનાર અંતઃકરણના કુસંસ્કારો દૂર થાય છે. તપ વિના ઐહિકકાર્યની પણ સિદ્ધિ થતી નથી તો પછી યોગાભ્યાસની સિદ્ધિ કેવી રીતે થાય? તપના અનુષ્ઠાનનો પરિપાક થવાથી શરીર, ઇન્દ્રિયો અને અંતઃકરણની અશુદ્ધિ દૂર થાય છે અને તેમનામાં અલૌકિક સામર્થ્યનો આવિર્ભાવ અનુભવાય છે. વિવેકપૂર્વક તાત્ત્વિક શુદ્ધ તપ મોક્ષમહેલનો સુદંર પાયો શ્રી નમસ્કારનો અધિકારી ૨૩૩ Page #276 -------------------------------------------------------------------------- ________________ દેવપૂજન, ગુરુભક્તિ તથા બ્રહ્મચર્ય અને અહિંસાનું પાલન વગેરે (શરીર સંબંધી) કાયિક તપ છે. સત્ય, પ્રિય, હિત, મિત, પથ્ય વચન બોલવું અને મોક્ષમાર્ગનું અધ્યયન કરવું તે વાચિક તપ છે. સર્વ પ્રાણીઓનું હિતચિંતન, મનની તત્ત્વચિંતનમાં એકાગ્રતા, માયારહિત વ્યવહાર વગેરે માનસિક તપ છે. ફલેચ્છાનો ત્યાગ કરી એકાગ્ર મન વડે પરમશ્રદ્ધાપૂર્વક ત્રણેય પ્રકારનાં તપ કરવાં તે તાત્ત્વિક તપ છે. શુભભાવના પણ એક પ્રકારનો તપ છે. જ્યારે શરીર રોગી બને, ઇન્દ્રિયોનું સામ્થ ઘટે, પ્રિય પદાર્થનો વિયોગ થાય, અનિષ્ટ પ્રાણી-પદાર્થનો સંયોગ થાય અને મૃત્યુનું આવાગમન થાય ત્યારે તે મારાં અશુભકર્મોના ક્ષય માટે અને ચઢતી સ્થિતિ થવાનાં સાધનરૂપ છે એવી ભાવના પણ એક પ્રકારનું અત્યંતરતપ છે. ૪: આગમશાસ્ત્રનું શુદ્ધઉચ્ચારપૂર્વક, અર્થ, રહસ્ય અને જ્ઞાનસહિત અધ્યયન કરવું અથવા ગુરુદત્તમંત્રનો અધિકાર મુજબ કોઈ પણ વાણી વડે જપ ક૨વો તથા પરમાત્મામાં મનને એકાગ્ર રાખવું તે ‘‘સ્વાધ્યાય છે.’’ સ્વાધ્યાયના પરિપાક વડે ઈષ્ટદેવનો સાક્ષાત્કાર તથા તેઓની સાથે સમાપત્તિ-અભેદાનુભવ થઈ શકે છે. ૫ઃ આત્મપ્રીત્યર્થે જ સર્વકર્મ કરવાં અને સ્વાર્થવૃત્તિનો ઉચ્છેદ કરવો તે ‘‘ઈશ્વર પ્રણિધાન'' છે. કર્તાપણાનું અભિમાન અને કર્મના ફળની ઈચ્છા એ બેનો ત્યાગ કરવાની સાથે કર્તવ્યબુદ્ધિથી શુભકર્મ કરવાનો અભ્યાસ પાડવાથી ચિત્તના વિક્ષેપો દૂર થવા માંડે છે અને જ્યારે તેનો પરિપાક થાય છે ત્યારે સાધક પોતાના ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરે છે. (૩) આસન-પોતાના શરીરના કોઈ પણ અવયવને પીડા ન થાય તથા પોતાનું શરીર અચલ એટલે સ્થિર ૨હે, એવી રીતે પોતાના શરીરને રાખીને બેસવું તે ‘‘આસન’' કહેવાય છે. યમનિયમનો અભ્યાસ ન્યૂનાધિકપણે પણ પરિપક્વ થયા વિના યોગનું અંગભૂત આસન સિદ્ધ થઈ શકતું નથી. આસનો ઘણા પ્રકારનાં છે, તેમાં યોગાભ્યાસ માટે ચા૨ આસનો ઉપયોગી છે. સિદ્ધાસન, પદ્માસન, સ્વસ્તિકાસન અને શિષ્ટાસન. એ સિવાય સર્વાંગાદિ અન્યઆસનોમાંથી કેટલાંક આસનો પ્રાણનો જય કરવામાં ઉપયોગી છે અને કેટલાંક શરીરના રોગોને દૂર ક૨વામાં તથા કાયાને નીરોગી રાખવામાં ઉપયોગી છે. શિષ્ટપુરુષો જેવી ૨ીતે પલાંઠી વાળીને બેસે છે તેવી રીતે પલાંઠી વાળીને બેસવું તે શિષ્ટાસન કહેવાય છે. આસનાભ્યાસમાં બેઠા પછી પગ, હાથ, ધડ, ડોક અને મસ્તકને અસાધારણ પ્રયોજન વિના ચલાયમાન કરવાં નહિ. આસનના અભ્યાસ વખતે નેત્રવૃત્તિને, બંને નેત્રદ્વારા નીકળતી અંતઃકરણની વૃત્તિસહિત નાસાગ્ર ઉ૫૨ અથવા ભૂમધ્યમાં રાખવી. દિવસે પરિમિત અને પથ્ય આહાર લેવો. મન, વાણી, નેત્ર અને શરીરથી બ્રહ્મચર્ય પાળવું. શરીર, ઇન્દ્રિય અને અંતઃક૨ણને શ્રમ જણાય તેવું કાર્ય કરવું નહિ. અનંત (આકાશ અથવા શેષ) માં ચિત્તને અભેદભાવે રાખવાથી આસનનો જય શીઘ્ર થાય છે, એક પ્રહર સુધી ચારમાંનું કોઈપણ એક આસન શરીરનાં અવયવોને પીડા વિના, મનને વ્યથા થયા વિના અને હાલ્યા-ચાલ્યા વિના જ્યારે રાખી શકાય ત્યારે આસન સિદ્ધ થયું સમજવું. શ્રદ્ધા અને ઉત્સાહ વિશેષ હોય તો જલદી, અન્યથા લાંબા કાળે આસનની સિદ્ધિ થાય છે. આસનજયથી શીતોષ્ણ, ક્ષુધા-તૃષા, હર્ષ-શોકાદિ દ્વંદ્વો પૂર્વની પેઠે પરિતાપ ઉપજાવતાં નથી. પ્રાણવાયુની ગતિ અને રુધિરાભિસરણ યથાયોગ્ય થવા લાગે છે. શરીરના સ્થૂલપણારૂપ તમોગુણ નાશ પામે છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. ધાતુસામ્ય થઈ શરીર નીરોગી બને છે. ચાંચલ્યરૂપ રજોગુણ શિથિલ થવાથી ઇન્દ્રિયોનો બાહ્ય વેગ મંદ પડે છે અને અંતઃકરણ કંઈક અંશે નિર્મળ થાય છે. બીજી રીતે આસનનો વિચાર નીચે મુજબ છે. સિદ્ધપુરુષોના ચિત્તની જેવી પોતાના આત્મામાં અચળ સ્થિતિ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૨૩૪ Page #277 -------------------------------------------------------------------------- ________________ છે, તેવી પોતાના ચિત્તની અચળ સ્થિતિ, પ્રયત્નપૂર્વક આત્મામાં સંપાદિત કરવી તે આધ્યાત્મિક ‘સિદ્ધાસન' છે. પદ્મ જેમ જળમાં નિર્લેપ રહે છે તેમ જ્ઞાન વડે મનને સંસારથી નિર્લેપ રાખવું તે ‘પદ્માસન’ છે. પરમાત્મા કલ્યાણ ક૨ના૨ છે તેથી તેઓના લક્ષ્યસ્વરૂપમાં પ્રયત્નપૂર્વક મનની સ્થિતિ રાખવી, તે ‘સ્વસ્તિકાસન' છે. શિષ્ટો જેવી રીતે સત્શાસ્ત્રના સિદ્ધાન્તોનું અનુસરણ કરે છે તેવી રીતે સત્શાસ્ત્રના સિદ્ધાન્તનું શુદ્ધભાવે અનુસરણ કરવું તે ‘શિષ્ટાસન’ છે. (૪) પ્રાણાયામ-શરીરમાંના મુખ્ય પ્રાણના બાહ્ય વેગને રોકવો તે ‘‘પ્રાણાયામ’' છે. તેથી ઇન્દ્રિયો અને અંતઃક૨ણ જે ગૌણપ્રાણ ગણાય છે, તેમના બાહ્ય વેગોનો પણ નિરોધ થવા લાગે છે. સિદ્ધાદિ આસનોમાંના કોઈ એકનો પણ ન્યૂનાધિક પ્રમાણમાં જય કર્યા વિના જો પ્રાણાયામનો વિશેષ અભ્યાસ ક૨વામાં આવે તો પ્રાણનો જય થવાને બદલે શરીરમાં કોઈ એક જાતનો રોગ થવાનો સંભવ છે, માટે વિવેકીએ આસનનો જય કર્યા વિના પ્રાણાયામનો વિશેષ અભ્યાસ કરવો ઉચિત નથી. પ્રાણાયામના અભ્યાસીએ પરિમિત, પથ્ય અને મલ-મૂત્ર ઓછાં ઉત્પન્ન કરે તેવો આહાર લેવો જોઈએ. મન, વાણી અને કાયાથી નિર્દોષ, નિર્મળ બ્રહ્મચર્ય પાળવું જોઈએ. ૧. મારા વિષયપ્રવણચિત્તનો હું અવશ્ય નિરોધ કરીશ એવા ઉત્સાહપૂર્વક, ૨. સાધ્યાસાધ્યનો વિચાર કરીને, ૩. સહનશીલતારૂપ ધૈર્ય ધારણ કરીને, ૪. ‘વિષયો મિથ્યા’ છે અને ‘આત્મા સત્ય’ છે એવું દૃઢજ્ઞાન ધારણ કરીને, ૫. ગુરુ અને શાસ્ત્રના વચનમાં વિશ્વાસ ધા૨ણ ક૨ીને અને ૬. વિષયીજનોના સંગનો પરિત્યાગ કરીને યોગાભ્યાસીએ યોગાભ્યાસમાં પ્રવૃત્ત થવું જોઈએ. ૧. અત્યાહાર, ૨. અતિપરિશ્રમ, ૩. નિરર્થક બહુ બોલવું, ૪. ઉગ્ર નિયમો (કે જે વડે ધાતુવૈષમ્ય અને શરીરશ્રમ ઊપજે તે) અને ૫. શરીરાદિનું ચંચળપણું યોગમાં પ્રતિબંધક છે, યોગસિદ્ધિમાં વિઘાતક છે. પ્રથમની છ બાબતો સંપાદિત કરવા યોગ્ય છે અને પછીની પાંચ બાબતો ત્યજી દેવા યોગ્ય છે. પ્રાણની સ્થિરતાથી યોગી પોતાના અંતઃકરણને સ્થિર કરી આત્મભાવને પામવા સમર્થ થાય છે. સાત્ત્વિકબુદ્ધિ વડે પ્રાણાયામનો નિત્ય અભ્યાસ કરવાથી કફાદિ મલથી યુક્ત ‘સુષુમ્ના નાડી’ મલરહિત થાય છે. પ્રાણનો નિગ્રહ ક૨વામાં, મનને એકાગ્ર ક૨વામાં તથા તત્ત્વજ્ઞાનને પ્રાપ્ત કરવામાં યોગી સમર્થ થાય છે. સિંહ, વ્યાઘ્ર અને વનહસ્તી જેમ યુક્તિપૂર્વક પ્રયત્ન કરવાથી શનૈઃ શનૈઃ સ્વાધીન થાય છે, તેમ અભ્યાસ વડે પ્રાણવાયુ પણ શનૈઃ શનૈઃ સ્વાધીન થાય છે. જો તેને સહસા સ્વાધીન કરવા જાય તો તે સિંહાદિની પેઠે તે સાધકનું રોગાદિ દ્વારા હનન કરે છે. પ્રાણાયામના અભ્યાસનો પરિપાક થવાથી શ૨ી૨માંની સુષુમ્યાદિ નાડીઓમાં મલની નિવૃત્તિ થઈને શુદ્ધ થાય છે, મુખ પ્રસન્નતાવાળું બને છે અને નેત્રો અતિ નિર્મળ થાય છે. નાડીશુદ્ધિથી પ્રાણવાયુને વિશેષ સમય સુધી રોકવાનું બળ, જઠરાગ્નિનું પ્રદીપન, ધ્વનિનું પ્રાકટ્ય અને શરીરનું આરોગ્ય પ્રાપ્ત થાય છે. (૫) પ્રત્યાહાર – ‘પ્રતિ' એટલે ઇન્દ્રિયોને પ્રતિલોમ પરિણામ વડે - તેમના બાહ્ય વેગોને ઉલટાવવા વડે ‘‘આ’' એટલે સર્વ બાજુથી ‘હુ’ એટલે ખેંચવી તે ‘‘પ્રત્યાહાર’’ છે. પ્રત્યેક ઇન્દ્રિયનો વેગ પોતપોતાના બાહ્ય વિષય ભણી એટલે અંતરાત્માથી વિપરીત દિશામાં હોય છે. શ્રી નમસ્કારનો અધિકારી ૨૩૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયોમાં જ્યાં સુધી આવા વેગો વિદ્યમાન રહે ત્યાં સુધી મન બાહ્ય વિષયોના આકર્ષણ વડે ચંચળ રહેવાથી એકાગ્ર થઈ શકતું નથી. ઈન્દ્રિયોની ચંચળતા દૂર કરવી એ જ યોગનું પાંચમું “પ્રત્યાહાર' નામનું અંગ છે. મુખ્યપ્રાણનો જય જેમ પ્રયત્ન વડે સાધ્ય છે તેમ ગૌણપ્રાણરૂપ ઈન્દ્રિયોનો જય પણ પ્રયત્નસાધ્ય છે. ચિત્તની જડતા વધારનાર તામસ આહાર અને ચંચળતાદિ વધારનાર રાજસ આહાર ત્યાજ્ય છે. કુસંગ સેવવો નહિ, કુવિચાર કરવા નહિ અને એકાત્ત સેવન કરવું. બહિર્મુખ ઇન્દ્રિયો જીવને બહુ કલેશ આપનારી છે. કોઈ પણ ઇન્દ્રિયના વિષયથી પરાભવ પામી પાછળથી પશ્ચાત્તાપની સ્થિતિએ પહોંચવું પડે છે – એ વાત વિવેકી સાધકે અગાઉથી સ્મરણપથમાં રાખવી જોઈએ. છૂટી મૂકેલી ઇન્દ્રિયો જીવના પરમશત્રુનું કાર્ય કરે છે. ધૈર્ય, વિવેક અને સર્ભાગ્રહથી વશ રાખેલી ઇન્દ્રિયો જીવના પરમમિત્રનું કામ કરે છે. ઇન્દ્રિયોના વિષયોની સાથે રાગાત્મક સંયોગે તે પાપ છે અને તે સંયોગથી ઉત્પન્ન થતું સુખ તે તત્વથી દુઃખ છે. વિષયોથી નિવૃત્તિ તે પુણ્ય અને તે વડે વાસ્તવિક સુખ, શાશ્વત શાન્તિ અને અનુપમ તૃપ્તિ અનુભવાય ઇન્દ્રિયોના બે છેડા છે મૂળ અને મુખ. મૂળો અંતઃકરણ સહિત ચેતનમાં અર્થાત્ સાક્ષીભૂત ચેતનમાં છે જે પરમામૃત' રૂપ છે અને તેમનાં મુખો પોતપોતાના વિષયોથી સંલગ્ન અને તે તરફ વેગવાળાં છે જે “પરમ વિષરૂપ' છે. વિષયોપભોગથી થનારું સુખ પરાધીન, અપવિત્ર, ચિત્તને સ્થૂળ કરનાર, ભયભરેલું અધમસ્થિતિએ પહોંચાડનારું, શાન્તિનો ઘાત કરનારું, અતૃપ્તિ ઉપજાવનારું, બળને હરનારું, કૃત્રિમ, ક્ષણક્ષયી, હિતવિઘાતક, * આતુરતા અને ખેદ ઉપજાવનારું તથા ઉન્મત્તપણાને વધારનારું છે. ઇન્દ્રિયોને આત્મભાવનામાં જોડવાથી જે સુખ ઊપજે છે, તે સ્વાધીન, પવિત્ર, સૂક્ષ્મતાને લાવનારું, નિર્ભય, ગૌરવાહ, શાન્તિ, તૃપ્તિ અને બળ વધારનારું, અકૃત્રિમ, હિતસાધક, આરંભમાં સામાન્ય, પરિણામે શ્રેષ્ઠતમઆનંદરૂપે પ્રતીત થનારું, સર્વત્ર સર્વદા સર્વને સુલભ અને ઉન્મત્તપણાનો નાશ કરાવનારું છે. તથા પરમતત્ત્વનો સાક્ષાત્કાર કરનારું છે. શ્રોત્રનો સ્ત્રી આદિના પ્રિય શબ્દોના શ્રવણમાં રાગ અને શત્રુ આદિના અપ્રિય શબ્દોના શ્રવણમાં દ્વેષ છે. ત્વચાનો સ્ત્રી આદિનાં કોમળ અંગોના સ્પર્શમાં રાગ અને સર્પાદિના સ્પર્શમાં દ્વેષ છે. નેત્રનો સ્ત્રી આદિના સુંદર માનેલા રૂપમાં રાગ અને શ્વનાદિના મૃતશરીરાદિમાં દ્વેષ છે. જિદ્વાનો મધુર આદિ રસના આસ્વાદનમાં રાગ અને કટુ-કષાય આદિ રસના આસ્વાદનમાં દ્વેષ છે. નાસિકાનો કેતકી આદિના ગંધમાં રાગ અને મલ આદિના ગંધમાં ઠેષ છે. વાણીનો અપ્રિય, કર્કશ, કઠોરાદિ શબ્દોમાં પ્રાયઃ રાગ અને સત્ય, પ્રિય હિતકારી શબ્દોમાં મોટે ભાગે અરુચિ-કંટાળો છે. શ્રોત્રાદિ પાંચ જ્ઞાનેન્દ્રિયોનો પોતપોતાના અનુકૂળ-પ્રતિકૂળ વિષયમાં જે રાગ-દ્વેષ છે, તે રાગ-દ્વેષ દૂર કરવાનો ઉપાય પ્રાપ્ત થતાં “સર્વ પદાર્થો માયિક, ક્ષણભંગુર અને નિઃસ્નેહ છે' એવો નિશ્ચયરૂપ વિવેક પ્રગટે છે. ઇન્દ્રિયોને સ્વ-પરના નિર્દોષ હિતમાં ઉપયોગી એવા વ્યાપારોમાં પરોવવા માટે સદ્ગુરુ અને સન્શાસ્ત્રના ઉપદેશ દ્વારા સુંસસ્કારિત બનેલા મનને અનુસરનારી કરવી તે પ્રત્યાહાર છે. કહ્યું છે કે અતિ ચપળ આ ઇનિ, આપે કલેશ અપાર, જેમ પથિકને ચોર બહુ, મોટા રણ મોઝાર; જે મતિ પાછળ ઊપજે, તે મતિ આગળ હોય, સરુ કહે છે શિષ્યને, વિપ્ન નડે ન કોય. (૬) ધારણા-યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહારરૂપ યોગનાં બહિરંગ અંગોનું પાલન કરીને ધારણા, ધ્યાન, સમાધિરૂપ યોગનાં અંતરંગ અંગોનું સાધન કરવાના અધિકારી થઈ શકાય છે. ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ NG Page #279 -------------------------------------------------------------------------- ________________ અંતરંગ અંગોમાં પ્રથમ ધારણા છે. નવકારના પવિત્ર અક્ષરો ચિત્તને બાંધવા માટેનાં ઉત્તમ આલંબનો છે, તેમાં ચિત્તવૃત્તિ રોકવાથી ધારણા' અંગ સિદ્ધ થાય છે. (૭-૮) ધ્યાન અને સમાધિઃ અક્ષરોમાં ચિત્ત બંધાયા પછી નવકારના અર્થમાં ચિત્તવૃત્તિને એકાગ્ર કરવી તે ધ્યાન' છે. ધ્યાન સિદ્ધ થયા પછી પ્લેનની સાથે તદ્રુપતા કરવાની હોય છે જેને સમાધિ કહે છે. શ્રી નવકારનું ધ્યેય ષડજીવનિકા હિતસ્વરૂપ પરમાત્મતત્ત્વ છે. બોધવ્યાપાર જ્યારે સજાતીયજ્ઞાનની ધારાવાળો અને વિજાતીયજ્ઞાનના અંતરહિત બને છે ત્યારે તે સમાધિને યોગ્ય બને છે. તે વખતે મન-મંત્ર અને મંત્રદેવતાનું આત્માની સાથે જે ઐક્ય સધાય છે તે “સમાધિ અવસ્થા” છે. સમાધિ અવસ્થા પ્રાપ્ત થયા પછી તે જેમ જેમ સ્થિર થાય છે તેમ તેમ કર્મની વિપુલ નિર્જરા થાય છે, રાગાદિ મળનો વિગમ થાય છે અને આત્મજ્ઞાનની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે 'रागादितिमिरध्वंसे कृते सामायिकांशुना । स्वस्मिन् स्वरूपं पश्यन्ति योगिनः परमात्मनः ॥१॥ સમતાસામાયિકરૂપ સૂર્યકિરણ વડે જ્યારે રાગાદિ અંધકાર નાશ પામે છે ત્યારે યોગીપુરુષો પોતાના આત્મામાં પરમાત્મસ્વરુપને સાક્ષાત્ જુએ છે. 'अयं प्रभावः परमः समत्वस्य प्रतीयतां । यत्पापिनः क्षणेनाऽपि, पदमिर्यति शाश्वतम् ॥२॥ પાપીમાં પાપી આત્મા પણ ક્ષણવારમાં શાશ્વતપદને પામે છે, આ સમતાસમાધિનો પરમપ્રભાવ છે. 'अमंदानन्दजनने, साम्यवारिणि मज्जतां । जायते सहसा पुंसां, रागद्वेषमलक्षयः ॥३॥ અમંદ આનંદને ઉત્પન્ન કરનાર સમતાસમાધિરૂપી જળમાં સ્નાન કરનાર પુરુષોના રાગ-દ્વેષરૂપી મળો સહસા ક્ષયને પામે છે. આ રીતે યોગનાં આઠ અંગોની સાધનાપૂર્વક કરતો નમસ્કાર મહામંત્રનો જપ આત્માને મોક્ષમાર્ગનો સાચો આરાધક બનાવે છે. નમસ્કાર ભાવનો પ્રભાવ બુદ્ધિબળને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનોની આવશ્યકતા છે, તેમ ભાવનાબળને વિકસાવવા માટે નમસ્કારધર્મ અને તેનાં સર્વ સાધનોની આવશ્યકતા છે. ન્યાય, નીતિ, ક્ષમા, સદાચાર અને પરમેશ્વરભક્તિ તેનાં સાધનો છે. તે બધાં સાધનો નમસ્કારભાવને વિકસાવે છે અને નમસ્કારભાવ અહંકારભાવનો નાશ કરી પરમાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ પેદા કરે છે. વાસક્ષેપ જમણા હાથની પાંચે આંગળી ભેગી કરીને વાસક્ષેપ કરાય છે. વાસ એટલે સુગંધ સર્વ જીવો સુખી થાઓ' એવી શ્રી પંચપરમેષ્ઠિની ભાવનાનો લેપ કરવો, તેનું નામ વાસક્ષેપ અથવા શ્રી પંચપરમેષ્ઠિ ભગવંતો દ્વારા “ભવનિતાર'ની આશિષ આપવી તેનું નામ વાસક્ષેપ છે. શ્રી નમસ્કારનો અધિકારી ૨૩૭ Page #280 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષાકિરણ ૧ [પરમપૂજ્ય, અધ્યાત્મયોગી, પંન્યાસજીભગવંત દરરોજ અંતરનાં સંવેદન પૂર્વકની પરમકૃપાળુ પરમાત્માની ભક્તિ કર્યા બાદ તુરત જ ઉપાશ્રયે આવીને એકાંતમાં શાસ્ત્રના પદાર્થો સાથે સંગત ચિંતન કરીને, તેને વધુ આત્મસ્થ કરવા માટે શબ્દસ્થ કરતા. તે શબ્દસ્થ થયેલા ચિંતન લેખો, અનુપ્રેક્ષા તરીકે અહિ ગ્રંથસ્થ થયા છે, જે આપણને સૌને નવપદમય-પરમાત્મમય બનાવવામાં અતિ ઉપયોગી સાધનરૂપ બની રહે એ જ અભિલાષા.] મનનું બળ મંત્રથી વિકસે છે. નમસ્કાર મનુષ્યની પોતાની પૂંજી છે. નમવું એ જ માનવમન અને બુદ્ધિનું તાત્વિક ફળ છે. નમઃ એ દૈવી ગુણ અને આધ્યાત્મિક સંપત્તિ છે. બીજાના ગુણ ગ્રહણ કરવાની શક્તિ (Receptivity) નમસ્કારમાં રહેલી છે. શરીરને મન કરતાં વધુ મહત્ત્વ ન મળવું જોઈએ. શરીર એ ગાડી છે અને મન એ ઘોડો છે. મનરૂપી ઘોડો શરીરરૂપી ગાડીની આગળ જોડવો જોઈએ. મન વડે જ તત્ત્વની પ્રાપ્તિ થાય છે. શાશ્વત સુખ અને સાચી શાંતિ અંતરમાંથી મેળવવાની છે. હાથીનું શરીર મોટું અને વજનદાર છે પરંતુ કામી છે. સિંહનું શરીર નાનું અને હલકું હોવા છતાં અપેક્ષાએ કામનો વિજેતા છે, તેથી હાથીને પણ સિંહ જીતી જાય છે. માનવીનું મન સિંહ કરતાં પણ બળવાન હોવાથી સિંહને પણ વશ કરીને પાંજરામાં પૂરે છે. મનનું બળ મંત્રથી વિકસે છે. મંત્રમાં સૌથી શ્રેષ્ઠમંત્ર નમસ્કારમંત્ર છે. તેથી અંતરના શત્રુ કામ, ક્રોધ અને લોભ, તથા રાગ, દ્વેષ અને મોહ જિતાય છે. નમસ્કારમંત્રમાં પાપની ધૃણા છે અને પાપીની દયા છે. પાપની ધૃણા આત્મબળને વધારે છે, નમ્રતા અને નિર્ભયતા લાવે છે. પાપીની ધૃણા આત્મબળને ઘટાડે છે, અહંકાર અને કઠોરતા લાવે છે. સાચો નમસ્કાર આત્મામાં પ્રેમ અને આદર વધારે છે, સ્વાર્થ અને કઠોરતાનો ત્યાગ કરાવે છે. જેટલો અહંકાર તેટલું સત્યનું પાલન ઓછું, જેટલું સત્યનું પાલન ઓછું તેટલું જિતેન્દ્રિયપણું ઓછું, તથા કામ, ક્રોધ અને લોભનું બળ વધારે. નમસ્કારથી વાણીની કઠોરતા, મનની કૃપણતા અને બુદ્ધિની કૃતજ્ઞતા નાશ પામે છે અને અનુક્રમે કોમળતા, ઉદારતા તથા કૃતજ્ઞતા વિકસે છે. નમસ્કાર વડે મનોમય કોષની શુદ્ધિ નમસ્કારમાં જાય છે, સત્ય છે, દાન છે અને સેવાનો ભાવ રહેલો છે. ન્યાયમાં ક્ષાત્રવટ છે, સત્ય અને તેના બહુમાનમાં બ્રહ્મજ્ઞાન છે, દાન અને દયામાં શ્રી અને વાણિજ્યની સાર્થક્તા છે, સેવા અને સુશ્રુષામાં સંતોષગુણની સીમા છે. નમસ્કાર વડે ક્ષત્રિયોનું ક્ષાત્રવટ, બ્રાહ્મણોનું બ્રહ્મજ્ઞાન, વૈશ્યોનો દાનગુણ અને શુદ્રોનો સેવાગુણ એક સાથે સાર્થક થાય છે. સમર્પણ, પ્રેમ, પરોપકાર અને સેવાભાવ એ માનવમનના અને વિકસિત બુદ્ધિના સહજ ગુણ છે. મનુષ્ય-જન્મને શ્રેષ્ઠ બનાવનારી કોઈ ચીજ હોય તો તે પવિત્ર બુદ્ધિ છે. જીવ, દેહ અને પ્રાણ તો પ્રાણીમાત્રમાં છે, પણ વિકસિત મન અને વિકસિત બુદ્ધિ તો માત્ર મનુષ્યમાં જ છે. બધું હોય પણ સબુદ્ધિ ન હોય તો બધાનો દુરુપયોગ થઈને દુર્ગતિ થાય છે. બીજું કાંઈ ન હોય પણ સદ્ગદ્ધિ હોય તો તેના પ્રભાવે બધું આવી મળે માનવમનમાં અહંકાર અને આસક્તિ એ બે મોટા દોષ છે. બીજાના ગુણ જોવાથી અને પોતાના દોષ G ૨૩૮ છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #281 -------------------------------------------------------------------------- ________________ જોવાથી અહંકાર અને આસક્તિ જાય છે. નમસ્કાર એ બીજાના ગુણ ગ્રહણ કરવાની અને પોતાનામાં રહેલા દોષો દૂર કરવાની ક્રિયા છે. નમસ્કારથી સમ્બુદ્ધિનો વિકાસ થાય છે અને બુદ્ધિનો વિકાસ થવાથી સદ્ગતિ. હસ્તામલકવત્ બને છે. નમસ્કારરૂપી વજ અહંકારરૂપી પર્વતનો નાશ કરે છે. નમસ્કાર માનવના મનોમયકોષને શુદ્ધ કરે છે. અહંકારનું સ્થાન મસ્તક છે. મનોમયકોષ શુદ્ધ થવાથી અહંકાર આપોઆપ વિલય પામે છે. નમસ્કારમાં શુભકર્મ, ઉપાસના અને જ્ઞાન એ ત્રણેનો સુમેળ છે. શુભકર્મનું ફળ સુખ, ઉપાસનાનું ફળ શાન્તિ અને જ્ઞાનનું ફળ પ્રભુપ્રાપ્તિ છે. નમસ્કારના પ્રભાવે આ જન્મમાં સુખશાંતિ અને જન્માન્તરમાં પરમાત્મપદ સુલભ બને છે. કર્મફળમાં વિશ્વાસાત્મક બુદ્ધિ તે બુદ્ધિ છે. સદ્બુદ્ધિ શાંતિદાયક છે. નમસ્કારથી તે વિકાસ પામે છે અને તેના પ્રભાવે ર્દયમાં પ્રકાશ પ્રકટે છે. જ્ઞાન-વિજ્ઞાનનું સ્થાન બુદ્ધિ છે અને શાંતિ-આનંદનું સ્થાન ય છે. બુદ્ધિનો વિકાસ અને વ્હાયમાં પ્રકાશ એ નમસ્કારનું અસાધારણ ફળ છે. બુદ્ધિની નિર્મળતા અને સૂક્ષ્મતા માનવજન્મ દુર્લભ છે. તેથી પણ દુર્લભ પવિત્ર અને તીક્ષ્ણ બુદ્ધિ છે. નમસ્કાર શુભકર્મ હોવાથી તેના વડે બુદ્ધિ તીક્ષ્ણ બને છે. નમસ્કારમાં ભક્તિની પ્રધાનતા હોવાથી બુદ્ધિ વિશાલ અને પવિત્ર બને છે. નમસ્કારમાં સમ્યજ્ઞાન હોવાથી બુદ્ધિ સૂક્ષ્મ પણ બને છે. બુદ્ધિને સૂક્ષ્મ, શુદ્ધ અને તીક્ષ્ણ બનાવવાનું સામર્થ્ય આ રીતે નમસ્કારમાં રહેલું છે. પરમપદની પ્રાપ્તિ માટે બુદ્ધિના તે ત્રણે ગુણોની આવશ્યકતા છે. સૂક્ષ્મબુદ્ધિ વિના નમસ્કારના ગુણો જાણી શકાતા નથી, શુદ્ધ બુદ્ધિ વિના નમસ્કાર્ય પ્રત્યે પ્રેમ પ્રગટી શકતો નથી અને તીક્ષ્ણબુદ્ધિ વિના ચિત્તરૂપી ભૂમિમાં નમસ્કારના ગુણોનું સ્મરણ સુદઢ કરી શકાતું નથી. નમસ્કારકર્તામાં રહેલો ન્યાય, નમસ્કાર્યતત્ત્વમાં રહેલી દયા, નમસ્કારક્રિયામાં રહેલું સત્ય, બુદ્ધિને સૂક્ષ્મ, શુદ્ધ અને સ્થિર કરી આપે છે. એ રીતે બુદ્ધિને સૂક્ષ્મ, શુદ્ધ અને સ્થિર કરવાનું સામર્થ્ય નમસ્કારમાં રહેલું છે. નમસ્કારમાં અહંકાર વિરુદ્ધ નમ્રતા છે, પ્રમાદ વિરુદ્ધ પુરુષાર્થ છે અને દયની કઠોરતા વિરુદ્ધ કોમળતા છે. નમસ્કારથી એક બાજુ મલિન વાસના, બીજી બાજુ ચિત્તની ચંચળતા દૂર થવાની સાથે જ્ઞાનનું ઘોર આવરણ જે અહંકાર તે ટળી જાય છે. નમસ્કારની ક્રિયા શ્રદ્ધા, વિશ્વાસ અને એકાગ્રતા વધારે છે. શ્રદ્ધાથી તીવ્રતા, વિશ્વાસથી સૂક્ષ્મતા અને એકાગ્રતાથી બુદ્ધિમાં સ્થિરતાગુણ વધે છે. નમસ્કારથી સાધકનું મન પરમતત્ત્વમાં લાગે છે અને બદલામાં પરમતત્ત્વ તરફથી બુદ્ધિ પ્રકાશિત થાય છે. તે પ્રકાશથી મંદતા, સંકુચિતતા, સંશયયુક્તતા, મિથ્યભિમાનિતાદિ બુદ્ધિના અનેક દોષો એક સાથે નાશ પામે છે. નમસ્કારમંત્ર એ સિદ્ધ મંત્ર છે નમસ્કાર એક મંત્ર છે અને મંત્રનો પ્રભાવ મન પર પડે છે. મનથી માનવાનું અને બુદ્ધિથી જાણવાનું કામ થાય છે. મંત્રથી મન અને બુદ્ધિ બંને પરમતત્ત્વને સમર્પિત થઈ જાય છે. શ્રદ્ધાનું સ્થાન મન છે અને વિશ્વાસનું સ્થાન બુદ્ધિ છે. એ બંને પ્રભુને સમર્પિત થઈ જાય છે, ત્યારે તે બંનેના દોષો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. સ્વાર્થોધતાના કારણે બુદ્ધિ મંદ થઈ જાય છે. કામાંધતાના કારણે બુદ્ધિ કુબુધ્ધિ બની જાય છે, લોભાંધતાના કારણે બુદ્ધિ દુબુદ્ધિ બની જાય છે. ક્રોધાંધતાના કારણે બુદ્ધિ સંશયી બની જાય છે, માનાંધતાના કારણે બુદ્ધિ મિથ્યા બની જાય છે, કૃપણાંધતાના કારણે બુદ્ધિ અતિશય સંકુચિત બની જાય છે. ચિત્તરૂપી બેટરીમાંથી જ્યારે નમસ્કારરૂપી વિદ્યુત પ્રગટ થાય છે ત્યારે સ્વાર્થથી માંડીને કામ, ક્રોધ, લોભ, ક અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૩૯ IS ૨૩૯ કર Page #282 -------------------------------------------------------------------------- ________________ માન, માયા, દર્પ આદિ સઘળા દોષો દગ્ધ થઈ જાય છે અને ચિત્તરત્ન ચારે દિશાએથી નિર્મળપણે પ્રકાશી ઊઠે છે. સમતા, ક્ષમા, સંતોષ, નમ્રતા, ઉદારતા, નિઃસ્વાર્થતા આદિ ગુણો તેમાં પ્રગટ થાય છે. શબ્દ એ નમસ્કારનું શરીર છે, અર્થ એ નમસ્કારનો પ્રાણ છે અને ભાવ એ નમસ્કારનો આત્મા છે. નમસ્કારનો ભાવ જ્યારે ચિત્તને સ્પર્શે છે ત્યારે માનવને મળેલ આત્મવિકાસ માટેનો અમૂલ્ય અવસર ધન્ય બને નમસ્કારથી આરંભાયેલી ભક્તિ અંતે જ્યારે સમર્પણમાં પૂર્ણ થાય છે ત્યારે માનવી પોતાને પ્રાપ્ત થયેલા જન્મની સાર્થકતા અનુભવે છે. નમસ્કારમંત્ર એ સિદ્ધમંત્ર છે. એ મંત્રનું સ્મરણ કરવા માત્રથી આત્મામાં જીવરાશિ ઉપર સ્નેહ પરિણામ જાગૃત થાય છે. એ માટે સ્વતંત્ર અનુષ્ઠાન કે પુરશ્ચરણાદિ વિધિની પણ જરૂર પડતી નથી. તેમાં મુખ્ય કારણ પંચપરમેષ્ઠિભગવંતોનો અનુગ્રહકારક સહજ સ્વભાવ છે, તથા પ્રથમ પરમેષ્ઠિઅરિહંતભગવંતોનો “જીવમાત્રનું આધ્યાત્મિક કલ્યાણ થાઓ” એવો સિદ્ધ સંકલ્પ છે. અભેદમાં અભય અને ભેદમાં ભય ગુણ બહુમાનનો પરિણામ અચિજ્ય શક્તિયુક્ત કહ્યો છે. નિશ્ચયથી બહુમાનનો પરિણામ અને વ્યવહારથી બહુમાનનો સર્વોત્કૃષ્ટ વિષય એ બંને મળીને કાર્યસિદ્ધિ થાય છે. ગુણાધિકનું સ્મરણ કરવાથી રક્ષા થાય છે તેમાં વસ્તુસ્વભાવનો નિયમ કાર્ય કરે છે. ધ્યાતા-અંતરાત્મા જ્યારે ધ્યેય-પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે ચિત્તમાં ધ્યાતા ધ્યેય-ધ્યાન એ ત્રણેની એકતારૂપી સમાપત્તિ થાય છે, તેથી ક્લિષ્ટકર્મનો વિગમ થાય છે અને અંતરાત્માને અદ્ભુત શાંતિ મળે છે. તેનું જ નામ મંત્રરણા છે. પરના સુકૃતની અનુમોદનારૂપ સુકૃત અખંડિત શુભભાવનું કારણ છે. પરમતત્ત્વ પ્રત્યે સમર્પણભાવ, એક બાજુ નમ્રતા અને બીજી બાજુ નિર્ભયતા લાવે છે અને એ બેના પરિણામે નિશ્ચિત્તતા અનુભવાય છે. અભેદમાં અભય છે અને ભેદમાં ભય છે. નમસ્કારના પ્રથમપદમાં “અરિહ’ શબ્દ છે તે અમેદવાચક છે તેથી તેને કરાતો નમસ્કાર અભયકારક છે. અભયપ્રદ અભેદવાચક “અરિહં' પદનું પુનઃ પુનઃ સ્મરણ-ત્રાણ કરનારું, અનર્થને હરનારું તથા આત્મજ્ઞાનરૂપી પ્રકાશને કરનારું હોવાથી સૌ કોઈ વિવેકીને અવશ્ય આશ્રય લેવા લાયક છે. નમસ્કારમંત્ર એ મહાક્રિયાયોગ છે. પંચમંગલરૂપ નમસ્કારમંત્ર એ મહાક્રિયાયોગ છે, કેમ કે તેમાં બંને પ્રકારનો તપ, પાંચ પ્રકારનો સ્વાધ્યાય અને સર્વોત્કૃષ્ટતત્ત્વોનું પ્રણિધાન રહેલું છે. બાહ્ય-અત્યંતર તપ કર્મરોગની ચિકિત્સારૂપ બને છે, પાંચ પ્રકારનો સ્વાધ્યાય મહામોહરૂપી વિષને ઉતારવા માટે મંત્ર સમાન બની રહે છે અને પરમપંચપરમેષ્ઠિનું પ્રણિધાન ભવભવનું નિવારણ કરવા માટે પરમશરણરૂપ બને છે. નમસ્કારરૂપ પંચમંગલની ક્રિયા એ અત્યંતરતપ, ભાવસ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાનરૂપ મહાક્રિયા યોગ છે. એનું સ્મરણ અવિદ્યાદિ લેશોનો નાશ કરે છે અને ચિત્તની અખંડ સમાધિરૂપ ફળને ઉત્પન્ન કરે છે. ક્લેશનો નાશ દુર્ગતિનો ક્ષય કરે છે અને સમાધિભાવ સદ્ગતિનું સર્જન કરે છે. નમસ્કારમાં “નમો’ પદ પૂજા અર્થમાં છે અને “પૂજા' દ્રવ્યભાવસંકોચ અર્થમાં છે. દ્રવ્યસંકોચ કર શિરપાદાદિનું નિયમન છે અને ભાવસંકોચ એ મનનો વિશુદ્ધ વ્યાપાર છે. બીજી રીતે નમો એ સ્તુતિ, સ્મૃતિ અને ધ્યાનપરક તથા દર્શન, સ્પર્શન અને પ્રાપ્તિપરક પણ છે. સ્તુતિ વડે નામ ગ્રહણ, સ્મૃતિ વડે અર્થભાવન અને ધ્યાન વડે એકાગ્ર ચિંતન થાય છે. તથા દર્શન વડે સાક્ષાત્કરણ, સ્પર્શન ૨૪૦ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #283 -------------------------------------------------------------------------- ________________ વડે વિશ્રાંતિગમન અને પ્રાપ્તિ વડે સ્વસંવેદ્ય અનુભવન પણ થાય છે. નામગ્રહણ આદિ વડે દ્રવ્યપૂજા અને અર્થભાવન, એકાગ્રચિન્તન તથા સાક્ષાત્કરણાદિ વડે ભાવપૂજા થાય છે. જેમ જળ વડે દાહનું શમન, તૃષાનું નિવારણ અને પંકનું શોધન થાય છે, તેમ નમો પદના અર્થની પુનઃ પુનઃ ભાવના વડે કષાયના દાહનું શમન થાય છે, વિષયની તૃષાનું નિવારણ થાય છે અને કર્મનો ધંક શોષાઈ જાય છે. જેમ અન્ન વડે ક્ષુધાની શાન્તિ, શરીરની તુષ્ટિ અને બળની પુષ્ટિ થાય છે, તેમ નમો પદ વડે વિષયક્ષુધાનું શમન, આત્માના સંતોષાદિ ગુણોની તુષ્ટિ તથા આત્માના બળ-વીર્ય-પરાક્રમાદિ ગુણોની પુષ્ટિ થાય છે. ૠણમુક્તિનું મુખ્ય સાધન નમસ્કાર માનવજીવનનું સાચું ધ્યેય ઋણમુક્તિ છે, ઋણમુક્તિનું મુખ્ય સાધન નમસ્કાર છે. નમસ્કાર એ વિવેકજ્ઞાનનું ફળ છે અને વિવેકજ્ઞાન એ સમાહિત ચિત્તનું પરિણામ છે. પરમેષ્ઠિસ્મરણથી ચિત્ત સમાધિવાળું બને છે. ‘‘સાધક સમાહિતચિત્તવાળા બનો'' એવો સંકલ્પ સર્વ પરમેષ્ઠિભગવંતોનો છે, તેથી તેમનું સ્મરણ અને નામગ્રહણ સાધકના ચિત્તને સમાધિવાળું કરે છે. સમાધિવાળા ચિત્તમાં વિવેક સ્ફુરે છે અને વિવેકી ચિત્તમાં ઋણમુક્તિની ભાવના પ્રગટે છે. ઋણમુક્તિની ભાવનામાંથી પ્રગટેલી નમસ્કૃતિ અવશ્ય ઋણમુક્તિ-સાચા અર્થમાં કર્મમુક્તિને અપાવે છે. નમસ્કાર-મંત્ર વડે પંચમંગલમહાશ્રુતસ્કંધરૂપ શ્રુતજ્ઞાનનું આરાધન થાય છે. તેમાં થતી પંચપરમેષ્ઠિની સ્તુતિ વડે સમ્યગ્દર્શનગુણનું આરાધન થાય છે અને ત્રિક૨ણયોગે થતી નમનક્રિયા વડે આંશિક ચારિત્રગુણનું આરાધન થાય છે. જ્ઞાનગુણ પાપ-પુણ્યને સમજાવે છે, દર્શનગુણ પાપની ગર્હી અને પુણ્યની અનુમોદના કરાવે છે અને ચારિત્રગુણ પાપનો પરિહાર તથા ધર્મનું સેવન કરાવે છે. જ્ઞાનથી ધર્મમંગળ સમજાય છે, દર્શનથી ધર્મમંગળ સાય છે અને ચારિત્રથી ધર્મમંગળ જીવનમાં જિવાય છે. ગુણોમાં ઉપાદેયપણાની બુદ્ધિ એ સાચી શ્રદ્ધા છે, ઉપાદેયપણાની બુદ્ધિ ગુણો પ્રત્યે ઉપેક્ષાબુદ્ધિનો નાશ કરે છે. પંચપરમેષ્ઠિઓ ગુણોના ભંડાર હોવાથી તેમને કરેલો નમસ્કાર ગુણોમાં ઉપાદેયપણાની બુદ્ધિને પુષ્ટ કરે છે. પંચપરમેષ્ઠિઓએ પાંચ વિષયોને તજ્યા ચાર કષાયોને જીત્યા છે, તેઓ પાંચ મહાવ્રતો અને પાંચ આચારોથી સંપન્ન છે, આઠ પ્રવચન માતા અને અઢાર હજાર શીલાંગ રથના ધોરી છે. તેમને નમસ્કાર કરવાથી તેમનામાં રહેલા બધા ગુણોને નમસ્કાર થાય છે. પરિણામે ગુણો પ્રત્યે અનુકૂળતાની બુદ્ધિ અને દોષો પ્રત્યે પ્રતિકૂળપણાની સન્મતિ જાગે છે. રાગ, દ્વેષ અને મોહનો ક્ષય નવપદયુક્ત નવકારથી નવમું પાપસ્થાન લોભ અને અઢારમું પાપસ્થાન મિથ્યાત્વશલ્ય નાશ પામે છે. નવકાર એ દુન્યવી લોભનો શત્રુ છે, કેમ કે એમાં જેને નમસ્કા૨ ક૨વામાં આવે છે, તે પાંચ ૫૨મેષ્ટિભગવંતો સંસારસુખને તૃણવત્ સમજી તેનો ત્યાગ કરનારા છે અને મોક્ષસુખને પ્રાપ્ત કરવા માટે ૫૨મ પુરુષાર્થ કરનારા છે. નવકાર જેમ સાંસારિક સુખની વાસના અને તૃષ્ણાનો ત્યાગ કરાવે છે, તેમ મોક્ષસુખની અભિલાષા અને તેને માટે જ સર્વ પ્રકારનો પ્રયત્ન કરતાં શીખવે છે. નવકાર એ પાપમાં પાપબુદ્ધિ અને ધર્મમાં ધર્મબુદ્ધિ શીખવનાર હોવાથી મિથ્યાત્વશલ્ય નામના પાપસ્થાનકનો છેદ ઉડાવે છે અને શુદ્ધ દેવ, ગુરુ તથા ધર્મ ઉપર પ્રેમ જગાડી સમ્યક્ત્વ-રત્નને નિર્મળ બનાવે છે. નવકા૨થી ભવનો વિરાગ જાગે છે, તે લોભ-કષાયને હણી નાખે છે અને નવકા૨થી ભગવદ્-બહુમાન જાગે છે, તે મિથ્યાત્વશલ્યને દૂર કરી આપે છે. અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૪૧ Page #284 -------------------------------------------------------------------------- ________________ રાગદ્વેષનો પ્રતિકાર જ્ઞાનગુણ વડે થાય છે. જ્ઞાની પુરુષ નિષ્પક્ષ હોવાથી પોતાનામાં રહેલાં દુષ્કૃત્યોને જોઈ શકે છે. નિરંતર તેની નિંદા-ગ કરે છે અને તે દ્વારા પોતાના આત્માને દુષ્કૃત્યોથી ઉગારી લે છે. ‘ષદોષનો પ્રતિકાર દર્શનગુણ વડે થાય છે. સમ્યગ્દર્શનગુણને ધારણ કરનાર પુણ્યાત્મા નમસ્કારમાં રહેલા અરિહંતાદિના ગુણો, સત્કર્મો અને વિશ્વવ્યાપી ઉપકારોને જોઈ શકે છે, તેથી તેને વિષે પ્રમોદને ધારણ કરે છે. સત્કર્મો અને ગુણોની અનુમોદના તથા પ્રશંસા દ્વારા તેઓ પોતાના આત્માને સન્માર્ગે વાળી શકે છે. જ્ઞાન-દર્શન ગુણની સાથે જ્યારે ચારિત્રગુણ ભળે છે, ત્યારે મોહદોષનો મૂળથી ક્ષય થાય છે. મોહ જવાથી પાપમાં નિષ્પાપતાની અને ધર્મમાં અકર્તવ્યતાની બુદ્ધિ દૂર થાય છે. તે દૂર થવાથી પાપમાં પ્રવર્તન અને ધર્મમાં પ્રમાદ-બેદરકારી અટકી જાય છે. પાપનું પરિવર્જન અને ધર્મનું સેવન અપ્રમત્તપણે થાય છે. તે આત્મા ચારિત્ર-ધર્મરૂપી મહારાજના રાજ્યનો વફાદાર સેવક બને છે અને મોક્ષ-સામ્રાજ્યના સુખનો અનુભવ કરે છે. નવકારમાં સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્યારિત્ર એ ત્રણે ગુણોની આરાધના રહેલી હોવાથી દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદના અને પ્રભુ આજ્ઞાનું પાલન પ્રતિદિન વધતું જાય છે, તેથી મુક્તિસુખના અધિકારી થવાય છે. નિર્વેદ અને સંવેગરસ - નવકારમાં નિર્વેદ અને સંવેગરસનું પોષણ થાય છે. નિગોદઆદિમાં રહેલા જીવોના દુઃખનો વિચાર કરીને ચિત્તમાં સંસાર પ્રત્યે ઉગ ધારણ કરવો તે નિર્વેદરસ છે અને સિદ્ધિગતિમાં રહેલા સિદ્ધ ભગવંતાદિના સુખને જોઈને આનંદનો અનુભવ થવો તે સંવેગરસ છે. દુઃખી જીવોની દયા અને સુખી જીવોના પ્રમોદ વડે રાગ, દ્વેષ અને મોહ એ ત્રણે દોષોનો નિગ્રહ થાય છે. બધા દુઃખી આત્માનાં દુઃખ કરતાં નરકમાં નારકોનું દુઃખ વધી જાય છે, તેથી પણ અધિક દુઃખ નિગોદમાં રહેલું છે. બધા સુખી આત્માઓનાં સુખ કરતાં અનુત્તરના દેવોનું સુખ ચડી જાય છે, તેથી પણ એક સિદ્ધના આત્માનું સુખ અનંતગુણ અધિક છે. એક નિગોદનો જીવ જે દુઃખ ભોગવે છે, તે દુઃખની આગળ નિગોદ સિવાયના સર્વ દુઃખી જીવોનું દુઃખ એકત્ર થાય તોપણ કાંઈ વિસાતમાં નથી. એક સિદ્ધના જીવનું સુખ દેવ અને મનુષ્યના ત્રણે કાળના સુખનો અનંતવાર ગુણાકાર કે વર્ગ કરવામાં આવે તો પણ તેની સરખામણીમાં ઘણું વધારે છે. પોતાથી અધિક દુઃખીના દુઃખને દૂર કરવાની બુદ્ધિરૂપ દયાના પરિણામથી પોતાનું દુઃખ અને તેથી આવેલી દીનતા નષ્ટ થાય છે. પોતાથી અધિક સુખીનું સુખ જોઈને તેમાં હર્ષ કે પ્રમોદભાવ ધારણ કરવાથી પોતાના સુખનો મિથ્યા ગર્વ કે દર્પ ગળી જાય છે. દીનતા કે દર્પ, ભય કે દ્વેષ, ખેદ કે ઉગ આદિ ચિત્તના દોષોનું નિવારણ કરવા માટે ગુણાધિકની ભક્તિ અને દુઃખાધિકની દયા એ સરળ અને સર્વોત્તમ ઉપાય છે. તેને જ શાસ્ત્રની પરિભાષામાં સંવેગ-નિર્વેદ ગણાવ્યા છે. નવકારમાં તે બંને પ્રકારના રસો પોષાતા હોવાથી જીવની માનસિક અશાંતિ અને અસમાધિ તેના સ્મરણથી દૂર થાય છે. સેવનાકારણ પહેલી ભૂમિકા, અભય-અદ્વેષ-અખેદ નમસ્કારમંત્રની સાધનાથી શુદ્ધ આત્માઓ સાથે કથંચિત્ અભેદની સાધના થાય છે. જ્યાં અભેદ ત્યાં અભય એ નિયમ છે. ભેદથી ભય અને અભેદથી અભય અનુભવસિદ્ધ છે. ભય એ ચિત્તની ચંચળતારૂપ બહિરાત્મદશારૂપ આત્માનો પરિણામ છે. અભેદના ભાવનથી તે ચંચલતાદોષ નાશ પામે છે અને અંતરાત્મદશારૂપ નિશ્ચલતા ગુણ ઉત્પન્ન થાય છે. અભેદના ભાવનથી અભયની જેમ અષ પણ સધાય છે. શ્વેષ એ અરોચક ભાવરૂપ છે, તે અભેદના IN ૨૪૨ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #285 -------------------------------------------------------------------------- ________________ ભાવનથી ચાલ્યો જાય છે. અભેદના ભાવનથી જેમ ભય અને દ્વેષ ટળી જાય છે તેમ ખેદ પણ નાશ પામે છે. ખેદ એ પ્રવૃત્તિમાં થાકરૂપ છે. જ્યાં ભેદ ત્યાં ખેદ અને જ્યાં અભેદ ત્યાં અખેદ આપોઆપ આવે છે. નમસ્કારમંત્રના પ્રભાવે જેમ અભેદબુદ્ધિ દઢ થતી જાય છે. તેમ ભય, દ્વેષ અને ખેદ દોષ ચાલ્યા જાય છે અને તેના સ્થાને અભય અદ્વેષ અને અખેદ ગુણ આવે છે. ભય, દ્વેષ અને ખેદ જે આત્માના તાત્ત્વિક સ્વરૂપના અજ્ઞાનથી ઉત્પન્ન થતા હતા, તે આત્માનું શુદ્ધ અને તાત્ત્વિક સ્વરૂપનું સભ્યજ્ઞાન થતાંની સાથે દૂર થઈ જાય છે. નમસ્કારમંત્રમાં રહેલા પાંચે પરમેષ્ઠિઓ શુદ્ધ સ્વરૂપને પામેલા હોવાથી તેમનો નમસ્કાર જ્યારે ચિત્તમાં પરિણામ પામે છે, ત્યારે આત્મામાં સર્વની સાથે આત્મપણાથી તુલ્યતાનું જ્ઞાન તથા સ્વસ્વરૂપથી શુદ્ધતાનું જ્ઞાન આવિર્ભાવ પામે છે અને તે આવિર્ભાવ પામતાંની સાથે જ ભય દ્વેષ, અને ખેદ ચાલ્યા જાય છે. નમસ્કાર મંત્ર વૈરાગ્ય અને અભ્યાસ સ્વરૂપ પણ છે. વૈરાગ્ય એ નિર્કાન્ત જ્ઞાનનું ફળ છે અને અભ્યાસ એ ચિત્તની પ્રશાન્તવાહિતાનું નામ છે. ચિત્ત જ્યારે પ્રશમભાવને પામે છે, વિશ્વમૈત્રીવાળું બને છે, જ્યારે ચિત્તમાં વૈર-વિરોધનો અંશ પણ રહેતો નથી ત્યારે તે અભ્યાસનું ફળ ગણાય છે. વૈરાગ્ય જ્ઞાનરૂપ છે અને અભ્યાસ પ્રયત્નરૂપ છે. જ્ઞાનની પરાકાષ્ઠા તે વૈરાગ્ય અને સમતાની પરાકાષ્ઠા તે અભ્યાસ. જ્ઞાન અને સમતા જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે ત્યારે મોક્ષ સુલભ બને છે. નમસ્કારમંત્ર દોષની પ્રતિપક્ષ એવી ભાવના સ્વરૂપ છે. શ્રી નમસ્કારમંત્ર દોષની પ્રતિપક્ષ એવી ભાવના સ્વરૂપ પણ છે. यो यः स्याद् बाधको दोषस्तस्य तस्य प्रतिक्रियाम् । चिन्तयेद्दोषमुक्तेषु , प्रमोदं यतिषु व्रजन् ॥ १ ॥ યો શા., પ્ર.૩, શ્લોક-૧૩૬ સ્વોપજ્ઞ ટીકાકાર મહર્ષિ આ શ્લોકના વિવરણમાં ફરમાવે છે કેसुकरं हि दोषमुक्त - मुनिदर्शनेन प्रमोदात् आत्मन्यपि दोषमोक्षणम् જે દોષ પોતાને બાધક લાગે તે દોષને દૂર કરવાનો ઇલાજ તે દોષથી મુક્ત થયેલા મુનિઓના ગુણોને વિષે પ્રમોદભાવ ધારણ કરવો તે છે. દોષમુક્ત યતિઓના ગુણોને વિષે પ્રમોદભાવને ધારણ કરતો એવો જીવ તે તે દોષોથી સ્વયમેવ મુક્ત બની જાય છે. પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રનું સ્મરણ પરમેષ્ઠિપદે બિરાજમાન મહામુનિઓના ગુણોને વિષે બહુમાન ભાવ ઉત્પન્ન કરે છે, તેથી સ્મરણ કરનારનાં અંતઃકરણમાં રહેલા તે તે દોષો સ્વયમેવ ઉપશાંતિને પામે છે. કામદોષનો પ્રતિકાર સ્થૂલભદ્ર મુનિનું ધ્યાન છે, ક્રોધદોષનો પ્રતિકાર ગજસુકુમાલ મુનિનું ધ્યાન છે, લોભદોષનો પ્રતિકાર શાલિભદ્ર અને ધન્યકુમારમાં રહેલા તપ, સત્ય, સંતોષ આદિ ગુણોનું ધ્યાન છે. એ રીતે માનને જીતનાર બાહુબલિ અને ઇન્દ્રભૂતિ, મોહને જીતનાર જંબૂસ્વામી અને વજકુંવર, મદ-માન અને તૃષ્ણાને જીતનાર મલ્લીનાથ, નેમનાથ અને ભરત ચક્રવર્તી આદિ મહાન આત્માઓનું ધ્યાન તે તે દોષોનું નિવારણ કરનાર થાય છે. શ્રી નમસ્કાર મહામંત્રમાં ત્રણે કાળના અને સર્વ સ્થળોના મહાપુરુષો કે જેમણે મદ-માન, માયા, લોભ, ક્રોધ, કામ અને મોહ આદિ દોષો ઉપર વિજય મેળવ્યો છે, તે સર્વનું ધ્યાન થતું હોવાથી ધ્યાતાના તે તે દોષો કાળક્રમે સમૂળપણે વિનશ્વર થાય છે એ રીતે નમસ્કારમંત્ર, દોષોની પ્રતિપક્ષ ભાવનારૂપ બનીને ગુણકારી થાય છે. એ જ અર્થને જણાવનાર નીચેનો એક શ્લોક અને તેની ભાવના નમસ્કારની જ અર્થભાવનાસ્વરૂપ બની જાય છે. IN અનુપ્રેક્ષાકિરણ ૧ છે ૨૪૩ ૨૪૩ Page #286 -------------------------------------------------------------------------- ________________ धन्यास्ते वन्दनीयास्ते, तैस्त्रैलोक्यं पवित्रितम् । यैरेष भुवन-क्लेशी कामल्लो विनिर्जितः ॥ १ ॥ -ધર્મબિન્દુ ટીકા તે પુરુષોને ધન્ય છે, તે પુરુષો વંદનીય છે અને તે પુરુષોએ ત્રણે લોકને પવિત્ર કર્યા છે, કે જેઓએ કામરૂપી મલ્લને જીતી લીધો છે. એ જ રીતે ક્રોધરૂપી મલ્લ, લોભરૂપી મલ્લ, મોહરૂપી મલ્લ, માનરૂપી મલ્લ અને બીજા પણ આકરા દોષરૂપી મલ્લો જેણે જેણે જીતી લીધા છે તે તે પુરુષો પણ ધન્ય, વંદ્ય અને ત્રૈલોક્યપૂજ્ય છે એવી ભાવના ક૨ી શકાય છે અને તે બધી ભાવનાઓ શ્રી નમસ્કારમંત્રના સ્મરણ સમયે થઈ શકે છે. ઇષ્ટનો પ્રસાદ અને પૂર્ણતાની પ્રાપ્તિ મંત્રજપમાં નિત્ય નવો અર્થ થાય છે, શબ્દ તેનો તે જ રહે છે અને અર્થ નિત્ય નૂતન પ્રાપ્ત થાય છે. ધાન્ય તેનું તે છે, છતાં નિત્ય તેમાં નવો સ્વાદ ક્ષુધાના પ્રમાણમાં અનુભવાય છે. તે જ વાત તૃષાતુરને જળમાં અને પ્રાણ ધારણ કરનાર જીવને પવનમાં અનુભવાય છે. તૃષા તથા ક્ષુધાને શમાવવાની અને પ્રાણને ટકાવવાની તાકાત જ્યાં સુધી જળ, અન્ન અને પવનમાં રહેલી છે ત્યાં સુધી તેની ઉપયોગિતા અને નિત્ય નૂતનતા માનવી મનમાં ટકી રહે છે. નામમંત્રનો જાપ પણ આત્માની ક્ષુધા-તૃષાને શમાવના૨ છે અને આત્માના બળ-વીર્યને વધારનાર છે, તેથી તેની ઉપયોગિતા અને નિત્ય નૂતનતા સ્વયમેવ અનુભવાય છે. નમસ્કારમંત્રનો જાપ એક બાજુ ઇષ્ટનું સ્મરણ, ચિંતન અને ભાવન કરાવે છે અને બીજી બાજુ નિત્ય નૂતન અર્થની ભાવના જગાડે છે, તેથી તે મંત્રને માત્ર અન્ન જળ અને પવન તુલ્ય જ નહિ કિન્તુ પારસમણિ, ચિંતામણિ, કલ્પવૃક્ષ, અને કાકુમ્ભ કરતાં પણ વધારે મૂલ્યવાન માન્યો છે. માનવમનમાં નરકનું સ્વર્ગ અને સ્વર્ગનું નક ઊભું કરવાની તાકાત છે. ઉત્તમ મંત્ર વડે તે નરકનું સ્વર્ગ રચી શકે છે. શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક ઉત્તમ મંત્રનો જપ કરનારા સર્વદા સુરક્ષિત છે. નામ અને નમસ્કારમંત્ર વડે ઇષ્ટનો પ્રસાદ અને પૂર્ણતાની પ્રાપ્તિ થાય છે. ઇષ્ટનું નામ સર્વ મુશ્કેલીઓમાંથી જીવને પાર ઉતારનારું સર્વોત્તમ સાધન છે. ઇષ્ટનો નમસ્કાર સર્વપાપપ્રવૃત્તિ અને પાપવૃત્તિનો સમૂળ વિનાશ કરે છે. ઇષ્ટતત્ત્વની અચિત્ત્વ શક્તિ ધર્મમાત્રનું ધ્યેય આત્મજ્ઞાન છે, મંત્રના ધ્યાનમાત્રથી તે સિદ્ધ થાય છે. મંત્રનું રટણ એક બાજુ હૃદયનો મેલ, ઈર્ષા-અસૂયાદિને સાપ ક૨વાનું કાર્ય કરે છે, બીજી બાજુ તન-મન-ધનની આધિ, વ્યાધિ અને ઉપાધિઓને ટાળી આપે છે. શરીરનો વ્યાધિ અસાધ્ય હોય અને કદાચ ન ટળે તોપણ મનની શાંતિ અને બાહ્ય વ્યાધિ માત્રને સમતાથી સહન કરવાની શક્તિ તો તે આપે જ છે. તે કેવી રીતે આપે છે એ પ્રશ્ન અસ્થાને છે. કેટલાક પ્રશ્ન અને તેના ઉત્તર બુદ્ધિથી કે બુદ્ધિને આપી શકાય તેવા હોતા નથી. હૃદયની વાત હૃદય જ જાણી શકે છે. શ્રદ્ધાની વાત શ્રદ્ધા જ સમજી શકે છે. પરમાત્મતત્ત્વ અને તેની શક્તિ ન માનનારને મન પોતાનો ‘અહં’ એ જ પરમાત્માનું સ્થાન લે છે. સર્વ સમર્થનું શ૨ણ લીધા વિના અહં કદી ટળતો નથી અને અહં ટળતો નથી ત્યાં સુધી શાંતિનો અનુભવ આકાશકુસુમવત્ છે. પૂ. ઉપાધ્યાય શ્રીયશોવિજયજી મહારાજશ્રીએ ‘અધ્યાત્મસારગ્રંથ’ના અનુભવાધિકારમાં કહ્યું છે કે :शान्ते मनसि ज्योतिः प्रकाशते शान्तमात्मनः सहजम् । भस्मीभवत्यविद्या, मोहध्वान्तं विलयमेति ॥ १ ॥ મન જ્યારે શાંત થાય છે ત્યારે તે શાન્ત ચિત્તમાં આત્માનો સહજ શુદ્ધ સ્વભાવ પ્રકાશિત થાય છે, તે વખતે અનાદિકાલીન અવિદ્યા-મિથ્યાત્વમોહરૂપ અંધકાર નાશ પામે છે. ૨૪૪ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૫૨માત્મા અને તેના નામનો લાભ બધાને નહિ પણ સદાચારી, શ્રદ્ધાવાન અને ભક્ત હૃદયને જ મળે છે. પરમાત્માની અચિત્ત્વ શક્તિ ઉ૫૨ મનુષ્યને જ્યારે પૂરેપૂરી શ્રદ્ધા બેસે છે ત્યારે તેની સાતે ધાતુઓનું રૂપાંતર થાય છે. તેથી પરમાત્માનું નામ એ ભક્ત માટે બ્રહ્મચર્યની દશમી વાડ પણ છે. નવ વાડ કરતાં પણ તેનું સામર્થ્ય અપેક્ષાએ અધિક છે. મંત્રયોગની સિદ્ધિ મંત્ર એ શબ્દોનો સમૂહ છે, જેનો કોઈ અર્થ નીકળતો હોય છે. આ શબ્દોના અર્થને સાકાર થવું એ જ મંત્રને સિદ્ધ થવું ગણાય છે. શબ્દથી વાયુ પર આઘાત થાય છે. જ્યારે કોઈ શબ્દ બોલાય છે ત્યારે અનંત એવા વાયુરૂપી મહાસાગરમાં તરંગ પેદા થાય છે. તરંગથી ગતિ, ગતિથી ગરમી અને ગરમીથી સ્વાસ્થ્ય સુધરે છે. પ્રાણાયામનો પણ એ જ ઉદ્દેશ છે અને તે ઉદ્દેશ મંત્રજાપથી સિદ્ધ થાય છે. મંત્રનો જાપ હૃદયમાંથી દૂષિત ભાવનાઓને બહાર કાઢી અન્તઃકરણને શુદ્ધ કરે છે. મંત્રજાપ વડે ગરમી વધવાથી મસ્તિષ્કની ગુપ્ત સમૃદ્ધિનો કોષ ખૂલી જાય છે અને એ દ્વારા ધાર્યું કાર્ય સિદ્ધ થાય છે. શબ્દ રચનાની શક્તિ અત્યંત પ્રબળ હોય છે. જે કાર્ય વર્ષોમાં નથી થઈ શકતું તે કાર્ય યોગ્ય શબ્દરચના દ્વારા થોડી જ ક્ષણોમાં થઈ શકે છે. નમસ્કારમંત્ર એ કારણથી મોટો મંત્ર ગણાય છે અને મોટામાં મોટાં અસાધ્ય-દુઃસાધ્ય કાર્યો પણ એનાથી સિદ્ધ થતાં જોવાય છે. ‘ઉત્સાહાનિશ્ચયાત, ધૈર્યાત, સંતોષાત્તત્ત્વવર્શનાત્। મુનેર્નનપવત્યાગાત. ડ્રિમિર્ચેનઃ પ્રસિધ્દતિ ॥’ બીજા યોગની જેમ મંત્રયોગની સિદ્ધિ પણ ઉત્સાહ, નિશ્ચય, ધૈર્ય, સંતોષ, તત્ત્વદર્શન અને લોકસંપર્કના ત્યાગથી થઈ શકે છે. અમૂર્ત અને મૂર્ત વચ્ચેનો સેતુ નમો એ ધર્મવૃક્ષનું મૂળ છે, ધર્મનગરનું દ્વાર છે, ધર્મપ્રાસાદનો પાયો છે, ધર્મરત્નનું નિધાન છે, ધર્મ જગતનો આધાર છે અને ધર્મરસનું ભાજન છે. નમસ્કારરૂપી મૂળ વિના ધર્મવૃક્ષ સુકાય છે. નમસ્કારરૂપી દ્વાર વિના ધર્મનગરમાં પ્રવેશ અશક્ય છે. નમસ્કારરૂપી પાયા વિના ધર્મપ્રાસાદ ટકી શકતો નથી. નમસ્કારરૂપી તિજોરી વિના ધર્મરત્નોનું રક્ષણ થતું નથી. નમસ્કારરૂપી આધાર વિના ધર્મજગત નિરાધાર છે. નમસ્કારરૂપી ભાજન વિના ધર્મરસ ટકી શકતો નથી અને ધર્મના રસનો સ્વાદ ચાખી શકાતો નથી. ‘વિનય-મૂલો ધમ્મો’ અર્થાત્ ધર્મનું મૂળ વિનય છે. નમસ્કાર એ વિનયનો જ એક પ્રકાર છે. ગુણાનુરાગ એ ધર્મદ્વાર છે અને નમસ્કાર ગુણાનુરાગની ક્રિયા છે. શ્રદ્ધા એ ધર્મમહેલનો પાયો છે. નમસ્કાર એ શ્રદ્ધા અને રુચિનું બીજું નામ છે. મૂલ ગુણો અને ઉત્તર ગુણો એ રત્નો છે, નમસ્કાર તેનું મૂલ્યાંકન છે. ચતુર્વિધસંઘ અને માર્ગાનુસા૨ી જીવો એ ધર્મરૂપી જગત છે, તેમનો આધાર નમસ્કાર ભાવ છે. સમતાભાવ, વૈરાગ્યભાવ, ઉપશમભાવ એ ધર્મનો રસ છે. એ રસાસ્વાદ માટેનું ભાજન પાત્ર કે આધાર નમસ્કાર છે. વિનય, ભક્તિ, શ્રદ્ધા, રુચિ, આર્દ્રતા, નિરભિમાનિતા વગેરે નમસ્કાર ભાવના જ પર્યાયવાચક વિભિન્ન શબ્દો છે, તેથી નમસ્કારભાવ એ જ ધર્મનું મૂળ, દ્વાર, પીઠ, નિધાન, આધાર અને ભાજન છે. અમૂર્ત અને મૂર્ત વચ્ચે એકમાત્ર પુલ, સેતુ કે સંધિ હોય તો તે નમસ્કાર છે. નવકારમાં સર્વ સંગ્રહ નવકા૨માં ચૌદ ‘ન’ કાર છે (પ્રાકૃત ભાષામાં ‘ન' અને ‘ણ’ બન્ને વિકલ્પે આવે છે) તે ચૌદ પૂર્વોને જણાવે છે અને નવકાર ચૌદ પૂર્વરૂપી શ્રુતજ્ઞાનનો સાર છે એવી પ્રતીતિ કરાવે છે. નવકારમાં બાર ‘અ’ કાર છે તે બાર અંગોને જણાવે છે. નવ ‘ણ’કાર છે તે નવનિધાનને સૂચવે છે. પાંચ ‘ન’કાર પાંચ જ્ઞાનને, આઠ ‘સ’કાર અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૪૫ Page #288 -------------------------------------------------------------------------- ________________ આઠ સિદ્ધિને, નવ મ કાર ચાર મંગળ અને પાંચ મહાવ્રતોને, ત્રણ “લ'કાર ત્રણ લોકને, ત્રણ “હકાર આદિ, મધ્ય અને અંત્ય મંગળને, બે “ચ'કાર દેશ અને સર્વ ચારિત્રને, બે “ક' કાર બે પ્રકારના ઘાતી-અઘાતી કર્મોને, પાંચ “પ'કાર પાંચ પરમેષ્ઠિને, ત્રણ “૨'કાર (જ્ઞાન, દર્શન ચારિત્રરૂપી) ત્રણ રત્નોને, ત્રણ “યકાર (મન, વચન, કાયાના) ત્રણ યોગો અને તેના નિગ્રહને, બે “ગકાર (ગુરુ અને પરમગુરુ એમ) બે પ્રકારના ગુરુઓને અને બે “એ'કાર સાતમો સ્વર હોવાથી સાત રાજ ઊર્ધ્વ અને સાત રાજ અધો એવા ચૌદ રાજલોકને સૂચવે છે. મૂળમંત્રના ચોવીસ ગુરુ અક્ષરો ચોવીસ તીર્થંકરોરૂપી પરમ ગુરુઓને અને અગિયાર લઘુઅક્ષરો વર્તમાન તીર્થપતિના અગિયાર ગણધર ભગવંતોરૂપી ગુરુઓને પણ જણાવનારા છે. પ્રાણશક્તિ અને મનસ્તત્વ નમસ્કારરૂપી ક્રિયા દ્વારા શ્વાસનું મનસ્તત્ત્વમાં રૂપાંતર થઈ જાય છે. જેમ જેમ નમસ્કારના જાપની સંખ્યા વધતી જાય છે, તેમતેમ આધ્યાત્મિક ઉન્નતિ થતાંની સાથે સાધક શ્વાસપ્રશ્વાસને મનની જ ક્રિયારૂપે જાણી શકે છે.તેથી મનના સંકલ્પ-વિકલ્પો શમી જાય છે. મનને સીધેસીધી રીતે પ્રાણશક્તિ દ્વારા જ સંયમમાં લેતી ક્રિયા-પ્રણાલિ અનન્તને પહોંચવાનો સહેલામાં સહેલો, ખૂબ જ અસરકારક અને સંપૂર્ણ રીતે વૈજ્ઞાનિક રસ્તો છે. નમસ્કારની ક્રિયા અને જપ દ્વારા આ માર્ગની સરળપણે સિદ્ધિ થતી જાય છે, તેથી જપ દ્વારા થતી નમસ્કારની ક્રિયાનો માર્ગ અનન્ત એવા પરમાત્મસ્વરૂપને પામવાનો ઝડપી, સુનિશ્ચિત અને અનેક મહાપુરુષો વડે અનુભવીને પ્રકાશેલો રાજમાર્ગ છે. તુલસીદાસજીનું પણ કથન છે કે : नाम लिया उसने सब कुछ लिया ए सब शास्त्रका भेद, नाम लिया विना नरक में पड़े पढ पढ पुरान अरू वेद, મંત્રના શબ્દોમાં થતો પ્રાણનો વિનિયોગ કોઈ એક અર્થમાં જ પુરાઈ ન રહેતાં શાસ્ત્રનિર્દિષ્ટ સર્વ અર્થોમાં વ્યાપી જાય છે. મંત્રજાપ વડે શરીર, પ્રાણ, ઇન્દ્રિયો, મન, બુદ્ધિ અને પ્રજ્ઞાપત્યંત સર્વ કરણો શુદ્ધિને અનુભવે છે અને આધ્યાત્મિક આનંદની અનુભૂતિપર્યંત જીવાત્માને લઈ જાય છે. મંત્રના શબ્દો વડે મન-બુદ્ધિ આદિનું પ્રાણતત્ત્વમાં રૂપાંતર થાય છે અને પ્રાણતત્ત્વ સીધેસીધી આત્માનુભૂતિ કરાવે છે. પ્રાણતત્ત્વ આત્માના વીર્યગુણની સાથે નિકટનો સંબંધ ધરાવે છે. શબ્દના બે અર્થ હોય છે : એક વાર્થ અને બીજો લક્ષ્યાર્થ. વાચ્યાર્થીનો સંબંધ શબ્દકોષ સાથે છે, લક્ષ્યાર્થીનો સંબંધ સાક્ષાત જીવન સાથે છે. પંચમંગલનો લક્ષ્યાર્થ પ્રાણતત્ત્વની શુદ્ધિ દ્વારા સાક્ષાત જીવનશુદ્ધિ કરાવનારો થાય છે. કર્મનો નિરનુબંધ ક્ષય. ચિત્તમાં અરતિ, ઉદ્વેગ અને કંટાળો જણાય ત્યારે જાણવું કે મોહનીયકર્મનો ઉદય અને તેની સાથે અશુભકર્મનો વિપાક જાગ્યો છે, તેને ટાળવાનો ઉપાય પંચમંગલ છે એમ શાસ્ત્રકારોએ કહ્યું છે. એકાગ્રતાપૂર્વક પંચમંગલનો જાપ શાંત ચિત્તે કરવાથી અશુભકર્મ ટળી જઈ શુભ બની જાય છે. તેનો અર્થ એ છે કે ઉદયમાં આવેલું કર્મ અવશ્ય ભોગવવું પડે છે. તેને જ્ઞાની જ્ઞાનથી, સમતાથી અને અજ્ઞાની અજ્ઞાનથી, આર્તરૌદ્રધ્યાનથી વેદે છે. જ્ઞાનીને નવીન બંધ થતો નથી, અજ્ઞાનીને થાય છે. સત્તામાંથી એટલે સંચિતમાંથી ઉદયમાં આવવા સમ્મુખ થયેલા કર્મમાં વર્તમાનના શુભાશુભ ભાવથી ફેરફાર થઈ શકે છે. પંચમંગલના જાપ અને સ્મરણમાં જ્ઞાનીના જ્ઞાનગુણની, સાધુના સંયમગુણની, તપસ્વીઓના તપગુણની અનુમોદના થાય છે અને તે તે ગુણોનું માનસિક આસેવન થાય છે. તેથી જે શુભ ભાવ જાગે છે. તેનાથી કર્મનીસ્થિતિ અને અશુભરસ ઘટી જાય ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #289 -------------------------------------------------------------------------- ________________ છે અને શુભરસ વધી જાય છે; તથા ઉદયાગતકર્મ સમતાભાવે વેદાઈ જતું હોવાથી તેનો નિરનુબંધ લય થઈ જાય પંચમંગલથી ભાવધર્મનું આરાધન થાય છે કેમ કે તેમાં રત્નત્રયધરોને વિષે ભક્તિ પ્રકટે છે, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ઉત્સાહ જાગે છે, સર્વના શુભની જ એક ચિન્તાનો ભાવ પ્રગટે છે અને અશુભ સંસાર પ્રત્યે નિર્વેદની ભાવના જન્મે છે. કહ્યું છે કે रत्नत्रयधरेष्वेका, भक्तिस्तत्कार्यकर्म च । शुभैकचिन्तासंसार-जुगुप्सा चेति भावना ॥ આ ભાવધર્મ દાન, શીલ, તપ આદિ દ્રવ્યધર્મની વૃદ્ધિ કરે છે અને તે દ્રવ્યધર્મની વૃદ્ધિ પાછી ભાવધર્મની વૃદ્ધિ કરે છે. એમ ઉત્તરોત્તર દ્રવ્ય-ભાવધર્મની વૃદ્ધિ તેની પરાકાષ્ઠાને પામી સર્વકર્મરહિત મોક્ષનું કારણ બને છે. નવકારમંત્રના પદોમાં ગુણ-ગુણીની ઉપાસના ઉપરાંત શબ્દ દ્વારા શુભ સ્પંદનો ઉત્પન્ન કરવાની જબરદસ્ત શક્તિ છે. તેથી તેને સર્વ મંગલોમાં પહેલું મંગલ અને સર્વ કલ્યાણોમાં ઉત્કૃષ્ટ કલ્યાણ કહ્યું છે. ચારેય નિપા વડે થતી પાંચેય પરમેષ્ઠિઓની ભક્તિ નવકારમંત્રમાં રહેલી હોવાથી સર્વ પ્રકારના શુભ, શિવ અને ભદ્ર તથા પવિત્ર, નિર્મળ અને પ્રશસ્ત ભાવો પેદા કરવાનું સામર્થ્ય તેમાં રહેલું છે. અનિર્મીત વસ્તુનો નામાદિ દ્વારા નિર્ણય કરાવે, શબ્દ દ્વારા અર્થનો અને અર્થ દ્વારા શબ્દનો નિશ્ચિત બોધ કરાવે તથા અનભિમત અર્થનો ત્યાગ અને અભિમત અર્થનો સ્વીકાર કરાવવામાં ઉપયોગી થાય તે નિલેપ કહેવાય નવકારમંત્રનાં પદો નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપોની સાથે સંબંધ ધરાવનારાં હોવાથી સમગ્ર વિશ્વની શુભ વસ્તુઓ સાથે સંબંધ કરાવે છે. એ દ્વારા અશુભકર્મનો ક્ષય અને શુભકર્મનો બંધ કરાવી પરંપરાએ મુક્તિસુખને મેળવી આપે છે. તેથી નવકારમંત્ર એ સર્વ શુભોમાં ઉત્કૃષ્ટ શુભ અને સર્વ મંગલોમાં ઉત્કૃષ્ટ મંગલ પણ કહેવાય છે. મોક્ષમાર્ગમાં પુષ્ટાવલંબના નવકારમંત્ર એ જીવને પોતાની ઉન્નતિ સાધવામાં પુષ્ટાવલબં છે. અલક્ષ્યને સાધવા માટે લક્ષ્યનું અવલંબન લેવું તે સાલંબન ધ્યાન છે. આલંબન વડે ધ્યેયમાં ઉપયોગની એકતા થાય છે. ઉપયોગ એટલે બોધરૂપ વ્યાપાર અને એકતા એટલે સજાતીય જ્ઞાનની ધારા. નિમિત્ત કારણો બે પ્રકારનાં છે પુષ્ટ અને અપુષ્ટ. જે કાર્ય સિદ્ધ કરવાનું હોય તે કાર્ય અથવા સાધ્ય જેમાં વિદ્યમાન હોય તે પુષ્ટ નિમિત્ત છે. મોક્ષમાર્ગમાં સાધ્ય સિદ્ધત્વ છે તે શ્રી અરિહંતસિદ્ધાદિ પરમેષ્ઠિઓમાં છે, તેથી તેમનું નિમિત્ત એ પુષ્ટ નિમિત્ત છે, તેમનું આલંબન એ પુષ્ટ આલંબન છે. પાણીમાં સુગંધરૂપી કાર્ય ઉત્પન્ન કરવું હોય તો પુષ્પો એ પુષ્ટ નિમિત્ત છે, કારણ કે પુષ્પમાં સુગંધ રહેલી છે. સ્મરણ, વિચિંતન અને ધ્યાન વડે પુષ્ટ નિમિત્તોનું આલંબન લઈ શકાય છે. પુષ્ટ નિમિત્તોનાં સ્મરણને શાસ્ત્રોમાં મોક્ષમાર્ગનો પ્રાણ કહ્યો છે. સ્મરણ એ સર્વ સિદ્ધિઓને આપવામાં અચિત્ય ચિન્તામણિ સમાન ગણાય છે. નિમિત્તોની સ્મૃતિરૂપી ચિન્તામણિરત્ન પ્રશસ્ત ધ્યાનાદિ ભાવોને પ્રાપ્ત કરાવી પ્રશસ્ત ફળોને અભિવ્યક્ત કરે છે. સ્મરણ, વિચિંતન અને ધ્યાન એ સાધનાનું જીવન, પ્રાણ અને વીર્ય છે. પુષ્ટ નિમિત્તોના આલમ્બનથી તે પ્રાપ્ત છે. તેથી પુષ્ટ નિમિત્તો સાધનાના પ્રાણ ગણાય છે. શ્રી સિદ્ધસેનસૂરિજી ફરમાવે છે કે :પુષ્ટર્નનેન્દ્રોડયું, મોક્ષ-સમાવ-સાઘને ? મોક્ષરૂપી કાર્યની સિદ્ધિ માટે શ્રી જિનેન્દ્ર ભગવાન અને ઉપલક્ષણથી પાંચ પરમેષ્ઠીઓ પુષ્ટ નિમિત્ત છે. તેથી શ્રી નમસ્કારમંત્ર પુષ્ટ આલંબનરૂપ થઈને સર્વ સાધકોને સાધ્યની સિદ્ધિ કરાવે છે. અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૪૭. ૨૪૭ પN Page #290 -------------------------------------------------------------------------- ________________ દેહનું દ્રવ્યસ્વાસ્થ્ય અને આત્માનું ભાવસ્વાસ્થ્ય પંચમંગલમહાશ્રુતસ્કંધરૂપ હોવાથી સમ્યગ્ જ્ઞાનસ્વરૂપ છે. પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ હોવાથી સમ્યગ્દર્શનસ્વરૂપ છે. તથા સામાયિકની ક્રિયાના અંગરૂપ અને મન, વચન, કાયાની પ્રશસ્ત ક્રિયારૂપ હોવાથી કથંચિત્ ચારિત્રસ્વરૂપ પણ છે. જ્ઞાનમાં પ્રધાનતા મનની, સ્તુતિમાં પ્રધાનતા વચનની અને ક્રિયામાં પ્રધાનતા કાયાની રહેલી છે. આયુર્વેદ મુજબ વાત, પિત્ત અને કફની વિષમતા તે રોગ અને સમાનતા તે આરોગ્ય છે. જ્યાં મન ત્યાં પ્રાણ અને જ્યાં પ્રાણ ત્યાં મન, એ ન્યાયે સમ્યજ્ઞાન, વાત વૈષમ્યને શમાવે છે. જ્યાં દર્શન, સ્તવન, ભક્તિ આદિ હોય ત્યાં મધુર પરિણામ હોય છે અને તે પિત્ત પ્રકોપને શમાવે છે. જ્યાં કાયાની સમ્યક્રિયા ત્યાં ગતિ છે અને જ્યાં ગતિ ત્યાં ઉષ્ણતા હોય જ. ઉષ્ણતા કફના પ્રકોપને શમાવે છે. એ રીતે શ્રી પંચમંગલમાં શરીરનું અસ્વાસ્થ્ય નિપજાવનાર ત્રિદોષને શમાવવાની શક્તિ છે. બીજી રીતે વિચારતાં રાગ એ જ્ઞાનગુણનો ઘાતક છે, દ્વેષ એ દર્શનગુણનો ઘાતક છે અને મોહ એ ચારિત્રગુણનો ઘાતક છે. તેથી વિપરીત પંચમંગલમાં જ્ઞાન છે, દર્શન છે, ચારિત્ર છે તથા મનની, વચનની અને કાયાની પ્રશસ્ત ક્રિયા છે. તેથી પંચમંગલમાં દેહને દૂષિત કરનાર વાત, પિત્ત અને કફ દોષને શમાવવાની શક્તિ છે તેમ આત્માને દૂષિત ક૨ના૨ રાગ, દ્વેષ અને મોહને શમાવવાની પણ શક્તિ છે. વિકૃત જ્ઞાન એ રાગ છે, વિકૃત શ્રદ્ધા એ દ્વેષ અને વિકૃત વર્તન એ મોહ છે. રાગી દોષને જોતો નથી, દ્વેષી ગુણને જોતો નથી અને મોહી જાણવા છતાં ઊંધું વર્તન કરે છે. ગુણ અને દોષનું યથાર્થ જ્ઞાન ક૨વા માટે રાગ અને દ્વેષને જીતવા જોઈએ તથા યથાર્થ વર્તન કરવા મોહને જીતવો જોઈએ. જ્યાં જ્યાં વર્તનમાં દોષ જણાય ત્યાં ત્યાં જ્ઞાન દૂષિત જ હોય એવો નિયમ નથી. જ્ઞાન યથાર્થ હોવા છતાં વર્તન દૂષિત થવામાં કારણ પ્રમાદશીલતા, દુઃસંગ અને અનાદિ અસદભ્યાસ છે. તે કા૨ણે ૨ાગાદિ દોષોનો નિગ્રહ ક૨વા માટે એક બાજુ યથાર્થ જ્ઞાન અને બીજી બાજુ યથાર્થ વર્તનનો અભ્યાસ જરૂરી છે. જ્ઞાન મનમાં, સ્તુતિ-સ્તવ વચનમાં અને પ્રવૃત્તિ કાયા વડે થાય છે. કફ દોષ કાયાની ક્રિયા સાથે સંબંધ રાખે છે. પીત્તદોષ વચનની ક્રિયા સાથે સંબંધ રાખે છે અને વાતદોષ મનની ક્રિયા સાથે સંબંધ રાખે છે. રાગ, દ્વેષ અને મોહ એ ત્રણ દોષો પણ અનુક્રમે મન, વચન અને કાયાની ક્રિયા સાથે સંબંધ ધરાવે છે. રાગની અભિવ્યક્તિ મુખ્યત્વે મનમાં, દ્વેષની અભિવ્યક્તિ મુખ્યત્વે વચનમાં અને મોહની અભિવ્યક્તિ મુખ્યત્વે ક્રિયા દ્વારા થાય છે. પંચમંગલ જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ હોવાથી તથા તેમાં મન, વચન, અને કાયા ત્રણેયની પ્રશસ્ત ક્રિયા હોવાથી આત્માને દૂષિત કરનાર રાગ, દ્વેષ અને મોહ તથા શરીરને દૂષિત ક૨ના૨ વાત, પિત્ત અને કફનો નિગ્રહ ક૨વાની શક્તિ તેમાં રહેલી છે. તેથી શ્રી પંચમંગલનું આરાધન, આત્માનું ભાવસ્વાસ્થ્ય અને દેહનું દ્રવ્યસ્વાસ્થ્ય-ઉભયને આપવાની એક સાથે શક્તિ ધરાવે છે. પ્રથમપદનો અર્થ ભાવનાપૂર્વક જાપ સમગ્ર નવકા૨ની જેમ નવકા૨ના પ્રથમપદના જાપથી મન-વચન-કાયાના યોગો અને આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણોની શુદ્ધિ થાય છે. દેહની ત્રણ ધાતુઓ વાત, પિત્ત અને કફ તથા આત્માના ત્રણ દોષો રાગ, દ્વેષ અને મોહ અનુક્રમે ત્રણ યોગની અને ત્રણ ગુણની શુદ્ધિ વડે દૂર થાય છે. ‘નમો’ પદ વડે મનોયોગ અને જ્ઞાનગુણની ‘અરિહં’ પદ વડે વચનયોગ અને દર્શનગુણની તથા ‘તાણું’ પદ વડે કાયયોગ અને ચારિત્રગુણની શુદ્ધિ થાય છે. ત્રણ યોગની શુદ્ધિ વડે વાત, પિત્ત અને કફના વિકારો તથા ત્રણ ગુણની શુદ્ધિ વડે રાગ, દ્વેષ અને મોહના દોષો નાશ પામે છે. તેથી શ્રી નવકારમંત્રના પ્રથમપદના જાપ વડે શરીર અને આત્મા ઉભયની શુદ્ધિ થાય છે. ૨૪૮ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #291 -------------------------------------------------------------------------- ________________ શુભ મનોયોગથી વાત વિકાર જાય છે, શુભ વચનયોગથી પિત્તવિકાર જાય છે અને શુભ કાયયોગથી કફ વિકાર જાય છે. સમ્યજ્ઞાન વડે રાગદોષ જાય છે, સમ્યગ્દર્શનવડે દ્વેષદોષ જાય છે અને સમ્યક્યારિત્રવડે મોહદોષ જાય છે. મનની શુદ્ધિ મુખ્યત્વે “નમો' પદ અને તેના અર્થની ભાવના વડે થાય છે. વચનની શુદ્ધિ અરિહં' પદ અને તેના અર્થની ભાવના વડે થાય છે. કાયાની શુદ્ધિ ‘તાણં' પદ અને તેના અર્થની ભાવના વડે થાય છે. નમો પદ મંગલસૂચક છે, અરિહં પદ ઉત્તમત્તાનું સૂચક છે અને તાણં પદ શરણ અર્થને સૂચવે છે. મંગલ, ઉત્તમ અને શરણને જણાવનાર પ્રથમ પદની અર્થભાવના અનુક્રમે જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધિ કરે છે. સાચું જ્ઞાન દુષ્કતવાન એવા પોતાના આત્માની ગઈ કરાવે છે, સાચું દર્શન સુકૃતવાન એવા અરિહંતાદિની સ્તુતિ કરાવે છે અને સાચું ચારિત્ર આજ્ઞાપાલનના ભાવનો વિકાસ કરે છે. દુષ્કૃત પ્રત્યેનો રાગ, સુકૃત પ્રત્યેનો દ્વેષ અને આજ્ઞાપાલન પ્રત્યેનો પ્રસાદ સમ્યજ્ઞાન, દર્શન અને ચારિત્ર ગુણના વિકાસથી નાશ પામે છે અને એ ત્રણે ગુણોનો વિકાસ પ્રથમપદની અર્થભાવનાપૂર્વક થતા તેના જાપ વડે સુસાધ્ય બને છે. નવકાર, ચૌદપૂર્વ અને અપ્રવચનમાતા મહામંત્રનો મુખ્ય વિષય યોગશાસ્ત્રમાં વર્ણવેલ લક્ષણોવાળી મનોગુપ્તિ છે. ત્યાં કહ્યું છે કે विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रतिष्ठितम् । आत्मारामं मनस्तज्जैर्मनोगुप्तिरूदाहृता ॥ આર્ત -રૌદ્રધ્યાનનો ત્યાગ, ધર્મધ્યાનમાં સ્થિરતા અને આત્મારામવાળું શુકલધ્યાન જેમાં હોય તેને જ્ઞાની પુરુષોએ મનોગુપ્તિ કહી છે. નવકારમંત્રના જાપથી તે ત્રણે કાર્યો ઓછા વત્તા અંશે સિદ્ધ થતાં દેખાય છે. તેથી મનોગુપ્તિની જેમ નવકારને પણ ચૌદપૂર્વનો સાર કહ્યો છે. ચૌદપૂર્વનો સાર જેમ નવકારમંત્ર છે, તેમ અષ્ટપ્રવચનમાતા પણ છે. અષ્ટપ્રવચનમાતામાં પણ મનોગુપ્તિ પ્રધાન છે. બાકીની ગુપ્તિ અને સમિતિઓ મનોગુપ્તિને સિદ્ધ કરવા માટે જ કહેલી છે. બીજી રીતે ચૌદપૂર્વનો અભ્યાસ કરીને પણ છેવટે અષ્ટપ્રવચનમાતાના પરિપૂર્ણ પાલન સ્વરૂપ પંચપરમેષ્ઠિપદને જ પ્રાપ્ત કરવાનું છે. મહામંત્રનો જાપ અને ચિત્તવન પાંચેય પરમેષ્ઠિ ઉપર પ્રીતિ અને ભક્તિ જગાડે છે તથા એ સ્વરૂપ પામવાની તાલાવેલી ઉત્પન્ન કરે છે અને અંતે તે સ્વરૂપ પમાડીને વિરમે છે. તેથી નવકાર, ચૌદપૂર્વ અને અષ્ટપ્રવચનમાતા આ ત્રણેય એક જ કાર્યને સિદ્ધ કરનાર હોવાથી સમાનાર્થક, એક પ્રયોજનાત્મક અને પરસ્પર પૂરક બની જાય છે. તત્વચિ, તત્ત્વબોધ અને તરૂપરિણતિ નવકારના પ્રથમપદની અર્થભાવના અનેક રીતે વિચારી શકાય છે. નમો પદથી તત્ત્વરુચિ, અરિહં પદથી તત્ત્વબોધ અને તાણે પદથી તત્ત્વપરિણતિ લઈ શકાય છે. નમો પદ આત્મતત્ત્વની રુચિ જગાડે છે, અરિહં પદ શુદ્ધ આત્મતત્ત્વનો બોધ કરાવે છે અને તાણે પદ આત્મતત્ત્વની પરિણતિ ઊભી કરે છે. શ્રી વિમલનાથપ્રભુના સ્તવનમાં પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ ફરમાવે છે કે : તત્ત્વપ્રીતિકર પાણી પાએ વિમલાલોકે આંજી જી, લોયણગુરુ પરમાન દિએ તવ ભ્રમ નાંખે સવિ ભાંજી જી. પરમાત્માનું ધ્યાન તત્ત્વમીતિકર પાણી છે, તત્ત્વબોધકર નિર્મળ નેત્રોજન છે અને સર્વરોગહર પરમાન્નભોજન છે. નવકારના પ્રથમપદમાં થતું અરિહંતપરમાત્માનું ધ્યાન તે ત્રણેય કાર્યોને કરે છે. નમો પદથી મિથ્યાત્વનો ત્યાગ, અરિહંપદથી અજ્ઞાનનો ત્યાગ અને તાણે પદથી અવિરતિનો ત્યાગ થાય અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૪૯ NN ૨૪૯ Page #292 -------------------------------------------------------------------------- ________________ છે. નમનીયને ન નમવું તે મિથ્યાત્વ છે, આત્માના શુદ્ધ સ્વરૂપને ન જાણવું તે અજ્ઞાન છે અને આચરવા લાયકને ન આચરવું તે અવિરતિ છે. નવકારના પ્રથમપદના આરાધનથી નમનીયને નમન, જ્ઞાતવ્યનું જ્ઞાન અને કરણીયનું કરણ થતું હોવાથી ત્રણેય દોષોનું નિવારણ થઈ જાય છે. બહિરાત્મભાવ, અંતરાત્મભાવ અને પરમાત્મભાવ નવકારના પ્રથમપદથી બહિરાત્મભાવનો ત્યાગ, અંતરાત્મભાવનો સ્વીકાર અને પરમાત્મભાવનો આદર થાય છે. શ્રી આનન્દઘનજી મહારાજ સુમતિનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે બહિરાતમ તજી અંતર આતમા-રૂપ થઈ થિર ભાવ સુજ્ઞાની, પરમાતમનું હો આત્મ ભાવવું, આતમ અરપણ દાવ સુજ્ઞાની, સુમતિ ચરણ કજ આતમ અરપણા સુમતિનાથ ભગવાનના ચરણકમળમાં આત્માનું અર્પણ કરવાનો દાવ તે છે કે બહિરાતત્મભાવનો ત્યાગ કરી, અંતરાત્મભાવમાં સ્થિર થઈ, પોતાનો આત્મા તત્ત્વથી પરમાત્મા છે એવા ભાવમાં રમણ કરવું. નમો પદ વડે બહિરાત્મભાવનો ત્યાગ અને અંતરાત્મભાવનો સ્વીકાર થાય છે તથા અરિહં અને તાણે પદ વડે આત્માનું પરમાત્મસ્વરૂપે ભાવન અને તેના પરિણામે રક્ષણ થાય છે. ત્રણેય ભાવોનું પૃથક પૃથક વર્ણન કરતાં તેઓશ્રી ફરમાવે છે કે - આતમ બુદ્ધ હો કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અદ્યરૂપ, સુજ્ઞાની; કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમરૂપ સુજ્ઞાની, સુમતિચરણ. જ્ઞાનાનંદે હો પૂરણ પાવનો વરજિત સકલ ઉપાધિ સુજ્ઞાની; અતીન્દ્રિય ગુણ ગણ મણિ આગરુ, ઈમ પરમાતમ સાધુ સુજ્ઞાની, સુમતિચરણ. કાયા, વચન, મન આદિને એકાંત આત્મબુદ્ધિથી ગ્રહણ કરનાર બહિરાત્મભાવ છે અને તે પાપરૂપ છે. તે જ કાયાદિનો સાક્ષીભાવ અંતરાત્મસ્વરૂપ કહેવાય છે અને જે પરમાત્મસ્વરૂપ જ્ઞાનાનંદથી પૂર્ણ છે, સર્વ બાહ્ય ઉપાધિથી રહિત છે, અતીન્દ્રિય ગુણ સમૂહરૂપ મણિઓની ખાણ છે તેની સાધના કરવી જોઈએ. નવકારના પ્રથમપદની સાધના બહિરાત્મભાવને છોડાવી અંતરાત્મભાવમાં સ્થિર કરી, પરમાત્માભાવની ભાવના કરાવે છે તેથી પુનઃ પુનઃ કરવા યોગ્ય છે. કહ્યું છે કેबाह्यात्मानमपास्य प्रसत्तिभाजाऽन्तरात्मना योगी । सततं परमात्मानं, विचिन्तयेत्तन्मयत्त्वाय ॥ યોગશાસ્ત્ર, પ્ર૦ ૧૨, શ્લોક ૬ યોગી બાહ્યાત્મભાવનો ત્યાગ કરી, પ્રસન્ન એવા અત્તરાત્મભાવ વડે, પરમાત્મતત્ત્વનું વિશિષ્ટ ચિંતન તન્મય થવા માટે નિરન્તર કરે. પ્રથમપદનો જાપ અને તેના અર્થનું ચિન્તન, સાધકને યોગીઓની ઉપરોક્ત ભાવનાનો અભ્યાસ કરાવનાર થાય છે. ગતિચતુણ્યથી મુક્તિ અને અનંત ચતુષ્ટયની પ્રાપ્તિ નવકારનું પ્રથમપદ “નમો' સવિચારનું પ્રેરક છે, “અરિહં' પદ સવિવેકનું પ્રેરક છે અને “તાણ' પદ સદ્વર્તનનું પ્રેરક છે. સવિચાર, વિવેક અને સદ્વર્તન એ જ નિશ્ચયથી રત્નત્રયી છે. N ૨૫૦ ૨૫૦ ( સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #293 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિનિષ્ઠ અહં મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રથી યુક્ત છે. તે જ અહં જ્યારે સમષ્ટિનિષ્ઠ બને છે ત્યારે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રયુક્ત બને છે. વ્યવહા૨થી સંસારી જીવમાત્ર કર્મબદ્ધ છે અને તે કા૨ણે જન્મ-મરણ કર્યા કરે છે. નિશ્ચયનયથી જીવમાત્ર અનંતચતુષ્ટયવાન છે, અષ્ટકર્મથી ભિન્ન છે એવી શ્રદ્ધા, જ્ઞાન અને તદનુરૂપ વર્તન થાય છે ત્યારે અહં પોતે જ અર્હરૂપ બની જન્મ મરણરૂપ ચાર ગતિનો અંત કરે છે. નવકારના પ્રથમપદનું આરાધન, ચિંતન અને મનન જીવને મિથ્યારત્નત્રયથી મુક્ત કરી સમ્યગ્રત્નત્રયથી યુક્ત કરે છે અને પરિણામે અનંતચતુષ્ટયથી યુક્ત કરી ગતિચતુષ્ટયથી મુક્ત બનાવે છે. શૂન્યતા પૂર્ણતા અને એકતાનું બોધક નવકારનું પ્રથમપદ પરરૂપેણ નાસ્તિત્વરૂપ શૂન્યતાનું બોધક છે, સ્વરૂપેણ અસ્તિત્વરૂપ પૂર્ણતાનું બોધક છે અને ઉભયરૂપે યુગપદ્ અવાચ્યત્વરૂપ સ્વસંવેદ્યત્વનું બોધક છે. તેથી શૂન્યતા, પૂર્ણતા અને એકતાની ભાવના કરાવી જીવને ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી પરિપૂર્ણ બનાવે છે. પૂર્ણતાનો બોધ ભક્તિપ્રે૨ક છે, શૂન્યતાનો બોધ વૈરાગ્ય પ્રેરક છે અને એકતાનો બોધ તત્ત્વજ્ઞાનનો પ્રેરક છે. ચતુર્થગુણસ્થાનકે ભક્તિની પ્રધાનતા, છઠ્ઠા ગુણસ્થાનકે વૈરાગ્યની પ્રધાનતા અને તે ઉપરના ગુણસ્થાનકોએ તત્ત્વજ્ઞાનની મુખ્યતા માનેલી છે. પ્રથમપદ આ રીતે સર્વ ગુણસ્થાનકોને યોગ્ય સાધનાની સામગ્રી પૂરી પાડે છે તેથી તેને સિદ્ધાંતના સારરૂપ કહેલ છે. ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ નવકારના પ્રથમપદમાં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગ એ ત્રણે પ્રકારના યોગનો સમાવેશ થયેલો છે. ‘નમો' પદ ઈચ્છાયોગનું પ્રતીક છે, ‘અરિહં’ પદ શાસ્ત્રયોગનું પ્રતીક છે અને ‘તાણું’ પદ સામર્થ્યયોગનું પ્રતીક છે. ઈચ્છાયોગ પ્રમાદી એવા જ્ઞાનીની વિકલ્પ-અપૂર્ણ ક્રિયા છે, શાસ્ત્રયોગ અપ્રમાદી એવા જ્ઞાનીની અવિકલ ક્રિયા છે અને સામર્થ્યયોગ એ એથી પણ વિશેષ અપ્રમત્તભાવને ધારણ કરનારની શાસ્ત્રાતિક્રાન્ત પ્રવૃત્તિ છે. ‘નમો’ પદ શાસ્ત્રોક્ત ક્રિયાની ઈચ્છા દર્શાવે છે તેથી પ્રાર્થનાસ્વરૂપ છે. ‘અરિહં’ પદ શાસ્ત્રોક્ત ક્રિયાનું સ્વરૂપ બતાવે છે તેથી સ્તુતિસ્વરૂપ છે અને ‘તાણં' પદ શાસ્ત્રોક્ત માર્ગે ચાલીને તેનું પૂર્ણ ફળ બતાવે છે તેથી ઉપાસનાસ્વરૂપ છે. નવકારના પ્રથમપદમાં આ રીતે સદનુષ્ઠાનની પ્રાર્થનારૂપ ઈચ્છાયોગ, સદનુષ્ઠાનની સ્તુતિરૂપ શાસ્ત્રયોગ અને સદનુષ્ઠાનની ઉપાસનારૂપ સામર્થ્યયોગ ગૂંથાયેલો હોવાથી ત્રણેય પ્રકા૨ના યોગીઓને ઉત્તમ આલંબન પૂરું પાડે છે. ઈચ્છાયોગથી યોગાવંચકતાની પ્રાપ્તિ, શાસ્ત્રયોગથી ક્રિયાવંચકતાની પ્રાપ્તિ અને સામર્થ્યયોગથી ફલાવંચકતાની પ્રાપ્તિ થાય છે. ત્રણેય પ્રકારના અવંચક યોગ પ્રથમપદના આરાધકને અનુક્રમે પ્રાપ્ત થાય છે. કારણમાં કાર્યનો ઉપચાર કરીને પ્રથમપદની આરાધનાને અહીં ઈચ્છાયોગ, શાસ્ત્રયોગ અને સામર્થ્યયોગનાં નામ ઘટે છે અને તેના ફલરૂપે સદ્ગુરુની પ્રાપ્તિરૂપી યોગાવંચકતા, તેમની આજ્ઞાના પાલનરૂપી ક્રિયાવંચકતા અને તેના ફલ સ્વરૂપ પરમ પદની પ્રાપ્તિરૂપી ફલાવંચકતા પણ ઘટે છે. હેતુ, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ લક્ષણવાળું ઘર્માનુષ્ઠાન ધર્મનો હેતુ સદનુષ્ઠાનનું સેવન છે, ધર્મનું સ્વરૂપ પરિણામની વિશુદ્ધિ છે અને આ લોક-પરલોકનાં સુખદાયક ફળો તથા મુક્તિ ન મળે ત્યાં સુધી પુનઃ પુનઃ સદ્ધર્મની પ્રાપ્તિરૂપ અનુબંધ એ ધર્મનું ફળ છે. એ ત્રણેય અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૫૧ Page #294 -------------------------------------------------------------------------- ________________ વસ્તુઓની પ્રાપ્તિ નમસ્કાર મંત્ર અને તેના પ્રથમપદના આરાધકને પ્રાપ્ત થાય છે તેથી તે હેતુ, સ્વરૂપ અને અનુબંધથી શુદ્ધ લક્ષણવાળું ધર્માનુષ્ઠાન બને છે. શાસ્ત્રોમાં ધર્મનું સ્વરૂપ નીચે મુજબ કહ્યું છે - वचनायदनुष्ठानमविरुद्धायथोदितम् । मैत्र्यादिभावसंयुक्तं तद्धर्म इति कीर्त्यते ।। પૂર્વાપર અવિરુદ્ધ એવા વચનને અનુસરીને મૈત્રાદિ ભાવયુક્તયથોક્ત અનુષ્ઠાનને ધર્મ કહેલ છે. નવકારની આરાધના અવિરુદ્ધ વચનાનુસારી છે, સર્વ પ્રકારના ગુણસ્થાનકોએ રહેલા જીવોને તેમની યોગ્યતાનુસાર વિકાસ કરનારી છે તથા મૈત્રીપ્રમોદાદિ ભાવોથી સહિત છે. તેથી થોક્ત ધર્માનુષ્ઠાન બને છે અને તેનું ફળ આ લોકમાં અર્થ, કામ, આરોગ્ય, અભિરતિ અને પરલોકમાં મુક્તિ અને મુક્તિ ન મળે ત્યાં સુધી સદ્ગતિ, ઉત્તમ કુળમાં જન્મ અને સદ્ધોધ વગેરે અવશ્ય મળે છે. બીજી રીતે “નમો’ એ ધર્મનું બીજ છે, કેમ કે તેમાં સદ્ધર્મ અને તેને ધારણ કરનારા સપુરુષોની પ્રશંસાદિ રહેલાં છે. ધર્મચિત્ત્વનાદિ તેમાં અંકુર છે અને પરંપરાએ નિર્વાણરૂપ પરમ ફળ રહેલું છે તેથી તેનું આરાધન અત્યંત આદરણીય છે. તે માટે કહ્યું છે કે - वपनं धर्मबीजस्य, सत्प्रशंसादि तद्गतम् । तचिन्तायंकुरादि स्यात् फलसिद्धिस्तु निर्वृत्तिः “નમો અરિહંતાણં” એ પદના આરાધનામાં ધર્મબીજનું વપન, ધર્મચિન્તવનાદિ અકુરાદિ અને ફલસિદ્ધિરૂપી નિર્વાણ પર્યંતનાં સુખ રહેલાં છે. આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસ નમો’ પદથી ધર્મનું શ્રવણ, “અરિહં' પદથી ધર્મનું ચિંતન અને “તાણં' પદથી ધર્મની ભાવના થાય છે. શ્રત, ચિત્તા અને ભાવનાને અનુક્રમે ઉદય, પય (દૂધ), અને અમૃતતુલ્ય કહ્યાં છે. ઉદકમાં તૃષાને છિપાવવાની જે તાકાત છે, તેથી અધિક પયમાં અર્થાત્ દૂધમાં છે અને તેથી પણ અધિક અમૃતમાં છે. ધર્મનું શ્રવણ વિષયની તૃષાને છિપાવે છે, ધર્મની ચિત્તવના આદિ તેથી પણ અધિક તૃષાને છિપાવે છે અને ધર્મની ભાવના-ધ્યાન-નિદિધ્યાસનાદિ વિષયતૃષાને સર્વાધિકપણે છિપાવે છે. વિષયની તૃષા અને કષાયની સુધાને તૃપ્ત કરવાની તાકાત પ્રથમપદની અર્થભાવનામાં રહેલી છે, કેમ કે તેના ત્રણેય પદો વડે ધર્મના શ્રવણ-મનન-નિદિધ્યાસનાદિ ત્રણેય કાર્યો સિદ્ધ થાય છે. ધર્મની અને યોગની સિદ્ધિ માટે જે ત્રણ ઉપાયો શાસ્ત્રકારોએ દર્શાવ્યા છે, તે ત્રણેયની આરાધના પ્રથમપદની આરાધનાથી થાય છે. તે માટે યોગાચાર્યોએ કહ્યું છે आगमेनानुमानेन ध्यानाभ्यासरसेन च । त्रिधा प्रकल्पयन् प्रज्ञां, लभते योगमुत्तमम् ॥ આગમ, અનુમાન અને ધ્યાનાભ્યાસનો રસ એ ત્રણેય ઉપાયોથી પ્રજ્ઞાને જ્યારે સમર્થ બનાવવામાં આવે છે, ત્યારે ઉત્તમ એવા યોગની અથવા ઉત્તમ પ્રકારે યોગની એટલે મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. યોગ વડે જે મોક્ષની સાધના કરવાની હોય છે તે યોગ અને મોક્ષ એ બન્નેની આગમના શ્રવણ વડે પ્રથમ શ્રદ્ધા થાય છે. પછી અનુમાન-યુક્તિ આદિના વિચાર વડે પ્રતીતિ થાય છે અને છેલ્લે ધ્યાન-નિદિધ્યાસન વડે સ્પર્શનાપ્રાપ્તિ થાય છે. આગમ, અનુમાન, ધ્યાન અથવા શ્રુત, ચિન્તા અને ભાવના એ અનુક્રમે શ્રવણ, મનન અને નિદિધ્યાસનના જ પર્યાયવાચક શબ્દો છે અને તે ત્રણેય અંગોની આરાધના પ્રથમપદની અર્થભાવનાયુક્ત આરાધના વડે થાય છે. ધર્મકાય, કર્મકાય અને તત્ત્વકાયઅવસ્થા તીર્થકરોની ધર્મકાય, કર્મકાય અને તત્ત્વકાય એમ ત્રણ અવસ્થા હોય છે. તેને શાસ્ત્રની પરિભાષામાં ૨પર રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #295 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમે પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત નામથી સંબોધવામાં આવે છે. ધર્મકાય અથવા પિંડસ્થઅવસ્થા પ્રભુની સમ્યકત્વપ્રાપ્તિ અનંતર થતી ધર્મ સાધનાને કહેવામાં આવે છે. થાવતુ છેલ્લા ભવની અંદર પણ જ્યાં સુધી ઘાતી કર્મનો ક્ષય થતો નથી ત્યાં સુધી તેમની જન્માવસ્થા, રાજ્યાવસ્થા અને ચારિત્ર ગ્રહણ કર્યા બાદ કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધીની છબાવસ્થાની આરાધના એ ધર્મકાય અવસ્થા કહી છે. ત્યાર બાદ ઘાતકર્મનો ક્ષય અને કૈવલ્યની પ્રાપ્તિ થયા બાદ ધર્મતીર્થની સ્થાપના, નિરન્તર ધર્મોપદેશાદિ વડે પરોપકારની પ્રવૃત્તિ તે કર્મકાય અવસ્થા છે અને યોગનિરોધરૂપ શૈલેશીકરણને તત્ત્વકાય અવસ્થા કહી છે. એ ત્રણેય અવસ્થાનું ધ્યાન અને આરાધન નવકારના પ્રથમપદની આરાધનાથી થાય છે. તેમાં “નમો’ પદ ધર્મકાયઅવસ્થાનું પ્રતીક બને છે. “અરિહં' પદ કર્મકાયઅવસ્થાનું પ્રતીક બને છે અને “તાણં' પદ તત્ત્વકાયઅવસ્થાનું પ્રતીક બને છે. એ રીતે પ્રભુની પિંડસ્થ, પદસ્થ અને રૂપાતીત અવસ્થાઓની આરાધનાનું સાધન નવકારના પ્રથમપદ વડે થતું હોવાથી પ્રથમપદનો જાપ, ધ્યાન અને અર્થચિન્તન પુનઃ પુનઃ કરવા લાયક છે. અમૃતઅનુષ્ઠાન પ્રથમપદ વડે પરમાત્માની સ્તુતિ, પરમાત્માનું સ્મરણ અને પરમાત્માનું ધ્યાન સરળતાથી થઈ શકે છે. નામપ્રહણ વડે સ્તુતિ, અર્થભાવન વડે સ્મરણ અને એકાગ્રચિન્તન વડે ધ્યાન થઈ શકે છે. શ્રદ્ધા, મેધા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષા વડે થતાં પ્રભુસ્તુતિ, સ્મૃતિ અને ધ્યાન અનુક્રમે બોધિ, સમાધિ અને સિદ્ધિનું કારણ બને છે. નમો અરિહંતાણં' એ પદ યોગની ઈચ્છા, યોગની પ્રવૃત્તિ, યોગનું ધૈર્ય અને યોગની સિદ્ધિ કરાવે છે, એટલું જ નહિ પણ પ્રીતિ-ભક્તિ-વચન અને અસંગ એ ચારેય પ્રકારના અનુષ્ઠાનની પ્રાપ્તિ કરાવી નિર્વિઘ્નપણે જીવોને મોક્ષમાં લઈ જાય છે. યોગનાં પાંચ અંગો-જેમ કે સ્થાન, વર્ણ, અર્થ, આલંબન અને અનાલંબન તથા આગમોક્ત યોગની તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્ય, તદધ્યવસાય, તીવ્રઅધ્યવસાય, તપયુક્ત, તદર્પિતકરણ અને તદ્ભાવનાભાવિત પર્યંતની આઠ અવસ્થા પ્રથમપદના આલંબન વડે સિદ્ધ કરી શકાય છે. દ્રવ્યક્રિયાને ભારક્રિયા બનાવનારી અને તહેતુ અનુષ્ઠાનને અમૃતઅનુષ્ઠાન બનાવનારી શાસ્ત્રકારોએ બતાવેલી ચિત્તવૃત્તિઓનું આરાધન પ્રથમપદના અવલંબન વડે થઈ શકે છે. અર્થનું આલોચન, ગુણનો રાગ અને ભાવની વૃદ્ધિ એ ત્રણ ગુણ દ્રક્રિયાને ભાવક્રિયા બનાવે છે. તથા તદ્રતચિત્ત, શાસ્ત્રોક્તવિધાન, ભાવની વૃદ્ધિ, ભવનો ભય, વિસ્મય, પુલક અને પ્રધાનપ્રમોદ તે તહેતુ અનુષ્ઠાનને અમૃતઅનુષ્ઠાન બનાવે છે. તે માટે કહ્યું છે કે : તર્ગત ચિત્તને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવભય અતિ ઘણો જી; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત ક્રિયા તણોજી. ભાવપ્રાણાયામનું કાર્ય નમો પદ બાહ્ય ભાવનો રેચક કરાવે છે, આંતરભાવનો પૂરક કરાવે છે અને પરમાત્મભાવનો કુંભક કરાવે છે, તેથી તે ભાવપ્રાણાયામનું કાર્ય પણ કરે છે. ભાવપ્રાણાયામ જ્ઞાનાવરણનો ક્ષય તથા યોગના ઉપરના ધ્યાનાદિ અંગોની સિધ્ધિ કરાવનાર હોવાથી માત્ર શરીરસ્વાથ્યને સુધારનાર દ્રવ્યપ્રાણાયામની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે અને તેનું આરાધન પ્રથમપદના આલંબનથી. સુંદર રીતે થતું હોવાથી પ્રથમ પદ અત્યંત ઉપાદેય છે. આગમોમાં નમસ્કારપદનો અર્થ નીચે મુજબ કહ્યો છે : અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૫૩ પS ૨૫૩ Page #296 -------------------------------------------------------------------------- ________________ 'मणसा गुणपरिणामो वाया गुणभासणं च पंचण्हं । कायेण संपणामो, एस पयत्थो नमुक्कारो ॥' મનથી પંચપરમેષ્ઠિના ગુણોનું પરિણમન, વાણીથી પંચપરમેષ્ઠિના ગુણોનું ભાષણ તથા કાયાથી પંચપરમેષ્ઠિભગવંતોને સમ્યપ્રણામ કરવો તે નમસ્કારપદનો અર્થ છે. “નમો’ પદ વડે મનમાં ગુણોનું પરિણમન થાય છે, “અરિહં' પદ વડે ગુણોનું ભાષણ થાય છે અને તાણે પદ વડે કાયાનું પરિણમન થાય છે. અથવા ત્રણેય પદો મળીને પરમેષ્ઠિભગવંતોના ગુણોનું પરિણમન, ભાષણ અને પ્રણમન કરાવે છે. તેથી મન, વચન અને કાયાના ત્રણેય યોગોનું સાર્થક્ય થાય છે. ભવ્યત્વપરિપાકના ત્રણ ઉપાય અને છ પ્રકારનો અત્યંતર તપ નવકારના પ્રથમ પદના જાપ અને ધ્યાન વડે ભવ્યત્વપરિપાકના ત્રણેય ઉપાયો અનુક્રમે દુષ્કતગઈ, સુકૃતાનુમોદન અને શરણગમન એકીસાથે સધાય છે અને અત્યંતર તપના છએ પ્રકારો અનુક્રમે પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગનું સેવન પણ એકસાથે થાય છે. નમો પદ દુષ્કૃતની ગહ કરાવે છે, “અરિહં પદ સુકૃતની અનુમોદના કરાવે છે અને “તાણં' પદ શરણગમનની ક્રિયા કરાવે છે. એ જ રીતે “નમો’ પદ વડે પાપનું પ્રાયશ્ચિત્ત અને ગુણોનો વિનય થાય છે. “અરિહં' પદ વડે ભાવથી વેયાવચ્ચ અને સ્વાધ્યાય થાય છે અને તાણં' પદ વડે પરમાત્માનું ધ્યાન અને દેહાત્મભાવનું વિસર્જન થાય છે. દુષ્કૃતગહદિ વડે જીવની મુક્તિગમયોગ્યતા પરિપક્વ થાય છે તથા પ્રાયશ્ચિત્ત વિનયાદિ તપ વડે ક્લિષ્ટકર્મોનો વિગમ અને ભાવનિર્જરા થાય છે. સમાપતિ, આપત્તિ અને સંપત્તિ નવકારના પ્રથમપદમાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન તથા તે ત્રણેયની એકતારૂપ સમાપત્તિ સધાય છે, તેથી તીર્થંકર નામકર્મના ઉપાર્જનરૂપ આપત્તિ અને તેના વિપાકોદયરૂપ સંપત્તિની પણ પ્રાપ્તિ થાય છે. નમો ધ્યાતાની, “અરિહં' બેયની અને ‘તાણં' ધ્યાનની શુદ્ધિ સૂચવે છે. એ ત્રણેયની શુદ્ધિ વડે ત્રણેયની એકતારૂપ સમાપત્તિ અને તેના પરિણામે આપત્તિ અર્થાત્ તીર્થંકર નામકર્મનું ઉપાર્જન તથા બાહ્યાંતર સંપત્તિ પ્રાપ્ત થાય છે. જ્ઞાનસાર' ગ્રન્થના ધ્યાનાષ્ટકમાં કહ્યું છે કે:ध्याता ध्येयं तथा ध्यानं, त्रयं यस्यैकतां गतम् । मुनेरनन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥ ध्याताऽन्तरात्मा ध्येयस्तु, परमात्मा प्रकीर्तितः । ध्यानं चैकाव्यसंवित्तिः, समापत्तिस्तदेकता ॥२॥ आपत्तिश्च ततःपुण्यतीर्थकृत् -कर्मबन्धतः । तद्धावाभिमुखत्वेन, संपत्तिश्च कमाद् भवेत् ॥३॥ इत्थं ध्यानफलायुक्तं विंशतिस्थानकायपि । कष्टमात्रं त्वभव्यानामपि नो दुर्लभं भवे ॥४॥ ધ્યાનનું ફળ સમાપત્તિ, આપત્તિ (તીર્થંકર નામકર્મનું ઉપાર્જન) અને સંપત્તિ (તીર્થકર નામકર્મનો વિપાકોદય)રૂપ હોવાથી વિંશતિસ્થાનકતપ આદિનું આરાધન સફળ માન્યું છે. જેને તે ફળ થતું નથી તે (અભવ્યોનું) આરાધન કષ્ટમાત્ર ફળવાળું છે અને તે તો આ ભવચક્રમાં અભવ્યોને પણ દુર્લભ નથી. નવકારના પ્રથમપદનું ભાવથી થતું આરાધન આ રીતે સમાપતિ આદિ ભેદ વડે સફળ થતું હોવાથી અત્યંત ઉપાદેય છે. ધર્મધ્યાન અને શુક્લધ્યાના શાસ્ત્રોમાં આજ્ઞાવિચય, અપાયરિચય, વિપાકવિચય અને સંસ્થાનવિચયાદિ ચાર પ્રકારનું ધર્મધ્યાન કહ્યું છે. તે ધર્મધ્યાન નવકારના પ્રથમપદના “નમો પદની અર્થભાવના વડે સાધી શકાય છે. રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #297 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમાં પ્રભુની આજ્ઞાનો વિચાર છે, રાગાદિ દોષોની અપાયકારકતા અને જ્ઞાનાવરણીયાદિ અષ્ટવિધકર્મના વિપાકની વિરસતાનો પણ વિચાર છે, તથા ચૌદરાજલોકરૂપ વિસ્તારવાળા આકાશપ્રદેશોમાં ધર્મસ્થાનની અત્યંત દુર્લભતા છે એ વિચારરૂપી સંસ્થાનવિચધ્યાન પણ તેમાં રહેલું છે. અરિહં' પદમાં શુક્લધ્યાનના પ્રથમ બે ભેદ પૃથકત્વવિતર્ક-સવિચાર અને એકત્વવિતર્ક-અવિચાર, તથા “તાણં' પદમાં શુકુલધ્યાનના છેલ્લા બે ભેદ સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતિ અને વ્યુપરતક્રિયા-અનિવૃત્તનો વિચાર રહેલો આ રીતે અર્થભાવનાપૂર્વક પ્રથમપદનો જાપ ધર્મધ્યાનના ચારેય પાયા તથા શુકલધ્યાનના ચારેય પાયાનો એકસાથે સંગ્રહ કરાવનાર હોવાથી અતિ ઉજ્જવળ વેશ્યાને પેદા કરાવનારો થાય છે, તેથી આત્માર્થી જીવોને અત્યંત ઉપાદેય છે અને પુનઃ પુનઃ કરવા લાયક છે. તપ, સ્વાધ્યાય અને ઈશ્વર-પ્રણિધાન યોગશતકમાં કહ્યું છે કે :सरणं भए उवाओ, रोगे किरिया विसम्मि मंतो य । एए वि पावकम्मो-बक्क्रमभेया उ तत्तेणं ॥१॥ सरणं गुरू य इत्थं, किरिया उ तवो त्ति कम्मरोगम्मि । मंतो पुण सज्झाओ, मोहविसविणासणो पवरो ॥२॥ બીજાથી ભય ઉત્પન્ન થાય ત્યારે તેનો ઉપાય જેમ સમર્થનું શરણ છે, કુષ્ઠાદિ વ્યાધિ ઉત્પન્ન થાય ત્યારે તેનો ઉપાય જેમ યોગ્ય ચિકિત્સા છે, તથા સ્થાવરજંગમરૂપ વિષનો જ્યારે ઉપદ્રવ થાય ત્યારે તેનું નિવારણ જેમ દેવાધિક્તિ અક્ષરન્યાસરૂપે મંત્ર છે, તેમ ભયમોહનીયાદિ પાપકર્મોનો ઉપક્રમ અર્થાત વિનાશ કરવાના ઉપાય પણ શરણ વગેરેને જ કહેલાં છે. શરણ્ય ગુરુવર્ગ છે, કર્મરોગની ચિકિત્સા બાહ્ય-અભ્યતર તપ છે અને પાંચ પ્રકારનો સ્વાધ્યાય મોહવિષનો વિનાશ કરવામાં સમર્થ મંત્ર સમાન છે. પાતંજલ યોગસૂત્રમાં કહ્યું છે કેतपः स्वाध्यायेश्वरप्रणिधानानि क्रियायोगः । समाधिभावनार्थः क्लेशतनूकरणार्थश्च ॥ (२-१-२) તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાન એ ક્રિયા યોગ છે. તે વડે ક્લેશની અલ્પતા અને સમાધિની પ્રાપ્તિ થાય છે. નવકારનું પ્રથમ પદ “નમો અરિહંતાણં' સમાધિની ભાવના અને અવિદ્યાદિ ક્લેશોનું નિવારણ કરે છે. “નમો પદ વડે કર્મરોગની ચિકિત્સારૂપ બાહ્ય-અત્યંતર તપ, “અરિહં' પદ વડે સ્વાધ્યાય અને “તાણં' પદ વડે ઈશ્વરપ્રણિધાન અર્થાત્ એકાગ્ર ચિત્તે પરમાત્મસ્મરણ થાય છે. પ્રથમપદના વિધિપૂર્વક જાપ વડે શ્રદ્ધા વધે છે, વિર્યઉત્સાહ વધે છે, સ્મૃતિ-સમાધિ અને પ્રજ્ઞા વધે છે તથા અંતે કૈવલ્યની પ્રાપ્તિ થાય છે. અષ્ટગયોગ. યોગના આઠ અંગ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ કહેલાં છે, તે પ્રત્યેક અંગની સાધના વિધિયુક્ત નવકારમંત્ર ગણનારને થાય છે. નવકારમંત્રને ગણનાર અહિંસક બને છે, સત્યવાદી થાય છે, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહવ્રતનો પણ આરાધક થાય છે. નવકારમંત્રના આરાધકને બાહ્યાંતર શૌચ અને સંતોષ તથા પૂર્વે કહ્યા મુજબ તપ, સ્વાધ્યાય અને ઈશ્વરપ્રણિધાનરૂપ નિયમોની સાધના થાય છે. નવકારમંત્રને ગણનાર સ્થિરસુખાસનની અને બાહ્યઆત્યંતર પ્રાણાયામની સાધના કરનારો પણ થાય છે. નવકારનો સાધક ઇન્દ્રિયોનો પ્રત્યાહાર, મનની ધારણા અને બુદ્ધિની એકાગ્રતારૂપ ધ્યાન તથા અંતઃકરણની સમાધિનો અનુભવ કરે છે. IN અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૫૫ Page #298 -------------------------------------------------------------------------- ________________ નમો' પદ વડે નાદની, “અરિહં' પદ વડે બિંદુની અને તાણં' પદ વડે કલાની સાધના થાય છે. નવકારમંત્ર વડે નાસ્તિકતા, નિરાશા અને નિરુત્સાહતા નાશ પામે છે તથા નમ્રતા, નિર્ભયતા અને નિશ્ચિતતા પ્રાપ્ત થાય છે. નવકારમંત્રમાં પોતાની કર્મબદ્ધ અવસ્થાનો સ્વીકાર થાય છે, અરિહંતોની કર્મમુક્ત અવસ્થાનું ધ્યાન થાય છે તથા કર્મમુક્તિના ઉપાયોસ્વરૂપ જ્ઞાન, દર્શન અને ચારિત્રનું આરાધન થાય છે. ક્ષાવિકભાવની પ્રાપ્તિ નવકારમંત્ર વડે ઔદયિકભાવોનો ત્યાગ, લાયોપથમિકભાવોનો આદર અને પરિણામે ભાયિકભાવની પ્રાપ્તિ થાય છે. નવકારમંત્રના આરાધકને મધુર પરિણામની પ્રાપ્તિરૂપ “સામભાવ,” તુલા પરિણામની આરાધનારૂપ “સમભાવ' અને ક્ષીરખંયુક્ત અત્યતં મધુર પરિણામની આરાધનરૂપ “સમ્મભાવ'ની પરિણતિનો લાભ થાય છે. નવકારની આરાધના વડે ચિંતામણિ, કલ્પવૃક્ષ અને કામકુંભથી પણ અધિક એવા શ્રદ્ધેય, ધ્યેય અને શરણ્યની પ્રાપ્તિ થાય છે. નમો પદ વડે ક્રોધનો દાહ શમે છે, “અરિહં' પદ વડે વિષયની તૃષા જાય છે અને “તાણં' પદ વડે કર્મનો પંક શોષાય છે. દાહ શમવાથી શાંતિ થાય છે, તૃષા જવાથી તુષ્ટિ થાય છે અને પંક શોષાવાથી પુષ્ટિ થાય છે, તેથી આ મંત્રને તીર્થજળની અને પરમાન્નની ઉપમાઓ યથાર્થપણે ઘટે છે. પરમાનનું ભોજન જેમ સુધાનું નિવારણ કરે છે તથા ચિત્તને તુષ્ટિ અને દેહને પુષ્ટિ કરે છે, તેમ આ મંત્રનું આરાધન પણ વિષયસુધાનું નિવારણ કરનાર હોવાથી મનને શાંતિ, ચિત્તને તુષ્ટિ અને આત્માને પુષ્ટિ કરે છે. નમો' એ ઉપશમ છે. “અરિહંત' એ વિવેક છે અને ‘તાણ' એ સંવર છે. નવકારમંત્રમાં કૃતજ્ઞતા અને પરોપકાર, વ્યવહાર અને નિશ્ચય, અધ્યાત્મ અને યોગ, ધ્યાન અને સમાધિ, દાન અને પૂજન, શુભ વિકલ્પ અને નિર્વિકલ્પ, યોગારંભ અને યોગસિદ્ધિ, સત્ત્વશુદ્ધિ અને સત્ત્વાતીતતા, પુરુષાર્થ અને સિદ્ધિ, સેવક અને સેવ્ય, કરુણાપાત્ર અને કરુણાવંત વગેરે સાધનાની સઘળી સામગ્રી રહેલી છે. ઈચ્છા, જ્ઞાન અને ક્રિયાનો સુંદર સુમેળ હોવાથી આત્મશક્તિના વિકાસ માટે પરિપૂર્ણ સામર્થ્ય તેમાં રહેલું છે. તે કારણે શાસ્ત્રોમાં કહ્યું છે કે:एसो अणाइ कालो, अणाइ जीवो य अणाइ जिणधम्मो तइयाविते पढंता, एसुचिय जिण नमुक्कारो ॥ કાલ અનાદિ છે, જીવ અનાદિ છે અને જિનધર્મ પણ અનાદિ છે, તેથી આ નમસ્કાર અનાદિકાળથી ભણાતો આવ્યો છે અને અનંતકાળ સુધી ભણાશે અને એ ભણનાર તથા ભણાવનારનું અનંત કલ્યાણ કરશે. સહજમલનો હ્રાસ અને ભવ્યત્વભાવનો વિકાસ કર્મના સંબંધમાં આવવાની જીવની પોતાની યોગ્યતાને સહજમલ કહેવાય છે. અને મુક્તિના સંબંધમાં આવવાની જીવની યોગ્યતાને ભવ્યત્વસ્વભાવ કહેવાય છે. દરેક જીવની યોગ્યતા ભિન્ન ભિન્ન હોય છે, તેને તથાભવ્યત્વ કહેવાય છે. સહજમલનો હ્રાસ અને તથાભવ્યત્વનો વિકાસ ત્રણ સાધનોથી થાય છે તેમાં પહેલું દુષ્કતગઈ છે, બીજું સુકૃતાનુમોદન છે અને ત્રીજું અરિહંતાદિ ચારનું શરણગમન છે. દુષ્કૃતગર્તાનો પ્રતિબંધક મુખ્યત્વે રાગદોષ છે, સુકૃતાનુમોદનનો પ્રતિબંધક દ્વેષદોષ છે અને શરણગમનનો IN ૨૫૬ આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રતિબંધક મોહદોષ છે. રાગદોષ જ્ઞાનગુણ વડે જિતાય છે, દ્વેષદોષ દર્શનગુણ વડે જિતાય છે અને મોહદોષ ચારિત્રગુણ વડે જિતાય છે. જ્ઞાનગુણની પરાકાષ્ઠા “નમો' ભાવમાં છે, દર્શનગુણની પરાકાષ્ઠા “અહ' ભાવમાં છે અને ચારિત્રગુણની પરાકાષ્ઠા “શરણ' ભાવમાં છે. જ્ઞાનગુણ મંગલરૂપ છે, દર્શનગુણ લોકોત્તમ સ્વરૂપ છે અને ચારિત્રગુણ શરણાગતિરૂપ છે. એ રીતે રત્નત્રયીનો વિકાસ આત્માની મુક્તિગમત-યોગ્યતાનો પરિપાક કરે છે અને સંસારભ્રમણ યોગ્યતાનો નાશ કરે છે. સ્વદોષદર્શન અને પરગુણદર્શન ચાર વસ્તુ મંગલ છે, ચાર વસ્તુ લોકમાં ઉત્તમ છે અને ચાર શરણ યોગ્ય છે. મંગલની ભાવના જ્ઞાનસ્વરૂપ છે, ઉત્તમની ભાવના દર્શનસ્વરૂપ છે, શરણની ભાવના ચારિત્ર સ્વરૂપ છે. જ્ઞાન વડે રાગદોષ જાય છે. દર્શન વડે દ્રષદોષ જાય છે, ચારિત્ર વડે મોહદોષ જાય છે. રાગ જવાથી પોતાનો દોષ દેખાય છે, તેષ જવાથી બીજાના ગુણ દેખાય છે અને મોહ જવાથી શરણભૂત આજ્ઞાનું સ્વરૂપ જણાય છે. સ્વદોષદર્શન દોષની ગહ કરાવે છે, પરમગુણદર્શન પરની અનુમોદના કરાવે છે અને આજ્ઞાનું સ્વરૂપ સમજવાથી આજ્ઞાના શરણે રહેવાની વૃત્તિ પેદા થાય છે. ગુણવાનની આજ્ઞા જ સ્વીકારવા યોગ્ય છે, દોષ જવાથી જ ગુણ પ્રગટે છે, આજ્ઞાનું આરાધન કરવાથી જ દોષ જાય છે, તેથી આજ્ઞાનું આરાધન મોક્ષને માટે થાય છે અને આજ્ઞાની વિરાધના સંસારને માટે થાય છે. સ્વમતિ કલ્પનાનો મોહ આજ્ઞાપાલનના અધ્યવસાયથી જ જાય છે અને તે જવાથી શરણ સ્વીકારવામાં બળ પેદા થાય છે. અરિહંતનું શરણ, સિદ્ધનું શરણ, સાધુનું શરણ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મનું શરણ એ અરિહંતાદિ ચારની લોકોત્તમતાના જ્ઞાન ઉપર આધાર રાખે છે. એ ચારની લોકોત્તમતા, એ ચારની મંગલમયતાના સ્વીકાર ઉપર આધાર રાખે છે. એ ચારની મંગલમયતા તેમના જ્ઞાન, દર્શન અને ચારિત્રની મંગલમયતાના આધારે છે અને જ્ઞાન, દર્શન, ચારિત્રની મંગલમયતા રાગ, દ્વેષ અને મોહનો પ્રતિકાર કરવાના સામર્થ્યમાં રહેલી છે. ચોગ્યનું શરણ લેવાથી યોગ્યતા વિકસે છે. જીવને સૌથી અધિક રાગ સ્વજાત ઉપર હોય છે. તે રાગના કારણે પોતામાં રહેલા અનંતાનંત દોષોનું દર્શન થતું નથી. સ્વજાતનો રાગ, પર પ્રત્યે દ્વેષનો આવિર્ભાવ કરે છે, એ દ્વેષના પ્રભાવે પરગુણદર્શન થતું નથી. સ્વદોષદર્શન અને પરગુણદર્શન ન થવાના કારણે મોહનો ઉદય થાય છે, મોહનો ઉદય થવાથી બુદ્ધિ અવરાય છે. બુદ્ધિનું આવરણ શરણ કરવા યોગ્યનું શરણ સ્વીકારવામાં અંતરાયભૂત થાય છે. યોગ્યનું શરણ ન સ્વીકારવાથી પોતાની અયોગ્યતા ઉપર કાબૂ આવતો નથી. પોતાની અયોગ્યતા કર્મબંધનના હેતુઓ પ્રત્યે દુર્લક્ષ્ય કરાવે છે અને કર્મલયના હેતુઓનું સેવન કરવામાં પ્રતિબંધક થાય છે. કર્મબંધના હેતુઓથી પરામુખ થવા માટે અને કર્મક્ષયના હેતુઓની સન્મુખ થવા માટે યોગ્યતા વિકસાવવી જોઈએ. યોગ્યનું શરણ લેવાથી યોગ્યતા વિકસે છે. યોગ્યનું શરણ લેવાની યોગ્યતા સ્વદોષદર્શન અને પરગુણ-ગ્રહણથી પેદા થાય છે. રાગ-દ્વેષની મંદતા થવાથી પરગુણ અને સ્વદોષદર્શન થાય છે અને રાગ-દ્વેષની મંદતા જ્ઞાન-દર્શન ગુણનો વિકાસ થવાથી થાય છે. જ્ઞાન-દર્શન ગુણનો વિકાસ અરિહંતાદિની મંગલમયતા અને લોકોત્તમતાને જોવાથી અને તેમનું શરણ સ્વીકારવાથી થાય છે. અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૫૭ Page #300 -------------------------------------------------------------------------- ________________ દુષ્કત એટલે વકૃત અનંતાનંત અપરાધ અને સુકૃત એટલે પરકૃત અનંતાનંત ઉપકાર વીતરાગ પરમાત્મા નિગ્રહાનુગ્રહ સામર્થ્યયુક્ત અને સર્વજ્ઞ-સર્વદર્શીત્વ ગુણને ધારણ કરનારા હોવાથી સર્વપૂજ્ય છે. રાગદોષ જવાથી કરુણાગુણ પ્રગટે છે, દ્રષદોષ જવાથી માધ્યસ્થભાવ પ્રગટે છે. કરુણા ગુણનો સ્થાયીભાવ અનુગ્રહ છે અને માધ્યસ્થગુણનો સ્થાયીભાવ નિગ્રહ છે. જાતનો પક્ષપાત તે રાગ છે પોતાની જાત સિવાય સર્વની ઉપેક્ષા તે દ્વેષ છે. રાગ એ સ્વદુષ્કૃતગર્તાનો પ્રતિબંધક છે અને દ્વેષ એ પરસુકૃતાનુમોદનનો પ્રતિબંધક છે. અહીં દુષ્કૃત એટલે સ્વકૃત અનંતાનંત અપરાધ અને સુકૃત એટલે પરકૃત અનંતાનંત ઉપકાર. પોતાના અપરાધની ગઈ અને બીજાના ઉપકારની પ્રશંસા તો જ થાય કે અપ્રશસ્ત રાગ-દ્વેષ જાય. જ્ઞાન-દર્શન ગુણ, રાગ-દ્વેષના પ્રતિપક્ષી છે. એટલે રાગ-દ્વેષ જવાથી એક બાજુ અનંત જ્ઞાન-દર્શન ગુણ પ્રગટે છે અને બીજી બાજુ નિગ્રહાનુગ્રહ સામર્થ્ય પ્રગટે છે અને તે બંનેના કારણભૂત કરુણા અને માધ્યચ્ય ભાવ જાગે છે. વીતરાગ એટલે કરુણાના નિધાન અને માધ્યશ્મ ગુણના ભંડાર, તથા વીતરાગ એટલે અનંત જ્ઞાન-દર્શન સ્વરૂપ કેવળજ્ઞાન અને કેવળદર્શનના માલિક, સર્વ વસ્તુને જાણનારા અને જોનારા છતાં સર્વથી અલિપ્ત રહેનારા, સર્વ ઉપર પોતાનો પ્રભાવ પાડનારા પરંતુ કોઈના પણ પ્રભાવ નીચે કદી ય નહીં આવનારા. આત્મામાં રહેલી અચિજ્ય શક્તિનો સ્વીકાર વીતરાગતા એ આ રીતે નિષ્ક્રિયતા-સ્વરૂપ નહીં પણ સર્વોચ્ચ સક્રિયતારૂપ (Most Dynamic) છે. તે ક્રિયા. અનુગ્રહ-નિગ્રહરૂપ છે અને અનુગ્રહ-નિગ્રહ એ રાગ-દ્વેષના અભાવમાંથી ઉત્પન્ન થયેલ આત્મશક્તિરૂપ છે. આત્માની સહજ શક્તિ જ્યારે આવરણરહિત થાય છે ત્યારે તેમાંથી એક બાજુ સર્વજ્ઞતા-સર્વદર્શીતા પ્રકટે છે અને બીજી બાજુ નિગ્રહ-અનુગ્રહ સામર્થ્ય પ્રગટે છે. તે બંનેને પ્રગટાવવાનો ઉપાય આવરણરહિત થવું તે છે. આવરણ રાગ-દ્વેષ અને અજ્ઞાનરૂપ છે. અજ્ઞાન ટાળવા માટે સ્વઅપરાધનો સ્વીકાર અને પરકૃતઉપકારનો અંગીકાર અને એ બન્નપૂર્વક અચિન્ત શક્તિયુક્ત આત્મતત્ત્વનો આશ્રય અનિવાર્ય છે. આત્મતત્વનો આશ્રય એટલે પ્રથમ આત્મામાં રહેલી અચિન્ય શક્તિનો સ્વીકાર (Consciousness of the Eternal soul Power). એ સ્વીકાર થવાથી અનંતાનુબંધી રાગ-દ્વેષ ટળી જાય છે. પૂર્વે કદી ન અનુભવેલો એવો સમત્વભાવ પ્રગટે છે. એ સમત્વભાવ અપક્ષપાતિતા અને મધ્યસ્થવૃત્તિતારૂપ છે. મોટામાં મોટો પક્ષપાત સ્વદોષ છે. પોતે નિર્ગુણ અને દોષવાન હોવા છતાં પોતાને નિર્દોષ અને ગુણવાન માનવાની વૃત્તિરૂપ પક્ષપાત સમત્વ ભાવથી ટળી જાય છે. વીતરાગ અવસ્થા જ પરમ પૂજનીય છે પોતે કરેલા ઉપકારના મહત્ત્વ જેટલું જ કે તેથી અધિક પરકૃત ઉપકારોનું મહત્ત્વ છે એવો મધ્યસ્થવૃત્તિતારૂપ સમત્વભાવ એ દ્રષદોષના પ્રતિકારસ્વરૂપ છે. ઉભય પ્રકારનું સમત્વ રાગ-દ્વેષને નિર્મૂળ કરી આત્માના શુદ્ધસ્વભાવરૂપ કેવલજ્ઞાન-કેવલદર્શનને ઉત્પન્ન કરે છે. તેમાં લોકાલોક પ્રતિભાસિત થાય છે. પરંતુ તે કોઈથી પ્રતિભાસિત થતું નથી, કેમ કે તે સ્વયંભૂ છે. તેથી ૧. વીતરાગ પરમાત્મા અન્ય રાગદ્વેષી દેવોની જેમ રાગજન્ય અનુગ્રહ કે દ્વેષજન્ય નિગ્રહ કરતા નથી, પરંતુ એમની આજ્ઞાનું પાલન જ જીવને કલ્યાણકારી અને એ આજ્ઞાનું ખંડન જ અકલ્યાણકારી હોવાથી ઉપચારથી વીતરાગ પરમાત્મામાં નિગ્રહ-અનુગ્રહ સામર્થ્ય માનવામાં આવેલ છે. ૨૫૮ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #301 -------------------------------------------------------------------------- ________________ વિતરાગઅવસ્થા જ પરમ પૂજનીય છે અને તેને પ્રાપ્ત કરવાના ઉપાયભૂત દુષ્કૃતગ, સુકૃતાનુમોદન અને “શરણગમન એ પરમ ઉપાદેય છે. वीतरागोऽप्यसौ देवो, ध्यायमानो मुमक्षुभिः । स्वर्गापवर्गफलदः शक्तिस्तस्य हि तादशी ॥१॥ આ દેવ વીતરાગ હોવા છતાં મુમુક્ષુ વડે જ્યારે ધ્યાન કરાય છે, ત્યારે તે સ્વર્ગાપવર્નરૂપી ફળને આપે છે, કેમ કે તેમની સેવા પ્રકારની નિશ્ચિત શક્તિ છે. वीतरागोऽप्यसौ ध्येयो, भव्यानां स्याद् भवच्छिदे । विच्छिन्नबन्धनस्यास्य, ताद्रग् नैसर्गिको गुणः ॥२॥ આ ધ્યેય વીતરાગ હોવા છતાં ભવ્ય જીવોના ભવોચ્છેદને માટે થાય છે. બંધન જેઓનાં છેદાઈ ગયાં છે, તેમનામાં આ નૈસર્ગિક ગુણ હોય છે. વીતરાગ આત્માઓનો સ્વભાવ જ તેમનું ધ્યાન કરનારાઓના રાગ-દ્વેષનો છેદ કરવાનો છે. ચMવોડતોવર. ' સ્વભાવ તર્કનો અવિષય છે. વસ્તુસ્વભાવના નિયમ મુજબ વીતરાગ વસ્તુનો સ્વભાવ જ વ-પરનો ભવોચ્છેદક છે. કોઈ પણ વસ્તુસ્વભાવ તર્કથી અગ્રાહ્ય છે. પરાર્થભાવ એ જ સાચી દુષ્કૃતગહ અને કૃતજ્ઞતાગુણ એ જ સાચું સુકૃતનું અનુમોદના દુષ્કૃતમાત્રનું પ્રાયશ્ચિત્ત પરાર્થવૃત્તિ છે, કેમ કે, પરપીડાથી દુષ્કૃતનું ઉપાર્જન છે તેથી તેની વિપક્ષ પરાર્થવૃત્તિનું સેવન તેના નિરાકરણનો ઉપાય છે. કૃતિમાત્ર મન-વચન-કાયાથી થાય છે. તેમાં દુખત્વ લાવનાર પરપીડાનો અધ્યવસાય છે અને તે અધ્યવસાય રાગભાવમાંથી, સ્વાર્થભાવમાંથી જન્મે છે. સ્વાર્થભાવનો પ્રતિપક્ષીભાવ પરાર્થભાવ છે, તેથી પરાર્થભાવ જ ભવ્યત્વપરિપાકનો તાત્વિક ઉપાય છે, પરંતુ તે (પરાર્થભાવ) પરપીડાના પ્રાયશ્ચિત્તરૂપ હોવો જોઈએ. પરાર્થભાવથી એક તરફ નૂતન પરપીડાનું વર્જન થાય છે અને બીજી તરફ પૂર્વે કરેલી પરપીડાનું શુદ્ધિકરણ થાય છે. તેથી પરાર્થભાવ જ સાચી દુષ્કૃતગઈ છે. દુષ્કત ગણીય છે, ત્યાજ્ય છે, હેય છે એવી સાચી બુદ્ધિ તેને જ ઉત્પન્ન થયેલી ગણાય કે જેને સુકૃત એ અનુમોદનીય છે, ઉપાદેય છે, આદરણીય છે એવો ભાવ સ્પષ્ટ થયેલો હોય. પરપીડા એ દુષ્કત છે, તો પરોપકાર એ સુકૃત છે. પરોપકારમાં કર્તવ્યબુદ્ધિ પેદા થવી એ જ દુષ્કૃતમાત્રનું સાચું પ્રાયશ્ચિત્ત છે. પરોપકાર જેને કર્તવ્ય લાગે તેનામાં કૃતજ્ઞતા નામનો બીજો ગુણ ઉત્પન્ન થાય છે. બીજાનો પોતાના ઉપર થયેલો ઉપકાર જેને સ્મરણપથમાં નથી તે પરોપકારગુણને સમજ્યો જ નથી. કૃતજ્ઞતાગણ સુકૃતનું અનુમોદન કરાવે છે અને તેથી પરોપકારવૃત્તિ દઢ થાય છે, એટલું જ નહીં પણ પરાર્થકરણનો અહંકાર પણ તેથી વિલીન થઈ જાય છે. પોતે જે કંઈ પરાર્થકરણ કરે છે, તે પોતાના ઉપર બીજાઓનો જે ઉપકાર થઈ રહ્યો છે, તેનો શતાંશ, સહસ્રાંશ કે લક્ષાંશ પણ હોતો નથી. પરાર્થભાવની સાથે કૃતજ્ઞતા ગુણ જોડાયેલો હોય તો જ તે પરાર્થભાવ તાત્ત્વિક બને છે. અરિહંતાદિનું શરણગમના પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતાગણ વડે દુષ્કતગહ અને સુકૃતાનુમોદનરૂપ ભવ્યત્વ પરિપાકના બે ઉપાયોનું સેવન થાય છે, ત્રીજો ઉપાય અરિહંતાદિ ચારનું શરણગમન છે. અહીં શરણગમનનો અર્થ એ છે કે જેઓ પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સ્વામી છે, તેઓને જ પોતાના એક આદર્શ માનવા, તેમનાં જ સત્કાર, સન્માન, આદર, બહુમાનને પોતાનાં કર્તવ્ય માનવાં. અનુપ્રેક્ષાકિરણ ૧ X ૨૫૯ વર્ષ ૨૫૯ Jhin Education International Page #302 -------------------------------------------------------------------------- ________________ પરાર્થભાવ અને કૃતજ્ઞતાગુણના સાચા અર્થી જીવોમાં તે બે ભાવની ટોચે (Climax) પહોંચેલાઓની શરણાગતિ, ભક્તિ, પૂજા, બહુમાન વગેરે સહજપણે આવે છે. જો તે ન આવે તો સમજવું કે તેને અંતરથી દુષ્કૃતગર્તા કે સુકૃતાનુમોદન થયેલું નથી, એટલું જ નહીં પણ દુષ્કતગઈ કે સુકૃતાનુમોદનનો ભાવ તેનામાં ઉત્પન્ન થયો હોય તો પણ તે સાનુબંધ નથી, જ્ઞાન-શ્રદ્ધાપૂર્વકનો નથી. જ્ઞાન અને શ્રદ્ધાથી વિહીન એવો દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનનો ભાવ નિરનુંબંધ બને છે, ક્ષણવાર ટકીને ચાલ્યો જાય છે, તેથી તેને સાનુબંધ બનાવવા માટે તે બે ગુણોને પામેલા અને તેની ટોચે પહોંચેલા પુરુષોની શરણાગતિ અપરિહાર્ય છે. એ શરણાગતિ પરાર્થભાવ અને કૃતજ્ઞતા ગુણને સાનુબંધ બનાવવા માટેનું સામર્થ્ય પૂરું પાડે છે, વીર્ય વધારે છે, ઉત્સાહ જગાડે છે અને તેમની જેમ જ્યાં સુધી પૂર્ણત્વ પ્રાપ્ત ન થાય અર્થાત્ તે બે ગુણોની ક્ષાયિકભાવે સિદ્ધિ ન થાય ત્યાં સુધી સાધનામાં વિકાસ થતો રહે છે તેને અનુગ્રહ કહેવાય છે. સાધનામાં ઉત્તરોત્તર વિકાસ વધારી સિદ્ધિ સુધી પહોંચાડનાર શ્રેષ્ઠ પ્રકારના આલંબનો પ્રત્યે આદરનો પરિણામ અને તેથી પ્રાપ્ત થતી સિદ્ધિ એ તેમનો અનુગ્રહ ગણાય છે. કહ્યું છે કે - आलंबनादरोद्भूतप्रत्यूहक्षययोगतः । ध्यानायारोहणंभ्रंशो, योगिनां नोपजायते ॥ અધ્યાત્મસાર’ ઊંચે ચઢાવામાં આલંબનભૂત થનારાં તત્ત્વો પ્રત્યે આદરના પરિણામથી સિદ્ધિની આડે આવતાં વિઘ્નોનો ક્ષય થાય છે અને તે વિઘ્નક્ષય વડે ધ્યાનાદિના આરોહણથી યોગી પુરુષોનો ભ્રંશ થતો નથી. આલંબનોના આદરથી થતા પ્રત્યક્ષ લાભને જ શાસ્ત્રકારો અરિહંતાદિનો અનુગ્રહ કહે છે. અરિહંતાદિ ચારનું અવલમ્બન સ્વરૂપના બોધનું કારણ છે જેનું આલંબન લઈને જીવ આગળ વધે છે તેનો ઉપકાર દ્ધયમાં ન વસે તો તે પાછો પતનને પામે છે. એટલે પરાર્થવૃત્તિરૂપી દુષ્કૃતગઈ, કૃતજ્ઞતાગુણના પાલન સ્વરૂપે સુકૃતાનુમોદના અને તે ગુણોની સિદ્ધિને વરેલા મહાપુરુષોની શરણાગતિ એ ત્રણે ઉપાયો મળીને જીવની મુક્તિગમન યોગ્યતા વિકસાવે છે અને ભવભ્રમણની શક્તિનો ક્ષય કરે છે. સાચી દુષ્કતગર્તા અને સુકૃતાનુમોદના, દુષ્કતરહિત અને સુકૃતવાન તત્ત્વોની ભક્તિ સાથે જોડાયેલી જ હોય છે. તેથી એક ભક્તિને જ મુક્તિની દૂતી કહેલી છે. કૃતજ્ઞતાગણ સુકૃતની અનુમોદનારૂપ છે. પરાર્થવૃત્તિ દુષ્કતની ગહરૂપ છે. દુષ્કતની ગરૂપ પરાર્થવૃત્તિ અને સુકૃતની અનુમોદનારૂપ કૃતજ્ઞતાભાવથી વિશુદ્ધ થયેલ અંતઃકરણમાં શુદ્ધ આત્મતત્ત્વનું પ્રતિબિંબ પડે છે. શુદ્ધ આત્મતત્ત્વ અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિત ધર્મથી અભિનસ્વરૂપવાળું છે. અરિહંતાદિ ચારનું શરણગમન એ મુક્તિનું અનન્ય કારણ છે. મુક્તિ એ સ્વરૂપ લાભારૂપ છે. સ્વરૂપનો બોધ એ અરિહંતાદિ ચારના અવલંબનથી થાય છે. અરિહંતાદિ ચારનું અવલંબન સ્વરૂપના બોધનું કારણ છે. આત્મામાં આત્માથી આત્માનું જાણવાનું સાધન અરિહંતાદિ ચારનું શરણ-સ્મરણ છે. એ ચારનું સ્મરણ એ જ તત્ત્વથી આત્મસ્વરૂપનું સ્મરણ છે. આત્માનું સ્વરૂપ નિશ્ચયથી પરમાત્મતુલ્ય છે એવો બોધ જેને થયેલો છે, તેને પરમાત્મા-સ્મરણ એ જ વાસ્તવિક શરણગમન છે. - 2લોક્યદીપક મહામંત્રાધિરાજ Page #303 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્ત્વનું સ્મરણ વિશુદ્ધઅંતઃકરણમાં થાય છે આત્મતત્ત્વનું સ્મરણ વિશુદ્ધ અંતઃકરણમાં થાય છે. અંતઃકરણની વિશુદ્ધિ દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનથી થાય છે. દુષ્કૃત પરપીડારૂપ છે, તેની તાત્ત્વિક ગઈ ત્યારે થાય છે કે જ્યારે પરપીડાથી ઉપાર્જન કરેલા પાપકર્મને પરોપકાર વડે દૂર કરવાનો વીર્યોલ્લાસ જાગે છે. પ૨ાર્થકરણનો વીર્યોલ્લાસ એ જ પરપીડાકૃત પાપની સાચી ગહના પરિણામસ્વરૂપ છે. દુષ્કૃતગર્હામાં પરાર્થક૨ણની વૃત્તિ છુપાયેલી છે. સુકૃતાનુમોદનમાં પરાર્થક૨ણનું હાર્દિક અનુમોદન છે. ચતુઃશણગમનમાં પાર્થક૨ણ સ્વભાવવાળા આત્મતત્ત્વનો આશ્રય છે. આત્મતત્ત્વ પોતે જ પરાર્થકરણ અને પરપીડાના પરિહારસ્વરૂપ છે. આત્માનો તે મૂળસ્વભાવ પ્રાપ્ત કરવા માટે જ પરપીડાનું ગર્હણ અને પરોપકારગુણનું અનુમોદન છે. શુદ્ધસ્વરૂપને પ્રાપ્ત થયેલા અરિહંતાદિ ચાર સર્વથા પાર્થક૨ણોઘ્રત હોય છે. તેથી તે સ્વરૂપનું શરણ સ્વીકારવા યોગ્ય છે, આદરવા યોગ્ય છે, ઉપાસના કરવા લાયક છે. શુદ્ધ આત્મતત્ત્વ હંમેશાં પોતાના સ્વભાવથી જ શુદ્ધિકરણનું કાર્ય કરે છે તેથી તે જ પુનઃ પુનઃ સ્મરણીય છે, આદરણીય છે, જ્ઞેય છે, શ્રદ્ધેય છે, સર્વ ભાવથી શરણ્ય છે શરણ લેવા લાયક છે. જ્યાં સુધી સ્વકૃત પોતે કરેલા દુષ્કૃતની ગીં થતી નથી, એક નાનું પણ દુષ્કૃત ગના વિષય વિનાનું રહે છે, ત્યાં સુધી સ્વપક્ષપાતરૂપી રાગદોષનો વિકાર વિદ્યમાન છે એમ સમજવું. ગહના સ્થાને અનુમોદના હોવાથી તે મિથ્યા છે, તેથી વાસ્તવિક અનુમોદનાના સ્થાનભૂત પરસુકૃતની પણ સાચી અનુમોદના થતી નથી. પરકૃત અલ્પ પણ સુકૃતનું અનુમોદન બાકી રહી જાય છે. ત્યાં સુધી અનુમોદનના સ્થાને અનુમોદનના બદલે ઉપેક્ષા કાયમ રહે છે અને તે ઉપેક્ષા પણ એક પ્રકારની ગર્હા જ બને છે. સુકૃતની ગર્હા અને દુષ્કૃતનું અનુમોદન થોડે અંશે પણ વિદ્યમાન હોય ત્યાં સુધી સાચું શરણ પ્રાપ્ત થતું નથી. દુષ્કૃતનું અનુમોદન રાગરૂપ છે અને સુકૃતનું ગહણ દોષરૂપ છે, તેના પાયામાં મોહ યા અજ્ઞાન અથવા મિથ્યાજ્ઞાન રહેલું છે. એ મિથ્યાજ્ઞાનરૂપી મોહનીયકર્મની સત્તામાં અરિહંતાદિનું શુદ્ધ આત્મસ્વરૂપ ઓળખાતું નથી કેમ કે તે રાગ-દ્વેષરહિત છે. વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ રાગ-દ્વેષરહિત શુદ્ધસ્વરૂપની સાચી ઓળખાણ થવા માટે દુષ્કૃતગર્હા અને સુકાતાનુમોદન સર્વાંશે શુદ્ધ થવું જોઈએ એ થાય ત્યારે જ રાગ-દ્વેષરહિત અવસ્થાવાનની સાચી શરણાગતિ પ્રાપ્ત થઈ શકે છે અને એ શરણાગતિ પ્રાપ્ત થાય તો જ ભવનો અંત આવી શકે છે. ભવનો અંત લાવવા માટે રાગ-દ્વેષરહિત વીતરાગ અવસ્થાની અંતઃકરણમાં સૂઝ-બૂઝ થવી જોઈએ. સૂઝ એટલે શોધ અર્થાત્ જિજ્ઞાસા અને બૂઝ એટલે જ્ઞાન. વીતરાગ અવસ્થાની સૂઝ-બૂઝ દુષ્કૃતગર્હા અને સુતાનુમોદનની અપેક્ષા રાખે છે. વીતરાગ અવસ્થાનું માહાત્મ્ય પિછાણવા માટે હૃદયની ભૂમિકા તેને યોગ્ય થવી જોઈએ. એ યોગ્યતા ગર્હણીયની ગર્લ્સ અને અનુમોદનીયની અનુમોદનાના પરિણામથી પ્રગટે છે. ગર્હા દુષ્કૃતમાત્રની હોવી જોઈએ. અનુમોદના સુકૃતમાત્રની હોવી જોઈએ. એ બે હોય ત્યારે રાગ-દ્વેષની તીવ્રતા ઘટી જાય છે. રાગનો રાગ ન હોવો અને દ્વેષ પ્રત્યે દ્વેષની વૃત્તિ હોવી એ રાગ-દ્વેષની તીવ્રતાનો અભાવ છે. દુષ્કૃતગોં અનુપ્રેક્ષાકિરણ ૧ ૨૧ Page #304 -------------------------------------------------------------------------- ________________ અને સુકૃતાનુમોદનની હયાતીમાં તેની સિદ્ધિ થાય છે. એથી વીતરાગતાના શરણે જવાની વૃત્તિ જાગે છે. વીતરાગતા એ જ શ્રદ્ધેય, ધ્યેય અને શરણ્ય લાગે છે. પછી વીતરાગતા અચિજ્યશક્તિયુક્ત છે તેનો અનુભવ થાય રાગ-દ્વેષરહિત વીતરાગ અવસ્થા અચિત્યશક્તિયુક્ત છે. તેનાથી વિમુખ રહેનારનો નિગ્રહ અને તેની સમ્મુખ થનારનો તે અનુગ્રહ કરે છે. લોકાલોકપ્રકાશક કેવળજ્ઞાન અને કેવળદર્શન કે જે આત્માનું સહજ સ્વરૂપ છે, તે વીતરાગ અવસ્થામાં જ પ્રકાશી ઊઠે છે, અન્ય અવસ્થામાં તે વિદ્યમાન હોવા છતાં અપ્રગટ રહે છે. કેવળજ્ઞાન-કેવળદર્શન વડે લોકાલોકના ભાવ હસ્તામલકવત પ્રતિભાસે છે. સર્વ દ્રવ્યોના ત્રિકાલવર્તી સર્વપર્યાયોનું તે ગ્રહણ કરે છે, સમયે સમયે જ્ઞાન વડે સર્વને જાણે છે અને દર્શન વડે સર્વને જુએ છે. વીતરાગતાના શરણે રહેનારને તેમનાં જ્ઞાનદર્શનનો લાભ મળે છે. એ જ્ઞાનદર્શન વડે પ્રતિભાસિત સર્વ પદાર્થોના સર્વ પર્યાયાદિની ક્રમબદ્ધતા નિશ્ચિત થાય છે. તેથી જગતમાં બની ગયેલા. બની રહેલા અને ભવિષ્યમાં બનનારા સારા નરસા બનાવોમાં રાગ-દ્વેષ અને હર્ષ-શોકની કલ્પનાઓ નાશ પામે છે. શરણગમન વડે ચિત્તનું સમત્વ સમગ્ર વિશ્વતંત્ર પ્રભુના જ્ઞાનમાં ભાસે છે અને તે જ રીતે પ્રવર્તિત થાય છે. તેથી પ્રભુને આધીન રહેનારને વિશ્વની પરાધીનતા મટી જાય છે. વિશ્વને આધીન પ્રભુ નથી પણ પ્રભુના જ્ઞાનને આધીન વિશ્વ છે, એવી પ્રતીતિ થાય છે અને તેથી ચિત્તનું સમત્વ અખંડપણે જળવાઈ રહે છે. સમત્વ જળવાઈ રહેવાથી આત્મા અખંડ સંવર ભાવમાં રહે છે. નવાં આવતાં કર્મ રોકાઈ જાય છે અને જૂનાં કર્મ ભોગવાઈ જાય છે. તેથી કર્મ રહિત થઈ આત્મા અવ્યાબાધ સુખનો ભોક્તા થાય છે. અરિહંતાદિ ચારના શરણનો આ અચિજ્ય પ્રભાવ છે. અરિહંત અને સિદ્ધનું વીતરાગ સ્વરૂપ છે, સાધુનું નિર્ઝન્થસ્વરૂપ છે અને કેવલિકથિત ધર્મનું દયામય સ્વરૂપ છે. ધર્મ એ ધ્રુવ છે, નિત્ય છે, અનંત અને સનાતન છે, તેનું પ્રધાન લક્ષણ દયા છે. દયામાં પોતાના દુઃખના દ્વેષ જેટલો જ વેષ બીજાનાં દુઃખો પ્રત્યે પણ જાગે છે. પોતાના સુખની ઈચ્છા જેટલી જ ઈચ્છા બીજાનાં સુખો પ્રત્યે પણ ઉત્પન્ન થાય છે. એ ઇચ્છા રાગાત્મક હોવા છતાં પરિણામે રાગને નિર્મૂળ કરનારી છે. દયામાં બીજા બધાનાં દુઃખો પ્રત્યે પોતાના દુઃખ જેટલો જ ષ છે છતાં તે દ્વેષ અંતે ષવૃત્તિને જ નિર્મૂળ કરે છે. કાંટાથી જ કાંટો નીકળે છે, અગ્નિથી અગ્નિ શમે છે, તથા વિષથી વિષ નાશ પામે છે. એ ન્યાયે રાગ-દ્વેષની વૃત્તિરૂપી કાંટાને કાઢવા માટે સર્વ જીવોનાં સુખનો રાગ અને સર્વ જીવોનાં દુઃખનો દ્વેષ અન્ય કાંટાનું કામ કરે છે. અપ્રશસ્ત કોટિના રાગ-દ્વેષ રૂપી વિષને શમાવવા માટે બીજા વિશ્વનું કામ કરે છે. સ્વજાતના સુખવિષયક રાગ અને સ્વાતના દુઃખવિષયક દ્વેષરૂપી આર્તધ્યાનની અગ્નિને બુઝાવવા માટે સર્વ જીવોનાં સુખની અભિલાષારૂપી રાગ અને સર્વ દુઃખી જીવોનાં દુઃખ પ્રત્યેનો દ્વેષ, ધર્મધ્યાનરૂપી અગ્નિની ગરજ સારે છે. ધર્મવૃક્ષના મૂળમાં દયા છે તેથી ધર્મવૃક્ષના ફળમાં પણ દયા જ પ્રકટે છે દયાલક્ષણ ધર્મ એ રીતે અપ્રશસ્ત રાગ-દ્વેષનું શલ્ય દૂર કરવામાં સાધનરૂપ બની, જીવને સદા માટે રાગ દ્વેષ રહિત વીતરાગ અવસ્થા પમાડનાર થાય છે. વીતરાગ અવસ્થા અવશ્ય સર્વજ્ઞતા અને સર્વદર્શિતાને અપાવનારી હોવાથી દયા પ્રધાન ધર્મ, સર્વજ્ઞતા રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #305 -------------------------------------------------------------------------- ________________ અને સર્વદર્શિતાને પમાડનાર પણ થાય છે. દયા છે પ્રધાન જેમાં એવો કેવલિકથિત ધર્મ, જે કોઈ ત્રિકરણયોગે થાવજીવિત પ્રતિજ્ઞાપૂર્વક સાધનારા છે, તેઓ નિર્ઝન્થ સાધુ ગણાય છે. રાગ-દ્વેષની ગાંઠથી ઘણા છૂટેલા હોવાથી અને શેષ અંશથી સ્વલ્પ કાલમાં જ અવશ્ય છૂટનારા હોવાથી તેઓ પણ શરણ્ય છે. નિર્ચન્ય અવસ્થા વિતરાગ અવસ્થાને અવશ્ય લાવનારી હોવાથી તે પ્રચ્છન્ન વીતરાગતા જ છે. દયાપ્રધાનધર્મનું પ્રથમ ફળ નિર્ઝન્યતા છે અને અંતિમ ફળ વીતરાગતા છે. ક્ષયોપશમભાવની દયાનું પરિપૂર્ણ પાલન તે નિર્ઝન્યતા છે અને ક્ષાયિકભાવની દયાનું પ્રકટીકરણ તે વીતરાગતા છે. નિર્ઝન્યતા (સાધુ ધર્મ) એ પ્રયત્ન સાધ્ય દયાનું સ્વરૂપ છે અને વીતરાગતા એ સહજ સાધ્ય દયામયતા છે. દયા સર્વમાં મુખ્ય છે, પછી તે ધર્મ હો કે ધર્મને સાધનારા સાધુ હો કે સાધુપણાના ફળસ્વરૂપ અરિહંત કે સિદ્ધ પરમાત્મા હો. ધર્મવૃક્ષના મૂળમાં દયા છે. તેથી ધર્મવૃક્ષના ફળમાં પણ દયા જ પ્રકટે છે. સાધુ દયાના ભંડાર છે, તો અરિહંત અને સિદ્ધ એ દયાના નિધાન છે. દયાવૃત્તિ અને દયાની પ્રવૃત્તિમાં તારતમ્યતા ભલે હો પણ બધાનો આધાર એક દયા જ છે, તે સિવાય બીજું કશું જ નથી. અરિહંત અને સિદ્ધ પરમાત્માનું ધ્યાન કર્મક્ષયનું અસાધારણ કારણ છે જીવનું રૂપાંતર કરનાર રસાયણના સ્થાને એક દયા છે, તે કારણે તીર્થંકરોએ દયાને જ વખાણી છે. ધર્મતત્ત્વનું પાલન, પોષણ અને સંવર્ધન કરનારી એક દયા જ છે અને તે દુઃખી અને પાપી પ્રાણીઓનાં દુઃખ અને પાપનો નાશ કરવાની વૃત્તિ અને પ્રવૃત્તિરૂપ છે તથા ક્ષાયિકભાવમાં સહજ સ્વભાવરૂપ છે. તે સ્વભાવ દુઃખરૂપી દાવાનળને ક્ષણમાત્રમાં શમાવવા માટે પુષ્પરાવર્ત મેઘની ગરજ સારે છે. પુષ્પરાવર્ત મેઘની ધારા જેમ ભયંકર દાવાનલને પણ શાંત કરી દે છે, તેમ આત્માનો સહજ શુદ્ધસ્વભાવ જેઓને પ્રગટ થયો છે, તેઓના ધ્યાનના પ્રભાવથી દુઃખદાવાનળમાં દાઝતા સંસારી જીવોના દુઃખદાહ ક્ષણવારમાં શમી જાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા અરિહંતાદિ આત્માઓનું ધ્યાન તેમના પૂજન વડે, સ્તવન વડે, તેમની આજ્ઞાનું પાલન આદિ કરવા વડે થાય છે. શુદ્ધ સ્વરૂપને પામેલા આત્માઓનું ધ્યાન એ જ પરમાત્માનું ધ્યાન છે અને એ જ નિજ શુદ્ધાત્માનું ધ્યાન છે. ધ્યાન વડે ધ્યાતા ધ્યેયની સાથે એકતાનો અનુભવ કરે છે તે સમાપત્તિ છે અને તે જ એક કર્મક્ષયનું અસાધારણ કારણ છે. નિજ શુદ્ધ આત્મા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંત અને સિદ્ધ સમાન છે, તેથી અરિહંત અને સિદ્ધપરમાત્માનું ધ્યાન દ્રવ્ય, ગુણ અને પર્યાયથી પોતાના શુદ્ધ આત્માના ધ્યાનનું કારણ બને છે. કારણમાંથી કાર્ય ઉત્પન્ન થાય છે એ ન્યાયે અરિહંત અને સિદ્ધપરમાત્માના ધ્યાન વડે સકલકર્મનો ક્ષય થવાથી પોતાનું શુદ્ધ સ્વરૂપે પ્રગટે છે. કર્મક્ષયનું અસાધારણ કારણ શુદ્ધસ્વરૂપનું ધ્યાન છે. કહ્યું છે કે - मोक्षः कर्मक्षयादेव, स चात्मज्ञानतो भवेत् । ध्यानसाध्यं मतं तच्च, तद्ध्यानं हितमात्मनः ॥१॥ સકલકર્મના ક્ષયથી મોક્ષ ઉત્પન્ન થાય છે અને સકલકર્મનો ક્ષય આત્મજ્ઞાનથી થાય છે. આત્મજ્ઞાન પરમાત્માના ધ્યાનથી પ્રગટે છે, તેથી પોતાના શુદ્ધ આત્મસ્વરૂપના લાભરૂપ મોક્ષ મેળવવા માટે પરમાત્માના ધ્યાનમાં લીન થવું જોઈએ. કેમકે તે ધ્યાન જ આત્માને મોક્ષસુખનું અસાધારણ કારણ હોવાથી અત્યંત હિતકર છે. KN અનુપ્રેક્ષાકિરણ ૧ . ૨૩ વર્ષ ૨૬૩ Page #306 -------------------------------------------------------------------------- ________________ સ્વરૂપની અનુભૂતિ અરિહંતાદિ ચારનું શરણ એ શુદ્ધ આત્મસ્વરૂપનું સ્મરણ કરાવનાર હોવાથી અને તેના ધ્યાનમાં જ તલ્લીન કરનાર હોવાથી તત્ત્વતઃ શુદ્ધ આત્મસ્વરૂપનું જ શરણ છે. અને શુદ્ધ આત્મસ્વરૂપનું શરણ જ પરમ સમાધિને આપનાર હોવાથી પરમ આદેય છે. તે માટેની યોગ્યતા દુષ્કતગઈ અને સુકૃતાનુમોદનથી પ્રાપ્ત થાય છે તેથી દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદના પણ ઉપાદેય છે. દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદના સહિત અરિહંતાદિ ચારનું શરણ એ ભવ્યત્વ પરિપાકના ઉપાય તરીકે શાસ્ત્રમાં વર્ણવેલું છે તે યુક્તિ અને અનુભવથી પણ ગમ્ય છે. દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદન પરાર્થવૃત્તિ અને કૃતજ્ઞતા ભાવને ઉત્તેજિત કરનાર હોવાથી અંતઃકરણની શુદ્ધતા કરે છે એ યુક્તિ છે અને અંતઃકરણમાં જ પરમાત્મસ્વરૂપનું પ્રતિબિંબ પડી શકે છે એવો સર્વ યોગીપુરુષોનો પણ અનુભવ છે. સમુદ્ર કે સરોવર જ્યારે નિસ્તરંગ બને છે ત્યારે જ તેમાં આકાશાદિનું પ્રતિબિંબ પડી શકે છે. તેની જેમ અંતઃકરણરૂપી સમુદ્ર કે સરોવર જ્યારે સંકલ્પ-વિકલ્પરૂપી તરંગોથી રહિત બને છે ત્યારે જ તેમાં અરિહંતાદિ ચારનું અને શુદ્ધાત્માનું પ્રતિબિંબ પડે છે. - અંતઃકરણને નિસ્તરંગ અને નિર્વિકલ્પ બનાવનાર દુષ્કૃતગહ અને સુકૃતાનુમોદનના શુભ પરિણામ છે અને તેમાં શુદ્ધાત્માનું પ્રતિબિંબ પાડનાર અરિહંતાદિ ચારનું સ્મરણ અને શરણ છે. સ્મરણ ધ્યાનાદિ વડે થાય છે અને શરણગમન આજ્ઞાપાલનના અધ્યવસાય વડે થાય છે. આજ્ઞાપાલનનો અધ્યવસાય નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિને આપનારો છે અને નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ એટલે શુદ્ધાત્માની સાથે એકતાની અનુભૂતિ. તેને અંગ્રેજીમાં self Identification (સેલ્ફ આઈડેન્ટીફિકેશન) અર્થાત્ સ્વરૂપની અનુભૂતિ પણ કહે છે. એ રીતે પરંપરાએ દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના તથા સાક્ષાત્ શ્રી અરિહતાદિ ચારનું શરણગમન નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ-સ્વરૂપાનુભૂતિનું કારણ બને છે, તેથી તે ત્રણેયને જીવનું તથાભવ્યત્વ-મુક્તિ ગમન યોગ્યત્વ પકાવનાર તરીકે શાસ્ત્રમાં ઓળખાવવામાં આવેલ છે તે યથાર્થ છે. તે ત્રણેય સાધનોનો ભવ્યત્વ પકાવવાના ઉપાય તરીકે આશ્રય લેવો એ દુર્લભ એવા માનવજીવનમાં પ્રત્યેક મુમુક્ષુ આત્માનું પરમ કર્તવ્ય છે. નાના મોટાને બે હાથ જોડીને નમે એ દુનિયાનો ક્રમ છે. એ રીતે મોટો નાનાને ભલે ન નમે, પણ તેને પોતાના દયમાં સ્થાન આપે, તેનું હિત ચિત્તવે, તેને સન્માર્ગમાં જોડે અને તેનું કલ્યાણ થાય તેમ વિચારે એ પણ એક પ્રકારનો મોટાનો નાના પ્રત્યેનો નમસ્કારભાવ છે. ૨૬૪ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #307 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષાકિરણ ૨ પ્રભુઆજ્ઞાનું સ્વરૂપ "आस्त्रवो भवहेतुः स्यात्, संवरो मोक्षकारणम् । इतीयमार्हतीमुष्टि-रन्यदस्याः प्रपञ्चनम् ॥" અર્થ- “આશ્રવ સર્વથા હેય છે અને સંવર ઉપાદેય છે. આશ્રવ ભવનો હેતુ છે અને સંવર મોક્ષનું કારણ છે. શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાનું સંક્ષેપમાં આ પરમ રહસ્ય છે, બીજો બધો આનો જ વિસ્તાર છે.' મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ પાંચ આશ્રવ છે. સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય અને અયોગ એ પાંચ સંવર છે. શ્રી પંચમંગલમહાગ્રુતસ્કંધમાં નમસ્કારની પાંચ વસ્તુઓ છે. શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ પાંચેયમાં આશ્રવનો અભાવ છે અને એ પાંચેય સંવરથી ભરેલા છે. તે પાંચેયને નમસ્કાર તે પાંચેયમાં રહેલા સંવરને જ નમસ્કાર છે. સંવરનું સેવન તે પ્રભુની આજ્ઞા છે. આથી પાંચેયના નમસ્કારમાં આજ્ઞાને જ નમસ્કાર છે. વળી નમસ્કારની પાંચેય વસ્તુઓ આશ્રવથી રહિત છે, જેથી તે પાંચેયને નમસ્કારમાં આશ્રવના ત્યાગને નમસ્કાર છે. આશ્રવનો ત્યાગ એ પ્રભુની આજ્ઞા છે, જેથી પાંચેયના નમસ્કારમાં સંવરનું બહુમાન છે અને આશ્રવની ગહ છે. પરમેષ્ઠિનમસ્કાર વડે સુકૃતની અનુમોદના થાય છે અને દુષ્કૃતની ગહ થાય છે. સુક્તની અનુમોદના વડે શુભનો-કુશળનો અનુબંધ પડે છે અને દુષ્કતગ વડે અશુભ-અકુશળના અનુબંધનો વિચ્છેદ થાય છે. પરમેષ્ઠિ-નમસ્કારમાં પરમાત્માની આજ્ઞાનું બહુમાન થાય છે, જેથી આજ્ઞાપાલનનો અધ્યવસાય તીવ્ર બને છે તથા આજ્ઞાની વિરાધનાનો અધ્યવસાય નિરનુબંધ બને છે. આજ્ઞાનું સામ્રાજ્ય પરમેષ્ઠિનમસ્કાર પ્રભુની આજ્ઞા સાથે અનુકૂળ સંબંધ કરાવે છે. પ્રભુની આજ્ઞાનું સામ્રાજ્ય ત્રણ ભુવનમાં પ્રવર્તે છે. સમગ્રવિશ્વનું પ્રવર્તન આજ્ઞાને આધીન છે. આજ્ઞાનો વિરાધક શિક્ષાને પાત્ર બને છે અને પ્રભુની આજ્ઞાનો આરાધક ઉન્નતિને પામે છે. આજ્ઞાને શરણે રહેલો નિર્ભય બને છે. આજ્ઞા જ દીવો છે, આજ્ઞા જ ત્રાણ છે, આજ્ઞા જ શરણ છે, આજ્ઞા જ ગતિ છે અને આજ્ઞા જ દુર્ગતિમાં પડતા જીવોને આલંબન છે. પરમેષ્ઠિનમસ્કારમાં આશા, આજ્ઞાપાલક અને આજ્ઞાકારરને નમસ્કાર હોવાથી તે નમસ્કાર ભવ્ય જીવોને દીપકની જેમ પ્રકાશ આપે છે. અથવા ભવસમુદ્રમાં દ્વીપની જેમ આધાર આપે છે. પરમેષ્ઠિનમસ્કાર અનર્થ અને અનિષ્ટનો ઘાત કરે છે. વળી તે ભવભયથી પીડિતને શરણ આપે છે, દુઃખ-દારિયથી બચવાનો માર્ગ બતાવે છે અને વિકૃપમાં પડતા જીવોને આલંબનભૂત થાય છે. પ્રભુની આજ્ઞામાં જેટલા ગુણો છે તે બધા ગુણોને પામવાનો અધિકારી પરમેષ્ઠિનમસ્કાર કરનાર બને છે. જેથી પરમેષ્ઠિનમસ્કાર એ સારની પોટલી છે, રત્નની પેટી છે, ઢાકેલું નિધાન છે, ધર્મરૂપી કાંચનનો કરંડિયો છે અને મુક્તિના મુસાફર એવા ભવ્ય આત્માઓને દેવાધિદેવનું પરમ ભેટયું છે. અનપેક્ષાકિરણ ૨ ૨ ૬૫ Page #308 -------------------------------------------------------------------------- ________________ પરમેષ્ઠિનમસ્કારનો આરાધક આજ્ઞાનો આરાધક બને છે અને આજ્ઞાનો આરાધક શિવસુખને પામે છે. ઉત્કૃષ્ટ અનુમોદના અને ઉત્કૃષ્ટગહ નમસ્કારની ચૂલિકા સમ્યકત્વરૂપી સંવરને કહે છે, સાધુ નમસ્કાર સર્વવિરતિ સંવરને પ્રગટ કરે છે, આચાર્યનમસ્કાર અને ઉપાધ્યાયનમસ્કાર અપ્રમાદ સંવરને વ્યક્ત કરે છે, અરિહંતનમસ્કાર અકષાય સંવરને તથા સિદ્ધનમસ્કાર પ્રધાનતયા અયોગ સંવરને વ્યક્ત કરે છે. એ પાંચ નમસ્કાર પાંચેય પ્રકારના સંવરને પુષ્ટ કરે છે, જેથી પરમ મંગલસ્વરૂપ છે. તેમજ તે પાંચેય પ્રકારના આશ્રવોનો કટ્ટર વિરોધી હોવાથી આશ્રવોનો સમૂળગો નાશ કરે છે. પરમેષ્ઠિનમસ્કાર વડે દુષ્કૃતની સર્વોત્કૃષ્ટગ થાય છે અને સુકૃતમાત્રની સર્વોત્કૃષ્ટ અનુમોદના થાય છે. પ્રભુની આજ્ઞા દુષ્કૃતમાત્રનો ત્યાગ કરવાની છે તથા સુકૃતમાત્રનું સેવન કરવાની છે. આથી પંચમંગલનું નિત્ય આરાધન કરનારો પ્રભુ-આજ્ઞાનો પરમ આરાધક બને છે. પ્રભુની આજ્ઞા છએ જીવનિકાયનું હિત કરનારી હોવાથી, પંચમંગલનું સેવન કરનારો છએ જીવનિકાયના હિતને ચિંતવનારો થાય છે. જીવરાશિ ઉપર હિતનો પરિણામ એ મૈત્રી છે. મૈત્રીભાવ ધારણ કરનારો પરમાત્માની આજ્ઞાનો આરાધક થાય છે. નમસ્કાર વડે માધ્યચ્ચ પરિણતિ નમસ્કાર એટલા માટે મંત્ર છે કે-તે છએ જીવનિકાયની સાથે ગુપ્ત ભાષણ કરે છે, તેમના હિતની મંત્રણા કરે છે અને તે દ્વારા ચારેય પુરુષાર્થને આમંત્રણ આપે છે. પંચમંગલ એ પરમાત્માની આજ્ઞાનું મૂર્તિમંત સ્વરૂપ છે. પરમાત્માની આજ્ઞા હેમનું હાન, ઉપાદેયનું ઉપાદાન અને ઉપેક્ષણીયની ઉપેક્ષા સ્વરૂપ છે. મિથ્યાત્વાદિ દેય છે, સમ્યક્ત્વાદિ ઉપાદેય છે અને અનાત્મતત્ત્વ ઉપેક્ષણીય છે. પરમેષ્ઠિનમસ્કાર દ્વારા મિથ્યાત્વાદિ પાપોનો નાશ થાય છે, સમ્યક્ત્વાદિ ગુણોનો સ્વીકાર થાય છે અને અજીવ તત્વની ઉપેક્ષા થાય છે. ઉપેક્ષા એટલે માધ્યચ્ચ પરિણતિ. અજીવતત્ત્વ જેમ રાગ કરવા લાયક નથી, તેમ દ્વેષ કરવા લાયક પણ નથી એવી પરિણતિ (મનોવૃત્તિ) તે માધ્યશ્મ પરિણતિ છે. જીવમાત્ર પ્રત્યે મૈત્રી, અજીવમાત્ર પ્રત્યે માધ્યચ્ય અને જીવની શુભાશુભ અવસ્થાઓ પ્રત્યે અનુક્રમે પ્રમોદ અને કારુણ્ય આદિ ભાવો પરમેષ્ઠિનમસ્કાર દ્વારા કેળવાય છે. પરમેષ્ઠિનમસ્કાર મર્મને સ્પર્શે છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનું મુખ્ય રસાધન વિચાર છે. તે વિચાર જીવમાત્ર પ્રત્યે મૈત્રીરૂપે અને જડમાત્ર પ્રત્યે વૈરાગ્યરૂપે એમ બે રીતે પ્રવર્તે છે. નમસ્કાર તે બંને પ્રકારના વિચારોને પ્રેરે છે. પરમાર્થભૂત આત્મા પુરુષોમાં છે. પરમેષ્ઠિનમસ્કાર સપુરુષોમાં રહેલા પરમાર્થભૂત આત્માને નમસ્કારરૂપ છે, જેથી પરમેષ્ઠિનમસ્કાર સકલ શાસ્ત્રોના મર્મરૂપ છે. શાસ્ત્રો માર્ગ બતાવે છે. તેનો મર્મ સત્પરુષોના અંતરમાં રહેલો છે. પરમેષ્ઠિનમસ્કાર તે મર્મને સ્પર્શે છે. જ્ઞાનચેતનાનો આદર જગતમાં સર્વશ્રેષ્ઠ વસ્તુ જો કોઈ હોય તો તે શુદ્ધ ચૈતન્ય છે. પરમેષ્ઠિનમસ્કારમાં તેનું બહુમાન થાય છે. શુદ્ધચૈતન્યસ્વરૂપનું બહુમાન પોતાના શુદ્ધ પદને પ્રગટાવે છે. - 2લોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #309 -------------------------------------------------------------------------- ________________ પોતાની શુદ્ધ ચેતના જ્ઞાનસ્વરૂપ છે. પરમેષ્ઠિનમસ્કાર વડે કર્મચેતનાની અને કર્મફળ ચેતનાની ઉપેક્ષા થાય છે અને જ્ઞાનચેતનાનો આદર થાય છે. જ્ઞાનચેતના રાગાદિથી રહિત છે તેથી વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાદિથી સહિત છે તેથી સર્વજ્ઞસ્વરૂપ છે. પરમેષ્ઠિનમસ્કાર વડે આત્માનું વીતરાગસ્વરૂપ અને સર્વજ્ઞસ્વરૂપ પૂજાય છે. નમસ્કારનો તાત્ત્વિક અર્થ પૂજા છે. પૂજા દ્રવ્ય-ભાવસંકોચરૂપ છે. દ્રવ્યસંકોચ વાણીનો અને કાયાનો તથા ભાવસંકોચ મનનો થાય છે. એ રીતે મન, વાણી અને કાયા વડે વીતરાગસ્વરૂપ અને સર્વજ્ઞસ્વરૂપ જ્ઞાનચેતનાનો આદર તથા તેને ધારણ કરનાર પુરુષોની સતત પૂજા એ નમસ્કારનો તાત્પર્યાર્થ છે. પ્રભુની આજ્ઞા વીતરાગતાને પૂજવાની છે. વીતરાગતા સર્વજ્ઞતાનું અવંધ્ય કારણ છે. ભક્તિનું પ્રયોજક અને સેવ્યતાનું અવચ્છેદક વીતરાગત્વાદિ ગુણોનું હોવાપણું છે. પરમેષ્ઠિનમસ્કારમાં તે જ વસ્તુ પૂજાય છે. તેથી વિપરીત વસ્તુ અસેવ્ય હોવાથી અપૂજ્ય છે. નમસ્કારમાં પૂજ્યની પૂજા અને અપૂજ્યની અપૂજા સધાય છે તેથી તે મહામંત્ર છે. સત્પરુષો વડે તે સેવ્ય છે, આરાધ્ય છે અને માન્ય છે. શ્રવણ, મનન અને નિદિધ્યાસના આજ્ઞાપદાર્થ આપ્તવચન છે. આપ્ત યથાર્થવક્તા છે. યથાર્થવક્તાનું કહેલું યથાર્થવચન તે શ્રવણપદાર્થ છે. મનનપદાર્થ યુક્તિને શોધે છે. આશ્રવ હેય છે કેમકે તે સ્વ-પર પીડાકારક છે. સંવર ઉપાદેય છે કેમકે તે સ્વ-પર હિતકારક છે. નિદિધ્યાસનપદાર્થ ઐદંપર્ય બતાવે છે. આજ્ઞાનું ઐદંપર્ય આત્મા છે. આશ્રવની હેયતા અને સંવરની. ઉપાદેયતાનું જ્ઞાન જેને થાય છે તે આત્મા જ આજ્ઞાસ્વરૂપ છે. પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ આજ્ઞા હેયોપાદેયાર્થક છે અને તે આજ્ઞાનો વ્યાવહારિક અર્થ છે. આજ્ઞાનો નૈવિક અર્થ સ્વરૂપરમણતા છે. સ્વરૂપ રમણતા જ પરમાર્થશરણભૂત છે. નમસ્કારનો વ્યાવહારિક અર્થ આશ્રવત્યાગ અને સંવરસેવનનું બહુમાન છે. નમસ્કારનો પારમાર્થિકઅર્થ આશ્રવનો ત્યાગ કરનાર અને સંવરનું સેવન કરનાર વિશુદ્ધ આત્મા છે. વિશુદ્ધ આત્મા જ્ઞાયકરૂપ છે. “જ્ઞ' સ્વભાવવાન આત્મામાં પરિણમન તે નમસ્કારનો ઐદંપર્ધાર્થ છે અને તે જ આત્મસાક્ષાત્કારનું અનંતર કારણ છે. “આત્મા વા રે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિવિધ્યાલિતવ્યો ? - શ્રવણ, મનન, નિદિધ્યાસન વડે આત્માનો સાક્ષાત્કાર થાય છે. સાક્ષાત્કાર એ મુખ્ય પ્રયોજન છે. તેનું સાધન નિદિધ્યાસન, નિદિધ્યાસનનું સાધન મનન અને મનનું સાધન શ્રવણ છે. શ્રવણનો અધિકારી મુમુક્ષુ છે. મુમુક્ષુનાં લક્ષણ શામ-દામ-તિતિક્ષા તથા શ્રદ્ધાસમાધાન અને ઉપરીત છે. તેનું મૂળ વિરાગ છે વિરાગનું મૂળ નિત્યાનિત્યાદિનો વિવેક અને વિચાર છે. અમનસ્કતાનો મંત્ર નમો મંત્ર સર્વ પ્રાણોનું ઉત્ક્રમણ કરાવે છે. “નો' મંત્રનું ઉચ્ચારણ કરવા માત્રથી જ પ્રાણોનું ઊર્ધીકરણ-ઉત્ક્રમણ થાય છે. બીજા અર્થમાં “નમો' મંત્ર સર્વ પ્રાણોનું પરમાત્મતત્ત્વમાં પરિણમન કરાવે છે. પ્રાણોને મનની ઉપર લઈ જવામાં “નો મંત્ર સહાય કરે છે. અમનસ્કત્વ અને ઉન્મનીભાવની અવસ્થા નનો મંત્રના પુનઃ પુનઃ સ્મરણથી ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે વિપ્રતી| મનો નમ: | “નમો' એ મનની વિશુદ્ધ અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૬૭ Page #310 -------------------------------------------------------------------------- ________________ દશામાં ગતિ કરાવનાર મંત્ર છે. મનસાતીત (Beyond mind) અવસ્થા “નમો’ મંત્ર વડે સાધકને સહેલાઈથી પ્રાપ્ત થાય છે. “નમો નમન, પરિણમન એકાર્થક છે. જેનાથી આત્માનું શુદ્ધ સ્વરૂપમાં પરિણમન થાય તે “નમો મંત્ર છે તેથી તે પરમરહસ્યમય મનાય છે. સન્માનનું સર્વોત્કૃષ્ટદાન 'One of the greatest joy in life is the joy giving that do you lt 241491-i આવતું સર્વશ્રેષ્ઠ દાન છે. સર્વ દાનમાં શ્રેષ્ઠ દાન સન્માનનું દાન છે. દાનના સર્વશ્રેષ્ઠ પાત્ર શ્રી પંચપરમેષ્ઠિભગવંતો છે. ચિત્તના શુભભાવથી જેઓ નિરંતર સન્માનનું દાન નમો મંત્ર વડે શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને કરે છે, તેઓ માનવજન્મ પામીને અંશે પણ કરવા લાયક કૃત્ય કરીને કૃતાર્થતાને અનુભવે છે. પરમેષ્ઠિનમસ્કારમાં કૃતજ્ઞતાનો ભાવ રહેલો છે. દુર્ગતિમાં પડતા જીવોને શ્રી પરમેષ્ઠિભગવંતો નમસ્કાર વડે પરમ આલંબનને આપે છે, તેઓના વિશુદ્ધ જીવન વડે પરમ આદર્શને આપે છે તથા ભવસાગર તરવા માટે જહાજ સમાન પરમતીર્થનું સ્થાપન કરી લાખો-કરોડો અને અસંખ્ય જીવોને રત્નત્રયનું છૂટે હાથે દાન કરે છે. એવા પરમ દાતારનું તેમને યોગ્ય સન્માન કરવું એ સર્વ કૃતજ્ઞ જીવોનું પરમ કર્તવ્ય છે. કૃતજ્ઞતા એ પાત્રતા કેળવવાનું અને યોગ્યતા વિકસાવવાનું પ્રથમ સોપાન છે. જેઓ ઉપકારીઓ પ્રત્યે નિરંતર કૃતજ્ઞતા ભાવ દર્શાવે છે તેઓ આ ભવાટવીમાં સુરક્ષિત રહે છે. કૃતજ્ઞતા ગુણ તેઓને જ્યાં જાય ત્યાં ઉત્તમ આત્માઓનો સમાગમ કરાવી આપે છે અને તેમના વાત્સલ્યના સાચા અધિકારી બનાવે છે. કહ્યું છે કે “ક્ષામપિ સMનયંતિવા મવતિ માવતર નૌકા .’ પુરુષોની સંગતિ કરનારને યોગ્ય શુભપુણ્યનું અર્જન કૃતજ્ઞતાભાવ વડે અવશ્ય થાય છે. આ જગતમાં અર્થનું દાન આપનારા હજુ મળી આવશે, પણ દયથી સન્માનનું દાન આપનારા દુર્લભ હોય નમસ્કારમાં જેઓનું ચિત્ત લાગતું નથી, તેઓએ સમજવું જોઈએ કે યોગ્યને યોગ્ય દાન આપવા માટેની ઉદારતા તેઓના Æયમાં હજુ પ્રગટી નથી. કૃપતાનો નાશ કૃતજ્ઞતાથી થાય છે અને કૃતજ્ઞતાનું પાલન સર્વશ્રેષ્ઠ દાતારોને સન્માનનું દાન દેવાથી થાય સર્વોત્કૃષ્ટ શરણાગતિ સર્વોત્કૃષ્ટ ગઈ, સર્વોત્કૃષ્ટ અનુમોદના અને સર્વોત્કૃષ્ટ શરણાગતિ માટેનો મહામંત્ર તે શ્રી નમસ્કાર મહામંત્ર સર્વ પાપોનો સર્વથા પ્રણાશ કરવાનું પ્રણિધાન શ્રી નમસ્કારમહામંત્રમાં રહેલું છે, જે સર્વોત્કૃષ્ટગર્તાના પરિણામ સૂચવે છે. સર્વમંગલોમાં પ્રધાન અને પ્રથમમંગલ નમસ્કાર છે, જે સર્વોત્કૃષ્ટશરણાગતિનો અને સર્વોત્કૃષ્ટઅનુમોદનાનો પરિણામ છે. નમો પદ સર્વોત્કૃષ્ટશરણાગતિનું સૂચક છે, કેમ કે તેમાં એક બાજુ કર, શિર આદિ સર્વ અંગોનું સમર્પણ છે અને બીજી બાજુ તે દ્વારા આત્માના સર્વ પ્રદેશોનું સમર્પણ છે. SN ૨૬૮ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #311 -------------------------------------------------------------------------- ________________ ત્રણ કરણ, ત્રણ યોગ, સાત ધાતુ, દશ પ્રાણ, સર્વ રોમ અને સર્વ પ્રદેશો વડે થતી શરણાગતિ એ ઉત્કૃષ્ટ નમસ્કાર છે અને તે શરણાગતિ શ્રી નમસ્કારમહામંત્રનું સર્વોત્કૃષ્ટ વાચ્ય છે. ભવ્યત્વપરિપાકની સઘળી સામગ્રી એકી સાથે સંગ્રહાયેલી શ્રી નમસ્કારમહામંત્રમાં આ રીતે મળી આવે કલ્યાણનો માર્ગ શ્રી નમસ્કાર-મહામંત્રના ઉપકાર અનંતા છે. અનંતા આત્માઓને મુક્તિગમન માટે નમસ્કાર મહામંત્રે પરમ અવલંબન પૂરું પાડેલું છે. સર્વ તીર્થકરો, સર્વ ગણધરો સર્વ પૂર્વધરો અને બીજા જ્ઞાની મહાપુરુષો શ્રી નમસ્કાર મહામંત્રનો આધાર લઈને પરમપદે પહોંચેલા છે. સર્વે મહાપુરુષોને આધાર આપનાર એવો મહામંત્ર આપણને અત્યારે મળ્યો તે આપણું કેટલું મોટું સદ્ભાગ્ય ગણાય? એ રીતે શ્રી નમસ્કાર મહામંત્રનું ગૌરવ વ્હાયમાં ધારણ કરીને તેનું આલંબન લેનાર, દુર્ગતિમાં પડતા એવા પોતાના આત્માને બચાવી શકે છે અને સદ્ગતિને પરમ સુલભ બનાવી શકે છે. આલંબનના આદરથી ઉત્પન્ન થયેલું પુણ્ય જ વિઘ્નોનો ક્ષય કરે છે અને પતન પામતા પોતાના આત્માને ખરે અવસરે ઉગારી લે છે. નીચે પડતાને બચાવનાર અને ઊંચે ચઢવામાં આલંબનભૂત થનાર પ્રત્યેક વસ્તુને પરમ આદરની નજરે જોવાની ટેવ પાડવી જોઈએ. એ ટેવનો અભ્યાસ જ જીવને આત્મવિકાસમાં આગળ વધારનાર છે. શ્રી નવકારમંત્ર એ રીતે કલ્યાણનો માર્ગ શીખવે છે. મંત્રચૈતન્યની જાગૃતિ શ્રી નમસ્કારમંત્રના ઉચ્ચારણની સાથે જ પ્રાણોની ગતિ ઊર્ધ્વ-ઉચ્ચ થવા લાગે છે અને સર્વ પ્રાણો એકસાથે પરમાત્માને વિષે જોડાય છે. મંત્રના ઉચ્ચારણની સાથે જ મન અને પ્રાણ ઊર્ધ્વગતિને ધારણ કરે છે, કર્મનો ક્ષય-ક્ષયોપશમ કરાવે છે, કર્મની અશુભ પ્રકૃતિઓના સ્થિતિ-રસ ઘટાડી દે છે તથા શુભ પ્રકૃતિઓના સ્થિતિ-રસ વધારી આપે છે. સત્યયોપશમ થવાથી બુદ્ધિ ઉત્પન્ન થાય છે અને તે સબુદ્ધિ ગુરુતત્ત્વનું કાર્ય કરે છે. સદ્ગદ્ધિ દ્વારા આત્મતત્વનો મહિમા જ્ઞાત થાય છે, જેથી અંતર્મુખ વૃત્તિ વધવાની સાથે પરમાત્મતત્વની અનુભૂતિ થવા લાગે છે. એ રીતે મન, મંત્ર અને પ્રાણ તથા દેવ, ગુરુ અને આત્માની એકતા સધાય છે. તેને જ મંત્રશાસ્ત્રમાં મંત્રમૈતન્યનો ઉદ્ભવ થયો કહેવાય છે. કહ્યું છે કે મંત્રાર્થ મંત્રદ્વૈત, જો નાનાતિ તત્ત્વતઃ | શત-અક્ષ-પ્રતોષિ, મંત્રસિદ્ધિ ન ઋતિ કા” અર્થ - મંત્રના અર્થને અને મંત્રમૈતન્યને જે તત્ત્વથી જાણતો નથી તેને કરોડો જાપ કરવાથી પણ મંત્રસિદ્ધિ થતી નથી.' ભાષાવર્ગણાથી શ્વાસોશ્વાસવર્ગણા સૂક્ષ્મ છે અને મનોવર્ગણા તેથી પણ વધુ સૂક્ષ્મ છે. તેનાથી વધારે સૂક્ષ્મ કર્મવર્ગણા છે. તેના ક્ષય-ક્ષયોપશમથી અંતર્મુખવૃત્તિ અને આત્મજ્ઞાન થવા લાગે છે. તેનું જ નામ મંત્રચૈતન્યની જાગૃતિ છે. કહ્યું છે કે गुरूमंत्रदेवताऽऽत्ममनःपवनानामैक्यनिष्कलनादन्तरात्मसंवित्तिः । “મન, મંત્ર અને પવનને તથા દેવ, ગુરુ અને આત્માને પરસ્પર કથંચિત્ ઐક્યનો સંબંધ છે. તે જાણવાથી અંતરાત્મભાવનું સંવેદન થાય છે.' અનુપ્રેક્ષાકિરણ ૨ ૪૯ IN E Page #312 -------------------------------------------------------------------------- ________________ શબ્દબ્રહદ્વારા પરબ્રહ્મની ઉપાસના શ્રી નમસ્કારમંત્ર જ્ઞાયકભાવને નમવાનું શીખવે છે. શાકભાવ એ આત્માનો સ્વભાવ છે. રાગ-દ્વેષાદિ ભાવો એ વિભાવ છે. વિભાવ તરફ ઢળી રહેલા આત્માને સ્વભાવ તરફ વાળવો એ નમસ્કારમંત્રનું કાર્ય છે. ‘ર્દિ એ વર્ણમાળાનું, શબ્દબ્રહ્મનું સંક્ષિપ્ત સ્વરૂપ છે. શબ્દબ્રહ્મ પરબ્રહ્મનું વાચક છે અને પરબ્રહ્મ શુદ્ધ જ્ઞાનસ્વરૂપ છે કે જેમાં માત્ર જ્ઞાન રહેલું છે અને જ્ઞાન સિવાય બીજા કોઈ ભાવો રહેલા નથી. તે શુદ્ધ પરબ્રહ્મ સ્વરૂપ ઉપાસ્ય છે, પૂજ્ય છે અને આરાધ્ય છે. તે સિવાયનું બીજું સ્વરૂપ અનુપાય, અપૂજ્ય અને અસેવ્ય છે; આ જૈન સિદ્ધાન્ત છે. સેવ્યતાનું અવચ્છેદક વીતરાગત્યાદિ ગુણવત્ત્વ છે. વીતરાગત્વ સર્વજ્ઞત્વની સાથે વ્યાપ્ત છે, તેથી વીતરાગ અને સર્વજ્ઞ એવું નિર્દોષ કેવલજ્ઞાનસ્વરૂપ અને તેની ઉપાસના જ પરમપદની પ્રાપ્તિનું બીજ છે. કૃતજ્ઞતા અને સ્વતંત્રતા “નનો એ કૃતજ્ઞાનો મંત્ર છે અને “નો એ સ્વતંત્રતાનો મંત્ર પણ છે. કૃતજ્ઞતા-ગુણ એ વ્યવહારધર્મને પાયો છે અને સ્વતંત્રતા-ગુણ એ નિશ્ચયધર્મનું મૂળ છે. આત્મદ્રવ્ય અનાદિ કર્મસંબંદ્ધ હોવા છતાં કર્મદ્રવ્ય અને આત્મદ્રવ્ય કથંચિત ભિન્ન છે. આત્મા અને અનો સંયોગસંબંધ છે અને તે વિયોગના અંતવાળો છે. કર્મના સંબંધને આદિ અને અંત છે. આત્મદ્રવ્ય-અનાદિ અનંત છે. આત્મદ્રવ્યની સ્વતંત્રતા અનુભવીને જગત સમક્ષ તેને બતાવનાર શ્રી તીર્થંકરભગવંતો અનંત ઉપકારી છે. તેઓના ઉપકારને હૃદયમાં ધારણ કરી તેઓ પ્રત્યે નિત્ય આભારની લાગણીવાળા રહેવું અને એ ઉપકારનો બદલો વાળવાની પોતાની અશક્તિને નિરંતર કબૂલ રાખવી, તે વ્યવહાર-ધર્મનું મૂળ છે અને તે જ નિશ્ચયધર્મ પામવાની સાચી યોગ્યતા છે. નમો મંત્રની ઉપાસના એ કૃતજ્ઞતા ગુણના પાલન દ્વારા સ્વતંત્રતા તરફ લઈ જનારી સિદ્ધ પ્રક્રિયા છે. તેથી ‘નો મંત્રને સેતુની ઉપમા પણ ઘટે છે. શ્રી નમસ્કારમંત્ર ભવસાગર તરવા માટે અને મોક્ષનગરમાં પહોંચવા માટે સેતુની ગરજ સારે છે, અર્થાત્ તે વ્યક્તમાંથી અવ્યક્તમાં લઈ જાય છે. પ્રકૃતિથી પરામ્ખ બનાવી પુરુષની સન્મુખ દોરી જાય છે. તેથી તે દીપ-દીપ છે, ત્રાણ-શરણ છે, ગતિ અને આધાર છે. નનો મંત્ર અનુક્રમે દુષ્કૃતની ગહ કરાવનાર હોવાથી દીપ, તપ અને ત્રાણ છે, સુકૃતાનુમોદના કરાવનાર હોવાથી ગતિ અને પ્રતિષ્ઠારૂપ છે તથા સુકૃતથી અને દુષ્કતથી પર એવા વિશુદ્ધ આત્મતત્ત્વની અભિમુખ લઈ જનાર હોવાથી પરમ શરણગમનરૂપ પણ છે. એ રીતે “નમો’ મંત્ર ભવ્ય જીવોને પરમઆલંબનરૂપ અને પરમઆધારરૂપ બનીને ભવદુઃખનો વિચ્છેદ તથા શિવસુખની પ્રાપ્તિ કરાવવામાં સહાયક થાય છે. નો મંત્ર બીજી રીતે ઘૂળમાંથી સૂમમાં જવાનો મંત્ર છે. સૂક્ષ્મમાંથી સૂક્ષ્મતરમાં અને સૂક્ષ્મતરમાંથી સૂક્ષ્મતમમાં જવા માટેની પ્રેરણા પણ નમો” મંત્રમાંથી મળે છે. અણુથી પણ અણુ અને મહાનથી પણ મહાન એવા આત્મતત્ત્વની પ્રાપ્તિ અર્થાત્ “મોરયા અને મહતમારીયાનું' બંને વિશેષણોવાળા એવા પરમપદની સિદ્ધિ “નમો' મંત્ર વડે થાય છે. IN ૨૭૦ ૨૭૦ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #313 -------------------------------------------------------------------------- ________________ શાન્તરસનો ઉત્પાદક ‘નમો અરિહંતાણં’ એ મહામંત્ર છે, શાશ્વત છે અને શાન્તરસનું પાન કરાવના૨ છે. શાન્તરસ એટલે રાગ-દ્વેષવિનિમુક્ત માત્ર જ્ઞાનવ્યાપાર, તેને નમસ્કાર. ‘નિં’ એ મોહાદિ શત્રુઓનો નાશક છે, તેથી ત્રાણસ્વરૂપ છે. ‘અરિહં' શબ્દ શત્રુનાશક, પૂજ્યતાનો વાચક તથા શબ્દબ્રહ્મનો સૂચક હોવાથી શાન્ત રસોત્પાદક છે. શાન્તરસ, સમતા૨સ, ઉપશમ રસ એ બધા શબ્દો એકાર્થક છે. રાગદ્વેષ અને સુખદુઃખના સંવેદનથી પર એવો જ્ઞાનરસ એ જ અહીં શમરસ છે, એ જ સમતા૨સ છે અને એ જ શાન્તરસ છે. ‘નમો અરિહંતાળું” એ મંત્ર જ્ઞાનચેતના પ્રત્યે ભક્તિ ઉત્પન્ન કરી તેમાં જીવને તલ્લીન બનાવે છે. નમો' મંત્ર એ અનાહતસ્વરૂપ છે ‘નમો’મંત્ર એ ઉચ્ચારણમાં સરલ, અર્થથી રક્ષણહાર અને ફળથી ઊર્ધાતિઊર્ધ્વ ગતિમાં લઈ જનાર છે તેથી મહામંત્ર છે. ઉચ્ચારણ કરતાં જ તે સર્વ પ્રાણોને ઊંચે લઈ જાય છે અને તે સર્વ પ્રાણોને ૫૨માત્મામાં વિલીન કરી આપે છે. શબ્દથી સ૨લ, અર્થથી મંગલ અને ગુણથી સર્વોચ્ચ છે. નમ્રતા એ સર્વ ગુણોની ટોચ છે. પોતાની જાતને અણુથી પણ અણુ જેટલી માનનાર જ મહાનથી મહાન તત્ત્વની સાથે સંબંધમાં આવી શકે છે. પૂર્ણતા એ શૂન્યતાનું જ સર્જન છે. ‘નમો’ મંત્રમાં શૂન્યતા છુપાયેલી છે તેથી જ તે પૂર્ણતાનું કારણ બને છે. ‘નમો’ એ અનાહતસ્વરૂપ છે, કેમ કે-તે ભાવપ્રધાન છે. જ્ઞાન અક્ષરાત્મક છે અને ભાવ અનક્ષરસ્વરૂપ છે, તેથી તેનું આલેખન અનાહત દ્વારા જ થઈ શકે છે. વળી જ્ઞાનોપયોગની સ્થિતિ અંતર્મુહૂર્તથી વધુ નથી. ભાવની સ્થિતિ અવ્યાહત છે. તે કાયમી હોવાથી તેનું આલેખન કે આકલન શબ્દ દ્વારા થઈ શકતું નથી. પરમાત્મા માત્ર જ્ઞાનગ્રાહ્ય નથી કિન્તુ ભાવગ્રાહ્ય છે. ‘નમો’ પદ એ ભાવસ્વરૂપ અને ભક્તિસ્વરૂપ હોવાથી તે દ્વારા પરમતત્ત્વની અનુભૂતિ થઈ શકે છે. છદ્મસ્થો માટે જ્ઞાનનો જ્યાં અંત છે, ત્યાં ભાવનો પ્રારંભ છે. જ્ઞાન દ્વૈતસ્વરૂપ છે, કારણ કે-તે પૃથક્કરણ કરે છે; જ્યારે ભાવ અદ્વૈતસ્વરૂપ છે, કારણ કે-તે એકીકરણ કરે છે. આથી પરમાત્મા સાથેનું અદ્વૈત, નમસ્કારભાવ દ્વારા જ સાધી શકાય છે. રુચિઅનુયાયી વીર્ય નમસ્કારભાવ પ્રશંસાત્મક છે. તેમ જ આદર, પ્રીતિ અને બહુમાનવાચક છે. નમસ્કારભાવ વડે ૫૨મતત્ત્વ પ્રત્યેની અભિરુચિ પ્રગટ કરાય છે. જ્યાં રુચિ ત્યાં જ વીર્ય પ્રવૃત્ત થાય છે. આથી આત્માનું વીર્ય અને આત્માનીશક્તિને ૫૨માત્મભાવ તરફ વાળવા માટે એક ‘નો’ ભાવ દ્વારા પ્રગટતી રુચિમાં તે સામર્થ્ય છે. ભાવની ઉત્પત્તિ જ્ઞાનથી છે પણ જ્ઞાન પોતે ભાવસ્વરૂપ નથી. ભાવમાં જ્ઞાન તો છે જ, પરંતુ તેથી કાંઈક અધિક હોવાથી ભાવ અધિક પૂજ્ય છે. ભાવશૂન્ય જ્ઞાનની કિંમત કોડીની નથી. અલ્પજ્ઞાનથી યુક્ત પણ શુદ્ધ ભાવની કિંમત અગણિત છે. પરમાત્મા ચિન્મય-જ્ઞાનાનંદમય છે, જેથી તે ભાવગ્રાહ્ય છે. સર્વ ભાવોમાં શ્રેષ્ઠ ભાવ શ્રી નમસ્કા૨નો ભાવ છે. શ્રી નમસ્કાર ભાવમાં નમસ્કાર્ય પ્રત્યે સર્વસ્વનું દાન અને સર્વસ્વનું સમર્પણ ક૨ાય છે જેથી તેનું ફળ અગણિત, અચિંત્ય અને અપ્રમેય છે. સર્વ પાપોને ભેદવા માટે તે સમર્થ છે અને સર્વ મંગલોને ખેંચી લાવવા માટે તે અમોઘ છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૭૧ Page #314 -------------------------------------------------------------------------- ________________ અનાહતભાવનું સામર્થ્ય અનાહતના આલેખનમાં ત્રણ આંટા વગેરે છે તે ભાવ સંબંધી જણાય છે અર્થાત્ તે ઉત્તરોત્તર ભાવની વૃદ્ધિ (Spiral)ના સૂચક છે. આગમનો સાર ‘નમો' ભાવ છે. મંત્ર અને યંત્રનો સા૨ ‘અનાહત' છે. ‘નો’ ભાવ સમતાની વૃદ્ધિ કરે છે અને તે સમતા અનાહત છે. તેને સૂચવવા માટે ત્રણ આંટા વગેરેનું આલેખન છે. અનાહત એક પ્રકારનો ધ્વનિ પણ છે તે અટક્યા વિના ચાલ્યા કરે છે. તે જણાવવા માટે તેનું આલેખન વર્તુલ (Circle)થી ન કરતાં કમાન (Spiral)થી કરેલું હોય છે. વ્યક્તિ (Personal)માંથી જાતિ (Impersonal)માં અને વ્યષ્ટિ (Individual) માંથી સમષ્ટિ (Universal)માં જવા માટે ભાવ જ સમર્થ છે. માત્ર જ્ઞાન કે ક્રિયામાં તે સામર્થ્ય નથી. ભાવ જ્યાં સુધી વિશ્વવ્યાપી ન બને ત્યાં સુધી તે આહત છે. તે જ્યારે સર્વવ્યાપી બને ત્યારે અનાહત થાય છે. જ્ઞાન અને ક્રિયાનાં ફળ પરિમિત છે અને ભાવનું ફળ અપરિમિત છે, તે અનાહતનું આલેખન સૂચવે છે. ભાવમાં સમર્પણ અને સંબંધ છે તેથી તે પૂજ્ય છે. પૂજ્યતાનું અવચ્છેદક દાન છે પરંતુ ગ્રહણ નહિ. સર્વોત્કૃષ્ટ દાન તે સમતાભાવનું દાન છે. સમતાભાવ સર્વ માટે સમાનભાવ ધરાવે છે, તેથી તે અનાહત છે. નમસ્કાર એ પ્રથમ ધર્મ શા માટે ? જૈનાગમનું પ્રથમસૂત્ર શ્રી પંચમંગલ યાને નમસ્કારસૂત્ર છે. તેનું પહેલું પદ ‘નમો’ છે. એ નમસ્કાર ક્રિયાના અર્થમાં વ્યાકરણમાન્ય અવ્યય પદ છે. એનો અર્થ ‘હું નમસ્કાર કરું છું' એવો થાય છે. આથી ‘નમો અરિહંતાણં’ નો વાચ્યાર્થ ‘હું અરિહંત પરમાત્માઓને નમસ્કાર કરું છું' એવો થાય છે. અહીં ‘નમો’ પદ પ્રથમ મૂકીને એ સૂચવ્યું છે કે, નમસ્કાર એ પ્રથમ ધર્મ છે. નમસ્કાર એ ધર્મ તરફ પ્રયાણ કરવા માટે મૂળભૂત મૌલિક વસ્તુ છે. નમસ્કારથી શુભભાવ જાગે છે, શુભભાવથી કર્મક્ષય થાય છે અને કર્મક્ષયથી સકલ કલ્યાણની સિદ્ધિ થાય છે. મિથ્યાભિનિવેશનું પરમ ઔષધ જીવનું સંસા૨પરિભ્રમણ અજ્ઞાનને કારણે છે અને મિથ્યાત્વ તેની પુષ્ટિ કરે છે. અજ્ઞાન હોવા છતાં ‘હું સમજદાર છું, ‘હું બુદ્ધિશાળી છું’ અને ‘હું જ્ઞાની છું.' એવા મિથ્યાભિમાનનું જ બીજું નામ મિથ્યાત્વ છે. અજ્ઞાન હોવા છતાં જ્ઞાનીને શરણે ન જવું એ મિથ્યાભિનિવેશ છે. એના કારણે અજ્ઞાનજન્ય દોષ ટળતો નથી પણ ઊલટો દૃઢ બને છે. નમસ્કારમંત્ર એ મિથ્યાભિનિવેશનું ઔષધ છે. નમસ્કારમાં ‘હું અજ્ઞાન છું' એવી કબૂલાત છે. એ કબૂલાત અજ્ઞાનની ગર્હા કરાવે છે, જ્ઞાનીની સ્તુતિ કરાવે છે તથા જીવમાં સરળભાવ પ્રગટાવે છે અને સરળતા જ મોક્ષમાર્ગની પ્રથમ શરત છે. જેમ બાળક અજ્ઞાન છે પણ તે માતાપિતાના શરણે રહે છે, તો જ્ઞાની પણ થાય છે અને સુખી પણ થાય છે. પરંતુ અજ્ઞાનની સાથે રહેવાની જો હઠ હોય અને પોતાથી અધિક જ્ઞાનીને શરણે રહેવાની તૈયારી ન હોય તો તે ૨૭૨ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #315 -------------------------------------------------------------------------- ________________ બાળક જેમ જેમ મોટું થતું જાય છે તેમ તેમ વધુમાં વધુ આપત્તિમાં આવી પડે છે. તે રીતે મોક્ષમાર્ગમાં પણ અજ્ઞાન સન્તવ્ય છે, કિન્તુ તેનો અભિનિવેશ અક્ષત્તવ્ય છે. “નમો મંત્ર તે અભિનિવેશને ટાળી દે છે. “નમો મંત્ર નમ્રતાને વિકસાવે છે. “નમો મંત્ર દ્વારા જ્ઞાનીઓની પરાધીનતાનો સ્વીકાર કરવામાં આવે છે. નમ્રતા અને આધીનતા જ્ઞાનથી અજ્ઞાન ટળે છે એ વાત સાચી છે તોપણ અધૂરું જ્ઞાન જ્યાં સુધી છે ત્યાં સુધી તેનો પણ અહંકાર થવાનો સંભવ છે. આથી જ્ઞાન જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી નમ્રતા પરમ આવશ્યક છે. “નમો મંત્ર સ્વલઘુભાવ સદા ટકાવી રાખે છે અને એ લઘુભાવના પ્રભાવે જીવ પૂર્ણદશાને પામી શકે છે. જ્ઞાન જ્યાં સુધી અપૂર્ણ છે ત્યાં સુધી પૂર્ણજ્ઞાનીની પરાધીનતા જીવને આગળ વધવામાં સહાયકારી બની શકે છે. જ્ઞાની પ્રત્યે નમ્રતા અને જ્ઞાનીની આજ્ઞા પ્રત્યે પરાધીનતા એ છદ્મસ્થમાત્રનો પ્રથમધર્મ છે. જેને નમવામાં આવે તેની ઉચ્ચતાનો અને સ્વજાતની લઘુતાનો ભાવ કાયમ ટકાવી રાખવા માટે યોગ્યને નમવાની પરમ આવશ્યકતા છે. વારંવારનો એ નમસ્કાર નમ્રતા અને યોગ્યની પરાધીનતાને પુષ્ટ કરે છે. જેના પ્રત્યે આપણે નમ્ર અને આધીન બનીએ છીએ તે આપણા હિત માટે શું કહે છે તે જાણવાની પ્રથમ જિજ્ઞાસા થાય છે અને પછી તેમની હિતકારી આજ્ઞાને જીવનમાં જીવવાનું બળ પ્રાપ્ત થાય છે. નમસ્કાર એ સર્વ ધર્મનું મૂળ જે બાળક પોતાના વડીલો પ્રત્યે નમ્ર અને પરાધીનવૃત્તિવાળો હોય છે, તે તેઓના આદેશોને અનુસરી શકે છે અને પોતાનો વિકાસ સાધી શકે છે. એ માટે નમસ્કાર એ વિકાસનું પરમ સાધન છે. નાનપણથી બાળકને માતા પિતાદિને પ્રણામાદિ કરવાનું શીખવવામાં આવ્યું હોય છે તો તેથી તેના મન ઉપર તેઓ પ્રત્યે પૂજ્યતાનો ભાવ ટકી રહે છે. આ રીતે લોકમાં કે લોકોત્તરમાં નમસ્કાર એ સર્વ પ્રથમધર્મ છે. જ્યાં સુધી પૂર્ણજ્ઞાની ન બનાય ત્યાં સુધી પૂર્ણજ્ઞાનીને અને તેઓના સ્વરૂપને તથા ઉપદેશને સમજાવનાર અધિકજ્ઞાની એવા ગુર્નાદિના આશ્રયે રહેવું જ જોઈએ અને એ માટે વારંવાર નમસ્કારનો આશ્રય લેવો જ પડે. વારંવારનો એ નમસ્કાર મન ઉપર દેવગુરુની આધીનતા અને આશ્રિતતાનો ભાવ સદા જાગૃત રાખે છે અને તેઓના હિતોપદેશ પ્રત્યે આદરબહુમાનનો ભાવ ટકાવી રાખે છે. આથી નમસ્કારને સૌથી પ્રથમધર્મ કહેવાય છે અને બીજા સર્વધર્મોનું પણ તે મૂળ છે એમ સ્પષ્ટપણે સમજી શકાય છે. મંત્રના અનેક અર્થ નમસ્કાર એ મંત્ર છે, મંત્રના અનેક અર્થ છે. મંત્ર એટલે ગુહ્ય ભાષણ (Silent Talk). મંત્ર એટલે આમંત્રણ-જેને નમવામાં આવે છે, તેને હૃદયપ્રદેશમાં પધારવા માટેનું આમંત્રણ (Invitation). મંત્ર એટલે મનનું રક્ષણ મંત્રના વર્ગો વડે મનનું સંકલ્પ વિકલ્પથી રક્ષણ થાય છે. મંત્ર એટલે વિશિષ્ટમનન અને તે વડે થતું જીવનું રક્ષણ. વિશિષ્ટમનન સમ્યજ્ઞાનનું સાધન બને છે અને તે સમ્યજ્ઞાન શુભ ભાવ જગાડી જીવનું રક્ષણ કરે છે અનુપ્રેક્ષાકિરણ ૨ છે ૨૭૩ NS ૨૩ Page #316 -------------------------------------------------------------------------- ________________ અયોગ્ય માર્ગે જતાં જીવને રોકી યોગ્ય માર્ગે ચઢાવે છે. સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રમાં રહેવું તે યોગ્ય માર્ગ છે. અને મિથ્યાજ્ઞાન-દર્શન-ચારિત્રમાં રહેવું તે અયોગ્ય માર્ગ છે. મંત્ર મિથ્યારત્નત્રયીમાંથી જીવને છોડાવી સમ્યગ્રત્નત્રયી તરફ લઈ જાય છે, તેથી તે મનન વડે રક્ષણ કરાવનાર છે એમ સાબિત થાય છે. અખૂટ ફળ આપનારું દાન તે નમસ્કાર નો મંત્ર દ્વારા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને અપાતા સન્માનના દાનના બદલામાં આપણને શાશ્વત આત્માના જ્ઞાનસ્વરૂપ મોટામાં મોટું દાન મળે છે. પોતાના શાશ્વતઆત્માનું અનાદિકાળથી થયેલું વિસ્મરણ એ જ અનંતદુઃખનું મૂળ છે અને તેનું સ્મરણ એ જ અનંતસુખનું બીજ છે નમસ્કાર દ્વારા શ્રી પંચપરમેષ્ઠિનું સ્મરણ એ પોતાના શાશ્વતઆત્માનું જ્ઞાન કરાવીને અનંતકાળ સુધી પણ ન ખૂટે તેવું અખૂટ જ્ઞાનદાન કરે છે. જેઓ આપનારા જ છે, કદી પણ લેનારા નથી તેમને આપવામાં આવતું દાન એ જ એક અક્ષયફળવાળું દાન છે. - શ્રી પંચપરમેષ્ઠિભગવંતો સન્માન લેવાની ઈચ્છાથી સર્વથા રહિત હોવાથી અને જીવોને સર્વસ્વનું દાન કરવા માટે જ વિશ્વમાં એમનું અસ્તિત્વ હોવાથી, તેમને સન્માનનું દાન નમસ્કાર દ્વારા જ્યારે સ્ટયથી કરવામાં આવે છે ત્યારે તેનું ફળ અપરિમિત બને છે. પૂ. શ્રી આનંદધનજી મહારાજ કહે છે કે અહો અહો હું મુજને નમું, નમો મુજ નમો મુજ રે, અમિત ફળ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજ રે, શાંતિજિન એક મુજ વિનતિ. (૧)” વળી અન્યત્ર પણ કહ્યું છે કે :नमस्तुभ्यं नमस्तुभ्यं, नमस्तुम्यं नमो नमः । नमो मह्यं नमो मह्यं, मह्यमेव नमो नमः ॥ १ ॥ અર્થ - “પરમાત્માને નમસ્કાર એ તત્ત્વથી પોતાના આત્માને જ નમસ્કાર છે અને પોતાના શુદ્ધ આત્માને નમસ્કાર કરવાથી પરમાત્માને જ નમસ્કાર થાય છે.” નમોદ્વારા સર્વસમર્પણ નમો’ એ આત્મનિવેદનરૂપ ભક્તિનો એક પ્રકાર છે. ‘નમો’ દ્વારા નમસ્કાર કરનારો પરમાત્માની આગળ હું તમારો જ અંશ છું, સેવક છું, દાસ છું.' એવું આત્મનિવેદન કરે છે. નમો દ્વારા પ્રભુનું અને પ્રભુના નામાદિનું શ્રવણ, કીર્તન અને સ્મરણ થાય છે, પ્રભુના રૂપને વંદન અને તેમનું અર્ચન તથા પૂજન થાય છે તેમ જ પ્રભુની સન્મુખ હું પ્રભુનો દાસ છું, સેવક છું' અને અંશ છું એવું આત્મનિવેદન થાય છે. નકો દ્વારા પરમાત્માની સાથે ભક્તિના તાત્ત્વિકસંબંધનું સ્થાપન કરાય છે. “નમો’ એ પરબ્રહ્મની સાથે યોગ્ય સંબંધ કરાવનાર મહામંત્ર છે અને તે આત્મનિવેદનપૂર્વકની શરણાગતિ સૂચવે છે. અહંતા-મમતા એ પાપ છે અને એનું મૂળ અજ્ઞાનતા છે. અજ્ઞાન સહિત સર્વપાપોનો નાશ કરવાની શક્તિ નમસ્કારમાં છે, કેમ કે નમસ્કારમાં આત્મસમર્પણ થાય છે. સમર્પણનો અર્થ છે- અનાત્મપદાર્થોમાં આત્મબુદ્ધિનું વિસર્જન અને આત્મભાવમાં આત્માનું નિમજ્જન. તે SN ૨૭૪ ૬ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ TH Tirth Page #317 -------------------------------------------------------------------------- ________________ નિમજ્જનનું બીજું નામ શરણાગતિ છે. “નો મંત્ર એ પરમતત્ત્વને સમર્પિત થવાની ક્રિયા છે શરણાગતિને નવધા ભક્તિ ઉપર દશમી ભક્તિ કહી છે. એ ભક્તિનો આશ્રય લેનારને એવો કોલ મળે છે કે - “ર બે પ્રવૃતિ ” “મારા ભક્તનો કદી વિનાશ નથી.' મોટામાં મોટાં પાપ અહંતા-મમતાનાં છે. આત્મનિવેદન અને શરણાગતિ વડે તે પાપોનો અંત આવે છે. એ બંને પાપોનું મૂળ સંબંધનું અજ્ઞાન છે. નમસ્કાર વડે સાચો બ્રહ્મસંબંધ સધાય છે, જેનાથી અજ્ઞાન, પાપ અને તેના વિવિધ વિપાકનો સદાને માટે અંત આવે છે. નમો’ વડે થતી ભક્તિ અને પૂજાની ક્રિયાઓ નમો’ વડે હું પરમાત્માનું સ્મરણ કરું છું, કીર્તન કરું છું, પૂજન કરું છું, વંદન કરું છું, પ્રીતિ કરું છું, ભક્તિ કરું છું, આજ્ઞાને શિરોધાર્ય કરું છું અને અસંગભાવે તેઓની સાથે મળી જાઉં છું. સ્મરણ-કીર્તનાદિ દ્રવ્યસંકોચરૂપ છે, જ્યારે આજ્ઞાપાલન અને શરણાગતિ તે ભાવસંકોચરૂપ છે. “નમો’ વડે ઉભય પ્રકારના સંકોચ અનુભવાય છે અને કેવળ આત્મતત્ત્વના વિકાસને ઇચ્છાય છે. નમો પ્રીતિરૂપ છે, ભક્તિરૂપ છે, વચનરૂપ છે અને અસંગરૂપ છે. “નમો’ એ ઇચ્છારૂપ છે, પ્રવૃત્તિરૂપ છે, ધૈર્યરૂપ છે અને સિદ્ધિરૂપ પણ છે. “નો' માં ભક્તિના સર્વ પ્રકારો અંતર્ગત થઈ જાય છે. દ્રવ્યપૂજ અને ભાવપૂજાના સર્વ પ્રકારો “નમો મંત્રમાં સમાઈ જાય છે. સર્વ અવસ્થાઓમાં કર્તવ્ય શ્રી અરિહંતને નમસ્કાર, શ્રી સિદ્ધને નમસ્કાર, શ્રી આચાર્યને નમસ્કાર, શ્રી ઉપાધ્યાયને નમસ્કાર તથા સર્વ શ્રી સાધુને નમસ્કાર એ આત્માની જ ભિન્ન ભિન્ન અવસ્થાઓને નમસ્કાર છે. શ્રી આચાર્ય, શ્રી ઉપાધ્યાય અને શ્રી સાધુને નમસ્કાર તે છઠ્ઠા ગુણસ્થાનકથી બારમા-તેરમા ગુણસ્થાનક સુધીની અવસ્થાને નમન છે. શ્રી અરિહંતને નમસ્કાર એ તેરમાં ગુણસ્થાનકને અને શ્રી સિદ્ધને નમસ્કાર એ મુખ્યતાએ ચૌદમા ગુણસ્થાનકને નમન છે. તત્ત્વથી તે તે અવસ્થાઓમાં આત્માનું ભાવથી પરિણમન થાય છે. આત્માનું પોતાની છે તે વિશુદ્ધ અવસ્થાઓમાં પરિણમન બાહ્યભાવો સાથેની અહંતા-મમતાનો નાશ કરે છે અને આંતર્ભાવો સાથેની અહંતા અને મમતાના ભાવને પેદા કરે છે. વસ્તુતઃ નમસ્કાર એ અહંતા-મમતાનો નાશક અને નિર્મમતા નિરહંતા અને સમતાનો ઉત્પાદક છે. સમતા સમાધિસ્વરૂપ છે અને બાહ્ય વિષયોની મમતા સંકલેશસ્વરૂપ છે. સંકલેશને ટાળી સમાધિને સાધી આપનાર નમસ્કાર સર્વ અવસ્થાઓમાં કર્તવ્ય છે. પ્રથમ ગુણસ્થાનકે નમસ્કાર મિથ્યાત્વનો નાશ કરે છે, ચોથે ગુણસ્થાનકે કરેલો નમસ્કાર અવિરતિનો નાશ કરે છે અને છેદે ગુણસ્થાનકે કરેલો નમસ્કાર પ્રમાદનો નાશક બને છે. ઉપરના ગુણસ્થાનકોએ તે નમસ્કાર સ્વભાવપરિણમનરૂપ બની અસંગભાવ લાવે છે. કહ્યું છે કે :“જેહ ધ્યાન અરિહંત કો, તેથી જ આતમ ધ્યાન; ફેર કછુ ઈસમેં નહિ, એહી જ પરમ નિધાન. (૧)” જ્ઞાન, ધ્યાન અને સમતા પર્યાયમાં અનુસ્મૃત દ્રવ્ય છે, દ્રવ્યમાં પ્રધાનતા ગુણની છે અને ગુણમાં પ્રધાનતા જ્ઞાનની છે. જ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠ આનંદ છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૭૫ Page #318 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસામાન્ય વૃદ્ધિકારક છે, ગુણસામાન્ય એકત્વ કરે છે અને પર્યાયસામાન્ય તુલ્યતાકર છે. એ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયથી પરમાત્માનું ધ્યાન એ આત્માનું જ ધ્યાન છે અને એ રીતે થતું આત્મધ્યાન વૃદ્ધિકારક, એકત્વકર અને તુલ્યતાકર હોવાથી અનંત સમતાને આપનારું થાય છે. સમતા-સમભાવ સમાન બુદ્ધિ વગેરે એકાર્થક છે. મોક્ષનું અનંતર કારણ સમતા છે. સમતાને મોક્ષનું ભાવલિંગ પણ કહ્યું છે. તે સમતા આત્મધ્યાનથી પ્રાપ્ત થાય છે. કહ્યું છે કેઃ"न साम्येन विना ध्यानं, न ध्यानेन विना च तत् । निष्कंप जायते तस्मात् , द्वयमन्योन्यकारणम् ॥१॥" અર્થ- સમતા વિના આત્મધ્યાન નથી અને આત્મધ્યાન વિના નિષ્કપસમત્વ નથી. અર્થાત ધ્યાન વિના સમતાભાવમાં નિશ્ચળતા પ્રાપ્ત થતી નથી, તેથી ધ્યાનનું કારણ સમતા અને સમતાનું કારણ ધ્યાન છે. એમ પરસ્પર કાર્ય-કારણભાવ પામીને ધ્યાનની અને સમતાની વૃદ્ધિ થાય છે. વૃદ્ધિ, એકતા અને તુલ્યતા દ્રવ્યથી થતું આત્મધ્યાન વૃદ્ધિકર છે અર્થાત શુભભાવની વૃદ્ધિ કરે છે, ગુણથી થતું ધ્યાન ભાવથી એકત્વકર છે અને પર્યાયથી થતું ધ્યાન ભાવથી તુલ્યતાકર છે. તુલ્યતા, એકતા અને વૃદ્ધિ જ્યારે સમકાળે મળે છે ત્યારે સમતા સ્થિર બને છે. સ્થિર સમતા અનંતદ્રવ્યોની સમાનતા, ગુણોની એકતા અને પર્યાયોની તુલ્યતાના જ્ઞાન ઉપર અવલંબે છે. તેથી સમતાના અર્થી જીવોએ પરમેષ્ઠિનમસ્કાર દ્વારા ધ્યાનમાં અનુક્રમે દ્રવ્યથી વૃદ્ધિ, ગુણથી એકતા અને પર્યાયથી તુલ્યતાનો અનુભવ લેવો જોઈએ. ધ્યાનમાં જ્યારે પરમેષ્ઠિઓના શુદ્ધ આત્મદ્રવ્ય સાથે પોતાનું આત્મદ્રવ્ય મળે છે, ત્યારે વૃદ્ધિ અનુભવાય છે. તેઓના ગુણો સાથે જ્યારે પોતાના ગુણો મળે છે. ત્યારે એકતા અનુભવાય છે અને તેઓના પર્યાયો સાથે જ્યારે પોતાના પર્યાયો મળે છે ત્યારે તુલ્યતા અનુભવાય છે. એ રીતે તુલ્યતા, એકતા અને વૃદ્ધિનો અનુભવ વિષમતાનો નાશ કરે છે અને સમતાનો પ્રાદુર્ભાવ કરે છે. આ પરમેષ્ઠિનમસ્કારમાં નિત્ય એકતાન થવાનો અભ્યાસ મુમુક્ષોએ વધારવો જોઈએ. વૃદ્ધિ પામેલો તે અભ્યાસ અનુક્રમે પ્રકર્ષને પામીને ધ્યાતાને ધ્યેયરૂપ બનાવનારો થાય છે. આત્મા પરમાત્મસ્વરૂપ બને છે તથા વ્યષ્ટિ પોતે સમષ્ટિરૂપ ધારણ કરીને અંતે પરમેષ્ઠિસ્વરૂપ બની જાય છે. કહ્યું છે કે - નિજ સ્વરૂપ ઉપયોગથી, ફિરી ચલિત જો થાય; તો અરિહંત પરમાતમા, સિદ્ધ પ્રભુ સુખદાય. તિનકા આત્મ સરૂપકા, અવલોકન કરો સાર; દ્રવ્ય ગુણ પwવ તેહના, ચિંતવો ચિત્ત મઝાર. નિર્મળ ગુણ ચિન્તન કરત, નિર્મળ હોય ઉપયોગ તવ ફિરી નિજ સરૂપકા, ધ્યાન કરો થિર જોગ, ૩ જે સરૂપ અરિહંતકો, સિદ્ધ સરૂપ વળી જેહ; તેહવો આતમ રૂપ છે, તિણમેં નહીં સંદેહ. ચેતન દ્રવ્ય સાધર્ખતા, તેણે કરી એક સરૂપ; ભેદભાવ ઈસમે નહીં, એવો ચેતન ભૂપ. ચિત્માત્ર સમાધિનો અનુભવ , આત્મધ્યાનનું ફળ સમતા છે અને સમતાનું ફળ નિર્વિકલ્પ ઉપયોગ અર્થાત નિર્વિકલ્પ સમાધિ છે. તે સમાધિને નિર્વિકલ્પ ચિત્માત્રસમાધિ કહેવાય છે. તેમાં રાગ-દ્વેષ અને સુખ-દુઃખથી પર એવો એક ચિત્માત્ર ઉપયોગ રહે છે. તેને શાસ્ત્રોમાં જ્ઞાનચેતના તરીકે ઓળખાવેલ છે. ૨૭૬ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજો Page #319 -------------------------------------------------------------------------- ________________ તે જ્ઞાનચેતના વીતરાગ અને સર્વજ્ઞ છે. આથી તેમાં કેવળ નિરુપાધિક સુખનો જ અનુભવ થાય છે. તે સુખમાં દ્વન્દ નથી તેથી તે દ્વન્દાતીત પણ કહેવાય છે. નમસ્કાર-મહામંત્રના પ્રથમપદમાં જ આ નિર્વિકલ્પ ચિત્માત્રસમાધિને અનુભવવાનો એક અનોખો પ્રયોગ છે. ગુરુમુખથી નમસ્કારમંત્રની પ્રાપ્તિ થતાં જ “નમો દ્વારા દેવતત્ત્વની સન્મુખ થવાય છે, કેમ કે “નમો પદની સાથે જ મર્દ શબ્દ જોડાયેલો છે, તે દેવતત્વનો વાચક છે. જીવાત્માનું દલ પરમાત્મા છે, તે પરમાત્મતત્ત્વનો અનુભવ કરવા માટે “તા શબ્દ જોડવામાં આવ્યો છે. આ “તા શબ્દ “ત્રાણ” અર્થમાં છે અને એ ત્રાણ “આજ્ઞા' શબ્દની સાથે સંબંધ ધરાવે છે. જ્યાં અને જ્યારે અરિહંતોની આજ્ઞાનું પાલન મુખ્ય બને છે, ત્યાં અને ત્યારે મન, પ્રાણ અને આત્મા પરમાત્મામાં એકાકાર બને છે. એ રીતે “નમો અરિહંતા, મંત્ર અનુક્રમે ગુરુ, મંત્ર, દેવતા, આત્મા, મન અને પ્રાણની એકતા કરાવી અંતરાત્મભાવ જગાડે છે તથા અંતરાત્મભાવમાં સ્થિર કરી પરમાત્મભાવની ભાવના કરાવે છે. એ ભાવના અંતે પરમાત્મભાવ પ્રગટાવી અવ્યાબાધ સુખના ભોક્તા બનાવે છે. નમો’ પદમાં રહેલી અમૃતક્રિયા નમો એ વિસ્મય, પુલક અને પ્રમોદસ્વરૂપ છે. ભવભયનો સૂચક પણ “નમો પદ છે. “નમો પદ ઉત્તરોત્તર ભાવવૃદ્ધિને સૂચવનારો પણ છે. તેનું પરિણામ “તત્તવિત્ત માં આવે છે, અર્થાત્ ચિત્તમાં એકાગ્રતા લાવવા માટે પણ “નમો’ પદ પરમ સાધન બને છે. ભવનો સાચો ભય તો જ ગણાય, કે જ્યારે ઊંઘતા માણસને એમ લાગે કે “મારું ઘર બળી રહ્યું છે અને એકદમ ઝબકીને ઊઠે ત્યારે તેને જેવો ભય સ્પર્શે છે, તેવો ભય સંસારરૂપી દાવાનળમાંથી છૂટવા માટે જ્યારે ઉત્પન્ન થાય ત્યારે તેને સાચો ભવભય ઉત્પન્ન થયો ગણાય. પોતાનું ઘર સળગી રહ્યું છે અને માણસ ઝબકીને ઊઠે, તેમ મોહનિદ્રામાં સૂતેલો જીવ કર્મદાવાનળના દાહમાંથી ઊગરી જવા માટે ધર્મજાગૃતિને અનુભવે તે સાચો ભવભય છે. “નમો પદ એ નમસ્કાર કરનારના અંતરમાં જાગેલા ભવભયનો સૂચક છે. જ્યાં ભય હોય ત્યાં પ્રતિપક્ષી વસ્તુ ઉપર ભાવ યા પ્રેમ ઉત્પન્ન થાય છે. તે રીતે ભવથી ભય પામેલા જીવને આત્મતત્ત્વ ઉપર પ્રેમ થાય છે અને તે પ્રેમનો સૂચક પણ “નમો પદ બને છે. - સાચો પ્રેમ પ્રિય વસ્તુના ધ્યાનમાં એકાગ્રતા લાવે જ છે અને તેને સાધવા માટેના વિધિવિધાનમાં સાવધાન બનાવે જ છે. “નમો પદની સાથે તે સાવધાનતા અને એકાગ્રતા પણ જોડાયેલી જ છે. તેથી “નમો’ એ સાવધાનતા અને તન્મયતાનું પણ પ્રતીક બની જાય છે. એ રીતે અમૃતક્રિયાને સૂચવનારાં જેટલાં લક્ષણો શાસ્ત્રમાં કહ્યાં છે, તે બધાં “નમો' પદના આરાધકની અંદર આવવા લાગે છે અને ત્યારે જ “નમો પદ સાર્થક બને છે. અમૃતક્રિયાનાં લક્ષણો તગત ચિત્ત ને સમય વિધાન, ભાવની વૃદ્ધિ ભવ ભય અતિ ઘણો; વિસ્મય પુલક પ્રમોદ પ્રધાન, લક્ષણ એ છે અમૃત કિયા તણો. ઉપા. શ્રી યશોવિજયજી મ. વિસ્મય પુલક અને પ્રમોદ એ સર્વસ્તુની પ્રાપ્તિના હર્ષાતિરેકને સૂચવે છે. હર્ષાતિરેકને ઉત્પન્ન કરનાર અનુપેશાકિર# ૨ ૨૭૭ પS ૨૭૭ Page #320 -------------------------------------------------------------------------- ________________ ભવભ્રમણનો ભય છે. ભવભ્રમણનો ભય જેટલો તીવ્ર તેટલી ભાવની વૃદ્ધિ અધિક અને ભાવની વૃદ્ધિ જેટલી અધિક તેટલી આરાધનામાં સાવધાનતા અને એકાગ્રતા અધિક. એ રીતે અમૃતક્રિયાનાં બધાં લક્ષણો “નનો પદની આરાધનામાં ઘટી જાય છે. “નમો પદનો આરાધક નમસ્કારની વિધિ સાચવવા સાવધાન એટલા માટે હોય છે કે તેના યમાં ભવનો ભય છે. તેથી ધર્મ અને ધર્મસામગ્રી ઉપર તે પ્રેમ ધરાવે છે અને એ પ્રેમ વિસ્મય, પુલક અને પ્રમોદ વડે અભિવ્યક્ત થાય છે. સમયવિધાન શબ્દના બે અર્થ નીકળે છે જે કાળે જે કાર્ય કરવાનું કહ્યું હોય તે કાળે તે કાર્ય કરવું ‘વારે વાડું સમારે યોગ્યકાળને સાચવવો એ સમય શબ્દનો પ્રથમ અર્થ છે. સમય શબ્દનો બીજો અર્થ છે સિદ્ધાન્ત. સિદ્ધાન્તમાં કહેલા વિધિવિધાન મુજબ ધર્માનુષ્ઠાનને આચરવું તે સમયવિધાન છે. વિધિવિધાનમાં સ્થાન, મુદ્રાદિ જે રીતે સાચવવાનાં કહ્યાં હોય તે રીતે સાચવીને ક્રિયા કરવી. એ રીતે કાળ-દેશ-મુદ્રાદિને સાચવવાં તે સમયવિધાન છે. ભાવની વૃદ્ધિ ચિત્તની એકાગ્રતાદિ છે. એકાગ્રતાદિ લાવવાનાં સાધનો અર્થનું આલોચન, ગુણનો રાગ ઈત્યાદિ છે. “નમો’ મંત્રની અર્થભાવના અર્થભાવનાયુક્ત મંત્રજાપ વિશિષ્ટ ફલપ્રદ છે. નમસ્કાર મહામંત્રની અર્થભાવના અનેક રીતે વિચારી શકાય છે. “નમો પદ પૂજા અર્થમાં છે અને પૂજા દ્રવ્યભાવસંકોચ અર્થમાં છે. દ્રવ્યસંકોચ શરીર સંબંધી છે અને ભાવસંકોચ મન સંબંધી છે. સંકોચ શબ્દ અહંત્વમમત્વના સંકોચમાં પણ વાપરી શકાય છે. શરીરમાં અાંત્વની બુદ્ધિનો અને મન-વચનાદિમાં મમત્વની બુદ્ધિનો સંકોચ અર્થાત્ અહેવ-મમત્વના વિસર્જનપૂર્વક શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓને નમસ્કાર તે નિશ્ચયથી આત્મતત્ત્વને જ નમસ્કાર છે. આત્મતત્ત્વ ચૈતન્યરૂપે પોતાનું, પરનું અને પરમાત્માનું એકજ છે. એ રીતે ‘સર્વ ન્યિવં ત્રત્ર' ની ભાવના પણ શ્રી નમસ્કારમંત્રનો જ અર્થ છે. વેદનાં મહાવાક્યો અનુક્રમે “તત્વમસિ ” “પ્રજ્ઞાનનિન્દ્ર કહ્યું ' “માત્મા ત્રહ્મ | ‘દં ત્ર ’ સર્વ વુિં વહ્મ ' એ સર્વની ભાવના શ્રી નમસ્કારમંત્રના અર્થમાં ઉપરની રીતે સાપેક્ષપણે થઈ શકે છે. શ્રી નમસ્કાર મંત્રમાં પુણ્યાનુબંધી પુણ્ય શ્રી નમસ્કારમંત્ર દુષ્કૃતનો ક્ષય કરે છે, સુકૃતને પેદા કરે છે અને આત્માના શુદ્ધ સ્વરૂપની સાથે અનુસંધાન કરી આપે છે. સંસારી આત્મા પાપરુચિના કારણે સંસારમાં પરિભ્રમણ કરે છે. શ્રી નમસ્કારમંત્ર પાપરુચિ ટાળે છે અને ધર્મરુચિ પ્રકટાવે છે. પાપરુચિ ટળવાથી પરપીડા પરિહારની વૃત્તિ જાગે છે અને ધર્મરુચિ પ્રકટવાથી પરાનુગ્રહનો પરિણામ ઉત્પન્ન થાય છે તથા તે બંને થવાથી ચિત્ત નિર્મળ બને છે. નિર્મળચિત્તમાં આત્મજ્ઞાન આવિર્ભાવ પામે છે. આત્મજ્ઞાન અનાદિકાલીન અજ્ઞાન અને મોહનો નાશ કરી શુદ્ધસ્વરૂપની અનુભૂતિ કરાવે છે. શુદ્ધાત્માની અનુભૂતિસકળ કર્મના લયનું કારણ બની અવ્યાબાધ પદની પ્રાપ્તિ ૨૭૮ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ *** SS Page #321 -------------------------------------------------------------------------- ________________ કરાવે છે. પુણ્યાનુબંધી પુણ્યનું સ્વરૂપ બતાવતાં શાસ્ત્રોમાં કહ્યું છે કેदया भूतेषु वैराग्यं, विधिवत् गुरूपूजनम् । विशुद्धा शील वृत्तिश्च, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥१॥ परोपतापविरतिः, परानुग्रह एव च । स्वचित्तदमनं चैव, पुण्यं पुण्यानुबन्ध्यदः ॥२॥ ભાવાર્થ- શ્રી નમસ્કારમંત્રમાં પુણ્યાનુબંધી પુણ્યની પ્રાપ્તિના ઉપરોક્ત સઘળા ઉપાયોનો સંગ્રહ છે, કેમ કે શ્રી નમસ્કારમંત્રથી ભૂતદયાનો પરિણામ જાગે છે. સંસારનાં સુખો પ્રત્યે ઉદાસીનતાનો ભાવ જાગે છે, દેવ-ગુરુની વિધિવત્ એકાગ્રચિત્તે ઉપાસના થાય છે, દયા, દાન, પરોપકાર, સદાચાર આદિના પાલનરૂપ શીલવૃત્તિ જાગે છે, પરપીડાથી નિવૃત્ત થવાની અને પરને સહાયરૂપ બનવાની વૃત્તિ ઉત્પન્ન થાય છે. ચિત્તવૃત્તિની અશુદ્ધિનો ક્ષય થાય છે અને વિશુધ્ધ ચિત્તની ઉત્પત્તિ થાય છે. તેમ જ વિશુદ્ધચિત્તમાં આત્મજ્ઞાનનું પ્રતિબિંબ પડે છે અને આત્મજ્ઞાન મોહાયનું કારણ બની મોક્ષસુખ અપાવે છે. આ બધા લાભોનું મૂળ શ્રી નમસ્કારમંત્રની આરાધના બને છે. આથી શ્રી નમસ્કારમંત્રની આરાધનાને શાસ્ત્રોમાં શિવસુખનું અદ્વિતીય કારણ માન્યું છે. નમસ્કાર એ શાસ્ત્રોનો મહાન આદેશ નમસ્કાર એ અજ્ઞાનને અને આપમતિના આગ્રહને (મિથ્યાત્વને) નિવારવા માટે અનિવાર્ય છે. નમસ્કાર એટલે દેવગુરુની આધીનતાનો સ્વીકાર. દેવગુરુને નમસ્કાર કરવો એ શાસ્ત્રોનો મહાન આદેશ છે. એ શાસ્ત્રના આદેશને સમજવા માટે પ્રજ્ઞા જોઈએ, જેનામાં સ્વયં પ્રજ્ઞા ન હોય તેને શાસ્ત્ર પણ શો લાભ કરે? અહીં પ્રજ્ઞાનો અર્થ સબુદ્ધિ છે. બુદ્ધિ તે છે કે જે શાસ્ત્રવચનને સમજવામાં ને સમજ્યા પછી તેને જીવનમાં ઉતારવામાં સહાયભૂત બને. શાસ્ત્રવચનને સહવા માટે જે પ્રજ્ઞા જરૂરી છે તે પ્રજ્ઞાનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. પણ તેથી વિપરીત પ્રજ્ઞાનો અર્થાત્ કુતર્કનો ઉપયોગ કરાય નહિ. પ્રજ્ઞાથી શાસ્ત્રનાં વચન અને એનો પરમાર્થ સમજવો સરળ બને છે તેમ જ ઉત્સર્ગઅપવાદ-વ્યવહાર-નિશ્ચય-જ્ઞાન ક્રિયા ઈત્યાદિના ઉપયોગની સાચી દિશા સમજાય છે. સબુદ્ધિરૂપી પ્રજ્ઞાની સહાયથી જ શાસ્ત્રવચનનો દુરુપયોગ થતો નથી અને સદુપયોગ થાય છે. તેનાથી શાસ્ત્રવચનોની સાપેક્ષતા સમજાય છે અને પ્રત્યેક અપેક્ષાનો યોગ્ય ઉપયોગ કરીને જીવની ક્રમિક આત્મોન્નતિ સાધી શકાય છે. શાસ્ત્રોનું આદિવાક્ય પરમેષ્ઠિને નમસ્કાર છે અને તેનું પણ આદિ પદ “નમો છે, તે શાસ્ત્રાધીનતા સૂચવે છે. શાસ્ત્રોના આદ્ય પ્રકાશક દેવ અને ગુરુનું પરાધીનપણું જ આત્માની સ્વાધીનતા પ્રાપ્ત કરવાનો એકનો એક રાજમાર્ગ છે, તેમ “નમો પદ સમજાવે છે. શુદ્ધચિતૂપરત્ના ज्ञेयं दश्यं न गम्यं मम जगति, किमप्यस्ति कार्यं न वाच्यं; ध्येयं श्रेयं न लभ्यं न च विशदमते, श्रेयमादेयमन्यत् । TITI અનુપ્રેક્ષાકિરણ ૨ . ૨૭૯ NN Page #322 -------------------------------------------------------------------------- ________________ श्रीमत्सर्वज्ञवाणीजलनिधिमथनात्, शुद्धचिद्रूपरत्नः यस्मात् लब्धं मयाऽहो कथमपि विधिनाऽप्राप्तपूर्वं प्रियं च ॥१॥ ભાવાર્થ - “શ્રી સર્વજ્ઞ ભગવંતની વાણીરૂપી મહાસાગરનું મંથન કરવા વડે શુદ્ધ ચિતૂપરત્નને મેં મહાભાગ્યયોગે-મહા પ્રયત્ન પ્રાપ્ત કર્યું છે, કે જે કદી પૂર્વે પ્રાપ્ત થયું નથી અને જે આનંદથી ભરપૂર છે. તે પ્રાપ્ત કર્યા પછી હવે મારે બીજું કાંઈ પણ જાણવા યોગ્ય, જોવા યોગ્ય, શોધવા યોગ્ય, કરવા યોગ્ય, કહેવા યોગ્ય, ધ્યાન કરવા યોગ્ય, શ્રવણ કરવા યોગ્ય, પ્રાપ્ત કરવા યોગ્ય, આશ્રય કરવા યોગ્ય કે શ્રેયરૂપે ગ્રહણ કરવા યોગ્ય છે જ નહિ એ ખરેખર આશ્ચર્ય છે.” શ્રી સર્વજ્ઞભગવંતની વાણી જેનો મહિમા ગાય છે, જે વસ્તુ જાણવાયોગ્ય, દેખવાયોગ્ય, શોધવાયોગ્ય, કરવાયોગ્ય, બોલવાયોગ્ય, ધ્યાનવાયોગ્ય, સાંભળવાયોગ્ય, પામવાયોગ્ય, આદરવાયોગ્ય અને પ્રીતિ કરવા યોગ્ય છે, તે કેવળ શુદ્ધચિકૂપરત્ન જ છે. જ્ઞાનચેતનામાં સ્થિર થવાથી મળતું શ્રેય-પરમાનંદ જ છે, તેથી તેમાં જ સર્વ પ્રકારે પ્રયત્ન કરવા યોગ્ય છે. તેની પ્રાપ્તિથી જ કૃતકૃત્યતાનો અનુભવ કરવા યોગ્ય છે. આ શુદ્ધ ચિતૂપરત્ન એ જ શ્રી નમસ્કારમંત્રનું શેય અને ધ્યેય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતો એ શુદ્ધ ચિતૂપરત્નને પ્રાપ્ત થયેલા છે, તેથી તેઓશ્રી વારંવાર નમનીય છે, પૂજનીય છે, સેવનીય છે, આદરણીય છે અને સર્વ પ્રકારે સન્માનનીય છે. શ્રી નમસ્કારમંત્રના સ્મરણવડ, જાપવડે, ધ્યાનવડે, શ્રી પંચપરમેષ્ઠિભગવંતોમાં રહેલ શુદ્ધચિકૂપરત્નનું જ સ્મરણ, જાપ અને ધ્યાન થાય છે. તે દ્વારા પોતાના શુદ્ધચિતૂપ આત્મરત્નમાં જ લીનતા થતી હોવાથી તેઓનું ધ્યાન પરમઆલંબનરૂપ છે. શ્રી નમસ્કારમંત્ર એ દ્વીપ છે, દીપ છે, ત્રાણ છે, શરણ છે, ગતિ છે અને પ્રતિષ્ઠાન છે. તે બધાનો અર્થ એક જ છે કે ત્રણ કાળમાં અને ત્રણ લોકમાં શુદ્ધચિકૂપરત્ન એ જ દ્વીપ, દીપ, ત્રાણ, શરણ, ગતિ અને પરમ પ્રતિષ્ઠાન છે. તેમાં જ ત્રિકરણ યોગે લીન થવું એ પરમ પુરુષાર્થ છે. તેનાથી રાગાદિ ભાવોનું વિસર્જન થાય છે અને જ્ઞાનાદિ ભાવોનું સેવન થાય છે, તેમ જ સાંયોગિક ભાવથી પર બનીને અસાંયોગિક આત્મભાવોમાં સ્થિર થવાય છે. શુદ્ધચિકૂપઆત્મરત્ન એ જ એ એક ધ્યેય છે એવી શ્રદ્ધા સુદઢ બને છે. એ શ્રદ્ધાને સુદઢ બનાવવાનો પરમ ઉપાય શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર છે. તેથી શ્રુતકેવલિભગવંતો પણ અણીના સમયે એક તેનો જ આશ્રય લે છે. શુદ્ધચિપરત્નની પેટી છે. તેનો ભાર અલ્પ છે અને મૂલ્ય ઘણું છે, આથી તે રત્નપેટીને તેઓ સદા સાથે રાખે છે. તેથી અજ્ઞાન, દારિદ્રય અને મિથ્યાત્વમોહ સદાને માટે ચુરાઈ જાય છે. વળી દુઃખ-દૌભગ્ય આદિનો સ્પર્શ પણ થઈ શકતો નથી. દુઃખ-દૌર્ગત્યથી હણાયેલાઓને હંમેશા સુખ-સૌભાગ્યને આપનાર રત્નનો દાબડો તે શ્રી નમસ્કારમંત્ર છે. તેમાં સૌથી અધિક મૂલ્યવાન એવું શુદ્ધચિતૂપ રહેલું હોવાથી સમ્યજ્ઞાની અને સમ્યગ્દષ્ટિ જીવો તેને પોતાના પ્રાણથી પણ અધિક પ્રિય માને છે. તે મળ્યા પછી દુઃખ-દૌર્બલ્ય હણાઈ ગયાનો પરમસંતોષ-પરમધૃતિનો અનુભવ થાય છે. સર્વજ્ઞવાણીના મંથનથી મળેલ શ્રી નમસ્કારમંત્રની શ્રદ્ધા પરમધૂતિને આપે છે તે ધૃતિ ધારણાને પ્રકટાવે છે, ધ્યાનને સ્થિર કરે છે અને ચિત્તસમાધિના પરમસુખનો અનુભવ કરાવે છે. IN ૨૮૦ ત્રિલોચદીપક મહામંત્રાધિરાજ N Page #323 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનાદિથી એકતા અને રાગદિથી ભિન્નતા શ્રી નમસ્કારમંત્ર વડે જ્ઞાનાદિથી એકતા અને રાગાદિથી ભિન્નતાનો અનુભવ થાય છે. ઉપયોગમાં એક્તારૂપ જ્ઞાન અને રાગાદિથી ભિન્નતારૂપ વૈરાગ્ય એવા જ્ઞાન-વૈરાગ્યયુક્ત શુદ્ધાત્માનો અનુભવ થાય છે. તે અનુભવમાં જે રાગાદિથી ભેદનું જ્ઞાન છે, તે સંવર છે અને જ્ઞાનાદિથી અભેદનું જ્ઞાન છે તે પૂર્વકર્મની નિર્જરા કરાવે છે. એ રીતે સંવર-નિર્જરાની દશા પ્રાપ્ત કરાવનાર હોવાથી શ્રી નમસ્કારમંત્રને વિષે લીનતા એ પરમાનંદરૂપી મોક્ષનો પરમ ઉપાય છે. એવું સમ્યગ્દર્શન થતાં જ આત્મામાં આનંદની અનુભૂતિ અને સંવર-નિર્જરાની પ્રાપ્તિનો આરંભ થઈ જાય છે. જ્ઞાનચેતના રાગાદિથી ભિન્ન છે. જેમ કમલ કાદવ વચ્ચે પણ નિર્લેપ છે, સુવર્ણ સર્વદા કાટ વિનાનું છે, જીહ્યા જેમ ચીકાશકાળે પણ ચીકાશવાળી નથી, અથવા મંત્રના વર્ગો જેમ વિષાપહાર કરે છે, તેમ રાગાદિથી ભિન્ન જ્ઞાનચેતના કર્મફળના આસ્વાદનું વિષ હરી લે છે અને જીહા સુવર્ણ અને કમલની જેમ રાગાદિના લેપ વિનાની રહે છે એવું ભેદ-ભેદ અથવા એકત્વ-પૃથકત્વ વિજ્ઞાન, સંવર-નિર્જરારૂપ હોવાથી વીતરાગતા અને સર્વજ્ઞતાનું બીજ છે. શ્રી નમસ્કારમંત્ર વડે તે બીજનું વપન થાય છે, કેમ કે તેમાં કેવળજ્ઞાન ચેતનાને નમસ્કાર છે, જ્ઞાન-ચેતનાનું બહુમાન છે તથા જ્ઞાનચેતનાની ઉપાદેયતાનું પુનઃ પુનઃ ભાવન છે. નમસ્કાર એ સમ્યગ્દષ્ટિ જીવોનો પ્રાણ છે. શ્રી નમસ્કારમંત્ર વડે જ્ઞાનશક્તિ અને વૈરાગ્યશક્તિ દઢ અને સ્થિર થાય છે. જ્ઞાન એટલે શુદ્ધચિતૂપ સ્વરૂપનો અનુભવ અને વૈરાગ્ય એટલે પરદ્રવ્ય-પરભાવોથી ભિન્નતાની અનુભૂતિ. આ અનુભૂતિનો ઝુકાવ શુદ્ધસ્વરૂપ તરફ હોવાથી દ્રવ્યકર્મ, ભાવકર્મ અને નોકર્મ તરફ ઉદાસીન ભાવ સેવાય છે તથા તેથી અશુદ્ધ પરિણતિ પ્રતિદિન ઘટતી જાય છે અને શુદ્ધતા વધતી જાય છે. તેનું જ નામ નિર્જરાતત્ત્વ છે. જ્ઞાનવૈરાગ્યસંપન્ન સમ્યગ્દષ્ટિ જીવ વીતરાગ અને સર્વજ્ઞનો જ ઉપાસક હોય છે. શ્રી નમસ્કાર મંત્રમાં વીતરાગસર્વજ્ઞતત્વની ઉપાસના છે. નિર્ચન્યતા એ વીતરાગતાનું બીજ છે અને જ્ઞાન-ચેતનાની સાથે એકત્વ એ સર્વજ્ઞતાનું બીજ છે. પ્રન્ય' રાગનું નામ છે. તેનાથી પોતાના સ્વરૂપનો ભેદ જેઓ જાણે છે અને તે મુજબ જીવન જીવે છે તેઓ નિન્ય છે. જેઓ જાણવા છતાં તેવું જીવન ચોવીસેય કલાક જીવી શકતા નથી તેઓ અવિરતિ સમ્યગ્દષ્ટિ છે અને જેઓ એવું જીવન દેશથી જીવે છે તેઓ દેશવિરતિ સમ્યગ્દષ્ટિ છે. દુઃખભાવિતજ્ઞાન अदुःखभावितं ज्ञानं क्षीयते दुःखसन्निधौ । तस्मायथाबलं दुःखैरात्मानं भावयेन्मुनिः ॥१॥ सुहेण भाविदं गाणं दुहे जादे विणस्सदि । तम्हा जहाबले जोइ अप्पा दुक्खेहिं भावए ॥२॥ ભાવાર્થ - “દુઃખરહિત અવસ્થામાં ભાવેલું આત્મજ્ઞાન દુઃખના પ્રસંગમાં ક્ષય પામી જાય છે, માટે શક્તિ અનુસાર કષ્ટ સહન કરવાપૂર્વક આત્મજ્ઞાનની ભાવના કરવી. (૧) સુખમાં ભાવેલું જ્ઞાન દુઃખકાળે નાશ પામે છે, માટે યોગી પુરુષે શક્તિ મુજબ દુઃખ સમયે આત્મભાવના કરવી જોઈએ. (૨) મરણાન્ત કષ્ટ વખતે પણ શ્રી પરમેષ્ઠિનમસ્કાર સમાધિમાં હેતુ બને છે, તેનું કારણ તેમાં રાગાદિથી ભિન્ન એવા વીતરાગ અને જ્ઞાનાદિથી અનુપ્રેક્ષાકિરણ ૨ આ ૨૮૧ ઝ Page #324 -------------------------------------------------------------------------- ________________ અભિન્ન એવા સર્વજ્ઞતત્ત્વનું ચિત્તન-ભાવન થાય છે. શુદ્ધસ્વરૂપનું યથાર્થભાવન થવાથી પ્રતિકૂળતા વખતે પણ તે જ્ઞાન કાયમ રહે છે અને આનંદરસની અનુભૂતિ કરાવે છે. અનુકૂળ સમયે ત્રણેય કાળ અને પ્રતિકૂળ સમયે વારંવાર શ્રી નમસ્કારમંત્રને ભાવિત કરવાનું ફરમાન છે તેની પાછળ આત્મજ્ઞાનને દુઃખમાં અને સુખમાં પણ ભાવિત કરીને સ્થિરતર કરવાનો આશય છે. સત્સંગ વડે નિસ્તરંગ અવસ્થાનું કારણ નમસ્કાર જીવ પરિણામ પામવાના સ્વભાવવાળો છે. જ્યારે તે શુભાશુભ પરિણામમાં પરિણમે છે ત્યારે તે શુભાશુભ થાય છે અને જ્યારે શુદ્ધપરિણામરૂપે પરિણમે છે ત્યારે તે શુદ્ધ થાય છે. શ્રી નમસ્કારમંત્ર જીવને શુભાશુભ પરિણામે પરિણમતો અટકાવી શુદ્ધપરિણામમાં પરિણમતો કરે છે તેથી નમસ્કારનો એક અર્થ શુદ્ધ સ્વભાવમાં પરિણમન પણ થાય છે. નમન એટલે પરિણમન. શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓના શુદ્ધસ્વરૂપના આલંબનથી નિજ આત્માનું શુદ્ધપરિણમન કરાવનાર હોવાથી શ્રી નવકારમંત્ર જીવને મુક્તિ આપનારો થાય છે. નવકાર શુદ્ધાત્મપરિણમનરૂપ છે. શ્રી નવકારમંત્રને જાણવાથી આત્મા રાગાદિ ભાવોથી અને પરસંગથી મુક્ત થાય છે તેજ સાચી મુક્તિ છે. શુદ્ધોપયોગમાં રહેલા શ્રી અરિહંત, શ્રી સિદ્ધ આદિ પરમેષ્ઠિઓ, માત્ર આત્માથી જ ઉત્પન્ન એવા વિષયાતીત, નિરૂપમ અને અનંત એવા વિચ્છેદરહિત સુખને અનુભવે છે. તે સ્વરૂપનું ધ્યાન ધર્મધ્યાનના ક્રમથી શુકલધ્યાનનું કારણ બની કર્મરૂપી ઈધનના સમૂહને શીધ્રપણે ભસ્મીભૂત કરે છે. હ્મયમાં આત્મસ્વભાવની લબ્ધિ પ્રકાશમાન થતાંની સાથે જ શુભાશુભના કારણભૂત સંકલ્પવિકલ્પ શમી જાય છે. જે કેવળ “જ્ઞાનસ્વભાવી છે, કેવળ 'દર્શન'સ્વભાવી છે, કેવળ “સુખમય છે અને કેવળ “વીર્યસ્વભાવી છે, તે આત્મા છે, એમ જ્ઞાનીપુરુષો ચિંતવે છે. જે ધ્યાનમાં, જ્ઞાન વડે નિજાભા નથી ભાસતો તે ધ્યાન નથી. જે જ્ઞાની નિત્ય ઉપયુક્ત થઈને શુદ્ધાત્મસ્વભાવનું પરિશીલન કરે છે તે અલ્પકાળમાં જ સર્વદુઃખથી મુક્ત થાય છે. શ્રી નમસ્કારમંત્ર આત્મધ્યાનનું અનન્ય સાધન છે જેથી દર્શનમોહનો વિનાશ થાય છે. આત્મભાવના વડે પ્રતિક્રમણ, અતિસરણ, પ્રતિકરણ, વારણ, નિવૃત્તિ નિંદન, ગહણ અને શુદ્ધિ એકસાથે થાય છે. નમસ્કાર વડે આત્મભાવના થતી હોવાથી નમસ્કાર પણ પ્રતિક્રમણ-પ્રતિસરણાદિ રૂપ છે તેથી મિથ્યાત્વ, અજ્ઞાન અને પાપાદિ આશ્રવોનો ત્યાગ થાય છે તેમ જ આત્મસ્વરૂપનું અસંગપણે ધ્યાન થાય છે. શુભોપયોગયુક્તઆત્મા સ્વર્ગાદિને અને શુદ્ધોપયોગયુક્તઆત્મા નિર્વાણને પામે છે. નમસ્કાર એ ધર્મધ્યાન અને શુક્લધ્યાન ઉભયનું કારણ હોવાથી સ્વર્ગાપવર્ગને આપનારો છે એમ સિદ્ધ થાય છે. સંસારના રોગ-શોકથી મુક્ત થવું, જ્ઞાન-દર્શનાદિ અનુપમ વસ્તુઓ પ્રાપ્ત કરવી, તથા પરમસુખ અને પરમ આનંદનો અખંડ અનુભવ કરવો તે મુક્તિ છે. સત્સંગ વિનાનું ધ્યાન તરંગરૂપ થઈ પડે છે. શ્રી નમસ્કારમંત્ર સત્સંગપૂર્વકનું શુભધ્યાન હોવાથી નિસ્તરંગઅવસ્થાની પ્રાપ્તિમાં સહાયક થાય છે. સંત વિના અંતની વાતનો તંત આવતો નથી. અનંતની યાત્રામાં સંતની સહાય અનિવાર્ય છે. નમસ્કારમાં સંતની પૂરેપૂરી સહાય હોવાથી અંતની વાતનો તંત પામી શકાય છે. N ૨૮૨ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #325 -------------------------------------------------------------------------- ________________ આલંબનો પ્રત્યે આદર आलंबनादरोभूत-प्रत्यूहक्षययोगतः । ध्यानाडारोहणभ्रंशो योगिनां नोपजायते ॥ શ્રી અધ્યાત્મસાર ભાવાર્થ - આલંબનોના આદરથી ઉત્પન્ન થયેલો વિનોનો ક્ષય યોગીપુરુષોને ધ્યાનાદિના આરોહણથી ભ્રંશ થવા દેતો નથી, તેથી સદાલંબનોનું સેવન નિરાલંબન ધ્યાનમાં જવા માટે સેતુરૂપ છે અને તેમાં ગયા પછી ફરી પતન ન પામવા માટે આધાર-આલંબનરૂપ છે. एगो मे सासओ अप्पा नाणदंसणसंजुओ । અથવા “શુદ્ધ બુદ્ધ ચૈતન્યમય, સ્વયંજ્યોતિ સુખધામ” ઈત્યાદિ વિશેષણોવાળું શુદ્ધસ્વરૂપ શ્રી પરમેષ્ઠિભગવંતોમાં આવિર્ભાવ પામેલું છે. તેનો સંબંધ કરાવનાર શ્રી પરમેષ્ઠિમંત્ર છે, તેથી તે સર્વમંત્રોમાં શિરોમણિભૂત મંત્ર છે. સર્વતત્ત્વોમાં શિરોમણિભૂત તત્ત્વ આત્મતત્ત્વ છે અને તેમાં પણ શિરોમણિભૂત શુદ્ધપરમાત્મતત્ત્વ છે. તેને સીધો નમસ્કાર પરમેષ્ઠિમંત્ર વડે પહોંચે છે. તે નમસ્કાર પ્રતિબિંબિત ક્રિયા ( Reflex-action ] રૂપ થઈને પોતાના શુદ્ધસ્વરૂપમાં પહોંચે છે. શુદ્ધસ્વરૂપનું મૂલ્ય અપરંપાર છે. શુદ્ધસ્વરૂપ એ ચૈતન્યનો મહાસાગર છે. તેની આગળ અચેતન એવા સુવર્ણ અને રત્નોના ડુંગરો પણ મૂલ્યહીન છે. એકત્વ-પૃથકત્વ વિભક્ત આત્મા સમ્યગ્દષ્ટિ જીવ ચૈતન્યના સ્વભાવ અને સામર્થ્યને ઓળખે છે, તેથી તેને ચૈતન્યથી ભિન્ન એવી વસ્તુઓ પ્રત્યે અંતરથી રાગ હોતો નથી અને તેમાં હેયબુદ્ધિ હોય છે. તેને સ્વરૂપમાં એકત્વબુદ્ધિ હોય છે અને પરમાત્રમાં વિભક્તબુદ્ધિ હોય છે. આવો એકત્વ-વિભક્ત આત્મા જ સ્વ-સ્વરૂપમાં પ્રકાશે છે કેમકે તે શુદ્ધ છે. આત્માનો-આત્મતત્ત્વનો મહિમા અગાધ છે. રાગથી તેની ભિન્નતા અને જ્ઞાનથી તેની એકતા બતાવીને તેનો આશ્રય લેવાનું વિધાન શાસ્ત્રકારોએ કર્યું છે. શ્રી નમસ્કારમંત્ર સકલ આગમોનો સાર કહેવાય છે, તેનું કારણ પણ તેમાં એકત્વપૃથકત્વ-વિભક્ત એવા શુદ્ધઆત્મતત્ત્વનું બહુમાનગર્ભિત નમનનું ગ્રહણ છે. ચૈતન્યની સાધનાનો પંથ જ્ઞાનમય નિર્મળ દ્રવ્ય-ગુણ-પર્યાય તે આત્માનું સ્વરૂપ છે. તેનો સ્વામી આત્મા છે. તે સિવાય બીજી વસ્તુનું સ્વામીપણું જ્યારે શ્રદ્ધા અને જ્ઞાનમાંથી ખસી જાય ત્યારે તે શ્રદ્ધા અને જ્ઞાન સમ્યફ બને છે. શ્રી નમસ્કારમંત્ર એ ચૈતન્યની સાધનાનો પંથ છે. તે પંથ વીરનો છે પણ કાયરનો નહિ. શ્રી વિરપ્રભુએ ચીંધેલા માર્ગે ચઢેલા પણ વીર છે. તેઓની વીરતા જ તેઓને આ માર્ગે આગળ વધવા માટે જરૂરી વૈરાગ્ય, જરૂરી શ્રદ્ધા, જરૂરી જ્ઞાન અને ઉત્સાહ આપે છે. શ્રી નમસ્કારમંત્રની આરાધનથી તે વીરતા પુષ્ટ થાય છે. તે માર્ગે આગળ વધવા માટે પરિષહ-ઉપસર્ગો સહન કરવાની ધીરતા પણ શ્રી નમસ્કારમંત્રની આરાધનથી પ્રગટે છે. શ્રી નમસ્કારમંત્ર એ સ્વરૂપની સાધનાનો પંથ હોવાથી આરંભમાં કષ્ટદાયક છે પરંતુ અંતમાં અવ્યાબાધ સુખદાયક છે. તપોષ્ટકમાં કહ્યું છે કે सदुपायप्रवृत्तानां-उपेयमधुरत्वतः । ज्ञानिनां नित्यमानन्द-वृद्धिरेव तपस्विनाम् ॥ અનુપ્રેક્ષાકિરણ ૨ (૨૮૩ Jainteducation International Page #326 -------------------------------------------------------------------------- ________________ ભાવાર્થ - “ઉપેય' એટલે “સાધ્ય.” તેની મધુરતા હોવાથી સાધનામાં પ્રવૃત્ત થયેલા જ્ઞાની એવા તપસ્વીઓને તપના કષ્ટમાં પણ નિત્ય આનંદની વૃદ્ધિ અનુભવાય છે.” બાહ્યકષ્ટમાં પણ આંતર આનંદ અનુભવવાની ચાવી શ્રી નમસ્કારમંત્રમાંથી મળે છે, કેમ કે તે શુદ્ધજ્ઞાન અને આનંદમય એવા સચ્ચિદાનંદ સ્વરૂપને સમ્મુખ થવાની પ્રક્રિયા છે. દેહાદિથી ભિન્ન એવા શુદ્ધ આત્મસ્વરૂપની સાચી ભાવના કરનાર આત્મામાં તીવ્ર વૈરાગ્ય, ઉદાસીનતા, પ્રતિકૂળતામાં પણ સહનશીલતા, વૈર્ય વગેરે જરૂરી સદ્ગુણો સહજ રીતે પ્રગટે છે. કહ્યું છે કે धनार्थिनां यथा नास्ति, शीततापादिदुःसहम् । तथा भवविरक्तानां, तत्त्वज्ञानार्थिनामपि ॥ ભાવાર્થ - “ધનના અર્થી જીવો માટે જેમ શીત-તાપાદિનાં કષ્ટો દુસહ નથી, તેમ તત્ત્વજ્ઞાનના અર્થી જીવોને અને ભવથી વિરક્ત મહાત્માઓને પણ તે માર્ગે આવતી પ્રતિકૂળતાઓ અને કષ્ટો દુસહ નથી.” શ્રી નમસ્કારમંત્ર વડે શુદ્ધ ચૈતન્યસ્વભાવની સાથે એકત્વ સધાય છે અને ચૈતન્યથી ભિન્ન એવા પર પદાર્થો અને રાગાદિ ભાવો પ્રત્યે ઉદાસીનતા કેળવાય છે. તેથી શુદ્ધાત્મદ્રવ્ય, શુદ્ધાત્મગુણ અને શુદ્ધાત્મપર્યાયની સાથે એકત્વ અને તેની સાધના ઉપર રુચિ, બહુમાન અને અંતરંગ પ્રીતિ ઉત્પન્ન કરાવી પ્રતિકૂળતાઓને સહન કરવાનું બળ આપે છે. તે હેતુને લક્ષ્યમાં રાખી જેમજેમ તેનું આરાધન થતું જાય છે, તેમ તેમ આત્મતત્ત્વની નિકટ જવાનું અને પરિણામે પરમાત્મતત્ત્વની સાક્ષાત અનુભૂતિ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. તાવિક ભવનિર્વેદ અને મોક્ષાભિલાષા ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતા અને અપકારી પ્રત્યે ક્ષમાપના શીખવનાર મંત્ર તે “નમમિ અને “રામમિ’ છે. વ્યવહારધર્મનું બીજ કૃતજ્ઞતા અને ક્ષમાપના છે. કૃતજ્ઞતામાંથી ઉત્પન્ન થતાં ક્ષમાપનાનાં મૂળ ઘણાં ઊંડાં હોય છે. “જેટલો ઉપકાર હું લઉં છું તેટલો ઉપકાર હું બીજાને કરી શકતો નથી. તેના ખેદમાંથી ઉત્પન્ન થતી ક્ષમાપના જીવની અત્યંત શુદ્ધિ કરી આપે છે. ઉપકારીઓના ઉપકારનો બદલો હું વાળી શકતો નથી. એ બદલો તો જ વળે કે હું જેટલાનો ઉપકાર લઉં છું, તેનાથી અધિક ઉપકાર બીજા ઉપર કરું.” સંસારમાં તે શક્ય નથી. તેથી અનંત કાળ પર્યત જ્યાં પરોપકાર જ થઈ શકે એવું જે સિદ્ધપદ છે, તેને મેળવવાની તીવ્ર ઝંખના ઉત્પન્ન થાય છે. તેનું જ નામ તાત્ત્વિક ભવનિર્વેદ અને તાત્ત્વિક સંવેગ-મોક્ષાભિલાષ છે. ભવમાં જેટલો ઉપકાર લેવાનો છે તેટલો આપવાનો નથી. વળી તે ઉપકાર પણ અપકારમિશ્રિત હોય છે. શુદ્ધ ઉપકાર સિદ્ધપદમાં છે કે જ્યાં ઉપકાર લેવાનો નથી, અપકાર કરવાનો નથી અને અનંતકાળ સુધી પોતાના આલંબન વડે અનંતા જીવોને સતત ઉપકાર કરવાનો જ રહે છે. આથી ઉત્તમ જીવોને એક સિદ્ધપદ જ પરમપ્રિય અને પરમ ઉપાદેય ભાસે છે. એકમાં સર્વ અને સર્વમાં એક નવકારમાં નવ પદ રહેલાં છે, કેમ કે શ્રી અરિહંત અને શ્રી સિદ્ધના નમસ્કારથી સમ્યફદર્શન ગુણ પ્રકટે છે. શ્રી આચાર્યના નમસ્કારથી સમ્યક્ષ્યારિત્ર, શ્રી ઉપાધ્યાયના નમસ્કારથી સમ્યકજ્ઞાન અને શ્રી સાધુના નમસ્કારથી સમ્યકતપ ગુણનું આરાધન થાય છે. અથવા સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્ર અને તપગુણના અર્થી માટે પાંચ પદોનો નમસ્કાર અનિવાર્ય છે. દેવનો નમસ્કાર દર્શનગુણને વિકસાવે છે, ગુરુનો નમસ્કાર જ્ઞાનગુણને વિકસાવે છે અને ધર્મનો નમસ્કાર ચારિત્રગુણ તથા તપગુણને વિકસાવે છે. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સહિત થતી તપ-સંયમરૂપ ધર્મની આરાધના જ મુક્તિફળને આપે છે. તેનો આ લોક્યદીપક મહામંત્રાધિરાજ Page #327 -------------------------------------------------------------------------- ________________ અર્થ એ છે કે દેવગુરુના નમસ્કારપૂર્વક થતી ધર્મકરણી જ મોક્ષનો હેતુ બને છે. અથવા પાંચેય પરમેષ્ઠિ ચારેય ગુણોને ધારણ કરતા હોવાથી પાંચેયને કરેલો નમસ્કાર ચારેય ગુણોને વિકસાવે છે. “afજ પૂર્વ સળે તે પૂયા રોતિ ” જેમ એકની પૂજામાં સર્વની પૂજા છે તેમ ““pf સીટી સર્વે તે રીછીયા હોતિ ” એકની હીલનામાં સર્વની હીલના છે. એમ ગત-પ્રત્યાગત અથવા અનુવૃત્તિ-વ્યાવૃત્તિ (Positive Negative) બંને મળીને જ કાર્યસિદ્ધિ થાય છે. સમ્યગ્દર્શનાદિ ચારને ધારણ કરનાર કોઈ એક પરમેષ્ઠિને કરેલો નમસ્કાર તે પાંચેયને નમસ્કાર છે એ વાત જેમ સત્ય છે, તેમ પાંચેય જે ચારેય ગુણોને ધારણ કરનાર હોય તો તેમાંથી એકને પણ અનમસ્કારનો પરિણામ પાંચેયને અનમસ્કારરૂપ બને છે. ગુણથી સમાજમાં એકને પણ અનમસ્કાર તે તત્ત્વથી સર્વને અનમસ્કાર છે. જેમ એક સાધુ, સાધુના ગુણથી સહિત હોય-તેને કરેલ નમસ્કાર અઢી દ્વીપમાં રહેલા સર્વ સાધુઓને પહોંચે છે, તેમ સાધુગુણથી સહિત એકને પણ અનમસ્કારનો ભાવ સર્વને અનમસ્કારતુલ્ય છે. પરમેષ્ઠિનમસ્કારના ફળના અર્થી વડે એક પણ પરમેષ્ઠિની અવજ્ઞા ન થવી જોઈએ. તો જ તે નમસ્કાર સમજણપૂર્વકનો-જ્ઞાનશ્રદ્ધા સહિતનો બને છે. ચારેય ગુણોના અર્થીને પાંચેય પદોનો નમસ્કાર આવશ્યક છે એમ ઉપર્યુક્ત રીતે વિચારવાથી સ્પષ્ટ થાય છે. તાત્વિક નમસ્કાર તત્વમસિ ' આ તાત્ત્વિક નમસ્કાર છે. તેનો પ્રયોગ ત્યારે જ થાય કે જ્યારે બાતા બાનાવેશને પૂર્ણ કરી ધ્યેયાવેશમાં હોય. દષ્ટાને જ્યારે સ્વરૂપમાં અવસ્થાન કરવાનું હોય ત્યારે ધ્યાતા ગૌણ બને છે અને ધ્યેય મુખ્ય બને છે. એટલે ધ્યેયાવેશમાં પ્રવેશ વખતે “તત્ત્વમસિ' નો અથવા “લોડર્દ નો મંત્રપ્રયોગ થાય છે. “નમો અરિહંતા' મંત્ર વડે શ્રી અરિહંતપરમાત્માની ચારેય નિપાથી નવેય પ્રકારની ભક્તિ થઈ ગયા બાદ તેના ફલસ્વરૂપ શ્રી અરિહંતપરમાત્માના મુખ કમળથી “તત્ત્વમસિ' વાક્યનું શ્રવણ કરતા હોઈએ તેમ આપણો આત્મા શ્રી અરિહંતસ્વરૂપ છે, એવું સ્વરૂપાનુસંધાન કરી “મા” પોતાના આત્માને ધ્યાવવાનો હોય છે. આ ધ્યાન સકલ પદાર્થોની સિદ્ધિ કરાવનારું છે. પાપનાશક અને મંગલોત્પાદક મંત્રા નમો રિહંતા ' શ્રી અરિહંતોને નમસ્કાર સર્વપાપોનો નાશક છે અને સર્વમંગલોનો ઉત્પાદક છે. તેનું મુખ્ય કારણ શ્રી અરિહંતોનું કેવળજ્ઞાનમય સ્વરૂપ છે. જ્ઞાનસ્વરૂપ રાગાદિ પાપોનું નાશક છે અને મૈથ્યાદિ ભાવોનું ઉત્પાદક છે. જ્ઞાનસ્વરૂપમાં સમરસતા હોવાના કારણે તે હર્ષ, શોક અને શત્રુ-મિત્રભાવથી પર છે. હર્ષ-શોકનું મૂળ સુખ-દુઃખનું દ્વન્દ્ર છે અને રાગ-દ્વેષનું મૂળ શત્રુ-મિત્રભાવની વૃત્તિ છે. જ્ઞાનચેતના સત્તાથી સર્વમાં સમાનભાવે વર્તતી હોવાથી તેમાં જ રમણ કરાવનાર શ્રી અરિહંતાદિનો નમસ્કાર કષાયભાવને અને વિષયભાવને દૂર કરી આપે છે. કષાયભાવ મોટે ભાગે જીવસૃષ્ટિ પ્રત્યે અને વિષયભાવ મુખ્યતઃ નિર્જીવ સૃષ્ટિ પ્રત્યે હોય છે. જ્ઞાનભાવથી સચરાચર વિશ્વના જ્ઞાતા-દષ્ટા એવા પરમાત્માનો નમસ્કાર આપણી જ્ઞાનચેતનાને જગાડી આપે છે. એટલે જ્યાં સુધી સંપૂર્ણ જ્ઞાનચેતના આવિર્ભાવ ન પામે ત્યાં સુધી માત્ર સમતારૂપ-જ્ઞાન સરોવરમાં ઝીલતા એવા પરમેષ્ઠિઓને આદરપૂર્વક વારંવાર નમન આવશ્યક છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૮૫ ૨૮૫ Page #328 -------------------------------------------------------------------------- ________________ એ નમન જ્ઞાનચેતનામાં પરિણમનરૂપ બનીને જેને નમવામાં આવે છે તે પરમેષ્ઠિપદની પ્રાપ્તિ કરાવે છે. પરમાત્માનું સન્માન પરમાત્મપદ આપનારું હોવાથી તેનાથી મોટું કોઈ શુભકર્મ નથી. જે કર્મનું ફળ અકર્મ એવું પરમપદ અપાવે તે જ કર્મ સર્વશ્રેષ્ઠ કર્મ છે-એમ જાણનારા મહાપુરુષો પરમેષ્ઠિનમસ્કારને પરમકર્તવ્ય સમજે છે. પરમેષ્ઠિનમસ્કાર પ્રથમ અભિમાનરૂપી પાપનો નાશ કરે છે અને પછી નમ્રતાનુણરૂપી પરમમંગલને આપે છે. એ બંનેના પરિણામે અર્થાત્ અહંકારના નાશથી અને નમ્રતા ગુણના લાભથી જીવ પોતે શિવસ્વરૂપ બની જાય અહંકારના નાશથી “કષાય' નો નાશ અને નમ્રતાના લાભથી સર્વશ્રેષ્ઠ વિષય” (ધર્મમંગલ)નો લાભ થાય છે. તેથી તુચ્છ વિષયો પ્રત્યેની આસક્તિ છૂટી જાય છે. વિષયોની આસક્તિ છૂટી જવાથી કષાયની ઉત્પત્તિ પણ અટકી જાય છે. તેના પરિણામે અપ્રમાદ અને અકષાયગુણની ઉત્પત્તિ થવાથી આત્માનું શુદ્ધ નિરાવરણ જ્ઞાનાનંદસ્વરૂપ પ્રગટી નીકળે છે. સુખદુઃખનો જ્ઞાતા અને રાગદ્વેષનો દષ્ટા. પ્રભુને સર્વસ્વનું દાન કરવાથી પ્રભુ પોતાના સર્વસ્વનું દાન કરે છે. જેની પાસે જે હોય તે આપે એ નિયમાનુસાર નમસ્કાર કરનારો પોતાનાં મન-વચન-કાયા પ્રભુને સોંપે છે. તેના બદલામાં પ્રભુ જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ પરમાત્મપદ નમસ્કાર કરનારને અર્પણ કરે છે. પરમાત્મપદનું દાન જગતમાં સર્વશ્રેષ્ઠ દાન છે. પરમાત્માને નમસ્કાર કરનારો પોતે તે દાન મેળવવાનો અધિકારી બને છે. નમસ્કાર કરવા વડે અધિકારી બનેલા તે જીવને પરમાત્મા પોતાનું પદ જ આપી દે છે. ભક્ત નમો અરિહંતા બોલે છે તેના બદલામાં ભગવાન ભક્તને “તત્ત્વમસિ' કહીને ‘તું જ ભગવાન છે' - એવું વચન Call) આપે છે. સુખદુઃખનો જ્ઞાતા અને રાગદ્વેષનો દષ્ટા જે થઈ શકે છે તે અંશે ભગવાન છે, કેમ કે તેની તે સાધના જ કાળક્રમે સાધકને કેવળજ્ઞાન અને કેવળદર્શન આપનારી થાય છે. કેવળજ્ઞાનગુણના અને કેવળદર્શનગુણના અધિકારી થવા માટે દષ્ટાભાવ અને જ્ઞાતાભાવ કેળવતાં શીખવું જોઈએ. સુખદુઃખ એ કર્મનું ફળ છે અને રાગદ્વેષ એ સ્વયં ભાવકર્મસ્વરૂપ છે. ભાવકર્મનું કર્તુત્વ અને કર્મફળનું ભોકતૃત્વ છોડીને જીવ જ્યારે તેનું જ્ઞાતૃત્વ અને દમૃત્વ માત્ર પોતામાં સ્થિર કરે છે, ત્યારે તે નિશ્ચયતત્ત્વનો જ્ઞાતા બનીને મોક્ષમાર્ગે પ્રયાણનો પ્રારંભ કરે છે. જ્ઞાતૃત્વદભાવ જ્યારે પરિપક્વ બને છે, ત્યારે તે જીવ યોગના શિખર ઉપર આરૂઢ થઈને મોક્ષના સુખને સિદ્ધ કરે છે. ભક્તિ અને મૈત્રીનો મહામંત્ર ‘ સર્જન-જ્ઞાન-વારિત્રાળ મોક્ષમાળા' એ સૂત્રમાં સમ્યગ્દર્શનનો ટૂંકો અર્થ જિનભક્તિ અને જીવમૈત્રી, સમ્યજ્ઞાનનો ટૂંકો અર્થ જિનસ્વરૂપ તે નિસ્વરૂપ અને નિજસ્વરૂપ તે જિનસ્વરૂપ, સમ્યક્યારિત્રનો ટૂંકો અર્થ જિનભક્તિ વડે વિષયનો વિરાગ અને જીવમૈત્રી વડે કષાયનો ત્યાગ એમ પણ કહી શકાય. નનો સદંતાળ શ્રી અરિહંતોની ભક્તિ જે કોઈ પ્રકારે થાય તે બધો નમસ્કાર છે. તે નમસ્કારનું ફળ શ્રી અરિહંતભગવંતો તરફથી “તત્ત્વમસિ' એવા ઉપદેશરૂપે મળે છે. જે અરિહંતસ્વરૂપની તું ભક્તિ કરે છે તે તું જ પોતે છે-એમ અંતે નિશ્ચય થાય છે અને ભક્તિનું પારમાર્થિક ફળ તે જ છે. ‘નમો રિહંતા' એ મૈત્રીનો મહામંત્ર છે અને ભક્તિનો પણ મહામંત્ર છે. મૈત્રીભાવ વડે અરિભાવને ૨૮૬ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #329 -------------------------------------------------------------------------- ________________ શત્રુભાવન હણનારા શ્રી અરિહંતો છે. તેઓને નમસ્કાર થાય છે, તેથી મૈત્રીનો મહામંત્ર બની જાય છે અને અરિહં' એટલે શુદ્ધ આત્મા. તેમને નમસ્કાર હોવાથી ભક્તિનો મહામંત્ર બને છે. મૈત્રી અને ભક્તિ પરસ્પર અવિનાભાવી છે. એક વિના બીજાનું અસ્તિત્વ અશક્ય છે. આત્મસ્વરૂપની ભક્તિ પૂર્ણ થઈ ત્યારે ગણાય કે જ્યારે સાવરણ અને નિરાવરણ એવા બંને પ્રકારના આત્માઓ ઉપર સ્નેહભાવ ઉત્પન્ન થાય. નિરાવરણસ્વરૂપ પ્રત્યે સ્નેહ તે પ્રમોદ અને સાવરણસ્વરૂપ પ્રત્યે સ્નેહ તે કરુણા અને માધ્યચ્યું. જો કરુણા-માધ્યથ્ય ન હોય તો પ્રમોદ પણ સાચો ન ગણાય. જે પ્રમોદ ન હોય તો કરુણા અને માધ્યથ્ય પણ સાચા નહિ. જીવતત્ત્વની સાચી જો સહણા થઈ હોય તો તેની નિશાની જીવના દુઃખ પ્રત્યે સહાનુભૂતિ અને કરુણા, તેમ જ તેના સુખ પ્રત્યે હર્ષ અને પ્રમોદ હોવા જોઈએ. એ રીતે ભક્તિ અને મૈત્રી ઉભયને એકી સાથે પ્રગટાવનાર મંત્ર તે શ્રી નમસ્કારમહામંત્ર છે. પ્રથમપદમાં સમગ્ર મોક્ષમાર્ગ મૈત્રી અને ભક્તિ એ સમ્યગ્દર્શનનાં લક્ષણ છે. તેની પાછળ સમજ્ઞાન હોવું આવશ્યક છે, તે જ્ઞાન એકત્વનું છે. જીવ, જગત અને જગદીશ્વરની એકતાનું જ્ઞાન જ સાચી ભક્તિ અને મૈત્રી પ્રગટાવી શકે છે. એ એકતા ગુણથી, જતિથી અને સ્વભાવથી છે. સજાતીય એકતાના સંબંધનું જ્ઞાન ભક્તિપ્રેરક અને મૈત્રીપ્રેરક છે તેથી તે સમ્યજ્ઞાન છે. જ્યાં સમ્યગ્યજ્ઞાન અને સમ્યગ્દર્શન હોય ત્યાં નિશ્ચયથી ચારિત્ર અવિનાભાવી છે. જ્ઞાન-દર્શન તો જ સત્ય ગણાય કે જો જીવનમાં તેનો અમલ હોય. એ અમલનું નામ જ ચારિત્ર છે. તે ચારિત્રના બે પ્રકારો છે : એક પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ અને બીજું સ્વભાવરમણતારૂપ. સ્વભાવરમણારૂપ ચારિત્ર તે વ્યવહારચારિત્રનું ફળ છે. હિંસાદિ આશ્રવોથી નિવૃત્તિ અને ક્ષમાદિ ધર્મોમાં પ્રવૃત્તિ તે વ્યવહારચારિત્ર છે. મૈત્રી વડે હિંસાદિ આશ્રવોનો નિરોધ થાય છે અને ભક્તિ વડે સ્વરૂપ રમણતા વિકસિત થાય છે. કષાયના અભાવને લાવનાર મુખ્યતઃ મૈત્રી છે અને વિષયોની આસક્તિને હઠાવનાર મુખ્યતઃ ભક્તિ છે. પરમાત્મતત્ત્વ ભક્તિનો સર્વશ્રેષ્ઠ વિષય હોવાથી તે ભક્તિના પ્રભાવે તુચ્છ વિષયો તરફનું આકર્ષણ આપોઆપ ચાલ્યું જાય છે અને વિષય-કષાયને જીતનારો આત્મા પોતે જ મોક્ષ છે. ભક્તિ અને મૈત્રી તેનાં સાધનો છે. તેને વિકસાવનાર મંત્ર નવકાર અથવા તેનું પ્રથમપદ છે. આથી શ્રી નવકારમંત્રમાં રત્નત્રયી રહેલી છે. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ આત્માના ત્રણ મુખ્ય ગુણો છે. શ્રી અરિહંતોનો નમસ્કાર એ ત્રણેય ગુણોને વિકસાવે છે, કેમ કે તે મંત્ર વડે ભક્તિ અને મૈત્રી સાક્ષાત પુષ્ટ થાય છે ચૈતન્ય સાથે તે એકતાનું જ્ઞાન કરાવે છે તથા વિષય-કષાયની પરિણતિથી આત્માને છોડાવે છે. વિષયોમાં સર્વશ્રેષ્ઠ વિષય શ્રી અરિહંત છે. તેઓશ્રી પ્રત્યેનો આદર બીજા વિષયોની તુચ્છતાનું ભાન કરાવે છે. કષાયોનું મૂળ જીવો પ્રત્યે અમૈત્રી છે. અરિહંતોનો નમસ્કાર મૈત્રી શીખવે છે કે જેથી કષાય નિર્મૂળ થાય છે. વિષય-કષાયથી મુક્ત આત્મા સ્વયં ચારિત્રરૂપ છે. એ રીતે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ રત્નત્રયી કે જેને મોક્ષમાર્ગ કહેવાય છે, તે નવકારના પ્રથમપદમાં જ સંગૃહીત થયેલી છે. આથી તેના આરાધકોનું મોક્ષરૂપી ધ્યેય સિદ્ધ થાય છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૮૭ Page #330 -------------------------------------------------------------------------- ________________ સાત ધાતુ અને દશ પ્રાણ નમસ્કાર કરવા વડે જે અરિહંતની ભક્તિ થાય છે તે અરિહંતપરમાત્મા વડે ‘તે તું જ છે’ એવો અનુગ્રહ પ્રાપ્ત થાય છે. ‘અરિહંત તું પોતે જ છે' એવો આશીર્વાદ પ્રાપ્ત કરવા માટે શ્રી અરિહંતોની ભક્તિ અનિવાર્ય છે. જેની ભક્તિ કરવામાં આવે છે તેનું સ્વરૂપ ભક્તિ કરનારમાં પ્રગટે છે. આત્મામાં અપ્રગટપણે રહેલું અરિહંતસ્વરૂપ શ્રી અરિહંતની ભક્તિ વડે પ્રથમ મન બુદ્ધિ સમક્ષ પ્રગટ થાય છે. મન અને બુદ્ધિને શ્રી અરિહંતના ધ્યાનમાં પરોવવાથી, તે બંને સમક્ષ ભક્તિ કરનારમાં છુપાયેલું અરિહંતસ્વરૂપ પ્રત્યક્ષ થાય છે. શ્રી અરિહંતભક્તિનો આ પ્રભાવ છે. આથી શ્રી અરિહંતની ભક્તિ મન-વચન-કાયાથી ક૨વા, કરાવવા અને અનુમોદવા વડે સાતેય ધાતુ ભેદાય તે રીતે અને દશેય પ્રાણો તેમાં પરોવાય તે રીતે ક૨વા યોગ્ય છે. જ્યારે શરીર રોમાંચિત થાય અને ચક્ષુઓમાં હર્ષનાં આંસુઓની ધારા વહેવા લાગે ત્યારે સમજવું કે શ્રી અરિહંતની ભક્તિમાં સાતેય ધાતુ અને દશેય પ્રાણ ઓતપ્રોત થયા છે. આથી શ્રી અરિહંતની ભક્તિ ત્રિકરણ યોગે કરવાનું વિધાન છે. જ્યારે ત્રણેય યોગ અને ત્રણેય ક૨ણ શ્રી અરિહંતના ધ્યાનમાં પરોવાય ત્યારે અંતઃકરણ નિર્મળ થાય છે અને નિર્મળ અંતઃકરણમાં અરિહંતતુલ્ય આત્માનું શુદ્ધસ્વરૂપ પ્રતિબિંબિત થાય છે. પરમાત્મ-સમાપત્તિ વિષયની સમાપત્તિ અર્થાત્ ત્રણ કરણથી-ત્રણ યોગથી થતું વિષય ( Object )નું ધ્યાન આત્માને તદ્રુપ બનાવે છે, જ્યારે આત્મા ( Subject ) ની સમાપત્તિ અર્થાત્ ત્રણ કરણથી, ત્રણ યોગથી થતું શુદ્ધાત્માનું ધ્યાન આત્માને પરમાત્મસ્વરૂપ બનાવે છે. વિહિત અનુષ્ઠાનને પણ શાસ્ત્રોક્ત વિધાનાનુસાર ક૨વાથી પરમાત્માની સાથે સમાપત્તિનું કારણ બને છે કારણ કે શાસ્ત્રોક્ત અનુષ્ઠાન કરતી વખતે શાસ્ત્રના કહેનારા શાસ્ત્રકારો ઉપર પણ બહુમાનગર્ભિત અંતરંગપ્રીતિ થાય છે તે પ્રીતિ પરમાત્મ-સમાપત્તિનું કારણ બને છે. વિહિત અનુષ્ઠાન દ્વારા થતું પરમાત્મ-સ્મરણ પરમાત્મ-સમાપત્તિનું કારણ બને છે, કારણ કે તે સ્મરણ બહુમાનગર્ભિત હોય છે. ભગવાનની આજ્ઞાનું આરાધન એ બહુમાનગર્ભિત એક પ્રકારનું પરમાત્મ-સ્મરણ જ છે. તેથી ભગવાનનું નામગ્રહણ અને પ્રતિમાપૂજન પણ ભગવાનની આજ્ઞાના આરાધનરૂપે કરવાનું હોય છે. આજ્ઞાના આરાધનમાં આજ્ઞાકારકનું બહુમાનગર્ભિત સ્મરણ રહેલું છે, તેથી તે સમાપત્તિનું સરળ સાધન બને છે. ભગવાનના સ્મરણને અને ક્લિષ્ટકર્મને સહઅનવસ્થાન લક્ષણ (એકી સાથે બન્ને ભેગાં ન રહી શકે તેવો) વિરોધ છે. જ્યાં બહુમાનગર્ભિત ભગવત્સ્યરણ હોય, ત્યાં સંસારભ્રમણના કારણભૂત ક્લિષ્ટકર્મ ટકી શકતાં નથી. ભગવત્સ્યરણ મિથ્યામોહનો નાશ કરીને આત્માના શુદ્ધસ્વરૂપની સાથે એકતાનું ભાન પેદા કરાવે છે. મંત્રાત્કમક બે પદો નમામિ સત્વ-નિબાળ | સ્વામિ સવનીવાળ || વર્ણ-૧૬ અર્થ ભાવના :- ‘જિનસ્વરૂપ પ્રાપ્ત થયેલ સર્વને હું નમું છું, કેમ કે તેઓ તરફથી મને અનુગ્રહ પ્રાપ્ત થાય છે કે જે અનુગ્રહ વડે હું મારા જિનસ્વરૂપને પામું છું. જિનસ્વરૂપને પામવામાં મારાથી થતાં પ્રમાદ, અજ્ઞાન અને મિથ્યાત્વને હું નિંદું છું. મારા તે અપરાધને સર્વ જીવો પાસે હું ખમાવું છું. સર્વ જીવોને જિનસ્વરૂપની પ્રાપ્તિ માટે આલંબનરૂપ થવામાં થતાં વિલંબ અને વિઘ્નરૂપ મારા અપરાધોની હું ક્ષમા માગું છું. સર્વ જીવો મારા તે અપરાધોને ખમો-મને ક્ષમા આપો.’ ૨૮૮ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #331 -------------------------------------------------------------------------- ________________ એ રીતે અર્થભાવનાપૂર્વકના થતા આ બે પદોના ધ્યાનથી અને સ્મરણથી મારા આત્માને હું શુદ્ધ-નિર્મળ કરું છું. રાગાદિથી ભિન્ન અને જ્ઞાનાદિથી અભિન્ન એવા મારા શુદ્ધસ્વરૂપની પ્રાપ્તિ અર્થે મંત્રસ્વરૂપ આ બે પદોનું હું નિરંતર ભાવથી સ્મરણ કરું છું. નમામિ સર્વ-નિબાળ | - આ મંત્રથી સર્વ ઉપકારીઓને નમસ્કાર છે. શ્રેષ્ઠ ઉપકાર આપણને ‘ત્તયા. પરમાત્મા વનીવાત્મા' અર્થાત્ ‘દ્રવ્યથી પરમાત્મા એ જ જીવાત્મા છે' એવું જ્ઞાન આપનારનો છે. સર્વ જિનો જીવમાત્રને જિનસ્વરૂપ જુએ છે, અજિનસ્વરૂપને જોવા છતાં ય ન જોવા બરાબર કરે છે અને જિનસ્વરૂપને આગળ કરી ઉત્તેજના આપે છે તેથી તેઓ સર્વશ્રેષ્ઠ ઉપકાર કરી રહ્યા છે. તેઓને થતો નમસ્કાર કૃતજ્ઞતાગુણ અને જ્ઞાનગુણ ઉભયને વિકસાવે છે. સ્વમામિ સવ્વનીવાળું । સર્વ જીવોમાં સત્તાથી જિનસ્વરૂપ હોવા છતાં, તેને તે સ્વરૂપે ન જોવારૂપ અપરાધને હું ખમાવું છું. તે અપરાધોને ખમાવવાથી તે સ્વરૂપને જોનારા ઉપકારીઓને કરાતો નમસ્કાર તાત્ત્વિક બને છે. नमामि सव्य- जिणाणं । खमामि सव्व-जीवाणं । શબ્દાર્થ - ‘સર્વ જિનોને હું નમું છું. સર્વ જીવોને હું ખમું છું.' ભાવાર્થ - ‘નમું છું એટલે તેઓના ઉપકારને સ્વીકારું છું. ખમું છું એટલે મારા અપકારને કબૂલું છું.’ મારા ઉપર થયેલા, થઈ રહેલા અને થનારા બધા ઉપકારીઓના ઉપકારને હું કૃતજ્ઞભાવે સ્વીકારું છું. મારા તરફથી થયેલા, થઈ રહેલા અને થનારા બધા અપકારોને હું સ૨ળભાવે કબૂલું છું અને ફરી નહિ કરવાના ભાવથી ક્ષમા માગું છું. મોટામાં મોટો ઉપકાર આપણું જિનસ્વરૂપ જેઓ જોઈ રહ્યા છે અને તેની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આપણા અપરાધોની ક્ષમા આપી રહ્યા છે તેઓનો છે. તેમની કરુણા અને મૈત્રી, તેમનો પ્રમોદ અને તેમનું માધ્યસ્થ્ય મારા જિનસ્વરૂપની પ્રાપ્તિમાં ઉપકારક છે. આથી તેમની હું સ્તુતિ કરું છું અને મારામાં તે ચારેય ભાવો સર્વ જીવો પ્રત્યે પ્રગટે એવી પ્રાર્થના કરું છું. તેથી વિપરીત મારા ભાવોને હું નિંદુ છું-ગહું છું અને સર્વ જિનોની સમક્ષ તેની ક્ષમા પ્રાર્થુ છું અને સર્વ જીવોની સમક્ષ તેઓ પ્રત્યે આચરેલા અપરાધોની ક્ષમા યાચું છું. સર્વ જીવોનું પ્રચ્છન્ન જિનસ્વરૂપ જોઈને તેઓ પ્રત્યે મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ્યભાવને વિકસાવું છું. ઋણમુક્તિ એ કૃતજ્ઞતા અને પરોપકારની ફરજના સ્વીકારમાંથી નિષ્પન્ન થાય છે. ઉપકારી પ્રત્યે કૃતજ્ઞતાભાવ અને અપકારી પ્રત્યે પણ ઉપકાર ક૨વાનો ભાવ આવ્યા વિના ઉભય ઋણમાંથી મુક્તિ અસંભવિત છે. એક ઋણ ઉપકાર લેવાથી થાય છે, બીજું ઋણ અપકાર કરવાથી થાય છે. આથી ઉભયૠણની મુક્તિ માટે ‘નમામિ’. અને ‘ધ્વનિ' બંને ભાવોના આરાધનની સરખી જરૂર છે. ‘નમો' પદનું મહત્ત્વ ‘નમો’ પદનો એક અર્થ દ્રવ્યભાવસંકોચ છે. દ્રવ્યથી કાયા અને વાણીનો તથા ભાવથી મન અને બુદ્ધિનો બાહ્ય પદાર્થોમાંથી સંકોચ સાધીને તથા તેને આત્માભિમુખ બનાવીને સર્વ મહાપુરુષો પરમપદને પામ્યા છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૮૯ Page #332 -------------------------------------------------------------------------- ________________ અથવા બીજી રીતે દ્રવ્યસંકોચ એટલે શરીરાદિ બાહ્ય વસ્તુના મદનો ત્યાગ તથા ભાવસંકોચ એટલે મન, બુદ્ધિ આદિના માનનો ત્યાગ. એ રીતે મદ અને માનનો ત્યાગ થવાથી વૃત્તિ અંતર્મુખ થાય છે અને તેથી સર્વશ્રેષ્ઠ વસ્તુઓનું જ્ઞાન અને ધ્યાન ફળીભૂત થાય છે. જ્ઞાનનું ફળ સમતાસંવર છે અને ધ્યાનનું ફળ નિરોધનિર્જરા છે. તે તેને જ વરે છે કે જેના મનમાં કાયા અને વાણી તથા ઉપલક્ષણથી પુગલના સંયોગજનિત સર્વ ઔદયિકભાવોનું અભિમાન ગળી ગયું હોય છે. તેમ જ મન અને બુદ્ધિ તથા ઉપલક્ષણથી સર્વ પ્રકારના લાયોપથમિકભાવોનો પણ અહંકાર ચાલ્યો ગયો હોય છે. આથી એ સિદ્ધ થયું કે જાતિ, કુળ, રૂપ, બળ, ઐશ્વર્ય અને વાલ્લભ્યાદિ ઔદયિકભાવોના મદનો ત્યાગ, તે મુખ્યત્વે દ્રવ્યસંકોચ છે અને તપ, શ્રત, જ્ઞાન અને બુદ્ધિ આદિ ભયોપશમ ભાવના માનનો ત્યાગ તે મુખ્યત્વે ભાવસંકોચ છે. દ્રવ્ય અને ભાવ અથવા બાહ્ય અને અત્યંતર એ ઉભય પ્રકારે મદ અને માનના ત્યાગનું પ્રણિધાન તે દ્રવ્ય-ભાવસંકોચ અને તે નમસ્કારનો મુખ્ય પદાર્થ છે. એવો નમસ્કારભાવ અથવા તેનું લક્ષ્ય એ ધર્મના પ્રારંભમાં અતીવ આવશ્યક છે. નનો મંત્ર વડે અહંતા-મમતાનો ત્યાગ અહંતા અને મમતા સંસારમાં ભટકાવનારી વસ્તુ છે. અહંતા એટલે કર્મનો કર્તા માત્ર હું જ છું,’ એવી બુદ્ધિ મમતા એટલે ‘કર્મ ફળનો અધિકારી હું છું', એવી બુદ્ધિ. એ બંનેને નિવારવા માટે કર્મનો કર્તા કેવળ હું નથી. કિન્તુ કાળ, સ્વભાવ, ભવિતવ્યતા અને પૂર્વકૃત કર્મ વિગેરેનો સહકાર છે તેમ વિચારવું અને કર્મફળ પણ બધાના સહકારનું પરિણામ હોવાથી તેના ઉપર માત્ર મારા એકલાનો અધિકાર નથી એમ વિચારવું. નમસ્કારના આરાધકે પોતાનાં સઘળાં કર્મ અને તેનાં ફળ જેને નમસ્કાર કરે છે, તે નમસ્કાર્યોને સમર્પિત કરી દેવાનાં હોય છે, કેમ કે નિમિત્તકર્તુત્વ તેઓનું છે. તેઓના અવલંબને જ કર્મ અને તેના ફળમાં શ્રેષ્ઠતા આવે પ્રત્યેક શુભકાર્ય અને તેનું શ્રેષ્ઠફળ જેના અવલંબનથી તે શુભ અને શ્રેષ્ઠ બને છે તેની માલિકીનું છે એમ વ્યવહારનય કહે છે. તેથી બંને ઉપર સ્વામીત્વ તેઓનું છે એવી વૃત્તિ ધારણ કરવી જોઈએ. તેના પરિણામે અાંત્વ-મમત્વ ગળી જાય છે અને નમ્રતા, નિરભિમાનતા, સરળતા, સંતોષ વગેરે ગુણોની ઉત્પત્તિ થાય છે. તથા ભક્તિનાં સુમધુર ફળોના અધિકારી થવાય છે. અવ્યયપદ નમો’ એ વ્યાકરણશાસ્ત્રના નિયમ મુજબ અવ્યયપદ છે. મોક્ષ પણ અવ્યયપદ છે. તેથી “નમો અવ્યય-મોક્ષપદનું બીજ પણ બને છે. અવ્યયપદ એ જ જ્ઞાતવ્ય, ધ્યાતવ્ય અને પ્રાપ્તવ્ય છે. વાક્યમાં કર્તા, કર્મ અને ક્રિયા એમ ત્રણ હોય છે. અહીં ‘નમો એ અવ્યય હોવાથી માત્ર તેમાં ક્રિયા છે પણ કતા કે કર્મ નથી. સાધના વખતે જ્યારે કર્તા અને કર્મ ગૌણ બને અને ઉપયોગમાં માત્ર ક્રિયા રહે ત્યારે તે સાધના શુદ્ધ બને છે. N ૨૯૦ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibraty.org Page #333 -------------------------------------------------------------------------- ________________ ‘નમો’ પદનું ઉચ્ચારણ જ ક્રિયાવાચક હોઈ કોઈ શ્રેષ્ઠતત્ત્વનું સીધું ભાન કરાવે છે અથવા ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રિપુટિમાંથી જ્યારે ધ્યાતાનું વિસ્મરણ થઈ મનોવૃત્તિ કેવળ ધ્યેયાકાર બને છે ત્યારે તે ધ્યાન યથાર્થ થયું ગણાય છે. નમસ્કારની ક્રિયામાં પણ જ્યારે કર્તા અને કર્મનું વિસ્મરણ થઈ કેવળ ક્રિયા રહે છે ત્યારે જ તે સાધના શુદ્ધ થઈ ગણાય છે. વળી ‘નો’ પદનું ઉચ્ચારણ તે વૈખરી વાણીનો પ્રયોગ છે, તેથી તે ક્રિયાયોગ છે. અર્થનું ભાવન તે મધ્યમા વાણી હોઈ ભક્તિયોગ છે અને નમસ્કારની આન્તર ક્રિયા પશ્યન્તીરૂપ છે તેથી તે જ્ઞાનયોગ છે. એ રીતે કર્મ, ભક્તિ અને જ્ઞાન-ત્રણેય યોગની સાધના ‘નો’ પદમાં રહેલી છે. નિર્મળ વાસના નમસ્કારની સાધનાથી મલિન વાસનાઓનો ત્યાગ થાય છે, નિર્મળ વાસનાનો સ્વીકાર થાય છે અને અંતે ચિન્માત્ર વાસના અવશેષ રહે છે. મલિન વાસના બે પ્રકારની છે : એક બાહ્ય અને બીજી આભ્યન્તર. વિષયવાસના તે બાહ્ય છે અને માનસવાસના તે આત્યંતર છે. વિષયવાસના સ્થૂળ છે જ્યારે માનસવાસના સૂક્ષ્મ છે. વિષયના ભોગકાળમાં ઉત્પન્ન થતા સંસ્કાર તે વિષયવાસના છે અને વિષયો પ્રતિ કામનાના કાળમાં ઉદ્ભવતા સંસ્કાર તે માનસવાસના છે. બીજી રીતે લોકવાસના કે દેહવાસના તે વિષયવાસના છે અને દંભ, દર્પાદિ તે માનસવાસના છે. નમસ્કારભાવ અને નમસ્કારની ક્રિયાથી બાહ્ય-આંતર એમ ઉભય પ્રકા૨ની મલિન વાસનાનો નાશ થાય છે તથા મૈત્રી, મુદિતાદિ નિર્મળભાવનાઓ પ્રગટે છે. ચિન્માત્ર વાસના એટલે મન, બુદ્ધિ આદિ ચૈતન્યનો શુભ વ્યાપાર. તેથી કાર્યાકાર્યના વિવેકરૂપી સદ્વિચાર જાગે છે અને અંતે તેનો પણ પરમાત્મ-સાક્ષાત્કારમાં લય થાય છે. સદ્વિચાર અને સદ્વિવેક તે સાધનારૂપ ‘અપર’ જ્ઞાન છે અને આત્મસાક્ષાત્કાર પરમાત્મસાક્ષાત્કાર તે સાધ્યરૂપ ‘પર’ જ્ઞાન છે. સાક્ષાત્ યા પરંપરાએ ઉભય પ્રકારના જ્ઞાનની પ્રાપ્તિ નમસ્કારભાવ અને નમસ્કારની ક્રિયાથી સિદ્ધ થાય છે. આ સંબંધમાં કહ્યું છે કે बन्धो हि वासनाबन्धो, मोक्षः स्याद् वासनाक्षयः । वासनास्त्वं परित्यज्य, मोक्षर्थित्वमपि त्यज ॥ -- અર્થ :- વાસનાનો બંધ એ જ બંધ છે. વાસનાનો ક્ષય એ જ મોક્ષ છે. વાસનાઓનો ત્યાગ કરીને તું મોક્ષાર્થિપણાનો પણ ત્યાગ કર અર્થાત્ આત્મસાક્ષાત્કારને મેળવ.’ પરમેષ્ઠિનમસ્કારથી સમત્વની સિદ્ધિ ચૌદપૂર્વ અને દ્વાદશાંગીમાંથી આપણને જે અનેક પ્રકારનો પ્રકાશ મળે છે, તેમાંનો એક પ્રકાશ એ છે કે આત્મદૃષ્ટિએ કોઈ જીવ આપણાથી ઊતરતો નથી અને દેહદષ્ટિએ કોઈ જીવ આપણાથી ચઢિયાતો નથી. કર્મમુક્ત જીવની અવસ્થા સર્વની સરખી સુખદાયક છે. કર્મબદ્ધ અવસ્થા સર્વને સરખી કષ્ટદાયક છે કેમ કે કર્મજનિતસુખ પણ પરિણામે દુઃખદાયક છે. સર્વ જીવો સાથે પોતાની તુલ્યતાનું આ પ્રકારે ભાવન અને તે વડે પ્રાપ્ત થતું અપૂર્વ સમત્વ એ મોક્ષનું અસાધારણ કારણ છે. આ ભાવના આઠેય પ્રકારના મદને, ચારેક પ્રકારના કષાયને અને પાંચેય પ્રકારની ઇન્દ્રિયોને જિતાવનાર થાય છે. તેથી પરમપુરુષાર્થની સિદ્ધિ થાય છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કારમાં આ ભાવના વડે શ્રી સિદ્ધિપદને પામેલા અનંતા શ્રી અરિહંતો, વર્તમાનના અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૯૧ Page #334 -------------------------------------------------------------------------- ________________ ઉત્કૃષ્ટ ૧૭૦ અને જઘન્ય ૨૦ શ્રી અરિહંતો તથા ભવિષ્યકાળના અનંતા શ્રી અરિહંતોને નમસ્કાર થાય છે. વળી અતીતકાળના અનંતા સિદ્ધોને, વર્તમાનકાળના એક સમયમાં ઉત્કૃષ્ટ ૧૦૮ સિદ્ધ અને ભવિષ્યના થનારા અનંતા સિદ્ધોને નમસ્કાર થાય છે. તેમ જ અતીતકાળના અનંતા, વર્તમાનકાળના સર્વક્ષેત્રના કેવળજ્ઞાનીઓ અને છબસ્થમુનિઓ તથા ભવિષ્યકાળના અનંતા આચાર્ય, ઉપાધ્યાય આદિ સાધુ ભગવંતોને નમસ્કાર થાય છે. એ નમસ્કાર પરમેષ્ઠિઓમાં રહેલા સમત્વને ઉદ્દેશીને થતો હોવાથી સમત્વની સિદ્ધિ કરે છે. પાંચ પ્રકારના ગર શ્રી નમસ્કારમંત્રમાં પાંચ પ્રકારના ગુરુઓ રહેલ છે. શ્રી અરિહંતો માર્ગદર્શક હોવાથી પ્રેરકગુરુ છે, સિદ્ધો. અવિનાશીપદને પામેલા હોવાથી સૂચકગુરુ છે, શ્રી આચાર્યો અર્થના દેશક હોવાથી બોધકગુરુ છે, શ્રી ઉપાધ્યાય સૂત્રનાદાતા હોવાથી વાચકગુરુ છે અને શ્રી સાધુઓ મોક્ષમાર્ગમાં સહાયક હોવાથી સહાયકગુરુ છે. પંચ ગુરુઓને નમસ્કારરૂપ શ્રી નવકારમંત્રને ગુરુમંત્ર અથવા પંચમંગલ પણ કહે છે. આ પંચ મંગલ સૂત્રરૂપ હોવા છતાં વારંવાર મનન કરવા યોગ્ય હોવાથી તેમ જ તેના સમ્યગુ આરાધન દ્વારા ચમત્કારિક પરિણામો આવતાં હોવાથી તેની પ્રસિદ્ધિ લોકમાં મંત્રરૂપે થઈ છે. પાંચ જ્ઞાન અને ચાર શરણની જેમ તે ભાવમંગલ છે. પુણ્ય-પાપની વિશેષતાને જાણનાર જીવ આ મંત્રનો વિશેષપણે અધિકારી છે. ધ્યાન અને વેશ્યા સઘળી ઇન્દ્રિયોને મધ્ય આદિ સ્થાનોમાં કેન્દ્રિત કરીને પછી જે ચિન્તન થાય તેને ધ્યાન કહે છે. ધ્યાનના બીજા પણ અનેક અર્થો છે. શ્રુતજ્ઞાનને પણ શુભધ્યાન કહ્યું છે. ચિન્તા અને ભાવનાપૂર્વક સ્થિર અધ્યવસાયને પણ ધ્યાન કહ્યું છે. નિરાકાર-નિશુલબુદ્ધિ,” “એકપ્રત્યયસન્તતિ,” “સજાતીય પ્રત્યયન ધારા, “પરિસ્પન્દવર્જિત એકાગ્રચિન્તાનિરોધ' વગેરે ધ્યાનના અનેક પર્યાયો કહ્યા છે તે બધાનો સંગ્રહ પરમેષ્ઠિધ્યાનમાં સમજવાનો છે. કમલબંધથી, ત્રિકરણ શુદ્ધિથી અને બિન્દુનવકથી પણ નમસ્કારનું ધ્યાન થઈ શકે છે. “નમસ્કારના ધ્યાનનું ફળ લેશ્યાવિશુદ્ધિ છે.' લેશ્યાવિશુદ્ધિ એટલે માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યથી રહિત ચિત્તના પરિણામ. શ્રદ્ધાળુ આત્મા જે કોઈ ક્રિયા કરે છે તે બીજાને હલકા પાડવા માટે કે પોતાનો ઉત્કર્ષ સાધવા માટે હોતી નથી. જેમાં મુખ્યત્વે પાપકર્ષની વૃત્તિ હોય તે માયાશલ્ય છે, જેમાં મુખ્યત્વે સ્વોત્કર્ષ સાધવાનો મનોરથ હોય તે નિદાનશલ્ય છે અને જેમાં સ્વમતિની કલ્પના મુખ્ય હોય તે મિથ્યાત્વશલ્ય છે. ક્રિયાની સફળતા માટે પ્રત્યેક ક્રિયા માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણ શલ્યથી રહિત હોવી જોઈએ અર્થાત્ નિર્દભ, નિશંક અને નિરાસંશ ભાવે થવી જોઈએ. શ્રી નમસ્કારમંત્રનું ધ્યેયનિષ્ઠઆરાધન જીવને નિભ, નિશંક અને નિષ્કામ બનાવે છે કેમ કે તેમાં મમત્વભાવનું શોષણ અને સમત્વભાવનું પોષણ થાય છે. લેશ્યાવિશુદ્ધિ અને સ્નેહપરિણામ શ્રી નમસ્કારમંત્રની આરાધનથી બીજા પણ ત્રણ ગુણો પોષાય છે તે છે ક્ષમતા, દમતા, અને શમતા. ક્ષમતા એટલે ક્રોધરહિતતા, દમતા એટલે કામરહિતતા અને શમતા એટલે લોભરહિતતા. બીજાને આત્મસમાન જોનાર ક્રોધ કોના ઉપર કરે? બીજાને પીડા થાય તેવી રીતે કામ કે લોભનું સેવન પણ તે કેવી રીતે કરી શકે? ING ૨૯૨) વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પN Page #335 -------------------------------------------------------------------------- ________________ બીજાના દુઃખને પોતાનું દુઃખ માનના અને બીજાના સુખના પોતાના સુખ જેટલી જ કિંમત આંકનારમાં કામ, ક્રોધ અને લોભ એ ત્રણેય દોષો ઓગળી જાય છે. એવી જ રીતે માયા, મિથ્યાત્વ અને નિદાન એ ત્રણેય શલ્યો પણ ચાલ્યા જાય છે. શ્રી નમસ્કારમંત્ર વડે થતી લેશ્યાવિશુદ્ધિનું આ ફળ છે. લેશ્યાવિશુદ્ધિ અને સ્નેહનો પરિણામ એ એક દૃષ્ટિએ સમાન અર્થને કહેનાર શબ્દો છે. શ્રી નમસ્કારમંત્ર સમસ્ત જીવરાશિ ઉપર સ્નેહનો પરિણામ વિકસાવે છે તેમ જ એ સ્નેહના પરિમામમાં કામ, ક્રોધ અને લોભ એ ત્રણ દોષો તથા માયા, મિથ્યાત્વ અને નિદાન એ શલ્યો પાણીથી ભરેલા કાચી માટીના ઘડાની જેમ પીગળી જાય છે અને આત્મા ક્ષાન્ત, દાન્ત અને શાન્ત તથા નિષ્કામ, નિર્દભ અને નિઃશલ્ય થઈ ક્રિયાના ઉત્કૃષ્ટ ફળને મેળવી શકે છે. કૃતજ્ઞતાગુણનો વિકાસ નવકાર એ ચૌદપૂર્વનો સાર છે અને સમસ્તશ્રુતજ્ઞાનનું રહસ્ય છે. તેનું એક કારણ નમસ્કારથી કૃતજ્ઞતાગુણ કેળવાય છે. કૃતજ્ઞતાગુણ એ સર્વસદ્ગુણોનું મૂળ છે. તેનું શિક્ષણ નમસ્કારથી મળે છે. કૃતજ્ઞતાગુણને ઉત્પન્ન કરનાર પરોપકારગુણ છે. પરોપકારગુણ સૂર્યના સ્થાને છે તો કૃતજ્ઞતાગુણ ચંદ્રના સ્થાને છે. જેનાથી ઉપકાર થાય છે તેને કૃતજ્ઞ રહેવું એ ધર્મનો પાયો છે. એવું જ્ઞાન મૂળથી જ આપવા માટે શ્રી નમસ્કારમંત્રને મૂળમંત્ર યા મહામંત્ર કહ્યો છે. નવકાર વિના તપ, ચારિત્ર અને શ્રુત નિષ્ફળ કહ્યાં છે. તેનો અર્થ કૃતજ્ઞતાભાવ વિના સઘળી આરાધના અંક વિનાની શૂન્ય જેવી છે. એકડા વિનાનાં મીંડાં જેવી છે. સમ્યક્ત્વગુણ પણ કૃતજ્ઞતાભાવનો સૂચક છે કેમ કે તેમાં દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વ પ્રત્યે ભક્તિ છે, નમસ્કાર છે, શ્રદ્ધાગર્ભિત બહુમાન છે અને એ ત્રણ તત્ત્વો ૫૨મઉ૫કા૨ક છે એવો હાર્દિક સ્વીકાર છે. જેનાથી સર્વ કાંઈ શુભ મળ્યું છે, મળે છે અને મળવાનું છે તેને યાદ કરવા અને તેમના પ્રત્યે નમ્રભાવ ધા૨ણ ક૨વો તેનું બીજું નામ કૃતજ્ઞતાગુણ છે. કૃતજ્ઞતાગુણ એ એક પ્રકારની ઋણમુક્તિની ભાવના પણ છે. મુક્તિમાર્ગમાં પરોપકાર ગુણ એ ઋણમુક્તિની ભાવનામાંથી ઉત્પન્ન થતો શુભભાવ છે. ઋણમુક્તિ અને કર્મમુક્તિ એક જ સિક્કાની બે બાજુ છે. અવ્યબાધસુખસ્વરૂપ મોક્ષમાં આપવાનું જ છે પણ લેવાનું કાંઈ નથી. સંસારમાં માત્ર લેવાનું છે પણ આપવાનું કાંઈ નથી. લેવાની ક્રિયામાંથી છૂટવાનો ઉપાય જ્યાં કશું જ લેવાનું નથી અને કેવળ આપવાનું છે તેવો મોક્ષ મેળવવો તે છે. તે મોક્ષ મેળવવાનું અનન્ય સાધન એક નમસ્કારભાવ યા કૃતજ્ઞતાગુણ છે. યોગ્યને નમનારનો વિકાસ અને ન નમનારનો વિનાશ એ આ સંસારનો અવિચળ નિયમ છે. દાચિ એ પણ નમસ્કારની જ એક રુચિ છે. નમસ્કાર એ સર્વશ્રેષ્ઠ પુરુષોને અને સર્વશ્રેષ્ઠ સદ્ગુણોને સર્વશ્રેષ્ઠ દાન છે. દાનરુચિ વિના દાનાદિ ગુણો જેમ ગુણ બની શકતા નથી તેમ નમસ્કાર ુચિ વિના પુણ્યનાં કાર્યો પણ પુણ્યાનુબંધી પુણ્યસ્વરૂપ બની શકતાં નથી. નમ્રતાનું મૂળ કૃતજ્ઞતા, કૃતજ્ઞતાનું બીજ પરોપકાર અને પરોપકારનું બીજ જગતસ્વભાવ છે. વિશ્વનું ધારણ-પાલન-પોષણ પરોપકારથી જ થઈ રહ્યું છે. કોઈ પણ ક્ષણ એવી નથી કે જેમાં એક જીવને બીજા જીવ તરફથી ઉપગ્રહ-ઉપકાર ન થતો હોય. એ સંબંધમાં કહ્યું છે કે અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૯૩ Page #336 -------------------------------------------------------------------------- ________________ तरूवर सरवर संतजन, चोथा बरसत मेह; परमारथ के कारणे, चारों धरिया देह ॥१॥ अथवा पिबन्ति नयः स्वयमेव नांभः, स्वयं न खादन्ति फलानि वृक्षाः । नादन्ति सस्यानि खलु वारिवाहाः परोपकाराय सतां विभूतयः ॥२॥ परकार्याय पर्याप्ते, वरं भस्म वरं तृणम् । परोपकृतिमाधातु-मक्षमो न पुनः पुमान् ॥३॥ तथा - सूर्यचन्द्रमसौ व्योम्नः, द्वौ नरौ भूषणं भुवः । उपकारे मतिर्यस्य, यश्च तं न विलुम्पति ॥४॥ નમસ્કારમાં નમ્રતા અહિંસાદિ ધર્મમાત્રનું મૂળ નમ્રતા છે. ધર્મને સાનુબંધ બનાવનાર નમસ્કા૨નો ભાવ છે. ધર્મ પામવાનું પહેલું પગથિયું નમ્ર થવું તે છે. જે નમ્ર બની શકતો નથી તે ધર્મને ઓળખી શકતો નથી. ધર્મને ઓળખવા માટે કર્મના સ્વરૂપને જાણવું જોઈએ અને જે કર્મના સ્વરૂપને જાણે તે અવશ્ય નમ્ર બને છે. નમ્ર બનીને સંયમી થનારો આત્મા આવતાં કર્મોને રોકે છે અને જૂનાં કર્મોને વિખેરવા માટેના સાધનરૂપ તપને ક૨વા માટે સદા ઉલ્લસિત રહે છે. એક નમસ્કારમાં અહિંસા, સંયમ અને તપ એ ત્રણેય પ્રકારનાં ધર્મનાં અંગોને મેળવી આપવાનું સામર્થ્ય છે. ધર્મ કરીને જ જે ગર્વ કરે છે, તે ધર્મ વાસ્તવિક નહિ પણ ધર્મનો આભાસ માત્ર છે. કર્મની ભયાનકતાના જ્ઞાનથી થતી નમ્રતા એ જ વાસ્તવિક નમ્રતા છે. કર્મના સ્વરૂપનું જ્ઞાન થતાંની સાથે જ તે જ્ઞાન જીવને નમ્ર બનાવી દે છે. કર્મસ્વરૂપના જ્ઞાન વિના કર્મ-કચરાને કાઢવાની કે રોકવાની વૃત્તિ થતી નથી. નમ્રતાને પેદા કરનાર તત્ત્વજ્ઞાન જો ન મળે તો તે આત્મા કર્મનો ક્ષય કરનાર તાત્ત્વિક ધર્મને કેવી રીતે પામી શકે ? અહિંસા, સંયમ અને તપરૂપી સત્યધર્મને પામવા માટે કર્મની સત્તા, બંધ, ઉદય અને ઉદીરણાદિને શ્રી સર્વજ્ઞભગવાને કહ્યાં છે. તેને જાણવા વડે પ્રાપ્ત થતી તાત્ત્વિક નમ્રતાથી સાચા અહિંસાદિ ધર્મોની પ્રાપ્તિ અને પાલન થઈ શકે છે. વિનય એ ‘નમો’નો અર્થાત્ નમ્રતાનો પર્યાય છે. અષ્ટકર્મવિનયન-દૂરીકરણ એ વિનયની શક્તિ છે. તેનો અર્થ એ છે. કે અષ્ટકર્મના બંધમાં મુખ્ય કારણભૂત અષ્ટમદ છે, તેનો મૂળમાંથી નાશ ક૨વાની શક્તિ વિનયગુણમાં છે. નમ્ર વૃત્તિમાં છે. મારો આત્મા અનાદિકર્મના સંબંધથી તુચ્છ, ક્ષુદ્ર, પરવશ અને પરાધીન દશામાં છે એવું જ્ઞાન શ્રી જિનવચન વડે થવાથી જાતિ કુલ, રૂપ, બળ, લાભ ઐશ્વર્યાદિ કર્મકૃત ભાવોનું અભિમાન ગળી જાય છે અને જીવમાં સાચી નમ્રતા આવે છે. તેથી ધર્મને સાનુબંધ બનાવનાર નમસ્કારભાવ છે, એ વાક્ય સત્ય ઠરે છે. આઠ મદના કારણભૂત આઠકર્મ, આઠકર્મના કારણભૂત ચાર કષાય અને ચાર સંજ્ઞા તથા પાંચ વિષય વગેરેથી ભયભીત થયેલો જીવ જ વાસ્તવિકધર્મ પામવાને યોગ્ય છે. ધર્મ પામેલા જીવો ઉપ૨ તેને ભક્તિ અને પ્રમોદ જાગે છે તથા ધર્મને નહિ પામેલા જીવો પ્રત્યે કરુણા અને માધ્યસ્થ્ય આવે છે. એ ચાર ભાવ વિનાના ધર્માનુષ્ઠાનમાં કોઈને કોઈ પ્રકારનો મદભાવ છુપાયેલો હોય છે, તેથી તે ધર્મ સાનુબંધ બનતો નથી. ધર્મને સાનુબંધ બનાવવા માટે કર્મના વિચારની સાથે ગુણાધિક પ્રત્યે પ્રમોદ અને દુઃખાધિક પ્રત્યે કરુણા આદિ ભાવોની પણ તેટલી આવશ્યકતા છે. ૨૯૪ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #337 -------------------------------------------------------------------------- ________________ 1 સર્વશ્રેષ્ઠમહામંત્ર જેઓ ત્રણ ભુવનને નમસ્કરણીય બન્યા છે, તેઓ આત્મદૃષ્ટિએ પોતાથી કોઈ નાનું નથી, એ ભાવને સ્પર્શીને જ નમસ્ક૨ણીય બન્યા છે. તે કા૨ણે નમસ્ક૨ણીયનો નમસ્કાર આપણામાં સાચો નમસ્કારભાવ લાવી આપે છે. આત્મદૃષ્ટિએ આપણા કરતાં કોઈ નાનું નથી, એમ જ્યારે સમજાય ત્યારે નમસ્કાર લાગુ પડ્યો ગણાય. એવો ભાવનમસ્કાર પામીને જ જીવો મોક્ષે ગયા છે અને જાય છે. આત્મદૃષ્ટિએ મારાથી કોઈ નાનું નથી, કેમ કે સર્વ આત્માઓ સ્વરૂપથી સરખા છે. દેહદૃષ્ટિએ મારાથી કોઈ મોટું નથી, કેમ કે કર્મકૃતભાવો સૌને સરખા છે કારણકે કર્મકૃત શુભ પણ પરિણામ દૃષ્ટિએ અશુભ અથવા વિનશ્વર છે. કોઈ નાનું નથી એ વિચાર ગર્વને રોકે છે અને કોઈ મોટું નથી એ વિચાર દૈન્યને અટકાવે છે. ધર્મની માતા દયા છે અને પિતા દાન છે. પાપની માતા માયા છે અને પિતા માન છે. દાન વડે માનનો નાશ થાય છે અને દયા વડે માયાનો નાશ થાય છે. દાનમાં સર્વશ્રેષ્ઠ દાન સન્માનનું દાન છે. શ્રી નમસ્કારમંત્રમાં પંચપરમેષ્ઠિઓનું સન્માન થાય છે, તેથી તે મોટામાં મોટું દાન છે; અને શ્રી નમસ્કારમંત્ર વડે સર્વ દુઃખી જીવોનાં દુઃખને દૂ૨ ક૨વાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તેથી તે મોટામાં મોટી દયા (કરુણા) છે. સર્વોત્કૃષ્ટ દયા અને દાન વડે માયા અને માનનો નાશ કરનાર હોવાથી શ્રી નમસ્કારમંત્ર એ જીવનમાં ઉત્તમ પરિવર્તન આણનાર સર્વશ્રેષ્ઠમહામંત્ર છે. ત્રિકરણયોગનો હેતુ શ્રી અરિહંત, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ બધી સિદ્ધ અવસ્થાની પૂર્વભૂમિકાઓ છે. તેથી જ તે પરમેષ્ઠિઓ કહેવાય છે અને તેમાં સમ્યજ્ઞાન દર્શન, ચારિત્ર તથા તપની સર્વોત્કૃષ્ટ સંપત્તિઓ વસે છે. ચમત્કા૨થી નમસ્કાર એ લોભવૃત્તિ છે, જ્યારે નમસ્કારથી ચમત્કાર એ ધર્મવૃત્તિ છે. ધર્મનું મૂળ નમસ્કાર છે અને ધર્મનું ફળ ચિત્તપ્રસાદરૂપી પુરસ્કાર છે. ધર્મનું સ્વરૂપ ભાવ-વિશુદ્ધિ છે. નમસ્કારનો સાક્ષાત્ પુરસ્કાર ચિત્તપ્રસાદ છે. ચિત્તપ્રસાદનું ફળ ‘આત્મીય-ગ્રહ-મોક્ષ' છે. એટલે પૌદ્ગલિકભાવોમાં મારાપણાની બુદ્ધિનો નાશ છે. કોઈપણ ધર્મનો નિયમ ત્રણ ‘કરણ’ અને ત્રણ ‘યોગ’પૂર્વક જ પૂર્ણ બને છે. મનથી કરાવણ અને મનથી અનુમોદન એ વિશ્વહિતચિતન્તના ભાવની અંતર્ગત આવી જાય છે. વિશ્વહિતચિન્તનનો ભાવ એ શ્રી જિનેશ્વરદેવનો ભાવ હોવાથી ભવભ્રમણનું નિયમન કરે છે. અર્ધપુદ્ગલપરાવર્તથી અધિક ભવભ્રમણ ન થાય એવો નિયમ માત્ર જ્ઞાન કે માત્ર ચારિત્રની અપેક્ષા રાખતો નથી, પણ શ્રી જિનવચન, શ્રી જિનવિચાર કે શ્રી જિનવર્તન ઉપર આદરભાવની અપેક્ષા રાખે છે. ત્રણ કરણ અને ત્રણ યોગપૂર્વક થતી ધર્મક્રિયા વિશ્વહિતચિન્તનને આવરી લેતી હોવાથી તે ભવભ્રમણને પરિમિત બનાવે છે. નમસ્કાર પણ ધર્મક્રિયા છે, તેથી ત્રિક૨ણ યોગે કરવાનું વિધાન છે. સાચી માનવતા જેનાથી અધિક ઉપકાર થાય તેને નમવું તે માનવતા છે. માણસને મળેલ મનનું તે શ્રેષ્ઠ ફળ છે. તેથી ઉપકારીઓને નમસ્કાર એ પરમકર્તવ્ય છે. અનુપ્રેક્ષાકિરણ ૨ ૨૯૫ Page #338 -------------------------------------------------------------------------- ________________ ભૌતિક પદાર્થો વડે થતો ઉપકાર એક પાલિક, કેવળ ઈહલૌકિક છે, જ્યારે ઉભય લૌકિક ઉપકાર અભૌતિક-ચિન્મય પદાર્થોથી થાય છે. તેથી અભૌતિક પદાર્થો “પ્રથમ નમસ્કારને પાત્ર છે. શાસ્ત્રો કહે છે કે જે દુઃખ મળ્યું છે, તે આપણી અયોગ્યતા કરતાં ઓછું છે એમ માનતાં શીખો અને જે સુખ મળ્યું છે, તે આપણી યોગ્યતા કરતાં અધિક છે એમ માનતાં શીખો. પુણ્યને પરની સહાયતા વડે માનતાં શીખો. અને પાપને કેવળ સ્વથી માનતાં શીખો. પાપ પ્રત્યે પક્ષપાત અને પુણ્ય પ્રત્યે અણગમો તે જ બધાં દુઃખોનું મૂળ છે અને તેનું કારણ કાર્ય-કારણભાવના નિયમનો અવિચાર અથવા અજ્ઞાન છે. કારણને અનુરૂપ કાર્ય હોય છે. પાપ પરને પીડાદરૂપ છે તેથી તેનું ફળ દુઃખ છે અને પુણ્ય પરની પીડાના પરિહારરૂપ છે તેથી તેનું ફળ સુખ સાચું સુખ મોક્ષમાં છે, પુણ્ય-પાપથી રહિત અવસ્થામાં છે. જેને ઊર્ધ્વગમન કરવું હોય તેણે ઉચ્ચ પદાર્થોને નમતાં શીખવું જોઈએ, તેમાં સાચી માનવતા છે. નખ કરતાં આંગળી, વાળ કરતાં માથું અને વસ્ત્ર કરતાં શરીર જેમ મૂલ્યમાં અધિકાર છે, તેમ શરીર કરતાં આત્માનું મૂલ્ય અધિકતમ છે, એમ માનતાં શીખવું જોઈએ. ધન એ અગિયારમો પ્રાપ્ય છે. તેના કરતાં દશ દ્રવ્યપ્રાણની અધિકતા સ્વીકારવી અને દ્રવ્યપ્રાણ કરતાં ભાવપ્રાણની અધિકતા સ્વીકારવી તેમાં વિવેક છે, વિચાર છે અને સત્યનો સ્વીકાર છે. પરમેષ્ઠિનમસ્કારમાં વિવેક, વિચાર તથા સત્યનો સ્વીકાર હોવાથી માનવતાની સફળતા છે. શ્રી પંચપરમેષ્ઠિમય વિશ્વ શ્રી અરિહંત પંચપરમેષ્ઠિમય છે. શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિ તે શ્રી અરિહંતની સ્તુતિ છે. શ્રી અરિહંતમાં અરિહંતપણું તો છે જ, તે ઉપરાન્ત સિદ્ધપણું પણ છે, અર્થની દેશના આપનારા હોવાથી આચાર્યપણું પણ છે, શ્રી ગણધરભગવંતોને ત્રિપદીરૂપી સૂત્રનું દાન કરનારા હોવાથી ઉપાધ્યાયપણું પણ છે, કંચન-કામિનીના સંગથી અલિપ્ત, નિર્વિષયચિત્તવાળા, નિર્મમ, નિઃસંગ અને અપ્રમત્તભાવવાળા હોવાથી સાધુપણું પણ છે. એ રીતે પાંચેય પરમેષ્ઠિમય હોવાથી શ્રી અરિહંતની સ્તુતિ શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ છે અને શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિ શ્રી અરિહંતની સ્તુતિરૂપ છે. શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને શ્રી પંચપરમેષ્ઠિમાં શ્રી અરિહંત રહેલા છે. બીજી રીતે શ્રી અરિહંત એ વિશ્વના આત્મા છે. સમગ્ર વિશ્વ તેઓશ્રીના આત્મામાં જ્ઞાનરૂપે, કરુણારૂપે મૈત્રીરૂપે, પ્રમોદરૂપે અને માધ્યય્યરૂપે રહેલું છે-પ્રતિષ્ઠિત થયેલું છે. વિશ્વ શ્રી અરિહંતરૂપ છે, કેમ કે શ્રી અરિહંતોની કરુણાનો વિષય છે, શ્રી અરિહંતોના જ્ઞાનનું શેય છે અને શ્રી અરિહંતોના ઉપદેશ અર્થાત્ આજ્ઞાનું આલંબન અથવા ક્ષેત્ર છે. એ રીતે શ્રી અરિહંત સમગ્રવિશ્વમય અને સમગ્રવિશ્વ શ્રી અરિહંતમય છે, અર્થાત શ્રી પંચપરમેષ્ઠિ સમગ્રવિશ્વમય અને સમગ્રવિશ્વ શ્રી પંચપરમેષ્ઠિમય છે. શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન જ્યારે શબ્દ, અર્થ અને જ્ઞાનથી સંકીર્ણ હોય છે ત્યારે તે સવિકલ્પ સમાધિનો હેતુ બને છે. એ રીતે જ્યારે દેશ, કાળ, જાતિ આદિથી યુક્ત હોય છે ત્યારે પણ તે સવિકલ્પ સમાધિ બને છે. જ્યારે સમય છે. N ૨૯૬ Firs જ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #339 -------------------------------------------------------------------------- ________________ દેશ, કાળ, જાતિ આદિથી શૂન્ય કેવળ અર્થમાત્ર નિર્માસ બને, ત્યારે જો તે સ્થૂળવિષયક હોય તો નિર્વિતર્ક અને સૂક્ષ્મવિષયક હોય તો નિર્વિચાર સમાધિરૂપ બને છે, એમ શ્રી પાતંજલ યોગદર્શન કહે છે. સ્થળ એટલે મનુષ્યાદિ પર્યાયરૂપ અને સૂક્ષ્મ એટલે શુદ્ધ આત્મસ્વરૂપ સમજવું. શ્રી જૈનદર્શન મુજબ પર્યાયુક્ત સ્થૂળ-સૂક્ષ્મ દ્રવ્યનું ધ્યાન એ સવિતર્ક-સવિચાર અને પર્યાયવિનિર્મુક્તિ સ્થૂળ-સૂક્ષ્મદ્રવ્યનું ધ્યાનનું તે નિર્વિતર્ક-નિર્વિચાર સમાધિ છે. અથવા અંતરાત્મામાં પરમાત્માના ગુણોનો અભેદ આરોપ (સમાપત્તિ) તે ધ્યાનનું ફળ છે અને તે સંસર્ગારીપ વડે થાય છે. સંસર્ગારોપ એટલે જેના તાત્ત્વિક અનંત ગુણો આવિર્ભાવ પામેલા છે, તેવા સિદ્ધાત્માઓના ગુણો વિષે અતંરાત્માનો એકાગ્ર ઉપયોગ અને તે ચંચળ ચિત્તવાળાને ઈદ્રિયોના નિગ્રહ વિના થતો નથી. ઈદ્રિયોનો નિગ્રહ શ્રી જિનપ્રતિમાદિ અને સૂત્ર-સ્વાધ્યાયાદિના આલંબન વિના થતો નથી. માટે તત્ત્વની પ્રાપ્તિમાં સૂત્ર-સ્વાધ્યાય અને શ્રી જિનપ્રતિમાદિનું આલંબન પણ પ્રકૃષ્ટ ઉપકારક છે. તે માટે શ્રી ઉપમિતિ ભવપ્રપંચા કથામાં કહ્યું છે કે मूलोत्तरगुणाः सर्वे, सर्वा चेयं बहिष्किया । मुनीनां श्रावकाणां च, ध्यानयोगार्थमीरिताः ॥ અર્થ:- સાધુઓ અને શ્રાવકોના મૂલ-ઉત્તરગુણો તથા સઘળી બાહ્ય ક્રિયાઓ ધ્યાનયોગને માટે કહેલ છે.' નવકારમાં ભગવદ્ભક્તિ નવકારમાં કેવળ વીર પૂજા નથી પરંતુ ભગવદ્ભક્તિ પણ ભરેલી છે. સકલ જીવલોકનું કલ્યાણ કરવું એ શ્રી પરમેષ્ઠિભગવંતોને સ્વભાવરૂપ બની ગયું છે. તેઓશ્રીનો તે સ્વભાવ તેઓશ્રીનાં નામ, આકૃતિ દ્રવ્ય અને ભાવ-એ ચારેય નિલેપ વડે આવિર્ભાવ પામે છે. નવકારનાં પહેલાં પાંચ પદમાં રહેલા પાંચેય પરમેષ્ઠિઓ ચારેય નિક્ષેપથી ત્રણેય કાળમાં અને ચૌદેય લોકમાં પોતાના સ્વભાવથી જ સર્વનું કલ્યાણ કરી રહેલા છે. છેલ્લા ચાર પદોમાં તેઓશ્રીને નમસ્કાર કરનારા ચારેય ગતિના સમ્યગ્દષ્ટિ અને માર્ગાનુસારી જીવો, “ધ્યાતા-ધ્યેયસ્વરૂપ બને એ ન્યાયે આગમથી અર્થાત જ્ઞાનોપયોગથી ભાવનિક્ષેપે શ્રી પંચપરમેષ્ઠિરૂપ બનીને સકળપાપના વિધ્વંસક તથા સકળમંગળના ઉત્પાદક બને છે. નો'આગમથી ભાવનિક્ષેપે શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિઓ પોતે છે અને આગમથી ભાવનિક્ષેપે તેઓશ્રીના જ્ઞાતા અને તેઓશ્રીના ધ્યાનમાં ઉપયોગવંત એવા ધ્યાતા પણ છે. નમસ્કારની ચૂલિકા મળીને પાંચ પદ તે મહાશ્રુતસ્કંધરૂપ છે. એનો અર્થ એ થયો કે નમસ્કાર્ય, નમસ્કાર કરનાર અને નમસ્કાર્યના હૃદયમાં જ્ઞાન અને કરુણાના વિષયભૂત સમસ્ત જીવલોક શ્રી નમસ્કાર મહામંત્રરૂપી મહાશ્રુતસ્કંધમાં સમાવિષ્ટ થઈ જાય છે. - ચૌદ રાજલોક અને સચરાચર સૃષ્ટિને આવરી લેતો શ્રી નમસ્કારમંત્ર સર્વવ્યાપક છે. સમગ્ર વિશ્વ સાથે વિવેકપૂર્વકની એકતાનતા અને એકરસતા કેળવવા માટેનું સહેલામાં સહેલું સાધન અર્થભાવનાપૂર્વક થતું શ્રી નમસ્કારમહામંત્રનું સ્મરણ અને રટણ છે. પરમેષ્ઠિઓ પછી તે ત્રણેય કાળના અને સર્વક્ષેત્રના હો પણ તે જાતિથી એક છે. તેથી એકનો પ્રભાવ સર્વમાં છે અને સર્વનો પ્રભાવ એકમાં છે. એક શ્રી અરિહંતના સ્મરણમાં સર્વનું સ્મરણ આવી જાય છે. ત્રણેય ભુવનમાં રહેલ સારભૂત તત્ત્વ આહત્ય અને તેનું સ્મરણ એક શ્રી અરિહંતના સ્મરણથી થાય છે, તેથી શ્રી અરિહંતના સ્મરણનો પ્રભાવ અચિંત્ય છે. S અનુપ્રેક્ષાકિરણ ૨ ti 14 r 3 f iri rit *k T : ૨૯૭ વર્ષ Page #340 -------------------------------------------------------------------------- ________________ વિશ્વને શુભ, શુભતર કે શુભતમ બનાવનાર અથવા અશુભ, અશુભતર કે અશુભતમ થતું અટકાવનાર જો કોઈ હોય તો તે આ શ્રી પંચપરમેષ્ઠિમય તત્ત્વ છે. આ નિશ્ચય જેમ જેમ દૃઢ થતો જાય છે તેમ તેમ શ્રી અરિહંતોનું કે શ્રી પરમેષ્ઠિઓનું સ્મરણ, ભાવસ્મરણ બનીને જીવનું ભાવરક્ષણ કરે છે. જેનું મનન કરવાથી રક્ષણ થાય તે મંત્ર છે. તેથી નમસ્કારના વર્ણો વડે થતું શ્રી ૫૨મેષ્ઠિઓનું સ્મરણ મહામંત્રસ્વરૂપ બની પરમઉપકારક થાય છે. શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ જે શ્રી જિનશાસનનો સાર છે, જેને અંત સમયે પામીને ભવસમુદ્ર તરી જવાય છે અને જીવનમાં અનેક પાપો આચરવા છતાં જેના સ્મરણ માત્રથી જીવો સદ્ગતિને પામે છે, તે શ્રી પંચપરમેષ્ઠિનવકા૨મહામંત્ર અચિંત્ય મહિમાથી ભરેલો છે. દેવપણું મળવું સહેલું છે, વિશાળ રાજ્ય, સુંદર સ્ત્રીઓ, રત્નના ઢગલા કે સુવર્ણના ડુંગરો મળવા સુલભ છે, પણ શ્રી નવકા૨મંત્ર મળવો અને તેના પ્રત્યે અંતરંગ પ્રેમ જાગવો એ સૌથી વધુ દુર્લભ છે. તે કારણથી પ્રત્યેક કાર્યના પ્રારંભમાં તેનું સ્મરણ કરવાનું વિધાન છે. ચૌદપૂર્વને ધરનારા પણ અંત સમયે એ મહામંત્રનું સ્મરણ કરે છે. એના પ્રભાવથી સ્વયંભૂરમણસાગર કરતાં પણ મોટો એવો ભવસાગર સુખપૂર્વક તરી શકાય છે તથા મોક્ષના અવિચળ સુખો શીઘ્રપણે પ્રાપ્ત કરી શકાય છે. એ મહામંત્રનું સ્મરણ હ્દયમાં અખંડપણે કાયમ રહે એવો મનોરથ સમ્યગ્દષ્ટિજીવને સદા માટે હોય છે. તે અંગે કહ્યું છે કે દશમે અધિકારે મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો શિવસુખ ફલ સહકાર; એહ જપતાં જાયે દુર્ગતિ દોષ વિકાર, સુપરે એ સમરો ચૌદ પૂરવનો સાર. જન્માંતર જાતાં જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખો મંત્ર ન કોઈ સાર, ઇહભવ ને પરભવે સુખ સંપત્તિ દાતાર. જુઓ ભીલ-ભીલડી, રાજા-રાણી થાય, નવપદ મહિમાથી રાજસિંહ મહારાય; રાણી રત્નાવતી બેહુ પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે શિવવધૂ સંજોગ. ૩. શ્રીમતીને એ વળી મંત્ર ફળ્યો તત્કાળ, ફણિધર ફીટીને પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમરે જોગી સોવન પુરિસો કીધ, એમ એણે મંત્રે કાજ ઘણાનાં સિદ્ધ. ૨૯૮ ઉપા. શ્રી વિનયવિજયજી મહારાજ (પુણ્યપ્રકાશનું સ્તવન ઢાળ ૧૦) ૧. ૨. ૪. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #341 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષાકિરણ ૩ મહામંત્રની આરાધના આરાધ્ય આરાધક, આરાધના અને આરાધનાનું ફળ આ ચારેય વસ્તુઓનું જ્ઞાન મહામંત્રની આરાધાનામાં આવશ્યક છે. (૧) આરાધ્ય-નવકાર. (૨) આરાધક-સમિતિ-ગુપ્તિયુક્ત જીવ. (૩) આરાધના-મન, વચન અને કાયાની શુદ્ધિ તથા એકાગ્રતાથી થતો જાપ. (૪) આરાધનાનું ફળ-ઈહલૌકિક અર્થ, કામ, આરોગ્ય-અભિરતિ તથા પારલૌકિક સ્વર્ગાપવર્ગનાં સુખ. પવિત્ર ગુણોની સિદ્ધિ કૃપા વિના થતી નથી. નવકારના જાપથી પરમપદે રહેલા પુરુષોનો અનુગ્રહ પ્રાપ્ત થાય છે, તેથી જીવનમાં સંયમાદિ ગુણોની સિદ્ધિ થાય છે. “નમો' એ શરણગમનરૂપ છે. દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના એ શરણગમનરૂપ એક જ ઢાલની બે બાજુઓ છે. દુષ્કૃતગથી પાપનું મૂળ બળે છે. અને સુકૃતાનુમોદનાથી ધર્મનું મૂળ સિંચાય છે. નમો' એ સ્વાપકર્ષનો બોધક છે, તેથી દુષ્કૃતગર્ણ થાય છે. નમો’ એ જેને નમવામાં આવે છે તેના ઉત્કર્ષનો બોધક છે, તેથી સુકૃતાનુમોદના થાય છે. સ્વાપકર્ષના સ્વીકારથી પાપનું પ્રાયશ્ચિત થાય છે અને પરોત્કર્ષના બોધથી વિનયગુણ પુષ્ટ થાય છે કે જે વિનયગુણ ધર્મનું મૂળ છે. આ રીતે એક નમસ્કારમાં જીવની શુદ્ધિ કરવા માટેની ત્રણેય પ્રકારની સામગ્રીઓ રહેલી છે. સાચો નમસ્કાર શરણગમન એ નગદ નાણું છે. દુષ્કતગહ અને સુકૃતાનુમોદના તે શરણગમનરૂપ એક જ સિક્કાની બે બાજુઓ છે. દુષ્કૃતનો જ્યારે ભય લાગે ત્યારે દોષરહિતનું શરણ સ્વીકારવાની મનોવૃત્તિ થાય છે. સુકૃતનો જ્યારે પ્રેમ જાગે ત્યારે સુકૃતના ભંડાર એવા શ્રી અરિહંતાદિનું શરણ ઈષ્ટ લાગે છે. શ્રી અરિહંતાદિનો નમસ્કાર દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદનાનું પરિણામ છે. તેથી તે એક બાજુ સહજભળનો હ્રાસ કરે છે અને બીજી બાજુ જીવના ભવ્યત્વભાવનો વિકાસ કરે છે. સર્વદોષરહિતનું અને સર્વગુણસહિતનું શરણ જ્યારે દોષ દૂર કરવાના ભાવથી અને ગુણ મેળવવાના લક્ષ્યથી થાય છે ત્યારે તે સાચો નમસ્કાર બને છે. પાપનાશક મંગલોત્પાદક : નવકારમંત્રા નવકાર એ પાપનો નાશક અને મંગળનું મૂળ છે એમ નમસ્કારની ચૂલિકામાં ફરમાવ્યું છે. સહજમળ ઘટવાથી પાપનો નાશ થાય છે અને ભવ્યત્વ પરિપક્વ થવાથી મંગળની વૃદ્ધિ થાય છે. સહજમળ ઘટે એટલે ભવ્યત્વ પાકે અને ભવ્યત્વ પાકે એટલે સહજમળ ઘટે એમ પરસ્પર એકબીજાનો સંબંધ છે. અનુપ્રેક્ષાકિરણ ૩ કરી ૨૯૯ Page #342 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારમાં દુષ્કતગઈ અને સુકૃતાનુમોદના રહેલી છે. દુષ્કૃતગહથી સહજમળ ઘટે છે અને સુકૃતાનુમોદનાથી ભવ્યત્વ પાકે છે. સુકૃતની સાચી અનુમોદના દુકૃતની ગર્તામાં રહેલી છે અને દુષ્કતની સાચી ગઈ સુકૃતની અનુમોદનામાં રહેલી છે. ઉભય મળીને શરણરૂપ સિક્કો બને છે. શરણરૂપી સિક્કાનું બીજું નામ નમસ્કારભાવ છે. તેનું સાધન એ પંચમંગળનું ઉચ્ચારણ છે. દુકૃતગઈ અને સુકતાનુમોદના એ એક જ સિક્કાની બે બાજુઓ છે જીવની કર્મના સંબંધમાં આવવાની શક્તિ તે સહજમળ છે અને કર્મના સંબંધમાંથી છૂટવાની શક્તિ તે તથાભવ્યત્વ છે. યોગ્યને ન નમવાથી અને અયોગ્યને નમવાથી સહજમળ વધે છે. તેથી વિપરીતપણે યોગ્યને નમવાથી અને અયોગ્યને ન નમવાથી તથાભવ્યત્વ વિકસે છે. યોગ્યને નમવું અને અયોગ્યને ન નમવું તેનો જ અર્થ સાચો નમસ્કાર છે. સાચો નમસ્કાર એટલે યોગ્યને શરણે જવું અને અયોગ્યને શરણે ન જવું. અયોગ્યને ન નમવું તે અયોગ્યને શરણે ન જવા બરાબર છે. યોગ્યને નમવું તે યોગ્યને શરણે જવા બરાબર છે. અયોગ્યને શરણે ન જવું એનું નામ દુષ્કતગઈ છે અને યોગ્યને શરણે જવું એનું નામ સુકૃતાનુમોદના છે. એ બંને શરણગમનરૂપ સિક્કાની બે બાજુઓ છે. શ્રી અરિહંતાદિનો નમસ્કાર તે શ્રી જિનશાસનરૂપી સામ્રાજ્યનું નગદનાણું છે. તે નાણાંની એક બાજુ દુષ્કતગર્તાની છાપ છે અને બીજી બાજુ સુકૃતાનુમોદનાની છાપ છે. નમસ્કાર, દુષ્કૃતગઈ અને સુકૃતાનુમોદના એ ત્રણેય મળીને ભવ્યત્વપરિપાકનો ઉપાય બને છે. સંસારની વિમુખતા અને મોક્ષની સન્મુખતા. સહજમળ જીવને સંસાર તરફ ખેંચે છે, જ્યારે તથાભવ્યત્વભાવ જીવને મુક્તિ તરફ ખેંચે છે. સહકમળના ફૂાસથી પાપના મૂળનો નાશ થાય છે અને તે દુષ્કતગ વડે સાધ્ય છે. તથાભવ્યત્વના વિકાસથી ધર્મના મૂળનું સિંચન થાય છે અને તે સુકૃતાનુમોદન વડે સાધ્ય છે. શ્રી અરિહંતાદિનો નમસ્કાર, સંસાર અને તેના હેતુઓથી જીવને પરાડુ મુખ બનાવનાર છે તથા મુક્તિ અને તેના હેતુઓની અભિમુખ કરનાર છે. શ્રી અરિહંતાદિનું શરણ જેમાં રહેલું છે એવી નમસ્કારની ક્રિયા સંસારની વિમુખતા કરાવી આપે છે અને મોક્ષની સન્મુખતાને સાધી આપે છે, તેથી તે પુનઃ પુનઃ કર્તવ્ય છે. વિષયોને નમવાથી સહજમળનું બળ વધે છે. પરમેષ્ઠિઓને નમવાથી તથાભવ્યત્વભાવ વિકસિત થાય છે. પરમેષ્ઠિઓ પાંચ છે અને વિષયો પણ પાંચ છે. નમવું એટલે શરણે જવું. પાંચ વિષયોને શરણે જવાથી ચાર કષાયો પુષ્ટ થાય છે. પાંચ પરમેષ્ઠિઓને શરણે જવાથી આત્માના ચાર મૂળગુણ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ પુષ્ટ થાય છે. પુષ્ટ થયેલા ચાર કષાયો ચાર ગતિરૂપ સંસારને વધારે છે. પુષ્ટ થયેલા જ્ઞાનાદિ ચાર ગુણો ચાર ગતિનો છેદ કરે છે. A ૩00 ૩૦૦ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NG Page #343 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનું કારણ ચાર કષાયો છે. જ્ઞાનાદિ ગુણો અને દાનાદિ ધર્મો વડે ચાર પ્રકારના કષાયોનો છેદ થાય છે. સમ્યગ્દર્શનગુણ ક્રોધકષાયનો નિગ્રહ કરે છે, સમ્યજ્ઞાનગુણ માનકષાયનો નિગ્રહ કરે છે, સભ્યશ્ચારિત્રગુણ માયાકષાયનો નિગ્રહ કરે છે અને સમ્યક્તપગુણ લોભકષાયનો નિગ્રહ કરે છે. દાનધર્મ વડે માન તજાય છે અને નમ્રતા આવે છે, શીલધર્મ વડે માયા તજાય છે અને સરળતા આવે છે, તપધર્મ વડે લોભ જિતાય છે અને સંતોષ આવે છે તથા ભાવધર્મ વડે ક્રોધ જિતાય છે અને સહનશીલતા આવે છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર, એ ચાર પ્રકારના ધર્મ વડે અને જ્ઞાનાદિ ચાર ગુણોની પુષ્ટિ વડે ચાર ગતિ અને તેનું મૂળ ચાર કષાયો તેનો અંત કરી પંચમગતિને અપાવે છે. ધર્મપ્રાપ્તિનું દ્વાર સંસાર અસાર છે. તેમાં દુ:ખને તો અસાર સૌ કોઈ માને છે, કિન્તુ જ્ઞાની પુરુષો સંસારના સુખને પણ અસાર ગણે છે, કારણ કે સુખને માટે પાપ થાય છે અને પાપના પરિણામે દુઃખ મળે છે. તેથી દુઃખ નહિ પણ પાપ અસાર છે, તથા સુખ એ સા૨ નહિ પણ તેનું કા૨ણ સુકૃત એ સાર છે આવી બુદ્ધિવાળાને જ શ્રી અરિહંતાદિ ચારનું શરણ પ્રિય લાગે છે. ભગવાનનું શરણ સ્વીકા૨વા માટે મુખ્ય બે જ શરતો છે. એક તો પાપને-દુષ્કૃતને અસાર માનવું અને બીજું ધર્મને-સુકૃતને સાર માનવો. એમ માનનાર જ સર્વથા પાપરહિત અને ધર્મસહિત એવા શ્રી અરિહંતાદિ ચારનું માહાત્મ્ય સમજી શકે અને તેઓના નમસ્કા૨ને ભાવથી આદરી શકે. જેમ સુવર્ણના અલંકા૨ોમાં સુવર્ણ એ મુખ્ય કારણ છે, તેમ અર્થ, કામ અને મોક્ષપ્રાપ્તિમાં ધર્મ એ મુખ્ય કારણ છે. અર્થ, કામ અને મોક્ષ એ ધર્મરૂપી સુવર્ણના જ ભિન્ન ભિન્ન ઘાટ છે. તે ધર્મ પ્રત્યેની પ્રીતિ નમસ્કારભાવથી જાગે છે, તેથી ૫૨મેષ્ઠિનમસ્કાર ધર્મપ્રાપ્તિનું દ્વાર છે. પાપનો પશ્ચાત્તાપ અને પુણ્યનો પ્રમોદ પાપકાર્ય કરીને જેને ખરેખર પસ્તાવો થાય તેનું પાપ વધતું અટકી જાય છે. ધર્મકાર્ય કરીને જેને હર્ષ ન થાય તેનું પુણ્ય વધતું અટકી જાય છે. પાપનો પશ્ચાત્તાપ પાપથી પાછા ફરવાનું સાધન છે. પુણ્યનો પ્રમોદ એ પુણ્યમાં આગળ વધવાનો ઉપાય છે. શ્રી નમસ્કારમંત્રમાં પાપનો પશ્ચાત્તાપ છે અને પુણ્યનો પ્રમોદ છે. પાપનો પશ્ચાત્તાપ એ દુષ્કૃતગહનું જ બીજું નામ છે. પુણ્યનો પ્રમોદ એ સુકૃતાનુમોદનાનો પર્યાય શબ્દ છે. શ્રી નમસ્કારમંત્રની આરાધના પાપથી પાછા ફરવાની અને પુણ્યમાં આગળ વધવાની પ્રેરણા આપે છે. તેથી પાપ નિરનુબંધ બને છે બંને પુણ્ય સાનુબંધ થાય છે. પુણ્યાનુબંધી પુણ્યનો અર્થી અને પાપાનુબંધથી ભીરુ એવા પ્રત્યેક મુમુક્ષુ આત્મા માટે નિત્ય એકસો ને આઠવાર શ્રી નમસ્કારમંત્રનું સ્મરણ એ આજ સુધી નહિ પ્રાપ્ત થયેલી એવી આધ્યાત્મિક નવી દુનિયામાં પ્રવેશ કરવાનું પ્રબળ સાધન બને છે. માર્ગે ચાલવું તેટલું કઠિન નથી, જેટલું કઠિન માર્ગે ચઢવું તે છે. અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૦૧ Page #344 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કાર મહામંત્ર જીવને અધ્યાત્મ માર્ગે ચઢાવે છે. શુદ્ધ અધ્યાત્મના માર્ગે ચઢ્યા પછી જીવ શક્તિ મુજબ તે માર્ગે ચાલવા પ્રયાસ કરે છે અને તેથી મોડો-વહેલો પણ પોતાના ઈષ્ટ સ્થાને પહોંચે છે. શુદ્ધ અધ્યાત્મ તે પાપરહિત થવાનો માર્ગ છે. પુણ્યની પણ પેલે પાર તેનાથી જ જવાય છે. શ્રી નમસ્કારમંત્ર દુષ્કૃતગર્તારૂપ હોવાથી જીવને પાપરહિત બનાવે છે. શ્રી નમસ્કારમંત્ર સુકૃતાનુમોદનારૂપ હોવાથી જીવને પુણ્યાનુબંધી પુણ્યવાળો બનાવે છે. શ્રી નમસ્કારમંત્ર શ્રી અરિહંતાદિ ચારના શરણરૂપ હોવાથી આત્માના શુદ્ધ સ્વરૂપને પમાડનાર થાય છે. શ્રી અરિહંતાદિ ચાર, આત્માનું શુદ્ધસ્વરૂપ પામેલા હોવાથી તેઓનું અવલંબન શુદ્ધસ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન કરાવે છે તથા તે જ્ઞાન અને શ્રદ્ધાન મુજબ આત્માના શુદ્ધસ્વરૂપનું ધ્યાન કરાવનાર થાય છે. શુદ્ધસ્વરૂપનું ધ્યાન અંતે મુક્તિ અપાવે છે. શ્રી નમસ્કારમંત્રની સિદ્ધિ કેટલાક શારીરિક દુઃખને જ દુઃખ માને છે. કેટલાક તેથી આગળ વધીને માનસિક દુઃખોને દુઃખ માને છે. તેથી આગળ વધીને કેટલાક શારીરિક-માનસિક દુઃખોનાં મૂળ જે વાસના, મમતા યા તૃષ્ણા તેને જ દુઃખ માનીને તેના નિવારણ માટે પ્રયત્ન કરે છે. મમતા સંકુચિત મટીને જ્યારે વ્યાપક બને છે ત્યારે આપોઆપ સમતા આવે છે. બંનેનાં મૂળમાં નેહતત્ત્વ જ્યારે સ્નેહ સંકીર્ણ-સંકીર્ણતર હોય ત્યારે મમતા કહેવાય છે. તે જ્યારે વ્યાપક અને પરિપૂર્ણ બને ત્યારે સમતા કહેવાય છે. સંકીર્ણ સ્નેહ એ જ મમતા છે, તેમાંથી વાસના યા તૃષ્ણા પેદા થાય છે તથા તે વાસના જ આત્તર અને બાહ્ય સર્વ પ્રકારનાં દુઃખોનું મૂળ છે. માણસ ઘરનો, દુકાનનો યા વસ્ત્રનો કચરો યા મેલ દૂર કરવા તત્પર રહે છે અને અનાજમાં કે ભોજનમાં રહેલો કચરો પણ અપ્રમત્તભાવે દૂર કરે છે. માત્ર મનમાં કે આત્મામાં રહેલો મમતારૂપી મેલ કે તૃષ્ણા અને વાસનારૂપી કચરો કાઢવા માટે તત્પરતા દાખવતો નથી. તે તત્પરતા શાસ્ત્રાભ્યાસ તથા તત્ત્વચિંતનથી આવે છે. શાસ્ત્રભ્યાસ તથા તત્ત્વચિંતનનું બીજ શ્રી નમસ્કારમંત્ર છે. શ્રી નમસ્કારમંત્રનાં સ્મરણ અને સતત ચિંતનથી શાસ્ત્રાભ્યાસ પ્રત્યે આદર જાગે છે. શાસ્ત્રાભ્યાસ પ્રત્યે આદર જાગવાથી શાસ્ત્રકાર પ્રત્યે આદર જાગે છે-બહુમાન ઉત્પન્ન થાય છે. શાસ્ત્રકાર પ્રત્યે બહુમાન ઉત્પન્ન થવાથી તત્ત્વચિંતન ઊંડું થાય છે. તત્ત્વચિંતન ઊંડું થવાથી વાસના, તૃષ્ણા અને મમતાનું મૂળ સ્નેહની સંકીર્ણતા છે એમ સમજાય છે. સ્નેહની સંકીર્ણતા એ મમતાદિ બધા દોષોનું મૂળ છે. એવી સમજણ જ્યારે જીવને થાય છે ત્યારે તે તેને કાઢવા માટેનો ઉપાય શોધે છે. એ ઉપાય શોધતાં તેને શ્રી નમસ્કારમંત્ર ઉપર સર્વાધિક આદર ઉત્પન્ન થાય છે. શ્રી નમસ્કારમંત્ર ઉપરના અધિક આદરથી સમસ્ત જીવરાશિ ઉપર સ્નેહનું પરિણામ વ્યાપી જાય છે. સંકીર્ણ સ્નેહ જે મમતા યા વાસનાનું કારણ બનતો હતો, તે જ જ્યારે વ્યાપક અને પૂર્ણ બને છે ત્યારે સમતાનો હેતુ બની જાય છે. સમતાની સિદ્ધિનો ઉપાય સ્નેહની વ્યાપકતા છે અને સ્નેહની વ્યાપકતાનો ઉપાય નિષ્કામ સ્નેહપૂર્ણ શ્રી પંચપરમેષ્ઠિનો નમસ્કાર છે એમ જ્યારે સમજાય છે ત્યારે નમસ્કારમંત્રની સિદ્ધિ થઈ ગણાય છે. N ૩૦૨ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #345 -------------------------------------------------------------------------- ________________ સાધ્ય, સાધન અને સાધના મનુષ્ય માત્રામાં થોડેઘણે અંશે વાસના અને ઈચ્છારૂપ નબળાઈ રહેલી છે અને સાથેસાથે એ નબળાઈ ઉપર વિજય મેળવવાનું સામર્થ્ય પણ રહેલું છે. ઉચ્ચગુણોનાં બીજ મનુષ્ય માત્રામાં પડેલાં હોય છે. જ્યારે એ સર્વોત્કૃષ્ટ ગુણીના શરણે જાય છે ત્યારે તે બીજોમાંથી અંકુરા પ્રગટે છે. જ્યાં સુધી સર્વોત્કૃષ્ટનું શરણ તે સ્વીકારતો નથી ત્યાં સુધી અંદર પડેલાં બીજો અંકુરારૂપ, વૃક્ષરૂપ કે ફળરૂપ બની શકતાં નથી. સિદ્ધ થવું અર્થાત્ પૂર્ણ થવું એ અંતિમ ધ્યેય છે. એ ધ્યેયને અને આદર્શને સિદ્ધ કરવા માટે હૃયમાં શ્રી પંચપરમેષ્ઠિનું ધ્યાન આવશ્યક છે. શ્રી નમસ્કારમંત્રના સ્મરણ વડે એ ધ્યાનને કાયમી બનાવી શકાય છે. બીમારીના ભયથી જેમ મિષ્ટાન્નાદિનો લોકો ત્યાગ કરે છે, તેમ જ્યારે દુર્ગતિનો ભય લાગે છે ત્યારે પાપવ્યાપારો પણ અટકી જાય છે. બીમારીમાં ભોજન કરવાથી બીમારી આવે જ એવો નિયમ નહિ, પણ પાપ ચાલુ રાખવાથી દુર્ગતિ તો થાય જ એ નક્કી. અહંભાવપૂર્વકની સ્વાર્થસાધના જીવને નીચે લઈ જાય છે. નમસ્કારભાવપૂર્વકની પરમાર્થની સાધના જીવને ઊંચે લઈ જાય છે. નમસ્કારભાવ વડે અહંભાવને અળગો કરી શકાય છે. નમસ્કારભાવમાં સાધ્ય, સાધન અને સાધના એ ત્રણેયની શુદ્ધિ રહેલી છે. નમ મહંતાન' માં “નમો’ એ સાધન છે, “ગરિરં એ સાધ્ય છે અને “તા તન્મયતા એ સાધના છે. પ્રથમ સાધ્યને તાકવું તે “નમો’ પદથી થાય છે અને સાધ્યને પામવું તે “તાળ' પદથી થાય છે. નનો પદ વડે સાધ્યનો સમ્યગુયોગ થાય છે, “નિરં પદ એ સાધ્યનું સમ્યક સાધન થાય છે અને “તા પદ વડે સાધ્યની સમ્યફસિદ્ધિ થાય છે. આત્મજ્ઞાન અને નિર્ભયતા શ્રી અરિહંતાદિ પાચંને છોડીને બધા પ્રાણીઓ સભય છે. એ પાંચ પદ સદા નિર્ભય છે, તેમાં કારણ તેઓની “સકલસહિતાશયતા છે. સભયને નિર્ભય બનવા માટે સર્વત્ર હિતચિન્તનરૂપ મૈત્રીભાવનું અને એ ભાવથી ભરેલા શ્રી પંચપરમેષ્ઠિનું અવલંબન છે. એ અવલંબન લેવાથી સભયતા જાય છે અને નિર્ભયતા પ્રગટે છે. શ્રી પરમેષ્ઠિઓનું આલંબન આત્મજ્ઞાનનું કારણ બને છે. આત્મજ્ઞાન એટલે “હું આત્મા છું' એવું જ્ઞાન. હું દેહાદિથી ભિન્ન આત્મસ્વરૂપ છું.' એવું ભાન. જરા-મરણાદિનો ભય દેહને છે પણ આત્માને નથી. આત્મા અજર-અમર-અવિનાશી છે એવું સ્વસંવેદ્ય જ્ઞાન પરમેષ્ઠિઓની ભક્તિના પ્રભાવે પ્રકટે છે. આત્મજ્ઞાન પામેલાની ભક્તિ આત્મજ્ઞાન પ્રગટાવે છે. પાંચેય પરમેષ્ઠિઓ આત્મજ્ઞાની છે, તેથી તેઓનું આલંબન આત્મસ્વરૂપનું જ્ઞાન પામવામાં પુષ્ટ આલંબન બને છે. અનુપ્રેક્ષાકિરણ ૩ છે ૩૦૩ પN ૩૦૩ Page #346 -------------------------------------------------------------------------- ________________ જે વસ્તુ પામવી હોય છે જેનામાં હોય તેનું આલંબન પુરાલંબન ગણાય છે. પરમેષ્ઠિઓનું આલંબન આત્મજ્ઞાન અને નિર્ભયતા ઉભય માટે પુષ્ટાલંબન છે. મોહષિ ઉતારવાનો મહામંત્રી સર્પનું ઝેર ચઢવાથી જેમ કડવો લીમડો પણ મીઠો લાગે છે, તેમ મોહરૂપી સર્પનું ઝેર ચઢવાથી કડવા વિપાકોને આપનારા વિષયકષાયના કડવા રસ પણ મીઠા લાગે છે. સર્પનું ઝેર ઊતર્યા બાદ કડવો લીંબડો કડવો લાગે છે, તેમ મોહરૂપી સર્પનું ઝેર ઊતર્યા બાદ વિષય-કષાય પણ કડવા લાગે છે. સર્વનું ઝેર ઉતારવાનો જેમ મંત્ર હોય છે, તેમ મોહરૂપી સર્પના વિષને ઉતારવા માટે પણ મંત્ર છે અને તે દેવગુરુનું ધ્યાન છે. દેવગુરુનું ધ્યાન કરવાનો મંત્ર શ્રી નવકારમંત્ર છે, તેથી તે મોહવિષ ઉતારવાનો મહામંત્ર ગણાય છે. કર્મબંધનાં કારણો અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ છે. તેનો અનુબંધ પાડનાર મિથ્યાત્વ છે. શ્રી નવકારમંત્ર આરાધતાં, દેવ-ગુરુના ધ્યાન વડે કર્મનાં અનુબંધ તૂટે છે અને મિથ્યાત્વમોહ વિલીન થાય છે. ચારેયગતિનાં ભિન્નભિન્ન કર્યો છે. સુખ ભોગવવા માટે સ્વર્ગ, દુઃખ ભોગવવા માટે નરક, અવિવેકપણે વર્તવા માટે તિર્યંચ અને વિવેક સહિત ધર્મ કરવા માટે મનુષ્યભવ છે. શ્રી ચિનોક્તધર્મમાં ત્રણ શક્તિ છે તે આવતાં કર્મોને રોકે છે, પ્રાચીન કર્મોને ખપાવે છે અને પરિણામે હિતકારી શુભાશ્રવો કરાવે છે. - મિથ્યાત્વમોહની હાજરીમાં બીજાં કર્મોનો ક્ષયોપશમ અધિક પાપકર્મ કરાવે છે. મંદમિથ્યાત્વ અને સમ્યકત્વની હાજરીમાં બધાં જ ક્ષયોપશમાં લાભદાયક બને છે. સંસાર એટલે કર્મકૃત અવસ્થા. એને ટાળવાનો ઉપાય તે ધર્મ. તે ધર્મનું સાધન માત્ર મનુષ્યભવમાં સમ્યક્ત્વની કે મંદમિથ્યાત્વની હાજરીમાં થઈ શકે છે. મિથ્યાત્વને મંદ કરવા માટેનો અને સમ્યકત્વની પ્રાપ્તિ માટેનો અમોઘ ઉપાય દેવગુરુની ભક્તિ છે. તે ભક્તિ કરવાનું પ્રથમ અને સરળ સાધન શ્રી નવમસ્કારમંત્રનું સ્મરણ અને જાપ છે. માનવજન્મમાં ધર્મની આરાધના કરવાની જે ઉત્તમ તક મળી છે તેનો લાભ લેવાની જેને તીવ્ર ઉત્કંઠા છે, તેને માટે શ્રી નમસ્કારમંત્ર એક જડીબુટ્ટી સમાન છે. દ્રવ્યભાવસંકોચ કાયા અને મનની શુદ્ધિ વંદન, નમસ્કાર, અભિવાદન, કરયોજન, અંગનમન, શિરોવંદન વગેરે નમસ્કારરૂપ છે. તે દ્રવ્યભાવ ઉભયસંકોચરૂપ છે. અભિવાદન તે ભાવસંકોચ છે. તેનો અર્થ પ્રત્યક્ષ અને પરોક્ષ એવા ગુણીના ગુણોની પ્રશંસા તથા તે ગુણોને વિષે વિશુદ્ધ એવા મનની વૃત્તિ, અર્થાત્ મનની વિશુદ્ધ વૃત્તિ. એ રીતે કાયાની અને વચનની વિશુદ્ધ પ્રવૃત્તિ અને મનની વિશુદ્ધ વૃત્તિ-એ બંને મળીને વંદન પદાર્થ બને છે. અર્થાત્ મન-વચન-કાયાની વિશુદ્ધ પ્રવૃત્તિનું જ બીજું નામ વંદન છે અને તેને જ દ્રવ્યભાવસંકોચ પણ કહે મંત્ર ઉચ્ચારણમાં શબ્દવડે દ્રવ્યસંકોચ થાય છે અને શબ્દવાઓ અર્થના ચિતન વડે ભાવસંકોચ થાય છે. ૩૦૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #347 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસંકોચ એટલે દેહ અને તેના અવયવોની શુદ્ધિ અને ભાવસંકોચ એટલે મન અને તેની વૃત્તિઓની નિર્મળતા. મહામંત્રના વાચ્ય શ્રી પરમેષ્ઠિભગવંતોનું સ્મરણ એ દેવગુરુનું સ્મરણ કરાવે છે અને દેવગુરુનું સ્મરણ એ આત્માના શુદ્ધ સ્વરૂપનું સ્મરણ કરાવે છે. એ રીતે તે શુદ્ધસ્વરૂપનું સ્મરણ અને અશુદ્ધ સ્વરૂપનું વિસ્મરણ કરાવી દેવ-ગુરુના શુદ્ધસ્વરૂપની સાથે આત્માની એકતાનું જ્ઞાન કરાવે છે. બીજી રીતે મંત્રના પવિત્ર અક્ષરો પ્રાણની શુદ્ધિ કરે છે. શુદ્ધ પ્રાણ મનને અને મન દ્વારા આત્માને શુદ્ધ કરે મંત્રના શબ્દોમાં જેમ પ્રાણ અને મન દ્વારા આત્માને શુદ્ધ કરવાની શક્તિ છે, તેમ પોતાના વાચ્યાર્થ દ્વારા આત્માને નિર્મળ કરવાની સૂક્ષ્મશક્તિ પણ રહેલી છે. મંત્રના વર્ગો શબ્દોની રચના કરે છે અને શબ્દો તેના વાચ્ય અર્થની સાથે સંબંધ કરાવી માનસિક શુદ્ધિ કરે છે. વાચકના પ્રણિધાન વડે થતી શુદ્ધિ એ સ્થળ અને દ્રવ્યશુદ્ધિ છે. વાચ્યના પ્રણિધાન વડે થતી શુદ્ધિ એ સૂક્ષ્મ અને ભાવશુદ્ધિ છે. મંત્રનાં પદો અને તેના વાચ્ય અર્થોનું સતત રટણ અને સ્મરણ કરતા રહેવાથી બાહ્ય-આંતર શુદ્ધિની સાથે નિત્ય નવો જ્ઞાનપ્રકાશ મળે છે, અર્થાત્ મોહનીયકર્મના હૃાસ સાથે જ્ઞાનાવરણીયાદિ કર્મોનો પણ હ્રાસ થાય છે. અંતે કૈવલ્યની પ્રાપ્તિ પણ સુલભ બને છે. કહ્યું છે કે મોક્ષાનું જ્ઞાનવર્શનાવરાત્તાપક્ષી વૈવલ્યમ્ શ્રી તત્ત્વાર્થ સૂત્ર, અ. ૧૦-૧ માર્ગદર્શક અને માર્ગરૂપ પ્રભુ માર્ગદર્શક છે અને માર્ગરૂપ પણ છે. જેમ ભૂતકાળમાં માર્ગ બતાવીને તે ઉપકાર કરી ગયા છે, તેમ વર્તમાનકાળમાં દર્શનપૂજનાદિ વડે અને તજન્ય શુભભાવાદિ વડે માર્ગરૂપ બનીને તેઓ ઉપકાર કરી રહ્યા છે. પ્રભુના દર્શનાદિથી રત્નત્રયીરૂપ મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. તેમાં પ્રભુ નિમિત્તકર્તા છે અને શુભભાવ પામનારો જીવ ઉપાદાન કર્તા છે. નામાદિ વડે લેવાતા પ્રભુના આલંબનથી મોહનીય આદિ કર્મનો ક્ષય-ક્ષયોપશમ થાય છે અને જીવને શુભ ભાવરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. તે જ માર્ગ છે અને તેને આપનારા તે પ્રભુ છે. શુભ ભાવ એ જ માર્ગ અથવા તીર્થ. તેને જે કરે તે તીર્થંકર. વ્યવહારથી તીર્થનાકર્તા શ્રી તીર્થંકર પરમાત્મા કહેવાય છે, તે તીર્થ બે પ્રકારનું છે. દ્વાદશાંગી, તેને રચનારા પ્રથમ ગણધર અને ચતુર્વિધ શ્રીસંઘ-એ બાહ્યતીર્થ છે અને શુભભાવ એ આત્યંતરતીર્થ છે. તેના પણ પ્રયોજકકર્તા, નિમિત્તકર્તા અને પ્રેરકકર્તા પરમાત્મા છે. તેથી તેઓની ભક્તિ નિરંતર કરવા યોગ્ય છે. નવકારના પ્રથમપદથી તે ભક્તિ થઈ શકે છે. આત્માને નિશ્ચિયથી તે જ જાણી શકે કે જે શ્રી અરિહંતભગવંતને તેઓના શુદ્ધ આત્મદ્રવ્યથી, શુદ્ધ કેવલજ્ઞાનગુણથી અને શુદ્ધ સ્વભાવપરિણમનરૂપી પર્યાયથી જાણે છે. કહ્યું છે કે જેહ ધ્યાન અરિહંતકો, સોહી આતમ ધ્યાન, ફેર કછું ઈણમેં નહિ, એહી જ પરમ નિધાન. એમ વિચાર હિયડે ઘરી, સમકિતદષ્ટિ જેહ, સાવધાન નિજ રૂપમેં, મગ્ન રહે નિત્ય તેહ. - મરણસમાધિવિચાર, ગાથા ૨૨૫-૨૨ અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૦૫ TET A ૩૦૫ Page #348 -------------------------------------------------------------------------- ________________ ‘ હતા પરમાત્મા પર્વ નીવાત્મા ' - દ્વત્રિશદ્ - દ્વાત્રિશિકા ટીકા દલથી પરમાત્મા પોતે જ જીવાત્મા છે. શુદ્ધ દ્રવ્ય, ગુણ અને પર્યાયથી શ્રી અરિહંતનું તથા પ્રકારે જ્ઞાન થવાથી તથા પ્રકારે ધ્યાન થાય છે. તે ધ્યાન સમાપત્તિ જનક બનીને મોહનો નાશ કરે છે. સમાપત્તિ એટલે ધ્યાનજનિત સ્પર્શના અર્થાત્ ધ્યાનકાળે ધ્યાતાને થતી ધ્યેયની સ્પર્શના. તે બે પ્રકારે થાય છે સંસર્ગારોપથી અને અભેદારોપથી. શુદ્ધાત્માના ધ્યાનથી અંતરાત્માને વિષે પરમાત્માના ગુણોનો સંસર્ગારોપ થાય છે તે પ્રથમ સમાપત્તિ છે અને પછી અંતરાત્માને વિષે પરમાત્માનો અભેદ આરોપ થાય છે. તે બીજી સમાપત્તિ છે. તેનું ફળ અતિ વિશુદ્ધ સમાધિ છે. શ્રી નમસ્કારમંત્ર ઉભય પ્રકારની સમાપત્તિનું કારણ બનીને સાધકને વિશુદ્ધ સમાધિ આપનાર થાય છે, તેથી તે પુનઃ પુનઃ સ્મર્તવ્ય છે, બાતવ્ય છે અને તેનું ધ્યાન પુનઃ પુનઃ કર્તવ્ય છે. મંત્ર વડે મનનું રક્ષણ મંત્ર શબ્દ મનની સાથે ગાઢ સંબંધ ધરાવે છે. મન અને પ્રાણ વચ્ચે અવિનાભાવ સંબંધ છે. મનનું સ્પંદન એ પ્રાણ છે અને પ્રાણનું સ્પંદન એ મન છે. “વત્ર મનતંત્ર મકતું, યત્ર મરૂત્ર મનઃ ” મનુષ્યની વાણી અને વર્તન પણ મનની સ્થિતિનું જ પ્રતિબિંબ છે. તેથી શાસ્ત્રોમાં બંધ અને મોક્ષનું કારણ પણ મનને જ કહેલ છે. શરીરથી જે કાર્યો થતાં દેખાય છે, એની પાછળનું પ્રેરણાબળ મનુષ્યના મનમાં જ હોય છે. મનની સુધારણા ઉપર જ માનવીની સુધારણાનો આધાર છે. બાહ્ય જગતનાં કાર્યો ઈન્દ્રિયો દ્વારા થતાં દેખાય છે, પણ ખરી રીતે તો બધી ક્રિયાઓ મગજમાં આવેલા મનનાં વિવિધ કેન્દ્રો દ્વારા જ થતી હોય છે. ઈન્દ્રિયો તો તેનાં બાહ્ય કરણો છે. અહંકાર, બુદ્ધિ, ચિત્ત, મન વગેરે આંતર કરણો છે. એ આંતર કરણો દ્વારા જ પ્રત્યક્ષ, અનુમાન આગમ આદિ પ્રમાણોનો બોધ થાય છે. નિદ્રા, સ્વપ્ન, સ્મૃતિ અને મિથ્યાજ્ઞાન પણ અંતઃકરણ દ્વારા જ થાય છે. જાગૃત, સ્વપ્ન અને નિદ્રા ઉપરાંત એક ચોથી અવસ્થા પણ છે કે જેને તુરીય અવસ્થા કહેવાય છે. તે અવસ્થામાં જ જીવને આત્મપ્રત્યક્ષ-આત્મસાક્ષાત્કાર થાય છે. મનને એ અવસ્થા માટે તૈયાર કરવાનું અમૂલ્ય સાધન એકમાત્ર મંત્ર છે. મંત્ર દ્વારા મન એકાગ્ર બને છે, શુદ્ધ બને છે અને અંતર્મુખ બને છે. એકાગ્ર, શુદ્ધ અંતર્મુખ બનેલ મનમાં વિવેક-વૈરાગ્ય જગે છે. ત્યારબાદ શમ, દમ, તિતિક્ષા ઉપરતિ, શ્રદ્ધા અને સમાધાન પ્રાપ્ત થાય છે અને તેથી અધ્યાત્મમાર્ગની યાત્રા આગળ વધે છે. મંત્રનું પ્રધાનકાર્ય માનવીની રક્ષા કરવાનું છે. આધિ, વ્યાધિ અને ઉપાધિ એ ત્રણેયની સામે મંત્ર રક્ષણ કરે છે. મંત્રસાધના, માનવીના મનને નિરર્થક ચિન્તાઓથી છોડાવે છે, માનવીના શરીરને ચિત્તા અને વિષાદથી ઉત્પન્ન થતા અનેક શારીરિક રોગોથી બચાવે છે અને પ્રારબ્ધના યોગે આવી પડનારાં બાહ્ય સંકટો અને અનિવાર્ય પ્રત્યવાયો-વિનો વખતે મનને શાંત રાખી તેનાથી દૂર થવાના માર્ગો શોધી કાઢવામાં સહાયકારક થાય છે. ૩૦૦ (કૈલોક્યદીપક મહામંત્રાધિરાજ www.jainelibrary org Page #349 -------------------------------------------------------------------------- ________________ મંત્રસાધનાના પરિમામે આત્મસાક્ષાત્કાર થતાં, તેના સંપર્કમાં આવનારા આત્માઓને પણ સત્યમાર્ગદર્શન કરાવી અનેક આપત્તિઓમાંથી તેમનો ઉદ્ધાર કરી શકે છે. મંત્રાસાધના એ રીતે માનવીના સર્વલક્ષી આધ્યાત્મિક વિકાસમાં ખૂબ જ સહાયભૂત થનારી હોવાથી અત્યંત આદરપૂર્વક કરવા યોગ્ય છે. શ્રી નવકારમંત્ર એ સર્વમંત્રોમાં શિરોમણિભૂત હોવાથી તેની સાધનામાં અહર્નિશ રત રહેનારા મનુષ્યોને તે વિવેક, વૈરાગ્ય અને અંતર્મુખતા અપાવનાર તથા આધિ, વ્યાધિ અને ઉપાધિથી ઉગારનાર થાય છે. એટલું જ નહિ પણ મનની પર-અવસ્થા જે તુરીયાવસ્થા કહેવાય છે, તેને મેળવી આપનાર થાય છે. તુરીયાવસ્થાને અમનસ્કતા, ઉન્મનીભાવ અને નિર્વિકલ્પ ચિન્માત્રઅવસ્થા પણ કહે છે. તે અવસ્થામાં અતિદુર્લભ એવું આત્મજ્ઞાન થાય છે કે જે સકળ કલેશ અને કર્મથી જીવને હંમેશ માટે છુટકારો અપાવે છે. મનને જિતાડનાર 'નમો' મંત્ર મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા ‘નમો’ મંત્ર વડે સધાય છે. ‘નમો’ મંત્રનો ‘ન’ અક્ષર સૂર્યવાચક છે અને ‘મ’ અક્ષર ચંદ્રવાચક છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રસૂરિ મ. કૃત એકાક્ષરી કોષ મંત્રશાસ્ત્રમાં સૂર્ય એટલે આત્મા અને ચંદ્ર એટલે મન ગણાય છે. એ દૃષ્ટિએ ‘નમો’ પદમાં પ્રથમસ્થાન આત્માને મળે છે. ‘મન’ પદમાં પ્રથમ સ્થાન મનને મળે છે. ‘નમો' મંત્ર વડે મનને પ્રથમસ્થાન જે સંસા૨પરિભ્રમણમાં પરિણમતું હતું, તે મટીને આત્માને પ્રથમસ્થાન મળવાથી સંસા૨પરિભ્રમણનો અંત આવે છે. મનનો માલિક આત્મા છે, પણ આત્માનો માલિક મન નથી એવું જ્ઞાન અને એવો બોધ ‘નમો’ પદના વારંવાર સ્વાધ્યાયથી થાય છે. ‘નમો’ પદપૂર્વક જેટલા મંત્રો છે, તે બધા આત્માને મનની ગુલામીમાંથી છોડાવનાર થાય છે. તે મન એ કર્મનું સર્જન છે. એટલે કર્મનાં બંધનમાંથી જેને છૂટવું છે, તેને સૌ પ્રથમ મનની આધીનતામાંથી છૂટવું પડશે. ‘નમો’ મંત્ર મન ઉપર પ્રભુત્વ અપાવનારો અને પ્રકૃતિ ઉપર વિજય અપાવનારો મંત્ર છે. ‘નમો’ મંત્ર આત્માભિમુખ બનાવે છે. બહિર્મુખ મનને આત્માભિમુખ બનાવવા માટેનું સામર્થ્ય ‘નમો’ મંત્રમાં છે. ‘નમો’ પદનો અર્થ આત્માને મુખ્યસ્થાન આપવું અને મન તથા ઉપલક્ષણથી વચન, કાયા, કુટુંબ, ધન આદિને ગૌણત્વ આપવું તે છે. ‘નમો’ પદનો વિશેષ અર્થ આત્મામાં જ ચિત્ત, આત્મામાં જ મન, આત્મા તરફ જ લેશ્યા, આત્માનો જ અધ્યવસાય, આત્માનો જ તીવ્ર અધ્યવસાય, આત્મામાં જ ઉપયોગ અને આત્મામાં જ તીવ્ર ઉપયોગ ધારણ કરવો તે છે. ત્રણેય ક૨ણો અને ત્રણેય યોગો આત્મભાવનાથી જ ભાવિત કરવા તે ‘નમો’ પદનો વિશેષ અર્થ છે. ‘નમો’ પદ કેવળ નમસ્કા૨રૂપ નથી, કિંતુ દ્રવ્યભાવ-સંકોચરૂપ છે. દ્રવ્યથી અને ભાવથી, દેહથી અને પ્રાણથી, મનથી અને બુદ્ધિથી, બાહ્મથી અને અંતરથી સંકુચિત થવું, તેમ જ એ દેહ-પ્રાણ, મન, બુદ્ધિ વગેરે અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૦૭ Page #350 -------------------------------------------------------------------------- ________________ બધામાં ચૈતન્યનું સંપાદન કરનાર આત્મતત્ત્વમાં જ વિલીન થવું, નિમતિ થવું તથા તન્મય, તત્પર અને તદ્રુપ થવું એ “નમો' પદનો રહસ્યાર્થ છે. “નમો' પદની સાથે શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ આદિ પદોને જોડવાથી તેનો અર્થ અને આશય પણ આત્માની શુદ્ધ અવસ્થાઓને આગળ કરવાનો છે તથા તે અવસ્થાઓ વડે અવસ્થાવાન શુદ્ધ આત્માની અંદર પરિણતિ લઈ જઈ ત્યાં સ્થિર કરવાનો છે. આત્મારૂપી અર્થાકાર થઈ જવું તે જપનું ધ્યેય છે. કહ્યું છે કે- તળપદાવનમ્ ' અર્થાત્ “મંત્રનો જાપ મંત્રના અર્થની સાથે ભાવિત થવા માટે છે.' અનાત્મભાવ તરફ ઢળતા જીવને આત્મભાવ તરફ લઈ જવાનું કાર્ય “નમો' મંત્ર વડે સધાય છે. મન અનાત્મભાવ તરફ ઢળે છે, તેથી તે સંસારમાં જીવાત્માને લઈ જવાને માટે સેતુ બને છે. “નમો” એથી વિરુદ્ધ આત્મભાવમાં લઈ જવા માટે સેતુ બને છે. નમો’ પદ અંતરાત્મભાવનું પ્રતીક છે. અનાત્મભાવની શૂન્યતામાંથી આત્મભાવની પૂર્ણતામાં લઈ જવા માટે “નમો' મંત્ર સેતુ-પુલનું કાર્ય કરે છે. મન એ સંસાર છે. આત્મા એ મોક્ષ છે. મનનું વલણ સંસાર તરફથી વળી આત્મા તરફ થવું એ મોક્ષમાર્ગ છે અને તે જ “નમો' પદનું અભિપ્રેત છે. નમો પદરૂપી સેતુ “નમો' શબ્દ અર્ધમાત્રાસ્વરૂપ છે. ત્રિમાત્રમાંથી અમાત્રમાં લઈ જવા માટે અર્ધમાત્રા એ સેતુરૂપ છે. કર્મકૃત વૈષમ્ય એ ત્રિમાદ્રરૂપ છે. ધર્મકૃત ‘નમો' ભાવ એ અર્ધમાત્રારૂપ છે અને તેથી થતો પાપનો નાશ અને મંગલનું આગમન એ અમાત્રરૂપ છે. અમાત્ર એટલે અપરિમિત એવું આત્મસ્વરૂપ, રાગ, દ્વેષ અને મોહ એ ત્રિમાત્રરૂપ છે અને “નમો' એ અર્ધમાત્રરૂપ છે. અથવા ઔદયિકભાવના ધર્મો એ ત્રિમાત્રરૂપ છે. ક્ષયોપશમભાવના ધર્મો એ અર્ધમાત્રરૂપ છે અને ક્ષાયિકભાવના ધર્મો એ અમાત્રરૂપ છે. નમો’ મંત્ર વડે ઔદયિકભાવોના ધર્મોનો ત્યાગ થઈને ક્ષાયિકભાવના ધર્મો પ્રાપ્ત થાય છે અને તે પ્રાપ્ત થવામાં ક્ષયોપશમ ભાવના ધર્મો સેતુરૂપ બને છે. “નમો' મંત્ર મમત્વભાવનો ત્યાગ કરાવી સમત્વભાવ તરફ લઈ જાય છે, તેથી પણ તે સેતુરૂપ છે. નમો' મંત્ર નિર્વિકલ્પપદની પ્રાપ્તિ માટે અશુભ વિકલ્પોથી છોડાવી શુભ વિકલ્પોમાં જોડનાર થાય છે. તેથી પણ તેને સેતુની ઉપમા યથાર્થપણે ઘટે છે. નિર્વિકલ્પ ચિન્માન સમાધિ મંત્ર એટલે ગુહ્યભાષણ. જીવાત્માનું પરમાત્મા સાથે જે પદો વડે ગુહ્યભાષણ થાય તે પદોને મંત્રપદો કહે ગુહ્યભાષણ એટલે અન્ય કોઈની સાક્ષી વિના માત્ર આત્મા સાક્ષીએ આત્માનો પરમાત્મભાવે સ્વીકાર. 'सर्वे जीवात्मनः तत्त्वतः परमात्मन एव ।' અર્થાત્ “સર્વે જીવાત્માઓ તત્ત્વથી પરમાત્મા છે' એ જાતિનું પોતાના આત્મામાં જ પોતાના શુદ્ધ સ્વરૂપનું મનન. એ મનનને જ મંત્રસંજ્ઞા પ્રાપ્ત થાય છે. “મનનામત્રઃ પુનઃ પુનઃ એ જાતિની મંત્રણા-ગુહ્ય કથની પોતાના N ૩૦૮ ત્રિલોચદીપક મહામંત્રાધિરાજ - with Page #351 -------------------------------------------------------------------------- ________________ સંકુચિત સ્વરૂપનો ત્યાગ કરાવી નિઃસીમ સ્વરૂપનું ભાન કરાવે છે. તે ભાન જેમ જેમ દઢ થતું જાય છે, તેમ તેમ સંકલ્પ-વિકલ્પોથી મુક્તિને મેળવી આપી નિર્વિકલ્પ અવસ્થાની પ્રાપ્તિ કરાવે છે. તેને નિજ શુદ્ધ સ્વરૂપની અનુભૂતિ અથવા નિર્વિકલ્પ ચિત્માત્ર સમાધિ તરીકે ઓળખવામાં આવે છે. “નમો મંત્ર વડે તે કાર્ય શીધ્રપણે થતું હોવાથી તે મહામંત્ર કહેવાય છે. સર્વશિરોમણિ મંત્રા શુદ્ધ આત્મદ્રવ્યની અનુભૂતિ એ મોદકના સ્થાને છે, તેનું જ્ઞાન એ ગોળના સ્થાને છે અને તેની શ્રદ્ધા એ ઘીના સ્થાને છે. શુદ્ધ આત્મદ્રવ્ય એ પૂર્ણ છે, એવા જ્ઞાન અને શ્રદ્ધાની સાથે થતું તેનું ધ્યાન, સ્મરણ, રટણ આદિ લોટના સ્થાને છે. શુદ્ધ આત્મસ્વરૂપના લાભની ઇચ્છા સિવાયની બીજી સર્વ ઇચ્છાઓનો જેમાં નિરોધ છે, એવા તારૂપી અગ્નિમાં આત્મધ્યાનરૂપી લોટના ભાખરા બનાવીને, તેને સક્રિયાઓથી કૂટીને, તેમાં શ્રદ્ધારૂપી ઘી અને જ્ઞાનરૂપી ગોળ મેળવીને જે મોદક તૈયાર થાય, તે જ મોક્ષમોદક છે અને તેમાં સંસારનાં સર્વપ્રકારનાં સુખોના આસ્વાદથી અનંતગુણ અધિક સુખાસ્વાદ રહેલો છે. નિશ્ચયનયથી આત્માના શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન અને શ્રદ્ધાન તથા વ્યવહારનયથી શુદ્ધસ્વરૂપમાં ઉપયોગીરૂપી પ્રણિધાન એ મોક્ષરૂપી મોદકને પામવાનો સરળ માર્ગ છે. નો રિહંતાણં' પદના ધ્યાનથી-ટણથી પુનઃ પુનઃ ઉચ્ચારણરૂપી જાપ અને પ્રણિધાન-ધ્યાનથી તે સિદ્ધ થઈ શકે છે. તેથી સાત અક્ષરના તે મંત્રને મોક્ષપ્રાપ્તિ માટે સર્વ શિરોમણિ મંત્ર કહ્યો છે. સાચા મંત્રોનો પ્રભાવ સાચા મંત્રો દેવ, ગુરુ અને આત્માની સાથે તથા બીજી બાજુ મન, વચન અને આત્માની સાથે ઐક્ય સધાવી આપનાર હોવાથી, તે સર્વ અંતરાયોનું નિવારણ કરાવનારા તથા અંતરાત્મભાવની પ્રાપ્તિ કરાવનારા થાય અંતરાત્મભાવ એટલે આત્મામાં આત્મા વડે આત્માની પ્રતીતિ. તે પ્રતીતિ કરવા માટે અથવા જે તે થયેલી હોય તો તેને દઢ બનાવવા માટે સાચા મંત્રનું આરાધન પરમસહાયભૂત થાય છે. મંત્રના અક્ષરોનું ઉચ્ચારણ પ્રાણની ગતિને નિયમિત કરે છે. પ્રાણની ગતિની નિયમિતતા મનને કાબૂમાં લાવે છે. મનનો કાબૂ આત્માનું પ્રભુત્વ અપાવે છે. મંત્રોના અર્થોનો સંબંધ દેવતત્ત્વ અને ગુરુતત્ત્વની સાથે હોય છે. તેથી દેવતત્ત્વ અને ગુરુતત્ત્વ બોધ કરાવી તે દ્વારા શુદ્ધ આત્મતત્ત્વનું જ્ઞાન કરાવે છે. મન ઉપર (આત્માનું પ્રભુત્વ પ્રાપ્ત કરાવવાની ક્રિયા અને શુદ્ધ આત્મતત્ત્વનું જ્ઞાન એ બંને વડે અર્થાત સમ્યકક્રિયા અને સમ્યજ્ઞાન તથા તેની સાધનાનો અભ્યાસ કરાવવા દ્વારા સત્ય મંત્રો અને તેની સાધના મોક્ષનાં અસાધારણ કારણ બને છે. મનોગુપ્તિ અને “નમો’ મંત્ર નિત્ય નમસ્કારનો અભ્યાસ એ ભેદભાવની ઊંડી નદી ઉપર મજબૂત પુલ બાંધવાની ક્રિયા છે. તેથી નમો' પદને સેતુ કહેલ છે. “નમો પદરૂપી સેતુનો આશ્રય લેવાથી ભેદભાવરૂપી નદીનું ઉલ્લંઘન થાય છે અને અભેદભાવના કિનારા ઉપર પહોંચી જવાય છે. પછી તેને ડૂબી જવાનો ભય રહેતો નથી. * અનુપ્રેક્ષાકિરણ ૩ (જી ૩૦૯ Page #352 -------------------------------------------------------------------------- ________________ ભેદભાવને મિટાવી અભેદભાવ સુધી પહોંચવાનું કાર્ય ‘નમો’ પદરૂપી સેતુની આરાધનાથી થાય છે. તેને મંત્રશાસ્ત્રોમાં અમાત્રપદે પહોંચાડનાર ‘અર્ધમાત્રા’ પણ કહે છે. અડધી માત્રામાં સમગ્ર સંસાર સમાઈ જાય છે અને બીજી અડધી માત્રા સેતુ બનીને સંસારની પેલે પાર આત્માને લઈ જાય છે તથા સંકલ્પ-વિકલ્પથી મુક્ત કરાવીને નિર્વિકલ્પ અવસ્થા સુધી પહોંચાડે છે. ‘નમો’ પદ વડે ‘મનોગુપ્તિ' સાધ્ય બને છે. મનોગુપ્તિનું લક્ષણ બાંધતાં કહ્યું છે કે विमुक्तकल्पनाजालं, समत्वे सुप्रष्ठितं । आत्मारामं मनस्तज्र्मनोगुप्तिरुदाहृता ॥ અર્થાત્ ‘કલ્પનાજાળથી મુક્તિ, સમત્વમાં સુસ્થિતિ અને આત્મભાવમાં પરિણતિ જેનાથી થાય તે મનોગુપ્તિ છે.’ મનોગુપ્તિના લક્ષણમાં પ્રથમ મનના રક્ષણની નિષેધાત્મક અને પછી વિધેયાત્મક એમ બંને બાજુ બતાવવામાં આવી છે. ‘વિમુક્તત્વનાનારં’નિષેધાત્મક બાજુ છે અને ‘સમત્વે સુપ્રતિષ્ઠતા તથા ‘THRIÉમનઃ’એ વિધેયાત્મક બાજુ છે. શ્રી નમસ્કારમંત્રના જાપમાં પણ ઉભયનો સમન્વય છે. જે કાર્ય મનોગુપ્તિ વડે સાધ્ય છે, તે જ કાર્ય ‘નમો’ મંત્રની આરાધના વડે થાય છે. તેથી મનોગુપ્તિ અને ‘નમો’ મંત્ર એક જ કાર્યની સિદ્ધિ કરનાર હોવાથી એ અંશમાં પરસ્પર પૂરક બની જાય છે. સમર્થનું શરણ નમસ્કાર, વંદન અથવા પ્રણામ એ સર્વે દૈન્યભાવનાના પ્રતીક છે. જે સર્વ ઐશ્વર્ય સંપન્ન છે અને સર્વનું ત્રાણ-૨ક્ષણ ક૨વાને સમર્થ છે, તેનો આશ્રય લેવા માટે તથા પોતાની દીનતા અને સાધનહીનતાને પ્રકટ કરવા માટે ‘નમો’ પદનું ઉચ્ચારણ છે. સમર્થનું શરણ જે ગ્રહણ કરે તે જ દુસ્તર અને દુરત્યય-દુઃખે તરી શકાય અને દુઃખે જેનો અંત લાવી શકાય એવી સંસારની માયાને તરી શકે છે. અન્યત્ર પણ કહ્યું છે કે दैवी ह्येषा गुणमयी, मम माया दुरत्यया । मामेव प्रतिपद्यन्ते, मायामेतां तरन्ति ते ॥ અર્થાત્ ‘દૈવી અને ગુણમયી એવી આ મારી માયા દુરત્યય છે. મારું જે શરણ સ્વીકારે છે તે જ આ માયાને તરી જાય છે.’ વરસાદનું પાણી સર્વત્ર પડે છે, પરંતુ તે ટકે છે નીચાણવાળાં સ્થાનોમાં પણ ઊંચા પર્વતો ઉપર નહિ. તે રીતે પ્રભુની કૃપા સર્વત્ર છે, પણ તેની અભિવ્યક્તિ જ્યાં દૈન્ય અને વિનમ્રતા છે ત્યાં જ થાય છે, પરન્તુ અહંકાર-અભિમાનાદિ પ્રર્વતીય સ્થાનોમાં નહિ. જીવ દૈન્યશ્રીથી સંયુક્ત જ્યાં સુધી થાય નહિ, ત્યાં સુધી તેને ભગવત્પ્રાપ્તિ અશક્ય છે. ભક્તિ, પ્રીતિ, અનુરાગ કે પ્રેમસાધનામાં દૈન્યની જ એક પ્રધાનતા છે. કહ્યું છે કે पीनोऽहं पापपङ्केन, हीनोऽहं गुणसंपदा । दीनोऽहं तावकीनोऽहं मीनोऽहं त्वद्गुणाम्बुधौ ॥ અર્થાત્ – હું પાપરૂપી પંકથી પીન છું (પુષ્ટ છું), ગુણસંપત્તિથી હીન છું, દીન છું છતાં હે ભગવાન હું તારો છું અને તારા ગુણસમુદ્રમાં મગ્ન છું. મોક્ષમાર્ગમાં કૃપા એ મુખ્ય છે. એકલું પોતાનું બળ કે, એકલી પોતાની સાધના ત્યાં કામ આવી શકતી નથી. નરેણીથી જેમ પર્વત ભેદી શકાય નહિ પણ તે ઈન્દ્રવજ્રથી ભેદાય છે, તેમ પાપરૂપી પર્વતોને ભેદવા માટે ભક્તિરૂપી વજ જોઈએ. તેની પ્રાપ્તિ નમ્રભાવને આધીન છે. તે નમ્રભાવ ‘નમો’ મંત્ર વડે સાધ્ય થઈ શકે છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૧૦ Page #353 -------------------------------------------------------------------------- ________________ શ્રદ્ધા અને ભક્તિા સકલક્રિયાનું મૂળ શ્રદ્ધા છે, શ્રદ્ધાનું મૂળ જ્ઞાન છે, જ્ઞાનનું મૂળ ભક્તિ છે અને ભક્તિનું મૂળ ભગવાન છે. ભગવાનની શક્તિ ભક્તના હૃદયમાં ભક્તિ પેદા કરે છે. ભક્તિ વડે આત્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. તે આત્મજ્ઞાન શ્રદ્ધાને પેદા કરે છે. શ્રદ્ધા ક્રિયામાં પ્રેરે છે. તેથી શ્રદ્ધા એ પુરુષતંત્ર છે અને ભક્તિ એ વસ્તુતંત્ર છે. ભક્તિમાં પ્રેરક વસ્તુની વિશેષતા છે. શ્રદ્ધામાં પ્રેર્ય પુરુષની વિશેષતા છે. નિમિત્તની વિશેષતા ભક્તિપ્રેરક છે. ઉપાદાનની વિશેષતા શ્રદ્ધાજનક છે. ભક્તિ આરાધ્યમાં રહેલ આરાધ્યત્વના જ્ઞાનની અપેક્ષા રાખે છે. શ્રદ્ધા એ ક્રિયા અને તેના ફળમાં વિશ્વાસની અપેક્ષા રાખે છે. એ વિશ્વાસ ક્રિયા કરનારની યોગ્યતા ઉપર આધાર રાખે છે. જ્યારે શ્રદ્ધા અને ભક્તિ એકત્ર મળે ત્યારે કાર્યની સિદ્ધિ થાય છે. ભગવાનનો પ્રભાવ ચિંતવવાથી ભક્તિ જાગે છે અને ભક્તિનો પ્રભાવ ચિંતવવાથી શ્રદ્ધા જાગે છે. આજ્ઞાનું આરાધન એ શ્રદ્ધા અને ભક્તિ ઉભયની અપેક્ષા રાખે છે. આજ્ઞાકારક પ્રત્યે નિષ્ઠા તે ભક્તિ છે. આજ્ઞાપાલન પ્રત્યે નિષ્ઠા તે શ્રદ્ધા છે. ભક્તિમાં આજ્ઞાકારકના સામર્થ્યની પ્રતીતિ છે. શ્રદ્ધામાં આજ્ઞાપાલકની યોગ્યતાનું ભાન છે. ભક્તનું સામર્થ્ય પ્રયત્નની એકનિષ્ઠામાં રહેલું છે. ભગવાનનું સામર્થ્ય તેઓની અચિંત્યશક્તિમત્તામાં રહેલું છે. જે ભગવાનમાં અચિંત્યસામર્થ્ય ન હોય, તો ભક્તનો પ્રયત્ન વિફળ છે. જો ભક્તનો પ્રયત્ન ન હોય તો અચિંત્યસામર્થ્ય પણ લાભ કરતું નથી. પ્રયત્ન ફળદાયી છે એવી ખાત્રી તે શ્રદ્ધા છે. કૃપા ફળદાયી છે એવી ખાત્રી તે ભક્તિ છે. કૃપા એ ભગવાનના સામર્થ્યનો સૂચક શબ્દ છે. પ્રયત્ન એ ભક્તની શ્રદ્ધાનો સૂચક શબ્દ છે ભક્તિના પ્રમાણમાં જ શ્રદ્ધા હુરે છે. અને શ્રદ્ધાના પ્રમાણમાં જ ભક્તિ ફળે છે. “ચાલ્યા વિના ઈષ્ટસ્થાને પહોંચાય નહિ એ શ્રદ્ધાસૂચક વાક્ય છે. ઈષ્ટસ્થળે પહોંચવા માટે જ ચાલવાની ક્રિયા થાય એ ભક્તિસૂચક વાક્ય છે. ઈષ્ટસ્થળમાં જો ઈષ્ટત્વની બુદ્ધિ ન હોય તો ચાલવાની ક્રિયા થઈ જ કેમ શકે? અને ચાલવાની ક્રિયા વિના ઈષ્ટ સ્થળે પહોંચાય જ કેમ? આત્મા એ મહિમાશાળી દ્રવ્ય છે. તેથી જ તેને ઓળખાવનાર પરમાત્મા પ્રત્યે ભક્તિ જાગે છે. એ ભક્તિ ક્રિયા તરફ આદર જગાડે છે અને એ આદર પ્રયત્નમાં પરિણામ પામે છે. શ્રી નમસ્કારમંત્રમાં શ્રદ્ધા અને ભક્તિ બંને રહેલાં છે. શ્રદ્ધા નમસ્કારની ક્રિયા ઉપર અને ભક્તિ નમસ્કાર્યના પ્રભાવ પર અવલંબે છે. સારાધ્યત્વેન જ્ઞાનું પવિત્તઃ' અર્થાત “ભક્તિ એક પ્રકારનું જ્ઞાન છે કે જેમાં આરાધ્યતત્ત્વની વિશેષતાનું ગ્રહણ થાય છે. 'इदमित्थमेव ।' अयमेव परमार्थः ।' અર્થાત “આ વસ્તુ આમ જ છે અથવા આ જ એક પરમાર્થ છે' એ પ્રકારનાં જ્ઞાનને શ્રદ્ધા કહેવાય છે અને તેમાં આરાધકની નિષ્ઠાનાં વખાણ છે. સાધ્ય અને સાધનામાં નિષ્ઠા શ્રદ્ધા અને ભક્તિ આરાધકમાં હોવાં જરૂરી છે, છતાં બંનેમાં જે તફાવત છે તે એના જ્ઞાનમાં છે. શ્રદ્ધાળુનું જ્ઞાન સાધનામાં નિષ્ઠા પેદા કરે છે. ભક્તિમાનનું જ્ઞાન સાધ્યમાં નિષ્ઠા પેદા કરે છે. સાધ્યની શ્રેષ્ઠતાનું જ્ઞાન ભક્તિવર્ધક બને છે. સાધનાની શ્રેષ્ઠતાનું જ્ઞાન શ્રદ્ધાવર્ધક બને છે. SITE અનપેક્ષાકિરણ ૩ fr Fri ૩૧૧ એક Page #354 -------------------------------------------------------------------------- ________________ શ્રી નમસ્કા૨મંત્રમાં સાધ્ય સર્વશ્રેષ્ઠ હોવાથી તે સર્વોત્તમભક્તિનું ઉત્પાદક છે અને સાધન સર્વશ્રેષ્ઠ હોવાથી તે સર્વોત્તમશ્રદ્ધાને ઉત્પન્ન કરે છે. સર્વોત્તમશ્રદ્ધા અને સર્વોત્તમભક્તિથી થયેલી ક્રિયા સર્વોત્તમફળને આપે, એ નિઃશંક છે. ભક્તિ ઉત્પન્ન થવામાં પ્રમુખ અનુગ્રહ પ્રભુનો છે. એ અનુગ્રહ કરવાની શક્તિ બીજા કોઈમાં પણ ન હોવાથી ભવ્યજીવને પ્રભુ જ એક સેવ્ય, આરાધ્ય અને ઉપાસ્ય છે તેમ જ તેમની જ એક આજ્ઞા પાલન કરવી યોગ્ય છે, એવી નિષ્ઠા પ્રાપ્ત થાય છે અને તેનું જ નામ ભક્તિ છે. આજ્ઞાનું પાલન પોતે જ કરવા યોગ્ય છે, એવી નિષ્ઠા તે શ્રદ્ધા છે. એમ શ્રદ્ધા અને ભક્તિ ઉભય મળીને જીવની મુક્તિરૂપી કાર્યસિદ્ધિ કરે છે. આ બંને વસ્તુને પૂરી પાડનાર શ્રી નમસ્કારમંત્ર હોવાથી ભવ્ય જીવોને તે પ્રાણથી પણ પ્યારો છે અને પ્રત્યેક શ્વાસે સોવા૨ સંભારવા લાયક છે. તેથી મનનું રક્ષણ થાય છે, સંકલ્પ-વિકલ્પ છૂટી જાય છે, સમત્વભાવમાં સ્થિતિ પેદા થાય છે અને આત્મારામતા-આત્મસ્વરૂપમાં જ રમણતા કરવાનો અભ્યાસ પડે છે. ઋણમુક્તિનો મહામંત્ર નમસ્કાર એ ઋણમુક્તિનો મંત્ર છે. પોતાના માથે ઋણ છે એમ માનનાર વ્યક્તિઆપોઆપ નમ્ર બને છે-નિરહંકાર રહે છે. પ્રત્યેક જન્મમાં બીજા ઉપર કરેલા અપકાર અને બીજાના પોતા ઉપર થયેલા ઉપકારને યાદ રાખનારો જ સદા નમ્ર રહે છે અને ઉપકારના બદલામાં પ્રત્યુપકાર કરવાની ભાવનાવાળો રહે છે. પોતે કરેલા અપકારનો બદલો સમતાભાવથી સર્વ પ્રકારનાં કષ્ટસહનમાં રહેલો છે અને પોતા ઉપર થયેલા ઉપકારનો બદલો આત્મજ્ઞાનથી વળે છે. આત્મજ્ઞાની પુરુષ વિશ્વ ઉપર જે ઉપકાર કરે છે તે એટલો મોટો હોય છે કે તેની આગળ તેમના ઉપર બીજાથી થયેલા બધા ઉપકારોનો બદલો વળી જાય છે. દુઃખ અને કષ્ટ વખતે કર્મના વિપાકનું ચિન્તન ક૨વાથી સમતાભાવ અખંડ રહે છે અને તેથી બીજા ઉ૫૨ કરેલા અપકારોનું ઋણ ઊતરી જાય છે. ‘નમો’ મંત્ર અપકાર અને ઉપકાર બંનેનો બદલો એકીસાથે વાળી શકે છે. તેનું કારણ તેની પાછળ કર્મ-વિપાકનો પણ વિચાર છે અને આત્મજ્ઞાન પામવાનો પણ વિચાર છે. કર્મવિપાકનો વિચાર સમતા દ્વારા સર્વ પાપોનો નાશ કરે છે. આત્મજ્ઞાનનો વિચાર સર્વમંગલોનું કારણ બને છે. ધર્મમાત્ર મંગલ છે. આત્મજ્ઞાન બધા ધર્મોનું ફળ છે. તેથી શ્રી અરિહંતાદિના નમસ્કાર વડે થતું આત્મજ્ઞાન એ સર્વ મંગલોમાં પ્રધાન મંગલ છે અને નિત્ય વધતું મંગલ છે. નમ્રતા અને બહુમાન જીવ કર્મથી બંધાયેલો છે એ વિચાર જેમ નમ્રતાને લાવે છે, તેમ કર્મથી મુક્ત થયેલા પુરુષો પ્રત્યે અંતરથી થતું બહુમાન પણ નમ્રતાને લાવે છે. કર્મનો વિચાર પાપનું પ્રાયશ્ચિત્ત કરાવે છે અને ધર્મનો વિચાર પુણ્યનું બીજ બને છે. ‘નમો’ મંત્રમાં કર્મનો અનાદર છે અને ધર્મનો આદર છે. કર્મનો બંધ કે જે બીજા ઉપર અપકાર કરવાથી થયો છે, તેનો સ્વીકા૨ છે અને ધર્મની પ્રાપ્તિ જે પરોપકારથી થાય છે, એનો પણ શ્રદ્ધાપૂર્વક સ્વીકાર છે. પોતાને ધર્મ પમાડનાર બીજા છે તેથી તે ઉપકારીને નમસ્કાર એ જેમ ધર્મવૃદ્ધિનો હેતુ છે, તેમ બીજા પ્રત્યે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૧૨ Page #355 -------------------------------------------------------------------------- ________________ કરવામાં આવતો ઉપકાર પણ ધર્મની વૃદ્ધિ કરે છે. ધર્મને પામવા માટે પણ પરોપકાર અને ધર્મને કરવા માટે પણ પરોપકાર આવશ્યક છે. એક બાજુ નમસ્કાર અપરાધને ખમાવવા માટે આવશ્યક છે અને બીજી બાજુ નમસ્કાર ઉપકારને સ્વીકારવા માટે આવશ્યક છે. ઉપકારનો સ્વીકાર અને અપરાધની ક્ષમાપના બંને એકી સાથે નમસ્કાર વડે થાય અધર્મથી છૂટવા માટે અને ફરીથી અધર્મ ન કરવા માટે પણ નમસ્કાર આવશ્યક છે. શ્રી નમસ્કારમંત્ર સર્વપાપોનો પ્રણાશક અને સર્વમંગલોનું મૂળ કહેવાય છે. તેનું કારણ તે પાપના પ્રાયશ્ચિત્તની બુદ્ધિથી પાપરહિત પુરુષોને નમનક્રિયારૂપ છે. પરોપકારથી રહિત અને પરોપકારથી સહિત એવા પુરુષોને પરોપકારથી રહિત અને પરોપકારથી સહિત થવાની બુદ્ધિથી જે નમસ્કાર કરવામાં આવે છે તે ભાવનમસ્કાર છે. તે ભાવનમસ્કાર પાપનો પ્રણાશક અને મંગલવર્ધક બને છે. ભાવનમસ્કારમાં દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદના રહેલી છે અને તે બંને પૂર્વક આત્મજ્ઞાની પુરુષોની શરણાગતિ પણ રહેલી છે. આત્મજ્ઞાની પુરુષોની શરણાગતિ આત્મજ્ઞાનને સુલભ બનાવે છે. શ્રી નવકારમંત્રમાં આત્મજ્ઞાન અને કર્મવિજ્ઞાન ઉભય એકીસાથે રહેલાં હોવાથી તેમાં સર્વમંત્રશિરોમણિતા રહેલી છે. શ્રી નમસ્કારમંત્રથી પાપનું પ્રાયશ્ચિત્ત થાય છે અને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, તેથી તે એક જ મંત્રમાં આત્મકલ્યાણની સિદ્ધિ કરાવી આપનાર સર્વઅનુષ્ઠાનોનો સાર આવી જાય છે. અધિકારિતા અને યોગ્યતા શ્રી નમસ્કારમંત્રનો જાપ અને તેની અર્થભાવના સર્વઅંતરાયોનું નિવારણ કરનાર થાય છે અને આત્મજ્ઞાનનું કારણ બને છે. તેથી પાપભીરુ અને આત્માર્થી એવા સર્વ ભવ્ય આત્માઓને તેનું નિરંતર સ્મરણ આનંદ આપનારું થાય છે તથા તેના જાપક અને અર્થભાવકને હંમેશ માટે નિર્ભય અને નિશ્ચિત બનાવે છે. શ્રી નમસ્કારમંત્રના જાપ માટે તથા તેના અર્થની ભાવના માટે જે યોગ્યતા જોઈએ તે નીચેના ગુણોને કેળવવાથી આવે છે. ૧ ભદ્રક પરિણતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાય માર્ગરતિ, ૪ દઢ-નિજ-વચનસ્થિતિ. મનુષ્ય માત્રમાં આ ચારેય ગુણો અંશે અંશે રહેલા જ હોય છે તેને અધિક ને અધિક વિકસાવતા રહેવાથી મહામંત્રની અધિકારિતા પ્રાપ્ત થાય છે. ભદ્રક પરિણતિમાં અસુદ્રતા, મધ્યસ્થતા, અક્રૂરતા, સૌમ્યતા, દયાળુતા, દાક્ષિણ્યતા, વૃદ્ધાનુસારિતા અને વિનીતતા મુખ્ય છે. નિપુણમતિમાં દીર્ધદર્શિતા, વિશેષજ્ઞતા, કૃતજ્ઞતા, પરાર્થતા, લબ્ધલશ્યતા વગેરે મુખ્ય છે. ન્યાયમાર્ગરતિમાં નિર્દભતા, લજ્જાળુતા, પાપભીરુતા, ગુણરાગિતા વગેરે મુખ્ય છે. તેમજ દઢ-નિજ-વચનસ્થિતિમાં લોકપ્રિયતા, સુપક્ષયુક્તતા વગેરે ગુણો મુખ્ય છે. ચૌદપૂર્વનો સાર અભેદ નમસ્કાર ચૌદપૂર્વીઓ પણ અંત સમયે શ્રી નવકારનું સ્મરણ કરે છે તેથી નવકારને ચૌદપૂર્વનો સાર કહ્યો છે. નમસ્કાર એ દ્રવ્ય-ભાવસંકોચરૂપ છે. દ્રવ્યસંકોચ કાયા અને વચનનો છે ભાવ સંકોચ મનનો છે. અનુપ્રેક્ષાકિરણ ૩ છે૩૧૩ NS Page #356 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યસંકોચ દ્રવ્યનમસ્કારરૂપ છે. ભાવસંકોચ ભાવનમસ્કારરૂપ છે ભાવનમસ્કાર, પરમાર્થનમસ્કાર અને તાત્વિકનમસ્કાર એક જ અર્થને કહે છે. તાત્ત્વિક નમસ્કાર અભેદ-પ્રણિધાનરૂપ છે. તેથી અભેદ-પ્રણિધાન એ જ ચૌદપૂર્વનો સાર છે એમ સિદ્ધ થાય છે. નમસ્કાર્યની સાથે નમસ્કારકતનો જે અભેદ-એકત્વ તેનું જે પ્રણિધાન તે તાત્વિકનમસ્કાર છે. પરમાત્માને ઉદ્દેશીને પોતાના આત્માનું તાત્ત્વિક સ્વરૂપ જેમાં પ્રણિધાનનો વિષય બને છે તે અભેદનમસ્કાર છે. તેમાં ધ્યાતા અને ધ્યેય, ધ્યાનની સાથે એકત્વ પામે છે ત્યારે તે આત્મા પોતે જ પરમાત્માસ્વરૂપ બની જાય "બધું ભણીને છેવટે પરમાત્મપદ મેળવવાનું છે, એ જ સર્વ પ્રયોજનનું મૌલિભૂત પ્રયોજન છે અને સર્વ ક્રિયાઓનું સાફલ્ય પણ તેમાં છે. જેમાં આત્મા લીન બને છે, તેમાં આત્મા તતૂપ બની જાય છે. પરમાત્મપદમાં લયભાવની વૃદ્ધિ થવાથી આત્મા પરમાત્મસ્વરૂપ બની જાય છે. તેથી પરમાત્મસ્મરણ એ સકલશાસ્ત્રના સારભૂત ગણાય છે. શ્રી નવકારમંત્રનું જે વિશેષ મહત્ત્વ છે તેનું એક કારણ એમાં શબ્દરચના વિશિષ્ટ છે તે પણ છે. ઉપનિષદોમાં “બ્રહ્મને જ “નમઃ' રૂ૫ માનીને ઉપાસના કરી છે. શ્રી અરિહંતાદિ પાંચેયને પણ “નમઃ' કે બ્રહ્મરૂપ માનીને જ્યારે ઉપાસના કરાય છે ત્યારે ઉપાસક તદ્રુપ બની જાય છે. તેને જ સાચી અર્થભાવના કહી છે. તેથી ઉપાસકની બધી કામનાઓ વિલીન થઈ જાય છે અર્થાત્ પૂર્ણ થઈ જાય છે. કહ્યું છે કે ‘તમ રૂપાલીત, નચત્તે કામ:' - ઉપનિષદ્ અર્થાત “નમ' એ પરમાત્માનું સાક્ષાત્ અક્ષરાત્મક નામ છે. અંતરંગ શત્રુઓને નમાવનાર હોવાથી પરમાત્મા “નમો સ્વરૂપ છે. અંતરંગ શત્રુઓને નમાવનાર પરમાત્માનું ધ્યાન જે કોઈ કરે તેનાં કામો અથત કામનાઓ અને કામવિકારો શમી જાય એ સ્વાભાવિક છે. વળી ગુણની પરાકાષ્ઠાએ પહોંચ્યા ત્યારે જ ગણાય કે જ્યારે તેઓનાં ધ્યાનાદિથી બીજામાં એ ગુણો પ્રગટે અને વિરોધી દોષો શમી જાય એ દષ્ટિએ “ચત્તેડા માં ” એવું ઉપનિષદ્ વાક્ય પણ સંગત થાય છે. નમો પદ વડે પરમાત્માની ઉપાસના થાય છે એ વાત બીજી પણ અનેક રીતે સંગત થાય છે. ન મરિહંતા પદમાં નમસ્કારનો સ્વામી નિશ્ચયદષ્ટિથી નમસ્કાર કરનારો બને છે, વ્યવહારનયથી નમસ્કારનું સ્વામિત્વ નમસ્કાર્ય એવા શ્રી અરિહંત પરમાત્માનું છે, તેથી નમસ્કારથી અભિન્ન એવા પરમાત્મા જ નમો' પદથી ઉપાસ્ય બને છે. એ રીતે પાંચેય પરમેષ્ઠિઓ “નમો' પદથી ઉપાસ્ય બને છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી નમસ્કાર નમસ્કાર એ આત્મગુણ છે અને ગુણ-ગુણીનો અભેદ છે એ ન્યાયે નમસ્કાર એ આત્મદ્રવ્ય પણ છે. દ્રવ્ય એ પર્યાયનો આધાર છે. એ દૃષ્ટિએ નમસ્કાર એ આત્મદ્રવ્યનો શુભ પર્યાય પણ છે. એ રીતે નમસ્કારરૂપી આત્મદ્રવ્ય, નમસ્કારરૂપી આત્મગુણ અને નમસ્કારરૂપી આત્મપર્યાય દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ અને આધાર છે. અર્થાત્ નમસ્કાર એ સંસારસમુદ્રમાં દ્વીપ છે, અનર્થ માત્રનો ઘાતક છે, ભવભયનો ત્રાતા છે, ચારેય ગતિના જીવોને આશ્રયસ્થાન અને ભવરૂપી કૂપમાં પડતા જીવોને આલંબનભૂત છે. ૩૫૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૧૪ Page #357 -------------------------------------------------------------------------- ________________ આત્મદ્રવ્ય એ દ્વીપ છે, આત્મગુણ એ ત્રાણ, શરણ અને ગતિ છે તથા આત્મપર્યાય એ ભવકૂપમાં બૂડતા જીવને આધાર છે. અથવા દ્રવ્ય, ગુણ અને પર્યાયથી આત્મા જ નમસ્કારરૂપ છે. તેથી અંતતઃ ગુણપર્યાયના આધારભૂત આત્મદ્રવ્ય એ જ દ્વીપ, ત્રાણ, શરણ, ગતિ અને આધાર છે. સહભાવી પર્યાયને ગુણ કહે છે, ક્રમભાવી અવસ્થાને પર્યાય કહે છે. નમસ્કાર આત્મગુણ પણ છે અને આત્મપર્યાય પણ છે. ગુણપર્યાયનો આધાર દ્રવ્ય છે. તેથી આત્મદ્રવ્યરૂપ નમસ્કાર એ સંસારસાગરમાં દ્વીપ, સંસારઅટવીમાં ત્રાણ, સંસાર કારાગારમાં શરણ, સંસારઅરણ્યમાં ગતિ અને સંસારકૂપમાં આધાર, અવલંબન અને પ્રતિષ્ઠા છે. સચદષ્ટિ જીવોનો પ્રાણ ધર્મના બે પ્રકાર છેઃ શ્રુતધર્મ અને ચારિત્રધર્મ. હૃતધર્મનું પ્રતિક નવકાર છે. ચારિત્રધર્મનું પ્રતિક શ્રી સામાયિકસૂત્ર છે. એકના અક્ષર ૬૮ (અડસઠ) છે. બીજાના અક્ષર ૮ છે. દેશવિરતિ સામાયિક સૂત્રના અક્ષર ૭૬ છે. નવકાર એ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્ત્વરૂપ તત્ત્વત્રયીને જણાવનાર છે. તેથી નવકારમાં નવતત્ત્વનું જ્ઞાન છે. દેવતત્ત્વ એ મોક્ષસ્વરૂપ છે, ગુરુતત્ત્વ એ મોક્ષમાર્ગરૂપ છે અને ધર્મતત્ત્વ એ મોક્ષને પામેલા અને મોક્ષમાર્ગ ઉપર રહેલા પુરુષોના બહુમાન સ્વરૂપ હોવાથી ધર્મતત્ત્વરૂપ છે. દેવતત્ત્વના બહુમાનથી સંસારની હેયતા અને મોક્ષની ઉપાદેયતાનું જ્ઞાન થાય છે. ગુરુતત્ત્વના બહુમાનથી સંવર-નિર્જરરૂપ તત્ત્વની ઉપાદેયતા અને આશ્રવ-બંધતત્ત્વની હેયતાનું જ્ઞાન થાય ધર્મતત્ત્વના બહુમાનથી પુણ્યતત્ત્વની ઉપાદેયતા અને પાપતત્ત્વની હેયતાનું જ્ઞાન થાય છે. સમગ્ર નવકાર જીવતત્ત્વની ઉપાદેયતાનો અને અજીવતત્ત્વની હેયતાનો બોધ કરાવે છે. એ રીતે નવકારમાં નવેય તત્ત્વોનો હેયોપાદેયતા સહિત બોધ થાય છે. નવકારમાં હેયતત્ત્વોની હેયતાનું જ્ઞાન અને ઉપાદેયતત્ત્વોની ઉપાદેયતાનું જ્ઞાન આ રીતે થાય છે. પાપ, આશ્રવ અને બંધ હોય છે; પુણ્યાનુબંધી પુણ્ય, સંવર, નિર્જરા અને મોક્ષ ઉપાદેય છે; એવો સમ્યગુબોધ નવકારનાં જ્ઞાનથી થતો હોવાથી સમ્યગ્દષ્ટિ જીવોને તે પ્રાણરૂપ છે. પ્રકાશક જ્ઞાન અને ધૈર્યોત્પાદક ક્રિયા ધર્મ એ મંગલ છે. ધર્મમંગલ બે પ્રકારનું છે : ક્રિયારૂપ અને જ્ઞાનરૂપ. જ્ઞાનરૂપ મંગલ વિના એકલું ક્રિયારૂપ મંગલ કે ક્રિયારૂપ મંગલ વિના એકલું જ્ઞાનરૂપ મંગલ મોક્ષમાર્ગ બની શકતું નથી. દેવ ગુરુ અને ધર્મરૂપી તત્ત્વત્રથી ઉપાસ્ય છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી તત્ત્વત્રયી સેવ્ય છે. ઉપાસ્યતત્ત્વની ઉપાસના નવકારધૃતરૂપી મંગલથી થાય છે તેથી તે જ્ઞાનસ્વરૂપ છે. સેવ્યતત્ત્વની આરાધના શ્રી સામાયિકસૂત્રની પ્રતિજ્ઞાથી થાય છે તેથી તે ક્રિયાસ્વરૂપ છે. એકનો મંગલપાઠ થાય છે, બીજાની મંગલપ્રતિજ્ઞા થાય છે. મંગલપાઠમાં જ્ઞાન મુખ્ય છે અને ક્રિયા ગૌણ છે. મંગલ પ્રતિજ્ઞામાં ક્રિયા મુખ્ય છે અને જ્ઞાન ગૌણ છે. અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૧૫ givisuu Page #358 -------------------------------------------------------------------------- ________________ જ્યાં જ્ઞાન રહેલું છે ત્યાં ગૌણ પણે ક્રિયા પણ રહેલી છે. જ્યાં ક્રિયા મુખ્ય છે ત્યાં ગૌણ રૂપે જ્ઞાન પણ રહેલું નવકાર વડે પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાનું બહુમાન થાય છે. સામાયિક વડે બહુમાનપૂર્વક પાપ નહિ કરવાની પ્રતિજ્ઞાનો સ્વીકાર થાય છે. જ્ઞાન માત્રનો મૂળ સ્ત્રોત નવકાર છે. ક્રિયા માત્રનો મૂળ સ્ત્રોત કરેમિ ભંતે છે. ક્રિયાનાં કારણો ત્રણ યોગ અને ત્રણ કરણ છે, તેનું નિયમન કરેમિ ભંતેની પ્રતિજ્ઞાથી થાય છે. સામાયિકમાં સાવદ્યત્યાગ અને નિરવદ્યસેવનની પ્રતિજ્ઞાઓ ત્રણકરણથી અને ત્રણેયોગથી વ્યાપ્ત છે. સાવઘક્રિયા અધૈર્યનિષ્પાદક છે. તેના ત્યાગની ક્રિયા આત્મામાં ધૈર્ય ઉત્પન્ન કરે છે. જ્ઞાન પ્રકાશક છે ક્રિયા થૈર્યજનક છે. બંને મળીને આત્મસુખનું કારણ બને છે. નવકાર દ્વારા નવતત્ત્વ, પદ્રવ્ય તથા આત્મ-અનાત્મતત્ત્વનું જ્ઞાન દઢ કરીને સામાયિકની ક્રિયા દ્વારા તે જ્ઞાનનું સમ્યગું આચરણ કરી શકાય છે. નમ્રતા અને સૌમ્યતા નમ્ર જીવો જ સલામતીપૂર્વક ઊંચાણ ઉપર ચઢી શકે છે. નમ્રતા (Humility) અને સૌમ્યતા (Meekness) રૂપી બે અશ્વોને નમસ્કારભાવરૂપી રથમાં જોડીને મોક્ષમાર્ગના પ્રવાસની શરૂઆત થઈ શકે છે જ્યાં નમસ્કારભાવ નથી ત્યાં નમ્રતા નથી અને જ્યાં નમ્રતા નથી ત્યાં સૌમ્યતા નથી. સૌમ્યતા એટલે સમભાવ. સમભાવ વિના કોઈ પણ સગુણનો સાચો વાસ આત્મામાં થઈ શકતો નથી. આપણી હીનતા અને ક્ષતિઓની બેધડક કબૂલાત વિના નમસ્કારભાવની ઝાંખી પણ થઈ શકતી નથી. નમસ્કારભાવ વિનાની કોરી નમ્રતા અહંકારભાવની જનેતા છે અને તે ઠગારી હોય છે. નમસ્કારભાવ ત્રણેય જગતના સ્વામીત્વનું બીજ છે. શ્રી તીર્થંકરભગવંતો અને શ્રી સિદ્ધભગવંતોની સઘળી ઋદ્ધિ-સિદ્ધિ અને આત્મસમૃદ્ધિ આ નમસ્કારભાવમાંથી જ પ્રગટ થયેલી છે. નમસ્કારભાવનો એક અર્થ ક્ષમાયાચના છે. ક્ષમાયાચનાથી ચિત્ત પ્રસન્ન બને છે. અર્થાત્ ચિત્તમાંથી ખેદ, ઉગ, વિષાદાદિ દોષો ચાલ્યા જાય છે. નમસ્કારભાવનો બીજો અર્થ કૃતજ્ઞતા અને ઉદારતા છે. નમસ્કારભાવ વડે પરના ઉપકારનો સ્વીકાર કરાય છે અને પરને ગુણ કરવાની વૃત્તિ પેદા થાય છે. એમાં એકનું નામ કૃતજ્ઞતા છે, બીજાનું નામ ઉદારતા છે. કૃતજ્ઞતાગુણ વડે અપાત્રતા દૂર થાય છે અને ઉદારતાનુણ વડે પાત્રતા વિકાસ પામે છે. જીવની અનાદિકાળની અયોગ્યતાને અર્થાત્ અપાત્રતાને શાસ્ત્રકારો સહજભળના શબ્દથી સંબોધે છે. સહજભળના કારણે જીવ કર્મના સંબંધમાં આવે છે અને કર્મનો સંબંધ જીવને વિષયાભિમુખ બનાવે છે. વિષયાભિમુખતા એ સ્વાર્થવૃત્તિનું જ બીજું નામ છે. નમસ્કારભાવ સ્વાર્થવૃત્તિનું ઉજૂલન કરે છે. જીવમાં છુપાયેલી યોગ્યતાને શાસ્ત્રકારો તથાભવ્યત્વ શબ્દથી ઓળખાવે છે. એનો પરિપાક જીવને ધર્મની સાથે સંબંધ કરાવે છે. ૩૧૬ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Page #359 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારભાવ વડે તે યોગ્યતા વિકસિત થાય છે અને ધર્મ તથા ધર્માત્માઓ સાથે સંબંધ કરાવે છે. ધર્મ તથા ધર્મી આત્માઓનો સંબંધ સમત્વભાવ (સૌમ્ય ગુણ) ને વિકસાવે છે અને સમત્વભાવની વૃદ્ધિ પરોપકારભાવને ઉત્તેજિત કરે છે. પરસ્પર સહાય અને શુભેચ્છા વિના કોઈપણ જીવની પ્રગતિ થઈ શકતી નથી. આ કાર્ય શત્રુતાથી નહિ પણ મિત્રતાથી જ થઈ શકે છે. નમસ્કારભાવ એ મિત્રતા કેળવવાનું અમોઘ સાધન છે. જીવ નમવા માંડે એટલે એને મિત્રો મળવા માંડે એ સનાતન નિયમ છે. મિત્રો શુભેચ્છા લઈને જ આવે છે. એમ પરસ્પર શુભેચ્છાની વૃદ્ધિ થવાથી ઔદાર્યભાવ વિકસે છે. આ બધાનું મૂળ નમસ્કારભાવ છે. નમસ્કારભાવ કેળવવાનો મોટો મંત્ર “નમો અરિહંતાણં છે. જેઓ ભાવથી એ મંત્રનું નિત્ય સ્મરણ કરે છે, તેઓની અપાત્રતા નાશ પામે છે, પાત્રતા વિકસે છે, કર્મનો સંબંધ ઘટે છે, ધર્મનો સંબંધ વધે છે, સ્વાર્થવૃત્તિ ઘટે છે, પરાર્થવૃત્તિ વધે છે, ચિત્તની સંકુચિતતા નાશ પામે છે, વિશાળતા વધે છે, પરિણામે કર્મક્ષય થાય છે અને પરંપરાએ મોક્ષ મળે છે. નમો પદથી શાન્તિ, તુષ્ટિ અને પુષ્ટિ વિષયોના રાગથી થતી અશાન્તિ “નમો' પદના જાપથી ટળે છે. નમો' પદના જાપ વડે સુદ્ર વિષયોના રાગના સ્થાને પરમ પરમેષ્ઠિઓ પ્રત્યે રાગભાવ જાગે છે. પરમેષ્ઠિઓ પ્રત્યે ભક્તિરાગ તે વિષયોના રાગથી ઉત્પન્ન થતી અશાન્તિને ટાળે છે અને શાન્તિને પમાડે ભોજન વડે ભૂખ ભાંગવાની સાથે જ જેમ શરીરમાં આરોગ્ય અને બળનો અનુભવ થાય છે, તેમ “નમો' પદના રટણથી વિષયાભિલાષ ટળવાની સાથે જ આત્માને તુષ્ટિ-પુષ્ટિ મળે છે. નમો પદમાં ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન-ત્રણેય સાથે રહેલાં છે. ભક્તિ એટલે પ્રેમ, વૈરાગ્ય એટલે વિષયોથી વિમુખતા અને જ્ઞાન એટલે સ્વરૂપનો બોધ સ્વરૂપના બોધથી બળ મળે છે જે પુષ્ટિના સ્થાને છે. ભક્તિથી પ્રેમ જાગે છે જે તુષ્ટિના સ્થાને છે અને વૈરાગ્યથી વિષયવિમુખતા થાય છે જે શાન્તિસ્વરૂપ છે. નમો’ પદનો જાપ એ રીતે આધ્યાત્મિક “શાન્તિ' આધ્યાત્મિક “તુષ્ટિ અને આધ્યાત્મિક “પુષ્ટિ' નો હેતુ બને છે. નમો' પદનો જાપ ચંદનની જેમ શીતળતા, સાકરની જેમ મધુરતા અને કંચનની જેમ શુદ્ધતા સમર્પે છે. શીતળતા શાન્તિકર છે, મધુરતા તુષ્ટિકર છે અને શુદ્ધતા પુષ્ટિકર છે. નમો પદ વડે વિષયોમાં વિરસપણાની અને પરમેષ્ઠિઓમાં સરસપણાની ભાવના કેળવાય છે. પંચવિષયો એ જ સંસાર છે અને પંચપરમેષ્ઠિઓ એ જ મોક્ષ છે. નમો’ પદ વિષયોને ભુલાવે છે અને નિર્વિષય-નિર્વિકારી એવા આત્માનું સ્મરણ કરાવે છે. અનાત્મા કરતાં આત્માનું મૂલ્ય અધિક છે એમ “નમો’ પદ સમજાવે છે. નમો પદ વડે અનાત્મભાવની વિસ્મૃતિ અને આત્મભાવની સ્મૃતિ જાગે છે. મોક્ષમાર્ગમાં ભાવના અને ધ્યાન, રાગાદિ દોષોના ક્ષય માટે અતિ ઉપયોગી મનાય છે. નમો અરિહંતાણં મંત્રમાં ‘નમો'પદ ભાવનાનું ઉત્પાદક છે અને “અરિહંતાણં' પદ ધ્યાનનું સાધન છે. અનુપ્રેક્ષાકિરણ ૩ છે૩૧૭ વર્ષ Page #360 -------------------------------------------------------------------------- ________________ વિષયોનો રસ ઘટાડવાનું કાર્ય ‘નમો’પદની ભાવનાથી થાય છે અને આત્મરસ જગાડવાનું કાર્ય શ્રી અરિહંતપદના ધ્યાનથી થાય છે. વિષયોનું સ્મરણ અનાદિ અભ્યાસથી પોતાની મેળે થાય છે. દેવ-ગુરુનું સ્મરણ અભ્યાસના બળથી સાધ્ય છે. દેવ-ગુરુના સ્મરણનો અભ્યાસ દૃઢ થયા પછી વિષયોનું સ્મરણ આપોઆપ ટળી જાય છે. બહિરાત્મભાવમાં આત્મા ચાલ્યો જાય તે એક પ્રકારનો આધ્યાત્મિક આત્મઘાત છે. તેનાથી જીવને બચાવી લેનાર શ્રી નમસ્કારમંત્રનો જાપ છે. ભાવનમસ્કાર ‘નમો અરિહંતાણં” અર્થાત્-‘અરિહંતોને નમસ્કાર’ એ પદનો તાત્પર્યાર્થ એ છે કે હું અરિહંતોનો દાસ છું, પ્રેષ્ય છું, કિંકર છું અને સેવક છું. અરિહંતો મારા સ્વામી છે, નાથ છે, માલિક છે અને સત્તાધીશ છે. અરિહંતોના નિર્દેશને અરિહંતોની આજ્ઞાને અરિહંતોના કાર્યને અને અરિહંતોની સેવાને હું સ્વીકારું છું. તેઓની આજ્ઞાનું પાલન એ જ મારો પરમ ધર્મ છે એમ હું માનું છું. નમસ્કાર્યની આજ્ઞા મુજબ જીવનને જીવવું એ જ નમસ્કારકર્તાનો શુભભાવ છે. આજ્ઞાપાલનને પ૨મકર્તવ્ય સમજનાર જ સાચો નમસ્કાર કરનારો ગણાય છે. આજ્ઞાથી પરાજ્ઞમુખ વૃત્તિવાળાનો નમસ્કાર ‘એ નામ નિક્ષેપે’ નમસ્કાર છે. આજ્ઞા ઉ૫૨નો સાચો બહુમાનભાવ એ સાચો ભાવનિક્ષેપે નમસ્કાર છે. ભાવનમસ્કાર અને આજ્ઞાપાલનનો અધ્યવસાય એકાર્થક છે. નમવું, પરિણમવું અને તદાકાર થવું એ નમસ્કા૨નો ભાવાર્થ છે. .શ્રી અરિહંતોને વિષે એકચિત્ત થવું, તેઓને વિષે જ મન સ્થાપન કરવું, તેઓનું જ ધ્યાન અને તેઓને વિષે જ લેશ્યા એ ભાવનમસ્કાર છે. ભાવથી નમવું એટલે તદ્રુપ થવું અને તદ્રુપ પરિણમવું એટલે ત્રિક૨ણયોગથી તેઓને જ સમર્પિત થવું, તન મન અને ધન તેઓના જ કાર્યમાં વાપરવાં. તેઓનું કાર્ય કરવું એમાં ત્રણેય લોકનું હિત છે. તે કાર્યને પોતાનું કાર્ય માનવું તેમજ મન, વચન અને કાયાના યોગો તેમાં જ વાપરવા તે ભાવનમસ્કાર છે. ભાવનમસ્કાર અને આજ્ઞાયોગ “નમો અરિહંતાળું” ના જાપથી શ્રી અરિહંતોની આજ્ઞાપાલનનો અધ્યવસાય જાગ્રત થાય છે. શ્રી અરિહંતોની આજ્ઞા એટલે જીવનિકાયનું હિત થાય એવું જીવન જીવવું તે. શ્રી અરિહંતોના નમસ્કારનું એ ફળ છે. આજ્ઞાપાલનનો અધ્યવસાય એટલે સમસ્ત જીવરાશિ ઉપર સ્નેહનો પરિણામ સમસ્ત જીવરાશિના હિતનો અધ્યવસાય અને તે મુજબનું જીવન. પ્રભુની આજ્ઞા ઉપર પ્રીતિ ઉત્પન્ન થવામાં પ્રથમ કારણ આજ્ઞાભંગની ભીતિ છે અને આજ્ઞાભંગથી ઉત્પન્ન થતા દુષ્ટ વિપાકનું ચિંતવન છે. આજ્ઞાભંગની ભીતિ વડે પ્રીતિ ઉત્પન્ન થાય છે, પ્રીતિ પછી ભક્તિ જાગે છે અને તે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૧૮ Page #361 -------------------------------------------------------------------------- ________________ પછી આજ્ઞાપાલનની રુચિ પ્રગટે છે. એ રુચિપૂર્વક જે અનુષ્ઠાન થાય તે વચનાનુષ્ઠાન કહેવાય છે અને તેના પરિણામે અસંગાનુષ્ઠાનની પ્રાપ્તિ થાય છે. એ મુજબ ક્રમ છે. - અસંગાનુષ્ઠાન એ મોક્ષનું અનંતર કારણ છે. અસંગાનુષ્ઠાન નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ છે. તે જ્ઞાનક્રિયાની અભેદ ભૂમિકારૂપ છે, કેમ કે તે શુદ્ધ ઉપયોગ અને શુદ્ધ વીર્ષોલ્લાસની સાથે તાદાસ્યભાવને ધારણ કરે છે. અત્યંત પ્રીતિપૂર્વક થાય તે પ્રીતિઅનુષ્ઠાન, આદર-બહુમાનપૂર્વક થાય તે ભક્તિ અનુષ્ઠાન, આગમને અનુસરીને થાય તે વચનાનુષ્ઠાન અને તે અતિશય અભ્યાસથી આગમની અપેક્ષા વિના જ સહજ ભાવે થાય તે અસંગાનુષ્ઠાન છે. અસંગાનુષ્ઠાનમાં યોગ અને ઉપયોગની શુદ્ધિ તેના પ્રકર્ષ પર્યત પહોચેલી હોય છે. શ્રી અરિહંત ભગવંતો ઉપર પ્રીતિનો પરિણામ જો જીવનિકાયના હિતની બુદ્ધિમાંથી થયેલો હોય તો તે શુદ્ધ અને સ્થિર હોય છે. પડુજીવનિકાયના હિતનો પરિણામ સૌ પ્રથમ ભવની ભીતિમાંથી જન્મે છે. તે પછી આત્મૌપજ્યભાવમાંથી જન્મે છે. શ્રી અરિહંતોની ભક્તિ દ્રવ્ય-ભાવ ઉભયથી હોય છે. તેમાં ભાવભક્તિ આજ્ઞાપાલન-સ્વરૂપ છે. તેથી ભાવભક્તિનું બીજ આજ્ઞાપાલનનો અધ્યવસાય છે. એ જ અધ્યવસાય ભાવનમસ્કારની પ્રાપ્તિ કરાવે છે. ભાવનમસ્કાર અંતે સર્વ પાપવૃત્તિઓનો નાશ કરી પરમમંગલપદની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કાર વડે ધ્યાનસિદ્ધિ આજ્ઞાનું આરાધન મોક્ષ માટે થાય છે અને આજ્ઞાનું વિરાધન સંસાર માટે થાય છે. પ્રભુની આજ્ઞા આશ્રવોના ત્યાગની અને સંવરોના સ્વીકારની છે. જે જે ક્રિયાથી આત્મામાં કર્મ આવે તે આશ્રવ છે અને આવતાં કર્મ રોકાય તે સંવર છે. ભવનો અંત કે ભવનું ભ્રમણ પ્રભુને આધીન છે એટલે કે પ્રભુની આજ્ઞાને આધીન આજ્ઞાની આરાધના અને વિરાધના-એ જ અનુક્રમે મોક્ષનું અને ભવનું કારણ છે. સંવરભાવ એ આજ્ઞાની આરાધના છે. સામાયિક એ સંવર છે અને નમસ્કાર એ સામાયિકનું સાધન છે તેથી નમસ્કાર પણ સંવર છે. સામાયિકથી અવિરતિરૂપી આશ્રવનો સંવર થાય છે. નમસ્કારથી મિથ્યાત્વરૂપી આશ્રવનો સંવર થાય છે. નમસ્કારમાં ભગવાનના સ્વરૂપનું ચિંતન થાય છે તે નિશ્ચયથી નિજસ્વરૂપનું જ ચિંતન છે. શ્રી જિનની પૂજા પરમાર્થથી નિજની પૂજા છે કહ્યું છે કે જિનવર પૂજા રે, તે નિજ પૂજના રે. ભાગવસ્વરૂપના આલંબનથી આત્મધ્યાન સહજ બને છે. સમસ્ત દ્વાદશાંગીનો સાર ધ્યાનયોગ છે. ધ્યાનવડે આત્મસ્વરૂપની સ્પર્શના થાય છે તેને સમાપત્તિ કહે છે. શ્રી નમસ્કારમંત્ર વડે તે ધ્યાનની સિદ્ધિ થાય છે. કહ્યું છે કે 'श्री नमस्कारमंत्रेण सकलध्यानसिद्धिः ।' અનુપ્રેક્ષાકિરણ ૩. ૩૧૯ Page #362 -------------------------------------------------------------------------- ________________ મંત્રસિદ્ધિ માટે અનિવાર્ય બીજના ભોગે પોતે જીવવા ઇચ્છે તે પશુત્વ છે. પોતાના ભોગે બીજાને જીવાડવા ઈચ્છે તે મનુષ્યત્વ છે. અથવા પોતે જેમ જીવવાને ઈચ્છે છે તેમ બધા પણ જીવવાને ઈચ્છે છે, એમ સમજીને બધાની સાથે આત્મતુલ્ય વ્યવહાર કરે છે. કામ, ક્રોધ, મોહ, મદ, માન એ જ તાત્ત્વિક પશુત્વ છે. તે જ ભાવશત્રુઓનો નાશ પોતાના આત્માની અને જગતના જીવોની શાન્તિ માટે અનિવાર્ય છે. मातृवत् परदारेषु । - એ ભાવના કામ અને રાગને શમાવે છે. लोष्ठवत् परद्रव्येषु । - એ ભાવના લોભ અને મોહને કાબૂમાં લાવે છે. आत्मवत् सर्वभूतेषु । - એ ભાવના મદ, માન, ઈર્ષા-અસૂયાદિ વિકારોને શમાવે છે. શાસ્ત્ર કહે છે કે ક્ષાન્ત, દાન્ત અને શાન્ત આત્માને જ કોઈ પણ પ્રાર્થના યા મંત્ર ફળીભૂત થાય છે. અહિંસાના પાલનથી ક્રોધ જિતાય છે અને ક્ષાત્ત બનાય છે. સંયમના પાલનથી કામ જિતાય છે અને દાન્ત બનાય છે. તપના સેવનથી લોભ જિતાય છે અને શાન્ત થવાય છે. કામને જીતવા માટે “માતૃવત્ પરy ની ભાવના કર્તવ્ય છે. લોભને જીતવા માટે “ઝવત રિદ્રવ્યg ભાવના કર્તવ્ય છે ક્રોધને જીતવા માટે “સાત્મવત્ સર્વભૂતેષુ '' ની ભાવના કર્તવ્ય છે. લોભને જીતનાર શાન્ત આત્મા જ સાચો તપસ્વી છે. કામને જીતનાર દાન્ત આત્મા જ સાચો સંયમી છે અને ક્રોધને જીતનાર ક્ષાત્ત આત્મા જ સાચો અહિંસક છે. મંત્રસિદ્ધિની યોગ્યતા પ્રાપ્ત કરવા માટે તે ત્રણેય ગુણો મેળવવા જોઈએ. આત્મા જ નમસ્કાર છે મંત્રસાધનાનું મહત્ત્વ અર્થની દૃષ્ટિએ નથી પણ બીજની દષ્ટિએ છે. “ો એ શ્રદ્ધાસૂચક છે, ‘હું એ સર્વજ્ઞતાનું બીજ હોવાથી જ્ઞાનસૂચક છે અને “તા એ મનનક્રિયારૂપ હોવાથી ચારિત્રસૂચક છે. “નમો અરિહંતાણે એ મંત્રનાં ત્રણ પદો એ રીતે રત્નત્રયસૂચક છે. અનુક્રમે તત્ત્વરુચિ, તત્ત્વબોધ અને તત્ત્વરમણતારૂપ અર્થને બતાવે છે. એ અર્થ ભેદ-રત્નત્રયીની દષ્ટિએ છે. અભેદ-રત્નત્રયીની દષ્ટિએ પણ તેનો અર્થ ઘટાવી શકાય છે. ઈમ્ પદની વ્યાખ્યા કરતાં “શ્રીસિદ્ધહેમબૃહદવૃત્તિમાં કહ્યું છે કે"प्रणिधानं चाऽनेन सह आत्मनः सर्वतः संभेदः तदभिधेयेन चाऽभेदः अयमेव हि तात्त्विको नमस्कार इति ।' અહ' પદનું પ્રણિધાન “સંભેદપ્રણિધાન' છે અને મારું વાચ્ય પરમાત્મસ્વરૂપનું પ્રણિધાન તે “અભેદપ્રણિધાન' છે. આ અભેદપ્રણિધાન એ જ તાત્ત્વિક નમસ્કાર છે. અહીં ‘કાર વડે નમસ્કાર અને અરિહંતનો અભેદ N ૭૨૦ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #363 -------------------------------------------------------------------------- ________________ સૂચવ્યો છે. જેમ ‘બહૈં” નું અભેદ-પ્રણિધાન એ તાત્ત્વિક નમસ્કાર છે. તેમ ત્રાણ પણ ‘અરિહંત’ પરમાત્મા જ છે. એ રીતે ‘નો’, ‘હિં’ અને ‘તાળ’ એ ત્રણેય એક જ અર્થને સૂચવનાનાં બની જાય છે. ‘ઊજ્જૈ’ વાચ્ય શ્રી અરિહંતપરમાત્માનો નમસ્કાર અને તેથી ફલિત થતું ત્રાણરક્ષણ એક જ આત્મામાં રહેલું છે. આત્મા જ ‘હૈં’, આત્મા જ ‘ત્રાળ’ અને આત્મા જ ‘નો’ નમસ્કારરૂપ છે. બીજા શબ્દોમાં આત્મા જ જ્ઞાન, આત્મા જ દર્શન અને આત્મા જ ચારિત્ર-એમ અભેદરત્નત્રયી પણ નમસ્કારના પ્રથમપદમાં રહેલી છે. નમસ્કાર વડે વિશ્વનું પ્રભુત્વ વિશ્વ ઉપર પ્રભુત્વ પાંચ સમવાયનું છે. પાંચ સમવાય એટલે પાંચ કારણોનો સમુદાય. પાંચ કારણોનાં નામ અનુક્રમે કાળ, સ્વભાવ, નિયતિ, કર્મ અને પુરુષકાર. ચિત્તને સમત્વભાવની તાલીમ પાંચ કારણવાદના તત્ત્વજ્ઞાનથી મળે છે. પાંચ કારણોનો સમવાય માનવાથી દીનતા-અહંકારાદિ દોષોનો વિલોપ થઈ જાય છે. એકલો દૈવવાદ માનવાથી દીનતા આવે છે. એકલો પુરુષકારવાદ માનવાથી અહંકાર ઉત્પન્ન થાય છે. એકલી નિયતિ, એકલો કાળ કે એકલો સ્વભાવવાદ માનવાથી સ્વચ્છંદ પોષાય છે. પાંચેય કારણો મળીને કાર્ય બને છે, એમ માનવાથી એકેક વાદથી પોષાતા સ્વચ્છંદાદિ દોષોનો નિગ્રહ થાય છે અને સારા-નરસા બનાવ વખતે ચિત્તનું સમત્વ ટકી રહે છે. જેમ જેમ સમત્વભાવ વિકસે છે, તેમ તેમ કર્મક્ષય વધતો જાય છે. સમ્યક્ત્વ સમત્વભાવરૂપ છે માટે તેને સમકિતસામાયિક કહેવાય છે.વિરતિ અધિક સમત્વસૂચક તેને દેશવિરતિ અને સર્વવિરતિ સામાયિક કહે છે. અપ્રમાદ એથી પણ અધિક સમત્વસૂચક છે. એથી આગળ અકષાયતા, અયોગતાદિ ઉત્તરોત્તર અધિક સમત્વરૂપ હોવાથી અધિક અધિક નિર્જરાના હેતુ છે. તેથી વિશ્વ ઉપર પાંચ સમવાયનું પ્રભુત્વ છે એટલે સમત્વભાવનું પ્રભુત્વ છે અને સમત્વભાવ ઉપર શ્રી અરિહંતાદિ ચારનું પ્રભુત્વ છે. કહ્યું છે કે કાળ સ્વભાવ ભવિતવ્યતા, એ સઘળા તારા દાસો રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજ સબલ વિશ્વાસો રે. ૭ પૂજ્ય ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિપ્રજ્ઞપ્ત ધર્મ-એ ચારના અવલંબનથી શુભ ભાવ પ્રકટે છે. એ શુભભાવ પાંચ સમવાય ઉપર પ્રભુત્વ ધરાવે છે. તેથી વિશ્વના સાચા સ્વામી શ્રી અરિહંતાદિ ચાર છે. તેમને કરાયેલો નમસ્કાર, નમસ્કાર કરનારને સમગ્ર વિશ્વ ઉપર પ્રભુત્વ અપાવે છે. પાંચેય કારણો ઉપર શુભભાવનું પ્રભુત્વ દુષ્કૃતગહ વડે સહજમળનો હ્રાસ થાય છે. સુકૃતાનુમોદના વડે તથાભવ્યત્વભાવનો વિકાસ થાય છે. શરણગમન વડે ઉભય સધાય છે, કેમ કે જેનું શરણ ગ્રહણ થાય છે તેઓનો સહજમળ સર્વથા નાશ પામ્યો છે અને તેઓનું તથાભવ્યત્વ પૂર્ણ પણે વિકાસ પામ્યું છે. અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૨૧ Page #364 -------------------------------------------------------------------------- ________________ સહજમળ તે પર-પુદ્ગલના સંબંધમાં આવવાની શક્તિ છે. દુષ્કૃતમાત્ર તે શક્તિનું પરિણામ છે. તે શક્તિનું બીજ જ્યારે બળી જાય છે, ત્યારે પરના સંબંધમાં આવવાની ઇચ્છામાત્રનો વિલય થાય છે. પરને આધીન એવા સુખને પામવાની ઈચ્છા નષ્ટ થવાથી સ્વાધીન સુખને પામવાની ઇચ્છા વિકાસ પામે છે, તે જ તથા ભવ્યત્વભાવનો વિકાસ છે. સ્વાધીન સુખને પામેલાનું શરણ અચિંત્ય શક્તિશાળી છે. તે પરાધીન સુખની ઇચ્છાનો નાશ કરાવી, સ્વાધીન સુખની ઇચ્છાનો વિકાસ કરાવી અંતે સ્વાધીન સુખને સંપૂર્ણપણે પમાડીને જ જંપે છે. અનાદિનિગોદમાંથી જીવને બહાર કાઢનાર શ્રી સિદ્ધભગવંત છે, તેઓનું ઋણ પોતાને માથે ધારણ કરનાર, તેઓનાં સુકૃતનું નિરંતર અનુમોદન કરે છે. તે ઋણ જ્યાં સુધી પોતે ચૂકવી શકતો નથી ત્યાં સુધી પોતાના તે દુષ્કતની ગહ કરે છે. શ્રી સિદ્ધભગવંતના ઉપકારરૂપી સુકૃતને અને સંસારમાં રહીને પોતે અનેકને અપકાર કરે છે, તે રૂપ દુષ્કતને જે નિરંતર યાદ કરે છે તેને સાચું સુકૃતાનુમોદના અને સાચું દુષ્કતગહણ થાય છે. ગઈણ સહજમળનો નાશ કરે છે અને અનુમોદન ભવ્યત્વભાવનો વિકાસ કરે છે. તેના પ્રભાવે મુક્તિના પાંચેય કારણો આવી મળે છે. તેથી પાંચેય કારણો ઉપર પ્રભુત્વ શુભભાવનું છે. દ્વૈત અને અદ્વૈત નમસ્કાર - પરમેષ્ઠિ એટલે પરમ-ઉત્કૃષ્ટસ્વરૂપમાં જેઓ અવસ્થિત છે તે. આત્માનું ઉત્કૃષ્ટસ્વરૂપ સમભાવમાં છે. તેમાં જ જેઓ સ્થિત છે-અવસ્થિત છે, તેઓ પરમેષ્ઠિ કહેવાય છે. શ્રી અરિહંત અને સિદ્ધ કેવળ પૂજ્ય છે તેથી દેવતત્ત્વ છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ પૂજ્ય પણ છે અને પૂજક પણ છે તેથી ગુરુતત્ત્વ છે. ધર્મનો આત્મા દેવ અને ગુરુતત્ત્વ છે. એ બન્ને તત્ત્વોની ભક્તિ તે ધર્મનો પ્રાણ છે. એ પ્રાણની રક્ષા કરનાર મંદિર-મૂર્તિ-પૂજાદિ ધર્મનાં દેહ અને વસ્ત્રાલંકાર છે. મોટાઓ પાસે આપણી લઘુતા અને તેઓની ગુરુતા પ્રગટ થાય એવું વર્તન કરવું તેનું નામ નમસ્કાર છે. તેના બે ભેદ છેઃ વૈત અને અદ્વૈત. જ્યાં સુધી વિશેષ પ્રકારની સ્થિરતા પ્રાપ્ત થઈ ન હોય ત્યાં સુધી હું ઉપાસક અને તે ઉપાસ્ય એવો દૈતભાવ હોય છે, તે દૈતનમસ્કાર છે. રાગદ્વેષના વિકલ્પોનો નાશ થઈ જવાથી ચિત્તની એટલી બધી સ્થિરતા થઈ જાય છે કે તેમાંથી દૈતભાવ જ ચાલ્યો જાય તે અદ્વૈતનમસ્કાર છે. તે સ્થિતિમાં પોતાની જાત જ ઉપાસ્ય બને છે અને પોતાના શુદ્ધસ્વરૂપનું જ ધ્યાન થયા કરે છે. દ્વતનમસ્કાર અદ્વૈતનમસ્કારનું સાધન માત્ર છે. સિદ્ધોના પરોક્ષસ્વરૂપને બતાવનાર શ્રી અરિહંત છે. તેથી વ્યવહારદષ્ટિએ તેઓ પ્રથમ છે. એ રીતે પંચપરમેષ્ઠિઓનો ક્રમ પૂર્વાનુપૂર્વીથી છે એમ સાબિત થાય છે. જપની ક્રિયા દેખફલા છે જપની ક્રિયા દષ્ટફલા-પ્રત્યક્ષ ફળ આપનારી છે. મંત્રશક્તિ કોઈ દિવસ પણ ખોટી પડતી નથી. જેમ વીજળીના પ્રવાહ (current)માં વીજળીનું સામર્થ્ય રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #365 -------------------------------------------------------------------------- ________________ ગુપ્ત રીતે રહેલું છે, તેમ મંત્રમાં તેના દેવતાનું દિવ્યસામર્થ્ય દિવ્યતેજ ગુપ્ત રીતે રહેલું છે. અનુકૂળ દ્યોતન દ્વારા તેને પ્રકટાવી શકાય છે. સાધકના આત્માને દિવ્યતા અપાવે તે દેવ. દેવતા, ઋષિ, છંદ તથા વિનિયોગ મંત્રની આ ચાર વસ્તુઓ અગત્યની છે. જપને યજ્ઞ પણ કહે છે. જપયજ્ઞમાં હોમવાનો પદાર્થ અહંકારભાવ છે. અહંકારભાવના કારણે જ જીવનું શિવસ્વરૂપ વિસારે પડ્યું છે. આત્મારૂપી દેવની આગળ જીવનો અહંકારભાવ ધરી દેવાનો છે. આ ક્રિયા જ ચિત્તપ્રસાદને પ્રકટાવે છે. મંત્રજાપ સાથે મંત્રદેવતાનું અને તે મંત્ર આપનાર સદ્ગુરુનું ધ્યાન ખ્યાલમાં રહેવું જોઈએ. નમઃ' શબ્દનું ઉચ્ચારણ થતાંની સાથે જ મન, વાણી અને શરીર ઇષ્ટને સોંપાઈ જવા જોઈએ. તે ત્રણેય ઉપર મારાપણાનું અભિમાન છૂટી જવું જોઈએ. આ અભિમાન જેમ જેમ છૂટે છે તેમ તેમ મંત્રદેવતા સાથે એકતા સધાય છે. જેટલા અક્ષરનો મંત્ર હોય, તેટલા લક્ષ જાપ કરવાથી એક પુરશ્ચરણ થાય છે. ઉપાસ્ય દેવતાના સાક્ષાત્કાર માટે આવા પુરશ્ચરણોની ખાસ જરૂર હોય છે. પુરશ્ચરણ વખતે ઉપાસકની અનેક પ્રકારની કસોટી થાય છે. તે વખતે ક્ષોભ ન પામતાં ધૈર્યધારણ કરનારને મંત્ર સાક્ષાત્કાર થાય છે. જાત ઉપર કાબૂ મેળવવાનો મહામંત્રી વિશ્વ ઉપર કાબૂ મેળવવા માટે પોતાની જાત ઉપર કાબૂ મેળવવો જોઈએ. પોતાની જાત ઉપર કાબૂ મેળવવા માટે પોતાની પાંચેય ઈન્દ્રિયો અને છઠ્ઠા મન ઉપર કાબૂ મેળવવો જોઈએ. ઈન્દ્રિયો અને મન ઉપર કાબૂ ત્યારે જ આવે કે જ્યારે તેમાં વિલસી રહેલું ચૈતન્ય તેથી જુદું છે અને પોતાની શક્તિ વડે તે બધાનું સંચાલન કરી રહેલું છે એવો બોધ સ્પષ્ટ થાય. જે ખાતો નથી અને ખવડાવે છે, જે પીતો નથી અને પિવડાવે છે, જે સૂતો નથી અને સૂવડાવે છે, જે પહેરતો નથી અને પહેરાવે છે, જે ઓઢતો નથી અને ઓઢાડે છે, જે બેસતો નથી અને બેસાડે છે, જે ઊઠતો નથી અને ઉઠાડે છે, જે ચાલતો નથી અને ચલાવે છે, જે જોતો નથી અને દેખાડે છે, જે સાંભળતો નથી અને સંભળાવે છે, જેને આપણે ભૂલી જઈએ છીએ છતાં જે કદી આપણને ભૂલતો નથી, જે બધી ઈદ્રિયોમાં અને મનમાં ચૈતન્ય પૂરું પાડે છે અને છતાં તે બધાથી પર છે તે જ ધ્યેય છે, તે જ ઉપાસ્ય છે અને તેજ આરાધ્ય છે, તે જ લોકમાં મંગલ, ઉત્તમ અને શરણ્ય છે, તે જ સ્મરણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય અને ધ્યાન કરવા યોગ્ય છે એવો નિશ્ચય જ્યારે દઢ થાય છે ત્યારે પાંચેય ઈદ્રિયો અને મન ઉપર તથા પોતાની સમગ્ર જાત ઉપર જીવ કાબૂ મેળવે છે. મહામંત્રની ઉપાસનામાં પરમધ્યેય તરીકે તે પરમતત્ત્વની જ એક ઉપાસના વિવિધ રીતે થાય છે. તેથી તેનો જાપ અને સ્મરણ સતત કરવા યોગ્ય છે. “નમો પદ વડે પરમાત્માની નજીક જવાય છે. હું પદ વડે પરમાત્મામાં પકડ આવે છે. ‘તા પદ વડે પરમાત્મામાં એકાગ્રતાની બુદ્ધિ થાય છે. સમગ્ર ત્રણેય પદ વડે અને તેની અર્થભાવના વડે પરમાત્માની સાથે એકત્વ અભેદનો અનુભવ થાય છે. તેથી “નમો રિહંતા' એ મહામંત્ર છે. અનુશાકિરણ ૩ - ૩૨૩ Page #366 -------------------------------------------------------------------------- ________________ મંત્રનો જાપ સ્થિર ચિત્તથી, સ્વસ્થ ગતિથી અને મંત્રાર્થ ચિંતનપૂર્વક થવો જોઈએ. મંત્ર, મંત્રદેવતા અને મંત્રદાતા ગુરુમાં દઢ શ્રદ્ધા, એ સાધનાનાં ત્રણ ચરણો છે. જો એક પણ ચરણનો ભંગ હોય તો સાધના પંગુ બને છે અને અસફળ થાય છે. નમો'પદ વડે ઔદયિકભાવનો નિષેધ ત્યાં સુધી કરવો કે એક પણ નિષેધ કરવા યોગ્ય પરભાવ બાકી ન રહે. પછી જે રહે તે જ આત્મા છે, અરિહંત છે અને શુદ્ધ સ્વરૂપવાળા પરમાત્મા છે. સમતાસામાયિકની સિદ્ધિ સમ્યગ્દષ્ટિ જીવોને વિશ્વની વિવિધતા અને વિચિત્રતા સંવેગ અને વૈરાગ્યની વૃદ્ધિ માટે થાય છે તથા અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મના પાલનમાં ઉપકારક થાય છે. જીવોની કર્મકૃત વિચિત્રતાઓને મૈથ્યાદિ ભાવો વડે સહવી, તે અહિંસાનું બીજ છે અને પોતાને પ્રાપ્ત થતી સુખદુઃખ આદિ વિવિધ અવસ્થાઓને સમભાવે વેઠવી તે અનુક્રમે સંયમ અને તપનું બીજ છે. તપધર્મને વિકસાવવા માટે દુઃખની પણ ઉપયોગિતા છે. સંયમધર્મને વિકસાવવા માટે સુખની પણ ઉપયોગિતા છે. અહિંસાને આરાધવા માટે જીવોની વિવિધતાની પણ ઉપયોગિતા છે. જીવોને સહવા તે અહિંસા છે, સુખોને સહવાં તે સંયમ છે અને દુખોને સહવાં તે તપ છે. જીવોને સહવા એટલે કે શત્રુ, મિત્ર કે ઉદાસીન પ્રત્યે તુલ્યભાવ કેળવવો. સુખોને સહવાં એટલે સુખ વખતે વિરક્ત રહેવું. દુઃખોને સહવાં એટલે દુઃખ વખતે અદીન રહેવું. જીવોની વિવિધતામાં એકતાનું ભાન અહિંસાને વિકસાવે છે, સુખોમાં દુઃખ બીજાનું જ્ઞાન સંયમને વિકસાવે છે અને દુઃખોમાં સુખબીજાનું જ્ઞાન તપગુણને વિકસાવે છે. દુઃખમાત્ર જો સમજપૂર્વક વેચવામાં આવે, તો સુખનાં બીજ છે. સુખમાત્ર જો સમજ વિના વેદવામાં આવે તો દુઃખનાં બીજ છે. જીવમાત્ર સત્તાથી શિવ છે. ચૈતન્યસામાન્યથી જીવોમાં એકતાનું જ્ઞાન સમત્વ વિકસાવે છે. દ્રવ્ય સામાન્યથી સુખદુઃખમાં અભિન્ન એક આત્માનું જ્ઞાન સમતાભાવનું કારણ બને છે. સમાનભાવને આગળ કરવાથી સમતાસામાયિકની સિદ્ધિ થાય છે. ધર્મ ચિત્તની સમાન વૃત્તિમાં છે. અહિંસા, સંયમ, તપ વગેરેની ક્રિયા ચિત્તવૃત્તિને એક જ આલંબનમાં ટકાવી રાખવાનું સાધન છે. મંત્રજાપની ક્રિયા પણ મનોગુપ્તિનું-મનના રક્ષણનું સાધન છે. મનોગુપ્તિ એ મોક્ષનું સાધન છે. મંત્રથી બંધાયેલું મન મનોગુપ્તિનું સાધન બનીને મોક્ષનું સાધન બને છે. જપ વડે ભગવાનનું પ્રણિધાન થાય છે. સર્વશ્રેષ્ઠ જપયજ્ઞ જ૫ વડે ભગવાનનું પ્રણિધાન થાય છે ભગવાનના નામનો જાપ કરવાથી બાહ્ય વ્યાપારોનો વિરોધ થાય છે. શબ્દાદિ બાહ્ય વ્યાપાર રોકાઈ જવાથી આંતરજ્યોતિ પ્રગટ થાય છે, તેને પ્રત્યક-ચૈતન્ય કહે છે. જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે તેથી ભક્તિ અને શ્રદ્ધામાં ઉત્તરોત્તર વધારો થાય છે. શાસ્ત્રોમાં વિશિષ્ટ ગુણવાન પુરુષોના પ્રણિધાનથી મહાફળ થવાનું કહ્યું છે તે વાત ભગવાનના નામનો જાપ AN ૩૨૪ ૩૨૪ ત્રિલોકચદીપક મહામંત્રાધિરાજ Page #367 -------------------------------------------------------------------------- ________________ કરવાથી પ્રત્યક્ષ અનુભવાય છે. ભગવાનના નામના જાપ વડે પાપનાશનું સ્વાભાવિક કાર્ય થતું જ હોય છે. પછી તે જાપ વ્યગ્રચિત્તે હોય કે એકાગ્રચિત્તે , કિન્તુ અતીન્દ્રિય શક્તિ અને અલૌકિક આનંદનો અનુભવ તો એકાગ્રચિત્તે થતા જાપ વડે જ અનુભવાય છે. ઉપર્યુક્ત અર્થને જ નીચેના શ્લોકો કહે છે. अवं च प्रणवेनैतत्, जपात् प्रत्युहसंक्षयः । प्रत्यक्चैतन्यलाभश्च, इत्युक्तं युक्तं पतञ्जलेः ॥ रजस्तमोमयादोषा-द्विक्षेपाश्चेतसो ह्यमी । सोपकमा जपानाशं, यान्ति शक्तिहीति परे ॥ प्रत्यक्चैत्न्यमप्यस्मा-दन्तर्योतिःप्रथामयम् । बहिर्व्यापाररोधेन, जायमानं मतं हि नः ॥ - ધાત્રિશત્ ધાત્રિશિકા અન્યત્ર પણ કહ્યું છે કે સરળતાથી જપી શકાય એવું ભગવાનનું નામ અને પોતાને વશવર્તી એવી જિહુવા હોવા છતાં તેનો ઉપયોગ નહિ કરનાર લોક ઘોર નરકમાં જાય છે. એ જોઈને જ્ઞાની પુરુષોને સખેદ આશ્ચર્ય થાય योगातिशयतश्चाऽयं, स्तोत्रकोटिगुणः स्मृतः । योगदष्ट्या बुधैर्टष्टो, ध्यानविश्रामभूमिका ॥ - ત્રિશ ત્રિશિકા અર્થ - યોગાચાર્યોએ પ્રભુના જાપને સ્તોત્ર કરતાં પણ કોટિગુણા ફળવાળો કહ્યો છે, એટલું જ નહિ પરંતુ જાપને ધ્યાનની વિશ્રાન્તિભૂમિકા કહી છે. બહાર પ્રસરી રહેલી વૃત્તિઓને ખેંચીને અંતરમાં સમાવવા સારુ જાપ જરૂરી છે. જપથી પ્રાણ અને શરીર સમતોલ અવસ્થાને પામે છે તથા મન સ્થિર અને શાન્ત થાય છે, જપ બહિવૃત્તિઓનો નાશ કરે છે. તેની કામનાવાળા જીવોની કામનાની પૂર્તિ કરાવી અંતે તે નિષ્કામ બનાવે છે. . નમો મંત્ર મનને કલ્પનાજાળથી છોડાવી અને સમત્વમાં પ્રતિષ્ઠિત કરી અંતે આત્મનિષ્ઠ બનાવે છે. જાપ કરનારે પ્રથમ, આસન સિદ્ધ કરવું જોઈએ. આસનથી દેહનું ચાંચલ્ય નાશ પામે છે. ચાંચલ્ય રજોગુણ અને તમોગુણથી થાય છે. તે નાશ પામતાં મન અને પ્રાણનો નિગ્રહ સરળ બને છે. ‘ગ એ આત્માનો સંકેત છે અને “નમો એ પ્રાણનો સંકેત છે. ‘તા પદ ઉભયની એકતાને જણાવનારું ચિહ્ન છે. નમો વડે પ્રાણ “દું રૂપી આત્મામાં જોડાય છે અને તેથી ત્રાણશક્તિ ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયોને વિષયોથી ઉપરામ કરાવી આત્માને વિષે હોમવાનું કાર્ય નમો’ મંત્ર વડે સધાય છે. તેથી તેને સર્વ પ્રકારના યજ્ઞોમાં શ્રેષ્ઠયજ્ઞ તરીકેનું પણ સ્થાન મળે છે. નમસ્કાર વડે બોધિ અને નિરુપસર્ગ નમો’ એટલે વંદન, પૂજન, સત્કાર અને સન્માન. તેના પરિણામે બોધિ અને નિરુપસર્ગ અવસ્થા પ્રાપ્ત થાય છે. નમો પદ નિરુપસર્ગ પર્વતના લાભનો હેતુ છે એ નિર્ણય શ્રદ્ધા, મેઘા, વૃતિ ધારણા અને અનુપ્રેક્ષાથી થાય શ્રદ્ધાદિ સાધનો ઉત્કટ ઈચ્છા પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિનાં સાધન બનીને નમસ્કાર દ્વારા નિરુપસર્ગપદને અપાવે છે. નિરુપસર્ગપદ એટલે જ્યાં જન્મ-મરણાદિ ઉપસર્ગો નથી એવું મોક્ષસ્થાનઃ વંદન એટલે અભિવાદન અને મન, વચન તથા કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ. પૂજન એટલે પુષ્પાદિ વડે સમ્યઅભ્યર્ચન. સત્કાર એટલે અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૨૫ પS ૩૨૫ Tit જ0 Page #368 -------------------------------------------------------------------------- ________________ શ્રેષ્ઠવસ્ત્રાલંકારાદિ વડે પૂજન. સન્માન એટલે સ્તુતિ-સ્તોત્રાદિ વડે ગુણગાન. તેના પરિણામે બોધિ એટલે જિનધર્મની પ્રાપ્તિ. વંદન, પૂજન, સત્કાર સન્માન આદિ જ્યારે શ્રદ્ધા વડે થાય પણ બલાત્કારાદિ વડે નહિ, મેઘા વડે થાય પણ જડ ચિત્તથી નહિ, ધૃતિથી થાય પણ આકુળવ્યાકુળતાથી નહિ, ધારણાથી થાય પણ શૂન્યચિત્તે નહિ, તથા અનુપ્રેક્ષાપૂર્વક થાય પણ માત્ર ક્રિયારૂપે નહિ, ત્યારે તે ભાવરૂપ બને છે અને બોધિ તથા નિરુપસર્ગઅવસ્થાનું કારણ બને છે. નવકારના પ્રથમપદનો અર્થ નવકારના પ્રથમપદનો અર્થ એ છે કે-‘ä’‘હૈં’ અને ‘ગ' ને નમસ્કાર એ ત્રાણસ્વરૂપ છે. ‘અહિં’ એ પ્રભુની ધર્મકાયઅવસ્થાને કહે છે. ‘ગરö’ એ પ્રભુની કર્મકાયઅવસ્થાને કહે છે. ‘અહં’એ પ્રભુની તત્ત્વકાયઅવસ્થાને કહે છે. ધર્મકાયઅવસ્થા જન્મને જિતાવનારી છે. કર્મકાયઅવસ્થા જીવનને જિતાવનારી છે. તત્ત્વકાયઅવસ્થા મરણને જિતાવનારી છે. જન્મ, જીવન અને મરણ-એ ત્રણેય અવસ્થાઓ ઉપર જેઓએ વિજય પ્રાપ્ત કર્યો છે તે ‘નિં’ છે. સંસ્કૃતમાં ‘અદ્વૈ’શબ્દ ઉપરથી પ્રાકૃતમાં ત્રણ રૂપ બને છે, તે જ અનુક્રમે ‘હિં’, ‘દં’અને ‘T’ છે. ‘ફ્રૂ’શબ્દ બ્રહ્મ છે તેથી પરબ્રહ્મનો વાચક છે. પરબ્રહ્મ ચૈતન્ય પર સામાન્યથી એક રૂપ છે. તેને નમસ્કાર એટલે તદ્રુપપરિણમન. તે પરિણમન નિર્વિકલ્પ-ચિન્માત્ર-સમાધિરૂપ છે. તેથી તેમાં ભવનો બાધ થઈ જાય છે. ‘દં’, ‘દં’કે ‘અનં’ એ શબ્દો શુદ્ધ આત્મસ્વરૂપના બોધક હોવાથી શ્રુતસામાયિકની પ્રાપ્તિ કરાવે છે. શ્રુતસામાયિક એ સમ્યક્ત્વસામાયિકની પ્રાપ્તિનું કારણ છે. શ્રી અરિહંતોને ભાવથી થતો નમસ્કાર એ સમ્યક્ત્વ સામાયિકરૂપ છે, કેમ કે તેમાં આત્મતત્ત્વની અભેદભાવે પ્રતીતિ છે. એ પ્રતીતિનું ફળ સર્વવિરતિસામાયિક, અપ્રમત્તભાવ અને અકષાયભાવની પ્રાપ્તિ કરાવી પરંપરાએ તે સયોગી અને અયોગી કેવલિ અવસ્થાને અપાવે છે. તેથી તેમાં સાધુનમસ્કાર અને સિદ્ધનમસ્કાર આવી જાય છે. ભાવનમસ્કાર એ એક અપેક્ષાએ સંગ્રહનયનું સામાયિક છે. તેમાં સ્વરૂપાસ્તિત્વ અને સાદશ્યાસ્તિત્વરૂપે આત્મતત્ત્વની એકતાનું ભાન થાય છે. એ ભાન અનાદિઅજ્ઞાન ગ્રંથિનો છેદ કરે છે. અનાદિ અજ્ઞાન ગ્રંથિનો છેદ થવાથી કુદેવ, કુગુરુ અને કુધર્મમાં સુદેવ, સુગુરુ અને સુધર્મની બુદ્ધિ ઉત્પન્ન થતી નથી અને અનંતાનુબંધી કષાયજન્ય હિંસાદિ પાપસ્થાનોનું સેવન થતું નથી. વળી સુદેવ, સુગુરુ અને સુધર્મ તથા ત્રણ તત્ત્વોને માનનાર શ્રી ચતુર્વિધસંઘ અને સાધર્મિકોની ભક્તિમાં પ્રમાદ થતો નથી. ચૈતન્ય પર સામાન્ય વડે આત્મતત્વની એકતાનો બોધ થતો હોવાથી વૈર-વિરોધનો નાશ થાય છે, સમગ્ર જીવરાશિ ઉપર સ્નેહ-પરિણામની વૃદ્ધિ થાય છે, દાન, દયા, પરોપકારાદિ ગુણોનો વિકાસ સહજ બને છે અને ૩૨૬ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #369 -------------------------------------------------------------------------- ________________ અલ્પકાળમાં મુક્તિનાં અનલ્પસુખનો લાભ થાય છે. આ બધો લાભ શ્રી નવકારમંત્રના પ્રથમપદનો અર્થભાવના સાથે થતો જાપ મેળવી આપે છે. તેથી તેનો જેમ બને તેમ વિશેષ આદર કરવો જોઈએ. ત્રણ ગણોની શુદ્ધિ મન-વચન-કાયાના યોગો તથા જ્ઞાન-દર્શન-ચારિત્રસ્વરૂપ આત્માના ગુણો વગેરે નવકારના પ્રથમપદના સ્મરણથી શુદ્ધ થાય છે, ત્રણ લોગોની શુદ્ધિથી વાત-પિત્ત-કફ-રૂપી, દેહની ત્રણ ધાતુઓના વૈષમ્યની શુદ્ધિ થાય છે અને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપી આત્માની ત્રણ ધાતુઓ અર્થાત ત્રણ ગુણોની પણ શુદ્ધિ થાય છે. કહ્યું છે કેवातं विजयते ज्ञानं, दर्शनं पित्तवारणम् । कफनाशाय चरणं, धर्मस्तेनामृतायते ॥ - પૂ. ઉપા. શ્રી મેઘવિ મ. કૃત અદ્ ગીતા II ૧૫ અર્થાત્ “જ્ઞાનથી વાતદોષ જિતાય છે, દર્શનથી પિત્તદોષ જિતાય છે અને ચારિત્રથી કફદોષ જિતાય છે. તેથી ધર્મ અમૃત જેવું કાર્ય કરે છે.' રાગદ્વેષમોહ એ આત્માની જ્ઞાનાદિ ધાતુઓના વૈષમ્યથી ઉત્પન્ન થનારા દોષો છે. તે અનુક્રમે જ્ઞાન દર્શન ચારિત્રગુણ વડે જિતાય છે. સાથેસાથે ક્રમશઃ મન, વચન અને કાયાના યોગો પણ શુદ્ધ થાય છે. કેમ કે જ્ઞાનમાં મનોયોગની પ્રધાનતા છે, દર્શનમાં સ્તુતિ-સ્તોત્રાદિ પૂજાની મુખ્યતા હોવાથી વચનયોગની પ્રધાનતા છે, અને ચારિત્રમાં કાયિક ક્રિયાઓની મુખ્યતા હોવાથી કાયયોગની પ્રધાનતા છે. આ રીતે વિચારતાં દેહના વાતાદિજન્ય ત્રણેય દોષોને અને આત્માના રાગાદિજન્ય ત્રણેય દોષોને-વિકારોને શુદ્ધ કરવાની શક્તિ નવકારના પ્રથમપદના સાત અક્ષરો રૂપી એક આલાવામાં એટલે તેના ત્રણ પદોમાં પણ રહેલી છે. નમો પદ વડે મનોયોગની અને જ્ઞાનગુણની શુદ્ધિ થાય છે તેથી રાગદોષ જિતાય છે. ગરિરં પદ વડે વચનયોગની અને દર્શનગુણની શુદ્ધિ થાય છે તેથી દ્રષદોષ જિતાય છે. ‘તા પદ વડે કાયયોગની અને ચારિત્રગુણની શુદ્ધિ થાય છે તેથી મોહદોષ જિતાય છે. ત્રણયોગો અને તે વડે અભિવ્યક્ત થતા જ્ઞાનાદિ ત્રણ ગુણો વડે વાતપિત્ત કફના દોષો અને રાગ-દ્વેષ-મોહના દોષો પણ નાશ પામે છે. એટલે કે શરીર અને આત્મા એ બંનેની એકી સાથે શુદ્ધિ કરવાનો ગુણ નવકારના પ્રથમપદના જાપમાં રહેલો છે, તેમ જ ઉપલક્ષણથી ધર્મના પ્રત્યેક અંગની સમ્યગુ આરાધનામાં તે શક્તિ રહેલી છે. નમો પદની ગંભીરતા નમો' મંત્રમાં નવધાભક્તિ રહેલી છે. ‘નમો’ મંત્ર વડે નામનું ૧ શ્રવણ, ૨ કીર્તન અને ૩ સ્મરણ થાય છે તેમ જ આકૃતિનું ૪ પૂજન, ૫ વંદન અને અર્ચન થાય છે. દ્રવ્યનિક્ષેપે પરમાત્માની સેવા અને ભક્તિ થાય છે તથા ભાવનિક્ષેપે પરમાત્મા પ્રત્યે આત્મનિવેદન અથવા સર્વસમર્પણ થાય છે. નવકાર એ સર્વમંગલોમાં પહેલું મંગલ છે. પાપને, અશુભકર્મને અને સર્વ મળને ગાળે તે મંગલ છે. તેમાં १ दधति धारयन्ति जीवस्वरूपमिति धातवः सम्यग्ज्ञानादयः । - ઘર્ષવિ . ૮, દૂ. ૧૧ ટી. IN અનુપ્રેક્ષાકિરણ ૩ અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૨૦ NS Page #370 -------------------------------------------------------------------------- ________________ નવકાર ઉત્કૃષ્ટ પંચમંગલસ્વરૂપ છે. નવકાર વડે બાહ્ય-અભ્યતર અથવા દ્રવ્ય-ભાવમળ જાય છે. ભાવમળ એ અજ્ઞાન અને અશ્રદ્ધા છે. નવકાર વડે આત્માનું અજ્ઞાન ટળે છે અને પરમતત્ત્વનું જ્ઞાન થાય છે. નવકાર વડે ધર્મફળની અશ્રદ્ધા ટળે છે અને શ્રદ્ધા જાગે છે. નવકાર મિથ્યાત્વના અને અજ્ઞાનનાં પરિણામોને ગાળે છે, વિનાશ કરે છે, હસે છે, શુદ્ધ કરે છે અને વિધ્વંસ કરે છે. સમ્યકત્વનાં અને જ્ઞાનનાં પરિણામોને લાવે છે, ઉત્પન્ન કરે છે, સર્જે છે, પુષ્ટ કરે છે અને વૃદ્ધિ પમાડે છે. અપ્રતીતની પ્રતીતિ કરાવે છે. અનિર્ણિતનો નિર્ણય કરાવે છે. આત્મતત્ત્વ અપ્રતીત છે તેની પ્રતીતિ કરાવે છે. તેમ જ ધર્મતત્ત્વ અનિર્ણિત છે તેનો નિર્ણય કરાવે છે. ઓછામાં ઓછા પ્રયત્ન વધુમાં વધુ ફળ લાવવાની શક્તિ “નમો' મંત્રમાં છે. “નમો' પદમાં મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યચ્ય ભાવનાઓની સાથે અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અન્યત્વાદિ ભાવનાઓ સમાવિષ્ટ થઈ જાય છે. તેથી પ્રથમ પદ અતિ ગંભીર છે. નવકારમાં યોગનાં આઠેય અંગ નમસ્કાર એ જેમ મોક્ષનું બીજ છે તેમ અનમસ્કાર એ સંસારનું બીજ છે. નમનીયને અનમન અને અનમનીયને નમન એ સંસારવૃક્ષનું બીજ છે. અનમનીયને અનમન અને નમનીયને નમન એ ધર્મવૃક્ષનું બીજ છે. નમનીયને નમસ્કાર એ સર્વ દુઃખોનો અને પાપોનો નાશક છે. નમનીયને અનમસ્કાર એ સર્વ દુઃખોનું અને પાપોનું ઉત્પાદક છે. એક અંગ્રેજ લેખકે ઠીક જ કહ્યું છે કેPrayer changes things but the lack of prayer also changes things. અર્થાત પ્રાર્થના સંયોગોને સુધારે છે, અપ્રાર્થના સંયોગોને બગાડે છે. બંનેમાંથી નિષ્ક્રિય કોઈ નથી. નવકારમાં તપ છે, સ્વાધ્યાય છે અને ઈશ્વરપ્રણિધાન છે. તપથી શરીર સુધરે છે, સ્વાધ્યાયથી મન સુધરે છે અને ઈશ્વરપ્રણિધાનથી આત્મા સુધરે છે. પરમાત્માની નજીક વસવા માટે પ્રથમ અનાત્માના સંગથી છૂટવું જોઈએ. આસન શરીરનો સંગ છોડાવે છે, પ્રાણાયામ પ્રાણ ઉપર નિયમન લાવે છે, પ્રત્યાહાર ઈન્દ્રિયોનો સંગ છોડાવે છે, ધારણા, ધ્યાન અને સમાધિ અનુક્રમે મન, બુદ્ધિ અને અહંકારનો સંગ છોડાવે છે. નવકારમાં આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિની સાધના છે. તેની સાથે યમ-નિયમ પણ સધાય છે. આંતરશાન્તિ માટે નિયમ છે અને બાહ્ય શાન્તિ માટે યમ છે. નવકારથી બાહ્ય-આંતર સંબંધો સુધરે છે. ઇષ્ટદેવતાને નમસ્કાર અને તેનું પરંપર ફળ ઈષ્ટદેવતાને નમસ્કાર કર્યા વિના શ્રુતજ્ઞાનના પારને કોઈ પણ આત્મા પામી શક્તો નથી. પંચમંગલ એ ઈષ્ટદેવતાના નમસ્કારરૂપ છે. તેથી શ્રુતજ્ઞાનનો પાર પામવાના અર્થીએ નિરંતર તેનું આલંબન લેવું જોઈએ, એમ “શ્રી મહાનિશીથસૂત્રમાં પ્રતિપાદન કરેલું છે. શ્રુતજ્ઞાનથી જીવાદિ તત્ત્વોનો બોધ થાય છે, તેથી દયાની લાગણી ઉત્પન્ન થાય છે. સર્વ જીવો મારા G ૩૨૮ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ MS TO Page #371 -------------------------------------------------------------------------- ________________ આત્માની સમાન છે એવી સ્થિરબુદ્ધિ ઉત્પન્ન થવાથી જીવોની સંઘના, પરિતાપનાદિ પીડાનો પરિહાર થાય છે. એથી આશ્રવ દ્વારનું વિસર્જન થાય છે, સંવરભાવની પ્રાપ્તિ થાય છે અને અત્યંત વિષયતૃષ્ણાના ત્યાગરૂપી દમ તથા તીવ્ર ક્રોધકંતિના ત્યાગરૂગ શમગુણનો લાભ થાય છે. અષાયતાથી સમ્યક્ત્વગુણનો લાભ થાય છે અને તેથી જીવાદિ પદાર્થોનું સંદેહ-વિપસરહિત સંવેદનાત્મક વિશિષ્ટ અનુભવજ્ઞાન થાય છે. તેવું જ્ઞાન થવાથી અહિતકારી આચરણનો ત્યાગ અને જ્ઞાન-ધ્યાનાદિ હિતકારી આચરણમાં ઉદ્યમ થાય છે તથા સર્વોત્તમ ક્ષમાદિ દશવિધ યતિધર્મોમાં આસક્તિ થાય છે. તેથી સર્વોત્તમલમાં અને સર્વોત્તમ મૃદુતાદિ ગુણોનું પાલન થાય છે. સ્વાધ્યાય-ધ્યાન સહિત સર્વોત્કૃષ્ટ સંયમધર્મનું પાલન પરંપરાએ મુક્તિનાં સુખ અપાવે છે. એ બધાનું મૂળ ઈષ્ટ દેવતાને કરાયેલો નમસ્કાર છે તથા દેવતાના નમસ્કારપૂર્વક થતું સામાયિકથી માંડી બિંદુસાર પર્વતનું શ્રુતજ્ઞાનનું આરાઘન છે. પંચનમસ્કારરૂપી પરમધર્મ पंच-नमुक्कारो खलु, विहिदाणं सत्तिओ अहिंसा य । इंदियकसायविजओ, असो धम्मो सुहपओगो ॥१॥ - ઉપદેશપદ, ગા. ૧૯૮ અર્થાત્ નર-નારકાદિ પરિભ્રમણરૂપ સંસાર એ પારમાર્થિક વ્યાધિ છે. સર્વ દેહધારી પ્રાણીઓને એ વ્યાધિ સાધારણ છે. શુદ્ધ ધર્મ તેનું ઔષધ છે. ગુરુકુળવાસમાં વસવાથી અને ગુરુ આજ્ઞા મુજબ જીવન જીવવાથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મનાં ચાર લક્ષણો છેઃ ૧. વિધિયુક્ત દાન, ૨. શક્તિ મુજબ સદાચાર, ૩. ઈન્દ્રિયકષાયનો વિજય અને ૪. પંચપરમેષ્ઠિનમસ્કાર. અન્યત્ર ધર્મના ચાર પ્રકારો દાન, શીલ, તપ અને ભાવ કહ્યા છે. તેને જ આ ગાથામાં જુદી રીતે કહ્યા છે. વિધિયુક્ત દાન તે દાનધર્મ છે, શક્તિ મુજબ સદાચાર તે શીલધર્મ છે, ઈન્દ્રિયકષાયનો વિજય તે તપધર્મ છે અને પંચપરમેષ્ઠિનમસ્કાર તે ભાવધર્મ છે. ભાવ વિનાના દાનાદિ જેમ નિષ્ફળ કહ્યા છે, તેમ પંચનમસ્કાર વિનાનાં દાનાદિ પણ નિષ્ફળ છે. તેથી બધા ધર્મોને સફળ બનાવનાર પંચનમસ્કાર એ પરમધર્મ છે. મંગલ, ઉત્તમ અને શરણની સિદ્ધિ નમસ્કારભાવ આત્માને મનની આધીનતામાંથી છોડાવે છે. મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા નમસ્કારભાવમાં છુપાયેલી છે. ધર્મની અનુમોદનારૂપ નમસ્કાર એ ભાવધર્મ છે. અન્યનો આભાર ન માનવામાં પણતાદોષ કારણભૂત છે. નમસ્કારભાવ એ સમ્યગ્દષ્ટિને મન સદ્વ છે, સમ્યજ્ઞાનીને મન સદગુરુ છે અને સમ્યક્ષ્યારિત્રીને મન સદ્ધર્મ છે. નમસ્કારભાવ સિવાય માનસિકભેદભાવ ટળતો નથી અને તે જ્યાં સુધી ન ટળે ત્યાં સુધી અહંકારભાવ ગળતો નથી. અહંકારનું ગળવું એ જ ભેદભાવનું ટાળવું છે. ભેદભાવ ટળ્યા વિના અને અભેદભાવ આવ્યા વિના જીવ, જીવને જીવરૂપે કદી ય ઓળખી શકતો નથી, આવકારી શકતો નથી અને ચાહી શકતો નથી. અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૨૯ C Page #372 -------------------------------------------------------------------------- ________________ ભેદભાવને ટાળવાનું અને અભેદભાવને સાધવાનું સનાતન સાધન “નમો’ પદ છે. “નમો’ પદરૂપી અદ્વિતીય સાધન વડે જીવ યોગ્યતાને વિકસાવે છે અને અયોગ્યતાને ટાળે છે. યોગ્યતાના વિકાસ વડે રક્ષણ થાય છે, અયોગ્યતા ટળવાથી વિનાશ અટકે છે. અરિહંતોને કરાયેલો નમસ્કાર ભાવશત્રુઓને હણે છે, યોગ્યતાને લાવે છે, વિનાશને અટકાવે છે. ભાગશત્રુઓના નાશથી મંગલ થાય છે, યોગ્યતાના વિકાસથી ઉત્તમતા મળે છે અને વિનાશના અટકાવથી શરણની પ્રાપ્તિ થાય છે. નમસ્કારથી મંગલ, ઉત્તમ અને શરણ એ ત્રણેય અર્થોની સિદ્ધિ થાય છે. મંત્રચૈતન્ય પ્રકટાવનાર મંત્ર દેવતા, ગુરુ અને આત્માનું જે મનન કરાવે અને મનન દ્વારા જીવનું રક્ષણ કરે તે મંત્ર છે. મંત્ર એક બાજુ મન અને પ્રાણનું આત્મા સાથે જોડાણ કરાવે છે અને બીજી બાજુ તેના મનન દ્વારા દેવતા અને ગુરુ સાથે આત્માનું ઐક્ય સધાવે છે. મંત્રના અક્ષરોનો સંબંધ મન અને પ્રાણની સાથે છે. મંત્રના અર્થનો સંબંધ દેવતા અને ગુરુ સાથે છે. ગુરુ મંત્ર અને દેવતા તથા આત્મા, મન અને પ્રાણ એ બધાનું ઐક્ય થવાથી મંત્રમૈતન્ય પ્રકટે છે તથા મંત્રમૈતન્ય પ્રકટાવાથી યથેષ્ટફળની સિદ્ધિ થાય છે. દેવતા અને ગુરુનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે, તેથી મંત્રમૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. પરમેષ્ઠિનમસ્કાર એ રીતે સમત્વભાવને વિકસાવે છે. સમત્વભાવનો વિકાસ મમત્વભાવને દૂર કરી આપે છે. મમત્વભાવના નાશથી અહત્વ જાય છે. સમત્વભાવના વિકાસથી અહત્વ પ્રગટે છે. પરમેષ્ઠિઓનો નમસ્કાર એ સર્વમગલોમાં પ્રધાન-શ્રેષ્ઠમંગલ છે, તેમ જ નિત્ય વૃદ્ધિ પામનારું અને શાશ્વતમંગલ છે, કેમ કે તે જીવને અહં-મમભાવથી છોડાવે છે અને જીવમાં અહંભાવને વિકસાવે છે, સ્વાર્થવૃત્તિ દૂર કરી આપે છે તથા પરમાર્થવૃત્તિ વિકસાવી આપે છે. પુનઃ પુનઃ પરમેષ્ઠિનમસ્કાર વડે દેવ, ગુરુ આત્મા, મન, અને પ્રાણનું ઐક્ય સધાય છે તથા મંત્રચૈતન્ય પ્રગટે છે. અનંતર-પરંપરફળ પંચનમસ્કારનું અનંતરફળ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ આદિનો નાશ છે તથા પરંપરફળ સ્વર્ગાપવર્ગરૂપ મંગલનો લાભ છે. પાપનો નાશ એટલે પુદ્ગલ પ્રત્યેના મોહનો નાશ અને મંગલનું આગમન એટલે જીવોના જીવત્વ પ્રત્યે સ્નેહનું આકર્ષણ. પુગલ પ્રત્યે-રતિ અને જીવો પ્રત્યે વિશિષ્ટ-રતિ એ નમસ્કાર પ્રત્યેની અભિરતિનું ફળ છે. નમસ્કાર એ પુદ્ગલ પ્રત્યે નમનશીલ અને ચૈતન્ય પ્રત્યે અનમનશીલ જીવને ચૈતન્ય પ્રત્યે નમનશીલ અને પુદ્ગલ પ્રત્યે અનમનશીલ બનાવે છે. પંચપરમેષ્ઠિઓ પુદ્ગલ પ્રત્યે વિરક્ત અને ચૈતન્ય પ્રત્યે અનુરક્ત છે, તેથી તેઓને નમન કરનારો પણ ક્રમશઃ જડ પ્રત્યે વિરક્તિવાળો અને ચૈતન્ય પ્રત્યે અનુરક્તિવાળો બને છે." પુદ્ગલનો વિરાગ જીવને કામ, ક્રોધ અને લોભથી મુક્ત કરે છે તથા ચૈતન્યનો અનુરાગ જીવને શમ, દમ અને સંતોષથી યુક્ત કરે છે. AS ૩૩૦ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #373 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્ય હિતકર હોવાથી નખનીય છે અને જડ અહિતકર હોવાથી ઉપેક્ષણીય છે. ચૈતન્ય લાગણીયુક્ત છે અને જડ લાગણીશૂન્ય છે. લાગણીશૂન્ય પ્રત્યે ગમે તેટલા નમ્ર રહેવામાં આવે તોપણ વ્યર્થ છે. લાગણીયુક્ત પ્રત્યે નમ્ર રહેવાથી લાગણી મળે છે. લાગણી એટલે સ્નેહ અને સ્નેહ એટલે દયા, કરુણા, પ્રમોદ તથા સહાય-સહકારાદિ. જેનાથી ઉપકાર થવો ત્રણેય કાળમાં શક્ય નથી. તેવાં જડ તત્ત્વો પ્રત્યે નમતા રહેવું એ મોહ, અજ્ઞાન અને અવિવેક છે. જેનાથી ઉપકાર થવો શક્ય છે. તેને જ નમવાનો અભ્યાસ પાડવો અને તેને સ્મરણપથમાં કાયમ રાખી નમ્ર રહેવું એમાં વિવેક છે, ડહાપણ છે અને બુદ્ધિમત્તા છે. નવકારથી જડ પ્રત્યે ઉદાસીનતા અને ચૈતન્ય પ્રત્યે નમનશીલતા કેળવાય છે. લાયક બનો અને લાયકાત મેળવો લાગણીયુક્ત પ્રત્યે લાગણી ધારણ કરવાથી લાયકાત પ્રગટે છે. લાગણીશૂન્ય જડ પદાર્થો પ્રત્યે લાગણી રાખવાથી લાયકાત નાશ પામે છે અને નાલાયકતા પ્રગટ થાય છે. જીવ જડને અનંતકાળ નમ્યો છે પણ એ નમસ્કાર નિષ્ફળ ગયો છે. ચેતનને એકવાર પણ સાચાભાવથી નમે તો તે સફળ થાય. ચેતનને નમવું એટલે પિંડમાં દેહ પ્રત્યે આદર છોડી આત્મા પ્રત્યે આદર રાખવો અને બ્રહ્માંડમાં પુદ્ગલ માત્ર પ્રત્યે રાગ છોડી જીવમાત્ર પ્રત્યે રાગ ધારણ કરવો. રાગ ધારણ કરવો એટલે લાગણીવાળા બનવું. જેઓ લાગણીવાળા છે. તેઓ પ્રત્યે લાગણી બતાવવાથી સર્વ પ્રકારની માંગણી, વિના માંગ્યે પૂર્ણ થાય છે. સર્વપ્રકારના પાપની ઉત્પત્તિ પુદ્ગલના રાગથી છે અને સર્વપ્રકારના પુણ્યની ઉત્પત્તિ ચૈતન્યના બહુમાનથી છે. નમસ્કારથી ચૈતન્યનું બહુમાન થાય છે. તેથી તે સર્વપ્રકારના મંગલની ઉત્પત્તિનો હેતુ છે. નવકાર પાપનો નાશ અને મંગલનો ઉત્પાદક બને છે, કારણ કે તેમાં ચૈતન્યનું બહુમાન છે અને જડનું અબહુમાન છે. કર્મ અને કર્મકૃતસૃષ્ટિ જડ છે, તેનો અંત કરનાર પરમેષ્ઠિઓ છે. તેથી તેમનો કરાયેલો નમસ્કાર જડસૃષ્ટિના રાગને શમાવે છે અને ચૈતન્યસૃષ્ટિના પ્રેમને વિકસાવે છે. નવકાર વડે પાપનું મૂળ જે પુદ્ગલનો રાગ છે તે નાશ પામે છે અને ધર્મનું મૂળ જે ચૈતન્યનો પ્રેમ છે તે પ્રગટે છે તેથી તે ઉપાદેય છે. ચૈતન્ય એ વિશ્વમાં રહેલ સર્વ શ્રેષ્ઠસત્તા છે. નવકારમાં એ સર્વશ્રેષ્ઠસત્તાને નમસ્કાર છે અને એ સર્વશ્રેષ્ઠસત્તાને નમીને જેઓએ શુદ્ધચૈતન્ય પ્રગટાવ્યું છે, તેમને નમસ્કાર છે. એટલું જ નહી પણ તેમને નમસ્કાર કરનાર એવા સર્વ વિવેકી જીવોની સર્વશ્રેષ્ઠક્રિયાનું અનુમોદન છે તથા એ ક્રિયાજન્ય પાપનાશ અને મંગલલાભરૂપી સર્વશ્રેષ્ઠફળનું પણ સ્મરણ અને અનુમોદન છે. એ સ્મરણ જેટલી વખત વધુ કરવામાં આવે તેટલો લાભ અધિક છે. એ વાત નિશ્ચિત છે. દ્રવ્યમંગલો સંદિગ્ધ ફળવાળાં છે. ભાવમંગલ અસંદિગ્ધ ફળવાળાં છે. નવકાર એ બધાં ભાવમંગલોનો પણ નાયક છે. નાયક છે એટલે તેની હયાતીમાં જ બીજું મંગલો ભાવમંગલ બને છે. મંગલને મંગલ બની રહેવામાં કારણ ચૈતન્યની ભક્તિ અને જડની વિરક્તિ છે. નવકારની મંગલમયતા ચૈિતન્યના આદરમાં અને જડના અનાદરમાં છે. જડત્વનો પ્રેમ જીવને દુઃખદાયક બને છે, ચૈતન્ય તત્ત્વનો પ્રેમ જીવને સુખદાયક થાય છે. અનુપ્રેક્ષાકિરણ ૩ છે ૩૩૧ Nિ ૩૩૧ Page #374 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારરૂપી રસાયણનું પુનઃ પુનઃ સેવન જડની આસક્તિ ટાળે છે અને ચૈતન્યતત્ત્વની ભક્તિ વિકસાવે છે, તેથી તે સર્વમંગલોનું માંગલ્ય અને સર્વ કલ્યાણોનું કારણ છે. હિસૈષિતા એ વિશિષ્ટ પૂજા અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ સદા નમવું પડે તેવા ભવ મળે છે. વૃક્ષના અને તિર્યંચના ભવો એનાં પ્રત્યક્ષ ઉદાહરણ છે. નમસ્કારથી ધર્મવૃક્ષનું મૂળ સિંચાય છે. સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ એ બંને પ્રકારના ધર્મના મૂળમાં સમ્યકત્વ છે અને તે દેવગુરુને નમસ્કારરૂપ છે. માતા-પિતાને નમન તે સતતાભ્યાસ છે, દેવ-ગુરુને નમન તે (દેવ-ગુરુ વગેરે પ્રશસ્ત વિષયોનો અભ્યાસ) વિષયાભ્યાસ છે અને રત્નત્રયીને નમન તે ભાવાભ્યાસ છે. ત્રણેય પ્રકારની નમનક્રિયા ઉત્તરોત્તર આત્મોન્નતિ માટેની પ્રક્રિયા છે. નાનો મોટાને નમે એ દુનિયાનો ક્રમ છે. એ રીતે મોટો નાનાને (નાનો બે હાથ જોડીને મોતને નમે એ રીતે ભલે) ન નમે, પણ પોતાના હૃયમાં નાનાને અવશ્ય સ્થાન આપે, તેનું હિત ચિત્તવે, તેને સન્માર્ગમાં જોડે અને તેનું કલ્યાણ થાય તેમ વિચારે એ પણ એક પ્રકારનો નમસ્કારભાવ છે. ક ત્રિભુવનપૂજ્ય છે કેમ કે તેઓ ત્રિભુવનહિતૈષી છે. પોતાના ઉપકારીને ભૂલી જવા તે અહંકાર અને પોતાના ઉપકારીને જિંદગીભર યાદ રાખવા તે નમસ્કાર. અંહકાર એ પાપનું મૂળ છે અને નમસ્કાર એ મોક્ષનું મૂળ છે. જેમ દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય તેમ નવકાર લાગુ પડે એટલે અહંકાર ઓછો થાય. અહંકાર એટલે સ્વાર્થનો ભાર, જ્યાં સુધી તે ન ઘટે ત્યાં સુધી નવકાર લાગુ પડ્યો ન કહેવાય. પોતાનાં સુખોનો વિચાર એ સ્વાર્થ છે. સ્વાર્થનું બીજું નામ તિરસ્કારભાવ છે. સર્વના સુખનો વિચાર એ પરમાર્થ છે. એનું બીજું નામ નમસ્કારભાવ છે. શરીરના અણુએ અણુમાંથી તિરસ્કારભાવરૂપી ચોરોને ભગાડી મૂકવા માટે નમસ્કારભાવને અસ્થિમજ્જા બનાવવો જોઈએ. નમસ્કારનું પ્રથમ ફળ પાપનાશ-સ્વાર્થવૃત્તિનો નાશ છે. બીજું ફળ પુણ્યબંધ-શુભનો અનુબંધ છે. નમસ્કારથી પાપનો નાશ ઈચ્છવો અને પુણ્યનો બંધ નહીં પણ અનુબંધ ઈચ્છવો. તેથી જે પુણ્ય બંધાય તે સર્વકલ્યાણની ભાવનામાં પલટાય છે. - તિરસ્કારના પાપમાંથી બચવા માટે નમસ્કાર એ એક અમોઘસાધન છે. નમસ્કારધર્મની વ્યાખ્યાઓ નમસ્કાર એ ક્ષમાનું બીજું નામ છે. ભૂલ થયા પછી તેને સુધારી લેવા માટે નમ્રતા બતાવવી તેનું નામ ક્ષમાપના છે. પોતાનાથી થયેલી ભૂલની ક્ષમા માગવી અને બીજાથી થયેલી ભૂલની ક્ષમા આપવી એ નમસ્કારધર્મની જ આરાધના છે. જેમ અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી તેમ પોતાના અપરાધને પણ સ્વીકારવા દેતો નથી. જેમ નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી તેમ પોતાના અપરાધોને પણ ભૂલવા દેતો નથી. ઉપકારના સ્વીકારની જેમ અપરાધનો સ્વીકાર પણ નમસ્કાર છે. ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ છે Page #375 -------------------------------------------------------------------------- ________________ વિષયો પ્રત્યેની નમનશીલતાનો ત્યાગ કરીને પરમેષ્ઠિઓ પ્રત્યે નમનશીલતા કેળવવી એ પણ નમસ્કારધર્મ છે. બાહ્યપદાર્થો પ્રત્યે તૃષ્ણાવાળા ન બનવું અને આત્મતૃપ્ત રહેવાનો અભ્યાસ કરવો તે પણ નમસ્કારધર્મ છે. જીવ, પોતાને પ્રાપ્ત થયેલ જાતિ, કુળ, રૂપ, બળ, લાભ, બુદ્ધિ, વૈભવ, યશ અને શ્રુતાદિ પ્રત્યે નમ્ર છે જ નમ્રપણે તેમના પ્રત્યે આદર, રુચિ અને બહુમાન બતાવે છે જ, પણ તે નમનશીલતા ધર્મરૂપ નથી. પૂજ્યતત્ત્વો પ્રત્યે નમ્ર રહેવું તે સાચી નમ્રતા છે. દુન્યવી પદાર્થો પ્રત્યે નમસ્કારભાવ અનાદિ કુવાસનાના યોગે હોય છે જ, તેનો સ્થાનપલટો કરી મૈત્યાદિના વિષયભૂત બીજા જીવો પ્રત્યે, શ્રી પરમેષ્ઠિભગવંતો પ્રત્યે અને આત્મતત્ત્વ પ્રત્યે નમ્ર બનવું એ જ ધર્મ છે અને એ જ વિવેક છે. એથી વિનયયોગ્ય સ્થાને વિનય થાય છે. એ વિનય જ નમસ્કારધર્મરૂપ બનીને કર્મનો ક્ષય કરે છે. ઉપકારીઓને નમસ્કાર કરવાથી તેઓના આપણા ઉપરના ઋણથી મુક્ત થવાય છે અને તેઓના પ્રશસ્ત અવલંબનથી પ્રશસ્તધ્યાનના બળે કર્મક્ષય થાય છે. બુદ્ધિબળને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનોની આવશ્યકતા છે, તેમ ભાવનાબળને વિકસાવવા માટે નમસ્કારધર્મ અને તેનાં સર્વ સાધનોની આવશ્યકતા છે. ન્યાય, નીતિ, ક્ષમા, સદાચાર અને પરમેશ્વરભક્તિ તેનાં સાધનો છે. તે બધાં સાધનો નમસ્કારભાવને વિકસાવે છે અને નમસ્કારભાવ અહંકારભાવનો નાશ કરી પરમાત્મતત્ત્વ પ્રત્યે પ્રેમ પેદા કરે છે. શ્રી પંચપરમેષ્ઠિઓમાં પ્રગટ થયેલું પરમાત્મતત્ત્વ જ્યારે આપણા નમસ્કારભાવનો વિષય બને છે, ત્યારે અંતરમાં રહેલું પરમાત્મતત્ત્વ જાગૃત થાય છે અને સકલ ક્લેશનો નાશ કરી પરમાનંદની પ્રાપ્તિ કરાવે છે. નમસ્કારનો પર્યાય અહિંસા, સંચમ અને તપ અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ શ્રેષ્ઠમંગલ છે. અહિંસામાં બીજા જીવો પ્રત્યે તાત્ત્વિક નમનભાવ છે. સંયમ અને તપ અહિંસાની સિદ્ધિ માટે અનિવાર્ય છે. પાંચેય ઈન્દ્રિયોને કાબૂમાં રાખવી તે સંયમ છે અને મનને કાબૂમાં રાખવું તે તપ છે. ઈન્દ્રિયો અને મનને અંકુશમાં રાખ્યા સિવાય અહિંસા પળાતી નથી અને અહિંસાને પાળ્યા વિના નમસ્કારધર્મની આરાધના પૂર્ણપણે થતી નથી. અહિંસાના પાલનમાં પ્રભુએજ્ઞાની આરાધના છે. પ્રભુઆજ્ઞાનું રહસ્ય જીવમાત્રને આત્મસમ સ્વીકારવામાં છે. વર્તન વગરની ઉચ્ચ વિચારસરણી પણ વંધ્ય છે. વિચારનું ફળ વર્તન છે. તે જ્યાં હોતું નથી, ત્યાં વિચાર એ માત્ર વાણી અને બુદ્ધિનો વિલાસ છે. અહિંસા, સંયમ અને તપને એ જ કારણે ઉત્કૃષ્ટમંગલ તરીકે ગણાવ્યાં છે. મૈત્રી વિનાની અહિંસા જેમ શુષ્ક છે, તેમ અહિંસા વિનાની મૈત્રી પણ માયા છે. વૈરાગ્ય વિનાનો સંયમ જેમ શુષ્ક છે, તેમ સંયમ વિનાનો વૈરાગ્ય પણ છેતરપિંડી છે, અનાસક્તિ વિનાનો તપ જેમ શુષ્ક છે, તેમ તપ વિનાની અનાસક્તિ પણ આડંબરમાત્ર છે. અહિંસાપૂર્વકની મૈત્રી, સંયમપૂર્વકનો વૈરાગ્ય અને તપસહિતની અનાસક્તિ એ જ તાત્વિક છે. અનુપ્રેક્ષાકિરણ ૩ Sat, ૩૩૩ પS ૩૩૩ Page #376 -------------------------------------------------------------------------- ________________ કરુણાભાવનો ધોતક પ્રભુનાં નામ, રૂપ, દ્રવ્ય અને ભાવ એ ચારેયમાં કરુણા ભરેલી છે. તેનો સાક્ષાત્કાર કરવો તે આત્માર્થી જીવોનું કર્તવ્ય છે, અન્યથા કૃતઘ્નતા અને અભક્તિ પોષાય છે. દુઃખી પ્રાણીઓનાં દુઃખનો નાશ કરવાની શક્તિ જેમાં હોય તે તત્ત્વ કરુણામય કહેવાય. પ્રભુના નામથી પાપ જાય છે અને પાપ જવાથી દુઃખ જાય છે. પ્રભુના બિમ્બથી પણ પાપ અને દુઃખ જાય છે. પ્રભુનું આત્મદ્રવ્ય તો કરુણાથી સમવેત-સમેત છે જ અને ભાવનિક્ષેપે તો પ્રભુ સાક્ષાત્ કરુણામૂર્તિ છે. એ રીતે પ્રભુની કરુણાનું ધ્યાન એ જ ભક્તિભાવની વૃદ્ધિનું સાક્ષાત્ કારણ છે. કરુણાભાવ એ શુદ્ધજીવનો સ્વભાવ છે અને તે નામ, સ્થાપના, દ્રવ્ય તથા ભાવ વડે અભિવ્યક્ત થાય છે-બહાર પ્રકટપણે દેખાય છે. નામાદિ ચા૨ નિક્ષેપો વડે શ્રી અરિહંતાદિ પાંચ પ૨મેષ્ઠિઓને થતો નમસ્કાર એ સર્વ પાપનો અને દુઃખનો નાશક હોઈ કરુણાભાવના પ્રભાવનો ઘોતક છે અને તેથી ભક્તિભાવનો વર્ધક છે. ‘નો' પદનું રહસ્ય ‘નમો’માં નમ્રતા છે, વિનય છે, વિવેક છે અને વૈરાગ્ય પણ છે, તપ સ્વાધ્યાય અને ઈશ્વરભક્તિ પણ છે, તેમ જ દુષ્કૃતની ગણં, સુકૃતની અનુમોદના અને શ્રી અરિહંતાદિનું શરણ પણ છે. નમવું એટલે માત્ર મસ્તકને નમાવવું એમ નહિ, પણ મનને, મનના વિચારોને, મનની ઇચ્છાઓને અને મનની તૃષ્ણાઓને પણ નમાવવી અર્થાત્ તેઓને તુચ્છ લેખવાં. માત્ર હાથ જોડવા એમ નહિ, પણ અંતઃકરણમાં એકતાની-અભેદની ભાવના કરવી. નમ્રતાનો અર્થ અહંભાવનો સંપૂર્ણ નાશ અને બાહ્યવિષયોમાં પોતાપણાની બુદ્ધિનો સર્વથા વિલય. કાંઈ ન થવાથી સર્વ કાંઈ થવાય છે. કાંઈ થવું એટલે સર્વથી વિખૂટુ પડવું. કાંઈ પણ ન રહેવું એટલે પરમાત્મતત્ત્વમાં મળી જવું. સમુદ્રમાં રહેવાવાળું બિન્દુ સમુદ્રની મહત્તા ભોગવે છે. સમુદ્રથી અલગ થઈને જ્યારે તે પોતાપણાનો દાવો ક૨વા જાય છે, ત્યારે તે તરત સુકાઈ જાય છે-તેનું અસ્તિત્વ ગુમાવે છે. ‘નમો’ પદમાં છુપાયેલું રહસ્ય શું છે તે આથી પ્રકટ થાય છે. નમસ્કારથી દર્શનની શુદ્ધિ થાય છે અર્થાત્ કર્મકૃત પોતાની હીનતા, લઘુતા યા તુચ્છતાનું દર્શન થાય છે અને પ૨માત્મતત્ત્વની ઉચ્ચતા, મહત્તા તથા ભવ્યતાનું ભાન થાય છે. તેથી અહંભાવનો ફોલ્લો ફૂટી જાય છે અને મમતાભાવનું પરુ નીકળી જાય છે. પરિણામે જીવને પરમશાન્તિનો અનુભવ થાય છે. એકાગ્રતાથી અર્થવિચાર સહિત જપ કરનારના સમસ્ત કષ્ટ દૂર થાય છે. मननात् त्रायते यस्मात् तस्मान्मन्त्रः प्रकीर्तितः । જેના મનનથી રક્ષા થાય છે તે મંત્ર છે. મનન અર્થાત્, ચિન્તવન તે મનનો ધર્મ છે. મનનો લય થવાથી ચિન્તારાશિનો ત્યાગ થાય છે. ચિત્તારાશિના ત્યાગથી નિશ્ચિતતારૂપી સમાધિ પ્રાપ્ત થાય છે. મન જ્યારે સર્વ વિષયોની ચિત્તાથી રહિત થાય છે અને આત્મતત્ત્વમાં વિલય થાય છે ત્યારે તે સમાધિ પ્રાપ્ત કરે છે. ૩૩૪ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #377 -------------------------------------------------------------------------- ________________ નવકારના પ્રથમ બે પદોમાં મુખ્યત્વે સામર્થ્યયોગનો નમસ્કાર છે, કેમ કે શ્રી અરિહંત અને સિદ્ધમાં અનંત સામર્થ્ય-વીર્ય પ્રકટેલું છે. પછીનાં ત્રણ પદોમાં પ્રધાનપણે શાસ્ત્રયોગનો નમસ્કાર છે, કેમ કે આચાર્ય ઉપાધ્યાય અને સાધુમાં વચનાનુષ્ઠાન રહેલું છે. છેલ્લાં ચાર પદોમાં ઇચ્છાયોગનો નમસ્કાર છે, કેમ કે તેમાં નમસ્કારનું ફળ વર્ણવ્યું છે. ફળશ્રવણથી નમસ્કારમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા થાય છે. શ્રી નવપદોમાં રહેલ ભિન્ન ભિન્ન પ્રકારનો નમસ્કાર જો ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો તે શીધ્રપણે સજીવ અને પ્રાણવાન બને છે. જ્ઞાનપૂર્વક, શ્રદ્ધાપૂર્વક અને લક્ષ્ય પૂર્વક પ્રમાદ છોડીને જો નમસ્કાર મહામંત્રનું આરાધન કરવામાં આવે તો તે અચિંત્યચિંતામણિ અને અપૂર્વકલ્પવૃક્ષ સમ ફળપ્રદ બને છે. ચિરકાળનો તપ ઘણું પણ શ્રુત અને ઉત્કૃષ્ટ પણ ચારિત્ર જો ભક્તિશૂન્ય હોય તો તે અહંકારનું પોષક બની અધોગતિને સર્જે છે. ભક્તિનો ઉદય થતાં તે બધાં કૃતકૃત્ય બને છે. મંત્રના ધ્યાનથી અને જપથી, વારંવાર પ્રભુનાં નામનો અને મંત્રનો પાઠ કરવાથી ચિત્તમાં ભક્તિ સ્કુરાયમાન થાય છે. બહારના પદાર્થો બહારની ક્રિયાની અપેક્ષા રાખે છે. પરંતુ પરમાત્મા જે સૂક્ષ્મતમ અને જીવમાત્રમાં સત્તારૂપે બિરાજમાન છે, તેની પ્રાપ્તિ, વિવેક અને વિચાર તથા જ્ઞાન અને ભક્તિરૂપી અંતરંગ સાધનોથી થાય છે. સ્નેહરૂપી તેલથી ભરેલ જ્ઞાનરૂપી દીપક મનોમંદિરમાં પ્રકટવાથી દેહમંદિરમાં બિરાજમાન અંતર્યામી પરમાત્માનાં દર્શન થાય છે. તે માટે દીર્ઘકાળ પર્યત આદર સહિત સતત અભ્યાસની જરૂર છે. તે અભ્યાસ મંત્રના જાપ વડે અને તેના અર્થની ભાવના વડે કરી શકાય છે. આ રીતે શ્રી નવકારમંત્ર પણ તેના અર્થની ભાવના સહિત જ્યારે આરાધવામાં આવે છે ત્યારે તે અવશ્ય ભક્તિવર્ધક બને છે અને વધેલી ભક્તિ મુક્તિને નિકટ લાવી આપે છે. સાત અક્ષરનું ધ્યાન સર્વ મહામંત્રી અને સર્વ શ્રેષ્ઠવિદ્યાઓના પરમ બીજભૂત તથા અનંતગમ, અનંતપર્યય અને અનંતઅર્થને પ્રકર્ષપણે સાધી આપનાર એવા સાત અક્ષરોનું પ્રણિધાન સર્વ જીવો પ્રત્યે ભાવમૈત્રીને પ્રગટાવી ક્રોધાદિ સર્વ આંતર શત્રુઓનો, પાપભાવોનો અને વૃત્તિઓનો નાશ કરે છે. તેથી જ તે મંત્રાધિરાજ પદને યોગ્ય છે. અનાત્મભાવનો નાશ કરી આત્મભાવને પ્રગટાવે છે, આત્મભાવ પ્રગટાવવો, સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્ય ભાવ પેદા કરવો, એ જ સર્વ પુરુષાર્થોમાં પરમ પુરુષાર્થ છે. એ વડે શુદ્ધ થએલી ચિત્ત-ભૂમિમાં નિર્મળ આત્મસ્વરૂપનું દર્શન થાય છે, અવિદ્યા ભસ્મીભૂત થાય છે, મિથ્યાત્વ-મળ નાશ પામે છે, સમ્યકત્વરૂપ સૂર્ય જાણે સહસ્ર કિરણો વડે પ્રકાશિત થાય છે. ક અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૩૫ Page #378 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષાકિરણ ૪ મંત્રદેણ રષિઓની યોગ્યતા જો મંત્રો નિર્મળ અને પવિત્ર ન હોય તો વિશેષ પ્રકારે સિદ્ધિ થતી નથી. મંત્રમાં નિર્મળતા અને પવિત્રતા સુમુનિઓમાં રહેલી વિશેષ પ્રકારની અભેદપ્રણિધાનની શક્તિના કારણે આવે છે. આવા સુમુનિઓનાં મુખમાંથી નીકળેલા મંત્રો અત્યન્ત વીર્યવાળા, નિર્મળ, પવિત્ર અને સર્વસિદ્ધિપ્રદ હોય છે. જેમ મંત્રના દષ્ટા મુનિઓ રજોગુણ અને તમોગુણથી રહિત અને સત્ત્વગુણી હોય છે, તેમ સાધક પણ જે સત્ત્વગુણી હોય તો તેને મંત્ર અલ્પકાળમાં ફળે છે. સર્વકર્મોને વિષે તત્ત્વના જાણકાર પુરુષોને શ્રેષ્ઠ કહેવામાં આવે છે. જો સંપ્રદાતા ગુરુ અને સાધક તત્ત્વના જાણકાર હોય તો મંત્ર શીધ્રપણે ફળે છે. મંત્રશાસ્ત્રમાં મહામંત્ર તેને કહેવાય છે કે જે મંત્રનું વીર્ય પ્રગટ થયું હોય. મંત્રવીર્ય ત્યારે જ પ્રગટે છે કે જ્યારે મંત્રશક્તિ અને પ્રાણશક્તિની એકતા નાસિકંદ આદિ ચક્રોમાં સિદ્ધ કરવામાં આવે. એ માટે દીર્ધકાળ સુધી નિરન્તર ભાવપૂર્વક અભ્યાસ કરવો પડે છે. એ અભ્યાસથી મંત્રાલરોમાં તાદાભ્યા ઉત્પન્ન થતાં સર્વકાર્યો સિદ્ધ થાય છે. મગતન્યનો ઉન્મેષ. આમ્નાયનું અનુસરણ, વિશ્વાસનું બાહુલ્ય અને ઐક્યનું ભાવન એ ત્રણ મંત્ર સિદ્ધિમાં સહકારી કારણો છે. શબ્દ, અર્થ અને પ્રત્યયને પરસ્પર સંબંધ છે. શબ્દથી અર્થની પ્રતીતિ થાય છે. અર્થાત્ દૂર રહેલ પદાર્થ પણ શબ્દના બળથી વિકલ્પરૂપે અર્થાત માનસ આકૃતિરૂપે પ્રતીત થાય છે-ઉપસ્થિત થાય છે. પદને પદાર્થની સાથે વાચ્ય-વાચક સંબંધ છે. પદના ઉચ્ચારણ, સ્મરણ કે ધ્યાનથી વાચ્યપદાર્થની પ્રતીતિ થાય છે. શબ્દાનુસંધાનથી અર્થાનુસંધાન અને અર્થાનુસંધાનથી તત્ત્વોનુસંધાન થાય છે. તત્ત્વોનુસંધાનથી સ્વરૂપાનુસંધાન થાય છે. સંભેદ પ્રણિધાનનો અર્થ સંબદ્ધ અથવા સંશ્લિષ્ટભેદ કહેવાય છે અને તે વાચ્ય-વાચકના સંસર્ગને સૂચવે છે. ગુરુપરંપરાગત આચારનું અનુસરણ તે આમ્નાય છે. મંત્રપ્રદાતામાં અને મંત્રશક્તિમાં અત્યંત વિશ્વાસ તે વિશ્વાસબાહુલ્ય છે. ગુરુમંત્ર અને દેવતામાં એકત્વની ભાવનાને “વિમર્શ' કહેવાય છે. તેથી મંત્રમૈતન્ય શીગ્રપણે પ્રગટે છે. વામાવિસામર્થયાભ્યાં ૩૫ર્થવોનિવશ્વને શા' શબ્દમાં અર્થને કહેવાનું સ્વાભાવિક સામર્થ્ય છે અને તે સંકેત મુજબ અર્થને કહે છે. આ સંકેતને જ “આમ્નાય' કહે છે. આમ્નાય ગુરુપરંપરારૂપ છે. ગુરુ આપ્તપુરુષ છે. આપ્તના કારણે વિશ્વાસ બેસે છે. મંત્રપ્રદાતા ગુરુની શક્તિમાં અને મંત્રના વર્ણ-પદોમાં અચિજ્ય સામર્થ્ય રહેલું છે એવી શ્રદ્ધા અને વિશ્વાસને “”વિશ્વાસબાહુલ્ય' કહે - ત્રીજું મહાન સહકારી કારણ “અભેદ ભાવન” છે. (અર્થના) પ્રત્યાયની સાથે આત્માનો અભેદ રહેલો છે અને આત્માની સાથે દેવતા અને ગુરુતત્ત્વનો અભેદ રહેલો છે. એ રીતે “ઐક્યનું ભાવન” આત્મજ્ઞાનનું સાક્ષાત કારણ બને છે. ૩૩૬ આ ત્રલોચદીપક મહામંત્રાધિરાજ Page #379 -------------------------------------------------------------------------- ________________ મંત્રમાં શબ્દશક્તિ, પુરુષશક્તિ અને પ્રત્યયની સાથે અભેદબુદ્ધિ જરૂરી છે. તે બધાનો અભેદ થવાથી મંત્ર પોતાનું કાર્ય કરે છે. મંત્રજપના અભ્યાસથી રોમળ-તમોમળ દૂર થાય છે, ઈડા-પિંગળા થંભી જાય છે અને સુષુમ્મા ખૂલે છે. પ્રાણશક્તિની સહાયથી શુદ્ધ થયેલ મંત્રશક્તિ ઊર્ધ્વગમન કરે છે. આ અવસ્થામાં અનાહતનાદના અનુભવનો પ્રારંભ થાય છે. તેને મંત્રમૈતન્યનો ઉન્મેષ કહેવાય છે. વાચકપદ વડે વાચ્યનું સાતિશય પ્રણિધાન થાય છે. મંત્રમૈતન્ય એટલે પ્રાણમય નાદશક્તિનો આવિર્ભાવ. નાદાન્તના ભેદન પછી દેહાત્મભાવ સર્વથા નાશ પામે છે તેથી આત્માની મહાન શક્તિઓનો અનુભવ થાય છે. “અક્ષર” એટલે મોક્ષ અને “બ્રહ્મ” એટલે કેવળજ્ઞાન એ બંનેનો હેતુ હોવાથી “અહ” મંત્ર અક્ષરબ્રહ્મ કહેવાય છે. સમગ્ર માતૃકાની ઉત્પત્તિ નાદમાંથી થાય છે અને નાદનું વાચક “ર” પદ છે. મંત્રપદના ધ્યાન વડે પ્રથમ વર્ણવિશ્રુતિ, ત્યાર બાદ અનાહતનાદશ્રવણ અને તેના અંતે અવ્યક્તઆત્મતત્ત્વનો લાભ થાય છે. ગુરુપદનું મહત્ત્વ દેવતત્ત્વ અને ધર્મતત્ત્વની ચાવી ગુરુતત્ત્વમાં છે. ગુરુતત્ત્વનું મુખ્ય લક્ષણ “બ્રહ્મચર્ય' છે. બ્રહ્મમાં રમણ કરવું તે બ્રહ્મચર્યનો મુખ્ય અર્થ છે. કાયાથી પણ જેઓ બ્રહ્મચર્ય પાળે છે, તેઓ એ અંશમાં આત્મસ્વરૂપમાં રહેલા છે-એમ માનવું જોઈએ. ખરું બ્રહ્મચર્ય ચિત્તવૃત્તિને બ્રહ્મમાં-આત્મસ્વરૂપમાં પરોવી રાખવી તે છે. અનાત્મભાવમાં ચિત્તવૃત્તિની રમણતા એ જ અબ્રહ્મ છે. બ્રહ્મસંબંધ કાયમ હોવાથી ગુરુતત્ત્વ એ પરબ્રહ્મસ્વરૂપ દેવતત્ત્વ અને એમણે પ્રરૂપેલા ધર્મતત્ત્વનો સંબંધ કરાવવા માટે સમર્થ થાય છે. બ્રહ્મચર્યવાન ગુરુના પ્રત્યક્ષ સંબંધથી જ પરોક્ષ એવા બ્રહ્મસ્વરૂપ દેવ અને બ્રહ્મમાં ચર્યારૂપ “ધર્મ'નો સંબંધ થઈ શકે છે. ગુરુથી “નમો’ મંત્ર મળે છે. મંત્રથી શ્રી અરિહંતદેવનું સ્વરૂપ ઓળખાય છે અને તેથી મન, પ્રાણ અને આત્મા દેવ-ગુરુની ભક્તિમાં જોડાય છે. મંત્રરૂપી મૂર્તિને ગ્રહણ કરીને સાધકને, દેવના પણ દેવ, સર્વજ્ઞ, સર્વવ્યાપી, સર્વદોષરહિત, શાન્ત એવા ભગવાન “શ્રી જિનેશ્વરદેવ મારી સમક્ષ સાક્ષાત્ પ્રગટ થયા છે' એવી એકતાની અનુભૂતિ ગુરુપ્રદત્તમંત્ર વડે થવા સાથે તેનો પ્રમોદ-હર્ષ સર્વ આત્મપ્રદેશોએ અને સર્વ રોમરાજીએ પ્રગટ થવો જોઈએ. મંત્ર વડે ભાષા, શ્વાસોચ્છવાસ અને મનની એકતા થાય છે, તેથી સંકલ્પ-વિકલ્પ અને રાગ-દ્વેષરૂપી ભાવકર્મ શમે છે અને તેથી આત્મજ્ઞાન થાય છે. વળી મન-મંત્ર અને પ્રાણ એ આત્માનો વ્યાપાર છે એવી સમજણ સ્પષ્ટ થાય છે. એ સમજણ વડે અંતરાત્મભાવરૂપી ગુરુ અને પરમાત્મભાવરૂપી દેવ બંનેનું સ્વરૂપ સ્પષ્ટ સમજાય છે. કહ્યું છે કે___ मंत्रमूर्तिं समादाय देवदेवः स्वयं जिनः। सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षाद् व्यवस्थितः ।। મંત્ર અને મંગલ મંત્ર કરતાં મંગલમાં વિશેષતા છે. મંત્ર મનન દ્વારા ત્રાણ કરે છે, પરન્તુ મંગલ તો મનન ઉપરાંત દર્શન-પૂજન, શ્રવણ-સ્મરણ વગેરે અનેક રીતે વિષ્નક્ષય અને શુભના આગમનમાં હેતુ બને છે. નમસ્કાર એ મંત્ર ઉપરાંત મંગલ છે, કેમ કે તેમાં રહેલા પાંચેય પરમેષ્ઠિ ભગવંતોનાં નામ, આકૃતિ, અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૩૭ Page #380 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય, ભાવાદિ, દર્શન-સ્મરણાદિનો હેતુ બનીને અનર્થનો ધ્વંસ અને અર્થની પ્રાપ્તિ કરાવે છે. આકર્ષણ-વશીકરણાદિના આધ્યાત્મિક અર્થો નમસ્કાર મંત્રમાં આધ્યાત્મિક શક્તિઓ તથા આકર્ષક-વશીકરણાદિના આધ્યાત્મિક અર્થો નીચે મુજબ છે. જે મંત્રો આકર્ષણ, વશીકરણ ઉચ્ચાટન, વિશ્લેષણ, સ્તંભન, મોહન, ધનલાભ, રોગનિવારણ આદિ માટે હોય તે લૌકિક છે અને આત્મવિશુદ્ધિ, કર્મમુક્તિ આદિ માટે હોય તે લોકોત્તર છે. લોકોત્તરમંત્ર વડે આકર્ષણાદિ થાય ખરાં પણ તે ગૌણ છે. વળી જે મંત્રના રચનારા પુરૂષો લોકોત્તર હોય તે મંત્ર પણ લોકોત્તર છે. મંત્રયોજકોની શક્તિ પણ મંત્રમાં અવતરે છે. ધર્મમાં જેઓનું મન છે અર્થાત્ ધર્મપાલનમાં જેઓ પોતાના મન-વચન-કાયાના યોગોને વાપરે છે અને સર્વશક્તિઓમાં શ્રેષ્ઠ એવી અહિંસા તેમ જ સંયમ અને તપની શક્તિઓ જેમનામાં છે, એવા એકેક પરમેષ્ઠિ પણ અચિંત્યશક્તિયુક્ત છે. ત્યારે પાંચેયનો સમવાય થતાં શક્તિનું પ્રમાણ કેટલું વધી જાય છે સમજી શકાય તેવી વાત છે. તેથી જ કહ્યું છે કેआकृष्टिं सुरसंपदां विदधति, मुक्तिश्रियो वश्यता- मुच्चाटं विपदां चतुर्गतिभुवां (जुषां) विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततां, मोहस्य संमोहनं, पायात् पंचनमस्क्रियाऽक्षरमयी, साऽऽराघना देवता ॥ વિધાઓનું સર્વરવ અને મંત્રોનું ઉપાદાન શ્રી જિનપ્રભસૂરિકૃત “ઉવસગ્ગહર'ની અર્થકલ્પલતા ટીકામાં કહ્યું છે કે વિદ્યાઓનું સર્વસ્વ અને મંત્રોનું ઉપાદાનકારણ પંચપરમેષ્ઠિ મહામંત્રનમસ્કાર છે. શ્રી માનતુંગસૂરિકૃત “નવકારસારથવણ' (સ્તવન)માં કહ્યું છે કેશ્રી અરિહંતની આરાધના ખેચરપદવી અને મોક્ષ આપે છે. શ્રી સિદ્ધની આરાધના કૈલોક્યવશીકરણ અને મોક્ષ આપે છે. શ્રી આચાર્યની આરાધના ભયોનું સ્તંભન કરે છે. શ્રી ઉપાધ્યાયની આરાધના ઐહલૌક્કિ લાભ આપે છે અને ભયનિવારણ કરે છે. શ્રી સાધુપદની આરાધના પાપોનું ઉચ્ચાટન-મારણ-તાડનાદિ કરે છે. શ્વેતવર્ણવાળા તીર્થકરોની આરાધના તે અરિહંતપદની, રક્તવર્ણવાળા તીર્થકરોની આરાધના તે સિદ્ધપદની, પીતવર્ણવાળા તીર્થકરોની આરાધના તે આચાર્યપદની, નીલવર્ણવાળા તીર્થકરોની આરાધના તે ઉપાધ્યાયપદની અને અંજનવર્ણવાળા તીર્થકરોની આરાધના તે સાધુપદની આરાધના છે. અનાદિસિદ્ધ શાશ્વતનવકારમંત્રનો પ્રભાવ પ્રતિષ્ઠિત મૂર્તિમાં “આ મૂર્તિ પ્રતિષ્ઠિત છે' એવો વ્યવહાર, પ્રતિષ્ઠાજનિત આત્મગત સમાપત્તિ જ “સ્વનિરૂપક-સ્થાપ્યાલંબનત્વ” સંબંધથી ઉત્પન્ન થાય છે. તેવી રીતે સિદ્ધમંત્રોમાં “આ મંત્ર સિદ્ધ છે” એવો વ્યવહાર મંત્રદા મહાપુરુષોમાં પરમાત્મ વિષયક આત્મસમાપત્તિ જ “સ્વનિરૂપક- વાલંબનત્વ (વાચ્ય-વાચકોલંબનત્વ) સંબંધી ઉત્પન્ન થાય છે. તેથી સામાન્ય મંત્રો અને વિશિષ્ટ સિદ્ધમંત્રોમાં શક્તિ સમાન હોઈ શકતી નથી. IT W T TT TT T ૩૩૮ R Trust છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Kiss Page #381 -------------------------------------------------------------------------- ________________ કેવળ વર્ણમાળાના અક્ષરોમાં કે તાત્ત્વિક સમાપત્તિરહિત મંત્રોમાં આત્મજ્ઞાન કરાવવાની તે શક્તિ નથી કે જે નમસ્કારાદિ સિદ્ધ અને શાશ્વતમંત્રોમાં રહેલી છે. તાત્ત્વિક સમાપત્તિયુક્ત સિદ્ધમંત્રો કેવળ વર્ણમાળાસ્વરૂપ નથી, કિન્તુ પરમાત્મભાવથી પ્રતિષ્ઠિત થયેલા સિદ્ધમંત્રો છે. તેથી તેનું સ્મરણ-ધ્યાન વગેરે પરમાત્મસમાપત્તિનું-આત્મસમાપત્તિનું અસાધારણ કારણ બને છે. ‘નમો અરિહંતાળ’એ મંત્ર બોલતાંની સાથે ‘યિ તપૂર્વ’ સવાડË ઇત્યાદિ આકારક પ્રતીતિ તત્ત્વજ્ઞપુરુષને થાય છે અને તે પ્રતીતિ પરમાત્મસમાપત્તિનું બીજ બનીને કાળક્રમે નિર્મળ આત્મસ્વરૂપનું આવિષ્કરણ કરે છે. આ સમાપત્તિ એ જ યોગીઓની પરમમાતા છે અને તે નિર્વાણફળપ્રદા બને છે એમ શાસ્ત્રકાર મહર્ષિઓનું કથન છે. તેથી જ ‘નમો અરિહંતાણં યિ તપૂર્વ સવાડ” એ ષોડશાક્ષરી મંત્ર પ્રભૂતશક્તિવાળો બને છે. આત્મભાન્તિનિવારણ નવકારમંત્ર વડે થતું દેવ, ગુરુ અને ધર્મનું શ્રવણ-મનન-નિદિધ્યાસન પણ આત્મવિષયક દ્રવ્ય-ગુણ-પર્યાય સંબંધી પ્રમાણ, પ્રમેય અને પ્રમીતિવિષયક યથાર્થજ્ઞાન કરાવી આત્માનુભૂતિ સુધી પહોંચાડે છે. એ અનુભૂતિ ઘાતિકર્મનો અને પરંપરાએ સકળકર્મનો ક્ષય કરાવી નિર્વાણપદને પમાડે છે. દ્રવ્યથી આત્મા પૂર્ણ છે, ગુણથી બધા જીવદ્રવ્ય એક છે અને પર્યાયથી પ્રયત્ન વડે શુદ્ધ થઈ શકે છે. એ પ્રયત્ન નવકારના નિત્ય એકાગ્રતાપૂર્વક સૂત્ર, અર્થ અને આલંબનથી થતા સ્મરણરૂપ છે. એથી સમતાયોગ અને વૃત્તિસંક્ષયયોગની સિદ્ધિ થાય છે. સમતાયોગ ઇષ્ટાનિષ્ટવિષયક કલ્પનાનો છેદ ઉડાડે છે અને વૃત્તિસંક્ષયોગ શારીરિક સ્પંદરૂપ અને માનસિક વિકલ્પરૂપ વૃત્તિઓનો નિરોધ કરી અજરામરપદની પ્રાપ્તિ કરાવે છે. તે પહેલાંના ત્રણ યોગ અધ્યાત્મ, ભાવના અને ધ્યાન એ મોહ અર્થાત ્ આત્મભ્રાન્તિદોષનું નિરાકરણ કરે છે. આત્મભ્રાન્તિના બે પ્રકાર છે : પોતાના આત્માને અનાત્મા માનવો અને બીજાના આત્માને અનાત્મા માનવો. તે બંને પ્રકારની ભ્રાન્તિનું અધ્યાત્માદિ પ્રથમના ત્રણ યોગની સાધનાથી નિવારણ થાય છે. સર્વમંત્રો અને વિધાઓનું બીજ બધા મંત્રો પ૨માત્માની ઉપાસનારૂપ છે. નવકારમાં પરમાત્માનાં પાંચેય સ્વરૂપને નમસ્કાર છે. તેથી બધા મંત્રો અને વિદ્યાઓનું બીજ તે બને છે. બધા મહામંત્રોમાં અને પ્રવર વિદ્યાઓમાં બીજરૂપે આ મંત્ર અનુસ્મૃત છે. કહ્યું છે – “વવમંતવિજ્ઞાવીત્રમૂર્ય ।' સર્વ સૂત્રોમાં અક્ષરો પરિમિત છે, પરંતુ ગમ અને પર્યવો અનંત છે. નવકાર પણ સૂત્ર છે અને સર્વસૂત્રોના પ્રારંભમાં તેનો પાઠ કરવામાં આવે છે, માટે તેને અનંતગમ અને પર્યવરૂપી અર્થનો પ્રકૃષ્ટસાધક કહ્યો છે. પ્રવરપ્રવચનદેવતા શ્રી ત્રિભુવનસ્વામિની વડે તે અધિષ્ઠિત છે. કહ્યું છે કે अनंतगमपज्जवत्थपसाहगं तथा पंचपदनमस्कारश्च सर्वश्रुतस्कंधाभ्यंतरभूतं नवपदश्च सचूलत्वात् पृथक् श्रुतस्कंध इति प्रसिद्धाम्नायो । णमो अरिहंताणं । सत्तक्खरपरिमाणं । अणंतगमपज्ज्वत्थपसाहगं । सव्वमहामंतपवर - विज्जाणं परमबीअभूयं । अणेगाइसयगुणसंपओववेयं । अनंतभरियत्यसारं । इच्चाइ श्री महानिशीथसूत्रं । અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૩૯ Page #382 -------------------------------------------------------------------------- ________________ સમાપત્તિનો મહામંત્ર નવકારમાં પ્રથમનાં છ પદોમાં શરણગમનનો ભાવ છે. તેથી તથાભવ્યત્વાદિના પરિપાક વડે દુઃખાનુબંધસ્વરૂપ સંસારનો નાશ થાય છે. છે. સાતમા પદથી સર્વોત્કૃષ્ટદુષ્કૃતગહ વડે પાપકર્મનો નાશ થવાથી દુઃખફલક સંસારનો નાશ થાય છે. છેલ્લાં બે પદોથી સર્વોત્કૃષ્ટસુકૃતાનુમોદન થવા વડે શુદ્ધધર્મની પ્રાપ્તિ થવાથી દુઃખરૂપ સંસારનો નાશ થાય ચતુઃશરણગમન મોહદોષના અભાવનું સૂચક છે, દુષ્કૃતગર્થાં રાગ-દોષના અભાવનું સૂચક છે અને સુકૃતાનુમોદન દ્વેષ-દોષના અભાવનું સૂચક છે. નમસ્કારમહામંત્ર એ રીતે રાગ-દ્વેષ-મોહાદિ ત્રણેય દોષોને દૂર કરી, જ્ઞાનાદિ ત્રણેય ગુણોને પ્રગટાવી શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવનાર છે. શુદ્ધધર્મનો પ્રકર્ષ તે સ્વરૂપરમણતા છે. સ્વરૂપ૨મણતા યા આત્મરમણતા એ જ વસ્તુસ્વભાવરૂપ શુદ્ધઆત્મધર્મ છે. તેની પ્રાપ્તિ કરાવી આપનાર નમસ્કારમંત્ર છે. તેથી તે મહામંત્રપણાની સંજ્ઞાને ધારણ કરે છે તે યથાર્થ છે. ચતુઃશરણગમન ધ્યેય છે. તેમાં બાધક અંતરાયોનો નાશ દુષ્કૃતગીંથી થાય છે અને સાધકસામગ્રીની પૂર્તિ સુકૃતાનુમોદનથી થાય છે. પ્રથમ શરણ ગુણસમાપત્તિરૂપ છે તે સંસર્ગારોપથી થાય છે. બીજું શરણ ગુણીની સાથે સમાપત્તિરૂપ છે, અભેદારોપથી થાય છે. “મયિ તપૂર્વ ।’ તે સંસર્ગારોપ છે. “સ વાઽહૈં ।’ તે અભેદારોપ છે. અરિહંતાદિ ચા૨માં ૨હેલ શરણગમનને મુખ્ય બનાવવાથી સંસર્ગારોપ અને તે દ્વારા સ્વશુદ્ધાત્માની સાથે અભેદાનુભૂતિરૂપ પ્રણિધાન થાય છે, તે અભેદારોપનું ફળ છે. અભેદારોપ અને સંસર્ગારોપ શ્રી આનંદઘનજી મહારાજ શ્રી નેમિનાથ ભગવાનના સ્તવનમાં ફરમાવે છે કે ‘‘જિનસ્વરૂપ થઈ જિન આરાધે. તે સહિ જિનવર હોવે રે.'' ગુણનો રાગ ગુણીદ્વારા જ દર્શાવી શકાય છે. નમસ્કારદ્વારા થતો પરમસ્તુતિવાદ યથાર્થ ક્રિયાનુગત સદ્ભૂત ગુણોના ઉત્કીર્તનરૂપ છે. તેથી તે ગુણપ્રાપ્તિના કારણરૂપ બને છે. જેમાં સ્વત્વનો પ્રવેશ ન હોય તેવી રીતે ગુણોની પ્રશંસા તે ગુણાનુરાગ છે. તે સ્નેહરાગ નહિ પણ ભક્તિરાગ છે અને તેનો સંબંધ નિર્જરાતત્ત્વ સાથે છે. ઉત્તમમણિની જેમ ક્ષીણવૃત્તિવાળાને પરમાત્માના ગુણના સંસર્ગારોપથી અને પરમાત્માના અભેદારોપણથી નિઃસંશય સમાપત્તિ થાય છે. તે ધ્યાનનું અતિ વિશુદ્ધ સમાધિરૂપ ફળ છે. ' નિર્મળ આત્મામાં પરમાત્મરૂપની ‘યિ તનૂપમ્ ' એવી પ્રથમ ઉપસ્થિતિ તે ‘ તત્ત્વતા ’ સમાપત્તિ છે. તે પછી ‘તે વાડઢું ’ એવી જે તપતા, તે ‘ તવંગનતા ’સમાપત્તિ છે. પ્રથમપદના અભિધેય શ્રી અરિહંતપરમેષ્ઠિ એ જ ૫૨મતત્ત્વ છે અને તે તત્ત્વ પોતાનો જ આત્મસ્વભાવ છે એવું પુનઃ પુનઃ આંતરિક પરામર્શન તે ઉત્તમોત્તમ જપનો પ્રકાર છે. ૩૪૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #383 -------------------------------------------------------------------------- ________________ અભેપ્રણિધાન-તાત્વિક નમસ્કાર નમસ્કાર એ પરમસ્તુતિવાદ છે અને તે યથાર્થ ક્રિયાથી અનુસરતા સદ્ભૂત ગુણોના ઉત્કીર્તનરૂપ અને યથેચ્છ ફળપ્રસાધક છે. ધ્યાનથી વિવશ બનીને જો નમસ્કારની ક્રિયા કરાય, તો શુભકાર્યોમાં વ્યાઘાત કરનારાં સર્વ વિઘ્નોનું સમૂળ ઉચ્છેદન કરવા માટેનું સામર્થ્ય પ્રાપ્ત થાય છે. પ્રણિધાન” એટલે પ્રયત્નસાધ્ય ધ્યાન, તેને સિદ્ધ કરનારાં શ્રદ્ધા, મેઘા, ધૃતિ, ધારણા અને અનુપ્રેક્ષાદિ પાંચ અંગો કહ્યાં છે. શ્રદ્ધાદિથી ચિત્ત નિર્મળ અને પ્રસન્ન થાય છે, પ્રણિધાનથી ધ્યાતાને પોતામાં રહેલ જે પરમાત્મરૂપ તેનું નિઃશંક જ્ઞાન થાય છે અને ગ્રાહ્ય-ગ્રાહકભાવથી રહિત તન્મયપણું થવાથી ધ્યેય સાથેની એકતા સધાય છે. પ્રણિધાન એટલે બેય પ્રત્યેની એકાગ્રતા, બેયને પ્રાપ્ત કરવાની અટલ આત્મશ્રદ્ધા, ધ્યેય પ્રત્યે પરમપ્રેમ, અખંડપ્રીતિ અને વિશ્વાસ તથા આશ્રય, શરણ અને અખંડ પ્રપત્તિ. વાચ્યાર્થ સાથે પોતાના આત્માનો એકીભાવ, તે જ અભેદપ્રણિધાન અથવા તાત્ત્વિક નમસ્કાર છે. પ્રથમ પરમેષ્ઠિ શ્રી અરિહંતભગવંતનો સ્વકીયઆત્મા સાથે અભેદ કરી “ તેવો ભૂવા રેવં ધ્યાતિ ” એ નિયમ મુજબ સર્વ રીતે ધ્યાન કરવું તે અભેદપ્રણિધાન છે. અભેદબુદ્ધિ ઉત્પન્ન થયા પછી “ સૌs ' પદના ઉલ્લેખમાંથી “ ત' પદનો ઉલ્લેખ નીકળી જાય છે, માત્ર “ મહં રહે છે. ત્યાં ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રિપુટીનો ઉચ્છેદ થઈને ત્રણેયની એકતા સધાય છે. અનિર્વચનીય અને ચિન્મય એવી પરબ્રહ્મ નામની જ્યોતિ સ્કુરાયમાન થાય છે. તેની ફુરણાથી જ સર્વ ક્રિયાઓની સફળતા થાય છે. નવકારનું તાત્પર્ય અને તત્વ તાત્પર્ય શ્રી નવકાર ૧. અનંતગમપર્યવ અર્થનું પ્રસાધક, ૨. સર્વમહામંત્ર અને પ્રવરવિઘાઓનું પરમબીજ, ૩. યથાર્થક્રિયાનુગત સભૂત ગુણોનું ઉત્કીર્તન તથા ૪. યથેચ્છફળપ્રસાધક પરમસ્તુતિવાદરૂપ છે. તત્ત્વ- તેવો ભૂત્વા ફેવું ને એ નિયમ મુજબ અભેદપ્રણિધાન છે. પરમાર્થથી સોડાંસ્વરૂપધ્યાન, એ ધ્યેયાવેશ છે. વાણી અને મનના મળથી મુક્ત અવસ્થામાં થતું દેવત્વનું અભેદાત્મક ધ્યાન એ તત્ત્વ છે. ૧. શબ્દાર્થ એ સ્વરૂપ છે. ૨. વાક્યર્થ એ અર્થ છે. ૩. મહાવાક્યર્થ એ ભાવાર્થ-સંપ્રદાયાર્થ છે અને ૪. ઔદંપર્ધાર્થ એ તાત્પર્યાર્થિ-તાત્વિક અર્થ છે. અનુપ્રેક્ષાકિરણ ૪ છે ૩૪૧ ૩૪૧. Page #384 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધિનો ઉપાય | સર્વવિદ્યા અને મંત્રોની સિદ્ધિ, નમસ્કારનું ધ્યાન સિદ્ધ થવાથી થાય છે. શ્રી નવકાર મહામંત્ર સર્વની આદિમાં ભણાય છે. તેનું કારણ સર્વકર્મોમાં શિરોમણિભૂત મોહનીયકર્મ છે, તેનો ક્ષય કરવાનું અસાધારણકારણ નમસ્કારમંત્ર છે. મોહનીયમાં પણ મિથ્યાત્વમોહનીય અને માનમોહનીય માનવને સર્વ દુરિતોમાં શિરોમણિભૂત છે, તેનો નાશ કરવાનું સામર્થ્ય નમસ્કાર મંત્રમાં છે તેથી તે સર્વ મંત્રોમાં શિરોમણિભૂત મંત્ર ગણાય છે. મદ, માન અને મિથ્યાત્વનો ક્ષય વિનય, નમ્રતા અને સરળતાગુણથી જ સધાય છે. એ સિવાય બીજા બધા પ્રયત્નો, તે દોષોને વધારનારા જ થાય છે. મદ, માન અને મિથ્યાત્વનો નિગ્રહ વિનય, નમ્રતા અને સરળતા વડે થયા બાદ અન્યમંત્રોથી જે વિદ્યા અને શક્તિ મળે છે, તે પણ મોહની વૃદ્ધિ કરવાને બદલે મોહકર્મોનો અધિકાધિક ક્ષય કરવા સમર્થ થાય છે. માટે નમસ્કારની સિદ્ધિમાં જ અન્ય સર્વશાસ્ત્રોની, મંત્રોની અને વિદ્યાઓની સિદ્ધિ રહેલી છે. તે કારણે શ્રી નમસ્કારમંત્રની આરાધનામાં મુમુક્ષુ આત્માઓએ સર્વપ્રકારે ઉદ્યમ કરવો જોઈએ અને તે મંત્રની સિદ્ધિ કરીને સાળકર્મનો ક્ષય સાધવો જોઈએ. સર્વશ્રેષ્ઠ શ્રી નવકારમંત્ર માનવમાત્રને હિતાહિતનો વિવેક કરી શકે તેવી બુદ્ધિ સાંપડી છે, પણ વાસના-તૃષ્ણાજન્ય સંસ્કારોથી તે બુદ્ધિ અસત તરફ દોરી જાય છે. તેના પરિણામે અસવિચાર અને અસત્કર્મોની પરંપરા સર્જાય છે અને દુઃખ, શોક, ચિત્તા, ભય તેમ જ વિષાદનું વાતાવરણ સર્જાય છે. તેનો અંત તો જ આવી શકે કે જો બુદ્ધિ સત તત્ત્વ તરફ દોરાય અને તેમાંથી સવિચાર અને સત્કર્મોની પરંપરા સર્જાય. સન્મત્ર તે કહેવાય કે જે બુદ્ધિ તરફ લઈ જવા માટેનું કાર્ય કરે. નમસ્કારમંત્ર બુદ્ધિ, સવિચાર અને સત્કર્મોની પરંપરા સર્જે છે. સદ્ગદ્ધિ એટલે સર્વના હિતની બુદ્ધિ. સદ્વિચાર એટલે સર્વનું હિત થાય તેવી માનસિકવૃત્તિ અને સત્કર્મ એટલે સર્વનું હિત થાય તેવી શુભક્રિયા. નમસ્કારમંત્રમાં જેને નમવામાં આવે છે તે સત્કર્મ, સવિચાર અને સબુદ્ધિથી ભરેલા છે, તેથી તેનું સ્મરણમાત્ર બુદ્ધિને સત તત્ત્વ તરફ દોરી જાય છે, અજ્ઞાન અવિદ્યાનો નાશ કરે છે અને સદ્વર્તન-સદાચારની વૃદ્ધિ કરે છે. નમસ્કારમંત્ર એ સન્મતિદાયક સર્વશ્રેષ્ઠમંત્ર છે. તેથી બુદ્ધિ સ્થિર, સૂક્ષ્મ અને શુદ્ધ થાય છે. આત્મધ્યાનનું સાધન શ્રી નવકાર ચૌદપૂર્વનો સાર છે, ચૌદપૂર્વને જે કહેવું છે તે શુદ્ધ આત્મા છે. શુદ્ધઆત્માને જણાવનાર જે શ્રુત છે તે પણ આત્મા જ છે. કહ્યું છે કે શ્રુતજ્ઞાનના બળથી જે સંપૂર્ણ આત્માને જાણે છે તે શ્રુતકેવળી છે. ચૌદપૂર્વધર શ્રુતકેવળી કહેવાય છે તે વ્યવહારથી છે, નિશ્ચયથી તો શ્રુતજ્ઞાન પણ આત્મા જ છે. તેથી શ્રુતજ્ઞાન વડે આત્મા આત્માને જ જાણે છે. નવકાર વડે પણ આત્માનું જ જ્ઞાન થાય છે. નવકાર એ શ્રત છે અને શ્રુત એ આત્મા છે. નવકારરૂપી શ્રુત વડે પંચપરમેષ્ઠિનું જ્ઞાન થાય છે અને પંચપરમેષ્ઠિ એ આત્માનું જ શુદ્ધ સ્વરૂપ છે. તેથી નવકાર વડે શુદ્ધઆત્માને જ જાણવાનો છે. નવકાર વડે જાણવાની વસ્તુ આત્મા છે અને જાણનાર પણ આત્મા જ છે. તેથી નવકાર એ ચૌદપૂર્વનો સાર છે ચૌદપૂર્વ પણ આત્માને જણાવે છે તથા નવકાર પણ આત્માને જ જણાવે છે. તેથી બંને વડે એક જ વસ્તુનું રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ Page #385 -------------------------------------------------------------------------- ________________ આરાધના થાય છે. તેથી બંને સમાન ફળની પ્રાપ્તિના અધિકારી બનાવે છે. જે ફળ ચૌદપૂર્વના અધ્યયન વડે પમાય છે, તે જ ફળ શ્રી નવકારના અધ્યયન વડે પમાય છે. તે ફળનું બીજું નામ “ચિત્તશુદ્ધિ" છે, તેને ભાવવિશુદ્ધિ પણ કહે છે. ભાવવિશુદ્ધિનું મૂળ નિર્મળ સ્નેહપરિણામ છે અને તેનું પણ મૂળ આત્મદ્રવ્યનું અચિજ્યમાહાસ્ય અને તેનું જ્ઞાન છે. દ્રવ્યથી આત્મા જ એવો મહિમાવંતો છે કે તેના પ્રત્યે કરેલો સ્નેહ અનંત લાભનું કારણ બને છે. અનંતઅવ્યાબાધસુખનું કારણ પણ આત્મસ્નેહ છે. આત્મા જ ઉપાદેય છે, જોય છે અને ધ્યેય છે. જાણવાલાયક પણ આત્મા છે અને આદર આપવાલાયક પણ એક આત્મતત્ત્વ જ છે. તે ચિન્મય અને આનંદમય છે, નિત્ય સ્વાધીન અને સર્વાધિક છે. નિજસ્વભાવનો લાભ નવકાર એ નિશ્ચયનયમાં નિશ્ચલપણું પામવાનો ઉપાય છે. નિશ્ચયનય એટલે શુદ્ધનય. શુદ્ધનયનો વિષય શુદ્ધ આત્મા, તેને વિષે નિશ્ચય અને એ નિશ્ચય વડે પ્રાપ્ત થતું નિશ્ચલપણું એ સમગ્ર દ્વાદશાંગીનો સાર છે. નવકાર એટલે પરમેષ્ઠિભગવંતો પ્રત્યે બહુમાનવાળો આત્મા, આત્માનો પરમેષ્ઠિબહુમાનવાળો પરિણામ, બહુમાન વડે કથંચિત્ અભેદભાવને પામેલો નિજાત્મા–એ જ ચૌદપૂર્વનો સાર છે. ચૌદપૂર્વ ત્રણ લોકનો સાર છે. ત્રણ લોકમાં સારભૂત દ્વાદશાંગી છે અને દ્વાદશાંગીનો સાર નિજ શુદ્ધ આત્મા છે. ત્રણ જગતથી આત્મા અધિક છે. આત્મા છે તો ત્રણ જગતનું જ્ઞાન છે. તે જ્ઞાનનો સ્વામી આત્મા એ ત્રણ જગતનો સ્વામી છે. શ્રી નવકારમંત્રરૂપે અડસઠ અક્ષરમય છે, વાચ્યાર્થરૂપે પંચપરમેષ્ઠિમય છે, લક્ષ્યઅર્થરૂપે નિજશુદ્ધઆત્મમય છે અને ઐદંપર્યાર્થરૂપે કર્મક્ષય અને નિર્જરામય છે. ફળસ્વરૂપે સર્વપાપપ્રણાશ અને સર્વોત્કૃષ્ટમંગળમય છે. શ્રી નવકારના વર્ણો વડે પરમેષ્ઠિઓનું વર્ણન છે અને એ વર્ણન વડે નિજાત્માનું શુદ્ધનયમાં પરિણમન છે. એ પરિણમન વડે પાપનો પ્રણાશ અને મંગળનું આગમન થાય છે. નિજસ્વભાવનો લાભ એ પરમોત્કૃષ્ટમંગળ છે. દુષ્યનનો નાશ નમસ્કાર સર્વપાપનો નાશક છે. બધાં પાપનું મૂળ આર્ત-રૌદ્રધ્યાન છે અને તેનું મૂળ ઇચ્છાઓનો વ્યાઘાત છે. શ્રી નમસ્કારમંત્ર ઇચ્છાજનિત આર્તધ્યાન અને મૂચ્છજનિત રૌદ્રધ્યાનરૂપી પાપનો નાશ કરી સર્વમંગળોમાં પહેલું મંગળ બને છે. શ્રી નવકારમાં ઈચ્છારહિત વીતરાગપુરુષોને વંદન છે અરે મૂર્છારહિત નિગ્રંથ મહાપુરુષોને વંદન છે. ઇચ્છા અને મૂચ્છરહિત થવાની અભિલાષાથી ઇચ્છા અને મૂચ્છરહિત થયેલા પુરુષો પ્રત્યે પૂજ્યભાવ પ્રગટાવનાર નમસ્કારમંત્ર છે. તેથી ઈચ્છા અને મૂચ્છજનિત અશુભ ધ્યાનોનો નાશ કરી પ્રશસ્તઇચ્છાઓ અને પ્રશસ્તભાવનાઓ પ્રગટાવે છે તથા તે જ્યારે પ્રકર્ષપણાને પ્રાપ્ત થાય છે, ત્યારે સર્વમંગળોમાં પ્રધાનમંગળરૂપ બને છે. AN અનુપ્રેક્ષાકિરણ ૪ અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૪૩ Page #386 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યને નમન પિંડમાં અર્થાત દેહ પ્રત્યે સ્નેહ છોડી આત્મા પ્રત્યે આદર ધારણ કરવો અને બ્રહ્માંડમાં-પુગલમાત્ર પ્રત્યે રાગ છોડી જીવમાત્ર પ્રત્યે અનુરાગ ધારણ કરવો તે નમસ્કારનું કાર્ય છે. જેને નમવામાં આવે છે. તે પંચપરમેષ્ઠિ પુદ્ગલથી વિરક્ત છે, ચૈતન્ય પ્રત્યે અનુરક્ત છે. તેઓને ભાવથી નમનાર પુદ્ગલ પ્રત્યે વિરક્ત અને ચૈતન્ય પ્રત્યે અનુરક્ત બને છે. કામ, ક્રોધ અને લોભની ઉત્પત્તિ પુગલના અનુરાગથી થાય છે. ચૈતન્યના પ્રેમથી શમ-દમ-સંતોષાદિ ગુણો પ્રગટે છે. જડ એટલે લાગણીશૂન્યતા અને ચૈતન્ય એટલે લાગણીયુક્તતા. લાગણીયુક્તને નમવાથી લાગણી પ્રગટે છે. લાગણીશૂન્યને નમવાથી લાગણીશૂન્યતા-જડતા પ્રગટે છે. લાગણી એટલે નેહ, દયા, હિતબુદ્ધિ, હિતભાવ. જેનાથી ઉપકાર થવો ત્રણેય કાળમાં શક્ય નથી, તેને નમતા રહેવું તે અજ્ઞાન છે, મોહ છે અને અવિવેક છે. ચૈતન્યને નમવું તે જ જ્ઞાન અને વિવેકનું ફળ છે. ચૈતન્યને નમવું તે જ હિત, સુખ અને કલ્યાણનું કારણ છે. જડને નમવું તે અહિત, અસુખ અને અકલ્યાણનું કારણ છે. નવકાર એ ચૈતન્યને નમન છે. અને જડપ્રત્યે અનમન છે. નવકારથી ચૈતન્યનું બહુમાન અને જડનું ઔદાસીન્ય કેળવાય છે. નવકાર વડે અખિલ બ્રહ્માંડના નાયક પરમેષ્ઠિભગવંતો સાથે સુદ્ર જણાતો માનવ પણ સ્નેહનો સંબંધ બાંધી વિરાટ બની શકે છે, એ વિશ્વનું મોટામાં મોટું આશ્ચર્ય છે. જ્ઞાન-ફિક્યા ઉભયથી ફળસિદ્ધિ નમસ્કારમંત્ર મહાશત્રુતુલ્ય મિથ્યાત્વમોહનો નાશ કરે છે અને પરમબાંધવતુલ્ય સમ્યકત્વરત્નની પ્રાપ્તિ કરાવી આપે છે. તે કાર્ય બીજી વસ્તુથી શક્ય નથી. તેથી તે મહોપકારી છે. દુર્ગતિરૂપ જેલ કાપી આપે છે અને સદ્ગતિરૂપ મહેલ મેળવી આપે છે તેથી પણ પરમોપકારક છે. ચમત્કારથી નમસ્કાર' એ લૌકિક કહેવત છે, પરંતુ “નમસ્કારથી ચમત્કાર' એ લોકોત્તર સત્ય છે. નમસ્કાર એ સાધના છે. સાધના વિના જે સિદ્ધિ મળતી હોત તો ચારગતિમાં પરિભ્રમણ હોત નહિ. સિદ્ધિગતિ એ સાધનાનું ફળ છે. ઔષધના જ્ઞાનમાત્રથી રોગી, નીરોગી થતો નથી. ક્રિયા હાથ-પગ છે અને જ્ઞાન માથું છે. જો માથું મોટું હોય અને હાથ-પગ દૂબળા હોય તો કોઈ કાર્ય થઈ શકે નહિ. જાણેલું અમલમાં મૂકાય તો જ કાર્યસિદ્ધિ થાય. સર્વશ્રેષ્ઠ પુણ્યનો પ્રકાર નવકાર એ નવમું પુણ્ય છે. પ્રથમનાં આઠ પુણ્ય પરિમિત છે, જ્યારે નવમું પુણ્ય અપરિમિત છે અને બીજાં આઠેય પુણ્યોને પણ અપરિમિતિ બનાવે છે. પાપમય સંસારમાં નિષ્પાપજીવન બનાવવા માટે પ્રથમ સાધન પુણ્યનું આચરણ છે. જેનાથી પરને હિત થાય-સુખ થાય તે પુણ્ય છે. જેનાથી પરને અહિત થાય-દુઃખ થાય તે પાપ છે. પરપીડાથી બચવા માટે અને પરહિતની સાથે સ્વહિત સાધવા માટે અનન્ય ઉપાય પુણ્યનું આચરણ છે. પ્રથમના આઠ પ્રકારનાં પુણ્યથી પરનું જે હિત થાય છે, તે અલ્પ હોય છે- અલ્પકાળ માટે હોય છે. અનલ્પ અને સર્વકાલીનહિત પંચપરમેષ્ઠિભગવંતો કરી રહ્યા છે. તેમને પ્રણામ, તેમનો આદર અને તેમના પ્રત્યે હાર્દિકભક્તિ, તે નવમું પુણ્ય છે. એ પુણ્યનું આચરણ તે સૌથી મોટું સુકૃત છે. ૩૪૪ રૈિલોક્યદીપક મહામંત્રાધિરાજ * Page #387 -------------------------------------------------------------------------- ________________ એ સુકૃતની ઉપેક્ષા કરનાર બીજાં સર્વ પ્રકારનાં સુકૃત કરે, તોપણ પરમસુકૃતવંતની જાયે-અજાણ્ય ઉપેક્ષારૂપ મોટું પાપ કરે છે. તેથી “ખાળે ડૂચા અને (પાપના) દરવાજા ખુલ્લા” જેવું થાય છે. તેનાથી બચવા માટે અને પરમસુકૃતમય બનવા માટે નવમું પુણ્ય અનિવાર્ય છે. નવમું નમસ્કારરૂપી પુણ્ય જેનાં મન-વચન-કાયામાં સદા વર્તમાન છે તે આત્મા નિર્ભય છે. પછી તેને પાપનો કે પાપનાં ફળરૂપ દુર્ગતિનાં દુઃખોનો ભય રહેતો નથી. દુર્ગતિનો મૂળ હેતુ આd રૌદ્રધ્યાનનું સેવન છે. આર્તધ્યાન સ્વપીડાવિષયક હોય છે, રૌદ્રધ્યાન પરપીડાવિષયક હોય છે. નવમું પુણ્ય આર્ત-રૌદ્રરૂપી અશુભધ્યાનનું પ્રતિપક્ષી છે, કેમ કે તે દ્વારા જે પરમેષ્ઠીઓનું સન્માન થાય છે તે ધર્મધ્યાન અને શુક્લધ્યાનના ભંડાર છે. ધર્મધ્યાન એ સર્વજીવવિષયક શુભધ્યાન છે. તે વડે રૌદ્રધ્યાનનો પ્રતિકાર થાય છે. શુક્લધ્યાન સ્વશુદ્ધાત્મવિષયક શુભધ્યાન છે. તે વડે આધ્યાનનું નિવારણ થાય છે. આર્તધ્યાન સ્વવિષયક અપૂર્ણતાના ભાનમાંથી પ્રગટે છે. તેનું નિવારણ આત્મદ્રવ્યની પૂર્ણતાનાં જ્ઞાન અને ભાન વડે થાય છે. તે વડે અપૂર્ણતાની ભાવનામાંથી જન્મતા રોગ-શોક-ભય-ચિંતા-હર્ષ-વિષાદાદિ વિકારો શમી જાય છે. જેવી રીતે સ્વઆત્મદ્રવ્ય સર્વથા સર્વદા પૂર્ણ છે, તેવી જ રીતે સર્વ જીવદ્રવ્યો નિશ્ચયથી તેવા જ છે. એ વિચારથી કર્મકૃત અપૂર્ણતા કે વિષમતાનું જ્ઞાનભાન વિલીન થઈ જાય છે. એટલું જ નહિ પણ એ અપૂર્ણતાને કારણે થતી ભૂલો તરફ ક્ષમાવૃત્તિ અને ઔદાર્યવૃત્તિ સહજ બને છે અને તે ધર્મધ્યાન છે. આ રીતે નવમું પુણ્ય આર્ત-રૌદ્રધ્યાનનું નિવારણ કરવામાં અને ધર્મ-શુક્લધ્યાનને પુષ્ટ કરવામાં પરમપુષ્ટ નિમિત્ત બને છે. સર્વ જીવો આત્મસમ છે, એ ધર્મધ્યાનનું બીજ છે અને સ્વજીવ નિશ્ચયથી સિદ્ધસમ શુદ્ધ, બુદ્ધ અને પૂર્ણ છે એ ભાવના શુક્લધ્યાનનું બીજ છે. પંચપરમેષ્ઠિભગવંતો સર્વ જીવો પ્રત્યે આત્મભૂત-આત્મતુલ્યભાવને ધારણ કરનારા હોય છે અને પોતાના આત્મામાં પરમાત્મપણાનું શુદ્ધભાવન કરી પરમાત્મપદને પામેલા અને પામનારા છે. તેથી તેઓનું બહુમાન. સન્માન, આદરમાન જે નવકાર વડે થાય છે, તે નવકાર પરમપુણ્યરૂપ છે સર્વ પુણ્યોમાં શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ પુણ્યસ્વરૂપ છે. એ પુણ્યનું સેવન ભવચક્રનો અંત લાવનાર છે, કેમ કે એક બાજુ તે શુભક્રિયાનું આસેવન છે અને બીજી બાજુ તે આત્માની શુદ્ધ, બુદ્ધ, નિત્ય અને નિરંજનાદિ અવસ્થાઓનું જ્ઞાન-ધ્યાન-સન્માનાદિ, કરવા-કરાવવા-અનુમોદવા દ્વારા, મિથ્યાત્વમોહનીયાદિ દુષ્ટ કર્મપ્રવૃત્તિઓને ક્ષીણ કરે છે. કહ્યું છે કે આતમજ્ઞાને મગ્ન છે, તે સવિ પુગલનો ખેલ રે ઇન્દ્રજાળ કરી લેખવે, ન મિલે ત્યાં દેઇ મન મેલ રે. જાણ્યો ધ્યાયો આતમા, આવરણ રહિત હોય સિદ્ધ રે, આતમ જ્ઞાન તે દુ:ખ હરે, એવી જ શિવહેતુ પ્રસિદ્ધ રે. (ખંડ ચોથો, ઢાળ ૭મી, શ્રીપાળરાસ) આજ્ઞાપાલનથી ધર્મ અને મોક્ષ મોક્ષની ઇચ્છા એટલે આજ્ઞાપાલનનો અધ્યવસાય. આજ્ઞાપાલનનો અધ્યવસાય એ સ્વચ્છંદતાથી મુક્તિ અનુપ્રેક્ષાકિરણ ૪ છે૩૪પ પS ૩૪૫ Page #388 -------------------------------------------------------------------------- ________________ અપાવે છે અને એ મુક્તિ જ પરંપરાએ સકલકર્મનિર્માણનું કારણ બને છે. નમસ્કારની પરિણતિ કેળવ્યા વિના મોક્ષ નથી અને તે પરિણતિ ચૌદપૂર્વનો સાર છે. આજ્ઞાના અસ્વીકારમાં “અહંકાર છે અને આજ્ઞાપાલનના અધ્યવસાયમાં “નમસ્કાર છે. તેથી નમસ્કાર જ સર્વ ધર્મનું મૂળ છે, જીવને મળેલ ઇચ્છા સ્વાતંત્ર્યના ભયસ્થાનમાંથી બચવા માટેનું એકનું એક સાધન નમસ્કારની પરિણતિ છે અર્થાત આજ્ઞાપાલનની રુચિ છે. ગુણવત્પાતંત્ર્યનો સદુપયોગ છે. સ્વાતંત્ર્ય કલ્યાણકારી નથી, કિન્તુ સ્વાતંત્ર્યનો સદુપયોગ કલ્યાણકારી છે. સ્વાતંત્ર્યના સદુપયોગથી સાચું સ્વાતંત્ર્ય પ્રાપ્ત થાય છે. અયોગ્યના બંધનમાંથી છૂટવા માટે યોગ્યનું બંધન-યોગ્યનું પાતંત્ર્ય અનિવાર્ય છે. “દ્ધમત્ર ઘર્મપૃદયનું એ જ ધર્મનું રહસ્ય છે. નમસ્કાર મોક્ષનું બીજ છે, કેમ કે તે વડે ગુણવત્ પરતંત્ર્ય કેળવાય છે. મહાપુરુષોએ સર્વશાસ્ત્રનું તાત્પર્ય-ઐદંપર્ય આજ્ઞાને કહેલ છે. બીજા શબ્દોમાં યોગ્યને નમસ્કાર કહેલ છે અને તેનું જ નામ “ગુણવત પારતંત્ર્ય છે ગુણવત્પારતંત્ર એ મુક્તિનો ઉપાય છે. તેથી નમસ્કાર એ મોક્ષનું બીજ ધર્મનું મૂળ અયોગ્યને નમનાર અને યોગ્યને ન નમનારને અનિચ્છાએ પણ સદાકાળ નમવું પડે એવા તિર્યંચના અને વૃક્ષાદિના ભવો મળે છે. ધર્મના મૂળમાં સમક્તિ છે અને તે દેવ-ગુરુને નમસ્કારરૂપ છે. ઉપદેશથી, યુક્તિથી, દષ્ટાન્તોથી અને સહવાસથી નમસ્કારગુણ વિકસે છે. નમસ્કાર એ ક્ષમાધર્મને વિકસાવે છે, દયાધર્મને વિકસાવે છે અને સ્નેહધર્મને વિકસાવે છે. ક્ષમા, દયા અને સ્નેહભાવ એ ચૈતન્યના બહુમાન સ્વરૂપ હોવાથી ધર્મ છે. ધર્મરૂપી મસ્તક અને ધર્મરૂપી મૂળ છેદાઈ ગયા પછી સુભટ અને વૃક્ષની જેમ સુખ પણ છેદાઈ જાય છે. મસ્તકસમાન અને મૂળસમાન ધર્મને નવપલ્લવિત રાખવા માટે ધર્મને નિત્ય નમન આવશ્યક છે. જ્યાં સ્વાર્થ છે ત્યાં બીજાનો તિરસ્કાર છે. જ્યા પરાર્થ છે ત્યાં બીજાને નમસ્કાર છે. તેથી પરાર્થ એ ધર્મ છે અને સ્વાર્થ એ અધર્મ છે. પરાર્થ મંગળ છે અને સ્વાર્થ અમંગળ છે. શરીરના અણુએ અણુમાંથી તિરસ્કારરૂપ ચોરને ભગાડવા માટે નમસ્કારને અસ્થિરમા બનાવવો જોઈએ. તેથી પાપનાશ અને પુણ્યવૃદ્ધિરૂપી ફળ આપોઆપ ઉત્પન્ન થાય છે. તિરસ્કારના પાપથી બચવા માટે નમસ્કાર જ એક આઘાર છે, તેથી જેઓ નમસ્કારને યોગ્ય છે તેઓને નમસ્કાર કરવો તે પ્રથમધર્મ છે. મરણને જીતવાનો ઉપાય. આ સંસારમાં મોટામાં મોટું વિઘ્ન એ મનુષ્યનું મન છે અને બીજું વિઘ્ન એ મરણ છે, કેમ કે મરણ એ દ્રવ્ય આપત્તિઓમાં સૌથી મોટી આપત્તિ છે. સમાધિ વડે બંને પ્રકારની આપત્તિઓ જિતાય છે અને ભાવનમસ્કારવડે સમાધિ સિદ્ધ થાય છે. ભાવનમસ્કાર તે જીવોના જીવત્વ પ્રત્યે સ્નેહભાવરૂપ છે. દવા લાગુ પડે એટલે દર્દ ઓછું થાય અને નવકાર લાગુ પડે એટલે અહંકાર જાય. અહંકાર પાપનું મૂળ છે અને નમસ્કાર ધર્મનું મૂળ છે. બુદ્ધિને ખીલવવા માટે જેમ અક્ષરજ્ઞાન અને તેનાં સાધનો આવશ્યક છે, તેમ ભાવનાબળને વિકસાવવા IN ૩૪૬ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #389 -------------------------------------------------------------------------- ________________ માટે સત્ય, સદાચાર, નીતિ, ન્યાય અને ઈશ્વરભક્તિ આવશ્યક છે. ઈશ્વરભક્તિમાં શુદ્ધચૈતન્ય પ્રત્યે સ્નેહ છે. નમસ્કાર પરમાત્માની આજ્ઞા સાથે જીવને જોડે છે, અહંકાર આજ્ઞાથી અલગ કરે છે. સ્વાર્થ એ સંસારનો સગો ભાઈ છે. પરમાર્થ એ મોક્ષનો સીધો માર્ગ છે. મૈત્રીપ્રમોદ કારુણ્ય અને માધ્યસ્થાદિ ભાવો તે પરમાર્થસ્વરૂપ છે તેથી મોક્ષનો માર્ગ છે. અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી, જ્યારે નમસ્કાર ઉપકારીઓને ભૂલવા દેતો નથી. કર્મ એક પ્રકારનું ઋણ છે. નમસ્કાર તે ઋણથી જીવને મુક્ત કરે છે, તેથી જીવ કર્મથી પણ મુક્ત થાય છે. નમસ્કાર એ ધર્મના ચાર પ્રકારોમાંથી ભાવધર્મ છે, ભાવ વિનાનાં દાનાદિ નિષ્ફળ છે. એનો સીધો અર્થ સ્નેહભાવ વિનાનાં કરેલાં દાનાદિ અને પાળેલાં શીલાદિ અહંકારવર્ધક હોવાથી ઋણમુક્તિનાં હેતુ બનતાં નથી. ભાવનો સીધો અર્થ સ્નેહભાવ છે. અનાત્મ પદાર્થો પ્રત્યે નિઃસ્નેહતા અને આત્મપદાર્થો પ્રત્યે સ્નેહમયતા એ ભાવધર્મનું લક્ષણ છે. સદ્વિચાર અને સદ્વિવેકથી આત્મસ્નેહ વિકસે છે, અનાત્મસ્નેહ ઘટે છે. અહંની ઉપાસનાનું હાર્દ ‘અહં’નો નાશ એ જ ‘અણુ’-અરિહંતની ઉપાસનાનું ફળ છે. નિસર્ગના મહાશાસનમાં પૂજાવા જેવી વસ્તુ જ નથી, માત્ર પૂજવા જેવી વસ્તુ છે. જે પૂજાવા માગે છે, તેને નિસર્ગ છૂંદીને ફેંકી દે છે. જે પૂજવા માગે છે, તેને નિસર્ગનાં તમામ બળો (તેના પક્ષમાં) સહાયભૂત થાય છે. વિકૃત ‘હું’ અર્થાત્ અહંભાવ કે જે આજે મથાળે છે, તેને સૌથી નીચે લાવવો જોઈએ. મથાળે પહોંચવાની હરીફાઈ છોડી સૌથી નીચે રહેવાનો આનંદ માણવો જોઈએ, એનું સાધન ‘નમસ્કારભાવ’ છે. હિતમાં પ્રવૃત્તિ-અહિતથી નિવૃત્તિ હાથ જોડવા, મસ્તક નમાવવું અને પાંચેય અંગો ભેગાં કરવાં તે બ્રાહ્મનમસ્કાર છે. તેથી શિષ્ટપુરુષોએ પ્રવર્તાવેલા વ્યવહારનું પાલન થાય છે. અત્યંતરનમસ્કાર એટલે અંદર નમ્રતા ધારણ કરવી. નમસ્કાર્ય પ્રત્યે વિનય, બહુમાન અને ભક્તિની લાગણી ધારણ કરવી. તે વડે મનની, અંતઃકરણની અને આત્મભાવની શુદ્ધિ થાય છે. મનુષ્યને સમર્થમન મળ્યું છે. સમર્થમન એટલે સદ્-અસદ્નો વિવેક કરાવનારી બુદ્ધિવાળુંમન. તેની સાર્થકતા પરમપદે પહોંચેલાને નમસ્કાર કરવાથી થઈ શકે છે. નમસ્કારથી હિતાહિતની સમજણ, હિતમાં પ્રવૃત્તિ તથા અહિતથી નિવૃત્તિ થાય છે, કારણ કે જેઓને નમસ્કાર કરવામાં આવે છે તેઓ અહિતથી નિવર્તેલા છે અને હિતમાં પ્રવર્તેલા છે. અશ્રદ્ધા, વિપરીતશ્રદ્ધા, અસંયમ, પ્રમાદ, કષાયાદિ અહિત છે. સભ્યશ્રદ્ધા, સંયમ, અપ્રમાદ, અકષાય અને શુભયોગ એ હિત છે. નમસ્કાર અને તેનો પ્રભાવ નમસ્કાર એકબીજાનો પરિચય પ્રાપ્ત કરવાનું પરમસાધન છે. એકબીજાનું ઉચિત સન્માન કરવું તે સર્વશિષ્ટોનું કર્તવ્ય છે. નમસ્કાર બિનજરૂરી છે એમ માનનાર અવિચા૨ક છે. તે હ્દયની દરિદ્રતાને અને પોતામાં રહેલી શ્રેષ્ઠતાની ખામીને સૂચવે છે, એટલું જ નહિ પણ શુદ્ધજ્ઞાનથી તે વંચિત રહે છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૪૭ Page #390 -------------------------------------------------------------------------- ________________ ગુરુજનોને નમસ્કાર કરવામાં અપમાન, દીનતા કે નાનાપણું નથી. શ્રેષ્ઠપુરુષ જ બીજાને પોતાનાથી શ્રેષ્ઠ માનીને નમસ્કાર કરે છે અને એમાં જ એમનું મોટાપણું રહેલું છે. ગિઆના ગુણ ગિઆ ગાવે' એ ઉક્તિ યથાર્થ છે. ધર્મશાસ્ત્રો કહે છે કે મહાપુરુષોનાં ચરણોમાંથી એક દિવ્યઆત્મશક્તિનો પ્રવાહ વહેતો હોય છે. તે નમસ્કાર કરનારને અતિ લાભપ્રદ અને પુણ્યપ્રદ બને છે. એ કારણે ગુરુજનોને નમસ્કાર માનવજીવનનું સર્વશ્રેષ્ઠ કર્તવ્ય મનાય છે. નમસ્કારથી સમદર્શિતા કેળવાય છે. સર્વની સાથે આત્મભાવ ટકાવી રાખવામાં નમસ્કાર પરમ સાધન છે. નમસ્કાર વડે કઠોરતા નાશ પામે છે અને કોમળતા પ્રગટે છે. કૃતજ્ઞતારૂપી મહાદોષને નિવારવાનું અનન્યસાધન અને કૃતજ્ઞતારૂપી મહાગુણને વિકસાવવાનું અદ્વિતીય સાધન માત્ર નમસ્કાર છે. પારસમણિ અને ચિત્તામણિ નમસ્સાર ગ્રહણશીલમનોવૃત્તિને કહે છે. અર્થાત્ ગુણગ્રહણયોગ્યતા (Receptive attitude) ને નમસ્કાર કહે છે. નમ્રતાનું ભાન જાગ્યા વિના સત્યની પ્રાપ્તિ અશક્ય છે. પરિપૂર્ણ નમ્રતા એટલે પરભાવથી શૂન્યતા જેને પ્રાપ્ત થઈ હોય તે જ સત્યના સમુદ્રની સપાટી ઉપર સફળતાથી સફર કરી શકે છે. (પ્રભુનું) નામ પારસમણિ છે, તે મનરૂપી લોખંડને સુવર્ણ બનાવે છે. નમસ્કાર ચિંતામણિ છે, તે આત્મારૂપી સુવર્ણને પારસ બનાવે છે. નામ પરિચય કરાવે છે, નમસ્કાર સમર્પણ કરાવે છે. નામ જ્ઞાન કરાવે છે, નમસ્કાર ક્રિયા કરાવે છે. નામ વસ્તુતંત્ર છે, નમસ્કાર પુરુષતંત્ર છે. નામથી વસ્તુનો બોધ થાય છે, નમસ્કારથી આત્માની પરિણતિ પલટાય છે. અર્થાત નામરૂપી વિજ્ઞાન વડે નમસ્કારરૂપી પરિણતિ ઘડાય છે. નમસ્કારના ત્રણ વિભાગ છે : દ્રવ્યનમસ્કાર, ભાવનમસ્કાર અને તાત્વિકનમસ્કાર. દ્રવ્યનમસ્કાર શરીરના સંકોચરૂપ છે અને ભાવનમસ્કાર મનના સંકોચરૂપ છે. મનનો સંકોચ સંભેદ અને અભેદ પ્રણિધાનરૂપ છે. અભેદપ્રણિધાન એ તાત્ત્વિકનમસ્કાર છે. દ્રવ્ય-ભાવ અને નિશ્વય-વ્યવહાર નમન કરવાથી જેને નમન કરાય છે તેનું ધ્યાન આદરપૂર્વક થાય છે અને તે ધ્યાનદ્વારા તેમની સમાન બનાય છે. એ કારણે સગુણી અને પવિત્ર આત્માઓને નિરંતર નમન કરવું જોઈએ. ૧. દ્રવ્યનમસ્કાર : વચનથી સ્તુતિ અને કાયાથી પ્રણામ. મનની એકાગ્રતા વિના પણ વચન અને કાયાથી પ્રણમન થાય છે અને તે વડે વચન-કાયાથી લાગતું પાપ રોકાય છે અને તે રૂપી) પુણ્ય થાય છે. ૨. ભાવનમસ્કાર : જેમને નમવામાં આવે છે, તેમનામાં પ્રકટપણે રહેલા ગુણો અપ્રકટપણે પોતામાં રહેલા છે. તેને પ્રકટાવવાના હેતુથી નમન કરવામાં આવે તે ભાવનમસ્કાર છે અને તે નિર્જરાનો હેતુ બને છે. “વ તત્ गुणलब्धये' । ૩. વ્યવહારનમસ્કાર : મનની એકાગ્રતાપૂર્વક જ્ઞાન-ચારિત્રાદિ ગુણોની વચનથી સ્તુતિ કરાય અને કાયાથી નમસ્કાર કરાય તે છે. તેનાથી ઘણા પુણ્યની પ્રાપ્તિ થાય છે અને શુદ્ધ ઉપયોગ અર્થાત્ રાગ-દ્વેષરહિત પરિણામ જેટલા પ્રમાણમાં થાય તેટલા પ્રમાણમાં નિર્જરા થાય છે. ૪. નિશ્ચયનમસ્કારઃ રાગદ્વેષરહિતપણે પોતાનું સ્વરૂપ પ્રભુસમાન સમજી આત્મધ્યાનમાં મગ્ન બનાય તે છે. તેનાથી સ્વયં પ્રભુપદની પ્રાપ્તિ થાય છે હિંસા, કષાય અને વિષયાદિનો ત્યાગ કરી અહિંસા-સંયમજ ૩૪૮ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ ૩૪૮ Page #391 -------------------------------------------------------------------------- ________________ અકષાયભાવ-સમતાભાવ વડે આત્મહિતકર-શ્રેયસ્કર-કલ્યાણકર સંયમ ક્યારે ગ્રહણ કરું ? જ્ઞાન-ધ્યાન દ્વારા ઉપાધ્યાયપદ, અતિશયજ્ઞાન અને ઉત્કટચારિત્રદ્વારા આચાર્યપદ, રાગ-દ્વેષના ક્ષયદ્વારા અરિહંતપદ અને સકલકર્મના નાશ દ્વારા સિદ્ધપદ ક્યારે પ્રાપ્ત કરું ? એ વગેરે ભાવના પુષ્ટ થાય છે. પરમાત્માકારપરિણમન ૐૐકાર પરમાત્મવાચક છે, નમસ્કાર તત્પરિણતિવાચક છે અને આત્માનું પરમાત્મકાર પરિણમન તે નમસ્કાર છે. પરમાત્માનાં પાંચ સ્વરૂપ છે. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-એ પંચપરમેષ્ટિપરમાત્માનાં સ્વરૂપ છે. પરમાત્મા સાધુ તો છે જ, તદુપરાન્ત ઉપાધ્યાય, આચાર્ય, સિદ્ધ અને અરિહંતસ્વરૂપ પણ છે. આત્માનું પરમાત્માકાર ભાવવું તે નમસ્કા૨પદાર્થ છે. નમસ્કારમાં બહિરાત્મભાવનો ત્યાગ છે, અંતરાત્મભાવનો સ્વીકાર છે અને અંતરાત્મભાવમાં સ્થિર થઈને પરમાત્મભાવમાં નિમજ્જન છે. દલરૂપે જીવાત્મા પોતે જ પરમાત્મા છે એવું ભાવન નમસ્કાર વડે થાય છે. તેથી નમસ્કારશ્રુત, સર્વશ્રુતમાં શિરોમણિભૂત મનાય છે. નમસ્કાર વડે અંતરાત્મભાવનું પરમાત્મભાવમાં સીધું વિલીનીકરણ થાય છે. કહ્યું છે કે— "बाह्यात्मानमपास्य, प्रसत्तिभाजाऽन्तरात्मना योगी । सततं परमात्मानं विचिन्तयेत्तन्मयत्वाय || અર્થ– અંતરાત્મભાવ વડે બાહ્યાત્મભાવને ત્યજી પ્રસન્નતાને પાત્ર એવા યોગીપુરુષે તન્મય થવા માટે ૫૨માત્માનું-પરમાત્મભાવનું સતત ચિંતન કરવું જોઈએ. નમસ્કારથી ઉપયોગની એકાગ્રતા નમસ્કારની ક્રિયા શબ્દથી, અર્થથી અને ક્રિયાથી ઉપયોગની એકાગ્રતા લાવનારી છે. ઉપયોગની એકાગ્રતા પરમનિર્જરાનો હેતુ છે. ધ્યાનની યોગ્યતા માટે વ્યવહારશુદ્ધિ, આહારશુદ્ધિ, આચારશુદ્ધિ અને વિચારશુદ્ધિ વગેરેની અપેક્ષા છે. વિચારશુદ્ધિ માટે પ્રાયશ્ચિત્ત, વિનય, વેયાવચ્ચ અને સ્વાધ્યાયાદિ અત્યંતરતપ અને આચારશુદ્ધિ માટે અનશન, ઉણોદરી, સંલીનતાદિ બાહ્યતપ અપેક્ષિત છે. ધ્યાન એ ઉપયોગની એકાગ્રતારૂપ અને ઉપયોગ કંચિત્ અભેદને સધાવનાર છે. અરિહંતાદિના ઉપયોગવાળો જીવ કથંચિત્ અરિહંતાદિસ્વરૂપ બને છે. નમસ્કારની ક્રિયા, પછી તે શબ્દથી હો, અર્થથી હો કે ક્રિયાથી હો, તે ઉપયોગની એકાગ્રતા લાવનાર હોવાથી નમસ્ક૨ણીય વસ્તુઓની સાથે અભેદને સધાવનારી છે. નમસ્કા૨નીક્રિયા સામાન્યસ્વરૂપ ઉપયોગ અને વિશેષસ્વરૂપ ઉપયોગ, તેની વિશુદ્ધિ, તેની ભાવના, તેનું ધ્યાન, તેની અર્પિતતા અને તેની અભેદતા લાવનારી હોવાથી પરમનિર્જરાનો હેતુ બને છે. દ્રવ્યક્રિયાને ભાવક્રિયા બનાવનાર ઉપયોગ છે. તેની તીવ્રતા જેમ જેમ થતી જાય તેમ તેમ નિર્જરા વધે છે. ધ્યાનનું ફળ જે અભેદપ્રણિધાન કહ્યું છે તે અનુક્રમે, તચ્ચિત્ત, તન્મન, તલ્લેશ્ય, તદધ્યવસાય, અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૪૯ Page #392 -------------------------------------------------------------------------- ________________ તત્તીવ્ર-અધ્યવસાય, તદર્થોપયોગ, તદર્પિતકરણ, તદ્ભાવનાભાવિતાદિ અવસ્થાઓ વડે સિદ્ધ થાય છે. ધ્યાન કરનાર સાધક કેવો હોવો જોઈએ ? ૧. તશ્ચિત્ત-અર્થાત્ ધ્યાનાદિમાં ચિત્તવાળો – સામાન્ય ઉપયોગવાળો જીવ. ૨. તન્મન-અર્થાત્ તેમાં મનવાળો –વિશેષ ઉપયોગવાળો જીવ. ૩. તલ્લેશ્ય-અથાત્ તેમાં લેશ્યાવાળો-શુભ પરિણામવાળો જીવ. ૪. તદધ્યવસિત-અર્થાત્ તેમાં અધ્યવસિત-સુંદર રીતે કરવાના ઉત્સાહ અથવા નિયવાળો જીવ. ૫. તત્તીવ્રાધ્યવસાય-અર્થાત્ વિશેષ પ્રકારના પ્રયત્નવાળો જીવ. ૬. તદર્થોપયુક્ત-અર્થાત્ તેના અર્થમાં ઉપયોગવાળો જીવ. ૭. તદર્પિતકરણ-અર્થાત્ કરણોને એટલે મન-વચન-કાયાના વ્યાપારોને તેમાં સારી રીતે જોડનારો જીવ. ૮. તદ્ભાવનાભાવિત-અર્થાત્ તેની ભાવનાથી એટલે અભ્યાસથી ભાવિત થયેલો જીવ. ૯. બીજે ક્યાંય પણ મનને ન જવા દેતો જીવ. અર્થાત્ ૧. સામાન્યોપયોગરૂપ ચિત્ત, ૨. વિશેષઉપયોગરૂપ મન, ૩. શુભપરિણામરૂપ લેશ્યા, ૪. ક્રિયાને સંપાદિત ક૨વામાં દૃઢનિશ્ચય-પ્રવર્ધમાનઉત્સાહરૂપ અધ્યવસાય, ૫. પ્રતિક્ષણ પ્રકર્ષને પામતા પ્રયત્નરૂપ તીવ્રાધ્યવસાન, ૬. પ્રશસ્તસંવેગથી ઉત્પન્ન થયેલી વિશુદ્ધિસહિત અર્થોપયોગ, ૭. મન-વચન-કાયારૂપ કરણોની સમર્પિતતા, ૮. તેની ભાવનાથી ભાવિતપણું અને ૯. પ્રસ્તુતક્રિયા સિવાયના વિષયોમાં મનની અપ્રવૃત્તિ. આ નવ પ્રકારના ગુણસહિત કરેલી ક્રિયા ધ્યાતાને ધ્યેય સમ્મુખ લઈ જાય છે. કરજોડ-માનમોડ નવકારમાં મસ્તક ઝુકાવીને કર્મના સર્જનમાત્રને ધર્મના શરણમાં ઝુકાવવાનું છે. હાથ જોડીને ધર્મના સ્વામીની સાથે એકમેક થવાનું છે. કર્મથી પોતાની જાતને અલગ કરવાની અને ધર્મની સાથે જોડી દેવાની ક્રિયાનું નામ નમસ્કાર છે. વંદનનો અર્થ છે કરજોડ અને માનમોડ. વંદનમાં મનથી માન છોડવાનું છે, કાયાથી હાથ જોડવાના છે અને ધર્મની સાથે ધર્મસાધક અને ધર્મસિદ્ધાન્તની સાથે અભેદ થવાનું છે. તેનું સાધન મંત્ર, મંત્રોચ્ચાર અને મંત્રમનન છે. તે દ્વારા કર્મક્ષય અને આત્મલાભ મેળવવાનો છે. મંત્રના ઉચ્ચારણ વડે પ્રાણ, પ્રાણની ગતિ વડે મન, મનના મનન દ્વારા બુદ્ધિ, ચિત્ત અને તે બધા પ્રત્યેનો અહં ઓગાળીને શુદ્ધ થવાનું છે. શુદ્ધઅંતઃક૨ણમાં આત્મતત્ત્વનું પ્રતિબિંબ પડે છે. દ્રવ્ય, ગુણ અને પર્યાયથી અરિહંતતુલ્ય આત્મદર્શન થાય છે. ૩૫૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #393 -------------------------------------------------------------------------- ________________ मननमयी निजविभवे, निजसंकोचमये त्राणमयी । कवलित-विश्वविकल्पा, अनुभूति : कापि मंत्रशब्दार्थः ॥ मंत्रमूर्ति समादाय देवदेवः स्वयं जिनः। सर्वज्ञः सर्वगः शान्तः, सोऽयं साक्षाद्व्यवस्थितः ।। વિનય, વિવેક અને વિરતિ નમો પદ નિરભિમાનિતા, કર્તવ્યપરાયણતા અને સુસાધુજનાનુરાગિતાને સૂચવે છે. નમનીયને અનમન તે અભિમાનિતા, કર્તવ્યભ્રષ્ટતા અને સાધુજનષિતાને સૂચવે છે. નમસ્કારભાવ તે ભાવનારૂપ છે અને ભાવના તે અનુરાગવિશેષરૂપ છે. નમસ્કાર કેવળ સંસ્કાર કે વ્યાપારરૂપ નથી, કિન્તુ અનુરાગ અને ભક્તિરૂપ છે. નમસ્કારથી માન-કષાયનો નાશ, અંત-અવસાન યા સમાપ્તિ થાય છે. માનકષાય જવાથી આત્મજ્ઞાનમાં પ્રતિબંધતત્ત્વભૂત અવિનય ટકતો નથી અને વિનયગુણ આવિર્ભાવ પામે છે. વિનય વડે ક્રમશઃ વિદ્યા, વિવેક, વિરતિ અને પરંપરાએ યોગનિરોધ અને મુક્તિનો લાભ થાય છે. વિનય તે પૂજ્યાદિને વિષે વંદન-નમસ્કારાદિરૂપ છે, વિવેક ભેદપરિજ્ઞાનરૂપ અર્થાત સદ્-અસદુના વિવેચનરૂપ છે, તથા વિરતિ એટલે સત ના સ્વીકાર અને અસત્તા પરિહારરૂપ છે. ભેદબુદ્ધિનો નાશ અને અભેદબુદ્ધિનો ઉદભવ નમસ્કાર વડે ભેદબુદ્ધિનો નાશ થવાથી પાપનું મૂળ મિથ્યાત્વ નાશ પામે છે અને અભેદબુદ્ધિ ઉત્પન્ન થવાથી મંગળનું મૂળ સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. જીવતત્ત્વનો અનાદર-સર્વથા ભેદભાવ એ પાપનું મૂળ છે અને જીવતત્ત્વનો આદર-કંચિત્ અભેદભાવ એ મંગળનું મૂળ છે. અઢારે પાપોની ઉત્પતિમાં જીવતત્ત્વનું અબહુમાન-અપમાન કારણ છે અને નવેય પ્રકારનાં પુણ્યની ઉત્પત્તિમાં જીવતત્ત્વનું બહુમાન-સન્માન કારણ છે. પોતાના સર્વ અપરાધોની ક્ષમાપના અને બીજાના બધા ઉપકારની સ્વીકૃતિ એ મુક્તિનો-ઋણમુક્તિનોકર્મમુક્તિનો રાજમાર્ગ છે. - “જિ વડે ક્ષમાપના થાય છે અને નમાજ વડે ઉપકારીઓના ઉપકારની સ્વીકૃતિ થાય છે. એ સ્વીકૃતિ. અંતરથી થવી જોઈએ. તેનું બાહ્યચિન્હ સર્વસમર્પણ છે. કલ્પવૃક્ષ અને કામકુંભ કૃતજ્ઞતા કલ્પવૃક્ષ છે, તે નમસ્કાર છે. કર્તવ્યતા કામકુંભ છે, તે ક્ષમાપના છે. અપરાધોની ક્ષમા યાચવી તે કર્તવ્ય છે, પોતાને થયેલા તથા થતા ગુણો પ્રત્યે કૃતજ્ઞ રહેવું તે નમસ્કાર છે. નમસ્કારથી સુકતાનુમોદન થાય છે. ક્ષમાપનાથી દુષ્કૃતગર્તા થાય છે. One is the law of grace and gratitude, Other is the law of mercy and love. કૃતજ્ઞતા વડે કૃપા અને અનુગ્રહ પ્રાપ્ત થાય છે, ક્ષમા વડે દયા અને પ્રેમ વિકસે છે. પ્રથમ એ કૃતજ્ઞતા અને IN અનુપ્રેક્ષાકિરણ ૪ છે. ૩૫૧ S ૩૫૧ Page #394 -------------------------------------------------------------------------- ________________ કૃપાનો સિદ્ધાન્ત છે. બીજો એ પ્રેમ અને દયાનો સિદ્ધાન્ત છે. પોતાના આત્માને જો ન પિછાણ્યો તો બીજી વાતોથી ફાયદો શો? આત્માની પિછાણનું લક્ષણ દયા અને પ્રેમ છે. પ્રથમપદમાં મંગળમયતાદિ ત્રણ વસ્તુ નમો પદ મંગળવાચક છે, ‘હિં પદ લોકોત્તમવાચક છે અને ‘તાનું પદ શરણવાચક છે. નમો પદરૂપ સાધક અવસ્થામાંથી “દિં પદરૂપ સાધ્ય અવસ્થામાં જવાનું છે અને તે બંને અવસ્થામાં આત્મતત્ત્વ કાયમ રહીને શરણ આપનારું છે. સાધકઅવસ્થા મંગળરૂપ છે, સાધ્યઅવસ્થા લોકોત્તમસ્વરૂપ છે અને બંને અવસ્થામાં કાયમ રહેનારા આત્મતત્ત્વ' શરણરૂપ છે. વિશ્વવ્યાપી પંચપરમેષ્ઠિ અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં અરિહંત, અરિહંતમાં સમગ્રવિશ્વ અને સમગ્રવિશ્વમાં અરિહંત, એ રીતે નિશ્ચયનયથી સર્વજીવોનું શુદ્ધ આત્માસ્વરૂપ છે, સિદ્ધસમાન છે, તેથી અરિહંતો અભય, ચલુ, માર્ગ, બોધિ અને શરણને આપનાર છે. - દરેક જીવનું શુદ્ધઆત્મસ્વરૂપ સંસારસમુદ્રથી તારનારું, રાગાદિદોષોને જિતાવનારું, બોધિ આદિને અપાવનારું તથા સકલકર્મનો ક્ષય કરાવનારું છે. પ્રત્યેક શુદ્ધ આત્મા ચારકષાય અને પાંચ વિષયરૂપ સંસારસમુદ્રથી પાર ઉતારનાર છે એવી ભાવનાપૂર્વક કરેલો પંચપરમેષ્ઠિનમસ્કાર ભાવનમસ્કાર બને છે અને પંચપરમેષ્ઠિમાં જીવમાત્રનું શુદ્ધસ્વરૂપ સંગૃહીત છે. એ ભાવનાપૂર્વક થતો નમસ્કાર પણ ભાવનમસ્કાર બનીને સકલકર્મોનો ક્ષય કરાવે છે. . પ્રત્યેક આત્માનું શુદ્ધસ્વરૂપ અને તેનું આલંબન ભવસમુદ્રથી પાર ઉતારનારું હોવાથી તે પરમ ઉપકારક બને છે. તે ઉપકાર પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ એ ભાવનમસ્કાર છે. એથી પોતાના આત્માના શુદ્ધસ્વરૂના શરણનો પણ સ્વીકાર થાય છે. તેથી તે નિશ્ચયનમસ્કાર પણ બને છે. અરિહંત મંગળ, લોકોત્તમ અને શરણભૂત કેમ ? અરિહંત ગુણપ્રકર્ષવાન હોવાથી પરમ મંગળરૂપ છે. પુણ્યપ્રકર્ષવાન હોવાથી અચિત્ત્વશક્તિયુક્ત છે અને તેના પ્રભાવે તીર્થ પ્રવર્તાવી મોક્ષમાર્ગ દર્શાવે છે તેથી લોકોત્તમ છે. સર્વથા પરાર્થરસિક હોવાથી શરણ-આધાર-અવલંબન આપે છે. વળી નામાદિ ચારેય નિક્ષેપવડે ત્રણેય કાળ અને ત્રણેય લોકમાં દુર્ગતિમાં પડતા જીવોને ટેકારૂપ બને છે માટે શરણરૂપ છે. અરિહંતપદની અર્થભાવના – અભયદાન આપનારા અરિહંતભગવંતોનું શરણ. - રત્નત્રયથી યુક્ત, અથવા રિક્ત એટલે કે કર્મસંબંધથી રહિત સિદ્ધભગવંતોનું શરણ. હૃ– કર્મ હણવા ઉદ્યમ કરનારા સાધુભગવંતોનું શરણ. ત– તપ-ત્યાગમય જિનધર્મનું શરણ. N ૩૫ર (ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #395 -------------------------------------------------------------------------- ________________ એ રીતે એક અરિહંતપદ બોલતાં અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનધર્મની મંગળમયતા, લોકોત્તમતા અને શરણમયતાનો સ્વીકાર થાય છે. દ્વૈત- કર્મશત્રુને હણનાર. પાપને હણવાનો ભાવ, પાપની ગણીયતામાંથી પ્રગટે છે એટલે કર્મશત્રુને હણનાર એ અર્થ દુષ્કૃતગરૂપ છે. રહંત-પૂજાને યોગ્ય' એવો ભાવ પૂજ્યમાં રહેલા ગુણોને જોવાથી પ્રગટે છે એટલે તે સુકતાનુમોદનરૂપ મહંત- ફરીથી જન્મ ન લેનારા એટલે જન્મ-જરા-મરણને જીતી જનારા જેઓ હોય તેઓ જ વાસ્તવિક શરણને આપી શકે છે માટે તે શરણાગતિરૂપ છે. રિહંત' શબ્દ પાપગર્તાસૂચક છે અરહંતશબ્દ સુકૃતાનુમોદનસૂચક છે અને મહંત' શબ્દ શરણગમનસૂચક છે. પ્રથમપદની અર્થભાવના આત્માની ત્રણ અવસ્થાઓઃ “નમો પદ વડે પાપનું મૂળ “અજ્ઞાન અને તેનું મૂળ “અહ” નાશ પામે છે. તેના પરિણામે બહિરાત્મભાવ (યા ઔદયિકભાવ) રૂપ પાપભાવનો નાશ થાય છે. તે સાતમું (વપાવપાતળો) પદ બતાવે છે. ગહિં પદ બોલતાં જ સર્વ મંગળોમાં પ્રવેશ થાય છે. “અંતરાત્મભાવ” (યા લયોપશમભાવ)ની પ્રાપ્તિ થવી, તે જ સર્વ મંગળમાં પ્રવેશ થવાની પ્રક્રિયા છે. તે આઠમું (મંછા ૨ સર્ષિ) પદ બતાવે છે. નિરંતર વધતું એવું પ્રથમ મંગળ, તેનું મૂળ શુદ્ધઆત્મતત્ત્વ છે, તે જ રક્ષણ કરનાર છે. “તાનું પદ વડે તે શુદ્ધતત્ત્વની સાથે એકતાનતા થાય છે. તેના ફળસ્વરૂપ પરમાત્મભાવની (યા ક્ષાયિકભાવની) પ્રાપ્તિ થાય છે. તે નવમું (પઢમં હવ મં8િ) પદ બતાવે છે. એ રીતે નમસ્કારનું પ્રથમપદ જ બહિરાત્મભાવને દૂર કરી, અંતરાત્મભાવમાં પ્રવેશ કરાવી અંતે પ્રધાનમંગળરૂપ પરમાત્મભાવની નિકટ લઈ આવે છે. તેથી આ પ્રથમપદ અત્યંત આદરપૂર્વક આરાધવા લાયક નમસ્કારમાં રહેલ ત્રણ ઉપાયો શરણગમનથી મિથ્યામોહ વિલય પામે છે, તેથી શુદ્ધ આત્માનું જ્ઞાન થાય છે. મોહ જવાથી અને આત્મજ્ઞાન થવાથી રાગ-દ્વેષ વિલય પામે છે. રાગ સ્વપક્ષપાતરૂપ છે, દ્વેષ પરની ઉપેક્ષારૂપ છે. જેવું આત્મસ્વરૂપ પોતામાં છે, તેવું જ સર્વમાં છે-એવો નિર્ણય જ્યારે દઢ થાય છે, ત્યારે સ્વપક્ષપાતરૂપ રાગ અને પરની ઉપેક્ષારૂપ દ્વેષ વિલીન થઈ સ્વ-પરમાં એકત્વનો-અભેદનો પ્રતિભાસ થાય છે. તેથી સમતાનો આવિર્ભાવ થાય છે અને આત્માનું શુદ્ધ અને પૂર્ણ સ્વરૂપ પ્રકાશી ઊઠે છે. એ જ પ્રક્રિયાથી પોતાનું શુદ્ધસ્વરૂપ પામીને સર્વ અરિહંતો સર્વકર્મરાશિ ખપાવીને મોક્ષ પામે છે અને ભવ્યજીવોને તે માર્ગે જવા ઉપદેશ આપી જાય છે. તેઓના ઉપદેશરૂપી ધર્મકથાનું અનુમોદન થાય છે, એ સુક્તાનુમોદન છે. તેઓને નમસ્કાર એ આજ સુધી તેઓની કરેલી ઉપેક્ષારૂપ દુષ્કૃતનું ગહણ છે અને એ નમસ્કાર વડે તેઓની શરણાગતિ પ્રાપ્ત થાય છે. તે શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ કરવાનું સાધન છે આત્મસ્વરૂપનો બોધ તે બોધિ છે અને અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૩ Page #396 -------------------------------------------------------------------------- ________________ તેના ફળસ્વરૂપે આત્મ રમણતારૂપી સમાધિનો લાભ થાય છે. પ્રથમપદમાં ત્રણ ઉપાયો નમો તિરં - ૩૮ - કાં તાળ ! રાગ-દ્વેષ-મોહને હણનારા, જ્ઞાન-દર્શન-ચારિત્રને આરાધનારા. દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદન અને શરણગમનને કરનારા, તેઓને નમસ્કાર, સત્કાર અને સન્માન ભવભયનું ત્રાણ છે, ભવસમુદ્રમાં દ્વીપ છે, મોહાંધકારમાં દીપ છે. તેઓ શરણ્ય છે, ગતિ છે, આલંબન છે, આશ્રય છે અને આધાર છે. દ્વાદશાંગીનો સાર નવકારના પ્રથમપદના “નમો' પદમાં પણ આ ત્રણેય વસ્તુઓ રહેલી છે. નો પદ શરણાગતિને સૂચવે છે. શરણાગતિ આજસુધી ન લીધી તે રૂપ દુષ્કતગહને પણ સૂચવે છે અને શરણાગતિ લેતી વખતે શરણાગતિ આપનાર પરમેષ્ઠિઓના સુકૃતની, પરમેષ્ઠિઓના પ્રભાવની અને પરમેષ્ઠિઓના ગુણની અનુમોદનાને પણ સૂચવે છે. - શરણાગતિ કોની? તે ‘૪િ પદ સૂચવે છે. “હું એટલે શુદ્ધ દ્રવ્યગુણ-પર્યાયની અનુભૂતિ કરનાર અને ઉપદેશ દ્વારા એ અનુભૂતિનો માર્ગ બતાવનારા; એ માર્ગે ચાલીને જ પોતે સિદ્ધિ પ્રાપ્ત કરી છે અને જે કોઈ એ માર્ગે ચાલે તેને અવશ્ય સિદ્ધિ પ્રાપ્ત થાય એવું વચન (Promise) આપનારા-ઉપદેશ આપનારા. તા' પર ત્રાણને-રક્ષણને અર્થાત્ નમ્રતા વડે પ્રાપ્ત થતી નિર્ભયતા અને નિશ્ચિતતાને સૂચવનારું છે. પ્રભુવચન ઉપર પ્રતીતિ કરાવનાર હોવાથી અને ફળની એકાન્તિકતા અને આત્યંતિકતા જણાવનાર હોવાથી શ્રદ્ધાવર્ધક છે. એ રીતે સમગ્ર નવકાર અને તેનું આદિપદ અને સમગ્ર દ્વાદશાંગી એક જ અર્થને કહેનાર છે, તે સિદ્ધ થાય છે. મૈત્રી, પ્રમોદ, કારણ અને માધ્યચ્ચ “મૈત્રી અશુભથી બચાવે છે. પ્રમોદ' અને “કારુણ્ય' શુભમાં જોડે છે. માધ્યચ્ય' શુદ્ધમાં લઈ જાય છે. “નમો થી મૈત્રી સધાય છે. ગરિ પ્રમોદ અને કારુણ્યનું પ્રતીક છે. તા માધ્યચ્ય સાધી આપે છે. मैत्री-पवित्रपात्राय मुदितामोदशालिने । कृपोपेक्षाप्रतीक्षाय, तुभ्यं योगात्मने नमः ॥ “નો-સમ્યગ્દર્શનરૂપ મૈત્રીની અભિવ્યક્તિ, ‘હિં -સમ્યજ્ઞાનરૂપ પ્રમોદની અભિવ્યક્તિ અને તા' – સમ્યક્યારિત્રરૂપ કારુણ્ય-માધ્યશ્મની અભિવ્યક્તિ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ S Jain Education Interfational Page #397 -------------------------------------------------------------------------- ________________ ત્રિદોષશામક-ત્રિગુણવર્ધક-ત્રિપદમંત્ર नमो अरिहंताणं જ્ઞાન મંગળ છે, દર્શન ઉત્તમ છે અને ચારિત્ર શરણ છે. “ન મંગળવાચક છે, જે ઉત્તમવાચક છે અને “તા' શરણવાચક છે. મંગળ એ જ્ઞાન છે, ઉત્તમ એ દર્શન છે અને શરણ એ ચારિત્ર છે. જ્ઞાન વડે અમંગળ એવા રાગનો નાશ થાય છે. દર્શન વડે અધમ એવા ષનો નાશ થાય છે. ચારિત્ર વડે દુષ્ટ એવા મોહનો ક્ષય થાય છે. રાગ એ સ્વપક્ષપાતરૂપ હોવાથી દુષ્કૃતગર્તાનો વિરોધી છે, ષ એ પરપ્રદ્વેષરૂપ હોવાથી સુકતાનુમોદનનો પ્રતિપક્ષી છે અને મોહ એ મિથ્યાજ્ઞાનરૂપ અને મિથ્યાદર્શનરૂપ હોવાથી સમ્યગશરણગમનનો વિરોધી છે. દુષ્કૃતગર્તાનું મૂળ મન છે, સુકૃતસેવનનું મૂળ મન અને વચન છે અને શરણગમનનું મૂળ-મન-વચન-કાયા છે. મન વડે દુષ્કતગઈ, મન-વચન વડે સુકૃતપ્રશંસા અને મન-વચન-કાયા વડે શરણગમન અર્થાત્ ચારિત્રપાલન થાય છે. તેથી વાત, પિત્ત અને કફના વિકાર પણ શમી જાય છે. રાગદોષ વાતવર્ધક છે, દ્વેષદોષ પિત્તવર્ધક છે અને મોહદોષ કફવર્ધક છે. દુષ્કતગ વડે વાતદોષ શમે છે, સુકૃતાનુમોદન વડે પિત્તદોષ શમે છે અને શરણગમનાદિ વડે કફદોષ શમે છે. એ રીતે નવકારનું પ્રથમપદ મન અને શરીરના ત્રિદોષને શમાવનાર છે અને ત્રિગુણને વધારનાર છે. પાપ, પાપના મૂળ અને દુઃખનો નાશક શુદ્ધધર્મની પ્રાપ્તિનો ઉપાય શ્રી પંચસૂત્રમાં પાપકર્મના નાશનો કહ્યો છે. તે પાપકર્મનો નાશ અરિહંતાદિના શરણ વડે થાય છે. નવકારમાં તે માટે “વૈવિધ્વાસ' એ પદ મૂકેલું છે તે સહેતુક છે. ૧. સર્વ પાપનો નાશ. ૨. સર્વના પાપનો નાશ. ૩. સર્વથા પાપનો નાશ. એમ તે પદના ત્રણ અર્થે થાય છે. પંચસૂત્રમાં કહ્યું છે કે૧. ‘ફૂદ વહુ મા નીવે ? ૨. “સાફ નવ મ ? ૩. “મિસંગોનિÖત્તિ ” અનાદિકાળથી જીવને પાપ લાગેલું છે, તેના ફળસ્વરૂપ ભવભ્રમણ છે. એ પાપનું મૂળ અજ્ઞાન અને મોહ-અહંકાર-કષાયાદિ છે. ચતુદશરણગમનસૂચક બનો' પદથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે, સહજમળનો નાશ થાય છે, તેથી તે પાપનો સર્વથા નાશ સૂચવે છે. દુષ્કૃતગર્તાસૂચક ‘ પદથી સર્વ પાપોનો નાશ થાય છે. સુકતાનુમોદનસૂચક “તા' પદથી સર્વનાં પાપનો નાશ થાય છે. એથી દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખપરંપરક સંસારનો નાશ કરવાની શક્તિ “નમો રહેતા પદમાં છે, અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૫ Page #398 -------------------------------------------------------------------------- ________________ એમ સાબિત થાય છે. “નમો પદથી દુઃખની પરંપરાનું કારણ સહજમળ મટે છે, “ë પદથી દુઃખનું કારણ પાપ મટે છે અને “તા' પદથી દુઃખ મટે છે. આદિ, મધ્ય અને અન્ય મંગળ નમસ્કાર એ શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયને શરણાગતિરૂપ છે. આજ સુધી તેની વિરુદ્ધ વર્તન કર્યું અથવા તેના પ્રત્યે પ્રમાદ, ઉપેક્ષા સેવી તે મહામહોદયરૂપ પાપ છે. નમસ્કારથી એક બાજુ તત્ત્વની શરણાગતિ થાય છે, ઉપેક્ષા અને વિરોધનું પાપ ધોવાય છે. બીજી બાજુ ઉપેક્ષા અને વિરોધ કરનાર પણ જ્યારે શરણે જાય છે, ત્યારે શરણ આપવા એકાન્ત તત્પર એવા પરમેષ્ઠિભગવંતોના લોકોત્તરસુકૃતનું અનુમોદન થાય છે. એ રીતે નમસ્કારમાં શરણાગતિ, દુષ્કૃતગર્તા અને સુકૃતાનુમોદન ત્રણેય એકીસાથે રહેલાં છે. સમગ્ર નવકારનાં પ્રથમ પાંચ પદ શરણાગતિસૂચક છે, પછીનાં બે પદ ગહસૂચક છે અને છેલ્લાં બે પદ અનુમોદનસૂચક છે. એ રીતે આદિ, મધ્ય અને અન્ય ત્રણેય મંગળ પણ તેમાં ગૂંથાયેલાં છે. પાપકર્મનો વિગમ અને શુદ્ધધર્મની પ્રાપ્તિ નમો’ પદ શરણેગમન, દુષ્કતગહ અને સુકતાનુમોદના એ ત્રણેયના સંગ્રહરૂપ છે, તેનો જ વિસ્તાર પ્રથમનાં પાંચ પદોમાં અને પછીનાં ચાર પદોમાં છે. શરણગમન સૂચવનારાં પ્રથમનાં પાંચ પદો છે. દુષ્કતગર્તા સૂચવનારાં પછીનાં બે પદો છે અને સુકૃતાનુમોદના સૂચવનારાં અંતિમ બે પદો છે. શરણગમન વડે સીધો ભવ્યત્વનો પરિપાક થાય છે, દુષ્કતગ વડે પાપકર્મનો વિગમ થાય છે અને સુકૃતાનુમોદન વડે શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધધર્મની પ્રાપ્તિથી દુઃખોચ્છેદ, દુષ્કતગઈથી પાપોચ્છેદ અને શરણગમનથી ભવભ્રમણની શક્તિનો ઉચ્છેદ થાય છે, એટલે અનાદિ સહજમાનો દ્વારા થાય છે. બીજ અને ફળ. - શત્રુભાવને હણનાર-તેનું બીજ દુષ્કતગઈ છે. – ત્રિભુવનપૂજ્યતા તેનું બીજ સુકૃતાનુમોદના છે.મહ - જન્મ-જર-મરણ ઉચ્છેદક-તેનું બીજ શરણગમન છે. દુષ્કૃતમાત્ર ગણીય છે, સુકૃતમાત્ર અનુમોદનીય છે. એ બે વાત પરિપક્વ થયા પછી શરણગમનનો સાચો અધિકાર પ્રાપ્ત થાય છે. શરણગમન બે પ્રકારનું છે. Objectively-બહારથી અરિહંતાદિ પરમેષ્ઠિઓનું, કે જેઓએ શુદ્ધસ્વરૂપ પ્રાપ્ત કર્યું છે અને કરવા માટે સતત ઉદ્યમી છે. subjectively નિજ શુદ્ધઆત્માનું વ્યકર્મ, ભાવકર્મ, નોકર્મથી ભિન્ન એવું અનંતચતુષ્ટયસમ્પન્ન, જ્ઞાયક, સત્તામાત્ર એવા આત્મદ્રવ્યનું નમો એ બીજ છે, “તા' એ ફળ છે અને સ્ટિં એ દુષ્કતગઈ, સુકૃતાનુમોદના અને શરણગમનના પ્રકર્ષને પામેલા શુદ્ધ આત્માઓનું સ્મરણ છે. “નો પદ વડે શુદ્ધ આત્માઓને હૃદયભૂમિમાં બિરાજમાન કરવાથી તેના ફળસ્વરૂપે આપણો આત્મા શુદ્ધ, બુદ્ધ અને નિરંજન બને છે. તે જ ત્રાણ અથવા શરણ છે. અરિહંતાદિ ચારનો અનુગ્રહ વિશ્વ ઉપર અરિહંતાદિ ચારનું સામ્રાજ્ય પ્રવર્તે છે. તેઓના સામ્રાજ્યમાં રહેલ પ્રજારૂપ આપણને જે કંઈ ભૌતિક કે આધ્યાત્મિક, નાની કે મોટી, શુભ કે શુભતર વસ્તુઓ પ્રાપ્ત થાય છે તે તેઓના અનુગ્રહનું ફળ છે. નમો' પદ એમ બતાવે છે કે-જે કોઈ વસ્તુઓ મળી છે, તે બધી જ તેઓના અનુગ્રહથી જ મળી છે. એના ANN ૩૫૬ આ વૈલોક્યદીપક મહામંત્રધિરાજ પS Page #399 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારમાંથી નમ્રતા પ્રગટ થાય છે. તેને બતાવનાર ‘નમો’ પદ છે. ëિ પદ બોલતાં અરિહંતાદિ ચારનો જ તે અનુગ્રહ છે, બીજાનો નહીં એવો સ્વીકાર થાય છે અને તાનું પદ બોલતાં જ તે ચારનો અનુગ્રહ મારું રક્ષણ કરે છે, તે સિવાય બીજું કોઈ રક્ષણ કરનાર કે શરણ આપનાર નથી તેનો સ્વીકાર થાય છે. અનુગ્રહ પ્રત્યેનું આ દઢ શ્રદ્ધાન અને તે દ્વારા થતું અરિહંતાદિ ચારનું પ્રશિધાન ભાવભક્તિ પેદા કરે છે અને પ્રાપ્ત થતી પ્રત્યેક સામગ્રી કે પરિસ્થિતિમાં એકસરખો આનંદ, મગ્નભાવ, સ્નેહભાવ યા સમભાવ ટકાવી રાખવાનું સામર્થ્ય સમર્પે છે. અરિહંતાદિ ચાર એટલે અરિહંત, સિદ્ધ, સાધુ અને કેવલિકથિતધર્મ. સર્વોત્કૃષ્ટ ચિત્ત-પિત્ત અને પાત્ર નવકારના પ્રથમપદમાં ચિત્ત, વિત્ત અને પાત્રનો અનુરૂપ સંયોગ છે. નમો પદથી ચિત્ત, ‘તા પદથી વિત્ત અને ‘દૃિ પદથી પાત્ર-એમ ત્રણેય સર્વોત્કૃષ્ટ છે. આત્માન અને કર્મકચવર “નમો પદના જાપથી અંતરમાં સૂક્ષ્મક્રિયા થાય છે. તે ક્રિયા સ્પંદનરૂપ-ગતિરૂપ છે. તેથી ઉષણતા પેદા થાય છે, એ ગરમીથી આત્મા ઉપર લાગેલો કર્મકચવર બળી જાય છે, કર્મકચવર બળી જવાથી આત્મરત્ન દેખાવા માંડે છે. નમો પદથી કર્મચવર બળે છે, “ë પદથી પ્રકાશ પ્રગટે છે અને તે પ્રકાશમાં આત્મતત્ત્વરૂપી રત્ન દેખાય છે. તા પદથી તે આત્મતત્ત્વ રક્ષણ કરનાર છે એવી પ્રતીતિ થાય છે. તેથી અશુદ્ધતાને સંગ્રહી રાખવાનો ભાવ દૂર થઈ જાય છે અને આત્મરત્ન એ જ રક્ષણ કરનાર છે પણ કર્મરૂપી કચરો નહીં, એવો શુદ્ધભાવ પ્રગટે છે. એ રીતે અનુક્રમે ઉષ્ણતા, પ્રકાશકતા અને શુદ્ધતા પ્રાપ્ત થવાથી આત્મતત્ત્વનું અપરોક્ષજ્ઞાન પ્રાપ્ત થાય છે, તેથી “નનો રિહંતા' પદનો જાપ પુનઃ પુનઃ કર્તવ્ય છે. અહિંસા અને અનેકાન્તા “નમો અરિહંતા માં રાગ-દ્વેષરહિત સ્વભાવને જ નમસ્કાર કરવામાં આવ્યો છે. એકાદ ક્ષણ પણ તેવી સ્થિતિમાં જવાનો પુરુષાર્થ આકુળતાને શમાવી દે છે. ધર્મનું ફળ શાન્તિ છે. શાન્તિનું મૂળ અનાકુળજીવસ્વભાવ છે. તેને નમસ્કાર નવકારના પ્રથમપદમાં કરવામાં આવ્યો છે. વીતરાગસ્વભાવ અને કેવળજ્ઞાનનો પરસ્પર સંબંધ છે. આત્માનો જ્ઞાનસ્વભાવ સમજીને જ્યારે તેને આગળ કરવામાં આવે છે ત્યારે વીતરાગનો અનુભવ થાય છે. જ્ઞાનસ્વભાવમાં સ્થિરતા થવાથી રાગ-દ્વેષની આકુળતા શમી જાય છે. અહિંસાનો અર્થ છે સદ્ભયતા. દયાÁ Æય જ અહિંસાને સમજી શકે. અહિંસાનું અસ્તિત્વ અનેકાન્તવાદને લીધે છે. અનેકાન્તવાદ જ પરસ્પરના સંબંધને સમજી-સમાવી શકે છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૭ NN Page #400 -------------------------------------------------------------------------- ________________ શ્રુતિ, યુક્તિ અને અનુભૂતિ ‘નમો’ પદ પોતાની લઘુતા અને નમસ્કાર્યની ગુરુતાસૂચક છે. એટલે પોતે નમ્ર બનવું અને નમસ્કાર્ય પ્રત્યે ભક્તિ-બહુમાનની લાગણી ધારણ કરવી એ તેનો અર્થ છે. બાહ્યનમસ્કાર શિષ્ટતાસૂચક છે. અત્યંતરનમસ્કાર આંતરિકશુદ્ધિ કરનારો છે. શિષ્ટતાસૂચક એટલે શિષ્ટપુરુષોએ પ્રવર્તાવેલા વ્યવહારનું પાલન કરવારૂપ છે અને આંતરિકશુદ્ધિ એટલે ચિત્તશુદ્ધિ, હ્દયશુદ્ધિ, આત્મશુદ્ધિ. વાચ્યાર્થનું મહત્ત્વ છે, તેથી વધુ લક્ષ્યાર્થનું અને તેથી પણ વધુ વ્યંગ્યાર્થનું મહત્ત્વ છે. શ્રવણથી માત્ર વાચ્યાર્થનું ગ્રહણ થાય છે, લક્ષ્યાર્થ માટે મનન અને વ્યંગ્યાર્થ માટે નિદિધ્યાસન આવશ્યક વ્યંગ્યાર્થ તે ઐદંપર્યાર્થ છે. લક્ષ્યાર્થ તે મહાવાક્યાર્થ અને વાચ્યાર્થ તે વાક્યાર્થ છે. પદાર્થજ્ઞાન થયા પછી વાક્યાર્થ, મહાવાક્યાર્થ અને ઐદંપર્યાર્થ જ્ઞાનની આવશ્યક્તા છે. વાચનાથી થતું જ્ઞાન તે પદાર્થજ્ઞાન છે, પૃચ્છના અને પરાવર્તનાથી થતું જ્ઞાન તે વાક્યાર્થ અને મહાવાક્યાર્થજ્ઞાન છે તથા અનુપ્રેક્ષાથી થતું જ્ઞાન તે ઐદંપર્યાર્થજ્ઞાન છે. શ્રુતિ, યુક્તિ અને તે અનુભૂતિ-અનુભવ એ ત્રણેય જ્યારે મળે ત્યારે તે યથાર્થ જ્ઞાન બને છે. એકલો અનુભવ મિથ્યા પણ હોય. “સ્વાનુભૂÒમાનાય’” અર્થાત્ ‘અનુભવ એ જ એક પ્રમાણ છે' એમ જ્યાં કહ્યું છે ત્યાં પણ શ્રુતિ યુક્તિવડે અનુભૂતિ પર્યંત પહોંચાડે છે, તે જ અનુભવને પ્રમાણ તરીકે ગણવું શ્રુતિ-યુક્તિરહિત અનુભવ તે પ્રમાણભૂત નથી એમ કહેવાનો આશય છે. દ્રવ્ય-ગુણ-પચંચથી શુદ્ધાત્મામાં રમણ ‘નમો હિંતાળું' પદનો વાચ્યાર્થ સ્વાપકર્ષબોધરૂપ છે, લક્ષ્યાર્થ આત્મોત્કર્ષરૂપ બોધ છે અને વ્યંગ્યાર્થ સ્વ-આત્મા અરિહંતસ્વરૂપ છે એવો બોધ છે. એક અર્થ શ્રુતિથી, બીજો અર્થ યુક્તિથી અને ત્રીજો અર્થ અનુભૂતિથી ગ્રહણ કરી શકાય છે. શ્રુતિ, યુક્તિ અને અનુભવ જ્યારે મળે ત્યારે જ્ઞાન યથાર્થ બને છે. એકલો અનુભવ મિથ્યા પણ હોય. તે અનુભવની પાછળ યુક્તિનું બળ જોઈએ અને યુક્તિ પણ શ્રુતિ-શાસ્ત્રને અનુસરનારી હોવી જોઈએ. નવકારનું પ્રથમપદ આગળ કરીને યુક્તિ અને અનુભવથી થતો બોધ એ જ પાપક્ષયનું અને ભાવમંગળનું કારણ છે. અરિહંતોને નમસ્કાર, અરિહંતોના ઉત્કર્ષ અને પોતાના અપકર્ષને જણાવનારો છે. અરિહંતો શુદ્ધ આત્મસ્વરૂપવાળા હોવાથી શુદ્ધાત્માનો ઉત્કર્ષ અને અશુદ્ધાત્માનો અપકર્ષ એ શાસ્ત્રાનુસારી યુક્તિથી નીકળતો બોધ છે તે લક્ષ્યાર્થ છે. વ્યંગ્યાર્થ-અરિહંતના નમસ્કારથી પોતાના શુદ્ધાત્માને નમસ્કાર છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી પોતાના શુદ્ધસ્વરૂપમાં રમણતા એ તેનો તાત્પર્યાર્થ છે. અભય, અદ્વેષ અને અખેદ : નમો અરિહંતાળું' દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનારનો મોહ નાશ પામે છે. ‘ö’પદ દ્રવ્ય-ગુણ-પર્યાયને જણાવે છે. “નો’ પદ વડે થતો તેઓનો નમસ્કાર મિથ્યામોહ-આત્મ-અજ્ઞાનનો નાશ કરે છે. તેથી અસત્પ્રવૃત્તિ છૂટી જાય છે અને સત્પ્રવૃત્તિ શરૂ થાય છે. તે અનુક્રમે રાગ-દ્વેષનો ક્ષય કરી શુદ્ધ આત્મતત્ત્વની ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૫૮ Page #401 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિ કરાવે છે. ‘તાનું પદ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિથી થનારું રક્ષણ-ત્રાણ બતાવે છે. શુદ્ધ આત્મતત્ત્વનો લાભ થવાથી હંમેશ માટે અભય-અષ-અખેદ પ્રાપ્ત થાય છે. સ્વરૂપાસ્તિત્વના ધ્યાનથી “અભય”, સાદડ્યાસ્તિત્વના ધ્યાનથી “અદ્વેષ અને દુષ્કતગહ-સુકૃતાનુમોદન વડે અસત્નો ત્યાગ અને સના સેવન વડે રાગ-દ્વેષનો ક્ષય થવાથી “અખેદ'નો લાભ પ્રાપ્ત થાય છે. પ્રથમપદનું ધ્યાન એ રીતે મોહ તથા અજ્ઞાન અને રાગ તથા ટ્રેષના ક્ષયનું કારણ બનીને જીવની સિદ્ધિનો હેતુ બને છે. આજ્ઞારુચિ અને આત્માનુભૂતિ “નમો પદ વડે મન, પ્રાણ અને મંત્રની એકતા સધાય છે. “પરં પદ વડે દેવ-ગુરુની અને “તા' પદ વડે આત્માની એકતા સધાય છે. એમ નવકારના પ્રથમ પદ વડે આ છએ વસ્તુની એકતા અને તે વડે મંત્રમૈતન્યની જાગૃતિ થાય છે. ઈતરો તેને કુંડલિની શક્તિનું જાગરણ પણ કહે છે. કહ્યું છે કે 'गुरूमंत्रदेवतात्ममनःपवनानामैक्यनिष्कलनादन्तरात्मसंवित्तिः।' અંતરાત્મસંવિત્તિ એટલે અંતરાત્માનું સંવેદન અર્થાત્ મંત્રમૈતન્યની જાગૃતિ. તે ગુરુદત્તમંત્રના વાચ્યદેવતાનું મન-વાણી-કર્મ વડે સતત સ્મરણ કરવાથી થાય છે. જીવમાત્ર જ્ઞાનચેતનાયુક્ત છે. તે જ્ઞાનચેતના રાગાદિ અને સુખાદિરહિત હોવાથી વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાદિયુક્ત હોવાથી સર્વજ્ઞસ્વરૂપ છે. નવકારના પ્રથમપદમાં ચારેય મહાવાચો છે નમો પદ “તત્ત્વમસિ' ને કહે છે. રું પદ ‘મયમાત્મા દ્રશ્ન ને સૂચવે છે. ‘તા પદ અહં બ્રહ્મનિ એવી પ્રતીતિકારક છે. “પ્રજ્ઞાનં દ્રાં એ લક્ષણવાક્ય છે અને તે ત્રણેયમાં અનુસૂત છે. વેદનાં ચારેય મહાવાક્યોનો સમાવેશ આ રીતે પ્રથમપદમાં સંગૃહીત થઈ જાય છે. એક લક્ષણવાક્ય છે, બીજું ઉપદેશવાક્ય છે, ત્રીજું સ્વરૂપદર્શક છે અને ચોથું અભેદવાચક છે. સર્વ વહિં વ્ર, સર્વ જ્ઞાનનિત્તે વૃદઈ વગેરે વાક્યો તેમાંથી જ ફલિત થાય છે. આગમ-નોઆગમનો સાર આગમ નોઆગમતણો, ભાવ તે જાણો સાચો રે, આતમભાવે થિર હો, પરભાવે મત રાચી રે ! -પૂ. ઉપા. યશોવિજયજી આગમ એટલે જ્ઞાતા-ઉપયુક્ત અને નોઆગમ-એટલે ક્રિયાવાન. બંનેનો સાચો ભાવ એક જ છે કે આત્મભાવમાં સ્થિર થવું અને પરભાવનો ત્યાગ કરવો. આત્મભાવ તે આગમ અને તેમાં સ્થિર થવું તે નો-આગમ. એ રીતે આગમ અને નો-આગમનો સાર આત્મભાવમાં સ્થિર થવું તે છે. IN અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫૯ Page #402 -------------------------------------------------------------------------- ________________ પરભાવમાં જીવ અનાદિકાળથી રાચેલો છે તેથી અનંત જન્મ-મરણ કરે છે. તેમાંથી છૂટવાનો ઉપાય એક જ છે અને તે આત્મભાવમાં લીન થવું તે છે. નવકારમાં પ્રથમપદમાં તે બંને વસ્તુઓ રહેલી છે. તેના જાપ-ધ્યાનથી પરભાવ છૂટી જાય છે અને આત્મભાવમાં સ્થિર થવાનું બળ પ્રગટે છે. નમો પદમાં અત્યંતરતપના પ્રકાર નમો પદ એ પાપનું પ્રાયશ્ચિત્ત છે. તેમાં આજ સુધી પરમાત્મા, આત્મા, સંઘ, શાસ્ત્ર, કેવળજ્ઞાની અને ધર્મની કરેલી આશાતના-અવિનયાદિ પાપોની તથા હિંસાદિ પાપસ્થાનોના દીર્ઘકાલીનસેવનના કૂટ અભ્યાસની નિંદા-ગહ છે. નમો પદ એ ગુણીપુરુષોનો વિનય છે, સમ્યજ્ઞાન અને સમ્યફક્રિયાગુણને ધારણ કરનાર સર્વ મહાપુરુષો પ્રત્યે આદર અને વિનયનો પ્રયોગ છે તથા સ્વ-પરજનિત પૂજાનો પ્રમોદ છે. નમો’ પદ એ સર્વોત્તમપાત્રોની ભાવયાવચ્ચ છે. તેમને માટે સુખ અને સમાધિની પ્રબળ ઈચ્છારૂપ છે. તેમના સન્માર્ગમાં આવતાં વિઘ્નોની પરંપરાને સર્વશક્તિથી દૂર કરવાની ભાવનારૂપ છે. તેમના અંતરાત્માને જે રીતે શાન્તિ પ્રાપ્ત થાય તે રીતે મન-વચન-કાયાના વીર્યને ફોરવવાની પ્રબળ ઈચ્છારૂપ છે. નમો' પદ પાંચ પ્રકારના સ્વાધ્યાય વડે પંચપરમેષ્ઠિઓને ઓળખવાની તેઓના શુદ્ધસ્વરૂપને જાણવાની ઈચ્છારૂપ છે. આત્મજ્ઞાન માટેના આલંબનોને જાણીને-સદ્ધહીને તસ્વરૂપ બનવાની ભાવનારૂપ છે. “નમો પદ એ પરમેષ્ઠિભગવન્તોનું એકાગ્રચિત્તે ધ્યાન કરવાની પ્રક્રિયા છે. “નમો' પદ વડે ધર્મધ્યાનની અને પરંપરાએ શુક્લધ્યાનની યોગ્યતા પ્રાપ્ત થાય છે. નમો' પદ એ તાત્ત્વિક દષ્ટિએ વાસીચંદનકલ્પ, જીવિતરણ, લાભ-અલાભ અને માન-અપમાનાદિ દ્વિતોને અવગણીને શુદ્ધ આત્મસ્વરૂપમાં રહેવાની કાયોત્સર્ગરૂપ પ્રક્રિયા છે. એ રીતે અત્યંતર તપના સર્વ પ્રકારનું આરાધન જેમાં સંગૃહીત થયું છે એવું “નમો' પદ ચંદ્રથી પણ શીતળ છે, સૂર્યથી પણ તેજસ્વી છે, સાગરથી પણ ગંભીર છે અને આરોગ્ય બોધિલાભ અને સમાધિને આપનારું છે. નમો પદ અનંત અને અગાધ એવા આત્મસ્વરૂપ પ્રત્યે મનને લઈ જવા, કૂદકો મારવા કે ફાળ ભરવા માટે કાયા, વાણી અને મનને સંકોચવાની ક્રિયા છે. દ્રવ્યભાવસંકોચ કરીને આત્મસ્વરૂપમાં પહોંચવા માટેનો વ્યાયામ છે. અથવા “નમો’ પદમાં પોતાના વિષય-કષાયરૂપી “અહં' પદનો પરિત્યાગ કરવાની પ્રક્રિયા છે તથા નિર્વિષય, નિર્વિકાર, નિત્ય, નિરંજન અને શુદ્ધ આત્મસ્વરૂપમાં-આહત્યમાં પહોંચવા માટેનો આધ્યાત્મિક સિદ્ધપ્રયોગ છે. નમો પદની અર્થભાવના ૧. “નમો’ એટલે આભારભર્યું હૃદય (Humility). ૨. “નમો' એટલે કૃતજ્ઞતાભાવ (Gratitude). ૩. “નમો' એટલે પાપોની કબૂલાત (confession). ૪. “નમો' એટલે લાભનો આભારપૂર્વક સ્વીકાર (Thanks-givinછે. ૫. “નમો' એટલે વારસદાર હોવાનો દાવો (Legal heir). N ૩૬૦ થી ૩૬૦ છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #403 -------------------------------------------------------------------------- ________________ દ. “નમો' એટલે સમર્પિત થવાની ક્રિયા (surrender). ૭. “નમો' એટલે ભય-ચિંતાદિનો અસ્વીકાર (Rejection). ૮. “નમો એટલે સંપૂર્ણ શ્રદ્ધા, આદર અને બહુમાન (Faith and Respect). ૯. “નમો' એટલે અનંત આનંદ અને સુખના નિધાનમાં નિવાસ (Residence in the Kingdom of Heaven). ૧૦. “નમો' એટલે ગુણગ્રહણ કરવાની પ્રક્રિયા (Receptivity). ૧૧. “નમો’ એટલે પૂજ્યો પ્રત્યે ખુલ્લા થવાની પ્રક્રિયા (Openinછે. ૧૨. “નમો’ એટલે સર્વ પ્રત્યે ખુલ્લું Æય (Open Heart). ૧૩. “નમો' એટલે ઉચ્ચ પ્રતિ અભિમુખતા (Aspiration. ૧૪. “નમો' એટલે દુષ્કતગ, સુકતાનુમોદના અને શરણાગતિ (submission to Supreme). ૧૫. “નમો' એટલે સત્ -શુભનો સ્વીકાર (Acceptance of Good). ૧૨. “નમો' એટલે સ્વશુદ્ધસ્વરૂપાભિમુખતા (Turning towards the Divine). મોક્ષ અને વિનયનું બીજ નમો' એ મોક્ષનું બીજ છે કેમ કે - “નમો પદ વડે મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિમાર્ગસાધક મહાપુરુષોને પ્રણામ થાય છે. નમો’ એ વિનયનું બીજ છે કેમ કે-“નમો પદ વડે મતિ, કૃત, અવધિ, મન:પર્યવ અને કેવળજ્ઞાનપતના જ્ઞાનને ધારણ કરનાર મહર્ષિઓને પ્રણામ થાય છે. નમોએ શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિનું બીજ છે કેમ કે-“નમો પદ વડે જેઓના કષાયો શાન્ત થયા છે, જેઓને વિષયોની વાસના રહી નથી, જેઓના રાગાદિ દોષો ક્ષીણ થઈ ગયા છે અને જેઓએ અહિંસા, સંયમ અને તપ વડે દ્રવ્ય-ભાવક નિર્મૂળ કર્યા છે. તેઓનું બહુમાન થાય છે, તેઓ પ્રત્યે આતંરિક પ્રીતિ ઉત્પન્ન થાય છે અને તેઓની સાથે ભાવસંબંધ જોડાય છે. નમો’ પદ મુક્તિનું બીજ હોવાથી શાન્તિકારક છે, વિનયનું બીજ હોવાથી તુષ્ટિકારક છે, તપ-સંયમાદિ અને મૂળગુણ-ઉત્તરગુણોના બહુમાનરૂપ હોવાથી પુષ્ટિ અને શુદ્ધિકારક છે. “નમો’ પદ સંસારસાગર તરવાનો સેતુ છે કારણ કે “નમો' પદ વડે સંસારસાગરમાં ડૂબતા જીવોને મોક્ષસાગરમાં પ્રવાહિત થવાનો માર્ગ મળે છે. એ માર્ગે જેઓ ચાલે છે તેઓ સંકલ્પ-વિકલ્પના વમળમાંથી છૂટી નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિમાં નિમગ્ન થવાનું બળ મેળવે છે. કેમ કે “નમો પદ વડે પરમપદે રહેલા જે પરમેષ્ઠિભગવંતોને નમવામાં આવે છે, તે બધા કલ્યાણના સાગર, મોક્ષના આગર અને સુખના સાગરમાં નિમગ્ન થયેલા છે અને બીજા જીવોને નિરૂમ બનાવવા માટેના સંકલ્પથી સંયુક્ત છે. શાતિ, સુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ “નનો’ પદ મોક્ષનું બીજ છે. “નમો પદ વિનયનું બીજ છે. નનો પદ શુદ્ધિનું બીજ છે. IN અનુપ્રેક્ષાકિરણ ૪ ( ૩૬૧ MN Page #404 -------------------------------------------------------------------------- ________________ નો પદ શનિ, તુષ્ટિ અને પુષ્ટિનું બીજ છે. નમો મુક્તિ, મુક્તિ માર્ગ અને મુક્તિમાર્ગ સાધકને નમસ્કારરૂપ હોવાથી મોક્ષનું બીજ છે. તેથી દર્શનશુદ્ધિ થાય છે. મતિ આદિ પાંચ જ્ઞાનોને ધારણ કરનારાઓને નમવાનું હોવાથી વિનયનું બીજ છે. તેથી જ્ઞાનશુદ્ધિ થાય છે. તપ-સંયમને ધારણ કરનારને અને તેથી કર્મક્ષય કરનારને નમસ્કારરૂપ હોવાથી શુદ્ધિનું બીજ છે. તેથી ચારિત્રશુદ્ધિ થાય છે. દર્શનગુણથી શાન્તિ, જ્ઞાનગુણથી તુષ્ટિ અને ચારિત્રગુણથી પુષ્ટિ અને શુદ્ધિ થાય છે. એ રીતે અદાદિ પંચપરમેષ્ઠિઓને કરાયેલો નમસ્કાર દર્શન, જ્ઞાન અને ચારિત્રગુણની શુદ્ધિ કરનારો તથા તેની શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિ કરનારો થાય છે. ધર્મબીજનું વપના ભાવનમસ્કાર એટલે નમસ્કાર્ય પ્રત્યે વિનય, ભક્તિ, આદર અથવા મનનું શુદ્ધ પ્રણિધાન. સાંસારિકવિષયોમાં દોડતા એવા મનને રોકવું અને પરમાત્મા તરફ વાળવું. “નમો પદ વિનયસૂચક છે. વિનયનું ફળ ગુરુસેવા અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે. તેનું ફળ ક્રમશઃ આશ્રવનિરોધ સંવરલાભ, કર્મનિર્જરા, ક્રિયાનિરોધ, ભવપરંપરાનો નાશ અને મોક્ષ છે. એ દષ્ટિએ “નમો પદ મોક્ષનું મૂળ છે. શાન્તિ, તુષ્ટિ, પુષ્ટિ તથા મન, શરીર અને આત્માની શુદ્ધિ કરનાર છે. પુણ્યની પુષ્ટિ, મનની શાન્તિ, અંતઃકરણની તુષ્ટિ અને દેહની શુદ્ધિ-એ બધાં વિનયનાં અવાન્તર ફળો છે. “નમો' પદનું બટન દબાવવાથી આત્મપ્રકાશ કરનારી મહા વિદ્યુત શક્તિનો આંતરૂ પ્રવાહ વહેવા લાગે છે. નમો' વડે ધર્મપ્રશંસા થાય છે. તે વડે વ્હાયભૂમિમાં ધર્મબીજનું વપન થાય છે. બીજમાંથી ફળ પ્રગટે છે. ફળ મોક્ષ છે, પત્ર-પુષ્પ સુરનરનાં સુખ છે. એ રીતે બે અક્ષરના “નમો’ પદમાં અચિંત્યશક્તિ રહેલી છે. નવકારઃ નવતવનો બોધક અરિહંતના ધ્યાનથી પુણ્યતત્ત્વનો બોધ, સિદ્ધના ધ્યાનથી જીવતત્ત્વનો બોધ, આચાર્યના ધ્યાનથી સંવરતત્ત્વનો બોધ, ઉપાધ્યાયના ધ્યાનથી નિર્જરાતત્ત્વનો બોધ અને સાધુપદના ધ્યાનથી મોક્ષતત્ત્વનો બોધ થાય એ રીતે પંચપરમેષ્ઠિભગવંતોના ધ્યાનથી જીવાદિ તત્ત્વનો બોધ થાય છે. તેથી નવકાર નવતત્ત્વોનો બોધક છે. પુણ્યનું પ્રતિપક્ષી પાપતત્ત્વ, જીવનું પ્રતિપક્ષી અજીવતત્ત્વ, સંવરનું પ્રતિપક્ષી આશ્રવતત્ત્વ, નિર્જરાનું પ્રતિપક્ષી બંધતત્વ અને મોક્ષનું પ્રતિપક્ષી સંસાર છે, એનો સ્પષ્ટ બોધ નવકાર કરાવે છે. વિષયવૃત્તિ અને કષાયવૃત્તિ ઉપર વિજય “નમો પદ પ્રમોદ અને કરુણાવાચક છે. નમસ્કાર ચતુર્વિધ સંઘનો પ્રાણ છે અર્થાત્ કરુણામાચ્છાદિ ભાવો એ સંઘના પ્રાણ છે. પ્રમોદભાવથી વિષયવૃત્તિ જિતાય છે, કરુણાભાવથી કષાયવૃત્તિ જિતાય છે. કષાયવૃત્તિ જીવના તિર્યક સામાન્યનો ઇન્કાર કરે છે, વિષયવૃત્તિ જીવના ઊર્ધ્વતા-સામાન્ય સ્વરૂપનો વિરોધીભાવ છે. જીવનમાં તે બંને સ્વરૂપોનું રક્ષણ કરનાર હોવાથી ભક્તિ અને કારુણ્ય એમ ઉભયભાવો આવશ્યક-ઉપકારક છે. SN ૩૬૨ - રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #405 -------------------------------------------------------------------------- ________________ સ્નેહ અને વાત્સલ્યનો ભંડાર “નમો' પદમાં નવધાભક્તિ રહેલી છે. નવા પ્રકારના રસોની એ ખાણ છે, ચાર પ્રકારના સામાયિક, આઠ પ્રકારના યોગ, છ પ્રકારના આવશ્યક, પાંચ પ્રકારના આચાર, દાનાદિ ચાર પ્રકારના ધર્મ, જ્ઞાનાદિ ત્રણ પ્રકારનાં રત્ન, શ્રુત-ચારિત્ર એ બે પ્રકારના ધર્મ તથા ધર્મના સઘળા પ્રકાર એકીસાથે “નમો' પદમાં સંગૃહીત થઈ જાય છે. નમો પદ સ્નેહ-વાત્સલ્યનો ભંડાર છે, પરંતુ તે સ્નેહ અને વાત્સલ્યયુક્ત ઉપર સ્નેહ અને વાત્સલ્યરૂપ હોવાથી સર્વશ્રેષ્ઠ છે. સર્વશાસ્ત્રોનો સાર નમો” એ જ્ઞાન-દર્શન-ચારિત્રનો મંત્ર છે. “નમો” એ દેવ, ગુરુ અને ભક્તિનો મંત્ર છે. “નમો” એ મન, પ્રાણ અને ઇન્દ્રિયને વશ રાખવાનો મંત્ર છે. “નમો” એ રાગ, દ્વેષ અને મોહને જીતવાનો મંત્ર છે. “નમો' એ દુષ્કતગઈ, સુકૃતાનુમોદન અને શરણગમનનો મંત્ર છે. નમો” એ સત, ચિત્ અને આનંદનો મંત્ર છે. નમો” એ વૃત્ત ઉપરથી બિન્દુ તરફ જવાનો મંત્ર છે. વળી તે સંસારનો ઉચ્છેદક, કર્મનો ઘાતક અને પાપનો પ્રતિપક્ષી મંત્ર છે. સિદ્ધિનો સાધક, મોક્ષનો જનક અને કેવળજ્ઞાનનો ઉત્પાદક છે. “નમો' એ શાસ્ત્રોનો સાર, ચૌદપૂર્વનો ઉદ્ધાર અને આગમનો રહસ્યભૂત મંત્ર છે. રાગ-દ્વેષનો વિરોધી અને સમતાનો સાધક છે. સર્વશાસ્ત્રોનો સાર નમસ્કાર છે અને નમસ્કારનો સાર શરણાગતિ છે. શરણાગતિ એ આત્મદ્રવ્યની નિર્વિકલ્પઅનુભૂતિરૂપ છે. નમવું એટલે વૃત્તિરહિત થવું જીવની સાથે અભેદ સધાવનાર મંત્ર “હં “સઃ' છે અને શિવની સાથે અભેદ સધાવનાર મંત્ર “સોહં' છે. ' જીવ-શિવ ઉભયની સાથે અભેદ સધાવનાર મંત્ર “ૐ” છે. “નમો’ એ “ૐ' મંત્રનું જ એક વિશદરૂપ છે. 'Namo' is a turning point of mind from fruta to 1414419 from body to soul, from mind to beyond mind, from ephemeral to transcendental. અર્થાત “નો એ બહિરાત્મદશામાંથી અંતરાત્મદશા દ્વારા પરમાત્મદશા પ્રાપ્ત કરાવનાર છે એમ ટૂંકમાં કહેવાય. “નમો' મંત્ર વડે જે ધ્યાન થાય છે તેને આજની ભાષામાં (Transcendental meditation) અતિમાનસ ધ્યાન પણ કહી શકાય. મન ઉપરથી ઉન્માન થવા માટે સમનસ્કતામાંથી અમનસ્કતામાં જવા માટે અને સંકલ્પ-વિકલ્પની દશામાંથી છૂટી નિર્વિકલ્પસ્થિતિના ધામમાં આવવા માટે “નનો મંત્ર “ૐ' મંત્રનું પણ કાર્ય કરે છે. કહ્યું છે કે – “નમઃ ત્તિ પર નિવૃત્તિઃ ' અર્થાત્ નમસ્કાર એટલે પ્રણિપાતવડે વૃત્તિરહિત થવું. નમસ્કાર એટલે કામનારહિત થવું “નમો પદ વડે મનને નિર્વિચાર કરવું. ‘ઢિંતા પદ વડે આત્મચિંતન કરવું. પ્રાણીમાત્રમાં એક જ N અનુપ્રેક્ષાકિરણ ૪ અનુશાકિરણ ૪ ૩૬૩ Page #406 -------------------------------------------------------------------------- ________________ આત્મતત્ત્વ છે તેને જોવું. અરિહંતમાં આત્માને અને આત્મામાં અરિહંતને જોતાં શીખવું, અથવા અરિહંતમાં વિશ્વ અને વિશ્વમાં અરિહંત રહેલા છે તે જોવાનો અભ્યાસ પાડવો. અરિહંત એટલે સંકલ્પ-વિકલ્પરહિત શુદ્ધ અને સ્થિર આત્મતત્ત્વ અથવા રાગાદિ ભાવશત્રુઓને હણનાર અથવા પોતાનામાં બીજાઓ પ્રત્યે રહેલા શત્રુભાવને હણીને સમત્વભાવને મેળવનાર એવા શુદ્ધ આત્મતત્ત્વનું ચિંતન, સ્મરણ અને ધ્યાન કરવું તે પ્રથમપદનો ભાવાર્થ છે. “નમો”માં “” કાર છે અને “ૐ” કારમાં “નમો” છે. બિંદુ તે અરિહંત છે. બિંદુસ્વરૂપ અરિહંતના ધ્યાનથી કામનાઓ નાશ પામે છે અને આત્મા રાગ-દ્વેષથી મુક્ત થાય છે. “નમો અરિહંતા મંત્ર ૐકારમંત્રનું જ સ્ફટ સ્વરૂપ છે. “ એ મૌન સ્તુતિ છે, પરમાત્મતત્ત્વ સાથે આત્મતત્ત્વનું ગુહ્ય ભાષણ છે. નમસ્કાર પ્રણિપાતરૂપ છે. મન-વચન-કાયા ત્રણેયનો એકીસાથે આત્મતત્વમાં નમસ્કાર વડે સંનિપાત થાય છે મનને બહિર્મુખતાનો ત્યાગ કરાવી અંતમુર્ખતામાં લાવનાર અને તે દ્વારા પરમાત્મસમ્મુખ કરનાર કોઈપણ હોય તો તે “નમો' મંત્ર છે. નમો' મંત્ર વડે મનને ઇચ્છારહિત બનાવાય છે. અનૈચ્છિક બનવાથી તે નિર્બળ (Negative) બને છે અને આત્માને પ્રબળ (Positive) ઐચ્છિક બનાવવામાં આવે છે. આત્માની ઇચ્છામાં મનની ઈચ્છાઓ મેળવી દેવામાં આવે છે, તેથી આત્મતત્ત્વ જ પોતાનું સ્વયંભૂ શુભકાર્ય કરવા લાગે છે. “નમો’ વડે મન-વચન-કાયાને સ્થિર કરાય છે, ‘રિહંતા વડે મનને આત્મધ્યાને સ્થાપવામાં આવે છે અને તેના સતત રટણ, જપ અને ધ્યાન વડે આત્મરમણતા કરાય છે. આત્મરમણતા વડે દેહાધ્યાસ નાશ પામે છે અને આત્મા આત્મસ્વરૂપમાં લીન થઈ આત્મા વડે આત્માને આત્મામાં સ્થિર પણે જુએ છે. જિનાને નમસ્કાર કરનારો જેના જૈન એટલે જિનેશ્વરભગવંતનો અનુયાયી. સૌપ્રથમ તે “નમો અરિહંતાણં' પદ વડે શ્રી જિનેશ્વરભગવંતોને નમસ્કાર કરે છે. પછી આઠ કર્મોનો ક્ષય થયા બાદ સિદ્ધ નામે ઓળખાતો તેમનો અગર સામાન્ય કેવલિભગવાનનો વિશિષ્ટપર્યાય. તેને “નમો સિદ્ધાણં' પદ વડે નમસ્કાર કરે છે. ત્યાર બાદ જિનેશ્વરભગવાને પ્રરૂપેલા સિદ્ધાન્તો પ્રમાણે આચાર પાળનાર અને તેનો ઉપદેશ કરનાર આચાર્યોને “નમો આયરિયાણં' પદ વડે નમસ્કાર કરે છે. ત્યાર પછી તે સિદ્ધાન્તોને ભણનાર અને ભણાવનાર ઉપાધ્યાયોને “નમો ઉવન્ઝાયાણં' પદ વડે નમસ્કાર કરે છે. અંતે મોક્ષમાર્ગની પોતે સતત સાધના કરનારા અને મોક્ષાભિલાષી જીવોને મોક્ષમાર્ગમાં સહાય કરનારા સર્વ સાધુભગવંતોને “નમો લોએ સવ્વસાહૂણં' પદ વડે નમસ્કાર કરે છે. શ્રી નવકારમંત્રમાં એ પાંચેયને નમસ્કાર થાય છે. તેથી નવકારને ગણનાર તે જૈન એમ સિદ્ધ થાય છે. નમસ્કારમંત્રનો આરાધક તે જૈન, જિનશ્વરદેવનો અનુયાયી તે જૈન. જૈન એટલે જિનેશ્વરનો અનુયાયી, અનુયાયીનો અર્થ અનુસરનારો, નમનારો. જિનેશ્વરને નમનારો તે જિનેશ્વરનો અનુયાયી. ત્રિલોકચદીપક મહામંત્રાધિરાજ જ ક જલક * Cits Page #407 -------------------------------------------------------------------------- ________________ જિનેશ્વરના ઉપદેશને, આચારને, આચારના ફળસ્વરૂપ સિદ્ધપદને અને સિદ્ધપદની પ્રાપ્તિમાં સહાયભૂત થનાર સાધુવર્ગને આદર આપનારો, Æયના બહુમાનપૂર્વક મન-વચન-કાયાથી પ્રણામ કરનારો તે જૈન. એ રીતે જૈનત્વની સાથે નવકારને અભેદ છે. જ્યાં નવકાર છે ત્યાં જૈનત્વ છે અને જ્યાં જૈનત્વ છે ત્યાં નવકાર છે. એકની હયાતીમાં બીજાની હયાતી છે અને એકના અભાવમાં બીજાનો અભાવ છે. અથવા જૈન એટલે એક માત્ર જિનને જ દેવ માનનારો. જ્ઞાન-દર્શન-ચારિત્ર વડે રાગ-દ્વેષ-મોહને જીતનાર તે જિન. નિશ્ચયનયથી આત્મા જ જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ છે. તેથી આત્મા વડે આત્મભાવ ઉપર વિજય મેળવનાર તે જિન. તેનું જ પૂજન-ધ્યાન-અર્ચન કરનાર તે જૈન. જિનના પૂજન દ્વારા નિત્ય શુભધ્યાનમાં રહેનારો તે જૈન. એ રીતે જૈનત્વની વ્યાપ્તિ વ્યવહારથી પંચપરમેષ્ઠિની ભક્તિમાં અને નિશ્ચયથી આત્મસ્વરૂપની પ્રાપ્તિમાં રહેલી છે. જ્ઞાનક્રિશ્ચાઉભચરવરૂપ નવકાર - દરેક જૈનને નવકારમંત્ર મુખપાઠ કરવાનો હોય છે. અન્યસૂત્રો જો ન આવડે તો બીજાઓએ બોલેલાં સાંભળીને પણ ચાલી શકે, પરન્તુ નવકારમંત્ર તો પોતે જ બોલવો જોઈએ એવો નિયમ છે, તેથી નવકારને જાણે તે જૈન અને નવકારને ગણે તે જૈન. એમ જ્ઞાનક્રિયાઉભયસ્વરૂપ મોક્ષમાર્ગનું આરાધન પ્રત્યેક જૈનમાં રહેલું છે. નવકારથી સર્વપાપોનો નાશ થાય છે અને તેથી સર્વમંગલોમાં શ્રેષ્ઠ મંગલનો લાભ થાય છે. આઠ કર્મો એ પાપ છે અને એ જ સર્વદુઃખોનું મૂળ છે. અનંત ચતુષ્ટય એ મંગલ છે અને તે જ અવ્યાબાધ સુખનું કારણ છે. તેથી સર્વપ્રયોજનોનું પ્રયોજન, દુઃખનો આત્યંતિકક્ષય અને અવ્યાબાધ સુખની પ્રાપ્તિ છે. દુઃખનો ક્ષય કર્મના ક્ષયથી છે, કર્મક્ષય ચિત્તસમાધિ વડે થાય છે અને ચિત્તની સમાધિ બોધિલાભ વડે પ્રાપ્ત થાય છે. બોધિ ત્રણ પ્રકારની છે. દર્શનબોધિ, જ્ઞાનબોધિ અને ચારિત્રબોધિ. એ ત્રણેય પ્રકારની બોધિના સ્વામી જિનેશ્વરો છે. તેઓને પ્રણામ કરવાથી બોધિલાભ થાય છે. અરિહંતનું શરણ લેવાના અધિકારી કોણ? શ્રી આચારાંગસૂત્રમાં કહ્યું છે કે“ નાનં તે તાપ વા સરવા | ’ ધન, માલ અને કુટુંબ તારા ત્રાણ-રક્ષણ માટે સમર્થ નથી, તારા શરણ માટે સમર્થ નથી. ત્રાણ એટલે દુઃખ, આપત્તિ અને વિટંબણાઓથી બચાવવાનું સામર્થ્ય તથા શરણ એટલે સુખ, શાન્તિ, સંપત્તિ અને સ્વસ્થતા આપવાનું સામર્થ્ય. તે સામર્થ્ય કુટુંબાદિમાં નથી પણ અરિહંતાદિમાં છે. પ્રભુનું શરણ સ્વીકારવું એટલે એક માત્ર પ્રભુનું જ ત્રાણ અને શરણ આપવાની શક્તિ છે એમ શ્રદ્ધાપૂર્વક માનવું. પ્રભુ એટલે પરમાત્મા. તે અનંતજ્ઞાન, દર્શન, શક્તિ અને લબ્ધિવાળા છે પ્રભુને તે બધું પ્રગટ છે અને પ્રભુના આલંબનથી-શરણથી જ તે શરણ લેનારમાં પ્રગટે છે. પ્રભુના શુદ્ધ અને નિર્મળસ્વરૂપ ઉપર જ્યારે લક્ષ્ય ચોટે-લક્ષ્ય સ્થિર થાય ત્યારે તે કાર્ય સિદ્ધ થાય છે. પ્રભુના નિર્મળસ્વરૂપ તરફ જે લક્ષ્ય જાય અને તેમાં જ ચિત્તથી સ્થિરતા થાય, તો દુઃખ આપત્તિ કે વિટંબણા સ્પર્શતી નથી, સુખ-સંપત્તિ અને સ્વસ્થતા સહજસિદ્ધ થાય છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૫ ૩૬૫ N Page #408 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનું શરણ લેવું એટલે તેઓના નિર્મળ અને ભવ્ય આત્મસ્વરૂપ તરફ લક્ષ્ય કેન્દ્રિત કરવું. અરિહંતનું શરણ અરિહંત બનવા માટે છે. તે શરણું લેવાના વાસ્તવિક અધિકારી તે છે કે જે ઈર્ષ્યા, અસૂયા, વૈર, વિરોધ, નિર્દયતા, નિષ્ફરતા, ક્રોધ, દ્રોહ, પરતપ્તિ અને પરદોષદષ્ટિ આદિ દોષોથી રહિત હોય. તે દોષો મૈત્રી, કરુણા, પ્રમોદ અને માધ્યય્યાદિ ભાવોથી જ ટળે છે. તેથી અરિહંતાદિનું ભાવથી શરણ લેવાના વાસ્તવિક અધિકારી મૈત્યાદિ ભાવવાળા જીવો બને છે. પાપભક્ષણ મંત્ર દરેક વસ્તુનું અસ્તિત્વ કાંઈ ને કાંઈ કાર્ય કરતું જ હોય છે. પૃથ્વી આધાર આપે છે, જળ મેલને કાપે છે, અગ્નિ શીતને હરે છે-કચરાને બાળે છે-અંધકારને હરે છે, વાયુ પ્રાણને ટકાવે છે, આકાશ અવગાહ આપે છે, અન્ન ભૂખ ભાંગે છે, વસ્ત્ર લાજ ઢાંકે છે, વિષ પ્રાણને હરે છે અને અમૃત પ્રાણને જિવાડે છે. એ રીતે જડ વસ્તુ જેમ પોતાની અર્થક્રિયા કરે છે, તેમ ચેતન વસ્તુઓ પણ અસ્તિત્વમાત્રથી પોતાનું કાર્ય કરે છે. જીવો પરસ્પર ઉપગ્રહ કરે છે. પરમેષ્ઠિઓ જીવમાત્ર પ્રત્યે કરુણાવંત હોવાથી જીવોનાં દુઃખોને દૂર કરે છે. તેઓનું સ્મરણમાત્ર જીવોનાં પાપોનું ભક્ષણ કરે છે. જીવમાત્ર પાપરહિત બને એ જ એક જેઓનું જીવનકાર્ય છે, તેવા અકારણવત્સલ, ભાવદયાના ભંડાર, પરમેષ્ઠિભગવંતોનું અસ્તિત્વમાત્ર, તેઓનાં નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવ વડે સ્વભાવથી જ અજ્ઞાનને ટાળે છે, મિથ્યાત્વનું નિવારણ કરે છે, કષાયને શમાવે છે, ઘોર પ્રમાદને હઠાવે છે અને મન-વચ-કાયાના ત્રણેય યોગો અને ત્રણેય કરણોને શુભમાં પ્રવર્તાવે છે. એવો મહાન ઉપકાર જેઓના અસ્તિત્વથી પ્રતિપળ વિશ્વ ઉપર થઈ રહ્યો છે, તે પરમેષ્ઠિઓ પ્રત્યે મારા બ્દયમાં જો ભક્તિ પ્રગટી શકતી નથી, તો મારું દય પાષાણ, લોહ અને વજથી પણ અતિ કઠોર છે એવો નિશ્ચય જેને થાય તેને નમસ્કારમંત્રની ભાવથી પ્રાપ્તિ થાય છે. એકવાર આ ભાવ જના ર્દયને સ્પર્શી જાય તેનું કરોડો ભવોએ જે કાર્ય સિદ્ધ ન થઈ શક્યું હોય તે આ એક જ ભવમાં સિદ્ધ થઈ જાય. અચિજ્યચિન્તામણિ નમસ્કારમંત્રા નમસ્કારમંત્ર તો અચિત્ત્વચિંતામણિ છે, કેમ કે મંત્રના અધિષ્ઠાતાઓનું અસ્તિત્વ છે, અસદ્ભાવ નથી. અસદ્ભાવવાળાઓના મંત્ર પણ કેવળ પોતાના આપેલા ભાવથી જ્યારે અદ્ભુત કાર્ય કરે છે-કરી રહ્યા છે, ધિષ્ઠાતાઓ જેનાં સદભાવરૂપે વિદ્યમાન છે. તેવા મહામંત્ર સાથે આપણો સમર્પણભાવ જે ભળી જાય તો સોનામાં સુગંધ મળ્યા બરોબર થાય. દરેક મંત્રમાં ચૈતન્ય પ્રગટાવવા માટે કોઈપણ પ્રક્રિયા હાથ આવવી જોઈએ. પછી તો પોતાની મેળે તે મંત્ર વ્યાપક બનતો જાય છે. એટલે આ કાળમાં પણ જો ગુરુગમ અને માર્ગદર્શન મળે તો અનુભવ મળી શકે તેમ છે. અનાદિ-અનંત નવકાર 'मन्यन्ते सत्क्रियन्ते परमपदे स्थिताः आत्मनः अनेनेति मन्त्रः ।। જે સૂત્ર વારંવાર મનન કરવા યોગ્ય હોય તે મંત્ર કહેવાય છે. વીતરાગપુરુષોએ કહેલાં સારભૂત વચનો અને તેના અભિધેય વિષયોનું અનન્યશ્રદ્ધાપૂર્વક ચિત્તન-મનન કરવું તથા તેઓની પ્રતિમા વગેરેનું આલંબન લઈને ધ્યાનસ્થ થવું અને છેવટે સર્વ બાહ્યઆલંબનોનો ત્યાગ કરીને નિજસ્વરૂપમાં નિમગ્ન થવું તે મંત્રયોગનું સાધ્ય છે. ૩૬૬ આ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #409 -------------------------------------------------------------------------- ________________ દરેક વસ્તુની વર્તનાનો ખ્યાલ કાળથી જ આવે છે. પહેલાં સર્વશૂન્ય હતું, એમ જે કહેવામાં આવે તો પણ સર્વશૂન્યનો ખ્યાલ કાળ સિવાય સંભવતો નથી, તેથી કાળ અનાદિ-અનંત છે, નવકાર પણ કાળથી અનાદિ-અનંત છે. નમસ્કારમંત્ર એ વિશ્વની એક સર્વશ્રેષ્ઠ વસ્તુ છે, કેમ કે તે નવપદ અને આઠ અધ્યયનાત્મક છે. જે ચિત્તને સારી રીતે અધ્યાત્મ તરફ લઈ જાય તે અધ્યયન અથવા બોધ અને સંયમ કે મોક્ષનો લાભ કરાવે તે અધ્યયન. વારંવાર મનનીયસૂત્ર તે મંત્ર નમસ્કારની શિષ્ટાચાર તરીકે, નૈતિકતાના પ્રથમ સોપાન તરીકે અને ધર્મક્રિયાની અથવા સર્વસતુક્રિયાની સફળતાના બીજ તરીકે મોટી કિંમત છે. નમસ્કાર સૂત્ર છે અને જે સૂત્ર વારંવાર મનનીય હોય તે મંત્ર પણ કહેવાય છે. ધર્મ તરફ લઈ જનારી મુખ્ય વસ્તુ નમસ્કાર છે. નવકારમાં સંયુક્ત અક્ષરો સાત અને અસંયુક્ત અક્ષરો એકસઠ છે નવકારમાં વિભકત્યંત પદ વીશ છે અને શબ્દોનાં સમૂહાત્મક પદો નવ છે. નવકારમાં સંપદા, અર્વાધિકાર અથવા અર્થમાં વિશ્રામસ્થાન આપ્યું છે. સંપદાને આલાપક એટલે સંબંધ ધરાવતા શબ્દોવાળો પાઠ પણ કહે છે. પંચમંગલ શ્રી નમસ્કારશ્રુતસ્કંધના આઠ અધ્યયન છે. ચિત્તને જે અધ્યાત્મ તરફ લઈ જાય તે અધ્યયન, એવી પણ એક અધ્યયન શબ્દની વ્યુત્પત્તિ છે. અર્થ એટલે અભિધેય-વાચ્યાર્થ, ભાવાર્થ અથવા રહસ્યાર્થ તેમ જ જ્ઞાનનો પ્રકાશ, ભાવમંદિરમાં પ્રવેશ કરવાનું મંગળદ્વાર અને આનંદરૂપી અનુપમ સરિતામાં વિહરવાની એક અદ્ભુત નાવ. તપ, ત્યાગ અને સંયમનું સેવન કરી જે પરમપદે પહોંચેલા હોય તે પરમેષ્ઠિ કહેવાય છે. અર્થનું ચિંતન મનન કરતાં જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે, ભાવની વિશેષ વૃદ્ધિ થાય છે, આત્મિકઆનંદની અનુભૂતિ થાય છે અને અર્થચિતનપૂર્વક થતો મંત્રજાપ સકલ પાપનો શીઘ નાશ કરનાર થાય છે. મહામત્રની ભાવના નમસ્કારમહામંત્રની આરાધના અચિજ્યપ્રભાવશાળી છે. તેમાં ધર્મની પ્રશંસા છે. પ્રશંસા તે બોધિ છે અને પ્રશંસાની પ્રશંસા તે બોધિબીજ છે. નમસ્કારમંત્ર વડે વિનયગુણનું પાલન થાય છે, સંયમ અને તપધર્મને આરાધનારાઓનું બહુમાન થાય છે અને રત્નત્રયધરોની ભક્તિ અને સંસારત્યાગીઓનું ગૌરવ થાય છે. મોક્ષ, મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના આરાધક પ્રત્યે આદર જાગે છે અને સંસાર, સંસારહેતુ અને તે હેતુના પણ હેતુઓ પ્રત્યે અનાદર જાગે છે. નવકાર એ અનિત્યાદિ બારેય ભાવનાઓનો ભંડાર અને મૈથ્યાદિ ચારેય ભાવનાઓની ખાણ છે. ટૂંકમાં, જ્ઞાન, ક્રિયા અને ભક્તિ એ ત્રણનો સમુચ્ચય છે. વ્યાપક નમસ્કારભાવ ૧. સતતાભ્યાસ એ કર્મયોગ છે. ૨. વિષયાભ્યાસ એ ભક્તિયોગ છે. ૩. ભાવાભ્યાસ એ જ્ઞાનયોગ છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૬૭ Page #410 -------------------------------------------------------------------------- ________________ આ ત્રણેય યોગોમાં નમસ્કારભાવ વ્યાપ્ત છે. પ્રથમમાં માતાપિતાદિ લૌકિક ઉપકારીઓ પ્રત્યે, બીજામાં દેવગુરુ આદિ લોકોત્તર ઉપકારીઓ પ્રત્યે અને ત્રીજામાં જ્ઞાન-દર્શન-ચારિત્રાદિ ગુણોથી યુક્ત આત્મતત્ત્વ પ્રત્યે ભક્તિભાવ, કૃતજ્ઞતાભાવ અને સમર્પણભાવ અભિવ્યક્ત થાય છે. કર્મ-ભક્તિ-જ્ઞાનયોગ નમસ્કાર મહામંત્રની આરાધનાથી જીવરાશિ ઉપર સ્નેહપરિણામનો વિકાસ થાય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી શુદ્ધ આત્મસ્વરૂપનો બોધ થાય છે. નમસ્કારમંત્રનું આરાધન એ ક્રિયાયોગ છે, તેનાથી થતો સ્નેહપરિણામનો વિકાસ એ ભક્તિયોગ છે અને તેથી થતો આત્મસ્વરૂપનો બોધ એ જ્ઞાનયોગ છે. એ રીતે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેયનો સુમેળ કરાવનાર હોવાથી એક નમસ્કાર મહામંત્રનું આરાધન પણ જીવને મોક્ષમાર્ગરૂપ બની સકલકર્મનો ક્ષય કરાવે છે. કર્મયોગથી તમોગુણરૂપ મળ ધોવાય છે, ભક્તિયોગથી રજોગુણરૂપ વિક્ષેપ જાય છે અને જ્ઞાનયોગથી અવિશુદ્ધસત્ત્વગુણજનિત આવરણ દૂર થાય છે. કર્મયોગ સતતાભ્યાસરૂપ છે. ભક્તિયોગ વિષયાભ્યાસરૂપ છે. જ્ઞાનયોગ ભાવાભ્યાસરૂપ છે. ભક્તિયોગ અને જ્ઞાનયોગનું લક્ષણ. મન એ આત્માનું કરણ છે. તેથી મનથી થતી પ્રત્યેક ક્રિયામાં આત્માનું દાસત્વ અભિવ્યક્ત થાય છે, તે પણ એક પ્રકારનો ભાવનમસ્કાર છે. મન-વચન-કાયાથી પ્રભુઆજ્ઞાનું પાલન પણ ભાવનમસ્કારરૂપ છે. મનને આત્મામાં જોડવું તે ભક્તિયોગ છે અને આત્માનું મનમાં જોડાવું તે જ્ઞાનયોગ છે. એકમાં વચનાનુષ્ઠાન છે અને બીજામાં અસંગાનુષ્ઠાન છે. પરસ્પર કાર્ય-કારણભાવનો સંબંધ છે. શબ્દ, અર્થ અને જ્ઞાન | નવકાર એ શબ્દ, અર્થ અને જ્ઞાન ત્રિતયરૂપ છે. શબ્દ વૈખરી, મધ્યમ, પશ્યન્તી અને પરારૂપ છે. તેના જાપ અને પુનઃ પુનઃ રટણ વડે અનુક્રમે ભાષ્ય, ઉપાંશુ, માનસ અને અનાહત અવસ્થા પ્રાપ્ત થાય છે. અર્થ આત્મસ્વરૂપ છે અને તે અવ્યક્ત, અલક્ષ્ય, સૂક્ષ્મ તથા નિર્વિકલ્પ છે. જ્ઞાન તેનું સ્વસંવેદન છે જ્યારે આત્મા, આત્માને આત્મા વડે આત્મામાં જાણે ત્યારે તે સ્વસંવેદન બને છે. એ રીતે નવકારમાં રહેલ ધૂળથી માંડીને સૂક્ષ્મ શબ્દ પયંતની ક્રિયા, અંતરાત્માથી માંડીને પરમાત્મતત્ત્વ સુધીનું અર્થચિંતન અને તેનું શ્રત, ચિન્તા તથા ભાવના વડે અથવા આગમ, તર્ક અને ધ્યાનના અભ્યાસ વડે પ્રાપ્ત થતું સમ્યજ્ઞાન રહેલું છે. અહીં શબ્દપ્રવૃત્તિને કર્મયોગ, અર્થભાવનાને ભક્તિયોગ અને તેના સ્વસંવેદનને જ્ઞાનયોગ પણ કહી શકાય. ત્રણેય યોગનો એકત્ર સંયોગ થતો હોવાથી તે મોક્ષમાર્ગ બની શકે છે. કર્મયોગ ધારણામાં, ભક્તિયોગ ધ્યાનમાં અને જ્ઞાનયોગ સમાધિમાં સહાયક છે. III III ત્રિલોચદીપક મહામંત્રાધિરાજ Page #411 -------------------------------------------------------------------------- ________________ એક જ વિષયમાં ધારણા, ધ્યાન અને સમાધિ થતી હોવાથી ‘ ત્રયમ્મેત્ર સંયમઃ।' तज्जयात् પ્રજ્ઞાનોઃ ।' એ શ્રી પાતંજલસૂત્ર મુજબ સંયમ થાય છે અને સંયમના ફળરૂપે પ્રજ્ઞાનો પ્રકાશ પ્રાપ્ત થાય છે. તેને ‘ઋતંભરાપ્રજ્ઞા’ પણ કહે છે. જૈનસિદ્ધાન્ત મુજબ શબ્દની ધારણાથી આત્મતત્ત્વની રુચિ કેળવાય છે, અર્થના ધ્યાનથી આત્મતત્ત્વનો બોધ થાય છે અને સ્વસંવેદન-જ્ઞાનથી આત્મતત્ત્વની પરિણતિ ઘડાય છે. તે અનુક્રમે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે અને એ ત્રણેયની એકતા થવાથી મોક્ષમાર્ગ બને છે. તેથી નવકારમંત્ર, એનું પ્રથમ પદ અને એનો પણ પ્રથમ ‘નમો’ શબ્દ એ શ્રી જિનશાસનમાં ચૌદપૂર્વનો ઉદ્ધાર, દ્વાદશાંગીનો સાર અને સંસારસાગરનો નિસ્તાર કહેવાય છે. જેનો છેલ્લો શ્વાસ નવકા૨ના ધ્યાનમાં જાય છે તેનું મરણ પંડિતમરણ બની જાય છે, તેનાં ભવચક્ર કપાઈ જાય છે અને તેનાં જન્મ-મરણનો ઉચ્છેદ થઈ જાય છે, તેથી આત્મા કૃતકૃત્ય બની જાય છે. ચાર પ્રકારની વાણીનું સ્વરૂપ વૈખરીને વ્યક્ત વાણી, મધ્યમાને વ્યક્તાવ્યક્ત, પશ્યતીને અવ્યક્ત અને પાને પરમ અવ્યક્ત વાણી કહેવાય છે. વૈખરીમાં શબ્દ અને અર્થ વચ્ચે પરસ્પરભેદ છે, મધ્યમામાં ભેદાભેદ છે અને પશ્યતીમાં અભેદ છે, એને મંત્રસાક્ષાત્કાર કહે છે. પછી બધા વિકલ્પોનો ઉપશમ થાય છે અને પરાવાણીની પ્રાપ્તિ થાય છે. ચિત્તની વિક્ષિપ્તાદિ ત્રણ અવસ્થાઓમાં નાદ સંભળાતો નથી, એકાગ્ર અવસ્થામાં સંભળાય છે અને નિરુદ્ધ અવસ્થામાં તે નાદશ્રવણ સ્થગિત થઈ જાય છે. મન નિરુદ્ધ થઈ જવાથી અંદર નાદ હોવા છતાં શ્રવણગોચર થતો નથી. પરતત્ત્વનું પ્રતીક બિંદુ છે અને જાગ્રત કુંડલિની-શક્તિનું પ્રતીક કલા છે. વર્ણ-વિચ્યુતિ, અનાહત અને અવ્યક્ત આગમર્દષ્ટિએ નમસ્કારમંત્રમાં વિનયગુણનું પાલન છે અને વિનય એ ધર્મવૃક્ષના મૂળનું સિંચન છે, ધર્મનગરના પ્રવેશનું દ્વાર છે, તેમ જ ધર્મપ્રાસાદ અને ધર્મમહેલનો મજબૂત પાયો છે. મંત્રદૃષ્ટિએ નમસ્કારના વર્ષો ૫૨મપવિત્ર છે, પવિત્રપુરુષોના મુખમાંથી નીકળેલા છે અને પરમપવિત્ર એવા પરમેષ્ટિપદને પમાડનારા છે. શબ્દશક્તિ અચિંત્ય છે, વાચકતારૂપે સભેદ-પ્રણિધાનનું કારણ છે, વાચ્યતારૂપે અભેદપ્રણિધાન કરાવનાર છે, ધ્વનિરૂપે અનાહતનાદ સુધી પહોંચાડનાર છે અને જ્ઞાનરૂપે અવ્યક્ત એવા આત્મતત્ત્વને પમાડનાર છે. પ્રથમ વર્ણોચ્ચાર, પછી વર્ણવિચ્યુતિ ત્યાર પછી અનાહત નાદ અને અંતે અવ્યક્તની પ્રાપ્તિ એ ક્રમ છે. સંસારનાશક નમસ્કાર ‘બધાને સુખ મળો’ તે વિચાર શુદ્ધધર્મની પ્રાપ્તિ કરાવનાર છે, કેમ કે સુખનું મૂળ ધર્મ છે. બધાનું દુઃખ દૂર કરવાનો વિચાર તે પાપકર્મનો નાશ કરનાર છે, કેમ કે દુઃખનું મૂળ પાપ છે. ‘બધાના પાપનો નાશ થાઓ' તે વિચાર સહજમળનો નાશ કરનાર છે, કેમ કે પાપનું મૂળ સહજમળ છે. દુઃખરૂપ, દુઃખફલક અને દુઃખપરંપરક એમ ત્રણેય અવસ્થામાં દુ:ખસ્વરૂપ સંસારનો નાશ કરવાની શક્તિ નવકારના પ્રથમપદમાં છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૬૯ Page #412 -------------------------------------------------------------------------- ________________ પરમપદે થિત પરમેષ્ઠિ - ધર્મનું મૂળ કરુણા છે. કરુણાનો ઉદ્દભવ પરદુઃખ છેદનની વૃત્તિમાંથી ઉત્પન્ન થાય છે. જેવું આપે તેવું મળે, જેવું વાવે તેવું લણે-એ ન્યાય છે. બીજાને દુઃખ આપવાની વૃત્તિમાંથી જીવ જ્યાં સુધી ન છૂટે, ત્યાં સુધી તેનું પોતાનું દુઃખ દૂર થતું નથી. જીવ પોતાને માટે જે ઈચ્છે છે તે બીજાને માટે જ્યાં સુધી ન ઈચ્છે, ત્યાં સુધી સ્વ-પરભેદબુદ્ધિ કે જે બધાં પાપનું મૂળ છે તે દૂર થઈ શકવાની નથી. સિદ્ધભગવંતોના અનંતચતુષ્ટયના મૂળમાં કરુણા રહેલી છે. કરુણા સર્વગુણોમાં વ્યાપ્ત હોવાથી તેને સિદ્ધના ગુણોમાં જુદી ગણાવેલી નથી. કરુણા વિના કોઈપણ સાચા ગુણની, સુખની કે આનંદની ઉત્પત્તિ નથી. આનંદ અને વિશુદ્ધ પ્રેમ પર્યાયવાચક છે. બીજાને નિષ્કામપ્રેમ આપવાથી આનંદની ઉત્પત્તિ થાય છે અને સર્વને પ્રેમ આપવાથી પરમાનંદની અનુભૂતિ થાય છે. સર્વ પ્રત્યે સમાન પ્રેમવાળા હોવાના કારણે જ પરમેષ્ઠિ, પરમપદે સ્થિત કહેવાય છે. વ્યષ્ટિભાવમાંથી છોડાવનાર સમષ્ટિભાવ છે અને સમષ્ટિભાવ જ જીવને પરમેષ્ઠિભાવમાં લઈ જાય છે. નમસ્કાર મહામંત્ર જીવને વ્યષ્ટિભાવમાંથી છોડાવી, સમષ્ટિભાવમાં લાવી, પરમેષ્ઠિભાવમાં લઈ જાય છે. નમસ્કાર એ મહામંત્ર કેમ ? ન કરવા લાયક હિંસાદિ કરવાથી જેમ નરક મળે, તેમ કરવા લાયક કાર્ય પૂજાદિ ન કરવાથી થાવત્ નિગોદ મળે. જેમ મદ એ મદિરા અને માંસ કરતાં પણ અપેક્ષાએ અધિકઘાતક છે. તેમ નરક કરતાં પણ નિગોદની કાયસ્થિતિ અને વેદના અનંતગણી અધિક હોય છે. તે નરક-નિગોદનો નાશ નમસ્કાર વડે જ થાય છે. અહ-મમ'' એ મોહરાજાનો મંત્ર છે, તે મંત્ર નમસ્કાર વડે નિષ્ફળ જાય છે. “નાદું મને એ ધર્મરાજાનો મંત્ર છે, તે નમસ્કાર વડે સધાય છે. હું' એટલે શરીર નહિ પણ નિશ્ચયથી શુદ્ધ આત્મા અને “મારું' એટલે ધનાદિ નહિ પણ શુદ્ધ જ્ઞાનાદિ ગુણો, એ શીખવનાર મહામંત્ર શ્રી નમસ્કાર છે, તેથી તે મોહને જીતાડનારો ધર્મરાજનો મહામંત્ર પણ કહેવાય મોહષિ ઉતારનાર ગારડીમંત્ર કર્મકતભાવોમાંથી અહત્વ-મમત્વબુદ્ધિ છોડાવી કેવળ આત્મા અને તેના ગુણોમાં અહત્વ-મમત્વબુદ્ધિ ઉત્પન્ન કરવાનું કાર્ય જે મંત્રથી થાય તે મંત્ર મોહને જીતવાનો મંત્ર છે. નમસ્કારમંત્ર જીવને વ્યષ્ટિભાવમાંથી છોડાવી સમષ્ટિભાવમાં લઈ જાય છે અને સમષ્ટિભાવ પરમેષ્ઠિભાવનું કારણ બને છે. કરુણા એ મોહવિષ ઉતારવા માટે ગારુડીમંત્રતુલ્ય છે. કરુણામાં રત્નત્રયી અનુસૂત છે, કરુણાવાનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર ત્રણેય એકીસાથે રહેલાં છે. મોહ જીતવાનો મંત્ર 'मोहक्षयात् ज्ञानदर्शनावरणान्तरायक्षयाच्च कैवल्यम् ।' तत्त्वार्थाधिगमसूत्र મોહલયનું કારણ ‘નો મંત્રપૂર્વકનું આરાધન છે. નમસ્કારભાવ વિનાનો થયેલો જ્ઞાનદર્શનાવરણ કે અંતરાયનો ક્ષયોપશમ મોહવૃદ્ધિનો જનક છે. N ૩૭૦ [ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #413 -------------------------------------------------------------------------- ________________ મોહ એટલે ‘ન્હેં મમ’ બુદ્ધિ. તે “નારૂં મૈં મમ” બદ્ધિથી જાય છે અને નમસ્કાર વડે ‘નારૂં ન મમ' બુદ્ધિ પુષ્ટ થાય છે. કર્મકૃતભાવોમાં ‘ન્હેં મમ” બુદ્ધિ છૂટી કેવળ આત્મભાવમાં અને આત્મગુણોમાં ‘અહં મ’ બુદ્ધિ ઉત્પન્ન ક૨વાનું કાર્ય નમસ્કારમંત્રથી થાય છે. તેથી તે મોહ જીતવાનો મંત્ર છે. નમસ્કાર વડે અપરતત્ત્વની લઘુતા તથા તુચ્છતાનું દર્શન થાય છે તથા પરતત્ત્વની ઉચ્ચતા અને મહત્તા તથા દિવ્યતા અને ભવ્યતાનું ભાન થાય છે. નમસ્કારભાવના પ્રભાવે એક બાજુ અહંકારનો ફોલ્લો ફૂટી જાય છે અને મમકા૨નું પરુ નીકળી જાય છે, જ્યારે બીજી બાજુ આત્માને પરમ શાન્તિ અને આનંદનો અનુભવ થાય છે. તત્ત્વ અને તીર્થ સિદ્ધત્વ એ તત્ત્વ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ એ તીર્થ છે. અરિહંતથી દર્શન, આચાર્યથી ચારિત્ર, ઉપાધ્યાયથી જ્ઞાન અને સાધુભગવંતોથી તપ મળે છે. નવેય પદો મળીને તત્ત્વ અને તીર્થ બને છે. સમગ્રવિશ્વ ઉપર શાસન અષ્ટકર્મને જીતનારાઓનું ચાલે છે. તેને સૂચવનાર મંત્ર · ૐ નમઃ સિદ્ધ ' છે. સિદ્ધોને નમીને તીર્થંકરો દીક્ષા લે છે અને તીર્થને નમીને દેશના આપે છે. ‘સિદ્ધ’ એ આત્માનું શુદ્ધસ્વરૂપ છે અને ‘તીર્થ’ એ શુદ્ધસ્વરૂપને પામવાનો માર્ગ છે. વ્યવહારનય તીર્થનું બહુમાન કરે છે અને નિશ્ચયનય તત્ત્વને ઉપદેશે છે. તીર્થનમસ્કારથી માર્ગની રક્ષા થાય છે અને સિદ્ધનમસ્કારથી તત્ત્વનું પ્રણિધાન થાય છે. તત્ત્વના પ્રણિધાનપૂર્વક થતું તીર્થનું આરાધન મોક્ષમાર્ગ બને છે. તીર્થને નમસ્કાર એ માર્ગનું બહુમાન છે. તીર્થંકરો તીર્થ અને સિદ્ધ ઉભયને નમે છે. નવકારનો સાર શુદ્ધાત્મા નવકાર સમગ્ર દ્વાદશાંગીરૂપ ગુણરત્નોની પેટીનો પરમસાર-પ્રધાનરહસ્ય અને શુદ્ધનયપરિણમન છે. નવકા૨ વડે શુદ્ધનયનું પરિણમન થતું હોવાથી તે દ્વાદશાંગીનો સાર-પરમરહસ્ય ગણાય છે. શુદ્ધવ્યવહારથી-કૃતજ્ઞતાદિ ગુણોના પાલનથી શુદ્ધનિશ્ચયમાં નિશ્ચલપણું પ્રાપ્ત થાય છે. શુદ્ધનયની ભાવના સ્થિર કરવા માટે શુદ્ધ-વ્યવહાર જરૂરી છે. શુદ્ધવ્યવહાર તે તીર્થ છે, શુદ્ધનિશ્ચય તે તત્ત્વ છે અને તત્ત્વ એ તીર્થસેવાનું ફળ છે. શુદ્ધવ્યવહાર વડે પાપના અનુબંધો તૂટે છે અને પુણ્યના અનુબંધો પડે છે. કૃતઘ્નતા વડે પાપના અનુબંધો પડે છે અને કૃતજ્ઞતા વડે પુણ્યના અનુબંધો પડે છે, તેથી કૃતજ્ઞતાગુણનું પાલન ધર્મમાર્ગમાં અનિવાર્ય છે, તે વિના સ્વતંત્રતા પ્રાપ્ત થતી નથી. ભગવાન ગુણપ્રકર્ષવાન છે. કૃતજ્ઞતા પણ ગુણ છે, તેથી ભગવાન કૃતજ્ઞતાગુણના પણ પ્રકર્ષવાળા છે. નમ્રતા એ ગુણ છે, તો ભગવાન નમ્રતાગુણના પણ પ્રકર્ષવાળા છે. પરમેષ્ઠિનમસ્કાર ચૌદપૂર્વનો સાર છે. એનો અર્થ પરમેષ્ટિથી કથંચિત્ અભિન્ન એવો આત્મા જ ચૌદપૂર્વનો સાર છે, ત્રણ લોકનો સાર છે. ત્રણ લોકમાં સાર ચૌદપૂર્વ, ચૌદપૂર્વમાં સાર નવકાર અને નવકારનો સાર શુદ્ધઆત્મા. નમસ્કારમંત્ર વડે આત્મજ્ઞાન જૈનશાસ્ત્રોનો ઉપદેશ છે કે જગતનાં તુચ્છસુખોની ખાતર આત્માને ભૂલવો ન જોઈએ. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૭૧ Page #414 -------------------------------------------------------------------------- ________________ નવકારમંત્ર આત્માની યાદ આપે છે. શુભ-અશુભ પ્રસંગો, જેવાં કે જન્મ-મરણ, સંપત્તિ-વિપત્તિ, સારા-નરસા બનાવો એ બધા કર્મકૃત છે, એમ માની તેવા સમયે નિશ્ચળ મનથી નમસ્કારસ્મરણ અથવા બીજા શબ્દોમાં કહીએ તો આત્મસ્મરણ કરવું જરૂરી છે. નમસ્કારમંત્રને મહાશ્રુતસ્કંધ અથવા સર્વશ્રુતસ્કંધોમાં વ્યાપ્ત કહેલો છે, તેનું કારણ સર્વશ્રુતસ્કંધ આત્મજ્ઞાનને અર્થે છે. તે જ્ઞાન નમસ્કારમંત્ર સ્પષ્ટપણે કરાવે છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા અને રમણતા જોડાયેલાં છે. સઘળાં શાસ્ત્રોનો સાર આત્મજ્ઞાન, આત્મશ્રદ્ધા અને આત્મરમણતા છે. તે ત્રણેયનો હેતુ નમસ્કારમંત્ર છે, તેથી તેને વિધિપૂર્વક, એકાગ્રતાથી, દઢશ્રદ્ધા અને આદરસહિત ગણવો જોઈએ. દઢશ્રદ્ધા, સૂક્ષ્મ સમજ અને તીવ્ર ઉપયોગ વડે તેને ગણવાથી ભાવતુષા-સુધા શમી જાય છે, ફુરસદના વખતનો સદુપયોગ થાય છે. માનવજન્મના અમૂલ્ય સમયને સફળતાપૂર્વક પસાર કરવા માટે નવકાર એક નિઃસ્વાર્થમિત્રની ગરજ સારે છે. નવકાર અને નપદનો ભાવાર્થ આ દુનિયા એ માત્ર જડપદાર્થોનું સંગ્રહસ્થાન નથી, પરંતુ એમાં સંતપુરુષોની કરુણાનો અખ્ખલિતપ્રવાહ પણ વહી રહ્યો છે. તેમાં જ્યારે જીવ ભાવથી ઓતપ્રોત થાય છે ત્યારે તે ભાવ અલ્પકાળમાં જ સાકાર બને છે. પરહિત કાજે મન-વચન-કાયાનો જે સદુપયોગ થાય છે તે સંતોની મહાકરુણાના પ્રત્યુપકારનો એક લેશ છે, કૃતજ્ઞતાગુણના પાલનનું એક પ્રતીક છે. આત્મૌપમ્પ, પરમાત્મૌપમ્ય અને સર્વાત્મૌપમ્પ જ્યારે સંમીલિત થાય છે ત્યારે તેમાંથી એક મહાસમાધિ ઉત્પન્ન થાય છે, તેનું જ નામ નવપદ અને નવકાર છે. નિર્વિકલ્પચિન્માત્ર સમાધિનો અનુભવ જેને કરવો હોય, તેને નવકાર અને નવપદો પરમઆલંબન પૂરું પાડે છે. નવકારમાં અધ્યાત્માદિ રોગો જપ એ અધ્યાત્મ છે, કેમ કે તેનો પ્રારંભ સૂક્ષ્મ એવી ભાષાવર્ગણાના અવલંબનથી થાય છે. ભાષા, મન અને કર્મ ઉત્તરોત્તર સૂક્ષ્મ છે. તે બધાને આવરી લેવાની શક્તિ વર્ણાત્મક મંત્રજપની વિધિયુક્ત આરાધનામાં રહેલી છે, તેથી ઈષ્ટદેવતાની સ્તુતિરૂપ નવકારમંત્રના જાપથી અધ્યાત્મનો પ્રારંભ થાય છે. મંત્રથી વિષાપહાર જેમ પ્રત્યક્ષપણે થાય છે. તેમ ઈષ્ટનામમંત્રના જાપ વડે ભાવ વિષ-મિથ્યાત્વ-કપાયાદિ વિષનો અપાર થાય છે. જપ પછી ઔચિત્યાલોચન એ બીજું અધ્યાત્મ છે. તેમાં વિશિષ્ટ કોટિની ભૂમિકામાં આગળ વધવા માટે પોતાની યોગ્યતાને તપાસવાની હોય છે. યોગવિશુદ્ધિ, જનશ્રુતિ, નિમિત્તશુદ્ધિ આદિ લિંગો વડે તેની પરીક્ષા થાય છે. તે પૂર્વક થયેલું ધર્મારાધન નિર્વઘ્નપણે પાર ઊતરે છે. ત્રીજું અધ્યાત્મનું અંગ આત્મસંપ્રેષણ છે. દુષ્કતગહદિ વડે આત્મશુદ્ધિ એ તેનો વિષય છે અને એનો જ વિસ્તાર પછી વાદિવંદન, પ્રતિક્રમણ અને મૈથ્યાદિ ભાવોનું સંવેદન કરવું તે છે. તે અનુષ્ઠાનો વડે શરણગમનાદિ સહેલાઈથી થઈ શકે છે. શ્રી નવકારમાં નવરસાનુભૂતિ નવકારમાં જે પરમેષ્ઠિઓને નમસ્કાર કરવામાં આવે છે. તેઓ શાન્તરસથી ભરપૂર છે. કેમ કે તેઓ N૩ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૨ Page #415 -------------------------------------------------------------------------- ________________ વિશ્વને દુઃખમય, પાપમય, અજ્ઞાનમય અને શુભાશુભકર્મમય જુએ છે. એટલું જ નહીં પણ શુભાશુભકર્મને જીતવા માટે ધર્મમય, વિવેકમય, સમતામય અને સ્નેહમય જીવન જીવે છે તથા તેના ફળરૂપે પૂર્ણમય પરમાત્મપદને અનુભવે છે. આત્મા નિશ્ચયદષ્ટિથી પૂર્ણ છે' એ વિચાર તૃષ્ણાનો ક્ષય કરે છે અને આત્માને શાન્તરસમાં સદાને માટે ઝિલાવે છે. નવકારમાં નવરસો ભરેલા છે, પરંતુ તે રસો શુદ્ધ હોય છે અર્થાત્ વિકારને શમાવનારા અને નિર્વિકારપદ અપાવનારા હોય છે. શાસ્ત્રમાં વર્ણવેલી અનિત્યાદિ બાર ભાવનાઓ તથા મૈત્યાદિ ચાર ભાવનાઓ શાન્તરસના વિભાવ-અનુભાવરૂપ બનીને વૈરાગ્ય અને વાત્સલ્યરસને પોષે છે. પહેલી છ ભાવના વૈરાગ્યરસને પોષે છે. શુભાશ્રવ, સંવર અને નિર્જરાભાવના ધર્મરસને પોષે છે. ધર્મભાવના, લોકસ્વરૂપભાવના અને બોધિદુર્લભભાવના આત્માના જ્ઞાન-દર્શન-ચારિત્ર ગુણને વિકસાવે છે તથા મૈથ્યાદિ ચાર ભાવના મુખ્યત્વે વાત્સલ્યભાવને વિકસાવે છે. જો જોતાં આવડે તો સંસારમાં પણ નવકારની જેમ ભિન્ન ભિન્ન દષ્ટિએ (નવ) રસો રહેલા છે. ૧. દુઃખદૃષ્ટિએ સંસાર કરુણરસથી ભરપૂર છે. ૨. પાપદષ્ટિએ સંસાર રૌદ્રરસથી ભરપૂર છે. ૩. અજ્ઞાનદષ્ટિએ સંસાર ભયાનકરસથી ભરપૂર છે. ૪. મોહદષ્ટિએ સંસાર બીભત્સ અને હાસ્યરસથી ભરપૂર છે. ૫. સજાતીયદષ્ટિએ સંસાર સ્નેહરસથી ભરપૂર છે. દ. વિજાતીયદષ્ટિએ સંસાર વૈરાગ્યરસથી ભરપૂર છે. ૭. કર્મદષ્ટિએ સંસાર અભુતરસથી ભરપૂર છે. ૮. ધર્મદષ્ટિએ સંસાર વીર અને વાત્સલ્યરસથી ભરપૂર છે. ૯. આત્મદષ્ટિએ સંસાર સમતારસથી ભરપૂર છે. ૧૦. પરમાત્મદષ્ટિએ સંસાર ભક્તિરસથી ભરપૂર છે. ૧૧. પૂર્ણદષ્ટિએ સંસાર શાન્તરસથી ભરપૂર છે. ૧૨. વ્યાપકદષ્ટિએ બધા રસની સમાપ્તિ શાન્તરસમાં થાય છે. જેમ સૂર્યના શ્વેતવર્ણમાં સાતેય વર્ણ હોય છે, તેમ તૃષ્ણાક્ષયરૂપ શમરસ-સ્થાયીભાવ વિભાવ-અનુભાવ સંચારીભાવ પામીને શાન્તરસમાં પરિણમી જાય છે. નવકારમાં નવતત્વો “અરિહંત' અને “સિદ્ધ' મોક્ષતત્ત્વસૂચક છે. “આચાર્ય' “ઉપાધ્યાય અને “સાધુ સંવર-નિર્જરાતત્ત્વસૂચક છે. આશ્રવનિરોધ તે સંવર છે, બંધપ્રતિપક્ષી તે નિર્જરા છે. “એસો પંચ નમુક્કારો” પુણ્યતત્ત્વને ઓળખાવે છે. સવ્વપાવપ્પણાસણો' પાપતત્ત્વને ઓળખાવે છે. અનુપ્રેક્ષાકિરણ ૪ (૩૭૩ IN Page #416 -------------------------------------------------------------------------- ________________ મંગલાણં ચ સર્વેસિ” અજીવમિશ્ર કયોપશમભાવે જીવતત્ત્વને ઓળખાવે છે. પઢમં હવઈ મંગલ' એ શુદ્ધજીવતત્ત્વને ઓળખાવે છે. નવકારમાં અષ્ટાંગયોગ [૧] સામાયિક એ સમાધિરૂપ છે. સમાધિ માટે ધ્યાન દેવતત્ત્વનું કરવાનું છે. [૨] અરિહંતા, સિદ્ધા એટલે જ ચતુર્વિશતિસ્તવ. તેમાં “દંતે ફિટ્સ તથા “લિકા સિદ્ધિ મન વિતતું એમ બે પદો સાક્ષાત્ રહેલાં છે. [3] કારિયા, ‘વન્નાયા' અને “તો સવ્વસાહૂi' સ્પષ્ટપણે ગુરુવંદન છે. દેવના ધ્યાન માટેની ધારણા ગુરુવંદનથી પ્રાપ્ત થાય છે. [૪] ઘણો પંચ નમુવારે” અને “સત્રાવપૂUIો આ બન્ને પદોમાં પ્રતિક્રમણ છે, તેનું ફળ પ્રત્યાહાર [૫] “મંાના ૪ સલૅહિં કાયોત્સર્ગમાં જ સર્વમંગળો રહેલાં છે. કાયોત્સર્ગ સર્વમંગળસ્વરૂપ છે. તેની સર્વમંગળમયતાના કારણે જ મહાત્માઓ વારંવાર કાયોત્સર્ગ કરે છે. | [] “પઢમં હવ મં િકાયોત્સર્ગમાં પ્રવેશ માટે પ્રત્યાખ્યાન એ જ પ્રથમ મંગળ છે. પ્રત્યાખ્યાન વડે જ કાયોત્સર્ગમાં પ્રવેશ થાય છે. પ્રત્યાખ્યાન એ સમાધિમાં પ્રવેશ કરવા માટેનું મંગળદ્વાર છે. યમ-નિયમ નામનાં યોગનાં પ્રથમ બે અંગ તેમાં સમાઈ જાય છે. કાયોત્સર્ગ તે પછીનું સોપાન છે. તેમાં આસન-પ્રાણાયામ નામનાં બે યોગાગ આવી જાય છે. પ્રતિક્રમણમાં પ્રત્યાહાર, ગુરુવંદનમાં ધારણા, ચતુર્વિશતિસ્તવમાં ધ્યાન અને સામાયિકમાં સમાધિ નામનું અંતિમ યોગાંગ સમાવિષ્ટ થઈ જાય છે. નમો વડે આવશ્યકોનું પાલન નમો' મંત્ર વડે શ્રુતસામાયિક અને સમ્યકત્વસામાયિકની આરાધના થાય છે. નમો મંત્ર વડે ચતુર્વેિશતિસ્તવ અને ગુરુવંદનની સાધના થાય છે. નમો” મંત્ર વડે મિથ્યાત્વનું પ્રતિક્રમણ અને સમ્યકત્વનું આસેવન થાય છે. ઔદયિકભાવમાંથી પાછા ફરીને લાયોપથમિકભાવમાં આવવાનું થાય છે. નમો મંત્ર વડે વર્તમાનનો સંવર અને આગામીનું પ્રત્યાખ્યાન થાય છે. વર્તમાનનો સંવર કાયોત્સર્ગરૂપ છે અને આગામીનું પ્રત્યાખ્યાન પચ્ચશ્માણરૂપ છે. “નમો' મંત્ર વડે અતીતની નિંદા, વર્તમાનનો સંવર અને અનાગતનું પચ્ચક્માણ થાય છે. એક “નમો’ મંત્ર વડે આ રીતે છયે આવશ્યકોની ભાવથી આરાધના થાય છે. મંત્રચૈતન્યનું પ્રકટીકરણ આત્મભાવની પરિણતિમાં પાછા આવવાની ક્રિયા એટલે તેમાં થયેલી સ્કૂલનાઓનું શુદ્ધિકરણ, ભૂતકાળની ખલનાઓનું પ્રતિક્રમણ, તેમ જ વર્તમાનનો સંવર અને ભાવિનું નિયમન. સામાયિક એ આત્મા છે, ચતુર્વિશતિસ્તવ એ દીપ-દીપ છે, ગુવંદન એ ત્રાણ છે, પ્રતિક્રમણ એ શરણ છે, કાયોત્સર્ગ એ ગતિ છે અને પ્રત્યાખ્યાન એ પ્રતિષ્ઠા છે. છયે આવશ્યકોની એ અર્થભાવના છે. અર્થભાવનાસહિત છયે આવશ્યકોનો સંગ્રહ નમસ્કારમાં છે, તેથી નમસ્કાર સર્વગ્રાહી છે. ચૌદપૂર્વ અને N ૩૭૪ 39४ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #417 -------------------------------------------------------------------------- ________________ દ્વાદશાંગનો અર્થ તેમાં રહેલો છે. આત્મભાવમાં પરિણમવું તે દ્વાદશાંગનો અર્થ છે અને તે જ નમસ્કારનો પણ અર્થ છે. ચતુર્વિશતિસ્તવ આદિ પણ તે જ એક પ્રયોજનને સિદ્ધ કરવા માટે છે. તેથી અર્થ વડે બધાની એકતા છે. આ જાતની અર્થભાવના કરવાથી નમસ્કારમાં રહેલું મંત્રમૈતન્ય પ્રગટે છે. મંત્રમૈતન્ય પ્રગટવું એટલે અંતરાત્મભાવની પ્રાપ્તિ થવી, અંતરાત્મભાવમાં સ્થિર થઈને પરમાત્મભાવને ભાવવું, પરમાત્મા પોતે જ આત્મભાવમાં પરિણમેલા છે એવી અનુભૂતિ કરવી. કહ્યું છે કેगुरूमंत्रदेवताऽऽत्ममनःपवनानामैक्यनिष्कलनादन्तरात्मसंवित्तिः। મન, પવન અને આત્મા તથા ગુરુ, મંત્ર અને દેવતા બધાનું ઐક્યાવન તે અંતરાત્મભાવની પ્રાપ્તિ છે. તેમાં સ્થિર થવાથી પરમાત્મભાવનું દર્શન થાય છે. સાત અક્ષરનું મહત્વ નમસ્કારમંત્ર સિદ્ધ થવાથી નિમ્નલિખિત સાત વસ્તુઓ સિદ્ધ થાય છે. ૧. સર્વમંત્રો સિદ્ધ થાય છે. ૨. સર્વશાસ્ત્રોના અધ્યયનનું ફળ મળે છે. ૩. સર્વશાસ્ત્રોના રહસ્યનું જ્ઞાન થાય છે. ૪. સર્વતીર્થો અને સર્વદવોના દર્શનનો લાભ મળે છે. ૫. સર્વયજ્ઞો અને સર્વપૂજાઓનું ફળ મળે છે. છે. તેની દષ્ટિમાત્રથી સર્વમનુષ્યો પવિત્ર થાય છે. ૭. તેનાથી બ્રહ્મચર્યવ્રત સ્થિર થાય છે. નોંધ:- સાતનો અંક, સંપૂર્ણતા કે સમગ્રતાદિનો સૂચક છે. માટે સાતના ઉપલક્ષણથી સર્વ વાતો કે સર્વ વસ્તુઓ, નમસ્કાર સિદ્ધ થવાથી સિદ્ધ થાય છે તેમ સમજવું. જેમ કે સંગીતના સાતેય સૂર સિદ્ધ થવાથી સર્વ પ્રકારની રાગરાગિણી સિદ્ધ થઈ શકે. સાતતત્ત્વ, સાતનય, સપ્તભંગાદિથી સમગ્રતત્ત્વો, નયો અને ભંગો સંગૃહીત થાય છે. - નવકારમંત્રનાં પ્રથમ પાંચ પદોમાંથી ત્રણ પદોના તો સાત સાત અક્ષરો છે અને પાંચ પદોમાં કુલ ૩૫ અક્ષરો છે, તેથી પણ દરેક પદને ભાગે સાત સાત જ અક્ષરો આવે છે, કેમ કે પાંચમાં પદમાં જે નવ અક્ષરો છે, તેમાંથી “જો કે એ “સત્ર બે શબ્દોને ગમે તે પદમાં મૂકી શકાય છે. તત્વચિ, તત્વબોધ અને તારિણતિ પદથી જીવતત્ત્વનું જ્ઞાન કરાવનાર સર્વજ્ઞપણાનું સ્મરણ થાય છે, તેથી તે તત્ત્વબોધ ઉત્પન્ન કરવારૂપ પિતાનું કાર્ય કરે છે. નમો' રૂપી માતા અને “અરિહંત'રૂપી પિતાના સંબંધથી “તાણં' પદ વડે સંયમરૂપી પુત્રનો જન્મ થાય છે. તત્ત્વરુચિરૂપી માતા અને તત્ત્વબોધરૂપી પિતા તત્ત્વપરિણતિરૂપી પુત્રને જન્મ આપી તેને મોટો કરે છે અને ધર્મરૂપી ધન કમાવા મોકલે છે. તેમાં તે પરિષહ-ઉપસર્ગોરૂપી કષ્ટોને આનંદપૂર્વક સહીને મોટી કમાણી કરે છે અને અનંતકાળ માટે કદી ન ખૂટે તેવું મોક્ષરૂપી અક્ષય, અવ્યાબાધ સુખ મેળવે છે તથા જગતના સર્વ જીવોને IN અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૭૫ ** * Page #418 -------------------------------------------------------------------------- ________________ સદાને માટે અભયદાન આપનારો થાય છે. તે પુત્ર દાન દ્વારા જગતના જીવોનું દારિદ્ર ચૂરવા માટેનું જ એક કાર્ય સદાકાળ માટે કર્યા કરે છે અને જીવોને પોતાની જેમ તે સચ્ચિદાનંદસ્વરૂપી બનાવે છે. નવકાર અને સામાયિક જીવરાશિ ઉપર સ્નેહ તે પ્રવચનની માતા છે. પ્રવચન, સંઘ, દ્વાદશાંગી, ચરણકરણાદિ અનુષ્ઠાનો, સમિતિ, ગુપ્તિ, મહાવ્રતો આદિની ઉત્પાદક જીવરાશિ ઉપર સ્નેહપરિણામરૂપ પ્રવચનની માતા હોય તો તે જૈન પ્રવચન છે, અન્યથા પ્રવચનાભાસ છે. બધાં ધર્મઅનુષ્ઠાનોની ઉત્પત્તિનું મૂળ સ્નેહપરિણામ છે, તીર્થકરોના આત્મદ્રવ્યમાં તે સર્વોત્કૃષ્ટ હોય છે તેથી તેઓ ત્રિભુવનને પૂજનીય બને છે. જીવતત્ત્વની રુચિ માતાના સ્થાને છે, જીવતત્ત્વનો બોધ પિતાના સ્થાને છે અને જીવરક્ષાવિષયક સંયમ પુત્રના સ્થાને છે. તેને અનુક્રમે દર્શન-જ્ઞાન-ચારિત્ર કહેવાય છે. રુચિ અને બોધ જગાડવાની શક્તિ નવકારમાં છે. સંયમ એ કરેમિભંતેની પ્રતિજ્ઞાના પાલનમાં છે. એ રીતે નવકાર અને સામાયિક બને મળીને જૈનપ્રવચન બને છે. નવકારથી આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન એ જિનાજ્ઞા છે. નવકાર વડે તેનો અનુબંધ પડે છે. નવકારના સતત સ્મરણ વડે આશ્રવમાં હેયપણાની અને સંવરમાં ઉપાદેયપણાની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેથી આશ્રવત્યાગનો અને સંવરસેવનનો અનુબંધ પડે છે. તે અનુબંધ દઢ થતાં આશ્રવનો ત્યાગ અને સંવરનું સેવન સુલભ બને છે. નમસ્કાર વડે થતી ચિત્તશુદ્ધિનું આ લક્ષણ છે. ચિત્તશુદ્ધિનો પર્યાય નિર્મળબુદ્ધિ પણ છે. બુદ્ધિને નિર્મળ કરવા માટે ચિત્તને શુદ્ધ કરવા માટે નમસ્કારનું આસેવન પુનઃ પુનઃ કરવાનું શાસ્ત્રો ફરમાન કરે છે. નવકાર અને સામાયિકનાં પ્રયોજન ચૈતન્યનો પ્રેમ મંગળનું મૂળ છે. જડનો રાગ પાપનું મૂળ છે. પરમેષ્ઠિનમસ્કારથી જડનો રાગ જાય છે, તેથી પાપ નાશ પામે છે અને ચૈતન્યનો પ્રેમ પ્રગટે છે, તેથી ધર્મમંગળ વધતું જાય છે. જીવની મૈત્રીથી હિંસાદિ પાપ જાય છે અને જિનની ભક્તિથી ચૈતન્યનો પ્રેમ વધે છે. જિનભક્તિનું બીજ પંચમંગલ (નવકાર) છે. જીવમૈત્રીનું બીજ સાવઘયોગના પચ્ચક્ષ્મણ (સામાયિક) છે. એકને નવકાર અને બીજાને સામાયિક નામથી સંબોધાય છે. નવકાર અધ્યાત્મ છે. સામાયિક યોગ છે. એકથી ચિત્તની વિશુદ્ધિ સધાય છે, બીજાથી ચિત્તની સ્થિરતા સધાય છે. ૩૭૬ view: TET 1 આ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #419 -------------------------------------------------------------------------- ________________ પંચપરમેષ્ટિમાં આત્માનું સ્વરૂપ અને આત્મામાં પંચપરમેષ્ઠિનું સ્વરૂપ જોવાનો અભ્યાસ નવકારથી સધાય છે. જીવરાશિમાં પોતાનું સ્વરૂપ અને પોતામાં જીવરાશિનું સ્વરૂપ જોવાનો અભ્યાસ સામાયિક વડે સધાય છે. બીજ અને ફળનો નિયમ કોઈપણ વ્રત, નિયમ કે ધર્મકાર્યના પ્રારંભમાં નવકાર ગણવાનું વિધાન તે તેમાં રુચિ જગાડવા માટે છે. સામાયિક લેતી વખતે-સામાયિકનું પચ્ચક્ખાણ ઉચ્ચારતાં પહેલાં પણ નવકાર અને પારતી વખતે પણ નવકાર ગણાય છે તે એમ સૂચવે છે કે સમભાવની આરાધનાનું મૂળ પણ તત્ત્વરુચિ છે અને ફળ પણ તત્ત્વચિ છે. મૂળમાં પંચપરમેષ્ઠિનમસ્કાર છે અને ફળમાં પણ પંચપરમેષ્ટિપદસ્વરૂપ બનવાની ભાવના છે. “જેવું બીજ તેવું ફળ અને જેવું ફળ તેવું બીજ.'' બીજમાં એક બીજ છે, ફળમાં અનેક બીજ છે. આરંભ અને અંત ઉભયમાં નવકા૨ને યાદ કરવાની પાછળ બીજ અને ફળનો નિયમ કામ કરે છે. નવકાર પ્રારંભમાં સત્કર્મ કરવાની રુચિ પેદા કરી આપે છે અને અંતમાં સત્કર્મનું ફળ પરમેષ્ટિપદ છે એ વાતનું સ્મરણ કરાવે છે. મૈત્રીનો મહામંત્ર નમસ્કાર વડે જીવમૈત્રી સિદ્ધ થાય છે. જીવો પ્રત્યે અમૈત્રી એ મોટું પાપ છે, મહામિથ્યાત્વ છે, ૫૨મસત્ય એવા જીવતત્ત્વનો વિરોધ છે, અનંતાનંત આત્માઓની પરમઉપેક્ષા છે, અનાદર છે, અવગણના છે, પ૨મ સંકુચિતતા છે અને ચૈતન્યતત્ત્વ પ્રત્યે મૂઢભાવ છે, તેનો નાશ એક મૈત્રી વડે જ શક્ય છે. મૈત્રી મોટું પુણ્ય છે. પરમ આસ્તિકતા છે, સત્ય અને સિદ્ધ એવા જીવસ્વરૂપનો સ્વીકાર છે, આદર છે, બહુમાન છે, પ્રેમ છે, પ્રીતિ છે, નમસ્કાર છે, વહાલ છે, એકત્વનો અનુભવ છે, અનંત સંખ્યા અને ગુણનો ગુણાકાર છે, વર્ગ છે, વિશાળતા છે, વિવેક છે તથા પરમશાન્તિ અને સ્વસ્થતાનો અનુભવ છે. એ મૈત્રીભાવને મૂળથી અને ફળથી, પત્રથી અને પુષ્પથી, સ્કંધ-શાખા અને પ્રશાખાથી જેમણે સિદ્ધ કર્યો છે, તેમનો નમસ્કાર, તેમની શરણાગતિ, તેમની ક્ષમાપના અને ભક્તિ, તેઓને સમર્પણ અને તેઓની જ અનન્યભાવે થતી આરાધના જીવની અમૈત્રીભાવરૂપી અપાત્રતાનો નાશ કરી, મૈત્રીભાવરૂપી પાત્રતાને વિકસાવે છે. તેનું જ નામ નમસ્કા૨થી થતો પાપનાશ અને મંગળનું આગમન કહેલું છે. મંગળ એ ધર્મ છે, તેનું મૂળ મૈત્રી છે. અમંગળ એ પાપ છે, તેનું મૂળ અમૈત્રી છે. અમૈત્રીમાં અજ્ઞાન, અવિદ્યા અને મિથ્યાત્વમોહનું સેવન છે. મૈત્રીમાં જીવતત્ત્વના જ્ઞાનનો પ્રકાશ, આત્મવિદ્યાનો વિકાસ અને સમ્યક્ત્વરૂપી સૂર્યનો ઉદય રહેલો છે. એ અર્થથી ભરેલો નમસ્કાર એ મહામંત્ર અને સિદ્ધમંત્ર છે. પાપનાશ અને મંગળનું આવાગમન મૈત્રીભાવના આદ્ય ઉપદેશક શ્રી અરિહંતપરમાત્મા છે. તેને સિદ્ધ ક૨ના૨ા સિદ્ધપ૨માત્મા છે. તેને જીવનમાં નખશિખ આચરનારા આચાર્યભગવંતો છે. તેને સૂક્ષ્મ રીતિએ સમજનારા અને સમજાવનારા ઉપાધ્યાયભગવંતો છે. તેને આંતર-બાહ્ય જીવનમાં સાધનારા સાધુભગવંતો છે. તે પાંચેયને કરાયેલો નમસ્કાર અમૈત્રીભાવરૂપ પાપભાવનો નાશ કરનારો છે અને પરમસ્નેહભાવને વિકસાવી સર્વ મંગળોને ખેંચી લાવનાર છે. સ્નેહભાવના વિકાસથી ધર્મની પ્રાપ્તિ તથા વૃદ્ધિ થાય છે, તેથી સર્વ અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૦૭ Page #420 -------------------------------------------------------------------------- ________________ સુખોનું આગમન તથા લાભ થાય છે. અમૈત્રીભાવના નાશથી દુ:ખ જેનું ફળ છે, તેવા હિંસાદિ પાપોથી મુક્ત થવાય છે. મૈત્રીભાવથી ભરેલા ૫૨મેષ્ઠિઓના શરણથી જીવમાં મુક્તિગમનયોગ્યતારૂપ ભવ્યત્વભાવનો વિકાસ થાય છે અને કર્મના સંબંધમાં આવવાની જીવની યોગ્યતારૂપી સહજમળનો નાશ થાય છે. વિવેકરૂપી યોગ્યતાના વિકાસ માટે અને અવિવેકરૂપી અયોગ્યતાના વિનાશ માટે પરમેષ્ઠિનમસ્કાર અમોઘસાધન છે. અયોગ્યતાના હ્રાસથી અમૈત્રીભાવનો ડ્રાસ થાય છે. યોગ્યતાના વિકાસથી મૈત્રીભાવનો વિકાસ થાય છે, બીજા શબ્દોમાં કહીએ તો પાપનાશ અને મંગળનું આવાગમન થાય છે. પ્રાણથકી પ્યારો નવકાર નવકારનાં નવપદો યા એક પ્રમથપદમાં પણ મૈત્યાદિ ચારેય ભાવો ભરેલા છે. ‘નમો’પદ સર્વોત્કૃષ્ટભક્તિને પાત્ર એવા પરમેષ્ઠિભગવંતોને સર્વોત્કૃષ્ટસન્માનના દાનરૂપ હોવાથી પરમપ્રમોદરૂપ છે. ‘હિં’– પદ બોલતાંની સાથે જ તેઓનું સર્વોત્કૃષ્ટજ્ઞાન જે ઘાતીકર્મોના નાશથી ઉત્પન્ન થયેલું છે તેનું સ્મરણ થાય છે. ઘાતીકર્મરૂપી પાપકર્મનું મૂળ સ્વાર્થ યા અહંભાવ છે. તેનો અરિહંતપ્રભુએ ક્ષય કર્યો છે, તે જાણતાંની સાથે જ સર્વ જીવોમાં રહેલા ‘અહં’ નો નાશ થાઓ એવો કરુણાભાવ જાગે છે. અને ‘તાળ’ પદથી સર્વ જીવોનું રક્ષણ થાઓ, સર્વને અભયદાન મળો, એવી ભાવના જાગે છે તે મૈત્રીભાવ છે. ; આ ત્રણેય પ્રકારના ભાવમાં પક્ષપાતરહિત એવો મધ્યસ્થભાવ-જે જીવ જેવા ભાવને યોગ્ય છે, તે જીવને તેવો ભાવ આપવારૂપ અરાગ-દ્વેષભાવ ગૂંથાયેલો જ છે. તેથી એક ‘નમો અરિહંતાણં' પદમાં ચારેય ભાવો પરસ્પર સંવલિત છે. આત્માના ભાવમરણને અટકાવનાર છે, તેથી તે નવકાર સમ્યગ્દષ્ટિ જીવનો ભાવપ્રાણ-મહાપ્રાણ બને છે. હંમેશ માટે જિવાડનાર હોવાથી એક ભવ જિવાડનાર પ્રાણથકી પણ વધુ પ્યારો બને છે. વિશ્વના જીવો સાથે સંબંધિત હોવાથી વિશ્વપ્રાણ પણ બને છે. ‘પ્રાણ થકી પ્યારા છો રાજ' એ ભક્તિની ઉક્તિ પણ એ રીતે ચરિતાર્થ થાય છે. શ્વાસમાં સો વાર કેવી રીતે ? નાકથી જ્યારે એક શ્વાસોશ્વાસ લેવાતો હોય છે ત્યારે રોમરાજી દ્વારા સાડા ત્રણ કરોડ શ્વાસોશ્વાસ લેવાતા હોય છે. તેને રોમાહાર કે લોમાહાર પણ કહેવાય છે. શ૨ી૨ને જિવાડવા માટે જો સાડા ત્રણ કરોડ શ્વાસોશ્વાસ લેવા પડે છે, તો આત્માને જિવાડવા માટે ‘નમો અરિહંતાણં’ અને તેમાં સંગૃહીત ચારેય ભાવનાઓરૂપી ભાવશ્વાસોશ્વાસ કેટલા અધિક પ્રમાણમાં લેવા જોઈએ ? જ્ઞાનીઓ કહે છે કે – ‘શ્વાસમાંહે સમરીએ સો વાર’’ એક બાહ્યશ્વાસોશ્વાસે એક સો વાર સમરવાનું કહે છે, તે પણ વ્યવહારથી કહેવાય છે. તત્ત્વથી તો જેમ શરીરને સાડા ત્રણ કરોડ રોમ છે, તેમ આત્માને અસંખ્ય પ્રદેશ છે. બહારના દેખાવમાં ભલે નમો અરિહંતાણં' એ પદ એક વાર બોલાતું દેખાય, પણ સર્વ આત્મપ્રદેશોથી તે યાદ કરવામાં આવે તો એક જ વખતના ઉચ્ચારમાં અસંખ્ય વાર ગણાય છે એમ સ્વીકારવું જોઈએ. જ્યાં પ્રત્યેક પ્રદેશે એ રીતે જિવાડનાર ‘પ્રાણ થકી પણ પ્યારો’ ભાવપ્રાણ બેઠો હોય ત્યાં ભાવમરણ થવાનો ૩૭૮ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #421 -------------------------------------------------------------------------- ________________ કે દુર્ગુણ પ્રગટવાનો સંભવ જ ક્યાંથી રહે? અર્થાત તે વખતે મંત્ર અને આત્મા-બે એકાકાર બની જાય છે અને તે બન્નેની એકતામાં મન, પવન તથા દેવ અને ગુરુ આ ચારેયનું ઐક્ય સધાય છે, તેમાંથી અદ્ભુત મંત્રચૈતન્ય પ્રગટે છે. સમ્યક્ત્વ અને સંતોષ જુઠ્ઠd aહતીતિ કુહમ્ / જેટલું દુઃખ ભોગવ્યું તેટલું દુષ્કૃત નાશ પામ્યું સમજવું. “વાલતીતિ કુલમ્ જેટલું સુખ ભોગવ્યું તેટલું સુકૃત નાશ પામ્યું- ખવાઈ ગયું સમજવું. જેમ વિષયચિંતનથી મન ચંચળ બને છે અને શત્રુના વિચારથી ક્રોધ ચઢે છે તેમ સંતના વિચારથી મન સાત્ત્વિક બને છે. નમસ્કાર મહામંત્રને ગણવાથી જીવરાશિ ઉપર સ્નેહપરિણામની વૃદ્ધિ થાય છે અને દ્રવ્ય-ગુણ-પર્યાયથી શુદ્ધ આત્મતત્ત્વની પ્રતીતિ થાય છે. નમસ્કાર એ સર્વોત્તમ પાત્રોને સન્માનનું દાન દેવાની એક વિશિષ્ટપ્રક્રિયા છે. તેમાં મનપુણ્ય, વચનપુણ્ય અને કાયપુણ્યની સાથે નમસ્કારરૂપી નવમું-છેલ્લું પુણ્ય સધાય છે. તે વડે નવમું પાપ-લોભ અને અઢારમું પાપ-મિથ્યાત્વશલ્ય નાશ પામે છે તેમજ સંતોષ અને સમ્યકત્વગુણ આવિર્ભાવને પામે છે. સમ્યકત્વગુણ મૈત્રીસ્વરૂપ જીવતત્વની રુચિના લાભરૂપ છે અને સંતોષગુણ વૈરાગ્યસ્વરૂપ અતત્ત્વચિના નાશરૂપ છે. સમ્યકત્વ મૈત્રીસ્વરૂપ અને સંતોષ વૈરાગ્યસ્વરૂપ છે. અહિંસા-સંચમ-૫ અહિંસા જીવનેહરૂપ છે, સંયમ અને તપ આત્મસ્નેહરૂપ છે. અહિંસાથી કાયા, સંયમથી ઇન્દ્રિયો અને તપથી મનની રક્ષા થાય છે, અયતનાનો પરિહાર થાય છે. અંતરમાં કરુણા અને વર્તનમાં અહિંસા એ પ્રથમધર્મમંગળ છે. એની સિદ્ધિ માટે પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠા મનનો નિગ્રહ તે દ્વિતીયમંગળ છે. ઇન્દ્રિયો અને મનના અંકુશ વિના અહિંસા પળાય નહિ અને અહિંસાના પાલન વિના ભાવનમસ્કાર આવે નહિ. ભાવનમસ્કાર પ્રભુઆજ્ઞાની આરાધનારૂપ છે અને તે જીવનિકાયને “આત્મસમ” ગણવાથી સધાય છે. 'अत्तसमं मन्निज्ज छप्पिकाये ।' અહિંસા સક્રિયમૈત્રી છે, સંયમ સક્રિયવૈરાગ્ય છે અને તપ સક્રિય અનાસક્તિ છે. વિચારનું ફળ વર્તન છે, વર્તન વગરની વિચારણા વાંઝણી છે. અહિંસા, સંયમ અને તપ એ પરમ મંગળ છે. તેમાં કારણ મૈત્રી, વૈરાગ્ય અને અનાસક્તિનું જીવનમાં પ્રત્યક્ષ આચરણ છે. તે ત્રણ જ્યારે જીવનમાં ઊતરે ત્યારે ભાવનમસ્કાર બને છે. સ્નેહપરિણામનો વિકાસ સાધુપદ એ સ્નેહપરિણામનો વિકાસ છે. સકલસત્ત્વહિતાશયરૂપ આત્મપરિણામ તે સાધુત્વ છે. તેને વિકસાવવા માટેનું જ્ઞાન ઉપાધ્યાયપદ આપે છે અને એ વિકાસેલા જ્ઞાનનું આચરણ આચાર્યપદ શીખવે છે. એ સ્નેહપરિણામની સિદ્ધિ એ સિદ્ધપદ છે અને એ સિદ્ધિનો માર્ગ સકલસત્ત્વહિતાશયરૂપી શુભ આત્મપરિણામ છે એમ અરિહંતો ઉપદેશે છે. અરિહંતોના ઉપદેશથી રત્નત્રયસ્વરૂપ સિદ્ધિનો માર્ગ જાણી તેને જીવનમાં ઉતારનાર આચાર્ય, ઉપાધ્યાય અને સાધુપદ છે. તે પદોને નમસ્કાર એ અમૈત્રી-અસ્નેહરૂપી પાપનો નાશ કરી મૈત્રી-સ્નેહઆત્મસ્વભાવરૂપી ધર્મને પ્રગટાવે અનપેક્ષાકિરણ ૪. ૩૭૯ IN ૩૭૯ Af ક Page #422 -------------------------------------------------------------------------- ________________ છે. નમસ્કારનું મુખ્ય પ્રયોજન સ્વરૂપ૨મણતા કે સ્નેહપરિણામનો અસ્ખલિતવિકાસ છે. દેહલીદીપકન્યાય જેમ આકાશ સર્વપદાર્થોના આધારભૂત છે તેમ સમભાવયુક્તસાધુપણું સર્વગુણોના આધારરૂપ છે. ‘નમો એપ સવ્વસાહૂણં' પદથી સર્વગુણોના આધારભૂત સમભાવયુક્તસાધુપણાને નમસ્કાર છે. તેમાં ‘સવ્વ’ પદના પણ ત્રણ અર્થો છે. ૧. સર્વપ્રકારે સાધુપણું ૨. સર્વપ્રત્યે સાધુપણું ૩. સર્વનું સાધુપણું ૧. સર્વપ્રકારે સાધુપણું પાપના મૂળનો નાશ કરે છે. ૨. સર્વપ્રત્યે સાધુપણું સર્વપાપનો નાશ કરે છે. ૩. સર્વનું સાધુપણું એ સર્વનાં પાપનો નાશ કરે છે. એ રીતે સર્વસદ્ગુણોના આધારભૂત સાધુપણું-સાધુભાવ-સમભાવને પ્રગટાવનાર અને સર્વદુર્ગુણોના આધારભૂત પાપ અર્થાત્ અહં-મમભાવનો નાશ કરનાર આ પંચનમસ્કાર છે. એમ ‘ોવંદ નમુવારો' પદથી પ્રગટ થાય છે. દેહલીદીપકન્યાયથી એક બાજુ પાંચમું પદ અને બીજી બાજુ સાતમું પદ તથા તે બંનેની વચ્ચે દીપકના સ્થાને છઠ્ઠું પદ છે, તે એમ બતાવે છે કે આ પંચનમસ્કાર સર્વદુર્ગુણોના મૂળરૂપ અહં-મમરૂપી પાપભાવનો નાશ કરીને સર્વસદ્ગુણોના આધારરૂપ સમભાવરૂપી સાધુધર્મનો વિકાસ કરે છે. સાધુપદની અર્થભાવના ‘નમો છોડ઼ સવ્વસાહૂળ” એ ચાર પદોની પશ્ચાનુપૂર્વીથી અર્થભાવના નીચે મુજબ છે ઃ ૧. સાહૂમાંં—શબ્દથી સ્થવિરકલ્પી- જિનકલ્પી-છદ્મસ્થ- સર્વજ્ઞ-ગીતાર્થ- અગીતાર્થ -અદિનદીક્ષિત -દેશોનપૂર્વકોટિદીક્ષિતાદિ. ૨. સવ્વ-સાર્વ શબ્દથી સર્વનયોથી વિશિષ્ટ અર્હર્મને સ્વીકારનારા, સર્વ શુભયોગોને સિદ્ધ કરનારા અને અરિહંતોને આરાધનારા શ્રવ્ય અને સવ્ય સાધુ (સાંભળવા લાયક વાક્યમાં કુશળ તે શ્રવ્ય અને કરવાલાયક કાર્યમાં કુશળ . તે સવ્ય). ૩. ોણ - લોકે શબ્દથી ઊર્ધ્વ, અધો અને તીર્થ્યલોકમાં રહેલાં ૪. નમો - પદથી દ્રવ્યભાવ ઉભયપ્રકારનો નમસ્કાર ઊર્ધ્વ, અધો અને તી[લોકમા રહેલા, સર્વનયોથી વિશિષ્ટ અર્હર્મને સ્વીકારનારા, સર્વશુભયોગોને સિદ્ધ કરનારા, અરિહંતોને આરાધનારા, શ્રવ્ય, સવ્ય, સ્થવિરકલ્પી, જિનકલ્પી, અદ્યદિનદીક્ષિત કે દેશોનપૂર્વકોટિદીક્ષિતાદિ સર્વસાધુભગવંતોને દ્રવ્ય અને ભાવ ઉભય પ્રકા૨નો નમસ્કાર કરું છું. આજ્ઞાપાલન એ તીર્થ છે. અરિહંતના નમસ્કારમાં અરિહંતની આજ્ઞાને નમસ્કાર છે. આજ્ઞા જ તારનારી છે તેથી તેને ‘તીર્થ’’ પણ કહે છે. ગુરુની આજ્ઞા પણ તીર્થંકરોની આજ્ઞાના આરાધન માટે છે. માતા-પિતાદિ વડીલજનોની આશા પણ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૮૦ Page #423 -------------------------------------------------------------------------- ________________ પરમાત્માની આજ્ઞાના કારણે માનવાની છે. મંત્ર-તંત્ર-યંત્ર, દેવગુપૂજન-ભક્તિ-સ્મરણ, જ્ઞાનધ્યાનાદિ જ્યારે આજ્ઞાના આરાધનસ્વરૂપ બને છે, ત્યારે સાનુબંધ બને છે અને મુક્તિપર્યત પહોંચાડે છે. ચાર ગતિ, પાંચ જાતિ અને ચોરાશીલક્ષ જીવયોનિ, તેના કારણભૂત ચાર કષાય, પાંચ વિષય અને અઢાર પાપસ્થાનક ત્યાં સુધી જ ટકે છે, કે જ્યાં સુધી આજ્ઞાપાલનનો અધ્યવસાય પ્રકટ્યો નથી. સંસારમાં સુખ કે દુઃખ અનુક્રમે આજ્ઞાપાલન અને આજ્ઞા વિરાધનનું ફળ છે. આજ્ઞાનું પાલન સર્વ જીવનિકાયને હિતકારી છે, શ્રેયસ્કર છે અને કલ્યાણનું કારણ છે. આજ્ઞાનું વિરાધન સ્વચ્છંદતાને પોષનારું હોવાથી અકલ્યાણકારી છે, અહિતકારી છે અને તેથી વર્જ્ય છે. નમસ્કારમંત્ર આજ્ઞાપાલનનું શિક્ષણ આપે છે. આજ્ઞારાધનાથી શિવપદની પ્રાપ્તિ 'आज्ञाराद्धा विराद्धा च शिवाय च भवाय च ।' આજ્ઞાની આરાધના મોક્ષને માટે થાય છે અને વિરાધના સંસારનું કારણ બને છે. પરંતુ તે આજ્ઞા કેવી છે તે આજ્ઞાકારક એવા પંચપરમેષ્ઠિઓની ભક્તિથી જ સમાય છે. ૧. અરિહંતની આજ્ઞાઃ અનાદિકાળથી સેવેલા બીજા આત્માઓ પ્રત્યેના શત્રુભાવનો નાશ કરનારી છે. ૨. અહંતની આજ્ઞા પૂજ્ય પુરુષોમાં રહેલી પૂજ્યતા કે જે અનાદિકાળથી અદશ્ય છે તેને દેખાડનારી છે. ૩. અરુહંતની આજ્ઞા : ફરીથી જન્મ-મરણ ન કરવાં પડે તેવી આરાધના બતાવનારી છે. સિદ્ધની આજ્ઞા : આજ્ઞા એ સિદ્ધ છે, ત્રિકોટિપરિશુદ્ધ છે અને સર્વને પ્રમાણભૂત છે. આ બીજા પદની ભક્તિ આજ્ઞાના સિદ્ધસ્વરૂપને કે ત્રિકાલાબાધ્યસ્વરૂપને બતાવનારી છે. - આચાર્યની આજ્ઞાઃ “શત્રુભાવને હણનારી, પૂજ્યતાને પમાડનારી, જન્મ-મરણથી છોડાવનારી તથા સિદ્ધ અને અકાઢ્ય એવી આશા જ આચરવાલાયક છે.” એ રીતે આજ્ઞાની આચરણીયતાને ઓળખાવનાર ત્રીજા પદની ભક્તિ છે. ઉપાધ્યાયની આજ્ઞાઃ આજ્ઞા જેની પાસે રહેલી છે. તેની સમીપ ભણવું અને આજ્ઞાની પુષ્ટિ માટે તેની પુષ્ટિ કરાવે તેવાં જ શાસ્ત્રો ભણવાં અને ભણાવવાં. અર્થાત આજ્ઞા જ ભણવા અને ભણાવવાયોગ્ય છે એવો ભાવ ચોથા પદની ભક્તિથી ઉત્પન્ન થાય છે. સાધુની આજ્ઞાઃ “લોકમાં સૌએ એ આજ્ઞાઓ જ સાધવાયોગ્ય-આરાધવાયોગ્ય છે.” એવો ભાવ પાંચમા પદની ભક્તિથી પ્રગટ થાય છે. એ આજ્ઞાઓ લોકમાં સર્વ જીવો ઉપર પોતાનું આધિપત્ય ધરાવે છે. ઈચ્છાએ કે અનિચ્છાએ સર્વ જીવો એ આજ્ઞાઓને જ આધીન રહેલા છે, એવી સમજ પંચમપદની ભક્તિથી પ્રાપ્ત થાય છે અર્થાત આજ્ઞાની સર્વસત્તાધીશતા તથા સર્વસાધ્યતા-ઉપાદેયતા સમજાય છે. પાંચેય પદોની ભક્તિથી આજ્ઞાનું પૂર્ણસ્વરૂપ સમજાય છે, તેથી આજ્ઞાની આરાધના કરવાનો વર્ષોલ્લાસ જાગે છે અને જીવને શિવપદની પ્રાપ્તિ થાય છે. પ્રાપ્ત, વ્યાપ્ત અને સમાપ્ત પંચપરમેષ્ઠિ એ જિનાજ્ઞાનું મૂર્તિમંતસ્વરૂપ છે. પ્રથમ બે પદો એ આજ્ઞારાધનના ફળસ્વરૂપ છે. છેલ્લા ત્રણ પરમેષ્ઠિઓ સ્વયં આજ્ઞારાધનસ્વરૂપ છે. THE અનુપ્રેક્ષાકિરણ ૪ Page #424 -------------------------------------------------------------------------- ________________ આ પાંચેયને નમસ્કાર કરવાથી ચિત્તશુદ્ધિ થાય છે અને શુદ્ધચિત્તમાં આજ્ઞાનું વિશ્વવ્યાપીપણું પ્રતિબિંબિત થાય છે. સચરાચરવિશ્વની સ્થિતિ એ આજ્ઞારાધન અને આજ્ઞાવિરાધનનું જ પ્રતિબિંબ પાડે છે. તેથી આજ્ઞાનાં “મહાનુભાવા” અને “મહાવિષયા” એ છેલ્લાં બે વિશેષણો ચરિતાર્થ થાય છે. આજ્ઞાનું સ્વરૂપ દશ વિશેષણોથી દર્શાવતાં કહે છે કે सुनिउणमणाइनिहणं भूयहियं भूयभावणं महग्धं । अमियमजियं महत्थं महाणुभावं महाविसयं ॥ આજ્ઞા આપ્તપુરુષોનાં વચનશ્રવણથી પ્રાપ્ત થાય છે અને જીવનમાં વ્યાપ્ત બનીને સિદ્ધિપદમાં સમાપ્ત થાય છે. આજ્ઞા, શ્રવણ વડે પ્રાપ્ત, મનન વડે જીવનમાં વ્યાપ્ત અને નિદિધ્યાસન વડે સમાપ્ત થાય છે. અરિહંતોની આજ્ઞા-સામ્યભાવ અરિહંતોની શક્તિ તે આઈન્સ્પે. તે શક્તિ સમતારૂપ છે અને સમતા-સામ્ય એ જ અરિહંતોની આજ્ઞા છે. ભેદભાવનો નાશ અને અભેદભાવની ઉત્પત્તિ તે સમતાનું સ્વરૂપ છે. ભેદભાવમાંથી હિંસાદિ અને ક્રોધાદિ આશ્રવો અને અભેદભાવમાંથી અહિંસાદિ અને ક્ષમાદિ સંવરભાવો ઉત્પન્ન થાય છે. આશ્રવો સર્વથા ય છે અને સંવર માત્ર ઉપાદેય છે એવી અરિહંતોની આજ્ઞાનું બીજ સામ્યભાવ છે. પ્રભુઆજ્ઞાનું સ્વરૂપ એક જ શબ્દમાં જો કહેવું હોય તો તે “સામ્ય' છે-સામ્યબુદ્ધિ કે સમત્વભાવની પ્રાપ્તિ એ સામ્યભાવ જ સકલ અરિહંતોનું પ્રતિષ્ઠાન, મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન અને સ્વર્ગ-મૃત્યુ-પાતાલરૂપ ત્રિલોકનું સ્વામીત્વ અપાવનાર સારતત્ત્વ છે. વિશ્વની વ્યવસ્થા સામ્યભાવના આધારે છે. વિશ્વમાં દેખાતી અવ્યવસ્થા સામ્યભાવના ભંગનું ફળ છે, આહત્ય કે સામ્યભાવ વિશ્વવત્સલ છે. અરિહંતોની ભક્તિ સામ્યભાવને વિકસાવે છે. સામ્યભાવ સાધુમાં જીવમાત્રને સહાયરૂપે, ઉપાધ્યાયમાં સૂત્રપ્રદાનરૂપે, આચાર્યમાં આચારપાલન અને અર્થપ્રદાનરૂપે, સિદ્ધોમાં પૂર્ણતાની પ્રાપ્તિરૂપે અને અરિહંતોમાં એ બધાંના મૂળરૂપે પ્રગટપણે દેખાય છે. જિનાજ્ઞા એટલે જિનની કરુણા પ્રભુની વીતરાગતા, સર્વજ્ઞતા અને દયામયતા-કરુણાને જ્યારે જ્યારે આગળ કરીને ધ્યાન-ચિંતન કરવામાં આવે છે, ત્યારે ચિત્તની એકાગ્રતા સાધવામાં ઘણી સહાય મળે છે. વીતરાગતા દ્રવ્યરૂપે, સર્વજ્ઞતા ગુણરૂપે અને કરુણા પર્યાયરૂપે જેઓને પ્રગટ થયેલી છે, તેઓનું ધ્યાન ધ્યાતાની અંદર અપ્રગટરૂપે રહેલા ગુણપર્યાયને પ્રગટ કરવામાં આલંબનરૂપ થાય છે. વીતરાગતા એટલે શુદ્ધ આત્મદ્રવ્ય, સર્વજ્ઞતા એટલે શુદ્ધ આત્મગુણ અને કારુણ્ય એટલે શુદ્ધ આત્મપર્યાય. નિરંજન-શુદ્ધ આત્મદ્રવ્ય વિશ્વજીવો પ્રત્યે સ્વભાવથી અનંતકરૂણાવાળું હોય છે, તેની પ્રતીતિ તેઓના ધ્યાન દ્વારા થતો પાપનાશ અને દુઃખનાશ કરી આપે છે. કરુણા એ જ આજ્ઞા અને આજ્ઞા એ જ કરુણા. આજ્ઞાકારક અને આજ્ઞાપાલક બન્નેનો યોગ કરાવી આપવાની શક્તિ કરુણાગુણના પ્રણિધાનમાં છે. તેથી કરુણા જ ધર્મની અને તે દ્વારા મોક્ષની જનની છે એવું શાસ્ત્રકારોનું અબાધિત નિરૂપણ છે. ક8 SN ૩૮૨ થી છેવૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #425 -------------------------------------------------------------------------- ________________ આહલ્ય પાંચેય પરમેષ્ઠિઓમાં “આઈય’ વ્યાપ્ત છે. “આહત્ય એટલે અરિહંતોની શક્તિ. તે શક્તિ સામ્યસ્વરૂપ છે. તે જ અરિહંતોનું આશૈશ્ચર્ય છે. અરિહંતોની આજ્ઞા ભેદભાવનો નાશ કરી જીવરાશિ પ્રત્યે ચૈતન્યસ્વરૂપે અભેદભાવ પ્રગટાવવાનું સામર્થ્ય ધરાવે છે. ભેદભાવમાંથી હિંસાદિ તથા ક્રોધાદિ આશ્રવોની અને અભેદભાવમાંથી અહિંસાદિ તથા ક્ષમાદિ સંવરસ્વરૂપ ધર્મોની ઉત્પત્તિ થાય છે. આશ્રવોના ત્યાગરૂપ અને સંવરોના સ્વીકારરૂપ પ્રભુ આજ્ઞાનું તાત્પર્ય ભેદબુદ્ધિનો નાશ અને અભેદબુદ્ધિનો આવિર્ભાવ છે અર્થાત સામ્યબુદ્ધિ-સમત્વભાવની પ્રાપ્તિ છે. એ સમત્વભાવ જ સકલ અરિહંતોનું પ્રતિષ્ઠાન, મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન અને સ્વર્ગ-મૃત્યુ-પાતાળરૂપ ત્રિલોકનું સ્વામીત્વ-પ્રભુત્વ ધરાવે છે. સમગ્રવિશ્વની વ્યવસ્થા ઉપર સામ્યભાવનું પ્રભુત્વ છે. વ્યવસ્થિત લોકસ્થિતિ સામ્યભાવના આધારે છે. વિશ્વમાં દેખાતી અવ્યવસ્થા-એ સામ્યભાવના ભંગનું અને વિષમભાવના સેવનનું ફળ છે. તે અવ્યવસ્થાનું સામ્યભાવથી નિવારણ થઈ જાય છે અને પાછી વ્યવસ્થિતતા ઉત્પન્ન થઈ જાય છે, તેની પાછળ “આહત્ય” કાર્ય કરે છે. “આહત્ય' વિશ્વવત્સલ છે તેથી જ અરિહંતોની ભક્તિ સમસ્તસત્વવિષયકનેહપરિણામને વિકસાવે છે. તેઓની વીતરાગતા નિશ્ચયનયથી વીતરાગસ્વરૂપ છે, એટલે મોહનીયકર્મના ઉદયથી થતાં પરપુગલભાવવિષયકરાગના સર્વથા અભાવરૂપ છે, નિમૅળક્ષયરૂપ છે અને શુદ્ધ આત્મસ્વરૂપના લાભારૂપ છેઃ વ્યવહારનયથી તે વીતરાગતા વિશિષ્ટ પ્રીતિરૂપ છે, જીવરાશિ ઉપર સ્વાભાવિક સ્નેહ, કરુણા અને વાત્સલ્યના વિસ્તારરૂપ છે. એ “આહત્ય' જ સાધુમાં જીવમાત્રને સહાયરૂપે, ઉપાધ્યાયમાં જ્ઞાનદાનરૂપે, આચાર્યમાં આચારપ્રદાનરૂપે સિદ્ધમાં પૂર્ણતાના આવિર્ભાવરૂપે અને અરિહંતોમાં સર્વના મૂળરૂપે રહેલું છે. મૂળ હંમેશાં શ્વેત હોય છે. ફળ લાલ, પુષ્પ પીત, પત્ર નીલ અને સ્કંધ શ્યામ હોય છે. તે અનુક્રમે પાંચેય પરમેષ્ઠિઓના ભિન્નભિન્નવર્ણરૂપે ધ્યાન કરવા માટે વિહિત થયેલાં છે. શ્યામવર્ણ અનેક ગુણોને ધરાવે છે. શ્યામવર્ણની અવગણના ઉપદ્રવકારક છે. પૃથ્વી અને મેઘ જેટલા વધારે શ્યામ તેટલા વધારે ઉત્પાદક છે. આંખની કીકી અને માથાના વાળ જેમ વધારે શ્યામ તેમ વધારે જ્ઞાન અને વધારે પ્રેમ પ્રકટાવનારા ગણાય છે. - સાધુની શ્યામતામાંથી જ ઉપાધ્યાયનું જ્ઞાન, આચાર્યોનો આચાર, સિદ્ધોની સિદ્ધિ અને અરિહંતોનું આહત્ય' પ્રકટ થાય છે. જેમ લોકમાં તેમ લોકોત્તરમાં શ્યામ વસ્તુનું મહત્ત્વ બધાનાં મૂળ તરીકે ગણાયેલું છે. તપ-જપ-સંયમ-ઉપસર્ગ-પરિષહસહનાદિ સાધુધર્મના શ્યામવર્ણને વ્યક્ત કરે છે. તેથી તે બધાં ઉચ્ચ પદોનો ઉત્પાદક છે. એ રીતે પાંચેય પરમેષ્ઠિઓમાં “આહત્ય અને સર્વશ્રેષ્ઠ પાંચ વર્ણો સમાયેલા છે. ચાર નિક્ષેપે પંચપરમેષ્ઠિને નમસ્કાર एष पञ्चनमस्कार :, सर्वपापप्रणाशनः । मंगलानां च सर्वेषां, प्रथमं भवति मंगलम् ॥ ભાવાર્થ - પાંચેયને કરેલો આ નમસ્કાર સર્વપાપોનો નાશ કરે છે અને સર્વમંગળોમાં પ્રથમમંગળ છે. નવકારમંત્ર અડસઠ અક્ષર, આઠ સંપદા અને નવપદોથી બનેલો છે. પ્રથમ પાંચપદ પરમેષ્ઠિઓને દ્રવ્યભાવનમસ્કારરૂપ છે. અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૮૩ IN ૩૮૩ Page #426 -------------------------------------------------------------------------- ________________ નામ, આકૃતિ, દ્રવ્ય અને ભાવથી પાંચેય પરમેષ્ઠિઓ ત્રણેય જગતના જીવોને સર્વક્ષેત્ર અને સર્વકાળમાં પવિત્ર કરી રહેલા છે. ‘અરિહંતાદિ’ નામનિક્ષેપ વડે ૫૨મેષ્ઠિઓનો સામાન્ય બોધ થાય છે, સ્થાપનાનિક્ષેપ વડે તેઓમાં રહેલી વિશેષતાઓનો બોધ થાય છે, દ્રવ્યનિક્ષેપ વડે તેઓની સાધનાનું સ્વરૂપ સમજાય છે અને ભાવનિક્ષેપ વડે તેઓની સિદ્ધિનું સ્વરૂપ સમજાય છે. ચારેય નિક્ષેપ વડે થયેલો પાંચેય પરમેષ્ઠિઓનો બોધ તે વસ્તુવિષયક બોધ છે. સર્વવસ્તુઓમાં શ્રેષ્ઠવસ્તુ પાંચ પરમેષ્ઠિઓ છે, એ સમજ પાંચ પદોથી સ્પષ્ટ થાય છે. વસ્તુ એટલે જેમાં ગુણપર્યાય વસે છે, તેના બોધને શાસ્ત્રકારો વ્યવહારનયનો બોધ કહે છે. વસ્તુને પૂર્ણપણે સમજવા માટે વ્યવહારનયની સાથે નિશ્ચયનયના બોધની પણ તેટલી જ આવશ્યકતા છે. પ્રથમ વ્યવહારનયથી વસ્તુને સ્પષ્ટપણે સમજવી અને પછી તે જ વસ્તુને નિશ્ચયનયથી સમજવી એ ક્રમ છે. નિશ્ચયનયને સમજવા માટે પ્રથમ વ્યવહારનયનું જ્ઞાન જરૂરી છે. વ્યવહારનયના જ્ઞાનને વસ્તુવિષયક બાહ્યજ્ઞાન (Objective Reality) કહેવાય છે. વસ્તુવિષયકબાહ્યજ્ઞાન થયા પછી તત્ત્વવિષયકજ્ઞાન સમજવું સરળ થઈ પડે છે. તત્ત્વવિષયકજ્ઞાન એ મુખ્ય પ્રયોજનભૂત છે. તે જ્ઞાનને વસ્તુવિષયક આત્યંતરજ્ઞાન (Ideal Reality) કહેવાય છે. આત્યંતરજ્ઞાન એ નિશ્ચયનયનો વિષય છે. વ્યવહારનયથી પંચપરમેષ્ઠિઓને જાણી લીધા બાદ જો નિશ્ચયનયથી પણ તેઓનું સ્વરૂપ જાણવામાં ન આવે તો વ્યવહારનયવિષયકજ્ઞાન સાધનામાં વિશેષ ઉપકારક નીવડતું નથી. કેટલીક વખત તે જ્ઞાન અહંકારાદિ દોષોનું નિમિત્ત પણ બની જાય છે, તેથી નિશ્ચયનય વડે પંચપરમેષ્ઠિઓને જાણવા સાધકને અનિવાર્ય થઈ પડે છે. નવકારના પ્રથમ પાંચ પદ વડે વ્યવહારનયની મુખ્યતાથી પંચપરમેષ્ઠિઓને નમસ્કાર કર્યા પછી, છેલ્લાં ચાર પદોની ચૂલિકામાં નિશ્ચયનયથી પણ પંચપરમેષ્ઠિઓને નમસ્કાર અને તેના ફળનો નિર્દેશ કરાય છે. નિશ્ચયનયથી પંચપરમેષ્ઠિસ્વરૂપ આત્મા પોતે છે, એવું જ્ઞાન સમ્યગ્દષ્ટિ જીવને હોય છે. નવકારમંત્રની ચૂલિકા નમસ્કારનું નિશ્ચયસ્વરૂપ પણ જણાવે છે. ‘સો’શબ્દથી સમીપતરવર્તી નમસ્કાર પરિણામ પામેલો પંચપરમેષ્ઠિરૂપ પોતાનો આત્મા સૂચવાય છે અને એ જ પરમાર્થનમસ્કારરૂપ હોવાથી સર્વપાપોનો પ્રણાશક બને છે તથા સર્વમંગલોમાં પ્રથમમંગલ (જે સ્વરૂપલાભ) તેને પ્રાપ્ત કરાવે છે. વ્યવહારનયનો નમસ્કાર સાધનરૂપ બનીને નિશ્ચયનયના નમસ્કાર સુધી પહોંચાડે છે. નિશ્ચયનયનો નમસ્કાર પંચપરમેષ્ઠિરૂપે પોતાનો આત્મા છે તેથી તે આત્મસમાપત્તિરૂપ બને છે. સમાપત્તિ બે પ્રકારની છે ઃ વિષયસમાપત્તિ અને આત્મસમાપત્તિ. વ્યવહારનયથી પંચપરમેષ્ઠિનું ચાર નિક્ષેપ વડે થતું જ્ઞાન તે વિષયસમાપત્તિરૂપ છે અને નિશ્ચયનયથી પંચપરમેષ્ઠિરૂપે નિજ આત્માનું જ્ઞાન તે આત્મસમાપત્તિરૂપે છે. આત્મસમાપત્તિ એટલે ધ્યાતા, ધ્યેય અને ધ્યાન એ ત્રણેયની એકતા અને તેનું સંવેદન. કહ્યું છે કે 'विषयस्य समापत्ति-संपत्तिर्भावसंज्ञिनः । आत्मनस्तु समापत्तिर्भावो द्रव्यस्य तात्त्विक : ॥ ‘-દ્યા. દ્વાત્રિંશિા: ૨૦/૧૧ અર્થાત્ - વિષયની સમાપત્તિમાં ‘‘નામ’’ સંજ્ઞા છે, અર્થાત્ જે વિષયમાં આત્માનો ઉપયોગ જોડાય છે. તે વસ્તુનું નામ આત્માને પ્રાપ્ત થાય છે. જેમ કે અગ્નિના ઉપયોગમાં જોડાયેલો ‘‘માણવક’’ અગ્નિ શબ્દથી સંબોધાય છે, આત્માની સમાપત્તિ એ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩૮૪ Page #427 -------------------------------------------------------------------------- ________________ વિષયની સમાપત્તિ કરતાં જુદી જાતની સમાપત્તિ છે. અર્થાત્ આત્મા તે નામને ધારણ કરે છે એમ નહીં પણ આત્મદ્રવ્યનો તે તાત્ત્વિક ભાવ બને છે. શુદ્ધસ્વરૂપને વરેલા પંચપરમેષ્ઠિઓનાં ધ્યાનમાં તન્મય બનેલો આત્મા તે સમયે નિશ્ચયનયથી પરમેષ્ઠિસ્વરૂપ બને છે, કેમ કે તેમાં આત્મસમાપત્તિ રહેલી છે. વિષયસમાપત્તિ એ પદાર્થવિષયકજ્ઞાન અને તેમાં ઉપયોગરૂપ છે. આત્મસમાપત્તિ એ આત્મવિષયકજ્ઞાન અને તેમાં ઉપયોગરૂપ છે. જ્ઞાન અને ઉપયોગ આત્મગુણ છે અને તે સ્વ-પર-પ્રકાશક છે. તે જ્યારે વસ્તુવિષયક હોય ત્યારે વિષયસમાપત્તિ છે. વિષયસમાપત્તિને વિષયનો બોધ કરાવનારું જ્ઞાન કહેવાય છે અને આત્મસમાપત્તિને આત્મપરિણતિવાળું જ્ઞાન કહેવાય છે. તે પરિણતિ જ્યારે સુદઢ થાય છે ત્યારે તેને તત્ત્વસંવેદનશાન તરીકે ઓળખાવવામાં આવે છે. ચૂલિકામાં જે નમસ્કારનું વર્ણન છે, તે નમસ્કારનું માત્ર વિષયના બોધરૂપ જ્ઞાન નથી, કિન્તુ આત્મપરિણતિમત્ અને તત્ત્વસંવેદનરૂપ જ્ઞાન પણ છે. તે અંતરંગ હોવાથી લો શબ્દ અત્યંત નિકટવર્તીના અર્થમાં “પુત સર્વનામનો પ્રયોગ છે. આત્માને અત્યંત નિકટવર્તી એવું નમસ્કાર સ્વરૂપ જો કોઈપણ હોય તો તે પરમેષ્ઠિસ્વરૂપને પામેલો આત્મા પોતે જ છે. તે ભાવસમાપત્તિ છે અને તે જ સર્વપાપની સમૂલવિનાશક છે તથા સર્વમંગલોમાં પ્રથમ, શ્રેષ્ઠ અથવા પ્રધાન મંગલ ચાર નિક્ષેપે પાંચ પરમેષ્ઠિઓને થતો દ્રવ્ય-ભાવનમસ્કાર વ્યવહારનયથી પંચપરમેષ્ઠિઓને ઉદ્દેશીને કરવાનો હોય છે અને તે જ નમસ્કાર નિશ્ચયનયથી સ્વાત્મઉદ્દેશક હોય છે. વ્યવહારનયથી ૧૦૮ ગુણોને વરેલા પંચપરમેષ્ઠિભગવંતો પરમપદે બિરાજમાન હોવાથી પરમેષ્ઠિ ગણાય છે. નિશ્ચયનયથી જીવમાત્રનું શુદ્ધસ્વરૂપ પરમેષ્ઠિરૂપ છે, તેથી નિશ્ચયનયનો નમસ્કાર સર્વ જીવાત્માઓના શુદ્ધસ્વરૂપને આવરી લે છે. એ રીતે દ્રવ્ય-ભાવ અને વ્યવહાર-નિશ્ચય ઉભય નમસ્કાર કર્યા પછી તે જ નમસ્કારનું ફળ ચૂલિકામાં વર્ણવ્યું છે. ફળવર્ણન દ્રવ્ય-ભાવ અને વ્યવહાર-નિશ્ચય સર્વ પ્રકારના નમસ્કારને ઉદ્દેશીને છે. નિશ્ચયથી સર્વ જીવોનું પરમેષ્ઠિસ્વરૂપ નમસ્કારનો વિષય બનાવીને જ્યારે ચિંતવવામાં આવે છે, ત્યારે તે અતસ્વરૂપ બની જાય છે અને તે નિર્વિકલ્પ ચિન્માત્ર સમાધિરૂપ હોવાથી સકલપાપકર્મોનો સમૂલનાશ કરવા સમર્થ થાય છે. નિશ્ચયનમસ્કાર વ્યવહારનમસ્કારનું ફળ છે. વ્યવહારનમસ્કાર પરમેષ્ઠિસ્વરૂપને પામેલા શુદ્ધાત્માઓનાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવને સમ્મુખ રાખીને કરાય છે. નામ વડે શબ્દાનુસંધાન, સ્થાપના વડે અર્થાનુસંધાન, દ્રવ્ય વડે તત્ત્વોનુસંધાન અને ભાવ વડે સ્વરૂપાનુસંધાન થાય છે. એ રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ કાર્ય-કારણરૂપ બનીને નિશ્ચયનમસ્કારની પ્રાપ્તિ કરાવે છે. નામનમસ્કાર ભાષ્ય, ઉપાંશુ અને માનસ જાપ વડે થાય છે. સ્થાપનાનમસ્કાર વાક્યર્થ, મહાવાક્યર્થ અને ઐદંપર્યાર્થિની વિચારણા વડે થાય છે. દ્રવ્યનમસ્કાર જીવાદિ તત્ત્વોની અને મૈત્યાદિ ભાવોની અનુપ્રેક્ષા વડે થાય છે. ભાવનમસ્કાર સ્વરૂપાલંબનની વિચારણા વડે થાય છે. નિશ્ચયનમસ્કાર જીવત્વના બહુમાનરૂપ છે, તેથી તત્ત્વોનુસંધાન દ્વારા સ્વરૂપાનુસંધાન સધાય છે. તે સમ્યગ્દષ્ટિને હોય છે, કેમ કે સમ્યગ્દષ્ટિ જીવ જિનવચનની સણા ધરાવે છે. 'जं ज्झाया ज्ज्ञायंतो अरिहंत रूवसुपयपिंडत्थं । अरिहंतपयमयं चिय, अप्पं पिक्खेइ पच्चक्खं " -सिरिवालकहा અનુપ્રેક્ષાકિરણ ૪ ૩૮૫ NNN Page #428 -------------------------------------------------------------------------- ________________ અર્થ- પિંડસ્થ, પદસ્થ અને રૂપસ્થ બેયમાં રહેલ શ્રી અરિહંતપરમાત્માનું ધ્યાન ધ્યાતા જ્યારે કરે છે, ત્યારે તે પોતાના આત્માને પ્રત્યક્ષ અરિહંતપદમય જુએ છે. એ જ વાતને મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ નીચેના શબ્દો વડે ફરમાવે છે. અરિહંતપદ ધ્યાતો થકો, દવહ-ગુણ-પક્ઝાય રે, ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે. વીર જિનેશ્વર ઉપદિશે. શ્રી શ્રીપાળદાસ શ્રી જિનવચન ફરમાવે છે કેजे एगं जाणइ से सव्वं जाणइ । जे सव्वं जाणइ से एगं जाणइ । साक्षादित्थं केवल्येव जानाति तद्वचनश्रद्धानुसारेण पुनर्भावतोऽन्योऽपि सम्यग्दृष्टिः सर्वं एकैकं वस्तु सर्वमयं जानाति । श्री विशेषावश्यकभाष्य-गा. ३२१ એક વસ્તુ સર્વમય છે, માટે જે એકને જાણે છે તે સર્વને જાણે છે. આ પ્રમાણે કેવળી સાક્ષાતુ જાણે છે અને સર્વ સમ્યગુદષ્ટિ જીવો પણ તેઓના વચનની (આગમની) શ્રદ્ધા વડે એક વસ્તુને સર્વમય જાણે છે. વળી'जो जाणइ अरहंतं, दव्वत्त-गुणत्त-पज्जवत्तेहिं । सो जाणइ अप्पाणं, मोहो खलु जाइ तस्स लयं ॥' દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે અરિહંતને જાણે છે તે નિજ આત્માને જાણે છે. જે નિજ આત્માને જાણે છે તેનો મોહ વિલય પામે છે. શ્રી પ્રવચનસાર પાંચ વડે ચારની શુદ્ધિ દેવે તે દેવ, દિખાવે તે ગુરુ અને ચખાવે તે ધર્મ. દેવથી દર્શન, ગુરુથી જ્ઞાન અને ધર્મથી આચરણની-ચારિત્રની પ્રાપ્તિ-શુદ્ધિ થાય છે. દેવતત્ત્વનું પ્રયોજન દર્શન અને પૂજન છે. ગુસ્તત્ત્વનું પ્રયોજન દાન અને જ્ઞાન છે. ધર્મતત્વનું પ્રયોજન આચરણ અને આસ્વાદન છે. વિશ્વમાં તત્ત્વભૂતવસ્તુ દશવિધ યતિધર્મ છે. તેને દેખાડનાર અરિહંત, તેનું ફળ સિદ્ધત્વ, તેનો આચાર આચાર્યત્વ, તેનું જ્ઞાન ઉપાધ્યાયત્વ અને તેની સાધના તે સાધુત્વ છે. લે તે દેવ અરિહંત-સિદ્ધ દેવ છે. તે પરોક્ષપણે આત્મજ્ઞાન આપે છે. આચાર્ય-ઉપાધ્યાય અને સાધુ ગુરુ છે. તે પ્રત્યક્ષપણે આત્મજ્ઞાન આપે છે. નમસ્કાર કરનારો આત્મા દેવ અને ગુરુ ઉભયના નમસ્કાર દ્વારા અર્થાત્ ભક્તિ, શ્રદ્ધા અને કૃતજ્ઞતા ગુણ દ્વારા સન્મુખ થઈ આત્મજ્ઞાન પ્રાપ્ત કરે છે. તેથી જેમ દેવે તે દેવ છે તેમ ગુરુ પણ દેવ છે. એ બન્નેની સન્મુખ થનારો આત્મા પણ દેવ છે. ત્રણેય તત્ત્વો દેનારાં છે, લેનારાં નહિ, તેથી તે બધાં પૂજ્ય છે. ભાવમંગળઃ નવકાર ભાવમંગળ એટલે મંગળભાવ, આત્માનો શુભ અધ્યવસાય. નમસ્કાર શુભ અધ્યવસાયને જગાડે છે. નમસ્કાર વડે ભાગતો તે શુભ અધ્યવસાય ભાવમંગળ અર્થાત મંગળભાવ બને છે. તે જ મંગળભાવ કર્મક્ષયનું અસાધારણ કારણ છે. ૩૮દ છે રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS ૩૮૬ Page #429 -------------------------------------------------------------------------- ________________ (૧) શબ્દ-રૂપાદિ પાંચ પ્રશસ્ત વિષયો, (૨) ઔદાર્ય-દાક્ષિણ્યાદિ (ધર્મનાં) પાંચ લક્ષણો, (૩) ઉપશમ-સંવેગાદિ સમિતિનાં પાંચ લિંગો, (૪) મૈત્રી-માધ્યચ્યાદિ ભાવો તથા (૫) અહિંસા-સત્યાદિ ધર્મો. તે બધાનું પ્રણિધાન જે પાંચ પરમેષ્ઠિઓમાં કરવામાં આવે તો તે ભાવનમસ્કાર બની જાય છે. સાસ્પદ અને સિદ્ધપદ સર્વવ્યાપી સાધુપદ કેવળ સાધના માટે છે, સિદ્ધપદ કેવળ સિદ્ધિ માટે છે. સાધુપદમાં સર્વની સાથે અભેદ સાધવાનો છે. સર્વમાં હું જ બિરાજમાન છું એમ સહી-સમજી અહિંસા-સમાદિ ધર્મોની સાધના કરવાની છે. તે સાધના ૧૨ વર્ષ, ૨૪ વર્ષ, ૩૬ વર્ષ થયા બાદ તેનો ઉપદેશ બીજાને આપવાનું કાર્ય તે ઉપાધ્યાયપદ છે. તેનું પાલન કરાવવાનું કાર્ય આચાર્યપદનું છે. તે બે પદ સક્રિય છે, સિદ્ધપદ અક્રિય છે. અહિંસા અને સમાદિ ધર્મની સિદ્ધિ તે સિદ્ધપદ છે અને બીજા બધાને તે સિદ્ધપદ પ્રાપ્ત કરાવવાનું કાર્ય અરિહંતપદ દ્વારા થાય છે, માટે અરિહંતપદ સક્રિય છે. અરિહંતપદ સિદ્ધપદનું માધ્યમ છે, આચાર્યપદ અરિહંતપદનું માધ્યમ છે અને ઉપાધ્યાયપદ આચાર્યપદનું માધ્યમ છે. સાધુપદ મૂળરૂપે સર્વવ્યાપી છે અને સિદ્ધપદ ફળરૂપે સર્વવ્યાપી છે. સાધુપદ સર્વ જીવોને પોતામાં સમાવે છે. સિદ્ધપદ સર્વરૂપે બને છે. અરિહંતપદ સર્વમાં વ્યાપે છે. સાધુ અવસ્થા સર્વને સ્વમાં સમાવે છે. અને અરિહંત અવસ્થા સર્વમાં સ્વને વ્યાપક બનાવે છે. સાધુને કેવળ સાધના કરવાની હોય છે. તેમાં માર્ગદર્શન ઉપાધ્યાયનું અને શિસ્તપાલન આચાર્યોનું છે. આજ્ઞાપાલન અરિહંતોનું છે. સિદ્ધપદ બધાનાં લક્ષ્ય રૂપ-ધ્યેયસ્વરૂપ છે. આ રીતે સાધુપદ અને સિદ્ધપદ સર્વવ્યાપી છે. અરિહંતાદિ પદો તે વ્યાપકતાને ઉપદેશાદિ વડે ભવ્ય જીવોમાં વિસ્તાર છે. ઉપયોગ અને યોગ ઉભચની વિશુદ્ધિ સિદ્ધભગવંતો સર્વોચ્ચસ્થિતિને પામેલા છે, માટે જ સર્વોચ્ચ સ્થિતિને પમાડનારા છે. સર્વોચ્ચસ્થિતિને પમાડનારા છે, માટે જ સર્વોચ્ચસ્થિતિને પામેલા છે. આમ બંને સ્થિતિ સમાન્તરે ચાલે છે. એકની વૃદ્ધિ થતાં બીજાની વૃદ્ધિ થાય છે અને એકની હાનિ થતાં બીજાની પણ હાનિ થાય છે. દાન અને જીવન બંને સાથે ચાલે છે, કેમ કે જીવમાત્રનું લક્ષણ ઉભય પ્રકારે છે. બાહ્યલક્ષણ પરસ્પરોપગ્રહ'થી બીજાને અનુગ્રહ-ઉપઘાતમાં નિમિત્ત બનાય છે અને આંતરલક્ષણ ઉપયોગથી પોતાના અનુગ્રહ-ઉપઘાતમાં નિમિત્ત બનાય છે. તેથી ઉપયોગ અને યોગ ઉભયની વિશુદ્ધિમાં ધર્મ રહેલો છે. અભ્યાસ અને વૈરાગ્ય ચિત્તવૃત્તિના નિરોધ માટે અભ્યાસ અને વૈરાગ્ય એ બે ઉપાયો છે. વૈરાગ્યથી ચિત્તનો બહિર્મુખપ્રવાહ નિવૃત્ત થાય છે, અભ્યાસ વડે આંતરિકપ્રવાહ સ્થિર થાય છે. તમોગુણની પ્રબળતાથી ચિત્તમાં આલસ્ય, નિરુત્સાહ, મૂઢતા વગેરે દોષો ઉત્પન્ન થાય છે. તે બધાની નિવૃત્તિ અભ્યાસથી થાય છે. રજોગુણની અધિકતાથી ચિત્તમાં રહેલો ચંચળતારૂપ વિક્ષેપ વૈરાગ્યથી દૂર થાય છે. ચિત્ત એક નદી છે. તેમાંથી વૃત્તિઓનો પ્રવાહ વહ્યા કરે છે. એક સંસારસાગર તરફ બીજે કૈવલ્યસાગર તરફ. જ્યારે કૈવલ્યસાગર તરફની ધારા પ્રવાહિત થાય છે ત્યારે ચિત્તની પ્રાન્તિ ઉત્પન્ન થાય છે. સ્થિતિમાં યત્ન તે અભ્યાસ છે અને ચિત્તનું વૃત્તિરહિત થઈને શાન્ત પ્રવાહમાં વહેવું તે સ્થિતિ છે. અનુપ્રેક્ષાકિરણ ૪, ૩૮૭. Page #430 -------------------------------------------------------------------------- ________________ અનુપ્રેક્ષાકિરણ ૫ સહાય કરે તે સાધુ સહાય કરે તે સાધુ. સહાય તે જ કરે કે જે પ્રેમથી ભરપૂર હોય, ઈષ્ય-અસૂયાથી રહિત હોય અને દ્વેષના લેશથી મુક્ત હોય. સાધુનું મુખ્ય લક્ષણ ક્ષમા છે. ક્ષમાધર્મ પ્રેમથી જ શક્ય છે. પ્રેમ કરવામાં ન્યાયબુદ્ધિ છે, વિશિષ્ટમતિ છે, નિરાગ્રહવૃત્તિ છે અને તત્ત્વમાર્ગે દઢપણે ટકી રહેવાની આત્મશક્તિ છે. પ્રેમધર્મ જેવી મહાન વસ્તુ સાધવા માટે જે વિશિષ્ટ શક્તિઓ જોઈએ તે ચાર છે. ૧. નિરાગ્રહવૃત્તિ ૨. વિશિષ્ટ મતિ. ૩. ન્યાયબુદ્ધિ. ૪. ધ્યેય પ્રત્યે નિશ્ચળ રહેવાની આત્મશક્તિ. નિરાગ્રહવૃત્તિમાંથી એક શક્તિ પેદા થાય છે જે પ્રેમમાર્ગે જીવને ટકાવે છે. એ જ રીતે મતિની નિપુણતામાંથી એક શક્તિ પેદા થાય છે જે જીવને પ્રેમતત્ત્વનું મહત્ત્વ સમજાવવામાં સહાય કરે છે. ન્યાયબુદ્ધિની પણ તેટલી જ આવશ્યકતા છે કે જેના વિના પ્રેમનું મહત્ત્વ અંક્તિ થવું અશક્ય છે. એ બધું હોવા છતાં દઢતા ન હોય તોપણ આ માર્ગ પર ટકી શકાતું નથી. તેથી એ ચાર પ્રકારની શક્તિઓ જે જે ઉપાયોથી વિકસિત થતી હોય તે તે સઘળા ઉપાયોને શાસ્ત્રકારોએ “ધર્મમાર્ગ તરીકે સંબોધેલા છે. એ ધર્મ જ અમૃત છે. કેમકે તેના પરિણામે પ્રેમરૂપી અમૃતના પરિપૂર્ણપાન માટે અધિકારી થવાય છે. દ્વેષ એ મૃત્યુ છે, પ્રેમ એ જીવન છે. જીવનની ઇચ્છાવાળાએ પ્રેમરૂપી અમૃતનું સતત પાન કરવું જોઈએ, એ અમૃતના પાન વડે મૃત્યરૂપી વિષનું મારણ થાય છે. જ્ઞાનશક્તિ એટલે વિશિષ્ટમતિ દર્શનશક્તિ એટલે નિરાગ્રહવૃત્તિ ચારિત્રશક્તિ એટલે ન્યાયબુદ્ધિ અને તપશક્તિ એટલે તિતિક્ષાવૃત્તિ આ ચાર પ્રકારની આત્મશક્તિઓ વડે ધર્મ, પ્રેમ, આત્મૌપજ્યભાવ, પરમાત્મતત્ત્વ અને બ્રહ્માત્મક્યલક્ષ્યને સાધનાર હોવાથી સાધુ. દાન-દયા જ્ઞાન અને ધ્યાન, એ સાધુનો ધર્મ છે. દાન અને દયા એ બે આત્મૌપજ્યવૃત્તિને ટકાવનારા છે. જ્ઞાન અને ધ્યાન બ્રહ્માત્મઐક્યભાવને પુષ્ટ કરે છે. અનુસંધાન કરી આપે છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના પાંચ વર્ષો શ્રી અરિહંતનો શ્વેતવર્ણ તેમનો સત્ત્વગુણ ઉપરનો વિજય સૂચવે છે. કેમ કે જ્ઞાત્તિ, દયા, સમતા આદિ ગુણો હોવા છતાં તેનો તેમને અહંકાર નથી. ૩૮૮ ૩૮૮ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #431 -------------------------------------------------------------------------- ________________ શ્રી સિદ્ધનો રક્તવર્ણ તેમના રજોગુણ ઉપરના વિજયને સૂચવે છે. સંસારી જીવનું કર્તૃત્વ કર્મના કારણે છે. સિદ્ધોનું કર્તૃત્વ-અર્થક્રિયાકારિત્વ-સ્વતંત્ર માત્ર આત્મદ્રવ્યના કારણે જ છે. આચાર્યનો પીતવર્ણ એ રજોગુણ અને સત્ત્વગુણના મિશ્રણરૂપ છે. રક્ત અને શ્વેતવર્ણ મળવાથી પીતવર્ણ થાય છે. આચાર્યો આચારપ્રધાન હોવાથી રજોગુણી છે. છતાં તેના અહંકારથી મુક્ત થવા પ્રયત્નશીલ છે. ઉપાધ્યાયનો હરિતવર્ણ તમોગુણ અને સત્ત્વગુણના મિશ્રણરૂપ છે. શ્યામ અને શ્વેતવર્ણ મળે ત્યારે હરિતવર્ણ થાય છે. ઉપાધ્યાયો સત્ત્વગુણનો આશ્રય લઈને નિદ્રા, આળસ, પ્રમાદ આદિ તમોગુણને જીતવા માટે સ્વાધ્યાય વડે સતત પ્રયત્નશીલ હોય છે. સાધુનો શ્યામવર્ણ તમોગુણનો સૂચક છે. નિદ્રાદિ દોષોને જીતીને અપ્રમત્તભાવ પામવા માટે સાધુ સતત પ્રયત્નશીલ હોય છે. અરિહંતો અને સિદ્ધો સત્ત્વ અને રજોગુણના વિજેતા છે. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ તેમનાં પગલે ચાલીને તમોગુણને પરાસ્ત કરવા માટેની સાધનામાં રક્ત છે. લીલા, પીળા, અને શ્યામ બનીને ત્રણ ગુણની પકડમાંથી છૂટવા માટે સતત ઉદ્યમશીલ છે. આત્મભાવનું દાન શ્રી પંચપરમેષ્ઠિભગવંતો આપણને આત્મભાવનું દાન કરે છે. અનાત્મવસ્તુઓને આત્મા માની તેના પર આસક્તિભાવ કરી, આ જીવ અનાદિકાળથી ચાર ગતિમાં રખડી રહ્યો છે અને અનંત આપત્તિઓને ભોગવી રહ્યો છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર કે જેનો સમાવેશ એક પ્રથમ પરમેષ્ઠિનમસ્કારમાં પણ થઈ જાય છે તેનો આશ્રય લેવાથી, તેનું આલંબન સ્વીકારવાથી, તેમાં જ ચિત્તને પુનઃ પુનઃ પરોવવાથી આત્મભાવ જાગૃત થાય છે. અનાત્મભાવના અયોગ્ય આકર્ષણરૂપી વિષનો નાશ થાય છે. આત્મભાવની પ્રાપ્તિ થવાથી જીવ અનુપમશાંતિનો અને નિરુપમસુખનો અનુભવ કરે છે. ‘સર્વે આત્માઓ આત્મતુલ્ય છે અને પોતાનો આત્મા પરમાત્મતુલ્ય છે. તથા પરમાત્મપદ શાશ્વતશાંતિનું ધામ છે. સર્વેને સુખ કરનારું, મંગળ કરનારું, કલ્યાણ કરનારું પદ છે' તે ભાવ ‘પરમેષ્ઠિનમસ્કાર’ અરિહંતનમસ્કાર ભાવને જગાડી આપે છે. શ્રી અરિહંતો પોતે જ સિદ્ધ થાય છે, પોતે જ ગણધરોને ઉપદેશ આપનારા હોવાથી આચાર્ય પણ છે, તેમને જ ત્રિપદી સંભળાવનારા હોવાથી ઉપાધ્યાય છે અને સ્વયં સર્વ જીવો સાથે મન-વચન-કાયાથી મૈત્રી સાધવા વડે સાધુ-સાચા સાધક પણ છે. શ્રી અરિહંતો આ રીતે પોતે જ સિદ્ધ, પોતે જ આચાર્ય, પોતે જ ઉપાધ્યાય અને પોતે જ સાધુ હોવાથી તેમને એકને નમસ્કા૨ ક૨વાથી પાંચેય પરમેષ્ઠિને નમસ્કાર થાય છે. એક નમસ્કારમાં પાંચે નમસ્કારનો સંગ્રહ થઈ જાય છે તેથી તે બધાનો રાજા ગણાય છે. રાજારૂપ અરિહંતોને કરાયેલો નમસ્કાર સાત જ અક્ષરોનો હોવા છતાં સાત ભયને ટાળનારો, સાત (ભૂમિ) ક્ષેત્રની જેમ શાશ્વત અને સાત (સુપાત્ર) ક્ષેત્રની જેમ અનંતફળનો દાયક બને છે. આત્મભાવને પ્રગટાવનાર અરિહંત-નમસ્કારનો ઉપકાર નિઃસીમ છે, તેથી તેમાં ૧. તચ્ચિત્ત, ૨. તમન, ૩. તલ્લેશ્ય, ૪. તદધ્યવસાય, ૫. તત્તીવ્રઅધ્યવસાય, ૬. તદર્થોપયુક્ત, ૭. તદર્પિતક૨ણ, ૮. તદ્ભાવનાભાવિત થવું જોઈએ. અનુપ્રેક્ષાકિરણ પ ૩૮૯ Page #432 -------------------------------------------------------------------------- ________________ એ રીતે આત્મભાવને વિકસાવવાના હેતુથી થતો પરમેષ્ઠિનમસ્કાર પાંચે નમસ્કારમાં મળી જઈ અચિન્ત ફળને આપનારો થાય છે. શ્રી નવકારની અગાધશક્તિ શ્રી નવકારની આરાધના એટલે આત્મભાવની આરાધના. આત્મભાવ આવે એટલે સર્વાત્મભાવ આવે શ્રી અરિહંતપરમાત્માની આજ્ઞામાં તેઓશ્રીનો સર્વાત્મભાવ ઝળહળે છે. તેઓશ્રીએ પ્રકાશેલા નાનાં-મોટાં પચ્ચક્ષ્મણો અને અનુષ્ઠાનોમાં સર્વાત્મભાવ ભરેલો છે. નવકારમંત્રમાં સ્વર્ગનાં સુખો આપવાની કે નરકનાં દુઃખો કાપવાની કોઈ વાતને સ્થાન નથી. પાપનો નાશ અને મંગળનું પ્રદાન કરવાની અચિત્ત્વશક્તિવાળા નવકારની અનન્યતમ વિશિષ્ટતા સમજવા જેવી છે. વિશ્વનાં ગૂઢતમ રહસ્યોની ચાવી શ્રી નવકારમાં છે. સર્વ જીવો ઉપરના સમત્વભાવ વિના સાચો નમસ્કાર ન હોઈ શકે, સમત્વવાન શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે આત્મભાવ પ્રગટે નહિ. સર્વ જીવોના હિતની-આત્મસમભાવમૂલક હિતચિંતામાંથી જ સર્વેશ્વરપણું પ્રગટે છે. તે સર્વેશ્વરતા પ્રગટ કરવાની અગાધશક્તિ શ્રી નવકારમાં છે. આપણી સમગ્રતાનો શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નિષ્કામભાવે હવાલો સોંપી દેવો તે છે “નમો'નો ભાવાર્થ. મન-વચન-કાયા ઉપરના આપણા સઘળા હક્કો રાજીનામું આપે અને ત્યાં શ્રી પંચપરમેષ્ઠિભગવંતોના સર્વજીવહિતચિંતકત્વનો મહાભાવ બેસીને પોતાનું કામ કરતો થાય ત્યારે જ “નમો’ શબ્દનો જાપ સાર્થક થયો ગણાય. મન પોતાનામાં સમાયેલું ન રહે તેનું નામ નમન. શ્રી નવકારનો ભાવ એટલે શ્રી અરિહંતોની અસીમ કરુણાનો ભાવ. કેવળ પોતાના જ સુખનો વિચાર કરનારો આરાધક વિશ્વહિતની ભાવના ધરાવતા શ્રી તીર્થંકરદેવ કે તેઓશ્રીના જ માર્ગે અપ્રમત્તપણે ચાલનાર શ્રી પંચપરમેષ્ઠિભગવંતો સાથે ભાવ સંબંધ બાંધી શકતો નથી. સ્વ અને સર્વના વિચાર વચ્ચે રહેલો તફાવત સ્પષ્ટ થયા વિના શ્રી પંચપરમેષ્ઠિભગવંતની સાચી ઓળખાણ થવી શક્ય નથી. સાધુ અને શ્રાવકોનું જીવન શાને માટે ? - શ્રી અરિહંતાદિ પરમેષ્ઠિને નમસ્કાર ન કરનાર વિષયોને, કષાયોને, અવિરતિ, પ્રમાદ અને અશુભયોગોને અને તે બધાના કારણરૂપ અષ્ટકર્મને નમી રહ્યો છે. એ નમસ્કાર અને સંસાર-સાગરમાં ડુબાડે છે, ચતુર્ગતિમાં પરિભ્રમણ કરાવે છે. શ્રી પંચપરમેષ્ઠિને નમસ્કાર કરનાર પ્રત્યેક જીવ મોક્ષસાગર તરફ ધસે છે અને તે નમસ્કારનો ભાવ જેમ જેમ વિકસતો જાય છે, તેમ તેમ પોતાના આત્માને મોક્ષસુખના સાગરમાં ભેળવતો જાય છે. સંસાર દુઃખરૂપી ખારા જળનો સાગર છે, મોક્ષ સુખરૂપી મીઠા જળનો મહાસાગર છે, નમો' એ સર્વ જીવોને આત્મતુલ્ય ગણવાનો ભાવ સિદ્ધ કરવા માટેનો શુભભાવ છે. ૩૯૦ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #433 -------------------------------------------------------------------------- ________________ નમો ભાવ જેને નથી મળ્યો તેઓ સર્વ જીવોથી પોતાને જુદા પાડી અહંકારમમકાર પોષવાનો અત્યંત અશુભ ભાવ પોષે છે. જીવ-જીવ વચ્ચે ભેદ પડાવનાર કર્મબંધનોને મૂળમાંથી ઉખેડવા માટે, જીવ-જીવ વચ્ચે અભેદભાવ સધાવનાર સામાયિકરૂપી સમતાભાવ અને નમસ્કારરૂપી બહુમાનનો ભાવ લાવવા સિવાય બીજો ઉપાય નથી. સમતાભાવ ને નમસ્કારરૂપી નમ્રભાવસહિત સમતાભાવ કેળવવો એજ ચૌદપૂર્વ અને બાર અંગના ઉપદેશનો સાર છે. સમતાભાવ પામવામાં આવતાં વિનોને વિદારવા માટે સમતાભાવ અને નમસ્કાર જરૂરી છે. એ રીતે અંતરાયોના નિવારણ માટે અને સમતાભાવોનો અભ્યાસ કેળવવા માટે સાધુ અને શ્રાવકોનું જીવન છે. નમોપદનું રહસ્ય શ્રી નવકારમાં છ વાર “નમો' પદનું ઉચ્ચારણ છે તે સહેતુક છે. પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠું મન એ જ્ઞાનનાં સાધન છે. તે સર્વ વડે થતું શ્રી પંચમેષ્ઠિઓનું જ્ઞાન, સર્વ પાપના હેતુભૂત દુષ્ટમન અને અશુદ્ધ ઇન્દ્રિયોને ટાળી શુભમન અને શુદ્ધ ઇન્દ્રિયોને ઉત્પન્ન કરે છે. દુઝમનનો નાશ તે પાપક્ષય છે અને શુભભાવની ઉત્પત્તિ તે મંગળનું આગમન છે. શ્રી નવકારના પ્રત્યેક “નમો' પદને બોલતી વખતે એકેક ઈન્દ્રિય અને છઠ્ઠા પદનો નમસ્કાર બોલતી વખતે મનને નિર્મળ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે એમ વિચારવું. “નમો પદમાં પોતાની અલ્પજ્ઞતા અને અલ્પશક્તિમત્તાનો સભાન સ્વીકાર છે. એ સ્વીકારમાં જ પરમાત્માની સ્તુતિ છુપાયેલી છે. નમો અરિહંતાણં' એ પદમાં વિવેક, વૈરાગ્ય, અમદમ, સંતોષ, શ્રદ્ધા, ઉપરાતિ, સમાધિ, મુમુસુતા વગેરે સઘળાં સાધનોનો એક સામટો સમાવેશ જ્ઞાનીને દેખાય છે. પ્રભુકૃપા માટે જરૂરી યોગ્યતાને તે વિકસાવે છે અને અયોગ્યતાનું નિવારણ કરે છે. દા.ત., નમો દુષ્કૃતગવાચક છે. અરિહંત સુકૃતાનુમોદનવાચક છે અને તાણે ચતુઃ શરણગમનવાચક છે. વળી નમો અરિ + હંતાણં પદ ધર્મકાયવાચક અને નમો અરિહંત + તાણે પદ કર્મકાય અને નમો અરિહંત + આણું પદ તત્ત્વકાયવાચક બને છે. નમો’ પદથી દુષ્કતગઈ, “અરિહં' પદથી સુકૃતાનુમોદન અને “તાણં' પદથી પ્રધાનશરણગમન વ્યક્ત થાય છે. દુષ્કતગ માટે કહ્યું છે કે - “ગપ્રતિદતે નુવન્થાપનને” કર્મનો અનુબંધ દૂર કરવા માટે આ અમોઘ સાધન છે. સુકૃત અનુમોદન માટે કહ્યું છે - “તશાશનિવર્ધનમ્” કુશળ આશયનો અનુબંધ પાડવા માટે આ સમર્થ છે. પ્રધાન શરણોપગમન માટે કહ્યું છે કે, મહાન प्रत्यपायपरिरक्षणोपायः" । પ્રત્યપાયોથી બચાવી લેવા માટે આ મહાન ઉપાય છે. “તાણ' = “ત્રાણ' માં સાક્ષાત્ શરણપદ છે. અરિહં' પદમાં ત્રિભુવનપૂજ્યતા મહાન કુશળકર્મને ઘોતિત કરે છે. ત્રિભુવનતારક તીર્થનું ઉત્પાદકપણું અને તે માટે ત્રણ ભુવનના સકળ જીવોને દુઃખમુક્ત કરવાનો અધ્યાવસાય તેમાં રહેલો છે. અનુપ્રેક્ષાકિરણ ૫ ૩૯૧ પS ૩૯૧ Page #434 -------------------------------------------------------------------------- ________________ નમો પદ વડે દુષ્કતથી પાછા ફરીને સુકૃત તરફ ગમન કરવાની ઈચ્છા પ્રગટ થાય છે. અરિહંતાણં ધર્મકાય અવસ્થા કે જે અવસ્થામાં મૈત્યાદિ ભાવો અને તદનુરૂપ આચરણ વડે ક્રોધાદિ ભાવશત્રુઓને પ્રભુએ હણી નાંખ્યા છે તેનો બોધ થાય છે. અરિહંતાણં થી પ્રભુની સમવસરણસ્થ કર્મકાયઅવસ્થાનો બોધ થાય છે. અરિહંત+આણે પ્રભુની તત્ત્વકાયઅવસ્થા કે જે અવસ્થામાં પ્રભુ જગતના જીવોને તારવા માટે આજ્ઞાના આરાધન વડે આજ્ઞાસ્વરૂપ બની ગયા છે, ભક્તિ કરનારને અનુગ્રહ કરવા વડે સ્વયં આજ્ઞાસ્વરૂપ બની ગયા છે તેનો બોધ થાય છે. શ્રી નવકાર એ વિભાવને નમાવવાની અને સ્વભાવને નમવાની ક્રિયા છે. વિભાવ એટલે કષાય અને તેને પેદા કરનાર વિષયોનો અનુરાગ. તેને નમાવવા એટલે તેની અસારતા, નિર્ગુણતા અને પરિણામ-કટુતાનું વારંવાર પરિશીલન કરી તેના પ્રત્યેના અનુરાગને ઉતારવાની ક્રિયા એ અર્થમાં “નમો પદ પરિપૂર્ણવૈરાગ્યને સૂચવનારું પદ છે. અને “અરિહંતાણં' પદ સ્વભાવને ઓળખાવી તેના પ્રત્યે ભાવને વધારનારું ભક્તિને પેદા કરનારું સુદઢસ્નેહને જગાડનારું પદ છે. વિભાવનું તુચ્છત્વ અને સ્વભાવનું મહત્ત્વ ચિત્તવૃત્તિ ઉપર સ્થાપિત કરવાનું કાર્ય અરિહંતના નમસ્કારથી થાય છે. મંત્ર અને શાસ્ત્રનું કાર્ય સ્વરૂપનો અનુભવ કરવા માટે શ્રી અરિહંતનો નમસ્કાર અનિવાર્ય છે. શાસ્ત્રી સ્વરૂપ તરફ આંગળી ચીંધે છે. મંત્ર સાથે રહીને સ્વરૂપનો અનુભવ કરાવે છે. શાસ્ત્ર માર્ગદર્શક છે. મંત્ર માર્ગ સાથી છે સ્વરૂપ એ પહોંચવાનું સ્થાન છે. ત્યાં પહોંચાડવા માટે મંત્ર, મિત્રની જેમ સહાય કરે છે અને શાસ્ત્ર દીપકની જેમ સહાય કરે છે. મંત્ર એ સૂતેલી ચેતનાને જગાડે છે શાસ્ત્ર એ ચેતનાનું મહત્ત્વ સમજાવે છે. શાસ્ત્ર શાસન વડે ત્રાણ (રક્ષા) કરે છે. મંત્ર મનન વડે ત્રાણ કરે છે. ત્રાણ (રક્ષા) કરવાનું સામર્થ્ય બંનેમાં છે. શાસ્ત્રનું અધ્યયન અધ્યાપન કરવાનું હોય છે અને મંત્રનું ચિંતન-મનન કરવાનું હોય છે. ચિંતન અને મનન વડે મંત્ર મનનું રક્ષણ કરે છે. અધ્યયન અને અધ્યાપન વડે શાસ્ત્ર, બુદ્ધિનું શાસનરક્ષણ કરે છે. બુદ્ધિને શુદ્ધ કરવા માટે શાસ્ત્ર છે. મનને વિકલ્પરહિત બનાવવા માટે મંત્ર છે. શાસ્ત્રાભ્યાસ વડે બુદ્ધિ શુદ્ધ અને સ્થિર થાય છે, પણ તેથી મનની ચંચળતા સર્વથા મટતી નથી. મંત્ર વડે મન સ્થિર થાય છે. મનને સૌથી વધુ નિકટનો સંબંધ મંત્રના અક્ષરો સાથે છે. અને મંત્રના અક્ષરોને સૌથી નિકટનો સંબંધ બુદ્ધિના નિર્ણયો સાથે છે. તેથી ઉભય સાધના એકસાથે આવશ્યક છે કહ્યું છે કે, अधिगत्याखिलं शब्दब्रह्म शास्त्रद्रशा मुनिः। स्वसंवेद्यं परं ब्रह्मानुभवेनाधिगच्छति ॥ જ્ઞાનસાર-અષ્ટક ૨૬ ૩૯૨ છે. સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #435 -------------------------------------------------------------------------- ________________ અર્થ : શાસ્ત્રદૃષ્ટિથી અખિલ શબ્દ-બ્રહ્મને જાણીને પછી અનુભવ વડે સ્વસંવેધ પરબ્રહ્મને મુનિ પામે છે. પરબ્રહ્મના અનુભવનો ઉપાય શબ્દબ્રહ્મનું જ્ઞાન છે. ‘નમો અરિહંતાણં' પદનો એક વિશિષ્ટ અર્થ ‘નમો અરિહંતાણં’ નો એક અર્થ નીચે પ્રમાણે થઈ શકે. ‘આણં-તાણું-પ્રમાણં’ અર્થાત્ શ્રી અરિહંતોની આજ્ઞા રક્ષણ કરનારી છે અને શરણ આપનારી છે એ વાત મને પ્રમાણ છે. ‘નમો’ પદ પ્રમાણવાચક પણ થઈ શકે છે. જે વસ્તુ પ્રમાણભૂત હોય તે જ નમનીય હોઈ શકે છે. ‘પ્રકર્ષણ માનું પ્રમાણં’ અહીં માન શબ્દનું ઊભું ‘નમો’ થઈ શકે છે. માનનીય એટલે નમનીય અને નમનીય એટલે માનનીય એમ અર્થદૃષ્ટિએ પણ સંગત છે. વચ્ચે ‘અરિહં’ પદ અધ્યાહાર છે, એટલે ત્રણ ભુવનને પૂજ્ય પુરુષોની ‘આત્મસમર્શત્વ’રૂપ આજ્ઞા અમને પ્રમાણ છે. એ જ પરમધર્મ છે, કર્મનો ક્ષય કરાવનાર અને મોક્ષ સુખને સાધી આપનાર છે, એ વાત મને માન્ય છે. એવો અર્થ પ્રથમપદમાંથી તારવી શકાય છે. ‘પ્રમાણ’નું પ્રાકૃતમાં ‘પમાણં’ થાય છે. તેથી પ્રથમપદનો એક અર્થ આ પ્રમાણે થયો ‘આણં-તાણં પમાણં’ પ્રભુની આજ્ઞા રક્ષણ કરનારી છે એ વાત મને પ્રમાણ છે. નો' પદ માહાત્મ્ય ‘દાસોડહં' માંથી ‘દા’ કાઢી લેવામાં આવે તો ‘સોડ ં’ રહે છે. ‘દા’ દાન અર્થમાં છે. એટલે પોતાની વસ્તુ દાન માર્ગે આપી દેવાથી ‘સોડહં’ પદના અધિકારી થવાય છે. દાનથી પુણ્ય બંધાય છે અને પુણ્યથી પ્રકૃતિસુંદર ભૌતિકપદાર્થો મળે છે. પ્રકૃતિના ધર્મોથી પણ મુક્ત થવા માટે ‘સોડહં'માંથી અંત્ય અને ઉપાન્ત્ય વ્યંજન કાઢી લેવામાં આવે તો ‘ૐ’ એટલે શુદ્ધાત્મસ્વરૂપ રહે છે. પહેલાં દાન, પછી પ્રકૃતિનું સમર્પણ અને પછી આત્માના શુદ્ધસ્વરૂપનો ભાસ થાય છે. એવો અર્થ ‘દાસોડ ં’ મંત્રમાંથી નીકળે છે. ‘નમો’ પદ એ ‘દાસોડહં’ નું જ પ્રતીક છે. તેથી ‘નમો’ પદના જાપથી પણ દાન અને સમર્પણભાવ તથા તેના પરિણામે આત્માનું શુદ્ધ અરિહંત સ્વરૂપ પામી શકાય છે. નમો-અનુરાગવાચક પણ છે. તથા ‘અરિહંતાણં’ અનુગ્રહવાચક પણ થઈ શકે છે. શ્રી અરિહંતોના અનુગ્રહથી અનુરાગ વધે છે અને અનુરાગની વૃદ્ધિ થવાથી અનુગ્રહની પણ વૃદ્ધિ થાય છે. અનુગ્રહ અને અનુરાગ પરસ્પર સાપેક્ષ છે, એક વિના બીજો રહી શકતો નથી. અનુગ્રહના અર્થીએ અનુરાગ ઉત્પન્ન કરવો જોઈએ અને અનુરાગના અર્થીએ અનુગ્રહનો સ્વીકાર કરવો અનુ=પશ્ચાત્ +ગ્રહ=પકડ. અનુરાગની પછી જે ઉત્પન્ન થાય તે અનુગ્રહ, જોઈએ. અનુપ્રેક્ષાકિરણ પ ૩૯૩ Page #436 -------------------------------------------------------------------------- ________________ એવી જ રીતે અનુ=પશ્ચાત્ +રાગ સ્નેહ. અનુગ્રહની પછી જે ઉત્પન્ન થાય તે અનુરાગ. અનુગ્રહ અને અનુરાગ બંને મળીને ભાવનમસ્કાર બને છે, તથા ભાવનમસ્કાર દ્વારા સહજમળનો હ્રાસ અને તથાભવ્યત્વનો વિકાસ થાય છે. ‘નમો’ માતાના સ્થાને અને ‘અરિહંતાણં’ પિતાના સ્થાને છે. બંનેના સંયોગથી થતો. ક્ષયોપશમ રૂપ શુભભાવ ગર્ભધારણરૂપ ગણાય અને તેમાંથી કાળક્રમે ક્ષાયિકભાવની પ્રાપ્તિ થાય છે તે પુત્રજન્મ રૂપ ગણાય છે. પૂ. શ્રી વીરવિજયજી મહારાજે શ્રી વીરપ્રભુના સ્તવનમાં કહ્યું છે કે ‘ક્ષય-ઉપશમ તે ક્ષાયિક થાય, ગર્ભવતી પ્રિયા પુત્ર જણાય.’ ક્ષાયિકભાવરૂપી પુત્રની પ્રાપ્તિ માટે, ક્ષયોપશમભાવરૂપી ગર્ભધારણની અપેક્ષા છે અને ક્ષયોપશમભાવરૂપી ગર્ભધારણ માટે પિતાના સ્થાને ઉપાસ્ય અને માતાના સ્થાને ઉપાસક એ બેનો ઉચિત સંબંધ જોઈએ છે. ઉચિત સંબંધ એટલે એકાંતમાં ભાવપૂર્વકમિલન. ઉપાસ્યનો. અનુગ્રહભાવ અને ઉપાસકનો અનુરાગભાવ મળવાથી મોહનીયકર્મના ક્ષયોપશમરૂપી ગર્ભધારણ અને અનુક્રમે તેના ક્ષયરૂપી પુત્રજન્મ થાય છે. ‘નમો’ના સ્પષ્ટ અર્થને જણાવનારું નીચેનું સુભાષિત શ્રી વીતરાગસ્તોત્રના છેલ્લા પ્રકાશમાં છે ઃ तव प्रेष्योऽस्मि दासोऽस्मि सेवकोऽस्यस्मि किंकरः । ओमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रूवे ॥ ‘હે નાથ ! હે અરિહંત પરમાત્મન્ ! હું તારો પ્રેષ્ય છું, દાસ છું, સેવક છું, કિંકર છું.’ એ વાતમાં તમે હા પાડો, એ સિવાય હું બીજું કાંઇ માગતો નથી. શ્રી નવકારના પ્રથમપદનો જ આ ભાવાર્થ છે. વળી ‘નમો’ના ‘મો’નું ઊલટું ‘ઓં’. ‘નમો’ શબ્દમાંથી ‘ન’કાઢી નાખી ‘મો’ને ઊલટો કરવામાં આવે તો ‘ઓં’ બની જાય છે. ‘ન’થી હું બીજું કાંઈ માંગતો નથી' એમ સૂચવાય છે. અને ‘ઓ’થી ‘આપ મારા દાસ્ય ભાવનો સ્વીકાર કરો' એવી પ્રાર્થના કરાય છે. અરિહંત એ નાથવાચક છે. ‘નમો’ના યોગે ચોથી વિભક્તિનો પ્રત્યય, દાસભાવને સૂચવે છે. એ રીતે પ્રથમપદ વડે પ્રભુના દાસભાવનો આગ્રહ અને તે સિવાય બીજા કશાનો અનાગ્રહ સૂચવાય છે. ‘નમો’નું ઊલટું રૂપ ‘મોન’ પણ થાય છે. ‘મોન-મૌન' મૌન એટલે મુનિપણું. ‘શ્રી અરિહંતોનું મુનિપણું મને પ્રાપ્ત થાઓ એવી ભાવના પણ ‘નમો અરિહંતાણં' પદમાંથી નીકળી શકે છે. પ્રથમપદનો ભાવાર્થ ‘સમ’ના પ્રથમ અક્ષર ‘સ’માંથી ‘સોડાં’ અને દ્વિતીય અક્ષર ‘મ’માંથી ‘સમમ’ પદ નીકળે છે. ‘નમ’ના પ્રથમ અક્ષર ‘ન'માંથી ‘નાડહં' અને દ્વિતીય અક્ષર ‘મ’માંથી ‘નમમ’ નીકળે છે. ૩૯૪ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #437 -------------------------------------------------------------------------- ________________ “અરિહં' શબ્દ ઉચ્ચકોટીના “અહં'એટલે આત્મભાવ સૂચવે છે અને “તાણં' શબ્દ રક્ષકભાવને સૂચવે છે. ઉચ્ચકોટીનો “અહં' એટલે શુદ્ધાત્મા એ જ ત્રાણ એટલે રક્ષક છે, શરણ્ય છે. એવો ભાવ પણ શ્રી નવકારના પ્રથમપદમાંથી નીકળે છે. “અરિહે “અહ” “અરહં' એ ત્રણ રૂપો ઉપરથી “અરિહંતાણં', અહંતાણં અરહંતાણ' પદ થયાં છે. ઘાતી કર્મોને જીતવાથી જેઓ જન્મને જીતી ગયા છે, આઠેય કર્મનો ક્ષય કરવાથી જેઓ જન્મ અને મરણ ઉભયને જીતી ગયા છે તથા જન્મ અને મરણ જીતવાની સાથે જીવનમાં પણ ઉત્કૃષ્ટપુણ્ય પ્રકૃતિનો ઉપભોગ કરીને જીવનને પણ જીતી ગયા છે તે સર્વને શ્રી નવકારના પ્રથમપદમાં નમસ્કાર છે. જન્મ, મરણ અને જીવન એ ત્રણેને જીતી જનારને નમસ્કાર થાઓ. મહામંત્રનો ભાવાર્થ શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નમસ્કાર એ વિશ્વ.પ્રેમના મહાસિદ્ધાન્તોને અર્પણ કરાયેલી અંજલિ છે. નમો અરિહંતાણં' એટલે અરિતાને મિત્રતા વડે હણનારા, “નમો અરહંતાણં' એટલે સર્વને મિત્રતા દ્વારા શત્રુતાને હણવાનું શિખવાડનારા હોવાથી સર્વ પૂજ્ય, “નમો અરહંતાણં' એટલે મિત્રતા વડે શત્રુતાનો નાશ કરી કરાવી ભવમાં નહિ ઉત્પન્ન થનારાઓને – જન્મજરા મૃત્યુને જીતી જનારાઓને નમસ્કાર. કર્મશત્રુને હણનારા, દ્રવ્ય કર્મ જ્ઞાનાવરણીય આદિ અને ભાવકર્મ અશુભ રાગદ્વેષાદિ, માનમત્સરાદિ, વિષયકષાયાદિ તેનો નાશ કરનારાઓને નમસ્કાર. શુભભાવો વડે દ્રવ્ય કર્મ અને ભાવકર્મનો નાશ થાય છે આ મહામંત્રનો ભાવાર્થ છે. શ્રી પંચપરમેષ્ઠિમાં નવતવનું ધ્યાન શ્રી સિદ્ધપરમાત્માનું ધ્યાન તે જીવતત્ત્વનું ધ્યાન છે, અને તે અજીવતત્ત્વનું વિરોધી છે. શ્રી અરિહંત પરમાત્માનું ધ્યાન તે પુણ્યતત્ત્વનું ધ્યાન છે. અને તે પાપતત્ત્વનું નાશક છે. શ્રી આચાર્યભગવંતનું ધ્યાન તે સંવરતત્ત્વનું ધ્યાન છે અને તે આશ્રવતત્ત્વનું પ્રતિબંધક છે. શ્રી ઉપાધ્યાયભગવંતનું ધ્યાન તે નિર્જરાતત્ત્વનું ધ્યાન છે અને તે બંધતત્ત્વનું નાશક છે. શ્રી સાધુભગવંતનું ધ્યાન તે મોહતત્ત્વનું ધ્યાન છે અને તે સંસારતત્ત્વનું નાશક છે. વર્તમાન શ્રી જૈનસંઘ વર્તમાન શ્રી જૈનસંઘ, શ્રી પંચપરમેષ્ઠિભગવંતો પ્રત્યે પૂર્ણભક્તિવાળો બનો. શ્રી અરિહંત પરમાત્મા વિશ્વનું કલ્યાણ કરનારા છે. તેમનો બતાવેલો ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા માટે છે અને તે ધર્મનું પાલન કરનારા તે હેતુ માટે એટલે કે વિશ્વ કલ્યાણના હેતુ માટે ધર્મ કરી રહ્યા છે- આવી જાણ જીવમાત્રને થાઓ. તેના પરિણામે શ્રી અરિહંત પરમાત્મા, તેમનું શાસન અને તેમના શ્રી સંઘ પ્રત્યે સર્વજીવો આદર-બહુમાનવાળા બનો. શિકાલારામરણ મલિનમનને નિર્મળ બનાવીને શિવમસ્તુ'ની ભાવનાની પરાકાષ્ઠાએ પહોંચેલા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોનું ત્રિકાળ (સવાર, બપોર, સાંજ) વિશુદ્ધભાવથી સ્મરણ કરવામાં આવે તો તે સ્મરણમાં, કષાય, પ્રમાદ, અશુભયોગ અને તુચ્છવિષયો પ્રત્યેની આસક્તિ નિવારણ કરવાનું અચિજ્યસામર્થ્ય છુપાયેલું છે. અનુપ્રેક્ષાકિરણ ૫ ૨ ૩૯૫ IS ૩૯૫ GEET Artis iiii * * * * * * Page #438 -------------------------------------------------------------------------- ________________ ત્રણેય કાળ ત્રણ-ત્રણ વખત ‘શિવમસ્તુ સર્વ જગતઃ’ એ ભાવના પૂર્વક બાર-બાર શ્રી નવકાર ગણનાર વ્યક્તિની, વ્યક્તિના બનેલા સમૂહની અને સંઘના સ્થાપક શ્રી જિનેશ્વરદેવોની, તીર્થની, આજ્ઞાની અને પ્રવચનની કેટલી મોટી ઉન્નતિ અને તેના પ્રભાવની વૃદ્ધિ થાય અને પરંપરાએ કેટલાય આત્માઓ બોધિબીજની પ્રાપ્તિ કરી, સદ્ગતિની પરંપરાએ મુક્તિસુખના અધિકારી બને તે હકીકત વિચારશીલ પ્રત્યેક વ્યક્તિ વડે સહેલાઈથી સમજી શકાય તેવી છે. શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ શ્રી અરિહંત પંચપરમેષ્ઠિમય છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની સ્તુતિ, એ અપેક્ષાએ શ્રી અરિહંતની સ્તુતિ છે. શ્રી અરિહંતમાં અરિહંતપણું તો છે જ, ઉપરાંત સિદ્ધપણું પણ છે. પોતાના ગણધરોને ઉપન્નઇ વા ઇત્યાદિ’ ત્રિપદીરૂપ સૂત્રની અર્થથી દેશના આપનારા હોવાથી તેમનામાં આચાર્યપણું પણ છે. તેમ જ સૂત્રથી દેશના આપનારા હોવાથી ઉપાધ્યાયપણું પણ છે. કંચન, કામિનીના રાગથી અલિપ્ત, નિર્વિષયચિત્તવાળા, નિર્મળ, નિઃસંગ અને અપ્રમત્તભાવવાળા હોવાથી સાધુપણું ધારણ કરનારા પણ છે. એ રીતે પાંચે પરમેષ્ઠિમય હોવાથી શ્રી અરિહંતની સ્તુતિ, શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિરૂપ છે અને શ્રી પંચપરમેષ્ઠિની સ્તુતિ, શ્રી અરિહંતની સ્તુતિરૂપ છે. શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને શ્રી પંચપરમેષ્ઠિમાં શ્રી અરિહંત કથંચિત્ રહેલા છે. એ જ ન્યાય આગળ લંબાવતાં સમવિશ્વમાં શ્રી અરિહંત અને શ્રી અરિહંતમાં સમગ્રવિશ્વ રહેલું છે. જ્ઞાનના અને કરુણાના વિષયરૂપે સમગ્ર અચેતન અને સચેતન વિશ્વ શ્રી અરિહંતના ઉપયોગમાં રહેલું છે. કહ્યું છે ઃ जिनो दाता जिनो भोक्ता, जिनः सर्वमिदं जगत् । जिनो जयति सर्वत्र, यो जिनः सोऽहमेव च ॥ વિશ્વના આત્મા શ્રી અરિહંત એ વિશ્વના આત્મા છે. સમગ્રવિશ્વ તેમના આત્મામાં જ્ઞાનરૂપે, કરુણારૂપે, મૈત્રીરૂપે, પ્રમોદરૂપે, માધ્યસ્થ્યરૂપે પ્રતિબિંબિત છે. તેથી શ્રી અરિહંતની સ્તુતિમાં સમગ્રવિશ્વની સ્તુતિ અને સમગ્રવિશ્વની સ્તુતિમાં શ્રી અરિહંતની સ્તુતિ સમાઈ જાય છે. આ નિશ્ચયની વિચારણા છે. નિશ્ચયનય અભેદનું અવલંબન લે છે. શ્રી અરિહંતમાં આત્મા અને આત્મામાં શ્રી અરિહંત, શ્રી અરિહંતમાં પંચપરમેષ્ઠિ અને પંચપરમેષ્ઠિમાં શ્રી અરિહંત, શ્રી અરિહંતમાં સમવિશ્વ અને સમવિશ્વમાં શ્રી અરિહંત એ સંગ્રહનયનો વિષય છે. શ્રી અરિહંતની નિશ્ચયસ્તુતિ, પંચપરમેષ્ઠિની સ્તુતિ અને આત્માની સ્તુતિ એ સમગ્રવિશ્વની સ્તુતિરૂપ છે. શ્રી અરિહંતની વ્યવહાર-સ્તુતિ, કેવળ શ્રી અરિહંતના આત્માની, આઠ મહાપ્રાતિહાર્યોની અને સમવસરણાદિ ઋદ્ધિની સ્તુતિરૂપ છે. એ રીતે નયવિભાગ સમજવો. પાંચ આચારની શુદ્ધિ શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર વડે પાંચ આચારની શુદ્ધિ થાય છે. અરિહંતને નમસ્કારથી જ્ઞાનાચારની શુદ્ધિ થાય છે. ૩૯૬ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #439 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધને નમસ્કારથી દર્શનાચારની શુદ્ધિ થાય છે. આચાર્યને નમસ્કારથી ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ઉપાધ્યાયને નમસ્કારથી તપાચારની શુદ્ધિ થાય છે. સાધુને નમસ્કારથી વીર્યાચારની શુદ્ધિ થાય છે. અથવા પાંચેયને નમસ્કાર વડે પાંચ આચારની શુદ્ધિ થાય છે. શ્રી અરિહંતની પૂજા શ્રી અરિહંતના પૂજનથી રાગદ્વેષ આદિ માનસિકદુર્ભાવો દૂર થઈ ચિત્ત નિર્મળ બને છે. ચિત્ત નિર્મળ, નિર્વિકાર થવાથી સમાધિ, ધ્યાન અથવા ચિત્તની એકાગ્રતા સિદ્ધ થાય છે. ચિત્તની સમાધિ અને એકાગ્રતા વડે કર્મની નિર્જરા અને નિર્વાણ સુખની પ્રાપ્તિ થાય છે. માટે શ્રી અરિહંતની પૂજા ન્યાયપ્રાપ્ત છે. અરિહંતોની પૂજા કુશલાનુબંધી કર્મ છે. શ્રી અરિહંતની પૂજાથી પવિત્રગુણોનું સ્મરણ અને તે વડે પરિણામોની કલુષિતતાનું અપહરણ થાય છે. મનની નિર્વિકારતા અને નિર્વિકલ્પતા સિદ્ધ થાય છે. પરંપરાએ પરમપદની પ્રાપ્તિ થાય છે. સન્માનનું દાન ભાવનમસ્કાર એટલે સર્વોત્કૃષ્ટપુરુષોને તેમના સર્વોત્કૃષ્ટગુણોનો ખ્યાલ રાખીને આપવામાં આવતું સન્માનનું દાન. એ દાન કેવળ અન્ન, વસ્ત્રાદિ ભૌતિક વસ્તુઓ પૂરી પાડવારૂપ જ નહિ, પણ પોતાને મળેલ મોંઘી જિંદગીની દરેક ક્ષણ તેમની આજ્ઞાને પાળવા ખાતર પસાર કરવાની વૃત્તિરૂપ છે. દ્રવ્યનમસ્કાર દ્રવ્યનમસ્કાર એટલે સંશય, વિપર્યય અને અનધ્યવસાયપૂર્વક થતો નમસ્કાર. ઉપયોગશૂન્યપણે થતો સમ્યગુદૃષ્ટિનો નમસ્કાર અનધ્યવસાયરૂપ છે. ફળના સંશયપૂર્વક થતો નમસ્કાર મિથ્યાષ્ટિનો છે. લૌકિક ફળના લોભે, લોકોત્તર પુરુષોને થતો અને લોકોત્તર લાભ માટે લૌકિક પુરુષોને થતો નમસ્કાર એ વિપર્યયરૂપ છે. ભાવનમસ્કાર ભાવનમસ્કારમાં ઉપરોક્ત ત્રણ દોષ નથી, કારણ કે તે લોકોત્તરફળ માટે લોકોત્તર પુરુષોને લોકોત્તરફળ મળવાની અચૂક શ્રદ્ધા અને ઉપયોગસહિત હોય છે. ભાવનમસ્કારની ક્રિયા કરતી વખતે તેનો ઉપયોગ નમસ્કાર છોડીને અન્યત્ર હોતો નથી. વળી તેમાં ઉપાદેયબુદ્ધિ હોવાથી શ્રદ્ધાસહિત હોય છે. મુક્તિરૂપી પરમ અને ચરમ ફળ મેળવવાનો મનોરથ હોવાથી ઉત્સાહ અને વર્ષોલ્લાસ અપૂર્વ હોય છે. ચિંતામણિ અને કલ્પવૃક્ષના સેવન કરતાં પણ વધુ આદર નમસ્કારની ક્રિયાના સેવનમાં હોય છે. ઘર આંગણે કલ્પવૃક્ષ વાવવાની કે કામધેનુને બાંધવાની ક્રિયા કરતાં પણ જ્યારે આ ક્રિયા વધુ મહત્ત્વની લાગે ત્યારે તે ભાવનમસ્કાર બને છે. અનુપ્રેક્ષાકિરણ ૫ A ૩૯૭ પS ૩૯૭ Page #440 -------------------------------------------------------------------------- ________________ મોહનો પ્રતિપક્ષી મિથ્યાત્વમોહનીય જ્યાં ગુણ નથી ત્યાં ગુણભાવ પેદા કરે છે તથા જ્યાં ગુણ છે અને દોષ નથી ત્યાં અરુચિભાવ પેદા કરે છે. ધર્મ પ્રત્યે અરુચિભાવ અને અધર્મ પ્રત્યે રુચિભાવ, મોક્ષ પ્રત્યે ઉપેક્ષાભાવ અને સંસાર પ્રત્યે આદરભાવ; મોક્ષમાર્ગ, તેના સાધક અને સાધન તરફ અનાદરભાવ, સંસારમાર્ગ, તેના સાધક અને સાધન તરફ આદરભાવ, સમ્યકત્વ, વિરતિ, અપ્રમાદ, અકષાય, અયોગ પ્રત્યે ઉદાસીનભાવ અને મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય તથા યોગ પ્રત્યે આકર્ષણભાવ વગેરે મિથ્યાત્વ મોહનીયનાં કાર્યો છે. શ્રી નવકાર તેનો પ્રતિપક્ષી છે, તેથી મિથ્યાત્વમોહનીયનો નાશક છે અને સમ્યક્ત્વગુણને પ્રગટાવનાર છે. શ્રી નવકારનું ફળ રાગાદિને વશ કરવા અથવા તેમનો સમૂળ નાશ કરવો તે નમન છે. એ નમનગુણથી શ્રી અરિહંતો નમસ્કારને યોગ્ય છે. અરિહંતને ભાવથી કરાતો નમસ્કાર જીવને હજારો ભવથી છોડાવનાર અને પુનઃ બોધિલાભ માટે થાય છે. શ્રી અરિહંતો રાગાદિને નમાવનારા હોવાથી તેમને નમનારા પણ પરંપરાએ રાગાદિને નમાવનારા થાય રાગાદિને નમાવવા, વશ કરવા એ શ્રી અરિહંતના નમસ્કારનું પારમાર્થિક ફળ છે. શ્રી અરિહંત શ્રી અરિહંતભગવંતો ૧૮ દોષરહિત છે. ચોત્રીસ અતિશયસહિત છે. વાણીના ૩૫ ગુણથી અલંકૃત છે. અષ્ટમહાપ્રાતિહાર્યથી વિભૂષિત છે. ૬૪ ઈન્દ્રો વડે પૂજિત છે, શાન્ત, પ્રશાન્ત, ઉપશાન્ત છે. કારુણ્યસાગર છે, ગુણના ભંડાર તથા પુણ્યના આગર છે અને ત્રણ જગતની પીડા હરવાને સમર્થ છે. ત્રણ જગતના નાથ છે, ત્રણ જગતના સ્વામી છે, ત્રણ જગતના ગુરુ છે અને ત્રણ જગતના પિતામહ છે. વજઋષભનારાચસંઘયણ, સમચતુરસ્ત્રસંસ્થાન, ૧૦૦૮ લક્ષણોથી લક્ષિત, અનુપમ રૂપ, લાવણ્ય, બળ, વીર્ય, યશ, જ્ઞાન અને ચારિત્રગુણના ધારક છે. શ્રી સિદ્ધ પરમપુરુષ, પરમેશ્વર, પરમાત્મા, પરમબંધુ, જગત મુકુટ, જગતતિલક, જગતશરણ, જગન્નાયક, જગન્નાથ, જગદ્ગુરુ, નિરંજન, નિરાકાર, નિર્વિકાર, નિર્મળ, નિર્મમ, નિરીહ, નિરામય, કેવળ, તેજ:પુંજાકાર, રૈલોક્યસાર, સિદ્ધ, પરમેષ્ઠિ, અવિનાશીભાવે મુખ્ય ૮ ગુણોથી, અપેક્ષાએ એકત્રીસ ગુણોથી અથવા અનંતાનંતગુણોથી શોભે છે. પ્રકાશ અને ઉષ્મા શ્રી નવકારનો જાપ અને સામાયિકનો અભ્યાસ એકબીજાના પૂરક છે. શ્રી નવકાર દ્વારા મિથ્યાત્વ દૂર થાય છે, સમ્યકત્વ પ્રાપ્ત થાય છે અથવા નિર્મળ થાય છે. સામાયિક દ્વારા અવિરંતિ દૂર થાય છે, વિરતિ પ્રાપ્ત થાય છે. શ્રી નવકાર દ્વારા જ્ઞાનનો પ્રકાશ ( Light) પ્રાપ્ત થાય છે, સામાયિક દ્વારા ચારિત્રની ઉષ્મા (Heat) પ્રાપ્ત થાય છે અને તે બંને દ્વારા ઓજસ પ્રાપ્ત થાય છે. આ ઓજસ એ કર્મમળનો હાસ થવાથી પ્રગટ થતી આતમગુણોની વિશુદ્ધિ છે. ૩૯૮ ૩૯૮ 4 વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #441 -------------------------------------------------------------------------- ________________ શ્રી નવકાર અને સામાયિક શ્રી નવકારનો સંબંધ જ્ઞાન અને દર્શન સાથે છે, જેના દ્વારા સમ્યક જોવાય છે. સામાયિકનો સંબંધ ક્રિયા સાથે છે ચારિત્ર સાથે છે, જેના દ્વારા સમ્યફ અનુભવાય છે. જે માર્ગ શ્રી નવકાર દ્વારા દેખાય છે, તે માર્ગે સામાયિક દ્વારા જવાય છે. આત્મશુદ્ધિના અને મોક્ષપ્રાપ્તિના જે મહાનકાર્યની જવાબદારી માનવીના માથે રહેલી છે તેને સફળ કરવામાં આ બંને સાધનો છે. વાસ્તવિક રીતે તેઓ બે નથી પણ એક જ છે. એકબીજાના પૂરક ( complimentary) છે. સાધ્ય અને સાધક વચ્ચેનું અંતર ( Gap) શ્રી નવકાર દર્શાવે છે, પણ આ અંતરને દૂર કરવાની અથવા ઓછું કરવાની તાકાત શ્રી સામાયિકમાં છે. વિધુત અને આકર્ષણ શ્રી નવકારનું જબ્બર બળ એ છે કે તે આપણા દુશ્મનનો નાશ કરે છે. વાસ્તવિક રીતે આપણા પોતાના દુષ્ટમન સિવાય આપણો બીજો કોઈ દુશમન નથી. શ્રી નવકાર એ મહામંત્ર છે, કારણ કે તેના વડે મનની દુષ્ટતા દૂર થાય છે. અન્ય જીવોને આત્મતુલ્ય ન માનવા એ મનની મોટી દુષ્ટતા છે. શ્રી નવકારની આરાધના વડે એ દુષ્ટતા દૂર થતી જાય છે. શ્રી નવકાર એ મહામંત્ર છે, કારણ કે તેમાં અનેક શક્તિઓ રહેલી છે. પાપકર્મનો નાશ કરનારી વિદ્યુતશક્તિ ( Electricity ) અને પુણ્ય પ્રાપ્ત કરાવનારી આકર્ષણશક્તિ (Magnetism) તેમાં રહેલી છે. તદુપરાંત વિવિધ શુભશક્તિઓનો અચિત્ત્વપુંજ તેમાં છે. તેથી તેની આરાધના એ મનુષ્યજન્મનો અપૂર્વ લહાવો છે. ' જેણે ચતુરશું ગોઠડી ન બાંધી રે, તેણે તો જાણે ફોકટ વાળી રે, સુગુણ મેલાવે રે જેહ ઉછાહો રે, મણુએ જન્મનો તેહી જ લાહો રે, • પૂ. પા. શ્રી યશોવિજયજી મહારાજ નમસ્કાર વડે રક્ષણ તાણં' = રક્ષણ, તેનું કારણ ‘અરિહં' = યોગ્યતા અને તે યોગ્યતાનું કારણ “નમો' = નમસ્કાર છે. નમસ્કાર વડે યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ એ પ્રથમપદનો સુઘટિત અર્થ છે. નમસ્કાર એ પુણ્યના પ્રકર્ષથી અને શ્રી અરિહંત પરમાત્માની કૃપાથી પ્રાપ્ત થાય છે. તેથી બધાનું મૂળ પરમાત્માની કૃપા છે. પરમાત્માની કૃપાથી પુણ્યનો પ્રકર્ષ, પુણ્યના પ્રકર્ષથી પરમેષ્ઠિનમસ્કાર, પરમેષ્ઠિનમસ્કારથી જીવમાં પાત્રમાંયોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ થાય છે. યોગ્યને નમવાથી યોગ્યતા આવે છે. વિષયો નમવાને અયોગ્ય છે, છતાં જીવ સહજમળના દબાણ વડે અનાદિકાળથી વિષયોને નમતો આવ્યો છે, તેથી તેની અયોગ્યતા વધતી રહી છે. હવે કોઈ પ્રબળપુણ્યના યોગે તેને યોગ્યને નમવાનો અવસર મળ્યો છે. અનુપ્રેક્ષાકિરણ ૫ ૩૯ Page #442 -------------------------------------------------------------------------- ________________ નમવાને ખરેખર યોગ્ય શ્રી પંચપરમેષ્ઠિભગવંતો છે, તેથી તે યોગ્યને નમસ્કાર છે. યોગ્યને નમવાથી જીવની યોગ્યતામાં આપોઆપ વધારો થાય છે. તેથી શ્રી નમસ્કારમંત્ર જીવ માટે પરમાર્થ રક્ષણનો મહામંત્ર સાબિત થાય છે. સ્વાર્થનું વિલીનીકરણ નમો + તાણં = નમસ્કાર રક્ષણ કરે છે. જે પોતાની જાતને ભૂલે છે તેને આખું જગત યાદ કરે છે. જે જગતને ભૂલે અને પોતાને જ યાદ રાખે, તેને આખું જગત ભૂલી જાય છે. ‘નમો’ પદ વડે પોતાની જાતનું વિસ્મરણ કરવામાં આવે છે, તેથી આખું વિશ્વ તેનું સ્મરણ કરવા તૈયાર થાય છે. પોતાની જાતનું અને તુચ્છ સ્વાર્થનું શ્રી અરિહંતમાં વિલીનીકરણ કરવામાં આવે ત્યારે અવશ્ય રક્ષણ થાય છે એવો કોલ શ્રી નવકારનું પ્રથમપદ આપે છે. પોતાની જાતને અને તુચ્છ સ્વાર્થને ભૂલો, પણ પરમાત્માને કદી ન ભૂલો તો તમારું રક્ષણ અવશ્ય થશે. પરમાત્માને ભૂલ્યા અને કેવળ જાત { Self )ને જ નમ્યા અને તુચ્છ સ્વાર્થને ન ભૂલ્યા તો ત્રાણ કે રક્ષણ નથી. જાતને ભૂલી પ૨માત્માને યાદ ક૨વા તે જ ત્રાણ કે રક્ષણનો ઉપાય છે. આઠ અક્ષરનો જાપ ‘ણમો’માં પશ્ચાનુપૂર્વી ઉચ્ચાર કરતાં ‘ઝણં’ થાય છે. તેનો અર્થ છેॐमिति प्रतिपद्यस्व नाथ ! नातः परं ब्रूवे | કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્ય મહારાજા કહે છે કે ‘હે ભગવન્ ! હું તારો દાસ છું, મારી આટલી વાતનો સ્વીકા૨ ક૨’ એ સિવાય હું બીજું કાંઈ માગતો નથી. અથવા પશ્ચાનુપૂર્વીથી ‘ણમો’નું ઉચ્ચારણ કરીને પછી પૂર્વાનુપૂર્વી ઉચ્ચારણ કરવામાં આવે તો સાત અક્ષરના બદલે ૮ અક્ષરનો નવો મંત્ર બને છે. વળી ‘ૐ નમો’ એ ‘નમો’નું સંપુટ બને છે. રક્ષાનો હેતુ જેમ કે, ‘ૐ નમો અરિહંતાણં' શત્રુને હણનારા માટે પૂજ્ય અને તેથી રક્ષણ ક૨ના૨ા-તેમને નમસ્કા૨ થાઓ. એટલે તેમની આજ્ઞા જ મને પ્રમાણભૂત હો. તેમની આજ્ઞા એટલે ‘આત્મસમદર્શિત્વ’ જેના મૂળમાં છે એવા પરમધર્મનું આચરણ. અહિંસાદિ, ક્ષમાદિ અને તપ-સંયમાદિનું જીવનમાં સેવન ક૨વાથી ‘આત્મસમદર્શિત્વ'નો ભાવ જળવાઈ રહે છે. મન-વચન-કાયાથી એકતા અને જ્ઞાન-દર્શન-ચારિત્રનો અભેદ સચવાય છે. નમસ્કાર વડે ભાવશત્રુભૂત કષાય અને રાગદ્વેષ હણાય છે. ભાવશત્રુને હણવાથી પૂજ્યતા પ્રાપ્ત થાય છે. પૂજ્યતા પ્રાપ્ત થવાથી પૂજકની રક્ષા થાય છે. તેથી પૂજ્યની પૂજારૂપ નમસ્કાર રક્ષાનો હેતુ બને છે. પૂજ્યની પૂજા, પૂજ્યની આજ્ઞા પ્રત્યે પ્રેમભાવ પેદા કરે છે તેથી તે આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન થાય છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૪૦૦ Page #443 -------------------------------------------------------------------------- ________________ પ્રભુની આજ્ઞાનું પ્રેમપૂર્વક પાલન કરવાથી સર્વ જીવો સાથે મૈત્રી સધાય છે અને સર્વ જીવોની મૈત્રી રાગદ્વેષનો ક્ષય કરાવી પરમપદની પ્રાપ્તિ કરાવી આપે છે. આ રીતે શ્રી નમસ્કારમંત્ર, ભવ્ય જીવોના માટે સર્વમંગળમાં પ્રથમમંગળરૂપ અથવા મૂળમંગળરૂપ બને છે. સર્વસમર્પણ નમો=ન મમ, મારું નથી, અરિહંતાણં = અરિહંતોનું છે. અર્થાત્ મારું કાંઈ નથી, બધું શ્રી અરિહંતોનું છે. એ રીતે બધું સિદ્ધોનું છે, બધું આચાર્યોનું છે, બધું ઉપાધ્યાયોનું છે અને બધું સાધુભગવંતોનું છે મારું કાંઈ જ નથી. મને પ્રાપ્ત થયેલ ક્ષયોપશમભાવ પણ મારો નથી, શ્રી અરિહંતાદિનો છે કેમ કે તેમના આલંબને હું તે પામેલો છું. મને પ્રાપ્ત થયેલ શુભ ઔદયિકભાવ અને પુણ્યપ્રકૃતિના ઉદય પણ મારા નથી, પણ જેમના આરાધન અને આલંબનના પ્રભાવે તે પ્રાપ્ત થયા છે તેમના છે. તેથી ઔદયિકભાવ કે ક્ષયોપશમભાવ પર ‘હું’પણાની કે ‘મારા’પણાની બુદ્ધિનો હું ત્યાગ કરું છું અને તે જેમના પ્રભાવે પ્રાપ્ત થયેલા છે તેમને મન-વચન-કાયાથી સમર્પણ કરું છું. પાંચ આજ્ઞાઓને નમસ્કાર નમો + અરિહંત + આણં । શ્રી અરિહંતોની આજ્ઞાને નમસ્કાર નમો + સિદ્ધ + આણં । શ્રી સિદ્ધોની આજ્ઞાને નમસ્કાર નમો + આયરિય + આણં | શ્રી આચાર્યોની આજ્ઞાને નમસ્કાર નમો + ઉવજ્ઝાય + આણં । શ્રી ઉપાધ્યાયોની આજ્ઞાને નમસ્કાર નમો + લોએ + સવ્વસાહૂ + આણં । લોકમાં રહેલા સર્વ સાધુભગવંતોની આજ્ઞાને નમસ્કાર. એ પાંચ આજ્ઞાઓને કરેલો નમસ્કાર સર્વપાપનો સમૂળ નાશ કરે છે. સર્વમંગળોમાં પહેલું મંગળ છે. આજ્ઞા તે આજ્ઞા છે, તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. એ આજ્ઞાની મર્યાદામાં રહે તેનું કલ્યાણ છે. એ આજ્ઞાનો ભંગ કરનારને શિક્ષા છે, શાસન છે. આજ્ઞા ત્રાણ પણ કરે છે અને શાસન અર્થાત્ શિક્ષા પણ કરે છે. આશા, પાલન કરનારનું ત્રાણ કરે છે અને વિરુદ્ધ વર્તનારનું શાસન કરે છે. આજ્ઞા અકૃત્રિમ છે, અનાદિનિધન છે, ભૂત-હિતકર છે, ભૂતભાવન છે, સત્ય છે, અવિતથ છે, અમિથ્યા છે, તેનાથી સર્વપદાર્થો જણાય છે, યથાયોગ્ય આચરણ થાય છે. આજ્ઞાને આધીન સમગ્રવિશ્વ છે. આજ્ઞા ઇન્દ્રાદિ દેવોને પણ નમનીય છે. આજ્ઞા પ્રત્યેનો આદર પણ પાપનાશક છે અને એના પ્રત્યેના અનાદરનો અંશ પણ ઘાતક છે. આજ્ઞાની આધીનતાથી સૂર્યચન્દ્ર નિયમિત ફરે છે અને પૃથ્વી નિરાધાર ટકી છે. શ્રી નમસ્કાર એટલે આજ્ઞાનો આદર, આજ્ઞાનો આદર એટલે શ્રી નમસ્કાર. આજ્ઞાનો આદર શ્રી અરિહંતોની આજ્ઞા વિશ્વમૈત્રીભાવની છે. શ્રી સિદ્ધોની આજ્ઞા પરમાત્મસમદર્શિત્વની છે. અનુપ્રેક્ષાકિરણ પ ૪૦૧ Page #444 -------------------------------------------------------------------------- ________________ શ્રી આચાર્યોની આજ્ઞા સદાચાર પાલનની છે. શ્રી ઉપાધ્યાયોની આજ્ઞા શ્રુતાધ્યયનની છે. શ્રી સાધુઓની આજ્ઞા આચારપાલન અને શ્રુતાધ્યયનમાં સહાય કરવાની છે. આ પાંચ પ્રકારની આજ્ઞાના ત્રિવિધપાલનમાં મંગળ છે, આજ્ઞા વિરુદ્ધ વર્તનમાં અમંગળ છે, પાપ છે, દુર્ગતિ અને ભવભ્રમણ છે. એ આજ્ઞા અનાદિસિદ્ધ છે, કોઈ તેમાંથી છટકી શકતું નથી. આજ્ઞાની સિદ્ધિમાં મુક્તિ છે, અસિદ્ધિમાં બંધન છે. તેમાં તર્ક કે દલીલને અવકાશ નથી. કાં તો આરાધન કરો અને સુખ પામો, કાં તો વિરાધન કરો અને દુઃખ પામો ત્રીજો કોઈ માર્ગ નથી. આજ્ઞામાં મધ્યસ્થ રહેવું તે પણ ગુનો છે, આજ્ઞાની સામે જવા જેવું છે. તેને તો નગ્યે જ છૂટકો. ન નમ્યો તે ગયો, નમ્યો તે રહ્યો. એ રીતે સનાતન અને શાશ્વત આજ્ઞા પ્રત્યે સદા નમનશીલ રહેવાનું શિખવનાર મંત્ર તે નમસ્કાર મહામંત્ર એ આજ્ઞાનું સ્વરૂપ નીચે મુજબ છે. सुनिउण-मणाइ-निहणं, मूयहि भूय-भावणमणग्धं ।। નિયનનાં મહત્યં, મહાનુભાવં મહાવિષયં ૪૬ | ધ્યાનશતક અર્થ:- (આજ્ઞા) સુનિપુણ, અનાદિનિધન, ભૂતહિતકર, ભૂતભાવના, અનર્થ અમિત, અજિત, મર્થ, મહાનુભાવ અને મહાવિષયયુક્ત છે. નમોરૂપી ધનુષ્ય નમોરૂપી ધનુષ્ય ઉપર ચઢેલું મનરૂપી બાણ, “અરિહંત'રૂપી બ્રહ્મને લક્ષ્ય કરીને અપ્રમત્તપણે વીંધવામાં આવે તો ‘તાણ રૂપી તન્મયતાને પામે છે. प्रणवो धनुःशरोह्यात्मा ब्रह्म तल्लक्ष्यमुच्यक्षे । अप्रमत्तेन वेदव्यं शरवत् तन्मयो भवेत् ॥ નમો પ્રણવ સ્વરૂપ છે. પ્રણવ એટલે પ્રકૃષ્ટસ્તુતિ, નમો પ્રકૃષ્ટસ્તુતિરૂપ હોવાથી પ્રણવ જ છે. પરમાત્માની સ્તુતિરૂપ બનાવવા માટે “નમો'ના છેલ્લા અક્ષરને ઊલટાવવાથી “ઓ' પરમાત્મવાચક બની જાય છે. તેથી ‘ૐ નમો’ એ ધનુષ્ય બન્યું. એજ રીતે “મન” ને ઊલટાવવાથી “નમ’ બને છે. મન” એ ઇન્દ્રિયાભિમુખ મન છે. તેને ‘નમસ’ વડે પરમાત્માભિમુખ બનાવાય છે. એટલે નમસ્કારાકાર મનોવૃત્તિ કરવાનું સાધન “મનસ' પદની સાથે “નમસ' પદને જોડવું તે છે. નમો’ એ મનને ઊલટાવવાની ક્રિયા છે. જે મન વડે જીવ ઈન્દ્રિયાભિમુખ થઈને કર્મ બાંધતો હતો તે જ મન વડે આત્માભિમુખ બની જીવ કર્મને નિજર છે-એ પ્રભાવ “નમો' પદનો છે. તેથી ‘નમો' પદ એકલું પણ મહામંત્ર સ્વરૂપ છે. મંત્રશબ્દની વ્યુત્પત્તિ “મંત્ર' શબ્દની ત્રણ વ્યુત્પત્તિ નમો પદને લાગુ પડે છે. ૪૦૨ આ તૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #445 -------------------------------------------------------------------------- ________________ “નમો’ મનન વડે ત્રાણ કરવાની શક્તિ ધરાવે છે અથવા પરમાત્મા સાથે જીવાત્માને તન્મય થવાની ગુહ્યમંત્રણા કરાવે છે. અથવા સર્વપ્રકારના શ્રેષ્ઠપુરુષાર્થોને આમંત્રણ આપે છે. નમો' એ મોક્ષસુખનું આમંત્રણ છે. ઇન્દ્રિયો અને તેના વિષયો સાથે અથવા દેહ અને તેના ધર્મો સાથે જોડાયેલું એકમેક થયેલું મન, આત્મા અને તેના ધર્મો સાથે અથવા પરમેષ્ઠિઓ અને તેમના ગુણો સાથે “નમો' પદ વડે જોડાઈ શકે છે. તેથી “નમો' એ મહાયોગસ્વરૂપ છે. “નમો’ પદનો પુનઃ પુનઃ જાપ જીવને ભોગી મટાડીને યોગી બનાવે છે, સંસારી મટાડીને સિદ્ધ બનાવે છે અને જીવ મટાડીને શિવ બનાવે છે. બે અક્ષરનું “મન” બે અક્ષરના “નમ' વડે વશ થાય છે. સૂર્ય અને ચન્દ્રવાચી “નમો પદ ન' સૂર્યવાચી છે અને “મો' ચન્દ્રવાચી છે. નરૂપી સૂર્ય અર્થાત્ આત્મામાં “મોરૂપી ચન્દ્રમાં અર્થાત્ મન વિલીન થાય છે એટલે “અહ” “અરરૂપ બની જાય છે અને “અરહં' ત્રાણરૂપ બની જાય છે. 38' પરમાત્મા વાચક છે. “ન' સૂર્ય-આત્મવાચક છે. “મો' ચન્દ્ર-મનવાચક છે. સૂર્ય રૂપી આત્મામાં ચન્દ્રરૂપી મન મળી જાય તો આત્મા પોતે જ પરમાત્મરૂપ બની જાય છે. મળી જવાની ક્રિયા ત્રણરૂપ છે અને મળી જવાથી આત્મા, પરમાત્મસ્વરૂપ બની જાય છે. મનને આત્મામાં વિલીન કરવાની ક્રિયાનું નામ “નમો' છે. નમો' એ મનનું ત્રાણ છે-શરણ છે-આશ્રયસ્થાન છે. નમો' એ મનરૂપી હંસને વિશ્રાન્તિ લેવા માટે કમળની શ્રેણિ છે. મન રૂપી બાણ “નમો' રૂપી ધનુષ્ય વડે “અરહ'રૂપી લક્ષ્યને વીંધીને “ત્રાણ' રૂપ બને છે. ત્રાણ' એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું, સંકલ્પ-વિકલ્પ રહિત થવું, નિર્વિકલ્પ-ચિન્માત્રમાધિરૂપ બની જવું. તે સમાધિ માટે “અહં' ના આલંબન-લક્ષ્યની અને “નમો'રૂપી ધનુષ્યની જરૂર પડે છે. નમો' રૂપી ધનુષ્ય ઉપર મનરૂપી બાણને ચઢાવવાથી “અરરૂપી લક્ષ્યને વીંધીને “ત્રાણ' રૂપી નિર્વિકલ્પ અવસ્થા સાધી શકાય છે. નમો પોતે જ “અહં' અને “ત્રાણ'વાચક બની જાય છે કેમકે તેમાં “ૐ” એ “અહં'વાચક છે અને નમો ત્રાણ'વાચક છે. ત્રાણ એટલે મનનું આત્મામાં વિલીન થઈ જવું આત્માકાર બની જવું. “મો'રૂપી મન, “ન'રૂપી આત્મામાં વિલીન થવાથી “ૐ' રૂપી પરમાત્મા પ્રગટ થાય છે. તેથી મંત્રનું ઉચ્ચારણ આ પ્રમાણે થયું. “નો-ગોં-મા-તા' નમો'નો “મ'રૂપી ચન્દ્ર, “ન'રૂપી સૂર્યમાં મળી ગયો એટલે અહિં પ્રગટ થયા. તે પ્રગટ થવાથી હંમેશ માટે ભવ-ભય ગયો અને આત્મભાવરૂપી શરણું પ્રાપ્ત થયું. એટલે સાત અક્ષરમાંથી માત્ર “ૐ” અક્ષર બચ્યો. બીજા બધા અક્ષરો પોતાની ભાવના સાથે પ્રણવાક્ષરમાં મળી ગયા. પ્રણવાક્ષર મૂળમંત્ર કાયમ રહ્યો. અનુપ્રેક્ષાકિરણ ૫ ૪૦૩ Page #446 -------------------------------------------------------------------------- ________________ મંગલ' પદની વ્યુત્પત્તિ 'पढमं हवइ मंगलं' मां गालयति भवात्, स्वार्थात्, अहंत्व, ममत्वभावात् इति मंगलं । જે મને ભવથી, સ્વાર્થથી, અહંતા-મમતાથી દૂર કરી આપે તે પ્રથમમંગળ છે. પ્રધાનમંગળ છે, શ્રેષ્ઠમંગળ છે, નિત્ય વૃદ્ધિ પામતું મંગળ છે અને શાશ્વતમંગળ છે. અાંત્વને અહત્વથી અને મમત્વને સમત્વથી ગાળી આપે છે - વળી આપે છે દૂર કરી આપે છે તેથી મંગળ અઈવ પરમાત્મતુલ્યતાનો અને સમત્વ સર્વાત્મતુલ્યતાનો બોધ કરાવી આપે છે. એ બોધની દઢતા, શ્રી પરમેષ્ઠિનમસ્કાર કરી આપે છે, કેમકે તેમાં અહત્વને નમસ્કાર છે. અને અહત્વ એ સમત્વથી ભરપુર છે તેથી સમત્વસહિત અત્વનું ધ્યાન જેમાં છે, તે શ્રીપરમેષ્ઠિનમસ્કાર મમત્વ અને અહંત્વને દૂર કરી આપે છે એમાં કોઈ શંકા નથી. સમત્વ સર્વ જીવો સાથે એકતા સાધી આપે છે અને અહત્વ પરમાત્મા સાથે પોતાના આત્માની એકતા સાધી આપે છે. મનન વડે રક્ષણ થાય છે- એ મંત્રનો તાત્ત્વિક અર્થ છે. એટલે મંત્ર દ્વારા દેવતા, ગુરુ અને આત્મા સાથે ઐક્ય સ્થાપન કરવું તે ભાવાર્થ છે. મંત્ર મનને અને પવનને આત્મા સાથે ઐક્ય કરી આપે છે અને તેના મનન દ્વારા આત્મા ગુરુ અને દેવતા સાથે ઐક્ય કરી લે છે. મંત્રના અક્ષરો મન અને પવન સાથે સંબંધ રાખે છે. મંત્રનો અર્થ દેવતા અને ગુરુ સાથે સંબંધ રાખે છે. એ રીતે દેવતા, ગુરુ અને મંત્રની એકતા સાધવા દ્વારા મંત્રમૈતન્ય પ્રગટે છે. અને મંત્રમૈતન્ય પ્રગટ થવા દ્વારા યથેષ્ટફળની સિદ્ધિ થાય છે. દેવતા અને ગુરુનો સંબંધ સકળ જીવસૃષ્ટિ સાથે છે, તેથી મંત્રમૈતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. સમત્વનો લાભ એ તથાભવ્યત્વનો વિકાસ છે, મમત્વનો નાશ એ સહજમળનો હ્રાસ છે. સમત્વનો વિકાસ અાંત્વની સાથે સંબંધ કરાવી આપે છે અને મમત્વનો નાશ અાંત્વને ઓગાળી આપે છે. અહત્વ અને મમત્વ એ વિજાતીયકર્મદ્રવ્યના સંબંધથી મનઃકલ્પિત હતાં, તે કલ્પના સમત્વ અને અહત્વની સાધના દ્વારા ગળી જાય છે. વિકલ્પકલ્પિત અહત્વ અને મમત્વની કલ્પના ઓસરવા માંડે છે, તેમતેમ વિજાતીય દ્રવ્યના સંબંધમાં આવવાની જીવની યોગ્યતા પણ ઘટતી જાય છે. વિજાતીય દ્રવ્યના સંબંધને અને અહંન્દુ-મમત્વની કલ્પનાને કાર્યકારણભાવનો સંબંધ છે. એકના ઘટવાથી બીજાનું ઘટવું અવશ્યમેવ થાય છે. જ્ઞાન અને ક્રિયા ઉભય મળીને મોક્ષનો માર્ગ બને છે એવું શાસ્ત્રકાર ભગવંતોનું ફરમાન છે. વ્યવહારકાળમાં ક્રિયા અને ધ્યાનકાળમાં જ્ઞાન મુખ્ય બનીને કર્મને અને મહત્વ-મમત્વને ઘટાડનારા થાય નમો’ પદનું માહાભ્ય નો-દુષ્કૃત- “ર્દિ સુબ્રતાનુનીવના | ‘તા શરમi | નમો’ વડે યોગ્યતા અને યોગ્યતા વડે રક્ષણ એ અર્થ પણ થાય છે. R 2લોક્યદીપક મહામંત્રાધિરાજ પN ૪૦૪ WARISTURRITICIS Page #447 -------------------------------------------------------------------------- ________________ ‘અરિ’ને હણનારા, યોગ્યતાને આપનારા અને તે વડે રક્ષણ કરનારા એવો અર્થ પણ થાય છે. ‘નમો’ એ મનરૂપી માથાનો મુગટ છે ‘નમો’એ મનરૂપી કંઠનો હાર છે. ‘નમો’ એ મનરૂપી અંગુલીની મુદ્રિકા છે. ‘નમો' એ મનરૂપી ધનુષ્યનું બાણ છે. ‘નમો’ એ મનરૂપી અરણિનું ઉત્તરકાષ્ઠ છે. ‘નમો' એ મનરૂપી સોયનો દોરો છે. તેથી તેનું શ્રવણ, મનન અને નિદિધ્યાસન અનુક્રમે સવિકલ્પસમાધિથી નિર્વિકલ્પ સમાધિ સુધી પહોંચાડે છે. સમાધિ સુધી પહોંચવું એ જીવને અત્યંત હિતકર છે. વળી ‘નમો’ એ મનરૂપી સમ્યગ્દષ્ટિનો દેવ છે, મનરૂપી સમ્યજ્ઞાનીનો ગુરુ છે, મનરૂપી સમ્યક્ ચારિત્રિનો ધર્મ છે. અભેદભાવ ટાળવાનું સાઘન નમસ્કારભાવ સિવાય માનસિક ભેદભાવ ન ટળે અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર-મમકા૨ ન ઓગળે. અહંકાર અને મમકા૨નું ઓગળવું એટલે ભેદ-ભાવનું ટળવું. અભેદભાવ સિવાય જીવ, જીવને જીવરૂપે કદીય ન ઓળખે, ન આવકારી શકે, ન ચાહી શકે. તે અભેદભાવને સાધવા માટે ‘નમો' અદ્વિતીયસાધન છે. આત્મવિકાસના ત્રણ ઉપાયો પહેલાં પાંચ પદનો મૂળમંત્ર છે. અને તે ચતુઃશરણગમનાત્મક છે. ચૂલિકાનાં પહેલાં બે પદો દુષ્કૃતગર્હાત્મક છે અને છેલ્લાં બે પદો સુકતાનુમોદનાત્મક છે. એ રીતે ભવ્યત્વપરિપાકના ત્રણે ઉપાયો ચૂલિકા સહિત મૂળમંત્રમાં અંતર્ભાવ પામી જાય છે. પાપનું મૂળ અજ્ઞાન અને મિથ્યાત્વ છે. મંગળનું મૂળ જ્ઞાન અને સમ્યક્ત્વ છે. શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર વડે પાપનું સંસારનું મૂળ મિથ્યાત્વ બળી જાય છે અને ધર્મનું - મોક્ષનું મૂળ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. સમ્યક્ત્વ ગુણાનુરાગરૂપ, સુકૃતાનુમોદનરૂપ છે. મિથ્યાત્વ ગુણદ્વેષરૂપ, દુષ્કૃતાનુમોદનરૂપ છે. શ્રી નવકાર વડે દુષ્કૃતનો રાગ નાશ પામે છે અને સુકૃતનો રાગ જાગે છે. શ્રી અરિહંત, સિદ્ધ, સાધુ અને ધર્મ શરણ આપવા લાયક આ ચાર શ્રી નવકારના પ્રથમનાં પાંચ પદમાં આવી જાય છે. શરણ એટલે ગતિ, મતિ, આશ્રય, આલંબન, પ્રાણ, ત્રાણ, જીવન, આધાર ઇત્યાદિ કોઈપણ અર્થ લઈ શકાય છે. પ્રથમપદમાં પણ ‘નમો એ દુષ્કૃતગર્હ અર્થમાં, ‘અરિહં' એ સુકૃતાનુમોદન અર્થમાં અને ‘તાણં' એ શરણગમન અર્થમાં લઈ શકાય છે. આત્મજ્ઞાનનું કારણ શ્રી ૫૨મેષ્ઠિનમસ્કાર એ પરમાત્મજ્ઞાન દ્વારા આત્મજ્ઞાન કરાવનાર હોવાથી અને આત્મજ્ઞાન કર્મક્ષયનું કારણ હોવાથી મુમુક્ષુઓનો મહામંત્ર છે. સ્વાધ્યાય અને ધ્યાનરૂપી આવ્યંતરતપનું કારણ હોવાથી તથા પ્રાયશ્ચિત્ત અને વિનયરૂપ હોવાથી તથા વેયાવચ્ચ અને કાયોત્સર્ગનું પણ પ્રબળ અને અંતરંગ કા૨ણ હોવાથી શ્રી અનુપ્રેક્ષાકિરણ પ ૪૦૫ Page #448 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર મહામંત્રના જાપનું અનુષ્ઠાન આવ્યંતરતપના છએ છ પ્રકારોનો સંગ્રહ કરનારું છે. શ્રી નમસ્કાર મહામંત્રના જાપનું અનુષ્ઠાન આ રીતે આત્માને એકાંત હિતકારી છે. સાધુને સૂત્રાર્થ કરવાના કહ્યા છે તે પણ અવસ્થા વિશેષે મહામંત્રના જાપથી અને તેના અર્થની ભાવનાથી સિદ્ધ થાય છે. ચૌદ પૂર્વીઓને પણ આ મહામંત્ર આલંબનરૂપ કહ્યો છે, તેનું મુખ્ય કારણ તે આત્માની જ ભિન્નભિન્ન અવસ્થાઓનો સ્મારક અને પ્રતિપાદક હોવાથી આત્મજ્ઞાન થવામાં અસાધારણ કારણ બને છે. મનરૂપી શલ્યનું ઔષધ શ્રી નવમસ્કાર મહામંત્ર એ મન વડે સાધ્ય છે અને મન એ “દેહલી ડિલી)દીપક; ન્યાયે એક બાજુ પ્રાણ અને શરીર તથા બીજી બાજુ બુદ્ધિ અને આત્મા સાથે સંબંધિત હોવાથી શ્રી નમસ્કાર મહામંત્ર વડે આત્માની સમગ્રતાશુદ્ધ થાય છે. બીજી રીતે વિચારતાં મન એ જ શલ્યની જેમ-કાંટાની જેમ આત્માને દુઃખદાયી છે. તે મનરૂપી કાંટાને કાયા અને વચનરૂપી ચીપિયા વડે પકડીને સ્થિર કરીને મંત્રજાપરૂપી ક્રિયા વડે કાઢીને દૂર ફેંકી દેવામાં આવે છે. મંત્રની ક્રિયા મુખ્યત્વે મન ઉપર થાય છે, મન વડે થાય છે, મનથી થાય છે, મન માટે થાય છે. મન અને મંત્રને અંતરંગ સંબંધ છે. જેવો મંત્ર તેવું મન બને છે. જેવું મન તેવો મંત્ર ફળે છે. તેથી મંત્રના આરાધકે મનને સુધારવું જોઈએ અને મનને સુધારવા માટે મંત્ર સર્વશ્રેષ્ઠ પસંદ કરવો જોઈએ. મંત્ર અક્ષરરૂપ હોવાથી અક્ષર-અવિનાશી એવા આત્માને મન વડે પકડી શકે છે, અથવા મન જેમ સૂક્ષ્મ છે તેમ તેને પકડવા માટેનું સાધન પણ સૂક્ષ્મ જોઈએ. બીજા બધાં સાધનો કરતાં અક્ષરો સૂક્ષ્મ હોવાથી મનને પકડવા અને વશવર્તી બનાવવા માટે તે વધારે અસરકારક છે. પવિત્રતાનો હેતુ કલિકાલસર્વજ્ઞવિરચિત શ્રી યોગશાસ્ત્રમાં કહ્યું છે કે, 'न्याय्ये काले ततो देवगुरुस्मृतिपवित्रितः । निद्रामल्पामुपासित प्रायेणाऽब्रह्म-वर्जकः ॥ યોગશાસ્ત્ર, પ્રકાશ-૩, શ્લોક-૧૩૦ ટીકા :- ‘પત્ર વૈતત્ વતું શરમનતાલુબ્રતાનુમોદના પંઘનમાપ્રકૃતીનામું नह्येतत्स्मरणमन्तरेण पवित्रता भवति । स्मृतिःमनस्यारोपणं तया पवित्रितो निर्मलीभुतात्मा ।। અર્થ:- ત્યારબાદ યોગ્ય અવસરે દેવગુરુના સ્મરણથી પવિત્ર થયેલો શ્રાવક અલ્પનિદ્રાને કરે, મોટે ભાગે અબ્રહ્મનો વર્જક હોય. આ શ્લોકની ટીકામાં લખ્યું છે કે (અહીં દેવગુરુના સ્મરણથી પવિત્ર થવાનું કહ્યું, તેના ઉપલક્ષણમાં ચતુદશરણગમન, દુષ્કૃતગર્તા, સુકૃતાનુમોદના, પંચનમસ્કારસ્મરણ વગેરે સમજવાં. કારણ કે એ બધાનાં સ્મરણ વિના પવિત્રતા થતી નથી. સ્મરણ એટલે મનને વિષે આરોપણ, તે વડે પવિત્ર એટલે નિર્મળ થયેલો અંતરઆત્મા છે. જ ૪૦૬ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #449 -------------------------------------------------------------------------- ________________ ચૈતન્યની ઉપાસના ચૈતન્યના એક અંશની પણ હીલના અનંતચૈતન્યની આશાતના છે. ચૈતન્યના એક અંશનું પણ બહુમાન સર્વચૈતન્યની ભક્તિરૂપ છે. શ્રી પંચપરમેષ્ટિભગવંતોનું બહુમાન પણ ચૈતન્યના બહુમાનના કારણે છે, કેમકે ૫૨મેષ્ઠિભગવંતોને ૫રમેષ્ટિપદની પ્રાપ્તિ ચૈતન્યની ભક્તિના પરિણામ છે. ૫૨મેષ્ઠિઓની અભક્તિ, અબહુમાન, ઉપેક્ષા કે માધ્યસ્થ્ય એ ચૈતન્યની જ અભક્તિ, અબહુમાન, અવજ્ઞા કે આશાતનારૂપ છે. एगम्म पूईए सव्वे ते पूईया होन्ति । एगम्मि हीलिए सव्वे ते हीलिया होन्ति ॥ આ ન્યાય તીર્થંકરો, સિદ્ધો, સાધુઓ કે ધર્મના કોઈપણ અંગને લાગુ પડે છે. એકની હીલનાથી સર્વની હીલના અને એકની પૂજાથી સર્વની પૂજા, તેની પાછળ પણ રહસ્ય તો ચૈતન્યના બહુમાનનું જ છે. વિષયોને નમવાનું છોડીને પરમેષ્ટિભગવંતોને નમવું તેનો અર્થ જડને નમવાનું છોડીને ચૈતન્યભાવને નમવું તે છે. ચૈતન્યતત્ત્વની ઉપાસના એ જીવની મુક્તિનું કારણ છે. જડતત્ત્વની ઉપાસના જીવના બંધનનું કારણ છે. એકમાં વિવેક છે, બીજામાં અવિવેક છે. વિવેક એ પ્રકાશ છે, અવિવેક એ અંધકાર છે. વિવેકી આત્મા ચેતનને નમે છે, અવિવેકી આત્મા જડને નમે છે. વિવેક વિચા૨થી જન્મે છે અને વિચા૨ એ સત્યની શોધ છે. સત્ય તે છે કે ‘જડ’ સુખરહિત છે અને ‘ચેતન' સુખનો આધાર છે. ચેતનતત્ત્વ સુખભરપુર છે, જડતત્ત્વ સુખરહિત છે. ચેતનની ઉપાસનાથી હૃદયશુદ્ધિ થાય છે. હૃદયશુદ્ધિ એટલે જીવો પ્રત્યે આત્મતુલ્યભાવ અને જડ પ્રત્યે આત્મભિન્નભાવ. ચૈતન્યની ભક્તિ અને જડની અનાસક્તિ ઉપાદેય છે. ચૈતન્યની સ્પૃહા અને જડની અસ્પૃહા એ કર્તવ્ય છે. ધર્મ તેનું નામ છે કે જેના વડે ચૈતન્યતત્ત્વનું ધારણ, પોષણ અને શોધન થાય. એ ધર્મ સહુને સુખકારી છે. કોઈ એકને પણ અસુખકારી નથી. ધર્મ એ સાર્વજનિક ( સર્વનનેભ્યો હિત કૃતિ સાર્વનિઃ) વસ્તુ છે. જે સર્વને પણ સુખ કરે તે ધર્મ છે. કોઈ એકને કરે અને એકને ન કરે તે ધર્મ નથી પણ પાપ છે. શ્રી નવકારનું ફળ મનનરૂપી મલિન જળમાં ‘નમો અરિહંતાણં'ના જાપરૂપી કતકચૂર્ણ અર્થાત્ નિમર્લીચૂર્ણ સતત પડતું રહેવાથી તે સ્વચ્છ થતું જાય છે. મનને સ્વચ્છ કરવાની પ્રક્રિયા એ જ પ્રથમપદના જાપનો પ્રધાન હેતુ છે. શ્રી નવકારમાં ચિત્તનું ચોંટવું એ જ મોટું ફળ છે. કહ્યું છે કે महीयसामपि महान् महनीयो महात्मनाम् । अहो मे स्तुवतः स्वामी स्तुतेर्गोचरमागमत् ॥ અનુપ્રેક્ષાકિરણ પ શ્રી વીતરાગસ્તોત્ર-મહિમસ્તવ શ્લોક-૮ ૪૦૭ Page #450 -------------------------------------------------------------------------- ________________ અર્થ:- અહો આશ્ચર્યની વાત છે કે મોટાથી પણ મોટા અને પૂજ્યોના પણ પૂજ્ય એવા આપ મારી સ્તુતિના વિષય બન્યા છો. जन्मवानस्मि धन्योस्मि, कृतकृत्योऽस्मि यन्मुहुःजातोऽस्मि त्वद्गुणग्रामरामणीयकलम्पटः ॥ શ્રી વીતરાગસ્તોત્ર-ભક્તિસ્તવ, શ્લોક-૯ અર્થ - મારો જન્મ સફળ છે, હું પુણ્યવાન છું, હું કૃતાર્થ છું, કારણ કે મારું મન જ હે પ્રભુ ! તમારા અગણિતગુણોના સમૂહની મનોહરતામાં વારંવાર લંપટ-લાલચુ બન્યું છે. આ વગેરે વાક્યો શ્રી નવકારના સાચા ફળને જણાવનારાં છે. પ્રભુમાં ચિત્ત લાગવું એ જ મોટું ફળ છે. પછીનું કાર્ય આપણે કરવાનું નથી, તે સ્વભાવથી જ થાય છે. આપણો પુરુષાર્થ તો શ્રી નવકારના અક્ષરોમાં અને અર્થમાં આપણા ચિત્તને પરોવવામાં છે. એક વખત ચિત્ત જો તે અક્ષરોના સ્મરણમાં અને અર્થના ધ્યાનમાં લીન થયું તો પછી જન્મ કૃતાર્થ થઈ ગયો, આ જન્મમાં મેળવવા લાયક મળી ગયું. શ્રી અરિહંત પરમાત્માના નમસ્કારમાં ચિત્તનો પ્રવેશ થવો એ જ અરિહંત બનવાની ઉત્તમ પ્રક્રિયા છે. વિવિધ ઉપમાઓ નમો રૂપી અગ્નિનો આત્મસુવર્ણની સાથે યોગ થતાં જ મલિનતા બળી જાય છે અને શુદ્ધિ, ઉજ્જવળતા વગેરે વિકસતાં જાય છે. અથવા મન તે તામ્ર છે અને “નમો” તે અગ્નિ અથવા પારસમણિ છે. અગ્નિથી મલસંકોચ અને મણિથી ઉજ્જવલીકરણ થાય છે, તેથી બંને ઉપમાઓ સાર્થક છે. મનરૂપી જળમાં “નમો'રૂપી તૈલબિન્દુ પડવાથી અરિહંતભાવ વડે મન વ્યાપ્ત થઈ જાય છે. નમો' એ છત્રનો દાંડો છે અને “અરિહંતાણં” એ મસ્તક પરનું છત્ર છે. શ્રી નવકારના અક્ષરો એકદેશવ્યાપી છે અને શ્રી નવકારનો ભાવ સર્વદેશવ્યાપી છે. સ્વાર્થને નમસ્કાર કરવો તે માનવદેહનું અપમાન છે. મનમાં રાગદ્વેષને રમવા દેવા તે વિશ્વહિતનું અપમાન છે. નમસ્કાર એટલે સ્વાર્થને નમાવવો અને પરમાર્થને નમવું. હું” ને સાથે લઈને કોઈ મોક્ષમાં ગયું નથી અને જવાનું પણ નથી. કેવળ સ્વાર્થના વિચારો પ્રાણોને દૂષિત કરે છે. દૂષિત થયેલા તે પ્રાણો ભાવદયા અને “ભાવદાન માટેની પાત્રતા ગુમાવી દે છે. સ્વાર્થ પાપને વધારનારો છે, માટે તેને ઘડાટવો જોઈએ. પરમાર્થ ભવ્યત્વનો વિકાસ કરનાર છે, માટે તેને વધારવો જોઈએ. વિષય-કષાયને નમવાથી સહજમળનું બળ વધે છે. શ્રી પંચપરમેષ્ઠિભગવંતોને નમવાથી તથાભવ્યત્વનું બળ વધે છે. ભાવથી અદરિદ્ર શ્રી નવકારને ગણનારો ભાવથી દરિદ્ર ન હોય. દરિદ્ર એટલે કૃપણ. કૃપણ એટલે પોતાની પાસે હોય તે વસ્તુને ભોગવે પણ નહિ અને અન્યને આપે પણ નહિ. ४०८ મૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #451 -------------------------------------------------------------------------- ________________ ‘સર્વ જીવો સુખી થાઓ' એવો ભાવ આપવા માટેનું મન મળેલું હોવા છતાં, તેનો ઉપયોગ કરે જ નહિ તે ભાવકૃપણ છે. ભાવથી દરિદ્રી છે. શ્રી નવકારના ગણનારમાં તે દરિદ્રતા ટકતી નથી, કેમકે શ્રી પંચપરમેષ્ઠિભગવંતો મૈત્યાદિ ભાવથી ભરેલા છે. શ્રી અરિહંતો મૈત્ર્યાદિભાવોના આદ્યપ્રસારક છે, ઉત્પાત્ક છે, તે ભાવોને સકળ વિશ્વમાં વહેતા મૂકનારા છે. શ્રી સિદ્ધભગવંતો તે ભાવને સિદ્ધ કરનારા છે. શ્રી આચાર્યભગવંતો તે ભાવને આચરણમાં મૂકવા તથા મુકાવવા પ્રયત્નશીલ છે. શ્રી ઉપાધ્યાયભગવંતો તે ભાવને વિકસાવનારાં શાસ્ત્રોને ભણનારા તથા ભણાવનારા છે. શ્રી સાધુભગવંતો તે ભાવને મન, વચન અને કાયાથી સાધનારા છે. જેનું અંતઃક૨ણ મૈત્યાદિ ભાવથી વાસિત હોય, તેનું પુણ્ય ખૂટતું જ નથી. નવું પુણ્ય ધોધબંધ આવ્યા જ કરે છે. તેથી તેનું દ્રવ્યદારિદ્ર પણ ટકતું નથી. દ્રવ્યથી અને ભાવથી તે સદા સમૃદ્ધ રહે છે. તેથી જ કહેવાય છે કે ‘શ્રી નવકારને ગણનારો કદી દરિદ્રી હોતો નથી.’ મંત્રની ગૂઢશક્તિ ‘ૐૐ હ્રીં ઔં અર્હ’ નમઃ' એ સાત અક્ષરો, ‘નમો અરિહંતાણં' પદનું જ સંસ્કૃત રૂપાંતર છે. વળી ‘નમો અરિહંતાણં' પદના ગર્ભમાં ‘અયમાત્મા વ્રઘ’। ‘તત્ત્વમસિ અન્ન બ્રહ્માસ્મિ’। ‘સર્વે હસ્વિયં બ્રહ્મ’| ‘પ્રજ્ઞાનમાનવું બ્રહ્મ’| વગેરે વેદના મહાવાક્યો પણ અંતર્ભૂત થઈ જાય છે. મંત્રાક્ષરો ગૂઢ સાંકેતિકપદોથી યુક્ત હોય છે. તેને યોગ્ય અધિકારી જીવો આગળ જ ખોલવામાં આવે છે. અથવા દેવભક્તિ અને ગુરુભક્તિના પ્રભાવે સાધકના અંતઃકરણમાં તે તે અર્થો આપોઆપ ઊઘડી જાય છે. બધાં શાસ્ત્રોનાં અધ્યયનનો સાર અંતે દેહાત્મબુદ્ધિ ટાળી પરમાત્મબુદ્ધિ પેદા કરવી તે છે અને તેના ઉપાય તરીકે અંતરાત્મબુદ્ધિનો અધિકાર પ્રાપ્ત કરવાનો છે. હૃદયશુદ્ધિ થવાથી તે અધિકાર આવે છે. ‘નમો અરિહંતાણં' પદ દેહાત્મબુદ્ધિ ટાળી, અંતરાત્મબુદ્ધિ જગાડી, ૫રમાત્મબુદ્ધિ પ્રાપ્ત કરાવી આપે છે તેથી તે મહામંત્ર છે. ચૌદ પૂર્વધરોને પણ બધું છોડીને અંતે શરણ લેવા લાયક છે. એ જ એક મહામંત્રની આરાધનાથી તેઓ કૃતકૃત્ય થઈ જાય છે. આજ્ઞાપાલન પ્રભુની આજ્ઞાનું પાલન એટલે પરમેષ્ઠિનમસ્કારનું સતતધ્યાન અને સામાયિકની ક્રિયાનું સતતસેવન. એથી પ્રભુ પ્રસન્ન થાય છે, અર્થાત્ પ્રભુપ્રસન્નતાથી મળનારા પરમપદની પ્રાપ્તિ થાય છે. નમ્રતાની મહત્તા શ્રી નવકારમાં વૃત્તિની ક્રાન્તિ છે, દર્શનનું રૂપાંતર છે, દૃષ્ટિનું પરાવર્તન છે. શ્રી નવકાર વડે પોતાના અહંકારની ક્ષુલ્લકતા, ક્ષુદ્રતા, તુચ્છતા, હીનતા, લઘુતા દેખાય છે. પરમતત્ત્વની મહત્તા, ભવ્યતા, સારમયતા, ગુરુતરતા, ઉચ્ચતમતાનો ખ્યાલ આવે છે. અહંતાનો ફોડલો (ફોલ્લો) ફૂટી જાય છે અને મમતાનું પરુ નીકળી જાય એટલે જીવને શાન્તિ થાય છે. અનુપ્રેક્ષાકિરણ પ ૪૦૯ Page #452 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનની અનંતતા, અપારતા અને ગંભીરતા સમજાય છે. નમસ્કાર' આદરજ ક્રિયા છે. સાચા પ્રણામમાં પ્રણમ્યની મહત્તાનો અને પોતાની અલ્પતાનો ભાનપૂર્વક સ્વીકાર હોય છે, અહંભાવ ઓગળે એટલે પ્રણામ થઈ જાય. દ્રવી ગયેલો અહંકાર જ્યારે શૂન્યવત્ થઈ જાય ત્યારે પરમેશ્વરની પ્રેયસી “નમ્રતા' પ્રગટે છે. આ નમ્રતા બ્દયમાં પરમેશ્વરની “ગ્રાહક' બને છે. તેથી સાત્ત્વિકપ્રસન્નતા પેદા થાય છે. સાત્ત્વિકપ્રસન્નતા, પવિત્રતા, નિર્મળતા એકાર્થક છે. ત્રણ પ્રકારના ચોગા સર્વાત્મભાવની આરાધના એ કર્મયોગ છે, તેથી ચિત્તના બળદોષ દૂર થાય છે. પરમાત્મભાવની આરાધના એ ભક્તિયોગ છે, તેથી ચિત્તના વિક્ષેપદોષ દૂર થાય છે. બ્રહ્માભેંક્યની આરાધના એ જ્ઞાન યોગ છે. તેથી આત્મા ઉપરના આવરણદોષ દૂર થાય છે. “નમો'ના “નમ” પદાર્થ વડે “મમ' ભાવ જાય છે. શ્રી અરિહંતના અભાવ વડે “સમ'ભાવ આવે છે. “નમ'ભાવ વડે મમ'ભાવ દૂર કરીને અને અહંભાવ વડે “સમભાવ પ્રાપ્ત કરીને આત્મા રાગદ્વેષથી મુક્ત થાય છે. વીતરાગભાવને પામે છે. “મમ'ભાવ એ સ્વાર્થભાવ છે, તેનો “નમ'ભાવ વડે તિરસ્કાર કરી “સમ' ભાવ કે જે સર્વાર્થભાવ છે તેને પ્રાપ્ત કરી શકાય છે. સર્વાર્થભાવ વડે સ્વાર્થભાવ ટળે છે. સ્વાર્થભાવ ટળવાથી સહજમળ કે જે પાપનું મૂળ છે તે જાય છે. સર્વાર્થભાવ વિકસાવાથી મુક્તિગમન યોગ્યતા કે જે મંગળનું મૂળ છે. તે વિકસે છે. “નમો અરિહંતાણં' એ એક જ પદમાં કર્મયોગ, ભક્તિયોગ અને જ્ઞાનયોગ ત્રણેની આરાધના થઈ જાય છે, ચિત્તના મળ, વિક્ષેપ અને આવરણ દોષ હટી જાય છે. આત્માની સહજ અયોગ્યતા ટળે છે અને સહજ યોગ્યતા વિકસે છે. એ વિકાસની પરાકાષ્ઠા એ જ સકળકર્મ મુક્તિરૂપી “મોક્ષ' નામનો પદાર્થ છે. જેને મોક્ષનો ખપ છે તેને માટે શ્રી નવકારનું પ્રથમપદ અને તેનું આરાધન અપરિહાર્ય છે. નમો'પદની સાથે છે કારનો સંબંધ ૩૪ માં નમો અને નમોમાં ૩૪ સમાઈ જાય છે. નમો અને ૐ બંને સંજ્ઞા અને વ્યંજના ઉભયથી સમાન છે. મો' અક્ષરને ઊલટાવાથી ૐ ધ્વનિ પેદા થાય છે. ૐ ધ્વનિને આલેખવાથી “નમો’ પદ પ્રકટે છે. કેમકે ન મળીને ૩ૐ આકૃતિ થાય છે. તેથી 38 અને નમો એ બે પદાર્થ એક જ છે. ૐ નમઃ મંત્ર પણ તેમાંથી જ ઉત્પન્ન થાય છે. ૩ૐ એ શ્રી પંચપરમેષ્ઠિવાચક પદ છે. તેને નમસ્કાર, તેમની આજ્ઞાને નમસ્કાર એ જ કર્મના ભીષણ બંધનમાંથી છૂટવાનો અનન્ય ઉપાય છે. શ્રી નવકારમાં અધ્યાત્મ શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની આજ્ઞાને નહિ માનવાથી જ જીવ ભવભ્રમણ કરે છે. તેમની આજ્ઞા એટલે સર્વાત્મભાવ અને પરમાત્મભાવને પામવાના ઉપાયરૂપ આચાર અને જ્ઞાનને જીવનમાં સાધવા તત્પર રહેવું. “સર્વ જીવો આત્મતુલ્ય છે.' એવા શ્રી પરમેષ્ઠિભગવંતોનાં જ્ઞાન અને ઉપદેશ મુજબ જીવનમાં વર્તન કરવું. તેથી સર્વાત્મભાવ સ્થિર થાય છે. તે સ્થિર થતાં જ પોતાના આત્મામાં પરમાત્માના દર્શન થાય છે, પછી સર્વ આત્મસ્વરૂપ, પરમાત્મતુલ્ય દેખાય છે. AN ૪૧૦ ચદીપક મહામત્રાધિરાજ Page #453 -------------------------------------------------------------------------- ________________ એ જ્ઞાન અને દર્શન પાછું પોતાના આત્મામાં રમણ કરાવનારું વર્તન લાવી આપે છે. વાત્માનધિત્વ પંવારના આત્માને ઉદ્દેશીને પંચાચારના પાલનરૂપી અધ્યાત્મને મેળવી આપે છે. સર્વ જીવોને આત્મતુલ્ય માનીને તેમની સાથે આત્મતુલ્ય વર્તનરૂપી વ્યવહાર એ જુસૂત્રનયનું અધ્યાત્મ છે. પોતાનો અને સર્વનો આત્મા પરમાર્થથી પરમાત્મા તુલ્ય છે એમ માનીને પોતાના આત્મામાં જ પંચાચારનું પાલન તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂતનયનું અધ્યાત્મ છે. અધ્યાત્મમાં ચિત્તવિશુદ્ધિ જોઈએ અને યોગવિશુદ્ધિ પણ જોઈએ. | ચિત્તની વિશુદ્ધિ જેમાં પ્રધાન છે અને યોગની વિશુદ્ધિ તેના કારણરૂપે હોઇને ગૌણ છે તે વ્યવહાર અને જુસૂત્રનયનું અધ્યાત્મ છે. ચિત્તની વિશુદ્ધિ જેમાં કારણ હોઈ ને ગૌણ છે અને યોગની વિશુદ્ધિ જેમાં મુખ્ય છે તે શબ્દ, સમભિરૂઢ અને એવંભૂત નયની દષ્ટિએ અધ્યાત્મ છે. આ રીતે નય વિભાગને યથાર્થપણે સમજીને સ્યાદ્ધદષ્ટિથી સમન્વય સાધીને જ કોઈ સ્વરૂપમાં વિશ્રાન્ત થવા માટેના પ્રયત્નમાં લીન છે તે અધ્યાત્મનું ભાજન થાય છે. સર્વ જીવોનો ઉપકાર સર્વ જીવો હિતચિંતા માટેનું આલંબન પૂરું પાડે છે માટે નિશ્ચયથી માનનીય આદરણીય છે. તેમની હયાતીમાત્ર જ્ઞાનીને સ્વકલ્યાણમાં નિમિત્ત બને છે તેથી ઉપકારદષ્ટિથી અને ગુણદષ્ટિથી જોવાલાયક ગુણ કરનારા હોવા છતાં ગુણદષ્ટિએ ન જોવાય તો કૃતજ્ઞતાગુણ હણાય છે. અજ્ઞાની ઉપકારીને પણ ઉપકારી તરીકે જાણતો નથી. જ્ઞાની ઉપકાર ન કરનારા છતાં ઉપકારમાં નિમિત્ત બનનારને પણ ઉપકારી તરીકે જાણે છે. પૂજા, દાન અને આત્મભોગા વન્ To worship પૂજા, દાન અને ભોગ એ ત્રણ અર્થ યજૂ ધાતુના થાય છે, તેમાં છેલ્લો અર્થ મહત્ત્વનો છે. “નમો' પદ પણ પૂજા અર્થમાં હોવાથી દાનાર્થે, પૂજનાર્થે અને આત્મભોગાર્થે યોજી શકાય છે. નમો’ પદ વડે શ્રી પરમેષ્ઠિઓની ભાવપૂજ, પરમેષ્ઠિઓને સન્માનનું દાન અને પરેષ્ઠિઓમાં આત્માનું વિસર્જન સધાય છે. એક સાચો નમસ્કાર આ ત્રણે અર્થોની સિદ્ધિ કરે છે. નમો’ પદ અને તેની પુનઃ પુનઃ ભાવના વડે બહારથી નાના બનાય છે અને અંદરથી મોટા થવાય છે. બહારથી નાના થનારને કષાયોનાં આકર્ષણ નથી અડતાં, અંદરથી મોટા થનારને કષાયોના હુમલા નથી નડતા. એ રીતે જે શ્રી નવકારને ભાવિત કરવા પ્રયત્ન કરશે તેને તેના પ્રથમપદના સાત અક્ષરોમાં અપૂર્વ ચમત્કાર દેખાશે, સર્વ તીર્થંકર, ગણધરોનાં આંતરદર્શન થશે. સર્વમંત્ર અને વિદ્યાઓની સિદ્ધિ થશે. IN અનુપ્રેક્ષાકિરણ ૫ Page #454 -------------------------------------------------------------------------- ________________ પ્રથમપદના સાત અક્ષરો શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોનું શ્વેતવણે ધ્યાન કરવાનું છે. તે શ્વેતવર્ણમાં સાત રંગ રહેલા છે, તે સૂર્યના સાત ઘોડા સ્વરૂપ છે. એટલે પ્રથમપદના જાપથી તે પદના સાત અક્ષરો સાત ઘોડારૂપ બનીને આત્મરૂપી સૂર્યનો સંબંધ કરાવે છે. આત્મા એ સૂર્ય છે. તેના જ સાત ઘોડા એ સાત વર્ગો છે, તેને તે સાત ઘોડાને જાણે કે સાત અક્ષરોમાં વર્ણવ્યા છે. પ્રથમપદનું ધ્યાન એ સાત અશ્વવાળા સૂર્યનું ધ્યાન છે. સૂર્ય એ આત્માનું પ્રતીક હોવાથી શુદ્ધ આત્માનું જ ધ્યાન છે. શુદ્ધ આત્માનું ધ્યાન કરાવનાર હોવાથી પ્રથમપદનો મહિમા અવર્ણનીય છે. કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી ફરમાવે છે કે - यदीच्छेद् भवदावाग्नेः समुच्छेदं क्षणादपि । स्मरेत् तदाऽऽदिमंत्रस्य, वर्णसप्तकमादिमम् ॥ યોગશાસ્ત્ર, પ્રકાશ-૮ અર્થ - જો ભવરૂપી દાવાનળનો એક ક્ષણમાં જ સમૂળ ઉચ્છેદ કરવાની ઈચ્છા હોય તો આદિમંત્ર (શ્રી નવકાર)ના પહેલા પદના સાત અક્ષરોનું સ્મરણ કરો. કૃતજ્ઞતા અને પરોપકારનો મહામંત્ર કૃતજ્ઞતા વિનાનો પરોપકાર એ અહંકાર છે અને પોપકાર વિનાની કૃતજ્ઞતા એ માયાચાર છે. પરોપકારને નિરહંકાર બનાવવા માટે કૃતજ્ઞતાભાવની જરૂર છે. કૃતજ્ઞતાગુણને કેવળ શિષ્ટાચારરૂપ નહિ બનાવવા અને મિથ્યાચારરૂપ બનતા અટકાવવા માટે પરોપકારગુણની આવશ્યકતા છે. પરોપકારથી કૃતજ્ઞતા ચરિતાર્થ થાય છે અને કૃતજ્ઞતાથી પરોપકાર ધર્મરૂપ બને છે. સાચી સમજણ 'तुभ्यंनमस्त्रिभुवनार्तिहराय नाथ !' ત્રણભુવનના જીવોની પીડાને હરનારા હે નાથ ! તમને નમસ્કાર થાઓ. જે પ્રભુના ધર્મ વડે ત્રણ ભુવનના જીવોની પીડા ઓછી થતી હોય તો જ આ પ્રભુસ્તુતિ સાર્થક થાય. જે પ્રભુના સેવેલા કે ઉપદેશેલા ધર્મથી અન્યજીવોની પીડા દૂર થાય તો તે જ ધર્મનું સેવન કરનારા બીજાઓના ધર્મથી પણ એ કાર્ય થવું જોઈએ કેમ કે ધર્મપણું સરખું છે. આપણા ધર્મથી યોગ્યતા મુજબ સાક્ષાત્ કે પરંપરાએ ત્રણેલોકના જીવોને સુખ થાય છે અને ત્રણલોકના જીવોનાં દુઃખોનો ઘટાડો થાય છે, એવી સમજણ ઊગે તો ધર્મ કરતી વખતે ધર્મ કરનારમાં અનેરું બળ પ્રગટે. બધાં પાપોનું મૂળ પોતાના ધર્મથી પોતાને જ લાભ અને બીજાને કાંઈ નહિ, એ વિચાર જીવને કૃતજ્ઞતાગુણ અને પરોપકારગુણ એ બેથી વંચિત રાખે છે. બીજાના ધર્મથી થએલા ઉપકારનો તેમાં અપલોપ થાય છે અને બીજા ઉપર ઉપકાર કરવાના પોતાના પરિણામનો અભાવ થાય છે. બધાના ઉપકાર લેવાનું રહે છે, કરવાનું રહેતું નથી. તેથી એકલી સ્વાર્થવૃત્તિ દઢ થાય છે. અને સ્વાર્થવૃત્તિ જ બધાં પાપોનું મૂળ છે. સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પN Page #455 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતાગુણનો પ્રભાવ કૃતજ્ઞતાગુણથી સહજમળનો હ્રાસ થાય છે. પરોપકારગુણથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે. સહજમળના કા૨ણે જીવ કર્મના સંબંધમાં આવે છે અને કર્મનો સંબંધ તેને વિષયોન્મુખ બનાવે છે. વિષયોન્મુખતા એ સ્વાર્થવૃત્તિનું બીજું નામ છે. તથાભવ્યત્વનો પરિપાક જીવને ધર્મની સાથે સંબંધ કરાવે છે. ધર્મનો સંબંધ સમત્વભાવને વધારે છે. સમત્વભાવની વૃદ્ધિ એ પરોપકારવૃત્તિને ઉત્તેજીત કરે છે. નમ્રતા અને ઉદારતા કૃતજ્ઞતાદોષ સહજમળની વૃદ્ધિ કરે છે. પરોપકારવૃત્તિ, ભવ્યત્વભાવના વિકાસને પકવે છે. મુક્તિગમનની યોગ્યતા એટલે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની યોગ્યતા અને તે પરોપકાર પરાયણતાથી વિકસિત થાય છે. સ્વાર્થવૃત્તિની મુક્તિમાંથી પરોપકાર૫રાયણતા જન્મે છે અને તે જીવના નિર્મળસ્વભાવને પ્રગટાવે છે. જીવનો નિર્મળસ્વભાવ પ્રકટ કરવા માટે પરોપકારપરાયણ થવું જોઈએ અને પરોપકા૨પરાયણ થવા માટે કૃતજ્ઞતાગુણને વિકસાવવો જોઈએ. બીજાથી થયેલા પોતાના ઉપરના ઉપકારોનું જ્ઞાન થયા વિના થતી પરોપકારક્રિયા અહંકારભાવ અને સ્વાર્થભાવને પોષે છે. તેથી સ્વાર્થનું વિસર્જન થવાને બદલે ઊલટું દૃઢીકરણ થાય છે. ‘મેં પારકા ઉપર ઉપકાર કર્યો.’ એ વિચાર જ ‘હું’પણાને મજબૂત ક૨ના૨ છે. તેથી ‘હું’પણામાંથી છૂટવા માટે પરોપકારભાવ, કૃતજ્ઞતા ગુણમાંથી પ્રગટેલો હોવો જોઈએ. ‘મારા ઉપર સર્વના ઉપકારો થઈ રહ્યા છે' તેના સમ્યજ્ઞાનમાંથી થતો પરનો ઉપકાર, પરનું કાર્ય, એ અહંકા૨પોષક નહિ બને, પણ નમસ્કા૨પોષક બનશે. પરના જેટલા ઉપકાર મારા ઉપર થઈ રહ્યા છે તેનો અંશ પણ પ્રત્યુપકાર મારાથી થઈ શકતો નથી, એવો સ્પષ્ટ ખ્યાલ તેને રહેશે અને તે નમસ્કારપોષક બનશે. ‘કૃતજ્ઞતા’ પરના ગુણનું સતત સ્મરણ કરાવનાર હોવાથી સ્વાર્થના વિસ્મરણમાં ઉપકારક થાય છે અને પરોપકારના કાર્યમાં પ્રવેશ પામતા અહંકારભાવને રોકનાર થાય છે. સહજમળ એટલે અનાદિસ્વાર્થવૃત્તિને પોષક મળ તે સ્વાર્થવૃત્તિ, પરાર્થવૃત્તિથી જિતાય છે. પાર્થવૃત્તિ બે પ્રકારની છે : બીજાએ કરેલા ગુણોની સ્મૃતિથી થતી નમ્રવૃત્તિ અને બીજાના ઉપકાર ઉપર પ્રતિઉપકાર કરવારૂપ પોતાના કર્તવ્યના સ્મરણથી ઉત્પન્ન થતી ઉદારવૃત્તિ. ઉદારતા સ્વને ભુલાવવારૂપ છે અને નમ્રતા પરને યાદ રાખવારૂપ છે. સ્વ ( Self )ને ભૂલવા માટે પરાર્થતા અને પરને યાદ રાખવા માટે કૃતજ્ઞતા અનુક્રમે ભવ્યત્વભાવનો પરિપાક અને સહજમળનો હ્રાસ કરે છે. સહજમળનો નાશ કરવા માટે નમ્રતા અને ભવ્યત્વનો પરિપાક કરવા માટે ઉદારતા અનિવાર્ય છે. તે બંને ગુણોનું સેવન એક સાથે શ્રી નવકારના પ્રથમપદના આરાધનથી થાય છે, ‘નમો' એ કૃતજ્ઞતાનું અને ‘અરિહંતાણં’ એ ઉદારતાનું પ્રતીક છે. સ્વપર તુલ્યતા પરનો ગુણ સ્વીકારવાથી યોગ્યતા વિકસે છે. પ૨ને ગુણ ક૨વાથી અયોગ્યતા નાશ પામે છે. યોગ્યતા અનુપ્રેક્ષાકિરણ પ ૪૧૩ Page #456 -------------------------------------------------------------------------- ________________ વિકસવાથી તથાભવ્યત્વનો પરિપાક થાય છે અને અયોગ્યતા જવાથી સહજમળનો હ્રાસ થાય છે. શ્રી નવકારના આદિ પદ “નમો'ના સ્મરણથી પરના ગુણનો સ્વીકાર થાય છે અને અરિહંતાણં' પદના સ્મરણથી પરને ગુણ કરવાની વૃત્તિ થાય છે. એ રીતે શ્રી નવકારમંત્ર એ કૃતજ્ઞતા અને પરાકારનો મહામંત્ર બને છે. પરની કિંમત જ્યાં સુધી સ્વતુલ્ય “સ્વીકારમાં ન આવે ત્યાં સુધી સ્વની કિંમત વધતી નથી. એટલું જ નહિ પણ કૃતજ્ઞતા અને પરોપકાર નામના મહાગુણો વિકસતા નથી.' પરને સ્વતુલ્ય માન્યા પછી કૃતજ્ઞતા અને પરોપકાર સહજ બને છે. કૃતજ્ઞતા અને પરોપકાર એ બે ગુણો પરને સ્વતુલ્ય સમજવા અને સ્વીકારવાના અભ્યાસરૂપ જ છે. પોતે જેના ઉપર ઉપકાર કરે તે જે કૃતઘ્ન બને તો તેની ઉન્નતિ થાય નહિ. એ જ ન્યાયથી પોતાના પર જે ગુણ કરે તેનો ઉપકાર માનવામાં ન આવે તો પોતાની ઉન્નતિ થાય નહિ. એ સમજમાંથી કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન થઈ શકે છે. અયોગ્યતા ટાળવાનો ઉપાય શ્રી તીર્થંકરભગવાન, “ભગવાન' બન્યા છે, કારણ કે તેમણે પરના ગુણને સ્વીકાર્યા છે અને પરને ગુણ કરવા માટે પુરુષાર્થ સેવ્યો છે. અયોગ્યતાને ટાળવા અને યોગ્યતાને વિકસાવવા જે બે ગુણની જરૂર છે, તેનું જ નામ “કૃતજ્ઞતા” અને “પરોપકાર' છે. જેને પરોપકારની પડી નથી તેની અયોગ્યતા એટલે સ્વાર્થપરાયણતા જતી નથી. જેને બીજાથી પોતાને થયેલા ગુણની કદર નથી, તેની પણ સ્વાર્થપરાયણતા ટળતી નથી. સ્વાર્થપરાયણતાને પુષ્ટ કરનાર કૃતધ્વીપણું અને પરોપકારતા મુખ્ય છે. પોતાને પરોપકાર ગમતો નથી, પણ પરોપકાર ગમે છે. તથા પરનું કૃતઘ્નપણું ગમતું નથી, પણ કૃતજ્ઞપણું ગમે છે. માટે આત્મતુલ્ય પરનું જ્ઞાન જેણે સિદ્ધ કરવું હોય તેણે “કૃતજ્ઞતા” અને “પરોપકાર' એ બે ગુણોને અપનાવવા જોઈએ. જો એ બે ગુણોનો સ્વીકાર અને વિકાસ કરવામાં ન આવે તો અનંત એવા પરની વિરાધનાનું મહાપાપ તેને પળેપળે લાગ્યા કરે. પરની કિંમત જેટલી ઓછી આંકે તેટલી પોતાની કિંમત પણ ઘટતી જ જાય, કારણ કે જેટલી પરની કિંમત આપણે આંકી શકીએ તેટલી જ આપણી કિંમત થાય છે. મિથ્યાત્વમોચક મહામંત્ર આત્મરૂપ વડે સઘળા આત્મા સરખા હોવાથી જ્યાં સુધી સ્વપરની (આત્મદષ્ટિએ) તુલ્ય કિંમત ન અંકાય ત્યાં સુધી જ્ઞાનદર્શનમાં મિથ્યાપણું ટળતું નથી અને એ મિથ્યાત્વ જીવને અનંતકાળપર્યંત સંસારમાં ભટકાવ્યા સિવાય રહેતું નથી. તેમાંથી છૂટવાનો સક્રિય ઉપાય કૃતજ્ઞતા અને પરોપકારગુણનું પાલન છે. તે બે ગુણોના પાલનનો સતત અભ્યાસ વિકસાવવા માટે શ્રી પંચપરમેષ્ઠિનમસ્કાર મહામંત્રનો આશ્રય અવશ્ય લેવો જોઈએ. એ મહામંત્રના પ્રભાવે કૃતજ્ઞતા અને પરોપકારભાવ વિકસે છે અને સર્વ જીવો પ્રત્યે આત્મતુલ્યતાના ભાવનું સક્રિય પાલન થાય છે. એ પાલન જીવને કર્મના સંબંધમાંથી છોડાવીને મુક્તિની સાથે સંબંધ કરાવી આપે છે. IT N ૪૧૪ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ આ Page #457 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા कृतं जानाति स कृतज्ञः પોતાના ઉપર કરેલા ઉપકારને જે જાણે તે કૃતજ્ઞ. એટલે કૃતજ્ઞ બનનારે પરોપકારને ગુણ તરીકે સ્વીકારી જ લીધો. જે પરોપકારરૂપી સદ્ગણની વિશ્વમાં હયાતી જ ન હોય તો કૃતજ્ઞતાગુણનું પણ અસ્તિત્વ નથી. કૃતજ્ઞતાને અસ્તિત્વમાં લાવનાર પરોપકૃતિ છે અને પરોપકૃતિને પ્રેરનાર કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતા પરોપકારની પ્રેરક છે. કૃતજ્ઞતા જેવો ગુણ ન હોય તો પરોપકાર સંભવતો જ નથી, કેવળ અહંકાર જ રહે છે. પર ઉપર ઉપકાર કરવો હોય ત્યારે સ્વાર્થને સ્વને ભૂલવો જ જોઈએ. સ્વને જ મુખ્ય માનનાર અને પરોપકાર વડે પણ સ્વનું માન વધારવા માટે પ્રયત્ન કરનાર જે પરોપકાર કરે છે, તે ગુણ નહિ પણ ગુણાભાસ છે. દેખાય છે પરોપકાર, પણ કાર્ય છે અહંકારનું અને ત્યાં સુધી પરોપકારગુણ વડે જે સ્વાર્થરૂપી મળનો નાશ કરવો છે તે સિદ્ધ થઈ શકતો નથી. સ્વાર્થવૃત્તિ એ મળ છે. તે “મળ’ એટલા માટે છે કે તેની પાછળ ભારોભાર મોહ અને અજ્ઞાન છે. બધા આત્માઓ સ્વસમાન છે.” એ મૌલિકજ્ઞાનના અભાવે જ મોટે ભાગે રાગદ્વેષ અને તેનાં ઈર્ષ્યા, અમર્ષ આદિ ફરજંદો પેદા થાય છે. વિષયાસકિત પણ એમાંથી જન્મે છે અને વધે છે. સર્વદોષોની જનની મમતાની પણ માતા એ મૌલિકઅજ્ઞાનતા છે. અજ્ઞાન સ્વાર્થ વગેરે દોષોને પોષનાર હોવાથી તે “મૂળભળ” કહેવાય છે જે “સહજભળ' શબ્દથી ઓળખાય તેનું નિવારણ અહંકાર માટે થતા પરોપકારથી થતું નથી, પણ પરને આત્મતુલ્ય સમજીને સ્વના ઉપકાર જેટલો જ ઉપકારનો અધિકારી “પર' છે, એમ સ્વીકારીને સ્વાર્થવૃત્તિરૂપી મળને નિવારવા માટેના આલંબનરૂપે થતો પરોપકાર સગુણરૂપ ગણાય છે. પરોપકારભાવ વડે અનાદિસ્વાર્થવૃત્તિરૂપી સહજમળનો વિગમ થાય છે અને કૃતજ્ઞતા ગુણ વડે સ્વાર્થવૃત્તિમાંથી મુક્ત થવાની જીવની સહજયોગ્યતાનો વિકાસ થાય છે. કૃતજ્ઞતા એ પરોપકાર માટેની પૂર્વભૂમિકા પૂર્વ તૈયારી છે. પરોપકારગુણના માલિક બનવા માટેની તે પૂર્વ તાલીમ છે. તેનાથી થયેલો યોગ્યતાનો વિકાસ પરોપકારગુણમાં પરિણમે છે. પરોપકારને સારો માનનાર કૃતજ્ઞ કહેવાય છે. જે જેને સારું માનતાં શીખે, તે તેને કાળક્રમે પણ અપનાવ્યા વિના ન રહે પરોપકાર કૃતજ્ઞતાગુણ જેમ “કૃત” એટલે “કરેલાનું', બીજાએ આપણા ઉપર કરેલા ઉપકારોનું અર્થાત્ પરોપકારનું સ્મરણ કરાવે છે, તેમ પરોપકાર પણ પરના આપણા ઉપર થતા ઉપકારોનું સ્મરણ એટલે કૃતજ્ઞતાનું સ્મરણ કરાવે પરોપકાર એ સ્વોપકારનું અણમોલ સાધન છે, જેમ પરોપકાર સ્વાપકારનું કારણ છે. અનુપ્રેક્ષાકિરણ ૫ riff Page #458 -------------------------------------------------------------------------- ________________ એટલે પરોપકાર વડે પ૨નો નહિ પણ સ્વનો ઉપકાર સધાય છે. ‘પર’ તેના પર થતા ઉપકાર વડે ઉપકાર કરનારના ‘સ્વ’ને તારનાર થાય છે. એ તત્ત્વજ્ઞાનના આધારે પરોપકાર એ સ્વોપકારને જણાવના૨ હોવાથી કૃતજ્ઞતાને પુષ્ટ કરે છે અને કૃતજ્ઞતા એ પરના થયેલા ઉપકારનું વૈશિષ્ટય જણાવનાર હોવાથી પરોપકારને પુષ્ટિ આપે છે. આમ પકોપકાર અને કૃતજ્ઞતા એ બે ગુણ પરસ્પર સંબંધવાળા હોઈને જીવની યોગ્યતા વિકસાવે છે અને અયોગ્યતા ટાળે છે. ૫૨નો ઉપકાર ન માનવો એ અયોગ્યતા છે-અપાત્રતા છે. ૫૨ને ઉપકારક માનવો એ યોગ્યતા છે-પાત્રતા છે. ઉપકાર માનવાથી કૃતજ્ઞતા અને ઉપકાર કરવાથી પરોપકાર થાય છે. એ બે ગુણ વડે ભવ્યત્વભાવનો વિકાસ અને સહજભાવમળનો હ્રાસ થાય છે. મૂળમંત્ર ચા મહામંત્ર શ્રી નવકાર ચૌદ પૂર્વનો સાર છે, શ્રુતજ્ઞાન સમસ્તનું રહસ્ય છે તેનું કારણ શું ? કૃતજ્ઞતા એ સર્વગુણોનું મૂળ છે, તેનું શિક્ષણ નમસ્કા૨થી મળે છે. કૃતજ્ઞતાગુણને ઉત્પન્ન કરનાર પરોપકાર ગુણ છે. પરોપકાર સૂર્યના સ્થાને છે. કૃતજ્ઞતા ચન્દ્રના સ્થાને છે. ચન્દ્રને પ્રકાશ સૂર્યમાંથી મળે છે. ‘જેનાથી ઉપકાર થાય છે તેને કૃતજ્ઞ રહેવું એ ધર્મનો પાયો છે' મૂળથી જ એવું જ્ઞાન આપવા માટે નમસ્કારને મૂળમંત્ર યા મહામંત્ર કહ્યો છે. સદ્ગુણોનું મૂળ શ્રી નવકાર વિના તપ, ચારિત્ર અને શ્રુત નિષ્ફળ છે. અર્થાત્ કૃતજ્ઞતા વિના સઘળી આરાધના નિષ્ફળ છે. કૃતજ્ઞતાગુણ એ સર્વસદ્ગુણોનું મૂળ છે. નમસ્કારની રુચિ દાનરુચિ = નમસ્કારની રુચિ નમસ્કાર એ સર્વશ્રેષ્ઠપુરુષોને સર્વશ્રેષ્ઠસદ્ગુણોને સર્વશ્રેષ્ઠદાન છે. દાનરુચિ વિના દાનાદિ ગુણો જેમ ગુણ બની શકતા નથી તેમ નમસ્કારરુચિ વિના પુણ્યનાં કાર્યો પણ ‘પુણ્યાનુબંધી’ બની શકતાં નથી. ભાવનમસ્કાર ભાવનમસ્કાર એટલે જેનાથી મળ્યું છે, મળે છે અને મળવાનું છે તેને યાદ કરવા તેમના પ્રત્યે નમ્રતા ધારણ કરવી. તેનો બીજો પર્યાય કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાની ટોચે પહોંચવાથી પરોપકારભાવ પ્રગટે છે, તેનું જ નામ ઋણમુક્તિ છે અને તે અવ્યાબાધ સુખસ્વરૂપ મોક્ષ છે. મોક્ષમાં માત્ર આપવાનું છે, લેવાનું નથી. લેવાની ક્રિયામાંથી છૂટવા માટેનો ઉપાય, જ્યાં કેવળ આપવાની ક્રિયા છે એવો ‘મોક્ષ’ મેળવવો તે છે. ૪૧૬ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #459 -------------------------------------------------------------------------- ________________ તે મોક્ષ મેળવવાનું પરમસાધન કૃતજ્ઞભાવ યાને નમ્રભાવ છે. નમે તે પ્રભુને ગમે નમનારનો વિકાસ અને ન નમનારનો નાશ એ સંસારનો અવિચળનિયમ છે. બનમામિ' ભાવનમસ્કાર પુણ્યની પુષ્ટિરૂપ છે. “ખમેહ' મિચ્છામિ દુક્કડ પાપની ગહરૂપ છે. પુણ્યની પુષ્ટિ અને પાપની વિરતિ એ બે જીવને આગળ વધવાનાં સાધન છે. મદનાશક નવકાર આઠ મદનો ભય લાગે ત્યારે નમસ્કારની ભાવથી પ્રાપ્તિ થાય. આઠ મદના કારણભૂત આઠ કર્મ અને આઠ કર્મના કારણભૂત ચાર કષાય અને ચાર કષાયના કારણભૂત પાંચ વિષય અને તેના કારણભૂત ચાર સંજ્ઞાઓ વગેરેથી ભયભીત થયેલો જીવ શ્રી નવકારની આરાધનાના બળે સર્વ ભયોને જીતી લે છે. આત્મદષ્ટિએ આપણા કરતાં કોઈ નાનું નથી એમ લાગે ત્યારે નમસ્કાર લાગુ પડ્યો ગણાય છે. એ ભાવનમસ્કારને પામીને જ સર્વ જીવો મોક્ષે જાય છે. જેઓ ત્રિભુવનને નમસ્કરણીય બન્યા છે તેઓ આત્મદષ્ટિએ પોતાનાથી કોઈ નાનું નથી, એ ભાવને સ્પર્શીને જ બન્યા છે. તે કારણે નમસ્કરણીયનો નમસ્કાર આપણામાં સાચો નમસ્કાર લાવે છે. નમસ્કારની ભક્તિ શ્રી અરિહંતોને નમનાર વડીલોને અને ગુરુવર્ગને ન નમે તો તે અરિહંતોની આજ્ઞાને નમતો નથી, પણ અરિહંતના દેહને જ નમે છે. જે આજ્ઞાને ન માને અને આજ્ઞા કરનારને માને તે માનનારો નહિ, પણ અવગણના કરનારો છે. નમનારો નહિ, પણ અપમાન કરનારો છે. નમસ્કારની ભક્તિ નહિ, પણ વિડંબના કરનારો છે. સંપૂર્ણ આશાધીનપણું જ નમસ્કારની ભક્તિનું ઘોતક છે. નમો પદનું મહત્વ શુદ્ધઆત્મા દ્રવ્યથી પૂર્ણ છે, ગુણથી એક છે, પર્યાયથી તુલ્ય છે. તેને નમસ્કાર તે ત્રાણ છે, શરણ છે, ગતિ છે, પ્રતિષ્ઠા છે, આધાર એ અધિષ્ઠાન છે. “નમો શબ્દ અર્ધમાત્ર છે. ત્રિમાત્રમાંથી માત્ર તરફ જવા માટે અર્ધમાત્ર (નમો) સેતુસ્વરૂપ છે. કર્મકૃત વૈષમ્ય ત્રિમાદ્રરૂપ છે. ધર્મકૃત નમસ્કાર એ અર્ધમાત્રરૂપ છે. અને તેથી થતો પાપનાશ અને મંગળનું આગમન અમાત્રરૂપ છે. અમાત્ર એટલે અપરિમિત આત્મસ્વરૂપ કે જે પૂર્ણ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ છે અથવા રાગ, દ્વેષ, મોહ એ ત્રિમાત્રરૂપ છે. લયોપશમભાવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અર્ધમાત્રરૂપ છે અને ક્ષાવિકભાવના જ્ઞાન, દર્શન, ચારિત્ર અમાત્રરૂપ છે. ઔદયિકભાવના ધર્મો ત્રિમાત્રરૂપ છે. ક્ષયોપશમભાવના ધર્મો અર્ધમાત્રરૂપ છે અને ક્ષાવિકભાવના ધર્મો અમાત્રરૂપ છે. નમો વડે ઔદયિક ભાવના ધર્મોનો ત્યાગ થઈ ક્ષાવિકભાવના ધર્મો પ્રાપ્ત થાય છે, તેથી તે બેની વચ્ચેના અનુપ્રેક્ષાકિરણ પ ણ ૪૧૭ AS Page #460 -------------------------------------------------------------------------- ________________ લયોપશમભાવના ધર્મો ધર્મરૂપ છે. નમો' મમત્વભાવનો ત્યાગ કરાવી, સમત્વભાવ તરફ લઈ જાય છે તેથી સેતુરૂપ છે. નમો' એ મિથ્યાત્વમોહરૂપી અઢારમા પાપસ્થાનકનો ત્યાગ કરાવી સમ્યગ્દર્શનગુણની સહાયથી જીવને અયોગિકેવળી નામના ચૌદમા ગુણસ્થાનકની પ્રાપ્તિમાં પ્રબળ નિમિત્ત બને છે, તેથી તેને ધર્મપ્રવેશનું દ્વાર કહ્યું છે. બહિરાત્મભાવરૂપી વિમાત્રનો ત્યાગ કરાવી પરમાત્મભાવરૂપી અમાત્રને પ્રાપ્ત કરાવનાર અંતરાત્મભાવનો પ્રદર્શક નમો એ નમસ્કારવાચક નમો’ પદ છે. તે પદ પરમાત્મભાવનું પુનઃ પુનઃ મનન કરાવી બહિરાત્મભાવનો સંકોચ અને અંતરાત્મભાવનો વિકાસ કરે છે. નિર્વિકલ્પપદની પ્રાપ્તિ માટે અશુભવિકલ્પોથી મુક્ત કરાવી શુભવિકલ્પોમાં જોડનાર “નમો' પદ છે. તેને દ્રવ્યભાવસંકોચરૂપ કહેલ છે. દ્રવ્યસંકોચ હાથ, પગ, મસ્તકાદિ અવયવોનો અને ભાવસંકોચ વિશુદ્ધ મનનો છે. વિશુદ્ધમાન વડે, અશુદ્ધમન ટળી પરિશુદ્ધ આત્માની પ્રાપ્તિ (નમો પદ વડે) થાય છે. નમસ્કારભાવ ચમત્કાર ત્યાં નમસ્કાર અને નમસ્કાર ત્યાં જયજયકાર. નમસ્કારભાવ વડે પુષ્ટ થયેલું મન સુધા વરસાવનારા ચન્દ્રનું કામ કરે છે. ચન્દ્ર પરપ્રકાશ્ય છે, તેમ નમસ્કારભાવ લાવનાર કૃતજ્ઞભાવ એ પરોપકારભાવરૂપી સૂર્યથી પ્રાકાશય ચન્દ્ર આપણું કર્તવ્ય સર્વના હિતમાં સક્રિય બનવાનું છે, તે કારણે સર્વજીવહિતકર શ્રી નવકારને સમર્પિત થવાનો ઉત્સાહ અને પુરુષાર્થ પ્રગટ કરવો જોઈએ. अपवित्रः पवित्रो वा, सुस्थितो- दुस्थितोऽपि वा । ध्यायेत् पंचनमस्कारं सर्वपापैः प्रमुच्यते ॥ શ્વાસોચ્છવાસ ક્યારે લેવાય અને ક્યાં લેવાય તે પ્રશ્ન આપણે ક્યારેય કોઈને પૂછતા નથી, તેમ શ્રી નવકાર ક્યારે અને ક્યાં ગણાય તે પ્રશ્ન પણ પૂછવા જેવો નથી. આંતરિકશુદ્ધિનું સતત કાર્ય કરનારા શ્રી નવકારના સ્મરણથી ઘડીભરને માટે પણ છૂટા પડ્યા એટલે આપણી અંદરના અને બહારના વાતાવરણમાં જે મલિનતત્ત્વો એકઠાં થાય છે તે સાધનામાં અવરોધરૂપ બને છે. નવકારભાવવિહોણા ભાવની છાયામાં થાક, ગ્લાનિ અને વિસંવાદિતા વધે છે. નમસ્કારભાવવિહોણું જીવન, માત્રા, મેળ, છંદ અને અર્થપૂર્ણ શબ્દરચનાવિહોણા કાવ્યસમું નિરસ તેમ જ ભારરૂપ બની રહે છે. સર્વશિરોમણી મંત્ર શુદ્ધ આત્મદ્રવ્ય મોક્ષરૂપી મોદકના સ્થાને છે, તેનું જ્ઞાન ગોળના સ્થાને અને તે જ્ઞાનનો સ્વીકાર ઘીના સ્થાને છે. આત્મદ્રવ્ય પૂર્ણ છે, એવા જ્ઞાન અને સ્વીકારપૂર્વક તેનું જ સ્મરણ, તેમાં જ રમણતા એ આટાના સ્થાને છે. અન્ય સર્વઇચ્છાઓના નિરોધરૂપ તારૂપી અગ્નિ વડે આત્મધ્યાનરૂપ આટાના ભાખરા બનાવી, તેને ક ( વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #461 -------------------------------------------------------------------------- ________________ સ&િયાઓથી કૂટી, તેમાં શ્રદ્ધારૂપી ઘી અને જ્ઞાનરૂપી ગોળ મેળવી સાચો મોદક તૈયાર થાય તે જ મોક્ષ છે. તેમાં જ સર્વપ્રકારનાં સુખોના સ્વાદથી પણ અધિક સુખાસ્વાદ રહેલો છે. આત્માના દ્રવ્યાર્થિકનયથી પૂર્ણ સ્વરૂપનું જ્ઞાન, શ્રદ્ધાન અને ધ્યાન એ મોક્ષમોદક પામવાનો સીધો રસ્તો છે. અને તે “નમો અરિહંતાણં' પદના ધ્યાન અને રટણ અને પુનઃ પુનઃ ઉચ્ચારણથી સહજપણે પ્રાપ્ત કરી શકાય છે, તેથી તે સર્વમંત્રોમાં શિરોમણિમંત્ર છે. મંત્રની સફળતાનું કારણ 'गुरू-मंत्र-देवतात्म-मनः-पवनानामैक्य-निष्कलनादन्तरात्मसंवित्तिः । સાચા મંત્રો એક બાજુ દેવ, ગુરુ અને આત્મા તથા બીજી બાજુ મન, પવન અને આત્માનું ઐક્ય સધાવી આપનારા હોવાથી અંતરાત્મભાવનું સંવેદન કરાવનાર થાય છે. અંતરાત્મભાવ એટલે આત્મામાં આત્માની પ્રતીતિ. તેને કરવા માટે અથવા થયેલી પ્રતીતિને દઢ કરવા માટે સત્યમંત્રોનું આરાધન પરમસહાયભૂત થાય છે. તેમાં કારણ એ છે કે મંત્રના અક્ષરોનું ઉચ્ચારણ પ્રાણની ગતિને નિયમિત કરે છે. પ્રાણની ગતિની નિયમિતતા મનને કાબૂમાં લાવે છે અને મનનો કાબૂ આત્માનું પ્રભુત્વ અપાવે છે. મંત્રના અર્થોનો સંબંધ દેવતત્ત્વ અને ગુરુતત્ત્વની સાથે હોય છે, તેથી દેવતત્ત્વ અને ગુરુતત્ત્વનો બોધ કરાવી શુદ્ધઆત્મસ્વરૂપનું જ્ઞાન કરાવે છે. એ રીતે સમ્યક્રિયા અને સમ્યજ્ઞાન વડે મંત્ર અનંતફળદાયી બને છે. નમસ્કાર દૈmભાવ નમસ્કાર, વંદન અથવા પ્રણામ એ દૈન્યભાવના પ્રતીક છે. જે સર્વેશ્વર્યસંપન્ન અને સર્વસમર્થ છે, તેનો આશ્રય ગ્રહણ કરવા માટે અને પોતાની સર્વસાધનહીનતા તથા પરાધીનતા પ્રગટ કરવા માટે “નમો' પદનું ઉચ્ચારણ છે. પ્રભુનું શરણ જે ગ્રહણ કરે છે, તે જ દુસ્તર અને દુરત્યય એવી માયાને તરી જાય છે. વરસાદનું પાણી સર્વત્ર પડે છે પણ ટકે છે તો નીચાં સ્થળોમાં જ, ઊંચા પર્વતો પર નહિ. તેમ પ્રભુની કૃપા સર્વત્ર છેઃ પણ તેની અભિવ્યક્તિ જ્યાં દૈન્ય છે, વિનમ્રતા છે ત્યાં જ થાય છે; અહંકાર, અભિમાનાદિ પર્વતીયસ્થાનોમાં નહિ. જીવ જ્યાં સુધી દૈન્યશ્રીથી સંયુક્ત નહિ થાય, ત્યાં સુધી તેને ભગવત્કાપ્તિ અશક્ય બને છે અને આત્મકલ્યાણનો માર્ગ પણ મળી શક્તો નથી. ભક્તિ, અનુરાગ કે પ્રેમસાધનામાં એક દૈન્ય જ મુખ્ય છે. આસનનું મહત્ત્વ આસન બાંધીને બેસવાથી આસ્તે આસ્તે વાણીને બાંધી શકાય છે, વાણીનો સંયમ આસ્તે આસ્તે મનને બાંધવામાં મદદગાર થાય છે, મન બંધાતાં પવન સુનિયત્રિત થાય છે અને સ્વવર્તી આકાશપ્રદેશમાં તાત્વિકચુંબકીયતા પેદા થાય છે. માટે શ્રી નવકારના જાપમાં આસનનું મહત્ત્વ ઉપકારી મહર્ષિઓએ સ્વીકારેલું છે. અનુપ્રેક્ષાકિરણ ૫ ૪૧૯ જ Page #462 -------------------------------------------------------------------------- ________________ કૃતજ્ઞતા ઋણના ભાવ વિના કૃતજ્ઞતા કે પરોપકારગુણ સ્પર્શી શકે જ નહિ. ‘નમો’ભાવનું વાચ્ય જે નમ્રપણું, તે ૠણભાવનો સ્વીકાર કર્યા વિના તત્ત્વતઃ સ્પર્શી શકે નહિ. નમ્રતા એ સાધનાની પાયાભૂત વસ્તુ છે. ગયો. કૃતજ્ઞતા વિનાનો પરોપકાર સ્વાર્થભાવ માટે જ થાય છે, એથી તે મોક્ષના સાધનભૂત ન થઈ શકે. કૃતજ્ઞતા શબ્દમાં પરોપકારનો ભાવ સમાઈ જાય છે. કૃતૠણ, શ—જ્ઞાન, તા=ભાવ. ઋણના સમ્યજ્ઞાનનો સદ્ભાવ તેનું નામ કૃતજ્ઞતા. કૃતજ્ઞતામાં દર્શન અને જ્ઞાન, તત્ત્વપૂર્વક ચારિત્ર એટલે પરોપકાર. કૃતનું સમ્યજ્ઞાન હોયત્યાં જ સમ્યગ્દર્શન પણ ઘટે. કૃતજ્ઞતાભાવ વિનાનો પરોપકાર અનંતવાર કર્યો, પણ તે સમ્યજ્ઞાન, દર્શન વિનાનો હતો માટે નિષ્ફળ ભવચક્રમાં પ્રત્યેક જીવ વડે જે ઉપકાર થયો છે, તેનો અનંતાંશ પણ શી રીતે વળી શકે ? તે ઉપરાંત સમ્યગ્દષ્ટિ, સર્વવિરતિ, પરમેષ્ઠિ આદીના ઉપકારની તો વાત જ શી. ? ૠણ અમર્યાદ, અનંત, અનાદિ, દુષ્પ્રતિહાર્ય છે અને તેનો વિચાર માનરૂપી પર્વતને ભેદવા માટે દંભોલિવજ સમાન છે. તે ૠણનો એક જ પ્રતિકાર છે અને તે ‘નમો’ભાવ. ભાવમાં તે આપવાનું છે અલ્પ અને મળે છે અનંત. નમસ્કાર ભાવ આત્માને મનની આધીનતામાંથી છોડાવે છે. મંગળ ઉત્તમ અને શરણની સિદ્ધિ મનને આત્માધીન બનાવવાની પ્રક્રિયા નમસ્કાર ભાવમાં છૂપાયેલી છે. ધર્મની અનુમોદનારૂપ નમસ્કાર એ ભાવધર્મ છે. અન્યનો આભાર ન માનવામાં કૃપણતા દોષ કારણ ભૂત છે. નમસ્કાર ભાવ એ સમ્યગ્દૃષ્ટિને મન સદ્ભવ છે. સમ્યજ્ઞાનીને મન સદ્ગુરૂ છે અને સભ્યચારિત્રીને મન સધર્મ છે. નમસ્કાર ભાવ સિવાય માનસિક ભેદભાવ ટળતો નથી. અને તે ન ટળે ત્યાં સુધી અહંકાર ભાવ ગળતો નથી. અહંકારનું ગળવું એજ ભેદભાવનું ટળવું છે. ભેદભાવ ટળ્યા વિના અને અભેદ-ભાવ આવ્યા વિના જીવ જીવને જીવરૂપે કદીયે ઓળખી શકતો નથી. આવકારી શકતો નથી. ચાહી શકતો નથી. ભેદ ભાવને ટાળવાનું અને અભેદ ભાવને સાધવાનું સનાતન સાધન ‘નમો’ પદ છે. ‘નમો’ પદરૂપી અદ્વિતીય સાધન વડે જીવ પોતાની યોગ્યતાને વિકસાવે છે. અને અયોગ્યતાને ટાળે છે. યોગ્યતાના વિકાસ વડે રક્ષણ થાય છે. અયોગ્યતા ટળવાથી વિનાશ અટકે છે. અરિહંતોનો નમસ્કાર ભાવ શત્રુઓને હણે છે. અરિહંતોનો નમસ્કાર યોગ્યતાને લાવે છે. અરિહંતોનો નમસ્કાર વિનાશને અટકાવે છે. ભાવ શત્રુઓના નાશથી મંગળ થાય છે. યોગ્યતાના વિકાસથી ઉત્તમતા મળે છે. અને વિનાશના અટકવાથી શરણની પ્રાપ્તિ થાય છે. નમસ્કારથી મંગળ, ઉત્તમ અને શરણ એ ત્રણે અર્થોની સિદ્ધિ થાય છે. ૪૨૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #463 -------------------------------------------------------------------------- ________________ * અનુપ્રેક્ષાકિરણ ૬ ધર્મવૃક્ષનું મૂળ નવકાર મૈત્રીભાવના આદ્ય ઉપદેખા, ધર્મમાત્રના ઉત્પાદક અરિહંત એ મૂળ છે અને તેઓ શ્વેતવર્ષે ધ્યાતવ્ય છે. તેને આચરણ, જ્ઞાન અને સાધના વડે સિદ્ધ કરનારા અને મૂળમાંથી ફળપર્યત પહોંચેલા એવા સિદ્ધભગવંતો છે, તેથી તેઓ રક્તવર્ગે ધ્યાન કરવા યોગ્ય છે. આચરણ એ પુષ્પ છે, તેથી આચાર્યો પીતવર્ષે ધ્યાન કરવા યોગ્ય છે. જ્ઞાન એ પત્ર છે, તેથી જ્ઞાનાભ્યાસમાં રત એવા ઉપાધ્યાયો નીલવર્ણ ધ્યાન કરવા યોગ્ય છે. સાધના એ સ્કંધરૂપ તેમ જ તેની શાખપ્રશાખારૂપ છે, તેથી સાધુપદ કૃષ્ણવર્ષે ધ્યાન કરવા યોગ્ય છે. એ રીતે થતું મૂળ, ફળ, પુષ્પ, પત્ર, શાખા, પ્રશાખા અને અંધનું ધ્યાન, ધર્મવૃક્ષના મૂળનું સિંચન કરે છે. તેના પરિણામે અમૈત્રીરૂપ મહામોહાંધકારનો વિલય થાય છે અને મૈત્રીરૂપ જળહળતા ધર્મપ્રકાશની પ્રાપ્તિ થાય છે. તે જ વસ્તુ મૂળમંત્રરૂપ નવકારના મંત્રવર્ગોમાં પ્રગટ થાય છે. મૈત્રીભાવના મૂર્તસ્વરૂપ બનીને મહામંત્રના અડસઠ અક્ષરો ભવ્યજીવોને ભવસાગર તરવાના તીર્થરૂપ બની રહે છે. એ રીતે મહામંત્ર સમસ્તસત્ત્વવિષયક સ્નેહપરિણામનો વિકાસ કરીને અનંત કાળથી અનંત જીવો ઉપર અનંત ઉપકાર કરતો રહ્યો છે. શાંતિ, સુષ્ટિ અને પુષ્ટિકારક નવકાર નમસ્કાર મંત્રમાં ભક્તિ, વિરક્તિ અને અનુભૂતિ એકીસાથે રહેલી છે. જેમ ભોજન વડે સુધાની નિવૃત્તિ, તેનાથી શાંતિ અને શરીરના બળવીર્યની વૃદ્ધિ, તેનાથી પુષ્ટિ તથા તે વડે મનને સંતોષ એટલે તુષ્ટિ એ ત્રણે ભોજનસમયે એકસાથે થાય છે; તેમ પરમેષ્ઠિનમસ્કારરૂપ ભોજન વડે પણ આત્માને આધ્યાત્મિકહ્યુધાની શાંતિ, આધ્યાત્મિકબળની વૃદ્ધિ અને આધ્યાત્મિકગુણની તુષ્ટિ અને શુદ્ધિ એકસાથે અનુભવાય છે. કહ્યું છે કે, भक्ति : परेशानुभवो विरक्तिः अन्यत्र एष त्रिक एककाले । प्रपद्यमानस्य यथाऽश्नतः स्युः तुष्टिः पुष्टिःक्षुदपायोऽनुग्रासम् ॥ જેમ ભોજનના પ્રત્યેક કોળીયે ભોજન કરનારને સુધાની નિવૃત્તિ, મનને તુષ્ટિ, સંતોષ અને શરીરને પુષ્ટિ એક કાળે થાય છે, તેમ પરમાત્માને શરણે જનારને શરણાગતિકાળે જ પરમાત્માની ભક્તિ, વિષયોથી વિરક્તિ અને આત્મતત્વની અનુભૂતિ એ ત્રણે એક જ સાથે થાય છે. નમસ્કારથી ગુણપ્રાપ્તિ અને દોષમુક્તિ એક મનુષ્ય જ્યારે બીજા મનુષ્યને આદરપૂર્વક નમે છે, ત્યારે તે પોતાનામાં રહેલા અપ્રગટગુણોને પ્રકટાવવા માટે, પ્રકટગુણવાળા બીજાને નમન કરતો હોય છે. બહારથી મસ્તક નમે છે પણ અંતરથી તો જેને નમે છે, તેનામાં પ્રકટપણે રહેલા ગુણોને મેળવવા માટે ઉત્સાહ બતાવે છે, આંતરિક લાગણીને અભિવ્યક્ત કરે છે. પરમેષ્ઠિનમસ્કાર પણ તે જ ભાવનો સૂચક છે. પરમેષ્ઠિઓમાં જે ગુણો પ્રગટપણે છે, તે જ ગુણો મારામાં અપ્રગટપણે રહેલા છે તેનું સ્મરણ, ચિંતન અને ધ્યાન નમસ્કારની ક્રિયાથી સતત થતું રહે છે, તેથી તે તે ગુણો ક્રમશઃ નમસ્કાર કરનારમાં આવિર્ભાવ પામે છે. નમસ્કાર્યને નમસ્કાર એ મોક્ષનું બીજ છે, તેમ નમસ્કાર્યને અનમસ્કાર એ સંસારવૃક્ષનું બીજ છે. અનુપ્રેક્ષાકિરણ દ ૪૨૧ Page #464 -------------------------------------------------------------------------- ________________ નમસ્કાર્યને અનમસ્કાર તે એક પ્રકારનો સંક્લિષ્ટ અહંકાર છે અને કોઈપણ અહંકાર એ પાપનું મૂળ છે. પરમતત્ત્વો પ્રત્યે અહંકારનો ભાવ એ પ્રકૃષ્ટપાપ છે, તે પાપથી મુક્ત થવા માટે નમસ્કાર અપરિહાર્ય છે. નમોપદમાં નવપદનું ધ્યાન નો એ જીવાત્માને પરમાત્મા તરફ લઈ જવા માટે સેતુનું કાર્ય કરે છે. સેતુને અર્ધમાત્રા પણ કહે છે. ત્રિમાત્ર તરફથી અર્ધમાત્રમાં જવા માટે તે પુલનું કામ કરે છે. તેને બિંદુનવક પણ કહે છે. ચતુર્થગુણસ્થાનકથી બારમા ગુણસ્થાનક સુધીની અંતરાત્મભાવની અવસ્થાઓ બિંદુનવકથી અભિવ્યક્ત થાય છે. “નનો’ ને અરિહંતાદિ નવપદો સાથે જોડવાથી અવ્યક્ત એવા બિંદુનવકને વ્યક્તસ્વરૂપ પ્રાપ્ત થાય છે. સંપૂર્ણ અવ્યક્તદશા અમાત્રપદમાં છે. અર્ધમાત્રામાં અંશે વ્યક્ત અને અંશે અવ્યક્ત દશા છે. ત્રિમાત્ર વ્યક્તઅવસ્થા છે. વ્યક્તિમાંથી અવ્યક્તમાં જવા માટે જે અર્ધવ્યક્ત અને અર્ધઅવ્યક્તદશા છે, તે જ સેતુ છે અને તે જ “નમો પદથી વાચ્ય છે. અરિહંતપદ સાથે “નમો પદ જોડાય છે ત્યારે મનનું ધ્યાન (Attention) સંસાર તરફથી વળી મોક્ષ તરફ જોડાય છે. સિદ્ધપદ સાથે જોડાય ત્યારે (Intrest) રસ-આનંદ જગે છે. આચાર્યપદ સાથે જોડાય ત્યારે (Desire) મોક્ષની ઇચ્છા ઉત્પન્ન થાય છે. ઉપાધ્યાયપદ સાથે જોડાય ત્યારે Untense desire-will) પ્રબળ ઇચ્છા પ્રગટે છે. સાધુપદ સાથે જોડાય ત્યારે ( Power of imagination) કલ્પના કરવાની શક્તિ પ્રગટે છે. તે જ ન્યાયે આગળ વધતાં સમ્યજ્ઞાન, સમ્યક્ઝારિત્ર અને સમ્યકતપ સાથે જોડાય ત્યારે અનુક્રમે ( Visualisation ) આબેહૂબ કલ્પના, ( Identication ) એકતા અને ( complete absorption ) સંપૂર્ણલય ઉત્પન્ન થાય છે. પછી ઉન્મની-મનોનાશની સ્થિતિ અનુભવાય છે. તે અમાત્ર અવસ્થામાં લઈ જવાનું અનંતરસાધન બને છે. એ રીતે નો પદ સાથે થતું નવપદોનું ધ્યાન, જીવને બહિરાત્મભાવમાંથી છોડાવી, અંતરાત્મભાવમાં લાવી, પરમાત્મભાવમાં સ્થાપનારું થાય છે. બીજા શબ્દોમાં ત્રિમાત્રમાંથી છોડાવી બિંદુનવકરૂપી અર્ધમાત્રમાં જોડી અમાત્રપદની પ્રાપ્તિ કરાવે છે. ત્રિમાત્ર એટલે બહિરાત્મદશા, અર્ધમાત્ર એટલે અંતરાત્મદશા અને અમાત્ર એટલે પરમાત્મદશા. તંત્રશાસ્ત્રમાં તેને ત્રિમાત્ર, અર્ધમાત્ર અને અમાત્ર શબ્દથી ઓળખવામાં આવે છે. નમસ્કારથી ચિત્તપ્રસન્નતા ધર્મ અને અધર્મ નિજ શુભ-અશુભ પરિણામને અનુસરે છે. શુભાશુભ પરિણામમાં આલંબન અરિહંતાદિ છે. નમસ્કાર કરતાં તેઓ શુભ પરિણામનાં આલંબન બને છે, તેથી ધર્મ થાય છે. તેનાથી પ્રશસ્ત અર્થ-કામ-સ્વર્ગ–અપવર્ગાદિ ફળો પ્રાપ્ત થાય છે. ધર્મનાં સાધન દયા, દાન, પ્રશમ, જિનપૂજાદિ વિવિધ છે. તેથી શુભ પરિણામની વૃદ્ધિ થાય છે તેથી ધર્મના અર્થીએ સ્વચિત્ત-પ્રસાદ માટે પ્રયત્ન કરવો જોઈએ. જિનસિદ્ધાદિનો નમસ્કાર, પૂજા ઈત્યાદિ નિજચિત્તપ્રસાદને કરે છે અને તેનું અનંત, અપ્રમેય ફળ મળે છે, માટે તેને વિષે ઉદ્યમ કરવો જોઈએ. શ્રી જિનસિદ્ધાદિ કોપ-પ્રસાદરહિત છે, જ્ઞાનમય છે, પરંતુ કાષ્ઠ, પાષાણાદિવતું નથી. આચાર્યાદિ પણ વીતરાગકલ્પ છે. કષાયો વિદ્યમાન છતાં તેનો નિગ્રહ કરનારા છે, તેના ઉદયને નિષ્ફળ બનાવે છે અથવા ઉત્પન્ન થવા દેતા જ નથી. કિંચિત્ અકૃતાર્થ છતાં સ્વશુભપરિણામમાં હેતુભૂત હોવાથી આચાર્યાદિ પણ નમસ્કારને યોગ્ય છે. પૂજકના પરિણામની શુદ્ધિમાં હેતુભૂત છે તથા શ્રદ્ધાસંવેગાદિ ગુણોને વધારનાર છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #465 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનો સ્વીકાર નમો પદ એ અવ્યય છે. તે નમસ્કાર કે પૂજા અર્થમાં વપરાય છે. ‘ાન ધાતુ પણ પૂર્વે છે. “યનું' ધાતુના દાન, પૂજા અને આત્મભોગ એમ ત્રણ અર્થો થાય છેતે ઉપરાંત સંગતિકરણ અર્થ પણ છે. તેમ “નમો પદનો પણ એક સંગતિકરણ અર્થ છે. તે અર્થ વડે નમસ્કાર કરનાર, નમસ્કાર વડે નમસ્કાર લેનાર એવા અરિહંતાદિ પંચપરમેષ્ઠિભગવંતોની સાથે સંગતિ સાધે છે. તે દ્વારા સર્વજીવરાશિ સાથે સંબંધસંગતિ સધાય છે. તે સંબંધસંગતિ સાધવારૂપ કાર્યની સિદ્ધિ ‘તા પદ દ્વારા થાય છે. क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका । પંચપરમેષ્ઠિભગવંતરૂપ મહાસજ્જનપુરુષોની નમસ્કાર વડે સાધેલ ક્ષણમાત્ર પણ એ અદ્વિતીયસંગતિ સંસારસમુદ્રમાં ડૂબતા જીવને તારવા માટે અભુતનૌકારૂપ બને છે. તેથી જ નમસ્કારમંત્રને નવકાર કે નૌકાર મંત્ર પણ કહેવાય છે. અરિહંતો પણ નમસ્કારને ગ્રહણ કરે છે. તે ગ્રહણ ત્રણ પ્રકારનું છેઃ એક સ્વીકારવાચકપદથી ગ્રહણ થયેલું, બીજું ઇચ્છાપૂર્વક સ્વીકારેલું અને ત્રીજું ન નિષેધેલું. પરમેષ્ઠિભગવંતોને કરેલો નમસ્કાર, તેઓએ ત્રીજા અર્થમાં પ્રહણ કરેલો મનાય છે. નવકારથી પૂર્ણતા નવકારમાં મસ્તક ઝુકાવીને કર્મના સર્જનમાત્રને ધર્મના શરણમાં ઝુકાવવાનું છે. હાથ જોડીને ધર્મના સ્વામીની સાથે એકમેક થવાનું છે. કર્મથી પોતાની જાતને અલગ કરવાની અને ધર્મની સાથે જોડાઈ જવાની ક્રિયાનું નામ નમસ્કાર છે. વંદનનો એક અર્થ કરજોડ-માનમોડ છે. વંદન એટલે મનથી માન છોડવાનું છે, કરથી હાથ જોડવાના છે અને ધર્મ, ધર્મસાધક, ધર્મસિદ્ધની સાથે અભેદ થવાનું છે. તેનું સાધન મંત્ર, મંત્રોચ્ચાર, મંત્રમનન છે. તે દ્વારા કર્મક્ષય અને આત્મલાભ મેળવવાનો છે. મંત્રના ઉચ્ચારણ વડે પ્રાણ, પ્રાણની ગતિ વડે મન, મનના મનન વડે બુદ્ધિ, ચિત્ત અને તે બધા પરનો “અહં ઓગાળીને શુદ્ધ થવાનું છે. શુદ્ધ અંતઃકરણમાં આત્મતત્ત્વનું પ્રતિબિંબ પડે છે. દ્રવ્ય ગુણથી અને પર્યાયથી અરિહંતતુલ્ય આત્મદર્શન થાય છે કહ્યું છે કેमननमयी निजविभवे, निजसंकोचमये त्राणमयी । कवलित-विश्वविकल्पा, अनुभूतिः कापि मंत्र शब्दार्थः ।। मंत्र-मूर्ति समादाय देवदेवः स्वयं जिनः । सर्वज्ञः सर्वगः शान्तः सोऽयं साक्षद्व्यवस्थितः ॥ અર્થ - નિજ આત્મવૈભવનું મનન, નિજ આત્મસંકોચ વડે ઉત્પન્ન થતા ભયથી રક્ષણ અને જેમાં સમસ્તવિકલ્પો નાશ પામ્યા છે, એવો નિજઆત્માનો અનુભવ એ મંત્ર શબ્દનો અર્થ છે. पूर्णाहन्ताऽनुसंध्यात्मा, स्फुर्जन्मननधर्मतः। संसारक्षयकृत् त्राण-धर्मतो मंत्र उच्यते ॥ અર્થ - રહુરાયમાન મનનધર્મ વડે પોતાની પૂર્ણતાનું અનુસંધાન કરાવનાર તથા પ્રાણધર્મ વડે સંસારનો ક્ષય કરનાર મંત્ર કહેવાય છે. ભાવનમસ્કાર સમ્યગ્દષ્ટિ ઉપયોગવાનને ભાવસંકોચરૂપ મનઃપ્રણિધાન હોય, જિનાજ્ઞાનું પાલન, ચારિત્રનું અનુષ્ઠાન, ઉગ્ર, વીર, ઘોર પરાક્રમપૂર્વકનો તપ-તે બધાં ભાવનમસ્કારનાં અંગો છે. અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૨૩ Page #466 -------------------------------------------------------------------------- ________________ જગતમાં જે કાંઈ બનાવો બને છે, તે સર્વમાં ગુણદષ્ટિ કેળવવી તે ભાવનમસ્કાર છે. કેમ કે બધા બનાવો પાંચ કારણો મળીને બને છે. પાંચ કારણો ઉપર પ્રભુત્વ પ્રભુની આજ્ઞાનું છે. આજ્ઞાની આરાધનાથી સુંદર અને વિરાધનાથી અસુંદર કાર્યો બને છે. તેથી સર્વ બનાવોની પાછળ આજ્ઞા દ્વારા કર્તુત્વ પ્રભુનું આવે છે. તેથી તેને ગુણદષ્ટિએ જોવામાં પ્રભુનું બહુમાન છે અને દોષદષ્ટિએ જોવામાં અબહુમાન છે. નમસ્કારગુણ બહુમાન સ્વરૂપ છે, તેથી સર્વ બનાવોને બહુમાન સ્વરૂપે જોવામાં પ્રભુનું બહુમાન છે અને તે જ ભાવનમસ્કાર છે અને તેનું જ નામ નમસ્કારનો લયોપશમ કે લબ્ધિ છે. અરિહંતોની આજ્ઞા પજીવનિકાયણિત સ્વરૂપ છે. તેને નમસ્કાર એ ષડૂજીવનિકાયના હિતને નમસ્કાર છે. પજીવનિકાયણિત, પ્રભુ આજ્ઞા, અને નમસ્કાર એ ત્રણે વસ્તુ એક જ અર્થને કહે છે. નમસ્કારની પ્રધાનતા બતાવવા માટે “નમો પદ પહેલું છે. નમસ્કાર વડે ઉત્પન્ન થતો ભાવોલ્લાસ આત્મક્ષેત્રમાં ધર્મરૂપી બીજને વાવે છે. જેની બોધરૂપે ઉપલબ્ધિ છે. તે વસ્તુ દેહની સંનિધિમાં સાક્ષાત્ વિદ્યમાન છે. તેમ સમજી નમસ્કાર કરવા. નમો' મંત્ર એ ચાવી “નનો મંત્ર એ ચાવી છે. આત્મદ્રવ્યમાં ભરેલ ગુણરૂપી અખૂટ ખજાનો સદા વિદ્યમાન છે. તેનું તાળું ખોલવા માટે ચાવીનું કામ નમો' મંત્ર કરે છે. (A golden key to the greatest of all treasures existing In every soul ) એ ચાવી ઉપર કાટ લાગેલો છે. તેને દૂર કરવા માટે અપરાધીની ક્ષમાપના, ઉપકારીની ભક્તિ, અને અપકારી પ્રત્યે માધ્યચ્યાદિ તેલની જરૂર છે. મૈત્રી માધ્યથ્ય, પ્રમોદ, કરુણા વગેરે વૃત્તિઓ જ્યારે મનમાં ઉત્પન્ન થાય છે ત્યારે તે મન, નમસ્કારરૂપ બનીને ગુણરત્નરૂપી ખજાનાથી ભરપૂર આત્મદ્રવ્યરૂપી તિજોરીનું તાળું ખોલી નાખે છે અને “ૐ નમઃ સિદ્ધ !' મંત્રનું ચૈતન્ય પ્રગટાવી આપે છે. સિદ્ધવસ્તુને દેખાડે છે. તેના પ્રત્યે અહોભાવ જગાડે છે અને હંમેશ માટે એકસરખા આનંદ અને સુખનો અનુભવ કરાવે છે. ૐ નમ: સિદ્ધ !' મંત્રનું એ ચૈતન્ય છે. “ૐ નમ: સિદ્ધ ' એ સિદ્ધમંત્ર છે, શાશ્વત મંત્ર છે, સત્યનો પ્રકાશ પાડનાર મંત્ર છે, તેનું નિરંતર બ્રહ્મરંધ્રમાં ધ્યાન કરવું જોઈએ. નમો અરિહંતાણ'થી તથાભવ્યત્વનો પરિપાક અરિહંતના ત્રણ પર્યાય દ્વારા તથાભવ્યત્વનો પરિપાક કરનાર ત્રણ ઉપાયોૐ અર્હ નમ: માઁ દું-મરદં- અરૂદં | નમો અરિહંતાણં | ૧ દં- ભાવ શત્રુઓનો નાશ કરનારા, શત્રુભાવનો નાશ કરનાર, મિત્રભાવ વડે સકલભાવશત્રુઓનો ક્ષય કરનારા, સમત્વભાવ વડે મમત્વભાવનો નાશ કરનારા, રાગદ્વેષ-મોહાદિ દુષ્ટદોષોનો ક્ષય કરનારા અરિહંતોને નમસ્કાર હો. દુષ્કત ગહથી દુષ્કતોને જીતનારાઓને નમન હો. ૨ મહેં- ત્રણ ભુવનને પૂજ્ય એવું તીર્થંકરપદ પામનારાઓને, ગુણપ્રકર્ષને પ્રાપ્ત થયેલા અચિંત્યશક્તિયુક્ત, સર્વથાપરાર્થરસિક એવા વિશિષ્ટતથાભવ્યત્વના પરિપાક વડે ત્રિભુવનપૂજ્યપદવીને વરેલા, સુકૃતાનુમોદનાથી શ્રેષ્ઠતમ સુકૃતરૂપ ભવોદધિનિસ્તારકતીર્થને સ્થાપનારાઓને નમન હો. ૩ - કર્મબીજને નષ્ટ કરવા વડે ફરી જેઓને જન્મ લેવાપણું છે નહિ, તેવા જન્મ-મરણાદિ દુઃખોનો ૪૨૪ આ ઐલોકચદીપક મહામંત્રાધિરાજ Page #467 -------------------------------------------------------------------------- ________________ અંત કરનાર, નિર્મળ, નિષ્કલંક એવું શુદ્ધ આત્મસ્વરૂપને પામેલા, સ્વરૂપરણતારૂપ શરણગમનથી અવ્યાબાધ સુખને અનુભવનારા અને આત્મશરણદાતારોને નમન હો. (૧) નમો અરિહંતાણ એ ત્રણ પદનું માહાભ્યા નમો પદ પ્રાયશ્ચિત્તનું સાધન છે. “ë પદ ધ્યાનનું આલંબન છે. ‘તાનું પદ સમતા-સમાધિનું વાચક અથવા નમો પદથી પ્રત્યાહાર પયતના યોગાંગો સધાય છે. “હિં પદથી ધારણાધ્યાન થાય છે. “તા'- પદથી સમાધિસુખ મળે છે. અથવા “નમો પદ વડે સંકુચિત “અહં'નો નિષેધ થાય છે. ‘હું પદ વડે નિઃસીમઅમર્યાદ-અનંત એવા આત્મસ્વરૂપમાં લીન થવાય છે. “તા' પદ વડે પરમાત્મા સાથે એકતા સધાય છે. (૨) દાસત્વ-જીવત્વ-આત્મત્વ નમસ્કારનો વ્યાવહારિક અર્થ આજ્ઞારુચિ અને નમસ્કારનો પારમાર્થિક અર્થ આત્માનુભૂતિ છે અથવા देहबुद्धया तु दासोऽहं, जीवबुद्ध्यात्वदंशकः । आत्मबुद्धया त्वमेवाऽहं इति मे निश्चिता मतिः ॥ પ્રથમપદમાં રહેલ “નમો’ શબ્દ દાસત્વસૂચક છે. (કર્મયોગ) ‘રિહં' શબ્દ જીવત્વસૂચક છે. (ભક્તિયોગ) તા' શબ્દ આત્મત્વસૂચક છે. (જ્ઞાનયોગ) એ ત્રણે મળીને પૂર્ણમંત્ર (પ્રથમપદ) બને છે. વ્યવહારનયથી દાસત્વ, નિશ્ચયનયથી જીવત્વ, અને યુગપ-ઉભયનયથી આત્મત્વને જણાવનાર પ્રથમપદના ત્રણ આલાપકો છે. દાસભાવથી અહત્વ (અહંકાર) જાય છે. જીવભાવથી અત્વ પ્રકટે છે અને આત્મભાવથી સ્વરૂપમાં લીનતા આવે છે. એકથી દુષ્કતગ, બીજાથી સુકૃતાનુમોદના અને ત્રીજથી શરણગમન સધાય છે. (૩) આજ્ઞાનું સ્વરૂપ નમસ્કાર દ્વારા થતી પંચપરમેષ્ઠિની ભક્તિથી વિમુખ રહેનારા, આજ્ઞાના સ્વરૂપથી અને તેના જ્ઞાનથી પણ વિમુખ રહે છે. આરાધનાથી દૂર રહે છે અને વિરાધના કરનારા પણ થાય છે. તે વિરાધના અનંતભવભ્રમણ કરાવે છે. વિરાધનાથી બચવા અને આરાધના પ્રગટાવવા મા' પદ છે. “કાળ' પદ આજ્ઞાના અસ્તિત્વને અને “હિંત પદ આજ્ઞાના સ્વરૂપને ઓળખાવે છે. “નો પદ તે સ્વરૂપવાળી આજ્ઞા પ્રત્યે ભક્તિભાવ પેદા કરે છે. પાંચ પદોથી આજ્ઞાનું જુદુંજુદું સ્વરૂપ પ્રગટ થાય છે અને તેવાતેવા સ્વરૂપવાળી આજ્ઞા પ્રત્યે પાંચે પદોમાં રહેલ “નમો પદ ભક્તિ પ્રગટાવે છે. તેથી પાંચે પદયુક્ત નવકારનું સ્મરણ-મનન-ચિંતન-ધ્યાન આજ્ઞાના અર્થી જીવોનું પુનઃ પુનઃ કર્તવ્ય છે. દ્રવ્ય-ગુણ-પર્યાચની ભાવના નમો હિંતાનું ” પદના ભાવનથી દ્રવ્ય, ગુણ, પર્યાયના પરિજ્ઞાન દ્વારા મૈત્રાદિ ચાર ભાવનાઓ વડે શુદ્ધ થયેલ મન, વચન, કાયાના યોગોમાં તન્મયતા થવાથી દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ રત્નત્રયીની પ્રાપ્તિ થાય અનુપ્રેક્ષાકિરણ ૪૨૫ વર્ષ Page #468 -------------------------------------------------------------------------- ________________ છે. “નમો” ઉત્પાદ, ‘ફ્રેં’વ્યય અને ‘“તાનં’' ધ્રૌવ્ય. નો’પદથી પોતાનામાં આરાધકભાવની ઉત્પત્તિ. ‘અહિં’– પદ વડે વિરાધકભાવનો વ્યય-નાશ અને ‘સાળં’ પદ વડે શુદ્ધ આત્મતત્ત્વનું ધ્રૌવ્ય સમજાય છે. અથવા ‘નો' પદથી જ પોતાનામાં આરાધકભાવની ઉત્પત્તિ, વિરાધકભાવનો વ્યય અને શુદ્ધ આત્મતત્ત્વનું ધ્રૌવ્ય સમજાય છે. ‘નો’રૂપ સાધક અવસ્થામાંથી ‘હિં’રૂપ સાધ્ય અવસ્થામાં જવાનું છે અને બન્ને અવસ્થામાં આત્મતત્ત્વ કાયમ રહેનારું છે એવો બોધ પ્રથમપદની અર્થ ભાવનામાંથી સર્જાય છે. અભેદનમસ્કાર “નમો અરિહંતા ં” એ પદ વડે સર્વોત્કૃષ્ટ એવા સન્માનનું દાન અરિહંતભગવંતોને ક૨વામાં આવે છે. દાન દેનાર કરતાં દાન લેનારનો મહિમા અચિંત્ય છે, કેમકે લેનારને લેવાની વૃત્તિ અંશે પણ નથી, તેવી રીતે નમસ્કારનું દાન કરનાર પણ સન્માન લેવાની વૃત્તિ રાખ્યા વગર બલિદાનની ભાવનાથી સન્માનનું દાન કરે તો તે અપેક્ષાએ લેનાર-દેનાર બંનેની ભાવથી એકતા થાય છે. એ એકતા થવાથી નમસ્કાર ક૨ના૨નું ત્રાણ-૨ક્ષણ થાય છે. ભેદને ગૌણ બનાવી નમસ્કાર્ય અને નમસ્કર્તા વચ્ચે રહેલ અભેદને મુખ્ય બનાવવાથી અભેદનમસ્કાર બને છે. અભેદનમસ્કાર મહાનિર્જરાનું કારણ બની શાશ્વતસુખને અપાવનાર થાય છે. નમસ્કારનો તાત્પર્યાર્થ નમો પદ વડે ૧ મન, ૨ પ્રાણ અને ૩ મંત્રની એકતા સધાય છે. અરિહંત પદ વડે ૪ દેવ, ૫ ગુરુ અને તાળું પદ વડે ૬ આત્મા એમ નવકારના પ્રથમપદ વડે છએ વસ્તુની એકતા થાય છે. તે વડે મંત્રચૈતન્યની જાગૃતિ થાય છે. તેને ઈતરો કુંડલિનીશક્તિનું જાગરણ પણ કહે છે. કહ્યું છે કે ગુરુમંત્રવેવતાભામનઃ पवनानामैक्यसंकलनात् अंतरात्मसंवित्तिः । અંતરાત્મ સંવિત્તિ એટલે અંતરાત્માનું સંવેદન અર્થાત્ મંત્રચૈતન્યની જાગૃતિ, ગુરુદત્તમંત્રના વાચ્યદેવતાનું મન-વાણી-કર્મ વડે સતત સ્મરણ કરવાથી થાય છે. જીવમાત્ર ચૈતન્યયુક્ત છે. તે જ્ઞાતચેતના રાગાદિ અને સુખાદિ રહિત હોવાથી વીતરાગસ્વરૂપ છે અને જ્ઞાનાદિ યુક્ત હોવાથી સર્વજ્ઞસ્વરૂપ છે. પરમેષ્ઠિનમસ્કારથી પરમેષ્ઠિઓની ભક્તિ થવા સાથે સ્વશુદ્ધજ્ઞાનચેતનાની પણ ભક્તિ થાય છે, તે નમસ્કારનો તાત્પયાર્થ છે. નમસ્કારપદનો વ્યાવહારિક અર્થ આજ્ઞારુચિ અને તાત્પર્યાર્થ શુદ્ધજ્ઞાનચેતનાસ્વરૂપ આત્માની અનુભૂતિ છે. નવપદમાં આત્મા અને આત્મામાં નવપદ એ આ તાત્પર્યાર્થની દૃષ્ટિથી સમજવાનો છે. जे चेव संकप्प-वियप्प-वज्जिया हुंति निम्मलप्पाणी । ते चैव नवपयाइं नवपयेसु ते चेव । 'નમો'થી અનુપ્રેક્ષા અનુપ્રેક્ષા-અનુ=પછી = પ્રેક્ષા=જોવું ૪૨૬ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #469 -------------------------------------------------------------------------- ________________ ઉપકારીઓના ઉપકારને જોયા પછી અને મનમાં ભાવિત કર્યા પછી જે મનની વિચારણામાં આવે તે અનુપ્રેક્ષા છે. ઉપકારીઓના ઉપકારો અને ગુણીઓના ગુણો દ્ધયમાં વસ્યા પછી જે વિચારણા થાય તે સાચી અનુપ્રેક્ષા છે. ઔદયિકભાવ તે પ્રતિકૂળ ઉપસર્ગોની દશા છે. લાયોપશમિભાવ તે અનુકૂળ ઉપસર્ગોવાળી અવસ્થા છે અને ક્ષાયિકભાવ તે તે ઉપસર્ગરહિત અવસ્થા છે. કર્મની ઉદયાવસ્થા જીવને પ્રતિકૂળ છે, ક્ષયોપશમ અવસ્થા અનુકૂળ છે. પ્રતિકૂળ અવસ્થામાં ખેદ, ઉદ્વેગ અને અનુકૂળ અવસ્થામાં હર્ષ-ઉલ્લાસ અનુભવાય છે. તેથી અનુક્રમે તે પ્રતિકૂળ અને અનુકૂળ ઉપસર્ગોની અવસ્થા કહેવાય છે. ક્ષાયિકભાવ પૂર્ણ અવસ્થા હોવાથી તેમાં હર્ષોઢિગ અનુભવાતા નથી. તે અવસ્થા કાયમ રહેતી હોવાથી તેનું અભિમાન થતું નથી. અલિપ્તપણે તે દશા પ્રાપ્તગુણોનો બીજા યોગ્ય આત્માઓમાં સંક્રમ કરાવીને અનેકનું કલ્યાણ કરનાર થાય છે. નિર્વિઘ્નપણે સહજ રીતે અનેકાનેક આત્માઓનું કલ્યાણ કરનારી આ દશા હોવાથી તે જ એક ઉપાદેય છે. નમો પદ વડે ઔદયિકભાવોનો ત્યાગ, મદિં પદ વડે સાયોપથમિક અને ક્ષાવિકભાવોનો આદર અને તાનું પદ વડે પ્રાપ્ત થયેલ ક્ષાયિકભાવ દ્વારા અનેકનું કલ્યાણ અને ત્રાણ થતું હોવાથી ઉપસર્ગરહિત અવસ્થા પ્રાપ્ત કરવાનો તે પરમ ઉપાય છે. નમો અરિહંતાણમાં ચાર ભાવના મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યથ્ય મૈિત્રીની અભિવ્યક્તિ મુખ્યત્વે મન દ્વારા થાય છે. પ્રમોદની અભિવ્યક્તિ મુખ્યત્વે વચન દ્વારા થાય છે. માધ્યથ્ય અને કારુણ્યની અભિવ્યક્તિ મુખ્યત્વે કાયા દ્વારા થાય છે. ચારે ભાવનાઓ મનમાં ભાવિત થતી હોવા છતાં તેની અભિવ્યક્તિ વિવિધ રીતિએ થાય છે. મૈત્રીભાવથી શુદ્ધ થયેલ મન દ્વારા દ્રવ્યની ઓળખાણ થાય છે. પ્રમોદભાવથી શુદ્ધ થયેલ વચન દ્વારા ગુણોની ઓળખાણ થાય છે. કરુણા અને માધ્યચ્ય વડે શુદ્ધ થયેલ કાયા દ્વારા પર્યાયની ઓળખાણ થાય છે. દ્રવ્યની ઓળખાણ થવાથી દર્શનગુણ પ્રગટે છે, ગુણની ઓળખાણ સકલગુણોના નાયક જ્ઞાનગુણને ઉત્તેજિત કરે છે અને પર્યાયની સમજ એ ચારિત્રગુણને વિશુદ્ધ કરે છે. દ્રવ્યની ઓળખાણ મિત્રતાને વિકસાવે છે, ગુણની ઓળખાણ પ્રમોદભાવને વિકસાવે છે, પર્યાયની ઓળખાણ કારુણ્ય અને માધ્યચ્યભાવને વિકસાવે છે. નમો'પદનું ભાવન નમ્રતાને વિકસાવે છે. પોતે કરેલા અપકાર અને બીજાએ કરેલા ઉપકારના જ્ઞાન અને સ્મરણથી નમ્રતા અને કૃતજ્ઞતા સ્થિર થાય છે, તેમાંથી મૈત્રી અને કરુણા વિકસે છે. નમો' પદમાં જેમ નમ્રતા છે તેમ કૃતજ્ઞતા પણ છે. પોતાના અપરાધના સ્મરણથી નમ્રતાનુણ અને બીજા દ્વારા થયેલા ઉપકારના ગુણના સ્મરણથી કૃતજ્ઞતાગુણ વિકસે છે. નમો પદના ભાવનથી નમ્રતા કૃતજ્ઞતા અને મિત્રતા પ્રગટે છે. IN અનુપ્રેક્ષાકિરણ ૪૨૭. Page #470 -------------------------------------------------------------------------- ________________ ‘દ્ધિ પદના ભાવનથી પ્રમોદભાવ પ્રગટે છે. તા' પદના ભાવનથી કરણા અને માધ્યશ્મભાવ પ્રગટે છે. “નમો પદ દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે તેથી મિત્રતા અને નમ્રતા પ્રગટે છે. ગરિ પદ ગુણની સાથે સંબંધ ધરાવે છે તેથી પ્રમોદ અને પ્રશંસા તથા “તાળ પદ પર્યાયની સાથે સંબંધ ધરાવે છે, તેથી કારુણ્ય, માધ્યસ્થ અને તટસ્થતા પ્રગટે છે. મૈત્રી કષાયને હણે છે, પ્રમોદ પ્રમાદને અથવા મિથ્યાત્વને હણે છે, કારુણ્ય અવિરતિને હણે છે અને માધ્યશ્ય દુષ્ટયોગોને હણે છે. ચારે ભાવનાઓ મળીને કર્મબંધના ચારે હેતુઓને હણી હિંસાદિ અઢારે પાપસ્થાનકમાંથી પ્રગટ થતાં સર્વ પાપોનો નાશ કરે છે. ૩. ભાવનમસ્કાર ૧. મનની વિશુદ્ધિ, ૨. ચારિત્રનું અનુષ્ઠાન, ૩. ઘોર અને ઉગ્ર તપનું આચરણ, ૪. જિનાજ્ઞાપાલન, ૫. નિર્ગુણ બ્રહ્મની ઉપાસના, ૬. અહંતોનું અધિષ્ઠાન, ૭. મોક્ષલક્ષ્મીનું અધિષ્ઠાન, ૮. ત્રણ લોકમાં અદ્વિતીયસામર્થ્યવાન આત્યનું પ્રણિધાન, ૯. ગુણના સંસર્ગારોપથી સંભેદ અને ગુણના અભેદારોપથી અભેદપ્રણિધાન. પંચપરમેષ્ઠિના ધ્યાનથી આત્માનુસંધાન પ્રથમ અક્ષરમય, પછી પદમય પછી રૂપસ્થ, રૂપાતીત-એ ધ્યાનનો ક્રમ છે. અક્ષર ધ્યાન ( Form and colour ) આકૃતિ અને વર્ણ ઉભય પ્રકારે કરાય છે. મંત્રનો દરેક અક્ષર પવિત્ર છે, કેમ કે તે વડે મંત્ર દેવતાના દેહનું નિર્માણ થાય છે. મંત્રનું આત્મા સાથે-આત્માની ચિલ્શક્તિ સાથે અનુસંધાન થવું તે શબ્દાનુસંધાન છે. નમવું એટલે નમ્રતા દેખાડવી, કૃતજ્ઞતા બતાવવી, આદર-ભક્તિ સન્માનની લાગણી પ્રકટ કરવી. ભક્તિભરપૂર દયનું સૂચન “નો પદથી થાય છે. જેનો પદ વિનયની વૃદ્ધિ કરે છે. મન-વચન-કાયાની શુદ્ધિ કરે છે. વિષયકષાયને શાંત કરે છે. ધર્મધ્યાનને પુષ્ટ કરે છે. કામ-ક્રોધાદિ આંતરશત્રુઓ “નમો પદના ધ્યાનથી પલાયન થઈ જાય છે. અક્ષરમય ધ્યાનથી શબ્દાનુસંધાન, પદમય ધ્યાનથી અર્થાનુસંધાન અને રૂપસ્થ ધ્યાનથી તત્ત્વોનુસંધાન થાય છે. અરિહંતોના ધ્યાનથી પૃથ્વીતત્ત્વ, સિદ્ધોના ધ્યાનથી આકાશતત્ત્વ, આચાર્યોના ધ્યાનથી અગ્નિતત્ત્વ, ઉપાધ્યાયોના ધ્યાનથી જલતત્ત્વ અને સાધુના ધ્યાનથી વાયુતત્ત્વની શુદ્ધિ થાય છે. તત્ત્વ એટલે રહસ્યભૂત વસ્તુ, તે આત્મા છે. પંચપરમેષ્ઠિના ધ્યાનથી આત્માનુસંધાન થાય છે. આત્માનો નવકાર સાથે વાર્તાલાપ નવકારના પ્રથમ પાંચ પદોના સ્મરણ વખતે ઉત્કૃષ્ટ દાતાર એવા પાંચ પરમેષ્ઠિઓની સાથે આપણે વાત કરીએ છીએ. ચૂલિકાના ચાર પદોના સ્મરણ વખતે પરમેષ્ઠિઓ આપણી સાથે વાત કરે છે. આ બે કાર્યો જે બરાબર થાય તો આપણા દ્વારા પરમેષ્ઠિઓ કાર્ય કરે છે. પ્રથમ પાંચ પદો યાદ કરાવે છે કે, There is a source of life. છેલ્લા ચાર પદો તેમની સન્મુખ કરાવે છે તેને જ્યારે આપણે શ્રદ્ધાપૂર્વક ૪૨૮ પત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #471 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારીએ છીએ ત્યારે તેનું પરિણામ શાન્તિ અને આનંદરૂપે આપણને તથા બીજાઓને પણ અનુભવાય છે. This is the method and process for the realisation of the most Highprocess of highest Sublimation of the soul. નવકારથી યોગ્યતાવિકાસ સંસાર દુઃખરૂપ છે, દુઃખરૂપી ફળવાળો છે અને દુઃખની પરંપરા સર્જનારો છે. દુઃખરૂપ સંસાર ધર્મમંગળથી જાય છે. ધર્મમંગળની પ્રાપ્તિનું સાધન સુકૃતાનુમોદન છે. દુઃખફળરૂપ સંસાર પાપજુગુપ્સાથી જાય છે. દુઃખ એ પાપનું ફળ છે. તેથી પાપની જુગુપ્સા એ દુઃખફલકસંસારના બીજને બાળી નાંખે છે. દુઃખપરંપરકસંસાર અરિહંતાદિ ચારની શરણાગતિથી જાય છે. તેનું સાધન તથાભવ્યત્વનો પરિપાક તથા સહજમળનો હ્રાસ છે. સહજમળનો સ્વભાવ પરના અર્થાત્ કર્મના સંબંધમાં આવવાની યોગ્યતારૂપ છે. તે યોગ્યતાનો હ્રાસ ધર્મના સંબંધમાં આવવાની યોગ્યતા વિકસાવવાથી થાય છે. નવકારના પ્રથમ પાંચ પદરૂપી મૂળ મંત્ર તે યોગ્યતાને વિકસાવે છે. તેથી પરમેષ્ટિપદને પામેલા સત્પુરુષોની સાથે અનુકૂળ સંબંધમાં આવવાનું થાય છે. અનુકૂળ સંબંધ એટલે કૃતજ્ઞતા. પ્રતિકૂળ સંબંધ એટલે કૃતઘ્નતા છે. પ્રથમ પાંચ પદો વડે કૃતજ્ઞતાગુણના પાલનપૂર્વક અનુકૂળ સંબંધ થાય છે, તથા અશુભકર્મ અને તેના આલંબનભૂત અયોગ્ય દ્રવ્ય-ક્ષેત્ર-ભાવના સંબંધમાં આવવાની જીવની અનાદિકાલીન યોગ્યતા ટળે છે. તથા તે વડે થતી શરણગમનની ક્રિયા ભવની પરંપરાનો હેતુ એવા સહજમળનો નાશ કરે છે. દુષ્કૃતગર્હાની ક્રિયા, ભવની પાપરૂપતાનો જુગુપ્સાભાવ વડે છેદ ઉડાડે છે અને સુકૃતાનુમોદનની ક્રિયા, ભવની દુઃખરૂપતાને ધર્મમંગળના સેવન વડે ટાળી આપે છે. ધર્મમંગળનું સેવન એટલે અહિંસા-સંયમ અને તપનું સેવન. અહિંસાથી પાપ જાય છે, સંયમથી દુઃખ જાય છે અને તપથી કર્મ જાય છે. અહિંસાનું સાધન જીવો પ્રત્યે મૈત્રીભાવ છે, સંયમનું સાધન પુદ્ગલરાશિ પ્રત્યે વૈરાગ્યનો ભાવ છે અને તપનું સાધન આત્મદ્રવ્ય પ્રત્યે ભક્તિભાવ છે. તીર્થભક્તિ અને તત્ત્વપ્રાપ્તિસ્વરૂપ નવકાર નવકારમંત્રના પ્રથમ પાંચ પદો તીર્થને જણાવે છે અને છેલ્લાં ચાર પદો તીર્થભક્તિના ફળરૂપે પ્રાપ્ત થતા તત્ત્વને જણાવે છે. પ્રથમ પાંચ પદો તીર્થ એટલા માટે છે કે, તેમને કરવામાં આવતો નમસ્કાર તત્ત્વપ્રાપ્તિમાં કારણ બને છે. તત્ત્વ એ આત્મતત્ત્વ છે. તે શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયથી યુક્ત છે. સહજમળના કા૨ણે તે કર્મના સંબંધમાં આવેલું છે. તે સંબંધમાંથી છૂટવાની તેની યોગ્યતા પણ રહેલી છે. તે યોગ્યતાનો વિકાસ તીર્થના સંબંધથી છે. તે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ તીર્થ છે, કેમ કે તેમણે પૂર્વતીર્થના સેવનથી શુદ્ધ દ્રવ્ય-ગુણ-પર્યાયની પ્રાપ્તિ કરેલી છે. અથવા કરવા માટે સતત પ્રયત્નશીલ છે અને એ માર્ગે ચાલીને તત્ત્વપ્રાપ્તિ ક૨વાનો માર્ગ અતિશયવાળી વાણી અને અતિશયવાળા જીવનથી દર્શાવી ગયા છે. બધા જીવોને તત્ત્વની પ્રાપ્તિ થાઓ’’ એવો તેમનો સંકલ્પ અને ભાવના હોવાથી તેમનું સ્મરણ, ધ્યાન, પૂજન, સ્તવન અને આજ્ઞાપાલન આદિ તત્કાળ ફળે છે. તેથી જ ચૂલિકામાં કહ્યું છે કે-‘એ પાંચને કરેલો નમસ્કાર સર્વપાપોનો નાશ કરે છે અને સર્વમંગળોમાં પહેલું મંગળ બને છે.’’ આત્મતત્ત્વનું અજ્ઞાન અને મોહ એ પાપ હતું તે આત્મતત્ત્વના જ્ઞાન અને અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૨૯ Page #472 -------------------------------------------------------------------------- ________________ વિવેક દ્વારા નાશ પામે છે. એ વિવેક પંચપરમેષ્ઠિના સ્વરૂપના ધ્યાનથી જાગૃત થાય છે. અજ્ઞાન અને મોહ નાશ પામ્યા પછી અવશેષ રહેલ રાગ-દ્વેષાદિ ચાલ્યા જાય છે ત્યારે બધા પ્રધાનમંગળરૂપ શુદ્ધ આત્મસ્વરૂપનો દ્રવ્ય-ગુણ-પર્યાયથી લાભ થાય છે, તે સર્વમંગળોમાં પ્રથમમંગળ છે. તીર્થની સેવાથી ઉત્પન્ન થતું પુણ્ય એ પાપનો નાશ કરે છે અને એથી જાગેલો વિવેક ધર્મમંગળ દ્વારા શુદ્ધ આત્મતત્ત્વનો લાભ કરાવે છે. ભાવનમસ્કાર સાર “વૈખરી” વાણીરૂપ નમસ્કાર મહાશ્રુતસ્કંધ છે. તેનો સાર “મધ્યમા', તેનો સાર “પશ્યતી’ અને તેનો સાર “પરા છે. શ્રી મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે જેની જીદ્દાના અગ્રભાવ પર નવકાર અખ્ખલિતપણે રમે છે તે જ શ્રુતસાગરના પારને પામી જાય છે, બીજા નહિ. એનો અર્થ એ છે કે નવકારનું સતત રટણ તે જ શબ્દબ્રહ્મમાં નિષ્ણાતપણું છે. શ્રુતનો પાર એટલે પરબ્રહ્મ પમાય છે. રટણ કરનાર તેના અર્થનો જાણકાર જોઈએ એમ ત્યાં જણાવ્યું નથી. કેમ કે શબ્દબ્રહ્મને અર્થ સાથે કોઈ સંબંધ નથી. શબ્દ નિર્વિકલ્પ છે અને અર્થ તે સવિકલ્પ છે. અર્થજ્ઞાન, અનંતગમ પર્યાયસ્વરૂપ છે. નવકારના અર્થનું અલ્પતમજ્ઞાન અને સંપૂર્ણ જ્ઞાન-એની વચ્ચે અંતર ષસ્થાનપતિત છે, તેથી અર્થજ્ઞાનનું મહત્ત્વ રહેતું નથી. જ્યારે નિર્વિકલ્પઉચ્ચાર સૌનો સમાન હોય છે. એવું પણ બને કે અરિહંતાદિનું જ સ્વરૂપ અત્યારે આપણે જાણીએ છીએ તે અયથાર્થ પણ હોય, તે કારણે અર્થજ્ઞાન ગૌણ Secondary અને સૂત્ર એ મુખ્ય Primary છે. સૂત્ર નિર્વિકલ્પ છે, અર્થ સવિકલ્પ છે. તેથી “નમસ્કાર' એ ચૌદ પૂર્વનો સાર છે, પણ તેનો અર્થ નહિ. વધુ અર્થજ્ઞાન હોય તો જ વધુ ભાવ હોય એવો પણ નિયમ નથી. દોષરહિત અને ગુણોપેત સૂત્રોચ્ચારણનું મહત્ત્વ આ દષ્ટિએ ઘણું છે. એષઃ પંચનમસ્કાર પાપપ્રણાશ અને મંગળપ્રાપ્તિ શ્રી નવકારના ૬૮ અક્ષર એ ચૌદપૂર્વનો સાર અને સમુદ્ધાર છે.” હવે બીજું કશું કહેવામાં ન આવે તોપણ ચાલે. કારણ કે બીજું જે કાંઈ કહેવાશે તે શ્રતઅંતર્ગત થઈ જશે અને તેનો સાર પણ નવકાર જ હશે. સીધો, સાદો, સરળ, વાંચતાની સાથે જ જે અર્થ પ્રગટ થાય તે જ સાર છે. વિશેષ અર્થ કરવા જતાં તેનો પણ સાર નવકાર બનશે. સર્વ (પાંચ) પરમેષ્ઠિઓને નમસ્કાર તે સાર. એ નમસ્કાર થતાં જ સર્વપાપનો પ્રણાશ અને સર્વમંગળોમાં પ્રથમમંગળનો લાભ તે જ સાર. જે ક્ષણમાં નમસ્કાર તે જ ક્ષણમાં સર્વ (અલ્પ નહિ) પાપનો નાશ અને સર્વ (એક બે નહિ) મંગલમાં પ્રધાન મંગલ છે. તે જ ચૌદપૂર્વનું રહસ્ય, અને બધા મિત્રોની જન્મભૂમિ. અર્થાત્ બધા મંત્ર દેવતાઓ એ વિના પોતાનું રૂપ ધારણ ન કરી શકે. અન્ય કોઈપણ દેવતાનું ધ્યાન અભિન્નપણે નિર્માણ કરવું હોય ત્યારે તે પૂર્વે પંચનમસ્કાર અવશ્ય ધ્યેય છે. તેથી આત્મા મળરહિત થઈ, પરમેષ્ટિમય બની, શીધ્રપણે તે તે દેવતાનું રૂપ ધારણ કરી શકે છે અને તે તે કર્મો (ષટ્કર્મો) ધ્રુવપણે કરી શકે છે. તે કારણે શ્રી સિદ્ધચક્રના ગર્ભમાં પણ નવપદો રહેલાં છે. શબ્દબ્રહ્મથી પરબહ્મની પ્રાપ્તિરૂપ સાર નવકારરૂપ શબ્દબ્રહ્મમાં નિષ્ણાત થયેલો તત્કાલ પરબ્રહ્મસ્વરૂપ થઈ જાય છે. નિષ્ણાત થયેલો તેને કહેવાય કે જેને નવકાર તત્ત્વથી સમજાયો હોય. નિત નાત ચેન સ નિતિઃ | શ્રુત-સમુદ્રનું અતિગૂઢ અવગાહન કરીને સારરૂપે શ્રી નમસ્કાર મહારત્ન જેણે પ્રાપ્ત કર્યું હોય તે નિષ્ણાત કહેવાય છે. શબ્દબ્રહ્મરૂપ શ્રુતસમુદ્રના અતિ ઊંડાણમાં પરબ્રહ્મરૂપ મહારત્ન છે. નમસ્કારના ૬૮ અક્ષરો વિના રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education internatio Page #473 -------------------------------------------------------------------------- ________________ પરબ્રહ્મનો અધિગમ ન થાય એનો અર્થ નમસ્કાર ચાર વાણીરૂપ છે. ચતુર્થ વાણી તે શબ્દબ્રહ્મનું બીજ છે, તે પરાવાણી છે અને તે જ પરબ્રહ્મ છે. નમસ્કાર દ્વારા પરા સુધી પહોંચવાનું છે. ચૂલિકાનો અર્થ સાક્ષાત અનુભવવો તે પરા છે. વિકલ્પ વિના અનુભવવું તે સાક્ષાત અનુભવ છે અને તે જ પરબ્રહ્મનો અધિગમ છે. અધિ એટલે ભાવ સાનિધ્ય અભિન્નાનુભવથી ગમ એટલે જ્ઞાન-કૈવલ્ય અને એ જ ચૌદપૂર્વનું રહસ્ય છે. શબ્દબ્રહ્મમાં નિષ્ણાતતા-નિપુણતા-સિદ્ધતા-વગેરે તેના જ પર્યાયવાચી શબ્દો છે. નમસ્કારાત્મક આત્મા સાર પંચનમસ્કાર સર્વશાસ્ત્રોની ચાવી છે અને તે જ આપણો યથાર્થ આત્મા છે. આત્મા એ જ નમસ્કાર અને નમસ્કાર એ જ આત્મા. જેને વર્તમાનમાં આપણે આપણો આત્મા માનીએ છીએ તે તત્ત્વતઃ આપણો આત્મા નથી. પરમેષ્ઠિનમસ્કાર દ્વારા અભિન્નપણે અનુભવાતો આપણો આત્મા, તે જ યથાર્થ આત્મા છે-એમ કોઈક જ વિરલાત્મા પંચપરમેષ્ઠિભગવંતોની કૃપાથી જાણી શકે છે. પંચનમસ્કાર એ સાર - ચૌદપૂર્વનો સાર આત્મજ્ઞાન, પરબ્રહ્મનો અધિગમ, વિવેકખ્યાતિ, તત્ત્વપ્રતીતિ વગેરે તો છે જ પણ વાસ્તવિક સાર તો પંચનમસ્કાર જ છે. કેમ કે તે દ્વારા જ બધી વસ્તુઓનો અધિગમ થઈ શકે છે. ચૌદપૂર્વનો સાર બધા અરિહંતો કે બધા સિદ્ધો નહિ, પાંચેનો શાશ્વતસમૂહ પણ નહિ, કિન્તુ સાર તો માત્ર પંચનમસ્કાર જ છે. ક્રમશઃ પંચનમસ્કાર થયા પછી આત્માની જે સ્થિતિ તે પંચનમસ્કારમય છે. અર્થાત્ જ્યારે અનુક્રમે છેલ્લો નમસ્કાર લોકમાંના સર્વ સાધુઓને કરવામાં આવે ત્યારે આત્મા પંચનમસ્કારમય થઈ જાય છે, તે જ ચૌદપૂર્વનો સાર છે. પંચનમસ્કાર એ માર્ગ, અવિપ્રણાશ, ખાચાર, વિનય અને સહાય એ પાંચેનું એકીકરણ-અભિનીકરણ છે. શ્રેષ્ઠમંગલ પંચનમસ્કાર તે જ માર્ગ, તે જ અવિપ્રણાશ, તે જ આચાર, તે જ વિનય, અને તે જ સહાય છે. જેમ પંચનમસ્કાર એ અરિહંતનમસ્કાર આદિથી ભિન્ન છે, તેમ ઉપર્યુક્ત એકીકરણ પણ પ્રત્યેકથી ભિન્ન છે. નમસ્કારમાં સૌથી મહત્ત્વનું પદ “પંચ નમસ્કાર છે, જે ચૌદ પૂર્વનો સાર છે. “gs' શબ્દ બતાવે છે કે આજ નમસ્કાર કે જે પંચમપદના ઉચ્ચાર પછી થયેલ છે તે અર્થાત્ “g' શબ્દ વર્તમાનકાલીન પંચનમસ્કારને સૂચવે છે. દવ' શબ્દ વર્તમાનકાલીન “સર્વપાપપ્રણાશ” અને “સર્વમંગળમાં પ્રથમમંગળ'ને સૂચવે છે. અરિહંતાદિ પાંચ મંગલ છે. અરિહંતસિદ્ધ-સાધુ અને ધર્મ એ ચાર મંગલ છે. પણ તે બધા કરતાં પણ પ્રધાન મંગલ (પ્રધાન-શ્રેષ્ઠમંગલ) પંચનમસ્કાર છે. નવકારમાં દેવ, ગુરુ અને ધર્મતત્વ નવકારના પ્રથમ બે પદોમાં દેવતત્ત્વ છે, બીજ ત્રણ પદમાં ગુરુતત્ત્વ છે અને છેલ્લાં ચાર પદોમાં ધર્મતત્ત્વ છે. દેવતત્ત્વ દેનાર છે, ગુરુતત્ત્વ દેખાડનાર છે અને ધર્મતત્ત્વ ચખાડનાર છે. આપણી અંદર રહેલા આત્મતત્ત્વને સાક્ષાત્ આપનાર અર્થાત્ સ્વાનુભૂતિથી ઓળખાવનાર દેવતત્ત્વ સિવાય બીજું કોણ છે? જેની જેને અનુભૂતિ થઈ હોય તે જ બીજાને તેની અનુભૂતિ કરાવી શકે. એ દષ્ટિએ શુદ્ધ આત્માને આપનાર એક દેવતત્ત્વ જ છે. તેથી તેમની ભક્તિમાં “તુંહી-તુંહીં' એવો અનન્યભાવ આવવો જોઈએ. ગુરુતત્ત્વ એ દેવતત્ત્વ અને તેમાં રહેલી અનન્યશક્તિને દેખાડનાર હોવાથી પૂજ્ય છે. ગુરુતત્ત્વ દ્વારા દેખેલ-જાણેલ આત્મતત્ત્વને ચખાડવાની શક્તિ તેમને નમસ્કાર કરવામાં આવતા ધર્મમાં છે. નમસ્કાર એટલે ‘તભાવપરિણમન.” અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૩૧ ૪૩૧ Page #474 -------------------------------------------------------------------------- ________________ જે તત્ત્વ દેવતત્ત્વ આપે છે, ગુરુતત્ત્વ દેખાડે છે, તે તત્ત્વને અનુભવવાની શક્તિ આપવાનું કાર્ય ધર્મ કરે છે. આત્મતત્ત્વની અનુભૂતિનો આસ્વાદ લેવાનું કાર્ય ધર્મ દ્વારા થાય છે એટલે અંતિમ દાતાર ધર્મ, આત્મસ્વભાવ બને છે. દેવતત્ત્વમાં બીજરૂપે પરમાર્થભાવ છે. ગુરુતત્ત્વમાં બીજરૂપે સર્વાર્થભાવ છે. અને ધર્મતત્ત્વમાં બીજરૂપે આત્માર્થભાવ છે. ૫રમાર્થભાવ બીજ છે, સર્વાર્થભાવ જલ છે. આત્માર્થભાવ તપ-સંયમરૂપ હોવાથી પવન-પ્રકાશના સ્થાને છે. બધાનું અધિષ્ઠાન આત્મવીર્ય છે અને તે વ્યાપક આકાશના સ્થાને છે. નવકામંત્રમાં પહેલાં બે પદ દેવતત્ત્વને ઓળખાવીને દેવના દેવત્વ પ્રત્યે ભક્તિભાવ જાગૃત કરે છે. બીજાં ત્રણ પદ ગુરુતત્ત્વને ઓળખાવીને ગુરુઓમાં રહેલ મૈત્રીભાવરૂપી ગુરુતા પ્રત્યે આકર્ષણ કરે છે. છેલ્લાં ચાર પદ અનુક્રમે મૈત્રીભાવ વડે પાપનાશ કરી પૂર્ણત્વની ભાવના વડે પ્રધાનમંગળ બને છે. દેવતત્ત્વની આરાધનામાં દ્રવ્યગત પૂર્ણતાનું લક્ષ્ય છે. ગુરુતત્ત્વની આરાધનામાં જાતિગત-ગુણગત એકતાનું લક્ષ્ય છે. ધર્મતત્ત્વની આરાધનમાં પર્યાયગત શુદ્ધતાનું લક્ષ્ય છે. પૂર્ણતાની ભાવનાથી સકલઈચ્છાનિરોધરૂપ વીતરાગતા, ગુણગત એકતાની ભાવનાથી સદિચ્છાનિરોધરૂપ નિગ્રન્થતા અને પર્યાયગત શુદ્ધતાની ભાવનાથી સહજમળઠ્ઠાસ અને તથાભવ્યત્વનો વિકાસ સધાય છે. વસ્તુમાત્રનાં ત્રણ પ્રકારનાં અસ્તિત્વ હોય છે ઃ સ્વરૂપાસ્તિત્વની શુદ્ધિ તે દેવતત્ત્વ છે, સાદશ્યાસ્તિત્વની શુદ્ધિ તે ગુરુતત્ત્વ છે, પર્યાયાસ્તિત્વની શુદ્ધિ તે ધર્મતત્ત્વ છે. સ્વરૂપાસ્તિત્વ અને સાદશ્યાસ્તિત્વ પરસ્પર અવિનિભ્રંગ છે, અવિનાભાવી છે. એકના અભાવમાં બીજાનો અભાવ છે. તેથી વસ્તુની સત્તા ( Belng ) છે. પર્યાયાસ્તિત્વ થવાપણું ( Becoming ) છે. Becoming (પર્યાયમાંથી) ( Being ) દ્રવ્યમાં જવાનું છે. ( Self or Personality ) પૃથક શરીર એ એક પ્રકારનું ઢાંકણ ( Mask ) છે. તેની પાછળ ( soul-spirit ) આત્મા છે (From body to self, From self to soul and From soul to spirit ) એ ક્રમ છે. (અર્થાત્ શરીરથી બહિરાત્મા, બહિરાત્માથી અંતરાત્મા અને અંતરાત્માથી પ૨માત્મદશાનો ક્રમ છે.) નવકારનાં પ્રથમ પાંચ પદ તીર્થસ્વરૂપ-તીર્થને જણાવનારાં છે અને છેલ્લાં ચાર પદો તત્ત્વસ્વરૂપ-તત્ત્વને જણાવનારાં છે. નવકારના પ્રથમ બે પદમાં દેવતત્ત્વ, છે જેમાં દ્રવ્યાર્થિકનયની પ્રધાનતાનો વિચાર છે. બીજાં ત્રણ પદમાં ગુરુતત્ત્વ, છે જેમાં ગુણાર્થિકનયની પ્રધાનતાનો વિચાર છે. એ રીતે દ્રવ્ય-ગુણ-પર્યાયસ્વરૂપ આત્મવસ્તુના સમગ્રવિચારને આવરી લેતો હોવાથી સંપૂર્ણ નવકાર સમગ્રદ્વાદશાંગીનો સાર ગણાય છે, સંપૂર્ણદ્વાદશાંગીના સ્વાધ્યાયથી મળતું ફળ મેળવવાનો અધિકાર નવકારનો જાપ કરનાર પણ બની શકે છે. દ્વાદશાંગી એ નવતત્ત્વમય, દ્રવ્યમય, પંચાસ્તિકાયમય અને ષસ્થાનમય છે. તેમ નવકા૨ પણ નવતત્ત્વમય એ પદ્રવ્યમય, પંચાસ્તિકાયમય, સ્થાનમય ઈત્યાદિ સર્વરૂપે રહેલો છે. નવકાર શબ્દરૂપે, ભાષા, શ્વાસોચ્છ્વાસ, મન અને કર્મની સાથે સંબંધ રાખે છે. અર્થરૂપે શુદ્ધ દ્રવ્ય=ગુણ=પર્યાયની સાથે સંબંધ રાખે છે અને જ્ઞાનરૂપે બુદ્ધિ, ચિત્ત, અહંઆદિ વૃત્તિઓ સાથે સંબંધ રાખે છે. એ ત્રણે એક સાથે મળીને સમગ્ર આત્મદ્રવ્યનું સંવેદન કરાવે છે. એ સંવેદન સકલકર્મમલાપગમનું મુખ્ય કારણ છે. કહ્યું છે કે आत्माऽज्ञानमवं दुःखमात्मज्ञानेन हन्यते । તપલાડવાભવિજ્ઞાનહીનેછેત્તું ન શવતે । યોગશાસ્ત્ર પ્ર. ૪. ૪૩૨ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #475 -------------------------------------------------------------------------- ________________ આત્માનું અજ્ઞાન આત્મજ્ઞાનથી જ હણાય છે. તે આત્મજ્ઞાન-સ્વ--સંવેદનરૂપ છે. તે શ્રવણ-મનન-નિદિધ્યાસન વડે પ્રાપ્ત થાય છે. શ્રુતિ વડે આત્મતત્ત્વનું શ્રવણ (સંવેદન) પ્રમાણવિષયક વિપર્યને દૂર કરે છે. યુક્તિ વડે થતું મનન પ્રમેયવિષયક સંશયને મટાડે છે અને ધ્યાન વડે એકાગ્રચિન્તાનિરોધ દ્વારા થતું નિદિધ્યાસન, અમીતિવિષયક અનધ્યવસાયો દૂર કરી આપે છે. બીજવરૂપનું જ્ઞાન નનો એ મોક્ષનું બીજ છે, તેથી ભક્તિવર્ધક છે. નમ્રતા, કૃતજ્ઞતા અને બહુમાન જનક છે. મુક્તિની ભક્તિ અહંકારાદિ દોષોથી મુક્ત કરાવે છે અને નમ્રતાદિ ગુણોને વિકસાવે છે. મોક્ષનું બીજ હોવાથી ભક્તિભર હૃદયનું પ્રતીક છે. નમો એ વિનયનું બીજ છે. વિનયી થવાનું સૂચન કરે છે. વિનયવાન થઈશ તો સગુરુ પાસેથી. સત્યજ્ઞાનની પ્રાપ્તિનો અધિકારી બનીશ. વિનયગુણ જ્ઞાની પુરુષોનો સમાગમ મેળવી આપે છે અને શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ દ્વારા આત્મવિકાસમાં પ્રગતિ કરાવે છે. નો શાંતિ, સુષ્ટિ, પુષ્ટિ અને શુદ્ધિનું પણ બીજ છે. શાંતિકબીજ હોવાથી વિષયકષાયને શાંત કરે છે. પૌષ્ટિકબીજ હોવાથી ધર્મધ્યાનની પુષ્ટિ કરે છે. તુષ્ટિકબીજ હોવાથી સંતોષ અને કૃતકૃત્યતાગુણની વૃદ્ધિ કરે છે. કષાયનું શમન, અને મન તથા આત્માનું કર્મમળથી શોધન કરવાનું સામર્થ્ય એક “નમો ” બીજમાં રહેલું નમો પદથી અધિક સુંદર પદ સમગ્ર સાહિત્યમાંથી પ્રાપ્ત થવું દુર્લભ છે. મુમુક્ષુમાત્રને તે પ્રિયતમ છે. અરિહંત અને સિદ્ધનો નમસ્કાર એ મોક્ષનું બીજ છે. મુક્તિ અને મુક્તિમાર્ગના દેશકને નમસ્કાર અવશ્ય મોક્ષ આપે છે. આચાર્ય અને ઉપાધ્યાયનો નમસ્કાર એ વિનયનું બીજ છે. વિનય વડે વિદ્યાની પ્રાપ્તિ થાય છે. અને વિદ્યા વડે મોક્ષમાર્ગનું જ્ઞાન થાય છે. સાધુને નમસ્કાર એ શોધનબીજ છે, કેમ કે તે પાપનું શોધન કરે છે. પાંચે પરમેષ્ઠિઓના નમસ્કારમાં મોક્ષબીજત્વ, વિનયબીજત્વ અને કર્મશોધકત્વ રહેલું છે. મુક્તિ, મુક્તિમાર્ગ અને મુક્તિ માર્ગસાધત્વની અપેક્ષાએ મોક્ષબીજત્વ છે. કેવળ, મન:પર્યવ, અવધિ, શ્રુત અને મતિજ્ઞાનની અપેક્ષાએ વિનયબીજત્વ છે. અને સમિતિગુપ્તિયુક્ત મહાવ્રતોરૂપી સંયમ અને બાહ્યઆત્યંતર તપની અપેક્ષાએ કર્મશોધકત્વ છે. એ રીતે પંચપરમેષ્ઠિઓને કરાતો નમસ્કાર રાગાદિની શાંતિ, જ્ઞાનાદિની પુષ્ટિ, અને સમાદિની તુષ્ટિ કરે છે. મુક્તિના બહુમાનના કારણે રાગાદિ શમે છે. વિનયાદિ ગુણના કારણે જ્ઞાનાદિ વધે છે અને મોહનીયાદિ કર્મના હાસને કારણે ક્ષમાદિ પ્રાપ્ત થાય છે. તાત્ત્વિકનમસ્કાર એટલે પરમાત્મા સાથે અંતરાત્માના ઐક્યનું સાધન. દષ્ટિ પ્રધાનપણે ગુણો તરફ રહે ત્યારે જ નવકારનો પ્રારંભ થાય છે. ગુણ-દષ્ટિ અને નમસ્કારભાવ બંને એક જ પદાર્થ છે. નમસ્કારનિર્યુક્તિમાં કહ્યું છે કે मनसा गुण परिणामो, वाया गुणभासणं च पंचण्हं । कायेण संपणामो एस पयत्थो नमुक्कारो ॥ ગુણદૃષ્ટિથી સ્નેહભાવ કેળવાય છે અને સ્નેહભાવ વધવાથી ગુણદષ્ટિ કેળવાય છે. ગુણદષ્ટિ અને સ્નેહભાવને અવિનાભાવનો સંબંધ છે. નમસ્કારની ઉપલબ્ધિ, જ્ઞાનાવરણીય અને દર્શનમોહનીયના કર્મના અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૩૩ A Page #476 -------------------------------------------------------------------------- ________________ લયોપશમથી થાય છે. વંદના એ ધર્મ પ્રત્યે લઈ જવા માટે મૂળભૂત વસ્તુ છે. તેથી સ્નેહપરિણામ વિકસે છે. ગુણદષ્ટિ કેળવાય છે. સમત્વભાવ પુષ્ટ થાય છે. શરીરના પાંચ અંગો કે મન-વચન-કાયા વડે જે સત્કાર કરાય તે દ્રવ્યનમસ્કાર છે. સત્કાર, સમુપાસના, અભ્યર્ચના આદિ સમાનાર્થક છે. નમસ્કારનો પ્રથમ આધાર દેહ અને તેની ક્રિયા છે. નમસ્કારની ઉત્પત્તિ-સમુત્થાન, વાચના અને લબ્ધિ એ ત્રણ હેતુથી માનેલી છે. સમુત્થાન એટલે દેહ, વાચના એટલે ગુરુસંયોગ અને લબ્ધિ એટલે સ્વાયોપશમ સમજવા. પ્રથમપદના ધ્યાનમાં દ્રવ્ય-ગુણ-પર્યાય દ્રવ્ય સમાન Similar, ગુણ Same તે જ છે, પર્યાય is one એક જ છે. પર્યાયની ધારણા વડે ગુણનું ધ્યાન થાય છે અને ગુણના ધ્યાન વડે દ્રવ્યમાં સમાધિ થાય છે. દ્રવ્ય એ ગુણનો સમુદાય છે અને ગુણ એ પર્યાયની શક્તિ છે. નમો રિહંતા પદના જાપ વડે ઈદ્રિય, મન અને પ્રાણ ત્રણે કાબૂમાં આવે છે. ત્રણની શુદ્ધિ અને સદુપયોગ થાય છે. ત્રણે આત્માની શક્તિઓ છે, તેથી બ્રહ્મ સ્વરૂપ Divine દિવ્ય છે. ઈદ્રિય એ ઈદ્ર એટલે પરઐશ્વર્યવાન આત્માના ચિહ્ન અર્થાતુ લિંગરૂપ છે. મન એ મનન, ચિંતન અને જ્ઞાનનું સાધન છે. અને જ્ઞાન એ ચિતિશક્તિનું ચૈતન્યરૂપે પ્રકટીકરણ છે. પ્રાણ એ પણ બ્રહ્મની આત્મતત્ત્વની શક્તિ છે. તેથી જપ વખતે થતો ઈદ્રિય, મન અને પ્રાણનો વિનિયોગ એ આત્માના જ દ્રવ્ય-ગુણ-પર્યાયનું પ્રકટીકરણ છે. એ રીતે આત્માની સાથે મન-પ્રાણ-ઈદ્રિયની એક્તાનું ભાવન કરીને થતો જાપ સમાધિનું કારણ બને છે. પ્રથમપદના જાપથી મોહવિષયનો વિલય થાય છે, કર્મરોગની ચિકિત્સા થાય છે અને ભવભયથી રક્ષણ મળે છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી થતું અરિહંતનું ધ્યાન પોતાના મોહ-અજ્ઞાનનો નાશ કરે છે. અરિહંતને થતો વિનય એ તપસ્વરૂપ હોઈ કર્મરોગની ચિકિત્સારૂપ બને છે અને તે દ્વારા પ્રાપ્ત થતી સમાધિ જન્મ-જરા-મરણના ભયથી મુક્ત બનાવે છે. તીર્થકરોનું શાસન દ્રવ્ય-ગુણ-પર્યાય વડે વિશ્વનો બોધ કરાવવા સ્થાપન થયેલું છે. ગણધરોને ત્રિપદીનું દાન કર્યા પછી તીર્થંકરો તેમને દ્રવ્ય–ગુણ-પર્યાયથી તીર્થ સોંપે છે અર્થાત્ તેનું જ્ઞાન વિશ્વને કરાવવા માટે અનુજ્ઞા આપે છે એ જ તીર્થંકરભગવંતોનો વિશ્વ પર પરમોપકાર છે. મંદિર, મૂર્તિ, આગમ, મંત્રમુદ્રા, સંઘ, સાધર્મિક અને શાસ્ત્ર એ સર્વ શ્રી જિનશાસનમાં આત્મબોધ કરાવવા માટે છે. આત્મા દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતતુલ્ય છે. તેથી તેનું જ ધ્યાન તેની જ ધારણા અને તેમાં જ લીનતા જે કોઈ ઉપાયથી થાય, તે બધા ઉપાયોને અધિકારી વિશેષ જુદીજુદી રીતે લાભદાયી માની તેનો જ તીર્થમાં સંગ્રહ કરવામાં આવ્યો છે. એ તીર્થના આલબંને આત્મતત્ત્વનો લાભ થતો હોવાથી તીર્થ તારક ગણાય છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી અરિહંતનું ધ્યાન કરનારનો મોહ નાશ પામે છે. રિં પદ દ્રવ્ય ગુણ-પર્યાયને જણાવે છે. નમો પદથી તેમને થતો નમસ્કાર મિથ્યામોહ-આત્માના અજ્ઞાનનો નાશ કરે છે. તેનાથી અસત્ પ્રવૃત્તિ છૂટી જાય છે અને સપ્રવૃતિ શરૂ થાય છે. એ નમસ્કાર અનુક્રમે રાગ-દ્વેષનો ક્ષય કરી શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિ કરાવે છે. ‘તાનું પદ શુદ્ધ આત્મતત્ત્વની પ્રાપ્તિથી થનારું રક્ષણ (ત્રાણ) બતાવે છે. ४३४ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ પS Page #477 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધ આત્મતત્વનો લાભ થવાથી હંમેશ માટે અભય, અષ, અખેદ પ્રાપ્ત થાય છે. સ્વરૂપાસ્તિત્વના ધ્યાનથી “અભય” સાદડ્યાસ્તિત્વના ધ્યાનથી અદ્વેષ અને દુષ્કતગહ, સુકૃતાનુમોદનાથી અસનો ત્યાગ અને સહુના સેવનથી રાગદ્વેષનો ક્ષય થવાથી “અખેદ'નો લાભ થાય છે. પ્રથમપદનું ધ્યાન આ રીતે મોહ, અજ્ઞાન તથા રાગ અને દ્વેષના ક્ષયનું કારણ બની જીવની સિદ્ધિનો હેતુ બને છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી આત્માનું ધ્યાન અરિહંતોની ઉપાસના દ્રવ્ય-ગુણ-પર્યાયથી પોતાના આત્માને ઓળખવા માટે છે. જે અરિહંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જાણે છે, તે પોતાના આત્માને જાણે છે. તેના રાગ-દ્વેષનો ક્ષય થાય છે. રાગ-દ્વેષનો ક્ષય થવાથી નિર્વાણની પ્રાપ્તિ થાય છે. નિર્વાણ પ્રાપ્તિનો આ સીધો માર્ગ છે. અરિહંતોને દ્રવ્ય-ગુણ-પર્યાયથી જે જાણે છે અને ધ્યાવે છે, તે પોતાના આત્માના દ્રવ્ય-ગુણ-પર્યાયને ઓળખે છે, ઓળખીને તેમાં લીન થાય છે ત્યારે આશયમાં આકાશથી પણ વિશેષ વિશાળતા, સાગરથી પણ વધુ ગંભીરતા અને મેરુથી પણ અતિ ઉચ્ચતાનો અનુભવ થાય છે. આત્મા, આત્મતત્ત્વ જાતિથી વિશાળ છે. પર્યાયાનુસ્મૃત દ્રવ્યથી સાગરવર ગંભીર છે. અને ગુણ સમૂહના એકત્ર અવસ્થાનથી મેરુથી પણ અતિ ઉચ્ચ છે. મેરુ નિષ્પકંપ છે, (મધ્ય) સાગર નિતરંગ છે અને આકાશ નિરંજન-નિર્વિકાર છે. તેમ શુદ્ધ આત્મા શુદ્ધગુણથી મેરુ, દ્રવ્યથી સાગર અને પર્યાયથી આકાશ સમાન છે. એવા શુદ્ધ આત્માનો અનુભવ કરવા માટે અનન્ય આલંબન અરિહંતપરમાત્માનું છે. તેથી તેમનાં નામાદિ ત્રણે કાળમાં ત્રણે લોકને પૂજનીય છે. અરિહંતોની વિશેષતા તેમના ગુણપ્રકર્ષમાં છે. ગુણપ્રકર્ષ અચિંત્યશક્તિયુક્ત હોય છે. અચિંત્યશક્તિ તભાવાવસ્થિતિમાં પરમહેતુ છે. તથા અરિહંતોનું આત્મદ્રવ્ય અનાદિકાલીન તેવી યોગ્યતાના કારણે સર્વથા પરાર્થરસિક હોવાથી તેમની ઉપાસના જીવને શીધ્ર બોધિ, સમાધિ અને આરોગ્ય આપવા સમર્થ થાય છે. અપેક્ષા એ ભાવસ્વાધ્યાય નમવું એટલે માત્ર મસ્તક ઝુકાવવું એટલું જ નહિ, પણ મન, મનના વિચારો, મનના નિર્ણયો અને મનના ગમા-અણગમાને નમાવવા અર્થાત્ તુચ્છ લેખવા, મન-બુદ્ધિ, ચિત્ત અહંકારને સર્વસ્વ ન લેખવા, માત્ર આત્માને ક્રિયા કરવાના કરણ તરીકે જોવો એ ભાવાર્થ છે. ‘વાવર્ષવાનુહૂર્વવ્યાપને નમસ્કા: ” અહીં “સ્વ'થી મનની કલ્પનાઓ, બુદ્ધિના નિર્ણયો, ચિત્તના રાગદ્વેષો-અભિનિવેશો-આગ્રહો એ સર્વને જતાં કરવાં. તેમાં “અહ-મમરૂપ બુદ્ધિની મર્યાદિત વિચાર ધારાઓને જતી કરવી- છોડી દેવી, વૃત્તિઓ ઉપર પરિગ્રહ અને મૂછની ભાવનાઓને નિવૃત્ત કરવી. તે નમસ્કારનો તાત્વિક અર્થ છે એમ સમજવું. તેને ભાવસંકોચ પણ કહે છે. ભાવોનો સંકોચ એટલે પરમાત્મસ્વરૂપ આત્મભાવના સિવાય બીજા બધા ભાવોને ગૌણત્વ આપવું, હાથ જોડવા એટલું જ નહિ, પણ સાથે એકતાની ભાવના પણ કરવી. અર્થાત માથું નમાવવાની ક્રિયા અંતઃકરણના સંકુચિતભાવોને તુચ્છ માનીને છોડી દેવાની ક્રિયાનું પ્રતીક છે અને હાથ જોડવાની ક્રિયા અંતઃકરણમાં નમસ્કાર્યની સાથે અભેદભાવ સ્થાપવાની ક્રિયાનું પ્રતીક છે. હાથ જોડવા અને માથું નમાવવારૂપ દ્રવ્યસંકોચ અંતઃકરણમાં થતા ભાવસંકોચનું પ્રતીક છે. દ્રવ્યભાવસંકોચ આત્મભાવના વિસ્તારમાં પરિણમે છે. નમસ્કારમાં નમ્રતા છે એટલે મનની વૃત્તિઓની તુચ્છતાનું ભાન છે. નમસ્કારમાં વિનય છે એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની પેલે પાર એ બધામાં ચૈતન્ય પૂરું પાડનાર અને અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૩૫ Page #478 -------------------------------------------------------------------------- ________________ એ બધાથી પર રહેનાર આત્મતત્ત્વનો વિનય છે. નમસ્કારમાં મન અને આત્માના ભેદજ્ઞાનનો વિવેક છે. નમસ્કારમાં મનનું અને કર્મનું સર્જન તુચ્છ છે, અનભિલષણીય છે એવો વિતૃષ્ણારૂપી વૈરાગ્ય છે. નમસ્કારમાં કાયા અને ઈદ્રિયોનો વ્યાપાર શાસ્ત્રાભિમુખ, આત્માભિમુખ અને ઈશ્વરાભિમુખ છે. નમસ્કારભાવમાં અપરતત્ત્વની લઘુતા અને તુચ્છતાનું દર્શન છે, પરતત્ત્વની ઉચ્ચતા અને મહત્તા તથા દિવ્યતા અને ભવ્યતાનું ભાન છે. નમસ્કારભાવના પ્રભાવે અહંકારનો ફોડલો ફૂટી જાય છે, મમકારનું પરું નીકળી જાય છે અને આત્માને પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. મોહ જ જીવનો ખરેખરો શત્રુ છે. અનાદિકાળથી આ જીવના સાચા પ્રતિપક્ષી કોઈ હોય તો તે આઠ પ્રકારનાં કર્યો છે. એ કર્મોમાં પણ મોહનીયકર્મ મુખ્ય છે. આઠે કર્મોમાં તે નાયકના સ્થાને છે. એ મોહનીયકર્મને જીતવું દુષ્કર છે. તે મોહનીયર્મના બે પ્રકાર છેઃ દર્શનમોહનીય અને ચારિત્રમોહનીય. આ મોહનીયકર્મને જીતવાથી બીજાં સર્વ કર્મનું બળ જર્જરિત થઈ જાય છે. પરમેષ્ઠિનમસ્કારથી મોહનીયકર્મનો સમૂલનાશ થાય છે અને મોહના નાશથી બીજો આઠે કર્મો અવશ્ય નાશ પામે છે. માટે જ નવકારમાં “સવ્વપાવપૂMાસો' એ પદ કહ્યું છે. મોહનાશનો ઉપાય હવે નમસ્કારથી મોહનીયકર્મ કેવી રીતે નાશ પામે છે તે વિચારીએ. મોહનીકર્મમાં પણ દર્શનમોહનીય બળવાન છે. નવકારના પ્રથમપદ “નમો રિહંતા થી દર્શનમોહનીયકર્મ જિતાય છે. દર્શનમોહ એટલે ઊલટી માન્યતા. અરિહંતને ભાવથી નમસ્કાર કરવાથી જીવ સમ્યગુ માન્યતામાં આવે છે. જીવની ઊંધી માન્યતા એ જ દર્શનમોહનું મોટું બળ છે. જે આત્મા ભાવથી અરિહંતને નમે છે, તેની ઊંધી માન્યતા ટળે છે. ખરી રીતે તો જે અરિહંતના માર્ગને નમ્યો છે, સન્માર્ગને નમ્યો છે, તેની ઉન્માર્ગની રુચિ ટળી છે અને તે સન્માર્ગની રુચિવાળો બન્યો છે. એથી દર્શનમોહનું મર્મસ્થાન ભેદાઈ જાય છે અને પછી ક્રમેક્રમે તે સર્વથા પણ જિતાઈ જાય છે. (નાશ પામે છે.) નમસ્કારનો અચિંત્યપ્રભાવ સામાન્યથી પણ નમવાનો પરિણામ વખણાય છે, પણ જ્યારે નમસ્કારના વિષય તરીકે અરિહંતપરમાત્માઓ આવે છે, ત્યારે તો તે નમસ્કારની શક્તિ અચિંત્યસામર્થ્યવાળી બની જાય છે. નમસ્કાર હોય પણ નમસ્કારના વિષય તરીકે કાર્યસિદ્ધિ કરવામાં અચિત્યશક્તિ ધરાવનારા જો અરિહંતપરમાત્મા ન હોય તો આટલું સામર્થ્ય ન પ્રગટે. એ રીતે નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્મા હોય, પણ ભાવનમસ્કાર ન હોય તોપણ આટલું સામર્થ્ય ન પ્રગટે. જ્યારે ભાવનમસ્કાર અને નમસ્કારના વિષય તરીકે અરિહંત પરમાત્માઓ આવે છે, ત્યારે અનાદિકાલીન મિથ્યાત્વના ભેદનનું કાર્ય જે બીજી રીતે સિદ્ધ બની શક્યું ન હતું તે કાર્ય સિદ્ધ થાય છે. આવા બળવત્તરપ્રતિપક્ષીને સહજમાં જીતનાર હોવાથી “નમસ્કાર એક મહાન શક્તિ અથવા શક્તિનો પૂંજ છે,' એમ કહેવું સર્વથા ઉચિત છે. મોહનો પહેલો પ્રકાર દર્શનમોહ છે તેમ બીજો પ્રકાર ચારિત્રમોહ છે. આ ચારિત્રમોહના પચીસ ભેદો છે. તેમાં પણ ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર મુખ્ય છે. હવે નમસ્કાર મહામંત્રના પવિત્રપદોનું આત્મામાં પરિણમન થાય છે ત્યારે આ ચારે કષાયોનો કેવી રીતે નાશ થાય છે તેને પણ આપણે પશ્ચાનુપૂર્વીથી વિચારીએ. ક્રોધને જીતવાનો ઉપાય : સાપુપદ “નમો સવ્વસાહૂ આ પદથી ક્રોધને જીતવાનું બળ પ્રગટે છે. કારણ કે ભાવસાધુતાને વરેલા મુનિવરો સતત ક્ષમાને આશરે રહીને ક્રોધને જીતવા કટિબદ્ધ થયા હોય છે. એ કારણે સાધુઓને “ક્ષમાશ્રમણ' રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #479 -------------------------------------------------------------------------- ________________ ક્ષમા પ્રધાન સાધુ તરીકે સંબોધવામાં આવે છે. તેમની છાયામાં આવનાર બીજાઓ પણ ક્રોધને જીતવા માટે સામર્થ્યવાળા બની શકે છે. આ વિષયમાં અહીં થોડું વધુ વિચારીએ. ક્રોધ એ અગ્નિ છે. અગ્નિ જેમ ઈન્જનને બાળી નાખે છે. તેમ ક્રોધ સુકૃતોનો નાશ કરે છે. ત્યારે ક્ષમા એ જળ છે. અગ્નિનો સ્વભાવ બાળવાનો છે, જળનો સ્વભાવ ઠારવાનો છે. જળ અને અગ્નિનું પરસ્પરઘર્ષણ થાય તો તેમાં અગ્નિને ઠંડા થવું પડે છે અર્થાત્ ત્યાં જળનો વિજય થાય છે. જળનું સામર્થ્ય જેમ અગ્નિ કરતાં વિશેષ છે, તેમ ક્રોધ કરતાં ક્ષમાનું બળ વિશેષ છે. મનુષ્ય જેમજેમ વધારે ને વધારે ક્ષમાશીલ-શાન બનતો જાય છે, તેમ તેમ તેનું અંતરંગસામર્થ્ય વિશેષ પ્રભાવશાળી બનતું જાય છે. આવા ક્ષમા-સમતાશીલ મુનિઓના સાનિધ્યમાં હિંસકપશુઓ અને જાતિવૈરવાળા પ્રાણીઓ પણ વૈરભાવનો ત્યાગ કરે છે. મિત્ર જેવા બનીને શાંતભાવોને ધારણ કરનારા બની જાય છે ક્ષમાશીલમહાત્માના અંતરંગસામર્થ્યનું એ પ્રતીક છે. આવી ક્ષમા કેળવવાની પ્રેરણા જગતને પંચપરમેષ્ઠિપદમાં રહેલા ક્ષમાપ્રધાન સાધુઓના જીવન દ્વારા મળે છે. તેમનામાં રહેલ ક્ષમાગુણને લક્ષ્યમાં રાખીને તેમને ભાવથી નમસ્કાર કરનારમાં પણ અવશ્ય ક્ષમાગુણનો. પ્રાદુર્ભાવ થાય છે. ક્ષમાવાનની ઉપાસના કર્યા સિવાય કોઈપણ આત્મા ક્ષમાશીલ બની શકતો નથી. આ રીતે સાધુપદના આલંબન દ્વારા અને તેમનામાં રહેલ ક્ષમાગુણની ઉપાસનાના પ્રભાવે આત્મા ક્ષમાશીલ બની ક્રોધ ઉપર વિજય પ્રાપ્ત કરી અંતે તે ભવભ્રમણનો પણ અંત કરનારો બને છે. શાંતચિત્તે વિચારીએ તો નવકારના એકએક પદનો પણ આ વિશ્વ ઉપર કેટલો મહાન ઉપકાર છે, તેનો કંઈક ખ્યાલ આપણને આવી શકે તેમ છે. માનને જીતવાનો ઉપાય ઃ ઉપાધ્યાયપદ “નનો ૩ના વાળ ઉપાધ્યાયપદને નમસ્કાર કરવાથી માન નામનો બીજો કષાયદોષ ટળે છે અને નમ્રતા ગુણ પ્રગટે છે. ઉપાધ્યાય પોતે વિનયગુણને વરેલા હોય છે. જે ગુણને જેણે આત્મસાત કર્યો હોય તે ગુણવાળાની સાથે વસવાથી, તેમના પ્રત્યે આદર અને બહુમાન કેળવવાથી, તેમના ગુણની અનુમોદના અને પ્રશંસા કરવાથી, તેમને વારંવાર પ્રણામ કરવાથી અને તેમની સેવા કરવાથી આપણામાં પણ તે ગુણ પ્રગટે છે. વિનયશીલ એવા ઉપાધ્યાયભગવંતોને નમસ્કાર કરનારમાં પછી માન કે અભિમાન ટકી શકતાં નથી, તેમનામાં નમ્રતા વધતી જાય છે. પ્રકૃતિનો એવો નિયમ છે કે મદ-માનને છોડીને મનુષ્ય જેમજેમ વધારે નમ્ર બનતો જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે ઉન્નત બનતો જાય છે. કહ્યું પણ છે કે “અંતર મદભાવ વહાવે, તે ત્રિભુવનનાથ કહાવે” અર્થાત્ નમ્રતાથી જ સાચી પ્રભુતા પ્રગટે છે. આ રીતે ઉપાધ્યાયપદને નમસ્કાર કરવાથી આત્મા ઘણી પ્રગતિ સાધી શકે છે. માયાને જીતવાનો ઉપાય : આચાર્યપદ “નમો ભાવિ આ પદથી માયાચાર દૂર થાય છે. પ્રાપ્તશક્તિને ગોપવવી, અર્થાત્ તેનો સદુપયોગ ન કરવો તે માયાચાર કહેવાય છે. સદાચારની ક્રિયાઓમાં સંલગ્ન રહેતા ભાવાચાર્યો પોતાનું બળ જરા પણ ગોપવતા નથી. આચાર્યપદને નમવાથી શક્ય ક્રિયામાં પરાક્રમ ફોરવવાનું બળ આવે છે. અને તેથી માયાચાર (માયાનામનો દોષ) ટળે છે. માયા ટળે એટલે સરળતા નામનો ગુણ પ્રગટે જ. મનુષ્ય જેમજેમ વધુ ને વધુ સરળ બનતો જાય છે, તેમ તેમ તે મુક્તિની વધુ ને વધુ નિકટ પહોંચતો જાય છે. આત્માની સરળતા એ મુક્તિનો સૌથી ટૂંકામાં ટૂંકો માર્ગ છે. આવી સરળતા આપણને આચાર્યપદની ઉપાસના દ્વારા સુલભ બને છે, તેથી તે પદ આપણા અનંતકલ્યાણને કરનારું બને છે. લોભને જીતવાનો ઉપાય ઃ સિદ્ધપદ “નમો સિલા આ પદ દુન્યવી લોભને દૂર કરનાર છે. સિદ્ધપરમાત્માની અનંતઋદ્ધિનું દર્શન થયા પછી ક અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૩૭ TET 1 Page #480 -------------------------------------------------------------------------- ________________ દુન્યવી ઋદ્ધિનો લોભ રહેતો નથી. ભમરો ત્યાં સુધી જ ગુંજારવ કરે છે કે જ્યાં સુધી તેણે પુષ્પનો પરાગ મેળવ્યો નથી. જીવને દુન્યવી પદાર્થોનો લોભ ત્યાં સુધી જ રહે છે કે જ્યાં સુધી તેને આત્માની અનંતઋદ્ધિનું દર્શન થયું નથી. સિદ્ધપદને નમવાથી વાસ્તવિક રીતે તો પોતાના આત્મામાં જ રહેલી અનંતઋદ્ધિનું દર્શન થાય છે. તેથી તેનો બીજે દુન્યવી લોભ ટળી જાય છે અને સંતોષવૃત્તિ પ્રગટે છે. મનુષ્ય જેમજેમ વધુ ને વધુ સંતોષવૃત્તિ કેળવતો ાય છે, તેમ તેમ તેનામાં સુખની માત્રા વધતી જાય છે. સુખનો સંબંધ સંતોષની સાથે છે, કારણ કે સુખનું મૂળ સંતોષ છે. એ સંતોષગુણની પ્રેરણા આપણને સિદ્ધપદ દ્વારા મળે છે, માટે સિદ્ધપદ આપણા માટે મહાન ઉપકારી, બની જાય છે. ખરેખર આ મહામંત્રનો પ્રભાવ વચનાતીત છે, અચિંત્ય છે. ગુણપ્રાપ્તિના લક્ષ્યપૂર્વક તેની ઉપાસના કરવાથી આ મહામંત્ર ભવ્યાત્માઓને આ ભવમાં જ કષાયો ઉપર વિજય પ્રાપ્ત કરાવી અને જીવન્મુક્તદશાને પ્રાપ્ત કરાવી અહીં જ મુક્તિસુખનો અનુભવ કરાવનારો બને છે. કહ્યું પણ છે કે કાયમુત્તિ : किल मुक्तिरे व । પંચપરમેષ્ઠિમાં નવતત્ત્વો ચૌદ પૂર્વના સારભૂત શ્રી નમસ્કાર મહામંત્રમાં દેવ ગુરુ અને ધર્મનું જ સ્વરૂપ છે તે જ વિશ્વનું સ્વરૂપ છે. કારણ કે વિશ્વનું સ્વરૂપ નવતત્ત્વોથી અતિરિક્ત નથી અને નવપદસ્વરૂપ આ નમસ્કાર પણ નવતત્ત્વસ્વરૂપ હોવાથી વિશ્વસ્વરૂપથી ભિન્ન નથી. જીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ આ નવે તત્ત્વોનું જ્ઞાન પંચપરમેષ્ઠિના જ્ઞાનથી નીચે મુજબ થાય છે, માટે પંચપરમેષ્ઠિથી વિશ્વસ્વરૂપ નવતત્ત્વો જુદાં નથી. પાપપ્રકૃતિથી સર્વથા રહિત અને પુણયપ્રકૃતિના પ્રકર્ષને પામેલા અરિહંતના જ્ઞાનથી-ધ્યાનથી પાપ અને પુણ્ય એ બે તત્ત્વોનું જ્ઞાન થઈ જાય છે. અજીવના સંગથી સર્વથા રહિત અને જીવતત્ત્વથી પૂર્ણ શ્રી સિદ્ધભગવંતના જ્ઞાનથી અજીવ અને જીવતત્ત્વનું જ્ઞાન થાય છે. શુદ્ધ આચારનું પાલન કરનાર અને કરાવનાર આચાર્યભગવંતો આશ્રવના દ્વારોને રોકનાર અને સંવરભાવને પામેલા હોય છે, તેથી તેમના ધ્યાનથી સંવર અને આશ્રવતત્ત્વનું જ્ઞાન થાય છે. ઉપાધ્યાયભગવંત જ્ઞાન ધ્યાનમાં લીન હોવાથી તેઓને બંધ અલ્પ હોય છે અને ધ્યાનના બળે નિર્જરા અધિક હોય છે, માટે એમના ધ્યાનથી બંધ અને નિર્જરાતત્ત્વનું જ્ઞાન થાય છે. સાધુભગવંતો મોક્ષમાર્ગના સાધક હોવાથી તેમના ધ્યાનથી મોક્ષતત્ત્વનું જ્ઞાન થાય છે. શ્રી નમસ્કારમાં દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ શ્રી અરિહંત અને સિદ્ધ એ અણાહારીપદના ભોક્તા હોવાથી તપપદની પરાકાષ્ઠા એમણે પ્રાપ્ત કરી છે. શ્રી આચાર્યભગવંતો આચારનું પાલન કરતા હોવાથી ચારિત્રગુણના માલિક છે. શ્રી ઉપાધ્યાયભગવંતો જ્ઞાનના પઠન-પાઠનમાં લીન રહેતા હોવાથી તેઓ જ્ઞાનપ્રધાન હોય છે. શ્રી સાધુભગવંતોને દેવગુરુની આજ્ઞામાં અચળવિશ્વાસ હોવાથી તેઓ શ્રદ્ધા એટલે દર્શન-પ્રધાન હોય છે. ચાર ભાવનાના પ્રકર્ષથી ઉચ્ચપદની પ્રાપ્તિ મૈત્રીભાવનાના પ્રકર્ષથી એટલે કે સર્વજીવરાશિ પ્રત્યે મિત્રભાવ, અદ્વેષભાવ, અહિંસકભાવ, સમાનભાવ ભાવવાથી મોક્ષ સાધક સમતામયી મુનિપદવી પ્રાપ્ત થાય છે. પ્રમોદભાવનાના પ્રકર્ષથી એટલે કે બીજા જીવોમાં રહેલા પ્રગટ-અપ્રગટ ગુણોના બહુમાનથી-પ્રમોદ ૪૩૮ ) છે. વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #481 -------------------------------------------------------------------------- ________________ ભાવથી, ગુણોના ભંડાર (લબ્ધિના નિધાન) ગણધર-પદના ભોક્તા થવાય છે. કરુણાભાવનાના પ્રકર્ષથી એટલે કે ‘સર્વજીવોને હું દુઃખમુક્ત કરું, હું સર્વજીવોને સુખી કરું' આવા ભાવથી સર્વશ્રેષ્ઠગુણોના સ્થાનભૂત તીર્થંક૨૫દ પ્રાપ્ત થાય છે. મોક્ષપ્રાપક માધ્યસ્થ્યભાવનાના પ્રકર્ષથી સિદ્ધ અવસ્થા મૃતકૃત્ય અવસ્થા પ્રાપ્ત થાય છે. પરમેષ્ઠિપદપ્રાપ્તિનું કારણ મૈત્રી, પ્રમોદ, કરુણા અને માધ્યસ્થ્ય ભાવના એ પરમેષ્ટિપદની પ્રાપ્તિનું કારણ છે. એ ભાવના વિના કોઈને પણ પરમેષ્ટિપદની પ્રાપ્તિ થતી નથી. માટે ૫૨મેષ્ટિપદના આરાધકોએ હંમેશાં યાદ રાખવું જોઈએ કે મૈત્રી આદિ ચાર ભાવનાપૂર્વક ૫૨મેષ્ટિભગવંતોની આરાધના, સાધના, સેવા કે ઉપાસના થઈ શકે છે. આ ભાવનાથી ઓતપ્રોત થઈને ૫૨મેષ્ઠિ બની શકાય છે. આ ભાવનાપૂર્વકની સેવા એ સાચી સેવા બને છે. જાપ, ધ્યાન પણ એનાથી જ ફળીભૂત થાય છે. મહામંત્રનું હાર્દ શું છે ? સમગ્રવિશ્વનો હું મિત્ર છું, મારે કોઈ સાથે શત્રુતા નથી, સર્વ જીવો દુઃખથી મુક્ત થાઓ, સર્વ પ્રાણીઓ સુખી થાઓ, સર્વ જીવો પાપમુક્ત બનો, દોષરહિત બનો ! આવી ભાવના પ્રત્યેક નમસ્કારમંત્રના ધારકે ભાવવી જોઈએ. એ મહામંત્રનો પ્રધાનાર્થ છે, પ્રાણ છે, રહસ્ય છે, તત્ત્વ છે, સત્ય છે, પરમાર્થ છે, તાત્પર્યાર્થ છે, ઐદંપર્યાર્થ છે અને હાર્દ છે. પંચનમસ્કારરૂપી પરમધર્મ पंच नमुक्कारो खलु विहिदाणं सत्तिओ अहिंसा य । इंद्रिय कषायविजओ असो धम्मो सुहपओगो ||१|| (ઉપવેશપવ ા. ૧૧૪) નરનારકાદિ પરિભ્રમણ રૂપ સંસાર એ પારમાર્થિક વ્યાધિ છે. સર્વ દેહધારી પ્રાણીઓને એ વ્યાધિ સાધારણ છે. શુદ્ધ ધર્મ તેનું ઔષધ છે. ગુરૂકુલ વાસમાં વસવાથી અને ગુરૂઆજ્ઞા મુજબ જીવન જીવવાથી શુદ્ધધર્મની પ્રાપ્તિ થાય છે. શુદ્ધ ધર્મનાં ચાર લક્ષણ છે. ૧ વિધિયુકત દાન ૨. શક્તિ મુજબ સદાચાર. ૩. ઈંદ્રિય કષાયનો વિજય. ૪. પંચ ૫૨મેષ્ઠિનમસ્કાર. અન્યત્ર ધર્મના ચાર પ્રકાર. દાન, શીલ, તપ, અને ભાવ કહ્યા છે. તેને જ આ ગાથામાં જુદી રીતે કહ્યા છે. વિધિયુક્ત દાન તે દાન ધર્મ છે. શક્તિ મુજબ સદાચાર તે શીલધર્મ છે. ઈંદ્રિય કષાયનો વિજય તે તપધર્મ છે. અને પંચપરમેષ્ઠિ નમસ્કાર તે ભાવધર્મ છે. ભાવ વિનાના દાનાદિ નિષ્ફળ કહ્યાં છે. તેમ પંચનમસ્કાર વિનાના દાનાદિ પણ નિષ્ફળ છે. તેથી બધા ધર્મોને સફળ બનાવવા પંચ નમસ્કાર એ પરમ ધર્મ છે. અનુપ્રેક્ષાકિરણ ૬ ૪૩૯ Page #482 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનાં સ્તોત્રો नवकारफलप्रकरणम् 1 घणघाइकम्ममुक्का अरहंता तह य सव्वसिद्धा य । आयरिया उवज्झाया पवरा तह सव्वसाहू य ॥ १ ॥ एयाण नमुक्कारो पंचण्ह वि पवरलक्खणधराणं । भवियाण होइ सरणं संसारे संसरंताणं ॥ २ ॥ પરિશિષ્ટ ઘનઘાતીકર્મથી મુક્ત અરિહંતો, સર્વ સિદ્ધો, પ્રવરઆચાર્યો, ઉપાધ્યાયો તથા શ્રેષ્ઠલક્ષણને ધારણ કરનારા સર્વસાધુઓ એ પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર સંસારમાં ભટકતા ભવ્યજીવોને પ૨મશરણરૂપ છે. ૧-૨ उड्ढमहोतिरियम्मिय जिणणवकारो पहाणओ नवरं । नरसुरसिवसुक्खाणं कारणं इत्थ भुवणम्मि ॥ ३ ॥ ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યંગ્લોકમાં શ્રી જિનનવકાર પ્રધાન છે તથા સમસ્તભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું પરમકારણ છે. ૩ तेण इमो निच्चं चिय पढिज्ज सुत्तुट्ठिएहि अणवरयं । होइ च्चिय दुहदलणो सुहजणणो भवियलोयस्स ॥४॥ તે કા૨ણે સૂતાં અને ઊઠતાં આ નવકા૨ને અવિરત ગણવો જોઈએ. તે નિશ્ચયે ભવ્યલોકોનાં દુઃખને દળનારો તથા સુખને ઉત્પન્ન કરનારો થાય છે. ૪ जाए वि जो पढिज्जइ जेण य जायस्स होइ बहुरिद्धि । अवसाणे वि पढिज्जइ जेण मओ सुग्गइं जाइ ॥५॥ જન્મતી વખતે તે ગણવામાં આવે તો જન્મ પામ્યા બાદ બહુ ઋદ્ધિને આપે છે અને અવસાન વખતે તે ગણવામાં આવે તો મરણ થયા બાદ સુગતિને આપે છે. ૫ आवईहिं पि पढिज्जइ जेण य लंघेइ आवइसयाई । रिद्धीहिं पि पढिज्जइ जेण य सा जाइ वित्थारं ॥६॥ આપત્તિ વખતે તેને ગણવામાં આવે તો સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને ઋદ્ધિની વખતે તેને ગણવામાં આવે તો તે ઋદ્ધિ વિસ્તારને પામે છે. ૬ नवसिरि हुंति सुराणं विज्जाहरतेय नरवरिंदाणं । जेण इमो नवकारो सासु व्व पइट्ठिओ कंठे ॥७॥ આ નવકા૨ને શ્વાસની જેમ કંઠને વિષે જે સ્થાપન કરે છે, તે દેવતાઓ હોય તો નવલક્ષ્મીને પામે છે તથા નરવરેન્દ્રો હોય તો વિદ્યાધરના તેજને પ્રાપ્ત કરે છે. ૭ जह अहिणा दट्ठाणं गारूडमंतो विसं पणासेइ । तह नवकारो मंतो पावविसं नासइ असेसं ॥ ८ ॥ સર્પથી કરડાયેલાના વિષને જેમ ગારુડમંત્ર નાશ કરે છે તેમ નવકા૨મહામંન્ત્ર સમગ્ર પાપરૂપી વિશ્વનો નાશ કરે છે. ૮ किं एस महारयणं ? कि वा चिंतामणि ब्व नवकारो ? किं कप्पदुमसरिसो ? नहु नहु ताणं पि अहिययरो ॥९॥ चिंतामणिरयणाई कप्पतरू इक्कजम्मसुहहेऊ । नवकारो पुण पवरो सग्गऽपवग्गाण दायारो ॥१०॥ શું આ નવકાર એ મહારત્ન છે ? અથવા ચિન્તામણિ સમાન છે ? કે કલ્પવૃક્ષ સમાન છે ? નહિ, નહિ, એ તો તેનાથી પણ અધિકતર છે. ચિન્તામણિરત્ન વગેરે અને કલ્પતરુ એ તો માત્ર એક જન્મમાં સુખનાં કારણ છે, જ્યારે શ્રેષ્ઠ એવો નવકાર તો સ્વર્ગાપવર્ગને આપે છે. ૯-૧૦ ૪૪૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #483 -------------------------------------------------------------------------- ________________ जं किंचि परमतत्तं परमप्पयकारणं च जं किंचि । तत्थ वि सो नवकारो झाइज्जइ परमजोगीहिं ॥ ११॥ જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ પરમપદનું કારણ છે તેમાં પણ આ નવકારને જ પરમયોગીઓ વિચારે છે. ૧૧ जो गुणइ लक्खमेगं पूओइ विहीइ जिणनमुक्कारो । तित्थयरनामगुत्तं सो बंधइ नत्थि संदेहो ॥१२॥ જે એક લાખ નવકારને ગણે અને શ્રી જિનેશ્વરદેવને વિધિપૂર્વક પૂજે તે શ્રી તીર્થંકરનામગોત્રને બાંધે તેમાં સંદેહ નથી. ૧૨ सविसयं विजयाणं पवराणं जत्थ सासओ कालो । तत्थ वि जिणनवकारो इय एस पढिज्जइ निच्चं ॥१३॥ પાંચ મહાવિદેહની પ્રવર ૧૬૦ વિજયો કે જ્યાં શાશ્વતકાળ છે, ત્યાં પણ આ શ્રી જિનનવકાર નિરન્તર ભણાય છે. ૧૩ एरावइहिं पंचहिं पंचहिं भरहेहिं सु च्चिय पढंति । जिणनवकारो एसो सासयसिवसुक्खदायारो ॥१४॥ પાંચ ઐરાવત અને પાંચ ભરતમાં પણ શાશ્વત સુખને દેનાર આજ નવકાર ગણાય છે. ૧૪ जेण मरतेण इमो नवकारो पाविओ कयत्थेण । सो देवलोइ गंतुं परपयंतं पि पावेइ ॥ १५ ॥ મરતી વખતે જે કૃતાર્થ પુરુષે આ નવકાર પ્રાપ્ત કર્યો તે દેવલોકને વિષે જાય છે અને પરમપદને પણ પામે છે. ૧૫ एसो अणाइकालो अणाइजीवो अणाइजिणधम्मो । तइया वि ते पढंता एसु च्चिय जिणनमुक्कारं ॥१६॥ આ કાળ અનાદિ છે, આ જીવ અનાદિ છે અને આ જિનધર્મ પણ અનાદિ છે. જ્યારથી એ છે ત્યારથી આ નવકાર ભવ્ય જીવો ભણે છે. ૧૬ जे केइ गया मुक्खं गच्छंति य केऽवि कम्ममलमुक्का । ते सव्वे च्चिय जाणसु जिणनवकारप्पभावेणं ॥ १७॥ જે કોઈ મોક્ષે ગયા છે અને જે કોઈ કર્મમળથી રહિત બનીને મોક્ષે જાય છે, તે સર્વે પણ શ્રી જિન-નવકારના જ પ્રભાવે છે એમ જાણો. ૧૭ न हु तस्स किंचि पहवइ डाइणिवेयालरक्खमारिभयं । नवकारपभावेणं नासंति सयलदुरियाई ॥१८॥ નવકારના પ્રભાવથી ડાકિની, વેતાલ, રાક્ષસ અને મારિ વગેરેનો ભય કાંઈ કરી શકતો નથી તથા તેનાથી સકલપાપો નાશ પામે છે. ૧૮ वाहिजलजलणतक्करहरिकरिसंगामविसहरभयाइं । नासंति तक्खणेणं जिणनवकारप्पभावेणं ॥१९॥ શ્રી જિનનવકારના પ્રભાવથી વ્યાધિ, જલ, અગ્નિ, ચોર, સિંહ, હાથી, સંગ્રામ, સર્પ આદિના ભયો તત્પણ નાશ પામે છે. ૧૯ इय एसो नवकारो भणिओ सुरसिद्धखयरपमुहेहिं । जो पढइ भत्तिजुत्तो सो पावइ परमनिव्वाणं ॥२०॥ આ નવકારને સુર, સિદ્ધ, ખેચર વગેરે ભણે છે. તેને જે કોઈ ભક્તિયુક્ત બનીને ભણે છે તે પરમનિર્વાણને પામે છે. ૨૦ अडविगिरिरन्नमज्झे भयं पणासेइ सुमरिओ मंतो । रक्खइ भवियसयाई माया जह पुत्तभंडाइं ॥२१॥ અટવી, પર્વત કે અરણ્યની મધ્યમાં સ્મરણ કરાયેલો આ નવકાર ભયનો નાશ કરે છે અને માતા જેમ પુત્રદૌહિત્રોનું રક્ષણ કરે છે, તેમ સેંકડો ભવ્યોનું રક્ષણ કરે છે. ૨૧ નવકારસલપ્રકરણ ૪૪૧ ON ૪૪૧ Page #484 -------------------------------------------------------------------------- ________________ थंभेइ जलं जलणं चिंतियमित्तोऽवि पंचनवकारो । अरिमारिचोरराउल- घोरू- वसग्गं पणासेइ ॥२२॥ પંચનવકાર ચિતવવા માત્રથી પણ જલ અને અગ્નિને થંભાવી દે છે તથા અરિ, મારિ, ચોર અને રાજાઓના ઘોર ઉપસર્ગોનો અત્યંત નાશ કરે છે. ૨૨ हिययगुहाए नवकारकेसरी जाण संठिओ निच्चं । कम्मट्टगंठिदोघट्टघट्टयं ताण परिनटं ॥२३ ॥ જેઓના હૃયરૂપી ગુફામાં નવકારરૂપી સિંહ નિરંતર રહેલો છે, તેઓના આઠ કર્મની ગાંઠરૂપી હાથીના સમૂહ સર્વપ્રકારે નાશ પામેલા છે. ૨૩. तवसंजमदाणरहो पंचनमुक्कारसारहिनिउत्तो । नाणतुरंगमुजत्तो नेइ फुडं परमनिव्वाणं ॥ २४ ॥ પંચનમસ્કારરૂપી સારથીથી નિયુક્ત અને જ્ઞાનરૂપી ઘોડાથી જોડાયેલો તપ, સંયમ અને દાનરૂપી રથ પ્રગટપણે પરમનિર્વાણને વિષે લઈ જાય છે. ૨૪ जिणसासणस्स सारो चउदसपुवाण जो समुद्धारो । जस्स मणे नवकारो संसारो तस्स किं कुणइ ? ॥२५॥ જે શ્રી જિનશાસનનો સાર છે, ચતુર્દશ પૂર્વોનો સમ્યગુ ઉદ્ધાર છે, તે નવકાર જેના મનને વિષે સ્થિર છે, તેને સંસાર શું કરે? અર્થાત્ કાંઈ પણ કરવા સમર્થ નથી. ૨૫. ॥ इति श्री लघुनमस्कारफलं सगाथार्थः ॥ _| જય શ્રી વૃદ્ધિનમરપણસ્તોત્રમ્ | वंदित्तु वद्धमाणं जिणेसरं नियगुरूं च देवं च । पंच नमुक्कारफलं जहासुयं लेसओ भणिमो ॥ १ ॥ શ્રી વર્ધમાનજિનેશ્વરને અને પોતાના ગુરુ શ્રી જિનેશ્વરસૂરિને નમસ્કાર કરીને પંચનવકારના ફળને જેમ સૂત્રમાં કહ્યું છે તેમ સંક્ષેપથી હું કહું છું. ૧ भो भद्द ! भूरिभाविभीमभावारिवारविजईणं । अरहंताणं तह कम्ममलविसुद्धाण सिद्धाणं ॥२॥ आयारपालयाणं आयरियाणमह सुत्तदाइणं । उज्झायाणं सिवसाहगाण तह सवसाहूणं ॥३॥ निचं भव उज्जुत्तो समाहियप्पा पहीणकुवियप्पो । सिद्धिसुहसाहणम्मी नूणं नमुक्कारकरणम्मि ॥४॥ હે ભદ્ર ! અત્યંત ભયંકર એવા ભાવશત્રુના સમુદાય ઉપર વિજય મેળવનાર અરિહંતોને, કર્મમળથી અત્યંત શુદ્ધ થયેલા સિદ્ધભગવંતોને, આચારને પાળનારા આચાર્ભગવંતોને, ભાવસૂત્રદાયી ઉપાધ્યાયભગવંતોને તથા શિવસુખના સાધક સર્વ સાધુભગવંતોને નમસ્કાર કરવાને નિરંતર ઉઘુક્ત થા, અર્થાત્ સિદ્ધિસુખના સાધનભૂત એવા તે નમસ્કાર પ્રત્યે સમાહિત-અંતઃકરણવાળો બનીને તથા કુવિકલ્પોનો ત્યાગ કરીને પરમ આદરવાળો થા. ૨-૩-૪ जेणेस नमुक्कारो सरणं संसारसमरपडियाणं । कारणमसंखदुक्खक्खयस्स हेऊ सिवपहस्स ॥५॥ કારણ કે આ નમસ્કાર સંસારસમરાંગણમાં પડેલા આત્માઓને શરણ છે, અસંખ્યદુઃખોના લયનું કારણ છે તથા શિવપંથનો પરમહેતુ છે. ૫ कल्लाणकप्पतरूणो अवंझवीयं पयंडमायंडो । भवहिमगिरिसिहराणं पंक्खिपहू पावभुयगाणं ॥६॥ आमूलुक्खणणंमी वराहदाढा दारिद्दकंदस्स । रोहणधरणी पढमुमवंतसम्मत्तरयणस्स ॥७॥ कुसुमुग्गमो य सुग्गइआउयबंधदुमस्स निविग्धं । उवलंभचिंधममलं सद्धम्मसिद्धीए ॥८॥ વળી તે કલ્યાણ કલ્પતરુનું અવબીજ છે, સંસારરૂપી હિમગિરિના શિખરોને ઓગાળવા માટે પ્રચંડ ૪૪૨ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ ૪૪૨ Page #485 -------------------------------------------------------------------------- ________________ સૂર્યતુલ્ય છે, પાપભુજંગોને વશ કરવા માટે ગરુડ પક્ષી છે, દરિદ્રતાના કંદને મૂળથી ઉખેડી નાખવા માટે વરાહ-સૂઅરની દાઢા છે, સમ્યકત્વરત્નને પ્રથમ ઉત્પન્ન થવા માટે રોહણાચલની ધરણી છે, સુગતિના આયુષ્યબંધરૂપી વૃક્ષનો પુષ્પોગમ છે અને વિશુદ્ધ એવા સદ્ધર્મની નિર્વિઘ્ન સિદ્ધિનું-નિર્મળ પ્રાપ્તિનું ચિહ્ન છે. ૬-૭-૮ अन्नं च एयस्स जया विहिविहियसब्बआराहणापयारस्स । कामियफलसंपायणपहाणमंतस्स व पभवो ॥९॥ सत्तु वि होइ मित्तो तालउडविसं पि जायए अमियं । भीमाडवी य वियरइ चित्तरई वासभवणं व ॥१०॥ વળી જ્યારે વિધિવિહિત સર્વ આરાધનાના પ્રકાર વડે કામિત ફલ સંપાદન કરવા માટે પ્રધાનમંત્રતુલ્ય નવકારનો પ્રભવ થાય છે ત્યારે શત્રુ પણ મિત્ર બની જાય છે, તાલપુટ વિષ પણ અમૃત બની જાય છે અને ભયંકર અટવી ચિત્તને આનંદ આપનાર વાસભવન જેવી બની જાય છે. ૯-૧૦ चोरा वि रक्खगत्तं उविति साणुग्गहा हवंति गहा । अवसउणा वि हु सुहसउणसाहणिज्जं जणंति फलं ॥११॥ ચોરો પણ રક્ષક બને છે, ગ્રહો અનુગ્રહ કરે છે અને અપશુકન પણ શુભ શુકનથી સાધ્ય ફળને આપે છે. ૧૧ जणणीओ इव न कुणंति डाइणीओऽवि थेवमवि पीडं । न पहवंति निरूद्धा मंततंतजंतप्पयारा वि ॥१२॥ માતાઓની માફક ડાકિણીઓ પણ થોડી પણ પીડાને કરતી નથી, તેમ જ મંત્ર, તંત્ર અને યંત્રના પ્રકારો પણ રુંધાઈ જાય છે અર્થાત્ કાંઈ કરી શકતા નથી. ૧૨ पंकयपुंजु व सिही सिंहो गोमाउय व वणहत्थी । मिगसावु ब विहावइ पंचनमुक्कारसामत्था ॥१३॥ પંચનમસ્કારના સામર્થ્યથી અગ્નિ કમલના પુંજ જેવો, સિંહ શિયાળ જેવો અને વનસ્તી મૃગના બચ્ચા જેવો બની જાય છે. ૧૩ इत्तुच्चिय सुमरिज्जइ निसियणउट्ठाणखलणपडणेसु । सुरखेयरपभिइहिं एसो परमाए भत्तीए ॥१४॥ એ કારણે આ નવકારનું સુર, ખેચર વગેરે બેસતાં, ઊઠતાં, ખલના પામતાં કે પડતાં પરમભક્તિપૂર્વક સ્મરણ કરે છે. ૧૪ किंच धनाण मणोभवणे सद्धाबहुमाणवट्टिनेहिल्लो । मिच्छत्ततिमिरहरणो वियरइ नवकारवरदीवो ॥१५॥ વળી શ્રદ્ધારૂપી દિવેટ અને બહુમાનરૂપી તેલ યુક્ત તથા મિથ્યાત્વરૂપી તિમિરને હરનારો એવો આ નવકારરૂપી શ્રેષ્ઠદીપક ધન્યપુરુષોના મનરૂપી ભવનને વિષે શોભે છે. ૧૫ जाण मणवणनिगुंजे रमइ नमुक्कारकेसरिकिसोरो । ताणं अणिट्ठदोघट्टघट्टघडणा न नियडेइ ॥१६॥ જેઓના મનરૂપી વનનિકુંજમાં નવકારરૂપી કિશોરસિંહનું બચ્ચું રમે છે, તેઓને અનિષ્ટરૂપી હાથીઓના ટોળાનો સંયોગ થતો નથી. ૧૬ ता निबिडनिगडघडणा गुत्ती ता वज्जपंजरनिरोहो । नो जावऽज्जवि जविओ पंचनमुक्कारवरमंतो ॥१७॥ નિબિડબડીઓ યુક્ત કેદખાનું કે વજપંજરનો નિરોધ ત્યાં સુધી જ પીડા કરે છે, કે જ્યાં સુધી પંચનવકારરૂપી શ્રેષ્ઠમંત્ર જપવામાં આવ્યો નથી. ૧૭ दप्पिदुट्ठनिठुरसुरूद्वदिट्टी वि ताव होइ परा । नवकारमंतचिंतणपुव्वं न पलोइआ जाव ॥१८॥ દર્પિષ્ટ, દુષ્ટ, નિષ્ફર અને અત્યંતરૂષ્ટ એવી પણ બીજાઓની દષ્ટિ ત્યાં સુધી જ પીડા કરે છે, કે જ્યાં સુધી નવકારમંત્રના ચિન્તનપૂર્વક જોવાયું નથી. ૧૮ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્રોત્રમ્ ४४३ Gift Page #486 -------------------------------------------------------------------------- ________________ मरणरणंगणगणसंगमे गमे गामनगरमाईणं । एयं सुमरंताणं, ताणं सम्माणणं च भवे ॥१९॥ મરણ, સમરાંગણ અને મલ્લોના સમાગમ વખતે કે ગ્રામનગરાદિના ગમન વખતે નવકારનું સ્મરણ કરનારાઓને રક્ષણ અર્થાત્ શરણની અને સન્માનની પ્રાપ્તિ થાય છે. ૧૯ तहा-जलमाणमणिप्पहफुल्लफारफणिवइफणागणाहितो । पसरंतकिरणभरभग्गभीमतिमिरम्मि पायाले ॥२०॥ चिंताणंतरघडमाणमाणसाणंदिइंदियत्था जं । विलसंति दाणवा किर तं खु नमुक्कारफुरियलवो ॥२१॥ તથા જાજ્વલ્યમાન મણિપ્રભાવડે પ્રફુલ્લ એવી વિશાળ ફણિપતિની ફણાના સમૂહથી પ્રસાર પામતા કિરણોના ભારથી ભાગી ગયો છે ભયંકર અંધકાર જેનો એવા પાતાળ લોકને વિષે ચિંતવતાની સાથે જ ઘટમાન છે ચિત્તાહલાદક ઇન્દ્રિયના વિષયો જેમને એવા દાનવોનો જે વિલાસ છે, તે નવકારના ફળનો એક લેશ છે. ૨૦-૨૧ जं पि य विसिट्ठपयवीविज्जाविन्नाणविणयनयनिउणं । अखलियपसरं पसरतकंतजसभरियभुवणयलं ॥२२॥ अच्चंतऽणुरत्तकलत्तपुत्तपामुक्खसयलसुहिसयणं । आणापडिच्छणुच्छाहिदच्छगिहिकम्पकारिजणं ॥२३॥ अच्छिन्नलच्छिविच्छडसामिभोइत्तवियरणपहाणं । रायामच्चाइविसिट्ठलोयपयईबहुमयं च ॥२४॥ जहचिंतियफलसंपत्तिसुंदरं दिनदुक्कहचमक्कं । पाविज्जइ मणुयत्तं तं च नमुक्कारफललेसो ॥२५॥ વળી વિશિષ્ટપદવી, વિદ્યા, વિજ્ઞાન, વિનય અને ન્યાયથી નિપુણ, અસ્મલિત પ્રસરવાળું, પ્રસાર પામતા મનોહર યશથી ભુવનતલને ભરનાર અત્યંત અનુરક્ત એવા કલત્ર અને પુત્રાદિ સકલસુખીસ્વનજવાળું, આજ્ઞાની રાહ જોતાં ઉત્સાહી અને દક્ષ ગૃહકર્મ કરનાર પરિજનવાળું, અવિચ્છિન્ન લક્ષ્મીના વિસ્તારયુક્ત એવા સ્વામીપણા, ભોગીપણા અને દાનીપણા વડે શ્રેષ્ઠ, રાજા અમાત્યાદિ વિશિષ્ટલોક અને પ્રજાજન વડે બહુમત યથાચિંતિત ફલપ્રાપ્તિ વડે સુંદર અને વિરોધી લોકોના ચિત્તને પણ ચમત્કાર કરનારું એવું મનુષ્યપણું જે પ્રાપ્ત થાય છે. તે પણ નવકારના ફલનો એક લેશ છે. ૨૨થી ૨૫. जं पि य सवंगपहाणलडहचउसद्विसहसविलयाणं । बत्तीससहस्समहप्पभावभासंतसामंतं ॥२६॥ पवरपुरसरिसछन्नवइगामकोडीकडप्पदुप्पसरं । सुरनयरसरिसपुरवरबिसत्तरीसहससंखालं ॥२७॥ बहुसंखखेडकब्बडमडंबदोणमुहपमुहबहुवसिमं । दीसंतकंतसुंदरसंदणसंदोहदिन्नवीहि ॥२८॥ परचक्कचप्पणाणप्पसत्तिपाइक्कचक्कसंकिन्नं । पगलंतगंडमंडलपयंडदोघट्टपट्टिलं ॥२९॥ मणपवणचंचलखरखुरूक्खयखोणितरलतुरमालं । सोलसहस्सपरिसंखजक्खरक्खापरिक्खित्तं ॥३०॥ नवनिहिचउदसरयणप्पभावपाउदभवंतसयलत्थं । छक्खंडभरहखित्ताहिवत्तणं लब्भए भुवणे ॥३१॥ तं पि हु किर सद्धासलिलसेगपरिवढियस्स तस्सेव । पंचनमुक्कारतरूस्स कोऽवि फलविलसिमविसेसो ॥३२॥ વળી સર્વ અંગોએ પ્રધાન શોભાયુક્ત ચોસઠ હજાર અંતેહરીવાળું, બત્રીસ હજાર મોટા પ્રભાવશાળી સામંત રાજાઓના આધિપત્યવાળું, મોટા નગર સદેશ છ— ક્રોડ ગામના વિસ્તારવાળું, દેવનગર સમાન બહોંતેર હજાર શ્રેષ્ઠ નગરોવાળું, બહુ સંખ્ય ખેડ, કબ્બડ, મડંબ, દ્રોણમુખ વગેરે ઘણી વસ્તીઓવાળું, દેદીપ્યમાન, મનોહર અને સુંદર એવા રથોના સમુદાયથી યુક્ત રાજમાર્ગોવાળું, દુમનના સમુદાયને ચગદી નાખવાને સમર્થ એવા પાયદળની સેનાના સમુદાયવાળું, અત્યંત મદ ઝરતા છે ગંડસ્થલ જેના એવા અત્યગ્ર હાથીઓવાળું, મન અને પવનથી પણ ચંચળ તથા કઠોર ખુરીઓ વડે શોણિતલને ખોદી નાંખનાર એવા તરલ તુરંગોની માળાવાળું, સોળ હજારની સંખ્યાવાળા યક્ષોના સમુદાયથી સુરક્ષિત, નવનિધિ અને ચૌદ રત્નોના પ્રભાવથી પ્રાદુર્ભાવ પામતા સકલ અર્થોવાળું એવું છ ખંડ ભરતક્ષેત્રનું અધિપતિપણું, ભુવનને વિષે જે પ્રાપ્ત થાય છે, તે પણ ખરેખર શ્રદ્ધાસલિલના સિંચનથી | વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NR ૪૪૪ www.janeibrary.org Page #487 -------------------------------------------------------------------------- ________________ आजम्म પરિવર્ધિત એવા પંચનમસ્કારરૂપી વૃક્ષના કોઈ એક ફળના વિલાસનો જ વિશેષ (નમૂનો) છે. ૨૬ થી ૩૨. जं पि य सियदेवंसुयसंवुयसुरसयणसुंदरूच्छंगो । सिप्पिपुडंतो मुत्ताहलं ब उववज्जइ तत्तो ॥ ३३ ॥ आजम्म आजम्म सुहग्गजुव्वणावत्थो । आजम्मं रोगजरारयसेयविवज्जियसरीरो ॥ ३४॥ हारूवसट्ठिमंसरूहिराइतणुमलविमुक्को । आजम्मं अमिलायंतमल्लवरदेवदूतधरो ॥३५॥ उत्तत्तजच्चकंचणतरूणदिवायरसरिच्छहसरीरो । પંચપ્પરથળા ળ-વિણ બુરિયલિસિયો ॥૩૬॥ अक्खंडगंडमंडललुलंतकुंडलपहापहासिल्लो । रमणीयरमणअमरणरमणीगणमणहरो किंच ॥३७॥ गहचक्क मिक्कहेलं पाडेउं भूयलं भमाडेउं । सयलकुलाचलचक्कं चूरेउं तह य लीलाए ॥ ३८ ॥ माणसपमुहमहासरसरियादहसायराण सलिलाई । पलयपवणु व्व समकालमेव सत्तो विसोसेउं ॥ ३९ ॥ तेलुक्कपुरणत्थं झत्ति विउव्वियमहल्लबहुरूवो । परमाणुमित्तरूवोऽवि तह य होउं लहु समत्थो ॥४०॥ तह इक्ककरंगुलिपंचगस्स पत्तेयमग्गभागेसु । मेरूपणगा उ इक्किक्कमिक्ककालं धरणसत्तो ॥ ४१ ॥ किं बहुणा संतं पिहु असंतयं तह यऽसंतमवि संतं । वत्थू इक्कखणि च्चिय दरिसेउमलं करेउं च ॥ ४२ ॥ नमिरसुरविसरसिरमणिमऊहरिंछोलिविच्छुरियपाओ । भूभंगाइट्ठपहिट्ठसंभमुट्ठितपरिवारो ॥४३॥ चिंताऽणंतरसहसत्ति संघडंताणुकूलविसयगणो । अणवरयरइरसाविलविलासकरणिक्कदुल्ललिओ ॥४४॥ निम्मलओहिन्त्राणानिमेसदिट्ठिए दिट्ठदट्ठव्यो । समकालोदयसमुविंतसयलसुहकम्मपयइ य ॥४५॥ रिद्धिपबंधबंधुरविमाणमालाहिवत्तणं सुइरं । पालइ अखलियपसरं सुरलोए किर सुरिंदोऽवि ॥४६॥ तंपि असेसं जाणसु सम्मं सब्भावगन्भविहियस्स । पंचनमुक्काराराहणस्स लीलइयलवु ति ॥४७॥ વળી શ્વેત દિવ્યાંશુકથી ઢંકાયેલ દેવશય્યાને વિષે છીપોલીના પડની મધ્યમાં રહેલ મુક્તાફલની જેમ સુંદર અંગ સહિત જે ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થયા બાદ જે આજન્મ સૌભાગ્ય અને યુવાવસ્થાયુક્ત, આજન્મ રમ્યતનુ આજન્મ રોગ, જરા, ૨જ અને સ્વેદરહિત શરીરયુક્ત, આજન્મ સ્નાયુ-નસ, વસા-ચરબી, અતિ તપાવેલું માંસ અને રુધિરાદિ શરીરના મળથી વિમુક્ત તથા આજન્મ અમ્લાન પુષ્પમાલા અને શ્રેષ્ઠદેવષ્યને ધારણ કરનાર તથા ઉત્તમ જાત્ય કાંચન અને તરુણ દિનકર સમાન શરીરની શોભા યુક્ત, પાંચ પ્રકારના રત્નમય આભરણોના કિરણોથી દિક્ચક્રને પ્રકાશિત કરનાર, લટકતા કુંડલોની પ્રભાથી સંપૂર્ણ ગંડમંડલને પ્રભાસિત ક૨ના૨, રમણીય રમણશીલ દેવ૨મણીઓના સમુદાયના મનને હરણ કરનાર, એક હેલા વડે ગ્રહચક્રને પાડવા અને ભૂતલને ભમાડવા સમર્થ, લીલાપૂર્વક સકલ કુલાચલના સમુદાયને ચૂરવા અને માનસ પ્રમુખ મહાસરોવર, સરિતા, દ્રહ અને સાગરોના પાણીને પ્રલયકાળના પવનની જેમ એકી સાથે શોષવા સમર્થ, મોટા અને ઘણા એવાં વૈક્રિયરૂપો વડે એકી સાથે ત્રણ લોકને પૂરવા તથા પરમાણુમાત્ર રૂપને પણ ક૨વા સમર્થ, એક હાથની પાંચ આંગળીઓ ઉપર પ્રત્યેકના અગ્રભાગને વિષે એકી સાથે પાંચેય મેરુને ધારણ કરવાને સમર્થ, બહુ શું કહેવું ! એક ક્ષણમાં સત્ વસ્તુને અસત્ અને અસત્ વસ્તુને સત્ દેખાડવાને તથા કરવાને નિશ્ચે સમર્થ તથા નમતા એવા દેવસમૂહના મસ્તક ઉપર રહેલ મણિના કિરણની શ્રેણિ વડે વ્યાપ્ત ચરણોવાળા, ભૂભંગ વડે આદેશ કરાયેલો અને હર્ષિત થયેલો સસંભ્રમપણે જેનો પરિવાર ઊભો થાય છે, ચિન્તવતાંની સાથે જેને તરત જ અનુકૂળ વિષયોનો સમુદાય પ્રાપ્ત થાય છે, રતિના રસ વડે ભરપૂર વિલાસ ક૨વાને વિષે નિરંતર રક્ત, નિર્મલ અવધિજ્ઞાન અને અનિમેષ દષ્ટિ વડે જોવાલાયક પદાર્થોને જોનાર જેને સમકાલે સઘળી શુભકર્મની પ્રકૃતિઓ ઉદય પામેલી છે, તથા ઋદ્ધિના પ્રબંધથી મનોહ૨ એવા વિમાનોના સમુદાયોનો અધિપતિ, એવો અસ્ખલિત પ્રસરવાળો સુરેન્દ્ર પણ લાંબા रम्मतणू શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ ૪૪૫ Page #488 -------------------------------------------------------------------------- ________________ કાળ સુધી જે દેવલોકનું પાલન કરે છે, તે સઘળું સભાવગર્ભિત પંચનમસ્કારની થયેલી આરાધનાની લીલાનો જ એક લવ છે એમ જાણો. ૩૩ થી ૪૭ उड्ढाहोतिरियतिलोगरंगममंमि अइसयविसेसो । दव्यं खित्तं कालं भावं च पुडुच्च चुनकरो ॥४८॥ दीसइ सुणिजए वा जो कोऽवि हु कह वि कस्स वि जणस्स । सबोऽवि सो नमुक्कारसरणमाहप्पनि'फन्नो ॥४९॥ ઊર્ધ્વ, અધો અને તિરછસ્વરૂપ ત્રણલોકરૂપી રંગમંડપમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવને આશ્રયીને જે કોઈને જે કાંઈ આશ્ચર્યજનક અતિશય વિશેષ દેખાય છે અથવા સંભળાય છે, તે સર્વ પણ નમસ્કારના સ્મરણનો જ એક મહિમા જાણવો. ૪૮-૪૯ जलदुग्गे थलदुग्गे पव्वयदुग्गे मसाणदुग्गे वा । अन्नत्थ वि दुग्गपए ताणं सरणं नमुक्कारो ॥५०॥ જલદુર્ગને વિષે, સ્થલદુર્ગને વિષે, પર્વતદુર્ગને વિષે, સ્મશાનદુર્ગને વિષે અથવા અન્યત્ર પણ દુર્ગ એટલે કષ્ટપદને વિષે એક નવકાર જ ત્રાણ અને શરણ છે. ૫૦ वसि(सी)यरणुच्चाडणथोभणेसु सुइखोभर्थभाईसु । एसुच्चिय पच्चलओ तहा पउत्तो नमुक्कारो ॥५१॥ વશીકરણ, ઉચ્ચાટન, પ્રસૂતિ, ક્ષોભ અને સ્તંભન આદિ કાર્યોને વિષે વિધિપૂર્વક પ્રયુક્ત થયેલો નવકાર જ સમર્થ છે. ૫૧ मंतंत्तरपारद्घाई जाई कजाई ताई सव्वाइं (वसमेइ) । ताणं चिय नियसुमरणपुवारद्धाण सिद्धिकरो ॥५२॥ અન્યમંત્રોથી પ્રારંભેલાં જે કાર્યો વશ થયાં નથી, તે સર્વ પણ નવકારના સ્મરણપૂર્વક પ્રારંભેલાં હોય તો શીઘ સિદ્ધ થાય છે. પર ता सयलाओ सिद्धिओ मंगलाई च अहिलसंतेणं । सव्वत्थ सया सम्म चिंतेयवो नमुक्कारो ॥५३॥ તે કારણે સકલસિદ્ધિઓ અને મંગલોને ઇચ્છતા આત્માએ સર્વત્ર સદા સમ્યફ પ્રકારે નવકારને ચિત્તવવો. જોઈએ. ૫૩ जागरणसुयणछीयणचिट्ठणचंकमणखलणपडणेसु । एस किर परममंतो अणुसरियबो पयत्तेणं ॥५४॥ જાગતાં, સૂતાં, છીંકતાં, બેસતાં, ઊઠતાં, ઊભા રહેતાં, ચાલતાં, ખૂલના પામતાં, કે નીચે પડતાં આ પરમ મંત્રને જ નિશ્વે અનુસરવો જોઈએ-વારંવાર સ્મરણ કરવો જોઈએ. ૫૪ जेणेस नमुक्कारो पत्तो पुन्नाणुबंधिपुन्नेणं । नारयतिरियगइओ तस्सावस्सं निरूद्धाओ ॥५५॥ નવકારને પ્રાપ્ત કરનાર પુણ્યાનુબંધી પુણ્યવાળા આત્માની નરક અને તિર્યંચગતિઓ અવશ્ય રોકાઈ ગઈ છે. ૫૫ न पुनरूत्तं पावइ कयाइ किर अयसनीयगुत्ताइं । जम्मंतरेऽवि दुलहो तस्स न एसो नमुक्कारो ॥५६॥ વળી કહ્યું છે કે આ નવકાર જેણે ભાવથી પ્રાપ્ત કર્યો છે, તેને ફરીથી અપયશ અને નીચ ગોત્રાદિની પ્રાપ્તિ થતી નથી. તથા જન્માંતરમાં પણ તેને આ નવકારની પ્રાપ્તિ દુર્લભ થતી નથી. પs जो पुण सम्मं गुणिउं नरो नमुक्कारलक्खमक्खंडं । पुएइ जिणं संघ बंधइ तित्थयरनामं सो ॥५७॥ વળી જે મનુષ્ય એક લાખ નવકારને અખંડપણે ગણે તથા શ્રી જિનેશ્વરદેવ અને સંઘની પૂજા કરે તે તીર્થંકર નામકર્મને બાંધે છે. ૫૭ हुंति नमुकरपभावओ य जम्मतरेऽवि किर तस्स । जाइकुलरूवारूग्गसंपयाओ पहाणाओ ॥५८॥ ૪૪૬ ४४६ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #489 -------------------------------------------------------------------------- ________________ નવકારના પ્રભાવથી જન્માંતરને વિષે પણ પ્રધાન, જાતિ, કુળ, રૂપ, આરોગ્ય અને સંપદાઓ પ્રાપ્ત થાય છે. ૫૮ ताब न जायइ चित्तेण चिंतियं पत्थियं च वायाए । काएणं पारद्धं जाव न सरिओ नमुक्कारो ॥५९॥ ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ થતું નથી, કે જ્યાં સુધી આ નવકારને સ્મરવામાં આવ્યો નથી. ૫૯ अन्नं च इमाओ चिय न होइ मणुओ कयाइ संसारे । दासो पेसो दुभगो नीओ विगलिंदिओ चेव ॥६०॥ વળી આ નવકા૨થી મનુષ્ય સંસારમાં કદી પણ દાસ, પ્રેષ્ય, દુર્ભાગ, નીચ કે વિકલેન્દ્રિય-અપૂર્ણ ઇન્દ્રિયવાળો થતો નથી. ૬૦ इहपरलोयसुहयरो इहपरलोयदुहदलणपच्चलओ । एस परमेट्ठिविसओ भत्तिपत्तो नमुक्कारो ॥ ६१॥ પરમેષ્ટિવિષયક ભક્તિપ્રયુક્ત આ નવકાર આ લોક અને પરલોકમાં સુખને કરે છે તથા આ લોક અને પરલોકનાં દુઃખને દળે છે. ૬૧ किं वन्निएण बहुणा ? तं नत्थि जयम्मि जं किर न सक्को । काउं एस जियाणं भत्तिपत्तो नमुक्कारो ॥ ६२ ॥ વળી બહુ વર્ણન ક૨વાથી શું ? આ જગતમાં તેવું કાંઈ જ નથી કે જે ભક્તિ પ્રયુક્ત આ નવકાર વડે જીવોને પ્રાપ્ત ન થાય. ૬૨ जइताव परमपदुलहं संपाडइ परमपयसुहं पि इमो । ता तदणुसंगसज्झे तदन्नसुक्खम्मि का गणणा ? ॥६३॥ પરમદુર્લભ એવા પરમપદનાં સુખોને પણ જો આ પમાડે તો તેના અનુષંગથી સાધ્ય અન્યસુખોની તો ગણના જ શી ? ૬૩ पत्ता पाविस्संती पावंति य परमपयपुरं जे ते । पंचनमुक्कारमहारहस्त सामत्थजोगेणं ॥६४॥ ૫૨મ-પદ-પુ૨ને જેઓ પામ્યા છે, પામશે અને પામે છે તે સર્વે પંચનમસ્કારરૂપી મહારથના સામર્થ્ય-યોગે જ છે. ૬૪ सुचिरं पितवो वियं चित्रं चरणं सुयं च बहुपढियं । जइ ता न नमुक्कारे रई तओ तं गयं विहलं ॥ ६५ ॥ લાંબા કાળ સુધી તપને તપ્યો, ચારિત્રને પાળ્યું અને ઘણાં શાસ્ત્રને ભણ્યો, પણ જો નવકારને વિષે રતિ ન થઈ તો તે સઘળું નિષ્ફળ ગયું (જાણવું.) ૬૫ चउरंगाए सेणाए नायगो दीवगो जहा होइ । तह भावनमुक्कारो दंसणतवनाणचरणाणं ॥६६॥ ચતુરંગ સેનાને વિષે જેમ સેનાની દીપક સમાન છે, તેમ દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપની આરાધના વિષે ભાવનમસ્કાર દીપક સમાન છે. भावनमुक्कारविवज्जियाइं जीवेण अकयकज्जाई । गहियाणि य मुक्काणि य अनंतसो दव्वलिंगाई ॥६७॥ तम्हा नाऊणेवं जत्तेण तुमं पि भावणासारं । आराहणाकयमणो मणम्मि सुंदर ! तयं धरसु ॥ ६८॥ ભાવનમસ્કા૨૨હિત જીવે અનંતીવા૨ દ્રવ્યલિંગને નિષ્ફળપણે ગ્રહણ કર્યાં અને મૂક્યાં, એમ સમજીને હે સુંદર ! તું આરાધનાને વિષે એકમનવાળો બની ભાવપૂર્વક તેને (ભાવનમસ્કારને) મનને વિષે ધા૨ણ ક૨. ૬૭-૬૮ हो देवाणुपिया ! पुणरूत्तं पत्थिओसि इत्थ तुमं । संसारजलहिसेउं सिढिलिज्जसु मा नमुक्कारं ॥ ६९ ॥ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ ૪૪૭ Page #490 -------------------------------------------------------------------------- ________________ હે દેવાનુપ્રિય ! ફરીફરીને તને પ્રાર્થના કરીએ છીએ કે-સંસારસાગરમાં સેતુસમાન નમસ્કાર પ્રત્યે તું શિથિલ (અનાદરવાળો) બનીશ નહિ. ૬૯ जं एस नमुक्कारो जम्मजरामरणदारूणसरूवे । संसारारन्नम्मी न मंदपुन्नाण संपडइ ॥ ७०॥ કારણ કે જન્મ-જરા-મરણથી વધારે ભયંકર સ્વરુપવાળા આ સંસારઅરણ્યને વિષે મંદપુણ્યવાળા જીવોને આ નવકાર પ્રાપ્ત થતો નથી. ૭૦ विज्झइ राहा वि फुडं उम्मूलिज्जइ गिरी वि मूलाओ । गम्मइ गयणयलेणं, दुलहो य इमो नमुक्कारो ॥७१॥ રાધા-પુતલી સ્પષ્ટપણે વિંધવી એ દુર્લભ નથી, ગિરિને મૂળથી ઉખેડવો એ દુર્લભ નથી તથા ગગનતલને વિષે ફરવું એ દુર્લભ નથી પણ એક નવકારને પામવો એ જ દુર્લભ છે. ૭૧ सव्वत्थऽन्नत्थ विधीघणेण सरणंति एस सरियव्वो । सविसेसं पुण इत्थं समहिगयाऽऽ राहणाकाले ॥७२॥ સર્વત્ર કોઈપણ કાળે અને સ્થળે વિધિરૂપી ધનવાળા પુરુષે ‘આ જ એક શરણ છે' એમ માનીને નવકારને સ્મરવો જોઈએ, તોપણ આરાધનાકાળે-મરણસમયે તેને વિશેષે સ્મરવો જોઈએ. ૭૨ आराहणापडागागणे हत्थो इमो नमुक्कारो । सग्गापवग्गमग्मो दुग्गइदारग्गला गरूई ॥७३॥ આ નવકાર એ આરાધનારૂપી પતાકાને ગ્રહણ કરવા માટે હાથ છે, સ્વર્ગાપવર્ગને માટે માર્ગ છે તથા દુર્ગતિઓના દ્વા૨ોને રોકવા માટે મોટી અર્ગલા છે. ૭૩ पढियो गुणियो सुणियव्वो समणुपेहियव्वो य । एसऽन्नया वि निच्चं किमंग पुण मरणकालम्मि || ७४ ॥ અન્યકાળે પણ આ નવકાર નિત્ય ભણવા લાયક, ગણવા લાયક, સાંભળવા લાયક અને સારી રીતે અનુપ્રેક્ષા-ચિત્તવન ક૨વા લાયક છે, તો પછી મરણકાળ માટે તો પૂછવું જ શું ? ૭૪ गेहे जहा पलित्ते सेसं मुत्तूण लेइ तस्सामी । एगं पि महारयणं आवइनित्थारणसमत्थं ॥७५॥ आउर भएण सुहडो अमोहमिक्कं पि लेइ जह सत्थं । आबद्धभिउडिभडसंकडे रणे कज्जकरणखमं ॥७६॥ एवं न आउरते सक्का बारसविहं सुयक्खंधं । सव्यं पि विचिंतेउं सम्मं तग्गयमणोऽवि तओ ॥७७॥ मुत्तुं पि बारसंगं स एव मरणम्मि कीरए सम्मं । पंचनमुक्कारो खलु जम्हा सो बारसंगत्थो ॥७८॥ ઘર સળગે ત્યારે ઘરનો સ્વામી જેમ શેષ વસ્તુને છોડીને આપત્તિ નિવારણ માટે સમર્થ એવા એક જ મહારત્નને ગ્રહણ કરે છે, ભ્રકુટી બાંધેલા ભટોથી વ્યાપ્ત એવા ૨ણસંકટ વખતે સુભટ જેમ કાર્ય ક૨વાને સમર્થ એક જ અમોઘ શસ્ત્રને ધારણ કરે છેઃ એ રીતે જ્યારે અંતકાળે અગર પીડા સમયે તદ્નતમનવાળા પણ સકલદ્વાદશાંગ શ્રુતસ્કંધને સવિસ્તર ચિંતવવા માટે સમર્થ થતા નથી, તેવા મરણસમયે દ્વાદશાંગને છોડી સમ્યક્ પ્રકારે આ પરમેષ્ઠિનમસ્કારનું જ તેઓ સ્મરણ કરે છે, કારણ કે તે દ્વાદશાંગનો જ અર્થ છે. ૭૫ થી ૭૮ सव्यं पि बारसंगं परिणामविशुद्धिहेउमेत्तागं । तक्कारणभावाओ कह न तदत्थो नमुक्कारो ॥ ७९ ॥ સઘળુંયે દ્વાદશાંગ પરિણામવિશુદ્ધિ માટે છે. નવકાર પણ તેનું જ કારણસ્વરૂપ હોવાથી દ્વાદશાંગાર્થ કેમ નહિ ? ૭૯ तग्गयचित्तो तम्हा समणुसरिजा विसुद्धसुहलेसा । तं चैव नमुक्कारं कयत्थयं मन्नमाणो उ ॥८०॥ તે માટે તદ્ગતચિત્ત અને વિશુદ્ધલેશ્યાયુક્ત બનીને આત્માને કૃતાર્થ માનતા તે નવકારનું જ સમ્યગ્ રીતિએ વારંવાર સ્મરણ કરવું જોઈએ. ૮૦ ૪૪૮ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #491 -------------------------------------------------------------------------- ________________ को नाम किर सकन्नो कन्नामयसच्छहं नमुक्कारं । नो आयरिज्ज मरणे रणि व्व सुहडो जयपडागं ॥ ८१ ॥ કોણ એવો સકર્ણ છે કે જે મરણ વખતે રણમાં જયપતાકા ગ્રહણ કરનાર સુભટની જેમ કર્ણને અમૃતન છંટકાવ તુલ્ય નવકા૨નો આદર ન કરે ? ૮૧ इक्कोऽवि नमुक्कारो परमेट्ठीणं पगिट्ठभावाओ । सयलं किलेसजालं जलं व पवणो पणुल्लेइ ॥८२॥ પ્રકૃષ્ટભાવથી પરમેષ્ઠિઓને કરેલો એક પણ નમસ્કાર, પવન જેમ જલને શોષવી નાખે તે સકલક્લેશજાલને છેદી નાખે છે. ૮ ૨ संविग्गेणं मणसा अखलियफुडमणहरेण य सरेण । पउमासणिओ करबद्धजोगमुद्दो य काएणं ॥ ८३ ॥ सम्मं संपुत्रं चिय समुच्चरिजा सयं नमुक्ारं । उस्सग्गेणेस विही अह बलगलणा तहा न पहू ॥ ८४ ॥ तन्नामाणुग असिआउस त्ति पंचक्खरे तह वि सम्मं । निहुयं पि परावत्तिज्ज कह वि अह तत्थ वि असत्तो ॥ ८५ ॥ ता झाइजा ओमिति संगहिया जं इमेण अरहंता । असरीरा आयरिया उज्झाया मुणिवरा सव्वे ॥ ८६ ॥ एयन्नामाइनिसन्नवन्नसंधिप्पओगओ जम्हा । सव्वन्नुएहि एसो ओंकारो किर विणिद्दिट्ठो ॥८७॥ एयज्झाणा परमेट्ठिणो फुडं झाइया भवे पंच | अहवा जो एंव पि हु झाएउं होइ असमत्थो ॥ ८८॥ सो पासट्ठियकल्लाणमित्तवग्गेण पंचनवकारं । निसुणिज्ज पढिज्जंतं हिययम्मि इमं च भाविज्जा ॥ ८९ ॥ અંતસમયે સંવિગ્ન મન વડે, અસ્ખલિત, સ્પષ્ટ અને મધુર સ્વર વડે તથા કરબદ્ધ યોગમુદ્રાથી યુક્ત પદ્માસને બેઠેલી કાયા વડે સમ્યક્ પ્રકારે સંપૂર્ણ નવકા૨નું સ્વયં ઉચ્ચારણ કરે એ ઉત્સર્ગ વિધિ છે. અથવા બળ ઘટવાથી જો તેમ કરવા સમર્થ ન હોય તો પરમેષ્ઠિઓનાં નામને અનુસરનારા ‘અભિજ્ઞાનશા’એવા પાંચ અક્ષરોનું સમ્યક્ પ્રકારે મૌનપણે પરાવર્તન કરે. જો કોઈ કારણે તેમ કરવા પણ અશક્ત હોય તો ‘ઓમ્’ એવા એક અક્ષરનું ધ્યાન કરે. કારણ કે એ અક્ષર વડે અરહંત, અશરીરી, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વમુનિવરો સંગ્રહિત થયેલા છે. એ પાંચેય નામોની આદિમાં રહેલા અક્ષરોની સંધિના પ્રયોગોથી નિશ્ચે આ ઓંકાર બનેલો છે એમ સર્વજ્ઞપરમાત્માઓએ ફ૨માવેલું છે. એનું ધ્યાન કરવાથી નિશ્ચે પાંચેય પરમેષ્ટિઓનું સ્પષ્ટપણે ધ્યાન થાય છે અથવા જે એ (એક અક્ષર)નું ધ્યાન કરવાને પણ અસમર્થ છે, તે પાસે રહેલા કલ્યાણમિત્રોના સમુદાય પાસેથી પંચનવકા૨ને સાંભળે અને સાંભળતી વખતે હૈયામાં આ પ્રમાણે ભાવના કરે. ૮૩ થી ૮૯ एसो स सारगंठी एस स कोवि हु दुलंभलंभु त्ति । एसो स इट्ठसंगो एयं तं परमतत्तं ति ॥ ९० ॥ આ નવકાર એ સારની ગાંઠડી છે, આ નવકાર એ કોઈક દુર્લભ વસ્તુની પ્રાપ્તિ છે, આ નવકાર એ ઈષ્ટનો સમાગમ છે અને એ એક પરમતત્ત્વ છે. ૯૦ अहह तडत्थो जाओ नूणं भवजलहिणो अहं अञ्ज । अन्नह किहं अहं कह व एस एवं समाओगो ॥९१॥ અહો હો ! આજે હું ભવસમુદ્રના તટને પામ્યો છું, અન્યથા ક્યાં હું ! ક્યાં આ નવકાર ? અને ક્યાં મારો તેની સાથેનો સમાગમ ? ૯૧ धन्नोऽहं जेण मए अणोरपारम्मि भवसमुद्दम्मि । पंचन्ह नमुक्कारो अर्चितचिंतामणी पत्तो ॥ ९२ ॥ જે કારણે અનાદિઅનંતભવસમુદ્રમાં અચિત્ત્વચિન્તામણિ એવો પાંચ પદવાળો નમસ્કાર મને પ્રાપ્ત થયો છે તે કારણે હું ધન્ય છું ! ૯૨ किं नाम अज्ज अमयत्तणेण सव्वंगियं परिणओऽहं । किं वा सयलसुहमओ कओ अकंडेऽवि केणावि ॥९३॥ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ ૪૪૯ Page #492 -------------------------------------------------------------------------- ________________ શું હું આજે સર્વઅંગોમાં અમૃતથી પરણિત થયો છું? અથવા અકાળે જ શું કોઈએ મને સકલ સુખમય કર્યો છે? ૯૩ इय परमसमरसापत्तिपुवमायन्निओ नमुक्कारो । निहणइ किलिट्ठकम्मं विसं व सियधारणाजोगो ॥१४॥ એ રીતે પરમશમરસાપરિપૂર્વક આચરેલો નમસ્કાર, શીતધારણનો (શીતોપચારનો) પ્રયોગ જેમ વિષને હણે તેમ ક્લિષ્ટ કર્મોને હણી નાખે છે. ૯૪ जेणेस नमुक्कारो सरिओ भावेण अंतकालम्मि । तेणाहूंय सुक्खं दुक्खस्स जलंजली दिन्नो ॥९५॥ - અંતકાળે જેણે આ નવકારને ભાવપૂર્વક સ્મર્યો છે, તેણે સુખને આમંચ્યું છે અને દુઃખને જલાંજલિ આપી છે. ૯૫ एसो जणओ जणणी य एस एसो अकारणो बंधू । एसो मित्तं एसो परमुक्यारी नमुक्कारो ॥१६॥ આ નવકાર એ પિતા છે, આ નવકાર એ માતા છે, આ નવકાર એ અકારણ બંધુ છે અને આ નવકાર એ પરમોપકારી મિત્ર છે. ૯૬ सेयाण परं सेयं मंगलाणं च परममंगल्लं । पुन्नाण परमपुत्रं फलं फलाणं परमरम्मं ॥९७॥ શ્રેયોને વિષે પરમશ્રેય, માંગલિકને વિષે પરમમાંગલિક, પુણ્યોને વિષે પરમપુણ્ય અને ફળોને વિષે પરમરમ્યફળ પણ આ નવકાર જ છે. ૯૭ तह एस नमुक्कारो इहलोगगिहाओ जीवपहियाणं । परलोयपहपयट्टाण परमपत्थयणसारित्थो(च्छो) ॥९८॥ તથા આ લોકરૂપી ઘરથી નીકળીને પરલોકના માર્ગે પ્રવર્તેલા જીવરૂપી પથિકોને આ નવકાર પરમપથ્થદન-ભાતાતુલ્ય છે. ૯૮ जह जह तस्स वण्णरसो परिणमइ मणम्मि तह तह कमेण ! खयमेइ कम्मगंठी नीरनिहित्तामकुंभु व ॥१९॥ જેમજેમ તેના વર્ષોનો રસ મનને વિષે પરિણામ પામે છે, તેમતેમ ક્રમે કરીને પાણીથી ભરેલા કાચા કુંભની માફક જીવની કર્મગ્રન્થિ ક્ષયને પામે છે. ૯૯ तवनियमसंजमरहो पंचनमुक्कारसारहिपउत्तो । नाणतुरङ्गमजुत्तो नेइ नरं निबुइनयरं ॥१०॥ પંચનમસ્કારરૂપી સારથિથી હંકાયેલો અને જ્ઞાનરૂપી ઘોડાથી જોડાયેલો તપ, નિયમ અને સંયમરૂપી રથ મનુષ્યને નિવૃત્તિ નગરીએ લઈ જાય છે. ૧૦૦ जलणोऽवि हुन्ज सीओ पडिपहहुत्तं च होज सुरसरिया । न य नाम नि(खि)जइ इमो परमपयपुरं नमुक्कारो ॥१०१॥ અગ્નિ કદાચ શીતલ થઈ જાય અને સુરસરિતા-આકાશગંગા કદાચ સાંકડા માર્ગવાળી થઈ જાય, પરંતુ આ નવકાર પરમપદપુરે ન લઈ જાય, એ કદી બને નહિ. ૧૦૧ आराहणापुरस्सरमणन्नहियओ विसुद्धसुहलेसो । संसारूच्छेयकरंतो मा सिढिलसु नमुक्कारं ॥१०२॥ અનન્ય Æય અને વિશુદ્ધલેશ્યા વડે આરાધાયેલો આ નવકાર સંસારના ઉચ્છેદન કરે છે. તે કારણે તેને વિષે શિથિલ ન થાઓ તેના ઉપર મંદ આદર ન કરો. ૧૦૨ एसो हि नमुक्कारो कीरइ नियमेण मरणकालम्मि । जं जिणवरेहि दिट्ठो संसारूच्छेयणसमत्थो ॥१०३॥ મરણકાળે કરાતો આ નવકાર નક્કી સંસારનો ઉચ્છેદ કરવાને સમર્થ છે એમ શ્રી જિનેશ્વરોએ જોયેલું છે. ૧૦૩ ૪૫૦ - વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ NR છે Page #493 -------------------------------------------------------------------------- ________________ अक्खेवेणं कम्मक्खओ य तह मंगलागमो नियमा । तक्कालिञ्चिय सम्मं पंचनमुक्कारकरणफलं ॥१०४॥ પંચનમસ્કા૨ને ક૨વાનું તાત્કાલિક ફળ અક્ષેપે-શીઘ્ર કર્મનો ક્ષય અને નિયમા નિશ્ચિતમંગલનું આગમન છે. ૧૦૪ कालंतरभाविफलं तहविहमिह भवियमन्नभवियं च । इहभवियमत्थकामा उभयभवसुहावहा सम्मं ॥ १०५ ॥ તેનું કાલાંતર-ભાવિફળ બે પ્રકારનું છે : આ ભવસંબંધી અને અન્ય ભવસંબંધી. આ ભવસંબંધી ફળ ઉભયભવમાં સમ્યક્ સુખને આપનારા અર્થકામની પ્રાપ્તિરૂપ છે. ૧૦૫ इहभवसुहावहा तत्थ ताव अकिलेसभवणओ ताणं । आरुग्गपुव्वगं तह निव्विग्धं ताण माणणओ ||१०६ | परभवसुहावहा पुण सुत्तविहीए सुठाणविणिओगा । पंचनमुक्कारफलं अह मन्नइ अन्नभवियं पि ॥१०७॥ પંચનમસ્કાર આ ભવમાં સુખને આપનાર એટલે અકલેશ કે અલ્પકલેશથી મળનાર, રોગરહિત અને વિઘ્નરહિતપણે ઉપભોગમાં આવનાર, સૂત્રોક્ત વિધિ મુજબ સુંદ૨ સ્થાનમાં-સત્શેત્રોમાં વિનિયોગ પામનાર અને પરમસુખને આપનારો હોય છે. ૧૦૬-૧૦૭ इवि न तज्जम्मे चिय सिद्धिगमो कहवि जायए तह वि । पत्तनमुक्कारा इक्कसि पि किर तमविराहिंता ॥ १०८ ॥ उत्तम तहा कुलेसु विउलेसु अतुलसुहकलिया । हिंडित्ता पज्जेते सिज्यंति चेव विहुयरया ॥ १०९ ॥ હવે અન્યભવસંબંધી પંચનમસ્કારનું ફળ જણાવતાં કહે છે કે નમસ્કારને પામેલો અને તેની વિરાધના નહિ કરનારો આત્મા જો કોઈ કા૨ણસર તે જ ભવને વિષે સિદ્ધિગતિને ન પામે, તો ઉત્તમદેવોને વિષે ઉત્પન્ન થાય છે અને ત્યાંથી વિપુલકુલોને વિષે અતુલસુખથી યુક્ત એવું મનુષ્યપણું મેળવે છે. પર્યંતે કર્મરહિત થઈને સિદ્ધિગતિને પામે છે. ૧૦૮-૧૦૯ इह पुण परमत्थेणं नाणवरणाइयाण कम्माणं । पइखणमणंतपुग्गलविगमम्मी जायमाणम्मि ॥ ११०॥ पाउणइ नमुक्कारस्स पढमवन्नं नवकारमह सेसे । वन्ने पत्तेयं चिय तहऽणंतविसुद्धिसब्भावे ॥ १११ ॥ જ્ઞાનાવરણીયાદિકર્મોના અનંતપુદ્ગલોનો પ્રતિક્ષણ વિગમ થવાથી પરમાર્થથી નવકારના પ્રથમ અક્ષર ‘ન’કારનો લાભ થાય છે. શેષ પ્રત્યેક અક્ષરોનો લાભ પણ ક્રમે કરીને અનંતગુણ વિશુદ્ધિ થવાથી થાય છે. ૧૧૦-૧૧૧ एवं इक्केकं पि हु अक्खरमचंतकम्मखयलब्धं । जस्स स कहं न वंछियफलदाई होइ नवकारो ॥ ११२ ॥ એ રીતે જેનો અકેક પણ અક્ષર અત્યંતકર્મક્ષયથી મળે છે, તે નવકાર કોને વાંછિત ફળદાયી ન થાય ? ૧૧૨ एवं च उभयलोगेऽवि सुक्खमूलं इमं मुणेऊण । आराहणाभिलासी भद्द ! तुमं सइ सरिज्ज जओ ॥ ११३॥ पंचण्ह नमुक्कारो जीवं मोएइ भवसहस्साओ । भावेण कीरमाणो होइ पुणो बोहिलाभाय ॥११४॥ એ પ્રમાણે ઉભયલોકને વિષે ‘સુખનું મૂળ છે' એમ જાણીને, આરાધનાભિલાષી હે ભદ્ર ! તું એનું સદા સ્મરણ કર, કારણ કે પંચપરમેષ્ઠિને કરેલો નમસ્કાર જીવને હજારો ભવોથી મુકાવે છે તથા ભાવપૂર્વક કરાતો તે બોધિલાભ માટે થાય છે. ૧૧૩-૧૧૪ पंचहनमुक्कारो धन्त्राण भवक्खयं करिंताणं । हिययं अणुम्मुयंतो विसुत्तियावारओ होई ॥११५॥ પાંચ પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર ધન્યપુરુષોને ભવક્ષય કરાવે છે અને હ્રદયથી તેને નહિ મૂકનારને માટે તે વિશ્નોતસિકા એટલે ચિત્તના ઉન્માર્ગગમનને વા૨ના૨ થાય છે. ૧૧૫ पंच नमुक्कारो एवं खलु वनिओ महत्थुत्ति । जो मरणम्मि उवगए अभिक्खणं कीरए बहुसो ॥ ११६ ॥ એ રીતે પંચનમસ્કાર મહાનઅર્થવાળો છે, એવું એનું શાસ્ત્રોમાં વર્ણન કરાયેલું છે અને એ કારણે મ૨ણ અવસ૨ આવી લાગે ત્યારે તેનું નિરંતર અને વારંવાર સ્મરણ કરાય છે. ૧૧૬ શ્રી વૃદ્ધનમસ્કારફલસ્તોત્રમ્ ૪૫૧ Page #494 -------------------------------------------------------------------------- ________________ सत्तपणसत्तसत्त य नवक्खरपमाणपयर्ड पंचपयं । अक्खरतित्तिसवरचूलं सुमरह नवकारवरमंतं ॥११७॥ જેના પાંચ પદો પ્રગટ રીતે સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષરપ્રમાણ છે અને જેની શ્રેષ્ઠચૂલિકા તેત્રીસ અક્ષર પ્રમાણ છે એવા ઉત્તમ શ્રી નવકારમંત્રનું તમે નિરંતર સ્મરણ (ધ્યાન) કરો. ૧૧૭ इय संविग्गसिरोमणिजिणेसरायरियपायपंकयब्भसलो । भणइ जिणचंदसूरि,दूरीकयकलिमलं नमुक्कारफलं ॥११॥ એ રીતે સંવિગ્નશિરોમણિ શ્રી જિનેશ્વરસૂરિના ચરણકમલને વિષે ભ્રમરસમાન શ્રી જિનચંદ્રસૂરી પાપમલને દૂર કરનાર એવા નવકારના ફળને કહે છે. ૧૧૮ ॥इति श्रीज्येष्ठपञ्चनमस्कारफलप्रकरणं सार्थं समाप्तम् ॥ ॥श्रीरत्नमंदिरगणिरचितउपदेशतरङ्गिणी ॥ विमुच्य निद्रां चरमे त्रियामा- यामार्धभागे शुचिमानसेन । दुष्कर्मरक्षो दमनैकदक्षो, ध्येयस्त्रिधा श्रीपरमेष्ठिमन्त्रः ॥१॥ રાત્રિના છેલ્લા પ્રકારના અર્ધભાગે નિદ્રાને છોડીને, દુષ્ટકર્મરૂપી રાક્ષસનું દમન કરવાને અદ્વિતીય ચતુર એવા શ્રી પરમેષ્ઠિમંત્રને પવિત્ર મનવાળા થઈને મન, વચન, કાયાથી સ્મરવો જોઈએ. ૧ किमत्र मन्त्रौषधिमूलिकाभिः, किं गारूडस्वर्गमणीन्द्रजालैः ? । स्फुरन्ति चित्ते यदि मन्त्रराज-पदानि कल्याणपदप्रदानि ॥२॥ જો ચિત્તને વિષે કલ્યાણના પદને આપનારાં પંચપરમેષ્ઠિનમસ્કારરૂપી મંત્રરાજનાં પદો સ્કુરાયમાન થાય છે, તો પછી મંત્ર અને ઔષધિઓનાં મૂળો, ગારુડ, ચિંતામણિ કે ઈદ્રજાલો વડે શું કામ છે? અર્થાત્ તે વડે સર્યું. ૨ श्रीमन्नमस्कारपदानि सर्वं, सिद्धान्तसाराणि नवापि नूनम् । आयानि पश्चातिमहान्ति तेषु, मुख्यं महाध्येयमिहामनन्ति ॥३॥ શ્રી નમસ્કારનાં નવે પદો ખરેખર સર્વ સિદ્ધાન્તમાં સારભૂત છે. તેમાં પહેલાં પાંચ પદો અતિમહાન છે. સત્પરુષો તેને મુખ્ય મહાબેય તરીકે સ્વીકારે છે. ૩ पञ्चतायाः क्षणे पञ्च, रत्नानि परमेष्ठिनाम् । आस्ये ददाति यस्तस्य, सद्गति : स्याद्भवान्तरे ॥४॥ મરણના ક્ષણે પાંચ પરમેષ્ઠિરૂપી પાંચ રત્નોને જે મુખને વિષે ધારણ કરે છે તેની ભવાન્તરમાં સદ્ગતિ થાય છે. ૪ पश्चादौ यत्पदानि त्रिभुवनपतिभिर्व्याहृता पञ्चतीर्था तीर्थान्येवाष्टषष्टि-जिनसमयरहस्यानि यस्याऽक्षराणि । यस्याष्टौ सम्पदश्चानुपमतमहासिद्धयोऽद्वैतक्ति जर्जीयालोकद्वयस्याऽभिलषितफलदः श्रीनमस्कारमन्त्रः ॥५॥ બંને લોકને વિષે ઇચ્છિત ફળને આપનાર અદ્વિતીયશક્તિવાળો શ્રી નમસ્કારમંત્ર જયવંત વાર્તા કે જેનાં પહેલાં પાંચ પદોને રૈલોક્યપતિ શ્રી તીર્થંકરદેવોએ પંચતીથી તરીકે કહ્યાં છે, જિનસિદ્ધાન્તનાં રહસ્ય-સારભૂત જેના અડસઠ અક્ષરોને અડસઠ તીર્થો તરીકે વખાણ્યાં છે અને જેની આઠ સંપદાઓને અજ્ઞાન અંધકારનો નાશ કરનારી આઠ અનુપમસિદ્ધિઓ તરીકે વર્ણવેલી છે. ૫ भोअणसमए सयणे, विबोहणे पवेसणे भए वसणे । पंच नमुक्कारं खलु, समरिजा सव्वकालंपि ॥६॥ ભોજનસમયે, શયનસમયે, જાગવાના સમયે, પ્રવેશસમયે, ભયસમયે, કષ્ટસમયે, અને વળી સર્વસમયે, ખરેખર! પંચનમસ્કારનું સ્મરણ કરવું જોઈએ. ૬ ૧- અરિહંતના આદ્ય અક્ષર “મ” થી અષ્ટાપદ તીર્થ, સિદ્ધના આઘ અક્ષર ‘સિ' થી સિદ્ધાચલ, આચાર્યના આદ્ય અક્ષર “ગા' થી આબજી, ઉપાધ્યાયના આદ્ય અક્ષર ‘૩' થી ઉજ્જયન્ત (ગિરનારજી) અને સાધુના આ અક્ષર “ર” થી સમેતશિખર એ રીતે પંચતીર્થો સમજવાં. N ૪૫ર વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #495 -------------------------------------------------------------------------- ________________ याताः प्रयान्ति यास्यन्ति, पारं संसारवारिधेः । परमेष्ठिनमस्कारं, स्मारं स्मारं घना जनाः ॥७॥ પરમેષ્ઠિનમસ્કારનું વારંવાર સ્મરણ કરીને ઘણા લોકો સંસારસાગરના પારને પામ્યા છે, પામે છે અને પામશે. ૭ स्वस्यैकच्छत्रतां विश्वे, पापानि विमृशन्तु मा । अघमर्षणमन्त्रेऽस्मिन, सति श्रीजिनशासने ॥८॥ શ્રી જિનશાસનને વિષે પાપનો નાશ કરનાર આ મંત્ર હોતે છતે હે પાપો ! તમે વિશ્વમાં તમારું એકછત્રીપણું કદીપણ વિચારશો નહિ. ૮ सिंहेनेव मदान्धगन्धकरिणो मित्रांशुनेव क्षपा- ध्वान्तौघो विधुनेव तापततयः कल्पद्रुणेवाऽऽधयः । तायेणेव फणाभृतो धनकदम्बेनेव दावाग्नयः, सत्त्वानां परमेष्ठिमन्त्रमहसा वल्गन्ति नोपद्रवाः ॥९॥ સિંહથી જેમ મદોન્મત્તગન્ધહસ્તિઓ, સૂર્યથી જેમ રાત્રિ સંબંધી અંધકારના સમૂહો, ચંદ્રથી જેમ પાપ સંતાપના સમુદાયો, કલ્પવૃક્ષથી જેમ મનની ચિંતાઓ, ગરુડથી જેમ સ અને મેઘસમુદાયથી જેમ અરણ્યના દાવાનળો શાંત થાય છે, તેમ શ્રી પંચપરમેષ્ઠિમંત્રના તેજથી પ્રાણીઓના ઉપદ્રવો નાશ પામે છે. ૯ सड्-ग्रामसागरकरीन्द्रभुजङ्गसिंह-, दुर्व्याधिवहिरिपुबन्धनसम्भवानि । चौरग्रहभ्रमनिशाचरशाकिनीनां, नश्यन्ति पञ्चपरमेष्ठिपदैर्भयानि ॥१०॥ પંચપરમેષ્ઠિનાં પદો વડે રણસંગ્રામ, સાગર, હાથી, સર્પ, સિંહ, દુષ્ટવ્યાધિ, અગ્નિ, શત્રુ, બંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષસ અને શાકિનીથી થનારા ભયો દૂર ભાગી જાય છે. ૧૦ __ध्यातोऽपि पापशमनः परमेष्ठिमन्त्रः, किंस्यात्तपः प्रबलितो विधिनाऽर्चितश्च ? । दुग्धं स्वयं हि मधुरं क्क्रथितं तु युक्त्या, संमिश्रितं च सितया वसुधासुधेव ॥११॥ પરમેષ્ઠિમંત્ર સ્મરણ કરવા માત્રથી પાપને શમાવનારો થાય છે, તો પછી તપથી પ્રબળ કરેલો અને વિધિથી પૂજેલો તે શું ન કરે? દૂધ પોતાની મેળે જ મધુર છે, પણ યુક્તિથી ઉકાળેલું અને સાકરથી મિશ્રિત કરેલું તો તે પૃથ્વીના અમૃતતુલ્ય બને છે. ૧૧ आकृष्टिं सुरसम्पदां विदधति मुक्ति-श्रियो वश्यता-मुचाटं विपदां चतुर्गतिभुवां विद्वेषमात्मैनसाम् । स्तम्भं दुर्गमनं प्रति प्रयततां मोहस्य संमोहनं, पायात् पञ्चनमस्कियाऽक्षरमयी साऽराधना देवता ॥१२॥ તે પંચપરમેષ્ઠિનમક્રિયારૂપ અક્ષરમયી આરાધનાદેવતા (તમારુ) રક્ષણ કરો કે જે સુરસંપદાઓનું આકર્ષણ કરે છે, મુક્તિરૂપી લક્ષ્મીને વશ કરે છે, વિપદાઓનું ઉચ્ચાટન કરે છે, સંસારની ચાર ગતિમાં ઉત્પન્ન થનાર આત્માના દુશ્મનો પ્રત્યે વિદ્વેષ ધારણ કરે છે, દુર્ગતિ પ્રતિ ગમન કરવાનો પ્રયત્ન કરતા જીવોને અટકાવે છે અને જે મોહનું સંમોહન છે અર્થાત મોહનો પ્રતિકાર છે. ૧૨ यो लक्षं जिनबद्धलक्ष्यसुमनाः सुव्यक्तवर्णकमम्, श्रद्धावान् विजितेन्द्रियो भवहरं मन्त्रं जपेच्छ्रावकः । पुष्पैः श्वेतसुगन्धिमिश्च विधिना लक्षप्रमाणैर्जिनं, यः संपूजयते स विश्वमहितः श्रीतीर्थराजो भवेत् ॥१३॥ જિનેશ્વર પ્રત્યે લક્ષ બાંધવાપૂર્વક સુંદરમનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાન શ્રાવક સુસ્પષ્ટવર્ષોચ્ચારપૂર્વક સંસારનો નાશ કરનાર એવા પંચપરમેષ્ઠિનમસ્કારનો એક લાખ વાર જાપ કરે અને શ્વેત સુગન્ધી લાખ પુષ્પો વડે શ્રી જિનેશ્વરદેવની વિધિપૂર્વક સમ્યફ પ્રકારે પૂજા કરે તે ત્રિભુવનપૂજ્ય તીર્થકર થાય. ૧૩ स्वस्थाने पूर्णमुच्चारम्, मार्गे चार्धं समाचरेत् । पादमाकस्मिकातङ्के, स्मृतिमात्रं मरणान्तिके ॥१४॥ પોતાના સ્થાને હોય ત્યારે પૂર્ણ ઉચ્ચારપૂર્વક, માર્ગમાં હોય ત્યારે અર્ધ ઉચ્ચારપૂર્વક, અકસ્માત આતંક શ્રી રત્નમંદિર-ઉપદેશતરવિણી ૪૫૩ Page #496 -------------------------------------------------------------------------- ________________ એટલે અચાનક તીવ્રરોગ અથવા વેદના થઈ આવે ત્યારે ચોથા ભાગના ઉચ્ચારપૂર્વક અને મરણાન્તિક વખતે એટલે મરણતુલ્ય પીડા સમયે માનસિકસ્મરણમાત્રથી નવકારને જપવો જોઈએ. ૧૪ श्रीसुकृतसागर-अपरनाम पेथडचरित्र (પત્રમતા ) मन्त्रपञ्चनमस्कारः, कल्पकारस्कराधिकः । अस्ति प्रत्यक्षराष्टाग्रो-त्कृष्टविद्यासहस्रकः ॥७६॥ કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચપરમેષ્ઠિનમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર ને આઠ વિઘાઓ રહેલી છે. ૭૭ चौरो मित्रमहिर्माला, वह्नीरिर्जलं स्थलम् । कान्तारं नगरं सिंहः, शृगालो, यद् प्रभावतः ॥७७॥ જેના (નવકારના) પ્રભાવથી ચોર મિત્ર સ્વરૂપ બને છે, સર્પ માળા સ્વરૂપ થાય છે, અગ્નિ જળસ્વરૂપ અને જળ સ્થળસ્વરૂપ બને છે તથા અટવી નગરસ્વરૂપ અને સિંહ શિયાળસ્વરૂપ થઈ જાય છે. ૭૭ लोकद्विष्टप्रियावश्यघातकादेः स्मृतोऽपि यः । मोहनोचाटनाकृष्टि-कार्मणस्तम्भतादिकृत् ॥७८॥ લોકષ્ટિ અને પ્રિયઘાતક જેવા ઉપર પણ નમસ્કારમત્રનું સ્મરણ માત્ર પણ લોકમાં પ્રીતિ ઉત્પન્ન કરે છે તથા શત્રુઓને મૂળમાંથી દૂર કરે છે, ઇષ્ટને ખેંચી લાવે છે, વશમાં નહિ આવનારને વશમાં લાવે છે, અને મારવા આવનારને પણ ખંભિત કરે છે. ૭૮ दूरयत्यापदः सर्वाः, पूरयत्यत्र कामनाः । राज्यस्वर्गाऽपवर्गास्तु, ध्यातो योऽमुत्र यच्छति ॥७९॥ ધ્યાન કરાયેલો મંત્ર આ લોકમાં જ સર્વે આપદાને દૂર કરે છે, તથા સર્વે કામનાઓને પૂર્ણ કરે છે, તેમ જ પરલોકમાં રાજ્યાદિનાં અને સ્વર્ગ તથા મોક્ષનાં સુખ આપે છે. ૭૯ श्रीपार्श्वप्रतिमापूजा,-धूपोत्क्षेपादिपूर्वकम् । तमेकाग्रमनाःपूत,-वपुर्वस्त्राऽनिशं जपः ॥१०॥ શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા તથા ધૂપોલેંપાદિપૂર્વક શરીર અને વસ્ત્ર પવિત્ર કરીને તથા મનની એકાગ્રતા કરીને તું નિરંતર તે મંત્રનો જાપ કર. ૮૦ પ્રકીર્ણક पच्चनमुक्कारसमं अन्ते,वच्चन्ति जस्स दस पाणा । सो जइ न जाइ इ मुक्खं, अवस्स माणिओ होइ ॥१॥ અંતસમયે જેના દશ પ્રાણો પંચનમસ્કારની સાથે જાય છે, તે જો મોક્ષને ન પામે તો અવશ્ય વૈમાનિક થાય છે, અર્થાત્ વિમાનાધિપતિ દેવ થાય છે. ૧ अहो पञ्च नमस्कारः, कोऽप्युदारो जगत्सु यः । सम्पदोऽष्टौ स्वयं धत्ते, दत्तेऽनन्तास्तु ताः सताम् ॥२॥ અહો ! આ જગતમાં પંચનમસ્કાર કેવો ઉદાર છે કે જે પોતે આઠ (જ) સંપદાને ધારણ કરે છે, છતાં સત્પરુષોને અનન્તસંપદાઓ આપે છે. ૨ નવકારમાં પ્રથમનાં છ પદોમાં શરણગમનનો ભાવ છે તેથી તથા ભવ્યત્યાદિના પરિપાક વડે દુઃખાનુબંધસ્વરૂપ સંસારનો નાશ થાય છે. સાતમાં પદથી સર્વોત્કૃષ્ટદુષ્કતગ વડે પાપકર્મનો નાશ થવાથી દુઃખફલકસંસારનો નાશ થાય છે. છેલ્લાં બે પદોથી સર્વોત્કૃષ્ટસુકૃતાનુમોદન થવા વડે શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવાથી દુઃખરૂપ સંસારનો નાશ થાય છે. ૪૫૪ - કૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #497 -------------------------------------------------------------------------- ________________ આચાર્યપુરંદર શ્રી હરિભદ્રસૂરિવિરચિત શ્રી યોગબિન્દુનામક ગ્રન્થરત્નમાં શ્રી નમસ્કારનો મહિમા અને જ૫નું વિધાના मूलम्- अक्षरद्वयप्येतच्छूयमाणं विधानतः गीतं पापक्षयायोच्युर्योगसिद्धैर्ममहात्मभि : ॥४०॥ ॥ योगबिन्दौ ॥ टीका-अक्षरद्वयमपि किं पुनःपञ्चनमस्कारदीन्यनेकान्यक्षराणीत्यपि शार्थः । एतत् 'योग' इति श्ब्दलक्षणं 'श्रूयमाणम् । तथाविधार्थानवबोधेऽपि, 'विधानतो' विधानेन-श्रद्धासंवेगादिशुद्धभावोल्लासक. रकुड्मलयोजनादिलक्षणेन । गीतम्' उक्तं 'पापक्षयाय' मिथ्यात्वमोहायकुशलकर्मनिर्मूलनायोच्चैत्यर्थम् । कैर्गीतमित्याह- 'योगसिद्धैः' योगः सिद्धो निष्पन्नो येषां ते तथा, तैर्जिनगणधरादिभिः 'महात्मभिः' प्रशस्तभावैरिति ॥४०॥ - મૂળનો અર્થ - આ બે અક્ષરો પણ વિધાનપૂર્વક સાંભળવામાં આવે તો અત્યંત પાપક્ષયને માટે થાય છે એમ योगसिद्धमहापुरुषोभे हेतुं छ. ४०. ટીકાનો અર્થ-બે અક્ષરો પણ અર્થાત્ પંચનમસ્કારાદિ અનેક અક્ષરોનું તો કહેવું જ શું? “યોગ એવા માત્ર બે અક્ષરોને જ, તેવા પ્રકારનો તેનો અર્થ ન જાણવા છતાં શ્રદ્ધાસવેગાદિ શુદ્ધભાવોલ્લાસપૂર્વક અને બે હાથ જોડવાપૂર્વક સાંભળવામાં આવે તો મિથ્યાત્વમોહ આદિ અકુશલકર્મનું અત્યંત નિર્મૂલન કરનાર હોય છે, એમ યોગ જેમને સિદ્ધ થયો છે એવા શ્રી જિનેશ્વર-ગણધરાદિ મહાપુરુષોએ કહ્યું છે. ૪૦. मूलम्-मासोपवासमित्याहुर्मृत्युनं तु तमोधनाः । मृत्युञ्जयपोपेतं, परिशुद्धं विधानतः ॥१३४॥ ॥ योगबिन्दौ ॥ टीका-'मासोपवासं' मासं यावदुपवासो यत्र तत्तथा इत्येतत् 'आहुः' उक्त वन्त : । 'मृत्युनं तु' मृत्युन नामकं पुनस्तपः । 'तपोधनाः' तपःप्रधानाः मुनयः । 'मृत्युंजयजपोपेतं' पञ्चपरमेष्ठिनमस्कारादिरूपं मृत्युंजयसंज्ञमन्त्रस्मरणसमन्वितं । 'परिशुद्धम्' इहलोकाशंसादि-परिहारेण । 'विधानतः' कषायनिरोध-ब्रह्मचर्य-देवपूजादिरूपाद्विधानात् ॥१३४॥ મૂળનો અર્થ-મૃત્યુંજય જપથી સહિત પરિશુદ્ધવિધાનપૂર્વક કરેલો માસોપવાસનો તપ મૃત્યુબ એટલે મૃત્યુને હણનાર થાય છે એમ તપોધન મહાપુરુષો ફરમાવે છે. ટીકાનો અર્થ-પંચપરમેષ્ઠિનમસ્કારાદિરૂપ મૃત્યુંજય નામક મંત્રના સ્મરણસહિત, “પરિશુદ્ધ' એટલે ઈહલોકની આશંસાદિ દોષરહિત અને વિધાનપૂર્વક એટલે બ્રહ્મચર્ય દેવપૂજાદરૂપ વિધિના પાલનપૂર્વક, એક મહિના સુધી લાગટ ઉપવાસ કરવામાં આવે તેને તપપ્રધાનમહામુનિઓ મૃત્યુનતપ કહે છે. ૧૩૪. आदिकर्मकमाश्रित्य, जपो ह्यध्यात्ममुच्यते । देवतानुग्रहाङ्गत्वादतोऽयमभिधीयते ॥३८०॥ जपः सन्मन्त्रविषयः, स चोक्तो देवतास्तवः । दृष्टः पापापहारोऽस्माद्विषापहरणं यथा ॥३८१॥ देवतापुरतो वाऽपि, जले वाऽकलुषात्मनि । विशिष्टद्रुमकुत्रे वा, कर्तव्योऽयं सतां मतः ॥३८२॥ पर्वोपलक्षितो यद्वा, पुत्रजीवकमालया । नासाग्रस्थितया दष्टया, प्रशान्तेनाऽन्तरात्मना ॥३८३॥ विधाने चेतसो वृत्तिस्तद्वर्णेषु तथेष्यते । अर्थे चाऽऽलम्बने चैव, त्यागश्चोपप्लवे सति ॥३८४॥ मिथ्याचारपरित्याग, आश्वासात्त वर्तनम् । तच्छुद्धिकामता चेति, त्यागोऽत्यागोऽयमीदशः ॥३८५॥ શ્રી નમસ્કારનો મહિમા ૪૫૫ Page #498 -------------------------------------------------------------------------- ________________ यथाप्रतिज्ञमस्येह, कालमानं प्रकीर्तितम् । अतो प्रकरणेऽप्यत्र, भाववृत्तिं विदुर्बुधा : ॥३८६॥ मुनीन्द्रैः शस्यते तेन यत्नतोऽभिग्रहः शुभः । सदाऽतो भावतो धर्मः, क्रियाकाले क्रियोद्भवः ॥३८७॥ છે યોનિની છે અર્થ - ધાર્મિકપુરુષનું પ્રધાનલક્ષણ (કરજપાદિરૂપ) જપ છે, એ પણ અધ્યાત્મ કહેવાય છે. જે દેવતાનો જપ કરવામાં આવે તે દેવતાના અનુગ્રહનું તે અંગ છે. એ કારણે હવે જપને કહીએ છીએ. (૩૮૦). જપનો વિષય વિશિષ્ટમંત્ર છે, તે મંત્રદેવતાની સ્તુતિરૂપ હોય છે, દેવતાની સ્તુતિરૂપ વિશિષ્ટમંત્રના (પુનઃ પુનઃ પરાવર્તનરૂપ) જપથી પાપનો અપાર થાય છે. જેમ તેવા પ્રકારના મંત્રોથી (સ્થાવરજંગમ) વિષનો અપાર થતો પ્રત્યક્ષ દેખાય છે તેમ. (૩૮૧). આ જપ દેવતાની સન્મુખ અથવા સ્વચ્છ જળવાળાં જળાશયોની આગળ અથવા પત્રો-પુષ્પો અને ફળોથી લચેલાં વૃક્ષોવાળા વનપ્રદેશની અંદર કરવા માટે સત્પરુષોની આજ્ઞા છે (૩૮૨). હાથની આંગળીઓ ઉપર કે રૂદ્રાક્ષનામકવૃક્ષના ફળની માળા ઉપર, નાસિકાના અગ્રભાગ ઉપર દષ્ટિ સ્થિર કરીને તથા અંતરાત્માથી શાંત થઈને મંત્રોના અક્ષરોને વિષે, અર્થને વિષે અને પ્રતિમાદિ આલંબનને વિષે ચિત્તની વૃત્તિ પરોવવી. ચિત્તની વિપરીત ગતિ થવા લાગે ત્યારે જપનો ત્યાગ કરવો. (૩૮૩-૩૮૪). વ્યાકુળચિત્ત વખતે જપનો ત્યાગ કરવાથી (અંદરથી અશાંત છતાં બહારથી શાંત આકાર કરવારૂપ) માયાચારનો ત્યાગ થાય છે તથા વિશ્રાંતિ લેવાથી જપમાં સારી રીતે પ્રવૃત્તિ થાય છે. એ રીતે શુદ્ધિની કામનાથી કરેલો ત્યાગ એ અત્યાગ છે (૩૮૫). (બે ઘડી આદિ) જેટલા કાળ માટે પ્રતિજ્ઞા લીધી હોય તેટલા કાળપ્રમાણ જપ કરવો. પ્રતિજ્ઞા કરવાથી જપ સિવાયના કાળે પણ જપમાં મનોવૃત્તિ કાયમ રહે છે એમ બુધપુરુષો કહે છે (૩૮). (જપ સિવાયના કાળે પણ શુભવૃત્તિ રહેતી હોવાથી) મહામુનિઓએ પ્રતિજ્ઞા લેવારૂપ અભિગ્રહને વખાણ્યો છે, અભિગ્રહ વડે ભાવરૂપ ધર્મ થાય છે, અને ક્રિયા કાળે ક્રિયાથી (પણ) ધર્મ થાય છે. માટે અભિગ્રહને વખાણ્યો છે.) (૩૮૭). મંત્ર ચૈતન્ય પ્રકટાવનાર મંત્રા દેવતા, ગુરૂ અને આત્માનું જે મનન કરાવે અને મનન દ્વારા જીવનું રક્ષણ કરે તે મંત્ર છે. મંત્ર એક બાજુ મન અને પ્રાણનું આત્મા સાથે જોડાણ કરાવે છે. અને બીજી બાજુ તેના મનન દ્વારા દેવતા અને ગુરૂ સાથે આત્માનું ઐકય સધાવે છે. મંત્રનાં અક્ષરોનો સંબંધ મન અને પ્રાણની સાથે છે. મંત્રના અર્થનો સંબંધ દેવતા અને ગુરૂ સાથે છે. ગુરૂ, મંત્ર અને દેવતા, તથા આત્મા, મન અને પ્રાણ એ બધાનું ઐકય થવાથી મંત્ર ચૈતન્ય પ્રકટે છે. અને મંત્ર ચૈતન્ય પ્રકટવાથી યથેષ્ટ ફળની સિદ્ધિ થાય છે. દેવતા ગુરૂનો સંબંધ સકલ જીવસૃષ્ટિ સાથે છે. તેથી મંત્ર ચેતન્ય વિશ્વવ્યાપી બની જાય છે. પરમેષ્ઠિનમસ્કાર એ રીતે સમત્વભાવને વિકસાવે છે. સમત્વભાવનો વિકાસ મમત્વભાવને દૂર કરી આપે છે. મમત્વભાવના નાશથી અહત્વ જાય છે. સમત્વભાવના વિકાસથી અહત્વ પ્રગટે છે. પરમેષ્ઠિઓનો નમસ્કાર એ સર્વમંગળોમાં પ્રધાન-શ્રેષ્ઠ મંગળ છે. નિત્ય વૃદ્ધિ પામનાર આ શાશ્વત મંગળ છે. કેમકે તે જીવને અહ-મમભાવથી છોડાવે છે. અને અહંભાવને વિકસાવે છે. સ્વાર્થવૃત્તિદૂર કરી આપે છે. અને પરમાર્થવૃત્તિ વિકસાવી આપે છે. પુનઃ પુનઃ પરમેષ્ઠિનમસ્કાર વડે દેવ, ગુરુ,આત્મા, મન અને પ્રાણનું ઐકય સધાય છે તથા મંત્ર ચૈતન્ય પ્રગટે N ૪૫૬ આ ત્રલોક્યદીપક મહામંત્રાધિરાજ Tit Page #499 -------------------------------------------------------------------------- ________________ આચાર્યશ્રી સિદ્ધસેનસૂરિવિરચિત શ્રી નમસ્કારમાહાભ્ય [ભાવાનુવાદ] પ્રકાશ પહેલો જગતમાં કલ્પતરુસમાન શ્રી ઋષભસ્વામીને નમસ્કાર હો. તપ અને જ્ઞાનરૂપી ધનના સ્વામી તથા ઇન્દ્રોથી પણ પૂજિત શ્રી શાન્તિનાથસ્વામીને નમસ્કાર હો. શ્રી સુવ્રતસ્વામીને, શ્રી અનંતનાથને, શ્રી અરિષ્ટનેમિને, શ્રી પાર્શ્વનાથસ્વામીને, શ્રી વીરભગવાનને તથા સર્વ અરિહંતોને નમસ્કાર થાઓ. અષ્ણુતા, અંબિકા, બ્રાહ્મી, પાવતી તથા અંગિરાદિ માતાતુલ્ય દેવીઓ અને પુરુષાર્થની શક્તિ આપો. પુણ્યને ઉત્પન્ન કરનાર, પાલન તથા શોધન કરનાર તથા જીવને વિશ્રાંતિ આપનાર પંચપરમેષ્ઠિનો નમસ્કાર સદા જયવંત વર્તો. આ કડવો સંસાર પણ માન્ય છે, કારણ કે આ સંસારમાં જન્મ પામીને મને શ્રી જિનાજ્ઞાનો આશ્રય મળ્યો શ્રી જિનશાસનરૂપી મનુષ્યક્ષેત્રમાં પાંચ મેરુસમાન શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય ઉપાધ્યાય અને સર્વસાધુઓને નમસ્કાર હો. જે ભવ્ય જીવો આ પાંચ પદોનું ભાવથી સ્મરણ કરે છે તેમને ભવમાં ભ્રમણ ક્યાંથી હોય? તીર્થંકરની વાણીના અતિશયસમાન પાંચ પદના પાંત્રીશ અક્ષરો તમારું કલ્યાણ કરો. શ્રી સિદ્ધસેનની વાણી પંચપરમેષ્ઠિની સ્તુતિ દ્વારા પોતાના આત્માની શુદ્ધિ કરે છે. જેઓ અરિહંતનું શરણું સ્વીકારે છે તેમને રાજાઓ વશ થાય છે, દેવતાઓ નમસ્કાર કરે છે તથા નાગકુમારાદિ ભવનપતિ દેવોનો તેમને ભય હોતો નથી. જે અરિહંતની પૂજા કરે છે, તેના ઉપર મોહનું ચલણ નથી. તે નિરંતર આનંદ પામે છે અને અલ્પ સમયમાં મોક્ષને પામે છે. જે અરિહંતોને કેવળીઓ પ્રદક્ષિણા આપી આપીને પૂજે છે તેમનું માહાભ્ય કોણ જાણી શકે? રાગદ્વેષાદિ શત્રુઓ કે જેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશાદિ દેવોની પણ ખૂબ વિડંબના કરી છે તે શત્રુઓને એક જિનેશ્વરે જ હણ્યા છે. જીવ અને કર્મ, ક્ષીર અને નીરની માફક મળેલાં છે તેમનું હંસની માફક વિવેચન (જુદાપણું) કરનાર ભગવાન જિનેશ્વર જ છે. જીવ તથા કર્મનો સંયોગ મહાત્મા પુરુષોને પણ મુશ્કેલીથી દેખાય છે, તે કર્મપાશથી બચાવનારા શ્રી જિનેશ્વરનું અમે પ્રણિધાન કરીએ છીએ. પ્રથમપદના “નમોહિંતા ' એવા જે સાત અક્ષરો, જિનમૂર્તિ જિનાગમાદિ સાત ક્ષેત્રની માફક સફળ છે અને ભરતઐરવતાદિ સાત ક્ષેત્રની માફક શાશ્વત છે તે સાત અક્ષરો મારા સાત ભયને દૂર કરો. પ્રકાશ બી. જ્યાં સિદ્ધભગવંતો પ્રતિષ્ઠા પામ્યા છે ત્યાં જન્મ નથી, મરણ નથી, ભય નથી, પરાભવ નથી અને શ્રી નમસ્કાર મહાભ્ય-પ્રકાશ ૧-૨ ૪૫૭ Page #500 -------------------------------------------------------------------------- ________________ લેશમાત્ર પણ ક્લેશ નથી. કેળના સ્તંભ જેવો આ અસાર સંસાર ક્યાં અને આગમ તથા યુક્તિદ્વારા નિશ્ચિત થયો છે વૈભવ જેમાં એવી સિદ્ધશિલા ક્યાં! ઉજ્જવળધર્મવાળા, શુક્લધ્યાનવાળા, શુક્લલેશ્યાવાળા અને નિર્મળકીર્તિવાળા શ્રી સિદ્ધિભગવંતો અમને સિદ્ધિ આપો. જ્ઞાન અને ક્રિયાનો યોગ થવાથી સિદ્ધપદની પ્રાપ્તિ થાય છે. પક્ષીને બે પાંખો જેમ ઈષ્ટસ્થાને પહોંચાડે છે તેમ તપ અને શિમરૂપી બે પાંખો પ્રાણીને પણ ઈચ્છિતસ્થાને પહોંચાડે છે. નિશ્ચય અને વ્યવહાર અને સૂર્ય અને ચંદ્રની જેમ નિરંતર પ્રકાશ આપે છે. મનશુદ્ધિ એ આત્યંતરતત્ત્વ છે અને સંયમ એ બાહ્યતત્ત્વ છે, તે બન્નેના સંયોગથી મોક્ષની પ્રાપ્તિ છે. એક પાંખથી પંખી ઊડે નહિ, એક ચક્રથી રથ ચાલે નહિ, તેમ એકાંતમાર્ગથી નિર્વાણ પમાય નહિ. જેમ દશની અંદર નવ સુધીની સંખ્યાઓ સમાઈ જાય છે તેમ અનેકાંતસમુદ્રમાં એકાંતરૂપી સઘળી નદીઓ સમાઈ જાય છે. જેમ દરિદ્રના ઘરમાં ચક્રવર્તીની સમૃદ્ધિ સમાય નહીં તેમ તુચ્છ એકાંતમાં અનેકાંતની સંપદાઓ સમાય નહી. સત્તાસત્ત્વ, નિત્યાનિત્ય, ધર્માધર્મ વગેરે બળે ગુણો વસ્તુની સિદ્ધિ દર્શાવનારા છે માટે બુદ્ધિના આઠ ગુણોનું અવલંબન લઈ, એકાંતનો આગ્રહ મૂકી દઈ વસ્તુતત્ત્વને માટે પ્રયત્ન કરો. ત્રણ રેખાવાળો અને માથે અનુસ્વારવાળો / કાર એવું દેખાડે છે કે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નવાળો આત્મા મોક્ષને પામે છે. ઔદારિકાદિ પાંચ શરીરનો નાશ કરનાર અને પંચમી સિદ્ધિ ગતિને આપનાર ‘નમો સિદ્ધાણં' એવા પાંચ અક્ષરો જન્મ, જરા, મરણાદિક સ્વભાવવાળા સંસારથી તમારું રક્ષણ કરો. પ્રકાશ ત્રીજો જેમણે આચાર્યોના ચરણોનું શરણું સ્વીકાર્યું છે તેઓને અજ્ઞાનરૂપી અંધકાર નડતો નથી, કર્મળનો લેપ તથા મન, વચન અને કાયાનાં કષ્ટો પણ હોતાં નથી. મોહના ત્રાસથી જકડાયેલા પ્રાણીઓને પણ આચાર્યો, કેશીગણધરની માફક દુઃખથી મુકાવે છે તે ઘણું જ આશ્ચર્ય છે. આચાર્ય તેમને કહેવાય છે કે જેમના આચારો મનોહર હોય તથા જેમનું જ્ઞાન શિવસંગમ કરાવનારું હોય. તે યતીન્દ્રો મારે શરણ હો કે જેઓ યથાસ્થિતપદાર્થના ઉપદેશક છે, અહિંસાદિ યમોનું પાલન કરે છે તથા પોતાના આત્માનું પૂજન કરે છે. સંયમી મુનિઓના સ્વામી એવા તે આચાર્યો શત્રુ, મિત્ર, સુખ, દુઃખ, ઈષ્ટ, અનિષ્ટ મોક્ષ, ભવ આદિ તમામ પદાર્થો પર સમાનવૃત્તિવાળા હોય છે. ભ્રમર જેમ કમળ પર જઈ પહોંચે છે તેમ અમૂલ્યસિદ્ધિઓ તથા ઉજ્જવલલબ્ધિઓ સ્વયમેવ આચાર્યો પાસે જઈ પહોંચે છે. એવા આ “નમો કાયા ' ત્રીજા પદના સાત અક્ષરો સાત નરકપૃથ્વીરૂપ દુર્ગતિનો નાશ કરો. IN ૪૫૮ ૪૫૮ આ ગૈલોક્યદીપક મહામંત્રાધિરાજ MS Page #501 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ ચોથો ઉપાધ્યાયનો આશ્રય કરનાર સુજ્ઞમનુષ્ય તત્ત્વથી ચલિત થતો નથી. વાદમાં કોઈ તેને જીતી શકતું નથી. ઉપાધ્યાય મૂર્તિમાન ઉદય છે, સમ્યગ્દષ્ટિ જીવોને માટે ઉત્સવસમાન છે, તથા ઉત્તમપુરુષોને ઉત્સાહરૂપ છે. વચનથી અને વયથી વૃદ્ધ, હિંસાદિ પાપથી રહિત તથા આગમશાસ્ત્રના પારગામી શ્રી ઉપાધ્યાયને તમે પૂજે. ખરેખર ઉપાધ્યાય વિના સપ્તનમાં ચતુરાઈ, પરશાસ્ત્રોમાં કુશલપણું તથા દ્વાદશાંગી સૂત્રની પ્રાપ્તિ ક્યાંથી હોય? સાતરજ્જુ પ્રમાણ ઊર્ધ્વલોકનો માર્ગ પ્રકાશ કરવામાં દીપક સમાન “નનો ૩વર્જયાનું !' એવા ચોથા પદના સાત અક્ષરો મારા સાત વ્યસનનો નાશ કરો. પ્રકાશ પાંચમો - સાધુની સેવા કરનારા મનુષ્યોને વ્યાધિ પીડા કરતો નથી, દરિદ્રતા સતાવતી નથી, સ્નેહીજનોનો વિયોગ તથા ઉદ્વેગ થતો નથી. સર્વસંગના ત્યાગી અને રાગાદિ આંતરિકશત્રુના વિજેતા મુનિઓ ખૂબ આનંદ પામે છે, તથા મોક્ષલક્ષ્મી તેમના પર કટાક્ષ ફેકે છે. અર્થાત્ તેમને વરવા ઇચ્છે છે. લોભનો નાશ કરનારા, લોકોત્તરચારિત્રવાળા તથા ત્રીજા લોકોત્તમપદને ધારણ કરનારા મુનિઓ અમારા પાપનો નાશ કરો. સાધુભગવંતો મૂલોત્તરગુણના સમૂહોમાં પોતાની ઈચ્છાનુસાર રમી રહ્યા છે. શ્રુતના પારગામી સંવિગ્નસાધુઓને વિષે એકાકીપણું એ દક્ષિણાવર્તશંખમાં સિદ્ધનદીના જલસમાન છે. સાધુ એકાકી હોવાથી (ગચ્છમાં રહેવા છતાં કેવળ અંતરાત્મામાં જ રમતા હોવાથી સાધુને અહીં એકાકી કહ્યા છે. અથવા તો જિનકલ્પી મુનિઓની અપેક્ષાએ સાધુઓનું એકાકીપણું અહીં વર્ણવ્યું છે) ક્રોધથી વિહ્વળ થતા નથી, માન પણ કરતા નથી, દંભ પણ કરે નહીં તથા એકાંકી રહેનારને લોભ પણ લૂંટી શકે નહીં. એકત્વને પામેલા શ્રી નમિરાજર્ષિ વગેરે પ્રત્યેકબુદ્ધ થઈને શિવસંપદાને પામ્યા. તત્ત્વના જ્ઞાતા અને સંવિગ્ન ચિત્તવાળા સપુરુષોનું એકાકીપણું એ જ સમતાની નીક છે. ઇન્દ્રિયોને વશ રાખનાર બે માણસોમાં પણ એકાકીપણું જ છે, જ્યારે ઇન્દ્રિયોને વશ થયેલો એક હોય તોપણ હજાર જેવો જ છે. બે નેત્રોની જેમ બે મનુષ્યો સાથે હોય તો જ તેઓ દર્શન માટે સમર્થ થાય છે, જ્યારે એકલો તો વિડમ્બનાનું સ્થાન થાય છે. એકલો સ્વાર્થ પણ સાધી શકતો નથી તથા લોક કે લોકોત્તરમાં કોઈ તેનો વિશ્વાસ કરતું નથી. ભાવના અને ધ્યાનમાં જેનો અંતરાત્મા લયલીન છે, તે લાખોની મધ્યમાં વસતો હોય તો પણ તેનું એકાકીપણું નાશ પામતું નથી. નિર્જીવમાં જેમ ચૈતન્ય ન હોય, કાયરોમાં જેમ સાહસ ન હોય, તેમ મુનિઓ ઘણા હોય તો પણ તેમનામાં જરાય કલહ હોતો નથી. ON શ્રી નમસ્કાર માહાભ્ય-પ્રકાશ ૪-૫ થી ૪૫૯ Page #502 -------------------------------------------------------------------------- ________________ જે મુગ્ધબુદ્ધિવાળાને પાંચ છ સાધુઓની સાથે વસવામાં પણ ગ્લાનિ થાય છે, તેને અનંતસિદ્ધોની સાથે રહેવાની અભિલાષા શી રીતે થાય ? રત્નત્રયીની સાધનામાં રાગાદિ દોષોનો એટલો બધો ઉપદ્રવ છે કે એકાકીપણે ક્ષેમકુશળતા રહેતી નથી. એકાકીને સુકૃતનો ઉલ્લાસ રહેતો નથી, તેના કોઈ પ્રયોજનની સિદ્ધિ થતી નથી, તો પછી મોક્ષની પ્રાપ્તિ તો હોય જ ક્યાંથી ? શ્લેષ્મવાળાને સાકર તથા જ્વરવાળાને સ્નિગ્ધભોજન જેમ ઉચિત ગણાતું નથી, તેમ યતિમાં એકાકીપણું ઉચિત ગણાતું નથી. એકલો માણસ ચોર જેવો લાગે છે, બે માણસો ધૂર્ત જેવા લાગે છે, ત્રણ માણસો વિશ્વાસનું સ્થાન બને છે અને અનેક માણસોનો સમૂહ રાજાની જેમ શોભે છે. જિન પ્રત્યેકબુદ્ધ આદિના દૃષ્ટાંતથી એકાકી થવું નહિ, કેમ કે ચર્મચક્ષુવાળાઓએ જ્ઞાનચક્ષુવાળાઓની સાથે સ્પર્ધા કરવી યોગ્ય નથી. અથવા તો ચાતુર્ગતિકસંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણીઓને પુણ્યપાપનો સાથ હોવાથી તેમનામાં એકાકીપણું ઘટતું જ નથી. આહારાદિ સંજ્ઞાઓ, દુષ્ટલેશ્યાઓ અને વિકથાઓ જેમના અંતઃકરણને નિરંતર ચપળ બનાવે છે, તેમને એકાકીપણું કઈ રીતિએ ઘટી શકે ? ડાકણ જેવી અવિરતિનો જેને સદાનો પ્રેમ છે, તેને એકાકીપણું કેમ હોય ? જેની પાંચે ઇન્દ્રિયો અગ્નિની માફક દેહને નિરંતર બાળે છે, તે એકાકી કેમ હોય ? દૂધ દૂધની સાથે, પાણી પાણીની સાથે, દીવો દીવાની સાથે અને અમૃત અમૃતની સાથે જેમ મળી જાય છે, તેમ મુનિ મુનિની સાથે ભળી જઈ એકપણાને પામે છે. કષાયો જેને ક્ષણવાર મૂકતા નથી, મન, વચન, કાયાના દુષ્ટ વ્યાપારો જ્યાં ભ્રષ્ટ ક૨વાને તૈયાર રહે છે, ત્યાં એકાકીપણું સુખ શી રીતિએ આપે ? જેના પ્રમાદ, મિથ્યાત્વ તથા રાગાદિ દોષો, ખરાબ પાડોશીની માફક છલને જ જોયા કરે છે, તેને એકાકીપણામાં સુખ ક્યાંથી હોય? આ દોષોથી મુક્ત પુરુષ, સમૂહમાં વસે તોપણ નગ૨માં વસનારા પરદેશીની માફક એકાકી જ છે. આ દોષોથી સહિત યોગી ફોગટ એકાકીપણું અંગીકાર કરે છે, કારણ કે એવી રીતે તો વંઠ, શઠ, ચોર, જાર વગેરે પુરુષો પણ એકલા જ ભમતા હોય છે. પુણ્યપાપના ક્ષયથી પરમાત્માપણાને પામેલા આત્માઓમાં જ કેવળ એકાકીપણું છે. અથવા તો જિનવચનમાં સર્વથા વિધિ-નિષેધ છે જ નહિ. તેથી મુનિસત્તમો લાભ-હાનિનો વિચાર કરીને જ પ્રવર્તે છે. સાધુઓ હોમ ક૨તા નથી, દાન દેતા નથી, તપ તપતા નથી, જય જપતા નથી, ક્રિયા કરતા નથી, છતાં આશ્ચર્યની વાત છે કે તેઓ પરમપદની સાધના કરે છે. મનોહ૨ગીત, મનોહ૨૨સ, મનોહરગંધ, દિવ્યતળાઈઓનો સ્પર્શ તથા દેવાંગનાઓનાં રૂપ આ પાંચેય ઇન્દ્રિયોના વિષયોથી પણ જે મુનિઓ આકર્ષાતા નથી તે મુનિઓ નિરંજન છે. “નમો છોડ્ સવ્વસાહૂણં ।' પંચમપદના નવ અક્ષરો એવા મને ધર્મને વિષે નવો નવો ભાવ આપો. ૪૦ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #503 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશ છટ્ટો આ પંચ પરમેષ્ઠિને કરાયેલો નમસ્કાર સર્વપાપનો નાશ કરનાર છે તથા સર્વમંગળોમાં પ્રથમ મંગળ છે. જે કોઈ પાંચ સમિતિમાં પ્રયત્નશીલ બની, ત્રણ ગુપ્તિથી પવિત્ર થઈ, આ પંચ નમસ્કારનું ત્રિકાળસ્મરણ કરે છે, તેને શત્રુ મિત્રરૂપ બને છે અને વિષ અમૃતરૂપ થાય છે, શરણરહિત એવું અરણ્ય પણ જાણે વસવા લાયક સુંદર મહેલ હોય તેવું બની જાય છે, દુષ્ટગ્રહો અનુકૂળ થઈ જાય છે, ચોર લોકો યશ ફેલાવનારા બને છે, ખરાબ નિમિત્તો અને અપશુકનાદિ પણ શુભફળને આપનારાં બને છે, મંત્ર, તંત્ર વગેરે તેનો પરાભવ કરી શકતા નથી, ડાકણો પણ એનો દ્રોહ કરી શકતી નથી, સર્પો કમળની નાળ જેવા બની જાય છે, અગ્નિ ચણોઠીના ઢગલા જેવો થઈ જાય છે, સિંહો શિયાળ જેવા બની જાય છે, હાથીઓ મૃગલા જેવા થઈ જાય છે, રાક્ષસો રક્ષા કરતા થઈ જાય છે, ભૂતો વિભૂતિ કરનારા બને છે, પ્રેત પ્રીતિ કરવા લાગે છે, ચેટકમલિનવ્યન્તરદેવતા તેના દાસ બને છે, યુદ્ધ તેને ધન આપનારું થાય છે, રોગો તેને ભોગ આપનારા થાય છે, વિપત્તિ તેની સંપત્તિને માટે થાય છે તથા સર્વ પ્રકારનું દુઃખ તેને સુખ આપનારું થાય છે. જેમ ગરુડનો સ્વર સાંભળવાથી ચંદનનું વૃક્ષ સર્પોનાં બંધનોથી મુક્ત થાય છે, તેમ પંચનમસ્કારનો ગંભીરધ્વનિ સાંભળવાથી મનુષ્યો પણ તમામબંધનોથી મુક્ત થાય છે. નમસ્કારમાં એક ચિત્તવાળાઓ માટે જલ, સ્થલ, સ્મશાન, પર્વત, દુર્ગ વગેરે ઉપદ્રવનાં સ્થાનો પણ ઉત્સવરૂપ બની જાય છે. પુણ્યાનુબંધી પુણ્યને ધારણ કરનારો જે કોઈ જીવ વિધિપૂર્વક પંચપરમેષ્ઠિનમસ્કારનું ધ્યાન કરે છે, તે તિર્યંચ કે નરકગતિમાં જતો જ નથી. નમસ્કારના પ્રભાવથી ચક્રવર્તી આદિની સંપત્તિઓ સમુદ્રકિનારે રહેલા મુક્તાફળ જેવી સુલભ થઈ જાય છે. વિધિપૂર્વક ભણેલો આ મંત્ર વશીકરણ, ક્ષોભ, ખંભાદિમાં પણ સિદ્ધિ આપનારો થાય છે. વિધિપૂર્વક સ્મરણ કરવામાં આવતો આ નમસ્કારમંત્ર પરવિદ્યાનો ઉચ્છેદ કરે છે, તથા સુદ્રદેવતાઓના ઉપદ્રવનો ધ્વંસ કરે છે. સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ એમ ત્રણે લોકમાં દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની અપેક્ષાએ જે કાંઈ આશ્ચર્યકારી અતિશય કોઈને દેખાય તો તે નમસ્કારની આરાધનાનો જ પ્રભાવ છે એમ જાણવું. તિષ્ણુલોકમાં ચંદ્ર વગેરે, અધોલોકમાં ચમરેન્દ્ર વગેરે, સૌધર્માદિ દેવલોકમાં શક્રેન્દ્ર વગેરે તથા આગળના અહમિન્દ્ર વગેરેની જે કાંઈ સંપત્તિઓ દેખાય છે, તે નમસ્કારરૂપી વૃક્ષના અંકુરા, પલ્લવો, કળીઓ અગર તો પુષ્પો છે એમ સમજવું. નમસ્કારરૂપી મહારથ ઉપર ચડીને જ અત્યાર સુધીમાં તમામ આત્માઓ પરમપદને પામ્યા છે અને પામશે. જે આ મંત્ર દુર્લભ એવું શિવપદ પણ આપે છે, તો આનુષગિક જે બીજાં ફળો આપે તેની તો ગણત્રી પણ કેમ થાય? જેઓ મન, વચન અને કાયાની શુદ્ધિથી એક લાખ નવકારનો જાપ કરે છે, તેઓ જૈનસંઘના પૂજ્ય બની તીર્થંકર નામકર્મ બાંધે છે. હે મિત્ર! જે તારું મન નમસ્કારમાં લીન થતું નથી, તો ચિરકાળના આચરેલાં એવાં પણ તપ, શ્રુત અને ચારિત્રનું શું કામ છે? શ્રી નમસ્કાર માહાભ્ય-પ્રકાશ ૬ છે. ૪૧ વર્ષ ૪૬૧ Page #504 -------------------------------------------------------------------------- ________________ જે અસંખ્યદુઃખોનો ક્ષય કરે છે, જે આ લોક અને પરલોકમાં સુખ આપવામાં કામધેનુ સમાન છે, દુષમકાળમાં જે કલ્પવૃક્ષસમાન છે, તે મંત્રાધિરાજનો જાપ શા માટે ન ક૨વો ? દીવાના કે સૂર્યના તેજથી પણ જે અંધકારનો નાશ થતો નથી, તે અંધકારનો નાશ નમસ્કારથી થાય છે. કૃષ્ણ અને શામ્બની માફક ભાવનમસ્કારમાં તત્પર થા અને વીરાસાળવી તથા પાલકની માફક દ્રવ્યનમસ્કારમાત્રથી આત્માની ફોગટ વિડંબના મા કર. જેમ નક્ષત્રોમાં ચંદ્રમા શોભાયમાન છે, તેમ તમામ પુણ્યરાશિમાં ભાવનમસ્કાર શોભે છે. અર્થાત્ તે સર્વશ્રેષ્ઠ છે. જીવે અનંતીવાર દ્રવ્યલિંગો ગ્રહણ કર્યાં અને મૂક્યાં પણ તે ભાવનમસ્કાર વિના ફળ્યાં નહિ. આઠવાર, આઠસોવાર, આઠહજારવાર કે આઠકરોડવાર આ નમસ્કાર વિધિપૂર્વક જપવામાં આવે તો તે ત્રણ ભવમાં મુક્તિ આપે છે. હે ધર્મબન્ધુ ! સરળભાવે ફરીથી તને પ્રાર્થના કરું છું કે સંસારસમુદ્રમાં જહાજસમાન આ મંત્રને વિષે શિથિલ થઈશ નહીં. આ ભાવનમસ્કાર અવશ્યમેવ ઉત્કૃષ્ટ તેજ છે, સ્વર્ગાપવર્ગનો માર્ગ છે, દુર્ગતિનો નાશ કરવામાં અગ્નિના કણ સમાન છે. ભવ્યપ્રાણીઓ અંતસમયની આરાધના વખતે આને ભણે, ગણે, સાંભળે અને એનું ધ્યાન ધરે તો તે કલ્યાણની પરંપરાને પામે છે. જેમ ઘ૨માં આગ લાગે ત્યારે ગૃહસ્થ બધું જ મૂકીને સારભૂત એવા એક મહારત્નને જ ગ્રહણ કરે છે, તથા યુદ્ધમાં કટોકટીના સમયે મહાસુભટ પોતાના અમોધશસ્ત્રને જ ગ્રહણ કરે છે. તેમ અંત સમયે સર્વશ્રુતસ્કંધનું ચિન્તવન કરવાનું સામર્થ્ય રહેતું નહીં હોવાથી ધીરબુદ્ધિવાળા સાત્વિકપુરુષો દ્વાદશાંગીના સારભૂત પંચપરમેષ્ઠિને જ યાદ કરે છે. સમુદ્રમાંથી અમૃતની જેમ, મલયાચલમાંથી ચંદનની જેમ, દહીંમાંથી માખણની જેમ, આગમમાંથી ઉદ્ભરેલા સર્વશ્રુતના સારભૂત અને કલ્યાણના નિધિસમાન આ નવકારને કોઈક ધન્યપુરુષ જ સેવે છે. પવિત્રશરીરે, કમલાસને બેસી, હાથને યોગમુદ્રાએ રાખી, સંવિગ્નમનવાળા બની, સ્પષ્ટ, ગંભીર અને મધુર સ્વરે પૂર્ણ પંચનમસ્કારનો સમ્યક્ પ્રકારે ઉચ્ચાર કરવો એ ઉત્સર્ગ વિધિ છે. ગ્લાનિ આદિના કારણે આ વિધિ પાળવી ન બને તો ૫૨મેષ્ઠિઓના નામના આદિ અક્ષરોથી બનતા ‘સિઝાડતા ।' મંત્રને યાદ કરીને પણ અનંતા જીવો યમના બંધનથી મુક્ત થયા છે. અથવા તો એ આઘ અક્ષરોની સંધિ કરવાથી ગ+++3+મ્=M (ૐ)બને છે કે જે ૐકાર મોહહસ્તીને વશ કરવા માટે અંકુશસમાન છે. દૈવવશાત્ અંતસમયે ૐકારને પણ યાદ ન કરી શકાય તો ધર્મબન્ધની પાસેથી તેનું શ્રવણ ક૨વું અને વિચારવું કે અહો ! હું સર્વાંગે અમૃતથી સીંચાયો છું અને આનંદમય થયો છું કે જેથી કોઈ પુણ્યશાળી બંધુએ પરમપુણ્યના કારણભૂત, પરમકલ્યાણને કરનાર, પરમમંગલમય એવો આ પંચનમસ્કાર મને સંભળાવ્યો. આ પંચનમસ્કારનું મને શ્રવણ થયું તેથી અહો ! મને દુર્લભવસ્તુનો લાભ થયો, પ્રિયનો સંગમ થયો, તત્ત્વનો પ્રકાશ થયો, હાથમાં સારભૂત વસ્તુ આવી, આજે મારાં કષ્ટો નષ્ટ થયાં, પાપ પલાયન કરી ગયાં અને હું ભવસમુદ્રનો પાર પામ્યો. ૪૬૨ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #505 -------------------------------------------------------------------------- ________________ પંચનમસ્કારના શ્રવણથી અહો ! આજ મારો પ્રશમ, દેવગુરુની આજ્ઞાનું પાલન, નિયમ, તપ અને જન્મ એ સઘળું ય સફળ થયું. અગ્નિનો તાપ જેમ સુવર્ણની શુદ્ધિને માટે થાય છે, તેમ મારી વિપત્તિ પણ મને સંપત્તિ માટે થઈ કારણ કે મહામૂલ્યવાન એવા આ નમસ્કારનું તેજ આજે મને મળ્યું ! આ રીતિએ શમરસના ઉલ્લાસપૂર્વક નમસ્કારનું શ્રમણ અને તેની ભક્તિ કરનારો જીવ ક્લિષ્ટકર્મોને હણી સદ્ગતિનું ભાજન થાય છે. ઉત્તમદેવોને વિષે ઉત્પન્ન થઈ, ત્યાંથી વી વિપુલ કુળોમાં ઉત્પન્ન થઈ, પરંપરાએ આઠ ભવમાં સિદ્ધિને પામે છે. પ્રકાશ સાતમો સર્વકાળ તથા સર્વક્ષેત્રોને વિષે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવથી ત્રણ લોકને પાવન કરનારા શ્રી જિનેશ્વરી મને શરણભૂત હો. તે જિનેશ્વરો અતીતકાળમાં શ્રી કેવળજ્ઞાની વગેરે થઈ ગયા. વર્તમાનકાળમાં શ્રી28ષભદેવાદિ થયા અને ભવિષ્યકાળમાં શ્રી પડાનાભાદિ થશે. શ્રી સીમંધરાદિ વિહરમાનઅરિહંતો છે. શ્રી ચંદ્રાનન, શ્રી વારિષેણ, શ્રી વર્ધમાન અને શ્રી ઋષભ એ ચાર શાશ્વતાતીર્થંકરો છે. વર્તમાનકાળમાં તેઓ સંખ્યાતા છે અને સઘળાય વિદેહો, ભરત અને ઐરાવતના ભૂતકાળમાં અનંતા થયા અને ભવિષ્ય કાળમાં અનંતા થશે. તેઓ કેવળજ્ઞાનના પ્રકાશથી દેદીપ્યમાન છે. અઢાર દોષોથી રહિત છે. અસંખ્યાતા ઇન્દ્રો તેમનાં ચરણોની સેવા કરે છે. સુંદરપ્રાતિહાર્ય અને અતિશયોથી તેઓ યુક્ત છે. પાંત્રીશ ગુણના શણગારવાળી દેશનાથી ત્રણ જગતના જીવોને તેઓ બોધિનું દાન આપે છે. અનુત્તરવિમાનવાસી દેવો નિરંતર તેમનું સ્મરણ કરે છે. બીજી કોઈ ન આપી શકે તેવા મોક્ષમાર્ગનું તેઓ દાન આપે છે. આવા જિનેશ્વરોનું સમ્યગુ રીતિએ દર્શન કરવાથી જ પાપ પલાયન કરી જાય છે, આધિ-વ્યાધિ નાશ પામી જાય છે અને દરિદ્રતા દૂર ભાગી જાય છે. જે જિહુવા ક્ષણેક્ષણે જિનેન્દ્રોના માહાભ્યનું સ્તવન કરતી નથી, તે માંસના ખંડરૂપ જિતા નિંદ્ય છે, તે વડે સર્યું. અરિહંતોના ચરિત્રના મધુર શ્રવણથી જે કર્ણ અજાણ છે, તે કર્ણ અને છિદ્રમાં કાંઈ જ અંતર નથી. જે નેત્રો સર્વ અતિશયસંપન્ન શ્રી જિનબિમ્બમાં દર્શન કરતાં નથી, તે નેત્રો નથી પણ મુખરૂપી ઘરનાં જાળિયાં છે. અનાર્યદેશમાં વસતા શ્રી આદ્રકુમાર અતિપ્રતિમાના દર્શનથી સંસારના પારને પામ્યા. શયંભવ ભટ્ટ જિનબિમ્બના દર્શનથી ક્ષણમાં તત્ત્વને જાણનારા થયા અને સુગુરુનાં ચરણોને સેવીને ઉત્તમાર્થ સાધી ગયા. અહો ! સાત્ત્વિકશિરોમણિ શ્રી વજકર્ણરાજા સર્વનાશના પ્રસંગમાં પણ જિન વિના અન્યને ન નમ્યા. દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ધર્મતત્વમાં સ્થિરચિત્તવાળા વાનરેન્દ્ર શ્રી વાલી રાજાનું તેજ પૂજનિક છે. મહાસતી સુલસાની દઢતાથી જગદ્ગુરુ શ્રી વીરપરમાત્મા પણ કલ્યાણવાર્તામાં તેણી ને યાદ કરે છે. શ્રી વીરને ભાવથી વંદન કરવા જનારો દદૂર દેડકો રસ્તામાં જ મરીને સૌધર્મકલ્પમાં મહર્તિકદેવ થયો. હાસા-માસાનો પતિ કે જે દેવલોકમાં આભિયોગ્યના નીચકર્મથી ખેદ પામ્યો હતો, તેણે પોતાના આત્માની મુક્તિને માટે દેવાધિદેવની પ્રતિમા પૃથ્વીતલ પર પ્રગટ કરી. શ્રી નમસ્કાર માહાભ્ય-પ્રકાશ-૭ ૪૩ Page #506 -------------------------------------------------------------------------- ________________ ત્રણ લોકમાં પ્રતાપશાળી શ્રી ચેટકરાજા જિનચરણોની સેવાથી પાપનો તાપ શમાવી સુરેન્દ્રોના ચિત્તમાં પણ વાસ પામ્યા. દેવેન્દ્રો પણ સંસારનો પરાભવ કરવા માટે નંદીશ્વરતીર્થના અલંકારસમાન શાશ્વતાજિનમંદિરોમાં અષ્ટાહ્નિકમહોત્સવ ઊજવે છે. શાસ્ત્રોમાં કહ્યું છે કે સ્વયંભૂરમણમાં જિનબિમ્બોની આકૃતિ જેવા મસ્ત્યોના દર્શનથી અન્યમત્સ્યોને જાતિસ્મરણ જ્ઞાન થાય છે અને તે મત્સ્યો નમસ્કારમાં તત્પર બની દેવગતિમાં જાય છે. મનુષ્ય, સુર અને અસુરોનું સામ્રાજ્ય જે નિઃશંકપણે ભોગવાય છે તે શ્રી જિનચરણોની કૃપાની લીલાનો જ લેશ છે. મનુષ્યલોકમાં ચક્રવર્તીઓ, દેવલોકમાં શક્રેન્દ્રો વગેરે અને પાતાલલોકમાં ધ૨ણેન્દ્ર વગેરે વિજયવંત વર્તે છે તે જિનભક્તિનો પ્રતાપ છે. શ્રી જિનાજ્ઞાને મુકુટની માફક મસ્તકે ચડાવીને અગ્યાર રુદ્રોમાંથી કેટલાક સંસારસાગર તરી ગયા અને બાકીના તરી જશે. પાણીમાં જેમ અગ્નિની જ્વાળા શમી જાય, અમૃતમાં જેમ વિષની ઊર્મિઓ શમી જાય, તેમ શંકરાદિ દેવોની કથાઓનો વિસ્તાર શ્રી જિનેશ્વરોની સમતામાં વિલીન થઈ જાય છે. શ્રી જિનેન્દ્રનાં ચરિત્રોને સમ્યગ્ સંભારતા સત્પુરુષોને અહીં જ આનંદમાં એટલી મગ્નતા રહે છે કે તેમને મોક્ષની સ્પૃહા પણ રહેતી નથી તે યુક્ત જ છે. જેમ પાણીથી તૃષા શમે છે, અન્નથી ક્ષુધા શમે છે, તેમ એક જિનદર્શનમાત્રથી ભવની પીડા શમે છે. સમતાને ધારણ કરનારા પુરુષો કરોડો વર્ષો સુધી ભલે સમાધિ પાળે, તોપણ અરિહંતની આજ્ઞા વિના તેઓ શિવપદને પામશે જ નહિ. જિનધર્મના સ્વીકાર વિના કોઈ નિયાણા વિનાનું દાન આપે, સુંદર રીતે શિયળનું પાલન કરે અને પ્રશંસા પામી શકાય તેવી તપશ્ચર્યાઓ કરે, તોપણ તેઓને પરમપદની પ્રાપ્તિ થતી નથી. સૂર્યથી જેમ દિવસ છે, ચંદ્રથી જેમ પૂર્ણિમાની રાત્રિ છે, મેઘથી જેમ સુકાળ છે, તેમ જિનેશ્વરોથી અવ્યયપદ છે. જેમ દ્યૂત પાસાને આધીન છે, ખેતી વૃષ્ટિને આધીન છે, તેમ શિવપુરનો વાસ જિનધ્યાનને આધીન છે. ત્રણ જગતની લક્ષ્મીઓ સુલભ છે, અષ્ટ સિદ્ધિઓ સુલભ છે, પરંતુ જિનેશ્વરોનાં ચરણોનાં રજની કણિકાઓ અતિદુર્લભ છે. અહો ! ખેદની વાત છે કે સૂર્યને પામીને પણ ઘુવડ તો અંધ જ રહે છે, તેમ જિનને પામીને પણ કેટલાક મનુષ્યો ગાઢ મિથ્યાત્વથી અંધ જ રહે છે. જિન જ મહાદેવ છે, સ્વયંભૂ છે, પુરુષોત્તમ છે, પરમાત્મા છે, સુગત છે, અલક્ષ્ય છે, સ્વર્ગ, મૃત્યુ અને પાતાલના સ્વામી છે. બુદ્ધ, મહાદેવ વગેરેને સત્ત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણના વિષયવાળું જ જ્ઞાન છે, પરંતુ લોકોત્તરસત્ત્વથી ઉત્પન્ન થનારું જ્ઞાન શ્રી જિનેશ્વરોને જ હોય છે. મેઘનું પાણી તળાવમાં પડ્યા પછી લોકો એમ બોલે છે કે ‘આ પાણી તળાવનું છે.' તેમ અરિહંતનાં વચનો હરિહરાદિને વિષે પડે છે, તેને અજ્ઞાની લોકો પોતપોતાના દેવનાં વચનો માને છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૪૬૪ Page #507 -------------------------------------------------------------------------- ________________ લોકોત્તરસત્ત્વને કહેનારાં જેટલાં નામો છે તે ખરી રીતે અરિહંતનાં જ નામ છે. તે સિવાય સત્ત્વ, રજ અને તમોગુણના આભાસથી ઉત્પન્ન થયેલાં નામો તો મારા જેવાને પણ આ સંસારમાં કરોડો વાર પ્રાપ્ત થાય છે. મૂઢમાણસ પોતાના દેવનાં હજાર નામ સાંભળી હર્ષિત થાય છે, કારણ કે શિયાળને બોર મળવાથી પણ મોટો મહોત્સવ થાય છે. અનંતગુણો સિદ્ધ થયેલા હોવાથી જિનનાં નામ અનંત છે. અથવા તો નિર્ગુણ (સત્ત્વાદિ ગુણથી રહિત) હોવાથી તેમને નામ જ નથી, તો નામની સંખ્યા કોણ કરે? સત્ત્વ, રજ અને તમોગુણથી રહિત પરમેષ્ઠિના પ્રભાવથી જ આ વિશ્વ અજ્ઞાનના કાદવમાં ખેંચી જતું નથી. હું એમ માનું છું કે લોકના અગ્રભાગે જતા લોકનાથ શ્રી અરિહંતદેવ જગતના જીવોને પાપથી બચાવવા માટે પુણ્યને અહીં જ મૂકતા ગયા. સમિતિમાં અપ્રમત્ત એવા પ્રભુ પાસેથી પાપ ભવારણ્યમાં નાસી ગયું, તેના ધ્વસ માટે પુણ્ય પણ પૂંઠે ગયું. એ રીતે પુણ્યપાપ બંનેથી નિર્નિમુક્ત ભગવાન જિન, લોકાગ્ર પર આરૂઢ થઈ મુક્તિકાંતાની સાથે વિલાસ કરે છે. જિન દાતા છે, જિન ભોક્તા છે, સર્વજગત જિન છે, જિન સર્વત્ર જયવંતા છે. જિન છે, તે આ (આત્મા) જ છે. આમ ધ્યાનરસના આવેશથી તન્મયપણાને પામેલા જીવો, આ લોક અને પરલોકમાં, નિર્વિને સકલ લક્ષ્મીને વરે છે. પ્રકાશ આઠમો આઠ કર્મથી મુક્ત અને પંદર ભેદથી પ્રસિદ્ધ શ્રી સિદ્ધભગવંતો જે અરિહંતોને પણ માન્ય છે, તેમનું કયો સત્પરુષ સ્મરણ ન કરે? નિરંજન, ચિદાનંદ, રૂપરહિત, સ્વભાવથી લોકાઝને પામેલા, અનંત ચતુષ્ટયને ધારણ કરનારા સાદિ અનંતસ્થિતિને ભજનારા, એકત્રીશ ગુણોથી યુક્ત, પરમેશ્વર, પરમાત્મા, શ્રી સિદ્ધભગવંતો મને સદાકાળ શરણભૂત હો. છત્રીશ ગુણથી વિભૂષિત શ્રી ગણધરો મને શરણ આપો. સર્વસૂત્રના ઉપદે શ્રી ઉપાધ્યાયો મને શરણ આપો. દશ પ્રકારના ધર્મમાં લીન, સદા સામાયિકમાં સ્થિર, રત્નત્રયને ધરનારા શ્રી સાધુઓનું મને શરણ હો. ચરાચર જગતના આધારભૂત કેવલિ પ્રણીત ધર્મ મારું પરમશરણ હો. ધર્મરૂપી હિમાલય જ્ઞાન, દર્શન, ચરિત્રરૂપી નદીઓથી ત્રણ ભુવનને પવિત્ર કરનાર છે. વિવિધદગંત, હેતુ, યુક્તિ આદિથી મનોહર એવા સ્યાદવાદતત્ત્વમાં હુ લીન થયો છું. નવતત્ત્વરૂપી અમૃતના કુંડથી ભરેલો સર્વશસિદ્ધાંત ગંભીર હોવાથી પાતાલ જેવો લાગે છે. શ્રી જિનાગમ સર્વ જ્યોતિષીઓને માન્ય છે, મધ્યસ્થપણાનો આશ્રય કરનાર છે અને વિચારશીલપુરુષોનું સ્થાન છે. શ્રી જિનેશ્વરની વાણી ધર્મરાજાની રાજધાની છે, દુષ્ટકર્મને બાળી નાખનારી છે, સંદેહને કાપનારી છે, તથા કલ્યાણની વૃદ્ધિ કરનારી છે. આ પ્રમાણે નમસ્કારના ધ્યાનમાં મગ્ન આત્માઓની કર્મપ્રન્યિ વિલય પામે છે. શ્રી, હી, ધૃતિ, કીર્તિ, બુદ્ધિ અને લક્ષ્મીની લીલાને પ્રકાશિત કરનાર તથા દેવોના સામ્રાજ્યને અને . શિવપદને આપનાર આ પાંચ નમસ્કાર જયવંત હો. સરસ્વતી નદીને કિનારે શ્રી સિદ્ધપુરનગરમાં શ્રી સિદ્ધસેનસૂરીશ્વરજીએ આ શ્રી નમસ્કારમાહાત્ય રચ્યું છે. શ્રી નમસ્કાર મહાવ્ય-પ્રકાશ૮ ૪૬૫ Page #508 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારનો બાલાવબોધ [આ બાલાવબોધના કર્તા કોણ છે તે નિર્ણય થઈ શકતો નથી તોપણ એક સમર્થજ્ઞાની અને શ્રદ્ધાળુ આત્માની એ કૃતિ છે એમ તેને વાંચતાં જ સમજાઈ જાય છે. તેમાં વિ.સ. ૧૭૨૮ વર્ષે ચૈત્ર સુદ ૮ ભોમે ગણિ શ્રી તિલકવિજયવાચનાર્થે એમ અંતે લખેલું હોવાથી તેથી પણ પ્રાચીન છે એ નિઃશંક છે. રાધનપુર પાસેના સાંતલપુર ગામમાં પૂ. પં. શ્રી મુક્તિવિજય ગણિવરના ભંડારની હસ્તલિખિતપ્રતનો આ ઉતારો છે. ॥ શ્રી સંઘેશ્વરપાર્શ્વનાથાય નમઃ | નમસ્કારના અર્થની ભાવના યાને નમસ્કારના જપની સાથે તેના અર્થની ભાવના કરવામાં આવે તો તે જપ શીઘ્ર ફળદાયી થાય છે, આરાધકોને પરમેષ્ઠિનમસ્કારના અર્થની શાસ્ત્રોક્તભાવના કરવા માટે આ બાલાવબોધ ઘણો ઉપયોગી નીવડે તેવો છે. તેમાં વર્ણવેલી વસ્તુ વિશુધ્ધિ ગુરુપરંપરાથી પ્રાપ્ત છે અને આજ સુધી અવિચ્છિન્ન પ્રવાહથી ચાલી આવેલી સંઘમાન્ય છે. ભાષા પ્રસાદિક છે, વાંચતાં જ આહ્લાદ ઉત્પન્ન કરે તેવી છે. નવે પદોનો શાસ્ત્રોક્ત અર્થ જાણવાનું પ્રમાણભૂત સાધન હોવાથી અહીં તેને અક્ષરશઃ મૂળભાષામાં જ લીધી છે.] 'નમો અરિહંતા’‘મારો નમસ્કાર શ્રી અરિહંતને હો !' જે શ્રી અરિહંતભગવંતો ૩૪ અતિશયસહિત, ૩૫ વચનાતિશયપરિકલિત, ૧૮ દોષઅદૂષિત-(તે ૧૮ દોષો અનુક્રમે ૫-અંતરાય હાસ્યાદિ ષટ્, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ), અષ્ટમહાપ્રાતિહાર્યસહિત, (તે પ્રાતિહાર્યો-૧. બાર ગુણું ઊંચું અશોક વૃક્ષ. ૨. કુસુમની વૃષ્ટિ, ૩. પરમેશ્વરની વાણી યોજન લગી ગુહરી ગાજે, ૪. ૨૪ જોડા ચામરો ઢળે, ૫. ચાર સુવર્ણમય સિંહાસન. ૬. પૂર્વ વિભાગે ૧૨ આદિત્ય થકી અધિક તેજે કરી ભામંડળ ઝળહળે, ૭. મસ્તક ઉપર (આકાશમાં) દેવદુંદુભિ વાજે અને ૮. ઉપરા ઉપર ત્રણ ત્રણ છત્ર એવંકારે ચાર દિશામાં ૧૨ છત્ર ધરાવે, એ આઠ પ્રાતિહાર્યો યુક્ત) ત્રણ ગઢ, તેમાં પહેલો ગઢ રત્નમય અને મણિમય કોશીસાં, બીજો ગઢ સુવર્ણમય અને રત્નમય કાંગરા, ત્રીજો ગઢ ૨જતમય અને સુવર્ણમય કોશીસાં હોય, સુવર્ણમય ભૂપીઠ બાંધીયું, ઉંધેબીટ પંચવર્ણી ફુલના પગર. બાર પર્ષદા પુરાય તે કેવી ? સાધુ, વૈમાનિકદેવી અને સાધ્વી એ ત્રણ પર્ષદા આગ્નેયખૂણે રહે, જ્યોતિષ, ભવનપતિ, વ્યંતર-એ ત્રણેની દેવીઓ નૈૠત્યખૂણે રહે, જ્યોતિષી, ભવનપતિ અને વ્યન્તર-એ ત્રણે દેવો વાયવ્યખૂણે રહે, તથા વૈમાનિકદેવો, પુરુષો અને મનુષ્યની સ્ત્રીઓ - એ ત્રણ ઈશાનખૂણે રહે. એ રીતે બાર પર્ષદા પુરાય. ૮૦૦૦૦ પાવડીયાં ચિહું પાસે ત્રણત્રણ પોળે, એ પ્રમાણે ૧૨ પોળ, અપૂર્વતોરણ, કળાકૃતસમવસરણમાંહી ત્રિભુવનલક્ષ્મીસહિત, અંતરંગવૈરીરહિત, વિશ્વાધીશ, પરમજગદીશ સુવર્ણમયી કમળે બેઠા, સમસ્ત જીવરાશિ દીઠા, યોજનગામિની વાણી, સર્વભાષાનુસારિણી, અનંતદુઃખનિવારિણી, સકલસૌખ્યકારિણી, ઈસ્વી વાણીએ ચિહું મુખે ચિહું પ્રકારે પરમેશ્વર ધર્મોપદેશ દેતા, કેવળજ્ઞાન ધરતા. ચૌદ રાજલોકના મસ્તક ઉ૫૨ ૪૫ લાખ યોજન પ્રમાણ મુક્તિશિલા તીહાં પહુંતા, અનંતબલ અનંતગુણ, અનંતજ્ઞાન, પુરુષમાંહી ઉત્તમોત્તમ એવા જિનનું જે નામ તેને નામઅરિહંત કહીએ, જે ત્રિભુવનમાંહી શ્રી વીતરાગની મૂર્તિ તેને સ્થાપનાઅરિહંત કહીએ, જે શ્રી શ્રેણિકાદિ મહાપુરુષો (ભાવિ) તીર્થંકરપદવી યોગ્ય જીવ તે દ્રવ્યઅરિહંત કહીએ, ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૪ Page #509 -------------------------------------------------------------------------- ________________ જે વિહરમાનપરમેશ્વર શ્રી સીમંધરસ્વામીપ્રમુખતીર્થકરો તે ભાવઅરિહંત કહીએ, એહવા જે અરિહંત અનંતાનંત હુઈઆ, અને થશે અને થઈ રહ્યા છે, તેનું ધ્યાન પંચવર્ણ અદલકમલરૂપે ધ્યાઈએ. તે ફરી સાંભળો નાભિકમળ, તિહાં કમળનું નાળ, તિહાંથી (નાભિથી) વૃદ્ધિ પામી, બ્રહ્મપ્રદેશે વિકાસ પામ્યું, અરિહંત શ્વેતવર્ણ જિલ્લું મુક્તાફલનો હાર, જિમ વૈતાઢ્યપર્વત, જિમ પૂર્ણિમાનો ચંદ્ર, જિમ ક્ષીરસમુદ્રનું ફીણ, જિમ સ્ફટિકરત્ન, જિસી સિદ્ધશિલા નિર્મળ, જિન્હેં શ્વેત આતપત્ર (છત્ર), જિસ્યો ઐરાવણગજેન્દ્ર, જિમ દેવદૂષ્યવસ્ત્ર, જિસ્યો દક્ષિણાવર્તશંખ, જિલ્પે કામધેનુ દૂધ, તિસ્યા પરમેશ્વર નિર્મળ, દુરાષ્ટકર્મ ૧૫૮ પ્રકૃતિ રહિત, ઈસ્યા ઉજ્જવળ અરિહંત. જે જગન્નાથ આકાશની પરે નિરાલંબ, પૃથ્વીની પરે સવસહ, મેરુની પરે નિષ્પકંપ, સમુદ્રની પરે ગંભીર, ચંદ્રમાની પરે સૌમ્ય, સૂર્યની પરે તપતેજયુક્ત, સિંહની પરે અક્ષોભ્ય, બાવનાચંદનની પરે શીતલ, વાયુની પરે અપ્રતિબદ્ધ, ભારંડપક્ષીની પરે અપ્રમત્ત, જગત્રયવંદનિક, મહામુનીશ્વરને બાવવા યોગ્ય, કેવળજ્ઞાને કરી ત્રિભુવનદિનકર, ઈસ્યા શ્રી વીતરાગ રહે. “નમો રિહંતા એ પદમાં તેમને મારો નમસ્કાર હો. નનો સિદ્ધાળે એ પદથી મારો નમસ્કાર શ્રી સિદ્ધોને હો ! જે સિદ્ધો સિદ્ધાંતે ૧૫ ભેદે કહ્યા છે. ૧. તીર્થંકરસિદ્ધ (શ્રી ઋષભદેવાદિ), ૨. અતીર્થંકરસિદ્ધ (પુંડરિક ગણધરાદિ), ૩. તીર્થસિદ્ધ- (અનેક ગણધરો), ૪.અતીર્થસિદ્ધ (મરુદેવામાતા), ૫. ગૃહસ્થલિંગે સિદ્ધ-શ્રી-ભરતેશ્વારાદિ), ડ. અન્યલિંગસિદ્ધ-(વલ્કલચિરી), ૭. સ્વલિંગસિદ્ધ(-અનેક સાધુઓ), ૮. સ્ત્રીલિંગસિદ્ધ - (આર્યા ચંદનબાલાદિ), ૯. પુરુષલિંગસિદ્ધ-(અનંત પુરુષો), ૧૦. નપુંસકલિંગ-સિદ્ધ- (ગાંગેય), ૧૧. પ્રત્યેકબુદ્ધસિદ્ધ-(કરકંડુ), ૧૨. સ્વયંબુદ્ધસિદ્ધ, ૧૩. બુદ્ધબોધિતસિદ્ધ, ૧૪. એકસિદ્ધ, ૧૫. અનેકસિદ્ધ. જિહાં એક સિદ્ધ છે તિહાં અનંતા સિદ્ધો રહેલા છે. તે શરીરરહિત, સંપૂર્ણ જ્ઞાન-દર્શન-ચારિત્ર ધરતા, કેવળજ્ઞાને કરી સર્વ જીવના ભેદાનભેદ જાણતા, અનંતગુણઅનંતબળ-અનંતવીર્યસહિત, જન્મ-જરા-મરણ-રોગ-શોક-વિયોગઆધિ-વ્યાધિ-પ્રમુખ સકલદુઃખ થકી મુક્ત, ઇન્દ્ર-ઉપેન્દ્રાદિ સર્વ દેવતાનાં સુખ અને ચક્રવર્તી આદિ મનુષ્યોનાં સુખ, તે એકત્રિત કીજે, તે પિંડ અનંત ગુણું કીજે (તોપણ) તે એક સિદ્ધને (સુખને) અનંતમે ભાગે ન આવે. એવા સિદ્ધનાં સુખ આકાશે ન માય. સિદ્ધ થયા, બુદ્ધ થયા, ચૌદરાજને પારે સમય સમય પ્રત્યે અનંતાનંત સુખ ભોગવતાં, જે સિદ્ધ રક્ત કાન્તિ ધરતા, જિત્યુ ઊગતો સૂર્ય, હિંગુલનો વર્ણ, દાડિમ જાસૂદનું ફૂલ, અર્ધગુંજારંગ, નિષધપર્વત, રક્તોત્પલ, મરક્ત મણિ, ચોળનો રંગ, કંકુનો રોળ, ચુનાસહિત તંબોળ, ઈસી રક્તવર્ષે સિદ્ધની પાંખડી ધ્વાઈએ. સંસ્થાન, સંઘયણ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ જે સિદ્ધને રહ્યા નથી, ૪૫ લાખ યોજનપ્રમાણમુક્તિશિલા ઉપર, યોજનના ૨૪ મા ભાગમાં અવસ્થાન કરતાં શરીરરહિત કેવળ તેજ:પુંજાકાર, રૈલોક્યનો સાર, એવા સિદ્ધો “નનો સિદ્ધા' એ પદમાં રહ્યા છે, તેમને મારો નમસ્કાર હો ! નમો માયા મારો નમસ્કાર શ્રી આચાર્યોને હો જે શ્રી આચાર્ય પંચવિધઆચાર પરિપાળે, રાગદ્વેષ અંગ થકી ટાળે, સકલસિદ્ધાન્ત સૂત્રના અર્થને જાણે. ભવ્ય જીવ પ્રતિબોધી માર્ગે આણે, દંભરહિત, છત્રીસ ગુણસહિત (તે છત્રીસ ગુણ-પાંચઇન્દ્રિયને સંવરે. નવ બ્રહ્મચર્યની વાડમાં વસે ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાય પરિહરે. સર્વપ્રાણાતિપાતવિરમણવ્રત, સર્વમૃષાવાદવિરમણવ્રત, સર્વઅદત્તાદાનવિરમણવ્રત, સર્વમૈથુનવિરમણવ્રત, સર્વપરિગ્રહવિરમણ વ્રત એ પાંચ મહાવ્રત ધરે. ઈર્યાસમિતિ આદિ અષ્ટપ્રવચનમાતા, પરિપાલે. એ ૩ ગુણ ધારે). શુદ્ધકરૂપક, જ્ઞાન-ક્રિયા-સંયમના આધાર, શ્રીજિનશાસનસાધાર, સકલવિદ્યાનિધાન, યુગપ્રધાન, ગુણગણરત્નાકર, મહિમામહોદધિ, અતિશયસમુદ્ર, મહાગીતાર્થ, જ્ઞાનપરમાર્થ, શ્રીસૂરિમંત્રસ્મરણકરણતત્પર, શ્રી સૂરિવર, તેહનો વર્ણ-જિસ્યો તપાવ્યું સુવર્ણ, હરિદ્રાનો રંગ, આઉલનું ફૂલ, હરિયાલનો વાન, પરિપક્વ સહકારનું ફળ, શિખરી પર્વત, પીતવર્ણરત્ન, તિસ્યા શ્રી આચાર્ય પીળી કાંતિ ધરતાં, “નમો મારિયા ઇણીપદે શ્રી આચાર્યને મારો નમસ્કાર હો. શ્રીનમસ્કારનો બાલાવબોધ ૪૬૭ Page #510 -------------------------------------------------------------------------- ________________ નમો ઉવારા પદથી મારો નમસ્કાર ઉપાધ્યાયને હોલે, શ્રી ઉપાધ્યાય દ્વાદશાંગ સિદ્ધાંત ભણે. (તે કિસ્યાં? શ્રી “આચારાગ' આદિ અગિયાર અંગ તથા “રાજકશ્રીય' આદિ ૧૨ ઉપાંગ, ૧૪ પૂર્વ (તેમાં) પહેલું પૂર્વ જે અંબાડી સહિત હાથી જેવડો મશીનો પુંજ કીજે, તેટલે ધોળી ‘ઉત્પાદ' પૂર્વ લખાય. બીજું “આગ્રાયણી' પૂર્વ એવા બે હાથી પ્રમાણ મશી હોય ત્યારે લખાય), ત્રીજું ચાર હાથીપ્રમાણ મશીથી), એમ ઉત્તરોત્તર વધતાં ૧૪મું લોકબિંદુસાર લખતાં ૮૧૯૨ હાથીપ્રમાણ મશીનો ઢેર કિજે તો લિખાય). એ ૧૪ પૂર્વને ધરે, તથા કુશલાનુબંધ, આઉર પચ્ચક્માણ, મરણવિધિ, ઈત્યાદિ દશ પન્ના, ૪. મૂલસૂત્ર, છ છે, એ સિદ્ધાંત શિષ્યોને ભણાવે અને પોતે ગુણે, જે ઉપાધ્યાય (પોતે) ગુણે કરી આચાર્યપદ યોગ્ય, નિર્વિકાર, વિદ્યાના સત્રકાર, શ્રી ઉપાધ્યાય તેહનો વર્ણ, જિયો પાંચરત્ન, નીલપર્વત, વસંત માસે વનખંડ, અશોકવૃક્ષ, નીલોત્પલ નીલા નગીનાનો વીજે, મેઘ ઊઠે મેદિની, નવે અંકુરે નીલવર્ણ, તિસ્યા ઉપાધ્યાય નીલ કાંતિએ કરી દીપ્તિવંત હુંતા.“નમો ઉવજ્ઞાયા એ પદમાં શ્રી ઉપાધ્યાયને મારો નમસ્કાર હો! “નો રોઇ વ્યક્વિ લોકમાંહી સર્વ સાધુને મારો નમસ્કાર હો ! જે સાધુ ૧૬ દોષ ઉત્પાદનના ૧૬ ઉદ્ગમના. ૧૦ એષણાના, એવં ૪ર દોષવિશુદ્ધ આહાર લીએ. સમસ્ત ઈદ્રિય દમે, સંસારે ન રમે, ૨૨ પરિષહ સહ, નવકલ્પ વિહરતા રહે, જે સાધુ સંસાર થકી ઉપરાંઠા (અળગા) ચાલે, ભવ્યજીવને મુક્તિસુખ મેલામાત્રમાં આપે, જે મુનીશ્વર તણા ૨૭ ગુણ ધરે, (તે કેવા? વ્રતપર્ક ધરે, પાંચ ઈદ્રિય નિગ્રહ, ભાવસત્ય, કરણસત્ય, ક્ષમા, નિર્લોભતા, યથોક્તક્રિયાકરણ, મન-વચન-કાયનિરોધ, કાયષર્ક (રક્ષણ), સંયમયોગ (રમણ), શીતાદિ વેદના સહન, મરણાંત ઉપસર્ગ સહે, એ ૨૭ ગુણયુક્ત હોય), એવા શાંત-દાંત-કાંત, વૈરાગ્યના સમુદ્ર, સાહસિકશિરોમણિ, ગુણવંતમાંહી અગ્રેસર, સજ્જન, સદા પ્રસન્ન, જીવલોકના બાંધવ, મુગતિરૂપી સમુદ્રના શોષણહાર, કેવળધરા, ઋજુમતિ, વિપુલમતિ, શ્રતધર, શ્રીરાસ્ત્રવ, સંભિન્નસ્રોત, કોષ્ટબુદ્ધિ, ચારણ શ્રમણ, વૈક્રિય, પદાનુસારિણી, આશિવિષ, આકાશગામિની, બહુરૂપિણી, અક્ષણમાનસી લબ્ધિ, આદિ ૨૮ લબ્ધિને ધરનારા. મોહ, માયા, લોભ, નેહના પ્રતિબંધ ખંડિયા, મહંત, ઉત્તમ પુરુષના ચિઢે પોતે આચરણ કરી હર્ષ ઉપજાવે, પંચ પ્રકારે વિષય, ૧૬ કષાય, ૯ નોકષાય અને ઘરબાર, કુટુમ્બ પરિવાર, હર્ષ, વિષાદ, જેણે મુનીશ્વરે સર્વ પરિહર્યો, સર્વ સંગ પરિત્યાગી કરી મોક્ષમાર્ગ સાધે, બિહું પ્રકારે યતિધર્મ-શ્રાવકધર્મ બોલે, તીન રત્ન જ્ઞાન-દર્શન-ચારિત્ર ધરે, ચાર વિકથા છાંડે, પાંચ નિદ્રા ટાળે, પાંચ સમિતિ, પાંચ મહાવ્રત, પાંચ સ્વાધ્યાય, પાંચ જ્ઞાન આરાધે, પંચપરમેષ્ઠિધ્યાતા, પંચમ ગતિને માટે ઉત્કંઠીયા, અનેક દેવતા, મનુષ્ય, તિર્યંચના કીધા ઉપસર્ગ સહે. છ બાહ્ય, છ આત્યંતર એ બારે પ્રકારે તપ કરે, ક્ષમાના ભંડાર, ધર્મના ઢિંગ, પુણ્ય કરી પવિત્ર ગાત્ર, સૂક્ષ્મ-બાદર સર્વ જીવની રક્ષા કરે, આર્ત-રૌદ્રધ્યાન દૂરિ છાંડે, ધર્મધ્યાન-શુક્લધ્યાન ધરતાં, સર્વસ, સમતૃણમણિ, સમલોષ્ઠકાંચન, વાસીચંદનકલ્પસમાન અને સમશત્રુમિત્ર, પરબ્રહ્મસ્વરૂપ ભાવતાં, કૃષ્ણકાન્તિ ધરતા, જિસ્યો અરિષ્ઠરત્ન, શ્યામ વર્ણ ગજેન્દ્ર, કાજલવાન, સજલમેઘ, કૃષ્ણરાજી વિમાન, તિસ્યા શ્રી સાધુ ગરુઆ, સત્તરે ભેદે સંયમ સેવતાં, સંસારમાર્ગ રૂંધતા, પાંચ ભરત, ઐરાવત, મહાવિદેહ પંદર ક્ષેત્રમાંથી જે સાધુ તે નો રણ સવ્યસાદુ' પદમાં રહે છે તેમને મારો નમસ્કાર હો! ક્ષો પંઘ નમુનો આ પંચપરમેષ્ઠિનમસ્કાર કિસ્યો છે ? એ પાંખડી જમણે પાસે નીલાડને કાનની વચ્ચે રાતી પીળી કાંતિ ધરતા ધ્યાયે. બ્દ વપૂUTIો એણી જપે અનંતાનંતભાવ પ્રતિ સાત વ્યસન સેવીયા, પંદર કર્માદાન પોષીયા, મિથ્યાત્વ પ્રવર્તાવીયા, અધર્મ કરવે કરી શ્રી જિનધર્મની અવહેલના કીધી, ષકાય અનેકયંત્ર જોહર કરી, બ્રહ્મવ્રત ખંડીવઈ, દીનોદ્ધારજિર્ણોદ્ધાર ન કરવો, દાનને અણદેવે, ભાવના ન સેવે સહસ-લાખ-કોટ-અનંતભવે ૪૬૮ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ જ Page #511 -------------------------------------------------------------------------- ________________ કર્મબાંધીયા તે કીસ્સા છે ? જ્ઞાનાવરણ પાંચ ભેદે, તેની ઉત્કૃષ્ટી સ્થિતિ ૩૦ કોડોકોડી સાગરોપમપ્રમાણ, જિસ્સું ચક્ષુ આગળ પડ, તીસ્યું જ્ઞાનાવ૨ણીય કર્મ પહેલું જાણવું. બીજા દર્શનાવરણીયકર્મના નવ ભેદ, ૩૦ કોડાકોડી સાગર ઉત્કૃષ્ટસ્થિતિ, પ્રતિહાર સરીખું, ત્રીજું વેદનીયકર્મ, તેના બે ભેદ, ૨૦ (૩૦) કોડાકોડી સાગરસ્થિતિ, મધુલિપ્ત ખડગધારાસદશ જાણવું, ચોથું મોહનીયકર્મ ૭૦ કોડાકોડી સાગરોપમ પ્રમાણ, તેના ૨૮ ભેદ, મદિરા સરીખું જીવને પરાભવે, પાંચમું આયુકર્મ ચિહું ભેદે, તેની તેત્રીસ સાગરપ્રમાસ્થિતિ હડિસમાન. છઠ્ઠુ નામકર્મ, તેહના ૧૦૩ ભેદ, ૨૦ કોડાકોડી સાગરપ્રમાણસ્થિતિ, ચિત્ર (કાર) સમાન સાતમું ગોત્રકર્મ, તેના બે ભેદ, ૨૦ કોડાકોડી સાગરપ્રમાણ સ્થિતિ, કુંભકાર સરીખું. આઠમું અંતરાયકર્મ ૩૦ કોડાકોડી સાગર પ્રમાણ સ્થિતિ, તેના પાંચ ભેદ, ભંડા૨ી સરીખું, એવા કર્મ સ્પૃષ્ટ, બદ્ધ, નિધત્ત, નિકાચિત, તે કર્મની પ્રકૃતિ કેટલી ? બંધ ઉદય, ઉદીરણા, સત્તા તે ચિહું પ્રકારે છે, તે પ્રકારે ૧૫૮ પ્રકૃતિના બંધ સબલ તે પાપ જીવને પોહતે છે, તે સઘળાંય પાપનો ફેડણહાર છે, એ પદની પાખંડી જમણા કાન પાછલ કોટ વચ્ચે પીલી-નીલી કાંતિધરતા ધ્યાઈએ. વળી એવા પંચપરમેષ્ઠિ કીસ્યું વર્તે ? 'मंगलाणं च सव्वेसिं पढमं हवइ मंगलं' । સર્વમાંગલિકમાંહી પ્રથમમાંગલિક છે. તે માંગલિક ઘણાં બોલાય, દધિ, દૂર્વા, સિદ્ધાર્થ, અક્ષત, વિવાહઉત્સવપ્રકરણ, બિંબપ્રતિષ્ઠા, પ્રાસાદ, સાધુ, સાધર્મિક-વાત્સલ્ય, સંઘવીપદ, એહવા માંગલિકમાંહી શ્રી નવકાર ઉત્કૃષ્ટ માંગલિક છે, એ પાંખડી ડાબા કાન પાછળ કોટ વચ્ચે નીલીકાલી કાંતિ ધરતા ધ્યાઇએ. જિમ પર્વતમાંહી મેરુપર્વત, ગજેન્દ્રમાંહી ભદ્રજાતીય, સમુદ્રમાંહી સ્વયંભૂરમણસમુદ્ર, દેવમાંહી શ્રી વીતરાગદેવ, ગ્રહગણમાંહી ચન્દ્રમા, સરોવરમાંહી માનસરોવર, સર્વ આભરણમાંહી મુકુટ પ્રધાન, અનેક તીર્થમાંહી શ્રી સિદ્ધક્ષેત્ર, વૃક્ષમાંહી કલ્પવૃક્ષ, કુસુમમાંહી ચંપક, સ્ત્રીમાંહી રંભા, વાજિંત્ર માહીં ભંભા, પર્વમાંહી શ્રી પર્યુષણાપર્વ, વ્રતમાંહી શીલવ્રત, રસમાંહી અમૃત, તિમ મંત્રમાંહી નવકારમંત્ર, રાજાધિરાજ, જેહને પ્રભાવે શાકિની, ડાકિની, ભૂત પ્રેત, પિશાચ, ઝાર્ટિંગ, મોગા, વ્યંતર, યક્ષ, રાક્ષસ, સિંહ, વ્યાઘ્ર, અષ્ટાપદ, સર્પ પ્રમુખનો ભય ફિટે, અગ્નિના, ઠાકુરના, વૈરીના, ઈહલોકનાભય, પરલોકે નરકના, નિગોદના, તિર્યંચના દુઃખ હીનજાતિ, હીનકુળ, દારિદ્રય,દૌર્ભાગ્ય, સર્વ રોગનો શમાવણહાર, સમસ્તવાંછિત, રાજઋદ્ધિ, ભોગસંયોગ, પરિવાર, ધનધાન્યની પ્રાપ્તિ જે મંત્રથી હોય, જે વાંછે તે પામે, એ પાંખડી કાલી-રાતી કાંતિ-ધરતી દીપે. શ્રી નવકાર નવપદ, આઠ સંપદ, અડસઠ અક્ષરપ્રમાણ તેમાંહી ૭ અક્ષર ભારે, ૬૧ અક્ષર હળવા જાણવા, ઈસ્યા શ્રી પંચપરમેષ્ઠિમહામંત્રમાંહી આકાશગામિની વિદ્યા, સુવર્ણસિદ્ધિ, રૂપસિદ્ધિ, રસસિદ્ધિ છે, ઈસ્યુ અષ્ટદલકમલ મન-વન-કાય-સહિતભાવે એક નવકાર ગુણે, લાખ નવકાર ગુણ્યાનું ફલ પામે, ઈસ્યો શ્રી પંચપરમેષ્ઠિમહામંત્રનવકા૨ જે જીવ સમ૨ઈ, ધ્યાયઈ, ચિંતવઈ, સદૈવ નિરંતર આરાધઈ, તે જીવ સંસારમાંહી ન ભમઈ અને સકલવાંછિત સિદ્ધિ ફળ પામઈ. ઇતિ શ્રી નવકારમહામંત્રબાલાવબોધ સમાપ્ત. વિ. સં. ૧૭૨૮ વર્ષે ચૈત્ર સુદી ૮ ભોમે લીકૃિત-ગણિ તિલકવિજય વાચનાર્થ, શુભં ભવતુશ્રી સંઘસ્ય, ચિરં જયતુ ઇદં પુસ્તકં ‘શ્રી શંખેશ્વરપાર્શ્વનાથપ્રસાદાત્ જિનપ્રસાદાચ્ચ' લેખક-પાઠક્યો શ્રી છ શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી શ્રી ।। શ્રી નમસ્કારનો બાલાવબોધ ૪૬૯ Page #512 -------------------------------------------------------------------------- ________________ ગુજરાતી સ્તોત્રો શ્રી નવકારમંત્રનો છંદ દુહા વાંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર, નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન, વિતરાગ સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠિ પ્રધાન. ૨ એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય, સંચિત સાગર સાતનાં, પાતિક દૂર પલાય. ૩ સકલમંત્રશિરમુકુટમણિ, સદ્ગુરુ ભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીયે નવકાર. ૪ છંદ નવકારથકી શ્રીપાલ નરેસર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ, શમશાન વિષે શિવ નામ કુમારને, સોવન પુરસો સિદ્ધ; નવ લાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. બાંધી વડશાખા શિક બેસી, હેઠળ કુંડ હતાશ, તસ્કરને મંત્ર સમર્મો શ્રાવક, ઊડ્યો તે આકાશ; વિધિ રીતે જપતાં વિષધરવિષ ટાળે, ઢાળે અમૃતધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૨ બીજોરા કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ, જેણે નવકારે હત્યા ટાલી, પામ્યો યક્ષ પ્રતિબોધ; નવ લાખ જપતાં થાયે જિનવર, ઈસ્યો છે અધિકાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૩ પલ્લીપતિ શિખ્યો મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ, પરભવ તે રાજસિંહ પૃથિવીપતિ, પામ્યો પરિગલ રિદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પોહોતો, ચારુદત્ત સુવિચાર, સો ભવિયાં ભ ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૪ સંન્યાસી કાશી તપ સાધંતો, પંચાગ્નિ પરજાલે, દીઠો શ્રી પાર્શ્વકુમારે પન્નગ, અધબલતો તે ટાલે; SN ૪૭૦ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #513 -------------------------------------------------------------------------- ________________ સંભળાવ્યો શ્રીનવકાર સ્વયંમુખ, ઇન્દ્રભુવન અવતાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૫ મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિયસંયોગ, ઈણ ધ્યાન થકી કષ્ટ ટળ્યું ઉંબરનું રક્તપિત્તનો રોગ; નિશ્ચ શુંજપતાં નવનિધિ થાય, ધર્મતણો આધાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૬ ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, વરણી કરવા ઘાત, પરમેષ્ઠિપ્રભાવે હાર ફૂલનો, વસુધામાંહિ વિખ્યાત; કમલાવતીયે પિંગલ કીધો, પાપણો પરિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીયે નવકાર. ૭ ગયણાંગણ જાતિ રાખી રહીને, પાડી બાણપ્રહાર, પદ પંચ સુગંતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર; એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. કંબલ સંબલે કાદવ કાઢ્યાં, શકટ પાંચસેં માન, દીધે નવકારે ગયા દેવલોકે, વિલસે અમરવિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જૈન વિહાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૯ આગે ચોવીસી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકારતણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવ દિશિ ચારે આદિ પ્રપંચે, સમરે સંપત્તિ થાય, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તો, નિત્ય જપી નવકાર. ૧૦ પરમેષ્ઠિસુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર, પુંડરીકગિરિ ઉપર પ્રત્યક્ષ પેખો મણિધરને એક મોર; સદગુરુ સમ્મુખ વિધિએ સમરતાં, સફલ જનમ સંસાર, સો ભવિયાં ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જીર્ષે નવકાર. ૧૧ શૂલિકારો પણ તસ્કર કીધો, લોહખરી પરસિદ્ધ તિહાં શેઠે નવકાર સુણાવ્યો, પામ્યો અમરની રિદ્ધ; શેઠ તપે ઘર વિપ્ન નિવાય, સુરે કરી મનોહાર, સો ભવિયા ભત્તે ચોખે ચિત્તે, નિત્ય જપીલેં નવકાર. ૧૨ શ્રી નમસ્કારમંત્રનો છંદ ૪૭૧ Page #514 -------------------------------------------------------------------------- ________________ ૪૭૨ પંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પંચહ, પંચ દાન ચારિત્ર, પંચ સજ્ઝાય મહાવ્રત પંચહ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજો પંચહ, પાલો પંચચાર, સો ભવિયાં ભોં ચોખ્ખુ ચિત્તે, નિત્ય જપીયેં નવકાર. ફલશ (છપ્પય) નિત્ય જપીયે નવકાર, સાર સંપત્તિ સુખદાયક, સિદ્ધમંત્ર એ શાશ્વતો, એમ જપે શ્રી જગનાયક. શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભગ઼ીજે, શ્રી ઉવજ્ઝાય સુસાધુ, પંચ ૫૨મેષ્ઠિ શ્રેણીજે. નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે, એક ચિત્તે આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે. ઉપાધ્યાય યશોવિજયજીવિરચિત પંચ-પરમેષ્ઠિ-ગીતા (થોડાંક પઘો) ચાલિ. નમસ્કાર અરિહંતને વાસિત જેનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન ત સ નવિ હુએ, વિ હુએ દુરગતિ વાસ; ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૧ ચાલિ. નમસ્કાર તે સિદ્ધને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તે શ્રુતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન ત સ વિ હુએ, વિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. ચાલિ. ૧૩ ૨ આચારજ નમુક્કારે, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત-પુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન ત સ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવ-ક્ષય કરતાં રે સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. ચાલિ. નમસ્કાર ઉવજ્ઝાયને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃતપુણ્ય તે, જીવિત તાસ પવિત્ત; ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૩ Page #515 -------------------------------------------------------------------------- ________________ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં સમરતાં, લહિયે સુકૃત ઉલ્લાસ. ૪ ચાલિ. નમસ્કાર અણગારને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કુતપુય તે, જીવિત તાસ પવિત્ત; આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુરગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં, લહીએ સુકૃત અભ્યાસ. ૫ દુહા પંચ નવકાર એ સુપ્રકાશ, એથી હોએ સવિ પાપ નાશ; સર્વ મંગલતણું એક મૂલ, સુજશ વિદ્યા વિવેકાનુકૂલ. ૬ નવકારમંત્રનો મહિમા ચાલિ. શ્રી નવકાર સમો જગિ, મંત્ર ન યંત્ર ન અન્ય, વિદ્યા નવિ ઔષધ નવિ, એહ જપે તે ધન્ય; કષ્ટ ટલ્યાં બહુ એને, જાપે તૂરત કિદ્ધ, એહના બીજની વિદ્યા, નમિ-વિનમીને સિદ્ધ. ૭ દુહા સિદ્ધ ધર્માસ્તિકાયાદિ દ્રવ્ય, તિમજ નવકાર એ ભણે ભવ્ય; સર્વ શ્રુતમાં વડો એ પ્રમાણ્યો, મહાનિશીથે ભલિ પરિ વખાણ્યો ૮ ચાલિ. ગિરિમાંહિ જિમ સુરગિરિ, તમાંહિ જિમ સુરસાલ, સાર સુગંધમાં ચંદન, નંદન વનમાં વિશાલ; મૃગમાં મૃગપતિ ખગપતિ, ખગમાં તારા ચંદ્ર, ગંગા નદીમાં અનંગ સરૂપમાં દેવમાં ઈન્દ્ર. ૯ દુહા જિમ સ્વયંભૂરમણ ઉદધિમાંહિ, શ્રી રમણ જિમ સકલ સુભટમાંહિ; જિમ અધિક નામાંહિ નાગરાજ, શબ્દમાં જલદ ગંભીર ગાજ પંચપરમેઝિંગીતા ૪૭૩ Page #516 -------------------------------------------------------------------------- ________________ ચાલિ. રસમાંહિ જિમ ઇખુરસ, કૂલમાં જિમ અરવિંદ, ઔષધમાંહિ સુધા વસુધા-ધવમાં રઘુનંદ; સત્યવાદિમાં યુધિષ્ઠિર, ધીરમાં ધ્રુવ અવિકંપ, મંગલમાંહિ જિમ ધર્મ, પરિચ્છદ સુખમાં સંપ. ૧૧ દુહા ધર્મમાંહિ દયા ધર્મમોટો, બ્રહ્મવ્રતમાંહિ વજ્જર-કછોટો; દાનમાંહિ અભયદાન રૂડું, તપમાંહિ જે કહેવું ન કર્યું. ૧૨ ચાલિ. રતનમાંહિ સારો હીરો, નીરોગી નરમાંહિ, શીતલમાંહિ ઉસીરો, ધીરો વ્રત-ધરમાંહિ; તિમ સવિ મંત્રમાં સારો, ભાખ્યો શ્રી નવકાર, કહ્યા ન જાયેરે એહના, જેહ છે બહુ ઉપકાર. ૧૩ દુહા તજે એ સાર નવકારમંત્ર, જે અવર મંત્ર સેવે સ્વતંત્ર; કર્મ પ્રતિકૂલ બાઉલ સેવે, તેહ સુરતરુ ત્યજી આપ ટેવે. ૧૪ ચાલિ. એહને બીજે વાસિત, હોયે ઉપાસિત મંત, બીજા પણ ફલદાયક, નાયક છે એ તંત; અમૃત ઉદધિ ફુસાર, સારા હરત વિકાર, વિષના તે ગુણ અમૃતનો, પવનનો નહીરે લગાર. ૧૫ . દુહા જેહ નિર્બીજ તે મંત્ર જૂઠા, ફલે નહીં સાંહમ્ હુઈ અપુઠા; જેહ મહામંત્ર નવકાર સાધે, તેહ દોય લોક અલવે આરાધે. ૧૬ ચાલિ. રતનતણી જિમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ, ચૌદ પૂરવનું સાર છે, મંત્ર એ તેહને તુલ્લ; સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહસુઅ-ખંધ તે જાણો, ચૂલા સહિત સુજાણ. ૧૭ ત્રલોચદીપક મહામંત્રાધિરાજ ૪૭૪ Page #517 -------------------------------------------------------------------------- ________________ દુહા પંચ પરમેષ્ઠિગુણગણ પ્રતીતા, જિન ચિદાનંદ મોજે ઉદાતા; શ્રી યશોવિજય વાચક પ્રણીતા, તેહ એ સાર પરમેષ્ઠિગીતા. શ્રી નવકાર ગીત (વચ્છભંડારીકૃત) વિહાર, જી૦ નવકાર તણાં ફલ સાંભલી, હ્દય કમલ ધરી ધ્યાન; અનંત ચવીસી આગે માનિઉં, પંચપરમેષ્ઠિ પ્રધાન. જીવસમર (૨) નવકાર, જિનશાસન કહિઉં સાર. જીવ૦ આંચલી૦ વનમાંહિ એક પુલિંદઉ પુલિંદી, મુનિ તસુ દિલ નવકાર; અંતકાલિ બિહૂ મંત્ર વિશેષઈ રાયમંદિર અવતાર. જી૦ પડીય ભૂમિ સમલી પેષ (ખ) વિ, મુનિ તસુ દિઈ નવકા૨; સીઘલરાય તણ કરે હુંયરી, ભરુછિ કરિ નગર પોતનપુરિ જોઉ મિત્થાતણિ વહૂરનઈ મહામંત્ર સમરઈ મનિયંતરિ, સ૨૫ ફીટી એ નવકાર તણઈ સુપસાઈ, પુરિસાસિદ્ધિ જિણિ પામી; કનકમઈ જિણ ભૂયણ કરાવિઉં, થાપ્યા ત્રિભુવનસામિ. જી0 ભણઈ વછભંડારી નિસિદિન, મહામંત્ર સમરીજઇ; એ નવકાર તણઇ સુપસાઇ, કેવલિ લછ લખંતિ. જી૦ ઇતિ નવકારગીત. નોકારવાલી ગીત દિઈ આલ; ફૂલમાલ. જી૦ ૧૮ ૧ ર ૩ ૪ ૧ ૨ ૩ બાર જવું અરિહંતના ભગવંતનારે ગુણસૂરિ છત્રીસ, સિદ્ધ આઠ ગુણ જાણીઈ વરવાણી રે ગુણ હું નિસદિસ. નો ૦ નોકારવાલી વંદીઈ ચિર નંદીઈરે ઊઠી ગુણીઈ સવેર, સૂત્રતણા ગુણ ગૂંથીયા મણિયા મોહન મે૨. નો ૦ પંચવીસ ગુણ ઉવજ્ઝાયના સત્તાવીસરે ગુણશ્રી અણગાર, એકસો આઠ ગુણૈકી ઇમ ગુણ્યોરે ભવિયણ નવકાર. નો ૦ મોક્ષ જાપ અંગુઠૐ વેરી રૂઠડૈરે તર્જનાંગુલી હોય, બહુ સુખદાયક મધ્યમા અનામિકારે વસ્યા૨થ હોય. નો ૦ આકર્ષણચટી આંગુલી વલી સુણયોરે ગુણવાની રીતિ, મેરુ ઉલ્લંઘન મત કરો મમ કરયો રે નખ અગ્રે પ્રીતિ. નો ૦ નિશ્ચલ ચિત્તે જે ગુણ્ વલી સંખ્યાદિકથી એકંત, તેનૈ ફલ હોયૈ ઘણો ઈમ બોલૈ રે જિષ્ણવર સિદ્ધંત. નો ૦ ૫ શ્રી નવકાર ગીત ૫ ૪ ૪૭૫ Page #518 -------------------------------------------------------------------------- ________________ સંખ પ્રવાલા સ્ફટિક મણિ પતાજીવ રતાંજણી સાર, પ્ય સોવન રયણ તણી ચંદનાડગર નૈ ઘનસાર. નો ૦ ૭ સુંદર ફલ રુદ્રાખની જપમાલીકારે રેસમની અપાર, પંચવર્ણ સમસૂત્રની વલી વિશેષે સૂત્રતણી ઉદાર. નો ૦ ૮ ગાયમ પૂક્યાથી કહ્યો મહાવીરજીરે એ સયલ વિચાર; લબ્ધિ કહે ભવીયણ તુમે ઈમ ગુણયોરે નિત્ય શ્રી નવકાર નો ૦ ૯ ઇતિ નોકારવાલી ગીત સમાપ્ત. નવકારફલ સઝાય (ગિરુઆરે ગુણ તુમ તણા એ રાગ.) સમરો ભવિઅણ ભાવસ્યું, મહામંત્ર નવકારો રે; સમરતા સુખ પામીઈ, ભવોભવ એ આધારો રે. સમરો. ૧ પૂરવ ચરિતણું કહ્યું, સાર એ શ્રી જિનરાયો રે; એક મનાં આરાધતાં, પાતક પૂરિ પલાયો રે. સમરો. ૨ અડસઠ અક્ષર એહના, સંપદા આઠને સારો રે; આપઈ અનંતી સંપદા, ભવિજનનઈ હિતકારી રે. સમરો. ૩ ઉજ્જવલ ધ્યાન ધરી કરી, લાખ એક જઈ જેહો રે; તીર્થંકર પદ તે લહઈ, એહમાં નહીં સંદેહો રે. સમરો. ૪ સુખ સંતતિ અરથઈ કરી, પૂજી શ્રી જિનરાયો રે; ચઢતો એક લખ્ય(ખ)સમરતાં, મનવંછિત સુખ થાયો રે. સમરો. ૫ કમલબંધ કરી જે જપી, એકમનાં નવકારો રે; દિન પ્રતિ તે જીમતો, ફલ લહઈ ચોથનું સારી રે. સમરો. દ નિંદ્યા (દા) વર્ત કરઈ કરી, શંખાવર્ત કરેઇ રે; ધ્યાન ધરઈ નવકારનું, વંછિત સુખ લહેઇ રે. સમરો. ૭ બંધન કષ્ટઈ જે જપઈ, વિપરીતઈ એક લાખો રે; સંકટ કષ્ટ તેહનું ટલઈ, એહવી જિનવર ભાખો રે. સમરો. ૮ અનુપૂરવી કે પાટલી, અનિશિ જેહ ગણતો રે; વરસા વરસી તપતણું, ફલ સહી તેહ લહંતો રે. સમરો. ૯ વયરી રૂઠે તરજની, અંગુઠઈ મોખ્ય જાપો રે; વશી કરવા ટચી અંગુલી, અનામિકા યશ વ્યાપો રે. સમરો. ૧૦ શિવકુમાર સંકટમાંહિ, ચિત્ત ધર્યો નવકારો રે; સોનાનો પુરિસો થયો, ત્રિદંડીઓ તેણી વારો રે. સમરો. ૧૧ ૪૭૬ ત્રિલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #519 -------------------------------------------------------------------------- ________________ સમલી વ્યાધઈ અપહણી, મુનિ દીધો નવકારો રે; તતખિણ રાજસુતા થઈ, પામી સદ્ગતિ સારો રે. સમરો. ૧૨ ચોર થયો વલી દેવતા, નવપદ મહિમા તેહો રે; ભીલ-ભીલડી સુર થયાં, પાપી દૂતા જેહો રેસમારો. ૧૩ ધ્યાન ધરતી અનિશિ, શ્રીમતી અતિ સુકુમાલા રે; સંકટ તસ દૂરિ થયું, ભુજંગ થઈ ફૂલમાલા રે. સમરો. ૧૪ મન વચ કાયા વશિ કરી, નવપદનું કરે ધ્યાનો રે; હરખવિજયે કહઈ હરખપું, તસ ઘર નવય નિધાનો ૨. સમરો. ૧૫ ઇતિ શ્રી નવકારફલ સઝાય શ્રી નવકારભાસ શ્રી જ્ઞાનવિમલસૂરિકૃત (ઢાલ નણદલની એ દેશી) પ્રથમપદવર્ણનભાસ વારી જાઉં હું અરિહંતની, જેહના ગુણ છે બાર;મોહન ૦ પ્રાતિહારિજ આઠ છે, મૂલ અતિશય આર મો ૦ ૧ વા ૦ વૃક્ષ અશોક ૧ સુરકુસુમની, વૃષ્ટિ ૨ દિવ્ય ધ્વનિ વાણ, ૩ મો ૦ ચામર ૪ સિંહાસન પ દુંદુભિ, છ ભામંડલ ૭ છત્ર વખાણ ૮ મો ૦ ૨ વા ૦ પૂજા અતિશય છે ભલો, ત્રિભુવન જનને માન્ય; ૧ મો ૦ વચનાતિશય યોજનામાંનિ, સમજે ભવિ અસમાન. ૨ મો ૦ ૩ વા ૦ જ્ઞાનાતિશય અનુત્તર સુરતણા, સંશય છેદનહાર; ૩ મો ૦ લોકાલોક પ્રકાશતા, કેવલજ્ઞાન ભંડાર. ૪ મો ૦ ૪ વા ૦ રાગાદિક અંતરરિપુ, તેહના કીધા અંત; મો ૦ જિહાં વિચરે જગદીસર્સ, તિહાં સાતે ઈતિ શમંત મો ૦ ૫ તા ૦ એહ અપાયાપરામનો, અતિશય અતિ અભુત; મો ૦ અનિશિ સેવા વારતા, કોડીગમેં પુરુહૂત મો ૦ ૬ વા ૦ મારગ શ્રી અરિહંતનો, આદરી ગુણગેહ; મો ૦ ચાર નિક્ષેપઈ વંદી, જ્ઞાનવિમલ ગુણગેહ મો ૦ ૭ વા ૦. ઇતિ પ્રથમપદવર્ણનભાસ શ્રી નવકારભાસ-પ્રથમ આ ૪૭૭ NN Page #520 -------------------------------------------------------------------------- ________________ દ્વિતીયપદવર્ણન (ઢાળ-અલબેલાની દેશી) નમો સિદ્ધાણં બીજે પદે રે લોલ, જેહમાં ગુણ છે આઠરે; હું વારી લાલ ૦ શુક્લ ધ્યાન અનર્લે કરી રે લાલ, બાળ્યાં કર્મકકાઠ ; હું વારી ૦ ૧ નમો આંકણી જ્ઞાનાવરણ કર્યો લહ્યો રે લાલ, કેવલજ્ઞાન અનંત રે; હું વારી ૦ દર્શનાવરણ ક્ષયથી થયો રે લાલ, કેવલ દર્શન કંતરે. હું ૦ ૨ નમો ૦ અખયઅનંત સુખ સહજથીરે લાલ, વેદની કર્મનો નાશ રે; હું વારી ૦ મોહની ક્ષર્થે નિરમતું રે લાલ, લાયિક સમકિત વાસરે. હું ૦ ૩ નમો ૦ અખયતિથિ ગુણ ઉપનો રે લાલ, આયુકર્મ અભાવિ રે; હું વારી ૦ નામકર્મ ક્ષયે નીપનો લાલ, રૂપાદિક ગત ભાવ રે. હું ૦ ૪ નમો ) અગુરુલઘુગુણ ઊપનો લાલ, ન રહ્યો કોઈ વિભાવરે; હું વારી ૦ ગોત્રકર્મક્ષયે નીપનો રે લાલ, નિજપર્યાય સ્વભાવરે. હું ૦ ૫ નમો ૦ અનંતવીર્ય આતમતણું રે લાલ, પ્રગટ્યો અંતરાય નાસરે; હું વારી ૦ આઠકર્મ નાર્થે થયો રે લાલ, અનંત અખય સુખવાસરે. હું ૦ ૬ નમો ૦ ભેદ પનર ઉપચારથી રે લાલ, અનંત પરંપર ભેદ રે; હું વારી ૦ નિશ્ચયથી વીતરાગનારે લાલ, ત્રિકરણ કર્મ ઉચ્છેદ રે હું ૦ ૭ નમો ૦ ४७८ વૈલોકયદીપક મહામંત્રાધિરાજ MS - Page #521 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનવિમલની જ્યોતિમાં ૨ તેહના ધ્યાનથકી હુઆ લાલ, ભાસિત લોકાલોક રે. હું વારી ૦ લાલ, સુખીયા સઘળા લોકરે; હું ૦ ૮ નમો ૦ ઇતિ નવકારપદાધિકાર દ્વિતીયભાસ અથ તૃતીયપદવર્ણનભાસ. ૩ (ઢાળ-પ્રથમ ગોવાલાતણે ભવઈજી, એ દેશી.) આચારી આચાર્યનુંજી, ત્રીજું દૈ ધરો ધ્યાન; શુદ્ધ ઉપદેશ પ્રરૂપતાજી, કહ્યા અરિહંત ૧ પાલંત; ૨ ૩ ૪ સમાન. સૂરી ૦ નમતાં શિવસુખ થાય, ભવ ભવ પાતિક જાય; સૂ ૦ આ ૦ પંચાચાર પળાવતાજી, આપણ` છત્રીસ છત્રીસી ગુણૅજી, અલંકૃત તનુ વિલસંત. સૂરી ૦ દર્શન-જ્ઞાન-ચારિત્રનાજી, એકેક આઠ આચાર; બારહ તપ-આચારનાજી, ઈમ છત્રીસ ઉદાર. સૂરી ૦ પડિરુવાદિક ચઉદ છેંજી, વલી દસવિધ યતિધર્મ; બારહ ભાવન ભાવતાંજી, એ મર્મ, સૂરી ૦ છત્રીસી પંચેંદ્રિય મે વિષયથીજી, ધારે નવવિધ બ્રહ્મ; પોષતાંજી, પંચાચા૨ે સમર્મ, સૂરી ૦ ગુપતિ ત્રણ સૂધી રેંજી, ટાલે એ છત્રીસી આદરેંજી, ધન ધન તેહની માય. સૂરી ૦ અપ્રમત્તે અર્થ ભાખતાજી, ગણિ સંપદ જે આઠ; બત્રીસ ચર્ચા વિનયાદિકેંજી, ઈમ છત્રીસી પાઠ. સૂરી ૦ ગણધર ઓપમ દીજીઈજી, યુગપ્રધાન કહિંવાય; ભાવ ચારિત્રજ જેહવાજી, તિહાં જિન મારગ ઠવાય. સૂરી ૦ જ્ઞાનવિમલ ગુણ રાજતાજી, ગાજે શાસનમાંહિ; તે વંદી નિર્મલ કરોજી, બોધિબીજ ઉછાહિં. સૂરી ૦ ૯ ૫ પંચ મહાવ્રત ચ્યાર કષાય; ૬ ૭ ૮. ઇતિ નવકારપદાધિકારે તૃતીયભાસ.૩ શ્રી નવકારભાસ તૃતીય ૪૭૯ Page #522 -------------------------------------------------------------------------- ________________ ૪૮૦ અથ ચતુર્થપદવર્ણનભાસ ૪ (પાંચે પાંડવ વાંદતાં-એ દેશી) ઉવજ્ઝાયનું, ગુણવંતનું ધરો ચોથે પદે ધ્યાનરે; જુવરાજા સમ તે કહ્યા, પદિસૂરીને સૂરી સમાનરે (ત્રુટક ૦) જે સૂરિ સમાન વ્યાખ્યાન, કરિપણિ નવિ ધરે અભિમાનરે; વલી સૂત્રાર્થનો પાઠ દિઈ, ભવી જીવને સાવધાન રે. અંગ ઈગ્યાર ચૌદ પૂર્વ જે, વલી ભણિ ભણાવે જે હરે; ગુણ પણવીસ અલંકર્યા, દૃષ્ટિવાદ અરથ ગેહરે (ત્રુટક ૦) બહુ નેહેં અભ્યાસ સદા, મુનિ ધારતા ધર્મધ્યાનરે; કરે ગચ્છની ચિંત પ્રવર્તક દિઈ થિવિરનેં બહુમાનરે. ર અથવા અંગ ઈગ્યા. જે વલી, તેહના બાર ઉપાંગરે; ચરણકરણની સિત્તરી, જે ધારે આપણઈ અંગરે (ત્રુટક ૦) વલી ધારે આપણે અંગે, પંચાંગી સમ તે સૂધી વાંણિ રે; નય ગમ ભંગ પ્રમાણ, વિચારને દાખતા જિનઆણરે. ૩ સંઘ સકલ હિતકારિયા, રત્નાધિક મુનિ હિતકારી રે; પણ વ્યવહાર પ્રરૂપતા, દસ સામાચારી આચાર૨ે (ત્રુટક ૦) કહે દસ સમાચારી આચાર, વિચારને વારતા ગુણગેહ રે; શ્રી જિનશાસન ધર્મધુરા, નિરવાહતા શુચિ દેહરે. પંચવીસ પંચવીશી ગુણતણી, જે ભાખી પ્રવચનમાંહિ રે; મુક્તાફલ માલા પરેિં, દીપે જસ અંગિ ઉછાહિરે, (ત્રુટક ૦) જસદીમેં અતિ ઉછાહિ, અથાહગુણે જ્ઞાનવિમલથી એકતાન રે; એહવા વાચકનું ઉપમાન કહું, ક્રિમ જેહથી શુભધ્યાનરે. ઇતિ શ્રી નવકારપદાધિકારે ચતુર્થઉપાધ્યાયભાસ. ૪ અથ પંચમપદવર્ણનભાસ (તે મુનિને ભામડે જઈઈ- એ દેશી) તે મુનિને કરું વંદન ભાવ, જે ષટ્ વ્રત ષટ્ કાય રાખે રે ૧૨ ઈંદ્રિય પણિ દમેં વિષયપણાથી ૧૭ વલી ખંતિ સુધારસ ચાખેં રે. ૧૮ તે ૦ લોભતણા નિગ્રહનેં કરતા ૧૯, વલી પડિલે હણાદિક કિરિયા રે; નિરાસંસ જતના બહુપદિ ૨૦, વલી કરણ શુદ્ધિ અનિસ સંયમ યોગસ્સું યુગતા ૨૨, દુર્દ્રર મનવચકાય કુસલતા યોગઈ, વરતાવેં ગુણ ગુણદરિયારે ૨૧ તે ૦ પરિસહ સહતારે ૨૩; અનુસરતા રે. ૨૬ તે ૦ ૧ ૪ ૫ ૧ ૨ ૩ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #523 -------------------------------------------------------------------------- ________________ છડિ નિજતન ધર્મ નઈ કાજે, ઉપસર્નાદિક આવે રે; સત્તાવીસ ગુણઈ કરી સો, સૂત્રાચાર નઈ ભાવે રે ૨૭ તે૦ ૪ જ્ઞાન દર્શન ચારિત્રતણાં જે, ત્રિકરણ યોગે આચાર રે; અંગઈ ધરે નિસ્પૃહતા સૂધી, એ સત્તાવીસ ગુણ સાર રે તે૦ ૫ અરિહંત ભક્તિ સદા ઉપદેશૈ, વાયગસૂરિના સહાઈ રે; મુનિ વિણ સર્વ ક્રિયા નવ સુઝે, તીર્થ સકલ સુખદાઈ રે તેo s પદ પંચમ એણી પરિધ્યાવંતા, પંચમગતિને સાધો રે; સુખકર શાસનના એ દાયક, જ્ઞાનવિમલ ગુણ વાધો રે તે૦ ૭ ઇતિ નવકાર નવપદાધિકારે પંચમસાધુપદ ગુણવર્ણન સમાપ્ત શ્રી નવકારમંત્રની સઝાય સમર જીવ એક નવકાર નિજ તેજશું, અવર કાંઈ આળ-પંપાળ દાખે; વર્ણ અડસઠ નવકારનાં નવપદ, સંપદા આઠ અરિહંત ભાખે સમર૦ ૧ આદિ અક્ષર નવકારના સ્મરણથી, સાત સાગર ટળી જાય દૂરાં; એક પદ ઉચ્ચરે દુરિત દુઃખડાં હરે, સાગર આયુ પંચાસ પૂરાં. સમ૨૦ ૨ સર્વ પદ ઉચરતા પાંચસે સાગર, સહસ ચોપન નવકારવાલી; સ્નેહે મન સંવરી હર્ષભર હેજ ધરી, લાખ નવ જાપથી મુગતિ ટાલી. સમર૦ ૩ લાખ એક જાપ જન પુન્ય પૂરા જયે, પદવી પામે અરિહંત કેરી; અશોક વૃક્ષ તલે બાર પર્ષદ મલે, ગડગડે દુંદુભિ નાદ ભેરી. સમર૦ ૪ અષ્ટ વલી અષ્ટ સય અષ્ટ સહસાવલી, અષ્ટ લાખા જપે અષ્ટ કોડી; કીર્તિવિમલ કહે મુક્તિ લીલા લહે, આપણાં કર્મ આઠે વિછોડી સમર૦ ૫ શ્રી પરમેષ્ઠિમંત્ર નવકાર સમરો મંત્ર ભલો નવકાર, એ છે ચૌદપૂરવનો સાર; એના મહિમાનો નહિ પાર, એનો અર્થ અનંત ઉદાર... ૧ સુખમાં સમર દુઃખમાં સમરો, સમરો દિવસ ને રાત; જીવતાં સમરો મરતાં સમરો, સમરો સૌ સંગાત...સમ ૦ ૨ યોગી સમરે ભોગી સમરે, સમરે રાજા રંક; દેવો સમરે દાનવ સરે, સમરે સૌ નિશંક...સમ ૦ ૩ અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીરથ સાર; આઠ સંપદાથી પરમાણો, અડસિદ્ધિ દાતાર...સમ ૦ ૪ શ્રી પંચપરમેષ્ઠિનવકાર ૪૮૧ MN Page #524 -------------------------------------------------------------------------- ________________ નવ પદ એના નવનિધિ આપે, ભવભવનાં દુઃખ કાપે; વીર વચનથી Æયે વ્યાપે, પરમાતમ પદ આપે...સમ ૦ ૫ (૪) શ્રી નવકાર જપો મનરંગે, શ્રી જિનશાસન સાર; સર્વ મંગલમાં પહેલું મંગલ, જપતાં જયજયકાર. (૧) પહેલે પદ ત્રિભુવનજન પૂજિત, પ્રણમી શ્રી અરિહંત; અષ્ટકર્મ વરજિત બીજે પદ, બાવો સિદ્ધ અનંત. (૨) આચારજ ત્રીજે પદ સમરો, ગુણ છત્રીશ નિધાન; ચોથે પદ ઉવઝાય જપીજે, સૂત્ર સિદ્ધાંત સુજાણ. (૩) સર્વ સાધુ પંચમ પદ પ્રણમો, પંચ મહાવ્રત ધાર; નવ પદ અષ્ટ ઈહાં છે સંપદ, અડસઠ વરણ સંભાર. સાત અક્ષર છે ગુરુ જેહના, એકસઠ લઘુ ઉચ્ચાર; સાત સાગરના પાતક વ, પદે પંચાસ વિચાર. (૫) સંપૂરણ પણસય સાગરના, પાતક જાયે દૂર; ઈહ ભવ સર્વકુશળ મનવાંછિત, પરભવ સુખ ભરપૂર. (5) યોગી સોવન પુરિસો કીધો, શિવકુમાર ઈણે ધ્યાન; સર્પ મિટિ તિહાં ફૂલની માળા, શ્રીમતીને પરધાન (૭) જક્ષ ઉપદ્રવ કરતો વાર્યો, પરચો એ પરસિદ્ધ; ચોર ચંડપિંગલ ને હુંડક, પામે સુરતણી રિદ્ધ. (૮) પંચ પરમેષ્ઠિ છે જગ ઉત્તમ, ચૌદપૂરવનો સાર; ગુણ બોલે શ્રી પદ્મરાજગણિ, મહિમા ાસ અપાર. (૯) (સમરો મંત્ર ભલો નવકાર... એ રાગ) ગણજો મંત્ર ભલો નવકાર, એહની સિદ્ધિનો નહિ પાર; એના સમર્યાથી સુખ થાય, એના ગણવાથી દુઃખ જાય-ગણ૦ ૧ સુખમાં ગણજે દુઃખમાં ગણજે, મરતાં પ્રેમથી સુણજો; ત્રિકરણ યોગે હરઘડી ગણજે, અવિચળ સુખડાં વર-ગણ૦ ૨ દેવો ગણતા દાનવ ગણતા, ગણતા રંકને રાય; યોગી ભોગી બાને સમરી, મુક્તિપુરીમાં જાય-ગણ૦ ૩ મહિમાવંતો જુગ જયવંતો, મંગળને કરનાર; શક્તિવંતો કર્મ ચૂરતો, દેવગતિ દેનાર-ગણ૦ ૪ આ વૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #525 -------------------------------------------------------------------------- ________________ મંત્ર શિરોમણિ લયથી ગણતાં, કેઈ તય નરનાર; મરણાંતે તિર્યંચો સુણતાં, વર્યા દેવ અવતાર-ગણ૦ ૫ અડસઠ અક્ષર ધ્યાને સમરો, સંપદા અષ્ટ વિચાર; નવપદ એના દયે ધારો, અડસિદ્ધિ દેનાર-ગણ ૬ સઘળા અક્ષર મહિમાવંતા, ગણજો નર ને નાર; પંચ પરમેષ્ઠિ ભાવે નમતાં, ઉતારે ભવપાર-ગણ૦ ૭ નવકાર કેરો અર્થ અનંતો, શ્રી અરિહાએ ભાખ્યો; ચૌદ પૂર્વના સાર રૂપે એને, સૂત્ર શિરોમણિ દાખ્યો-ગણ૦ ૮ ભણતાં ગુણતાં નિર્જરા થાવે, પાપ પડલ દૂર જાવે; આતમ અરિહા સમીપે આવે, અક્ષય પદને પાવે-ગણ૦ ૯ (રઘુપતિ રાઘવ રાજારામ...એ રાગ). મંગલમય સમરો નવકાર, એ છે ચૌદ પૂરવનો સાર; જેના મહિમાનો નહિ પાર, ભવ જલધિથી તારણહાર... ૧ અરિહંત શાસનના શણગાર, સિદ્ધ અનંતા સુખ દેનાર; સૂરિ-પાઠક-મુનિ ગુરુ મનોહાર, એ પાંચ પરમેષ્ઠિ ઉદાર.. ૨ નવપદ એ નવસેરો હાર, વ્હયે ધરતાં ઊતરે પાર; અડસઠ અક્ષર તીરથ સાર, સંપદ આઠ સિદ્ધિદાતાર... ૩ સતી શિરોમણિ શ્રીમતી નાર, મન શુદ્ધ ગણતી નવકાર; તેનું દુઃખ હરવા તત્કાળ, ફણિધર ફીટી થઈ ફૂલમાળ. ૪ મુનિએ દીધો વન મોજાર, ભીલ ભીલડીને નવકાર; ભાવે જપતાં પૂરણ આય, બે જણ રાજા રાણી થાય. ૫ સમળીને મરતાં નવકાર, દઈ મુનિએ કીધો ઉપકાર; રાજપુત્રી થઈ કર્યો ઉદાર, સુદર્શનાએ સમળી વિહાર... 3 કમઠ કાષ્ઠમાં બળતો નાગ, દેખે પાર્શ્વકુંવર મહાભાગ; સેવક મુખ દીધો નવકાર, ઈન્દ્ર થયો તે નાગકુમાર... ૭ અમર કુંવર જપતાં નવકાર, મહાકષ્ટથી થયો ઉદ્ધાર; રાજા તેના પ્રણમે પાય, નમસ્કાર મહિમા ફેલાય... ૮ પાપપ્રણાશક શ્રીનવકાર, મહામંગલ છે શ્રીનવકાર; વિપ્નવિદારક શ્રીનવકાર, શિવસુખદાયક શ્રીનવકાર... શ્રી પંચપરમેષ્ઠિનવકાર ૪૮૩ Page #526 -------------------------------------------------------------------------- ________________ ક્ષણ ક્ષણ સમરો શ્રીનવકાર, પળ પળ સમરો શ્રીનવકાર; ઘડી ઘડી સમરો શ્રીનવકાર, અહોનિશ સમરો શ્રીનવકાર... ૧૦ એ નવકારનું ગીત રસાલ, ગાતાં સુણતાં મંગલમાલ; લબ્ધિસૂરીશ્વર કેરો બાલ, પલ્પ નામે કરજેડી ભાલ. ૧૧ (૫). શ્રી સિદ્ધચક્રમહિમા ગીત (રઘુપતિ રાઘવ રાજા રામ...એ રાગ) સિદ્ધચક્રનું ધરીએ ધ્યાન, જગમાં નહિ કોઈ એક સમાન; નવપદ એ છે નવે વિધાન, સેવો Æય ધરી બહુમાન... ૧ મહા ઉપકારી શ્રી અરિહંત, શુદ્ધ સ્વરૂપી સિદ્ધ અનંત; આચારજ વાચક મુનિરાજ, પરમેષ્ઠિ હો મુજ શિરતાજ... ૨ દર્શન જ્ઞાન ચરણ સુખકાર, મોક્ષમાર્ગ કહ્યો સૂત્ર મોજાર; તપ આદરો બાર પ્રકાર, એ નવપદના ગુણ અપાર... ૩ દેવ-ગુરુને ધર્મનો વાસ, નવપદ પૂરે વાંછિત આશ; વંદન કરીએ મન ઉલ્લાસ, કઠિન કર્મનો થાએ નાશ.. ૪ કર્મની સત્તા સામે બંડ, મોહરાયને દેવા દંડ; હરવા ચઉગતિ દુઃખ પ્રચંડ, નવપદનો છે એક અખંડ. ૫ સેવ્યો મયણા ને શ્રીપાલ, કોઢનો રોગ ગયો તત્કાળ; નવપદ ધ્યાને દુઃખ વિસરાળ, પગ પગ ઋદ્ધિ સુખ વિશાળ... ૬ નવપદ આરાધો શુભ ભાવ, જેનો જગમાં પ્રગટ પ્રભાવ; માનવભવનો સાચો લ્હાવ, ફરી ફરી મળશે નહિ દાવ .. ૭ નવ આયંબિલની ઓળી એક, એમ નવ કરજે રાખી ટેક; દયશુદ્ધિ ને વિધિ અનુસાર, સેવી સફળ કરો અવતાર.. ૮ સિદ્ધચક્ર મહિમાનું ગીત, આરાધક બનવાની રીત; લબ્ધિસૂરિશિશુ બે કરોડ, પદ્મ કહે હો વંદન ક્રોડ... ૯ AN ૪૮૪ થી મ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #527 -------------------------------------------------------------------------- ________________ શાલnt © નમસ્કારના પ્રભાવ ઉપર કથાઓ વાલા ભીલ-ભીલડી પુષ્કરાર્ધદ્વીપના ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામનું સમૃદ્ધ ગામ છે. કષાયના તાપથી તપેલા લોકોને શાંત કરતા એવા સુવ્રત નામના આચાર્ય એક વખત ત્યાં પધાર્યા. તે વખતે વરસાદ શરૂ થઈ ગયો અને પૃથ્વી પાણીથી ભરાઈ ગઈ. ભૂમિને અંકુરાવાળી તથા ત્રસજીવોથી વ્યાપ્ત થયેલી જોઈને આચાર્યે સાધુઓને કહ્યું કે મુનિવરોને માટે વિહાર કરવો હવે ઉચિત નથી.' આમ કહીને તેઓએ પોતાના પરિવાર સાથે ગામમાં પ્રવેશ કર્યો. ગામના મુખીને વસતિદાનનું ફળ સમાવી વસતિની યાચના કરી ત્યાં રહ્યા, તેમાં કેટલાક મહર્ષિઓ મહિનાના, કેટલાક બે મહિનાના, કેટલાક ત્રણ મહિનાના અને કેટલાક ચાર મહિનાના ઉપવાસ કરીને રહ્યા. તેમાંથી દુર્જય એવા કામનું પણ દમન કરનારા દસાર નામના મહામુનિ ગુરુની અનુજ્ઞા મેળવી સમીપની ગુફામાં પધાર્યા. સ્થિરમનવાળા તેઓએ આહાર વિના સ્વાધ્યાય ધ્યાનમાં તત્પર થઈને સમગ્ર ચાતુર્માસી તે ગુફામાં પૂરી કરી. ત્યાં આગળ આમતેમ ભમતા એક ભીલ-ભીલડીનું યુગલ આવી પહોંચ્યું અને ઋષિના દર્શનથી તેમનું પાપ ક્ષણવારમાં નાશ પામ્યું. ઉચિત ઉપદેશને આપનારા મુનિએ યુગલને યોગ્ય જાણી, તેમને પરમેષ્ઠિનમસ્કારનો પાઠ બતાવ્યો. ભીલ-ભીલડી સરળભાવે નમસ્કારનું પઠન કરે છે. પરોપકારપરાયણ સાધુ ફરીથી તેઓને કહે છે કે આ પંચનમસ્કારમંત્ર એ પરમ મંગળ છે અને સર્વપાપને હરનાર એવા આ મંત્રનું તમારે હંમેશાં ત્રિકાલધ્યાન ધરવું. તેઓએ તે પ્રમાણે કર્યું અને વર્ષાકાળ પૂરો થયા બાદ મુનિ અન્યત્ર વિહાર કરી ગયા. હવે આ યુગલ હંમેશાં નમસ્કારનો પાઠ કરે છે અને મુનિના ઉપકારને યાદ કરતાં ક્રમે કરીને મૃત્યુ પામ્યું. રાજસિંહ-રત્નાવતી. આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં મણિમંદિર નામનું નગર છે કે જ્યાંનાં લોકો દાન આપવાના વ્યસની છે, અકાર્ય કરવામાં ડરપોક છે, ગુણગ્રહણ કરવામાં અસંતોષી છે, પારકું ધનહરણ કરવામાં પાંગળા છે, પરસ્ત્રીદર્શનમાં અંધ છે અને પારકા દોષો કહેવામાં મૂંગા છે. ત્યાં રાજમૃગાંક નામનો રાજ છે. તેને અતિશય સૌંદર્યવાળી વિજ્યા નામની રાણી છે. તેણીની કુક્ષિમાં ભીલનો જીવ અવતાર પામ્યો ત્યારે તેના પિતાએ તેનો જન્મોત્સવ કર્યો અને રાજસિંહ એવું તેનું નામ પાડ્યું. ઘણી જ સહેલાઈથી બુદ્ધિશાળી એવા તેણે ગુરુની પાસેથી બહોંતેર કળાઓ ગ્રહણ કરી. અતિસાર મંત્રીનો સુમતિ નામનો મહિમાન પુત્ર તેનો મિત્ર થયો. અત્યંત રૂપસંપન્ન અને લાવણ્યથી ભરપૂર એવો કુમાર ક્રમે કરીને યૌવનવયને પામ્યો. માર્ગમાં ચાલતાં કુમારના રૂપથી ખેંચાઈને યુવતી સ્ત્રીઓ ધારીધારીને તેને જોવા લાગી. પરંતુ સદાચારી કુમાર લેશમાત્ર પણ તે સ્ત્રીઓ પર મન રાખતો નથી. એક વખતે કુમાર પોતાના મિત્રની સાથે બહાર ગયો અને ઘોડાઓને ખેલાવીને વૃક્ષ નીચે વિશ્રાંતિ ન પ્રભાવ ઉપર કથાઓ છે ૪૮૫ વર્ષ ૪૮૫ GR GAR ક કરો Page #528 -------------------------------------------------------------------------- ________________ લેવા બેઠો. ત્યાં આવેલા કોઈ વટેમાર્ગુને જોઈને કુમાર પૂછે છે કે “ભાઈ તું ક્યાંથી આવે છે? ક્યાં જવું છે ? અને કોઈ સ્થળે તે કાંઈ અભુત બિના જોઈ છે ખરી ?' મુસાફર કુમારને નમસ્કાર કરી પાસે બેસીને કહે છે કે “કુમાર, સાંભળો-પદ્મપુર નામના નગરથી હું આવું છું અને પુંડરીક ગણધરના નિર્વાણથી પવિત્ર થયેલું તથા જ્યાં અનેક જિનેશ્વરોએ સ્પર્શના કરેલી છે, જ્યાં અસંખ્ય મહર્ષિઓ સિદ્ધિ પામ્યા છે તથા જે સર્વતીર્થોમાં આદિ તીર્થ છે, તે શ્રી શત્રુંજ્ય નામના તીર્થને નમસ્કાર કરવાને હું જાઉં છું. જે કાંઈ આશ્ચર્યકારી બિના મેં જોઈ છે તે આ પ્રમાણે છે : પદ્મપુર નગરમાં પા નામનો પ્રતાપશાળી રાજા છે. હંસી નામની તેની રાણી છે તેને રત્નાવતી નામની સ્ત્રીઓને વિષે રત્ન જેવી પુત્રી છે. બુદ્ધિબળથી તે કન્યા સઘળીએ કળાઓ સુખપૂર્વક ભણી ગઈ અને ક્રમે કરી યૌવનવયને પામી. વિવાહને લાયક હોવાથી રાણીએ તેણીને રાજા પાસે મોકલી. રાજકન્યા પણ પિતાનાં ચરણોને નમસ્કાર કરીને પાસે બેઠી. અતિશય રૂપસંપન્ન એવી તેણીને જોઈને રાજા મંત્રીને કહે છે કે “આ કન્યાના રૂપને યોગ્ય એવો કોઈ વર હશે કે નહીં એની મને શંકા પડે છે.” મંત્રી કહે છે કે “એના પુણ્યથી યોગ્ય વર પણ હોવો જોઈએ અને એનું પુણ્ય જ તેની યોજના કરી આપશે.” એટલામાં કોઈ એક નટ આવી રાજાસમક્ષ સંગીત કરવા લાગ્યો. ભીલના વેષમાં નૃત્ય કરતા એવા આ નટને જોઈને રાજપુત્રી ક્ષણવારમાં મૂચ્છ પામી. પિતાએ સ્વસ્થ કરી ત્યારે તે કન્યા કહે છે કે-“આજે મને જાતિસ્મરણ જ્ઞાન થયું છે. પૂર્વે હું ભીલડી હતી અને પ્રાણથી પણ પ્રિય એવો ભીલ મારો પતિ હતો. અત્યારે પણ જે એ જ પતિ મળે તો હું પરણું, તે સિવાય મારે અન્યને પરણવું નથી.' આ વાત સાંભળતાં કુમાર રાજસિંહ કંઈક મૂચ્છ પામ્યો, જાતિસ્મરણ પામ્યો અને શીતળ વાયુથી સ્વસ્થ થયો. પૂર્વજન્મની પોતાની સ્ત્રી પ્રત્યે પરમ પ્રીતિ થઈ અને મુસાફરને પૂછે છે કે “પછી શું થયું ?' મુસાફર કહે છે કે પોતાની પુત્રીની પ્રતિજ્ઞા સાંભળીને પધરાજા ચિંતામાં પડી ગયો કે “આ કન્યાનો પૂર્વજન્મનો પતિ શી રીતિએ જાણવો ?' આ વૃત્તાંત સાંભળીને અનેક રાજપુત્રો દૂરદૂરથી આવીને કહી ગયા કે –“અમે પૂર્વે ભીલ હતા.' પરંતુ રાજપુત્રી પૂછે છે કે જો તમે પૂર્વજન્મમાં ભીલ હતા તો એવું કયું પુણ્ય કર્યું કે જેથી અહીં તમે આટલી સમૃદ્ધિ પામ્યા ?' આ પ્રશ્નનો ઉત્તર નહી આપી શકવાથી રાજપુત્રીને ખાત્રી થઈ કે “આ બધા જૂઠું બોલનારા અને સ્વાર્થી છે.' તેથી તેણી પુરુષમાત્ર પ્રત્યે દ્વેષભાવવાળી બની છે. હવે તે કન્યા કોઈ પણ પુરુષનો સમાગમ કરતી નથી, ફક્ત સ્ત્રીઓના પરિવારમાં જ રહે છે. વિધાતાએ તમને પુરુષરત્ન બનાવેલ છે અને તેણીને સ્ત્રીરત્ન બનાવેલ છે. જો તમારા બન્નનો સંયોગ થાય તો વિધાતાનો પરિશ્રમ સફળ થાય.” મુસાફરની આ અદ્ભુત વાત સાંભળી સંતોષ પામેલા કુમારે પોતાના અંગ પર રહેલાં આભૂષણો તેને ભેટ આપી વિદાય કર્યો. હવે કુમાર રાજપુત્રી રત્નાવતીને જોવા માટે ચિંતામાં પડ્યો છે. બીજી બાજુથી નગરના લોકો ખાનગીમાં રાજા પાસે એ ફરિયાદ લઈ ગયા કે-“આ કુમાર નગરમાં જ્યાં જ્યાં ફરે છે ત્યાંત્યાં એના રૂપથી મોહિત થઈને નગરની સ્ત્રીઓ મોટાં કામોને પણ પડતાં મૂકીને અને બચ્ચાંઓને પણ રડતાં મૂકીને એની પૂંઠે દોડે છે. માટે હે રાજન્ ! ગમે તે રીતિએ એને નગરમાં ફરતો અટકાવો.' આ ફરિયાદ સાંભળીને પ્રજાવત્સલ રાજાએ દ્વારપાળદ્વારા એ કુમારને કહેવરાવ્યું કે-કલાનો અભ્યાસ ચાલુ હોય ત્યાં સુધી તમારે આવાસમાં જ રહેવું કારણ કે બાહ્યપરિભ્રમણ કરનારની સઘળીએ IN ૪૮૬ છે રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #529 -------------------------------------------------------------------------- ________________ કલાઓ નિષ્ફળ જાય છે.' આ સાંભળતાં જ કમાર ચિંતામાં પડી ગયો કે “પિતાજીએ આવો આદેશ કેમ કર્યો ?' ત્યારે તેનો મિત્ર સુમતિ આવીને બધી હકીકત જણાવે છે. કુમાર તેને કહે છે કે પિતાજીની આજ્ઞાનું પાલન મારે માટે દુષ્કર છે, કારણ કે પદ્મરાજાની પુત્રીને જોવાની મને ઘણી જ ઉત્કંઠા છે. બીજી વાત એ છે કે દેશાન્તર વિના પુણ્યની પરીક્ષા, ગુણોની પ્રાપ્તિ, ભાષામાં કુશળતા આ બધી વસ્તુઓ પ્રાપ્ત થઈ શકતી નથી. માટે તે મિત્ર ! મારે તો દેશાટન કરવું છે.” સુમતિ કહે છે કે “જો એમ જ છે તો તમે ખુશીથી પર્યટન કરો, હું તમને આ કામમાં બનતી સહાય આપીશ.” આ પ્રમાણે મંત્રણા કરી રાજપુત્ર અને મંત્રીપુત્ર બન્ને જણ સજ્જ થઈ રાત્રિના સમયે નગર બહાર નીકળી પડ્યા. કેટલેક દૂર ગયા બાદ અરણ્યમાં કોઈ એક પુરુષનો કરુણ સ્વર સાંભળવામાં આવ્યો. તે સાંભળતાં જ હાથમાં તલવાર લઈને કુમાર તે તરફ ગયો. ત્યાં તો કાખમાં કોઈ પુરુષને દબાવીને સામો આવતો સાક્ષાત્ એક રાક્ષસ જોવામાં આવ્યો. કુમાર એને સમજાવે છે કે “ભાઈ ! આ નિર્દોષનરને તું છોડી દે. એણે તારું શું બગાડ્યું છે તે કહે તો ખરો.” રાક્ષસ પણ કહે છે “આ માણસ મને વશ કરવા ઈચ્છતો હતો, પરન્તુ સાત દિવસ થયા હું ભૂખની પીડા ભોગવી રહ્યો છું. મેં એની પાસે માંસ માગ્યું પણ તે આપી શક્યો નહીં, માટે મેં એને પકડી લીધો છે. તો બોલ કે હવે હું મારું ભક્ષ્ય શી રીતે જતું કરું ?' રાજસિંહ કહે છે કે “તું આ પુરુષને છોડી દે અને બદલામાં તારી મરજી મુજબ હું તને માંસ આપીશ.' રાક્ષસે માણસને છોડી દીધો અને કુમાર પાસે માંસ માંગે છે. સત્ત્વશાળી કુમાર પોતાના જ અંગમાંથી માંસ કાપીને આપવા જાય છે ત્યાં તો આનંદમાં આવીને રાક્ષસ કહે છે કે “બસ, કુમાર ! તારા સત્ત્વથી હું સંતુષ્ટ થયો છું. હવે તારી ઇચ્છા મુજબ વર માગ.' કુમારને તો માણસને બચાવવા સિવાય બીજું પ્રયોજન હતું નહીં, એટલે કશું જ માગ્યું નહીં. તોપણ દેવનું દર્શન નિષ્ફળ ન હોય એ વિચારથી તેને ચિંતામણિ આપીને રાક્ષસ અંતર્ધાન થઈ ગયો. કુમાર પાછો ફર્યો અને પોતાના મિત્રની પાસે આવીને રાત્રિનો તમામ વૃત્તાંત કહી બતાવ્યો. પછી બન્ને જણ આગળ ચાલ્યા. કેટલેક કાળે રત્નપુર પહોંચ્યા. ત્યાં તેઓએ એક સુવર્ણમય જિનાલય જોયું. તેમાં રત્નની બનાવેલી જિનપ્રતિમા હતી. ભક્તિથી જેનાં રોમાંચ ખડાં થઈ ગયાં છે, એવા કુમારે તે પ્રતિમાને નમસ્કાર કરી સ્તવના કરી. પછી ચૈત્યને નિહાળતાં ચમત્કાર પામેલો કુમાર ત્યાંના કોઈ એક પૂજારીને પૂછે છે કે “આ મંદિર કોણે બંધાવ્યું છે ?' પૂજારી કહે છે, સાંભળોશિવકુમાર અહિયાં યશોભદ્ર નામનો શ્રેષ્ઠી થઈ ગયો. તે ઉત્તમ શ્રાવક હતો. શિવ નામનો તેને એક પુત્ર હતો, પરંતુ તે જુગાર વગેરે વ્યસનોમાં લંપટ હતો. તેના પિતા તેને ખૂબ ખૂબ શિખામણ આપે છે, તોપણ તે ધર્મ નથી કરતો. એકવાર તેના પિતાએ હિતશિક્ષા આપતાં કહ્યું કે “બીજું તો કાંઈ નહીં પણ જ્યારે તારા ઉપર કોઈ ભયંકર આફત આવી ચડે ત્યારે તું પંચપરમેષ્ઠિનમસ્કાર યાદ કરજે, તો તારી આફત ટળી જશે.” પિતાના આગ્રહથી તેણે આ વાત સ્વીકારી. તેનો પિતા પણ આરાધનાપૂર્વક મરીને દેવ થયો. હવે દારુડીઆ, જુગારીઓ વગેરે દુષ્ટપુરુષોના સંસર્ગથી શિવ પોતાની તમામ સંપત્તિ ગુમાવી બેઠો. ધન વિના તે કોઈ સ્થાને આદરસત્કાર પણ પામ્યો નહીં. કોઈ તેના સામું પણ જોતું નથી. નિસ્તેજ એવા શિવને જોઈને કોઈ એક ત્રિદંડી જાણે દયાથી ઉભરાતો હોય તેમ તેના દુઃખનું કારણ પૂછવા લાગ્યો. ત્યારે શિવે પોતાની નિર્ધનતાનું દુઃખ તેની આગળ રજૂ કર્યું. પરિવ્રાજક (ત્રિદંડી) કહે છે ન.પ્રભાવ ઉપર કથાઓ ४८७ Page #530 -------------------------------------------------------------------------- ________________ કે “જો તું મારું કહ્યું માને તો ઘરની દાસીની માફક લક્ષ્મી તને વશ થઈ જાય.” શિવ કહે છે કે ચોક્કસ હું તમારું કહ્યું કરીશ. તમારી કૃપાથી મારી નિર્ધનતા નાશ પામો.” પછી પરિવ્રાજકના આદેશથી શિવ કોઈ એક સ્થાનેથી અક્ષત શબ લાવ્યો. કાળી ચૌદશની રાત્રિએ શિવ પાસેથી પુષ્પાદિક અન્ય સામગ્રી મંગાવીને ત્રિદંડી સ્વયં એક ભયાનક સ્મશાન ભૂમિ પર ગયો. ત્યાં એક દેદીપ્યમાન માંડલું બનાવ્યું. શબના હાથમાં એક તીક્ષ્ણ ધારવાળી તલવાર મૂકી. પછી શબ-મડદાના પગને તળીએ તેલ ઘસવાનો શિવને આદેશ કરી દુષ્ટબુદ્ધિવાળો ત્રિદંડી નિશ્ચલચિત્તે મંત્રનું સ્મરણ કરવા લાગ્યો. આ બધાં કારસ્તાન ઉપરથી શિવ પણ સમજી ગયો કે પોતે આફતમાં છે. તે વિચાર કરે છે કે ભયંકર સ્મશાનભૂમિ, કાળી અંધારી રાત્રિ, ક્રૂર ત્રિદંડી અને ઉઘાડી તલવારે ઊભું રાખેલું આ શબ-આ બધું જોતાં લાગે છે કે મને મારી નાંખવાનો ત્રિદંડીનો આ સમારંભ છે. બીજી વાત એ છે કે હવે અહીંથી નાસી છૂટવું પણ શક્ય નથી. કોઈ સહાય આપે એમ પણ નથી. હવે શું કરવું ?' આ ચિંતાથી તે ભયભીત થયેલો છે. તે જ વખતે પોતાના પિતાની હિતશિક્ષા તેને યાદ આવી. એકાગ્ર મને તે પંચપરમેષ્ઠિનમસ્કાર યાદ કરવા લાગ્યો. બીજી બાજુથી ત્રિદંડીના તીવ્ર મંત્રથી શબ ઊભું થઈને ચાલવા લાગ્યું, પણ તુરત જ નીચે પડ્યું. ફરી સ્થિર ચિત્તે ત્રિદંડી મંત્ર ભણવા લાગ્યો. ફરીથી શબ ઊભું થયું અને ફરીથી નીચે પડ્યું. શંકાશીલ બનેલો ત્રિદંડી શિવને પૂછે છે કે “ભાઈ, તું કાંઈ મંત્રતંત્ર જાણે છે કે શું ?' શિવને ખબર નથી કે પોતાના નમસ્કારના પાઠથી ત્રિદંડીનો મંત્ર અને પરિશ્રમ નિષ્ફળ જાય છે. એટલે એ તો ભોળાભાવથી કહે છે કે હું કાંઈજ જાણતો નથી.” પુનઃ બન્ને જણ પોતપોતાના મંત્રો યાદ કરવા લાગ્યા. | ત્રિદંડીએ મંત્રના બળથી શબને વૈતાલથી અધિષ્ઠિત કરેલું, પણ નમસ્કારના પ્રભાવથી શિવને કંઈજ નુકસાન થયું નહીં, બલ્ક જે દેવાધિષ્ઠિત શબથી ત્રિદંડીએ શિવને મારી નાખવાની યોજના ઘડી હતી તેનાથી તે પોતે જ મરાયો. શબના હાથમાં રહેલી તલવારથી તેનું જ મસ્તક કપાયું અને તેમાંથી સુવર્ણપુરુષ ઉત્પન્ન થયો. તેના સર્વ અંગો સુવર્ણનાં હોય છે અને સુવર્ણપુરુષ મંત્રાધિષ્ઠિત હોવાથી તેનાં અંગોપાંગમાંથી જેટલું સુવર્ણ કાઢવામાં આવે તેટલું જ સુવર્ણ બીજે દિવસે ભરાઈ જાય. પુણ્યશાળી શિવને સુવર્ણપુરુષની પ્રાપ્તિ થઈ એટલે એને ભૂમિમાં ગુપ્ત રીતિએ રાખી, તેમાંથી પોતાની ઈચ્છાનુસાર સુવર્ણ મેળવી અલ્પકાળમાં તે મોટો શ્રીમંત થઈ ગયો. તેને હવે ખાત્રી થઈ ગઈ કે આ બધુંયે ધર્મનું ફળ છે. લક્ષ્મી તો વિનાશશાળી છે. આમ સમજી ખૂબ ખૂબ દાન દેવા લાગ્યો અને તેણે જ ચૈત્ય બંધાવ્યું છે. આ વૃત્તાંત સાંભળીને રાજસિંહકુમાર પોતાના મિત્રને કહે છે કે “ભાઈ જો તો ખરો, નમસ્કારનો કેવો પ્રભાવ છે કે એનાથી આ ભવમાં પણ તમામ આપત્તિ નાશ પામે છે !' શ્રીમતી ત્યાંથી આગળ ચાલતાં રાજપુત્ર પોતનપુર નામના નગરે પહોંચ્યો. ત્યાં કોઈ શ્રીમંતને ઘેર મહોત્સવ ચાલી રહ્યો હતો. તે જોઈને કુમાર કોઈ પુરુષને ઉત્સવનું કારણ પૂછે છે. તે કહે છે કે સાંભળો, આ વૃત્તાંત ઘણો જ અજાયબી ભરેલો છે. આ નગરમાં સુયત નામનો શ્રાવક વસે છે. તે શ્રાવકાચારમાં ઘણો જ નિપુણ છે. તેને શ્રીમતી નામની પુત્રી છે. ધર્મશાસ્ત્રના અભ્યાસથી તત્ત્વના મર્મને પામેલી તે કન્યા શુદ્ધ આચારને આચરનારી થઈ. તેના રૂપથી મોહિત થયેલા કોઈ મિથ્યાદષ્ટિ શ્રેષ્ઠિપુત્રે તેની માગણી કરી અને તેના પિતાને સમજવી ધામધૂમપૂર્વક તેને પરણ્યો અને પોતાને ઘેર લાવ્યો. N ૪૮૮ છે સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #531 -------------------------------------------------------------------------- ________________ ત્યાં રહી થકી શ્રીમતી ઘરનાં સઘળાંયે કાર્યો સુઘડતાપૂર્વક કરે છે, પરંતુ પરમ શ્રાવિકા હોવાથી પોતાના ધર્મને જરા પણ ચૂકતી નથી. તેની નણંદ વગેરે સઘળાયે લોક ધર્મના દ્વેષથી ડગલે ને પગલે તેના ઉપર ગુસ્સો કરે છે, તો પણ પોતાના જ કર્મના વૈચિત્ર્યને ચિંતવતી શ્રીમતી ધર્મથી જરા પણ ચલચિત્ત થતી નથી. દષ્ટિરાગને લઈને તેનો પતિ પણ ધીમેધીમે તેના ઉપર વિરાગી થયો. અન્ય સ્ત્રીને પરણવાની અભિલાષાથી આને મારી નાખવાની યોજના પણ ઘડી. ઘરના અંદરના ભાગમાં એક અંધારી ઓરડીમાં ઘડામાં સર્પ રાખીને ઘડો ઢાંકી દીધો. પછી શ્રીમતીને આદેશ કર્યો કે “ઓરડામાં ઢાંકેલા ઘડામાંથી મને પુષ્પો લાવી આપ.” પતિનો આદેશ પામતાં જ શ્રીમતી નવકાર ગણતી ગણતી ઘરના અંદરના ભાગમાં ગઈ. દયમાં નવકારને સ્થાપવાથી ગાઢ અંધકારમાં પણ તેણીને ભય ન લાગ્યો. ઢાંકણ આવું કરીને ઘડામાં હાથ નાખ્યો. નમસ્કારના પ્રભાવથી તુષ્ટ થયેલી શાસનદેવીએ સાપને ખસેડી ઘડામાં સુગંધી પુષ્પો ગોઠવી દીધાં હતાં. તે પુષ્પો લઈને તેણીએ પોતાના પતિને સોંપ્યાં. ચકિત થયેલા તેણે ત્યાં જઈને જોયું તો સાપ તો હતો જ નહીં, પણ ઘડામાંથી દિવ્ય સુગંધ ફેલાતી હતી. હર્ષ પામેલા તેણે સહુને બોલાવી આ હકીકત જણાવી અને શ્રીમતીના પગમાં પડી વારંવાર પોતાના અપરાધની માફી માગી. શ્રીમતી સમજાવે છે કે હું એટલું ઇચ્છું છું કે તમે મારા કહેવાથી આત્મહિતને સાધો.” પછી ઉપશાન્ત થયેલા તેને શ્રીમતીએ અરિહંતપ્રભુનો ધર્મ સંભળાવ્યો, કર્મની લઘુતાથી તે બોધ પામ્યો. સદ્ધર્મની પ્રાપ્તિથી કુટુંબ પણ સંતોષ પામ્યું અને તેના હર્ષથી હે રાજપુત્ર ! આ મહોત્સવ શરૂ કરવામાં આવ્યો છે. સુશ્રાવિકાનું આ અદ્ભુત ચરિત્ર સાંભળી અત્યન્ત હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્ર સુમતિને કહે છે કે “મિત્ર ! આ લોકમાં પણ નમસ્કારનું ફળ કેટલું મોટું છે! ધન, યશ, સુખ વગેરે તમામ સુંદર સામગ્રી એના પ્રભાવથી જ મળી શકે છે !' જિનદાસ રાજસિંહ અને તેનો મિત્ર પોતનપુર નગરથી આગળ ચાલતાં ધીમેધીમે ક્ષિતિપ્રતિષ્ઠિત નગરે પહોંચ્યા આખા નગરને આનંદકલ્લોલ કરતું જોઈને વિસ્મય પામેલા રાજકુમારે કોઈ એક નાગરિકને નગરના હર્ષનું કારણ પૂછ્યું. નાગરિક કહે છે કે આ નગરમાં બલ નામનો બળવાન રાજા છે. એકવાર અત્યન્ત વૃષ્ટિ થવાથી નદીમાં મોટું પૂર આવ્યું. લોકો તે જોવા આવ્યા. એમાં એક હોશિયાર કોટવાળ પૂરમાં તણાતા મોટા બીરાને જોઈને નદીમાં પડ્યો અને બીજોરું લઈને રાજને સોંપ્યું. એનો વર્ણ, એની ગંધ તથા એનો સ્વાદ જોઇને રાજ ખુશ થઈ ગયો અને કોટવાળનો સત્કાર કરીને તેને પૂછ્યું કે “તેં આ ક્યાંથી મેળવ્યું?' તેણે કહ્યું કે “નદીના પૂરમાંથી' ત્યારે રાજાએ પણ એનું મૂળ શોધી કાઢવાનો આદેશ કર્યો. તેની શોધ માટે નદીના કિનારે કિનારે ચાલતાં તે વન સુધી પહોંચી ગયો. વનમાં જવા તૈયાર થાય છે, ત્યાં પાસે રહેલા ગોવાળિયાઓ કહે છે “ભાઈ, જે કોઈ અહીંથી ફળ લઈ જાય છે, તે અવશ્ય મૃત્યુ પામે છે, માટે ફળની લાલચ રાખીશ નહીં.' તેણે તો ખાલી હાથે પાછા ફરીને રાજાને હકીકત જણાવી. ફળની લાલસાને આધીન થયેલો રાજા પણ મર્યાદા મૂકીને કહે છે કે “તારે વારાફરતી એકેક માણસને મોકલીને હંમેશને માટે મારા વાસ્તે એક બીજોરું મંગાવવું.' નગરના તમામ લોકોના નામની પત્રિકા લખીને કોટવાળે ઘડામાં નંખાવી અને હંમેશાં કુમારી કન્યા મારફત ચિઠ્ઠી કઢાવે છે. જેના નામની ચિઠ્ઠી નીકળે તેને વનમાં મોકલી તેના દ્વારા એ બીજોરું મંગાવે છે. પછી તે જનારો તો બિચારો મરણ જ પામે છે. આમ રોજ એકએક માણસને મરવું પડે છે, આથી લોકો ત્રાસી ગયા. ન. પ્રભાવ ઉપર કથાઓ ૪૮૯ LIST Dir figrati Page #532 -------------------------------------------------------------------------- ________________ એવામાં એકવાર જિનદાસ નામના શ્રાવકનો વારો આવ્યો. હવે મરવાનું જ છે તો અન્તિમ આરાધના કરી લેવી જોઈએ, એમ વિચારી ધર્માત્મા એવો તે ગૃહચૈત્યમાં પૂજા કરી, સહુને ખમાવી આગારસહિત પચ્ચખાણ કરીને, મનની સમાધિ જાળવીને બીજોરું લેવા વનમાં ગયો. ઉચ્ચસ્વરે નમસ્કારને ગણતો જિનદાસ વનમાં પેઠો. વ્રતની વિરાધનાથી વ્યંતરમાં ઉત્પન્ન થયેલો એક ક્ષુદ્ર દેવતા ત્યાંનો અધિષ્ઠાયક થયો હતો. નવકારના શ્રવણથી તેને પોતાના પૂર્વજન્મનું ભાન થયું, એટલે શ્રાવકની પાસે આવી હાથ જોડીને ભક્તિપૂર્વક કહે છે કે “તમે મને ધર્મ પમાડ્યો, માટે આજથી માંડીને તમે મારા ગુરુ છો-મારા માટે પૂજ્ય છો. તમે તમારા સ્થાને રહેજો. હું તમને હંમેશાં ફળ આપી જઈશ.' જિનદાસ કૃતકૃત્ય થઈ પાછો ફર્યો અને રાજાને વાત કરી. રાજા અત્યંત ખુશ થઈ ગયો અને જિનધર્મની સ્તુતિ કરવા લાગ્યો. જિનદાસનો પણ તેણે ઘણો સત્કાર કર્યો. આખા નગરમાં હર્ષ ફેલાયો અને આ કારણે તે રાજપુત્ર ! હાલમાં અહીંના રાજાએ આ ઉત્સવ કરાવ્યો છે.' ઉત્સવનું કારણ સાંભળીને રાજકુમાર સુમતિને કહે છે કે “પરમેષ્ઠિનમસ્કારનું આ કેવું ફળ છે કે આ ભવમાં જ તે સુખને આપનારો થાય છે. હવે નમસ્કારના પારલૌકિકફળ સંબંધી અંડપિંગલનું દષ્ટાંત કહીશું. ચંડપિંગલ ચોર આગળ ચાલતાં રાજપુત્ર અને તેનો મિત્ર વસંતપુર નગરે પહોંચ્યા. ત્યાં સહુ કોઈને નવકાર ગણતા જોઈ વિસ્મય પામેલો કુમાર મિત્રને પૂછે છે કે “અહીંનો સમસ્ત લોક ઉલટભેર નવકારનો પાઠ કરે છે તેનું કારણ શું છે? તેની જરા તપાસ કરી જુઓ.’ કોઈની પાસેથી બાતમી મેળવીને કુમાર પાસે આવીને સુમતિ કહે છે કે “આ નગરમાં જિતશત્રુ રાજા હતો. તેને ભદ્રા નામની ગુણસંપન્ન રાણી હતી. ચંડપિંગલ નામનો ચોર ક્યાંકથી આવીને હંમેશાં નગરને સતાવતો હતો. એકવાર તો રાજાના ભંડારને ફોડીને તેમાંથી સુંદર હાર ચોરી ગયો અને જઇને તે જ નગરીમાં કલાવતી નામની કોઈ કલાસંપન્ન ગણિકાને તે હાર આપ્યો અને તેની સાથે ભોગસુખ ભોગવવા લાગ્યો. એવામાં અનંગ ત્રયોદશી આવી. તે મહોત્સવના પ્રસંગે સઘળીએ વેશ્યાઓ અલંકારો પહેરી, શણગાર સજીને વનમાં ક્રીડા કરવા આવી પહોંચી. કલાવતી પણ ચોર પાસેથી મેળવેલો હાર પહેરીને સૌની સાથે આવી. તે વખતે મહારાણીની દાસીઓ પણ ઉત્સવ જોવા આવેલી. આ મનોહર હાર જોઈને તેમણે ઓળખી લીધો અને જઈને રાણીને વાત કરી. રાણીએ રાજને વાત કરી અને રાજાએ મંત્રીને કહ્યું કે “હાલમાં આ કલાવતી કોની સાથે સંગ કરે છે તેની તપાસ કરાવો.” મંત્રીએ તપાસ કરાવીને “ચંડપિંગલ સાથે રહે છે તેમ જણાવ્યું. રાજાએ કલાવતીના ઘરને ઘેરી લીધું, ચંડપિંગલને પકડી લીધો અને શૂળીએ ચડાવ્યો. કલાવતી વેશ્યા હોવા છતાં અલ્પાંશે શ્રાવિકાનો આચાર પાળનારી હતી. તેને એમ થયું કે “અહો ! ખેદની વાત છે કે મારા પ્રમાદથી આ બિચારો આવી દશાને પામ્યો. મારે પણ આજથી માંડીને બીજા પુરુષોથી સર્યું. હવે તો હું આને જ નવકાર આપું. આમ વિચારી શૂળી પાસે જઈને નવકાર આપ્યો. “નવકારના પ્રભાવથી હું મરીને આજ રાજાનો પુત્ર થાઉં” આવું નિયાણું એની પાસે કરાવ્યું. ચોર મરીને બરાબર રાજાનો જ પુત્ર થયો કારણ કે ફળપ્રદાનમાં નમસ્કાર કામધેનુતુલ્ય છે. રાજાએ જન્મોત્સવ કર્યો અને પુરંદર એવું એનું નામ પાડ્યું. તેના મરણથી ગર્ભનો કાળ જાણીને કલાવતી સમજી ગઈ કે “આ રાજપુત્ર જ મારો પ્રાણપ્રિય છે. તેથી તે રાજપુત્રને વારંવાર રમાડવા લાગી અને રુદન કરતો હોય તો કહે કે “રડીશ નહી.' ચંડપિંગલને વારંવાર પોતાના પૂર્વભવનું વૃત્તાંત સાંભળીને અને કલાવતીની મુખમુદ્રા જોઈને પૂર્વભવ યાદ આવ્યો. જિતશત્રુના અવસાન બાદ તે પુરંદર રાજા થયો અને કલાવતીએ અન્ય કોઈ પુરુષનો સંગ કર્યો નથી એવું જાણવાથી તેનો સ્વીકાર કર્યો. આ IN ૪૯૦ ૪૯૦ આ સૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #533 -------------------------------------------------------------------------- ________________ સઘળું નવકા૨નું ફળ છે એમ જાણી જિનધર્મમાં રક્ત થયેલો રાજા હંમેશાં નવકારનું પઠન કરે છે. ત્યારથી લોક પણ નવકાર ગણવા લાગ્યો છે. આ કહેણી ખોટી નથી કે યથારાના તથા પ્રષ્ના સુમતિના મુખથી આ કથાનક સાંભળી સંતોષ પામેલો રાજપુત્ર કહે છે કે ‘જુઓ ! આ ચોરને પરલોકમાં આ મંત્ર કેવી સુંદર રીતિએ ફળ્યો !' હૂંડિકયક્ષ હવે પરલોકના ફળને દર્શાવતું હું ડિકયક્ષનું દૃષ્ટાંત વર્ણવીએ છીએ. આગળ ચાલતાં રાજસિંહ અને સુમતિ મથુરા નગરીએ પહોંચ્યા. ત્યાં પૂર્વ દિશામાં યક્ષનું મંદિર જોયું. તેની આગળના ભાગમાં ‘શૂળીએ ચડાવેલ ચોર અને તેને અપાતો નમસ્કાર, આવું દૃશ્ય જોવામાં આવ્યું.' આ અદ્ભુત ઘટના જોઈને રાજપુત્ર ત્યાંના પૂજારીને પૂછે છે કે ‘ભાઈ, આ શી બિના છે ?' પૂજારી કહે છે કે— ‘અહીં શત્રુ મર્દન રાજા છે તથા આ નગરમાં જિનદત્ત નામનો શ્રેષ્ઠી છે. તે શ્રાવક છે, દયાળુ છે તથા સત્ત્વશાળી છે. એકવાર અહીં હૂંડિક નામનો કલાબાજ ચોર ચોરી કરવા આવ્યો અને કોઈ શેઠના ઘરમાં ખાતર પાડી ચોરી કરવા ગયો ત્યાં પકડાયો. રાજપુરુષોએ પકડીને રાજાને સોંપ્યો. રાજાએ પણ હુકમ કાઢ્યો કે ‘વિડંબના પમાડીને એને ફાંસીએ લટકાવો.’ રાજપુરુષોએ ચોરે અને ચૌટે જાહેરાત કરીને નાગરિકોને જણાવ્યું કે ‘આ હૂંડિક ચોરે ચોરી કરેલી હોવાથી એને વધનાં સ્થાને પહોંચાડવામાં આવે છે. બીજો પણ જે કોઈ આવો ગુનો કરશે તો તેને પણ તેવી જ શિક્ષા કરવામાં આવશે. કારણ કે આપણો ન્યાયનિષ્ઠ રાજા પોતાનો અપરાધ પણ સહન કરે તેવો નથી. ગધેડા ઉપર બેસાડી, આખા નગરમાં ફેરવી અનેક વિટંબણાઓ પમાડીને તેને ફાંસીના સ્થાને લઈ ગયા અને ફાંસીએ લટકાવ્યો. એ જ વખતે કોણ કોણ એને કઈ કઈ સહાય આપે છે તે જાણવા માટે રાજાએ ત્યાં ચપુરુષોને ગોઠવી દીધા. અતિતાપની પીડાથી તેને બિચારાને તૃષા ખૂબ લાગી હતી. એટલે જે કોઈ પાસે જાય તેની પાસે પાણી માગવા લાગ્યો, પરંતુ રાજાના ભયથી કોઈ એને પાણી સુદ્ધાં આપતું નથી. હવે એ જ માર્ગે થઈને જિનદત્ત શ્રેષ્ઠી આવ્યો. એની પાસે પાણી માગ્યું ત્યારે દયાળુ શ્રેષ્ઠીએ કહ્યું કે ‘હું તને પાણી પાઈશ, પણ તું એકાગ્ર મને નમસ્કારમંત્રને યાદ કર કે જેથી તારી સદ્ગતિ થાય. હિંસા કરનાર, જૂઠ બોલનાર, ચોરી કરનાર, પરસ્ત્રીગમન કરનાર અને બીજાં પણ નિંદનીય મહાપાપોમાં રક્ત તથા આવાં પાપોને પરવશ થઈને જે દુર્ગતિમાં જવાને જ સરજાયેલ છે એવો મનુષ્ય પણ જો આ મહામંત્રને એક છેવટની ઘડીએ પણ સાચા દિલથી સંભારી લે છે તો તે મનુષ્ય સ્વર્ગગામી થાય છે.’ શ્રાવકના વચનથી તે ચોર સર્વ દુઃખને હરનાર તે મહામંત્રને વારંવાર યાદ કરવા લાગ્યો. હવે શ્રાવક ઘેર જઈ પાણી લઈને પાછો ફરે છે, ત્યાં તો ચોર પ્રાણમુક્ત થયો અને મહર્ષિક યક્ષોમાં દેવ તરીકે ઉત્પન્ન થયો. લોકમાં પણ કહેવાય છે કે ‘અંતે જેવી મતિ તેવી ગતિ.’ આ પછી ચરપુરુષોએ જઈને રાજાને જિનદાસનો વૃત્તાંત જણાવ્યો. એના માટે પણ રાજાએ ફાંસીનો હુકમ કાઢ્યો. રાજપુરુષોએ ગધેડા પર બેસાડી એની વિડંબના કરવાની તૈયારી કરી. ત્યાં તો યક્ષદેવતાએ પોતાના ગુરુની આ દશા જોઈ નગરના લોકોને શિક્ષા કરવા માટે એક પથ્થરની મોટી શિલા બનાવી અને રાજા વગેરે લોકોને ઉદ્દેશીને કહ્યું કે રે અધમ પુરુષો ! આ તમે શું માંડ્યું છે ? કરુણાના સાગર અને મારા સ્વામી શ્રી જિનદત્તની વિડંબના કરી છે તો સમજી લેજો કે તમને સહુને આ શિલાથી ચૂરી નાંખીશ.’ આ સાંભળતાં જ રાજા વગેરે તમામ લોકો એટલા ભયભીત થઈ ગયા કે જેની વિડંબના કરવા ધારી હતી તેની જ પુષ્પાદિકથી પૂજા કરવા લાગી ગયા. મરણનો ભય કોને ન હોય ? નમસ્કાર કરીને વિનંતી કરે છે કે ‘સ્વામિન્ ! અજ્ઞાનથી અમે જે અપરાધ કર્યો તેની ક્ષમા કરો.' યક્ષ કહે છે કે ‘આ શ્રાવકનું તમે બધા શ૨ણું ન. પ્રભાવ ઉપર કથાઓ ૪૯૧ Page #534 -------------------------------------------------------------------------- ________________ સ્વીકારો અને પૂર્વ દિશામાં મારું મંદિર કરાવો. પછી રાજાએ ગંધહસ્તી ઉપર શ્રેષ્ઠીને બેસાડીને નગરમાં પ્રવેશ કરાવ્યો અને વારંવાર પોતાની ભૂલની માફી માગી, તથા શ્રાવકના પ્રતિમા સહિત ફંડિકયક્ષનું મંદિર બંધાવ્યું. આ સાંભળી હર્ષ પામેલો રાજપુત્ર પોતાના મિત્રને કહે છે કે નમસ્કારના સ્મરણથી આ ચોર પણ મહર્ધિક યક્ષ થયો, તેમ હું પણ પૂર્વે ભીલ હતો અને પરમેષ્ઠિમંત્રના પ્રતાપે આજ રાજકુળનાં સુખ ભોગવું છું.” રાજપુત્રની આ વાત સાંભળીને સુમતિ પૂછે છે કે “આપ વળી ભીલ શી રીતે હતા?' કુમાર પોતાનો પૂર્વભવ કહી સંભળાવે છે, ત્યારે આશ્ચર્ય પામેલો સુમતિ કહે છે કે “અરે ! મને તો લાગે છે કે તમે તમારા પૂર્વજન્મની પત્ની રત્નપતીને પરણવા જ નીકળ્યા છો. પરંતુ તે તો પુરુષમાત્રની દ્રષિણી છે, એટલે એને જોવી પણ અશક્ય છે, તો પછી વાતચીતનો પ્રસંગ તો મળે જ શાનો?' કુમાર કહે છે કે “મિત્ર! આવી ચિંતા શા માટે કરવી? કેમ કે જેની ચિંતવના પણ ન કરી હોય તેવાં કાર્યો પણ વિધિ પાર પાડી આપે છે અને પુરુષે ગમે તેટલું ધાર્યું હોય પણ વિધિ વિપરીત હોય તો એક પણ કામ પાર પડતું નથી.' કુમાર પોતાના મિત્ર સહિત તે નગરથી આગળ ચાલ્યો. કેટલીકવારે કોઈ એક સરોવરે પહોંચ્યા. તાપ ખૂબ પડતો હતો. ઉપરાંત રસ્તાનો થાક પણ લાગેલો એટલે કુમારને ઘણી જ તૃષા લાગી હતી. સરોવરના કિનારે સ્નાનાદિ કરીને રાજપુત્ર વિશ્રાંતિ લેવા માટે ક્ષણવારને માટે એક વૃક્ષ નીચે સૂઈ ગયો. સુમતિ આસપાસની લતાઓમાંથી પુષ્પો એકઠાં કરવા ગયો, તેટલામાં તેણે આકાશમાર્ગે આવતા કોઈ વિદ્યાધરને જોયો. દેવકુમાર જેવા કુમારને જોઈને વિદ્યાધરને ચિંતા થઈ કે “મારી પાછળ આવતી મારી સ્ત્રી આ કુમારને જોઈને જરૂર તેના ઉપર રાગવાળી થશે.' આ ચિંતાથી તેણે લતામાંથી અમુક ઔષધી ગ્રહણ કરી, તેને ઘસ કુમારના ઉપર છાંટી કે તરત જ કુમાર સ્ત્રીસ્વરૂપ થઈ ગયો. વિદ્યાધરના ગયા બાદ તરત જ એની સ્ત્રી એ માર્ગે આવી પહોંચી. સ્ત્રીના સ્વરૂપમાં કુમારને જોઈને તેને ચિંતા થઈ કે આ સ્ત્રીને જોઈને મારો પતિ આનામાં આસક્ત થશે.' આ વિચારથી તેણે બીજી ઔષધી છાંટીને કુમારને ફરીથી પુરુષ બનાવી દીધો. સુમતિ લતાઓની મધ્યે રહ્યો થકો આ બધું જોઈ રહ્યો હતો. કુમાર જાગ્યો એટલે એને બને ઔષધીઓ બતાવી અને તેની શું અસર નીપજે છે વગેરે વૃત્તાંત કહ્યો. પછી આગળ ચાલતાં તેઓ પદ્મપુર નગરે પહોંચ્યા. ત્યાંના સુવર્ણમય જિનાલયમાં બન્ને જણ સ્ત્રીનું રૂપ લઈને ગયા. રત્નાવતી પણ સ્ત્રીઓના પરિવારની સાથે તે જ સમયે ત્યાં આવી પહોંચી. પુષ્પચંદનાદિથી પ્રભુપૂજા કરીને પાછી ફરતી રાજપુત્રીએ દેવાંગના જેવી કુમારસ્ત્રીને જોઈ અને જોતાં જ હર્ષ પામીને પૂછ્યું કે “તું ક્યાંથી આવી છે?' મિત્ર સ્ત્રીએ કહ્યું કે “મારી સખી અન્ય સ્થાનેથી અહીં આવી છે.” ફરી રત્નાવતી કહે છે કે “તારી સખીને જોતાં જ મને અપૂર્વ આનંદ થાય છે. ઉલ્લાસ થાય છે તો તમે બન્ને મારે ઘેર પધારો. બન્ને કૃત્રિમ સ્ત્રીઓ ત્યાં ગઈ અને ઘણી વખત ત્યાં રહી. પ્રસંગ પામીને એકવાર કુમારસ્ત્રીઓ રાજપુત્રીને કહ્યું કે “હજી તારા પૂર્વભવના પતિ ભીલનો પત્તો લાગી શક્યો નથી અને અનુપમપતિ વિના ગમે તેવી રૂપસંપન્ન અને મનોહર કન્યા પણ શોભા પામતી નથી, માટે હવે તો કોઈ યોગ્ય રાજકુમારને પસંદ કરીને તું લગ્ન કરી લે તો ઠીક થાય.” રત્નાવતીએ કહ્યું કે “મારા પૂર્વભવના પતિ સિવાય દેવેન્દ્રને પણ હું વરવાની નથી.” કુમારસ્ત્રી કહે છે કે “જે એમ છે તો અરણ્યમાં રહેલા માલતીના પુષ્પની માફક ભોગ વિનાનું તારું યૌવન નિષ્ફળ છે. રાજપુત્રી કહે છે કે “પતિ કરવાનો છે તે ચિત્તની શાંતિ માટે કરવાનો છે અને તે શાંતિ મને તારાથી જ મળી રહે છે, તો મારે હવે બીજા કોઈનું કામ નથી. કુમારસ્ત્રી પૂછે છે કે તારા પૂર્વપતિને ઓળખવો શી ૪૯૨ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #535 -------------------------------------------------------------------------- ________________ રીતે? તે કહે.” ત્યારે રાજપુત્રી કહે છે કે “મારી પૂર્વજન્મની કરણી જે જાણતો હોય તે જ મારો સ્વામી છે. કુમારસ્ત્રી બોલી કે “દમસાર મહર્ષિએ બતાવેલા નમસ્કારનું નિરંતર સ્મરણ કરતાં મરીને તું રાજપુત્રી થઈ છે.” આ સાંભળતાં જ રાજપુત્રી એની સખીને પૂછે છે કે “આ તારી સખી સ્વયં આ વાત જાણે છે કે કોઈની પાસેથી જાણીને મને કહે છે? સખી જણાવે છે કે “આ સ્વયં ભણીને કહે છે અને આ જ તારો પૂર્વ જન્મનો પતિ છે. માટે તો તારું મન આને વિષે ઠરે છે. બીજું એની ચેષ્ટા વગેરે પણ પુરુષને અનુરૂપ હોય એવું લાગે છે. વળી પતિસમાગમથી સ્ત્રીઓમાં જે વિકાર દેખાય તેવા વિકારો તારામાં આના સમાગમથી થતા દેખાય છે, માટે મારું તો માનવું છે કે ચોક્કસ આ જ તારો પૂર્વનો પતિ છે અને કૃત્રિમ સ્ત્રીનું રૂપ લઈને અહીં આવેલ હોય એમ મને લાગે છે.” પછી રનવતીના આગ્રહથી બન્ને કૃત્રિમસ્ત્રીઓએ બીજી ઔષધીનો ઉપયોગ કરી પોતાનું પુરુષસ્વરૂપ પ્રગટ કુમારનું રૂપ જોઈ અત્યંત હર્ષ પામેલી રાજકન્યાએ કહ્યું કે “નાથ! જેમ તમે તમારું રૂપ પ્રગટ કર્યું તેમ કૃપા કરીને તમારું કુળ પણ અમને કહી સંભળાવો.' કુમારની આજ્ઞાથી સુમતિએ સઘળોયે પ્રબંધ કહી સંભળાવ્યો. રાજાએ વૃત્તાંત જાણ્યો અને અત્યન્ત હર્ષથી પોતાની પુત્રી રાજકુમારને આપી તથા ભક્તિથી હાથી, ઘોડા વગેરે પણ આપ્યું. રાજસિંહ ભાગ્યથી પ્રાપ્ત થયેલાં ઉત્તમકોટિનાં ભોગસુખ ભોગવવા લાગ્યો. એના પિતાને આ વાતની ખબર પડતાં દૂત દ્વારા લેખ મોકલીને જણાવ્યું કે શ્રી મણિમંદિર નગરથી રાજા રાજમૃગાંક, કુમાર રાજસિંહને સ્નેહ અને ઉત્કંઠાપૂર્વક જણાવે છે કે “અમે ક્ષેમકુશળ છીએ પરંતુ તારો વિરહ અમોને સાલે છે. તારા દર્શન માટે અમે ઝંખીએ છીએ. વળી અમારી વૃદ્ધાવસ્થા છે અને વ્રત લેવાની અમારી મનોકામના છે, તો તું જલદી આવીને રાજ્યનો સ્વીકાર કર.' કુમારને પણ પિતાને મળવાની ઉત્કંઠા થઈ. તેથી તે પારાજા પાસેથી વિદાય લઈ ચતુરંગીસેના સાથે પોતાના નગર ભણી ચાલ્યો. રનવતીની સાથે હાથી પર બેસીને નગરમાં પ્રવેશ કર્યો. ભક્તિથી માતાપિતાનાં ચરણોમાં નમસ્કાર કર્યો. પિતાએ આશીર્વાદ આપ્યો અને વિચાર કર્યો કે “પુત્રને રાજગાદીએ બેસાડીને હું હવે ધર્મનો આશ્રય કરું.” એટલામાં ઉદ્યાનપાલ આવી નમસ્કાર કરીને વિજ્ઞપ્તિ કરે છે કે “રાજન ! ઉદ્યાનમાં આચાર્ય ગુણસાગરસૂરિજી પધાર્યા છે.' તે સાંભળી રાજા આનંદ પામી વિચારે છે કે “મારું કેવું અહોભાગ્ય કે યોગ્ય અવસરે જ ગુમહારાજ પણ પધાર્યા. પછી રાજસિંહને ગાદીએ બેસાડ્યો. વાચકોને દાન આપ્યું, જિનમંદિરમાં જઈ પૂજા કરી, પછી હાથી પર બેસીને રાજસિંહની સાથે ગુરુસમીપે ગયા. ગુરુને નમસ્કાર કરીને વિનંતી કરી કે “ભગવન્! કૃપા કરી મને દીક્ષારૂપી નૌકા આપો અને આ ભયાનકભવસમુદ્રથી તારો.” ગુરુએ વિધિપૂર્વક વ્રતો આપ્યાં. રાજર્ષિ પણ તપ તપીને સદ્ગતિ પામ્યા. રાજસિંહ અને રત્નાવતી રાણીએ સમ્યકત્વપૂર્વક ગૃહસ્થધર્મ અંગીકાર કર્યો. પછી ગુરુને નમસ્કાર કરી રાજા પોતાને સ્થાને ગયો અને આચાર્ય મહારાજ પોતાના પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા. રાજસિંહે ચિરકાળ સુધી રાજ્યનું પાલન કર્યું. નમસ્કારના પ્રભાવથી બળવાન દુશ્મન રાજાઓ પણ વશ થઈ ગયા. તેણે પોતાના સમસ્ત રાજ્યની ભૂમિને ચૈત્યોથી વિભૂષિત કરી. ન. પ્રભાવ ઉપર કથાઓ ૪૯૩ Page #536 -------------------------------------------------------------------------- ________________ હવે એકવાર રાજા માંદો પડ્યો. ત્યારે તેણે પ્રતાપસિંહ નામના પોતાના પુત્રને ગાદીએ બેસાડ્યો અને અંતિમ આરાધના માટે ધર્માચાર્યને બોલાવ્યા. તેમના ચરણોમાં નમસ્કાર કરી હાથ જોડીને કહ્યું કે “ભગવન્! હવે અવસરોચિત કંઈક આદેશ કરો.” ગુરુ કહે છે કે “મહાનુભાવ! સઘળી આશંસા છોડી સમ્યપ્રકારે આરાધના કર. જ્ઞાનાદિ આચારને વિષે લાગેલા અતિચારોનું કથન કર અને પુનઃ વ્રતોચ્ચારણ કર. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ તમામ જીવોની સાથે ક્ષમાપના કરી લે. કોઈની પણ સાથે વેરભાવ રાખીશ નહિ. હિંસા, જૂઠ, ચોરી વગેરે અઢારે પાપોનો ત્યાગ કર. ભૂતકાળમાં પણ જે કાંઈ પાપકાર્યો કર્યાં હોય, તેની આત્મસાક્ષીએ નિંદા કર, વિધિપૂર્વક દાનશીલાદિ જે સુકૃતો કયાં હોય તેની મન-વચન-કાયાથી અનુમોદના કર. અરિહંત, સિદ્ધ, સાધુ અને જિનપ્રણીતધર્મ એ ચાર શરણ કરવા લાયક છે, તેનું તું શરણું સ્વીકાર. ચારે પ્રકારના આહારનો ત્યાગ કર અને વારંવાર નવકારનું સ્મરણ કર. “કોઈનો નથી અને મારું કોઈ નથી.” આ પ્રમાણેની ભાવના વડે દેહમાં પણ નિર્મમ બની જિનચરણોની સેવાની જ એક આશંસા રાખ. આ પ્રમાણે સમાધિપૂર્વકની આરાધનાથી રાજસિંહ મરીને બ્રહ્મદેવલોકમાં દશ સાગરોપમના આયુષ્યવાળો દેવેન્દ્ર થયો. રવતી પણ આરાધનાપૂર્વક મરીને તે જ દેવલોકમાં ઉત્પન્ન થઈ. ત્યાંથી અવીને તે બન્નેના આત્માઓ મોક્ષસંપત્તિને પામશે. આ પ્રમાણે નમસ્કારના સ્મરણથી ભીલ-ભીલડીને મળેલા દેવ-મનુષ્યનાં સુખ તથા પરંપરાએ મુક્તિનું સુખ અને બીજાં દાંતોમાં પણ જે ફળ બતાવ્યું છે તે વિચારીને હે ભવ્ય જીવો! પંચપરમેષ્ઠિનમસ્કારમંત્રને તમે નિરન્તર યાદ કરો કે જેથી તમારો ભવભય પણ દૂર થાય. નમસ્કારના પ્રભાવ ઉપર અર્વાચીન પ્રસંગો શીલરક્ષક શ્રી નવકાર રાજકોટનિવાસી એક સુખી ધાર્મિક જૈન પરિવાર લગ્નપ્રસંગે મુંબઈ ગયેલ. મુંબઈથી રાજકોટ તરફ જીપમાં બેસીને પાછા ફરી રહ્યા હતા, જીપમાં ત્રણ બહેનો અને એક ભાઈ હતા. વાપી પાસેના જંગલમાં અચાનક જીપ બગડતાં બહેનો નીચે ઊતરી અને લઘુશંકા ટાળવા થોડે દૂર ગઈ. ત્યાં તો અચાનક શસ્ત્રધારી લૂટારાઓ ત્યાં આવી પહોંચ્યા અને બંદૂકની અણીએ કીમતી આભૂષણોની બેગ આંચકી લીધી. પરંતુ આટલેથી જ તેમને સંતોષ ન થયો. બહેનોનું રૂપ જોઈને તેમની આંખોમાં વિકારરૂપી ચોર પેઠો, એટલે તેમણે પેલા ભાઈને જીપમાંથી નીચે ઊતરી જવા કહ્યું. પેલા ભાઈ કર્તવ્યમૂઢ બની ગયા હતા. ત્યાં તો ત્રણે શ્રાવિકાઓએ એકીસાથે પેલા ભાઈને જોરશોરથી નવકાર ગણવાની પ્રેરણા કરી અને એ ભાઈ તથા ત્રણે બહેનો મોટે અવાજે તાલબદ્ધ રીતે નવકાર ગણવા લાગ્યા. આપત્તિના લીધે સહજપણે નાભિના ઊંડાણમાંથી નીકળતા મહામંત્રના ધ્વનિની કોઈ અકલ્પનીય અસર પેલા લૂંટારાઓ ઉપર થઈ અને તેઓ ભયભીત બનીને આભૂષણોની બેગ પણ ત્યાં જ મૂકીને મુઠ્ઠીઓ વાળીને નાસી છૂટ્યા ! મહાન આપત્તિમાંથી મહામંત્રના પ્રભાવે સૌ આબાદ ઊગરી ગયા, તેથી સદાને માટે નવકારના અનન્ય ઉપાસક બની ગયા. મૃત્યુ મરી ગયું રે લોલ” મુંબઈના એક હાર્ટસ્પેશ્યાલીસ્ટ ડોક્ટરના સગા ભાઈએ લંડનમાં દયનું, ઓપરેશન કરાવ્યું, પરંતુ ઓપરેશન ફેઈલ ગયું. ડોક્ટરોએ તેમને “ક્લીનીકલી ડેડ' અર્થાત્ મૃત્યુ પામેલા જાહેર કર્યા. ત્યાંના રિવાજ ત્રલોકચદીપક મહામંત્રાધિરાજ Page #537 -------------------------------------------------------------------------- ________________ મુજબ જો ઓપરેશન સફળ થાય તો ડોક્ટરો દર્દીના કુટુંબીઓને ખુશખબર આપે, પરંતુ કેસ નિષ્ફળ જાય તો ડોક્ટરો પાછલા દરવાજેથી ચાલ્યા જાય. એ મુજબ ડોક્ટરો કાગળ ઉપર તેમને મૃત્યુ પામેલા જાહેર કરીને પાછલા દરવાજેથી ચાલ્યા ગયા. બે કલાક પસાર થઈ ગયા. કુટુંબીઓના શ્વાસ અદ્ધર થઈ ગયા. ભાઈ ડોક્ટર પણ ગભરાઈ ગયા, કોઇને કાંઈ જવાબ આપી શકતા નથી. ત્યાં તો અચાનક ચમત્કાર સર્જાયો. પેલા દર્દી ભાઈ એકદમ જાગીને બેઠા થઈ ગયા! બધાને ખૂબ આશ્ચર્ય થયું. આસપાસ એકઠા થયેલા લોકોને જોઈને તેમણે પૂછ્યું કે “તમે બધા શા માટે ભેગા થયા છો ?' ત્યારે કોઈએ તેમને કહ્યું કે તમારું હાર્ટનું ઓપરેશન ફેઈલ જતાં ડોક્ટરોએ તમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. તો તમે સજીવન શી રીતે થયા? ત્યારે દર્દીએ ખુલાસો કરતાં કહ્યું કે “હું તો માત્ર ગુરુમહારાજને મળવા માટે ભારત ગયો હતો !' મારા ગુરુમહારાજ એટલે બીજા કોઈ નહિ, પરંતુ કલિકાલમાં નવકાર મહામંત્રના અજોડસાધક, પ્રભાવક, અજાતશત્રુ, અધ્યાત્મયોગી પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ. સા. કે જેમણે મારા જેવા અનેક આત્માઓ પર અનંત ઉપકાર કર્યો છે, જે શબ્દોમાં વર્ણવવો અશક્ય છે ! આ દર્દીને તેમની પાસેથી નવકાર શી રીતે મળ્યો તે આપણે જોઈએ. મારા વિદેશપ્રવાસ દરમિયાન નવકાર મહામંત્ર વિષેના મારા વાર્તાલાપથી પ્રભાવિત થઈને તે ભાઈ લંડનમાં મારા પરિચયમાં આવ્યા ત્યારે નવકારમહામંત્રને ગુરુમુખેથી ગ્રહણ કરવા અંગે મેં તેમને પ્રેરણા કરી હતી. તેથી એ ભાઈને પૂજ્યપાદ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ.સા. ના પવિત્ર મુખેથી નવકારમંત્ર ગ્રહણ કરવાની ભાવના થઈ અને ખાસ ગુરુ મુખે નવકારમંત્ર ગ્રહણ કરવા જ માટે લંડનથી પ્લેન દ્વારા ભારત આવ્યા. ગુરુમુખેથી નવકારમંત્ર ગ્રહણ કર્યા પછી જ અન્ન-પાણી લેવાનો અત્યંત અનુમોદનીય સંકલ્પ તેમણે કર્યો હતો. સવારે ૬-૦૦ વાગ્યે તેઓ મુંબઈ પહોંચ્યા. બે ઠેકાણે પંન્યાસજી મહારાજની તપાસ કરતાં કરતાં યોગાનુયોગ બપોરે ૧૨-૩૦ વાગ્યે વિજય મુહૂર્વે જ તેઓ રાજસ્થાનમાં પિંડવાડા ગામમાં બિરાજમાન પૂ. પંન્યાસ શ્રી ભદ્રંકરવિજયજી મ. સા. પાસે પહોંચ્યા. તેમની આવી વિશિષ્ટ તત્પરતા અને પાત્રતા જોઈને પંન્યાસજી મહારાજ સાહેબે પણ તરત ૧૨ નવકાર ગણીને ખૂબ જ ભાવપૂર્વક તેમને ત્રણ વખત મોટેથી નવકાર ઝિલાવ્યો અને વાસક્ષેપ દ્વારા આશીર્વાદ આપી નવકાર મહામંત્રનો નિયમિત જપ કરવાનો ઉપદેશ આપ્યો. ઉપર મુજબ મોતના મુખમાંથી પાછા ફરેલા તે ભાઈ ત્યાર પછી ૧૫ દિવસ સુધી હૉસ્પિટલમાં રહ્યા. તે દરમિયાન ૬૦ જેટલા દર્દીઓનાં ઓપરેશનો થયાં તે બધાં જ સફળ થયાં! કારણ કે ઉપરોક્ત ઘટનાથી પ્રભાવિત થયેલા બધા દર્દીઓના કુટુંબીઓ ઓપરેશન કરાવતાં પહેલાં દર્દીને તેમની પાસે લઈ આવતા, ત્યારે આ ભાઈ પૂજ્યપાદ પંન્યાસજી મહારાજના ફોટા સામે દર્દીને બેસાડીને ત્રણ નવકાર મોટેથી ગણતા. ગુરુમહારાજ પ્રત્યેની તેમની અનન્ય આસ્થાને લીધે બધાં જ ઓપરેશનો સફળ થયાં. આ ભાઈ આજે પણ જીવંત છે ! ખરેખર, મહામંત્ર પ્રત્યેની આસ્થાથી કયું કાર્ય સિદ્ધ થતું નથી એ જ એક સવાલ છે! ભયનું ઉચ્ચાટન-અભયનું ઉદ્ઘાટન કરે શ્રી નવકાર થોડાં વર્ષ પૂર્વે આફ્રિકામાં ત્રણ દિવસ સુધી “કૂપ” (લશ્કરી બળવો) થયો હતો. ત્યારે નૈરોબીમાં લશ્કરના લેબાસમાં ત્રણ ચાર લૂંટારાઓ એક ભાઈના ઘરમાં ઘૂસી ગયા. તેમનું ઘર હીલ સ્ટેશનની બાજુમાં અલાયદા બંગલા તરીકે હતું. બંદૂકધારી લૂંટારાઓએ ઘરના સભ્યો પાસેથી ૨૦ લાખ ની માગણી કરી! તેમણે તે વખતે 5 લાખ રૂપિયા જેટલો માલ લૂંટારાઓને સોંપી દીધો અને બાકીની રકમ બેંકમાં છે એમ જણાવ્યું. પરંતુ લૂંટારાઓને આટલેથી સંતોષ ન થયો. આથી તેમણે તેમના ૨૨ વર્ષના નવયુવાન છોકરાની છાતી પર બંદૂકની નો પ્રભાવ ઉપર કથાઓ ૪૯૫ Page #538 -------------------------------------------------------------------------- ________________ અણી રાખીને ધમકી આપતાં કહ્યું કે ‘અમે ૧૦ સુધી આંકડા બોલીશું, ત્યાં સુધીમાં ઘરમાં જ્યાં પણ પૈસા છુપાવ્યા હોય તે અમારી પાસે રજૂ કરી દો, નહિતર આ છોકરાને હમણાં જ વીંધી નાખશું !’ આ સાંભળતાં જ બધાના જીવ અદ્ધર થઈ ગયા. ખરેખર તેમની પાસે ઘરમાં બીજી રકમ હતી જ નહિ એટલે ક્યાંથી આપી શકે ! આ બાજુ ડાકુઓના સરદારે આંકડા બોલવાની શરૂઆત કરી દીધી. એક... બે... ત્રણ... ચાર...પાંચ...છ...સાત... આ ઘટના બની તેનાથી થોડા મહિના અગાઉ તેઓ મારા સંપર્કમાં આવેલા. મેં તેમને ઘરમાં પંચધાતુના જિનપ્રતિમાજી બિરાજમાન કરવા માટે ખાસ ભલામણ કરી હતી. તથા રોજ એ પ્રભુજી સમક્ષ નવકારમહામંત્ર ગણવાની પણ પ્રેરણા કરી હતી. તે મુજબ તેમણે ઘ૨માં પ્રભુજીને પધરાવેલા અને રોજ તેમની સમક્ષ નવકા૨ ગણતા હતા. એટલે ઉપરોક્ત કટોકટીના પ્રસંગે ઘરના બધા સભ્યો પ્રભુજી સમક્ષ નાભિના ઊંડાણમાંથી જોરજોરથી નવકાર ગણવા લાગ્યા. પેલો ડાકુ આઠ...નવ...બોલીને જ્યાં બંદૂકની ચાંપ દબાવવા જાય છે ત્યાં જ એક અકલ્પનીય ઘટના બની ગઈ ! સાચા લશ્કરના જવાનો ત્યાં આવી પહોંચ્યા અને તે જ ક્ષણે પેલા બધા જ નકલી જવાનો (લૂંટારાઓ)ને ધડાધડ ગોળીઓથી વીંધી નાખ્યા ! અને ઘરના બધા જ સભ્યો આબાદ બચી ગયા ! ત્યારથી માંડીને તે ઘરના બધા જ સભ્યો પ્રભુજીના તથા નવકારના અનન્ય ઉપાસક બની ગયા. ખરેખર, જે અનન્યશરણભાવે નવકારનું શરણું સ્વીકારે છે તેનો વાળ પણ કોઈ વાંકો કરી શકતું નથી. ખજાનાનો રક્ષણહાર : શ્રી નવકાર આ પણ નૈરોબીમાં સપરિવાર વસતા અને મારા પરિચયમાં આવેલા બે સગા જૈનભાઈઓની વાત છે કે જેઓ નવકા૨મહામંત્રનું નિયમિત સ્મરણ કરતા હતા. એક દિવસ સવારના પહોરમાં ૬ વાગ્યે શસ્ત્રધારી ત્રણ ગુંડાઓ તેમના મકાનમાં અચાનક ઘૂસી આવ્યા અને બંદૂકની અણીના જોરે ઘરનાં બધા કબાટની ચાવીઓ આંચકી લીધી. ઘરના ૧૨ સભ્યોને એક રૂમમાં પૂરી દીધા. ફક્ત કબાટ ખોલાવવા માટે એક જ ભાઈને ગુંડાઓએ પોતાની સાથે રાખ્યા. રૂમમાં પૂરાયેલા બધા જ સભ્યો ભાવપૂર્વક નવકાર ગણવા લાગ્યા. ગુંડાઓએ એક કબાટ ખોલવા પ્રયત્ન કર્યો પરંતુ તે ન ખૂલ્યો. એટલે બીજો એક મુખ્ય કબાટ કે જેમાં ૧૦ લાખ રૂ. નાં ઘરેણાં હતાં તેની ચાવી હોવા છતાં પણ તે ખોલાવવાનું ભૂલી ગયા ! અને બીજા કબાટોમાંથી ટેપ વગેરે ૨૫ હજાર જેટલું પરચૂરણ લઈને ચાલ્યા ગયા ! શૂળીની સજા સોયથી પતી જાય તે આનું નામ ! ખરેખર, આંતરખાનાને ખોલવાની માસ્ટરકી સમાન નવકારમહામંત્ર જેમની પાસે હોય તેમના બાહ્યખાનાની પણ રક્ષા થાય તેમાં નવાઈ શી ! કષ્ટનિવારક : શ્રી નવકાર મારા સુપરિચિત એક શ્રાવકને કસ્ટમ ઓફિસવાળા લઈ ગયા અને તેમને વિશિષ્ટપ્રકારના ખાસ ચેમ્બરમાં, ખાસ પ્રકારની યાંત્રિક ખુરસી પર બેસાડીને, તેમની સમક્ષ વિચિત્ર પ્રકારના ઈલેક્ટ્રીક લાઈટના મશીન વગેરે ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ ૪૯ Page #539 -------------------------------------------------------------------------- ________________ ગોઠવીને તેમની ઊલટતપાસ કરવાની શરૂઆત કરતા હતા. કસ્ટમવાળાઓની ઊલટતપાસ કરવાની આ રીત અત્યંત કષ્ટદાયક-ત્રાસજનક હોય છે. કલાકો સુધી ઊલટતપાસ ચાલે. વિચિત્ર પ્રકારના મશીનો દ્વારા વેપારીના મગજની ગુપ્ત વાતો તેના જ મુખેથી બોલાવવા માટે અમાનુષી પ્રયોગો કરવામાં આવે અને અનેક અટપટા પ્રશ્નોની ઝડીઓ વરસાવવામાં આવે. આ ભાઈની પણ આવી જ દુર્દશા થવાની શક્યતા હતી, પરંતુ તેમના ધર્મપત્ની પણ એમની સાથે જ ગયાં હતાં. તેઓ અનન્યશ્રદ્ધાથી નવકારમહામંત્ર અને ઉવસગ્ગહર સ્તોત્રનું સ્મરણ કરવા લાગ્યાં. પરિણામે અટપટા પ્રશ્નો પૂછનાર પેલો કસ્ટમ ઓફિસર પણ જે પ્રશ્નો ખાસ પૂછવાના હોય છે તે જ ભૂલી ગયો અને માત્ર સીધા સાદા થોડા પ્રશ્ન પૂછીને અર્ધા કલાકમાં જ તેમને છોડી દીધા તે સાથે સ્વયં કબૂલ કરતાં કહ્યું કે “૧૦ હજાર માણસોમાંથી કોઈ એકાદ માણસ જ આ રીતે છૂટી શકે તેમ તમે છૂટી ગયા છો' એમ કહીને તેમનો પાસપોર્ટ પણ તેમને પાછો આપી દીધો! ઉપરોક્ત પાંચેય ઘટનાઓ નવકાર મહામંત્રના અસીમ અનંતપ્રભાવ તરફ અંગુલિનિર્દેશ કરીને આપણને પણ મહામંત્રના અનન્ય ઉપાસક બનવા માટે ખાસ પ્રેરણા આપી જાય છે. સર્વ જીવો મહામંત્રની સાધના દ્વારા જીવનસાફલ્યને પ્રાપ્ત કરો એ જ મંગલભાવના. પ્રેષક શશિકાંત કે. મહેતા-રાજકોટ I % શાંતિ . નમરકારધર્મની વ્યાખ્યાઓ નમસ્કાર એ ક્ષમાનું બીજું નામ છે. ભૂલ થયા પછી તેને સુધારી લેવા જેટલી નમ્રતા બતાવવી તેનું નામ ક્ષમાપના છે. પોતાથી થયેલી ભૂલની ક્ષમા માગવી અને બીજાથી થયેલી ભૂલની ક્ષમા આપવી એ નમસ્કાર ધર્મની જ આરાધના છે. અહંકાર ઉપકારીઓને ઓળખવા દેતો નથી. તેમ પોતાના અપરાધને સ્વીકારવા પણ દેતો નથી. નમસ્કાર એ જેમ ઉપકારીઓને ભૂલવા દેતો નથી. તેમ પોતાના અપરાધોને પણ ભૂલવા દેતો. નથી. ઉપકારના સ્વીકારની જેમ અપરાધનો સ્વીકાર પણ નમસ્કાર છે. વિષયો પ્રત્યેની નમન શીલતાનો ત્યાગ કરી પરમેષ્ઠિઓ પ્રત્યે નમનશીલતા કેળવવી એ પણ નમસ્કાર ધર્મ છે. બાહ્ય પદાર્થો પ્રત્યે તૃષ્ણાવાળા ન બનવું અને આત્મતૃપ્ત રહેવાનો અભ્યાસ કરવો તે પણ નમસ્કારધર્મ છે. જીવ પોતાને પ્રાપ્ત થયેલ જાતિ, કુળ, રૂપ, બળ લાભ, બુદ્ધિ, વૈભવ, યશ અને શ્રુતાદિ પ્રત્યે નમ્ર છે જ. નમ્રપણે તેના પ્રત્યે આદર, રુચિ બહુમાન બતાવે છે જ. પણ તે નમનશીલતા ધર્મરૂપ નથી. બીજા પ્રત્યે નમ્ર રહેવું તે સાચી નમ્રતા છે. ન. પ્રભાવ ઉપર કથાઓ ૪ ૪૯૭ પS ૪૯૭ Page #540 -------------------------------------------------------------------------- ________________ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ શ્રી નમસ્કારમહામંત્ર મનોવૈજ્ઞાનિક દૃષ્ટિથી આ વિચારણીય પ્રશ્ન છે કે નમસ્કારમહામંત્રનો મન પર શો પ્રભાવ પડે છે ? આ મન્ત્રને સર્વકાર્યસિદ્ધિપ્રદ કહેવામાં આવ્યો છે, તો આ મંત્રથી આત્મિકશક્તિનો વિકાસ શી રીતે થાય છે ? મનોવિજ્ઞાન માને છે કે માનવની દશ્યક્રિયાઓ તેના ચેતનમનમાં અને અદૃશ્યક્રિયાઓ અચેતનમનમાં થાય છે. મનની આ બન્ને ક્રિયાઓને ‘મનોવૃત્તિ’ કહેવાય છે. સાધારણતઃ ‘મનોવૃત્તિ’ શબ્દ ચેતનમનની ક્રિયાઓ બતાવવા માટે વપરાય છે. પ્રત્યેક મનોવૃત્તિના ત્રણ અંશો છે ઃ જ્ઞાનાત્મક, સંવેદનાત્મક અને ક્રિયાત્મક. આ ત્રણે અંશોને એકબીજાથી છૂટા પાડી શકાય નહિ તેવા છે. માણસને જે કાંઈ જ્ઞાન થાય છે તેની સાથે વેદના અને ક્રિયાત્મકભાવ પણ અનુભવાય છે. જ્ઞાનાત્મકમનોવૃત્તિના સંવેદન, પ્રત્યક્ષીકરણ, સ્મરણ, કલ્પના અને વિચાર આ પાંચ ભેદો છે. સંવેદનાત્મકમનોવૃત્તિના સંદેશ, ઉમંગ, સ્થાયીભાવ અને ભાવનાગ્રંથિ, આ ચાર ભેદો છે અને ક્રિયાત્મક મનોવૃત્તિના સહજક્રિયા, મૂલવૃત્તિ, ટેવ, ઈચ્છિતક્રિયા અને ચરિત્ર આ પાંચ ભેદો કરવામાં આવ્યા છે. નમસ્કા૨મહામંત્રના સ્મરણથી જ્ઞાનાત્મકમનોવૃત્તિ ઉત્તેજિત બને છે, તેથી તેની સાથે અભિન્નરૂપથી સંબદ્ધ ‘ઉમંગ’ સંવેદનાત્મકઅનુભૂતિ અને ‘ચરિત્ર’ નામક ક્રિયાત્મકઅનુભૂતિને ઉત્તેજન મળે છે. તાત્પર્ય એ છે કે માનવમગજમાં જ્ઞાનવાહી અને ક્રિયાવાહી એમ બે પ્રકારની નાડીઓ હોય છે. આ બંને નાડીઓનો પરસ્પર સંબંધ હોય છે, પણ એ બંનેનાં કેન્દ્ર જુદાં હોય છે. જ્ઞાનવાહી નાડીઓ અને મગજનું જ્ઞાનકેન્દ્ર માનવના જ્ઞાનવિકાસ માટે અને ક્રિયાવાહી નાડીઓ અને ક્રિયાકેન્દ્ર તેના ચરિત્રના વિકાસ માટે કાર્ય કરે છે. ક્રિયાકેન્દ્ર અને જ્ઞાનકેન્દ્રનો ઘનિષ્ઠસંબંધ હોવાથી નમસ્કા૨મહામંત્રની આરાધના વડે (સ્મરણ અને ચિંતન વડે) જ્ઞાનકેન્દ્ર અને ક્રિયાકેન્દ્રનો સમન્વય થાય છે, તેથી માનવમન સુદૃઢ બને છે અને તેને આત્મિકવિકાસની પ્રેરણા મળે છે મનુષ્યનું ચરિત્ર તેના સ્થાયીભાવોનો સમુચ્ચય માત્ર છે. જે મનુષ્યના સ્થાયીભાવો જેવા પ્રકારના હોય છે તેવા જ પ્રકારનું તેનું ચરિત્ર પણ હોય છે. મનુષ્યનો પરિમાર્જિત અને આદર્શ સ્થાયીભાવ જ હૃદયની અન્યપ્રવૃત્તિઓનું નિયંત્રણ કરે છે. જે માણસનો સ્થાયીભાવ સુનિયંત્રિત નથી, અથવા જેના મનમાં ઉચ્ચ આદર્શો પ્રત્યે શ્રદ્ધારૂપ સ્થાયીભાવો ઉદ્દીપિત થયા નથી, તેનું વ્યક્તિત્વ અને ચરિત્ર બંને સારાં હોતા નથી. દૃઢ અને સુંદરચરિત્ર બનાવવા માટે એ આવશ્યક છે કે માણસના મનમાં ઉચ્ચ આદર્શો તરફ શ્રદ્ધાસ્પદ સ્થાયીભાવ હોવો જોઈએ તથા તેના અન્યસ્થાયીભાવો તે (શ્રદ્ધાસ્પદ) સ્થાયીભાવદ્વારા નિયંત્રિત હોવા જોઈએ. સ્થાયીભાવો જ માનવના અનેક પ્રકારના વિચારોના જનક હોય છે. આ સ્થાયીભાવો જ માનવની સમસ્તક્રિયાઓનું સંચાલન કરે છે. ઉચ્ચ આદર્શથી ઉત્પન્ન થતા સ્થાયીભાવો અને વિવેક વચ્ચે ઘનિષ્ઠ સંબંધ છે. ક્યારેક ક્યારેક વિવેક વિના જ સ્થાયીભાવો મુજબ જીવનક્રિયાઓ થાય છે. જેમ કે, વિવેક ના કહેતો હોય તોપણ શ્રદ્ધાવશ ધાર્મિક પ્રાચીનકાર્યોમાં પ્રવૃત્તિ થવી, અથવા કોઈની સાથે કલહ થઈ ગયા પછી તેની જુટ્ઠી નિન્દા સાંભળવાની પ્રવૃત્તિ થવી– આવાં કૃત્યોમાં વિવેકનો સાથ નથી હોતો, કેવળ સ્થાયીભાવ જ કાર્ય કરતો હોય છે. વિવેક માનવની ક્રિયાઓને રોકી શકે અથવા વાળી શકે છે. વિવેકમાં તે તે ક્રિયાઓના સંચાલનની શક્તિ નથી. તાત્પર્ય એ છે કે આચરણને પરિમાર્જિત અને વિકસિત કરવા માટે કેવળ વિવેક પ્રાપ્ત કરવો એ જ પૂરતું નથી, સાથેસાથે સ્થાયીભાવોને પણ સુયોગ્ય અને સુદઢ બનાવવા જોઈએ. ૪૯૮ ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #541 -------------------------------------------------------------------------- ________________ વ્યક્તિના મનમાં જ્યાં સુધી કોઈ સુન્દર આદર્શ અથવા કોઈ મહાન વ્યક્તિ તરફ શ્રદ્ધા અને પ્રેમનો સ્થાયીભાવ નથી હોતો ત્યાં સુધી દુરાચારથી દૂર થઈને સદાચારમાં તેની પ્રવૃત્તિ થઈ શકતી નથી. જ્ઞાનમાત્રથી દુરાચાર રોકી શકાય તેમ નથી. તે માટે તો ઉચ્ચ આદર્શ પ્રત્યે શ્રદ્ધારૂપ ભાવનાનું હોવું અનિવાર્ય છે. નમસ્કાર મહામંત્ર એ એક એવો ઉચ્ચ અને પવિત્ર આદર્શ છે કે તેનાથી સુદઢ એવા સ્થાયીભાવની ઉત્પત્તિ થાય છે. જેમજેમ નમસ્કાર મહામંત્રનો મન પર વારંવાર પ્રભાવ પડશે અર્થાત્ દીર્ઘકાળ સુધી આ મહામંત્રની ભાવના મનમાં સ્થિર બનશે તેમતેમ સ્થાયીભાવોમાં સુધારો થશે જ અને ઉચ્ચ આદર્શથી નિયંત્રિત બનેલા આ જ સ્થાયીભાવો માનવના ચરિત્રના વિકાસમાં સહાયક થશે. આ મહામંત્રના મનન, સ્મરણ, ચિંતન અને ધ્યાનથી પૂર્વાર્જિત કાષાવિકભાવોમાં અવશ્ય પરિવર્તન થાય છે. મંગલમય આત્માઓના સ્મરણથી મન પવિત્ર થાય છે અને પુરાતન પ્રવૃત્તિઓમાં સંશોધન થાય છે. આ સંશોધનથી જીવનમાં સદાચાર આવે છે. ઉચ્ચ આદર્શથી ઉત્પન્ન થતા સ્થાયીભાવના અભાવમાં વ્યક્તિ દુરાચાર તરફ પ્રવૃત્ત બને છે, તેથી મનોવિજ્ઞાન સ્પષ્ટપણે કહે છે કે માનસિક ઉદ્વેગ, વાસના અને માનસિક વિકાર ઉચ્ચ આદર્શ તરફની શ્રદ્ધાના અભાવમાં દૂર કરી શકાય તેમ નથી. વિકારોને આધીન કરવાની પ્રક્રિયા બતાવતી વખતે કહેવાયું છે કે પરિણામનિયમ, અભ્યાસનિયમ અને તત્પરતાનિયમ દ્વારા ઉચ્ચ આદર્શને મેળવીને વિવેક અને આચરણને દઢ કરવાથી જ માનસિક વિકાર અને સહજ પાશવિક પ્રવૃત્તિઓને દૂર કરી શકાય છે. નમસ્કારમંત્રના પરિણામનિયમનો અર્થ અહીં એ છે કે આ મંત્રની આરાધના કરનાર વ્યક્તિ જીવનમાં સંતોષની ભાવનાને જાગ્રત કરે અને સમસ્ત સુખોનું કેન્દ્ર આ મંત્રને સમજે. અભ્યાસનિયમનું તાત્પર્ય એ છે કે આ મંત્રનું મનન, ચિન્તન અને સ્મરણ નિરન્તર કરે. આ એક સિદ્ધાન્ત છે કે જે યોગ્યતાને પોતાનામાં પ્રગટ કરવી હોય તે યોગ્યતાનું વારંવાર સ્મરણ તથા ચિન્તન કરવું જોઈએ. પ્રત્યેક વ્યક્તિનું ચરમલક્ય જ્ઞાન, દર્શન, સુખ અને વીર્યરૂપ શુદ્ધ આત્મશક્તિને પ્રાપ્ત કરવી તે છે. આ શુદ્ધ, અમૂર્ત, રત્નત્રયસ્વરૂપ, સચ્ચિદાનંદ આત્મા જ પ્રાપ્ત કરવા યોગ્ય છે, તેથી જ રત્નત્રયસ્વરૂપ પંચપરમેષ્ઠિ વાચક નમસ્કાર મહામંત્રનો અભ્યાસ પરમ આવશ્યક છે. આ મંત્રના અભ્યાસથી શુદ્ધ આત્માસ્વરૂપમાં તત્પરતાની સાથે પ્રવૃત્તિ કરવી તે તત્પરતાનિયમને જીવનમાં ઉતાર્યો કહેવાય છે. મનુષ્યમાં અનુકરણની પ્રધાનવૃત્તિ દેખાય છે, આ વૃત્તિના કારણે પંચપરમેષ્ઠિનો આદર્શ સામે રાખીને તેમના અનુકરણથી પોતાનો વિકાસ કરી શકાય છે. મનોવિજ્ઞાન માને છે કે મનુષ્યમાં ભોજન શોધવું, દોડવું, લડવું, ઉત્સુકતા, રચના, સંગ્રહ, વિકર્ષણ, શરણાગતિ, કામપ્રવૃત્તિ, શિશુરક્ષા, બીજા પર પ્રેમ, આત્મપ્રકાશન, વિનીતતા અને હાસ્ય આ ચૌદ મૂળવૃત્તિઓ (instincts ) દેખાય છે. આ વૃત્તિઓનું અસ્તિત્વ સંસારના સર્વ પ્રાણીઓમાં દેખાય છે. પરંતુ મૂળવૃત્તિઓમાં મનુષ્યની વિશેષતા એ છે કે તે આ વૃત્તિઓમાં સમુચિત પરિવર્તન કરી શકે છે. કેવળ મૂળવૃત્તિઓથી સંચાલિત જીવન અસભ્ય અને પાશવિક કહેવાશે, માટે મનુષ્યની મૂળવૃત્તિઓમાં Repression દમન, Inhibition વિલીયન, Redirection માર્ગોત્તરીકરણ અને sublimation શોધન (ઉીકરણ) આ ચાર પરિવર્તનો થતાં રહે છે. મનુષ્ય તે કરી શકે છે.) પ્રત્યેક મૂળવૃત્તિનું બળ તેનું બરાબર પ્રકાશન થવાથી વધે છે. જો કોઈ મૂળવૃત્તિના પ્રકાશન ઉપર કાંઈ નિયંત્રણ નથી રાખવામાં આવતું તો તે મનુષ્ય માટે લાભદાયક ન બનતાં હાનિપ્રદ બને છે માટે દમનની ક્રિયા થવી જોઈએ. ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે સંગ્રહની વૃત્તિ જે સંયમિતરૂપમાં રહે તો તેથી મનુષ્યના જીવનની રક્ષા થાય છે, પરંતુ જો વધી જાય તો તે કૃપણતા અને ચોરીનું રૂપ ધારણ કરી લે છે. આવી જ રીતે તંદ્ર અથવા લડવાની પ્રવૃત્તિ પ્રાણ રક્ષા માટે ઉપયોગી છે, પણ જો તે વધી જાય છે તો મનુષ્યની રક્ષાનું કારણ ન બનતાં તેના વિનાશનું કારણ બને છે. આવી જ રીતે અન્યમૂળવૃત્તિઓના વિષયમાં પણ કહી શકાય. તેથી જ જીવનને મનોવિજ્ઞાનની દષ્ટિએ ૪૯૯ Page #542 -------------------------------------------------------------------------- ________________ ઉપયોગી બનાવવા માટે એ આવશ્યક છે કે મનુષ્ય પ્રતિસમય પોતાની વૃત્તિઓનું દમન કરે અને તેઓને નિયંત્રણમાં રાખે. વ્યક્તિત્વના વિકાસ માટે મૂળવૃત્તિઓનું દમન તેટલું જ આવશ્યક છે કે જેટલું તેઓનું પ્રકાશન આવશ્યક છે. મૂળવૃત્તિઓનું દમન વિચાર અથવા વિવેક વડે થાય છે. કોઈ બાહ્યસત્તા વડે કરાતું દમન માનવજીવનના વિકાસ માટે હાનિકારક થાય છે. માટે શૈશવથી જ (બાલ્યવયથી જ) નમસ્કારમંત્રના આદર્શ વડે માનવની મૂળપ્રવૃત્તિઓનું દમન સરળ અને સ્વાભાવિક રીતે થાય છે. આ મંત્રનો આદર્શ &યમાં શ્રદ્ધાને અને દઢ વિશ્વાસને ઉત્પન્ન કરે છે, જેથી મૂળ વૃત્તિઓના દમનમાં મોટી સહાય મળે છે. નમસ્કાર મહામંત્રના ઉચ્ચારણ, સ્મરણ, ચિન્તન, મનન અને ધ્યાન વડે મન પર એવા સંસ્કારો પડે છે કે જેથી જીવનમાં શ્રદ્ધા અને વિવેકનું ઉત્પન્ન થવું સ્વાભાવિક થાય છે. મનુષ્યનું જીવન શ્રદ્ધા અને સવિચારો ઉપર જ અવલંબિત છે. શ્રદ્ધા અને વિવેક વિના મનુષ્ય, મનુષ્ય તરીકે જીવી ન શકે. તેથી મૂળવૃત્તિઓનું દમન અથવા નિયંત્રણ કરવા તેને મહામંગલનમસ્કારમહામંત્રનું સ્મરણ પરમ આવશ્યક છે. આ પ્રકારના ધાર્મિક વાક્યોનાં ચિત્તનથી મૂળવૃત્તિઓ નિયંત્રિત થાય છે તથા જન્મજાત સ્વભાવમાં પરિવર્તન થતું જાય છે. નિયંત્રણની પ્રવૃત્તિ ધીમેધીમે આવે છે. જ્ઞાનાવર્ણવમાં આચાર્ય શુભચન્દ્ર બતાવ્યું છે કે મહામંગલવાક્યોની વિદ્યુતશક્તિ આત્મામાં એવા પ્રકારનો શોક (shock-કરંટ-શક્તિ) આપે છે કે જેથી આહાર, ભય, મૈથુન અને પરિગ્રહજન્ય સંજ્ઞાઓ સહેલાઈથી પરિષ્કૃત બની જાય છે. જીવનતળને ઉન્નત બનાવવા માટે આ પ્રકારના મંગલવાક્યોને જીવનમાં ઉતારવા પરમ આવશ્યક મૂળવૃત્તિઓના પરિવર્તનનો બીજો ઉપાય વિલયન' છે. વિલયન બે પ્રકારે થઈ શકે છે નિરોધથી અને વિરોધથી. નિરોધનું તાત્પર્ય એ છે કે વૃત્તિઓને ઉત્તેજિત થવાનો અવસર જ ન આપવો. આથી મૂળવૃત્તિઓ થોડા જ સમયમાં નષ્ટ થાય છે. વિલિયમ જેમ્સનું કથન છે કે “જો કોઈ વૃત્તિને દીર્ઘકાળ સુધી પ્રકાશિત થવાનો અવસર ન મળે તો તે નષ્ટપ્રાય થઈ જાય છે.' ધાર્મિક આસ્થા વડે વ્યક્તિ પોતાની વિકારી વૃત્તિઓને અવરુદ્ધ કરીને તેમનો નાશ કરી શકે છે, વિરોધથી વિલયન એ રીતે થાય છે કે જે એક સમયમાં એક વૃત્તિ કાર્ય કરતી હોય, તે જ સમયે તેનાથી વિપરીત બીજી વૃત્તિને ઉત્તેજિત થવા દેવી. આવું કરવાથી બે પરસ્પર વિરોધી વૃત્તિઓનો એકસાથે ઉદય થવાથી બંનેનું બળ ઘટી જાય છે. આ રીતે બંનેના પ્રકાશનની રીતમાં અંતર પડી જાય છે અથવા બંને શાંત બની જાય છે. જેમ ઠંદ્રવૃત્તિ જ્યારે વેગ પકડતી હોય ત્યારે સહાનુભૂતિની વૃત્તિને વેગ આપવામાં આવે તો પૂર્વવૃત્તિનું વિલયન સરલતાથી થઈ જાય છે. નમસ્કાર મહામંત્રનું સ્મરણ આ દિશામાં પણ સહાયકરૂપે સિદ્ધ થાય છે. આ શુભવૃત્તિના ઉત્પન્ન થવાથી અન્યવૃત્તિઓને સહજ વિલીન કરી શકાય છે. મૂળવૃત્તિના પરિવર્તનનો ત્રીજો ઉપાય “માર્ગાન્તરીકરણ છે. આ ઉપાય દમન અને વિલયન બને ઉપાયોથી શ્રેષ્ઠ છે. મૂળવૃત્તિના દમનથી માનસિકશક્તિ સંચિત થાય છે. જ્યાં સુધી આ સંચિત શક્તિનો ઉપયોગ ન કરવામાં આવે ત્યાં સુધી તે હાનિ કરી શકે છે. નમસ્કારમહામંત્રનું સ્મરણ એવું અમોઘ અસ્ત્ર છે કે જેથી નાનપણથી વ્યક્તિ પોતાની મૂળવૃત્તિઓનું માર્ગોત્તરીકરણ કરી શકે છે. ચિન્તન કરવાની વૃત્તિ મનુષ્યમાં દેખાય છે. જો માણસ આ વૃત્તિમાં વિકારી ભાવનાઓને સ્થાન ન આપે અને આ પ્રકારના મંગલવાક્યોનું ચિન્તન કરતો રહે તો એથી ચિત્તનવૃત્તિનું સુંદર માર્થાન્તરીકરણ થાય છે. એ સત્ય છે કે મનુષ્યનું મન નિરર્થક નથી રહી શકતું, તેમાં કોઈને કોઈ પ્રકારના વિચારો અવશ્ય આવવાના જ. તેથી ચરિત્ર-ભ્રષ્ટ કરનાર વિચારોના સ્થાને ચરિત્રવર્ધક વિચારોને સ્થાન આપવામાં આવે તો મનની ક્રિયા પણ ચાલતી રહેશે તથા તેના પર શુભપ્રભાવ પણ પડતો રહેશે. જ્ઞાનવર્ણવમાં શ્રી શુભચન્દ્રાચાર્યે બતાવ્યું છે કે પ૦૦ 2લોક્યદીપક મહામંત્રાધિરાજ NG Page #543 -------------------------------------------------------------------------- ________________ “अपास्य कल्पनाजालं, चिदानन्दमये स्वयम् । यः स्वरूपे लयं प्राप्तः, स स्याद्रत्नत्रयास्पदम् ॥ नित्यानन्दमयं शुद्धं, चित्स्वरूपं सनातनम् । पश्यात्मनि परं ज्योति-रद्वितीयमनव्ययम् ॥" અર્થાત સમસ્ત કલ્પના જળને દૂર કરીને પોતાના ચૈતન્ય અને આનન્દમય સ્વરૂપમાં લીન થવું એ નિશ્ચયથી રત્નત્રયની પ્રાપ્તિનું સ્થાન છે. જે આ વિચારમાં લીન રહે છે કે “હું નિત્ય આનન્દમય છું, શુદ્ધ છું, ચૈતન્યરૂપ છું, સનાતન છું, પરમજ્યોતિ (જ્ઞાનપ્રકાશ)રૂપ છું, અદ્વિતીય છું, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સહિત છું' તે વ્યક્તિવ્યર્થવિચારોથી પોતાની રક્ષા કરે છે, પવિત્રવિચાર અથવા ધ્યાનમાં પોતાને લીન રાખે છે. માર્ગાન્તરીકરણનો આ સુન્દર પ્રયોગ છે. મૂળવૃત્તિઓના પરિવર્તનનો ચોથો ઉપાય શોધ' છે. જે વૃત્તિ પોતાના અપરિવર્તિતરૂપમાં નિન્દનીય કર્મરૂપે પ્રકાશિત થાય છે, તે શોધિત રૂપમાં પ્રકાશિત થાય તો શ્લાઘનીય બની જાય છે. વાસ્તવિક રીતે મૂળવૃત્તિનું શોધન તે એક પ્રકારનું તે વૃત્તિનું માર્ગોત્તરીકરણ છે. કોઈપણ મંગલવાક્યનું ચિન્તન આત્માને આર્ત અને રૌદ્રધ્યાનથી દૂર રાખીને ધર્મધ્યાનમાં સ્થિર કરે છે, તેથી ધર્મધ્યાનનું પ્રધાન કારણ એવા નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને ચિત્તન આત્માનું પરમ આવશ્યક બને છે. ઉપર્યુક્ત મનોવૈજ્ઞાનિક વિશ્લેષણનો અભિપ્રાય એ છે કે નમસ્કાર મહામંત્ર વડે કોઈપણ વ્યક્તિ પોતાના મનને પ્રભાવિત કરી શકે છે. આ માત્ર મનુષ્યના ચેતન, અવચેતન અને અચેતન ત્રણ પ્રકારના મનને પ્રભાવિત કરી અચેતન અવચેતન પર સુન્દર સ્થાયીભાવનો સંસ્કાર નાખે છે, જેથી મૂળવૃત્તિઓનો પરિષ્કાર થાય છે અને અચેતન મનમાં વાસનાઓને એકત્ર થવાનો અવસર રહેતો નથી. આ મન્ટની વિદ્યુતશક્તિથી આરાધકનું આન્તરિક તંદ્ર શાંત બની જાય છે. નૈતિકભાવનાઓનો ઉદય થાય છે, જેથી અનૈતિકવાસનાઓનું દમન થઈ નૈતિકસંસ્કારો ઉત્પન્ન થાય છે. આંતરમાં ઉત્પન્ન થયેલી વિદુત બાહ્ય અને આંતરમાં પ્રકાશ ઉત્પન્ન કરે છે, જેથી વાસનાત્મક સંસ્કારો ભસ્મભૂત થઈ જાય છે અને જ્ઞાનનો પ્રકાશ વિસ્તરે છે. આ મંત્રના નિરન્તર ઉચ્ચારણ, સ્મરણ અને ચિન્તનથી આત્મામાં એક શક્તિ ઉત્પન્ન થાય છે, જેને આજની ભાષામાં “વિદ્યુત” કહી શકાય. આ શક્તિથી આત્માનું શોધન થાય છે અને સાથે સાથે આ મ7થી આશ્ચર્યજનક કાર્યો પણ કરી શકાય છે. * મંત્ર જન્મ શબ્દની શક્તિનો સદુપયોગ અથવા દુરુપયોગથી ઘણા પ્રાચીનકાળથી માનવજાતિ પરિચિત છે. આદિવાસીઓએ પોતાનાં ગૂઢ ક્રિયાકાંડોમાં તથા પ્રતીકોમાં આ શક્તિ ગૂંથી લીધી હતી. વીસમી સદીની સંસ્કૃતિએ રાજકીય પ્રચાર અને વ્યાપારી જાહેરાતોમાં તેનો દુરુપયોગ કર્યો છે. શબ્દ” અને “ભાવ” એક બીજા સાથે સંકળાયેલા છે. ઈશ્વરના નામ સાથે ઈશ્વરનો “ભાવજોડાયેલો છે. શબ્દની શક્તિનું આધ્યાત્મિક જીવનમાં જે મહત્ત્વ છે તે સમજવું જોઈએ. આ મહત્ત્વ સ્વાનુભાવ વડે સમજાય તેવું છે. જેમને જપનો અનુભવ નથી તેમને આ ક્રિયા નિરર્થક અને યાંત્રિક લાગે છે તેથી તેઓ તેનો તિરસ્કાર કરે છે. તેઓ કટાક્ષપૂર્વક કહે છે કે “ચોક્કસ શબ્દો વારંવાર ગણવાથી શો લાભ?” સત્ય એ છે કે આપણે આપણી જાતને તપાસી નથી, શું આપણો સર્વ સમય યુક્તિપૂર્ણ વિચારધારામાં જાય છે? મોટાભાગના માનવીઓનો ભાગ્યે જ થોડો સમય કોઈ એકાદ વિષય ઉપર વ્યવસ્થિતવિચાર કરવામાં જતો *ભારતીય જ્ઞાનપીઠ-કાશી તરફથી બહાર પડેલ “નોવર, વિષ્ણુ મનુરિનન” એ નામના હિન્દી પુસ્તકના “મનોવિજ્ઞાન અને નમસ્કારમંત્ર’ એ પ્રકરણનો આ ગુજરાતી અનુવાદ છે. પુસ્તકના મૂળ લેખક શ્રી નેમિચંદ્ર જૈન જ્યોતિષાચાર્ય છે. નમસ્કારમંત્રના પ્રેમીઓ માટે પુસ્તક મનનીય છે.] મનોવિજ્ઞાનની દષ્ટિએ ૫૦૧ જન Page #544 -------------------------------------------------------------------------- ________________ હશે! આપણી જાગૃતિના ઘણા કલાકો નિરર્થક વિચારોમાં, ત્રુટક ઈન્દ્રિયાનુભવમાં, સ્મૃતિના વેરવિખેર અંશોમાં, પુસ્તકો કે છાપાની નકામી વિગતોમાં કે ભય, અણગમો, અરુચિ, ઉશ્કેરાટ અને આળસમાં વહી જાય છે. જે આપણે વીસ મનુષ્યોની માનસવૃત્તિનું નિરીક્ષણ કરીશું તો સમજાશે કે ભાગ્યે જ એક અથવા બે વ્યક્તિનું મન વ્યવસ્થિત કાર્ય કરતું હશે બાકીના અઢાર કે ઓગણીસના વિચારો અને ભાવોની અસંબદ્ધતા આપણને આશ્ચર્ય પમાડશે. આપણામાંના મોટાભાગના મનની આ સ્થિતિ છે, બાહ્ય સંજોગોથી આપણી વિચારધારા બંધાયેલી છે. આબોહવાની ઠંડી ગરમી આપણા ભાવો પર અસર કરે છે, માખી અને મચ્છરનો ગણગણાટ આપણને વ્યગ્ર કરે છે. આવી માનસિક પરિસ્થિતિમાં ઈશ્વરના નામના જપ વડે આપણે અનિયંત્રિત ભાવો પર કાબૂ મેળવી શકીએ છીએ. આપણા મનમાં એકાદ મિત્રનું કે શત્રુનું અથવા કોઈ ચિંતાનું કે ઈચ્છિત પદાર્થનું નામ આપણે ગણગણતા હોઈએ છીએ ત્યારે આવા પ્રત્યેક શબ્દની આસપાસ તેનું પોતાનું માનસિક વાતાવરણ રચાયેલું હોય છે. યુદ્ધ, કેન્સર કે ધન' જેવા શબ્દનો દશહજારવાર ઉચ્ચાર કરો, આ શબ્દ સાથે સંકળાયેલા વિચારો વડે તમારી ભાવનાઓ રંગાશે. બરાબર એવી જ રીતે ઈશ્વરનું નામ તમારા માનસિકભાવોમાં શુભપરિવર્તન અવશ્ય લાવશે. શાસ્ત્રોમાં વારંવાર ભગવાનના નામનું શરણ લેવાની વાત આવે છે. ઈશ્વરનું નામ એવો-અભેદ કિલ્લો છે કે જેને પ્રાપ્ત કરનારા ભક્તો ભયરહિત છે.' આ કાંઈ કવિતાની ઉપમા નથી, પરંતુ આપણા આધ્યાત્મિક જીવનનું એક સત્ય છે. જ્યારે મને ચિંતા કે ભય વડે અથવા શારીરિકવેદના વડે ભયંકર વ્યગ્ર બની ગયું હોય અને સ્થિરતાપૂર્વક વિચાર ન થઈ શકતો હોય ત્યારે ઈશ્વરના નામનો જાપ કરો ! સર્વ વ્યગ્રતા શમી જાય ત્યાં સુધી જાપ કરો !! જાપને દઢતાપૂર્વક વળગી રહો !!! જ્યારે ભગવાનના નામની શક્તિનો તમને જીવનમાં અનુભવ થશે ત્યારે તમારી શ્રદ્ધા દઢ બનશે. સતત અભ્યાસ વડે જપક્રિયા સ્વાભાવિક બને છે, પછી જાપ માટે ઈચ્છાપૂર્વક પ્રયત્ન કરવો પડતો નથી. નામ જપની સાથે ભગવાનના ગુણોનું ચિંતન-ધ્યાન પણ અગત્યનું છે. નામજપ અને ધ્યાન બન્ને કાર્યો એકબીજા સાથે સંકળાયેલાં છે. જપ દ્વારા તેની આગળની ભૂમિકાસ્વરૂપ ધ્યાન પ્રાપ્ત થાય છે, જપ વડે આપણું ચંચળ મન કેન્દ્રિત બને છે. આપણે વારંવાર જે “નામ”નું ઉચ્ચારણ કરીએ છીએ તેના ભાવો' આપણામાં હુરે છે. જે આધ્યાત્મિક સાધનામાં આપણે ટેવાયેલા ન હોઈએ તો જપ સમયે મનમાં અનેક સંકલ્પ-વિકલ્પો જાગે છે, પરંતુ જપની દઢતા વડે સંકલ્પ-વિકલ્પો પણ રાજસિક કે તામસિકને બદલે સાત્ત્વિક બનતા જાય છે. જપ દ્વારા સંકલ્પ-વિકલ્પમાં દોડતું મન ફરીફરીને ભગવાનના નામમાં આવે છે અને ધીમેધીમે આપણામાં એકાગ્રતા પ્રગટે છે. ભારતમાં શિષ્ય જ્યારે ગુરુ પાસે દીક્ષા અર્થે આવતો ત્યારે ગુરુ તેને દીક્ષામંત્ર આપતા. આ મંત્રની આરાધના શિષ્યને જીવનભર કરવાની રહેતી. આ ગુરુમંત્ર ઘણો પવિત્ર ગણાતો, એને અત્યંત ગુપ્ત રાખવામાં આવતો અને શિષ્યને ગુરુ તરફથી વ્યક્તિગત દર્શાવેલી સાધનાનું એ સત્ત્વ ગણાતું. ૫૦૨ લોક્યદીપક મહામંત્રાધિરાજ NR Page #545 -------------------------------------------------------------------------- ________________ આ રીતે ગુરુપ્રદત્ત બીજમંત્ર દ્વારા આધ્યાત્મિકજ્ઞાન ગુરુ શિષ્યની પરંપરામાં આવતું. પ્રાપ્ત થયેલો ગુરુમંત્ર અત્યંત ગુપ્ત રાખવો જોઈએ. મંત્ર ફરી ફરીને ગણવો તેનું નામ ‘જપ’. મણકાની માળા વડે જપ થઈ શકે છે, માળા વડે જપ કરવાથી સ્થૂળક્રિયા અને સૂક્ષ્મક્રિયાનું સંધાન સરળ બને છે. માળાના ઉપયોગથી શરૂઆતમાં સાધકનું મન સરળતાથી જપમાં પરોવાય છે અને નિત્યજપમાં સંખ્યાની ગણત્રી માટે પણ માળા સહાયક બને છે. જપનું સાધન માત્ર હિન્દુ ધર્મમાં છે એવું નથી. ખ્રિસ્તી ધર્મમાં પણ જપનો ઉપદેશ છે તથા મંત્રો પણ દર્શાવ્યા છે. પ્રાર્થના અને જપ સંબંધી કેટલાક ઉલ્લેખો ખ્રિસ્તી ધર્મનાં પુસ્તકો The way of pilgrim અને The pilgrim continues His way'માંથી અહીં આપીએ છીએ. ઈશ્વરનું નામ સતત વાણી દ્વા૨ા જપવું, હૃદયમાં તેનું ભાવપૂર્વક સ્મરણ કરવું અને આત્મા વડે તેમાં તન્મય થવું, માનસ ચક્ષુઓથી ઈશ્વરનું સતત સાનિધ્ય અનુભવવું અને તેની કૃપા માણવી. સૂતાં અને જાગતાં સર્વ જગ્યાએ સર્વ સમયે આ પ્રમાણે કરવું, તેમ જ એવી ભાવના ભાવવી કે ‘હે પ્રભુ ! મારા ઉપર દયા કરો.’ સાધક જ્યારે આ ભાવનાથી રંગાય છે ત્યારે તે ઊંડો આત્મસંતોષ અનુભવે છે અને પ્રાર્થનાની અનિવાર્ય અગત્ય તેને હવે સમજાય છે. તેને લાગે છે કે પ્રાર્થના વગર જીવી શકાય નહિ. પછી પ્રાર્થના તેના શ્વાસોચ્છ્વાસ સાથે વણાઈ જશે. પોતાને આધ્યાત્મિકમાર્ગમાં આગળ વધેલો ગણનારા કેટલાક લોકો એમ માને છે કે એકની એક પ્રાર્થના ક૨વી નિરર્થક છે, આવી યાંત્રિક અર્થહીન ક્રિયાઓ માત્ર અણસમજુ માટે છે. બાહ્યથી યાંત્રિક દેખાતી જપક્રિયા વડે પ્રાપ્ત થતાં રહસ્યથી તેઓ અપરિચિત છે, વારંવાર વાણી દ્વારા થતો જપ કઈ રીતે સાચા હૃદયની પ્રાર્થના બને છે તે તેઓ જાણતા નથી સમગ્ર જીવન સાથે જપ વણાઈ જાય છે, તેમાંથી પ્રસન્નતા પ્રગટે છે, આત્મસાત્ બની જાય છે, તેથી આત્માને પ્રકાશ તથા પોષણ પ્રાપ્ત થાય છે અને અંતે તે આત્માને ઈશ્વરમય બનાવે છે. એક ખ્રિસ્તી સંત પ્રાર્થના માટે કહે છે કે-સંસારની ચિંતાઓમાં ડૂબેલા તથા દેવળમાં ન જઈ શકનારાઓ માટે પણ પ્રાર્થના અશક્ય નથી. ગમે ત્યાં ગમે ત્યારે તમે ઈશ્વરની ભક્તિ કરી શકો છો-તેનું સ્મરણ કરી શકો છો. જ્યારે ધંધે લાગેલા હો, પ્રવાસમાં હો, ગલ્લા ઉપર બેઠેલા હો, કાંઈ કામ કરતા હો ત્યારે તેમજ સર્વસમયે, સર્વસંયોગોમાં, સર્વસ્થાને પ્રાર્થના થઈ શકે છે. આ માર્ગે સાધકને સફળતા મળશે અને સતત જપ વડે ઈશ્વરનું નામ તેના હૃદયમાં વણાઈ જશે. અનુભવથી તેને સમજાશે કે વારંવાર પ્રાર્થના જે મોક્ષનો અદ્વિતીય ઉપાય છે, તે વાણીનો જપ તેને મનની તન્મયતામાં લઈ જશે અને આત્માની અનંતસમૃદ્ધિનું મહારાજ્ય પ્રાપ્ત કરાવશે. * મંત્ર જપ સંબંધી આ લખાણ પાતંજલ યોગસૂત્ર ઉપર અંગ્રેજી ટીકાના પ્રસિદ્ધ લેખક સ્વામી પ્રભાવનંદ અને ક્રીસ્ટોફર ઈશ:વુડે 'How to Know God' [ London Edition ] એ નામના પુસ્તકના પૃ. ૩૬ થી ૪૧માં લખ્યું છે તેનો આ ગુજરાતી સારાંશ છે. સહ્દયી વાચકો તેમાંથી સાર ગ્રહણ કરશે એવી આશા છે. ત્રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ સંપૂર્ણ મનોવિજ્ઞાનની દૃષ્ટિએ ૫૦૩ Page #546 -------------------------------------------------------------------------- ________________ નમસ્કારના ત્રણ પ્રકાર નો દં = નિશ્ચય નમસ્કાર, नमो = अणिमा नमो अरिहंताणं । + + મ = સોનું + ર = હરિ $ + ર = . ર + દૃ = દૃ + ત = દંતા - ર મ દંત | ન + + = કરું ન ન + મ = न + अरि = न अरि मम ૐ નો 9 પૂજ્યને નમસ્કાર | દૂ નો ૨ પૂજકને નમસ્કાર નમસ્કારના ત્રણ પ્રકાર દૈ નમો ૩ પૂજનને નમસ્કાર છે રિહંત - માનવ ગુરુ ગëત - દિવ્ય ગુરુ કદંત - સિદ્ધ ગુરુ નમસ્કાર ભાવની જધન્ય મધ્યમ - ઉત્કૃષ્ટ દશા નમો - જધન્ય - ઉપકારીને નમસ્કાર ગરિ નમો - મધ્યમ - અપકારીને નમસ્કાર હંતા નમો - ઉત્કૃષ્ટ - ઉત્કૃષ્ટ અપકારીને નમસ્કાર તા નમો - ઉત્કૃષ્ટતમ - નમસ્કારને નમસ્કાર શત્રુ પ્રત્યે શત્રુબુદ્ધિ ન રાખવી તે પણ નમસ્કાર છે. એનો અર્થ શત્રુ પાપી છે તો હું તેથી પણ વધુ પાપી છું કેમકે શત્રુ જે હલકુ કાર્ય અત્યારે કરે છે, તેનાથી પણ વઘુ હલકું કાર્ય મેં પૂર્વે અનેકવાર કર્યું છે એટલે તે વખતે પણ પોતાની લઘુતાનો ભાવ ટકી રહે છે એ ભાવ નમસ્કાર છે, નમ્રભાવ લઘુભાવ છે. અથવા શત્રુ પણ આપણા કર્મક્ષયમાં ઉપકારી હોવાથી માનનીય છે. વિરોધ કરવા લાયક નથી, અપનાવવા યોગ્ય છે એટલે નમસ્કારના એથે અનેક પ્રકારના થયા. - પૂજ્ય પ્રત્યે પૂજ્યભાવ રૂપ - પૂજકો પ્રત્યે અનુમોદનાભાવ રૂપ - વિરોધીઓ પ્રત્યે ઉપકારક ભાવ રૂપ SN ૫૦૪ ૫૦૪ રૈલોક્યદીપક મહામંત્રાધિરાજ Page #547 -------------------------------------------------------------------------- ________________ પૂજયશ્રની ચિંતન પ્રસાદિ (૧) નમાર મહામંત્ર (૨) પરમેષ્ઠિ નમસ્કાર. (૩) અનુપ્રેક્ષા (કિ. ૧-૨-૩ સાથે) (૪) નમસ્કાર મીમાંસા. (૫) નમસ્કાર દોહન (૬) નિત્ય સમરો નવકાર. (૭) મંત્ર ભલો નવકાર. (૮) અનુપ્રેક્ષા અમૃત. (૯) અનુપ્રેક્ષાનાં અજવાળા (૧૦) જિન શાસનનો સાર. (૧૧) જૈન માર્ગની પિછાન. (૧૨) જૈન તત્ત્વ રહસ્ય. (૧૩) ધર્મ શ્રદ્ધા. (૧૪) સાધના. (૧૫) આરાધનાનો માર્ગ. (૧૬) આરાધના સંગ્રહ. (૧૭) પ્રતિક્રમણની પવિત્રતા. (૧૮) નાસ્તિક મતનું નિરસન (૧૯) આસ્તિકતાનો આદર્શ. (૨૦) પ્રાર્થના. (૨૧) દેવ દર્શન. (૨૨) પ્રતિમા પૂજન. (૨૩) જિન ભકિત. (૨૪) તત્ત્વ દોહન. (૨૫) તત્ત્વ પ્રભા. (૨૬) મનન માધુરી. (૨૭) મંગલ વાણી. (૨૮) ચૂંટેલું ચિંતન. (૨૯) ચિંતન સુવાસ. (૩૦) ચિંતન ધારા. (૩૧) અજાતશત્રુની અમરવાણી. (૩૨) વચનામૃત સંગ્રહ (૩૩) સંત વચન સંહામ ણાં. (૩૪) સવિ જીવ ઈશા સનસિ. (૩૫) શ્રી મહાવીર દેવ નું જીવન. Page #548 -------------------------------------------------------------------------- ________________ જીવનની માર્ગદર્શક મૂડી દેહની અત્યંત અસ્થિરતા અને પારાવાર શારીરિક વેદના વચ્ચે પૂ. પંન્યાસજી મહારાજે તા. 19-10-1977 ના સવારે 11 વાગે પરમોપકારી શ્રી જિનેશ્વર ભગવંતની વાણીને પ્રકાશિત કરી. જેમાં પૂજયશ્રીની નવકાર પ્રત્યેની અવિહડ ભકિતનાં દર્શન થાય છે. (1) સકલ શ્રી સંઘ જેના વડે જીવે છે, તે મહામંત્ર નવકાર અને નવપદ છે. (2) આ મહામંત્ર સકલ સંઘને સહાયક છે, પુણ્યનો ઉત્પાદક છે. આત્મ - ગુણો પ્રગટાવનાર છે. [ આ મહામંત્રના આધારે જ બધા જીવે છે. (3) ત્રણ લોકના આધારભૂત આ મહામંત્રનો મહિમા સર્વત્ર ફેલાયેલો છે, તેના વડે જ આ વિશ્વ ટકી રહ્યું છે. (4) શ્રી નવકાર મહામંત્ર વિજયવંત છે. સકલ સંઘમાં શ્રી નવકાર પરમ આધાર છે. (5) શ્રી નવકારનો વિરાધક આત્મા, તીર્થનો વિરાધક છે. મહાન પાપી છે. આપણાં તીર્થો | તારનારા છે. (6) મૈત્રી આદિ ચાર ભાવનાઓ મહાન છે. (7) શ્રી નવકાર મંત્રના આધારે તીર્થ ટકી રહેલ છે. જે શ્રી નવકારનો વિરોધી છે, તે નાસ્તિક અને તીર્થનો પણ વિરોધી છે. (8) સમગ્ર સંઘને સંઘરૂપે શ્રી નવકાર જ સાચવે છે. નવકાર સિવાય જગતમાં બીજુ કશુંય મહત્ત્વનું નથી. આપણા હૃદયમાં આ ભાવો જીવંત બને. www.anebaty.org