SearchBrowseAboutContactDonate
Page Preview
Page 366
Loading...
Download File
Download File
Page Text
________________ મંત્રનો જાપ સ્થિર ચિત્તથી, સ્વસ્થ ગતિથી અને મંત્રાર્થ ચિંતનપૂર્વક થવો જોઈએ. મંત્ર, મંત્રદેવતા અને મંત્રદાતા ગુરુમાં દઢ શ્રદ્ધા, એ સાધનાનાં ત્રણ ચરણો છે. જો એક પણ ચરણનો ભંગ હોય તો સાધના પંગુ બને છે અને અસફળ થાય છે. નમો'પદ વડે ઔદયિકભાવનો નિષેધ ત્યાં સુધી કરવો કે એક પણ નિષેધ કરવા યોગ્ય પરભાવ બાકી ન રહે. પછી જે રહે તે જ આત્મા છે, અરિહંત છે અને શુદ્ધ સ્વરૂપવાળા પરમાત્મા છે. સમતાસામાયિકની સિદ્ધિ સમ્યગ્દષ્ટિ જીવોને વિશ્વની વિવિધતા અને વિચિત્રતા સંવેગ અને વૈરાગ્યની વૃદ્ધિ માટે થાય છે તથા અહિંસા, સંયમ અને તપસ્વરૂપ ધર્મના પાલનમાં ઉપકારક થાય છે. જીવોની કર્મકૃત વિચિત્રતાઓને મૈથ્યાદિ ભાવો વડે સહવી, તે અહિંસાનું બીજ છે અને પોતાને પ્રાપ્ત થતી સુખદુઃખ આદિ વિવિધ અવસ્થાઓને સમભાવે વેઠવી તે અનુક્રમે સંયમ અને તપનું બીજ છે. તપધર્મને વિકસાવવા માટે દુઃખની પણ ઉપયોગિતા છે. સંયમધર્મને વિકસાવવા માટે સુખની પણ ઉપયોગિતા છે. અહિંસાને આરાધવા માટે જીવોની વિવિધતાની પણ ઉપયોગિતા છે. જીવોને સહવા તે અહિંસા છે, સુખોને સહવાં તે સંયમ છે અને દુખોને સહવાં તે તપ છે. જીવોને સહવા એટલે કે શત્રુ, મિત્ર કે ઉદાસીન પ્રત્યે તુલ્યભાવ કેળવવો. સુખોને સહવાં એટલે સુખ વખતે વિરક્ત રહેવું. દુઃખોને સહવાં એટલે દુઃખ વખતે અદીન રહેવું. જીવોની વિવિધતામાં એકતાનું ભાન અહિંસાને વિકસાવે છે, સુખોમાં દુઃખ બીજાનું જ્ઞાન સંયમને વિકસાવે છે અને દુઃખોમાં સુખબીજાનું જ્ઞાન તપગુણને વિકસાવે છે. દુઃખમાત્ર જો સમજપૂર્વક વેચવામાં આવે, તો સુખનાં બીજ છે. સુખમાત્ર જો સમજ વિના વેદવામાં આવે તો દુઃખનાં બીજ છે. જીવમાત્ર સત્તાથી શિવ છે. ચૈતન્યસામાન્યથી જીવોમાં એકતાનું જ્ઞાન સમત્વ વિકસાવે છે. દ્રવ્ય સામાન્યથી સુખદુઃખમાં અભિન્ન એક આત્માનું જ્ઞાન સમતાભાવનું કારણ બને છે. સમાનભાવને આગળ કરવાથી સમતાસામાયિકની સિદ્ધિ થાય છે. ધર્મ ચિત્તની સમાન વૃત્તિમાં છે. અહિંસા, સંયમ, તપ વગેરેની ક્રિયા ચિત્તવૃત્તિને એક જ આલંબનમાં ટકાવી રાખવાનું સાધન છે. મંત્રજાપની ક્રિયા પણ મનોગુપ્તિનું-મનના રક્ષણનું સાધન છે. મનોગુપ્તિ એ મોક્ષનું સાધન છે. મંત્રથી બંધાયેલું મન મનોગુપ્તિનું સાધન બનીને મોક્ષનું સાધન બને છે. જપ વડે ભગવાનનું પ્રણિધાન થાય છે. સર્વશ્રેષ્ઠ જપયજ્ઞ જ૫ વડે ભગવાનનું પ્રણિધાન થાય છે ભગવાનના નામનો જાપ કરવાથી બાહ્ય વ્યાપારોનો વિરોધ થાય છે. શબ્દાદિ બાહ્ય વ્યાપાર રોકાઈ જવાથી આંતરજ્યોતિ પ્રગટ થાય છે, તેને પ્રત્યક-ચૈતન્ય કહે છે. જ્ઞાનાદિ ગુણોની વિશુદ્ધિ થાય છે તેથી ભક્તિ અને શ્રદ્ધામાં ઉત્તરોત્તર વધારો થાય છે. શાસ્ત્રોમાં વિશિષ્ટ ગુણવાન પુરુષોના પ્રણિધાનથી મહાફળ થવાનું કહ્યું છે તે વાત ભગવાનના નામનો જાપ AN ૩૨૪ ૩૨૪ ત્રિલોકચદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy