SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ કરવાથી પ્રત્યક્ષ અનુભવાય છે. ભગવાનના નામના જાપ વડે પાપનાશનું સ્વાભાવિક કાર્ય થતું જ હોય છે. પછી તે જાપ વ્યગ્રચિત્તે હોય કે એકાગ્રચિત્તે , કિન્તુ અતીન્દ્રિય શક્તિ અને અલૌકિક આનંદનો અનુભવ તો એકાગ્રચિત્તે થતા જાપ વડે જ અનુભવાય છે. ઉપર્યુક્ત અર્થને જ નીચેના શ્લોકો કહે છે. अवं च प्रणवेनैतत्, जपात् प्रत्युहसंक्षयः । प्रत्यक्चैतन्यलाभश्च, इत्युक्तं युक्तं पतञ्जलेः ॥ रजस्तमोमयादोषा-द्विक्षेपाश्चेतसो ह्यमी । सोपकमा जपानाशं, यान्ति शक्तिहीति परे ॥ प्रत्यक्चैत्न्यमप्यस्मा-दन्तर्योतिःप्रथामयम् । बहिर्व्यापाररोधेन, जायमानं मतं हि नः ॥ - ધાત્રિશત્ ધાત્રિશિકા અન્યત્ર પણ કહ્યું છે કે સરળતાથી જપી શકાય એવું ભગવાનનું નામ અને પોતાને વશવર્તી એવી જિહુવા હોવા છતાં તેનો ઉપયોગ નહિ કરનાર લોક ઘોર નરકમાં જાય છે. એ જોઈને જ્ઞાની પુરુષોને સખેદ આશ્ચર્ય થાય योगातिशयतश्चाऽयं, स्तोत्रकोटिगुणः स्मृतः । योगदष्ट्या बुधैर्टष्टो, ध्यानविश्रामभूमिका ॥ - ત્રિશ ત્રિશિકા અર્થ - યોગાચાર્યોએ પ્રભુના જાપને સ્તોત્ર કરતાં પણ કોટિગુણા ફળવાળો કહ્યો છે, એટલું જ નહિ પરંતુ જાપને ધ્યાનની વિશ્રાન્તિભૂમિકા કહી છે. બહાર પ્રસરી રહેલી વૃત્તિઓને ખેંચીને અંતરમાં સમાવવા સારુ જાપ જરૂરી છે. જપથી પ્રાણ અને શરીર સમતોલ અવસ્થાને પામે છે તથા મન સ્થિર અને શાન્ત થાય છે, જપ બહિવૃત્તિઓનો નાશ કરે છે. તેની કામનાવાળા જીવોની કામનાની પૂર્તિ કરાવી અંતે તે નિષ્કામ બનાવે છે. . નમો મંત્ર મનને કલ્પનાજાળથી છોડાવી અને સમત્વમાં પ્રતિષ્ઠિત કરી અંતે આત્મનિષ્ઠ બનાવે છે. જાપ કરનારે પ્રથમ, આસન સિદ્ધ કરવું જોઈએ. આસનથી દેહનું ચાંચલ્ય નાશ પામે છે. ચાંચલ્ય રજોગુણ અને તમોગુણથી થાય છે. તે નાશ પામતાં મન અને પ્રાણનો નિગ્રહ સરળ બને છે. ‘ગ એ આત્માનો સંકેત છે અને “નમો એ પ્રાણનો સંકેત છે. ‘તા પદ ઉભયની એકતાને જણાવનારું ચિહ્ન છે. નમો વડે પ્રાણ “દું રૂપી આત્મામાં જોડાય છે અને તેથી ત્રાણશક્તિ ઉત્પન્ન થાય છે. ઈન્દ્રિયોને વિષયોથી ઉપરામ કરાવી આત્માને વિષે હોમવાનું કાર્ય નમો’ મંત્ર વડે સધાય છે. તેથી તેને સર્વ પ્રકારના યજ્ઞોમાં શ્રેષ્ઠયજ્ઞ તરીકેનું પણ સ્થાન મળે છે. નમસ્કાર વડે બોધિ અને નિરુપસર્ગ નમો’ એટલે વંદન, પૂજન, સત્કાર અને સન્માન. તેના પરિણામે બોધિ અને નિરુપસર્ગ અવસ્થા પ્રાપ્ત થાય છે. નમો પદ નિરુપસર્ગ પર્વતના લાભનો હેતુ છે એ નિર્ણય શ્રદ્ધા, મેઘા, વૃતિ ધારણા અને અનુપ્રેક્ષાથી થાય શ્રદ્ધાદિ સાધનો ઉત્કટ ઈચ્છા પ્રવૃત્તિ, સ્વૈર્ય અને સિદ્ધિનાં સાધન બનીને નમસ્કાર દ્વારા નિરુપસર્ગપદને અપાવે છે. નિરુપસર્ગપદ એટલે જ્યાં જન્મ-મરણાદિ ઉપસર્ગો નથી એવું મોક્ષસ્થાનઃ વંદન એટલે અભિવાદન અને મન, વચન તથા કાયાની પ્રશસ્ત પ્રવૃત્તિ. પૂજન એટલે પુષ્પાદિ વડે સમ્યઅભ્યર્ચન. સત્કાર એટલે અનુપ્રેક્ષાકિરણ ૩ ૩૨૫ પS ૩૨૫ Tit જ0 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy