SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણની ઓળખાણ થવાથી “જ્ઞાનગુણ' પ્રગટે છે. પર્યાયની ઓળખાણ થવાથી “ચારિત્રગુણ' પ્રગટે છે. ૫. “નમો ' પદ દ્રવ્યની સાથે સંબંધ ધરાવે છે, તેથી મિત્રતા અને નમ્રતા આવે છે. અરિહં' પદ ગુણની સાથે સંબંધ ધરાવે છે, તેથી પ્રમોદ અને પ્રશંસા આવે છે. તાણં' પદ પર્યાયની સાથે સંબંધ ધરાવે છે, તેથી કારુણ્ય અને માધ્યચ્યભાવ પ્રગટે છે. દ. “ ની રિહંતા ' પદના ભાવનથી દ્રવ્ય-ગુણ-પર્યાયના પરિજ્ઞાન દ્વારા અને મૈથ્યાદિ ચાર ભાવનાઓ દ્વારા શુદ્ધ થયેલ મન-વચન-કાયા દ્વારા તન્મયતા થવાથી દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપી રત્નત્રયીની પ્રાપ્તિ થાય છે. ૭. “નમો પદનું ભાવન નમ્રતાને વિકસાવે છે. પોતે કરેલા અપકાર અને બીજાએ કરેલા ઉપકારના જ્ઞાન અને સ્મરણથી નમ્રતા અને કૃતજ્ઞતા સ્થિર થાય છે. તેમાંથી મૈત્રી અને કરુણા વિકસે છે. ૮. “નમો પદમાં જેમ નમ્રતા છે, તેમ કૃતજ્ઞતા પણ છે. પોતાના અપકારના સ્મરણમાંથી નમ્રતા ગુણ અને બીજા દ્વારા થયેલા ઉપકારના સ્મરણથી કૃતજ્ઞતા ગુણ વિકસે છે. ૯. “ નો ” = ઉત્પાદ = આરાધક ભાવનો હિં' = વ્યય = વિરાધક ભાવનો. તા ” = ધ્રૌવ્ય = આત્મતત્ત્વનું અર્થાત્ “ નમો પદથી પોતામાં આરાધક ભાવની ઉત્પત્તિ, વિરાધક ભાવનો વ્યય અને શુદ્ધાત્મભાવનું ધ્રૌવ્ય સધાય છે. ૧૦. “નમો ' પદ મંગળવાચક છે. રિહં 'પદ લોકોત્તમવાચક છે. “ તાdi ' પદ શરણવાચક છે. “નમો'પદરૂપ સાધકઅવસ્થામાંથી “અરિહંપદરૂપ સાધ્યઅવસ્થામાં જવાનું છે અને તે બંને અવસ્થામાં આત્મતત્ત્વ કાયમ રહીને શરણ આપનારું છે. સાધકઅવસ્થા મંગળરૂપ છે. સાધ્યઅવસ્થા લોકોત્તમરૂપ છે અને બંને અવસ્થામાં કાયમ રહેનાર આત્મતત્ત્વ શરણ સ્વરૂપ છે. પરાર્થવ્યસનિતા-સ્વાર્થ ઉપસર્જનતા શ્રી નવકારમાં તન્મય થવું એટલે શ્રી નવકારના બનવું. એટલે શ્રી નવકાર વિના વિહળ થવું તેના સ્મરણમાત્રથી હૈયું ભીંજાઈ જવું. શ્રી નવકારના સ્મરણમાત્રથી હૈયું જ્યારે ભીંજાય? શ્રી તીર્થંકરદેવોની વિશિષ્ટતા હૈયા સુધી પહોંચે તો. એ વિશેષતા તેમની પરાર્થવ્યસનિતા અને સ્વાર્થ ઉપસર્જનતામાં રહેલી છે. પ્રથમપદભાવન if મ ૧ ક IIIIIIIIIII Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy