SearchBrowseAboutContactDonate
Page Preview
Page 226
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી પંચમંગલમય નવકાર પાંચે પરમેષ્ઠિઓમાં “આહંત્ય” વ્યાપ્ત છે. આહત્ય એટલે શ્રી અરિહંતની શક્તિ. તે શક્તિ સામ્ય સ્વરૂપ છે. તે જ શ્રી અરિહંતોનું આશૈશ્વર્ય છે. શ્રી અરિહંતની આજ્ઞા ભેદભાવનો ત્યાગ કરી, જીવરાશિ પ્રત્યે ચૈતન્ય સ્વરૂપે અભેદભાવ પ્રગટાવવાની છે. ભેદભાવમાંથી હિંસાદિ આશ્રવોની અને અભેદભાવમાંથી અહિંસા અને ક્ષમાદિ સંવરરૂપ ધર્મોની ઉત્પત્તિ થાય છે. આશ્રવોનો ત્યાગ સ્વરૂપ અને સંવરોના સ્વીકારરૂપ પ્રભુ-આજ્ઞાનું તાત્પર્ય ભેદ બુદ્ધિનો નાશ અને અભેદ-બુદ્ધિનો આવિર્ભાવ છે. અર્થાત્ સામ્યબુદ્ધિ વડે સમતાભાવની પ્રાપ્તિ છે. સમતાભાવ એ જ સકળ અરિહંતોનું પ્રતિષ્ઠાન, મોક્ષલક્ષ્મીનું નિવાસસ્થાન અને ત્રિલોકનું સ્વામીત્વ છે. સમગ્ર વિશ્વની વ્યવસ્થા ઉપર સામ્યભાવનું પ્રભુત્વ છે. વિશ્વમાં થતી અવ્યવસ્થા એ સામ્યભાવના ભંગનું અને વિષમભાવના સેવનનું ફળ છે. આખરે તેનું નિવારણ થઈને પુનઃ વ્યવસ્થિતતા સ્થપાઈ જાય છે, તેની પાછળ આહત્ય કાર્ય કરે છે. આત્મ વિશ્વવત્સલ છે તેથી જ શ્રી અરિહંતોની ભક્તિ સમસ્ત સત્ત્વવિષયક સ્નેહ પરિણામને વિકસાવે છે. તેમની વીતરાગતા વિગતરાગ સ્વરૂપ છે. એટલે મોહનીય કર્મના ઉદયથી થતા સ્વ-વિષયક-પર-પુદ્ગલભાવવિષયક રાગના સર્વથા અભાવરૂપ છે, નિર્મૂળ ક્ષયરૂપ છે, શુદ્ધાત્મસ્વરૂપની પ્રાપ્તિ રૂપ છે. બીજી બાજુ તે વિશિષ્ટ રાગરૂપ છે. એ વિશિષ્ટ રાગ સત્તાથી શુદ્ધાત્મસ્વરૂપ એવી જીવરાશિ ઉપર સ્વાભાવિક પ્રેમ, કરુણા અને વાત્સલ્યરૂપ છે. એ રાગને બાહ્ય રંગરૂપ નથી, પરંતુ સ્વરૂપની નિર્મળતા થવાના યોગે પ્રાપ્ત થતી સ્વચ્છતા, પ્રસન્નતા, આકાશ અને જળના રંગ જેવી નિષ્કલંક શ્વેતતારૂપ છે અને તે જ તેઓશ્રીનું આહત્ય છે. એ આહત્ય જ સાધુમાં બીજાને સહાયરૂપે, ઉપાધ્યાયમાં જ્ઞાન દાન રૂપે, આચાર્યમાં આચારના દાનરૂપે, સિદ્ધમાં પૂર્ણના આવિર્ભાવરૂપે અને શ્રી અરિહંતમાં બધાના મૂળ રૂપે રહેલું છે. મૂળ હંમેશાં શ્વેત હોય છે, ફળ લાલ, પુષ્પ પત, પત્ર નીલ અને અંધ શ્યામ હોય છે. તે અનુક્રમે શ્રી પંચપરમેષ્ઠિના વર્ણરૂપે ધ્યાન કરવા માટે વિહિત થયેલાં છે. શ્યામવર્ણ અનેક ગુણોને ધરાવે છે. શ્યામવર્ણની અવગણના અનેક ઉપદ્રવકારક છે. પૃથ્વી અને મેઘ જેટલા વધારે શ્યામ તેટલા વધારે ઉત્પાદક છે. આંખની કીકી અને માથાના વાળ જેમ વધારે શ્યામ તેમ વધારે જ્ઞાન અને વધારે પ્રેમ પ્રગટાવનારા ગણાય છે. કાળા દોરાનું પણ આગવું ઉપકારક સ્થાન છે. ભક્તિમાર્ગમાં ઓઢું હું કાળો કાંબળો,' કહીને શ્યામવર્ણનું આગવું મહત્ત્વ અનાદિથી છે, એમ દર્શાવ્યું છે. - સાધુની શ્યામતામાંથી જ ઉપાધ્યાયનું જ્ઞાન, આચાર્યોનો આચાર, સિદ્ધોની સિદ્ધિ અને અરિહંતોનું આહત્ય પ્રગટ થાય છે. જેમ લોકોમાં તેમ લોકોત્તરમાં પણ શ્યામ વસ્તુનું મહત્ત્વ બધાના મૂળ તરીકે ગણાયું છે. શ્રી નવકાર પ્રથમ પંચમંગલરૂપ છે, મંત્ર રૂપ તો પછી છે. શ્રી નવકારને કેવળ મંત્ર માનવો એ પ્રિન્સીપાલને પ્રોફેસર બનાવવા જેવું છે. મંત્રમાં મનનની જરૂર પડે છે. દર્શન, શ્રવણ આદિ અનેક રીતે મંગળ સ્વકાર્ય કરે છે. તાત્પર્ય કે મંત્ર કરતાં પણ મંગળનો મહિમા સવિશેષ છે. શ્રી નવકારની મંગળમયતા શ્રી પંચપરમેષ્ઠિભગવંતોની મંગળમયતાના કારણે છે. મનનથી ત્રાણ કરે છે માટે તે મંત્ર છે અને શ્રવણથી ભવને ગાળે છે માટે મંગળ છે. N ૧૮૪ ક્યદીપક મહામંત્રાધિરાજ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy