SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ aa e “નમો અરિહંતાણં 'નો મર્મ નમો’ પદ જીવને ચન્દ્ર કરતાં પણ અત્યધિક નિર્મળ બનાવે છે. “અરિહં' પદ જીવને સૂર્ય કરતાં પણ અત્યધિક તેજસ્વી બનાવે છે. નમો પદ વડે દુષ્કૃતનો અને અરિહં પદ વડે સુકૃતનો સ્વીકાર થાય છે. દુષ્કૃતનો સ્વીકાર નિર્મળતા લાવે છે અને સુકૃતનો સ્વીકાર તેજસ્વિતા લાવે છે “તાણં ' પદ જીવને સાગરથી પણ ગંભીર બનાવે છે, તે ગંભીરતા જીવમાં ઊંડાણ લાવે છે. ઊંડામાં ઊંડા આત્મતત્ત્વની સાથે એકતાનાં પરિણામ લાવે છે. દુષ્કૃત ગહનું મૂળ કોમળતા છે. સુકૃતાનુમોદનનું મૂળ તીક્ષ્ણતા છે. અને શરણાગમનભાવનું મૂળ ઉદાસીનતા છે-ગંભીરતા છે. કોમળતા ચન્દ્ર જેવી, તીણાતા સૂર્ય જેવી અને ગંભીરતા સાગર જેવી મનાય છે. દુષ્કતગહમાં પ્રાયશ્ચિત્તના પરિણામ રહેલાં છે તે સાધુતાને વિકસાવે છે. સુકતાનુમોદનમાં વિશુદ્ધ પરિણામ રહેલાં છે તે ઉપાધ્યાયપદના જ્ઞાનગુણને વિકસાવે છે. શરણગમનના પરિણામ આચાર્યના આચાર ગુણને-ચારિત્ર ગુણને વિકસાવે છે. દર્શનગુણમાં કરુણા-કોમળતા મુખ્ય છે. જ્ઞાનગુણમાં તીક્ષ્ણતા-બુદ્ધિની સૂક્ષ્મતા મુખ્ય છે. ચારિત્ર ગુણમાં ઉદાસીનતા-આત્માની અલિપ્તતા મુખ્ય છે. એટલે પાયાના ત્રણ ગુણોનો વિકાસ કરવાની શક્તિ શ્રી નવકારના પ્રથમપદ ‘નમો અરિહંતાણં' માં રહેલી પ્રાયશ્ચિત્તકરણ એ સાધુતાનું લક્ષણ છે. વિશુદ્ધિકરણ એ જ્ઞાનીનું લક્ષણ છે. વિશલ્યીકરણ એ ચારિત્રવાનનું લક્ષણ છે. પાપકર્મનો મૂળ વિઘાત એ સિદ્ધત્વનું લક્ષણ છે. તે માટેના પુરુષાર્થરૂપ કાયોત્સર્ગકરણ એ અરિહંતનું લક્ષણ છે. પાંચેય પરમેષ્ઠિભગવંતોના પાંચ લક્ષણો કાયોત્સર્ગની ક્રિયામાં સમાયેલાં હોવાથી કેવળજ્ઞાન અને મોક્ષનું તે અસાધારણ કારણ છે. સંસારી જીવમાં દુષ્કૃતગર્તાના સ્થાને દુષ્કતની અનુમોદના રહેલી છે, સુકૃતાનુમોદનાના સ્થાને સુખનામૂળ સુકૃતની ગર્તા રહેલી છે અને આત્મતત્ત્વના શરણગમનના સ્થાને પુદ્ગલતત્ત્વનું શરણગમન રહેલું છે, તેથી તે અનંત સંસાર પરિભ્રમણનું કારણ બને છે. આમ શ્રી નવકારના પ્રથમપદના સાત અક્ષરોમાં જીવને અહીંથી સાત-રાજ ઊંચે મોક્ષમાં લઈ જવાની અચિજ્ય શક્તિ રહેલી છે. નમો અરિહંતાણં'નો મર્મ ૧૮૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005232
Book TitleTrailokyadipak Mahamantradhiraj
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay
PublisherBhadrankar Prakashan
Publication Year
Total Pages548
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy